________________
૩૬
વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા
એક ચીની ફિલસૂફે કહેલું કે, “હું છાપું ક્યારેય વાંચતો નથી. દુનિયાની જે કોઈ સારી બાબતો હશે તેના સમાચાર ફરતા ફરતા આજે નહીં તો કાલે કે ભવિષ્યમાં ક્યારેક મારી પાસે આવ્યા વગર રહેશે નહીં. જે સમાચાર મારી પાસે નહીં આવે તે જાણવા જેવા નહીં હોય અને એથી મારે કશું ગુમાવવાનું નથી એમ હું માનીશ.'
વર્તમાનપત્રોમાં જાણવા જેવી અને ન જાણવા જેવી એવી ઘણી બધી વાતો છપાતી હોય છે. દુનિયામાં પ્રતિક્ષણ અવનવી ઘટનાઓ બનતી રહે છે અને આધુનિક સાધનો દ્વારા એના સમાચાર આખી દુનિયામાં પ્રસરી જાય છે. રેડિયો, ટી. વી. અને ઉપગ્રહોની મદદ દ્વારા ઘરમાં બેઠાં બેઠાં કેટલીયે ઘટનાઓ નજરે નિહાળી શકાય છે. એમ છતાં છાપાંઓનું મહત્ત્વ ઘટશે નહીં, કારણ કે તે મરજી મુજબ ગમે ત્યારે નિરાંતે વાંચી શકાય છે. એમાં સમાચારો વિગતવાર હોય છે. રેડિયો તથા ટી. વી. દ્વારા ન આવરી શકાય એવા દુનિયાભરના વિવિધ પ્રકીર્ણ સમાચારો પણ એમાં હોય છે.
- સવારનું છાપું બપોર પછીથી વાસી થઈ જાય છે, કારણ કે સમાચારોની દૃષ્ટિએ દુનિયા થોડા કલાકોમાં જ ઘણી આગળ નીકળી ગઈ હોય છે. એટલે થોડા સમયમાં જ છાપું ભૂતકાળની એક ઘટના કે ઇતિહાસનું એક પાનું બની જાય છે. છાપામાં છપાતા સમાચારમાં તત્કાલીન કે તત્ક્ષણનું સત્ય વિશેષપણે રહેલું હોય છે. રમતગતમના આંકડા હોય કે યુદ્ધની
વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા - ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org