________________
એવે પ્રસંગે માણસે શું કરવું ? ત્યારે પોતાના જ શહેર કે ક્ષેત્રમાં દાન આપવાનો આગ્રહ ન રાખતાં અન્યત્ર જ્યાં દાનમાં અન્ન લેનારો વર્ગ હોય ત્યાં દાનમાં અન્ન આપવું જોઈએ. એમાં પણ અનુકંપાની દૃષ્ટિએ વિચારીને જૈન-જૈનેતર એવા ભેદ ન કરવા જોઈએ. હવે અમેરિકા કે યુરોપથી બચેલું અનાજ વ્યક્તિગત રીતે ભારતમાં મોકલવાની પણ તકલીફ હોય છે. એમાં સામાજિક, સરકારી વગેરે ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે. તો અનાજને બદલે એટલી રકમ પણ મોકલાવી શકાય.
કોઈ માણસે વરસમાં કોઈક દિવસે એકાસણું કર્યું હોય તો એનું એક ટંક જેટલું અનાજ બચે. એટલું અનાજ તે નહિ જેવું જ ગણાય. કોઈને આપવા જતાં પણ હાંસીપાત્ર લાગે. એવે વખતે કોઈકને પોતાને ઘરે ભોજન કરાવવું અથવા એટલા અન્ન જેટલી અંદાજિત ૨કમ કોઈ અન્નક્ષેત્રના શુભકામમાં વાપરવી જોઈએ. કેટલીક વાર અન્નદાન કે રકમ માટે તરત અનુકૂળતા ન હોય તો માણસે તે માટે સંકલ્પપૂર્વક સમયમર્યાદા બાંધવી જોઈએ. તપશ્ચર્યા વખતે અન્નદાનનો ભાવ થવો જોઈએ અને એટલી સભાનતા રહેવી જોઈએ. એ ઘણી મહત્ત્વની વાત છે.
પોતાની તપશ્ચર્યાથી બચેલું અનાજ અથવા અનાજ જેટલી રકમ કોઈ એવી સંસ્થાને આપી શકાય કે જ્યાં માંસાહાર થતો હોય ? ના, એવી સંસ્થાને અન્નદાન કે એટલી રકમનું દાન કરી શકાય નહિ, કારણકે એમ કરવાથી તો ભારે અશુભ કર્મના નિમિત્ત થવાય. અન્નદાન કરતી વખતે માણસે વિવેક જાળવવો જોઈએ અને સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. પોતાનું દાન અભક્ષ્ય આહારમાં ન વપરાવું જોઈએ.
જૈન સાધુઓ તપશ્ચર્યા કરે તો તેઓ કેવી રીતે અન્નદાન કરી શકે ? એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે આહારનો ત્યાગ કરે છે. પરંતુ તેઓએ પોતાનો આહાર પોતે ઉપાર્જિત કરેલો હોતો નથી. તેઓ પોતાના શરીરના પોષણ માટે ભિક્ષા વહોરી લાવે છે. આથી જૈન ધર્મ પ્રમાણે સાધુ પોતાની ભિક્ષામાંથી દયાભાવ લાવીને કોઈ ભૂખ્યાને ખવડાવી ન શકે. આ વાતમાં ઘણું ઊંડું અને સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. એ સમજવા જેવું છે. આમ જૈન સાધુ પોતાના આહારમાંથી જો ભૂખ્યાને દાન ન આપી શકે તો, તપશ્ચર્યા વખતે એમણે ભિક્ષા ગ્રહણ કરી ન હોવાથી એમના અન્નદાનનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.
પર્યુષણ પર્વ દરમિયાન દરેક સંઘમાં મોટી મોટી તપશ્ચર્યા થાય છે. એટલે સંઘ પોતે જ પોતાનું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જ્યાં તપસ્વીઓના
૪૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org