________________
અનાજની કે અનાજ જેટલી રકમની જવાબદારી સ્વીકારાય તો તપસ્વીઓને આમતેમ દોડાદોડી ન કરવી પડે અને કામ ઝડપથી તથા વ્યવસ્થિત રીતે થાય. કોઈને આળસ પણ ન આવે. એ માટે લોકજાગૃતિ થવી જોઈએ અને સંઘોએ તત્પરતા બતાવવી જોઈએ. અલબત્ત, આમાં સમજ અને સાવચેતીથી આગળ વધવા જેવું છે. જો શ્રદ્ધા અને પ્રતીતિ થાય તો જ આ કામ કરવા જેવું છે, અન્યથા આરાધનાને બદલે વિરાધના થવાનો સંભવ છે. આવા અન્નદાન માટે શાસ્ત્રીય આધાર છે કે નહિ તેની પણ તપાસ થવી જોઈએ.
જૈન ધર્મમાં બતાવ્યા પ્રમાણે તપશ્ચર્યા બાર પ્રકારની છે. છ બાહ્ય પ્રકારની અને છ આવ્યંતર પ્રકારની. બાહ્ય પ્રકારની તપશ્ચર્યાના પ્રકાર છે : (૧) અનશન (૨) ઊણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. આપ્યંતર પ્રકારની તપશ્ચર્યા છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ). બાહ્ય કરતાં આત્યંતર તપ ચડિયાતું છે. બાહ્ય તપ આપ્યંતર તપના પોષણ અર્થે છે. તેમ છતાં બાહ્ય તપનો નિષેધ કે અનાદર નથી. તેનું મહત્ત્વ પણ એટલું જ છે. બાહ્ય તપ મુખ્યત્વે આહારને લગતું છે. અનશન એટલે ખાવું નહિ. ઊણોદરી એટલે ઓછું ખાવું. ભૂખ અને તરસ ઉપર સંયમ મેળવવા અને આહા૨ની-સ્વાદની આસક્તિ છોડ્વા માટે આ તપશ્ચર્યા છે. સંથારો લેતી વખતે માણસ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી પોતાના જીવનનો અંત આણે છે. તીર્થંકર ભગવાનને દીક્ષા, કેળવજ્ઞાન અને નિર્વાણના અવસરે બાહ્ય તપ-અનશન અવશ્ય હોય છે.
તપથી દેહશુદ્ધિ થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે, આરોગ્ય સારું રહે છે વગેરે એના ભૌતિક લાભો તો છે જ, પણ જૈન ધર્મ કહે છે કે તપથી કર્મની નિર્જરા પણ થાય છે. તપ એ એક પ્રકારનું સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે, પણ એ કષ્ટ કર્મની નિર્જરામાં સહાયભૂત બને છે. તપથી અનાદિથી વળગેલી આહારસંજ્ઞા તોડવાની છે. જેઓને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેઓએ આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવો જોઈએ. કોઈકને પ્રશ્ન થાય કે, ‘કર્મની નિર્જરા માટે તો તપ કરીએ છીએ અને અન્નદાન કરીને ફરી પાછું કર્મ બાંધવાનું ?' એનો ઉત્તર એ છે કે અન્નદાનથી પુણ્યોપાર્જન થાય છે, શુભ કર્મ બંધાય છે એ સાચું, પરંતુ આ બાબત મુખ્યત્વે ગૃહસ્થની કક્ષાએ વિચારવાની છે અને તેમાં પણ આત્મસાધનાની ભૂમિકાનો પણ વિચાર કરવાનો છે. સામાન્ય કક્ષાનાં
અન્નદાન * ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org