________________
સુરંગો જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં કોઈ ન દેખે એવી ગુપ્ત રીતે દાટવામાં આવે છે. દાટ્યા પછી એના ૫૨ની માટી સરખી કરી લેવામાં આવે છે અથવા ત્યાં ઘાસપાંદડાં નાખવામાં આવે છે કે જેથી કોઈને વહેમ ન આવે. દેખીતું જ છે કે ડામરવાળા અને અવરજવરવાળા શહેરી રસ્તાઓમાં સુરંગો દાટવાનું સહેલું નથી અને એનું પ્રયોજન પણ નથી. શહેરોથી દૂર, ગામ વિસ્તારોના પાદરના માટીવાળા ભાગોમાં, વિશેષત: વિગ્રહકારી પક્ષો વચ્ચેની પોતપોતાની સરહદોમાં દુશ્મન ઘૂસી ન આવે એ માટે સુરંગો ગોઠવાય છે. એ માટે ઘણી વાર ખેડૂતોના ખેતરોનો પણ ઉપયોગ થાય છે. ખુલ્લા ઇલાકામાં દુશ્મનોને આવતા અટકાવવા સુરંગો ગોઠવાય છે. દુશ્મનના પ્રદેશ પર આક્રમણ ક૨વા ધસી જતા સેંકડો સૈનિકો, અચાનક સુરંગવાળા વિસ્તારમાં ઘૂસી જવાથી મૃત્યુ પામે છે, ઘાયલ થાય છે. નાસભાગ ચાલે છે અને આક્રમણ કરવાને બદલે પરાજિત થવાય છે. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરે છે. વટેમાર્ગુઓની અવરજવર બંધ થઈ જાય છે. સુરંગોનો ભોગ સૈનિકો તો થાય જ છે. પરંતુ ત્યાર પછી નાગરિકો, ખાસ કરીને ગામડાંઓના લોકો, વિશેષત: ખેડૂતો એનો ભોગ બને છે. ખેતી ન થઈ શકવાને લીધે તેઓની આજીવિકા ઝૂંટવાઈ જાય છે. ગરીબી વધે છે અને દેશનું ઉત્પાદન ઘટે છે. કંબોડિયા ચોખા ઉગાડનારો દેશ છે. કંબોડિયામાં ચોખા એટલા બધા થતા કે બીજા દેશમાં પણ વેચવા જતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી કંબોડિયાને દર વર્ષે હજારો ટન ચોખાની આયાત કરવી પડે છે, કારણ કે કંબોડિયાના કેટલાંયે ખેતરો સુરંગોથી ખીચોખીચ છે.
યુદ્ધમાં વપરાતી સુરંગોથી સામાન્ય નાગરિકો તો આ સદીના આરંભથી મૃત્યુ પામતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ અને સોવિયેટ યુનિયને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરાવેલાં કોરિયા અને વિયેટનામના યુદ્ધમાં લાખો માણસો સુરંગોથી મૃત્યુ પામ્યા હતા. એવી રીતે અન્ય દેશોમાં પણ ઘણાં માણસો મૃત્યુ પામ્યા છે. એવા લોકો મુખ્યત્વે ગામડાંઓના સાધારણ સ્થિતિના માણસો હતા. પરંતુ જ્યારથી બોસ્નિયામાં સુરંગો ફૂટવાને કારણે Natoના સૈનિકો પામ્યા, યુરોપ-અમેરિકાના, ઊંચો હોદ્દો ધરાવનારા, નિરીક્ષક તરીકે કે શાન્તિદૂતનું કામ કરનારા કેટલાક સુખી, સુશિક્ષિત માણસો મૃત્યુ પામ્યા અને આજીવન અપંગ થઈ ગયા ત્યારથી આ પ્રશ્ન પાશ્ચાત્ય જગતમાં ઘણો ગંભીર બની ગયો છે. લોકમત ઘણો જાગૃત થયો છે. પ્રિન્સેસ ડાયેનાએ બોસ્નિયામાં સુરંગોથી ઘાયલ
બહુસુરંગા વસુંધરા * ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org