________________
પ્રસંગે વિવશ બનેલો, મૂંઝાયેલો માણસ પોતાની પત્નીને એવા બાવાના હાથમાં સોંપતાં અચકાતો નથી અથવા પત્ની સાથે બાવાના ગેરવર્તન સામે હેતુ પૂર્વક આંખમીંચામણાં કરે છે. ક્યારેક બહુ મોટો આર્થિક લાભ થતો હોય અથવા પોતાની ભારે મૂંઝવણ ટળી જતી હોય તો પત્નીને સોંપીને રાજી પણ થાય છે.
એક પક્ષે સાધુ-સંન્યાસીઓ અને અન્ય પક્ષે મહિલા વર્ગ એમ ઉભય પક્ષે કશો જ અનિષ્ટ આશય ન હોય, કેવળ ધર્મતત્ત્વની વિચારણા જ હોય તો પણ પરસ્પર સતત સહચારને કારણે કોના સૂક્ષ્મ મનમાં ક્યારે વાસના જાગી જશે તે કહી શકાય નહિ. સાધુ-સંન્યાસીઓ માત્ર ગૃહસ્થ સ્ત્રીઓથી જ બગડે છે એવું નથી. સાધુ-સંન્યાસીઓ સાધ્વીઓના કે સંન્યાસિનીઓના સતત સહચારથી પણ પતન તરફ ઘસડાઈ જાય છે. સાધુને કારણે સાધ્વીઓ બગડી હોય કે સાધ્વીના કારણે સાધુ બગડ્યા હોય એવી ઘટનાઓ પણ બને છે. તેના મૂળમાં સતત સહચાર કે સહવાસ રહેલા હોય છે. સાધુ-સાધ્વીઓના વિહાર, સ્થિરવાસ, આવાગમન, ઊઠબેસ, સહવાસ જ લાંબા સમય સુધી સાથે ને સાથે રહે તો સાધુ-સાધ્વીઓનાં મન પણ વિચલિત થયા વગર રહે નહિ.
મહિલા વર્ગ સાથે વારંવાર એકાંતમાં મળવા હળવાનું થાય, નર્મમર્મયુક્ત ગોઠડી થાય, નાનાં નાનાં અડપલાં થાય અને સ્થળ મજાકમશ્કરી, ટોળટપ્પાં કે ખડખડાટ હસવાનું થાય તો તેવી ચેષ્ટાઓ એકબીજામાં ક્યારે વાસનાને જાગૃત કરી જાય તે કહેવું સરળ નથી.
ભગવાન મહાવીરે તો ત્યાં સુધી કહ્યું છે કે સો વર્ષની ઘરડી ડોશી હોય, નાક છેદાઈ ગયેલું હોય એવી કદરૂપી સ્ત્રી હોય તો પણ તેની સાથે યુવાન સંન્યાસીએ એકાન્તવાસ ન સેવવો જોઈએ. હિન્દુ ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં સાધુ-સંન્યાસીઓ માટે ઘણા કડક નિયમો એટલા માટે આપવામાં આવ્યા છે. જૈનધર્મમાં શીલની નવ વાડ બતાવવામાં આવી છે. પ્રથમ દૃષ્ટિએ કોઈકને એમ લાગે કે આટલી બધી કૃત્રિમતાની શી જરૂર છે ? પરંતુ માનવીના મનનો સૂક્ષ્મ અભ્યાસ જેમણે કર્યો હોય તેવી વ્યક્તિ તેનું સમર્થન કર્યા વગર રહે નહિ. સ્ત્રીના મુખનું દર્શન ન કરવું, સ્ત્રીનો ફોટો કે ચિત્ર ન જોવાં, સ્ત્રીના હાથના લખેલા અક્ષરો ન વાંચવા એટલી ચુસ્ત રીતે સંયમ પાળવા-પળાવવા માટેનો આગ્રહ કેટલાક સંપ્રદાયમાં હોય છે. એમાં વધુ પડતું દબાણ છે અને દબાણ છે ત્યાં પ્રતિક્રિયા છે. એવી દલીલ કરાય છે, એ દલીલમાં કેટલુંક તથ્ય પણ છે, પરંતુ જ્યાં સ્વેચ્છાએ
૧૨૮ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org