________________
યોગ્ય માર્ગદર્શન આપી તેઓનાં દુ:ખને હળવું કરે છે. તેમના કૃપાપ્રસાદથી કેટલીક સ્ત્રીઓના પ્રશ્નો સરળતાથી ઊકલી જાય છે. પરંતુ સાધુના વેશમાં રહેલા કેટલાક દાનવો આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનું ચૂકતા નથી. ભોળી સ્ત્રીઓને ક્રમે ક્રમે ભરમાવે છે; દોરાધાગા કરે છે; તેના ધન અને શરીરનો ઉપભોગ કરે છે. અને એક વખત ફસાઈ ગયેલી સ્ત્રીને ખુલ્લી પાડવાની ધમકીઓ આપીને કાયમને માટે વશ કરી દે છે. આવું માત્ર અભણ સ્ત્રીઓની બાબતમાં જ બને છે એવું નથી. પોતાની જાતને ભણેલી, હોશિયાર અને ચતુર ગણતી સ્ત્રીઓ પણ આવા લેભાગુ સાધુઓની કળા કે લીલાને તરત પારખી શકતી નથી. તેઓ મોહાંધ બની જાય છે. જાણે વશીકરણ મંત્રની અસર તેના પર થઈ હોય તેમ વર્તે છે. કેટલીક સ્ત્રીઓ એકવાર ફસાય છે અને તેમાંથી નીકળી જાય છે, પરંતુ પોતાની અપકીર્તિ થશે એમ સમજીને એ વાતને જાહેરમાં મૂકતી નથી. જેમ કેટલાક સાધુસંન્યાસીઓ પાસે સ્ત્રીઓને વશ કરવાની કળા હોય છે તેમ કેટલીક સ્ત્રીઓ સારા, સાચા સાધુઓને પણ પોતાનાં મોહક રૂપ અને વાણીવિલાસથી વશ કરવામાં કુશળ હોય છે. મોટા મહાત્માને પણ પાડ્યાનો કે પોતાના કર્યાનો સૂક્ષ્મ ગર્વ અને આનંદ એવી સ્ત્રીઓને હોય છે. જાણે પોતે કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય તેવી રીતે તેઓ રાચે છે અને અભિમાનપૂર્વક વર્તે છે. બીજી કોઈ સ્ત્રી ન કરી શકી તેવું પોતે કરી શકી છે એનો પ્રગટ કે અપ્રગટ ગર્વ તેના મનમાં ને વર્તનમાં રહ્યા કરે છે.
કેટલાય ગૃહસ્થ પુરુષોને જાતજાતની ઉપાધિ હોય છે. ધંધામાં અચાનક ખોટ આવવી, ભાગીદારો સાથે અણબનાવ થવો, ભાઈ-ભાંડુઓની સાથેના સંબંધો બગડવા, દીકરો કહ્યું માનતો ન હોય, સ્વજનનું અચાનક અવસાન થયું હોય, પત્નીનો કોઈની સાથે ગુપ્ત પ્રેમ વ્યવહાર ચાલતો હોય, મા અને પત્ની (સાસુ-વહુ) વચ્ચે મોટા ઝઘડા ચાલતા હોય ત્યારે કોનો પક્ષ લેવો તેની બહુ મૂંઝવણ હોય - આવી આવી અનેક પ્રકારની સાંસારિક ઉપાધિઓમાંથી બચવા, કોઈ ચમત્કાર થાય અને પોતે સુખી થઈ જાય એવા આશયથી કોઈ સાધુબાવાઓની મહેરબાની માટે ભટકવા લાગે છે. બીજા કોઈકના જીવનમાં એવી ઘટના બનેલી સાંભળી હોય તો પોતે પણ તેનાથી દોરવાઈ જાય છે. આવી ઉપાધિવાળા માણસોનો લાભ લેવાનું કેટલાક સાધુ-સંન્યાસીઓ ચૂકતા નથી. પોતાની જાળમાં તેને ફસાવે છે અને કહ્યું ન માને તો પોતાની કહેવાતી મંત્રશક્તિ વડે કે પોતાના ઇષ્ટ દેવદેવીઓની સહાય વડે તેને પરચો બતાવવાની ધમકી આપે છે. એવે
વગોવાતી સાધુસંસ્થા : ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org