________________
છે, સાહસિક છે, સ્વપ્નશીલ છે. એમની આગળ લાંબો ભવિષ્યકાળ છે. આથી બે પેઢી વચ્ચેના અંતરમાં જ્યારે પરસ્પર વૈમનસ્યની ગ્રંથિઓ પાકી થઈ ગઈ હોય છે ત્યારે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પુત્ર પચીસપાંત્રીસની ઉંમરનો થાય એ પછી એને પોતાના પિતા તરફ સંપૂર્ણ આદર જ રહ્યો હોય એવા પ્રસંગોનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. ઓસ્કર વાઈલ્ડ sej 9, 'Children begin by loving their parents. After a time they judge them. Rarely, if ever, do they forgive them.'
બાલ્યકાળમાં અને કિશોરકાળમાં બાળકોને પોતાનાં માતાપિતાનો વિશેષત: પિતાનો ડર રહે છે. કંઈક ભૂલ કરી હોય, ખોટું બોલ્યા હોય કે ખોટું કર્યું હોય તો મેથીપાક મળશે એવી મનમાં ભીતિ રહે છે. નાનું બાળક ગભરાય છે. આકુળવ્યાકુળ બની જાય છે. એમાં પણ પિતાનો સ્વભાવ જો કડક અને ક્રોધી હોય, હાથનો છૂટો હોય તો બાળખને વધુ ડર લાગે છે. બાપના એક ઘાંટાથી બાળક ચૂપ થઈ જાય છે. પણ પછી બાળકના મનમાં પિતા માટે એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જાય છે.
યૌવનમાં આવેલા દીકરાઓ પિતાની સાથે વિચારવિનિમય કરે છે. ક્યારેય દલીલબાજી પણ થાય છે. પણ ઘણાખરા પોતે સાચા હોય તો પણ પિતાની સામે બોલતા નથી. એમનું અપમાન કરતા નથી. પરંતુ પિતા
જ્યારે અતિશય કડક બને છે ત્યારે દીકરા ઉદ્ધત જવાબ આપતા થઈ જાય છે. એમાંથી જ પછી સંઘર્ષ થાય છે અને છૂટા પડવાનું બને છે.
વૃદ્ધાવસ્થા આવે, શારીરિક નિર્બળતા વધે, કામ ન થાય, પરાવલંબી જીવન બની જાય ત્યારે સશક્ત, યૌવનના તરવરાટવાળા દીકરાઓને એમ લાગે કે બધી વાતો બાપા આડા આવે છે. ત્યારે નિકટના મિત્રવર્તુળમાં તે પોતાના માટે પણ ‘ડોસલો', “બુઢો' જેવા તોછડાઈભર્યા શબ્દો વાપરવા લાગે છે. ક્યારેક તો એમ બોલતાં પણ અચકાતા નથી કે ‘હવે આ બુઢો મરે તો અમે છૂટીએ.” અથવા “ડોસો મરતો ય નથી ને માચી મૂકતો ય નથી.” અથવા “ડોસાના મરવાની રાહ જોઉં છું. તે પહેલાં મને સંપત્તિ મળશે નહિ.” વૃદ્ધ પિતાએ બધી જ લગામ પોતાના હાથમાં રાખી હોય ત્યાં દીકરાઓની લાગણી બુટ્ટી થઈ જાય છે.
પુત્રના પ્રકારો જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. એમાંનો એક પ્રકાર “વૈરાનુબંધી પુત્રનો છે. આવો પુત્ર નાનો હોય ત્યારે લાડકોડમાં પણ માતાપિતાને મારતો હોય છે અને પછી મોટો થતાં માતાપિતાને જાનથી મારી નાખે છે. જાણે પૂર્વ ભવનું વેર લેવા માટે જ પુત્રનો જન્મ ન થયો
પુત્રભીતિ ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org