________________
હોય ! એમ કહેવાય છે કે, There are times when parenthood seems nothing but feeding the mouth that bites you.
પોતાના પુત્રનો જ જેમને ભય લાગતો હોય એવા લોકો જીવનમાં સુખશાન્તિ મળતાં નથી કહ્યું છે :
पुत्रादपि भयं यत्र तत्र सौख्यं हि किद्दशम् । (જ્યાં પુત્ર તરફથી ભય હોય ત્યાં સુખ કેવું ?)
મિલકત અને એની વહેંચણી એ સંતાનો સાથેના વૈમનસ્યનું મોટું કારણ બને છે. માબાપને બેચાર દીકરાઓ હોય ત્યારે તે દરેકને સરખે ભાગે મિલકત વહેંચી આપવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માબાપનો એકાદ દીકરા પ્રત્યેનો પક્ષપાત એમાં ભાગ ભજવી જાય છે. મિલકતના વિભાજનથી સંતાનોને સર્વથા સાચો સંતોષ થયો હોય એવું જવલ્લે જ બને છે. ભાઈભાઈ વચ્ચેનો તનાવ ચાલુ થઈ જાય છે. મહેણાં-ટોણાં દ્વારા અભિપ્રાયો છતા થાય છે. પોતાને અન્યાય થાય છે એવું લાગે ત્યારે દીકરાઓ પિતાની સામે થાય છે. ઉગ્ર કે અયોગ્ય વચનો બોલે છે, મર્યાદા તૂટે છે. પછી માબાપને સંતાનો પાસે ડરીને, સાચવીને બોલવાનો, કશુંક છુપાવવાનો વખત આવે છે.
માણસની મિલકત બધી જ રોકડ રકમરૂપે નથી હોતી. એમ હોય તો ભાગાકાર સહેલા બને છે. પણ ઘર, જમીન, ઘરેણાં, દુકાન, વેપારઉદ્યોગ વગેરેના રૂપમાં રહેલી મિલકતના મૂલ્યાંકનમાં મતભેદ ઊભા થાય છે. પોતે એવો ભાગ લેવો કે ન લેવો એના પ્રશ્નો ઊભા થાય છે. એમાંથી ઉગ્ર અસંતોષ પ્રગટ થાય છે. પછી કુટુંબકલેશ ચાલુ થાય છે. હસતા વૃંદાવનમાં બાવળિયા ઊગવા લાગે છે. માતાપિતાની પ્રસન્નતા હણાઈ જાય છે. વાણી- વ્યવહારમાં ફરજિયાત સંયમ લાવવો પડે છે.
પુત્ર માતાપિતાને કેવો ત્રાસ આપે તેની સાચી બનેલી એક ઘટનાનો હું સાક્ષી છું. માબાપને ચાર દીકરા હતા અને ચારે પરણ્યા ત્યાં સુધી આનંદ-કલ્લોલમાં તેઓનું જીવન એક જ ઘરમાં વીત્યું. પણ પછી તેઓને સંતાનો થતાં, કુટુંબનો વિસ્તાર થતાં ઘર નાનું પડ્યું એટલે છૂટા થવાની વાત આવી. મિલકતની વહેંચણીમાં ભાઈઓમાં મન ઊંચાં થયાં. માતાપિતાએ પોતાના સૌથી નાના લાકડા દીકરાને પોતાના ઘરમાં સાથે રાખવાનું ઠરાવ્યું અને મોટા દીકરાઓ બીજે રહેવા ગયા. એક વખત માએ પોતાના ઘરેણાંમાંથી એક ઘરેણું મોટી વહુને લગ્ન પ્રસંગે પહેરવા આપ્યું અને એ પાછું ન આવ્યું. એમાંથી ઝઘડા ચાલુ થયા અને વધ્યા. નાના દીકરાએ
૧૯૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org