________________
દષ્ટિથી વિચારવાની એની શક્તિ કે ક્ષમતા પણ ઓછી રહેવાની.
ક્રિકેટની મેચ જોવા-સાંભળવા લોકોનો જે સમય વપરાય એથી કેટકેટલી ઑફિસોના કામના કલાકો બગડે છે એ તો નિર્વિવાદ હકીકત છે. મેચ રસાકસીભરી હોય ત્યારે કેટલીક સરકારી કચેરીઓમાં, બેન્કોમાં, લિમિટેડ કંપનીઓની ઑફિસમાં, કારખાનાઓમાં માણસો ટ્રાન્ઝિસ્ટર લઈને કોમેન્ટ્રી સાંભળવા બેસી જાય છે અને પોતાના ફરજરૂપ કાર્યમાં ધ્યાન આપતાં નથી, અથવા નહિ જેવું જ ધ્યાન આપે છે. શાળા-કોલેજોમાં કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં હાજરી આપતા નથી. ચાલુ વર્ગે કાનમાં ઈઅરફોન ભરાવી કોમેન્ટ્રી સાંભળવાના પ્રયાસો થાય છે. અભ્યાસના કલાકો બગડે છે. આ રીતે આખા દેશમાં લાખો લોકોના કેટલા બધા કીમતી કલાકો વેડફાઈ જાય છે ! ઉપરાંત એથી કામચોરી અને અશિસ્તનું પ્રમાણ વધતું જાય છે. સરવાળે દેશની નિષ્ઠાનું ધોરણ જે બહુ ઊંચું નથી તે પણ ઘણું નીચું ઊતરે છે. આપણે ક્રિકેટ મેચની પરિસ્થિતિથી ઘણાં વર્ષોથી એટલા બધા ટેવાઈ થયા છીએ કે હવે આવી કોઈ ટીકાત્મક વાત આપણને ગમતી નથી કે એનું બહુ મહત્ત્વ આપણને સમજાતું નથી. પરંતુ જે દેશોમાં
ઑફિસના કામના કલાકોનો પૂરેપૂરો હિસાબ આપવાનો રહે છે તેવા પ્રગતિશીલ લોકોની નજરે તો આપણે ત્યાં ભારે, Criminal સમય-બગાડ થઈ રહ્યો છે એમ લાગ્યા વગર રહેશે નહિ.
ભારતમાં ક્રિકેટ માટેનો નાદ, ઘેલછા કે ગાંડપણ પહેલેથી જ વધુ પ્રમાણમાં રહ્યાં છે. છેલ્લા કેટલા સમયથી તો ક્રિકેટને સરકારી પ્રોત્સાહન અતિશય મળતું રહ્યું છે. પરિણામે ક્રિકેટમાં રસ લેનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. કેટલીક સંખ્યા તો દેખાદેખીથી, ગમાર ન ગણાવવાની બીકથી કે વાતનો કંઈક વિષય મેળવવાની વૃત્તિથી વધતી ગઈ છે. લોકોને રસ પડે છે માટે છાપાંઓ પણ ક્રિકેટના સમાચારોને વધુ પડતું મહત્ત્વ આપતાં રહ્યાં છે. એવું વધુ પડતું મહત્ત્વ સરકારી કે બિનસરકારી એવાં વિવિધ સ્તરે અપાય છે. તેથી અન્ય રમતગમતોને આડકતરી રીતે ઓછું પ્રોત્સાહન મળે છે એવું તે તે ક્ષેત્રોની રમતોમાં કે વ્યાયામપ્રવૃત્તિમાં પડેલા ઘણા વિચારકોને લાગે છે.
જે રમતગમતને રેડિયો, ટી.વી., છાપાં, સામયિકો વગેરે માધ્યમો દ્વારા વધુ પ્રસિદ્ધિ અપાય તેવી રમતો તરફ કુદરતી રીતે નવો યુવાનવર્ગ વધુ આકર્ષાય. અન્ય રમતગમતોને વધુ પ્રાધાન્ય ન અપાતું હોવાના કારણે એ ક્ષેત્રોમાં સારા યુવાનો નથી આકર્ષાયા એ સરકારને માટે ચિંતાનો વિષય
૨૩૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org