________________
વ્યાયામવીરોને વધુ પ્રસિદ્ધિ અપાય અને એ માટે આંતરરાજ્ય સ્પર્ધાઓ વગેરે પ્રકારની પ્રોત્સાહક નવી નવી યોજનાઓ એમને માટે ઘડાય એ આવશ્યક છે. ભારતની આર્થિક સ્થિતિ જોતાં ઓછી ખર્ચાળ અને ગરીબમાં ગરીબ ઘરનાં છોકરાં પણ ભાગ લઈ શકે એવી ખોખો, હુતુતુતુ, આટાપાટા, મલ્લકુસ્તી, લાઠીદાવ, લેઝીમ, યોગાસન વગેરેને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે. શહેરી નબીરાઓ દ્વારા એનું જે ગૌરવ ઘટાડી દેવાયું છે તેને પુનર્પ્રસ્થાપિત ક૨વાનું કર્તવ્ય સ૨કા૨નું, શાળા-કૉલેજોનું, સામાજિક સંસ્થાઓનું છે. રાષ્ટ્રિય ચળવળ વખતે ગાંધીજી અને અન્ય નેતાઓ દ્વારા અખાડા પ્રવૃત્તિનો પ્રચાર આખા દેશમાં જે વધી ગયો હતો તે આઝાદી પછી તરત ઓસરી ગયો એ ખેદની વાત છે.
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની ટેસ્ટ મેચોનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ભારતમાં બહારથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા વગેરે દેશોને ટેસ્ટ મેચો માટે નિમંત્રણ અપાય છે. તેવી જ રીતે ભારતના ખેલાડીઓને તે તે દેશોમાં ક્રિકેટની ટેસ્ટ મેચો રમવા માટે મોકલવામાં આવે છે.
પાંચ દિવસની ટેસ્ટ મેચ ઉપરાંત એક દિવસની ‘વર્લ્ડકપ' માટેની મેચ પણ હવે રમાવી શરૂ થઈ ગઈ. છે. આમ લગભગ જુદી જુદી મેચ મળીને ફક્ત ભારતના જ સૌથી વધુ દિવસ ક્રિકેટ માટે વપરાવા લાગ્યા છે. ફૂટબોલ, હોકી કે અન્ય રમતો થોડા કલાક માટેની હોય છે. ક્રિકેટ આખા દિવસની મેચ છે. એટલે અન્ય રમત ગમતો કરતાં ક્રિકેટ જોવામાં પ્રેક્ષકોનો કે કોમેન્ટ્રી સાંભળનારાનો લગભગ આખો દિવસ વપરાય છે. તેમાં ભારતના બધા નવરા માણસોનો ફૂ૨સદ કે નિરાંતનો સમય જ વપરાય છે એમ નહિ કહી શકાય. કામના કલાકોનો સમય પણ એમાં ઘણો વપરાય છે કે વેડફાય છે એ હકીકત છે.
એક બાજુ લાખો કે કરોડો લોકોને આનંદ અનુભવવા મળે છે, તો બીજી બાજુએ લાખો- કરોડો લોકો (નવરા માણસો સિવાય) દ્વારા કામના જે કીમતી સમયનો દુર્વ્યય થાય છે તેનો હિસાબ મૂકવામાં આવે તો સમગ્ર દેશને સમયની દૃષ્ટિએ ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે તેમ નિષ્પક્ષપણે અને પ્રામાણિકપણે વિચારનાર લોકોને લાગ્યા વિના રહેશે નહિ. જેઓ ક્રિકેટના રસિયા, ઘેલા કે વ્યસની છે તેને ગળે આ દલીલ ન ઊતરે એ સ્વાભાવિક છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશોની પ્રજાને ક્રિકેટનો રસ ગળથૂંથીમાંથી મળ્યો છે એટલે એ વિષયમાં તદ્દન નિરપેક્ષ વૈશ્વિક
ક્રિકેટનો અતિરેક * ૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org