________________
પરંતુ આ નાટકની મને સૌથી વધારે સ્પર્શી ગયેલી વાત બીજી જ છે. આ નૂતન વિશાળ નાટ્યપ્રયોગની પરિકલ્પના એક મુસ્લિમ બિરાદરની છે. શ્રી અમીર ૨ઝા હુસૈને રામાયણનો અભ્યાસ કરી, આ નાટકના સંવાદો લખી એનું સરસ દિગ્દર્શન પણ પોતે જ કર્યું છે. નાટક ભજવતાં પાત્રો પણ માત્ર હિંદુ નહિ, પણ સર્વ ધર્મનાં છે.
વસ્તુત: કલા જ્યારે એની ઊંચી સપાટીએ પહોંચે છે ત્યારે ધર્મ એમાં અંતરાયરૂપ બનતો નથી. કલાને માત્ર ધર્મ જ નહિ, કોઈપણ પ્રકારનાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક ઈત્યાદિ બંધનો નડતાં નથી. Art has no frontiers એમ એટલા માટે જ કહેવાય છે. બ્રિટન અને જર્મનીના યુદ્ધ વખતે પણ શેક્સપિયરના નાટકોનો અભ્યાસ જર્મન વિદ્વાનો કરતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે પણ રવીન્દ્રનાથનાં ગીતો પાકિસ્તાનમાં ગવાતાં હતાં. રાજકીય કક્ષાએ વૈમનસ્ય અને સાંસ્કૃતિક કક્ષાએ સંવાદિતાનાં આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય.
પરંતુ એ બધાંથી પણ ચડી જાય એવાં લક્ષણો રામકથામાં રહેલાં છે. રામકથામાં કેટકેટલી ઘટનાઓમાં રહેલાં માનવીય સ્પંદનો એવાં છે કે જે સૌને સ્પર્શી જાય. કેટકેટલી ઘટનાઓમાં જાણે આપણી પોતાની, પરિવારની કે સમાજની જ સંવેદનાઓ અનુભવાતી હોય એવું લાગે છે. એટલે જ રામાયણમાં સર્વસ્વીકૃત સંવેદનાઓનો, તત્ત્વોનો, વિચારોનો ભંડાર ભર્યો છે. આથી જ હજારો વર્ષ થયાં રામાયણની કથા આજે પણ એટલી જ જીવંત અને એટલી જ તાજી રહી છે.
રામકથાનાં લક્ષણોને કારણે જ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી જ્યાં જ્યાં એ ગઈ ત્યાં ત્યાં વ્યાપી ગઈ. સમગ્ર ભારતના લોકોના હૈયામાં તો એ વસેલી છે, પરંતુ ભારત બહાર તિબેટ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન તથા પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ તે વ્યાપી ગઈ હતી. આમ સર્વસ્વીકૃતતા અને વ્યાપકતા એ રામકથાનાં બે મોટાં લક્ષણો છે. રામકથાનો તો અનેક દૃષ્ટિબિંદુથી અનેક રીતે અભ્યાસ ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે, કારણ કે અનેક શક્યતાઓથી સભર એવો એ આકરગ્રંથ છે.
કોઈ પણ કથા જનસમુદાયમાં ઉત્તરોત્તર પ્રસરતી પ્રસરતી સ્થળ અને કાળના પરિમાણમાં આગળ વધે ત્યારે એમાંનાં કેટલાંક કથાઘટકોમાં જાણતાં અને અજાણતાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. રામાયણની કથા સમગ્ર ભારતની બધી ભાષાઓમાં ગ્રંથરૂપે અવતરેલી છે. વળી એ કથા કહેવાની
રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા ૬ ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org