________________
મૌખિક પરંપરા પણ ચાલુ છે. કોઈ યુગ એવો નહિ પસાર થયો હોય કે જ્યારે ભારતમાં કોઈ ને કોઈ કથાકાર દ્વારા રામકથા ન કહેવાઈ હોય. ક્યાંક તો એ માટે સાત, નવ કે વધુ દિવસનું કથાપારાયણ પણ યોજાતું રહે છે. કેટલાયે કથાકારોએ પોતાનાં અને લોકોનાં હૈયાનું એ દ્વારા પરિવર્તન કર્યું છે અને કરાવ્યું છે. જમાને જમાને અસંખ્ય લોકોએ સહાનુભૂતિ અને હર્ષનાં આંસું વહાવ્યાં છે.
ભારતમાં વાલ્મીકિ રામાયણ ઉપરાંત જૈન પરંપરાની રામકથા પણ જોવા મળે છે. વિમલસૂરિકૃત ‘પઉમચરિય’માં તથા ગુણભદ્રકૃત ‘ઉત્તરપુરાણ'માં તથા અન્ય ગ્રંથોમાં આ કથા વિસ્તારથી આપેલી છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જુદા જુદા પ્રદેશોમાં રામકથા વિશે ગુજરાતીમાં ગિરધરકૃત, મરાઠીમાં એકનાથકૃત, હિંદીમાં તુલસીદાસકૃત, તમિલમાં કંબનકૃત એમ ઘણી મહત્ત્વની કૃતિઓ લખાઈ છે. જૈન અને અજૈન પરંપરાની એ દરેકનો નામોલ્લેખ કરવાનું અત્રે શક્ય નથી, કારણ કે એની યાદી ઘણી મોટી છે.
ભારત બહારના ઘણા દેશોમાં રામકથા ઠેઠ પ્રાચીનકાળથી પ્રસરેલી છે. એની વિગત છણાવટ ખ્રિસ્તી મિશનરી ફાધર ડૉ. બુલ્કેએ પોતાના ગ્રંથમાં કરી છે. અહીં અત્યંત સંક્ષેપમાં તેનું અવલોકન કરીશું. તિબેટમાં રામકથા
તિબેટમાં જે રામકથા પ્રચલિત છે તેના ઉપર વાલ્મીકિના રામાયણ કરતાં જૈન પરંપરાના રામાયણનો પ્રભાવ વિશેષ જણાય છે. એની કથાનો આરંભ રાવણના જીવનથી થાય છે અને અંતે રામ અને સીતાના મિલનમાં કથાની પૂર્ણાહૂતિ થાય છે.
તિબેટમાં પ્રચલિત રામકથા પ્રમાણે દશરથ રાજાને માત્ર બે જ રાણી હતી : (૧) જયેષ્ઠા અને (૨) કનિષ્ઠા. એમાં ભગવાન વિષ્ણુ કનિષ્ઠા રાણીના કુંવર ‘રામન' તરીકે અવતાર ધારણ કરે છે. ‘રામન’ના જન્મ પછી જયેષ્ઠાની કૂખે લક્ષ્મણ ત્રણ દિવસ પછી જન્મે છે. તિબેટના રામાયણ પ્રમાણે સીતા તે રાવણની દીકરી છે. પરંતુ પોતાને ત્યાં જન્મેલી આ દીકરી ભવિષ્યમાં પોતાના વધની નિમિત્ત બનશે એવી આગાહી સાંભળતાં રાવણ એનો ત્યાગ કરાવે છે. એ બાળકી ભારતના ખેડૂતોના હાથમાં આવે છે. તેઓ એ તેજસ્વી બાલિકાને ઉછેરે છે અને એનું નામ લીલાવતી રાખવામાં આવે છે. એનું અપર નામ ‘જીતા' (સીતા) પાડવામાં આવે છે. તિબેટના રામાયણ પ્રમાણે સરખી ઉંમરના બે ભાઈઓ રામ અને ૭૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org