________________
૨૬ કેફી પદાર્થોનો વધતો પ્રચાર
છેલ્લા કેટલાક વખતથી ભારતના અનેક સ્થળે હેરોઈન, કોકેન, મારીજુઆના, બ્રાઉન સુગર વગેરે કેફી પદાર્થોના મોટા જથ્થા પકડાતા હોવાનું છાપાંમાં વારંવાર વાંચવા મળે છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કેફી પદાર્થોની હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. પાન અમેરિકાની એક વિમાની ઘટનામાં ચાંચિયાઓ કસ્ટમ્સના અધિકારીઓને, માદક પદાર્થ લઈ જવા માટે પોતે જવા માગે છે એમ કહીને ઘણી મોટી લાંચ આપીને વિમાનમાં ઘૂસ્યા હતા. માજી અમેરિકી પ્રમુખ રેગને અમેરિકાની હાલની સૌથી મોટી સળગતી સમસ્યા તે યુવાનોમાં થતા કેફી પદાર્થોના સેવનની છે એમ જણાવી તે સામે મોટી ઝુંબેશ ઉપાડી હતી. બ્રિટનમાં કેફી પદાર્થો સામે વિવિધ પ્રચારમાધ્યમો દ્વારા ઘણો મોટો પ્રચાર થઈ રહ્યો છે. ચીન, થાઈલેન્ડ, ભારત, પાકિસ્તાન, ઇરાન, તુર્કસ્તાન, બ્રાઝિલ, બોલિવિયા, પેરુ, કોલંબિયા વગેરે દેશોના ઘણા લોકો કેફી પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરી દ્વારા ઘણી મોટી કમાણી કરી રહ્યા છે; એવી ટોળકીઓ બ્રિટન, અમેરિકા, કોલમ્બિયા, વગેરે પાશ્ચાત્ય દેશોમાં પણ ઘણી બધી છે. જેટ વિમાનોની અવરજવરને લીધે કેફી પદાર્થોની ગેરકાનૂની હેરાફેરી ઉત્તરોત્તર મોટા પ્રમાણમાં ઝડપથી વધતી રહી છે. સમગ્ર વિશ્વની આ એક મોટી ગંભીર સમસ્યા બની ગઈ છે.
પોતાના દેશનો યુવાન વર્ગ વ્યસનોમાં સપડાય છે, પાયમાલ થતો જાય છે અને દેશનું યૌવનધન વેડફાઈ જાય છે એ ચિંતા દુનિયાનાં ઘણાં
કેફી પદાર્થોનો વધતો પ્રચાર * ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org