________________
સુધી લોકો એમને યાદ કરે છે. - કેટલાક સત્તાધીશો ખરેખર સત્તા ભોગવવા માટે યોગ્ય વ્યક્તિ હોય છે. પરંતુ પ્રતિસ્પર્ધીઓ તેમને જંપીને બેસવા દેતા નથી. અલ્પ કાળમાં તેઓ તેમને સત્તાભ્રષ્ટ કરે છે. એવી સુયોગ્ય વ્યક્તિઓ ત્યારે એકાંતમાં ચાલી જાય છે. પોતાનું રચનાત્મક કાર્ય શાંતિથી અને નિષ્ઠાથી કર્યા કરે છે. પરંતુ પાછો ક્યારેક એવો વખત આવે છે કે આવી કોઈ વ્યક્તિઓને પ્રજા સામેથી બોલાવીને ફરી આદરપૂર્વક સત્તા સ્થાને બેસાડે છે.
કેટલીક વ્યક્તિઓ આરંભમાં સુયોગ્ય હોય છે. પરંતુ સત્તા પર આવ્યા પછી તે સત્તાને જીરવી શકતી નથી. તેનાં વચનોમાં અભિમાન અને તોછડાઈ આવે છે. વખત જતાં તે ભ્રષ્ટાચારી બને છે, વગોવાય છે અને સત્તાભ્રષ્ટ બને છે, પરંતુ લોકોની યાદશક્તિ ઝાઝો સમય ટકતી નથી. જૂની પેઢી વિદાય થાય છે અને નવી પેઢી જ્યારે આવે છે ત્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં એવી સત્તાભ્રષ્ટ થયેલી વ્યક્તિ ફરી પાછી સત્તાસ્થાને આવે છે. કેટલાક રાજદ્વારી નેતાઓના જીવનમાં આવી ચડતીપડતી એક વાર નહિ પણ બે કે ત્રણ વાર આવતી હોય છે.
રાજકારણમાં એક પછી એક ઊંચું પદ મેળવવા જતા માણસને ક્યારેક સંતોષ થતો નથી. જે પદ ઉપર પોતે બિરાજે છે ત્યાંથી વળી પાછું તેને એક ઊંચું પદ દેખાય છે અને તે મેળવવા માટે પાછું તેનું મન વલખાં મારે છે. છ ખંડનું ચક્રવર્તીપણું પણ માણસની એષણાઓ, મહત્વાકાંક્ષાઓ આગળ નાનું પડે એવું છે. માણસની મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા હોતી નથી. તેમાં પણ રાજકારણમાં તો એવું વિશેષપણે બને છે. ઉચ્ચતમ પદ ઉપરથી સ્વેચ્છાએ નિવૃત્ત થનાર રાજદ્વારી વ્યક્તિઓ બહુ જ ઓછી હોય છે. વૃદ્ધાવસ્થા, ગંભીર માંદગી, વિપરીત કૌટુંબિક સંજોગો વગેરે કારણો પણ રાજદ્વારી માણસને નિવૃત્તિ લેવા પ્રેરતાં નથી. મુંબઈના એક ભૂતપૂર્વ પ્રધાન તો હૉસ્પિટલમાંથી દિલ્હી જતા અને દિલ્હીથી મુંબઈ આવી ઍરપૉર્ટથી સીધા હૉસ્પિટલમાં દાખલ થતા અને પત્રકારોને હૉસ્પિટલમાં બોલાવી નિવેદન લખાવતા.
રાજકારણમાં સત્તાસ્થાને બેઠેલી કેટલીક વ્યક્તિઓની એક કુટિલ નીતિ એવી હોય છે કે પોતાની અને નીચેનાં સ્થાનો પર રહેલી વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઘણું મોટું રાખવું જોઈએ. એ અંતર ઘટવું ન જોઈએ. એટલા માટે પોતાના જ પ્રધાનમંડળમાં પોતાની શક્તિ અને કાર્યથી જે વ્યક્તિ વધુ પ્રશંસાપાત્ર બને અને પ્રસિદ્ધિ ધરાવવા લાગે અને પોતાની સમકક્ષ
૩૩૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org