________________
ટેન્કો વગેરે વાહનો માટે યુદ્ધકાળમાં વપરાતી સુરંગો તો યુદ્ધના જ એક ભાગ રૂપે ગણાય છે અને તેના પર પ્રતિબંધ લાદવાનો કોઈ પ્રશ્ન છે જ નહિ, પણ માણસમાર સુરંગોમાં તો યુદ્ધના સૈનિકો જેટલા માર્યા જાય છે તેથી વધુ સામાન્ય નાગરિકો, ગ્રામજનો ખેડૂતો વગેરે હોય છે. રમત રમતાં, દોડાદાડી કરતાં નાનાં નિર્દોષ બાળકો પણ મોટી સંખ્યામાં તેનો ભોગ બને છે. આથી જ માણસમાર સુરંગના ઉપયોગ પર આંતરરાષ્ટ્રિય સ્તરે કાયદેસર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ ઘણાં રાષ્ટ્રોને લાગે છે. ૧૯૩૦માં રાસાયણિક શસ્ત્રો ૫૨ પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તે અંગે સર્વ સત્તાઓ સંમત થઈ હતી અને તેથી એ આંતરાષ્ટ્રિય કાયદાનું આજ લગભગ સાત દાયકાથી ચુસ્તપણે પાલન થતું આવ્યું છે. પરંતુ સુરંગ પર પ્રતિબંધ લાદવાનું અને તેમ કર્યા પછી તેનો અમલ કરવાનું એટલું સરળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
દુનિયામાં શક્તિશાળી સુરંગો બનાવવાવાળા દેશોની સંખ્યા પાંત્રીસથી પણ પધારે છે. અમેરિકા, બ્રિટન, ઇટલી, ચીન, ઇઝરાયેલ, ઈરાક, ઈરાન વગેરે એમાં મોખરે છે. સુરંગોનું આટલું બધું ઉત્પાદન ચાલ્યા કરતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તો વ૫રાવાની જ. કારણ ખાનાવાળાઓ તો પોતાને માલ યેનકેન પ્રકારે દુનિયામાં ગમે ત્યાં ઘુસાડવાના જ. સુરંગો બનાવવા માટે બહુ મોટી ટ્રૅક્સિકની કે જબરજસ્ત મોટા પ્લાન્ટની જરૂર નથી. એટલે ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનું પણ એટલું સરળ નથી, કારણ કે યુદ્ધનું એ ઓજાર છે. તેમ છતાં વિશ્વમત જાગ્રત કરવાથી ફરક તો જરૂર પડે જ. અમેરિકા જેવા મોટા દેશે એ માટે પહેલ કરવી પડે.
કેટલાક દેશો સુરંગ વા૫૨વા પર પ્રતિબંધ મૂકવા ઇચ્છે છે પણ પોતાના દેશમાં સુરંગોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા નથી. આવી બેવડી નીતિ જ્યાં હોય ત્યાં બધાં રાષ્ટ્રો એકમત ક્યાંથી થઈ શકે ? સુરંગોના વપરાશ પર પ્રતિબંધ લાદવાની વાત તો યુનાઈટેડ નેશન્સમાં કેટલાંયે વર્ષોથી ચાલે છે, પરંતુ તે અંગે બધાં રાષ્ટ્રોની સહમતિ મેળવવાનું સહેલું નથી. આમ છતાં સુરંગો વિશે વિચારણા કેટલાક સમયથી ચાલવા લાગી છે. એ આવકારદાયક છે.
સુરંગો બનાવનાર મુખ્યત્વે સમૃદ્ધ દેશો છે અને સુરંગોનો ભોગ બનનારા તે મુખ્યત્વે પછાત દેશોના ગામડાંઓના ગરીબ લોકો છે. સુરંગ શહેરી લોકોની સમસ્યા નથી, પણ ગામડાંઓમાં ખેતી કરનારા, લાકડાં વીણનાર, ઢોર ચરાવનાર, પહાડોમાં કામ કરનાર વગેરે લોકોની સમસ્યા
બહુસુરંગા વસુંધરા * ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org