________________
ત્યારે રામ એને ખોળામાં લઈ સાંત્વન આપે છે. જાગૃત થયેલી સીતા જાણે છે કે આ તરકટ કરવામાં આવ્યું છે ત્યારે તે રામને બહુ ઠપકો આપે છે. ચીનમાં રામકથા
ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે પરસ્પર સંપર્ક પ્રાચીનકાળથી ચાલતો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પછી, વિશેષત: રાજા કનિષ્કના વખતમાં બૌદ્ધ ધર્મ ચીન, કોરિયા, જાપાન સુધી પહોંચ્યો હતો. “મહાવિભાષા” નામના એક બૌદ્ધ ધર્મગ્રંથમાં વાલ્મીકિ રામાયણની કથા વર્ણવાઈ છે. એ રીતે એ ગ્રંથ દ્વારા ચીનમાં પણ રામકથા પ્રચલિત બની હતી. તદુપરાંત પ્રાચીનકાળના પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએન સાંગ ભારતની યાત્રા કરીને ચીન પાછા ફર્યા
સોળમા-સત્તરમાં સૈકામાં રામાયણના અનુવાદો અરબી-ફારસીમાં પણ થયા છે. બગદાદના હારુન-અલ-રશીદે ભારતીય પંડિતોને રોકીને રામાયણનો અનુવાદ અરબી ભાષામાં કરાવ્યો હતો. અકબર બાદશાહે અબ્દુલ કાદર બદૌની પાસે રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.
સોળમા-સત્તરમાં સૈકાથી યુરોપની જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી વગેરે ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને વિવેચકોએ એના ઉપર વિવિધ દૃષ્ટિકોણથી વિવેચનો કર્યા છે. એ બધાંના નામોની યાદી ઘણી મોટી છે.
આમ, રામકથા એ માત્ર ભારતીય સાંસ્કૃતિક વારસો નથી, વિશ્વ સમસ્તની એ મૂડી છે. રામકથામાં એવું દૈવી તત્ત્વ છે કે જેણે એ કથાને હજારો વર્ષોથી જીવંત રાખેલી છે અને જીવંત રાખશે.
રામકથાના આધુનિક નાટકમાં પ્રેક્ષકો સ્થળાંતર કરે છે. તેવી રીતે રામકથા આગળ પ્રજાની પેઢીઓ કાલાન્તર કરતી રહેશે, પણ રામકથા ચાલુ ને ચાલુ જ હશે.
(સાંપ્રત સહચિંતન-૧૦)
રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા » ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org