________________
સતત વધતી રહી છે. કેટલાંયે ભારતીય લોકો દેશવિદેશમાં જઈને વસ્યાં છે. કેટલાંક સ્થાનિક લોકો સાથે લગ્નસંબંધો પણ બાંધી લીધા છે. એમની વર્ણસંકર પ્રજા પણ ઉત્તરોત્તર વધુ વર્ણસંકર થતી રહી છે. ભારતના કોઈ ' હિંદુ ડૉક્ટર કેનેડામાં જઈ ત્યાંની યુવતી સાથે લગ્ન કરે એવા એવા કિસ્સા ઉત્તરોત્તર વધુ બનવા લાગ્યા છે. ત્રીજી, ચોથી પેઢીના પોતાના વારસદાર સંતાનો પોતાની કલ્પના, ઇચ્છા પ્રમાણે જ હશે એવા ભ્રમમાં માણસે રહેવું ન જોઈએ. જૂના વખતમાં બનતું હતું તેના કરતાં વર્તમાન સમયમાં વર્ણસંકર પ્રજાનો સંભળ ઉત્તરોત્તર વધતો ચાલ્યો છે. માત્ર ભાષા કે પ્રાદેશિક લાક્ષણિકતા જ નહિ, ધર્મ અને જાતિનાં વર્ણસંકર ઉદાહરણો પણ ઘણાં જોવા મળે છે.
ગઈ સદીના આપણા એક સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક જૈન ધર્મ અને જૈન સંસ્કાર તેમજ સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા માટે ઘણું અભિમાન ધરાવતા. તેઓ આંગ્લ ભાષા માટે ભારે અણગમો બતાવતા. આંગ્લ સંસ્કાર માટે તેમને બહુ અપ્રીતિ હતી. પરંતુ તેમનો સુશિક્ષિત પુત્ર વધુ અભ્યાસ અર્થે સ્વિત્ઝરલેન્ડ ગયો. અભ્યાસકાળ દરમિયાન ત્યાંની યુવતી સાથે લગ્ન કર્યા. પછી કાયમ માટે તેણે સ્વિઝરલેન્ડમાં વસવાટ સ્વીકારી લીધો. તેમને બે સંતાનો થયાં. એ સંતાનોને નહોતી જૈન ધર્મ સાથે કશી નિસ્બત કે નહોતી નિસ્બત ભારતીય ભાષા સાથે. વસ્તુત: ભારત જેવા પછાત, ગરીબ અને ગંદકીવાળા દેશને તો તેઓ ધિક્કારતા હતા. એક જ પેઢીના અંતરમાં કેટલું બધું વિપરીતપણું આવી ગયું હતું !
કેટલાક સમય પહેલાં અમેરિકામાં મારા એક વિદ્યાર્થીને ત્યાં જવાનું થયેલું. એણે પોતાના એક મિત્રનો મને પરિચય કરાવ્યો. એ મિત્રે એક અમેરિકન યુવતી સાથે લગ્ન કર્યા હતાં. એ મિત્રની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એના દાદા તો ગુજરાતના એક મોટા સામાજિક કાર્યકર્તા હતા. તેઓ ચુસ્ત જૈન ધર્મ પાળતા હતા. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. કંદમૂળ વગેરે અભક્ષ્ય અને અનંતકાયની તેમને આજીવન બાધા હતી. તેઓ રાત્રિભોજન કરતા નહિ. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે. એમના ધર્મમય જીવનમાં પૂરાં વણાઈ ગયાં હતાં. એમણે ખૂબ લાડકોડથી પોતાના આ પૌત્રને સારી રીતે ઉછેર્યો હતો. નાનપણમાં એને સૂત્રો, સ્તવનો વગેરે કંઠસ્થ કરાવ્યાં હતાં. તેઓ પોતાના એ પૌત્રના ખૂબ વખાણ કરતા અને પોતાનો ધાર્મિક વારસો સાચવશે એમ સમજી ગર્વ અનુભવતા. પરંતુ મોટો થતાં પૌત્ર અમેરિકા ભણવા ગયો. ત્યાં અમેરિકન યુવતી સાથે લગ્ન
૧૫૮ % સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org