________________
આવી ઘટના પ્રથમવાર બને છે એવું નથી. કેટલાંક વર્ષો પહેલાં જાપાનમાં દૂરના એક ગ્રામીણ જિલ્લામાં કેટલાયે ટી.વી. કોમેડિયન રાજકીય ચૂંટણીઓ જીતી ગયા હતા. ટી.વી. ઉપર હળવા મનોરંજનના મજાકપૂર્ણ કાર્યક્રમો આપીને તેઓ ગામડાંના લોકોને ગમી ગયા હતા. પોતે જેનાથી પરિચિત્ર હોય તેને લોકો મત આપે એ દેખીતું છે. તેથી તેઓનું મતદાન યોગ્ય જ હતું કે ઉમેદવારો યોગ્ય જ હતા એવો ઉતાવળે અભિપ્રાય ન આપી શકાય.
ભારતમાં ભવિષ્યમાં ક્યારેક સુપ્રસિદ્ધ કથાકારો કે પ્રવચનકારો, ક્રિકેટ કે હોકીના ખેલાડીઓ, રામલીલા કે ભવાઈ ભજવનારાઓ, સર્કસ કે જાદુના ખેલ કરનારાઓ વગેરે પોતાની લોકપ્રિયતાના બળે ચૂંટણી જીતી જાય તો નવાઈ ન લાગવી જોઈએ. અભિનેતાઓ, ટી.વી ના કોમેડિયન, રમતગમતના ખેલાડીઓ, કથાકારો, મોટાં પારિતોષિકો જીતી જનારાઓ વગેરે પ્રસિદ્ધ પુરુષો સારા રાજ્યકર્તા ન જ હોઈ શકે ન જ થઈ શકે એમ તો કેમ કહેવાય ? પરંતુ પ્રજાએ તેમને ચૂંટી કાઢ્યા તે એમની રાજદ્વારી સંનિષ્ઠ અને કાર્યદક્ષ પ્રતિભાથી પ્રભાવિત થઈને કે તેમની માત્ર લોકપ્રિયતાથી પ્રેરાઈને ? - એ મહત્ત્વનો પ્રશ્ન છે.
માણસ લોકપ્રિય છે માટે તે સફળ રાજ્યકર્તા બનશે જ એમ ન કહી શકાય. બીજી બાજુ રાજ્ય કરવાની કુનેહને લીધે કોઈ વ્યક્તિ બહુ લોકપ્રિય થઈ શકે અને કોઈ ન પણ થઈ શકે. એવી વ્યક્તિ ફરીથી ચૂંટાઈ આવે, પણ લોકપ્રિયતાની મૂડી પર સત્તાસ્થાને બેઠેલા આવડતહીન, નિષ્ફળ રાજ્યકર્તાઓની પ્રજા દ્વારા પુન: પસંદગી ભાગ્યે જ થતી હોય છે.
દરેકેદરેક વસ્તુનો સાચો નિર્ણય કરવાનું ગજું આમ-પ્રજાનું ન હોઈ શકે. એક બાજુ ગામ હોય અને બીજી બાજુ રામ હોય, તો પણ રામનું પલ્લું નીચું નમે એમ કહેવાય છે. પ્રજામત જૂઠો કે ગાંડો હોય છે? (કાર્બાઈલ) અને “પ્રજામતમાં પ્રભુ વસે છે.” (ગાંધીજી) એ બે વિધાનો વચ્ચે અસંખ્ય કોટિભેદ સંભવી શકે છે!
લોકમતની પારાશીશી એક જ નિયમ પ્રમાણે એક સરખી કામ ન કરે શિક્ષણ, આર્થિક સ્થિતિ, તત્કાલીન સ્થાનિક પ્રશ્નો, ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ ઇત્યાદિ માટેના સાચાખોટા અભિનિવેશો - રાજદ્વારી ચૂંટણીઓમાં ક્યારેક અચાનક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે.
દુનિયામાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ લોકસંપર્ક અને પ્રચાર માટેનાં સાધનો વધતાં જાય છે. માઈક્રોફોન, છાપાંઓ, સામયિકો,
લોકમત જ ૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org