________________
રેડિયો, ટી.વી., ચલચિત્રો - આ બધાં લોકમાધ્યમો, સાચાખોટા પ્રચાર ને માટે મહત્ત્વનાં બની ગયાં છે. એમનો દુરુપયોગ ક્યારેક ચૂંટણીનાં અપેક્ષિત પરિણામોને પલટાવી નાખે છે. ભોળી પ્રજા લુચ્ચા રાજકારણીઓથી છેતરાય છે. Nothing is unfair in love, war and electionમાં માનવાવાળા રાજકારણીઓ જ્યાં નદી ન હોય ત્યાં એના ઉપર પુલ બંધાવી આપવાનું વચન આપીને અભણ અને ભોળો લોકોના મત મેળવી જાય છે. એક ચૂંટણી પૂરી થતાં સત્તાલોલુપ રાજકારણીઓ આગામી ચૂંટણીનો | વિચાર કરે છે, જ્યારે શાણા રાજપુરુષો આગામી પેઢીનો વિચાર કરે છે.
- લોકમાનસ ક્યારેક અકળ હોય છે. લોકોને પોતાના હિતને હાનિ પહોંચાડે એવા માણસો ન જ ગમે એ સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક અલ્પશિક્ષિત માણસો દેખાદેખીથી નાનકડો સ્વાર્થ સંતોષાતાં ખોટી પસંદગી કરી બેસે એવું પણ બની શકે છે. જ્યાં પ્રજા ગરીબ અને અલ્પશિક્ષિત કે અશિક્ષિત હોય ત્યાં પૈસા આપીને કે ચીજવસ્તુઓની ભેટ આપીને મત ખરીદી શકાય છે. ગામડાંઓની તાત્કાલિક આવશ્યકતાઓને થોડી સંતોષીને કે એમના પ્રશ્નો તત્કાલ થોડા હળવા કરીને પ્રજાની લાગણીને, અમુક વ્યક્તિને મત આપવા માટે દોરવી શકાય છે. પ્રજા ભીરુ હોય ત્યારે અસામાજિક તત્ત્વો ભયનું વાતાવરણ પેદા કરીને ઓછી લાયકાતવાળા ઉમેદવાર માટે પણ મત મેળવી શકે છે.
સમૃદ્ધ દેશોમાં રાજ્યકર્તાઓની ચૂંટણી અને અવિકસિત કે અર્ધવિકસિત દેશોમાં શાસનકર્તાઓની ચૂંટણી એ બે વચ્ચે કેટલાક મહત્ત્વનો ફરક હોય છે. જે પ્રજા ખાધેપીધે સુખી હોય, સુશિક્ષિત હોય અને નીડર પણ હોય તે પ્રજા ચૂંટણીઓમાં અયોગ્ય લાલચ કે ખોટા આવેગ વડે દોરવાતી નથી. ગરીબ પ્રજાને પોતાની જીવન જરૂરિયાતની સામગ્રી સારી રીતે પૂરી પાડે તેવા રાજ્યકર્તા તરફ મીટ માંડી બેસવું પડે છે. તેવી પ્રજાના રોજિંદા જીવનમાં રાજ્યકર્તાઓ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. લોકોદ્વાર માટે પુષ્કળ નાણાં મંજૂર કરાવી આપનારા રુશ્વતખોર, ચારિત્ર્યહીન, ભ્રષ્ટ રાજ્યકર્તા પ્રત્યે લાચાર પ્રજા ક્યારેક આદરની નજરે જુએ છે. પરંતુ એ જ પ્રજા તક મળતાં એવા રાજ્યકર્તાને હાંકી પણ કાઢે છે. | વિવિધ રાજદ્વારી પદ્ધતિઓમાં લોકશાહી પદ્ધતિ ઉત્તમ છે, પરંતુ એ પૂર્ણ છે એમ ન કહી શકાય, એની અપૂર્ણતા ક્યારેક ખોટા માણસોને ઊંચા આસને બેસાડી દે છે; ક્યારેક લોકકલ્યાણનાં કાર્યોને વિલંબમાં નાખી દે છે; ક્યારેક લોકવિગ્રહ પણ કરાવે છે.
૩૧૭ ક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org