________________
પ્રજાકલ્યાણની ભાવના જેમના હૈયે સદા પ્રજ્વલિત રહેતી હોય છે, જેઓ નિ:સ્વાર્થ, ત્યાગમય, સેવાપરાયણ જીવન જીવે છે, જેઓએ ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરેની એષણાને સંયમિત બનાવી દીધી હોય છે અને જેઓ લોકપ્રિયતાનો કેફ પોતાને ક્યારેક ચઢવા દેતા નથી, એવા આદરણીય પ્રામાણિક મહાપુરુષો, થોડી ઓછી કાર્યદક્ષતા હોય તો પણ સારું શાસન દીર્ઘકાળ સુધી ચલાવી શકે છે. રાતોરાત મોટા થઈ ગયેલા ભ્રષ્ટ સત્તાધીશોને પ્રજા દીર્ઘકાળ સહન કરી શકતી નથી.
રાજ્યશાસન માટેની ચૂંટણીઓ વિવિધ કક્ષાના રાજદ્વારી નેતાઓને ઓછો બોધપાઠ આપતી નથી !
Jain Education International
લોકમત * ૩૧૭
For Private & Personal Use Only
(સાંપ્રત સહચિંતન-૨)
www.jainelibrary.org