________________
ડાળખીનો ભૂંગળી કે નળી જેવો ટુકડો આપ્યો. ડૉક્ટરે કહ્યું કે, “આ સળગાવીને મોઢેથી નહિ પણ નાકેથી તમારે એનો ધુમાડો લેવાનો છે. એનો છેડો નાક આગળ ધરશો તો પણ એની અસર તમને થવા લાગશે.” ડૉક્ટર પીઠાવાલાએ બતાવેલી નળી સળગાવીને બીજે છેડેથી તેનો તીવ્ર ધુમાડો લેતાં મને પોતાને રાહત થઈ હતી. (આધાશીશી કે માઈગ્રેઈનનાં પ્રકારનો જેમને દુઃખાવો રહેતો હોય તેઓએ ડૉ. પીઠાવાલાનો આ મફત પ્રયોગ એકાદ વખત કરી જોવા જેવો છે.)
- દુનિયાના ઘણાખરા દેશોમાં સિગરેટ ઉપર જ કાત કે અન્ય પ્રકારના કરવેરા ઘણા હોય છે. યુરોપ-અમેરિકાની પ્રખ્યાત સિગરેટ અમુક સંખ્યામાં પ્રવાસી બીજા દેશમાં લઈ જઈ શકે છે. આંતરરાષ્ટ્રિય પ્રવાસો દરમિયાન અનેક સ્થળે જોવા મળશે કે વિમાન ઊતરવાનું હોય તે પહેલાં વિમાનમાં કેટલાયે પ્રવાસીઓ કરમુક્ત સિગરેટના પાકિટો ખરીદવા લાગે છે. લોકોનું સિગરેટ માટેનું ગાંડપણ કેટલું છે તે આના ઉપરથી જોઈ શકાય છે.
સિગરેટનું વ્યસન પોતાના રાષ્ટ્રના હિતમાં નથી એવું દુનિયાની ઘણી સરકારો સમજતી હોવા છતાં બજારમાં સિગરેટની તંગી થાય તો એ સરકારની ચિંતાનો વિષય બને છે. સિગરેટની અછત થતાં અચાનક એના ભાવ વધી જાય છે. સિગરેટના બંધાણીઓ મોં-માગ્યા ભાવ આપીને પણ તે વ્યસનને સેવે છે. અછતથી ક્યારેક ચોરી, દાણચોરી અને બીજા ગુનાઓ થાય છે. વ્યસનીઓના આરોગ્યના પ્રશ્નો, માનસિક પ્રશ્નો અને બીજા ગુનાઓ વધે છે. સિગરેટનો પુરવઠો નિયમિત ચાલતો રહે એ દૃષ્ટિ હોય કે ન હોય, સરકારની ચિંતાનો એ વિષય બને છે. ૧૯૯૦માં સોવિયેટ યુનિયનમાં સિગરેટની ભારે તંગી પેદા થઈ તો ગોર્બોચેવની સરકારને અમેરિકાને સિગરેટ મોકલવા વિનંતી કરવી પડી અને એ તકનો લાભ લઈ અમેરિકાની કંપનીઓએ થોડા દિવસમાં જ પચાસ અબજથી વધુ સિગરેટ સોવિયેટ યુનિયનમાં ઠાલવી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે અને ત્યાર પછી થોડાંક વર્ષ યુરોપના જર્મની, ફ્રાન્સ, ઇટલી, પોલેન્ડ વગેરે દેશોમાં સિગરેટની એટલી ભારે તંગી પ્રવર્તતી હતી કે બંધાણીઓ ભારે કિંમત આપીને કે કીમતી વસ્તુના બદલામાં સિગરેટ ખરીદતા હતા. કેટલીક ભારે વ્યસની સ્ત્રીઓ એકાદ સિગરેટ ફૂંકવા મળે એટલા ખાતર પોતાનું શરીર આપતાં અચકાતી નહિ. એશિયામાંથી જતા કેટલાક પ્રવાસીઓ પોતાના યુરોપના પ્રવાસ માટે અડધાથી તો વધુ સામાન સિગરેટના પાકિટથી ભરતા અને તે ત્યાં વેચીને પ્રવાસનો ખર્ચ કાઢી લેતા. માનવજીવન ઉપર
લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૪ ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org