________________
નોકરી કરીને કુટુંબ માટે થોડી વધુ આવક મેળવવા પ્રયત્ન કરે એવું બનવું અનિવાર્ય છે. ઘણાં માતાપિતાને પણ એની સામે વિરોધ હોતો નથી. બલ્ક થોડી મજૂરી કરીને પોતાનું બાળક હોશિયાર થાય છે અને થોડી કમાણી કરી લાવે છે એ જોઈને તેઓ રાજી થાય છે.
બાળમજૂરી અટકાવવાનો એક સારો ઉપાય તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફરજિયાત બનાવવાનો છે. વળી જ્યાં એ ફરજિયાત હોય ત્યાં તેનો અમલ પણ કડક રીતે થવો જરૂરી છે. બાળશિક્ષણને મફત અને ફરજિયાત બનાવવા માટે કોઈ પણ સરકાર પાસે પૂરતાં નાણાં હોવાં જરૂરી છે. આઝાદી પૂર્વે ભારતમાં ગાયકવાડ રાજ્યમાં બાળશિક્ષણ મફત અને ફરજિયાત હતું અને એ કાયદાનો અમલ પણ કડક રીતે થતો. એટલે શાળામાં અભ્યાસ કરવાને લાયક હોય એવાં બાળકો દિવસ દરમિયાન નોકરી કરવા જતાં હોય એવા કિસ્સા ગાયકવાડી રાજ્યમાં જવલ્લે જ બનતા.
કોઈ પણ દેશની આબાદી જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની શૈક્ષણિક સુવિધાઓ પણ વધવા લાગે છે. લોકોની સમજદારી પણ વિકસે છે. પોતાનાં સંતાનોનો સારો વિકાસ થાય એવી ભાવના માતાપિતાને અવશ્ય થાય છે. કુટુંબની આર્થિક ચિંતા જો ન રહે તો બાળકો પાસે કોઈ મજૂરી કરાવવાની આવશ્યકતા રહેતી નથી. એને પરિણામે બાળકો શાળાઓમાં સારી રીતે અભ્યાસ કરે છે અને ફાજલ સમય રમત-ગમત, હરવું ફરવું, ઇતર વાંચન કરવું, મિત્રોને મળવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી વગેરે સારી રીતે વિતાવે છે. તેથી શારીરિક વિકાસની સાથે સાથે તેમનો બૌદ્ધિક વિકાસ પણ ઘણો સારો થાય છે. તેઓની પ્રતિભા વધુ તેજસ્વી બને છે. યુરોપ અને અમેરિકામાં બાળમજૂરોનો પ્રશ્ન ખાસ નથી. એશિયામાં જાપાન અને સિંગાપુરમાં પણ બાળમજૂરોનો પ્રશ્ન નથી. એવા દેશોમાં નાનાં તંદુરસ્ત બાળકોની વિકસેલી બૌદ્ધિક પ્રતિભા જોઈને આ વાતની પ્રતીતિ થશે.
જીવન સતત વિકાસશીલ છે, પરંતુ તેમાં પણ બાળખ જન્મે ત્યારથી તે દસ-પંદર વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના વિકાસ માટે ઘણો બધો અવકાશ રહે છે. શાળાના સરસ અભ્યાસ સાથે ઘરે રમકડાં, રમત-ગમતનાં સાધનો, ચિત્રો વગેરેના ઉપયોગ દ્વારા તથા હરવા-ફરવાની ઇતર પ્રવૃત્તિ દ્વારા પોતાને લાયક ચલચિત્રો, નાટક, સરકસ અને રમતો જોવા દ્વારા તથા એમને લાયક સચિત્ર પુસ્તકો દ્વારા વિકાસ થઈ શકે છે. વર્તમાન જગતમાં ટી.વી. અને વિડિયોના માધ્યમ દ્વારા એનો યોગ્ય અને ઉચિત ઉપયોગ કરીને પણ
બાળમજૂરોની સમસ્યા ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org