________________
માટે પૂરી જોગવાઈ હોય. બાળમજૂરી અટકાવી દેવાથી તેવાં બાળમજૂરો શાળામાં જઈને હોંશે હોંશે અભ્યાસ કરવા લાગશે એમ માનવું ભૂલભરેલું છે. એવું કરવા માટે તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ તેવું સરસ વાતાવરણ ઊભું કરવું પડે, નહિ તો ઊલટી સામાજિક સમસ્યાઓ વધી પડે.
જ્યાં ગરીબી, બેકારી છે ત્યાં ત્યાં બાળમજૂરોની સમસ્યા રહેવાની. ઝારના વખતમાં રશિયામાં બાળમજૂરો હતા. સોવિયેટ યુનિયન થતાં બાળમજૂરો રહ્યા નહિ. હવે સોવિયેટ યુનિયનના વિસર્જન પછી રશિયા અને અન્ય રાષ્ટ્રોની આર્થિક પરિસ્થિતિ બગડતાં બાળમજૂરોનું વત્તેઓછું પ્રમાણ ચાલુ થઈ ગયું છે. ગરીબી, બેકારી અને આર્થિક પછાતપણાને કારણે જે જે દેશોમાં બાળમજૂરોની પ્રથા નિર્મળ થઈ શકે એમ નથી તે તે દેશોમાં ત્યાં સુધી સરકાર દ્વારા તેમજ બાળકલ્યાણ માટે કાર્ય કરતી સામાજિક સંસ્થાઓ દ્વારા એટલું તો થવું જોઈએ કે જ્યાં જ્યાં બાળકો મજૂરી કરતાં હોય ત્યાં ત્યાં તેમનું શક્તિ ઉપરવટ, વધુ પડતા કલાકો કામ કરાવીને શોષણ કરવામાં ન આવે, તેમને મજૂરીની યોગ્ય રકમ નિયમિત મળે, તેમને વાસી એઠું ખાવાનું આપવામાં ન આવે, તેમના રહેઠાણની વ્યવસ્થા સ્વચ્છ હોય, એમના પ્રત્યે નિર્દય, અમાનુષી વર્તન ન થતું હોય અને એમની પાસે જોખમકારક વ્યવસાયનાં કાર્યો ન કરાવાતાં હોય. બાળમજૂરોના વિષયમાં ભારતમાં અને બીજા દેશોમાં સ્થપાયેલી કેટલીયે સામાજિક સંસ્થાઓ બાળમજૂરોના હિત માટે, કલ્યાણ માટે સંગઠિત, સંગીન કાર્ય કરી રહી છે. આંતરરાષ્ટ્રિય સંગઠનો પણ સ્થપાયાં છે. દુનિયામાં આ વિષયમાં જાગૃતિ ઘણી આવી છે. તો પણ એક ફક્ત ભારતમાં જ જ્યાં કરોડો બાળકો મજૂરી કરતાં હોય ત્યાં સમગ્ર એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા તથા અન્ય પ્રદેશોમાં કામ કરતાં બાળમજૂરોનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આ દિશામાં હજુ તો ઘણું બધું કાર્ય કરવાની આવશ્યકતા છે એવી પ્રતીતિ થયા વગર નહિ રહે.
બાળકો મજૂરી કરે એટલે દેખીતું છે કે અભ્યાસ તરફ તેનું પૂરતું લક્ષ ન હોય. વળી એથી શિક્ષણ પ્રત્યે એકંદરે તેઓમાં રુચિનો અભાવ રહે છે. બાળમજૂરો વચ્ચેનું વાતાવરણ પણ એવી રુચિને પોષક હોતું નથી. આથી એકંદરે દુનિયાભરમાં બાળમજૂરોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું મોટું રહે છે. જ્યાં આર્થિક પરિસ્થિતિ મધ્યમ પ્રકારની હોય એ દેશમાંથી શાળાએ જતાં બાળકો રજાના દિવસોમાં અને રોજેરોજના ફાજલ સમયમાં કંઈક
૨૮૦ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org