SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડવો નહિ. ઐહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પરતાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે બાદ ડિy પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણને જાણવી જોઈએ. કહ્યું છે : अनित्याणि शरीराणि विभवो नैव शाश्वतः । नित्य संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ।। { શરીરી અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે આવીને બેઠું છે માટે ધર્મસંચય કરી લેવો જોઈએ. ]. દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભાસ રહ્યા કરે છે. અનાદિ કાળથી જીવ પુગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો ખયાલ આવતો નથી. હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી. એટલે જ ઉત્તરાધ્યયનના ‘કુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે : दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। ( જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલા પાંદડાં ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ ! ] તો મદવે નો * ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy