________________
શ્રીલંકા, વિયેટનામ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં વિગ્રહની સરહદો પરના વિસ્તારોમાં સુરંગો બિછાવવામાં આવેલી છે. આ યાદીમાં હજુ બીજા પંદર-વીસ દેશોનાં નામ ઉમેરી શકાય.
એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે. ધરતી માતાના શરીરમાં અગિયાર કરોડ જેટલાં કાચાં ગૂમડાં છે એમ કહી શકાય. એ ક્યારે પાકશે અને ક્યારે ફાટશે એ કહી શકાય નહિ. આ અગિયાર કરોડ સુરંગથી વાતનો અંત નથી આવ્યો. દર વર્ષે હજારો નવી સુરંગો દટાતી જ જાય છે. ધરતીમાતાનું શરીર ઉત્તરોત્તર વધુ અને વધુ વરવું થતું જાય છે. સુરંગો ઉપરાંત બીજા ભૂગર્ભ ધડાકાઓની વાત તો જુદી જ છે.
સુરંગની ભયાનકતાવાળો એક મુખ્ય દેશ તે અફઘાનિસ્તાન છે. છેલ્લા લગભગ બે દાયકાથી ત્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ચાલ્યા કરે છે. એથી બંને પક્ષો પોતાના પ્રદેશના રક્ષણ માટે પોતાની સરહદો પર સુરંગો આજ દિવસ સુધી બિછાવતા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે સુરંગો જમીનમાં દાટવામાં આવી છે. સુરંગો દાટનારને પણ યાદ નથી રહેતું કે ક્યાં સુરંગો દાટી છે. સુરંગો દાટવાનું કામ ગુપ્ત રાખવાનું હોય છે, એના નકશા ગુપ્ત રખાય છે. એટલે પોતાના પક્ષના કેટલાક સૈનિકો સિવાય બીજાને એની ખબર ન પડવા દેવાય. સામાન્ય નાગરિકો બિચારાઓને તો એની કશી જ ખબર ન હોય. તેઓ એ વિસ્તારમાં ખેતી કે કામધંધા માટે જાય ત્યારે પગ નીચે અચાનક સુરંગ ફૂટે અને તેઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે.
બોસ્નિયામાં પણ કેટલાય વખતથી જે વિગ્રહભરી સ્થિતિ છે એને લીધે ત્યાં ઠેર ઠેર સુરંગો બિછાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એકલા બોસ્નિયામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સુરંગો દાટવામાં આવી છે. આફ્રિકામાં અંગોલામાં તો દોઢ કરોડ જેટલી સુરંગો છે. દેશની વસતિ છે એના કરતાં સુરંગોની સંખ્યા વધારે છે. એવી જ રીતે કમ્બોડિયા અને દક્ષિણ કોરિયામાં પણ પાર વગરની સુરંગો છે. શ્રીલંકામાં જાફના વિસ્તાર પણ સુરંગોથી ધરબાયેલો છે. ઈરાકની સરહદો પર, ચારે બાજુ સુરંગો જ સુરંગો છે, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરે મધ્યપૂર્વના દુશ્મનાવટભર્યા દેશોની સરહદો પર ભરચક સુરંગો છે, લેટિન અમેરિકામાં પેરુ અને ઇક્વેડોર વચ્ચેની સરહદ પર ઘણી સુરંગો છે, તદુપરાંત કેફી દ્રવ્યો અને માદક દવાઓનો ગેરકાયદે વેપાર કરનારા શ્રીમંતોએ પોતાપોતાના વિસ્તારોની
બહુસુરંગા વસુંધરા ૪ ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org