________________
બંધાતી નથી. તેઓની નેતાગીરી અલ્પકાલીન અને અનુયાયી વર્ગવિહીન હોય છે. તેમને નિવૃત્તિનો ડર હોતો નથી, કારણ કે તક મળતાં તેમણે ઘણું ધન એકઠું કરી લીધું હોય છે.
કેટલાક નેતાઓ એમનાં સંગીન રચનાત્મક કાર્યો અને સતત લોકસંપર્ક દ્વારા આમજનતામાં ઊંડાં મૂળ ધરાવતા હોય છે. બીજી બાજુ મોવડીમંડળ સાથે પણ તેમનો એટલો જ ઘનિષ્ઠ સંબંધ હોય છે. પોતાની ગુણવત્તાથી જ તેઓ આગળ વધે છે. મોવડીમંડળમાં એમની પ્રતિષ્ઠા જામેલી હોય છે. ઉત્તરોત્તર તેમની શાખ બંધાતી જાય છે. એમની કાર્યદક્ષતા એમને પણ મોવડીમંડળમાં સ્થાન અપાવે છે અને વખત જતાં પોતે મોવડીમંડળના સૂત્રધાર બની જાય છે. તેઓ આમવર્ગમાં અને બુદ્ધિજીવી વર્ગમાં એકસરખું આદરભર્યું સ્થાન પામે છે. તેમને પત્રકારોની ખુશામત કરવી પડતી નથી, પત્રકારો તેમની પાછળ દોડાદોડ કરતા હોય છે.
કેટલાક નેતા જન્મજાત હોય છે અને કેટલાક નેતા સ્વયંભૂ હોય છે. કેટલીક નિર્મળ વ્યક્તિઓમાં એવા ઉત્તમ સદ્ગુણો હોય છે કે લોકો તેમને ચાહે છે, લોકો તેમની સૂચના પ્રમાણે કરવા તૈયાર હોય છે. લોકો તેમને પોતાની જવાબદારીઓ સામેથી સોંપે છે અને પોતાનું નેતૃત્વ લેવા વિનંતી કરે છે. એવી વ્યક્તિઓમાં નેતા બનવાની જન્મજાત કેટલીક વિશેષ લાયકાત હોય છે. બચપણમાં દોસ્તારો સાથેની રમતગમતોમાં આગેવાની લેવાથી તેમની શરૂઆત થાય છે. શાળા-કૉલેજમાં પણ તેઓ તે સ્થાન પ્રાપ્ત કરે છે અને પછી જાહેરજીવનમાં પણ તેઓ પોતાનું નેતૃત્વ શોભાવે છે.
કેટલીક વ્યક્તિઓમાં નેતા બનવાની લાયકાત ઘણી ઓછી હોય છે. પણ તેમની તે માટેની મહત્ત્વાકાંક્ષા પ્રબળ હોય છે. લોકો સ્વીકારે કે ન સ્વીકારે, તેઓ પોતાની જાતને લોકનેતા તરીકે સ્વીકારી લે છે. થોડીક સફલતા પછી તેઓ લોકોને એ પ્રમાણે ઠસાવવા લાગે છે. શક્ય તેટલા જાહેર કાર્યક્રમોમાં પહોંચી જાય છે. સભાઓમાં કંઈક બહાનું કાઢી મંચ ઉપર આંટા મારવાથી તેમની શરૂઆત થાય છે, અને તક મળતાં પાછળની છેવટની ખુરશીમાં તેઓ બેસી પણ જાય છે. કેમેરાલક્ષી તેમની નજરને કારણે બીજાઓના ફોટાઓમાં કોક ખૂણે ચમકવાની તેમને તક મળતી રહે છે. અનેક વાર આવી તક મળવાને કારણે તેઓ મોટા નેતા છે એવું લોકોના ભ્રમનું સેવન વધતું જાય છે. છાપાંઓમાં ચર્ચા પત્રો, અહેવાલો, નિવેદનો, ફોટાઓ વગેરે ઘુસાડીને સમાજનેતા તરીકે ઊપસી આવવા તેઓ
નેતાગીરી અને મોવડીમંડળ : ૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org