________________
અથાગ પ્રયત્ન કરી છૂટે છે. તેઓ પ્રચાર-માધ્યમોને સારી રીતે સાધે છે. ખોટી વ્યક્તિને મોટી બતાવવાની અને બનાવવાની આવડત પ્રચાર-માધ્યમ પાસે હોય છે. આવી વ્યક્તિઓ એક દિવસ લોકોને ખરેખર મોટી દેખાવા લાગે છે, પરંતુ તેમની કૃત્રિમ નેતાગીરી અલ્પજીવી હોય છે.
કેટલાક નેતાઓ પોતાના જીવનકાળ દરમિયાન મોટા નેતાનું સ્થાન અને માન પામે છે અને ભોગવે છે, પરંતુ એમના સ્વર્ગવાસ પછી, સમય જતાં એમનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થવા લાગે છે. કેટલાક નેતાઓનું એમની સત્તા, પ્રભાવ, વર્ચસ્વ વગેરેને કારણે તેજ એટલું પ્રખર હોય છે કે તેમની વિરુદ્ધ બોલવાની કે લખવાની કોઈ હિંમત કરી શકતું નથી, પણ એમના અવસાન પછી એમના જીવનની નબળી બાજુઓ પ્રગટ થવા લાગે છે. એમણે પોતાના સત્તાસ્થાનના કરેલા દુરુપયોગોની, પક્ષપાતોની, અન્યાયોની, ભ્રષ્ટાચારોની કે એમના ચારિત્રની શિથિલતાઓની વાતો બહાર આવવા લાગે છે. આવી ઘણી વાતો એમના અંગત વિશ્વાસુ માણસો પાસેથી, અંગત મંત્રીઓ કે મદદનીશો પાસેથી, ખુદ સ્વજનો અને પરિજનો પાસેથી બહાર આવે છે. એક સમયની મહાન વ્યક્તિ આવી પ્રમાણભૂત વાતો પ્રગટ થયા પછી નવી પ્રજાને એટલી મહાન લાગતી નથી. બીજી બાજુ કેટલાક નેતાઓ એવા હોય છે કે જેઓ પોતાનાં ઉત્તમ કાર્યોને ઓછામાં ઓછી પ્રસિદ્ધિ અપાવે છે. અંગત રીતે અનેક માણસોને કરેલી મદદની વાતો બહાર આવવા દેતા નથી. એમની ઉદારતા, ત્યાગ સંયમ, સહિષ્ણુતા, દુશ્મનને પણ ન્યાય આપવાના, માફ કરવાના કે ઉત્તમ તક પૂરી પાડવાના અંગત પ્રસંગોની વાતો જેમ જેમ લોકોના જાણવામાં આવી જાય તેમ તેમ તેમની મહત્તા ભવિષ્યની પ્રજાને વધુ અને વધુ લાગવા માંડે છે.
કેટલાક નેતાઓના જીવનમાં કશી ત્રુટિ ન હોય તો પણ કાળના પરિપ્રેક્ષ્યમાં તેઓ નાના થતા જાય છે. કાળ ભલભલા માણસોની કસોટી કરે છે. અને એમને એમના યોગ્ય સ્થાને બેસાડી દે છે. આથી જ સામાન્ય લોકોને પોતાની કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જે નેતાઓ મોટા ભાસતા હોય તે નેતાઓ પોતાની પ્રૌઢાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં એવા મોટા ભાસતા નથી. જેમનાં પૂતળાં જાહેરમાં મૂકવામાં આવ્યાં હોય એવી વ્યક્તિનાં નામ પણ બીજી પેઢી સુધી પહોંચતાં નથી. એમનો કશો વાંક હોતો નથી, પરંતુ બીજી-ત્રીજી પેઢીના લોકો એમને સામાન્ય કરી નાખે છે. મુંબઈ જેવા શહેરમાં કોઈકને જ ખબર હશે કે “કળા ઘોડા” કે “ખડા પારસી' તરીકે ઓળખાતા વિસ્તારોમાં એ પૂતળાં કોનાં છે. જેમ વસ્તુ દૂર જતી જાય
૩૨૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org