________________
૧૯૬૭ જાપાનનો પ્રવાસ, શ્રી યેહાન ગુમાટાના આમંત્રણથી બૌદ્ધ ધર્મની
સંસ્થા માટે વ્યાખ્યાન આપવા ગયા. ૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ. ૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી છૂટા થયા. મુંબઈ યુનિવર્સિટીમાં
ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા., ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ “તિરુકરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપ્યું, સેમિનારમાં ભાગ લીધો, “અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ
તરીકે વરણી થઈ. યુરોપ અને સીંગાપોરનો પ્રવાસ. ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા, અધ્યાત્મ પ્રસારક
મંડળના પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકે પસંદગી, “એવરેસ્ટના આરોહણ'ની બીજી આવૃત્તિ
પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર - તારાબેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ.
શાહનો સ્વર્ગવાસ. ૧૯૭૪
ભગવાન મહાવીરના પચીસોમાં નિર્માણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબેન સાથે ગયા. કેનિયાના મહત્ત્વના શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસ્મુ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવીર પર ashou 24441. Jainism and Shraman Bhagawan
Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ. ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ, પોષ સુદ ૭ - વિ.સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રીલંકાનો પ્રવાસ, નરસિંહ પૂર્વેનું સાહિત્ય' - જાન્યુઆરી
૧૯૭૬, જૈનધર્મ - બીજી આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ, જૈનધર્મ
- મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ. ૧૯૭૭ ચિ. શૈલજા ઈન્ટર આટર્સની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં
પહેલી આવી., મહાવીર જૈન વિદ્યાલય યોજિત “જૈન સાહિત્ય સમારોહ' પહેલાં કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો. આયોજન ૨મણભાઈએ કર્યું, ઓસ્ટ્રેલિયા-સીડનીમાં P.E.N. ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા.
૩૬૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org