________________
થઈ નિયમ તોડી નાખશે તે કહેવાય નહિ.
બીડી, સિગરેટ, તંબાકુ વગેરેનું વ્યસન એવું છે. કે જે એક દૃષ્ટિએ બહુ મોટું ભયંકર વ્યસન નથી. વળી એ વ્યસનને જુગાર, દારૂ, વ્યભિચાર વગેરે વ્યસનો જેટલી મોટી લોકલાજ પણ નથી. સિગરેટ પીનારને શરમ આવે તો પણ એ બહુ મોટી શરમની વાત નથી. એટલે માણસ નિયમ લીધા પછી ફરી પાછો ક્યારેક બીડી સિગરેટ પીતો થઈ જશે એ કહી શકાય નહિ.
કોઈકે એક મિત્રને પૂછ્યું કે, “હું સિગરેટ પીવાનું છોડી દેવા ઇચ્છું છું તો તમારો શો અભિપ્રાય છે ?' મિત્રે કહ્યું, “એ તો બહુ આનંદની વાત છે. બધાં વ્યસનોમાં છોડવાની દૃષ્ટિએ સૌથી સહેલું વ્યસન એ બીડીસિગરેટનું છે.” મિત્રે પૂછ્યું, “તમે સાચું કહો છો ?'
હા. મારા અનુભવ ઉપરથી ચોક્કસ સાચું કહું છું : મને લાગે છે કે બીડી-સિગરેટ છોડવા જેવી બીજી કોઈ સહેલી વાત નથી. મેં અત્યાર સુધીમાં દસેક વાર સિગરેટ છોડી દીધી હશે.”
કહેવાનું તાત્પર્ય એ છે સિગરેટ છોડવાનું જેમ સહેલું છે તેમ સિગરેટ અચાનક અજાણતાં ફરી ચાલુ થઈ જવાનું પણ સહેલું છે., સરખેસરખા મિત્રો મળ્યા હોય અને કોઈ સિગરેટની ઓફર કરે તે વખથે પોતાના નિયમને વળગી રહેવું અઘરું થઈ પડે છે અને માણસનું મન કંઈક તર્કવિતર્ક અને બહાનું કાઢીને લાલચને વશ થઈ જાય છે અને નિયમ તોડીને પોતાના મનને મનાવી લેવાનો પ્રયત્ન કરે છે.
સિગરેટ વગેરેનાં વ્યસનોની બાબતમાં જે પોતાના ચિત્તને સંયમમાં રાખી શકતા ન હોય તેવી વ્યક્તિઓ માટે જાતજાતના ઉપચારો, પ્રયોગો વગેરે બતાવવામાં આવે છે. કોઈકને ઉપવાસ, એકટાણું વગેરે વ્રત કરવાથી, કોઈકને યોગાસનો કરવાથી, કોઈકને ધ્યાનના પ્રયોગોથી, કોઈકને સ્વાધ્યાયસત્સંગ મંડળમાં જોડાવાથી, કોઈકને પત્ની, સંતાનો, મિત્રોની વારંવાર ટકોરથી આ વ્યસન છૂટી જાય છે. અંતે તો દૃઢ મનોબળ જ એમાં કામ લાગે છે.
સિગરેટના કેટલાક ચાહકો પોતાની આર્થિક, સામાજિક કે આરોગ્યની મર્યાદાને લક્ષમાં રાખી સિગરેટ ફૂંકવાની ટેવને સંયમમાં રાખવા પ્રયત્ન કરે છે. કેટલાક એવી પ્રતિજ્ઞા લેતા હોય છે કે મફત સિગરેટ પીવા મળે તો જ પીવી. કોઈ ઓફર કરે તો ના ન પાડવી. ક્યારેક કોઈક પાર્ટીમાં છૂટથી સિગરેટ મળે તો તેઓ એક સાથે પાંચ-સાત સિગરેટ પી લેવા
૨૨૪ ૪સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org