________________
જેઓ ત્યાગી છે, સાધુ-સંન્યાસી છે, સંત-મહાત્મા છે તેમને માટે તો ઇલ્કાબો, ચંદ્રકો, પારિતોષિકો, માનસન્માન ત્યાજ્ય છે. (સ્વામી આનંદ સાહિત્ય માટેના પારિતોષિકનો અસ્વીકાર કર્યો હતો.) એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, પરિવ્રાજકે તો સન્માનને સુરાપાન ગણીને, ગૌરવને ઘોર રૌરવ ગણીને અને પ્રતિષ્ઠાને શૂકરી (ભૂંડણ)ની વિષ્ટા ગણીને ત્યજી દેવાં જોઈએ. “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે :
पूयणट्ठा जसोकामी सम्माणकामए
बहु पसवइ पावं माया-सल्लं च कुव्वइ (પૂજા, યશ, માન-સન્માનની ઇચ્છા ધરાવતો માણસ ઘણાં પાપનું ઉપાર્જન કરે છે અને માયાશલ્યનો ભોગ બને છે.)
- જેમને આત્માનુભૂતિ થઈ છે કે કરવી છે તેવા સાધકોને દુન્યવી ઇલ્કાબો ક્ષુદ્ર ભાસે એ સ્વાભાવિક છે. વિનોબાજી જેવા વિશ્વવંદ્ય સંતને ભારતરત્ન'નો ઇલ્કાબ કાંકરા જેવો તુચ્છ લાગે તો તેનું આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. મહાવીર અને બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબર, વ્યાસ અને વાલ્મીકિ, શંકરાચાર્ય અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન આત્માઓના તેજ પાસે તો સેંકડો સુવર્ણચંદ્રકોનું તેજ પણ શરમાઈ જાય.
પારિતોષિકોથી વ્યક્તિ મહાન લાગે તેના કરતાં વ્યક્તિથી પારિતોષિકોને ગૌરવ મળે તેવી સ્થિતિ વધુ ઇષ્ટ ગણાય.
(સાંપ્રત સહચિંતન-૧)
સન્માન-પ્રતીકો ગ૯ ૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org