________________
છે. ગામનું એ બાળક કંઈક મજૂરી કરીને, આજીવિકાનું સાધન મેળવીને, ક્યાંક ઓટલા પર, કોઈક છાપરા નીચે સૂઈને પોતાના દિવસો ગુજારે છે. આજીવિકા ન મળે તો એ ભીખ માંગીને પોતાનો નિર્વાહ કરે છે. દયા-ભાવનાવાળા લોકો અને ખાવાનું આપતા રહે છે. હોશિયાર છોકરો હોય તો કોઈક એને પોતાની દુકાને, કારખાનામાં કે ખેતરમાં કામે લગાડી દે છે. ગામડાંઓમાં આવા છોકરાઓ એકલદોક્ત હોય છે. એમનું કોઈ જૂથ બંધાય એટલી મોટી સંખ્યા સામાન્ય રીતે હોતી નથી. તેઓ ગામના લોકોથી ડરીને ચાલે છે. ચોરી વગેરેની ગુનાખોરીમાં ઓછા સંડોવાય છે. વ્યસનોમાં ક્યારેક કોઈકનાં ઠૂંઠાં ફેંકવાની ટેવ પડી જાય છે, પણ એથી વધુ ખરાબ આદત તેઓને પ્રમાણમાં ઓછી પડે છે.
શહેરમાં ચાલ્યા આવેલા રખડતા છોકરાઓની કોઈ ઓળખ Identity અન્ય નાગરિકો માટે એકંદરે હોતી નથી. આજે અહીં, તો કાલે બીજા વિસ્તારમાં તેઓ રખડે છે. એમની ઓળખ ન હોવાથી એમને કોઈની શરમ નડતી નથી કે નથી લાગતો કોઈનો ડર. અલબત્ત, બધાને પોતાની ધારણા પ્રમાણે જીવવાનું નથી મળતું. કેટલાકની દશા વધુ વરવી બની જાય છે.
રખડતા છોકરાઓનું એક મોટામાં મોટું આશ્રયસ્થાન તે રેલવે સ્ટેશન છે. દુનિયાના ઘણા દેશોમાં અને વિશેષત: ભારતમાં અનેક આશ્રયવિહોણાં લોકોને માટે તે આશ્રયનું સ્થાન બનેલું છે. રેલ્વેના સ્ટેશનના પ્લેટફોર્મ પર અને બહારના ભાગમાં મુસાફરો, મજૂરો, બાવાઓ, ભિખારીઓ વગેરે જેમ કરીને, કંઈક વેચીને કે કંઈક ખોટા ધંધા કરીને પોતાની રાત રેલવે સ્ટેશનમાં ગુજારે છે. રેલવેનું આ દિશાનું યોગદાન ઘણું જ મોટું અને નોંધ લેવા યોગ્ય છે. યુરોપના એક લેખકે તો ફક્ત રેલવે સ્ટેશન પર રખડતાં અને કંઈક આજીવિકા મેળવતાં છોકરાઓ ઉપર ખાસું સંશોધન કર્યું છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, થિયેટરો, મંદિરો, મસ્જિદો, દેવળો વગેરે પ્રકારના ધર્મસ્થાનકોમાં કે એની આસપાસ આવા છોકરાઓને આશ્રયસ્થાન મળી રહે છે.
શહેરોમાં દોડી આવતા છોકરાઓમાં હિંમત તો હોય જ છે. અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે કશા ઠામઠેકાણા વગર રહેવાનો વિચાર સામાન્ય રીતે તો કોઈપણ નાના છોકરાને ગભરાવી મારે એવો છે. પરંતુ જેનું પોતાનું ભાવિ આમ પણ કઠોર હોય છે તેને પોતાના ભાવિની ચિંતા રહેતી
૨૮૮ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org