________________
તે ક્ષેત્રની સ્વાભાવિક ઘટના છે. પરિણામે એ ક્ષેત્રમાં પડેલી પરિણીત કે અપરિણીત વ્યક્તિઓનો એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે દેહસંબંધ કે લગ્નસંબંધ થાય તે સ્વાભાવિક છે. એમાં પડેલી વ્યક્તિઓમાં આવી ઘટના બહુ ટીકાપાત્ર ગણાતી વાત નથી. અભિનય- કલામાં કુશળ બનેલાં નટનટીઓ આ બાબતમાં પણ એકબીજાને રીઝવવા માટે સારો અભિનય કરી શકતાં હોય છે. એટલે લગ્ન અને વિચ્છેદની ઘટના એમાં બહુ ઝડપથી બને છૂટાછેડા લેવાશે તો પોતાનું શું થશે ? તેની ફિકર સંપત્તિ અને કીર્તિના કારણે તેમને બહુ રહેતી નથી. લોકનિંદાની તેમને પરવા હોતી નથી. ક્યારેક કોઈક તો એમ માનતા હોય છે કે આવી કંઈક વિવાદાસ્પદ વાતો પોતાના માટે વહેલી થાય અને લોકોમાં ચકચાર જાગે તો એથી ચલચિત્રના ક્ષેત્રે પોતાને લાભ થાય એમ છે.
યુરોપમાં અને વિશેષત: અમેરિકામાં, ચલચિત્રોમાં કામ કરનારાઓની દુનિયા બહુ અનોખી છે. મન ફાવે ત્યારે પરણવું અને મન ફાવે ત્યારે છૂટાછેડા લેવા એવી પ્રવૃત્તિ ત્યાં બહુ વેગથી ચાલતી હોય છે. એમ કહેવાય છે કે હોલિવૂડમાં વસતિના પ્રમાણમાં લગ્નો ઘણાં વધારે નોંધાય છે. પરંતુ હજી સુધી ત્યાં કોઈએ, એકાદ અપવાદ સિવાય, પોતાનાં લગ્નજીવનની રજતજયંતિ ઊજવી નથી. આઠ-દસ વર્ષનું દામ્પત્યજીવન તો થકવી નાખે એટલું લાંબું તેમને લાગતું હોય છે.
મહિલાઓ ત્યાં પોતાના પહેલા પતિનાં, બીજા પતિનાં કે ત્રીજા પતિનાં સ્મરણોની વાત સાવ સરળતાથી કરતી હોય છે. કેટલીક વાર તો વર્તમાન પતિની સાથે જીભાજોડી કરતી વખતે પૂર્વ પતિઓના દાખલા ટાંકતી હોય છે.
- સ્ત્રી કે પુરુષ ગમે તેટલામી વાર લગ્ન કરે તો પણ નવાં લગ્નમાં ઉત્સાહપૂર્વક એકબીજાને અનુકૂળ થઈ જવાની અને એકબીજાને રાજી રાખવાની વૃત્તિ આરંભમાં તો અવશ્ય રહેતી હોય છે. કેટલોક સમય વીત્યા પછી પરસ્પરનું આકર્ષણ થોડું ઘટવા લાગે છે, સ્થિતિસ્થાપકતા આવે છે, અને સમય જતાં જ્યારે પ્રત્યેકની સ્વભાવગત નબળાઈઓ પ્રગટ થવા લાગે છે, ત્યારે વિસંવાદ અને ઘર્ષણ ચાલુ થાય છે, અને એકબીજાથી છૂટા થવાની વાત થવા લાગે છે.
અમેરિકામાં સહુથી વધુ સરળતાથી છૂટાછેડા આપનારું શહેરને રિનો ગણાય છે. “પત્ની નસકોરાં બોલાવે છે', “પતિ જે લોશન મોઢે લગાડે છે તેની વાસ ગમતી નથી”, “પત્ની ટેલિફોન ઉપર લાંબી વાત કર્યા કરે
૧૪૦ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org