________________
૨૮
ક્રિકેટનો અતિરેક
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમનારા દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ૨માતી ક્રિકેટ મેચનું પ્રમાણ વધી ગયું છે અને ટી.વી. ઉપર એના જીવંત પ્રસારણ કરવાના કલાકોનું પ્રમાણ પણ ઘણા દેશોમાં વધી ગયું છે. ક્યારેક તો આખી મેચ ઘરના ઓરડામાં બેસીને ટી.વી. ઉપર પ્રત્યક્ષ રમાતી હોય તેમ જોઈ-માણી શકાય છે. કરોડો લોકોના મનોરંજન માટે ટી.વી. આશીર્વાદ બન્યું છે. એને કારણે ક્રિકેટમાં લોકોનો રસ ઘણો વધ્યો છે. સમજ પડે કે ન પડે તો પણ ટી.વી. ઉપર મેચ જોનારાંઓની સંખ્યા વધી છે. ભારતે પણ ટી.વી. ઉપર ક્રિકેટ મેચના પ્રસારણના કલાકો ઘણા વધારી દીધા છે. નવા માણસોને માટે તો સમય પસાર કરવાનું એક સરસ સાધન મળી ગયું છે. Time Differenceને કારણે બીજા દેશોમાં રમાતી મેચ અડધી રાતે બતાવાય છે અને એ જોવા અનેક લોકો મીઠા ઉજાગરા પણ કરે છે.
Jain Education International
ક્રિકેટ મારી પ્રિય રમત છે. શાળા અને કૉલેજના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો સાથે ક્રિકેટની રમત હું ઘણી રમ્યો છું. જુદી જુદી ટેસ્ટ મેચ પ્રત્યક્ષ જોવા માટે ઘણી વાર ગયો છું. પહેલાંનાં વર્ષોમાં રેડિયો ઉપ૨ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી અને પછીથી ટી.વી. ઉપર મેચ જોવામાં ઘણો રસ લીધો છે. (અલબત્ત છેલ્લા કેટલાક સમયથી મારો એ રસ સહજ રીતે ઓછો થઈ ગયો છે.) મારા અનેક મિત્રોની જેમ ભારતના લાખો-કરોડો લોકો ક્રિકેટના રસિયા છે. આમ છતાં મને લાગે છે કે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી
૨૩૨ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org