________________
પ્રસંગે જે ભાઈ-બહેનો પાંચ-છ સંસ્થામાં સભ્ય હોય કે કમિટિમાં હોય તેમને આવા મહાનુભાવ તરફથી ટપાલમાં પાંચ-છ કે વધુ નિયંત્રણ-પત્રિકા મળે છે, છતાં વ્યક્તિગત ઓળખાણ કે સંબંધ જેવું કશું જ હોતું નથી. એથી એમને કૌતુક જેવું થાય છે. મફતનું મહાલવા મળતું હોય તો જતું શા માટે કરવું ? એવી પ્રકૃતિના ઘણા લોકો લગ્નના માંડવે મિત્રમંડળ સહિત ધસી જતા હોય છે અને મિજબાની ઉડાવી, વર-કન્યા કે એનાં માતા-પિતાને મળ્યા વગર (કારણ કે કોઈ ઓળખાતું હોતું નથી) પેટ પર હાથ ફેરવતા ફેરવતા પાછા ફરે છે.
માણસ ધનવાન હોય અને આવા લગ્નપ્રસંગે એ હોંશથી ધન વાપરે અને પોતાના ઘરે આવેલા પ્રસંગને યાદગાર બનાવે તેમાં ખોટું શું છે ? આવો પ્રશ્ન કેટલાક કરતા હોય છે. કેટલાય લોકો આવા પ્રસંગે હાજર રહીને, મહાલીને ધન્યતા અનુભવે છે અને શ્રીમંતોની પ્રશંસામાં સરી પડે છે. બહુ મોટા શ્રીમંત માણસ ભલે પોતાને ન ઓળખતા હોય તો પણ પોતાને મોટા ઘરનું નિમંત્રણ મળ્યું છે એથી કેટલાક લોકો ધન્યતા અનુભવે છે. અને બધે કહેતા ફરતા હોય છે. પરંતુ આ આનંદ અને અભિમાનનું મૂલ્ય થોડા વખતમાં જ વિસરાઈ જાય છે. વળી આવું ધનપ્રદર્શન સમગ્ર દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં સર્વથા અનુચિત છે. જે સમાજે અને જે રાજ્ય-વ્યવસ્થાએ પોતાને આટલું બધું ધન કમાવા માટે અનુકૂળતા કરી આપી છે એ સમાજ પ્રત્યે ધનિકોનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે, સમાજમાં અસંખ્ય લોકો ગરીબીની રેખા નીચે જીવતા હોય એવે વખતે લગ્નપ્રસંગે ભોગ- વિલાસના આવા ભારે જલસા યોજવા એ નર્યો સમાજ દ્રોહ છે. એક રીતે કહીએ તો, ભલે કાનૂની નહિ તો પણ એ સામાજિક પ્રકારનો ગુનો (Social Crime) છે. આવી ઘટનાઓની તાત્કાલિક પ્રતિક્રિયા અને પરિણામો જણાતાં નથી હોતાં, પરંતુ લાંબે ગાળે સમાજ ઉપર વિશેષત: સમાજના ગરીબ વર્ગ ઉપર એની અવળી અસર પડ્યા વગર રહેતી નથી. શ્રીમંતો ગરીબોના છૂપા ધિક્કારને પાત્ર વધુ અને વધુ બનતા જાય છે. સમગ્ર ભારતમાં ગરીબ લોકોમાં વધતી જતી ગુનાખોરીના મૂળમાં કે એકલદોકલ શ્રીમંતોનાં થતા ખૂનમાં કે અપહરણમાં અજાણપણે આવો સામાજિક વિસંવાદ રહેલો છે.
સમાજમાં શ્રીમંતોની વધતી જતી સામાજિક ગુનેગારીને કોણ અટકાવશે ? વડીલો રૂઢિચુસ્ત હોય એટલે એમની પાસેથી એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. આ દિશામાં યુવાનોએ પહેલ ક૨વાની જરૂ૨ છે. શ્રીમંતોનાં
૧૩૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org