________________
યુવાન નેતાઓ ઊભા કરી શકે. પ્રેમ અને સહકારની ભાવનાથી સંગઠિત થઈ તેઓ પોતાના ધ્યેય કે કાર્યને સારી રીતે પાર પાડી શકે અને પોતાની ક્ષિતિજોને વિસ્તારી પણ શકે. આવા નેતાઓના સંગઠિત મોવડીમંડળથી કુટુંબ, સમાજ કે રાષ્ટ્રનાં ઘણાં ઉત્તમ કાર્યો થઈ શકે અને એનો અનેક લોકોને લાભ મળી શકે. એવા નેતા અને મોવડીમંડળથી સમાજ કે રાષ્ટ્ર વિવિધ પ્રકારનો ઉત્કર્ષ સાધી શકે. જ્યાં મુખ્ય નેતા પોતે પોતાના સહકારી નેતાઓની પસંદગી કરી શકે છે ત્યાં સુસંવાદી મોવડીમંડળ તૈયાર થાય છે. કાર્યની વહેંચણી, જવાબદારીઓ અને સત્તાની વહેંચણીમાં કોઈ વિખવાદ થતો નથી. એકંદરે કામ સરળતાપૂર્વક ચાલે છે અને સ્વભાવગત કે વહીવટી સમસ્યાઓ ઓછી ઊભી થાય છે.
મોટાં સમવાયતત્રોમાં, મોટી સંસ્થાઓમાં, કે મોટા વેપાર-ઉદ્યોગોમાં કે સરકારોમાં જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મોવડીમંડળ રચાય છે ત્યાં સત્તાની ખેંચતાણ, દુરાગ્રહો, પ્રતિષ્ઠાના પ્રશ્નો વગેરે ઘણી બાબતો ઊભી થાય છે. બહુમતીથી નિર્ણયો લેવાતા હોવા છતાં સકારણ કે અકારણ અસંતોષનું વાતાવરણ ફેલાય છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓને મુખ્ય નેતાનું પદ જોઈતું હોય ત્યાં સ્પર્ધા થાય છે, પક્ષો પડી જાય છે, એકબીજાને પરાજિત કરવા માટે પુરુષાર્થ થાય છે. વૈચારિક મતભેદ અને દૃષ્ટિભેદને વધુ મહત્ત્વ અપાય છે. ઉચ્ચતર ધ્યેય બાજુ પર રહી જાય છે. અને ગૌણ બાબતોનું પ્રાધાન્ય વધી જાય છે. જ્યાં સમજુ અને લોકપ્રિય નેતા સમિતિઓમાં કે મોવડીમંડળમાં બહુમતી સભ્યોનો વિશ્વાસ અને પ્રેમ જીતી શકે છે ત્યાં તેને કાર્ય કરવામાં વધુ અનુકૂળતા રહે છે. વિરોધીઓના ટીકાનિંદારૂપ પ્રહારોની બહુ અસર થતી નથી. પરંતુ જ્યાં બે સમાન સમર્થ પ્રતિનિધિઓ વચ્ચે મુખ્ય નેતાના પદ માટે સ્પર્ધા થાય છે અને સાધારણ બહુમતીથી કોઈ એક જીતી જાય છે ત્યારે પરાજિત થયેલા મહત્ત્વાકાંક્ષી ઉમેદવારનાં વલણ-વર્તન ઉપર ઘણો આધાર રહે છે. તે પરાજ્યને ખેલદિલીથી જીરવી લઈને સારાં કાર્યોમાં પ્રેમથી સહકાર આપે છે કે પરાજ્યના ડંખને તાજો રાખી ડગલે ને પગલે આડખીલીઓ ઊભી કરે છે એના ઉપર ભવિષ્યની ઘટનાઓનો આધાર રહે છે.
નાની-મોટી સંસ્થા હોય, નાનાંમોટાં સમવાયતંત્ર હોય, નાના-મોટા રાજદ્વારી પક્ષો હોય કે નાની મોટી સરકાર હોય, સામાન્ય સભ્યોને કે આમપ્રજાને તો ચૂંટણી વખતે વિચારવાનો કે પોતાની વ્યક્તિગત મતાધિકારની સત્તાનો ઉપયોગ કરવાનો અવસર સાંપડે છે. એમાં પણ સો ટકા મતદાનની
૩૨૦ ૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org