________________
સિત્તેરની ઉંમરે પહોંચવા આવ્યો હોય તો પણ તે રાજકુમાર કહેવાય ને રાજગાદી પર તેને બેસવા મળે નહિ. આવું જ્યારે થાય ત્યારે દીકરો એમ ઇચ્છે કે બાપ જલદી મરે તો સારું, જેથી પોતાને મરતાં પહેલાં રાજગાદી થોડોક વખત પણ ભોગવવા મળે. પ્રાચીન સમયમાં કેટલાક આદર્શવાદી રાજાઓ સમય થતાં રાજકુમારને ગાદીએ બેસાડી પોતે સંન્યસ્ત લઈ લેતા, અને વનમાં રહેવા ચાલ્યા જતા.
સત્તા ભોગવ્યા પછી માણસને સત્તારહિત રહેવું ગમતું નથી. માણસને સત્તાનું પણ વ્યસન થઈ જાય છે. એટલે સત્તાસ્થાન પર વધુ સમય ચીટકી રહેવા માટે તે જબરો પુરુષાર્થ કરે છે. ક્યારેક સત્તા છોડવાની વાત તે કરે છે, પણ તેમાં માત્ર દંભ કે નાટક જ હોય છે, હૃદયની સાચી ઇચ્છા તેમાં હોતી નથી.
વળી ભારતમાં તો સત્તાધીશોને ઠેર ઠેર ખૂબ માનપાન મળે છે અને છાપાં, રેડિયો-ટી. વી. વગેરે પ્રચારનાં માધ્યમો દ્વારા ખૂબ પ્રસિદ્ધિ મળે છે. એક વખત તેનો સુખદ અનુભવ ર્યા પછી સામાન્ય માણસ બનવું તેને ગમતું નથી. સત્તા પર હોય ત્યારે બે-પાંચ મિનિટની મુલાકાત માટે પણ કેટલાય લોકોની લાઈન લાગતી હોય અને સત્તા પરથી ઉતરી ગયા પછી મળવા માટે કોઈ ચકલું ફરકતું ન હોય અને સામેથી બધાનો સંપર્ક કરવો પડતો હોય ત્યારે તેને વસમું લાગે છે. એટલા માટે સત્તાસ્થાન પર બેસી રહેવાની તેમની લાલસા ઘણી પ્રબળ હોય છે.
રાજકારણમાં પડેલા બધા જ માણસોને હૈયે ઊંડી દેશદાઝ હોય છે એમ નહીં કહી શકાય. કેટલાક માણસોનું ધ્યેય ઊંચામાં ઊંચું પદ મેળવીને પોતાની અંગત કારકિર્દીને સફળ બનાવવાનું હોય છે. એ પદ દ્વારા પછી લોકકલ્યાણ થાય તો પણ ભલે, અને ન થાય તો પણ ભલે. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા જ એમને મન સર્વોપરી હોય છે.
કેટલાક નેતાઓના હૈયામાં લોકકલ્યાણની ઉત્કટ ભાવના પડેલી હોય છે. તેઓ લોકોની વચ્ચે રહીને પોતાનું સ્થાન મળ્યું તો ય ઠીક ને ન મળ્યું તો ય ઠીક એમ માનતા હોય છે. કેટલાકમાં લોકકલ્યાણની ભાવના અને અંગત મહત્ત્વાકાંક્ષાને તેઓ ઓછી પ્રગટ થવા દે છે. લોકસેવક હોવાનો દેખાવ તેઓ સારો કરી શકે છે. માત્ર અંગત મહત્ત્વાકાંક્ષાવાળા નેતાઓ કરતાં તેઓ વધુ ઇષ્ટ છે.
પદ અને સત્તા દ્વારા પ્રજાકલ્યાણનાં કાર્યો ત્વરિત અને મોટા પાયા પર થઈ શકે છે એ સાચું, પરંતુ પ્રજાકલ્યાણનાં કાર્યો કરવા માટે સત્તાસ્થાન
૩૪૦ ૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org