________________
વહે છે. એથી માણસનો રાજકીય રસ જીવનના અંત સુધી સતત જીવંત રહે છે. સ્ટ્રેચરમાં જતાં જતાં કે હૉસ્પિટલના બિછાનેથી પણ સતત રાજક્રીય સંપર્કમાં રહેવાના પ્રયાસો કેટલાકે કર્યાના દાખલા છે. ચૂંટણીજંગમાં ઝુકાવનારા કોઈક ચૂંટણીમાં વિજય મેળવે છે, પરંતુ તેમ કરવામાં પરિશ્રમ એટલો બધો પડે છે કે તબિયત લથડી જાય છે. કોઈક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે.
રાજકારણમાં ડાહ્યા, પીઢ, અનુભવી અને સ્વસ્થ માણસ વધુ સારું કામ કરી શકે છે. આ બધાં લક્ષણો મોટી ઉંમરે વિશેષ પ્રાપ્ત થાય છે. એટલે દુનિયાના ઘણા દેશોમાં રાજકારણમાં યુવાનો કરતાં પ્રૌઢ કે વૃદ્ધ માણસો ટોચના સ્થાને બિરાજે છે. આપણે ત્યાં ગાંધીજી, જવાહર, સ૨દા૨, રાજેન્દ્રબાબુ, રાધાકૃષ્ણન્ વગેરેએ સિત્તેરની ઉંમર વટાવ્યા પછી પણ ઘણું સંગીન કાર્ય કર્યું હતું. ચર્ચિલ, સ્ટેલિન, રૂઝવેલ્ટ, માઓ ત્સે તુંગ (માઓ ઝે દોંગ) વગેરે ઘણા વયોવૃદ્ધોનાં નામો સાંભળવા મળશે. ઘરડા માણસો રાજકારણમાં સારું કામ ન કરી શકે એવો કોઈ નિયમ નથી, અને વૃદ્ધ રાજકીય વ્યક્તિઓ જલદી રાજકારણ છોડી દે એવી એમની પ્રકૃતિ હોતી નથી.
રશિયા, ચીન, યુરોપના કેટલાક દેશોમાં અત્યારે પણ ૭૫-૮૦ની ઉંમર વટાવી ચૂકેલા રાજદ્વારી પુરુષો સત્તાસ્થાને બિરાજતા હોય છે. ત્યાં સ્પર્ધા ઓછી હોય છે અને ચૂંટણીની પદ્ધતિ એવી હોય છે કે જેમાં વયોવૃદ્ધ માણસો જ આવાં સ્થાન પર આવી શકે. અપવાદરૂપ ક્યારેક નવા માણસો પણ એવું સ્થાન મેળવી જાય છે. પરંતુ એકંદરે આદરણીય સ્થાન આદરણીય વ્યક્તિને અપાતું હોવાથી વિવાદ ઓછો થાય છે. એવા નેતાઓને બહુ દોડધામ કરવાની હોતી નથી. ભારતમાં જેમ છાશવારે સમારંભોમાં હાજરી અપાય છે તેવી હાજરી આપવાની હોતી નથી કે ભારત જેવી જટિલ સમસ્યાઓ ત્યાં હોતી નથી કે સત્તાના દાવપેચ બહુ ખેલાતા નથી. એટલે અનુભવસમૃદ્ધ વયોવૃદ્ધ રાજદ્વારી નેતા એવા સ્થાનને સારી રીતે શોભાવી શકે છે.
આમ છતાં વયોવૃદ્ધ નેતાઓ સત્તાના સ્થાન પરથી સ્વેચ્છાએ જલદી નિવૃત્ત થઈ રાજદ્વારી ક્ષેત્રે યુવાનોને વહેલું સ્થાન મેળવવા દે અને પોતે નિરીક્ષક, માર્ગદર્શક કે સલાહકાર તરીકે કામ કરે તો યુવાનોમાં નિરાશા કે નિર્વેદ બહુ વ્યાપે નહિ. ભારતમાં એની વિશેષ જરૂર છે.
રાજાશાહીમાં રાજા નેવું વર્ષનો થયો હોય અને તેનો મોટો પુત્ર પાંસઠરાજકારણમાં નિવૃત્તિ * ૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org