________________
નારાયણ સ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા, રહ્યા, ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ. આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસન્નાબહેન સાથે રહ્યાં અને કૌસીની જોવા ગયા. ઋષિવર્ધનકૃત ‘નલરાય દમયંતી ચરિત્ર'
ફેબ્રુ-૮૧માં પ્રગટ. ૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ
શાહનો સ્વર્ગવાસ થતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી થઈ, પુત્રી ચિ. શૈલજાના ભાવનગરનિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયા. સોનગઢમાં “જૈન સાહિત્ય સમારોહ'નું
આયોજન ‘ક્રિતિકા' પુસ્તક પ્રગટ થયું. ૧૯૮૩ સુરતમાં “જૈન સાહિત્ય સમારોહ', પ્રવાસ પુસ્તક પાસપોર્ટની
પાંખે-ભાગ ૧, માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત
“ધન્નાશાલિભદ્ર ચોપાઈ' ડિસે. ૮૩માં પ્રગટ. ૧૯૮૪
જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો, ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને – ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યું, જૈન સાહિત્ય સમારોહ - કચ્છ-માંડવીમાં થયો., બે લઘુ રામ કૃતિઓ, ‘પ્રદેશે જયવિજયના', પાસપોર્ટની પાંખે - ભાગ ૧ આવૃત્તિ ૩જી દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર - ૧૯૮૪માં થયો, યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું - ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુ.કે.ના જુદા
જુદા સ્થળે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યા. ૧૯૮૫ ૬ઠો જૈન સાહિત્ય સમારોહ - ખંભાતમાં થયો, જિનતત્ત્વ ભાગ
૧, જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ - પાલણપુરમાં થયો, મોરેશિયસનો
પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ફાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ અને તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. કેનેડામાં
૩૭૦ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org