________________
ખાનપાનના જાણકાર હોય, વૈદ ખાનપાનના જાણકાર હોય અને સાધુ સંન્યાસીઓ ખાનપાનના જાણકાર હોય એ દરેકમાં ઘણો તફાવત રહેલો છે. જૈનો, વિશેષત: જૈન મુનિઓ માટે ઇન્દ્રિયસંયમ, જીવદયા, કર્મ સિદ્ધાંત ઇત્યાદિની દૃષ્ટિએ ખાનપાનનો, ભક્ષ્યાભઢ્યનો ઝીણવટપૂર્વક વિચારવિમર્શ થયો છે. એ દૃષ્ટિએ તેઓ મીન હોવા જોઈએ.
મનુષ્ય અને ઇતર પ્રાણીસૃષ્ટિ વચ્ચે એક મોટો તફાવત એ છે કે પશુપક્ષીઓ આહારને સુંધીને ખાય છે; પોતાની આહારસંજ્ઞા અનુસાર પોતાને પથ્ય હોય તેવો અને પોતાને પાચન થાય તેટલો જ આહાર તે કુદરતી ક્રમે ગ્રહણ કરે છે. પોતાને યોગ્ય આહાર ન મળે એવી દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રાણીઓ પણ અપથ્ય આહાર ગ્રહણ કરે એવું કેટલીકવાર બને છે ખરું, પરંતુ એકંદરે તો પશુ-પક્ષીઓ કુદરતી સંજ્ઞાને કારણે પોતાની આહારમર્યાદાને જાણે છે અને તેને અનુસરે છે. મનુષ્યના આહારનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે, વિરાટ છે. પશુપક્ષીઓ તથા જીવજંતુઓનું આહારનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે. મનુષ્યનું આહારક્ષેત્ર એટલે તમામ પ્રકારની વનસ્પતિ અને તમામ પ્રકારનાં પશુ પક્ષીઓ. ઉદર, દેડકાં, સાપ અને ઢેડગરોળી ખાનારા માણસો પણ દુનિયામાં છે. મરેલા પ્રાણીઓની ચરબી ખાનારા અને ગાયભેંસનું તાજું દૂધ નહિ પણ તાજું લોહી પીનારા આદિવાસીઓ પણ છે. મનુષ્યના આહારને કોઈ સીમા નથી. દુનિયામાં સમયે સમયે નવી નવી ખાદ્ય વાનગીઓ શોધાતી આવે છે. પ્રેમાનંદ કે શામળના સમયમાં ચા-કૉફી નહોતાં. નર્મદ કે દલપતરામના સમયમાં કોકોકોલા જેવાં પીણાં નહોતાં. છેલ્લા ચાર-પાંચ દાયકામાં તો ખાદ્ય વાનગીઓના ક્ષેત્રે દુનિયાએ મોટી હરણફાળ ભરી છે. રેફ્રિજરેટર, મિક્ષર, અવન, માઈક્રોવેવ અને એવાં બધાં ઇલેક્ટ્રિક સ્વયંસંચાલિત સાધનોના પ્રચાર પછી જુદા જુદા ખાદ્ય પદાર્થોનાં સંમિશ્રણ અને તેના વધતા-ઓછા પ્રમાણ અનુસાર અનેક જાતની વાનગીઓ બજારમાં આવી છે. અમેરિકામાં યોગર્ટ (દહીં), આઈસક્રીમ, બિસ્કિટ વગેરે પચાસથી અધિક જાતનાં મળે છે. તે દરેકના સ્વાદ પણ જુદા જુદા. પચાસ કે સો વર્ષ પછી કેવી કેવી નવી વાનગીઓ આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
ઝડપી વિમાનવ્યવહારને કારણે જુદા જુદા દેશની પ્રજાઓની અવરજવર ઘણી વધી ગઈ છે. દરેક પ્રજાની પોતાની ખાદ્ય પદાર્થની એક લાક્ષણિકતા હોય છે. તેની સાથે તેની આત્મીયતા જડાયેલી હોય છે. ઘણા લાંબા દિવસ સુધી પોતાનો ખોરાક ન મળ્યો હોય તો તો માણસ તેને
मायन्ने असणपाणस्स * ८८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org