________________
પણ મારા પ્રેમને દુખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો.
તરત જ મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧૧-૨૦૦પના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કોઈ પણ હા ના કરે એ પહેલાં સર્વ સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સભાગ્ય.
તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂછુયું. સાહેબ કહે, “શેખડીવાળા સાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.” મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉપર વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિદ્વવર્ય ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતી કરવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યા. સાહેબે સંમતિ આપી.
- આ ચયન ગ્રંથોની સાથો સાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયાર થાય એવો અમારા મનમાં ભાવ જભ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું.
બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું “આવો ગ્રંથ તૈયાર ન કરશો. અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્ય સંચય જ કરો. વ્યક્તિની હયાતીમાં આવો ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મ બંધ માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યા.
આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર “પ્રબુદ્ધ જીવન' પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા !!
પણ જુઓ, વિધિની કેવી વિચિત્રતા ! પૂ. સાહેબે જીવન પ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના “પ્રબુદ્ધ જીવન'ના બે અંકો નવેમ્બર ૨૦૦૫નો “શ્રદ્ધાંજલિ' અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો “ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક. એ બંન્ને અંકોના સમન્વય રૂ૫ ગ્રંથ આજે “શ્રતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org