________________
માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા;
શુદ્ધ પરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે;
ઉંચે કેશ, ન મુંગે માયા, તો વ્રત ન રહે પંચે.
યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પાતંત્ર્ય ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનીઅરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિઅર થઈ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઈજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઈએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઈએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી ભૌતિક વૈભવમાં જે ટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં ઘણું ચડિયાતું સુખ છે એવી સાચી શ્રદ્ધા એનાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઈએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી ન શકે. ગુરુમહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાતદિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી
તુવ રે તારુને સમળત્તf I ૯ ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org