________________
ઘણી ભાષાઓમાં વિવિધ હેતુઓથી સાહિત્યિક બનાવટ થઈ છે, અને થતી રહે છે.
નકલ કરનારાઓ ક્યારેક બહુ ખંત અને ચીવટ પૂર્વક નકલ કરતા હોય છે. જેની નકલ કરવાની હોય છે, એના જીવન અને સાહિત્યનો તેઓ ઊંડો અભ્યાસ કરતા હોય છે. એના હસ્તાક્ષરની બરાબર નકલ કરવા માટે વર્ષો સુધી તેઓ તાલીમ લેતા હોય છે અને પછી તેવી બનાવટ બજારમાં મુકાય છે. લિન્કનના એન ૨ટલેજ સાથેના બનાવટી પ્રેમપત્રોએ તો લિન્કનના અભ્યાસીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. ઇટાલીમાં મુસોલિનીની બનાવટી ડાયરીઓ લખનારાઓએ તો ત્રણ દાયકા જેટલો લાંબો સમય આવી બનાવટની તૈયારી કરવા પાછળ આપ્યો હતો. પરંતુ આવી બનાવટ કરનારાઓ કોઈક નાની બાબતમાં ભૂલથાપ ખાઈ જતા હોય છે, અને છેવટે બનાવટ પકડાઈ જાય છે.
હિટલરની ડાયરીઓનાં બાઈન્ડિંગમાં નાયલોનનો દોરો વપરાયો; પરંતુ નાયલોનના દોરાની શોધ તો બીજા વિશ્વયુદ્ધ પછી થઈ હતી એ વાત બનાવટ કરનારાઓના ખયાલ બહાર ચાલી ગઈ. એવી જ રીતે કાગળ, શાહી, ગુંદર વગેરેનાં રાસાયણિક પૃથક્કરણોએ પુરવાર કરી આપ્યું હતું કે હિટલરની કહેવાતી એ ડાયરીઓ એટલી જૂની નથી.
કાળનું બળ ઘણું મોટું છે. ભલભલી વસ્તુઓને તે જીર્ણશીર્ણ કે નામશેષ કરી નાખે છે. એટલે જ કાળના પ્રહારો સામે ટકી ગયેલી વસ્તુઓમાં માણસને રસ પડે છે. દુનિયામાં કેટલાય એવા માણસો હોય છે કે જેમને જીવંત રસ વર્તમાન કે ભવિષ્ય કરતાં ભૂતકાળમાં વિશેષ હોય છે. એવા રસન્ન અભ્યાસીઓ પ્રાચીન ચીજવસ્તુઓનું મહત્ત્વ અને મૂલ્ય આપણને સમજાવે છે. એવા જ કેટલાક અભ્યાસીઓ પોતાના જ્ઞાનની શક્તિઓનો વિનિયોગ આવાં તરકટો યોજવામાં કરે છે. જ્યાં સુધી બનાવટ કર્યાના નિર્દોષ આનંદ સિવાય બીજું કશું જ પ્રયોજન નથી હોતું ત્યાં સુધી તો સારું જ છે, પરંતુ જ્યાં ઇતિહાસનું સપ્રયોજન ખંડન કરવાનો અને પૈસા કમાવાનો આશય હોય છે ત્યાં તે ટીકાપાત્ર બને છે. વર્તમાન સમયમાં સંશોધનના ક્ષેત્રે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ શોધાઈ છે, ત્યાં નવી વસ્તુને જૂની તરીકે ખપાવવાનું તરકટ હવે લાંબા સમય સુધી ચાલી શકે નહીં. આમ પણ, સત્યમાં એટલું બધું બળ છે કે ગમે ત્યારે પણ તે પ્રગટ થયા વિના રહે નહિ. અસત્ય છેવટે તો અસત્ય જ ઠરે છે.
(સાંપ્રત સહચિંતન-૧)
Jain Education International
૩૦૮ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org