Book Title: Agam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
Catalog link: https://jainqq.org/explore/005056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दंसणस्स આગમદીપ 2 ૪૫ આગમ ગુર્જર છાયાઃ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ: રાખ+ાઢ (ઘાર) પિન : 454116 (મ.પ્ર.) આગમ :- ૬ થી ૧૩ નાયાધમ્મકહાઓ, ઉવાસગદસાઓ, અંતગડદસાઓ અનુત્તરરાવવાઇયું દસાઓ, પહાવાગરણ, વિવાગસૂર્ય, ઉવવાઇમં, રાયuસેણિય. ' -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ CONCLUDICIBUTIBIWIDTQNCIDIVIDIDIIDIIDI બાલ બહાચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मल दंसणस्स $ પાવતી તેત્રે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ કર્ક : તે આગમ-દીપ છે. : : DIVIDIO|||IIDIIDILIDIZILC11011011 ILDIZIDICII વિભાગ ત્રીજો આગમ-દથી ૧૩- ગુર્જરછાયા નાયાધમ્મકહાઓ-ઉવાસગદસાઓઅંતગડ દસાઓ-અનુત્તરોવવાઈયદસાઓ-પહાવાગરણ -વિવાગસૂર્યઉવવાઇય-રાયપ્રસણીય ગુર્જર છાયા કર્તા - મુનિ દીપરત્નસાગર તા. ૩૧/૩/૯૭ સોમવાર ૨૦૫૩ ફા. વ. ૭. ૪૫ આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. ૨૦૦૦/ SIDIICIIDIIDID 'ફ આગમ દીપ પ્રકાશન : Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયકઃપ્રશાંતમૂર્તિ સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાથ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂ૫ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * ૪૫ આગમદીપ-ગુર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર || શ્રી જગદીશભાઈ એમ. શાહ ૧૬, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે ૧, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ૨૦, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા | ડૉ. પિનાકીન એન. શાહ ર૧, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪૫ આગમ - “ગુર્જર છાયા” માટે માન દ્વીપ પ્રશાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આગમદીપ - વિભાગ-૩ - અન્નકમ નાયાધમ્મકહાઓ - છ અંગસૂત્ર - ગુર્જરછાયા કર શ્રુતસ્કંધ-૧ પર કમ | અધ્યયન અનુકમ | પૃષ્ઠક ઉક્લિપ્ત ૧-૪૧ ૧-૪૭ સંઘાટ ૪૨-૫૪ ૪૭-પપ અંડક પપ-૧ ૫૫-૫૯ ૪ | કર્મ ૬૨ પ૯-૧ શૈલક . ૬૩-૭૩ ૬૧-૭૨ તુંબક ૭૪ ૭૨-૭૩ રોહિણી ઉપ ૭૩-૭૭ મલ્લી ૭૬-૧૦૯ ૭૭-૧૦૧ માકંદી ૧૧૦-૧૪૦ ૧૦૧-૧૧૦ ૧૦| ચંદ્ર ૧૪૧ ૧૧૦-૧૧૧ ૧૧ દાવદવ ૧૪૨ ૧૧૧-૧૧૨ ૧૨ | ઉદક ૧૪૩-૧૪૪ ૧૧૨-૧૧૬ ૧૩ ૧૪પ-૧૪૭ ૧૧૬-૧૨૧ તેટલીપુત્ર ૧૪૮-૧૫૬ ૧૨૧-૧૨૯ ૧૫ નિંદીફલ ૧પ૭ ૧૨૯-૧૩૧ ૧૬ અમરકંકા. ૧પ૮-૧૮૩. ૧૩૧-૧પ૯ ૧૭ અશ્વ જ્ઞાત ૧૮૪-૨૦૦૭ ૧૫૯-૧૬૩ ૧૮ સુંસુમાં ૨૦૮-૨૧૨ ૧૬૩-૧૬૮ ૧૯| પુંડરીક ૨૧૩-૨૧૯ ૧૬૮-૧૭૨ શ્રુતસ્કંધ-ર અધ્યયન અનુક્રમ પૃષ્ઠોક ૧ | પર ૨૨૦-૨૨૪ | ૧૭૨-૧૭૬ ૨૨૫- ૧૭૬ ૧૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ | વર્ગ અધ્યયન | પૃષ્ઠક અનુકમ | ૨૨૬ પ૪ ૫૪ ૧૭૬૧૭૭ ૨૨૭ ૨૨૮૨૩૩ ૫ ૧૭૭ ૨૩૪ ૧૭૩-૧૭૮ ૨૩પ ૧૩૮ ૨૩૬ ૧૭૮૨૩૭ ૧૭૮-૧૭૯ ૨૩૮-૨૪૧ | ૧૭૯ ( ૯ ઉવાસગ દસાઓ - સાતમું અંગસુત્ર - ગુજરછાયા ) અનુકમ | પૃષ્ઠક | ૧-૧૯ ૧૮૦-૧૮૮ ૨ | ૨૦-૨૮ ૧૮૮-૧૯૩ ૧૯૩-૧૯૫ ૧૯૫-૧૯૬ કમ અધ્યયન | ૧ આનંદ કામદેવ ૩ ચુલની પિતા સુરાદેવ ચુલ્લ શતક કુંડલોલિક સદ્દાલપુત્ર મહાશતક નિંદીની પિતા ૧૦ લેઇયા પિતા ૨૯૩૧ ૩૨-૩૩ ૩૪-૩૬ ૩૭-૪૦ ૪૧-૪૭ ૧૯૬-૧૯૭ s | ૧૯૭-૧૯૯ ૪૮-૫૬ ૧૯૯-૨૦પ ૨૦૫-૨૦૮ ૨૦૮-૨૦૯ ૨૦૯-૨૦૧૧ પ૭ ૫૮-૭૩ | અંતગડ દસાઓ - આઠમું અંગસૂત્ર - ગુર્જરછાયા અનુકમ | પૃષ્ઠાંક ( ૮ ક્રમ વર્ગ | ૧ | પહેલો ૨ | બીજો ત્રીજો | ૪ | ચોથો ૧-૬ | ૨૧૨-૨૦૧૩ ૭-૯ | ૨૧૪૧૦-૧૪ | ૨૧૪-૨૨૩ ૧૫-૧૭ | ૨૨૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧-૨ : (કમ | વર્ગ અનુક્રમ | પૃષ્ઠક પાંચમો ૧૮-૨૨ ૨૨૫-૨૨૭ છો ૨૩-૪૦ ૨૨૭-૨૩૪ સાતમો ૪૧-૪૫ [ ૨૩પઆઠમો ૪-૬૨ | ૨૩૫-૨૪૧ ( ૯ I અનુત્તરવવા ઇચ સાઓ - નવમું અંગસુત્ર - ગુર્જરછાયા છે કિમી વર્ગ અનુકમ | પૃષ્ઠક | ૧ | પહેલો ૨૪૨-૨૪૩ ૨ | બીજો ૩-૬ | ૨૪૩- | ૩ | ત્રીજો ૭-૧૩ ! ૨૪૪-૨૪૯ પહાવાગરણ - દસમું અંગસૂત્ર - ગુર્જરછાયા અધ્યયન અનુક્રમ | પૃષ્ઠક પહેલું આશ્રવદ્વાર-હિંસા ૧-૮ ૨૫૦-૨પ૭ બીજું આશ્રવદ્ધાર-મૃષા ૯-૧૨ ૨૫૭૨૬૧ આશ્રવઢાર-અદત્તાદાન ૧૩-૧૬ T - ૨૬૧-૨૬૮ ચોથે આશ્રવાર-અબ્રહ્મચર્ય ૧૭-૨૦ ૨૬૮-૨૭પ પાંચમું આશ્રવદ્ધાર-પરગ્રહ ૨૧-૨૯ ૨૭પ-૨૭૭ પહેલું સંવરકાર-અહિંસા ૩૦-૩૫ ૨૭૭-૨૮૦ ૭ | બીજું સંવરદ્વાર-સત્ય ૩૬-૩૭ ૨૮૦- ૨૮૨ | ૮ | ત્રીજું સંવરદ્વાર-અચૌર્ય - ૩૮- ૨૮૩-૨૮૫ ૯ | ચોથું સંવરદ્વાર-બ્રહ્મચર્ય ૩૯-૪૩ ૨૮૫-૨૮૭ | ૧૦નું પાંચમું સંવરદ્વાર-અપરિગ્રહ ૪૪-૪૭ | | ૨૮૭-૨૯૧ (૧૧) વિવાગસૂર્ય - અગીયારમું અંગસૂત્ર - ગુર્જરછાયા ક શ્રુતસ્કંધ-૧ ર કમ અધ્યયન અનુકમ | પૃષ્ઠોક મૃગાપુત્ર ૧-૧૦ | ૨૯૨-૨૯૮ ઉક્તિક ૧૧-૧૭ ૨૯૮-૩૦૩ અભગ્નસેન ૧૮-૨૩ ૩૦૩-૩૦૯ ૨ | Page #7 -------------------------------------------------------------------------- ________________ કરી Jકમ અધ્યયન સગડ બૃહસ્પતિદત્ત નંદીવર્તન ઊંબરદત્ત શિૌર્યદત્ત | ૯ દેવદત્તા અનુકમ | પૃષ્ઠ 7 ૨૪-૨૬ ૩૦૯૭૧૨ | ૨૭-૨૮ | ૩૧૨-૩૧૪ ] ૨૯-૩૦ ૩૧૪૩૧૬ ૩૧- | ૩૧૭-૩૨૦ ૩૨- ૩૨૧-૩૨૩ 33- 4 ૩૨૩-૩૨૮ sRs: 90 ૩૪- 1 ૩૨૮-૨૩૯ પર શ્રુતસ્કંધ-૨ પર કમ અનુકમ | ૩પ-૩૭ ૩૮ પૃષ્ઠક ૩૨૯-૩૩ ૩૩૩ ૩૯ અધ્યયન સુહા ભદ્રનંદી સુજાત સુવાસવા જિનદાસ વૈશ્રમણ મહાબલ ભદ્રનંદી મહચંદ ૪૦૪૧૪૨ ૩૩૩-૩૩૪ ૩૩૪૩૩૪૩૩૪૩૩પ ૩૩પ ૪૩ ૮ ૩૩પ ૪૫ ૩૩પ ૧૦ વરદત્ત, ૪૬-૪૭ ૩૩૬ ૧૨ ઉવવાઇયં - પહેલું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા ) અનુક્રમ | પૃષ્ઠક ૧-૪૩ |. ૩૩૭-૩૬૨ | કમ અધ્યયન સમવસરણ. ઉપપાત ૪૪-૭૭ ૩૩-૩૭૭ રાયuસેણીયં - બીજું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા અનુકમ | પૃષ્ઠક ૧ | સૂર્યાભદેવ વિવરણ ૧-૪૭ | ૩૭૮-૪૦૯ | ૨ | પ્રદેશ રાજા-વિવરણ | | ૪૮-૮૫ | ૪૦૯-૪૩૦ | Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૧ ભાગ - ૨ ભાગ-૩ ભાગ-૫ ભાગ - ૪ (૧) (૨) ભાગ - આર્થિક અનુદાતા આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો તથા ભાગ - ૭ } સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા (૧) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (૨) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઇ (૩) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. અમદાવાદ રત્નત્રયારાધકા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે હ.નીતીનભાઈ, સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. શ્રી ખાનપુર જૈન શ્વે. મૂ. સંઘ, અમદાવાદ શ્રી ગગન વિહાર શ્વે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ શ્વે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા Page #9 -------------------------------------------------------------------------- ________________ (કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક (૧) આયારો (૨) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (૧) ઠાણું ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (૨) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (૧) બુદ્ધીવપન્નત્તિ (૨) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (૧) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (૧) નાયાઘમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (૧) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્ધારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પદ્મલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (૧) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સા.કૈરવપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ [૯] [૧૦] [૧૧] [૧૨] -: અ-મા-રા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - १ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - २ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ३ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ४ - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - २०४६ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧. શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૨. શ્રાવક કર્તવ્ય – ૧૨ થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩. શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે). સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય – આરાધના – મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - ૨૦૪૨ [સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં) શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [૧૭] [૧૯] [૨૨] [૨૩] [૨૪] [૨૬] એ એમ [૨૯] (30) [૩૧] [૩૨] [૩૩] [૩૪] Page #11 -------------------------------------------------------------------------- ________________ [3] [3] [3] [३८] [36] [४०] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [४१ JL - - - - ه - ه ه ه م आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुष्फियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ [आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ । [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठे अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं م ة ة م ة م نه شه ६८] Page #12 -------------------------------------------------------------------------- ________________ [७६] 1८४] [४] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं- चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ । दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं ७८] बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ ] छठें छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुतं ओहनिज्जत्ति [आगमसुत्ताणि-४१ । बीअं मूलसुत्तं-१ पिंडनिज्जत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया ० -x-- -x -0 [८१] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [२] सूयगड - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 8ti - ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [४] समवामी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [५] विवाउन्नत्ति - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [s] नयाधम्मामो - २७या [भागमट्टी५-8 ] अंगसूत्र [८७] वासनहसासो - गुराया [भागमही५-७ ] सात मंगसूत्र [८] मंतगडसामी - गुरछाया [भागमही५-८ ] मा भुं मंगसूत्र [૯] અનુત્તરોવવાઈયદસાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [૧OO] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [૧૦૧] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [१०२] 64वाऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [१०3] रायप्पणिय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [१०४] ७वा वाभिगम - गुरछाया [ मामी-१४ ] त्रीहुँ 64iगसूत्र لالالالالالالالالال۔ JLJ ९० REEE Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] [૧૦૫] પન્નવણા સુત્ત- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [૧૦] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [૧૧૭] ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [૧૦૮] જબુદ્દીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [૧૦] નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાગસૂત્ર [૧૧૦] કપૂવડિસિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [૧૧૧] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [૧૧૨] પુષ્કચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [૧૧૩] વહિદસાણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [૧૧૪] ચઉસરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો [૧૧૫] આઉરપચ્ચખ્ખાણું - આગમદીપ-૨૫ બીજો પયત્નો [૧૧] મહાપચ્ચશ્માણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [૧૧૭] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો [૧૧૮] તંદુલયાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [૧૧૮] સંથારગ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો [૧૨] ગચ્છાયાર - ગુર્જરછાયા આગમદીપ-૩૦ સાતમો પયગ્નો-૧ [૧૨૧] ચંદાઝયં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ [૧૨૨] ગણિવિજ્જા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયનો [૧૨૩ દેવિંદFઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૩ર ] નવમો પયત્નો [ ૧૪] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયત્નો [૧૨૫] નિસીહં ગુર્જરછાયા આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [૧૨] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર [૧૨૭] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [૧૨૮] દસાસુયખંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [૧૨] જીયકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર [૧૩] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર [૧૩૧] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [૧૩૨] ઓહનિત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [૧૩૩] પિંડનિત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [૧૩૪] દસયાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [૧૩૫] ઉત્તરજગ્યણું - ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર [૧૩] નંદીસુત્ત - ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [૧૩૭] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા -0 - --0 નોંધઃ- પ્રકાશન ૧ થી ૩૧ અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૪૨ થી ૯૦ આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ - - - - - - नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ દા નાયા ધમ્મ કહાઓ " છ અંગસુત્ર-ગુર્જરછાયા (શ્રુતસ્કંધ-૧) (કઅધ્યયન-૧-ઉત્રિા ) [૧] સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર તે કાલે અને તે સમયે ચમ્પા નામક નગરી હતી. [૨-૪] તે ચમ્પા નગરીની બહાર ઇશાન ભાગમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચમ્પા નગરીમાં કોણિક નામનો રાજા હતો. તેનું વર્ણન પણ ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરના અંતેવાસી આર્યસુધમાં સ્થવિર હતા. તે જાતિ સંપન્ન, કુલસંપન્ન, રૂપસંપન, બલસંપન્ન, રૂપસંપન્ન, વિનય- સંપન, જ્ઞાદ-દર્શન-ચારિત્રસંપન્ન. લાઘવસંપન્ન ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશવાળા, ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાયોને જીતેલા, જીતેદ્રિય, નિન્દ્રાવિજેતા, પરિષહને જીતેલા, જીવવાની આશા અને મરણના ભયથી રહિત, તપપ્રધાન, ગુણ પ્રધાન, તે જ પ્રમાણે ચરણ, કરણ, નિગ્રહ, નિશ્ચય, સરળ અમાની, લાઘ ક્ષમા, ગુપ્તિ, નિલભી, વિદ્યા, મંત્ર, બ્રહ્મ, વેદ,નય, નિયમ સત્ય, શૌર્ય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદાર, ઘોર, ઘોસ્વત, ઘોરતપસ્વી, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, શરીરનો સત્કાર નહી કરનાર, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં જ ધારણ કરનાર, ચૌદ પૂર્વના ધારક, મતિ આદિ ચાર જ્ઞાનોના ધારક, પાંચસો સાધુઓ સાથે વિચરતા, અનુક્રમે ચાલતા એક ગામથી બીજા ગામ જતાં, સુખ પૂર્વક વિચરતાં જ્યાં ચંપા નામની નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં પધાર્યા, પધારીને યથા યોગ્ય યાચનાપૂર્વક અવગ્રહ ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. [પ-૮] તે ચંપા નગરીમાંથી પરિષદ નીકળી કોણિક રાજા નીકળ્યો સુધમાં સ્વામીએ ધર્મ કહ્યો જે દિશાથી પરિષદ આવેલ હતી તે દિશા તરફ પાછી ફરી. તે કાળ અને તે સમયે આર્યસુધમસ્વિામી અણગારના જ્યેષ્ઠ અંતેવાસી આર્ય જંબૂનામના અણગાર હતા. તે કાશ્યપગોત્રી, સાત હાથ ઉંચા શરીરવાળા યાવતુ આર્ય સુધમાં વિરની અતિદૂર નહીં તેમજ અતિ નજીક નહીં તેમ એક ઢીંચણ નમાવી એક ઉંચો રાખી નીચું મુખ રાખી ધ્યાન રૂપી કોષ્ઠકમાં રહ્યાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ત્યારપછી આર્ય જંબૂ નામક અણગાર, કે જેને તત્ત્વજ્ઞાનની ઈચ્છા થયેલ છે, સંશય થયો છે, કૌતુક થયેલ છે, જેને પૂછવાની વિશેષ શ્રદ્ધા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૮ થયેલ છે, જેને શ્રદ્ધો, સંશય, કુતૂહલ વિશેષ પ્રકારે શ્રદ્ધા, વિશેષ પ્રકારે સંશય, તેવા જંબૂસ્વામી ઉભા થયા, ઉભા થઇને જે સ્થળે આર્ય સુધર્મા સ્થવિર હતા ત્યાં આવે છે, આવીને આર્ય સુધર્મા સ્થવિરની ત્રણ વખત દક્ષિણ દિશાથી પ્રદક્ષિણા કરે છે. વંદન નમીને આર્યસુધર્મા સ્થવિરની ન અતિ દૂર કે ન અતિ નજદીક, સાંભળવાની ઇચ્છાવાળા નમસ્કાર કરી, તેમની સન્મુખ બે હાથ જોડી વિનય પૂર્વક પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલે છે. હે ભગવંત ! શ્રુત ધર્મની આદિના કરનારા, ચતુર્વિંધ તીર્થની સ્થાપના કરનારા, પોતાની મેળે જ બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન શૂરવીર, પુરુષોમાં ઉત્તમ કમલ જેવા સુંદર, પુરુષોમાં ઉત્તમ ગંધ હસ્તિ સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકહિત કરનારા; લોકમાં પ્રદીપ સમાન, લોકમાં પ્રદ્યોતના કરનારા, અભયદાન આપનારા, શરણને આપનારા, જીવોને શ્રદ્ધા રૂપ ચક્ષુને આપનારા, ધર્મમાર્ગને બતાવનારા, બોધિને આપનારા, ધર્મને આપનારા, ધર્મની દેશના આપનારા, ધર્મના નાયક, ધર્મના સારથિ, ધર્મને વિષે શ્રેષ્ઠ, ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી સમાન, અપ્રહિત શ્રેષ્ઠ કેવલજ્ઞાન દર્શનના ધારક, રાગાદિને જીતનારા, બીજા પ્રાણીને જીતાડનારા, સંસાર સાગરથી પોતે તરેલા, બીજા પ્રાણીઓને તારનારા, તત્ત્વને જાણનારા, બોધ કરાવનારા, કર્મ બંધનથી મુકાયેલા, અન્ય પ્રાણીઓને કર્મથી મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી સર્વ ઉપદ્રવ રહિત, અચલ, અરોગી, અનંત,અવ્યાબાધ જ્યાંથી પાછું આવવાનું નથી એવી સિદ્ધ ગતિને પામેલા એવા શ્રમણ ભગવાન્ મહાવીરે છઠ્ઠા અંગનો એટલે કે જ્ઞાતા ધર્મકથાનો શું અર્થ કહ્યો છે ? જંબૂ ! છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ પ્રરૂપેલા છે.તે આપ્રમાણે જ્ઞાતા અને ધર્મકથા. જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ મોક્ષને પામેલા પ્રભુએ છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધો પ્રરૂપેલ છે જેમ કે જ્ઞાત ઉદાહરણો અને ધર્મકથા તો હે ભગવંત ! પ્રથમ શ્રુતસ્કંધ જ્ઞાતાના કેટલા અધ્યયનો કહ્યાં છે ? હે જંબૂ ! શ્રમણ યાવત્ શાશ્વત સ્થાનને પામેલા ભગવાન્ મહાવીર સ્વામીએ જ્ઞાતાના ઓગણીશ અધ્યયન કહેલા છે તે આ પ્રમાણે-ઉત્ક્ષિપ્ત જ્ઞાત સંઘાટક અંડક કૂર્મ શૈલક તુંબ રોહિણી મલ્લી માર્કદી ચંદ્રમા દાવદ્રવ ઉદક મંડૂક તેતલી નંદીકૂલ અવરકંકા આકીર્ણ સુષમા પુંડરીક શાત. [૯-૧૦] ભગવંત ! જો શ્રમણ યાવત્ શાશ્વત સ્થાનને પામેલા ભગવાન મહાવી૨ સ્વામીએ જ્ઞાત શ્રુતસ્કન્ધના ઓગણીશ અધ્યયનનો કહ્યાં છે તે આ પ્રમાણે ઉત્ક્ષિપ્તજ્ઞાત યાવત્ પુંડરીકજ્ઞાત સુધી તો પ્રથમ અધ્યયનનો હે ભગવંત ! શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળ અને તે સમયે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત નામના વર્ષ (ક્ષેત્ર) માં દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગર હતું. ગુણશૈલચૈત્ય હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામનો રાજા હતો, તે મોટા હિમવંત પર્વત સમાન હતો ઈત્યાદિ વર્ણન સમજી લેવું. તે શ્રેણિક રાજાને નંદાનામની દેવી હતી. તેના હાથ-પગ અતિ કોમળ હતાં વગેરે તે શ્રેણિકનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભય કુમાર હતો. સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત યાવત્ સ્વરૂપવાન હતો. તે કુમાર સામ, દંડ, ભેદ, દાન આ ચાર પ્રકારની રાજનીતિને અને વ્યાપાર નીતિની વિધિને સારી રીતે જાણનારો હતો. નૈગમાદિ નયને જાણનારો, ઈહા, અવાય, માર્ગણા, વેષણા તથા અર્થ શાસ્ત્રમાં કુશલ હતો. ઔત્પત્તિક, વૈયિકી, કર્મજા અને પારિણામિકી બુદ્ધિવાળો હતો. શ્રેણિક રાજાના ઘણા કાર્યોમાં; . Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ કુટુંબને વિષે, મંત્ર, ગુપ્ત કાર્ય, એકાંત કાર્યને, નિશ્ચયને વિષે એકવાર અને વારંવાર પૂછવા લાયક હતો. મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, અલંબનભૂત, અશુભૂત, સર્વ કાર્યોમાં સર્વ ભૂમિકાઓમાં અવિસંવાદી વચનવાળો, રાજ્યની ધુરાને ધારણ કરનારા હતો. શ્રેણિક રાજાના રાજ્ય, દેશ, કોશ, કોઠાર, સૈન્ય, વાહન, નગર અને અંતઃપુર વગેરેની સંભાળ રાખતો હતો. ' '[૧૧-૧૨] તે શ્રેણિક રાજાને ધારિણી નામની દેવી હતી તે શ્રેણિક રાજાને ઇષ્ટ હતી યાવતુ સુખ ભોગવતી સુખે રહેતી હતી. ત્યાર પછી તે ધારિણી દેવી કોઈ સમયે પોતાના ભવનમાં ઉત્તમ શય્યા ઉપર સૂતી હતી તેમાં ઘરની બહારના ભાગમાં સુંદર કોમળ વિશિષ્ટ સંસ્થાનવાળા ઉપર થાંભલા શ્રેષ્ઠ શાલભંજિકા - પૂતળીઓ બનેલી હતી. ઉજ્જવળ ચંદ્રકાન્તાદિક મણિઓ, સુવર્ણ અને કર્કતનાદિક રત્નોના શિખર, કપોત પાલી, ગવાક્ષ અર્ધચંદ્ર આકારવાળા પગથિયા; નિહક, અંતર, કણકાલી, ચંદ્રશાળા આદિ ઘરના વિભાગોની સુંદર રચનાથી યુક્ત ભવન હતું. સ્વચ્છ ગેરથી તેમાં ઉત્તમ રંગ કરેલ હતો. બહારથી ઘોળેલું અને કોમળ પથ્થર વગેરે વડે ઘસીને કોમળ કરેલ હતું. જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવેલ હતું. વિવિધ પ્રકારના પચરંગી મણિઓ અને રત્નોથી ભૂમિતલ બાંધેલ હતું. પદ્મના આકારવાળી, અશોકાદિક, પુષ્પપ્રધાન લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ઠ પુષ્પોની જાતિ વડે તેના ઉલ્લોચનું તળીયું ચિતરેલું હતું. તેના દ્વાર ભાગોમાં માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશો સારી રીતે સ્થાપિત કરેલા અને ચંદનથી ચર્ચિત અને મુખ ઉપર સરસ પાવડે આચ્છા દિત કરેલા હતા. પ્રતરક સુવર્ણના અલંકારોથી અને મણિ તથા મોતીની માળાઓથી સારી રીતે તેના દ્વાર સુશોભિત હતા. તે ભવનમાં સુગંધી શ્રેષ્ઠ પુષ્પોવડે કોમળ અને પદ્મલ શવ્યાનો ઉપચાર કરવામાં આવેલો હતો. તે મન અને દયને આનંદ આપનાર હતો. કપૂર, લવિંગ, મલયજ, ચંદન, કાળા ગુરૂ, ઉત્તમકંદુક, તરૂષ્ક અને અનેક સુગંધિત દ્રવ્યોના સંયોગથી બનેલ ધૂપનાં જલવાથી ઉત્પન્ન થયેલ મઘમઘાતી ગંધથી રમણીય હતો. તેમાં ઉત્તમ ચૂર્ણની ગંધ પણ વિદ્યમાન હતી. સુગંધની અધિકતાના કારણે તે ગંધ દ્રવ્યની ગુટિકાની જેમ દેખાતો હતો. મણિ-ઓના કિરણોવડે ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. ઘણું કહેવાથી શું? તે વાસગૃહ કાંતિ અને ગુણવડે દેવના ઉત્તમ વિમાનનો પરાજય કરનારો હતો. તે વાસગૃહમાં એક ઉત્તમ શય્યા હતી. તેમાં શરીર પ્રમાણ લાંબુ ઓશિકું હતું બન્ને બાજુ ઓશીકા મુકેલા હતાં તેથી બન્ને બાજુએ તે શય્યા ઊંચી હતી. મધ્યભાગમાં નમેલી હોવાથી ગંભીર ઉંડી હતી. ગંગા નદીના કાંઠાની રેતીની જેમ તેમાં પગ મુકવાથી પગ ઉંડો ખેંચી જાય તેવી કોમળ હતી. સાફ ધોયેલું ક્ષૌમ-રેશમી અને દુકૂલ-રૂના કે અતસીના વસ્ત્રનો જોટો તેના પર આચ્છાદન કરેલો હતો. આસ્તરક, મલક, નવત, કુશક્ત, લિબ અને સિંહ કેસર વગેરે વિવિધ ઓછાડ વડે તે આચ્છાદિત હતી. જ્યાં સુધી તેનું સેવન ન કરવામાં આવે ત્યાં સુધી તેના ઉપર સુંદર બનાવેલ રજસ્ત્રાણ રહેતું હતું. તેના ઉપર મચ્છરદાની હતી. તે અતિશય રમણીય હતી. તેનો સ્પર્શ આજિનક ચામડાનું વસ્ત્ર, રૂબૂર, માખણ, અને આકડાના રૂ જેવો કોમલ હતો; આવા પ્રકારની શથ્થામાં, મધ્યરાત્રિના સમયે કાંઈક સૂતેલી અને કાંઇક જાગેલી હોવાથી વારંવાર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૧૨ અલ્પનિદ્રાને લેતી તે ધારિણી દેવી એક મોટો, સાત હાથ ઉંચો રૂપાના પર્વત જેવો શ્વેત સૌમ્ય, સૌમ્ય, આકારવાળો, ક્રિયા કરતો અને આળસથી બગાસું ખાતો, એવો હાથી આકાશ તલથી ઉતરી મુખમાં પ્રવેશ કરતો જોઇને જાગી ગઈ. ત્યાર પછી તે ધારિણી દેવી આ આવા સ્વરૂપવાળા ઉદાર, પ્રધાન કલ્યાણકારી, શિવ, ધન્ય, માંગલિક, સુશોભિત એવા મહાસ્વપ્નને જોઈને જાગી. તેને હર્ષ અને સંતોષ થયો; ચિત્તમાં આનંદ થયો, મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, અત્યંત પ્રસન્નતા પામી હર્ષનો લીધે તેનું હૃદય વિકસિત થઈ ગયું, મેઘની ધારાઓથી આઘાત પામેલ કંદબ વૃક્ષના પુષ્પની જેમ તેના રોમતૂપ રુંવાડા વિકસીત થઇ ગયા. એવી તે રાણીએ સ્વપ્નો વિચાર કરીને શય્યામાંથી ઉભી થઈ, પાદપીઠથી નીચે ઉતરી,માનસિક ત્વરાથી રહિત શારીરિક ચપળતાથી રહિત, સ્ખલના રહિત, વિલંબથી રહિત રાહજં- હસ જેવી ગતિથી જ્યાં શ્રેણિક મહારાજા હતા ત્યાં આવે છે; શ્રેણિક રાજાને ઈષ્ટ કાન્ત; પ્રિય મનોજ્ઞ, મણામ ઉદાર-શ્રેષ્ઠ સ્વર એવં ઉચ્ચારથી યુક્ત કલ્યાણ સમૃદ્ધિકારક; શિવ નિરુપદ્રવ, ધન્ય,મંગલકારી,સશ્રીક,અલંકારોથી સુશોભિત,હ્દયનેપ્રિયલાગનાર,હૃદયને આહ્લાદ કરનાર, પરિમિત અક્ષરોવાળી, મધુર સ્વરોથી મીઠી, રિભિતશબ્દ અને અર્થથી ગંભીર તાવાળી; અને અનેક ગુણરુપ લક્ષ્મીથી યુક્ત વાણી બોલી શ્રેણીક રાજાને જગાડે છે. શ્રેણિક રાજાની અનુમતિ મેળવીને વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને અને રત્નોની રચનાવડે વિચિત્ર એવા ભદ્રાસન પર બેસે છે. આશ્વસ્ત વિશ્વસ્ત સુખદ અને શ્રેષ્ઠ આસન ઉપર બેસે છે. બન્ને હાથેથી ગ્રહણ કરેલી અને મસ્તકની ચારે તરફ ભમતી અંજલીને મસ્તક પર ધારણ કરીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહે છે.- દેવાનુંપ્રિય ! આજે હું તે પૂર્વવર્ણિત યાવત્ પોતાના મુખમાં પ્રવેશ કરતાં હાથીને સ્વપ્નમાં જોઇને જાગી ગઈ તો હે દેવાનુંપ્રિય ! આ ઉદાર યાવત્ સ્વપ્નનું વિશેષ ફળ શું હશે ? [૧૩-૧૪] ત્યાર પછી શ્રેણિક રાજા ધારિણી દેવી પાસેથી આ અર્થને સાંભળી અને હૃદયમાં અવધારી; હર્ષ પામ્યો. સન્તુષ્ટ થયો; આનંદ પામ્યો, યાવત્ મેઘની ધારા થી હણાયેલા કદંબ વૃક્ષના સુગંધી પુષ્પની જેમ તેનું શરીર પુકિત થયું એટલે હર્ષના કા૨ણે તેની રોમરાજિ ઉભી થઇ. રાજા તે સ્વપ્નને અવગ્રહણ કરે છે બુદ્ધિથી સ્વપ્નના ફળનો વિચાર કરે છે. વિચાર કરીને પોતાના સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞા નથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે ધારિણી દેવીને તેવા પ્રકારની યાવત્ હ્દયને આહ્લાદ કરાનારી મૃદુ, મધુર, રિભિત ગંભીર અને સશ્રીક અલંકારાદિકની શોભા વાળી વાણી વડે પ્રશંસા કરતાં આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિયે ! તમો એ ઉદાર-સ્વપ્ન જોયેલ છે. કલ્યાણકારી,શિવ,ધન્ય,મંગલમય,સુશોભન સ્વપ્ન જોયું છે.દેવી! આરોગ્ય, તુષ્ટિ દીર્ઘાયુષ્ય, કલ્યાણ અને માંગલ્યકારક સ્વપ્ન તમે જોયું છે હે દેવાનુપ્રિયે ! આ સ્વપ્નથી તમને અર્થનો, પુત્રનો, રાજ્યનો, તથા ભોગ અને સુખનો લાભ થશે. નિશ્ચય થી હે દેવાનુ પ્રિયે ! તમે બરાબર નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વ્યતીત થવા પર અમારા કુળનાં કેતુ ધ્વજા સમાન; કુળના દીપક સમાન, કુળમાં પર્વત સમાન; કુળનો ભૂષણ કુલની કીર્તિ વધારનાર, કુળની વૃત્તિ-આજીવિકા વધારનાર, કુળને આનંદ આપ નાર, કુળની યશોવૃદ્ધિ કરનાર, કુળના આધારરૂપ, કુળમાં વૃક્ષ સમાન આશ્રય કરવા લાયક અને કુળની વૃદ્ધિ કરનાર તથા અતિકોમળ હાથ-પગવાળો યાવત્ પુત્રને જન્મ આપશો. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ તે પુત્ર બાલ્યાવસ્થાને પસાર કરીને કળા આદિના જ્ઞાનમાં પરિપકવ થઈને, યૌવનને પ્રાપ્ત થઈને શૂરવીર અને પરાક્રમી થશે. તે વિપુલ બળ - સૈન્ય તથા વાહન વાળો થશે. રાજ્યના અધિપતિ રાજા થશે તેથી દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે. દેવી ! તમે આરોગ્યકારી, તુણકારી, દીઘયુષ્યકારી, અને કલ્યાણકારી સ્વપ્ન જોયેલ છે. એ પ્રમાણે કહીને રાજા વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યાર પછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવાથી હર્ષિત થઈ. સંતોષ પામી. તેના હૃદયમાં આનંદ થયો. બંને હાથના તળીયા ભેગા કરી યાવતુ હાથ જોડી આ પ્રમાણે બોલી. હે દેવાનુપ્રિય! તમે કહો છો તેમજ છે. આપનું કથન સત્યજ છે. સંશય રહિત છે. મને ઇષ્ટ તથા અત્યંત ઈષ્ટ છે. આપે મને જે અર્થ કહ્યો છે તે અર્થ સત્ય છે. આ પ્રમાણે કહીને ધારિણી દેવી સ્વપ્નને સમ્યક્ પ્રકારે અંગીકાર કરે છેશ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને ઉઠે છે. ઉઠીને જ્યાં પોતાની પથારી છે ત્યાં આવે છે. બેસીને આ પ્રમાણે વિચારે છે. મારું આસ્વપ્ન બીજા અશુભ સ્વપ્ન વડે હણાય ન જાઓ. એમ વિચારી, તે ધારિણી દેવી દેવ અને ગુરુજ નના સંબંધવાળી પ્રશસ્ત ધાર્મિક કથાઓ વડે શુભ સ્વપ્નનું રક્ષણ કરવા માટે જાગરણ કરતી વિચરવા લાગી. [૧૫] ત્યાર પછી શ્રેણિક રાજાએ પ્રભાત કાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. કહ્યું- તે દેવાનુપ્રિય! આજે બહારની ઉપસ્થાનશાળામાં શીધ્ર વિશેષ કરીને અત્યંત રમણીય ગંધોદકથી સિંચિત સાફસુફ લીંપેલી પંચવર્ણના સરસ સુગંધિત વિખરેલા પુષ્પોના સમુહ રૂપ, ઊપચારથી યુક્ત, કાલાગુર, ઉત્તમ કંચૂક, તુરુષ્ક તથા ધૂપના મહેકતાં ગંધથી વ્યાપ્ત થવાના કારણે મનોહર, શ્રેષ્ઠ સુગંધના ચૂર્ણથી સુગંધિત તથા સુગંધની ગુટિકાની સમાન કરો અને કરાવો. આજ્ઞાનુસાર કાર્ય થઈ જવાની સૂચના કરો. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષો શ્રેણિક રાજા દ્વારા આ પ્રમાણે કહેવા પર હર્ષિત તથા સંતુષ્ટ થયા તેની આજ્ઞા પાછી સોંપી. તદનન્તર રાત્રિ પ્રકશમાન પ્રભાત રૂપ થઈ પ્રફુ લ્લિત કમળોના પત્રો વિકસિત થયા, કાળા મૃગના નેત્રો નિદ્રારહિત હોવાથી વિકસ્વર થયા. પછી તે પ્રભાત પાડુર થયું. લાલ અશોકની કાંતિ, પલાશના પુષ્પ; પોપટની ચાંચ, ચણોઠીનો રાતો, અધ ભાગ,બપોરીયાનું પુષ્પ કપોતના પગ અને આંખ, કોકિલાના નેત્ર, જાસુદના પુષ્પ, જાજ્વલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ, તથા હિંગળોકના સમૂહની લાલિમાથી પણ અધિક શોભાયમાન છે. એવો સુર્ય ક્રમથી ઉદિત થયો. સૂર્યના કિરણો નો સમૂહ નીચે ઉતરીને અંધકારનો વિનાશ કરવા લાગ્યો. બાળ-સૂર્ય રૂપી કુંકુમથી માનો જીવ લોક વ્યાપ્ત થઈ ગયો. નેત્રોના વિષયનો પ્રચાર થવાથી વિકસિત થનાર લોક સ્પષ્ટ રૂપથી દેખાવા લાગ્યો. સરોવરોમાં સ્થિત કમળના વનને વિકસિત કરનાર તથા હજાર કિરણોવાળો દિવસને કરનાર સૂર્ય તેજ વડે જાજ્વલ્યમાન થયો. તે સમયે રાજા શ્રેણિક શસ્યામાંથી ઊભા થયા. શયામાંથી ઊઠીને રાજા શ્રેણિક જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે. પ્રવેશ કરીને અનેક પ્રકારની વ્યાયામ યોગ્ય, કૂદવું વ્યામર્દન, કુસ્તી તથા કરણ અને ખૂબ શ્રમ કર્યો. ત્યાર પછી શતપાક, તથા સહસ્ત્રીપાક આદિ સુગંધિત તેલ આદિના અભંગ ણોથી, જે પ્રીતિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિને દીપ્ત કરનાર દણિીય મદનીય બૃહણીય તથા સમસ્ત ઇન્દ્રિયોને એવં શરીરને આહ્યાદિત કરનાર હતા. રાજા શ્રેણિકે અત્યંગન Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૧૫ કરાવ્યું. ત્યાર પછી તે તેલ ચોપડેલા શરીરના ચર્મને, પરિપૂર્ણ હાથ-પગવાળા તથા કોમળ તલવાળા, છેક, દક્ષ,મર્દન કરવામાં ચતુર, મેધાવી, નિપુણ, પરિશ્રમના જીતનાર, અભંગન મર્દન અને ઉદ્ધવર્તન કરવાના ગુણમાં પૂર્ણ પુરુષો દ્વારા અસ્થિઓને સુખકારી, માંસને સુખકારી, ત્વચાને સુખકારી; તથા રોમોને સુખકારી આપ્રમાણે ચાર પ્રકારની સંબોધના (મર્દન)વડે શ્રેણિક રાજાએ શરીરનું મર્દન કરાવ્યું રાજાનો પરિશ્રમ દૂર થયો. - વ્યાયામશાળાની બહાર નીકળીને રાજા શ્રેણિક જ્યાં મજ્જનગૃહ છે. ત્યાં આવે છે.મજ્જન ગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ચારે તરફ સરીખો મનોહર, વિચિત્ર પ્રકારના મણીઓ અને રત્નોના તળીયાવાળા અને રમણીય સ્નાન મંડપની અન્દર, વિવિધ પ્રકારના મણિ અને રત્નોની રચના વડે ચિત્ર વિચિત્ર સ્નાન કરવાની પીઠ ઉપર સુખે કરીને બેઠેલા રાજાએ પવિત્ર સ્થાનથી આણેલા શુભ જળથી, પુષ્પમિશ્રિત, ગંધ મિશ્રિત, અને શુદ્ધ જળવડે વારંવાર કલ્યાણ- કારક શ્રેષ્ઠ સ્નાનની વિધિએસ્નાન કર્યું. તે કલ્યાણકારી અને માંગલિક સ્નાનને અંતે કૌતુક કરવામાં આવ્યાં. એવી રીતે શ્રેષ્ઠ સ્નાન કર્યા પછી પક્ષીની પાંખ જેવા અત્યંત કોમળ સુગંધવાળા અને કષાય રંગથી રંગેલા વસ્ત્રવડે શરીરને લંડ્યું. પછી કોરા બહુમુલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યો સરસ ને સુગંધિત ગોશીષ ચંદનથી તેના શરીર પર વિલેપન કરવામાં આવ્યું. શુચિપુષ્પોની માળા પહેરી, કેસર આદિનું લેપન કર્યું. મણિઓ અને સુવર્ણના અલંકાર ધારણ કર્યો. આઢાર સરો હાર નવ સરો અઈહાર, ત્રણ સરો નાના હાર, તથા લાંબા લટકતા કટિ સૂત્રથી શરીરની સુંદર શોભા વધારી. કંઠમાં કંઠા પહેય, ઓગળીઓમાં વીંટી પહેરી, સુંદર અંગપર અચાન્ય સુંદર આભરણો ધારણ કર્યા અનેક મણિઓના બનેલ કટક અને ત્રુટિક નામક આભૂષણોથી તેના હાથ ખંભિત જેવા પ્રતીત થવા લાગ્યા. અધિક રૂપને લીધે તે રાજા અત્યંત શોભવા લાગ્યા. તેમનું મુખ દેદીપ્યમાન થયું. મસ્તક દીપવા લાગ્યું તેમનું વક્ષસ્થળ હારવડે આચ્છાદિત હોવાથી અત્યંત પ્રીતિને ઉત્પન્ન કરવા લાગ્યું. લાંબા લટકતા દુપટ્ટા વડે તેમણે સારી રીતે ઉત્તરાસંગ કર્યું. મુદ્રિકાઓથી તેમની આંગળીઓ પીળી દેખાવા લાગી.વિવિધ પ્રકારના મણિઓસુવર્ણઅને રત્નોવડે નિર્મળ મહામૂલ્યવાળા, નિપુણ કારીગરો વડે બનાવેલ દેદીપ્યમાન સુરચિતા સારી રીતે મળી ગયેલા સાંધવાળા, વિશેષ પ્રકારના, મનોહર, સુંદર આકારવાળા અને પ્રશસ્ત એવા વીરવલય ધારણ કર્યા. સુંદર, મુકુટ આદિ આભૂષણોથી અલંકૃત અને વસ્ત્રોથી વિભૂ ષિત રાજા શ્રેણિક કલ્પવૃક્ષ સમાન દેખાવા લાગ્યા. કોરંટ વૃક્ષના પુષ્પોની માળાવાળું છત્ર તેના મસ્તક પર ધારણ કરવામાં આવ્યું. આજુબાજુ ચાર ચામરોથી તેનું શરીર વિંઝવા લાગ્યું. તેનું દર્શન થતાંજ લોકો માંગલિક જય જય શબ્દ બોલવા લાગ્યા તથા અનેક ગણ નાયક, દંડનાયક રાજાઓ ઈશ્વર તલવર, માંડલિક, કૌટુંબિક, મંત્રી ઓ,મહામંત્રીઓ ગણક દ્વારપાળ અમાત્ય ચેટ પીઠમર્દ નાગર વેપારીઓ શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, અને સંધિપાલએ સર્વની સાથે પરિવરેલો, એક્યાસી ગ્રહગ ણમાં દેદીપ્યમાન અને અઠ્ઠાવીસ નક્ષત્રો અને કોટાકોટી તારાઓના મધ્યમાં ચંદ્રની જેવા પ્રિય દર્શનવાળો તે નરપતિ ઉજ્વલ મહામેઘમાંથી જેમ ચંદ્ર નીકળે તેમ સ્નાનગૃહ માંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા (સભા) હતી ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠો. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ત્યાર પછી શ્રેણિક રાજા, પોતાની સમીપ ઈશાન ખુણામાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા સરસોના માંગલિક ઉપચારથી જેમાં શાંતિ કર્મ કરેલ છે. એવા આઠ ભદ્રાસનો રખાવે છે. ૨ખાવીને સભાના અંદરના ભાગમાં જવનિકા (પડદો] બંધાવે છે તે જવનિકા વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી મંડિત હતી. અત્યંત દર્શનીય હતી. મોટા મૂલ્યવાળી હતી. મોટા નગરમાં બનેલી હતી. કોમલ અને સેંકડો પ્રકારની રચનાવાળા ચિત્રોના સ્થાનભૂત હતી. તેમાં ઈહામૃગવૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, સર્વ, કિંમર, રર જાતિના મૃગ, સરજા, ચમરી, ગાય, હાથી, વનલતા પઘલતા, વિગેરના ચિત્રો આલેખેલા હતાં, તથા તેના છેડા ઊત્તમ સુવર્ણના તારોથી ભરેલા હોવાથી શોભતા હતા. તેની અંદરના ભાગમાં ધારિણી દેવીને માટે આસ્તરક વડે અને કોમળ આંકડાવડે ઢાંકેલું, શ્વેત વસ્ત્રવડે આચ્છાદન કરેલું સુંદર સ્પર્શવાળું હોવાથી આખા અંગને સુખ ઉપજાવે તેવું અને અત્યંત કોમળ ભદ્રાસન સ્થાપિત કર્યું ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું. હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત જ્યોતિષના સૂત્ર અને અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશલ સ્વપ્ન પાઠકોને શીધ્ર બોલાવો. ત્યાર પછી તે કૌટુંબિક પુરષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા પર હષ્ટ-તુષ્ટ થયા. યાવતુ આનંદિત હદયવાળા થયા અને બંને હાથ જોડી દેશે નખ ને એકઠા કરી મસ્તક પર ફેરવી અંજલિ જોડીને “હે દેવ! એમ જ થાઓ એ પ્રમાણે કહીને વિનય વડે તે આજ્ઞાને અંગીકાર કરી. રાજગૃહ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં સ્વપ્ન પાઠકોના ઘર હતાં ત્યાં આવ્યા, તત્પશ્ચાતુ તે સ્વખપાઠકો શ્રેણિક રાજાના કૌટુમ્બિક પુરુષો દ્વારા બોલાવવા પર હષ્ટ તુષ્ટ યાવતુ આનંદિત ર્દયવાળા થયા. તેઓ એ સ્નાન કર્યું. બલિકમ કર્યું યાવતું કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કર્યો અ૫ કિન્તુ મૂલ્યવાળા આભરણ વડે શરીરને અલંકૃત કર્યું. મસ્તકપરદૂર્વા અને સરસવ ધારણ કર્યો. એ પ્રમાણે કરીને પોત પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહની વચ્ચોવચ્ચ થઇને જ્યાં શ્રેણિક રાજાના મુખ્ય મહેલનું દ્વાર હતું ત્યાં આવ્યા.આવીને શ્રેણિક રાજાને જય વિજય શબ્દોથી વધા વ્યા. શ્રેણિક રાજાએ ચંદન આદિ વડે તેમની અર્ચના કરી, ગુણોની પ્રશંસા કરીને વંદન ક્ય. પુષ્પો દ્વારા પૂજા કરી, આદરપૂર્ણ દ્રષ્ટિથી જોઇને અને નમસ્કાર કરીને માન કર્યું સત્કાર કર્યો. સન્માન કર્યું તે સ્વપ્ન પાઠકો પહેલાથી બીછાવેલ ભદ્રાસનો ઉપર અલગ અલગ બેઠા. ત્યાર પછી શ્રેણિક રાજાએ જવનિકાની પાછળ ધારિણી દેવીને બેસાડી. પછી હાથમાં પુષ્પ અને ફળ લઈને અત્યંત વિનયની સાથે તે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો!આજે ધારિણી દેવી યાવતું મહા સ્વપ્નને જોઈને જાગી છે.તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર યાવતું શ્રીક મહાસ્વપ્નનું કેવું કલ્યાણકારી વિશેષ પ્રકારનું ફળ થશે.? ત્યારે તે સ્વપ્નપાઠકો શ્રેણિકરાજાની પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ આનંદિત હૃદયવાળા થયા. તેઓએ તે સ્વપ્નને સમ્યક્ પ્રકારે અવગ્રહણ •કર્યું કરીને પરસ્પર એક બીજા સાથે વિચાર કર્યો વિચાર વિમર્શ કરીને સ્વપ્નનો અર્થ પોતાની મેળે પ્રાપ્ત કર્યો. તેનો વિશેષઅર્થ બીજાનો અભિપ્રાય લઈ ગ્રહણ કયો અર્થનો નિશ્ચય કર્યો. તે સ્વપ્ન પાઠકોશ્રેણિકરાજાની સામે સ્વપ્નશાસ્ત્રનું વારંવાર ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે બોલ્યા. હે સ્વામિનું! આ પ્રકારે અમારા સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીશ Jain ducation International Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નાયાધમ્મ કહાઓ - ૧૧/૧૫ સ્વપ્ન અનેત્રીસ મહાસ્વપ્નમળી કુલ બોતેર સ્વપ્નો કહેલા અમે જોયા છે તેમાં તે સ્વામી ! અરિહંતની માતા કે ચક્રવર્તીની માતા અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ ત્રીશ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઇને લાગે છે. તે આ પ્રમાણે : [૧૬] હાથી વૃષભસિંહ અભિષેક પુષ્પોની માળા ચંદ્ર સૂર્ય દ્ધા પૂર્ણ કુંભ પદ્ય યુક્ત સરોવર ક્ષીર સાગર વિમાન અથવા ભવનરત્નોની રાશિ ધૂમવિહીન અગ્નિ. [૧૭] જ્યારે વાસુદેવ ગર્ભમાં આવે છે ત્યારે વાસુદેવની માતા આ ચૌદ મહા સ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે જ્યારે બલદેવ ગર્ભમાં આવે છે ત્યારે બલદેવની માતા આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈ પણ ચાર સ્વપ્નોને જોઇને જાગૃત થાય છે. જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે. ત્યારે માંડલિક રાજાની માતા આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈ પણ એક સ્વપ્નને જોઈને જાગૃત થાય છે. હે સ્વામિનું! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયેલ છે. તેથી સ્વામિનું ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, મંગલકારી, સ્વપ્ન જોયેલ છે. તેનાથી આપને અર્થનો, સુખનો, ભોગનો પુત્રનો લાભ થશે ધારિણી દેવી પૂરા નવ માસ વ્યતીત થવા પર યાવતું પુત્રને જન્મ આપશે તે પુત્ર પણ બાલ વયને પાર કરીને ગુરની સાક્ષી માત્રથી પોતાના બુદ્ધિ વૈભવથી સમસ્ત કળાઓનો જ્ઞાતા થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને સંગ્રામમાં શુર, આક્રમણ કરવામાં વીર અને પરાક્રમી થશે વિસ્તીર્ણ અને વિપુલ બળવાહનવાળા થશે રાજ્યના અધિપતિ રાજા થશે. અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અણગાર થશે. તેથી હે સ્વામિનું! ધારિણી દેવીએ ઉદાર, યાવતું સ્વપ્ન જોયેલ છે. આ પ્રમાણે કહીને સ્વપ્ન પાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા. તદનન્તર શ્રેણિક રાજા તે સ્વપ્નપાઠકો પાસેથી આ અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ યાવતુ આનંદિત-દયવાળો થઈ ગયો અને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો. હે દેવાનુપ્રિયો ! જે તમે કહો છો, તે તેમ જ છે સત્ય છે, એ પ્રમાણે કહીને તે સ્વપ્ન ના ફળને સમ્યક પ્રકારે સ્વીકાર કરીને સ્વપ્નપાઠકોનો વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, અને વસ્ત્ર, ગંધ માળા, અને અલંકારોથી સત્કાર કરે છે. સન્માન કરે છે. સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય પ્રીતિદાન કરે છે અને પ્રીતિદાન આપીને વિદાય કરે છે. ત્યાર પછી શ્રેણિક રાજા સિંહાસનથી ઉક્યો. અને જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યો આવીને સ્વપ્નપાઠકોના કથનાનુસાર બધુ કહે છે અને વારંવાર તેની અનુમોદના કરે છે. ત્યાર પછી ધારિણી દેવી શ્રેણિક રાજા પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હુષ્ટ તુષ્ટ થઈ યાવતું આનંદિત દય વાળી થઈ. તેણીએ તે સ્વપ્નને સમ્યક પ્રકારે અંગીકાર કર્યું, પોતાનું વાસગૃહ હતું ત્યાં આવી, સ્નાન કરીને તથા બલિકમ કરીને યાવત્ વિપુલ ભોગ ભોગવતી થકી રહેવા લાગી. [૧૮] ત્યાર પછી ધારિણી દેવીના બે માસ વ્યતીત થવા પર જ્યારે ત્રીજો માસ ચાલતો હતો ત્યારે તે ગર્ભના દોહન કાળ અવસર પર આ પ્રકારનો અકાળ મેઘની દોહદ ઉત્પન્ન થયો. જે માતાઓ પોતાના અકાળ મેઘના દોહદને પૂર્ણ કરે છે તે માતાઓ ધન્ય છે, તે પુણ્યવર્તી છે, કૃતાર્થ છે, તેમણે પૂર્વજન્મમાં પુણ્યનું ઉપાર્જન કરેલ છે, તે કતલક્ષણ, છે, તેમનો વૈભવ સફળ છે, તેમને મનુષ્ય સંબંધી જન્મ અને જીવનનું ફળ પ્રાપ્ત થએલ છે, 'આકાશમાં મેઘ ઉત્પન્ન થવા પર, ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થવાપુર, વરસવાની તૈયારીમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૧૯ થવાપર, ગર્જના યુક્ત થતાં. વિદ્યુતથી યુક્ત થવા પર, ધીમેધીમે વરસતા વૃંદથી યુક્ત. હોવાપર, મંદમંદ ધ્વનીથી યુક્ત હોવાપર, અગ્નિ જલાવીને શુદ્ધ કરેલ ચાંદીના પતરાના સમાન, અંક નામક રત્ન, શંખ, ચંદ્રમા, કુન્દ પુષ્પ, અને ચોખાના લોટની સમાન શુકલ વર્ણવાળા, ચિકુર નામનો રંગ, હડતાલના કટકા ચંપાના ફૂલ, સણના ફૂલ કોરંટ પુષ્પ, સરસવના ફૂલ, અને કમલની રજની સમાન પીળા વર્ણવાળા, લાખના રસ, સરસ રક્તવર્ણ કિંશુકના પુષ્પ, જાસુના પુષ્પ, લાલ રંગના બંધુજીવકના પુષ્પ, ઉત્તમ જાતિનો હિંગળો સરસ કંફ, બકરા અને ઘેટાના લોહી અને ઈન્દ્રગોપની સમાન લાલ વર્ણવાળા; મયૂર, નીલમ, મણિ, ગુલિકા પોપટની પાંખ, ચાષ પક્ષીના પાંખ; ભમરાની પાંખ, સૌસક અથવા શ્યામાં નીલ કમલના સમૂહ, નવીન શિરીષ કુસુમ અને ઘાસની સમાન નીલવ વાળા; ઉત્તમ અંજન કાળા ભ્રમરા અથવા કોયલ, રિઝરત્ન, ભમર સમૂહ, ભેંસના શીંગડાની ગોળી અને કજલ સમાન કાળા વર્ણવાળા આ પ્રમાણે પાંચે વર્ણવાળા મેઘ હોય, વિજળી ચમકી રહી હોય, ગર્જનાની ધ્વનિ થઈ રહી હોય, વિસ્તીર્ણ આકાશમાં વાયુના કારણે ચપળ બનેલ વાદળ આમતેમ ચાલતા હોય, નિર્મળ શ્રેષ્ઠ ધારાઓથી ગલિત, પ્રચંડવાયુથી હણાયેલો અને પૃથ્વીતલને ભીંજાવી દેતો વરસાદ ઉપરા ઉપર વરસતો હોય, જલધારાના સમૂહથી ભૂતલ શીતલ થઈ ગયેલ હોય, પૃથ્વીરૂપી રમણીએ ઘાસરૂપી કંચુકને ધારણ કરેલ હોય, વૃક્ષોનો સમૂહ નવીન પલ્લવોથી સુશોભિત થઈ ગયો હોય, વેલાનો સમૂહ વિસ્તાર પામ્યા હોય પૃથ્વીના ઉંચા પ્રદેશો સૌભાગ્યને પામ્યા હોય, વૈભારગિરિના પ્રપાતતટ અને કટકથી નિર્જર નીકળીને વહેતા હોય, પર્વતીય નદીઓમાં તીવ્રગામી પ્રવાહના કારણે ઉત્પન્ન થયેલ ફણોવડે વ્યાપ્ત પાણી વહી રહ્યું હોય ઉદ્યાન સર્જ અર્જુન નીપ, અને કુટજ નામક વૃક્ષોના અંકુરોથી અને છત્રાકારથી યુક્ત થઈ ગયેલ હોય મેઘની ગર્જનાને કારણે હૃષ્ટ તુષ્ટ થઈ નાચવાની ચેષ્ટા કરનાર મયૂરો હર્ષના કારણે મુક્ત કંઠથી કેકારવ કરી રહ્યા હોય, અને વર્ષા ઋતુના કારણે ઉત્પન થયેલ મદથી તરુણ મયૂરીઓ નૃત્ય કરી રહી હોય, ઉપવન શિલીંઘ, કુટજ, કંદલ, અને કદંબ વૃક્ષના પુષ્પોનાં નવીન અને સુરભિત ગંધની તૃપ્તિને ધારણ કરી રહ્યા હોય, નગરના બહારની ઉદ્યાનો કોયલોના સ્વરથી વ્યાપ્ત હોય, અને રક્તવર્ણ ઇન્દ્ર ગોપ નામના કીટોથી શોભાયમાન થઈ રહેલ હોય, તેમાં ચાતક પક્ષીઓ કરુણ સ્વરથી બોલી રહ્યા હોય, તે ઉદ્યાનો નમી ગયેલા તૃણોથી સુશોભિત હોય, તેમાં દેડકાઓ ઉંચા સ્તરે શબ્દ કરતા હોય, મન્દોન્મત્ત ભમરાઓ અને ભમરીઓના સમૂહો એકઠા થયા હોય, તથા તે ઉધાન પ્રદેશોમાં પુષ્પરસના લોલુપ એવા મધુર ગુંજાર કરનાર મદોન્મત્ત ભમરા લીન થઈ રહ્યા હોય, આકાશ તળમાં ચન્દ્રમાં સૂર્ય અને ગ્રહો ના સમૂહ મેઘોથી આચ્છાદિત થવાના કારણે શ્યામ વર્ણના દ્રષ્ટિ ગોચર થઈ રહેલ હોય હોય, ઇન્દ્રધનુષ રૂપી ધ્વજાટ ફરફરી રહેલ હોય, અને તેમાં રહેલાં મેઘ સમૂહ બગલાઓના સમૂહો વડે શોભતો હોય, આવી રીતે કાદંડક, ચક્રવાક, અને રાજહંસ પક્ષીઓને માનસ સરોવર . તરફ જવા માટે ઉત્સુક કરનાર વષત્રિઋતુનો સમય પ્રાપ્ત થયેલ હોય, એવા વષકાળમાં જે માતાઓ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને. વિચરતી હોય તે માતાઓ ધન્ય છે જે પગમાં ઉત્તમ નૂપુર ધારણ કરે છે, કમરમાં રત્નની કટીમેખલા પહેરે કરે છે, વૃક્ષસ્થલ ઉપર હાર પહેરે છે, હાથોમાં ઉચિત કડાં પહેરે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નાયાધમ્મ કહાઓ - ૧-/૧/૧૮ છે, આંગળીઓમાં અંગુઠીઓ પહેરે છે, પોતાની બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ વલયોવડે ખંભિત કરે છે, જેનું મુખ કુંડલોથી ચમકી રહ્યું છે, અંગ રત્નોથી ભૂષિત થઈ રહેલા છે, જેઓ એવા વસ્ત્રો પહેર્યા હોય કે જે નાસિકાના નિશ્વાસથી પણ ઉડી જાય ઉત્તમ વર્ણ અને સ્પર્શવાળા હોય, ઘોડાના મુખમાંથી નીકળતા ફેણથી પણ કોમળ અને હળવા હોય, ઉજ્જવળ હોય, જેની કિનારી ઓ સુવર્ણના તારોથી વણી હોય શ્વેત હોવાના કારણે જે આ • કાશ સ્ફટિકની સમાન કાન્તિવાળા હોય, અને શ્રેષ્ટ હોય, જે માતાઓનું મસ્તક સમસ્ત ઋતુઓ સંબધી પુષ્પો અને શ્રેષ્ઠ ફૂલમાળાઓથી સુશોભિત હોય, ઉત્તમ ધૂપથી ધૂપિતા હોય, અને જે લક્ષ્મીની સમાન વેષ વાળી હોય, આ પ્રમાણે સજ્જ થઈને જે સેચનક નામ ના ગંધહસ્તીરત્ન પર આરુઢ થઈ કોરંટ પુષ્પોની માળાથી સૂશોભિત છત્રને ધારણ કરે છે. ચન્દ્રપ્રભ વજ અને વૈડૂર્ય રત્નના નિર્મળ દડવાળા એવં શંખ, કુંદ, પુષ્પ, જલકણ અને અમૃતનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલ ફેનના સમૂહની સમાન (શ્વેત) ચાર ચામરો જેના ઉપર ઢોળાય રહ્યા હોય, જે હસ્તીરત્નના સ્કંધપર રાજા શ્રેણિકની સાથે બેઠેલ હોય. તેમની પાછળચતરંગિણી સેના ચાલી રહેલહોયછત્ર આદિ રાજ ચિહ્નોરૂપ સમસ્ત દ્ધિ ની સાથે, આભૂષણો આદિની કાન્તિની સાથે યાવતુ વાદ્યોના નિઘોષ શબ્દની સાથે, રાજગૃહ નગરના શૃંગાટક ત્રિક, ચતુષ્ક ચત્વર, ચર્તુમુખ મહાપથ, તથા સામાન્ય માર્ગ માં ગંધોદક એકવાર છાંટેલ, અનેકવાર છાંટેલા, પવિત્ર કરેલા, કચરો દૂર કરવાથી સંમા ર્જન કરેલાં, છાણ વગેરેથી લીંપેલા યાવતુ ઉત્તમ ગંધના ચુર્ણવડે સુગંધ વાળા એવા તે રાજગૃહ નગરને જોતી જઈ રહી હોય. નગરના લોકોવડે સ્તુતિ કરાતી તથા વૃતાકી વગેરેના ગુચ્છાઓ, સહકારાદિકની લતાઓ, વૃક્ષો, ગુલ્મો અનેવેલોના સમૂહ વડે વ્યાપ્ત થયેલા, મનોહર વૈભારગિરિના પ્રદેશના નીચલા ભાગોની સમીપે ચારે તરફ સર્વત્ર ફરતી ફરતી પોતાના દોહલાને દૂર કરે છે પૂર્ણ કરે છે. તો હું પણ મારો દોહલો પૂર્ણ કરૂં! [૧૯] ત્યાર પછી તે ધારિણી દેવી તે દોહદના પૂર્ણ ન કરવાના કારણે, સંપન ન થવાના કારણે, સંપૂર્ણ ન થવાના કારણે, મેઘ આદિનો અનુભવ ન થવાના કારણે, સમ્મા નિત ન થવાના કારણે, માનસિક સંતાપ દ્વારા રક્તનું શોષણ થઈ જવાથી શુદ્ધ થઈ ગઈ ભૂખથી વ્યાપ્ત થઈ ગઈ, માંસથી રહિત થઈ ગઈ, તેમજ જીર્ણ શરીરવાળી થઇ, સ્નાનનો ત્યાગ કરવાથી મલિન શરીરવાળી, ભોજન ત્યાગી દેવાથી દુબળી તથા થાકેલી જેવી થઈ ગઈ, તેણે મુખ અને નયનરૂપી કમળ નીચા કરી દીધા. તેનું મુખ ફિક્યું થઈ ગયું, હથેળી ઓથી મસળેલ ચંપક પુષ્પની માળા સમાન નિસ્તેજ થઈ ગઈ, તેનું મુખ દિન અને વિવર્ણ થઈ ગયું. તે યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારના વિષયમાં રૂચિરહિત થઈ ગઈ, જળ આદિની ક્રીડા અને ચોપાટ આદિ રમતની ક્રિયાનો પરિત્યાગ કરી દીધો. તે દીન દુઃખી મનવાળી આનંદહીન તેમજ ભૂમિની તરફ દૃષ્ટિ કરીને બેઠી. તેના મનનો સંકલ્પ નષ્ટ થઈ ગયો. તે યાવતું આર્તધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ધારિણી દેવીની અંગ પરિચારિકાઓ, શરીરની સેવા શુશ્રુષા કરવાવાળી આત્યંતર દાસીઓ ધારિણી દેવીને જીર્ણ શરીરવાળી યાવતુ આર્તધ્યાન કરતી જુએ છે, જોઈને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિયે! તમે યાવતુ આર્તધ્યાન કેમ કરો છો ? ત્યાર પછી ધારિણી દેવી અંગપરિચારિકા આવ્યંતર દાસીઓ દ્વારા આ પ્રમાણે કહેવા પર તેમનો આદર કરતી નથી અને તેમને જાણતી પણ નથી તે મૌન જ રહે Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ છે. ત્યાર પછી તે અંગપરિચારિકા આવ્યું- તર દાસીઓ બે વાર ત્રણવાર આ પ્રમાણે, કહેવા લાગી થાવ, આર્તધ્યાન કરો છો ? ત્યાર પછી ધારિણી દેવી યાવતું મૌન રહે છે. તત્પશ્ચાતુ તે અંગપરિચારિકા આવ્યંતર દાસીઓ ધારિણી દેવી દ્વારા નહી આદર કરેલ નહી જાણેલી તે જ પ્રકારે સભ્રાન્ત થતી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ એકઠા કરીને યાવતું મસ્તક પર અંજલિ કરીને જય-વિજયથી વધારે છે અને વધાવીને આ પ્રમાણે કહે છે : સ્વામિનું! આજે ધારિણી દેવી જીર્ણ જેવી તેમજ જીર્ણ શરીરવાળી થઈને યાવતુ આર્તધ્યાનથી યુક્ત થઈને કંઈક ચિંતા કરે છે. [૨૦] તદનન્તર શ્રેણિક રાજા તે અંગપચારિકાઓ પાસેથી તે અર્થ સાંભળીને, મનમાં ધારણ કરીને, તેવા પ્રકારે વ્યાકુળ થતા થકા, શીધ્ર ત્વરાની સાથે તેમજ અત્યંત શીઘ્રતાથી જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવે છે. આવીને ધારિણી દેવીને જીર્ણ જેવી જીર્ણ શરીરવાળી પાવતુ આર્તધ્યમથી યુક્ત ચિન્તા કરતી જુવે છે. જોઈને આ પ્રમાણે કહે છે - દેવાનુપ્રિયે ! તમે યાવતું આર્તધ્યાનથી યુક્ત થઇને કેમ ચિંતા કરી રહી છો ? ત્યાર પછી તે ધારિણી દેવી, યાવતું મૌન રહે છે. પછી તે શ્રેણિક રાજા ધારિણી દેવીને બીજી વાર અને ત્રીજીવાર પણ આ પ્રકારે કહે છે :- તો પણ મૌન રહે છે. ત્યાર પછી શ્રેણિક રાજા ધારિણી દેવીને કહે છે દેવાનુપ્રિયે! હું તમારા મનની વાત સાંભળવા માટે અયોગ્ય છું? જેથી તું તારા મનમાં રહેલ આ માનસિક દુઃખને છુપાવે છે? ત્યાર પછી ધારિણીદેવીએ શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું : સ્વામિનું ! મને તે ઉદાર આદિ વિશેષણોથી યુક્ત મહાસ્વપ્ન આવેલ હતું. તેને ત્રણ માસ પૂરા થઈ ગયેલ છે. તેથી આવા પ્રકારનો અકાળ મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયેલ છે કેઆ પ્રમાણે આ દોહદના પૂર્ણ ન થવાના કારણે જીર્ણ જેવી, યાવતુ આર્તધ્યાનથી યુક્ત થઈને ચિંતાગ્રસ્ત થઈ રહી છું. ત્યાર પછી શ્રેણિક રાજાએ ધારિણી દેવી પાસેથી આ વાત સાંભળીને અને સમજીને ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયે ! તમે જીર્ણ શરીરવાળા ન થાઓ. યાવતુ ચિંતા ન કરો. હું કોઈ એવો ઉપાય કરીશ. જેથી તમારા આ અકાળ દોહદની પૂતિ. થઈ જશે. આ પ્રમાણે કહીને ધારિણી દેવીને ઈષ્ટ કાન્ત, મનોજ્ઞ અને મણામ વાણીથી આશ્વાસન આપે છે. બહારની ઉપસ્થાન શાળા છે. ત્યાં આવે છે, આવીને શ્રેષ્ઠ સિંહા સન ઉપર પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસે છે. ધારિણી દેવીના આ અકાળ દોહદની પૂર્તિ કરવાને માટે ઘણા લાભોથી, ઘણા ઉપાયોથી, ઔત્પાત્તિકી, વૈનયિક, કાર્મિકી, અને પારિણામિની બુદ્ધિથી વારંવાર વિચાર કરે છે પરંતુ દોહદ પૂર્તિમાટે કોઈ ઉપાય નથી સુઝતો. તેથી શ્રેણિક રાજાના મનના સંકલ્પ નષ્ટ થઈ ગયા. તે યાવતું ચિંતા- ગ્રસ્ત થઈ જાય છે. ત્યાર પછી અભયકુમાર સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવતુ સમસ્ત અલંકા રોથી વિભૂષિત થઈને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે આવીને શ્રેણિક રાજાને જુવે છે, કે તેના મનના સંકલ્પોને આઘાત પહોંચેલ છે. તે જોઈને અભયકુમારના મનમાં આ પ્રકારનો આત્મા સંબંધી, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થાય છે. અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતા જતા હતા તો જોઇને આદર કરતા સત્કાર કરતા, સન્માન કરતા, તથા આલાપ, સંલાપ કરતા હતા, અધ આસન ઉપર બેસવાને માટે નિમંત્રણ કરતા અને મારા મસ્તકને સુંઘતા હતા. પરંતુ આજે શ્રેણિક રાજા મને આદર આપતા નથી, યાવતું મારા મસ્તકને સૂંઘતા નથી. તેમના મનના સંકલ્પને કંઈક આઘાત Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૨૦ પહોંચેલ છે તેથી ચિંતિત થઈ રહ્યા છે, એનું કઈ કારણ હોવું જોઈએ. મારે શ્રેણિક રાજાને આ વાત પૂછવી યોગ્ય છે. અભયકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, અને વિચાર કરીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડીને મસ્તક પર આવર્ત કરીને અંજલિ કરીને જય વિજયથી વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહે છે. હે તાત! આપ અન્ય સમયે મને આવતા જોઈને આદર કરતા, યાવતુ નિમંત્રણ કરતા. પરંતુ હે તાત! આજે મને આદર આપતા નથી. યાવતું આસન પર બેસવાને માટે નિમંત્રણ કરતા નથી અને મનનો સંકલ્પ નષ્ટ થઈ જવાને કારણે કાંઈક ચિંતા કરી રહ્યા છો તો આ વિષયમાં કાંઈક કારણ હોવું જોઈએ તો હે તાત! આપ આ કારણને છુપાવ્યા વિના, ઇષ્ટ પ્રાપ્તિમાં શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, દબાવ્યા વિના જેવું હોય તેવું સત્ય તેમજ સંદેહ રહિત કહો પછી હું તે કારણના અન્ત સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. ત્યારપછી શ્રેણિક રાજાએ અભય કુમારને આ પ્રમાણે કહ્યું પુત્ર ! તમારી નાની માતા ધારિણી દેવીના ગર્ભને બે માસ વ્યતીત થવા છે અને તૃતીય માસ ચાલી રહ્યો છે. તેને દોહદ કાળના સમયે આ પ્રમાણેનો દોહદ ઉત્પન્ન થયેલ છે-યાવતુ પોતાના દોહદને પૂર્ણ કરે છે. ત્યારે હે પુત્ર! હું ધારિણી દેવીના આ અકાળ દોહદના પૂર્તિના ઉપાયને જાણી શકતો નથી. તેથી મારા મનનો સંકલ્પ નષ્ટ થઈ ગયો છે, અને હું ચિંતા કરું છું. મેં એ પણ ન જાણ્યું કે તું આવ્યો છે તેથી હે પુત્ર! ચિંતા કરી રહ્યો છું. અભયકુમાર શ્રેણિક રાજા પાસેથી આ અર્થ સાંભળીને અને સમજીને હૃષ્ટ તુષ્ટ અને આનંદિત દય થયો તેણે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું હે તાત! આપ ભગ્ન-મનોરથ થઈને ચિંતા ન કરો હું તેવો કોઈ ઉપાય કરીશ જેથી મારી નાની માતા ધારિણી દેવીના આ પ્રકારના આ અકાળ દોહદના મનોરથની પૂતિ થાય. ત્યાર પછી શ્રેણિક રાજા અભય કુમારના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા, તે અભય કુમારનો સત્કાર કરે છે સન્માન કરે છે. વિદાય આપે છે. ૨૧] ત્યાર પછી તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળે છે, નિકળીને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસન ઉપર બેસે છે. ત્યાર પછી તે અભય કુમારને આ પ્રકારનો આ આંતરિક સંકલ્પ ઉત્પન્ન થયો, દિવ્ય ઉપાય વિના. કેવળ માનવીય ઉપાયથી મારી નાની માતા ધારિણી દેવીના અકાળ દોહદના મનોરથની પૂતિ થવી શક્ય નથી. સૌધર્મ કલ્પમાં રહેનાર દેવ મારો પૂર્વનો મિત્ર છે. જે મહાન ઋદ્ધિ નો ધારક યાવતું મહાન સુખ ભોગવનાર છે. તો મારા માટે તે શ્રેયસ્કર છે. કે હું પૌષધ શાળામાં પૌષધ ગ્રહણ કરીને બ્રહ્મચર્ય ધારણ કરીને મણિ-સુવર્ણઆદિના અલંકારોનો ત્યાગ કરીને, માલા વર્ણક, અને વિલેપનનો ત્યાગ કરીને, શસ્ત્ર મૂસલ આદિ છોડીને, એકાકી અને અદ્વિતીય થઈને, ડાભના સંથારા પર સ્થિત થઈને, અઠ્ઠમની તપસ્યા ગ્રહણ કરીને, પહેલાના મિત્ર દેવનું મનમાં ચિંતન કરૂં. એમ કરવાથી તે પૂર્વનો મિત્ર દેવ મારી લઘુમાતા ધારિણી દેવીના આ પ્રકારના આ અકાળ મેઘો સંબંધી દોહદને પૂર્ણ કરી દેશે. અભયકુમાર આ પ્રમાણે વિચાર કરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે. આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિનું પ્રતિલેખન કરે છે. ડાભના સચારાનું પ્રતિલેખન કરે છે. બેસીને અઠ્ઠમ ભક્ત તપને ગ્રહણ કરે છે. પૌષધ યુક્ત થઈને બ્રહ્મચર્ય અંગીકાર કરીને યાવતુ પહેલાના મિત્ર દેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરે છે. ત્યાર પછી અભયકુમારને અઠ્ઠમ ભક્ત તપ પ્રાયપૂર્ણ થવા આવ્યું, Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૩ ત્યારે પૂર્વભવના મિત્ર દેવનું આસન ચલાયમાન થયું. તે દેવ અવધિજ્ઞાનનો ઉપયોગ લગાવે છે. ત્યારે પૂર્વભવના મિત્રદેવને આ પ્રકારનો આંતરિક વિચાર ઉત્પન્ન થાય છે. - “આ પ્રમાણે મારા પૂર્વ ભવનો મિત્ર અભયકુમાર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, ભારત વર્ષ માં, દક્ષિણાર્ધ ભારતમાં, રાજગૃહ નગરમાં, પૌષધ શાળામાં અઠ્ઠમભક્ત ગ્રહણ કરીને, મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારે અભય કુમારની પાસે પ્રગટ થવું યોગ્ય છે.” દેવ આ પ્રમાણે વિચાર કરીને ઉત્તરપૂર્વ દિગ્બારમાં જાય છે, અને વૈક્રિય સમુદ્રઘાતથી સમુદ્રઘાત કરે છે, જીવ પ્રદેશોને બહાર કાઢીને સંખ્યાત યોજનનો દંડ બનાવે છે. તે આ પ્રમાણે છે. કર્કેતનરત્ન, વજરત્ન, વૈડૂર્યરત્ન, લોહિતાક્ષરત્ન, મસાર ગલ્લરત્ન હંસગર્ભ રત્ન, પુલકરત્ન, સૌગંધિકરત્ન, જ્યોતિસરત્ન, એકરત્ન, અંજન રત્ન,રજતરત્ન,જાતરૂપરત્ન, અંજનપુલકરત્ન, સ્ફટિકરત્ન, અને રિઝરત્ન આ રત્નોના યથા બાદર પુદ્ગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી અભય કુમાર ઉપર અનુકંપા કરતો પૂર્વભવમાં ઉત્પન્ન થયેલ નેહજનિત પ્રીતિના કારણે ને ગૂણાનુરાગ કારણે તે ખેદ કરવા લાગ્યો. પછી તે દેવ રત્નમય ઉત્તમ વિમાનથી નિકળીને પૃથ્વીતળ પર જવાને માટે શીધ્ર ગતિનો પ્રચાર કર્યો, તે સમયે ચલાયમાન થતા, નિર્મળ સુવર્ણના પ્રતાર જેવા કપૂર અને મુગુટના ઉત્કૃષ્ટના આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિઓ, સુવર્ણ અને રત્નોના સમૂહથી શોભિત અને વિચિત્ર રચનાવાળા પહેરેલ કટિસૂત્રથી તેને હર્ષ ઉત્પન્ન થતો હતો. ચલાયમાન એવા શ્રેષ્ઠ અને મનોહર કુંડલીવડે ઉજ્જવળ મુખની કાંતિથી તેનું રૂપ અતિશય મનોહર હતું. કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ શનિ અને મંગળગ્રહના મધ્યભાગમાં સ્થિત અને ઉદય પામેલા શરદ ઋતુના ચંદ્રની જેમ તે દેવ જોનારાઓના નેત્રોને આનંદ આપી રહ્યો હતો. દિવ્ય ઔષધિઓની સમાન મુકુટ આદિના તેજથી દેદીપ્યમાન રૂપથી મનોહર, સમસ્ત ઋતુ ઓની પુષ્પાદિક લક્ષ્મીવડે જેની શોભા વૃદ્ધિ પામી છે, એવો તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસાર થી મનોહર મેરુપર્વતની સમાન તે દેવ શોભતો હતો. આવું વિચિત્ર રૂપ વિકર્વી દિવ્ય રૂપને ધારણ કરતો, તે દેવ અસંખ્ય સંખ્યાવાળા અસંખ્ય નામવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને જવા લાગ્યો. પોતાની વિમળ પ્રભાથી તિછ લોકને તથા નગરવર રાજ ગૃહને પ્રકાશિત કરતો થકી દિવ્યરૂપ ધારી તે દેવ અભયકુમારની પાસે આવી પહોંચ્યો. [૨૨] ત્યાર પછી પાંચ વર્ણવાળા તથા ઘુંઘરુવાળા ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલ તે દેવ આકાશમાં સ્થિત થઈને(અભયકુમારને આ પ્રમાણે કહે છે.)હે દેવાનુપ્રિયા હું તમારા પૂર્વભવનો મિત્ર સૌધર્મકલ્પવાસી મહાન ઋદ્ધિનો ધારક દેવ છું. કેમકે તમે પૌષધ શાળામાં અઠ્ઠમભક્ત તપ કરીને મને મનમાં રાખીને સ્થિત થયા છો, એ કારણે હે દેવાનું પ્રિય! હું શીધ્ર અહીં આવેલ છું. હે દેવાનુપ્રિય! બતાવો તમારું શું ઈષ્ટ કાર્ય કરું? તમને શું આપું? તમારા સંબંધિઓને શું કરું શું આપું? તમારા મનની ઈચ્છા શું છે? અભયકુમારે આકાશમાં સ્થિત પૂર્વભવના મિત્ર દેવને જોઈને હુષ્ટતુષ્ટ થયો. પૌષધને પાય. હે દેવાનુપ્રિય ! મારી લઘુમાતા ધારિણી દેવીને આ પ્રમાણે અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે. યાવતુ હું પણ મારા દોહદને પૂર્ણ કરું. તમે મારી લઘુમાતા ધારિણી દેવીના આ પ્રકારના દોહદને પૂર્ણ કરી દો. ત્યાર પછી અભયકુમારના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ, તુષ્ટ થઈને તે દેવે અભયકુમારને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૨ નિશ્ચિત્ત રહો, અને વિશ્વાસ રાખો. હું આ દોહદની પૂર્તિ કરી આપીશ. એમ કહીને દેવ અભયકુમાર પાસેથી નીકળે છે. નીકળીને ઉત્તર પૂર્વ દિશામાં વૈભારગિરિવર જઇને વૈક્રિય સમુદૂઘાત કરે છે સંખ્યાત યોજન પ્રમાણવાળો દંડ બનાવે છે, યાવતુ બીજીવાર પણ વૈક્રિયસમુદ્ ઘાત કરે છે. અને ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત અને જળ બિંદુ ઓથી યુક્ત, પાંચ વર્ણવાળો મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મીની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જ્યાં અભયકુમાર છે ત્યાં આવે છે આવીને અભય કુમારને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિય ! મેં તમારી પ્રીતિને માટે વર્ષાલક્ષ્મીની વિક્રિયા કરી છે તેથી તમારી લઘુમાતા ધારિણીદેવી આ પ્રકારના આ દોહદની પૂતિ કરે. ત્યાર પછી અભયકુમાર આ સૌધર્મ કલ્પવાસી પૂર્વના મિત્ર દેવથી આ વાત સાંભળી સમજીને હષ્ટ-તુષ્ટ થઈને પોતાના ભવનમાંથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે આવીને મસ્તક પરબંને હાથજોડીને પ્રમાણે કહે છે, હે તાત! આ પ્રકારે મારા પૂર્વભવના મિત્ર સૌધર્મવાસી દેવે યાવતુ વર્ષાઋતુની શોભાની વિક્રિયા. કરી છે. તેથી મારી લઘુ માતા ધારિણી દેવી પોતાના અકાળ દોહદને પૂર્ણ કરે. ત્યાર પછી શ્રેણિક રાજા, અભયકુમાર પાસેથી આ વાત સાંભળીને અને દ્ધયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ઠ થયા યાવતુ તેણે કોમ્બિક પુરૂષોને બોલાવ્યા બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! શીઘજે રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચબુતરા આદિને સીંચન કરીને, યાવતુ ઉત્તમ સુગંધથી સુગંધિત કરીને, અને ગંધની વર્તી હોય તેવું કરો, ત્યાર પછી તે કૌટુમ્બિક પુરૂષો આજ્ઞાનું પાલન કરીને યાવતુ તે આજ્ઞાને પાછી સોંપે છે, તત્પશ્ચાતુ શ્રેણિક રાજા બીજીવાર કૌટુમ્બિક પુરૂષોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો ! ચતુરંગી સેનાને તૈયાર કરો અને સેચનક નામના ગંધહસ્તીને પણ તૈયાર કરો તે કૌટુમ્બિક પુરુષો પણ આજ્ઞા પાલન કરે છે. ત્યાર પછી તે શ્રેણિક રાજા જ્યાં ધારિણી દેવી હતાં ત્યાં આવે છે. આ આવીને ધારિણી દેવીને આ પ્રમાણે કહે છે-દેવાનુપ્રિયો ! આ પ્રકારે ગર્જનાની ધ્વનિથી યુક્તયાવતું વર્ષોની સુષમા પ્રાદુભૂત થયેલ છે. તેથી તમે તમારા અકાળ દોહદની નિવૃત્તિ કરો. - ત્યાર પછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ પ્રમાણના કહેવા પર હૃષ્ટતુષ્ટ થઈ અને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગઈ. સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ અને પ્રાય શ્ચિત કર્યું. પછી પગમાં ઉત્તમ નૂપુર પહેરીનેયાવતું આકાશ અને સ્ફટિક મણિની સમાન પ્રભાવાળા વસ્ત્રો ધારણ કરીને સેચનક નામના ગંધહસ્તી પર આરુઢ થઈને અમૃતપંથ નથી ઉત્પન્ન થયેલ ફેણના સમૂહની સમાન શ્વેત ચામરનાબાલો રૂપી વિજણા થી વિંજાતી થકી રવાના થઈ. ત્યાર પછી શ્રેણિકરાજાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, યાવતુ તે સુસજ્જિત થઈને, શ્રેષ્ઠ ગંધહસ્તીના સ્કંધ પર આરુઢ થઈને, કોરંટવૃક્ષના પુષ્પની માળા વાળા છત્રને મસ્તક પર ધારણ કરીને, ચાર ચામરોથી વિંઝાતા ધારિણી દેવીની પાછળ ચાલ્યા. શ્રેષ્ઠ હાથીના સ્કંધપર બેસીને ચાલ્યા ધારિણી દેવી અશ્વ હાથી, રથ અને યોદ્ધાઓ સહિત ચતુરંગી સેનાથી પરિવૃત્ત હતી. તેની ફરતા મહાન સુભટોનો સમૂહ ઘેરાયેલ હતો. આ પ્રમાણે સંપૂર્ણ સમૃદ્ધિની સાથે, યાવતું દુંદુભિના નિઘોષની સાથે રાજગૃહ નગરના શૃંગાટક, યાવતું રાજમાર્ગમાં થઈને નીકળી નાગરિક લોકોએ પુનઃ પુનઃ તેનું અભિનંદન કર્યું ત્યાર પછી તે જ્યાં વૈભારગિરિપર્વત હતો, તે તરફ આવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ આવીને વૈભારગિરિના કટતટમાં અને તળેટી માં દંપતિઓના ક્રીડાસ્થાન આરા મોમાં. પુષ્પફળથી સંપન્ન ઉદ્યાનોમાં,સામાન્ય વૃક્ષો થી યુક્ત કાનનોમાં, નગરથી દુર વર્તી વનો માં, એક જાતિના વૃક્ષોના સમૂહ વાળા વનખંડમાં, વૃક્ષોમાં વૃત્તાકી આદિના ગુચ્છાઓ માં, વાંસની ઝાડી આદિ ગુલ્મો માં, આમ્ર આદિની લતાઓમાં, નાગરવેલ આદિની વલ્લીઓમાં ગુફાઓમાં,તળાવોમાં, થોડા પાણીવાળા કચ્છોમાં, નદીઓમાં, અને અન્ય જલાશયોમાં સ્નાન કરતી પત્રો પુષ્પો, ફળો, અને પલ્લવોને ગ્રહણ કરતી પુષ્પાદિકને સુંઘતી, ફળાદિકનું આસ્વાદન કરતી અને બીજાને આપતી, વૈભાર ગિરિની સમીપની ભૂમિમાં પોતાનો દોહદ પૂર્ણ કરતી ચારે તરફ પરિભ્રમણ કરવા લાગી. ધારિણી દેવીએ દોહદને દૂર કર્યો, દોહદને, પૂર્ણ કર્યો અને દોહદને સંપન્ન કર્યો. ત્યાર પછી ધારિણી દેવી સેચનક નામના ગંધ હસ્તી ઉપર આરુઢ થઈ. યાવતું રાજગૃહ નગર ની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે. ત્યાં આવીને મનુષ્ય સંબંધી વિપુલ ભોગ ભોગવતો વિચરે છે. [૨૩] ત્યાર પછી અભયકુમાર જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવીને પૂર્વના મિત્ર દેવનો સત્કાર-સન્માન કરે છે. વિદાય કરે છે. ત્યાર પછી અભયકુમાર દ્વારા વિદાય કરેલ તે દેવ ગજેનાથી યુક્ત, પચરંગી મેઘોથી સુશોભિત દિવ્ય વષ-લક્ષ્મીનો પ્રતિસંહરણ કરે છે, જે દિશાથી, પ્રગટ થયેલ હતો, તે દિશા તરફ ચાલ્યો ગયો, [૨૫] ત્યારપછી ધારિણી દેવીએ પોતાનો તે અકાળ દોહદ પૂર્ણ થવા પર દોહદને સમ્માનિત કર્યો. ગર્ભની અનુકંપાને માટે, ગર્ભને બાધા ન પહોંચે તે રીતે યતનાથી ઊભી થતી, યતનાથી બેસતી અને યતનાથી શયન કરતી, આહાર કરતી થકી એવો આહાર કરતી કે જે અધિક તીખો ન હોય; અધિક કડવો ન હોય, કષાય ન હોય, અધિક ખાટો ન હોય અને અધિક મીઠો પણ ન હોય, દેશ અને કાળના અનુસાર જો તે ગર્ભને માટે હિત કારી હોય, મિત હોય, પચ્ય હોય તે ચિંતા, શોક, મોહ, ભય અને ત્રાસથી રહિત થઈને બધી ઋતુઓમાં સુખપ્રદ ભોજન, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સુખપૂર્વક તે ગર્ભનું વહન કરે છે. ત્યાર પછી ધારિણી દેવીએ નવમાસ પરિપૂર્ણ થવા પર અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થવા પર, અર્ધ રાત્રિના સમયે, અત્યંત કોમળ હાથપગવાળા યાવતું સવગ સુંદર બાળકનો પ્રસવ કર્યો. ત્યારે દાસીઓ ધારિણી દેવીને પુત્ર ઉત્પન્ન થયો જુએ છે જોઇને હર્ષના કારણે શીધ્ર, મનથી ત્વરાવાળી, કાયાથી ચપળ, અને વેગવાળી તે દાસીઓ જ્યાં શ્રેણિક રાજા છે, ત્યાં આવે છે. આવીને શ્રેણિક રાજાને જય-વિજય શબ્દ કહીને વધાઈ આપે છે, બંને હાથ જોડીને મસ્તક પર આવર્તન કરીને અંજલિ કરીને આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિય! ધારિણી દેવીએ પુત્રને જન્મ આપેલ છે. તે અમે દેવાનુપ્રિયને પ્રિય નિવેદન કરીએ છીએ તમને પ્રિય થાઓ. ત્યાર પછી શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી તે અર્થ સાંભળીને અને ર્દયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા તેણે તે દાસીઓનું મધુર વચનોથી તથા વિપુલ પુષ્પો ગંધો માળાઓ અને આભૂષણોથી સત્કાર સન્માન કર્યું. તેમને દાસી. પણથી મુક્ત કરી દીધી. તેમને એવી આજીવિકા કરી આપી કે તેમના પુત્ર પૌત્ર સુધી ચાલે.આ પ્રમાણે આજીવિકા કરીને વિપુલ દ્રવ્ય આપીને વિદાય કરી. ત્યાર પછી શ્રેણિક રાજા કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે આદેશ આપે છે-હે દેવાનુપ્રિયો ! શીઘ જ રાજગૃહ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬. નાયાધમ્મ કહાઓ-૧-૧/૨૩ નગરમાં સુગંધિત જળ છાંટે,યાવતુસર્વત્ર મંગળવાનકરવો.કારાગારથી કેદીઓને મુક્ત કરો તોલ અને માપની વૃદ્ધિ કરો. આ પ્રમાણે બધું કરીને મારી આજ્ઞા મને પાછી આપો. - ત્યાર પછી શ્રેણિક રાજા કુંભકાર આદિ જાતિ રુપ અઢાર શ્રેણિઓને અને તેના ઉપવિભાગરૂપઅઢાપ્રશ્રેણિઓનેબોલાવેછે.બોલાવીને આ પ્રમાણે કહે છેઃ હે દેવાનું પ્રિયો! તમે જાઓ અને રાજગૃહ નગરની અંદર અને બહાર દશ દિવસની સ્થિતિપતિકા કરાવો.તે આ પ્રકારે દશ દિવસ સુધી શુલ્ક બંધ કરવામાં આવે, કર માફ કરવામાં આવે, વેઠ લેવાતો નિષેધ કરવામાં આવે. દંડ તથા કુંદડ બંધ થાય. રાજા તરફથી બધો ઋણ ચુકવી દેવામાં આવે. કોઈ દેવાદારને પકડવામાં આવે નહિ, આ પ્રમાણે ઘોષણા કરો. તથા સર્વત્ર મૃદંગ વગેરે વાજિંત્રો વગડાવો. ચારે તરફ વિકસ્વર પુષ્પોની માળાઓ લટકાવો.ઉત્તમ ગણીકાઓ જેમાં મુખ્ય છે.એવોપાત્રોથીનૃત્યાદિક કરાવો.અનેક તાલા ચરો પાસે નાટક કરાવો એવું કરો કે લોક હર્ષિત થઈને ક્રીડા કરે. આ પ્રમાણે યથાયોગ્ય દસ દિવસની સ્થિતિપતિકા કરો અને કરાવો અને મારી આજ્ઞા મને પાછી સોંપો. - ત્યાર પછી શ્રેણિક રાજા બહારની ઉપસ્થાન શાળામાં, પૂર્વની તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠા અને સેંકડો, હજારો, લાખોના દ્રવ્યથી યાન એવં દાન આપ્યું. આવકમાંથી અમુક ભાગ આપ્યો અને પ્રાપ્ત થયેલ દ્રવ્યને ગ્રહણ કરતો વિચારવા લાગ્યો. ત્યાર પછી તેના (બાળકના) માતા પિતાએ પહેલા દિવસે જાત કર્મ કર્યું. બીજે દિવસે જાગરિકા કરી. ત્રીજા દિવસે સૂર્ય-ચંદ્રનું દર્શન કરાવ્યું. આ પ્રકારે અશુચિ જાત કર્મની ક્રિયા સંપન્ન થઈ. પછી બારમો દિવસ આવ્યો વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓ તૈયાર કરવી. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, સેના અને બીજા ઘણા ગણનાયક દંડ નાયક આદિને આમંત્રણ આપ્યું. ત્યાર પછી સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. મણિતિલક આદિ કૌતુક કર્યું, યાવતુ સમસ્ત અલ કારોથી વિભૂષિત થયો. પછી વિશાળ ભોજન મંડપમાં તે અશન, પાન, ખાદિમ અન્ય સ્વાદિમ ભોજનનો મિત્ર જ્ઞાતિ આદિ તથા ગણનાયક આદિની સાથે આસ્વાદન, વિસ્વાદન, પરસ્પર વિભાજન અને પરિભોગ કરતો વિચરવા લાગ્યો.આ પ્રમાણે ભોજન કર્યા પછી શુદ્ધ જળથી આચમન કર્યું. હાથ મોઢું ધોઈને સ્વચ્છ થયા, પરમ શુચિ થયા. પછી તે મિત્ર, આદિનો વિપુલ વસ્ત્ર ગંધ,માળાઅને અલંકારથીસત્કાર-સન્માનકર્યું.સત્કાર-સન્માન કરીને આ પ્રમાણે કહ્યું કેમકે અમારો આ પુત્ર જ્યારે ગર્ભમાં સ્થિત હતો. ત્યારે તેની માતાને અકાલ-મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયો હતો. તેથી અમારા આ પુત્રનું નામ મેઘકુમાર હોવું જોઇએ આ પ્રમાણે માતા પિતાએ બાળકનું ગુણનિષ્પન નામ રાખ્યું. ત્યાર પછી મેઘકુમાર પાંચ ધાયમાતા દ્વારા ગ્રહણ કરાયો, તે આ પ્રમાણે હતી ક્ષીરપાત્રી-દુગ્ધપાન કરાવના ધાચ મંડનધાત્રી-મજ્જનધાત્રી-ક્રીડાપધાત્રી-અંકધાત્રી - આ સિવાય અન્યાન્ય કુન્જ ચિલતિક, વામન, વડભી મોટી પેટવાળી1, બર્બરી. બકુશ દેશની, યોનક, પલ્હવિક, ઈસિનીક, ઘોર કિન અને લ્હાસક દેશની, લકુશ, દ્રવિડ, સિંહલ, અરબ, પુલિંદ, પકણ, વહલ, મરંડ, શબર, પારસ, આ પ્રમાણે વિવિધ દેશોની રાજગૃહને સુશોભિત કરનાર, ઇગિત, ચિત્તિત અને પ્રાર્થિત પોત પોતાના દેશમાં વેષને ધારણ કરનાર, અતિનિપુણ, વિનયયુક્ત દાસીઓના દ્વારા તથા સ્વદેશીય દાસીઓ દ્વારા અને વર્ષધરો, કંચુ- કીયો અને મહત્તરોના સમુદાય થી તે મેઘ કુમાર ઘેરાયેલા Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૭ રહેવા લાગ્યો તે એકના હાથથી બીજાના હાથમાં જતો એકની ગોદમાંથી બીજાની ગોદમાં જતો, બાળની ઉચિત એવા ગીતોવડે ગવાતો હતો આંગળી પકડીને ચલાવતો હતો, ક્રીડા આદિથી. લાલન-પાલન કરવામાં આવતો, મનોહર મણિજડિત પૃથ્વીતલ ઉપર ચાલતો તથા વાયુ રહિત અને વ્યાઘાત રહિત એવી ગિરિની ગુફામાં સ્થિત ચંપક ના વૃક્ષની જેમ સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા અનુક્રમથી નામકરણ, પારણામાં સુવાડવું, પગોથી ચલાવવું, ચોટી રાખવી આદિ સંસ્કારો મહાન્ ઋદ્ધિ અને સત્કાર પૂર્વક કરે છે. ત્યાર પછી તે મેઘકુમાર આઠ વર્ષથી અધિક વયનો થયો ત્યારે માતા-પિતાએ શુભ તિથિ કરણ અને મુહૂર્તમાં તેને કલાચાર્ય પાસે મોકલ્યો. કલાચાર્યે મેઘકુમારને લેખ આદિ શકુનિરૂત પક્ષીના શબ્દ પર્યંતની બહોં તર કળાઓ સૂત્રથી, અર્થથી, અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડી. તે બહોંતેર કળાઓ આ પ્રમાણે. લેખન ગણિત રૂપ બદલવું નાટક ગાયન વાઘ વગાડવું સ્વ૨જાણવા વાજિંત્રસમારવું. સમાન તાલ જાણવા દ્યૂત રમવું લોકોની સાથે વાદ વિવાદ કરવું પાસાથી રમવું ચોપાટ રમવી નગરની રક્ષા કરવી. જળ અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું ધાન્ય નિપજાવવું નવુ પાણી ઉત્પન્ન કરવું, પાણીને સંસ્કાર કરી શુદ્ધ બનાવવુંતેમ જ ગરમ કરવું. નવીન વસ્ત્ર બનાવવા, રંગવા શીવવાની તથા પહેરવાની કળા વિલેપનની વસ્તુને જાણવી, તૈયા૨ ક૨વી, લેપન કરવી આદિ શય્યા બનાવવી, શયન કરવાની વિધિને જાણવી આદિ આર્ય છંદને ઓળખવો તથા બનાવવો પહેલિકાઓ બનાવવી, બુઝાવવી માગધિકા બનાવવી. પ્રાકૃત ભાષામાં ગાથા આદિ બનાવવું. ગીતિ છંદની રચના કરવી શ્લોક બનાવવો સુવર્ણ બનાવવું તેના આભૂષણ બનાવવા, પહેરવા આદિ નવી ચાંદિ બનાવવી, તેના આભૂષણ બનાવવા. ચૂર્ણ ગુલાબ અબીલ આદિ બનાવવું, તથા તેનો ઉપયોગ કરવો. ધરેણા ઘડવા, પહેરવા આદિ તરુણીની સેવા કરવી પ્રસાધન કરવું સ્ત્રીનાલક્ષણ જાણવા પુરુષનાલક્ષણ જાણવા અશ્વનાલક્ષણ જાણવા હાથીનાલક્ષણ જાણવા ગાય-બળદના લક્ષણ જાણવા કુકડાના લક્ષણ જાણવા. છત્રલક્ષણ જાણવા દંડ-લક્ષણ જાણવા. તલવારનું લક્ષણ જાણવું મણિનુંલક્ષણ જાણતું. કાકણીરત્નનુંલક્ષણ જાણવું વાસ્તુવિદ્યા-જાણવી. નવું નગર વસાવ વાની કળા વ્યૂહ-મોર્ચા બનાવવો. વિરોધીના વ્યૂહની સામે પોતાની સેના નો મોર્ચો રચવો સૈન્ય સંચાલન કરવું શત્રુસૈન્યના સમક્ષ પોતાની સેનાને ચલાવવી. ચક્રવ્યૂહ ગરુડનાબૂહ શકટ વ્યૂહ સામાન્ય યુદ્ધ કરવાની કળા વિશેષ યુદ્ધ કરવું અત્યંત વિશેષ યુદ્ધ કરવું યષ્ટિયુદ્ધ મુષ્ટિયુદ્ધ બાહુયુદ્ધ લતાયુદ્ધ થોડાનું બહુ અને બહુનું થોડુ બતાવવાની કળા ખડ્ગની મૂઠ બનાવવી. ધનુષ બાણ સંબંધી કળા ચાંદીનો પાક બનાવવો સોનાનો પાક બનાવવો સુતર છેદવાની કળા ક્ષેત્ર ખેડવાની કળા કમળના નાલ છેદવાની કળા પત્ર છેદન મૃત ને જીવિત કરવું. જીવિતને મૃત કરવું અને કાગડા, ઘુવડ આદિ પક્ષીઓની બોલી પહેચાનવી. [૨૬] ત્યાર પછી તે કલાચાર્ય, મેઘકુમારોને બહોતેર કળાઓ સૂત્રથી અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડીને પછી તેના માતા પિતા પાસે લઇને આવ્યા. ત્યારે મેઘ કુમા૨ના માતા-પિતાએ કલાચાર્યનું મધુર વચનોથી તથા વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર કર્યો સન્માન કર્યો, સત્કાર-સન્માન કરીને જીવિકાને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૨૭. યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. વિદાય ક્ય. [૨૭] ત્યાર પછી મેઘકુમાર બહોંતેર કળાઓમાં પંડિત થઈ ગયો. તેના નવા જાગૃત થઈ ગયા તે અઠાર પ્રકારની દેશી ભાષા ઓમાં કુશળ થઈ ગયો. ગીતિમાં પ્રીતિ વાળો થયો. ગંધર્વ એટલે ગીત અને નાટ્યને વિશે કુશળ થયો. અશ્વયુદ્ધ, હાથીયુદ્ધ, ભોગ ભોગવવામાં અત્યંત સમર્થ, સાહસિક હોવાથી વિકાલચારી-થયો. ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ આઠ ઉત્તમ પ્રાસાદો કરાવ્યા. તે પ્રાસાદ અત્યંત ઉંચા હતા તેમની ઉજ્જવલ કાંતિના સમૂહને લીધે જાણે હસતા હોય તેવા દેખાતા હતા, મણિ, સુવર્ણ અને રત્નોની રચનાઓ વડે વિચિત્ર હતા. વાયુવડે ફરકતી અને વિજયને સૂચ વતી વૈજયંતી પતાકાઓ તથા છત્રાતિછત્ર વડે યુક્ત હતા, તેમના શિખરો ગગનને ઓળંગી જતાં. તેના જાળીયાની મધ્યમાં રત્નના પાંજરાઓ નેત્રો હોય તેમ શોભતાં હતાં. તેઓમાં મણિ અને સુવર્ણની સ્કૂપિકાઓ હતી. તેઓમાં સાક્ષાત્ અથવા ચિત રેલા શતપત્ર અને પુંડરીક જાતિના કમલો વિકસ્વર હતા તિલક રત્ન અને અર્ધચંદ્ર વડે સહિત પગથિયાથી યુક્ત હતા અથવા ભીતમાં ચંદનાદિથી ચચત થયા હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી અલંકૃત હતા. અંદર અને બહાર ચિકણા હતા, તેમના આંગણામાં સુવર્ણની રેતી પાથરેલી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો તેમનું રૂપ અતીવ શોભન હતું જોતાં જ ચિત્તમાં પ્રસન્નતા થતી હતી.યાવતુ તે મહેલ અત્યંત મનોહર હતા. તથા એક મહાન્ ભવન મેઘકુમાર માટે નિર્માણ કરાવવામાં આવ્યું. તે સેંકડો અંભોથી બનેલ હતું. તેમાં લીલા યુક્ત પુતળીઓ સ્થાપિત કરી હતી. તેમાં ઉંચા અને સુનિર્મિત વજરત્નની વેદિકા અને તોરણો હતાં. મનોહર નિમિત્ત પુતળી ઓ સહિત ઉત્તમ જાડા અને પ્રશસ્ત વૈડૂર્ય રત્નના સ્તંભો હતા તે વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોવડે ખચિત હોવાના કારણે ઉજ્જવલ દેખાતું હતું તેનો ભૂમિભાગ બિલકુલ સમ, વિશાળ, પાકો તેમજ રમણીય હતો. તે ભવનમાં ઈહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, આદિના ચિત્રો હતા. સ્તંભો ઉપર રહેલ વજરત્નની વેદિકા વડે સહિત હોવાથી રમ ણીય દેખાતું હતું. તેમાં સમશ્રેણિએ રહેલા વિદ્યાધરોના યુગલો યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા તે ભવન હજારો કિરણોથી વ્યાપ્ત તેમજ હજારો ચિત્રોથી યુક્ત હોવાથી દેદીપ્યમાન હતું. તેને જોવા માત્રથી દર્શકની આંખ તેમાં ચોંટી જતી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો. અને રૂપ શોભા સંપન્ન હતું તેમાં સુવર્ણ, મણિઓ, તેમજ રત્નોની સ્કૂપિકાઓ બનાવેલી હતી. તેનું પ્રધાન શિખર વિવિધ પ્રકારની પાંચ વર્ષોની તેમજ ઘંટાઓ સહિત પતાકાઓથી સુશોભિત હતું. તે ચારે તરફ દેદીપ્યમાન કિરણોના સમુહને ફેલાવતું હતું. તે લિંપેલ હતું. ઘોળેલ હતું. ચંદરવાથી યુક્ત હતું યાવત તે ભવન ગંધનીવર્તી હોય તેવું દેખાતું હતું. તે ચિત્તને પ્રસન્ન કરનાર દર્શનીય, અભિરુપ, અને પ્રતિરૂપ હતું અતીવ મનોહર હતું. [૨૮] ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ મેઘકુમારના શુભ તિથી કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં શરીર પરિમાણથી સદ્ગશ, સમાન ઉંમરવાળી, સમાન ત્વચાવાળી સમાન લાવણ્યવાળી સમાન રૂપવાળી, સમાન યૌવન અને ગુણોવાળી તથા પોતાના કુળની સમાન રાજકુળોમાંથી લાવેલ આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે એકજ દિવસે એકજ સાથે, આઠે અંગમાં અલંકાર ધારણ કરવાવાળી એવી સુહાગણ સ્ત્રીઓ દ્વારા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ કરેલ મંગલગાન સાથે એવું એવું માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા પાણિ ગ્રહણ કરાવ્યું. ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ આઠ કન્યાઓને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. આઠ કરોડ હિરણ્ય, આઠ કરોડ સુવર્ણ આદિ યાવતુ આઠ આઠ પ્રેક્ષણકારી અથવા પેષણાકારિણી તથા તેથી પણ વધારે ધન કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્ત, રત્ન આદિ ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું જે સાત પેઢી સુધી દાન દેવાને માટે, ભોગ વવાને માટે ઉપયોગ કરવાને માટે અને વહેંચણી કરીને દેવાને માટે પર્યાપ્ત હતું. ત્યાર પછી તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને એક એક ક્રોડ હિરણ્ય આપ્યું. એક એક ક્રોડ સુવર્ણ આપ્યું. યાવતુ એક એક પ્રેક્ષણકારિણીયા પેષણ કારિણી આપી તે સિવાય અન્ય વિપુલ ધન, કનક આદિ આપ્યું. જે યાવતુ દાન દેતા ભોગોપભોગ કરતા અને વહેંચણી કરતાં સાત પેઢી સુધી પર્યાપ્ત હતું. ત્યાર પછી મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદોની ઉપર રહ્યો એ પ્રમાણે ઉત્તમ સ્ત્રીઓ દ્વારા કરેલ બત્રિસ બદ્ધ નાટકો દ્વારા ગાયન કરાતો તથા ક્રિીડા કરતો મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ રૂપ, અને ગંધની વિપુલતા વાળા મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવતો વિચારવા લાગ્યો. [૨૯] તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમથી. એક ગામથી બીજા ગામ જાતા વિહાર કરતા રાગૃહ નગરના ગુણશીલ ચૈત્યે પધાર્યા. [૩૦] ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક-માર્ગ આદિમાં ઘણા માણસોનો અવાજ થવા લાગ્યો. યાવતું ઘણા ઉગ્રકુળ ભોગકુળ આદિના બધા લોકો યાવત રાજગૃહ નગર ના મધ્ય ભાગમાં થઈને એક જ દિશામાં એક જ તરફ મુખ રાખીને નીકળવા લાગ્યા તે સમયે મેઘકુમાર પોતાના પ્રાસાદ ઉપર હતો. યાવતું મનુષ્ય સંબંધી કામ ભોગ ભોગવી રહ્યો હતો. અને રાજ માર્ગનું અવલોકન કરતો કરતો વિચરી રહ્યો હતો. ત્યાર પછી તે મેઘકુમાર તે બહુસંખ્યક ઉગ્રકુલીન, ભોગકુલીન યાવતુ બધા લોકોને એક જ દિશામાં મુખ રાખી જતાં જોવે છે. જોઈને કંચુકી પુરુષને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે દેવાનુપ્રિયાંશું આજે રાજગૃહ નગરમાં ઈન્દ્ર મહોત્સવ છે?ઝંદ મહોત્સવ છે? યા રદ, શિવ,વૈશ્રમણ,નાગ,યક્ષ,ભૂત,નદી,તળાવ,વૃક્ષ,ચૈત્ય,પર્વત ઉદ્યાનયાગિરિની યાત્રા છે? ત્યારે તે કંચુકી પુરુષે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનનો વૃતાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિય ! આજે રાજગૃહ નગરમાં ઈન્દ્ર મહો ત્સવ યાવતુ ગિરિયાત્રા આદિ નથી પરંતુ દેવાનું પ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર ધર્મ તીર્થની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરાવાવાળા અહિં સમવસૃત થયા છે. અને આ રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને યાવતુ વિચરી રહ્યા છે. ત્યાર પછી મેઘકુમાર કંચુકી પુરુષ પાસેથી આ વાત સાંભળીને તેમજ દયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ હોઈ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહે છે- હે દેવાનુપ્રિયો ! શીધ્ર જ ચાર ઘંટાઓવાળા અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો તે કૌટુમ્બિક પુરષો ‘તહત્તિ એમ કહીને રથ જોડીને લાવે છે. ત્યાર પછી મેઘકુમારને સ્નાન કર્યું. તે સર્વ અલંકારોથી વિભૂષિત થયો. પછી ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. કોરેટવૃક્ષની ફૂલોની માળા વાળા છત્રને ધારણ કર્યો. સુભટોના વિપુલ સમૂહવાળા પરિવારથી ઘેરાયેલ રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. નીકળીને જ્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું ત્યાં આવ્યો આવીને ભગવાન Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નાયાધમ કહાઓ-૧-૧૩૦ મહાવીરના છત્રપર છત્ર, પતાકા ઉપર પતાકા આદિઅતિશયોને જોયા.તથા વિદ્યાધરો, ચારણમુનિઓ તેમજ ભક દેવોને નીચે ઉતરતા દેખ્યા. તેમજ આકાશમાં ઉપર ચડતા જોયા. જોઇને ચારઘંટાવાળા અશ્વયુક્ત રથથી નીચે ઉતર્યો ઉતરીને પાંચ પ્રકાર ના અભિ ગમ જાળવીશ્રમણભગવાન મહાવીરનીસામે ચાલ્યો તે પાંચ અભિ ગમ આ પ્રમાણે છેઃપુષ્પ,સચિત્તદ્રવ્યોનોત્યાગ,અચિત્તદ્રવ્યોનોઅત્યાગએક શાટિ કાનું ઉત્તરા સણ, ભગ : વાનને ચક્ષુવડે જોતાંજ બે હાથ જોડવા અને મનને એકાગ્ર કરવું. આવીને શ્રમણ ભગ વાન મહાવીરનેદક્ષિણદિશાથીઆરંભકરીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કર્યું નમસ્કાર કર્યો શ્રમણ ભગવાન મહાવીરના અત્યંત સમીપ નહીં અને અત્યંત દૂર પણ નહીં એવા સમુચિત સ્થાન પર બેસીને ધમપિદેશ સાંભળવાની ઈચ્છા કરતો બંને હાથ જોડી ને સન્મુખ રહીને પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમાર અને તે મોટી પરિષદને મધ્યમાં સ્થિત થઈને મૃતધર્મ અને ચારિત્ર ધર્મ કહ્યો. જે પ્રકારે જીવ કર્મથી બદ્ધ થાય છે, જે પ્રકારે મુક્ત થાય છે અને જે પ્રકારે સંકલેશને પ્રાપ્ત થાય છે તે બધી ધર્મકથા. યાવત ધર્મદિશના સાંભળીને પરિષદ પાછી ગઈ. [૩૧] શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી મેઘકુમારે ધર્મ શ્રવણ કરીને દયમાં ધારણ કરીને હષ્ટ તુષ્ટ થઈને પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું ભગવંત! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. તેને સર્વોત્તમ સ્વીકાર કરું છું. હું તેના પર પ્રતીતિ કરું છું. મને નિગ્રંથ પ્રવચન રુચે છે. હું નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઇચ્છું છું. ભગવંત! તે તેમજ છે. તે તેજ પ્રકારે છે. ભગવન્! મેં તેની ઇચ્છા કરી છે. વારંવાર ઈચ્છા કરી છે. તે ઈચ્છિત છે. વારંવાર ઈચ્છિત છે. તે તેમજ છે જેમ આપ ફરમાવો છો. વિશેષ આ કે હે દેવાનુપ્રિયો ! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈ લઉ ત્યાર પછી મુંડિત થઇને દીક્ષા ગ્રહણ કરીશ. ભગવાને કહ્યું હે દેવાનુપ્રિય! જેથી તને સુખ ઉપજે તેમ કર. તેમાં વિલંબ ન કરવો! ત્યાર પછી મેઘકમારે શ્રમણભગવાન મહાવીરને વંદન કર્યું.નમસ્કાર કર્યો. ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો.આરુઢ થઈને મહાન સુભટો અને વિપુલ સમૂહવાળા પરિવારની સાથે આવીને ચાર ઘંટવાળા અશ્વરથ ઉપરથી ઉતર્યો. માતા પિતાને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું - હે માતા પિતા ! મેં શ્રમણ ભગવાન્ મહાવીર પાસેથી આ પ્રમાણે ધર્મ શ્રવણ કરેલ છે. અને મેં તે ધર્મની ઈચ્છા કરી છે. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતા આ પ્રમાણે બોલ્યા- “પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર! તું પુણ્યવાન છે, હે પુત્ર ! તું કૃતાર્થ છે કે તેં શ્રમણ ભગવાન મહાવીરના નિકટ ધર્મ શ્રવણ કરેલ છે અને તે ધર્મ પણ તને ઈષ્ટ અને રૂચિકર થયો છે. ત્યાર પછી મેઘકુમાર માતા પિતાને બીજીવાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરેલ છે. તે ધર્મની મેં ઈચ્છા કરી છે. વારંવાર ઇચ્છા કરેલ છે, તે મને રૂચિકર થયો છે. તેથી હે માતાપિતા ! હું તમારી અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડ થઈને ગૃહવાસ ત્યાગીને અનગારિતા પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. ત્યારે ધારિણી દેવી તે અનિષ્ટ અપ્રિય, અમનોજ્ઞ, અને અમણામ પહેલા ક્યારેય નહિ સાંભળેલ કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને આવા પ્રકારના મનમાં ઉત્પન્ન થયેલા મોટા પુત્રવિયોગના દુખ વડે પરાભવ પામી, રોમકૂપોમાં પર Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ સેવો આવવાથી તેના અંગોથી પરસેવો ઝરવા લાગ્યો, શોકની અધિકતાથી તેનું શરીર કંપવા લાગ્યું તે તેજરહિત થઈ ગઈ તેનું મુખ અથવા વચન દીનતાવાળું થયું. હસ્તતલ વડે મસળેલી કમળની માળાની જેમ તે ઝાંખી થઈ ગઈ. તત્ક્ષણ એટલે “હું દીક્ષા ગ્રહણ કરું” એવું વચન સાંભળ્યું તે જ વખતે તેનું શરીર પ્લાન થઈ ગયું. તે લાવણ્ય રહિત થઈ, કાંતિ રહિત થઈ, લક્ષ્મી (શોભા) રહિત થઈ, એકદમ શરીર દુર્બળ થઈ જવાથી તેના પહેરેલા અલંકારો અત્યંત ઢીલા થઈ ગયા, હાથે પહેરેલા ઉજ્વલ વલય સરી જઈને ભૂમિપર પડી ગયા અને ચૂર્ણરૂપ થઈ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર નીકળી ગયું, તેનો સુકોમળ કેશ કલાપ વિખરાઈ ગયો, મૂછના વશથી ચિત્ત નાશ પામવાને લીધે તેનું શરીર-ગુરુભારવાળું થયું. પરશુવડે કાપેલી ચંપકલતાની જેમ તથા મહોત્સવ પૂર્ણ થયે ઈન્દ્રધ્વજની જેમ શ્રી વિહીન થઈ ગઈ, શરીરના સાંધા જેના શિથિલ થઈ ગયા છે. એવી તે ધારિણી દેવી સર્વ અંગોવડે “ઘસ” શબ્દ પૂર્વક પૃથ્વીતલ ઉપર પડી ગઈ. ત્યાર પછી તે ધારિણી દેવી સંભ્રમની સાથે શીઘ્રતાથી સુવર્ણ કળશના મુખથી નીકળેલી શીતળ જળની નિર્મળ ધારાવડે સિંચન કરાઈ. તેથી તેનું શરીર શીતળ થઈ ગયું. ઉલ્લેપ તાલવૃંત અને વીંઝ નકથી ઉત્પન્ન થયેલા તથા જલકણ સહિત વાયરાવડે અંતઃપુરના પરિવાર જનોએ આશ્વાસન પમાડી ત્યારે તે દેવી મોતીના દાણા જેવી પડતી અશ્રુધારા વડે પોતાના સ્તનોને ભીંજવવા લાગી. તે દયનીય વિમનસ્ક અને દીન થઈ ગઈ. તે રુદન કરતી, કંદન કરતી, પસીના તેમજ લાળ ટપકાવતી, દયમાં શોક કરતી અને વિલાપ કરતી મેઘ કુમારને આ પ્રમાણે કહેવા લાગી [૩૨] હે પુત્ર! તું અમારે એક જ પુત્ર છે. તું અમને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મણામ છે, ઘેર્ય તેમજ વિશ્વાસનું સ્થાન છે. કાર્ય કરવામાં સમ્મત છે, ઘણાં કાર્યોમાં ઘણો માનલો છે. અનુમત છે. આભરણના કરંડીયા સમાન છે, મનુષ્ય જાતિ માં ઉત્તમ હોવાથી તું રત્ન છે, જીવનના ઉચ્છુવાસ સમાન છે, અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ગૂલરના ફૂલની સમાન તારા નામનું શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ ક્યાં રહી ! હે પુત્ર ! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરવા ઈચ્છતા નથી. તેથી હે પુત્ર! પહેલાં તો અમે જ્યાં સુધી જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગોને ભોગવ. જ્યારે અમે મૃત્યુ પામી જઈએ અને તું પરિપક્વ ઉંમરનો થઈ જાય અને તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય કુલવંશ- રૂપ તંતુનું કાર્ય વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય, જ્યારે સાંસારિક કાર્યની અપેક્ષા ન રહે, ત્યારે તું પ્રવજ્યા અંગી કાર કરી લેજે. ત્યારે માતાપિતાના દ્વારા આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે કહ્યું - “હે માતા-પિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે. યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરી લેજે-તે ઠીક છે. પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્ય ભવ ધ્રુવ નથી. નિયત નથી. અશાશ્વતછે ઉપદ્રવોથી વ્યાપ્ત છે. ચંચળ છે, અનિત્ય છે. તૃણની અણી પર લટકતા પાણીના બંદની સમાન છે. સંધ્યા સમયના વાદળની સમાન છે, સ્વપ્ન દર્શનની સમાન છે, સડવાનો પડવાનો અને નાશ થવાનો સ્વભાવ છે, તેમજ આગળ અથવા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા પિતા ! કોણ જાણે છે કે કોણ પહેલા જશે અ કોણ પછી જશે? તેથી હે માતા પિતા! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.' Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નાયાધમ હાઓ- ૧/-/૧/૩૨ ત્યાર પછી માતા પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! આ પત્નીઓ સમાન શરીરવાળી, સમાનત્વચાવાળી સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત તથા સમાન રાજકુલોમાંથી લાવેલ છે. તેથી હે પુત્ર ! તેમની સાથે વિપુલ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવ. ત્યાર પછી મુક્ત ભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવતુ દીક્ષા લઇ લેજે. ત્યાર પછી મેઘકુમારે કહ્યું - હે માતા પિતા ! આપ મને આ જે કહો છો તે ઠીક છે. પરંતુ હે માતા પિતા મનુષ્યના આ કામભોગો અશુચિ, છે અશાશ્વત છે, વમનને, પિત્ત, કફને, શુક્રને, તથા શોણિતને કાઢનાર, ખરાબ ઉશ્વાસ-નિઃશ્વાસ વાળાં છે. ખરાબ મૂત્ર, મળ અને પરુથી અત્યંત પરિપૂર્ણ છે. મલ, મૂત્ર, કફ, નાસિકામલ, વમન, પિત્ત, શુક્ર અને શોણિતથી ઉત્પન થનાર છે. તે ધ્રુવ નથી, નિયત નથી, શાશ્વત નથી, સડવા, પડવા અને નાશ થવાના સ્વભાવવાળાં છે, અને આગળ યા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પાછળ કોણ જશે? તેથી હે માતા-પિતા? હું યાવતુ અત્યારે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્યાર પછી માતા પિતાએ મેઘ કુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! તમારા પિતામહ, તમારા પિતાના દાદા અને તેના દાદાથી આવેલ આ ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસુ, દૂષ્ય વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, લાલ રત્ન આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, તે એટલું છે કે સાત પેઢીઓ સુધી સમાપ્ત ન થાય, તેનું તમે ખુબ દાન કરો. ભોગ કરો અને વિભાગ કરો, હે પુત્ર ! આ જેટલો મનુષ્ય સંબંધી ઋદ્ધિ-સત્કારનો સમુદાય છે, તે બધો તમે ભોગવો, ત્યાર પછી અનુભૂત કલ્યાણ થઈને તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દિક્ષા લઈ લે છે. ત્યાર પછી મેઘકુમારે કહ્યું - “હે માતા-પિતા! તમે જે કહો છો તે ઠીક છે. પરંતુ હે માતા-પિતા ! આ હિરણ્ય, સુવર્ણ, યાવતુ સ્વાપતેય દ્રવ્ય) બધુ અગ્નિ સાધ્ય છેતેને અગ્નિ ભસ્મ કરી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા અપહરણ કરી શકે છે, ભાગીદાર ભાગ કરાવી શકે છે અને મૃત્યુ આવવા પર તે આપણું રહેતું નથી આ પ્રમાણે આ દ્રવ્ય અગ્નિને માટે સમાન છે. તેવી જ રીતે ચોર, રાજા, ભાગીદાર અને મૃત્યુને માટે સમાન છે. તે સડવા, પડવા, અને નાશ થવાના સ્વભાવવાળું છે. પછી કે પહેલા અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે, હે માતા-પિતા ! કોને ખબર છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે. તેથી હું યાવતું દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું.” [૩૩] ત્યાર પછી મેઘકુમારના માતા પિતા વિષયોના અનુકુળ આખ્યાપનાથી પ્રજ્ઞાપનાથી સંજ્ઞાપનાથી વિજ્ઞાપનાથી સમજાવી, બૂઝાવી ન શક્યા. સંબોધન અને અનુનય કરીને સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોના પ્રતિકૂલ અને સંયમ પ્રત્યે ભય અને ઉદ્દેગ ઉત્પન્ન કરાવનાર પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે. અનુત્તર છે. કેવળી સર્વજ્ઞ કથિત અથવા અદ્વિતીય છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે. સંશુદ્ધ શલ્યોનો નાશ કરનાર છે. સિદ્ધિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ છે. નિયણિનો માર્ગ છે. નિવણિનો માર્ગ છે. અને સમસ્ત દુઃખો ને દૂર કરવાનો માર્ગ છે. જેમ સર્પ પોતાના ભક્ષ્ય ગ્રહણ કરવામાં નિશ્ચલ દ્રષ્ટિ રાખે છે. એવી રીતે આ પ્રવચનમાં દ્રષ્ટિ નિશ્ચલ રાખવી પડે છે. તે છરાની સમાન એક ધારાવાળી છે. આ પ્રવચન અનુસાર ચાલવું તે લોખંડના ચણા ચાવવા સમાન છે. તે રેતીના કવલની સમાન સ્વાદ રહીત છે. વિષય સુખથી રહિત છે. તેનું પાલન કરવું તે ગંગા નામની * Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૩૩ મહાનદીના પૂરની સામે તરવા સમાન કઠીન છે. તીક્ષ્ણ તલવાર પર આક્રમણ કરવા સમાન છે. મહાશિલા જેવી ભારે વસ્તુને ગળામાં બાંધવા સમાન છે. તલવારની ધાર પર ચાલવા સમાન છે.” “હે પુત્ર ! નિગ્રંથ શ્રમણોને આધાકર્મી ઔદેશિક ખરીદીને લા વેલું, સાધુને માટે રાખેલું, સાધુ માટે બનાવેલું દુર્મિક્ષ ભક્ત વદલિકા ભક્ત, ગ્લાન ભક્ત આદિ દૂષિત આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી. એજ રીતે મૂલનું, કંદનું, ફળનું, બીજોનું, અને હરિતનું ભોજન પણ કલ્પતું નથી. તે સિવાય હે પુત્ર ! તું સુખ ભોગવવા યોગ્ય છે. દુઃખો સહવા યોગ્ય નથી. તું ઠંડી, તાપ, ભૂખ, તરસ, વાત, પિત, કફ, અને સનિપાતથી થનાર વિવિધ રોગો અને આતંકો અને આતંકો થનાર બાવીસ પરિષહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારે નહી સહન કરી શકે, તેથી હે બાલ ! તું મનુષ્ય સંબંધી ભોગોને ભોગવ પછી ભુક્ત ભોગી થઇને શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવજ્યા અંગીકાર કરજે.” - ત્યાર પછી માતા-પિતાના આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું હે માતા-પિતા! તમે મને જે કહો છો તે ઠીક છે, પરંતુ હે માતા પિતા ! આ પ્રમાણે આ નિગ્રંથ પ્રવચન કલબ, હીનસંહનનવાળા કાયર કુત્સિત, આ લોક સંબંધી વિષયસુખની અભિલાષા કરાવાવાળા, પરલોકના સુખની ઇચ્છા ન કરનાર, સામાન્ય જનને માટે જ દુષ્કર છે. ધીર અને દ્રઢ સંકલ્પ વાળા પુરુષને તેનું પાલન કરવું કઠીન નથી. તેથી હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર પછી માતા પિતા જ્યારે મેઘકુમારને સમજાવ વામાં સમર્થ ન થયા, ત્યારે ઇચ્છા વિના પણ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! અમે એક દિવસ પણ તારી રાજ્યલક્ષ્મી જોવા ઇચ્છીએ છીએ. ત્યાર પછી મેઘકુમાર માતા પિતાની ઇચ્છાનું અનુસરણ કરતો મૌન રહ્યો. ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિકપુરુષોને બોલાવ્યા.બોલાવીને કહ્યું- હે દેવાનું પ્રિયો! મેઘકુમારના મહાન અર્થવાળા બહુમૂલ્ય અને મહાન પુરષોને યોગ્ય રાજ્ય ભિષેકની સામગ્રી તૈયાર કરો; ત્યાર પછી તે કૌટુમ્બિક પુરષોએ યાવતું તે પ્રમાણે સામગ્રી તૈયાર કરી. ત્યારપછી શ્રેણિક રાજાએ ઘણાં ગણનાયકો એવું દંડ નાયકોથી પરીવૃત્ત થઈને મેઘકુમારને એકસો આઠ સુવર્ણ કળશો, એકસો આઠ ચાંદીના કળસો, એકસો આઠ સ્વર્ણ રજતના કળશો, એકસો આઠ સ્વર્ણ-મણિના કળશો, એક- સો આઠ સ્વર્ણ રજત-મણિના કળશે અને એકસો આઠ માટીના કળશો-આ પ્રમાણે આઠસો ચોસઠ કળશોમાં બધા પ્રકારનું પાણી ભરીને તથા મૃત્તિકાથી, બધા પ્રકારના માળા ઓથી તથા બધા પ્રકારની ઔષધિઓથી, તેમજ સરસવથી તેમને પરીપૂર્ણ કરીને સર્વ સમૃદ્ધિ, યુતિ તથા સર્વ સૈન્યની સાથે દુંદુભિ નિઘોષની ધ્વનિના સાથે ઉચ્ચકોટિના રાજ્યભિષેકથી અભિસિક્ત કર્યો. અભિષેક કરીને શ્રેણિક રાજાએ બંને હાથ જોડીને પાવતુ આ પ્રમાણે કહ્યું. હે નંદ! તમારી જય હો, જય હો. હે ભદ્ર ! તમારી જય હો, જય હો. જગન્નન્દ ! તમારું ભદ્ર હો. તમે ન જીતેલાને જીતો, અને જીતેલાનું પાલન કરો. જિત આચારવાનના મધ્યમાં નિવાસ કરો. ન જીતેલા શત્રુપક્ષને જીતો. જીતેલા મિત્ર પક્ષનું પાલન કરો યાવતું મનુષ્યોમાં ભરત ચક્રીની જેમ રાજગૃહ નગરનું તથા બીજા ઘણાં ગામો, આકરો, નગરો યાવતું સન્નિવેશોનું આધિપત્ય કરતા થકા યાવતુ વિચરણ કરો. આ પ્રમાણે કહીને શ્રેણિક મહારાજાએ જય જય શબ્દ ઉચ્ચાર્યો. ત્યાર પછી તે મેઘ રાજા 3 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૩૩ થઈ ગયા અને પર્વતોમાં મહાહિમવાનની જેમ શોભા પામતા વિચારવા લાગ્યા. ત્યાર પછી માતા-પિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! બતાવો તમારા ક્યાં અનિષ્ટોને દૂર કરીએ અથવા તમારા ઈષ્ટ જનને શું આપીએ ? તમને શું આપીએ? તમારા ચિત્તમાં શું વિચાર છે ? ત્યાર પછી રાજા મેઘે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! હું ઇચ્છું કે કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્ર મંગાવી આપો અને કાશ્યપ બોલાવી આપો. ત્યાર પછી શ્રેણિક રાજાએ પોતાના કૌટુંમ્બિક પુરષોને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શ્રીગૃહ માંથી ત્રણ લાખ સુવર્ણમોહર લઈ લો તેમાંથી બે લાખના કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાતરા લઈ આવો અને એક લાખ આપીને નાવિને બોલાવી લાવો. કૌટુમ્બિક પુરુષો રાજા શ્રેણિકના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ મહોરો લઈને કત્રિકા પણથી બે લાખના રજોહરણ અને પાત્ર લાવ્યા અને એક લાખ મહોરો આપીને નાવિ (વાણંદ)ને બોલાવી લાવ્યા. તે નાવિ હૃષ્ટ તુષ્ટ યાવતુ આનંદિત સ્ક્રય થયો, તેણે સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. મષિ-તિલક આદિ કૌતુક, દહી તૃણ આદિ મંગલ, તેમજ દુઃસ્વપ્નના નિવારણ રૂપ પ્રાયશ્ચિત્ત કર્યું, રાજસભામાં પ્રવેશ કરવા યોગ્ય માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા. થોડા પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું. પછી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યો, ત્યારે શ્રેણિક રાજાએ નાવિને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! તમે જાઓ અને સુગંધિત પાણીથી સારી રીતે હાથ પગ ધોઈ લો. ચાર પડવાળા શ્વેત વસ્ત્રથી મુખ બાંધીને મેઘકુમારના વાળ દીક્ષાને યોગ્ય ચાર અંગુળ છોડીને કાપી નાખો.” ત્યાર પછી તે નાવિ શ્રેણિક રાજાના એ પ્રમાણે કહેવા પર હષ્ટ-તુષ્ટ અને આને દિત ર્દય થયો. તેણે યાવત્ શ્રેણિક રાજાનો આદેશ સ્વીકાર કર્યો. સુગંધિત પાણીથી હાથ પગ ધોયા. શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધ્યું. ખૂબ સાવધાનીથી મેઘકુમારના ચાર અંગુળ છોડીને દીક્ષાને યોગ્ય વાળ કાપ્યા. ત્યાર પછી મેઘકુમારની માતાએ તે વાળોને બહુ મૂલ્ય અને હંસના ચિત્રવાળા ઉજ્જવળ વસ્ત્રમાં ગ્રહણ કર્યો. તેને સુગંધિત પાણીથી ધોયા. સરસ ગોશીષ ચંદન તેમના ઉપર છાંટ્યું. શ્વેત વસ્ત્રમાં બાંધ્યા. તેને રત્નની ડબીમાં રાખ્યા. તે ડબીને પેટીમાં રાખી પછી જળની ધારા, નિર્ગુડી ના ફૂલ તેમજ તુટેલા મોતીઓના હારની સમાન અશ્રુ ત્યાગ કરતી કરતી, આછંદન કરતી. વિલાપ કરતી-આ પ્રમાણે કહેવા લાગી મેઘકુમારના વાળોનું દર્શન રાજ્યપ્રાપ્તિ આદિ અભ્યદય, પુત્ર જન્મના, તિથિઓના, ઈન્દ્ર મહોત્સવ આદિના, નાગ પૂજા આદિના, તથા કાર્તિક પૂર્ણિ મા આદિ પર્વના અવસર પર મને અંતિમ દર્શન રૂપ થશે. આ પ્રમાણે કહીને તે પેટીને માતા ધારિણીએ પોતાના ઓશીકા નીચે રાખી મૂકી. ત્યાર પછી મેઘકુમારના માતા-પિતાએ ઉત્તરાભિમુખ સિંહાસન રખાવ્યું પછી મેઘકુમારને બે ત્રણવાર ચાંદી અને સોનાના કળશોથી નવડાવ્યો. નવડાવીને, રુચ્છા વાળો અને અંતિમ કોમળ ગંધકાષાય વસ્ત્રથી તેનું શરીર. લુંછીને સરસ ગોશીષ ચંદન થી શરીર પર વિલેપન કર્યું. નાસિકના નિઃશ્વાસના વાયુથી પણ ઉડવા યોગ્ય અતિ બારીકઅને હંસ લક્ષણવાળા વસ્ત્ર પહેરાવ્યા.અઢારસરનો,નવાસરનો,હાર પહેરાવ્યો, પછી એકાવલી, મુક્તાવલી, કનકાવતી, રત્નાવલી, પાલંબ પાદપ્રલંબ કડુ, તુટિક કેયૂર, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ - - - - - શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૧ અંગદ, દસ આંગળીઓમાં દસ વીટીઓ, કંદોરા, કુંડિલ, ચુડામણિ તથા રત્ન જડિત મુગટ પહેરાવ્યો. આ બધા અલંકાર પહેરાવીને પુષ્પમાળા પહેરાવી. પછી દર્દરથમાં પકાવેલ ચંદનના સુગંધિત તેલની ગંધ શરીર પર લગાવી. ત્યારપછી મેઘકુમારને દોરાથી ગુંથેલ પુષ્પા આદિથી વીંટળાયેલ વાંસની સળી આદિથી પૂરિત કરેલ તથા વસ્તુના યોગથી પરસ્પર સંઘાત રૂપ કરેલ-આ પ્રમાણે ચાર પ્રકારની પુષ્પમાળાઓથી કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. ત્યાર પછી શ્રેણિક મહારાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું તમે શીધ્ર એક શિબિકા તૈયાર કરો જે અનેક સેંકડો સ્તંભોથી બનેલ હોય, જેમાં ક્રીડા કરતી પુતળીઓ બનાવી હોય, જે ઈહામૃગ, પદ્મલતા આદિ ચિત્રોની રચનાથી યુક્ત હોય,જેનો ઘંટની સમાન મધુર અને મનોહર શબ્દ હોય, જે શુભ, મનોહર અને દર્શનીય હોય જે કુશળ કારીગરો દ્વારા બનાવેલ, દેદીપ્યમાન મણિઓ અને રત્નોની ઘૂઘરીઓના સમૂ હથી વ્યાપ્ત હોય, સ્તંભ પર બનાવેલ વેદિકાથી યુક્ત હોવાના કારણે જે મનોહર દેખાતી હોય જે ચિત્રિત વિદ્યાધર યુગલોથી યુક્ત હોય, ચિત્રિત. સૂર્યના હજારો કિરણો થી શોભિત હોય. આ પ્રમાણે હજારો રૂપોવાળી, દેદીપ્યમાન, અતિશય દેદીપ્યમાન, જેને જોવાથી નેત્રને તૃપ્તિ ન થાય, જે સુખદ સ્પર્શવાળી હોય, સશ્રીક સ્વરૂપવાળી હોય, શીધ્ર, ત્વરિત, ચપલ અને અતિશય ચપલ હોય અને જે એક હજાર પુરૂષોદ્વારા વહન કરી શકાય. ત્યાર પછી તે કોમ્બિક પુરૂષો હૃષ્ટ-તુષ્ટ થઈને યાવત્ શિબિકા, ઉપસ્થિત કરે છે. ત્યાર પછી મેઘકુમાર શિબિકા ઉપર આરૂઢ થયો અને સિંહાસન પાસે પહોંચીને પૂર્વ દિશામાં મુખ રાખી બેસી ગયો. ત્યાર પછી જેને સ્નાન કરી લીધું છે, બલિકર્મ કરી લીધું છે યાવત્ અલ્પ કિન્તુ ઘણામૂલ્યવાળા આભૂષણો પહેરી લીધા છે, એવી મેઘ- કુમારની માતા તે શિબિકામાં આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની જમણી તરફ ભદ્રાસન પર બેઠી. ત્યાર પછી મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પાતરા લઈને શિબિકાપર આરૂઢ થઇને ડાબી બાજુમાં ભદ્રાસન પર બેસી ગઈ. ત્યાર પછી મેઘકુમારની પાછળ શૃંગારના ઘર રૂપ, મનોહર વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલાપ ઉલાપ કરવામાં કુશળ, યોગ્ય ઉપચાર કર વામાં કુશળ, પરસ્પર મળેલા સમય શ્રેણીમાં સ્થિત ગોળ ઉંચા પુષ્ટ પ્રીતિજનક અને ઉત્તમ આકારના સ્તનવાળી એક ઉત્તમતરુણી,હિમ ચાંદી કંદપુષ્પઅને ચંદ્રમાની સમાન ઉજ્જવલ વર્ણવાળા, કોરંટ પુષ્પની માળાથી યુક્ત શ્વેત છત્રને ધારણ કરતી લીલાપૂર્વક ઉભી થઈ. ત્યાર પછી મેઘકુમારની પાસે શૃંગારના ઘરની સમાન સુંદર વેપવાળી યાવત્ ઉચિત ઉપચાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા ઉપર આરૂઢ થિને મેઘ કુમારના બંને પડખામાં વિવિધ પ્રકારના મણિ સુવર્ણ રત્ન અને મહાન પુરુષને યોગ્ય અથવા બહુમૂલ્ય તપનીયમય ઉજ્જવલ તેમજ વિચિત્ર દડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ, અને લાંબા વાળ વાળા, શંખ કંદપુષ્પ જલકણ, રજત અને વલો વલ અમૃતના ફેણસમૂહના સમાન બે ચારો ધારણ કરીને લીલાપૂર્વક વીંઝતી વીંઝતી ઉભી થઈ. ત્યાર પછી મેઘકુમારની સમીપ શૃંગારના ઘર રૂપ યાવત્ ઉચિત ઉપચાર કરવામાં કુશળ એક ઉત્તમ તરુણી યાવત્ શિબિકા ઉપર આરૂઢ થઇને મેઘકુમારની પાસે પૂર્વ દિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ વજરત્ન અને વૈડૂર્યમય નિર્મળ દાંડીવાળા પંખાને ગ્રહણ કરીને ઉભી થઈ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નાયાધમ્મ કહાઓ - ૧/૯/૧/૩૩ ત્યાર પછી મેઘકુમારની પાસે એક ઉત્તમ તરુણી યાવત્ સુંદર રૂપવાળી શિબિકામાં આરૂઢ થઇને મેઘકુમારની પૂર્વ દક્ષિણ-દિશામાં શ્વેત રજતમય નિર્મળજળથી પરિપૂર્ણ, મદોન્મત હાથીના મોટા મુખની સમાન આકૃતિવાળા ભંગાર ગ્રહણ કરીને ઊભી થઈ. ત્યાર પછી મેઘકુમારના પિતાએ કૌટુંમ્બિક પુરૂષોને બોલાવીને કહ્યું- શીઘ્ર એક સરખા. એક સરખી ત્વચા, એક સરખી ઉંમરવાળા તથા એક સરખા આભૂષણોથી ‘ સમાન વેષ ધારણ કરનાર એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબ્દિક પુરુષોને બોલાવો.” યાવત્ તેણે એક હજાર પુરુષોને બોલાવ્યા. ત્યાર પછી શ્રેણિક રાજાના કોબિક પુરુષો એ બોલાવેલ તે શ્રેષ્ઠ તરુણ સેવક પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સ્નાન કર્યું. યાવત્ આવીને શ્રેણિક રાજાએ કહ્યું કે- હે દેવાનુપ્રિય ! અમને જે કરવા યોગ્ય હોય તેને માટે આજ્ઞા આપો. ત્યાર પછી શ્રેણિક રાજાએ કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હજાર પુરુષ વડે વહન કરાય તેવી મેઘ કુમારના શિબિકાને વહન કરો. ત્યાર પછી તે હજા૨ તરુણ કૌટુ મ્બિક પુરુષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા ૫૨ હૃષ્ટ-તુષ્ટ થયા અને મેઘકુમારની શિબિકાને વહન કરવા લાગ્યા. ત્યાર પછી પુરુષસહસ્રવાહિની શિબિકા પર મેઘકુમારના આરૂઢ થવા પર સર્વપ્રથમ આ આઠ મંગલદ્રવ્ય તેની સામે અનુક્રમથી ચાલ્યા. સ્વસ્તિક શ્રીવત્સ નંદા વર્ત વર્ધમાન ભદ્રાસન કળશ મત્સ્ય અને દર્પણ યાવત્ ઘણા ધનના અર્થી જન યાવત્ ઈષ્ટ કાન્ત આદિ વિશેષણો વાળી વાણીથી યાવત્ નિરંતર અભિનંદન તેમજ સ્તુતિ કરતા કહેવા લાગ્યા. “હે નન્દ ! જય હો જય હો, હે ભદ્ર જય હો, જય હો ! હે જગતને આનંદ આપ નાર ! તમારું કલ્યાણ થાઓ. તમે ન જીતેલ પાંચ ઇંદ્રિયોને જીતો અને જીતેલ સાધુ ધર્મનું પાલન કરો. હે દેવ ! વિઘ્નોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ધૈર્યપૂર્વક કમર કસીને, તપના દ્વારા રાગ દ્વેષ રૂપી મલ્લોનો નાશ કરો. પ્રમાદરહિત થઇને ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. આજ્ઞાન-રહિત સર્વોત્તમ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરો. પરીષહ રૂપ સેનાને પરાજિત કરીને, પરીષહ અને ઉપસર્ગથી નિર્ભય બની શાશ્વત એવં અચળ પરમ પદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મ સાધનામાં વિઘ્ન ન થાય.” આ પ્રમાણે કહીને તે પુનઃ પુનઃ મંગલમય જાય જય શબ્દ કરવા લાગ્યા. ત્યાર પછી મેઘકુમા૨ રાજગૃહની વચોવચ થઇને નીકળ્યા. જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં આવીને પુરુષ સહસ્ર વાહિની શિબિકા માંથી નીચે ઉતર્યા : [૩૪] ત્યાંર પછી મેઘકુમારના માતા-પિતા મેઘકુમારને સામે રાખી જ્યાં શ્રમણ મહાવીર છે, ત્યાં આવીને ત્રણ વખત દક્ષિણ તરફથી આરંભ કરીને પ્રદક્ષિણા કરે છે. વંદન કરે છે. નમસ્કાર કરે છે આ પ્રમાણે કહે છે ઃ- “હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમા રો એકનોએક' પુત્ર છે. તે અમને ઇષ્ટ છે, કાંત છે. પ્રાણની સમાન અને ઉચ્છુ- વાસની સમાન છે. હૃદયને આનંદ પ્રદાન કરનાર છે. ઉંબરના પુષ્પની સમાન તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શી ? જેમ ઉત્પલ પદ્મ, અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં વૃદ્ધિ પામે છે, તો પણ કાદવ કે પાણીની રજથી લિપ્ત થતાં નથી, તે પ્રમાણે મેઘકુમાર કામોમાં ઉત્પન્ન થયો છે. અને ભોગોમાં વૃદ્ધિ પામેલ છે. તો પણ કામરજથી લિપ્ત થયો નથી, ભોગ રજથી લિપ્ત નથી થયો. હે દેવાનુ પ્રિય ! મેઘ કુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે અને જન્મ જરા મરણથી ભયભીત બન્યો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૩૭ તેથી હે દેવાનુપ્રિય ! આપની પાસે મુંડિત થઇને, ગૃહત્યાગ કરીને સાધુત્વની પ્રવ્રજ્યા અંગીકા૨ક૨વા ઇચ્છે છે.અમે દેવાનુપ્રિયને શિષ્યભિક્ષા આપીએ છીએ.હૈ દેવાનુપ્રિય ! આપ શિષ્યભિક્ષા અંગીકાર કરો. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારના માતા પિતાદ્વારા આ પ્રમાણે કહેવા પર તે અર્થ ને સમ્યક્ પ્રકારથી સ્વીકાર કર્યો. ત્યાર પછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી ઈશાન દિશામાં ગયા.જઇનેસ્વયંજઆભૂષણમાળા,અને વસ્ત્ર ઉતાર્યા.ત્યારપછી મેઘકુમારની માતાએ હંસના લક્ષણવાળા વસ્ત્રમાં આભૂષણ માળા અને અહં કાર ગ્રહણ કર્યા. જલની ધારા, નિર્ગુડીના પુષ્પ અને ટૂટેલ મુક્તાવલી હારની સમાન આંસૂ ટપકાવતી, આક્રંદન કરતી અને વિલાપ કરતી કરતી આ પ્રમાણે કહેવા લાગી. હે લાલ ! પ્રાપ્ત ચરિત્રયોગમાં યતના કરવી. હે પુત્ર ! અપ્રાપ્ત ચારિત્રયોગને માટે ઘટના કરવી હે પુત્ર ! પરાક્રમ ક૨વો. સંયમ સાધનામાં પ્રમાદ ન કરવો અમારે માટે પણ આ જ માર્ગ થાય. આ પ્રમાણે કહીને મેઘ કુમારોના માતા પિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને જે દિશા માંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. [૩૫] ત્યાર પછી મેઘકુમારે સ્વયં જ પંચમુષ્ઠિ લોચ કર્યા. લોચ કરીને શ્રમણ ભગવાન્ મહાવીર જ્યાં હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરની જમણી તરફથી આરંભ કરીને પ્રદક્ષિણા કરી. ફરી વંદન નમસ્કાર કર્યા અને કહ્યું- ‘ભગવન્ ! આ સંસાર જરા અને મરણથી આદીપ્ત છે, હે ભગવન્ ! આ સંસાર આદીપ્ત-પ્રદીપ્ત છે. જેમ કોઇ ગાથાપતિ ઘરમાં આગ લાગવાપ૨ તે ઘરમાં જે અલ્પ ભારવાળી અને બહુમૂલ્ય વસ્તુ હોય છે તેને, ગ્રહણ કરીને સ્વયં એકાતમાં ચાલ્યો જાય છે. તે વિચારે છે કેઅગ્નિમાં બળવાથી બચાવેલ આ પદાર્થો મારે માટે આગળ-પાછળ હિતને માટે, સુખને માટે, ક્ષમાને માટે, કલ્યાણને માટે અને ભવિષ્યમાં ઉપયોગી થશે. એવીજ રીતે મારે પણ આત્મા રૂપી વસ્તુ છે, જે મને ઈષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે અને અતિશય મનોહર છે. આ આત્માને હું ભસ્મ થતાં બચાવી લઈશ, તો તે સંસારનો ઉચ્છેદ ક૨ના૨ થશે. તેથી હું ઈચ્છું કે દેવાનુપ્રિય ! આપ સ્વયંજ મને પ્રવ્રુજિત કરો-સ્વયંજ મને મુંડિત કરો-સ્વયંજ પ્રતિલેખન આદિની શિક્ષા આપો. સ્વયંજ સૂત્ર-અર્થ પ્રદાન કરીને શિક્ષા આપો. સ્વયંજ જ્ઞાનાદિક આચાર, ગોચરી, વિનય, વૈનયિક, ચરણ, કરણ, સંયમ યાત્રા અને માત્રા આદિ રૂપ ધર્મનું પ્રરૂપણ કરો. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયંજ પ્રવ્રજ્યા પ્રદાન કરી અને સ્વયંજ યાવત્ આચાર ગોચર આદિ ધર્મની શિક્ષા આપી કે-હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે પૃથ્વી પર યુગ માત્ર દૃષ્ટિ રાખીને ચાલવું જોઇએ. આ પ્રમાણે નિર્જિવ ભૂમિપર ઉભા રહેવું જોઇએ.આપ્રમાણેભૂમિનુંપ્રમાર્જનકરીનેબેસવું જોઇએ.આ પ્રમાણે સામયિ કનું ઉચ્ચારણ કરીને શરીરનું પ્રમાર્જન કરીને શયન કરવું જોઇએ. પ્રમાણે વેદના આદિ કારણોથી નિર્દોષ આહા૨ ક૨વો જોઇએ આ પ્રમાણે હિત, મિત અને મધુર ભા ષણ કરવું જોઇએ. આ પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન થઇને પ્રાણ [વિકલેન્દ્રિય] ભૂત [વનસ્પતિ કાય]જીવ[પંચેન્દ્રિય]અને સત્વ [શેષએકેન્દ્રિય]ની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઇએ આ વિષયમાં જરા માત્ર પણ પ્રમાદ ન કરવો જોઇએ. ત્યાર પછી મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી આ પ્રમાણેનો ધર્મનો ઉપદેશ સાંભળીને અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નાયાધમ્મ કહાઓ - ૧/૧/૩પ દયમાં ધારણ કરીને સમ્યક પ્રકારે તેને અંગીકાર કર્યો. તે ભગવાનની આજ્ઞા પ્રમાણે ગમન કરતા તેજ પ્રમાણે બેસતા, યાવતુ ઉઠીને અર્થાત્ પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરી પ્રાણો, ભૂતો જીવો અને સત્વોની યતના કરી સંયમની આરાધના કરવા લાગ્યા. [૩૬] જે દિવસે મેઘકુમાર મુંડિત થઈને ગૃહત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું . તેજ દિવસે, સંધ્યા કાળના સમયે, રાત્મિક અનુક્રમથી શ્રમણ નિગ્રંથોની શય્યાસંસ્તારકોનું વિભાજન કરતાં સમયે મેઘકુમારનો શવ્યાસંસ્કારક દ્વાર ની પાસે થયો. ત્યાર પછી શ્રમણ નિગ્રંથ રાત્રિના પહેલા અને પાછલા સમયમાં વાચના, પૃચ્છના, પરાવર્તન, ધર્મના વ્યાખ્યાનના ચિંતન, ઉચ્ચાર, પાસવણને માટે પ્રવેશ કરતા હતા અને બહાર નિકળતા હતા, તેમાં કેટલાક સાધુઓના હાથનો મેઘકુમારની સાથે સંઘટ્ટન થતું એજ રીતે કોઇના પગનો, કોઈના મસ્તકનો તો કોઈના પેટનો ટક્કર થયો. કોઈ કોઈ તો મેઘ કુમારની ઉપરથી ટપીને જતાં કોઈ કોઈએ તો પોતાના પગની રજથી મેઘકુમારને ભરી દીધો. આ પ્રમાણે લાંબી રાત્રિમાં મેઘકુમાર ક્ષણભર પણ આંખ બંધ ન કરી શક્યો. ત્યારે મેઘકુમારને મનમાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો. હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ મેઘકુમાર છું યાવતુ જ્યારે હું, ઘરમાં હતો ત્યારે શ્રમણ નિગ્રંથ મારો આદર કરતા હતા. આ કુમાર આવી છે. આ પ્રમાણે જાણતા હતા. સત્કાર સન્માન કરતા હતા. જીવાદિ પદાર્થોને તેણે સિદ્ધ કરવાવાળા હેતુઓને પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણો ને કહેતા હતા. ઈષ્ટ અને મનોહર વાણીથી આલાપસંલાપ કરતા હતા. પરંતુ જ્યારથી મે મુંડિત થઈ ગૃહવાસથી નિકળીને સાધુ દીક્ષા અંગીકાર કરેલ છે. ત્યારથી સાધુ મારો આદર નથી કરતા યાવતું આલાપ સંલાપ નથી કરતા અને આ શ્રમણ નિગ્રંથો જતાં આવતાં મારા સંતારેકને ઓળંગે છે અને હું આટલી લાંબી રાત્રિમાં આંખ પણ બંધ ન કરી શક્યો તેથી કાલે રાત્રિના પ્રભાત રૂપ થવા પર યાવતું સૂર્ય તેજથી જાજ્વલ્યમાન થવાપર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને ફરીથી ગૃહવાસમાં રહેવું મારા માટે શ્રેયસ્કર છે, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડીત અને વિકલ્પ યુક્ત થઈને તે રાત્રિ મેઘકુમારે નરકની જેમ વ્યતીત કરી. રાત્રિ, વ્યતીત કરીને પ્રભાત થવા પર, સૂર્યનું તેજ જાજ્વલ્યમાન થવા પર જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વંદન નમસ્કાર કરીને યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. [૩૭] શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - હે મેઘ’ તું રાત્રિના પહેલા અને પાછલા કાળના અવસર પર શ્રમણ નિગ્રંથોના આવાગમન કર વાના કારણે લાંબી રાત્રિ પર્યત થોડા સમય માટે પણ આખ ન મીંચી શક્યો મેઘ ! ત્યારે તારા મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો યાવતું જ્યારથી મુંડિત થઈને ગૃહ વાસથી - નિકળીને મેં સાધુતાની દીક્ષા લીધી છે. ત્યારથી શ્રમણ નિગ્રંથો નથી મારો આદર કરતા કે નથી મને જાણતા. તેને બદલે વાવતુ પગની ધૂળથી ભરી દે છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે કાલે પ્રભાત થવા પર શ્રમણ ભગવાન મહાવીરને પૂછીને ગૃહવાસમાં રહેવા લાગુ તમે તે પ્રમાણે વિચાર કર્યો છે અને વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડિત તેમજ સંકલ્પ વિકલ્પ યુક્ત માનસ વાળા થઈને યાવતુ રાત્રિ વ્યતીત કરીને જ્યાં હું છું ત્યાં શીઘ્રતાપૂર્વક આવ્યા છો. હે મેઘ ! આ અર્થ સમર્થ છે? મેઘકુમારે Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૩૯ જવાબ આપ્યો હા, એ અર્થ સમર્થ છે. ભગવાન બોલ્યા- હે મેઘ ! આના પહેલાના ત્રીજા ભવમાં વેતાઠુય પર્વતની પાદમૂળમાં તું ગજરાજ હતો વનચરોએ તારું નામ “સુમેરુપ્રભ' રાખેલ હતું. તે સુમેરુ પ્રભાનો વર્ણ શ્વેત હતો. શંખના ચૂર્ણની સમાન ઉજ્જવલ, વિમલ, નિર્મળ, દહીના ફોટા ની સમાન, ગાયના દૂધના ફેણની સમાન અને ચંદ્રમાના સમાન રૂપ હતું તે સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો હતો મધ્યભાગમાં દસ હાથના પરિમાણ વાળો હતો ચાર પગ, સૂંઢ પૂંછડું અને લિંગ- આ સાત અંગ પ્રતિષ્ઠિત હતા. સૌમ્ય, પ્રમાણોપેત અંગ વાળો, સુંદર રૂપવાળો, આગળથી ઉંચા મસ્તકવાળો શુભ સ્કંધાદિવાળો હતો તેને પાછળનો ભાગ શૂકરની સમાન નીચે નમેલ હતો. તેની કુંખ બકરીની જેવી હતી. અને તે છિદ્રહીન હતી. તેમાં ખાડો પડેલ ન હતો. તેમજ લાંબી ન હતી. તે લાંબા ઉદરવાળો, લાંબા હોઠ વાળો, લાંબી સૂંઢવાળો હતો. તેની પીઠ ખેચેલ ધનુષના પૃષ્ઠ જેવી આકૃત્તિ વાળી હતી. તેના અન્ય અવયવ સારી રીતે મળેલ હતા, પ્રમાણ યુક્ત ગોળ અને પુષ્ટ હતા. પૂંછડી ચોટલી અને પ્રમાણો પત હતી. પગ કાચબાની જેમ પરિપૂર્ણ અને મનોહર હતાં. વીસ નખો શ્વેત, નિર્મળ, ચીકણાં અને નિરાહત હતા, છ દાંત હતા. હે મેઘ ! ત્યાં તમે ઘણાં હાથીઓ હાથીણીઓ, અને કુમાર અવસ્થાને પ્રાપ્ત કરેલ કલભો ને કલભિકાઓથી ઘેરાયેલો રહીને એક હજાર હાથીઓનો નાયક, માર્ગદર્શક, અગ્રિમ, પ્રસ્થાપક યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનાર હતા. તે સિવાય ઘણા અન્ય એકલા હાથીઓના બચ્ચાઓનું પાલન કરતો યાવત્ વિચરણ કરતો હતો. હે મેઘ ! તું હંમેશા પ્રમાદી, ક્રીડા પરાયણ, કંદર્પરતિક્રીડા કરવામાં પ્રીતિવાળો, મૈથુનપ્રિય, કામ ભોગમાં અતૃપ્ત અને કામ ભોગમાં તૃષ્ણાવાળો હતો. ઘણાં હાથીઓથી ઘેરાયેલ થઈને વૈતાઢય પર્વતની તળેટીમાં પર્વતોમાં, દરીઓ માં પર્વતોના અંતરાલમાં, કંદરાઓમાં, ઉન્ડરોમાં, ઝરણાઓમાં, નહેરોમાં, ખાડાઓમાં, પલ્લવોમાં, કાદવવાળા ખાબોચિયામાં, કટક, માં કટપલ્લવો પર્વતની સમીપવર્તી ખાબોચિયામાં, તટોમાં, અટવીમાં, ટૂંકો કુટો ઉપરથી સાંકડા અને નીચે પહોળા પર્વતોમાં, પર્વતના શિખરોપર પ્રાભારોમાં મેચોમાં, કાનનમાં,વનોમાં,વનખંડોમાં,વનોની શ્રેણીઓમાં,નદીઓમાં, નદીકક્ષોમાં,યૂથો ચોરસ વાવડીઓમાં, ગોળ અથવા કમળોવાળી વાવડીઓમાં, દીર્ઘકામાં, ગુંજાલિકામાં, સરોવરમા સરોવરની પંક્તિઓમાં સરસરપંક્તિઓમાં, વનચરો દ્વારા વિચાર જેને આપેલ છે એવો તું બહુસંખ્યક હાથીઓની સાથે વિવિધ પ્રકારના તરૂપલ્લવો, પાણી અને ઘાસનો ઉપભોગ કરતો નિર્ભય અને ઉદ્વેગ રહિત થઈને સુખે સુખે વિચરતો હતો. ત્યાર પછી એકવાર કદાચિત પ્રાવૃત્ વષ, શરદ, હેમન્ત અને વસન્ત એ પાંચ ઋતુઓ ક્રમશઃ વ્યતીત થઈ જવા પર ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો ત્યારે જેઠ માસમાં વૃક્ષોના પરસ્પરના સંઘર્ષથી અગ્નિ ઉત્પન્ન થઈ તથા શુષ્ક ઘાસ, પાંદડા, કચરા અને વાયુથી દીપ્ત થયેલ અત્યંત ભયાનક અગ્નિથી ઉત્પન્ન વનના દાવાનળની જ્વાળા ઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો. દિશાઓ ધુમાડાથી વ્યાપ્ત થઈ ગઈ. પ્રચંડ વાયુના વેગથી અગ્નિની જ્વાળાઓ તૂટ્યા લાગી અને ચારે તરફ પડવા લાગી. પોલા વૃક્ષો અંદર અંદર જ બળવા લાગ્યા. વનપ્રદેશોની નદી નાળાનું પાણી મૃતગાદિના શબો થી સડવા લાગ્યું-તેનું કીચડ કીડાવાળું થઈ ગયું. તેમના કિનારાનું પાણી સુકાય ગયું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૩૭ ભંગારક પક્ષી દીનતા પૂર્વક આજંદન કરવા લાગ્યાં. વૃક્ષો પર રહેલ કાગડા અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દ કરવા લાગ્યા. વૃક્ષોનો અગ્રભાગો અગ્નિ કણોના કારણે પર વાળા સમાન લાલ-દેખાવા લાગ્યા, પક્ષીઓના સમૂહ તરસથી પીડિત થઇને પાંખો ઢીલી કરીને, જીહવા અને તાલુને પ્રગટ કરીને અને મુખ ખોલીને શ્વાસ લેવા લાગ્યા ગ્રીષ્મ કાળની ઉષ્ણતા, સૂર્યનો તાપ અત્યંત કઠોર તેમજ પ્રચંડ વાયુ તથા સુકું ઘાસ, પાંદડા અને કચરાથી યુક્ત વંટોળીયાના કારણે ભાગ દોડ કરવાવાળા મન્દોન્મત્ત તથા સંભ મણવાળા સિંહ આદિ વ્યાપદોના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળ વ્યાકુળ થઈ ગયો. એવું પ્રતીત થવા લાગ્યું કે તે પર્વત ઉપર મૃગતૃષ્ણા રૂપ પટ્ટબંધ બાંધેલ છે. ત્રાસને પ્રાપ્ત મૃગ અન્યપશુ અને સરીસૃપ આમ તેમ તરફડવા લાગ્યા. એવા ભયાનક અવસરે હે મેઘ ! તમારૂ મુખનું દ્વાર ફાટી ગયું. જીહવાને અગ્રભાગ બહાર નીકળી ગયો. મોટા મોટા બંને કાનો ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણ કરવામાં તત્પર થયા જાડી અને મોટી સૂંઢ સુકાઈ ગઈ. તેણે પૂંછને ઉચી કરી લીધી. ભંગારની સમાન વિરસ આર્ત નાદના ચીત્યારથી જાણે તે આકાશતલને ફોડતો હતો. જાણે પગોના આઘાતથી પૃથ્વી તલને કંખિત કરતો હતો. સીત્કાર કરતો, વલ્લરીઓના ચારે તરફ સર્વત્ર સમૂહને છેદતો, ત્રાસ પામેલ અને ઘણી સંખ્યાવાળા હજારો વૃક્ષોને ઉખેડતો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાની જેમ, વાયુથી ડોલતા જહાજની જેમ અને વંટોળિયાની જેમ આમતેમ ભ્રમણ કરતો અને વારંવાર લીંડી ત્યાગતો, ઘણા હાથીઓ અને હાથણીઓની સાથે દિશાઓ અને વિદિશાઓમાં આમ તેમ ભાગદોડ કરવા લાગ્યો. હે મેઘ! તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત શરીરવાળો, વ્યાકુળ, ભૂખ્યો, તરસ્યો, દુર્લબ, થાકેલ, માંદો, બહેરો તથા દિગમૂઢ થઈને પોતાના યુથથી છૂટો પડી ગયો. વનની દાવાવળની જ્વાળાઓથી પરા ભૂત થયો. ગર્મીથી, તરસથી, ભૂખથી પીડિત થઈને ભયને પ્રાપ્ત થયો. દુઃખી થયો. તારો આનંદ રસ શુષ્ક થઈ ગયો. આ વિપત્તિથી કેમ છુટકારો મેળવું એ પ્રમાણે વિચાર કરીને ઉદ્વિગ્ન થયો. તને પૂરી રીતે ભય ઉત્પન્ન થયો. તેથી તું આમ તેમ દોડવા લાગ્યો. તે સમયે એક થોડા પાણી વાળ અને ઘણાં કાદવવાળું સરોવર દેખાયું તેમાં પાણી પીવાને માટે ઘાટ વિના તું ઉતર્યો. ત્યાં કિનારાથી દૂર ચાલ્યા ગયા પણ પાણી સુધી ન પહોંચી શક્યા અને વચ્ચોવચ કીચડમાં ફસાઈ ગયા હું પાણી પીવું' એમ વિચારીને ત્યાં તે સૂંઢ ફેલાવી પરંતુ તમારી સૂંઢ પણ પાણી સુધી ન પહોંચી ત્યારે હે મેઘ ! તમે ફરી “શરીરને બહાર કાઢું” એમ વિચારીને જોર કર્યું તો ગાઢ કીચડમાં ફસાઈ પડ્યા. ત્યારે હે મેઘ ! એક વખત એક નવજવાન શ્રેષ્ઠ હાથીને તમોએ સૂંઢ, પગ અને દાંત રૂપ મસૂલોથી પ્રહાર કરીને માર્યો હતો. અને તમારા ટોળા માંથી ઘણાં સમય પહેલા તેને કાઢી મૂકેલ હતો. તે હાથી પાણી પીવાને માટે તેજ સરોવરમાં ઉતર્યો. ત્યાર પછી તે નવજવાન હાથીએ તમને જોયો. જોતાની સાથે જ તમારા પૂર્વના વેરનું સ્મરણ થયું. સ્મરણ થતાની સાથે જ તેને ક્રો ધના ચિન્હ પ્રગટ થયા તેનો ક્રોધ વધી ગયો. તેણે રૌદ્ર રૂપ ધારણ કર્યું અને ક્રોધાગ્નિ થી જલી ઉઠ્યો. તેથી તે તમારી પાસે આવ્યો આવીને તીક્ષ્ણદાંત રૂપી મુસલોથી ત્રણ વાર તમારી પીઠ વીંધી નાખી.અને વીંધીને પૂર્વના વેરનો બદલો લીધો.બદલો લઈને હષ્ટ તુષ્ટ થઈને પાણી પીધું. પાણી પી ને જે દિશાથી આવેલ હતો તે દિશા તરફ પાછો ચાલ્યો ગયો. ત્યાર પછી હે મેઘ ! તમારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ, એ વેદના એવી હતી કે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ તમને જરા પણ ચેન ન હતું. તે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત હતી. અને ત્રિતુલા હતી કઠોર અને દુસ્સહ હતી. તે વેદનાના કારણે તમારું શરીર પિત્ત જ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીર માં દાહ ઉત્પન્ન થઈ ગયો હતો. તે સમયે તમે એવી સ્થિતિમાં રહ્યા. ત્યાર પછી હે મેઘ ! તમે તે ઉજ્જવલ-ચાવતુ દુસ્સહ વેદનાને સાત દિવસ-રાત સુધી ભોગવી. એક સો વીસ વર્ષનું આયુષ્ય ભોગવીને આર્તધ્યાનના વશીભૂત તેમજ દુઃખથી પીડિત થયા, કાળ માસમાં કાળ કરીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારા પર વિધ્યાચલની પાસે એક મન્દોન્મત્ત અને શ્રેષ્ઠ હાથીની એક શ્રેષ્ઠ હાથીણીની કુખમાં હાથીના બચ્ચાના રૂપમાં ઉત્પન્ન થયા ત્યાર પછી તે હાથ ણીએ નવ માસ પૂર્ણ થતાં વસંત ઋતુમાં તમને જન્મ આપ્યો. ત્યાર પછી તે મેઘ ! તું ગભવાસથી મુક્ત થઇને ગજલકભક થઈ ગયો. લાલ કમળની સમાન, લાલ અને સુકો મળ થયો. રક્ત વર્ણ, પારિજાત નામક વૃક્ષ, લાખના રસ, સરસ કુંકુમ અને સંધ્યા કાળના વાદળાના રંગ સમાન રક્ત વર્ણ થયો. પોતાના યૂથપતિને પ્રિય થયો. ગણિકાની સમાન યુવતી હાથણીઓનાં ઉદર પ્રદેશમાં પોતાની સૂંઢ નાખતો થકો કામ ક્રીડામાં તત્પર રહેવા લાગ્યો આ પ્રમાણે સેંકડો હાથીઓથી ઘેરાયેલ થઈને તું પર્વતના રમણીય કાનનો માં સુખ પૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! તું બાલ્યાવસ્થા પાર કરીને યૌવનને પ્રાપ્ત થયો. પછી યૂથપતિના કાળધર્મને પ્રાપ્ત થવા પર તું પોતે જ તે યૂથને વહન કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! વનચરોએ તારું નામ મેરુપ્રભ રાખ્યું. તું ચાર દાંતવાળો હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સાતે અંગોથી ભુમિને સ્પર્શ કરનાર, આદિ પૂર્વોક્ત વિશેષ ણોથી યુક્ત યાવતું સુંદર રૂપવાળો થયો. ત્યાર પછી અન્યદા કોઈ વખતે ગ્રીષ્મકાળના અવસર પર જ્યેષ્ઠ માસમાં વનના દાવાનલની જ્વાલાઓથી વન પ્રદેશ બળવા લાગ્યો. દિશાઓ ધૂમાડાથી ભરાઈ ગઈ. તે સમયે તું વંટોળિયાની જેમ આમ તેમ ભાગદોડ કરવા લાગ્યો, ભયભીત થયો, વ્યાકુળ થયો અને બહુ ફરવા લાયો. ત્યારે હાથીઓ અને હાથણીઓની સાથે તેમનાથી ઘેરાયેલો ચારે બાજૂ એક દિશામાંથી બીજી દિશામાં ભાગ્યો. હે મેઘ ! તે સમયે તે વનના દાવા નળને જોઈને તને આ પ્રમાણોનો અધ્યવસાય યાવતુ ઉત્પન્ન થયો “લાગે છે કે આ પ્રકારની અગ્નીની ઉત્પત્તિ મેં પહેલા ક્યારેક અનુભવેલ છે” ત્યાર પછી હે મેઘ ! વિશુદ્ધ થતી વેશ્યાઓ, શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને જાતિસ્મરણને આવરણ કરનાર કર્મોનો ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા, અને ગવેસણા કરતા તને સંજ્ઞી જીવોને પ્રાપ્ત થવાવાળું જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી હે મેઘ ! – આ અર્થને સમ્યક પ્રકારે જાણવા લાગ્યો કે નિશ્ચય જ હું વ્યતીત થયેલ બીજા ભવમાં આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્રમ વૈતાઢ્ય પર્વતની તલાટીમાં સુખપૂર્વક વિચરતો હતો. ત્યાં આ પ્રકારની મહાન અગ્નિનો સંભવ અનુભવ કરેલ હતો ‘તદન્તર હે મેઘ ! તું - તે ભવમાં તે દિવસના અંતિમ પ્રહર સુધી પોતાના યુથ સાથે વિચરણ કરતો હતો.હેમેઘ ! ત્યાર પછી તૂ કાળ કરીને બીજા ભવમાં સાત હાથ પ્રમાણ ઉંચો યાવતુ જાતિસ્મરણથી યુક્ત, ચાર દાતવાળા મેરુપ્રભ નામનો હાથી થયો. ત્યાર પછી તે મેઘ ! તમને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે મારે માટે શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારા વિધ્યાચલની તળાટીમાં દાવાનલથી રક્ષા કરવા માટે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૩૭ પોતાના યૂથની સાથે એક મોટું મંડલ બનાવું. આ પ્રમાણે વિચાર કરીને તમે સુખપૂર્વક વિચરવા લાગ્યા. ત્યાર પછી હે મેઘ ! તમોએ કોઈ વખત એકવાર પ્રથમ વર્ષાકાળમાં ખૂબ વષ થવા પર ગંગા મહાનદીની પાસે ઘણાં હાથીઓ યાવતુ નાની હાથણીઓથી ઘેરાયેલ થઈને એક યોજન પરિમિત મોટા ઘેરાવાળા અત્યંત વિશાળ મંડળ બનાવ્યું. તે મંડળમાં જે કાઈ પણ ઘાસ. પાંદડા કાષ્ઠ, કાંટા, લતા, વેલ, ઠુંઠા, વૃક્ષ અથવા છોડવા આદિ હતા. તે બધાને ત્રણવાર હલાવી હલાવીને પગથી ઉખેડ્યા, સૂંઢથી પકડ્યા અને એક તરફ લઈ જઈને ફેંકી દીધા. ત્યાર પછી હે મેઘ ! તમે મંડલની સમીપ ગંગા મહાનદીના દક્ષિણ કિનારે, પૂર્વોક્ત સ્થાનોમાં વિચરણ કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! કોઈ અન્ય સમયે મધ્ય વર્ષાઋતુમાં તમે તે સ્થાન પર આવ્યા જ્યાં મંડલ હતું. ત્યાં આવીને બીજીવાર તે મંડળને સાફ કરીને ઠીક કર્યું. એ પ્રમાણે અંતિમ વર્ષા રાત્રિમાં ઘોર વૃષ્ટિ થવા પર જ્યાં મંડલ હતું ત્યા આવ્યા. આવીને ત્રીજી વાર તે મંડલને સાફ કર્યું. હે મેઘ ! કોઈ અન્ય સમયે પાંચ ઋતુ વ્યતીત થઈ જવા પર ગ્રીષ્મ કાળના અવસર પર જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનલના કારણે પાવતુ અગ્નિ ફેલાઈ ગઈ અને મૃગ, પશુ, પક્ષી, તથા સરીસૃપ આદિ ભાગ દૌડ કરવા. લાગ્યા. ત્યારે તું ઘણા હાથીઓની સાથે જ્યાં તે મંડલ હતું ત્યાં જવાને માટે દોડ્યો તે મંડલમાં ઘણાં સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરચ્છ, પારાસર, શરભ, શિયાળ, બિલાડા, કુતરા, સસલા, લીમડી, ચિતા અને ચિલ્લલ આદિ પશુઓ અગ્નિના ભયથી પરા ભૂત થઈને પહેલાથી જ આવીને ઘુસી ગયા હતા. અને એકી સાથે બીલધર્મથી રહેતા હતા. ત્યાર પછી હે મેઘ ! તું જ્યાં મંડલ હતું ત્યાં આવ્યો. હે મેઘ ! તે પગથી શરીર ખંજવાળું, એમ વિચારીને એક પગ ઉંચો કર્યો તે સમયે તે ખાલી થયેલ જગ્યામાં અન્ય બલવાન પ્રાણી ઓ દ્વારા પ્રેરિત એક સસલું પ્રવિષ્ટ થઈ ગયું. તે ખંજવાળીને વિચાર્યું કે હું પગ નીચે મુકું. પરંતુ સસલાને પગની જગ્યામાં ઘુસેલું જોયું. જેઈને પ્રાણીઓની, ભૂતો ની, જીવોના, તથા સત્વોની અનુકંપાથી તે પગ અદ્ધર જ રાખ્યો નીચે ન મુક્યો. હે મેઘ ! તે પ્રાણી-અનુકંપા યાવતુ સત્વાનુકંપાથી તમે એ સંસાર પરીત કર્યો. અને મનુષ્યના આયુનો બંધ કર્યો. ત્યાર પછી તે દાવાનલ અઢી અહો-રાત્રિ પર્યન્ત તે વનને બાળીને પૂર્ણ થઈ ગયો, ઉપરત થઈ ગયો, ઉપશાન્ત થઈ ગયો અને બુઝાઈ ગયો. ત્યારે તે ઘણા સિંહ યાવત્ ચિલ્લલક આદિ પ્રાણીઓએ વનના દાવાનળને પૂરો થયેલો યાવતું બુઝાયેલો જોયે. અને જોઈને તે અગ્નિના ભયથી મુક્ત થયા. તે ભૂખ અને તરસથી પીડિત થતાં તે મંડલથી બહાર નીકળ્યા. અને નીકળીને ચારે તરફ ફેલાઈ ગયા. હે મેઘ ! તે સમયે તું વૃદ્ધ જરાથી જર્જરિત શરીરવાળો તેમજ શિથિલ અને કરચલી વાળી ચામડીથી વ્યાપ્ત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભુખ્યો, શારીરીક શક્તિથી હીન, સહારો ન હોવાથી, નિર્બળ, સામર્થ્યથી અને ચાલવા-ફરવાની શક્તિથી રહિત અને ઠુંઠાની જેમ સ્તબ્ધ થઈ ગયો. વેગથી ચાલું' એવો વિચાર કરીને જ્યાં પગ પસાર્યો કે વિદ્યુતથી આઘાત પામેલ રજતગિરિના શિખરની સમાન બધા અંગોથી તૂધડામ કરતો ધરતી પર પડી ગયો. ત્યાર પછીહે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ તથા દાહજ્વર ઉત્પન્ન થયો તું તેવી સ્થિતિમાં રહ્યો Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૪૩ ત્યારે હે મેઘ ! તું તે ઉત્કટ યાવતું દુસ્સહ વેદનાને ત્રણ રાત્રિ-દિવસ સુધી ભોગવતો રહ્યો. અંતમાં સો વર્ષના પૂરા આયુષ્યને ભોગવીને જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત વર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણી દેવીની કુક્ષીએ કુમારના રૂપમાં ઉત્પન્ન થયો. [૩૮] ત્યાર પછી હે મેઘ ! તું અનુક્રમથી ગર્ભવાસથી બહાર આવ્યો તારો જન્મ થયો. બાલ્યાવસ્થાથી મુક્ત થયો અને યુવાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે મારી પાસે મુંડિત. થઇને ગૃહવાસથી મુક્ત થઇને અણગાર થયો તો હે મેઘ ! તું જ્યારે તિર્યંચયોનિ પર્યાયને પ્રાપ્ત હતો. અને જ્યારે તને સમ્યકત્વ રત્નનો લાભ પણ થયો ન હતો, ત્યારે પણ તે પ્રાણીઓની અનુકંપાથી પ્રેરિત થઈને યાવતુ પોતાનો પગ અધર જ રાખ્યો હતો, તો પછી હે મેઘ ! આ જન્મમાં તો તું વિશાળ કુળમાં જન્મેલો છે. તને ઉપ ઘાતથી રહિત શરીર પ્રાપ્ત થયું છે. પાંચે ઈન્દ્રિયોનું તે દમન કરેલ છે. અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષ કાર અને પરાક્રમથી યુક્ત છે. અને મારી પાસે મુંડિત થઇને ઘરવાસ ત્યાગીને અણગાર બન્યો છે તો પણ પહેલી અને પાછલી રાત્રિના સમયે યાવતું રજકણોથી તારૂં શરીર ભરાઈ ગયું તેને તું સમ્યક પ્રકારથી સહન ન કરી શક્યો ? ક્ષુબ્ધ થયા વિના સહન ન કરી શક્યો? અદીન ભાવથી તિતિક્ષા ન કરી શક્યો?અને શરીરને નિશ્ચલ રાખી સહન ન કરી શક્યો? ત્યાર પછી મેઘ કુમાર અણગારને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી આ વૃતાંત સાંભળી, સમજીને શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયના વિશુદ્ધ થતી વેશ્યા ઓ અને જાતિસ્મરણને રોકનાર જ્ઞાનાવરણના ક્ષયપ શમના કારણે ઈહા, અપોહ, માણ, અને ગવૈષણા કરતા થકા સંશી જીવોને પ્રાપ્ત થનાર જાતિસ્મરણ પ્રાપ્ત થયું તેથી મેઘમુનિએ પોતાનો પૂર્વોક્ત વૃતાંત સમ્યક પ્રકારે જાણી લીધો. તેથી તેને દ્વિગુણિત સંવેગ પ્રાપ્ત થયો. તેનું મુખ આસુ ઓથી ભરાઈ ગયું. હર્ષના કારણે મેઘ ઘારાથી આહત, કદંબ પુષ્પની જેમ તેના રોમાંચ વિકસિત થઈ ગયા તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું- “ભંતે ! આજથી હું મારા બે નેત્રને છોડીને શેષ સમસ્ત શરીર શ્રમણનિગ્રંથોને માટે સમર્પિત કરું છું.”આ પ્રમાણે કહીને મેઘકુમારેફરીશ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું ભગ વંત ! મારી ઈચ્છા છે કે આપ સ્વયં મને બીજીવાર પ્રવ્રજિત કરો. સ્વયંજ મુંડિત કરો થાવતુ સ્વ ભંજ જ્ઞાનાદિક આચાર ગોચર-માટે ભ્રમણ, યાત્રા-પિંડ વિશુદ્ધિ આદિ સંયમ યાત્રા તથા માત્ર-આદિ રૂપ શ્રમણ ધર્મનો ઉપદેશ આપો. - ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયં દીક્ષિત કર્યો યાવતુ સ્વયમેવયાત્રા-માત્રા રૂપ ધર્મનો ઉપદેશ આપ્યો, ત્યાર પછી મેઘકુમાર મુનિએ શ્રમણ ભગવાન મહાવીરનો આ ધાર્મિક ઉપદેશ સમ્યક પ્રકારે અંગીકાર કર્યો, અંગીકાર કરીને તેજ પ્રમાણે વર્તન કરવા લાગ્યા યાવતુ સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. ત્યારે મેઘ ઈયસિમિતિથી યુક્ત અણગાર બન્યા. ત્યાર પછી તે મેઘમુનિઓ શ્રમણ ભગવાન મહા. વીરની પાસે રહીને તથા પ્રકારના સ્થવિર મુનિઓ પાસેથી સામાયિકથી પ્રારંભ કરીને અગીયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે ઘણાં ઉપવાસ, બેલા, તેલા, ચોલા, પંચોલા, આદિથી તથા અર્ધમાસખમણ તેમજ માસખમણ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. Page #47 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૩૯ [૩૯] ત્યાર પછી તે મેઘ અણગારે કોઈ એક સમય શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- “ભગવન્! હું આપની અનુમતિ મેળવીને એક માસની મર્યાદાવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરીને વિચારવાની ઈચ્છા કરું છું. ભગવાને કહ્યું- દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબન્ધ ન કરો શ્રમણ ભગવાન મહાવીર દ્વારા અનુમતિ મેળવેલ એવા મેઘ અણગાર એક માસની ભિક્ષપ્રતિ માને અંગીકાર કરીને વિચારવા લાગ્યા. એક માસની ભિક્ષુપ્રતિમાને યથાસૂત્ર કલ્પ અનુ સાર, માર્ગ અનુસાર સમ્યક પ્રકારે કાયાથી ગ્રહણ કરી, નિરંતર સાવધાન રહીને તેનું પાલન કર્યું. શોધન કર્યું. પાર કરી, કીર્તન કર્યું. આ પ્રમાણે યથાયોગ્ય રૂપે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને શોધિત કરીને, પાર કરીને તેમજ કીર્તન કરીને ફરી ભગવાન મહા વીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. ભગવંત ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું બે માસની બીજી ભિક્ષ પ્રતિમાને અંગીકાર કરીને વિચારવા ઈચ્છું છું. ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો પ્રતિબંધ ન કરો. જે પ્રમાણે પહેલી પ્રતિમામાં છે તે પ્રમાણે બીજી પ્રતિમા બે માસની, ત્રીજી પ્રતિમાં ત્રણ માસની, ચોથી ચાર માસની, પાંચમી પાંચ માસની, છઠ્ઠી છ માસની, સાતમી સાત માસની, આઠમી સાત અહોરાત્રિની, નવમી સાત અહો રાત્રિની દશમી પણ સાત અહોરાત્રિની અને અગીયારમી તથા બારમી પ્રતિમા એક એક અહોરાત્રિની કહેવી જોઈએ. ત્યાર પછી મેઘ અણગારે બારે ભિક્ષુપ્રતિમાઓને સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, યાવતું ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું ભગવાન હું આપની આજ્ઞા મેળવીને ગુણરત્ન સંવત્સર નામક તપ કર્મ અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ગુણરત્ન સંવત્સર નામક તપમાં તેર માસ સત્તર દિવસ ઉપવાસના હોય છે અને તોતેર દિવસ પારણાના હોય છે, આ પ્રમાણે સોળ માસમાં આ તપનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્યાર પછી મેઘ અણગાર પહેલા માસમાં નિરંતર ચતુર્થ ભક્ત સાથે વિચારવા લાગ્યા. દિવસમાં ઉત્કટ આસનથી રહેતા અને સૂર્યની આતાપના લેવાની ભૂમિમાં આતાપના લેતા. રાત્રિમાં પ્રાવરણ રહિત થઈને વીરાસનથી સ્થિત રહેતા. આ પ્રમાણે બીજા મહિને નિરંતર છઠ્ઠ ભક્ત તપ, ત્રીજા મહિને અઠ્ઠમ ભક્ત, ચોથા મહિને દશમ ભક્ત તપ કરતા વિચરવા લાગ્યા. પાંચમા માસમાં બાર-બારનો નિરંતર તપ કરવા લાગ્યા. આ પ્રમાણે છઠ્ઠા માસમાં છ-છ ઉપવાસની, યાવતું સોળમાં માસમાં સોળ-સોળ ઉપવાસની, નિરંતર તપશ્ચર્યા કરતાં વિચરવા લાગ્યા. ત્યાર પછી મેઘ અણગારે ગુણ રત્ન સંવત્સરક નામના તપઃકર્મનું પાલન સૂત્રના અનુસારે યાવતુ સમ્યક્ પ્રકારથી કાયા દ્વારા સ્પર્શ કર્યું, યાવતું કીર્તિત કર્યું. શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, યાવતું. વિચિત્ર પ્રકારના તપ કર્મ કરીને આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. [૪૦] ત્યાર પછી તે મેઘ અણગાર તે ઉરાલ, વિપુલ-, સશ્રીક-, ગુરુદ્વારા પ્રદત્ત બહુમાન પૂર્વકગ્રહીત,કલ્યાણકારી,નીરોગતાજનક શિવમુક્તિનું કારણ,ધન્ય, માંગલ્ય -ઉદગ્ર-ઉદાર- ઉત્તમ- અને મહાન પ્રભાવવાળા તપકર્મથી શુષ્કનીરસ શરીર વાળા, ભૂખ્યા, રુક્ષ, માંસ રહિત અને લોહી રહિત થઈ ગયા ઉઠતા-બેસતાં તેનાં હાડકા ખખ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૪૫ ડવા લાગ્યા તેના હાડકા ફક્ત ચામડાથી મઢેલ હોય તેવા થઇ ગયા. શરીરકૃશ અને નસોથી વ્યાપ્ત થઇ ગયું. તે પોતાના આત્મ બળથી જ ચાલતા. આત્મ બળથી જ ઉભા રહેતા, ભાષા બોલતા થાકી જતા. વાત કરતાં કરતાં થાકી જતા. ત્યાં સુધી કે ‘હું બોલીશ એવો વિચાર કરતાં પણ થાકી જતા. કોલસાથી, લાકડાથી, પાંદડાથી, તલથી, અથવા એરંડના લાકડાથી ભરેલ ગાડી હોય. તડકામાં રાખીને સુકવેલ હોય અથવા કોલસા, લાકડી, પાંદડા આદિ ખૂબ સુકવી લીધા હોય. અને પછી ગાડીમાં ભરેલ હોય. તો તે ગાડી ખડખડ અવાજ કરતી ચાલતી હોય. અને અવાજ કરતી ઉભી રહે, તે પ્રમાણે મેઘ અણગાર હાડકાના ખડખડાટની સાથે ચાલે છે. અને ખડખડાટની સાથે બેસે છે. તે તપ સ્યાથી તો ઉપચિત-હતા. અને માંસ રુધિરથી અપચિત હતા. તે ભસ્મનાં સમૂહથી આચ્છાદિત અગ્નિની સમાન તપસ્યાના તેજથી દેદીપ્યમાન હતા, તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવત્ અનુક્રમથી ચાલતા એક ગામથી બીજા ગામ ઉલ્લંઘન કરતા જ્યાં રાજગૃહ નગર હતું, ગુણશીલ ચૈત્ય હતું ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહ ની આજ્ઞા લઇને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગારને મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતાં આ પ્રમાણે અધ્યવ સાય ઉત્પન્ન થયો.- ‘હું આ પ્રધાન તપના કારણે’ યાવત્ ભાષા બોલીશ, એવો વિચાર કરવા માત્રથી પણ થાકી જાઉં છું. તો અત્યારે મને ઉઠવાની શક્તિ છે. બલ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ,શ્રદ્ધા,ધૃતિ,અનેસંવેગછે.તોજ્યાંસુધીમારાધર્માચાર્ય,ધર્મોપદેશકશ્રમણ ભગ વાન મહાવીર ગંધહસ્તીના સમાન જિનેશ્વર વિચરી રહ્યા છે, ત્યાં સુધી કાલે રાત્રિ ના પ્રભાવ રૂપમાં પ્રગટ થવા ૫૨ યાવત્ સૂર્યના તેજથી જાજ્વલ્યમાન થવા૫૨ હું શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને,આજ્ઞા લઇને સ્વયં જ પાંચ મહા વ્રતોને પુનઃ અંગી કાર કરીને, ગૌતમ આદિ શ્રમણ નિથોને તથા નિગ્રંથી ઓની ક્ષમા યાચી સ્થવિર સાધુઓની સાથે ધીમે ધીમે વિપુલાચલ પર આરૂઢ થઇને સ્વયંજ સઘન મેઘની સમાન પૃથ્વીશિલાપટ્ટકરનુંપ્રતિલેખન કરીને,સંલેખનાસ્વીકાર કરીને, આહાર પાણી નો ત્યાગ કરીને, પાદોપગમન અણસણ ધારણ કરીને મૃત્યુની પણ આકાંક્ષા નહિ કરતાં વિચરું. મેઘમુનિએ આ પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસની રાત્રિ પ્રભાત રૂપમાં પરિણત હોવાપર યાવત સૂર્ય જાજ્વલ્યમાન થવાપર જ્યાં શ્રમણ ભગ વાન હતા ત્યાં પહોંચીને શ્રમણ ભગવાન મહાવી૨ને ત્રણવાર જમણી તરફથી શરૂ કરીને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યા. યોગ્ય સ્થાન પર રહીને ભગ વાનની સેવા કરતા, સન્મુખ, વિનયની સાથે બંને હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા શ્રમણભગવાન મહા વીરે મેઘ અણગારને આ પ્રમાણે કહ્યું - નિશ્ચયથી મેઘ ! મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગરણ જાગતાં થકા તેમને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો યાવત્ જ્યાં હું છું ત્યાં તું તુરત આવ્યો છે. હે મેઘ ! શું આ પ્રમાણેનો અર્થ સમર્થ છે ? મેઘમુનિ બોલ્યા - હા, એ વાત સત્ય છે ત્યારે ભગવાને કહ્યું - ‘દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો.’ ત્યાર પછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હૃષ્ટતુષ્ટ થયા. તેમના હૃદયમાં આનંદ થયો. તે ઉત્થાન કરીને ઉઠ્યા. અને ઉઠીને શ્રમણ ભગ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૪૦ વાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદના કરી. નમસ્કાર કર્યો. સ્વયં પાંચ મહા વ્રતોનું ઉચ્ચારણ કર્યું અને ગૌતમ આદિ સાધુઓને તથા સાધ્વીઓને ખમાવ્યા. સ્થવિર સાથે ધીમે ધીમે વિપુલ નામક પર્વતપર આરુઢ થયા. સ્વયં સઘન મેઘની સમાન કાળા પૃથ્વીશિલા પટ્ટકની પ્રતિલેખના કરી. દર્ભનો સંથારો બીછાવ્યો અને તેનાપર આરુઢ થઈ ગયા. પૂર્વ દિશાની સન્મુખ પદ્માસનથી બેસીને, બંને હાથ જોડીને અને મસ્તકથી સ્પર્શ કરીને આ પ્રમાણે બોલ્યા. અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને નમસ્કાર હો. ત્યાં સ્થિત ભગવાને હું વંદના કરૂં છું. ત્યાં સ્થિત ભગવાન અહિં સ્થિત મને જુઓ. આ પ્રમાણે કહીને ભગવાનને. વંદના નમસ્કા૨ કરીને આ પ્રમાણે કહ્યું ઃ- પહેલા પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે. મૃષાવાદ,અદત્તાદાન,મૈથુન,પરિગ્રહ,ક્રોધ,માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યા ખ્યાન, વૈશુન્ય પરપરિવાદ ધર્મમાં અતિ, અધર્મમાં રતિ, માયા મૃષા અને મિથ્યાદર્શન-શલ્ય, આ બધાના પ્રત્યાખ્યાન કરેલા છે. અત્યારે પણ હું તે ભગવાનની સામે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવત્ મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કરું છું. તથા બધા પ્રકારના અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ રૂપ, ચારે પ્રકારના આહારના જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરું છું. અને આ શરીર જે ઈષ્ટ છે. કાન્ત અને પ્રિય છે. યાવત્ રોગ શૂલાદિક આતંક, બાવીસ પરિષહ અને ઉપસર્ગથી જેની રક્ષા કરાય છે તેવા આ શરી૨નો પણ હું અંતિમ શ્વાસોચ્છ્વાસે પરિત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને સંલેખનાને અંગીકાર કરીને કરીને મૃત્યુની પણ કામના ન કરતા થકા મેઘમુનિ વિચરવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવંત ગ્લાનિ રહિત થઇને મેઘ અણગારની વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી તે મેઘ અણગાર ત્રીસ દિવસ ઉપવાસ કરીને આલોચના-પ્રતિક્રમણ કરીને શલ્યને હટાવીને સમાધિને પ્રાપ્ત થઇને અનુક્રમથી કાળધર્મને પ્રાપ્ત થયા. ત્યાર પછી મેઘ અણગારની સાથે ગયેલા સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાળ ગત જોયા. જોઇને પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો. મેઘ મુનિના ઉપકરણને ગ્રહણ કર્યા અને વિપુલ પર્વતથી ધીમે ધીમે નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે બોલ્યા. આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણ ગાર સ્વભાવથી ભદ્ર અને યાવત્ વિનીત હતા, તે દેવાનુપ્રિય ની અનુમતિ લઇને યાવત્ ભક્તપાનના પ્રત્યાખ્યાન કરીને અનુક્રમથી કાળ ધર્મને પ્રાપ્ત થયા. હે દેવાનુપ્રિય ! આ છે મેઘ અણગારના ઉપકરણ. [૪૧] ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. મેઘ અણગાર કાળના અવસરે કાળ કરીને કઈ ગતિમાં ગયા ? અને કયા સ્થાને ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! તે મેઘમુનિ સમાધિને પ્રાપ્ત થઇને, ઉપર ચંદ્ર,સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષચક્રથી ઘણાં યોજન,ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, કરોડો યોજન, ઘણાં ક્રોડાક્રોડી યોજન ઓળંગીને ઉપર જઇને સૌધર્મ, યાવત્ અચ્યુત, દેવલોકને તથા ત્રણસો અઢાર નવર્ગીવેયકના વિમાનોને ઓળંગીને વિજય નામના મહાવિમાનમાં દેવ રૂપ ઉત્પન્નથયા છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૪૭ મેઘનામના દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. ‘ભગવાન’ તે મેઘદેવ તે દેવલોકથી આયુનો ક્ષય કરી, દેવ ભવના કારણા ભૂત કર્મોનો ક્ષય કરીને અથવા દેવ ભવના શરીરનો ત્યાગ કરીને થવા દેવલોકથી ચ્યવન કરીને કઇ ગતિમાં જશે ? ક્યા સ્થાનપર ઉત્પન્ન થશે ? ‘હે ગૌતમ ! મહાવિદેહ વર્ષમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. સમસ્ત મનોરથોને સંપન્ન કરશે. કેવળ જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે. સમસ્ત કર્મોથી મુક્ત થશે અને પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. ‘આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રવચ નની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવત્ મુક્તિને પ્રાપ્ત થયા છે. આપ્ત ગુરુએ અવિનીત શિષ્યને ઉપાલંભ દેવો જોઇએ. આ પ્રયોજનથી પ્રથમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. એમ હું કહું છું. અઘ્યયનઃ ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૨ -સંઘાટ [૪૨] જો શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ જ્ઞાતાધ્યાનનો આ અર્થ કહ્યો છે તો હે ભગવાન ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજ ગૃહ નામનું હતું.તે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતા.તેમહાન હિમવન્ત પર્વત સમાન હતા, ઈત્યાદિ તે ગુણશીલ ચૈત્યની ન અધિક દૂર કે ન અતિ નજીક એક ભાગમાં એક પડી ગયેલું જીર્ણ ઉદ્યાન હતું. તે ઉદ્યાનના દેવકુલ વિનષ્ટ થઇ ગયા હતા. તેમના દ્વારો આદિના તોરણ અને બીજા ગૃહ ભગ્ન થઇ ગયા હતા. વિવિધ પ્રકારના ગુચ્છા ગુલ્મો, અશોક આદિની લતાઓ, કાકડી આદિની વેલો અને આંબા આદિના વૃક્ષોથી તે ઉદ્યાન વ્યાપ્ત હતું સેંકડો વન્ય પશુઓના કારણે તે ભય ઉત્પન્ન કરતું હતું. તે જીર્ણ ઉદ્યાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક તુટેલ કૂવો પણ હતો. તે ભગ્ન કુવાથી ન અતિ દૂર કે ન અતિ નજીક એક જગ્યાએ એક મોટું માલુકાકચ્છ હતું. તે અંજનની સમાન કાળા વર્ણવાળું હતું અને જોના૨ને કૃષ્ણવર્ણજ જોવામાં આવતું યાવત્ રમણીય અને મહામેઘના સમૂહ જેવું હતું. તે ઘણા વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લત્તાઓ, વેલો, તૃણો, કુશો, અને ઠુંઠાથી વ્યાપ્ત હતું અને ચારે તરફથી ઢાંકેલ હતું તે અંદરથી પોલું અથિત્ અંદર દૃષ્ટિનો સંચાર ન હોઇ શકવાને કારણે સઘન હતું. અનેક સેંકડો હિંસક પશુઓ અથવા સર્પોના કારણે શંકા જનક હતું. [૪૩] તે રાજગૃહ નગરમાં ધન્યસાર્થવાહ હતો. તે સમૃદ્ધિશાળી હતો. તેજસ્વી હતો. અને તેના ઘરે ઘણું ભોજન પાણી તૈયાર થતું હતું. તે ધન્ય સાર્થવાહની ભદ્રાપત્ની હતી. તેના હાથ પગ સુકુમાળ હતા. પાંચ ઈન્દ્રિયો હીનતાથી રહિત અને પરિપૂર્ણ હતી. તે સ્વસ્તિક આદિ લક્ષણો અને તલ, મસા આદિ વ્યંજનના ગુણોથી યુક્ત હતી. માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતી. સારી રીતે ઉત્પન્ન થયેલ સુંદર બધા અવયવોને કારણે તે સુંદરાંગી હતી. તેનો આકાર ચંદ્રમાની સમાન સૌમ્ય હતો. તે પોતાના પતિને માટે મનોહર હતી. જોવામાં પ્રિય લાગતી હતી. મુઠ્ઠીમાં સમાય જાય તેવો તેનો મધ્યભાગ ત્રિવલીથી સુશોભિત હતો. કુંડલોથી તેના ગંડસ્થલની રેખાઓ ઘસાતી રહેતી હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સમાન સૌમ્ય હતું તે શ્રૃંગારનું આવાસ હતી. તેનો વૈષ સુંદર હતો. યાવત્ તે પ્રતિરૂપ હતી. પરંતુ તે વંધ્યા હતી. પ્રસવના સ્વભાવથી રહિત હતી. જાનુ અને કૂપરનીજ માતા હતી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નાયાઘમ્મ કહાઓ - ૧/- ૨/૪૪ [૪૪] તે ધન્ય સાર્થવાહને પંથક નામનો દાસ ચેટક હતો. તે સવગ સુંદર હતો. માંસથી પુષ્ટ અને બાળકોને રમાડવામાં કુશળ હતો. તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગર માં નગરના ઘણા વ્યાપારીઓ, શ્રેષ્ઠિઓ અને સાર્થવાહોના તથા અઢાર શ્રેણિયો અને પ્રશ્રેણિઓના ઘણા કાર્યોમાં કુટુંબોમાં અને મંત્રણાઓમાં યાવતુ ચક્ષુની સમાન માર્ગદર્શક હતો અને પોતાના કુટુંબમાં પણ ઘણા કાયોમાં યાવતું ચક્ષુની સમાન હતો. [૪૫] તે રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનાર, ચંડાલ જેવા રૂપવાળો, અત્યંત ભયાનક અને દૂર કર્મ કરનાર હતો. કૃદ્ધ થયેલ પુરુષ સમાન દેદીપ્યમાન અને લાલ નેત્રવાળો હતો. તેમની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત, અને બીભત્સ હતી તેના હોઠ આપસમાં મળતા ન હતા. તેના માથાના વાળ હવામાં ઉડતા હતા. વિખરાયેલા અને લાંબા હતા ભ્રમર અથવા રાહુ સમાન કાળા હતા. તે દયા અને પશ્ચાત્તાપથી રહિત હતો. દારુણ હતો. તે કારણે ભય ઉત્પન્ન કરતો હતો. નર ઘાતક હતો. તેને પ્રાણીઓ ઉપર અનુકંપા ન હતી. તે સાપની જેમ એકાંત દ્રષ્ટિવાળો હતો, તે છૂરાની જેમ એક ધારવાળો હતો, તે ગીધની સમાન માંસનો લોલુપી અને અગ્નિ સમાન સર્વ ભક્ષી હતો,જળની સમાન સર્વગ્રાહી હતો. તે ઉત્કચનમાં વંચનમાં-માયામાં, નિકૃતિ માં ફૂડ, કપટ કરવામાં સાતિસંપ્રયોગ કરવામાં અતિ નિપુણ હતો. તે લાંબા કાળથી નગરમાં ઉપદ્રવ કરતો હતો. તેનું શીલ, આચાર, ચારિત્ર અત્યંત જૂષિત હતું. તે ધૃતમાં આસક્ત હતો, મદિરા પાનમાં અનુરક્ત હતો,ગૃદ્ધ હતો,અને માંસમાંલોલુપ હતો.લોકો ના દ્દયને વિદારણ કરી દેનાર, સાહસિક, ગુપ્ત કાર્ય કરનાર, વિશ્વાસઘાતી અને આગ લગાડનાર, દેવદ્રોણી આદિને ભેદનાર અને હાથની ચતુરાઈથી યુક્ત હતો. પરદ્રવ્ય હરણ કરવામાં હંમેશ તૈયાર રહેતો હતો. તીવ્ર વેરવાળો હતો. તે વિજય ચોર રાજગૃહ નગરમાં પ્રવેશ કરવાના માગો, નીકળવાના માર્ગો. દ્વારો, પાછળની બારીઓ, છિંડીઓ, કિલ્લાની નાની બારીઓ, ગટર, રસ્તા મળવાની જગ્યાઓ, રસ્તા અલગ-અલગ થવાના સ્થાનો. જુગારના અડ્ડાઓ, મદિરાપાનના સ્થ નો વેશ્યાના ઘરો, ચોરોના ઘરો શ્રઘાંટકો-ચોક, અનેક માર્ગ મળવાના સ્થાનો, નાગ દેવના ઘરો, ભૂતોના ઘરો, યજ્ઞગૃહો, સભાસ્થાનો, પરબો, દુકાનો અને શૂન્યગૃહોને જોતો ફરતો હતો તે સ્થાનોના ગુણાવગુણની માગણી કરતો હતો, ગવેષણ કરતો હતો. ઘણા માણશોના છિદ્રોનો વિચાર કરતો હતો, રોગની તીવ્રતા, ઈષ્ટ જનોનો વિયોગ, વ્યસન રાજ્ય આદિ તરફથી આવેલ સંકટ, ઉત્સવ, પ્રસવમદનત્રયોદશી આદિ તિથી ઓ, ક્ષણયજ્ઞ-કૌમુદી આદિ પવમાં ઘણા લોકો મદ્યપાનથી મત્ત થઈ ગયા હોય, પ્રમત્ત થયા હોય, કોઈ કાર્યમાં વ્યસ્ત હોય, વિવિધ કાર્યોમાં આકુળ-વ્યાકુળ હોય, સુખમાં કે દુઃખમાં હોય, પરદેશ ગયા હોય કે પરદેશ જવા માટે તૈયારીમાં હોય, એવા અવસર પર તે લોકોના છિદ્રનો, એકાંત અવસરનો વિચાર કરતો હતો. તે વિજય ચોર રાજગૃહ નગરની બહાર પણ આરામોમાં, ઉદ્યાનોમાં, વાવડીમાં, પુષ્કરણીઓમાં દીધિકાઓમાં, ગુંજાલિકાઓમાં સરોવરોમાં, સરોવરની પંક્તિઓમાં, સરમાં, જીર્ણ ઉદ્યા નોમાં, ભગ્ન કૂપોમાં, માલુકાકચ્છની ઝાડીમાં સ્મશાનમાં, પર્વતની ગુફાઓમાં લયનોતથા ઉપસ્થાનોમાં લોકોના છિદ્રો આદિ જોતો વિચરતો હતો. [૪૬] ધન્ય સાર્થવાહની પત્ની ભદ્રા એકવાર કદાચિત્ મધ્યરાત્રિના સમયે કુટુંબ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ ૪૯ સંબંધી ચિંતા કરી રહી હતી, કે તેને આ પ્રકારનો વિચાર-યાવત્ ઉત્પન્ન થયો-ઘણાં વર્ષો થી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગન્ધ અને રૂપ આ પાંચે પ્રકારના મનુષ્ય સંબંધીકામભોગ ભોગવતી થકી વિચરું છું, પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓને મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારું પ્રાપ્ત થયું છે.જે માતાઓ, હું માનું છું કે,પોતાની કુંખથી ઉત્પન્ન થયેલ, સ્તનોનું દૂધ પીવા માં લુબ્ધ, મીઠા બોલ બોલનાર, તોતડું તોતડું બોલનાર અને મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે અને પછી કોમળ કમળ સમાન હાથોથી તેમને તેડીને પોતાની ગોદ માં બેસાડે છે. અને વારંવાર અતિશય પ્રિય વચનમય મધુર ઉલ્લાપ કરે છે. હું અધન્ય છું, પુણ્યહીન છું, કુલક્ષણા છું અને પાપિણી છું કે તેમાંથી એક પણ વિશેષણ ન પામી શકી. તેથી મારા માટે એજ શ્રેયસ્કર છે કે આગામી કાલે રાત્રિના પ્રભાત રૂપમાં પ્રગટ થવા પર અને સૂર્યોદય થવા પર ધન્ય સાર્થવાહને પૂછીને, આજ્ઞા લઇને હું ઘણો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવીને, ઘણાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર ગ્રહણ કરીને, ઘણી સંખ્યામાં મિત્રો, જ્ઞાતિજનો નિજજનનો, સ્વજનો, સંબંધી ઓ તથા પરિજનોની મહિલાઓથી પરિવૃત થઇને રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, અને વૈશ્રમણ આદિ દેવોના આયાતન છે અને તેમાં જે નાગની પ્રતિમા યાવતુ વૈશ્રમણની પ્રતિમા છે, તેમની બહુમૂલ્ય પુષ્પા દિથી પૂજા કરીને ઘુંટણ અને પગ નમાવીને કહું કે-હે દેવાનુપ્રિય ! જો હું એક પુત્ર અથવા પુત્રીને જન્મ આપુ તો હું તમારી પૂજા કરીશ, પર્વના દિવસે દાન આપીશ. ભાગ- આપીશ અને તમારા અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ આ પ્રમાણે મારી ઈષ્ટ વસ્તુની યાચના કરું. ભદ્રાએ આ પ્રમાણે. વિચાર કરીને બીજા દિવસે યાવત્ સૂર્યોદય થવાપર જ્યાં ધન્ય સાર્થવાહ હતો, ત્યાં. આવીને બોલી- દેવાનુપ્રિય ! મેં આપની સાથે ઘણા વર્ષો સુધી કામભોગ ભોગવેલ છે. યાવત્ હું અધન્ય પુણ્યહીન, લક્ષણહીન છું. તો હે દેવાનુપ્રિય ! હું ઇચ્છું છું કે આપની આજ્ઞા લઇને વિપુલ અશન આદિ તૈયાર કરાવીને નાગ આદિદિવોની પૂજા કરું યાવત્ તેના અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ભદ્રા ભાનિ કહેવું-હે દેવાનુપ્રિયે ! નિશ્ચયથી મારો પણ તે જ મનોરથ છે કે કોઇ પણ પ્રકારે તમે પુત્ર અથવા પુત્રીને જન્મ આપો. આ પ્રમાણે કહીને ભદ્રા સાર્થવાહીને અનુમતિ આપી. ત્યાર પછી ભદ્રા સાર્થવાહી હષ્ટ તુષ્ટ યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળી થઇને વિપુલ અશન પાનખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા અને અલંકારોને ગ્રહણ કરે છે, અને પોતાના ઘરથી બહાર નીકળે છે. રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઇને, નીકળીને જ્યાં પુષ્કરણી છે ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચીને પુષ્કરણીના કિનારે તે ઘણાં પુષ્પ યાવત્ માળા અને અલંકાર રાખી દીધા. રાખીને પુષ્કરણીમાં પ્રવેશ કર્યો જલમજ્જન કર્યું, જળ ક્રિડા કરી, સ્નાન કર્યું અને બલિકર્મ કર્યું. ત્યાર પછી ઓઢવા-પહેરવાના બંને ભીના વસ્ત્રો ધારણ કરેલ ભદ્રા સાર્થવાહીએ ત્યા જે ઉત્પલ કમળ અને સહસ્ર પત્ર કમળ આદિ હતા તે ગ્રહણ કર્યા. પછી પુષ્કરણીથી બહારની નીકળી. નીકળીને પહેલા રાખેલ ઘણાં પુષ્પ ગંધ, માળા આદિને લીધા. અને લઈને જ્યાં નાગગૃહ હતું, યાવત વૈશ્રમણ ગૃહ હતું ત્યાં. પહોંચીને તેમાં સ્થિત નાગની પ્રતિમા યાવત્ વૈશ્રમણની પ્રતિમા પર દૃષ્ટિ પડતાં જ તેને 4 Jaincation International Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નાયાધમ્મ કહાઓ - ૧ /૨/૪૬ નમસ્કાર કર્યો. કાંઈક નીચે નમી. મોર પીછી લઇને તેનાથી નાગ પ્રતિમા યાવતુ વૈશ્રમણ પ્રતિમાનું પ્રમાર્જન કર્યું. જળની ધારાથી અભિષેક કર્યો. અભિષેક કરીને રૂછાવાળા અને કોમળ કષાય રંગવાળા સુગંધિત વસ્ત્રથી પ્રતિમાનું અંગ લુછ્યું. લુછીને બહુમૂલ્ય વસ્ત્રો પહેરાવ્યા, પુષ્પમાળા પહેરાવી, ગંધનું લેપન કર્યું, ચૂર્ણ ચડાવ્યું અને શોભા જનક વર્ણનું સ્થાપન કર્યું. યાવત્ ધૂપ જલાવ્યો ત્યાર પછી ઘુંટણ અને બંને પગ ટેકાવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- “જો હું પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો તમારી પૂજા કરીશ, યાવતું અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ, આ પ્રમાણે ભદ્રા સાર્થવાહી માનતા કરીને જ્યાં પુષ્કરણી હતી ત્યાં આવે છે, અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી થકી યાવતું વિચરવા લાગી. ભોજન કરીને પછી શુચિ થઈને પોતાના ઘરે આવી. ત્યાર પછી ભદ્રા સાર્થવાહી ચતુર્દશી અષ્ટમી, અમાવાસ્યા અને પર્ણિમાના દિવસે વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરતી અને તૈયાર કરીને ઘણાં નાગાયતનોમાં યાવતુ વૈશ્રમણ આયતનોમાં દેવોનો ભોગ ચડાવતી અને નમસ્કાર કરતી થકી વિચરતી હતી. [૪૭] ત્યાર પછી ભદ્રા સાર્થવાહી કંઈક સમય વ્યતીત થઈ જવા પર એકદા ગર્ભવતી થઈ. ભદ્રા સાર્થવાહીને. ત્રીજો મહિનો ચાલતો હતો, ત્યારે તેને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો તે માતાઓ ધન્ય છે, યાવતું તે માતાઓ શુભ લક્ષણવાળી છે જે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર તથા ઘણાં પુષ્પ, ગંધ, વસ્ત્ર અને માળા તથા અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન સંબંધી અને પરિજનોની સ્ત્રીઓની સાથે ઘેરાયેલી થઈને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે. નીકળીને જ્યાં પુષ્કરણી છે ત્યાં જાય છે અને પુષ્ક રણીમાં અવગાહન કરીને સ્નાન કરે છે, બલિકર્મ કરે છે અને બધા અલંકારોથી વિભૂષિત થાય છે. પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું આસ્વાદન કરતી થકી તથા પરિભોગ કરતી થકી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે ભદ્રા સાથે વાહીએ વિચાર કર્યો. ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! મને ગર્ભના પ્રભાવથી આવો દોહદ ઉત્પન્ન થયો છે, કે તે માતાઓ ધન્ય છે યાવતુ સુલક્ષણા છે કે જેપોતાના દોહદને પૂર્ણ કરે છે ઈત્યાદિ, તેથી હે દેવાનુપ્રિય! આપની આજ્ઞા હોય તો હું પણ આ રીતે દોહદ પૂર્ણ કરતી વિચરું.' સાર્થવાહે કહ્યું-દેવાનુપ્રિયે! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. તેમાં ઢીલ ન કરો.” ત્યાર પછી ધન્ય સાર્થવાહની આજ્ઞા મેળવેલ ભદ્રા સાર્થવાહી હૃષ્ટ તુષ્ટ થઈ યાવતુ ભદ્રા સાર્થવાહીએ તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો યાવતુ ઉપભોગ કરીને પોતાના દોહદને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને જે દિશા થી આવેલ હતી તે દિશામાં ચાલી ગઈ. યાવતુ તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ નવ માસ અને સાડા સાત દિવસ-રાત્રિ પૂર્ણ થવા પર સુકુમાર હાથ પગ વાળા બાળકને જન્મ આપ્યો. ત્યાર પછી તે બાળકની માતા-પિતાએ પ્રથમ દિવસે જાતકર્મ નામક સંસ્કાર કર્યો. કરીને તેજ પ્રકારે યાવતુ અશન, પાન, ખાદિમ આહાર તૈયાર કરાવ્યો. તૈયાર કરાવી મિત્ર, જ્ઞાતિજનો આદિને ભોજન કરાવીને આ પ્રકારે ગુણનિષ્પન્ન દેવદત્ત' નામ રાખ્યું ત્યાર પછી તે બાળકના માતા-પિતાએ તે દેવતાઓની પૂજા કરી તેમને દાન Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ ૫ આપ્યું પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી. [૪૮] ત્યાર પછી પંથક નામક દાસચેટક દેવદત્ત બાળકનો બાળગ્રાહી નિયુક્ત. થયો. તે દેવદત્ત બાળકને કમરમાં લઈ લેતો. અને લઇને ઘણાં બાળકો, બાલીકાઓ, કુમારો અને કુમારીઓની સાથે ઘેરાયેલો થઇને બાળકને રમાડતો. ત્યાર પછી ભદ્રા. સાર્થવાહીએ કોઈ સમય સ્નાન કરેલ, બલિકર્મ, કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરેલ તથા સમસ્ત અલંકારોથી વિભૂષિત કરેલ દેવદત્ત બાળકને દાસચેટક પંથકના હાથમાં સોંપ્યો. ત્યાર પછી પંથક દાસચેટકે બાળકને લઈને પોતાની કમરમાં ગ્રહણ કર્યો તે પોતા ના ઘરથી બહાર નીકળ્યો. બહાર નીકળીને ઘણાં બાળકો, બાળીકાઓ યાવતુ કુમારીકાઓથી ઘેરાયેલો છે જ્યાં રાજમાર્ગ હતો ત્યાં આવ્યો. આવીને દેવદત્ત બાળકને એકાંત. માં એક તરફ બેસાડી દીધો. બેસાડીને ઘણી સંખ્યામાં બાળકો યાવતુ કુમારીકા ઓની સાથે અસાવધાન થઈને રમવા લાગ્યો. આ સમયે વિજય ચોર રાજગૃહ નગરના ઘણાં દ્વારો તેમજ અપદ્વારો આદિને યાવતુ દેખતો, તેમની માર્ગણા કરતો, ગવેષણા કરતો જ્યાં દેવદત્ત હતો, ત્યાં આવ્યો. આવીને દેવદત્ત બાળકને બધા આભૂષણોથી વિભૂષિત જોયો. જોઇને દેવદત્ત બાળકના આભરણો અને અલંકારોમાં મૂર્શિત, પૃદ્ધ અને અર્ધ્વપપન્ન થઈ ગયો. તેણે દાસચેટક પંથકને બેખબર જોયો અને ચારે તરફ દિશાઓનું આલોકન કર્યું. પછી બાળક દેવદત્તને ઉઠાવ્યો. અને ઉઠાવીને કાંખમાં લઈ લીધો ઓઢવાના કપડાથી તેને ઢાંકી લીધો. પછી શીઘ, ત્વરિત, ચપળતા અને ઉતાવળની સાથે રાજગૃહ નગરના અપઢારોથી બહાર નીકળી ગયો. નીકળીને જ્યાં જીર્ણ ઉદ્યાન હતું અને જ્યાં તૂટ્યો-ફૂટ્યો કુવો હતો, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને. દેવદત્ત બાળકને જીવનથી રહિત કરી દીધો. તેને નિર્જીવ કરીને તેના બધા આભરણો અને અલંકારો ઉતારી લીધા. પછી બાળક દેવદત્તના પ્રાણહીન ચેષ્ટાહીન અને નિર્જીવ શરીરને તે ભગ્ન કુવામાં ફેંકી દીધું. ત્યાર પછી તે ચોર માલુ કાકચ્છમાં ચાલ્યો ગયો અને નિશ્ચલ એટલે ગમનાગમન રહિત, નિષ્પન્દ હાથ પગને પણ ન હલાવતો, મૌન રહીને દિવસની સમાપ્તિ થવાની રાહ જોવા લાગ્યો. [૪૯] ત્યાર પછી તે પંથક નામક દાસચેટક થોડા સમય પછી જ્યાં બાળક દેવદત્તને બેસાડેલ હતો, ત્યાં પહોંચ્યો. પહોંચવા પર તેણે દેવદત્ત બાળકને તે સ્થાન પર ન જોયો. તે રોતો, ચિલ્લાતો અને વિલાપ કરતો દરેક જગ્યાએ તેની શોધ કરવા લાગ્યો. પરંતુ ક્યાંય પણ બાળક દેવદત્તની ખબર ન મળી છીંક વગેરેના શબ્દ પણ ન સંભળાયા, ન પતો લાગ્યો. ત્યારે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહેવા લાગ્યો – સ્વામિનું ! યાવતુ દરેક જગ્યાએ તેની શોધ કરી પરંતુ ખબર ન પડી કે સ્વામિનું! બાળક દેવદત્તને કોઈ મિત્રાદિ પોતાના ઘરે લઈ ગયો, ચોર અપહરણ કરી ગયો, અથવા કોઈએ લલચાવેલ છે ! આ પ્રમાણે ધન્ય સાર્થવાહના પગમાં પડીને તેને આ વાત કહી. ત્યાર પછી ધન્ય સાથે વાહ પંથક દાસચેટકની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને મહાન પુત્ર શોકથી , વ્યાકુળ થઈને, કુહાડાથી કાપેલ ચંપક વૃક્ષની જેમ ઘડામ કરતો પૃથ્વી ઉપર બધા અંગો થી પડી ગયો મૂર્શિત થઈ ગયો. ત્યાર પછી ધન્ય સાર્થવાહ થોડીવાર પછી હોંશમાં આવ્યો. માનો કે તેના પ્રાણ પાછા આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારે તરફ તપાસ કરી. પરંતુ ક્યાંયથી દેવદત્ત બાળકને પતો ન લાગ્યો. ત્યારે તે પોતાના ઘરે આવ્યો. આવીને Page #55 -------------------------------------------------------------------------- ________________ પર નાયાધમ્મ કહાઓ - ૧ -J૨૪૯ બહુમૂલ્ય ભેટ લીધી અને જ્યાં નગર રક્ષકકોટ વાળા હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને તે બહુમૂલ્ય ભેટ સામે રાખી અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મારો પુત્ર અને ભદ્રા. ભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઈષ્ટ છે, યાવતું ઉંબરના ફૂલની જેમ તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનનું તો કહેવું જ શું? એવા બાળક દેવદત્તને ભદ્રાએ સ્નાન કરાવીને અને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને પંથકના હાથમાં સોંપી દીધો. યાવતું પંથકે મારા પગમાં પડીને મને નિવેદન કર્યું. હું ઇચ્છું છું કે આપ દેવદત્ત બાળકની બધી જગ્યાએ માગણા-ગવેષણા કરો. ત્યાર પછી તે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર કવચ તૈયાર કર્યું, તેને કસોથી બાંધ્યું અને શરીર પર ધારણ કર્યું. ધનુષ રૂપી પટ્ટીકા ઉપર પ્રત્યંચા ચઢાવી. અથવા ભુજાઓ પર ચામડાનો પટ્ટો બાંધ્યો. આયુધ અને પ્રહરણ ગ્રહણ કર્યા. પછી ધન્ય સાર્થવાહની સાથે રાજગૃહ નગરના ઘણાં નીકળવાના માર્ગો યાવતું પરબ આદિમાં શોધ કરીને રાજગૃહ નગરની બહાર નીકળ્યા નીકળીને જ્યાં જીર્ણ ઉદ્યાન અને ભગ્ન કુવો છે ત્યાં આવ્યા. આવીને તે કુવામાં નિષ્ઠાણ, નિશ્રેષ્ટ, તેમજ નિર્જીવ દેવદત્તના શરીરને જોયું. જઈને હા, હા, અહો અકાર્ય ?' આ પ્રમાણે કહીને તેઓએ દેવદત્ત કુમારને તે ભગ્ન કુવામાંથી બહાર કાઢ્યો અને ધન્ય સાર્થવાહના હાથમાં સોંપી દીધો. [૫૦] ત્યાર પછી તે નગરરક્ષક વિજય ચોરના પગના નિશાનોનું અનુસરણ કરતા માલુકાકચ્છમાં પહોંચ્યા. તેની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને વિજય ચોરને પંચની સાક્ષી પૂર્વક, ચોરીના માલની સાથે, ગર્દનમાં બાંધ્યો. અને જીવતો પકડી લીધો. પછી હાડકાની લાકડી, મુષ્ટિ, ઘુંટણો અને કોણીઓના પ્રહાર કરીને તેના શરીરને ભગ્ન અને મથિત કરી દીધું-એવો માર માર્યો કે તેનું શરીર સાવ ઢીલું પડી ગયું. તેની ગર્દન અને બંને હાથ પીઠ તરફ બાંધી દીધા. પછી બાળક દેવદત્તના આભરણ કન્જામાં કર્યો. ત્યાર પછી વિજય ચોરને ગર્દનથી બાંધ્યો, અને માલુકાકચ્છથી બહાર નીકળ્યા.જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવીને રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો, અને નગરના ત્રિક, ચતુષ્ક, ચત્વર તેમજ મહાપથ આદિ માગમાં કોરડાનો પ્રહાર, છડીઓના પ્રહાર, કંબાથી પરહાર કરતા કરતા અને તેના ઉપર રાખ, ધૂળ અને કચરા નાખતા થકા મોટા અવાજથી ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિયો ! આ વિજય નામનો ચોર યાવતુ ગીધની સમાન માંસભક્ષી, બાળ ઘાતક તેમજ બાળકનો હત્યારો છે. હે દેવાનુપ્રિય ! કોઇ રાજા, રાજપુત્ર અથવા રાજાનો અમાત્ય તેના માટે અપરાધી નથી એટલે કોઈ નિષ્કારણ તેને દંડ નથી આપતું. આ વિષયમાં તેણે પોતે કરેલ કર્મ જ અપરાધી છે. આ પ્રમાણે કહીને જ્યાં ચારક શાળા હતી, ત્યાં પહોંચીને તેને બેડીઓથી જકડી લીધો. ભોજન પાણી બંધ કરી દીધા. અને ત્રણે સંધ્યા કાળોમાં ચાબુક આદિનો પ્રહાર કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી ધન્ય સાથે વાહે મિત્ર, જ્ઞાતિ નિજક, સ્વજન, સંબંધી, પરિજનોની સાથે રોતા રોતાં યાવતુ વિલાપ કરતાં કરતાં બાળક દેવદત્તના શરીરના ઋદ્ધિ, સત્કારના સમૂહની સાથે નીહરણ કર્યું, મૃતકકૃત્ય કરીને કાળાન્તરમાં તે શોકથી રહિત થઈ ગયા. [૫૧] ત્યાર પછી કોઈ સમયે ચાડી કરનારાઓએ ધન્ય સાર્થવાહને નાનો એવો રાજકીય અપરાધ લગાડ્યો. ત્યારે પકડીને જ્યાં કારાગાર હતું ત્યાં લઈ ગયા. લઈ જઈને Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ પ૭ કારાગારમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને વિજય ચોરની સાથે એકજ બેડીમાં બાંધી દીધો. ત્યાર પછી ભદ્રા ભાયએ બીજે દિવસે યાવતું સૂર્યના જાજ્વલ્યમાન થવા પર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કર્યો. ભોજન તૈયાર કરીને, ભોજન, રાખવાનું પિટક બરાબર કર્યું અને તેમાં ભોજનનું પાત્ર રાખી દીધું. પછી તે પિટકને લાંછિત કર્યું અને તેના ઉપર મહોર લગાવી. સુગંધિ પાણીથી પરિપૂર્ણ નાનો એવો ઘડો. તૈયાર કર્યો. પછી પંથક દાસચેટકને અવાજ કર્યો, અને કહ્યું- હે દેવાનુપ્રિય ! તું જા અને આઅશનાદિકારાગૃહમાં ધન્યસાર્થવાહની પાસે લઈ જા.ત્યારે પંથકે ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર હષ્ટ-તુષ્ટ થઈને જ્યાં કારાગૃહ હતું અને જ્યાં ધન્ય સાર્થવાહ હતો. ત્યાં પહોંચ્યો. પહોંચીને ભોજનનો પિટક રાખ્યો. તેને ચિલ અને મહોરથી રહિત કર્યા પછી ભોજનનાં. પાત્રો લીધા. તેને ધોયા. પછી હાથ ધોવાનું પાણી આપ્યું, અને ત્યાર પછી ધન્ય સાર્થવાહને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન પિરસ્ય. તે સમયે વિજય ચોરે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- દેવાનું પ્રિય ! તમે મને આ વિપુલ અશનાદિ હિસ્સો આપો.' ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું - હે વિજય! ભલે હું આ વિપુલ અશનાદિ કાગડા કુતરાને આપું પણ તું પુત્રઘાતક, પુત્રહન્તા શત્રુ વેરી, પ્રતિકૂલ આચરણ કરનાર અને પ્રત્યેક વાતમાં વિરોધી છે. તને હિસ્સો ન આપે ત્યાર પછી ધન્ય સાર્થવાહે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વા. દિમનો આહાર કર્યો. ધન્ય સાર્થવાહને મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય સાથી વાહે વિજય ચોરને કહ્યું-વિજય, ચાલો, એકાંતમાં ચાલો. જેથી હું મળમૂત્રનો ત્યાગ કરી શકું. ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- દેવાનુપ્રિય ! તમે આહાર કરેલ છે. તેથી તમને મળ અને મૂત્રની બાધા ઉત્પન્ન થયેલ છે. દેવાનુપ્રિય ! હું તો બહુ ચાબુકોના પ્રહારો યાવતુ લતાના પ્રહારોથી તથા તરસ અને ભૂખથી પીડિત થઈ રહ્યો છું. મને મળ. મૂત્રની બાધા નથી. દેવાનુપ્રિય ! જવું હોય તો તમે એકાંતમાં જઈને મળ મુત્રનો ત્યાગ કરો. જો તમે તે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમમાંથી સંવિભાગ કરો તો હું તમારી સાથે એકાંતમાં ચાલું. ત્યાર પછી ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું હું તમને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કરીશ. ત્યાર પછી વિજયે ધન્ય સાર્થવાહના આ અર્થનો સ્વીકાર કર્યો. પછી વિજય ધન્ય સાર્થવાહની સાથે એકાંતમાં ગયો. ધન્ય સાર્થવાહે મલ મુત્રનો પરિત્યાગ કર્યો. પછી જળથી ચોખ્ખા અને પવિત્ર થઇને તે સ્થાન પર આવીને રહ્યા. ત્યાર પછી બીજા દિવસે ભદ્રા સાર્થવાહીએ અશનાદિ તૈયાર કરીને પંથકની સાથે મોકલ્યા. યાવતુ પંથકે ધન્યને પિરસ્યું ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને તેમાંથી ભાગ આપ્યો. પછી ધન્ય સાર્થવાહે પંથક દાસચેટકને રવાના કર્યો. તદનન્તર તે પંથક ભોજનપિટક લઈને કારાગૃહથી બહાર નીકળ્યો. તેણે ભદ્રા સાર્થવાહીને કહ્યું દેવાનુપ્રિય ! ધન્ય સાર્થવાહે તમારા પુત્રના ઘાતક યાવતુ પ્રત્યમિત્રને તે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમમાંથી હિસ્સો આપ્યો છે.' 1 [૫૨] ત્યારે ભદ્રા સાર્થવાહી દાસ ચેટક પંથકની પાસેથી આ અર્થ સાંભળીને તુરત લાલ થઈ ગઈ, રૂદ થઈ યાવતુ ખીજાતી થકી ધન્ય સાર્થવાહ પર પ્રદ્વેષ કરવા લાગી. ત્યાર પછી, ધન્ય સાર્થવાહને કોઈ સમયે મિત્ર જ્ઞાતિ નિજક સ્વજન સંબંધી અને પરિવારના લોકોએ પોતાના સારભૂત અર્થથી, રાજદંડથી મુક્ત કરાવ્યો. મુક્ત થઇને તે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નાયાધમ્મ કહાઓ-૧-૨/પર કારાગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આલંકારિક સભા હતી ત્યાં પહોંચ્યા. પહોંચીને આલંકારિક કર્મ કર્યું. પછી જ્યાં પુસ્કરિણી હતી ત્યાં આવ્યા. આવીને નીચેની ધોવાની માટી લીધી. અને પુસ્કરિણીમાં અવગાહન કર્યું.જળમાં ડૂબકી મારી સ્નાન કર્યું.બલિકર્મ કર્યું.યાવત્ રાજગૃહનગરમાં પ્રવેશ કર્યો. રાજગૃહ નગરની વચમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં જવાને માટે રવાના થયા. ત્યાર પછી ધન્ય સાર્થવાહને આવતા જોઇને રાજગૃહ નગરમાં ઘણાં આત્મીય શ્રેષ્ઠીઓએ ધન્ય સાર્થવાહનો આદર કર્યો સન્માનથી બોલાવ્યો. સત્કાર કર્યો, સન્માન કર્યું, માન કર્યું અને શરીરની કુશળ પૂછી. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે પહોંચ્યો. ત્યાં જે બહારની સભા હતી તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયો, જોઈને પગમાં પડીને કુશળ પૂક્યા. અને ત્યાં જે આત્યંતર સભા હતી તેમણે પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયો જોઇને આસન ઉપરથી તેઓ ઉભા થયા. ઉભા થઈને એક બીજાએ ગળામાં ગળમિલાવ્યું અને હર્ષના આંસુ વહાવ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહ ભદ્રા ભાઈ પાસે પહોંચ્યા. ત્યારે ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહને આવતા જોયો. જોઈને તેમણે તેનો ન સત્કાર કર્યો ને માન આપ્યું. ના આદર કરતી કે ન જાણતી થકી તે મૌન રહીને વિમુખ થઈને બેસી રહી. ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાયનેિ આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયે ! મારા આવવાથી તમને શું સંતોષ નથી થયો? હર્ષ અને આનંદ કેમ નથી? મે પોતાના સારભૂત અર્થથી રાજકાર્ય થી પોતે પોતાને છોડાવ્યો છે. ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- દેવાનું પ્રિય ! મને કેમ સંતોષ અથવા આનંદ થાય? કે મારા પુત્રના ઘાતક યાવતું પ્રત્યમિત્રને તમે વિપુલ અશનાદિથી સંવિભાગ કર્યો ? ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! ધર્મ, તપ , લોકયાત્રા, ન્યાય, સહચર, સહાયક, અથવા મિત્ર સમજીને મેં તે વિપુલ અશન. આદિ માંથી સંવિભાગ નથી કરેલ. સિવાય શરીર ચિંતા. ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું. તેથી ભદ્રા હૃષ્ટ તુષ્ટ થઈ યાવતું આસન ઉપરથી ઉઠી, કંઠ સાથે કંઠ મેળવ્યો. અને ક્ષેમ કુશળ પૂછ્યું પછી સ્નાન કર્યું યાવતું પ્રાયશ્ચિત્ત કર્યું અને પાંચ ઇન્દ્રિયોથી વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. ત્યાર પછી વિજય ચોર કારાગારમાં બંધ વધ ચાબુકોનો પ્રહાર યાવતુ તરસ અને ભૂખથી પીડિત હોતો મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. નરકમાં ઉત્પન્ન થયેલો તે કાળો, વિશેષ કાળો દેખાતો હતો. યાવત્ વેદનાનો અનુભવ કરતો હતો. તે નરકથી નીકળીને અનાદિ, અનંત દીર્ઘ કાળવાળા ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં પર્યટન કરશે. હે જંબૂ ! આ પ્રમાણે આપણા સાધુ અથવા સાધ્વી. આચાર્ય અથવા ઉપા ધ્યાયની પાસે મુંડીત થઈ ગૃહત્યાગ કરીને સાધુત્વની દીક્ષા અંગીકાર કરીને વિપુલ ધન, મણિ, મૌક્તિક કનક અને રત્નોના સારમાં લુબ્ધ થાય છે. તે પણ તેવાજ થાય છે. પ૩] તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત જાતિથી સંપન્ન વાવતું અનુક્રમથી ચાલતા જ્યાં રાજગૃહ નગર હતું અને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આવ્યા યાવતુ યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્મા ને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમનું આગમન જાણી પરિષદ નીકળી. ધર્મઘોષ સ્થ વિરે ધદિશના આપી. ત્યાર પછી ધન્ય સાર્થવાહને ઘણાં લોકો પાસેથી આ વૃતાન્તને . Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ ૫૫ સાંભળીને અને સમજીને આ પ્રમાણેનો અધ્યવસાય ઉત્પન્ન થયો ઉત્તમ જાતિથી સંપન્ન સ્થવિર ભગવાન અહીં આવ્યા છે તો હું ઈચ્છું છું કે સ્થવિર ભગવાનને વંદન કરું, નમસ્કાર કરૂં.” આ પ્રમાણે વિચારીને ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું યાવતુ શુદ્ધ, બહુમૂલ્ય, અલ્પ, માંગલિક વસ્ત્ર ધારણ કર્યા પછી પગે ચાલીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં સ્થવિર ભગવાન હતા ત્યાં પહોંચીને તેમને વંદના કરી. નમસ્કાર કર્યો. ત્યાર પછી સ્વવિર ભગવાને ધન્ય સાર્થવાહને વિચિત્ર ધર્મને ઉપદેશ આપ્યો. ત્યાર પછી ધન્ય સાર્થવાહ ધર્મ ઉપદેશ સાંભળીને યાવતુ બોલ્યો “ભગવંત ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું યાવતું તે પ્રવ્રજિત થઈ ગયો. યાવતું ઘણાં વર્ષ સુધી શ્રામસ્ય-પર્યાય પાળીને ભોજનના પ્રત્યાખ્યાન કરીને એક માસની સંલેખના કરીને અનશનથી સાઠ ભક્તોને છેદીને કાળ સમયે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોયમની સ્થિતિવાળો દેવરૂપે ઉત્પન્ન થયો. તે ધન્ય નામનો દેવ આયુના દલિકોને ક્ષય કરીને, આયુકર્મની સ્થિતિનો ક્ષય કરીને તથાભવનો ક્ષય કરીને તરતજ દેહનો ત્યાગ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. [૫૪] હે જંબૂ! જેમ ધન્ય સાર્થવાહે ધર્મ છે એવું સમજીને યાવતુ વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો ન હતો. સિવાય શરીરની રક્ષા કરવા માટે. આ પ્રમાણે હે જબ્બ ! આપણા જે સાધુ યા સાધ્વી યાવતું. પ્રવ્રજિત થઇને, સ્નાન, ઉપમદન પુષ્પ, ગંધ, માળા અલંકાર આદિ શૃંગારનો ત્યાગ કરીને અશન, આદિઆહાર કરે છે. તે ઔદારિક શરીરના વર્ણના માટે, રૂપના માટે, યા વિષય સુખનો માટે નથી કરતાં સિવાય જ્ઞાન દર્શનચારિત્રને વહન કરવા. તે સાધુઓ સાધ્વીઓ શ્રાવકો શ્રાવિકાઓ દ્વારા આ લોકમાં અર્ચનીય યાવતુ ઉપાસનીય હોય છે પરલોકમાં પણ તે હસ્તકેદન, કર્ણોદન અને નાસિકા છેદન તથા તેવી રીતે દ્દયના ઉત્પાદન તેમજ વૃષણોના ઉત્પાદન અને ઉબંધનઆદિ કષ્ટોને પ્રાપ્ત નહી કરે તે અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા સંસારને યાવતુ પાર કરશે જેમ ધન્ય સાર્થવાહ કર્યો. આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીરે બીજા જ્ઞાતાધ્યનનો આ અર્થ કહ્યો છે. | અધ્યનનઃ ૨નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન ૩-અંડ) [૫૫] હે ભગવન્! જે શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મ કથાના બીજા અધ્યાય નનો પૂવક્ત અર્થ કહેલ છે તો તૃતીય અધ્યયનનો શો અર્થ ફરમાવેલ છે? હે જબૂ તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઊત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુના ફળો અને ફૂલોથી યુક્ત હતું, રમણીય હતું નંદનવનની સમાન સુખ આપનાર હતું તથા સુગંધયુક્ત અને શીતલ છાયાથી વ્યાપ્ત હતું. તે સુભૂમિભાગ ઉદ્યાનના ઉત્તરમાં એક પ્રદેશમાં, એક માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં એક શ્રેષ્ઠ મયૂરીએ પુષ્ટ, પ્રાપ્ત થયેલ પ્રસવકાલના અનું મથી પ્રાપ્ત, ચોખાના પીંડ સમાન શ્વેત વર્ણવાળા, છિદ્ર રહિત, વાયુ આદિના ઉપદ્રવથી રહિત તથા પોલી મુઠ્ઠીની બરાબર બે ઈંડાને જન્મ આપ્યો. જન્મ આપીને તે પોતાની પાંખોના વાયુથી તેમની રક્ષા કરતી. અને પોષણ કરતી રહેતી હતી. તે ચંપા નગરીમાં બે Page #59 -------------------------------------------------------------------------- ________________ પદ નાયાધમ્મ કહાઓ- ૧/- ૩/પપ સાર્થવાહના પુત્રો નિવાસ કરતાં હતાં તે જિનદત્ત અને સાગરદત્તના પુત્ર હતા. તે બંને સાથે જન્મેલા, સાથે મોટા થયેલા, સાથે જ લગ્ન કરેલા અથવા એક સાથે રહેતા એક બીજાના દ્વારને જોનારા હતા બંનેમાં પરસ્પર અનુરાગ હતો. એક બીજાનું અનુસરણ કરતા હતા.એક બીજાની ઈચ્છાનુકુળ ચાલતા હતા. બંને એકબીજાનાર્દયને ઈચ્છિત કાર્ય કરતા હતા અને એક બીજાના ઘરોમાં નિત્યકર્યો અને નૈમિત્તિક કાર્ય કરતા રહેતા હતા. [૫] ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો કોઈ સમયે એકઠા થયા. એકના ઘરે આવ્યા અને એક સાથે બેઠા હતા તે સમયે તેઓને આપસમાં આ પ્રમાણે વાર્તાલાપ થયો-હે દેવાનુપ્રિય, જે કઈ આપણને સુખદુઃખ, પ્રવ્રજ્યા અથવા વિદેશગમન પ્રાપ્ત થાય તે બધા માં આપણે એક બીજાની સાથે જ નિવહ કરવો જોઇએ. આ પ્રમાણે કહીને બંનેએ આપ સમાં આ પ્રમાણેની પ્રતિજ્ઞા અંગીકાર કરી. પોતાના કાર્યમાં લાગી ગયા. [૫૭] તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સમૃદ્ધ હતી યાવતું બહુ ભોજન પાનવાળી હતી. ચોસઠ કળાઓમાં પંડિતા હતી. ગણિકાના ગુણોથી યુક્ત હતી. ઓગણત્રીસ પ્રકારની વિશેષ ક્રીડાથી ક્રીડા કરનારી હતી. કામ ક્રીડાના એકવીસ ગુણોથી યુક્ત હતી. પુરુષના બત્રીસ પ્રકારના ઉપચાર કરવામાં કુશળ હતી. સુતેલા નવ અંગોને જાગૃત કરનારી અઢાર પ્રકારની દેશી ભાષા ઓમાં નિપુણ હતી. તે એવો સુંદર વેષ ધારણ કરતી હતી જાણે મુર્તિમંત શૃંગાર રસ હોય. સુંદર ગતિ ઉપહાસ, વચન, ચેષ્ટા, વિલાસ તેમજ સુંદર વાત લાપ કરવામાં કુશળ હતી. યોગ્ય વ્યવહાર કરવામાં ચતુર હતી. તેના ઘર પર ધ્વજ ફરકતી હતી. એક હજાર આપનારને તે પ્રાપ્ત થતીરાજા દ્વારા તેને છત્ર, ચામર અને બાલવ્યજન આપવામાં આવેલ હતાં. તે કરથ નામના વાહન પર આરુઢ થઇને આવતી જતી હતી યાવતુ હજાર ગણિકાઓ પર આધિ પત્ય કરતી રહેતી હતી. ત્યાર પછી તે સાર્થવાહપુત્રો કોઇ સમયે મધ્યાહ્ન કાળમાં ભોજન કર્યા પછી આચમન કરીને હાથ પગ ધોઇને સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને સુખદ આસન ઉપર બેઠા. તે સમયે તે બંનેને પરસ્પર આ પ્રમાણે વાત થઈ“હે દેવાનુપ્રિય! આપણા માટે તે સારું થશે કે કાલે યાવતું સૂર્યના દેદીપ્યમાન થવાપર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ અને વસ્ત્ર સાથે લઈને દેવદત્તા ગણિકાની સાથે સૂભૂમિ ભાગ નામના ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા વિચરીએ, આ પ્રમાણેએક બીજાની વાતનો સ્વીકાર કરીને બીજા દિવસે સૂર્યોદય થવાપર કૌટુમ્બિક પુરુષોને બોલા વીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરો.સુભૂમિભાગ નામનું ઉદ્યાન છે અને જ્યાં નંદા પુષ્કરણિ છે ત્યાં જાઓ જઇને નંદા પુષ્કરણીની બાજુમાં ધૂણા મંડપ તૈયાર કરી. પાણી છાંટીને વાળીને લીપીને યાવતું સુગંધી યુક્ત બનાવો. તે સાંભળીને કોર્ટુમ્બિક પુરુષ આદેશાનુસાર કાર્ય કરીને વાવતુ તેમની રાહ જોતા લાગ્યા. ત્યાર પછી સાર્થવાહ પુત્રોએ બીજીવાર કૌટુ મ્બિક પુરુષોનેબોલાવીને કહ્યું- શીઘ્રતાથી સમાનખુર, સમાન પૂંછવાળા એક સરખા ચિત્રિત, તીક્ષ્ણ શીંગડાંવાળા, ચાંદીની ઘંટડીવાળા, સુવર્ણ જડિત, સૂતરની દોરીની નાથથી બાંધેલા તથા નીલકમલની કલ ગીથી યુક્ત શ્રેષ્ઠ યુવાન બળદો જેમા જોડેલા. હોય, વિવિધ પ્રકારના મણિઓની રત્નો ની અને સુવર્ણની ઘંટીઓ ના સમૂહથી યુક્ત Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ તથા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત એવો રથ લઈ આવો. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રોએ સ્નાન કર્યું યાવતું શરીરને વસ્ત્રાભરણોથી અલંકૃત કર્યા અને તે રથ પર આરુઢ થઈને જ્યાં દેવદત્તા ગણિકાનું ઘર છે ત્યાં આવ્યાં. આવીને વાહનથી નીચે ઉતર્યા અને ઉતરીને દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે દેવદત્તા ગણિકાએ સાર્થવાહ પુત્રોને આવતા જોયા. જોઈને તે હૃષ્ટતુષ્ટ થઈને આસન ઉપરથી ઉઠી અને ઉઠીને સાત આઠ પગલા સામે ગઈ. તેણે સાર્થવાહ પુત્રોને આ પ્રમાણે કહ્યું-દવાનુપ્રિયો ! આજ્ઞા આપો. આપનું અહીં આવવાનું શું પ્રયો જન છે ? હે દેવાનુપ્રિયે અમે તમારી સાથે સુભૂમિભાગ નામના ઉદ્યાનની ઉધાનશ્રીનો અનુભવ કરતા વિચરવા ઈચ્છીએ છીએ ! ત્યાર પછી દેવદત્તાએ તે સાર્થવાહ પુત્રોની એ વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને સ્નાન કર્યું. મંગલ કૃત્ય કર્યું યાવતુ લક્ષ્મીની સમાન શ્રેષ્ઠ વેશને ધારણ કર્યું અને જ્યાં સાર્થવાહ પુત્રો હતા ત્યાં આવી. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો દેવદત્તા ગણિકાની સાથેસુભૂમિભાગ ઉદ્યાન હતું અને જ્યાં નંદાપુષ્કરિણી હતી ત્યાં પહોંચ્યા. પહોંચીને યાનથી ઉતર્યા. ઉતરીને નંદા પુષ્કરિણીમાં અવગા હન કર્યું. અવગાહન કરીને જલ મજ્જન કર્યું જલક્રીડા કરી, સ્નાન કર્યું. અને ફરી દેવદ તાની સાથે બહાર નીકળ્યા જ્યાં સ્થૂણામંડપ હતો ત્યાં આવ્યા.બધા અલંકારોથી વિભૂષિત થયા. સ્વસ્થ થયા નિશ્વસ્ત થયા શ્રેષ્ઠ આસન ઉપર બેઠા દેવદત્તા ગણિકાની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ, અને વસ્ત્રનું આસ્વા દન કરતા થકા. એવું ભોગવતા વિચારવા લાગ્યા. [૫૮] ત્યારપછી તે સાર્થવાહપુત્રો દિવસના પાછળના પ્રહરમાં દેવદત્તા સાથે પૂણામંડપની બહાર નીકળ્યા. હાથમાં હાથ મીલાવીને સુભૂમિભાગઉદ્યાનમાં બના વેલા આલિવૃક્ષોનાગૃહોમાં, કદલીગૃહોમાં, લતાગૃહોમાં, આસનગગૃહોમાં પ્રેક્ષણગૃહો માં. મંડનગૃહોમાં મૈથુનગૃહોમાં, શાલવૃક્ષોના ગૃહોમાં, જાલીવાલા ગૃહોમાં, પુષ્પગૃહો માં. ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા વિચારવા લાગ્યા. [૫૯] ત્યાર પછી તે સાર્થવાહ જ્યાં માલૂકકચ્છ હતો ત્યાં જવાને માટે પ્રવૃત્ત થયા. ત્યારે તે વનમયૂરીએ સાર્થવાહ પુત્રોને આવતા જોયા. જોઈને તે ડરી ગઈ તે જોર જોરથી અવાજ કરીને કેકારવ કરતી થકી માલુકાકચ્છથી બહાર નીકળી, નીકળીને એક વૃક્ષની ડાળી પર સ્થિત થઈ ને તે સાર્થવાહ પુત્રોને તથા માલુકા કચ્છને ઉપલી દ્રષ્ટિથી જોવા લાગી. ત્યાર પછી તે સાર્થવાહ પુત્રોએ આપસમાં એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દવાનુપ્રિય ! આ વનમયૂરી આપ ણને આવતા જોઈને ભયભીત થઈ સ્તબ્ધ થઈ ગઈ, ત્રાસને પ્રાપ્ત થઇ, ઉદ્વિગ્ન થઈ, ભાગી ગઈ અને જોર જોરથી અવાજ કરીને યાવતુ આપણને અને માલુકાકચ્છને વારંવાર ખેતી થકી ઉભી છે એનું કંઈક કારણ હોવું જોઈએ આમ કહીને તે માલુકાકચ્છની અંદર ગયા. જઈને તેઓએ ત્યાં બે પુષ્ટ અને અનુક્રમથી વૃદ્ધિ પ્રાપ્ત મયૂરીનાં ઈંડા યાવતું જોઈને એક બીજાને બોલાવીને કહ્યું. હે દેવાનુપ્રિય ! આ વનમયૂરીના ઈંડાને આપણી ઉત્તમ જાતિની મુર્ગીના ઈડામાં રાખી દેવા તે આપણા માટે સારું રહેશે. આમ કરવાથી પોતાના જાતિવત્ત મુર્ગીઓ તે ઈંડાઓને અને પોતાનાં ઈંડાને પોતાની પાંખોની હવાથી રક્ષણ કરતી અને સંભાળતી રહેશે તો આપણે બે ક્રિીડા કરવાના મયૂર બાળક થઈ જશે. આમ વિચારીને તેઓએ એક Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નાયાધમ્મ કહાઓ- ૧/- ૩/૫૯ બીજાની વાત સ્વીકારી. સ્વીકાર કરીને પોત પોતાના દાસ પુત્રોને બોલાવ્યા. - હે દેવાનું પ્રિયો ! તમે જાઓ આ ઈડાઓને લઈને આપણી ઉત્તમ જાતિની મુરઘીઓનાં ઈંડામાં રાખી દો. ત્યાર પછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા થકા વિચરણ કરીને તે પાનપર આરુઢ થઈને દેવદત્તાના ઘરમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને દેવદત્તા ગણિકાને વિપુલ જીવિકાનો યોગ્ય પ્રીતિદાન આપ્યું. સત્કાર કર્યો. સન્માન કર્યું. દેવદત્તાના ઘરથી બહાર નીકળ્યા. નીક ળીને જ્યાં પોત પોતાના ઘર હતા ત્યાં આવ્યા. [૬૦) ત્યાર પછી તેમાં સાગરદત્તનો પુત્ર સાર્થવાહ દારક હતો. તે બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર જ્યાં વનમયૂરીના ઈંડા હતા. ત્યાં આવ્યો. આવીને તે મયૂરીના ઈડામાં શંકિત થયો. તેના ફળની આકાંક્ષા કરવા લાગ્યો કે ક્યારે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે? વિચિકિત્સાને પ્રાપ્ત થયો ભેદને પ્રાપ્ત થયો. કલુષિતતાને પ્રાપ્ત. થયો.એટલેકે તે વિચાર કરવા લાગ્યો કે મારા આ ઈંડામાંથી ક્રીડા કરવાના મયુરી બાળક ઉત્પન્ન થશે નહિ થાય !” આ પ્રમાણે વિચાર કરીને તે વારંવાર તે ઈડાને ઉદ્વર્તન કરવા લાગ્યો એક જગ્યાથી બીજી જગ્યાએ રાખવા લાગ્યો, સંસારણ કરવા લાગ્યો ચલાવા લાગ્યો, હાથથી સ્પર્શ કરવા લાગ્યો. ભુમિને કંઈક ખોદીને તેમાં રાખવા લાગ્યો. અને વારંવાર તેને કાન પાસે લઇને વગાડવા લાગ્યો. ત્યાર પછી તે મયૂરીઇડા વારંવાર ઉદ્વર્તન કરવાથી યાવત વગાડવાથી પોચું થઈ ગયું. ત્યાર પછી સાગરદત્તનો પુત્ર સાથે વાહ દારક કોઈ એક સમયે જ્યાં મયૂરીનાઈડા હતાં ત્યાં આવે છે. આવીને તે મયૂરી ઈંડાને તેણે પોચું જોયું. જોઇને ઓહ! આ મયૂરીનું બચ્ચું મને ક્રીડા કરવાને માટે ન થયું, એમ વિચાર કરીને ખેદખિન્ન ચિત્ત થઈને ચિંતા કરવા લાગ્યો. આયુષ્યમનું શ્રમણો ! આ પ્રમાણે આપણા જે સાધુ અથવા સાધ્વીદીક્ષા ગ્રહણ કરીને પાંચ મહાવ્રતોના વિષયમાં યાવતુ છે જીવની કાયાના વિષયમાંનિગ્રન્થપ્રવચનના વિષયમાં શંકા કરે છે યાવતુ કલુષિતતાને પ્રાપ્ત થાય છે તે તેજ ભવમાં ઘણાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા નિંદાનું પાત્ર, ગચ્છથી પૃથક્ કરવા યોગ્ય, મનથી નિંદા કરવા યોગ્ય, લોક નિન્દનીય, જ ગહ યોગ્ય અને અનાદરને યોગ્ય થાય છે. પરભવમાં પણ બહુ દંડ મેળવે છે, યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. ૬૧] ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર જ્યાં મયુરીનાં ઈડા છે ત્યાં આવે છે. આવીને તે મયૂરીના ઈડાના વિષયમાં નિઃશંક રહ્યો મારા આ ઈડામાંથી ક્રીડા કરવાને માટે મોટું ગોળાકાર મયૂરી બાળક થશે. આ પ્રમાણે નિશ્ચય કરીને તે મયૂરીના ઈડાને તેણે વારંવાર ઉલટાવ્યું પલટાવ્યું નહિ. યાવતું બનાવ્યું નહિ. આ પ્રમાણે ઉલટસુલટ ન કરવાથી અને ન વગાડવાથી તે કાળ અને તે સમયમાં તે ઈડું જુઠું અને મયુરીના બાળકનો જન્મ થયો. ત્યાર પછી તે જિનદત્તના પુત્ર તે મયૂરીના બચ્ચાંને જોયું. જોઈને હૃષ્ટતુષ્ટ થઇને મયૂર પોષકને બોલાવ્યા. દેવાનું પ્રિયો ! તમે મયુરના આ બચ્ચાને મયૂરને પોષણ દવા યોગ્ય અનેક પદાર્થોથી, અનુક્ર મથી સંરક્ષણ કરતા થકા અને સંગોપમન કરતા થકા મોઢાં કરો અને નૃત્યકળા શીખ વાડો! ત્યારે તે મયૂરપોષકોએ જિનદત્તદારકની તે વાત સ્વીકારી. તે મયૂર-બાલકને ગ્રહણ કર્યું. તે મયૂર-બાલકને યાવતુ નૃત્યકળા શીખાડવવા લાગ્યા. ત્યાર પછી મયૂરીનું તે બચ્યું બચપણથી મુક્ત થયું. તેનામાં વિજ્ઞાનનું પરિણમન. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ ૫૯ થયું. યુવાવસ્થાને પ્રાપ્ત થયું. પહોળાઈરૂપ માન, સ્થૂલતા રૂપ ઉન્માન અને લંબાઇ રૂપ પ્રમાણથી તેની પાંખ અને પીંછાંઓનો સમૂહ પરિપૂર્ણ થયો. તેના પીછાં રંગ બેરંગી થયાં. તેમાં સેંકડો ચન્દ્રક હતા. તે નીલ કંઠવાળું અને નૃત્ય કરવાના સ્વભાવ વાળું થયું. એક ચપટી વગાડતાં અનેક પ્રકારના સેંકડો કેકા૨વ કરતું વિચરણ કરવા લાગ્યું. ત્યાર પછી તે મયૂરપાલકોએ તે મયૂર પોતાને બચપણથી મુક્ત યાવત્ કેકારવ કરતું જોઇને તે ગ્રહણ કર્યું ગ્રહણ કરીને જિનદત્તના પુત્રની પાસે લઇ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્રની પાસે લઇ આવ્યા. ત્યારે જિનદત્તના પુત્ર સાર્થવાહદારકે મયૂર બાલકને બચપ ણથી મુક્ત યાવત્ કેકારવ કરતું જોઈને હૃષ્ટ-તુષ્ટ થઇને તેમને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. યાવત્ વિદાય કર્યા. તત્પશ્ચાત્ તે મયૂરબાલક જિનદત્તના પુત્ર દ્વારા એક ચપટી વગાડતાં લાંગૂલ ભંગની સમાન પોતાની ગરદન વાંકી કરતો હતો. તેના શરીર પર પરસેવો આવી જતો હતો, અથવા તેની આંખોના ખૂણા શ્વેત વર્ણના થઇ જતા. તે વિખાયેલા પીંછાવાળી બંને પાંખોને શરીરથી અલગ કરતો હતો તે ચંદ્રક આદિથી યુક્ત પીંછાના સમૂહને ઉંચા કરી લેતો હતો અને સેંકડો કેકારવ કરતો થકો નૃત્ય કરતો હતો. ત્યાર પછી તે જિનદત્તનો પુત્ર તે મયૂર બાલક દ્વારા ચંપાનગરના શૃંગાટક આદિ માગો‘માં સેંકડો હજારો અને લાખોની હરીફાઇમાં વિજય પ્રાપ્ત કરતો વિચરતો હતો. હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રમાણે અમારા જે સાધુ સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયમાં તથા નિગ્રંથ પ્રવચનમાં શંકાથી રહિત, કાંક્ષાથી રહિત, એવું વિચિકિત્સાથી રહિત થાય છે તે આજ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓમાં માન સન્માન પ્રાપ્ત કરીને યાવત્ સંસાર રૂપ અટવીને પા૨ ક૨શે. અધ્યયનન ઃ ૩ – ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૪- કાચબો [૬૨] ભગવન્ ! શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતા અંગના તૃતીય અધ્યયનનો આ અધિકાર કહ્યો તે હવે ચોથા અધ્યનનો શો અર્થ ફરમાવેલ છે ? ‘હે જ્બ ! તે કાળ અને તે સમયમાં વાણા૨સી નામની નગરી હતી. તે સુંદર અને વર્ણનીય હતી. તે વાણારસી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાનામની મહાનદીમાં મૃતગંગાતીર દૂહ નામનો એક દૂહ હતો. તેનો અનુક્રમથી સુન્દર સુશોભિત તટ હતો. તેનું પાણી ઊંડુ અને શીતળ હતું તે દૃહ સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ હતું કમલ નીઓના પાંદડાં અને ફૂલોની પાંખડીઓથી આચ્છાદિત હતો. ઘણાં ઉત્પલો. પદ્મો, કુમુદો નિલનો તથા સુભગ સૌગંધિક, પુંદરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ર પત્ર આદિ કમલોથી તથા કેશર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતા. તેથી તે આનંદ જનક, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ હતો. તે દૂહમાં સેંકડો, સહસ્રો અને લાખો મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર અને સુંસુમાર જાતિના જલચર જીવોના સમૂહ ભયથી રહિત, ઉદ્દે ગથી રહીત, સુખ પૂર્વક રમતા રમતા વિચરણ કરતા હતા. તે મૃતગંગાતીર દૂહની સમીપે એક મોટો માલુકાકચ્છ હતો. તે માલુકાકચ્છમાં બે પાપી શૃંગાલ નિવાસ કરતા હતા. તે પાપી, ચંડ રૌદ્ર ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં દત્તચિત્ત અને સાહસિક હતા. તેમના હાથ રક્તરંજિત હતા. તે માંસનાઅર્થી માંસાહરી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૦ નાયાધર્મ કહાઓ- ૧ -૪/૨ માંસ પ્રિય તેમજ માંસલોલુપી હતા. માંસની શોધ કરતાં રાત્રિ અને સંધ્યામાં ફરતા હતા અને દિવસમાં છૂપાઈ રહેતા હતા. ત્યાર પછી મૃગગંગાતીર નામક દૂહમાંથી કોઈ વખત સૂર્યના ઘણા સમય પહેલાં અસ્ત થવા પર, સંધ્યાકાલ વ્યતીત થવા પર, જ્યારે કોઈક જ વિરલ મનુષ્ય ચાલતા હતા અને બધા મનુષ્ય પોતપોતાના ઘરમાં વિશ્રામ કરતા હતા, અને બધા લોકો ચાલવા ફરવાથી વિરત થઈ ગયા હતા ત્યારે આહારના અભિલાષી તે બે કાચબા નીકળ્યા તે મૃગતીર દૂહની આસપાસ ચારે તરફ ફરતા પોતાની આજીવિકા કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી આહારના અર્થી તે બંને પાપી શૃંગાલો માલુકાકચ્છથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં મૃગગંગાનામનું દૂહ હતું, ત્યાં આવ્યા. આવીને તે મૃગગંગાતીર દૂહની પાસે આમ-તેમ ચારે તરફ ફરવા લાગ્યા. તે પાપી શૃંગાલોએ તે બંને કાચબાને જોયા. જોઇને જ્યાં બંને કાચબા હતા, ત્યાં આવવા માટે પ્રવૃત્ત થયા. ત્યાર પછી તે કાચબાઓએ તે બંને પાપી શૃંગાલોને આવતા જોયા. જોઈને તેઓ ડર્યા, ત્રાસને પ્રાપ્ત થયા, ભાગવા લાગ્યા, ઉદ્વેગને પ્રાપ્ત થયા અને બહુજ ભયભીત થયા. તેઓએ પોતાના હાથ પગ અને ગ્રીવાને પોતાના શરીરમાં ગોપિત કરી દિીધા, છૂપાવી દીધા, ગોપન કરીને નિશ્ચલ નિસ્પંદ અને મૌન રહી ગયા. ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં કાચબા હતા ત્યાં આવ્યા. આવીને તે બંને કાચબાઓને ચારે તરફથી ફેરવવા લાગ્યા, સ્થાનાન્તરિત કરવા લાગ્યા, સરકાવવા લાગ્યા, હટાવવા લાગ્યા, ચલાવવા લાગ્યા. સ્પર્શ કરવા લાગ્યા, ક્ષુબ્ધ કરવા લાગ્યા, નખોથી ફાડવા લાગ્યા, અને દાંતોથી ચીરવા લાગ્યા, પરંતુ તે કાચબાઓના શરીરને બાધા ઉત્પન્ન કરવામાં અથવા તેની ચામડી છેદવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ થાકી ગયા, પ્રાન્ત થઈ ગયા, ગ્લાનિને પ્રાપ્ત થયા, શરીર તથા મન બંનેથી થાકી ગયા, ખેદને પ્રાપ્ત થયા ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા, એકાંતમાં ચાલ્યા ગયા અને નિશ્ચલ, નિસ્પદ તથા મૌન થઈને ઉભા રહ્યા. તે બંને કાચબામાંથી એક કાચબાએ પેલા પાપી શિયાળોને ઘણા સમય પહેલાં અને દૂર ગયેલા જાણી પોતાનો એક પગ ધીમે-ધીમે બહાર કાઢ્યો. ત્યાર પછી પેલા શિયાળોએ જોયું કે કાચબાએ ધીમે ધીમે એક પગ બહાર કાઢેલ છે. તે જોઈને તે બંને ઉત્કૃષ્ટ ગતિથી શીઘ, ચપલ, ત્વરિત, ચંડ, જય અને વેગ યુક્ત રૂપથી જ્યાં તે કાચબા છે, ત્યાં આવ્યાં. આવીને તેઓએ કાચબાનો તે પગ નખોથી વિદારણ કર્યો અને દાંતોથી તોડ્યો. ત્યાર પછી તેના માંસ અને રક્તનો આહાર કર્યો આહાર કરીને જોવા લાગ્યા, પરંતુ યાવતું તેની ચામડી ઉતારવામાં સમર્થ ન થયા. ત્યારે તેઓ બીજીવાર દૂર ચાલ્યાં ગયા આ પ્રમાણે ક્રમથી ચારે પગોના વિષયમાં કહેવું જોઈએ. પછી તે કાચબાએ ગ્રીવા બહાર કાઢી. તે જોઈને તે શીઘ્રતાથી તેની પાસે આવ્યાં. તેઓએ નખોથી વિદારણ કર્યું, દાંતોથી તોડવા લાગ્યા. અને તેના કપાળને અલગ કરી દીધું. કાચબાને જીવનરહિત કરીને તેના માંસ અને રુધિરનો આહાર કર્યો. આ પ્રમાણે તે આયુષ્મનું શ્રમણો ! આપણા જે નિગ્રન્થ અથવા નિગ્રન્થીઓ આચાર્ય યા ઉપાધ્યાયના નિકટ દીક્ષિત થઈને પાંચે ઇન્દ્રિયોનું ગોપન કરતાં નથી, તે તેજ ભવમાં ઘણા સાધુ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા હીલના કરવા યોગ્ય થાય છે અને પરલોકમાં પણ ઘણો દંડ પામે છે યાવતું અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪ ત્યાર પછી તે બંને પાપી શિયાળો જ્યાં બીજો કાચબો હતો ત્યાં આવે છે. આવીને તે કાચબાને ચારે તરફથી બધી દિશાઓથી ઉલટપલટ કરીને જોવા લાગ્યા, યાવતુ દાંતોથી તોડવા લાગ્યાં, પરંતુ યાવતુ તેની ચામડીને છેદવામાં સમર્થ ન થયા. ત્યાર પછી તે શિયાળો બીજી વાર અને ત્રીજી વાર દૂર ચાલ્યા ગયાં પરંતુ કાચબાએ પોતાના અંગોને બહાર ન કાઢ્યા. તેથી તેઓ તે કાચબાને જરા પણ પીડા કરી ન શક્યાં. યાવતુ તેની ચામડી છેદવામાં પણ સમર્થ ન થયા. ત્યારે ગ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઈને તથા ખિન્ન થઇને જે દિશામાંથી આવ્યા હતાં તે દિશામાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે કાચબ એ તે પાપી શિયાળોને લાંબા સમયથી ગયેલા અને દૂર ગયેલા જાણીને ધીમે ધીમે પોતાની ગ્રીવા બહાર કાઢી. ગ્રીવા બહાર કાઢીને ચારે દિશામાં અવલોકન કર્યું. અવલોકન કરીને એક સાથે ચારે પગો બહાર કાઢ્યા અને ઉત્કૃષ્ટ કૂર્મગતિથી દોડતાં જ્યાં મૃતગંગાતીર નામનો દૂહ છે, ત્યાં આવી પહોંચ્યો. ત્યાં આવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી અને પરિજનોની સાથે મળી ગયો. હે આયુષ્યન્ શ્રમણો ! આપણાં જે શ્રમણો યા શ્રમણીઓ પાંચ ઇન્દ્રિયોનું ગોપન કરે છે, જેમ કાચબાએ પોતાની ઇન્દ્રિયોને ગુપ્ત રાખી હતી, તે આ સંસારથી તરી જાય છે. અધ્યયન-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ -અધ્યયન ૫-ચેલક[૩] ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે ચોથા જ્ઞાતા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો ભગવન્! જ્ઞાતાના પાંચમાં અધ્યનનો શો અધિકાર ફરમાવેલ છે હે જબૂ! તે કાળે અને તે સમયે દ્વારાવતી નામક નગરી હતી. નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી હતી. તે કુબેરની મતિથી બનાવેલ હતી. સુવર્ણના શ્રેષ્ઠ પ્રકારથી અને પચરંગી વિવિધ મણિઓના બનાવેલા કાંગરાઓથી શોભિત હતી. અલકાપુરી સમાન દેખાતી હતી. તેના રહેવાસી જન પ્રમોદયુક્ત તેમજ કીડા કરવામાં તત્પર રહેતા હતા. તે સાક્ષાત્ દેવલોક સરખી હતી, તે દ્વારિકા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં રેવતક નામનો પર્વત હતો. તે ઘણો ઉંચો હતો તેના શિખરો ગગન તલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વલ્લીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, કોંચ, સારસ, ચક્રવાક, મદનસારિકા અને કોયલ આદિ પક્ષીઓના ઝુંડોથી વ્યાપ્ત હતો તેમાં અનેક તટ અને ગંડશેલ હતા. ઘણી સંખ્યામાં ગુફાઓ, ઝરણા, પ્રપાત, પ્રાગભાર અને શિખર હતા. તે પર્વત અપ્સરાઓના સમૂહો. દેવોના સમૂહો, ચારણ મુનિઓ અને વિદ્યાધરોના મિથુનોથી યુક્ત હતો તેમાં દશાર વંશના સમુદ્રવિજય આદિ વીર પુરુષો લોકમાં અધિક બળવાન હતા, તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરૂપ, પ્રસન્નતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરુપ તથા પ્રતિ રૂપ હતો. તે રેવત પર્વતથી ન અતિદૂર કે ન અતિ નજીક એક નંદનવન નામનું ઉદ્યાન હતું. તે બધી ઋતુઓ સંબંધી પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું,મનોહર હતું, નંદનવનની સમાન આનંદપ્રદ, દર્શનીય, અભિરુપ, અને પ્રતિરૂપ હતું. તે ઉદ્યાનની ઠીક વચ્ચોવચ્ચ સુરપ્રિય નામક યક્ષનું દિવ્ય આયતન હતું. દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા નિવાસ કરતા હતા. તે વાસુદેવ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૨ નાયાધમ્મ કહાઓ- ૧/-/પ/૩ ત્યાં સમુદ્રવિજય આદિ દશ દશારો, બલદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રસેન આદિ ૧૬૦૦૦ રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમારો, શાખ આદિ ૬0000 દુદન્ત યોદ્ધાઓ, વીરસેન આદિ ૨૧૦૦૦ પુરુષો, મહાસેન આદિ પ૬૦૦૦ બળવાન પુરુષો, રુકિમણી આદિ બત્રીસ હજાર રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિ કાઓ તથા અન્ય ઘણા ઈશ્વરો, તલવરો યાવતું સાર્થવાહ આદિનું તથા ઉત્તર દિશામાં વૈતાઢ્ય પર્વત પર્યન્ત તથા અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યન્ત દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના અને દ્વારિકા નગરીનું અધિપતિત્વ કરતા વિચરતા હતા. [૬૪] દ્વારિકા નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપત્ની નિવાસ કરતી હતી. તે સમૃદ્ધિવાળી હતી, યાવતું કોઇથી પરાભવ પામનારી ન હતી તે થાવસ્યા ગાથા પત્નીનો થાવસ્યા પુત્ર નામનો સાર્થવાહનો પુત્ર હતો. તેના હાથ પગ અત્યંત સુકમાળ હતા. યાવતુ તે સુંદર રૂપવાન હતો. ત્યાર પછી તે થાવસ્યા ગાથા પત્નીઓ તે પુત્રને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મોકલ્યો. પછી ભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને ઇભ્યકુળની બત્રીસ કુમારિકાઓની સાથે એકજ દિવસે પાણી ગ્રહણ કરાવ્યું. પ્રાસાદ આદિ બત્રીસ બત્રી સનો દાયજો આપ્યો તે ઇભ્યકુળની બત્રીસ કુમારિકાઓની સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, વર્ણ, અને ગંધનો ભોગ યાવતુ કરતો વિચારવા લાગ્યો. તે કાળે અને તે સમયે અરિહંત અરિષ્ટનેમિ પધાર્યા. ધર્મની આદિ કરનાર, તીર્થ ની સ્થાપના કરનાર, આદિ વર્ણન કરવું જોઈએ. વિશેષ આ કે ભગવાન અરિષ્ટનેમિ દશ ધનુષઉંચાહતા.નીલકમલભેંસનાશીંગડ,ગુલિકા અનેઅળસીનાલની સમાન શ્યામ કાન્તિવાળા હતા. અઢાર હજાર સાધુઓથી પરિવૃત્ત હતા અને ચાલીસ હજાર સાધ્વી ઓથી પરિવૃત્ત હતા. તે ભગવાન અરિષ્ટનેમિ અનુક્રમથી વિહાર કરતા યાવતુ જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં ગિરનાર પર્વત હતો, જ્યાં નંદનવન નામનું ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય નામક યક્ષનું યક્ષાયતન હતું અને જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. નગરીથી પરિષદ્ નીકળી, ભગવાને પરિષદને ધમપદેશ દીધો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે આ કથા સાંભળીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું ઃ- “હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી સુધમ સભામાં જઈને મેઘોના સમૂહ જેવા શબ્દવાળી ગંભીર તથા મધુર શબ્દાળી કૌમુદી નામની ભેરી વગાડો.' ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ મેઘ સમૂહના સમાન શબ્દવાળી ગંભીર તેમજ મધુર ધ્વનિવાળી ભેરી વગાડી. તે સમયે સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતો, શરદ ઋતુના મેઘ સમાન ભેરીનો શબ્દ થયો. ત્યાર પછી તે કૌમુદી ભેરીના તાડન કરવા પર નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરીશિખર, નગરના ગોપુરપ્રાસાદ, દ્વારા ભવન, દેવકુલ આદિ સમસ્ત સ્થાનોમાં લાખો પ્રતિધ્વનિઓથી યુક્ત, અંદર અને બહારના વિભાગો સહિત દ્વારિકા નગરને શબ્દાયમાન કરતો ચારે તરફ તે શબ્દ ફેલાઈ ગયો.સમુદ્રવિજય આદિ દસ હજાર યાવતુ અનેક હજાર ગણિકાઓ તે કૌમુદી ભેરીનો શબ્દ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. યાવતું દરેક સ્નાન કર્યું. લાંબી લટકતી ફૂલમાળાઓના Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ ૩ સમૂહને ધારણ કરીને નવીન વસ્ત્ર ધારણ કર્યા. શરીરપર ચંદનનો લેપ કર્યો, કોઈ અશ્વ પર આરુઢ થયા. આ પ્રમાણે કોઈ હાથીપર, કોઇ રથપર, કોઇ પાલખીમાં, કોઈ મ્યાનમાં બેઠાં. કોઈ-કોઈ દિલજ પુરુષોના સમૂહની સાથે ચાલ્યા અને કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા.ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય વગેરે દશ દશારોને યાવતુ પોતાની નિકટ આવેલા જોયા.જોઈને તે હષ્ટ-તુષ્ટ થયા.યાવતુ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલા વીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચતુરંગિણી સેના સજાવો અને વિજય નામના ગંધહસ્તીને ઉપસ્થિત કરો યાવત્ કૃષ્ણ વાસુદેવ બધાની સાથે ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરવા ગયા. વંદન નમસ્કાર કરીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. [૬૫] મેઘકુમારની જેમ થાવસ્યા પુત્ર પણ વંદન કરવા જાય છે. તેની જેમ જ ધર્મને, શ્રવણ કરીને અને તેને દ્ધયમાં ધારણ કરીને, જ્યાં થાવસ્યા ગાથાપત્ની હતી, ત્યાં આવ્યો. આવીને માતાના ચરણોને ગ્રહણ કર્યા જેમ મેઘકુમારે પોતાનું વૈરાગ્ય નિવે દન કર્યું તેજ પ્રમાણે થાવસ્યા પુત્રનું પણ વૈરાગ્ય નિવેદન સમજી લેવું માતાએ થાવસ્યા પુત્રનું નિષ્ક્રમણ સ્વીકાર કર્યું. વિશેષમાં કહ્યું કે હું તમારો દીક્ષામહોત્સવ જોવા ઈચ્છું છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર મૌન રહ્યો ત્યારે તે થાવસ્યા સાર્થવાહી આસન ઉપરથી ઊઠી. ઉઠીને મહાન અર્થવાળી, મહામૂલ્યવાળી, મહાન પુરુષોને યોગ્ય તથા રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ આદિથી પરિવૃત થઈને જ્યાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનનો મુખ્ય દ્વારનો દેશભાગ હતો, ત્યાં આવી. પ્રતીહાર દ્વારા બતાવેલા માર્ગથી જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી. બંને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને વધાવ્યા. વધાવીને તે મહા અર્થવાળી, મહામૂલ્યવાળી, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ સામે રાખી સામે રાખીને આ પ્રમાણે કહ્યું ‘દેવાનુપ્રિય! મારે થાવા પુત્ર નામનો એકજ પુત્ર છે. તે મને ઈષ્ટ છે, પ્રિય છે, પાવતુ તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને અરિહંત અરિષ્ટનેમિ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છે છે. હું તેનું નિષ્ક્રમણ કરવા ઈચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય ! પ્રવ્રજ્યા અંગીકાર કરનાર થાવસ્ત્રાપુત્ર માટે છત્ર, મુકુટ અને ચામર પ્રદાન કરો. એવી મારી અભિલાષા છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવસ્યા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયે ! તમે નિશ્ચિત રહો અને વિશ્વસ્ત રહો. હું પોતેજ થાવા પુત્ર બાળકનો દીક્ષા સત્કાર કરીશ.” ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજય નામના ઉત્તમ હાથી ઉપર આરુઢ થઈને જ્યાં થાવસ્યા સાર્થવાહીનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને થાવસ્ત્રાપુત્રને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય! તમે મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ ન કરો. મારી ભુજાઓની છાયાની નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવો. હું કેવળ તમારી ઉપર થઈને જનાર વાયુકાયને રોકવામાં સમર્થ નથી. તે સિવાય જે કંઈ સામાન્ય પીડા કે વિશેષ પીડા ઉત્પન્ન થશે તે દરેકને નિવારણ કરીશ.” થાવસ્યા પુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા જીવનનો અંત કરનાર આવતા મરણને રોકી આપો અને શરીર પર આક્રમણ કરનાર અને શરીરના રૂપનો વિનાશ કરનાર જરાને રોકી દો, તો હું તમારી ભુજાઓની છાયાની નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગ ભોગવતા વિચરું ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે થાવસ્યા પુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય! મરણ અને જરાનું ઉલ્લંઘન કરી શકાતું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૪ નાયાઘમ્પ કહાઓ - ૧/-૫/૬૫ નથી. અત્યંત બળવાન દેવ અને દાનવ વડે પણ તેનું નિવારણ કરી શકાતું નથી. પોતાના કર્મોનો ક્ષય જ તેને રોકી શકે છે.’ હેરાજન્ ! તે કારણથી હું અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયથી સંચિત આત્માના કર્મોનો ક્ષય કરવા ઇચ્છું છું.' થાવચ્ચા પુત્ર દ્વારા આ પ્રમાણે કહેવા પર કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા તમે જાવો અને દ્વારિકા નગરીના શ્રૃંગાટક ત્રિક, ચતુષ્ક આદિ સ્થાનોમાં યાવત્ શ્રેષ્ઠ હાથીના સ્કંધપર આરુઢ થઇને ઊંચી ઊંચી ધ્વનિથી ઉદ્ઘોષ કરતાં, એવી ઉદ્ઘો ષણા કરો ‘આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ મરણથી ભયભીત થાવાપુત્ર અરિહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. તો જે રાજા, યુવરાજ, સાર્થવાહ થા વચ્ચા પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરશે. તેને કૃષ્ણ વાસુદેવ અનુજ્ઞા આપે છે અને પાછળ રહેલા તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી યા પરિવારમાં કોઇ પણ દુઃખી થશે તો તેને વર્તમાન કાળ સંબંધી યોગઅને ક્ષેમનો નિર્વાહ ક૨શે. આ પ્રમાણે ઘોષણા કરો. ત્યાર પછી થાવચ્ચા પુત્ર પર અનુરાગ હોવાના કારણે એક હજાર પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થયા. તેઓ સ્નાન કરીને, અલંકૃત અને વિભૂ ષિત થઇને અલગ-અલગ હજાર પુરુષોદ્વારા વહન કરી શકાય તેવી પાલખીઓ ૫૨ સવાર થઇને, મિત્રો અને જ્ઞાતિજનોથી પરિવૃત થઇને થાવચ્ચાપુત્રની પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવેલા જોયા, જોઇને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું જાઓ થાવચ્ચાપુત્રને સ્નાન કરાવો, અલંકારથી વિભૂષિત કરો અને પુરુષ સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ કરો ઇત્યાદિ. ત્યાર પછી થાવચ્ચા પુત્ર તે હજાર પુરુષોની સાથે શિબિકા પર આરૂઢ થઇને યાવતુ વાદ્યોની ધ્વનિની સાથે દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચ થઇને જ્યાં અરિહંત અરિષ્ટ નેમિના છત્ર પર છત્ર, પતાકા પર પતાકાોવે છે તથા વિદ્યાધર અને ચારણમુનિઓ વગેરેને જોવે છે. ત્યાંજ શિબિકા ઉપરથી ઉતરી જાય છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવચ્ચા પુત્રને આગળ કરીને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ છે ઈત્યાદિ બધું વર્ણન પહે લાની જેમ સમજવું જોઈએ, યાવત્ ‘હે પુત્ર ! આ પ્રવ્રજ્યાનાં વિષયમાં યત્ન કરવો, હે પુત્ર ! શુદ્ધ ક્રિયા કરવામાં પુરુષાર્થ કરવો અને ચારિત્રના પાલન માં પરાક્રમ ક૨વું, આ અર્થમાં જરા પણ પ્રમાદ ન કરવો. આ પ્રમાણે કહીને તે જે દિશાથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. ત્યાર પછી થાવચ્ચા પુત્રે હજાર પુરુષોની સાથે સ્વયં પંચમુષ્ટિ લોચ કર્યો યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર પછી થાવચ્ચા પુત્ર અણગાર થઇ ગયા. ઇર્યા સમિતિથી યુક્ત યુક્ત થઈને યાવત્ વિચરવા લાગ્યા. તત્પશ્ચાત્ થાવા પુત્રે અરિહંત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરોની પાસેથી સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે અઠ્ઠમભક્ત, ષષ્ઠ ભક્ત યાવત્ ચઉત્થભક્ત આદિ કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી અરિહંત અરિષ્ટ નેમિએ થાવચ્ચાપુત્ર અણગારને તે ઇભ્ય આદિ એક હજાર અણગાર શિષ્યોના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી થાવચ્ચાપુત્ર અન્યદા કદાચિત અરિહંત અરષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આપ્રમાણે કહ્યું ‘ભગવન્ ! આપની આજ્ઞા હોય તો હું હજાર સાધુઓની સાથે જનપદમાં વિહાર ક૨વા ઇચ્છું છું.ભગવાને ઉત્ત૨આપ્યો :‘દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો.' ત્યાર પછી થાવચ્ચા પુત્ર એક હજાર Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૫ કુતસ્કંધ-૧, અધ્યયન-૫ અણગારોની સાથે પ્રધાન, તીવ્ર, પ્રમાદ રહિત અને બહુમાન પૂર્વક ગ્રહણ કરેલ ચારિત્ર અને તપથી યુક્ત થઈને જનપદોમાં વિચરવા લાગ્યા. [૬૬] તે કાળે અને તે સમયે શૈલેકપુર નામનું નગર હતું. સુભૂમિભાગનામનું ઉદ્યાન હતું. શૈલક ત્યાંનો રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેનો મંડુક નામનો કુમાર હતો તે યુવરાજ હતો તે શૈલેક રાજાને પંથક આદિ પાંચસો મંત્રી હતા. તે ઔત્પત્તિક. આદિ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા અને રાજ્યની ધુરાના ચિંતક પણ હતા. ત્યાર પછી થાવચ્ચપુત્ર અણગાર હજાર મુનિઓની સાથે જ્યાં શૈલેકપુર હતું. જ્યાં સુભૂમિ ભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. શૈલક નામના રાજા પણ તેને વંદન કરવા માટે નીકળ્યા. થાવચ્ચપુત્રે ઉપદેશ કર્યો. ધર્મ સાંભળીને શૈલક રાજાએ કહ્યું - જેમ દેવાનુપ્રિયની પાસે ઘણા ઉગ્રંકુલના, ભોગકુળના તથા અન્ય કુળના પુરુષોએ હિરણ્ય સુવર્ણ આદિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી છે, એ પ્રમાણે હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને યાવતુ ધારણ કરીને શ્રાવક બનવા ઈચ્છું છું. યાવતુ તે રાજા શ્રમણોપાસક યાવતુ જીવ અજીવનો જ્ઞાતા થઈ ગયો, યાવતુ પોતાના આત્માને ભાવિત કરતો થકો વિચારવા લાગ્યો. આ પ્રમાણે પંથક આદિ પાંચસો મંત્રી પણ શ્રમણોપાસક થઈ ગયા. ત્યાર પછી થાવસ્યા પુત્રઅણગાર ત્યાંથી વિહાર કરીને જનપદમાં વિચરણ કરવા લાગ્યા. [૬૭] તે કાળે અને તે સમયમાં સૌગંધિકા નામની નગરી હતી. તે નગરીની બહાર નીલાશોક નામનું ઉદ્યાન હતું તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગરશ્રેષ્ઠી હતા. તે સમૃદ્ધિશાળી હતા, યાવતુ તે કોઈથી પરાભૂત થતા ન હતા. તે કાળે અને તે સમયે શુક નામનો એક પરિવ્રાજક હતો. તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તથા પષ્ઠિતંત્રમાં કુશળ હતો. સાંખ્યમતના શાસ્ત્રોમાં કુશળ હતો. પાંચ યમો અને પાંચ નિયમોથી યુક્ત દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મનો. દાન ધર્મનો, શૌચ ધર્મનો અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો. ગેરુથી રંગેલા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરતો હતો. ત્રિદંડ, કુણ્ડિકા,મયૂરપિંછનું છત્ર છન્નાલિ અંકુશ, પવિત્રી, આ સાત ઉપકરણો તેના હાથમાં રહેતા હતાં એક હજાર પરિવ્રાજકોથી પરિવત તે શુક પરિવ્રાજક જ્યાં સૌગંધિક નગરી હતી જ્યાં આવસથ હતો, ત્યાં આવ્યો. આવીને પવ્રિાજકોના તેં મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા અને સાંખ્યમત પ્રમાણે પોતાના આત્માને ભાવિત કરતો થકો વિચારવા લાગ્યો. ત્યારે તે સૌગંધિક નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વર આદિ સ્થાનોમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એમ કહેવા લાગ્યા-‘આ પ્રકારે નિશ્ચિતરૂપે શુક પરિવ્રાજક અહીં આવ્યા છે પાવતુ આત્માને ભાવિત કરતા થકા વિચરે છે.” પર્ષદા નીકળી સુદર્શન પણ નીકળ્યો. ત્યાર પછી શુક પરિવ્રાજકે તે પરિષદુને સુદર્શનને તથા અન્ય ઘણા શ્રોતાજનોને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. જેમ-હે સુદર્શન ! અમારો ધર્મ શૌચમૂલક છે તે શૌચ બે પ્રકારનો છે-દ્રવ્યશૌચ અને ભાવશૌચ. દ્રવ્યશૌચ જળથી અને માટીથી થાય છે. ભાવ શૌચ દર્ભથી અને મંત્રથી થાય છે. અમારે ત્યાં જે કોઈ વસ્તુ અશુચિ થઇ હોય તે બધી તત્કાળ પૃથ્વીથી માંજવામાં આવે છે અને પછી શુદ્ધ પાણીથી ધોવાય જાય છે. ત્યારે અશુચિ શુચિ થઈ જાય છે. આ પ્રમાણે નિશ્ચયથી જીવ જળ સ્નાનથી પોતાના આત્માને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૬ નાયાધમ કહાઓ- ૧/-/પ/૬૭ પવિત્ર કરીને વિઘ્ન વિના સ્વર્ગને પ્રાપ્ત કરે છે. - ત્યાર પછી સુદર્શન શુક પરિવ્રાજકની પાસે ધર્મને શ્રવણ કરીને હર્ષિત થયો. તેને શુક પાસેથી શૌચમૂલક ધર્મ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને પવ્રિાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ અને વસ્ત્રથી પડિલાભિત કરતો વચરવા લાગ્યો. ત્યાર પછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીની બહાર નીકળ્યો, નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં થાવગ્ગાપુત્રઅણગાર એક હજાર અણ ગારોની સાથે અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજા ગામમાં જતા અને સુખ પૂર્વક વિચરતા જ્યાં સૌગન્ધિકાનગરી હતી અને જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. થાવસ્ત્રાપુત્ર અણગારનું આગમન જાણીને પરિષદ્ નીકળી. સુદર્શન પણ નીકળ્યો તેણે થાવસ્યા પુત્ર અણગારને પ્રદક્ષિણા કરીને વંદન કર્યા, નમસ્કાર કર્યા. કહ્યુંઆપના ધર્મનું મૂળ શું છે?” ત્યારે સુદર્શનના આ પ્રમાણે કહેવા પર થાવસ્ત્રાપુત્ર અણ ગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહેલ છે. તે વિનય ચારિત્ર] પણ બે પ્રકારનો છે. અગારવિનય, અણગારવિનય તેમાં જે અગારવિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગીયાર ઉપાસક પ્રતિમારૂપ છે. જે અણગાર વિનય છે તે પાંચ મહાવ્રત રૂપ છે, જેમકે સમસ્ત પ્રાણાતિપાતથીવિરમણ, યાવતુ વિર મણ અને સમસ્ત પરિગ્રહથી વિરમણ યાવતુ સમસ્ત મિથ્યા દર્શન શલ્યથી વિરમણ, દશપ્રકારની પ્રત્યાખ્યાન અને બાર પ્રકારની ભિક્ષની પ્રતિમાઓ. આ પ્રમાણે બંને પ્રકારના વિનયમૂલક ધર્મથી આઠ કર્મની પ્રકૃતિનો ક્ષય કરીને જીવ લોકના અગ્રભાગ માં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી થાવસ્ત્રાપુત્રે સુદર્શનને કહ્યું હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે? હે દેવાનુપ્રિય ! અમારો ધર્મ શૌચમૂલક છે. આ ધર્મથી યાવતુ જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી થાવા પુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ એક મોટા રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ધોવે તો વસ્ત્રની કઈ શુદ્ધિ થશે? તેમ થઈ શકતું નથી. એવી જ રીતે હે સુદર્શન ! તમારા મતાનુસાર પણ પ્રાણાતિપાતથી યાવત્ મિથ્યાદર્શન શલ્યથી શુદ્ધિ થઈ શકતી નથી, સુદર્શન ! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ એક મોટા રુધિરથી લિપ્ત વસ્ત્રને સાજીના ખારના પાણીમાં પલાળે, પછી પાકસ્થાન પર ચઢાવે, ચઢાવીને ઉષ્ણતાને ગ્રહણ કરાવે અને પછી સ્વચ્છ પાણીથી ધોવે, તો નિશ્ચયથી હે સુદર્શન! તે રુધિરથી લિપ્ત વસ્ત્ર, સાજી ખારના પાણીમાં પલળીને, ચૂલે ચઢીને, અને શુદ્ધ જલથી પ્રક્ષાલિત થઈને શુદ્ધ થાય છે?” સુદર્શન કહે છે “હા, શુદ્ધ થાય છે. આ પ્રમાણે હે સુદર્શન ! અમારા ધર્મ પ્રમાણે પ્રાણા તિપાત વિરમણથી યાવતુ મિથ્યાદર્શન શલ્યના વિરમણથી શુદ્ધિ થાય છે. આ કથન સાંભળી સુદર્શન પ્રતિબોધ પામ્યો. તેણે થાવાપુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- “ભગવન્! હું ધર્મને સાંભળીને જાણવા-અંગીકાર કરવા ઈચ્છું છું.' યાવતું તે શ્રમણોપાસક થઈ ગયો, જીવાજીવનો જ્ઞાતા થઈ ગયો, યાવત્ નિર્ગસ્થ શ્રમણોને આહારાદિનું દાન કરતો વિચરવા લાગ્યો. ત્યાર પછી શુક પરિવ્રાજકને આ સમાચાર જાણીને, આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયોસુદર્શને શૌચમૂલક ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલ ધર્મ અંગીકાર કરેલ છે તેથી સુદર્શનની દૃષ્ટિ-શ્રદ્ધાનું વમન કરાવીને પુનઃ શૌચમૂલક ધર્મનો ઉપદેશ આપવો મારા Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ ૬૭. માટે શ્રેયસ્કર છે.' એક હજાર પરિવ્રાજકોની સાથે જ્યાં સૌગંધિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે પરિવ્રાજકોના મઠમાં ઉપકરણ રાખ્યા. રાખીને ગેરુના રંગેલા વસ્ત્રોને ધારણ કરેલ તે થોડા પદ્મિાવજકોથી ઘેરાયેલો પરિવ્રાજક મઠમાંથી નીકળ્યો.જ્યાં સુદર્શન હતો ત્યાં આવ્યો. ત્યારે તે સુદર્શને તે શુકને આવતો જોયો જોઈને તે ઉભો ન થયો, સામે ન ગયો, તેનો આદર ન કર્યો, તેને જાણ્યો નહિ, વંદન ન કર્યો, પરંતુ મૌન રહ્યો. ત્યારે તે પરિવ્રાજકે સુદર્શનને ઉભો ન થતા જોઈને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! પહેલાં તુ મને આવતો જોઇને ઉભો થતો, યાવતુ વંદના કરતો હતો. પરંતુ હે સુદર્શન ! અત્યારે તું મને આવતો જોઈને નથી ઉભો થતો કે નથી વંદન કરતો, તો કોની પાસે તે વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે? ત્યાર પછી શુક પરિવ્રાજકના આ પ્રમાણે કહેવા પર સુદર્શન આસન ઉપરથી ઉભો થયો.બંને હાથ જોડ્યા અને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! અરિ હતઅરિષ્ટનેમિના અંતેવાસી થાવસ્ત્રાપુત્રઅણગાર અહીં નીલાશોક ઉદ્યાનમાં વિચારી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે. ત્યાર પછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! અમે તમારા ધમચાર્ય થવાચ્યા પુત્રની પાસે ચાલીએ. અને આ પ્રમાણેના આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછીશું. જો તે મારા અર્થ આદિનો ઉત્તર આપશે તો હું તેમને વંદના કરીશ, નમસ્કાર કરીશ. અને જો તે મારા આ અથનો યાવતું વ્યાકરણોનો ઉત્તર નહીં આપે તો હું તેમને આ અર્થો તથા હેતુઓ આદિથી નિરુત્તર કરીશ. ત્યાર પછી તે શુક પરિવ્રાજક એક હજાર પરિવ્રાજકો અને સુદર્શન શેઠની સાથેજ્યાં થાવસ્ત્રાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા. આવીને થાવા પુત્રને કહેવા લાગ્યા-ભગવન્! તમારી યાત્રા સુખપૂર્વક છે ? યાપની છે? તમને અવ્યાબાધ છે? અને તમારો પ્રાણુક વિહાર થઈ રહ્યો છે? ત્યારે થાવસ્યા પુત્રે કહ્યું- હે શુક ! મારી યાત્રા સુખપૂર્વક છે. યાપનીય પણ વર્તી રહેલ છે. અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ થઈ રહ્યો છે.” ત્યારે પછી શુક પરિવ્રાજકે થાવસ્યા પુત્રને આ પ્રમાણે કહ્યું “ભગવન્! આપની યાત્રા શું છે ?” હે શુક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ આદિ યોગોથી ષટ્કાયના જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.” “ભગવન્! યાપનીય શું છે?” “શૂક! યાપનીય બે પ્રકારે છે. ઇન્દ્રિય યાપનીય અને નો ઇન્દ્રિય યાપનીય.” “આપણી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈ ન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કોઈ પણ ઉપદ્રવ વિના વશીભૂત રહે છે તે અમારે ઇન્દ્રિય યાપનીય છે.' ક્રોધ, માન, માયા લોભ રૂપ કષાય ઉપશાંત થયેલ હોય, ઉદયમાં ન આવતા હોય, તે અમારું નો ઈન્દ્રિય યાપનીય કહેવાય છે.” શુકે કહ્યું ભગવન! અવ્યાબાધ શું છે?” “હે શુક!વાત, પિત્ત, કફ, અને સનિ પાતઆદિ સંબંધી વિવિધ પ્રકા રનારોગ અને આતંક ઉદયમાં ન આવે તે અમારો અવ્યા બાધ છે.” “ભગવન્! પ્રાસૂક વિહાર શું છે?” “હે શુક! અમે જે આરામમાં, ઉદ્યાનમાં દેવ કુલમાં, સભામાં, સ્ત્રી, પુરુષ, નપુંસક રહિત ઉપાશ્રયમાં, પાઠિહારી પીઢ, ફલક, શય્યા, સંસ્તારક, આદિ ગ્રહણ કરીને વિચારીએ છીએ. તે અમારો પ્રાસુક વિહાર છે.” શુક પરિવ્રાજકે પ્રશ્ન કર્યો - “ભગવન્! આપને માટે “સરિ સવ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે?” “હે શુક! “સરિસવ’ અમારા માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે, શુકે પુનઃ પ્રશ્ન કર્યો-ભગવન્! ક્યા અભિપ્રાયથી એમ કહો Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નાયાધમ્મકહાઓ- ૧/-/૫/૬૭ છો હે શુક! “સરિસવ' બે પ્રકારે કહેલ છે. મિત્ર સરિસવ, અને ધાન્ય સરિસવ તેમાં જે મિત્ર-સરિસવય છે તે ત્રણ પ્રકારે છે- સાથે જન્મેલા. સાથે વૃધ્ધિ પામેલા, સાથે ધૂળમાં રમેલા. તે ત્રણ પ્રકારના મિત્ર સરિસવ શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સરિસવ છે તે બે પ્રકારે છે. શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાં જે શસ્ત્ર પરિણત છે તે બે પ્રકારે છે. • પ્રાસુક અને સંપ્રાસુક હે શુક! અપ્રાસુક, ભક્ષ્ય નથી. તેમાં જે પ્રાસુક છે તે આ પ્રમાણે યાચિત,અનેઅયાચિત તેમાં જે અયાચિત છેતે અભક્ષ્ય છે યાચિતપણ બે પ્રકારે છે. એષણીય અને અષણીય તેમાં અનેષણય છે તે અભક્ષ્ય છે. એષણીય પણ બે પ્રકારે છે- લબ્ધ અને અલબ્ધ તેમાં જે અલબ્ધ છે તે અભક્ષ્ય છે. જે લબ્ધ છે તે નિર્ઝન્થોને માટે ભક્ષ્ય છે.હે શુક!આ અભિપ્રાયથી કરેલ છેકેસરિસવભક્ષ્યપણછેઅને અભક્ષ્ય પણ છે.” આ પ્રમાણે “કુલત્થા પણ કહેવા જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે. કુલત્થાના બે ભેદ છે. સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા સ્ત્રી કુલત્થા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કુલ વધૂ, કુલમાતા અને કુલપૂત્રી તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ઈત્યાદિ સરિસવની સમાન જાણવું જોઈએ. માસ સંબંધી પ્રશ્નોત્તર પણ આજ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે. માસ ત્રણ પ્રકારે છે-કાળમાસ, અર્થ માસ, ધાન્યમાસ, તેમાં કાલમાસ બાર પ્રકારના છે.શ્રાવણ યાવતુ આષાઢતે બધા અભ ક્ષ્ય છે. અર્થમાસ બે પ્રકારના છે-ચાંદીના માશા અને સોનાના માશા, તે પણ અભક્ષ્ય છે. ધાન્યમાસ અર્થાતુ અડદ ભક્ષ્ય પણ છે ઇત્યાદિ સરિસવની સમાન જાણવું જોઇએ. શુક પરિવ્રાજકે પુનઃ પ્રશ્ન કર્યો-આપ એક છો? બે છો? અનેક છો? અક્ષય છો? આપ અવ્યય છો ? આપ અવસ્થિત છો? આપ ભૂત ભાવ અને ભાવીવાળા છો?'હે શુક ! હું એકપણ છું -બે પણ છું યાવતુ અનેક ભૂત-ભાવિવાળા પણ હું છું. તે કઈ રીતે? હે શુક! હું દ્રવ્યની અપેક્ષાથી એક છું કેમકે જીવદ્રવ્ય એક જ છે. જ્ઞાન અને દર્શનની અપેક્ષાથી હું બે પણ છું. પ્રદેશોની અપેક્ષાથી હું અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું. અને ઉપયોગની અપેક્ષાથી અનેક ભૂત,ભાવઅને ભાવિ પણ છું. થાવચ્ચા પુત્રના ઉત્તરથી શુક પરિવ્રાજકને પ્રતિબોધ પ્રાપ્ત થયો. તેણે થાવસ્યા પુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યો. કહ્યું- 'ભગવન્! હું આપની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાની અભિલાષા કરું છું. ત્યાર પછી શુક પરિવ્રાજક થાવસ્યા પુત્ર પાસેથી ધર્મ સાંભળીને અને દયમાં ધારણ કરીને આ પ્રમાણે બોલ્યા- ભગવનું ! હું એક હજાર પરિવ્રાજકોની સાથે દેવાનુપ્રિયની પાસે મુંડિત થઇને પ્રવજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું.” થાવસ્ત્રાપુત્ર અણ ગાર બોલ્યા - ‘દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો.” તે સાંભળીને યાવતુ ઉત્તરપૂર્વ દિશામાં જઈને શુક પરિવ્રાજકે ત્રિદંડ યાવતું ગેરુના રંગેલા વસ્ત્રો એકાં તમાં ઉતારી નાખ્યાં. પોતાના હાથથી શિખા ઉખેડી નાખી. ઉખેડીને જ્યાં થાવસ્યા પુત્ર હતા ત્યાં આવ્યા. મુંડિત થઈને યાવતુ દીક્ષિત થઈ ગયા. પછી સામાયિકથી આરંભ કરીને ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. ત્યાર પછી થાવસ્ત્રાપુને શુકને એક હજાર અણગાર શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર સૌગંધિકા નગરીથી અને નીલાશીક ઉદ્યો નથી નીકળ્યા. નીકળીને જનપદ વિહારવિચારવા લાગ્યા. ત્યાર પછી થાવસ્યા પુત્ર Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ ૬૯ હજાર સાધુઓની સાથે જ્યાં પુંડરીક- શત્રુંજય પર્વત હતો ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીકગિરિ પર્વત પર આરુઢ થયા. આરુઢ થઈને તેઓએ મેઘઘડાની સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું હતું એવા પૃથ્વીશિલાપટ્ટ પર આરૂઢ થઇને યાવતું પાદોપગમન અનશન અંગીકાર કર્યો. ત્યાર પછી તે થાવાપુત્ર ઘણાં વર્ષો સુધી સંયમ પયયને પાળીને,એક માસની સંલેખનાકરીને,સાંઠભક્તનોઅનશન કરીને યાવતુ. કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા, યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા.. [૬૮] ત્યાર પછી શુક અણગાર કોઇ સમયે જ્યાં શૈલકપુર નગર હતું, જ્યા સુભૂમિ ભાગઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. શૈલક રાજા પણ નીકળ્યો. ધર્મ સાંભળીને તેને પ્રતિબોધ પ્રાપ્ત થયો. વિશેષ આ કે રાજાએ નિવેદન કર્યું હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસો મંત્રીઓને પૂછી લઉ-તેમની અનુમતિ લઈ લઉં અને મંડુક કુમારને રાજ્ય પર સ્થાપિત કરી દઉં. ત્યાર પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈનેગૃહવાસથી નીકળીને અણગાર દીક્ષા અંગીકાર કરીશ.” તે સાંભળીને શુક અણગારે કહ્યું-જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી શૈલક રાજાએ શૈલપુર નગરમાં પ્રવેશ કર્યો. આવીને સિંહાસન ઉપર બેઠા. ત્યાર પછી શૈલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મેં શુક અણગાર પાસેથી ધર્મ સાંભળેલો છે અને તે ધર્મની મેં ઇચ્છા કરી છે. તે ધર્મ મને રચ્યો છે. તેથી હે દેવાનુપ્રિયો હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતુ દીક્ષા ગ્રહણ કરી રહ્યો છું. દેવાનુપ્રિયો! તમે શું કરશો? ક્યાં રહેશો ! અને તમારું હિત અને ઇચ્છિત શું છે ?' ત્યાર પછી પંથક આદિ મંત્રી શેલક રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે દેવાનુપ્રિય ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ યાવતુ પ્રવ્રજિત થવા ઈચ્છો છો, તો હે દેવાનુપ્રિય ! અમારો બીજો આધાર કોણ છે ? અમારું આલંબન કોણ છે ? અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા અંગીકાર કરશું. હે દેવાનુપ્રિય ! જેમ અમે અહીં ગૃહસ્થા વાસમાં ઘણાં કાર્યોમાં તથા કારણોમાં યાવતુ આપના માર્ગદર્શક છીએ, તે જ પ્રમાણે દીક્ષિત થઇને પણ આપના ઘણાં કાર્ય-કારણોમાં યાવતું ચક્ષુભૂત થશું.' ત્યાર પછી શૈલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો ! તમે જો સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો, યાવતુ દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છો છો તો, દેવાનુપ્રિયો ! જાઓ. પોત પોતાના કુટુંબીજનોમાં પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રોને કુટુમ્બમાં સ્થાપિત કરીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકા, પર આરૂઢ થઇને મારી પાસે પ્રગટ થાઓ. ત્યાર પછી રાજાએ પાંચસો મંત્રીઓને પોતાની પાસે આવેલા જોયા. જોઇને હષ્ટ-તુષ્ટ થઈને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણેકહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી મંડુકકુમારના મહાન અર્થવાળા રાજ્યાભિષે કની તૈયારી કરો શેલક રાજાએ રાજ્યાભિષેક કયો. મંડુક રાજા થઇ ગયા યાવતું સુખ પૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી શૈલક રાજાએ મંડક રાજા પાસેથી દીક્ષા લેવાની ' આજ્ઞા માંગી. ત્યારે મંડુક રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-“શીઘજ શેલકપુર નગરને સ્વચ્છ અને સિંચિત કરીને સુગંધી કરો અને કરાવો. ત્યાર પછી મંડુક રાજાએ બીજી વાર કૌષ્કિ પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું “શીઘ્રતાથી શૈલક મહારાજાના મહાન અર્થવાળી યાવતું દીક્ષાભિષેકની Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭િ૦ નાયાધમ્મ કહાઓ- ૧/-/૫/૬૮ તૈયારી કરો.” “જે પ્રમાણે મેઘકુમારના અધ્યયનમાં કહ્યું હતું, તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે પદ્માવતીદેવીએ શૈલકના અગ્રકેશ ગ્રહણ કર્યા. બધા દીક્ષાથી પ્રતિગ્રહ-પાત્ર આદિ ગ્રહણ કરીને શિબિકાપર આરૂઢ થયા. શેષ વર્ણન પૂર્વવતુ.. ત્યાર પછી શુક અણગારે શૈલક અણગારને પંથક આદિ પાંચસો અણગાર; શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. ત્યાર પછી શુક મુનિ કોઇ સમયે શૈલકપુર નગરથી અને સુભૂમિભાગ ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બહાર જનપદોમાં વિચારવા લાગ્યા. ત્યાર પછી શુક અણગાર એક હજાર અણગારોની સાથે અનુક્રમથી વિચરતા થકા,અંતિમ સમય નજીક આવેલો જાણીને પુંડરીક પર્વત પર પધાર્યા યાવતુ સિદ્ધ થયા. [૬૯] ત્યાર પછી પ્રકૃતિથી સુકુમાર અને સુખ ભોગના યોગ્ય શૈલક રાજર્ષિના શરીરમાં અન્ત પ્રાન્તતુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, ઠંડા ગરમ, કાલાતિ કાન્ત,અને પ્રમા રાતિકાન્ત, ભોજન હંમેશા મળવાથી વેદના ઉત્પન્ન થઈ ગઈ. તે વેદના ઉત્કટ યાવતુ દુસહ હતી. તેમનું શરીર ખુજલી અને દાહ ઉત્પન્ન કરનાર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે શૈલક રાજર્ષિ તે રોગાતંકથી શુષ્ક થઈ ગયા ત્યાર પછી શેલક રાજર્ષિ કોઈ સમયે અનુક્રમથી વિચરતા યાવતુ જ્યાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં આવીને વિચારવા લાગ્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. મંડૂક રાજા પણ નીકળ્યા શૈલક અણગારને બધાએ વંદન નમસ્કાર કર્યો. ઉપાસના કરી. તે સમયે મંડુક રાજાએ શૈલક અણગારનું શરીર શુષ્ક નિસ્તેજ યાવતુ દરેક પ્રકારની પીડાવાળું અને રોગયુક્ત જોયું. જોઈને આ પ્રમાણે કહ્યું. “ભગવન્! હું આપની સાધુતાને યોગ્ય ચિકિત્સકો પાસેથી સાધુને યોગ્ય ઔષધ અને ભેષજ દ્વારા તથાભોજન-પાન દ્વારા ચિકિત્સા કરાવું.હે ભગવાન ! આપ મારી યાનશાળામાં પધારો. અને પ્રાસુક તેમજ એષણીય પીઠ, લગ, શપ્યા તથા સંસ્તારક ગ્રહણ કરીને વિચારો. ત્યાર પછી શેલક અણગારે મંડુક રાજાના આ અર્થને “ઠીક છે.” એમ કહીને સ્વીકાર કર્યો. ત્યારે મંડુક રાજાએ શેલકમુનિને વંદન નમસ્કાર કર્યા. પાછા ગયા. ત્યાર પછી શેલક રાજર્ષિ બીજા દિવસે સૂર્યના દેદીપ્યમાન થવા પર ભંડપાત્ર અને ઉપકરણ લઈને પંથક આદિ પાંચસો મુનિઓની સાથે શૈલકપુરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં મંડુક રાજાની યાનશાળા હતી, ત્યાં આવ્યા. આવીને પ્રાસુક પીઠ, ફલક આદિ ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. ત્યાર પછી મંડુક રાજાએ ચિકિત્સકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! તમે શેલક રાજર્ષિની પ્રાસુક અને એષણીય ઔષધ આદિથી યાવતુ ચિકિત્સા કરો.' ત્યારે ચિકિત્સક મંડુક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સાધુતાને યોગ્ય ઔષધ, ભેષજ તેમજ ભોજન-પાનથી ચિકિત્સા કરી અને મદ્યપાન કરવા માટે કહ્યું. ત્યાર પછી સાધુને યોગ્ય ઔષધ આદિથી અને મદ્યપાનથી શલક રાજર્ષિનો રોગાંક શાંત થઈ ગયો. તે હૃષ્ટ-તુષ્ટ યાવતુ બળવાન શરીરવાળા થઈ ગયા. તેનો રોગાતક પૂરી રીતે દૂર થઈ ગયો. ત્યાર પછી શૈલક રાજર્ષિ તે રોગાતંકના ઉપશાંત થઈ જવા પર તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં અને મદ્યપાનમાં મૂર્શિત, મત્ત, ગૃદ્ધ અને અત્યંત આ સક્ત થઈ ગયા. તે આળસુ અવસગ્ન વિહારી થઈ ગયા. એ પ્રમાણે પાર્શ્વસ્થ તથા પાર્શ્વસ્થ વિહારી કુશીલ કુશીલવિહારી તથા પ્રમત્ત પ્રમત્તવિહારી, સંસક્ત તથા સંસક્તવિહારી Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ થઈ ગયા. શેષ કાળમાં પણ શય્યા સસ્તારકને માટે પીઢ, ફલગ રાખનાર પ્રમાદી થઈ ગયા. તે પ્રાસુક તેમજ એષણીય પીઢ, ફલગ આદિને પાછા આપીને અને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર કાવત્ જનપદમાં વિહાર કરવામાં અસમર્થ થઇ ગયા. [૭૦] ત્યાર પછી પંથકને તે પાંચસો અણગાર કોઈ સમયે એકઠા થયા. યાવતુ મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતાં કરતાં તેઓને એવો વિચાર ઉત્પન્ન થયો, કે શૈલક રાજર્ષિ રાજ્યનો ત્યાગ કરીને યાવતું દીક્ષિત થયા, પરંતુ અત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તેમજ મદ્યપાનમાં મૂચ્છિત થયા છે. તે જનપદ વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનુપ્રિયો! શ્રમણોને પ્રમાદી થઈને રહેવું કલ્પતું નથી. તેથી આપણા માટે શ્રેષ્ઠ છે કે આવતી કાલે શૈલક રાજર્ષિની આજ્ઞા લઈને અને પાઠિયારી પીઢ, ફલગ શય્યા તેમજ સંસ્મારક પાછા સોંપીને પંથક અણગારને શૈલક અણગારના વૈયાવૃત્યકારી સ્થાપિત કરીને બહાર જનપદમાં અભુત વિચરીએ. તે મુનિઓ એ એવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે શૈલક રાજર્ષિની પાસે જઈને તેમની આજ્ઞા લઈને પાઠિ યારી પીઢ, લગ, શય્યા સંસ્મારક પાછા સોંપી દીધા અને પંથક અણ ગારને વૈચ્યા નૃત્યકારી સ્થાપિત કર્યા. સ્થાપિત કરીને બહાર યાવતું વિચારવા લાગ્યા. [૭૧] ત્યાર પછી તે પંથક અણગાર શૈલક રાજર્ષિની શય્યા, સંસ્તારક, ઉચ્ચાર, પ્રસ્ત્રવણ, શ્લેષ્મ સંઘાણના પાત્ર, ઔષધ, ભેષજ, આહાર, પાણી આદિ થી ગ્લાની વિના વિનયપૂર્વક વૈયાવૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી શૈલક રાજર્ષિ કોઈ સમયે કાર્તિક ચૌમાસીના દિવસે વિપુલ આહાર કરીને અને બહુજ અધિક મદ્યપાન કરીને સાયંકાલના સમયે આરામથી સૂતા હતા. તે સમયે પંથક મુનિએ કાર્તિક ચોમાસીના દિવસે કાયો ત્સર્ગ કરીને, દેવની પ્રતિક્રમણ કરીને, ચાતુમસિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી, શૈલક રાજષિને ખમાવવા માટે પોતાના મસ્તકથી તેના ચરણોનો સ્પર્શ કર્યો. ચરણોનો સ્પર્શ થતા શૈલક રાજર્ષિ તત્કાળ શુષ્ટ થયા યાવત્ ક્રોધથી ધમધમાયમાન થયા અને ઉક્યા. બોલ્યા, “અરે કોણ છે અપ્રાર્થિતની ઈચ્છા કરનાર યાવતુ લજ્જા આદિથી રહિત જેણે સુખ પૂર્વક સુતેલા મારા પગનો સ્પર્શ કર્યો?” શેલક ઋષિના આ પ્રમાણે કહેવાથી પંથક ભયભીત થઈ ગયો, ત્રાસ અને ખેદને પ્રાપ્ત થયો. બંને હાથ જોડીને કહેવા લાગ્યા, “ભગવન! હું પંથક છું. ચૌમાસી ક્ષમાપના દેવાને માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતા સમયે, મેં મારા મસ્તકથી આપના ચરણોનો સ્પર્શ કર્યો છે. તેથી દેવાનુપ્રિય! ક્ષમા કરો મારો અપરાધ ક્ષમા કરી. ફરી તેમ નહિ કરું, એ પ્રમાણે કહીને શૈલક અણગારને સમ્યક રૂપથી વિનયપૂર્વક આ અર્થને માટે વારંવાર ખમાવવા લાગ્યા. પંથક દ્વારા આ પ્રમાણે કહેવા પર તે શેલક રાજર્ષિને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો-મેં રાજ્ય આદિનો ત્યાગ કરીને પણ યાવતુ આળસુ આદિ થઈને શેષ કાળમાં પણ પીઢ, ફલગ, આદિ રાખીને વિચારી રહ્યો છું - શ્રમણ નિગ્રન્થોને શિથિ લાચારી થઈને રહેવું ન કહ્યું, તેથી આવતી કાલે મંડુક રાજાને પુછીને પડિહારી પીઢ, લગ, શય્યા અને સંસ્મારક પાછા આપીને, પંથક અણ ગારની સાથે, બહાર અદ્ભુત વિહારથી વિચરવું તે મારા માટે શ્રેયસ્કર છે.” યાવતુ તે પ્રમાણે કરીને વિહાર કર્યો. [૭૨] હે આયુષ્યનું શ્રમણ ! તે પ્રમાણે જે સાધુ યા સાધ્વી આળસુ થઈને, સંસ્મારકના વિષયમાં પ્રમાદી થઈને રહે છે, તે આ લોકમાં ઘણા શ્રમણો અને ઘણી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨. નાયાધમ કહાઓ - ૧-પ/૭૨ શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓની હીલનાનું પાત્ર થાય છે. યાવતુ તે લાંબા સમય સુધી સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાર પછી પંથકને છોડીને પાંચસો. અણગારોએ આ વૃતાન્ત જાણ્યો. ત્યારે તેઓએ એક બીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું. શૈલક રાજર્ષિ પંથકની સાથે બહાર વિચારી રહ્યા છે. તો હે દેવાનપ્રિયો ! આપણે શેલક રાજર્ષિની પાસે જઈને વિચરવું ઉચિત છે.” તેઓએ એવો વિચાર કર્યો. વિચાર કરીને રાજર્ષિ શૈલકની પાસે જઈને વિચારવા લાગ્યા. [૭૩] ત્યાર પછી શૈલક રાજર્ષિ-પંથક આદિ પાંચસો મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પય પાળીને જ્યાં પુંડરીક પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને થાવસ્યા પુત્રની. જેમ સિદ્ધ થયા. જે સાધુ યા સાધ્વી આ પ્રમાણે વિચરશે. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે.” | અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-દ-નું બ) [૭૪] શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સિદ્ધિને પ્રાપ્ત થયેલાએ પાંચમા જ્ઞાતાધ્યનનો આ અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! છઠ્ઠા જ્ઞાતાધ્યાનનો શું અર્થ ફર માવેલ છે?” “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. શ્રેણિક રાજા હતો. ત્યાં ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ ચેત્ય હતું. તે કાળ અને તે સમયમાં ભગવાન્ મહાવીર અનુક્રમથી વિચરતા થકા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ચિત્ય હતું ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. ભગવાનને વિંદન કરવા પરિષદ્ નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યા. ભગવાને ધર્મ કહ્યો. તે સાંભળી પરિષદ્ પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામના અણગાર ન અતિદૂર, ન અતિ નજીક સ્થાન પર યાવતુ શુકલ ધ્યાનમાં લીન થઈને વિચરતા હતા. તે સમયે જેને શ્રદ્ધા ઉત્પન્ન થયેલ છે એવા ઈન્દ્રભૂતિ. અણગારે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જીવ કયા કારણે શીઘ્ર ગુરુતા અથવા લઘુતાને પ્રાપ્ત થાય છે?' ભગવંતે કહ્યું - હે ગૌતમ ! જેમ કોઈ પણ નામવાળો, એક પુરુષ એક મોટું સૂકા વેલ, છિદ્રરહિત અને અખંડિત મૂંબડાને દર્ભથી અને કુશથી લપેટ્યું હોય. પછી માટીના લેપથી લીપે. પછી તાપમાં રાખી દે. સુકાઈ જવા પર ફરીથી દર્ભ અને કુશથી લપેટે, પછી માટીના લેપથી લપેટે અને પછી તાપમાં સૂકવે. યાવતુ આઠ માટીના લેપ તે ટૂંબડા પર ચઢાવે પછી તેને અથાહઅપૌષિક એવા જળમાં નાખવામાં આવે તો નિશ્ચય થી હે ગૌતમ ! તે તુંબડું માટીના આઠ લેપના કારણે ગુરુતાને પ્રાપ્ત થઈને ઉપર રહેલા પાણીને ઓળંગીને નીચે ધરતીના તલ ભાગમાં સ્થિત થઈ જાય છે.' એ પ્રમાણે “હે ગૌતમ ! જીવ પણ પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શન શલ્યથી યાવતુ અઢાર પાપસ્થાનોના સેવનથી ક્રમશઃ આઠ કર્મ પ્રવૃતિઓનું ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓની ગુરુતાના કારણે, મૃત્યુના સમયે મૃત્યુને પ્રાપ્ત થઈને આ પૃથ્વીતલને લાંધીને નીચે નરક તલમાં સ્થિત થાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જીવ શીધ્ર ગુરત્વને પ્રાપ્ત થાય છે.' હવે હે ગૌતમ ! તે તુંબડાને પહેલો માટીનો લેપ ભીનો થઈ જાય. ગળી Page #76 -------------------------------------------------------------------------- ________________ મુતસ્કંધ-૧, અધ્યયન-૬ જાય અને નષ્ટ થઈ જાય તો તે તંબડું પૃથ્વીતલથી કંઇક ઉપર આવી સ્થિર થાય છે. ત્યાર પછી બીજો માટીનો લેપ દૂર થઈ જાય તો કંઈક વધારે ઉપર આવી જાય છે. આ પ્રમાણે તે આઠેય મૃત્તિકા લેપના ભીના થવા પર યાવતું હટી જવા પર લૂંબડું બંધનમુક્ત થઈને ધરતી તલને લાંધીને ઉપર જળના તલ પર સ્થિત થાય છે.' એ પ્રમાણે છે ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ યાવતુ મિથ્યાદર્શનશવિર મણથી ક્રમશઃ આઠ કર્મ પ્રકૃતિઓને ખપાવીને આકાશ તલની તરફ જઈને લોકાગ્ર ભાગમાં સ્થિત થઈ જાય છે આ પ્રમાણે હે ગૌતમ! જીવ શીઘ લઘુત્વને પામે છે. | અધ્યયન-દ-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૭-રોહિણી) | [૭પ 'ભગવન્! જે શ્રમણ ભગવાન મહાવીરે યાવતું નિવણને પ્રાપ્ત થયેલાએ છઠ્ઠા જ્ઞાતાધ્યયનનો આ અધિકાર ફરમાવ્યો છે તો હે ભગવન્સાતમા જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા હતા. નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશિલક ચેત્ય હતું.' તે રાજગૃહ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ નિવાસ કરતો હતો. તે સમૃદ્ધિશાળી હતો અને કોઈથી પરાભૂત થનાર ન હતો. તે સાર્થવાહની ભદ્રા નામની ભાયી હતી. તેની પાંચે ઈન્દ્રિયો અને અવયવો પરિપૂર્ણ હતા યાવતુ તે સુંદર રૂપવાળી હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ ચાર સાર્થવાહપુત્ર હતા. તે આ પ્રમાણે – ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધનરક્ષિત. તે ધન્ય સાર્થવાહના ચાર પુત્રોની આ ભાયીઓ હતી. તે આ પ્રમાણે-ઉજિઝાકા ભોગવતી, રક્ષિકા અને રોહિણી. ત્યાર પછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે મધ્યરાત્રિના સમયે આ પ્રમાણે અધ્ય વસાય ઉત્પન્ન થયો-આ પ્રમાણે નિશ્ચયથી હું રાજગૃહ નગરમાં રાજા, ઈશ્વર યાવતુ તલવર આદિના અને મારા કુટુમ્બના અનેક કાર્યોમાં, કરણીઓમાં, કુટુમ્બો માં, મંત્રણા ઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યમયવાતોમાં, નિશ્ચય કરવામાં, વ્યવહારોમાં પૂછવા યોગ્ય, મેઢીસમાન, પ્રમાણભૂત, આધાર, આલમ્બન, ચક્ષુ-સમાન પથદર્શક, મેઢીભૂત અને બધા કાર્યોની પ્રવૃત્તિ કરાવનાર છું. પરંતુ ન જાણે મારા ક્યાંયા બીજે જવાપર કોઈ અના ચારના કારણે મારા સ્થાનથી શ્રુત થવાપર, મરી જવાપર, ભગ્ન થઈ જવાપર રુણ થઈ જવા પર, કોઇ રોગ વિશેષથી વિશીર્ણ થઈ જવા પર, પ્રાસાદ આદિથી પડી જવા પર તથા બિમારીથી પથારીવશ થવા પર, પરદેશમાં જવા પર તથા ઘરથી નીકળીને વિદેશ જવા માટે પ્રવૃત્ત થવા પર, મારા કુટુમ્બના પૃથ્વીની જેમ આધાર, રસ્સીના સમાન અવલમ્બન તથા બધામાં એકતા રાખનાર કોણ થશે? તેથી મારા માટે તે ઉચિત હશે કે કાલે યાવતું સૂર્યોદય થવા પર વિપુલઆ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્ર, આદિને તથા ચાર વધૂઓના કુલગૃહના સમુદાયને આમંત્રણ કરીને અને તે મિત્ર, જ્ઞાતિ, સ્વજન, 'આદિ ચારે પુત્રવધુઓના કુલગ્રહ વર્ગનો અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા ધૂપ, પૂષ્પ, વસ્ત્ર તેમજ ગંધ આદિથી સત્કાર કરીને, સન્માન કરીને તેના સમક્ષ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ પુત્રવધૂઓની પરીક્ષા કરવાને માટે પાંચ પાંચ સાલિ આપું. તેથી જાણી શકાય કે કોણ પુત્રવધૂ કેવા પ્રકારે તેની રક્ષા કરે છે, સારસંભાળ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૪ નાયાઘમ્મ કહાઓ- ૧/-૭૭૫ રાખે છે અથવા વધારે છે. ત્યાર પછી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું. તે ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. પછી મિત્ર, જ્ઞાતિ આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃતવર્ગની સાથે તે વિપુલ અશન,આદિનું ભોજન કરીને યાવતુ તે દરેકનો સત્કાર કર્યો. સન્માન કર્યું. સત્કારસન્માન કરીને મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સામે પાંચ ચોખાના દાણા લીધા.લઈનેમોટીપુત્રવધૂ ઉજિઝકાને બોલાવી કહ્યું- હે પુત્રી ! તું મારા હાથથી આ પાંચ દાણા લે. તેને લઈને અનુક્રમથી તેનું સંરક્ષણ અને સંગોપન કરતી રહે. હે પુત્રી ! જ્યારે હું તારી પાસે તે પાંચ દાણા માંગુ ત્યારે તું મને પાછા આપજે ત્યાર પછી તે ઉજિઝકાએ ધન્ય સાર્થવાહના આ અર્થ આદેશને “બહુસારું' આ પ્રમાણે કહીને અંગીકાર પાંચ શાલિઅક્ષત ગ્રહણ કર્યા. એકાંતમાં ગઈ. ત્યાં જઈને તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો-“આ પ્રકારે નિશ્ચયથી પિતાના કોઠારમાં શાલિથી ભરેલા ઘણાં પલ્ય વિદ્યમાન છે. તેથી જ્યારે પિતા મારી પાસેથી પાંચ શાલિમાંગશે ત્યારે હું બીજા શાલિ લઈને આપી દઈશ. તેણે એવો વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે પાંચ દાણા એકાંતમાં ફેંકી દીધા આ પ્રમાણે બીજી પુત્રવધૂ ભોગવતીને બોલાવીને પાંચ દાણા આપ્યા ઈત્યાદિ વિશેષ તે છે કે તેણીએ તે દાણા છોલ્યા. છોલીને ગળી ગઈ. ગળીને પોતાના કામમાં લાગી ગઈ. આજ પ્રમાણે રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેણે તે દાણા લીધા પછી તેને તે વિચાર ઉત્પન્ન થયો કે મારા પિતાએ મિત્ર જ્ઞાતિ આદિની તથા ચારે વધૂઓના કુલગૃહવર્ગની સામે મને બોલાવીને આમ કહ્યું છે કે- હે પુત્રી ! તું મારા હાથમાંથી આ દાણા લે. યાવતું જ્યારે હું માંગું ત્યારે પાછા આપી દેવા. તો અહી કાંઈ કારણ હોવું જોઈએ તેણીએ તે પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને તે ચાવલના દાણા શુદ્ધ વસ્ત્રમાં બાંધી લીધા. બાંધીને રત્નની ડબીમાં રાખીને ઓસીકા નીચે મુકી દીધા.ત્રણે સંધ્યાઓના સમયે સાર સંભાલ કરતી થકી રહેવા લાગી. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે તે મિત્રો આદિની સમક્ષ ચોથી પુત્રવધૂ રોહિણીને બોલાવીને તેને પણ તેમ કહીને પાંચ દાણા આપ્યા. યાવતુ તેણે વિચાર્યું-આ પ્રમાણે પાંચ દાણા આપવામાં કોઈ કારણ હશે. તેથી મારા માટે ઉચિત છે કે આ પાંચ શાલીના દાણાનું સંરક્ષણ કરે, સંગોપન કરે, વિચાર કરીને પોતાના કુલગૃહના પુરુષોને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયો ! તમે આ પાંચ શાલિને ગ્રહણ કરો. ગ્રહણ કરીને પહેલી વર્ષાઋતુ, માં જ્યારે ખૂબ વષી હોય ત્યારે એક નાની એવી ક્યારીને સારી રીતો સાફ કરીને આ પાંચ શાલિ વાવી દેવા. વાવીને બીજીવાર, ત્રીજીવાર ઉલ્લેપ-નિક્ષેપ કરવા, પછી ક્યારી ની ચારે તરફ વાડ કરવી તેની રક્ષા અને સંગોપન કરતા તેને વધારવા. ત્યાર પછી કૌટુ મ્બિક પુરુષોએ પાંચ દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને અનુક્રમથી તેનું સંરક્ષણ સંગો પાંગ કરતા રહેવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ વર્ષા ઋતુના પ્રારંભમાં મહાવૃષ્ટિ થવા પર નાની એવી ક્યારી સાફ કરી. સાફ કરીને પાંચ ચાવલના દાણા વાવ્યા. વાવીને બીજાનાર ત્રીજીવાર તેનો ઉલ્લેપ-નિક્ષેપ કર્યો કરીને વાડનો પરિક્ષેપ કર્યો.અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી સંરક્ષિત, સંગોપિત, અને સંવર્ધિત કરેલા શ્યામ, શ્યામ કાન્તિવાળા યાવતું સમુહ રૂપ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ થઈને પ્રસન્નતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ થઇ ગયા. ત્યાર પછી તે શાલિના છોડમાં પાન આવી ગયા, ડુંડા આવી ગયા, દાણા બહાર આવી ગયા, સુગંધ વાળા થયા, દૂધવાળા થયા, બાંધેલા ફળવાળા થયા,પાકી ગયા, તૈયાર થઈ ગયા, આ પ્રમાણે તે શાલિ ઉત્પન્ન થયા. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોએ તે શિલા પત્રવાળા યાવતું શલાકાવાળા તથા વિરલ પત્રવાળા જાણીને તીક્ષ્ણ અને ધારવાળા દાંતરડાથી કાપ્યા. કાપીને તેને હથેલીઓથી મર્દન કર્યા. મર્દન કરીને સાફ કર્યા. તેથી તે નિર્મલ, પવિત્ર, અખંડ અને અસ્ફોટિત ટુટ્યા વિનાના અને સુપડાથી સાફ કરેલા થઈ ગયા.એક પ્રસ્થક પ્રમાણ થઈ ગયા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરષોએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ-અક્ષતોને નવા ઘડામાં ભર્યા. ભરીને તેના પર માટીનો લેપ કરી દીધો મુદ્રિત કરી દીધો પછી તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા. રાખીને તેનું સંગોપન કરતા થકા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ બીજી વર્ષા ઋતુમાં વષકાળના પ્રારંભમાં મહાવૃષ્ટિ પડવા પર એક નાની ક્યારીને સાફ કરી. સાફ કરીને તે શાલિ વાવી દીધા યાવતું તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા કોઠારના એક ભાગમાં રાખીને તેનું સંરક્ષણ અને સંગોપન કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ ત્રીજી વર્ષાઋતુમાં મહાવૃષ્ટિ થવા પર એ પ્રમાણે કરતા યાવત્ ઘણાંજ કુમ્ભ પ્રમાણ શાલિ થઇ ગયા. ત્યાર પછી તે કોમ્બિક પુરુષોએ તે શાલિ કોઠારમાં રાખી, યાવતુ તેની રક્ષા કરવા લાગ્યા. ચોથી વર્ષાઋતુમાં એ પ્રમાણે કરવાથી સેંકડો કુંભ પ્રમાણ શાલિ થઈ ગયા. ત્યાર પછી જ્યારે પાંચમી વર્ષાઋતુ ચાલી રહી હતી. ત્યારે ધન્ય અર્થવાહને મધ્ય રાત્રિના સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન થયો. મેં આજથી પહેલાંના પાચમા વર્ષમાં ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે તે પાંચ પાંચ ચાવલના દાણા હાથમાં આપ્યા છે. તો કાલે યાવતું સૂર્યોદય થવાપર પાંચ ચાવલના દાણા માંગવા મારા માટે ઉચિત થશે. યાવતું જાણું તો ખરો કે કોણે કોવા પ્રકારે તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરેલ છે? ધન્ય સાર્થવાહે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે સૂર્યોદય થવા પર વિપુલ અશનાદિ બનાવ્યા. મિત્રો, જ્ઞાતિ જનો આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગને આમંત્રિત યાવતું સંમાનિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સમક્ષ મોટી પુત્રવધૂ ઉજિઝકાને બોલાવી. હે પુત્રી ! આજથી પહેલાં પાંચમાં વર્ષમાં આ મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્ર વધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ મે તમારા હાથમાં પાંચ શાલિ આપ્યા હતા. આ વાત સત્ય છે? ઉજિpકાએ કહ્યું-હા, સત્ય છે. ધન્ય સાર્થવાહ બોલ્યાતો હે પુત્રી ! મારા તે શાલી અક્ષત પાછા આપો.' ત્યાર પછી ઉજિઝકાએ તે ધન્ય સાર્થવાહની વાતને સ્વીકારી. સ્વીકારીને જ્યાં કોઠાર હતો ત્યાં પહોંચી. પહોંચીને પાંચ શાલિઅક્ષત ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ધન્ય સાથે વાહને બોલી “આ છે પાંચ શાલિ અક્ષત.” ત્યારે ધન્ય સાર્થવાહે ઉજિઝકાને સોગંદ અપાવ્યા અને કહ્યું પુત્રી ! આ તે જ શાલિના દાણા છે અથવા બીજા છે ? ત્યારે ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - હે તાત ! આ તે શાલિના દાણા નથી, બીજા છે. ત્યારે પછી ધન્ય સાર્થવાહ ઉજિઝ કાની પાસેથી તે અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને કુદ્ધ થયા. યાવતુ ક્રોધમાં આવીને ધ્રુજવા લાગ્યા. તેઓએ ઉજિઝકાને તે મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૬ નાયાધમ્મ કહાઓ-૧-૭૭પ પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સામે પોતાના કુલગૃહની રાખ ફેક-નારી છાણા નાખનારી, કચરા કાઢવાવાળી, પગ ધોવાના પાણી આપ નારી સ્નાનને માટે પાણી દેવાવાળી અને બહારનું દાસીનું કાર્ય કરનારી નિયુક્ત કરી આ પ્રમાણે જે સાધુ અને સાધ્વી યાવતુ પ્રવજ્યા લઈને પાંચ મહાવ્રતોનો પરિત્યાગ કરી દે છે, તે આ જ ભવમાં ઘણાં શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાનું અવહેલનાનું પાત્ર બને છે. યાવતુ અનંત સંસાર ભમે છે. આ પ્રમાણે ભોગવતીના વિષયમાં જાણવું. વિશેષતા એ છે કે તેને ખાંડવાવાળી, કુટવાવાળી, પીસવાવાળી, ઘંટલામાં દળીને ધાન્યના છીલકા ઉતારનારી, રાંધવાવાળી, પીરસવાવાળી, તહેવારના પ્રસંગ પર સ્વજનોના ઘરે જઈને લાણી આપવાવાળી, ઘરમાં અંદરનું દાસીનું કામ કરવાવાળી તેમજ રસોઇનું કાર્ય કરવાવાળીના રૂપમાં નિયુક્ત કરી. આ પ્રમાણે હે આયુષ્મનું શ્રમણો ! આપણા જે સાધુ અથવા સાધ્વી પાંચ મહા વ્રતોને ફોડવાવાળા હોય છે. તે આ જ ભવમાં ઘણા સાધુઓ સાધ્વીઓ, શ્રાવકો શ્રાવિ કાઓની અવહેલનાનું પાત્ર બને છે. આ પ્રમાણેજ રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે પોતાના નિવાસગૃહમાં આવીને તેણે મંજૂષા ખોલી. ખોલીને રત્નની ડબ્બીમાંથી પાંચ શાલિના દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં ધન્ય સાર્થવાહ હતા, ત્યાં આવી. આવીને ધન્ય સાર્થવાહના હાથમાં તે પાંચ દાણા આપી દીધા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે રક્ષિકાને આ પ્રમાણે કહ્યું કે હે પુત્રી ! આ તેજ પાંચ શાલિ અક્ષત છે કે બીજા ? ત્યારે રક્ષિકાએ ધન્ય સાર્થવાહને કહ્યું-તાત ! આ તે જ શાલિઅક્ષત છે, બીજા નથી. ત્યાર પછી ધન્ય સાર્થવાહ રક્ષિકાની પાસેથી તે અર્થ સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેને પોતાના ઘરના હિરણ્ય, કાસા આદિના વાસણોની, દૂષ્ય રેશમી વસ્ત્રની, વિપુલ ધન, ધાન્ય, કનક, મુક્તા આદિ સ્વાપતેયની ભાંડાગારિણીના રૂપમાં નિયુક્ત કરી દીધી. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો!આપણા જે સાધુ યા સાધ્વી પાંચ મહાવ્રતોની રક્ષા કરે છે તે આ જ ભવમાં ઘણા સાધુ સાધ્વીઓઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના અર્ચનીય હોય છે, રોહિણના વિષયમાં પણ એમ જ કહેવું જોઈએ વિશેષ છે કે જ્યારે ધન્ય સાથેવાતું પાંચ દાણા માંગ્યા ત્યારે તેણીએ કહ્યું તાત આપ મને ઘણાં ગાડા-ગાડીઓ આપો. જેથી હું આપને આપના પાંચ શાલિ-અક્ષતના દાણા પાછા આપ્યું. ત્યારે ધન્ય સાર્થવાહ રોહિણીને કહ્યું પુત્રી !તું મને તે પાંચ શાલિના દાણા ગાડા ગાડીમાં ભરીને કેમઆપીશ? ત્યારે રોહિણીએ ધન્ય સાર્થવાહને કહ્યું-તાત! આજથી પહેલાં પાંચમા વર્ષે આ મિત્રો, જ્ઞાતિજનો આદિની સમક્ષ આપે પાંચ દાણા આપ્યાં હતાં. યાવતું તે આજે સેંકડો કુમ્ભ થઈ ગયા છે. ઈત્યાદિ પૂવોક્ત ક્રમાનુસાર કહેવું, આ પ્રમાણે હે તાત! આપને તે પાંચ શાલિના દાણા ગાડા-ગાડીઓમાં ભરીને આવું છું. ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા-દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ ધન્ય છે, જેની પૂત્રવધુ રોહિણી છે, જેણે પાંચ શાલિની દાણા ગાડા-ગાડીઓ ભરીને પાછા આપ્યા. ત્યાર પછી ધન્યસાર્થવાહ તે પાંચ શાલીના દાણાને ગાડા ગાડી ઓ દ્વારા પાછા આવતા જુએ છે. જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને તેને સ્વીકારે છે. સ્વીકાર કરીને તેને તે મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્ર વધૂના તે કુલગૃહવર્ગની સમક્ષ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૭ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ રોહિણી પુત્રવધૂને, તે કુલગૃહવર્ગના અનેક કાર્યોમાં યાવત્ રહસ્યોમાં પૂછવા યોગ્ય યાવતું ઘરનું કાર્ય ચલાવનારી અને પ્રમાણભૂત નિયુક્ત કરી આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! જે સાધુ સાધ્વી પોતાના પાંચ મહાવ્રતોને વધારે છે તે આ જ ભવમાં ઘણા શ્રમણો આદિના પૂજ્ય થઈને યાવતું સંસારથી મુક્ત થઈ જાય છે. અધ્યયન-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૮-મલ્લી) [૭] ભગવન્! જો ભગવાન મહાવીરે સાતમાં જ્ઞાતાધ્યનનો આ અર્થ કહ્યો છે તો આઠમાંનો કયો અર્થ ફરમાવેલ છે?' જબૂ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ મહાવિદેહ વર્ષમાં મેરુપર્વતથી પશ્ચિમમાં નિષધ વર્ષધરપર્વતથી ઉત્તરમાં, શિતોદા મહાનદીથી દક્ષિણમાં, સુખાવહ વક્ષસ્કા પર્વતથી પશ્ચિમમાં અને પશ્ચિમ લવણ સમુદ્રથી પૂર્વમાં- આ સ્થાન પર સલિલા વતી નામે વિજય કહેલ છે. તે સલિલાવતી વિજયમાં વીતશોકાં નામની રાજધાની કહેલ છે. તે નવ યોજન પહોળી યાવતું સાક્ષાત દેવલોકની સમાન હતી. તે વીતશોકા રાજધાનીમાં ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં ઇન્દ્ર કુમ્ભ નામનું ઉદ્યાન હતું. તે વીતશોક રાજધાનીમાં બલ રાજા હતો. તે બલરાજાના અંતઃપુરમાં ધારિણી પ્રકૃતિ એક હજાર દેવીઓ હતી. તે ધારિણીદેવી કોઈ સમયે સિંહને સ્વપ્નમાં જોઈને જાગૃત થઈ. યાવતુ યથા સમય મહાબલ નામના પુત્રનો જન્મ થયો તે બાળક ક્રમશઃ બાલ્યાવસ્થાને ત્યાગીને ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો. ત્યારે માતા પિતાએ સમાન રૂપ વયવાળી કમલશ્રી આદિ પાંચસો શ્રેષ્ઠ રાજકુમારીઓની સાથે એક જ દિવસમાં મહાબલનું પાણિગ્રહણ કરાવ્યું. પાંચસો પ્રાસાદ આદિ પાંચ પાંચસોનો દહેજ આપ્યો. યાવતું મહાબલ કુમાર મનુષ્ય સંબંધી. કામ ભોગ ભોગવતો વિચરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર પાંચસો શિષ્યોથી પરિવતા થઇને અનુક્રમથી વિચરતા જ્યાં ઈન્દ્રકુંભ નામનું ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા અને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહ્યા. સ્થવિર મુનિરાજને વંદન કરવાને માટે જન સમૂહ નીકળ્યો. બલ રાજા પણ નીકળ્યો. ધર્મ સાંભળીને રાજાને વૈરાગ્ય થયો. વિશેષ એ કે તેણે મહાબલ કુમારને રાજ્ય પર પ્રતિષ્ઠિત કર્યો. પ્રતિષ્ઠિત કરીને સ્વયે જ બલરાજાએ આવીને સ્થવિરની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. તે અગ્યાર અંગોના જ્ઞાતા થયા. ઘણા વર્ષો સુધી સંયમ પાળીને જ્યાં ચારપર્વરત હતો, ત્યાં ગયા. એક માસનો નિર્જલ અનશન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વાવત્ સિદ્ધ થયા. ત્યાર પછી અન્યદા કદાચિતુ કમલશ્રી યાવતું સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થઈ. યાવતું બલભદ્ર કુમારનો જન્મ થયો. તે યુવરાજ પણ થઈ ગયો. તે મહાબલ રાજાના આ છ રાજા મિત્ર હતા. તે આ પ્રમાણે અચલ ઘરણ પૂરણ વસુ વૈશ્રમણ અને અભિચન્દ્ર. તેઓ સાથેજ જન્મ્યા હતા અને સાથે જ વૃદ્ધિ પામ્યા હતા. તેઓએ સાથે સાથે વિદેશ જવું, સાથે સાથે સુખ દુઃખ ભોગવવું અને સાથેજ આત્માનો નિસ્તાર કરવો એવો નિર્ણય કરીને પરસ્પરમાં આ અર્થનો સ્વીકાર કર્યો હતો. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર જ્યાં ઈકુંભ ઉદ્યાન હતું, ત્યાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નાયાધમ્મ કહાઓ - ૧/-૮/૭૬ પધાર્યા. પરિષદ વંદના કરવા નીકળી. મહાબલ રાજા પણ નીકળ્યો સ્થવિરમહારાજે ધર્મ કહ્યો. મહાબલ રાજાને ધર્મ શ્રવણ કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિશેષ એ કે રાજાએ કહ્યું - ‘હે દેવાનુપ્રિય ! હું મારા છ બાલ મિત્રોને પૂછી લઉં અને બલભદ્ર કુમારને રાજ્ય૫૨ સ્થાપિત કરી દઉં.' આ પ્રમાણે કહીને તેણે છએ બાલ મિત્રોને પૂછ્યું. ત્યારે તે છએ બાલમિત્રો મહાબલ રાજાને કહેવા લાગ્યા “દેવાનુપ્રિય ! જો તમે પ્રવ્રુજિત થાઓ છો તો અમારો માટે બીજું કોણ આધાર છે ? યાવત્ અમે પણ દીક્ષિત થઇએ છીએ. ત્યાર પછી મહાબલ રાજાએ તે છએ મિત્રોને કહ્યું-‘હે દેવાનુપ્રિયો ! જો તમે મારી સાથે યાવત્ પ્રવ્રુજિત હો તો તમે જાઓ અને પોત પોતાના જ્યેષ્ઠ પુત્રને પોત પોતાના રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો અને પછી હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરુઢ થઇને અહીં પ્રગટ થાઓ.’મહાબલ રાજાએ છએ બાલમિત્રોને આવેલા જોયા. જોઇને તે હર્ષિત અને સંતુષ્ટ થયા. તેને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! જાઓ અને બલભદ્ર કુમારનો મહાન્ રાજ્યાભિષેક કરો. ત્યાર પછી મહાબલ રાજાએ બલભદ્રકુમારની આજ્ઞા લીધી. પછી મહાબલરાજા છએ મિત્રોની સાથે હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય શિબિકા પર આરૂઢ થઇને વીતશોકા નગરી માં જ્યાં ઇન્દ્રકુંભ ઉદ્યાન હતું અને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યાં. આવીને તેઓએ સ્વયં પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને યાવત્ દિક્ષિત થયા. અગ્યાર અંગોનું અધ્યયન કરીને, ઘણાં ઉપવાસ બેલા, તેલા આદિ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર કોઇ સમયે એકઠા થયા તે સમયે તેઓમાં પરસ્પર આ પ્રમાણે વાતચીત થઈ ‘હે દેવાનુપ્રિયો ! આપણે બધાને એક સાથેજ તપક્રિયા ગ્રહણ કરીને વિચરવું ઊંચિત છે.’ આ પ્રમાણે કહીને બધાએ તે વાત અંગીકાર કરીને અનેક ચતુર્થભક્ત આદિ યાવત્ એક સરખી તપસ્યા કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ અણગારે આ કારણથી સ્ત્રીનામગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તેઓ મહાબલને છોડીને શેષ છ અણગાર જો ચતુર્થભક્ત ગ્રહણ કરીને વિચરે, તો તે મહાબલ અણગાર ષષ્ઠભક્ત ગ્રહણ કરીને વિચરે. અગર મહાબલના સિવાય છ અણગારો ષષ્ઠભક્ત અંગીકાર કરીને વિચરે તો મહાબલ અણગાર અષ્ટમભક્ત ગ્રહણ કરીને વિચરે. એ પ્રમાણે આ કારણોનું એકવાર અથવા વારંવાર સેવન કરવાથી તીર્થંકરનામગોત્ર કર્મનું પણ ઉપાર્જન તેમણે કરેલું. [૭૭-૭૯] અરિહંત સિદ્ધ પ્રવચન શ્રુતજ્ઞાન, ગુરુ-ધર્મોપદેશક સ્થવિર સાધુ બહુ શ્રુત તપસ્વી, આ સાતે પ્રતિ વત્સલતા ધારણ કરવી ગુણોત્કીર્તન કરવું વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો. દર્શન-સમ્યકત્વ અને જ્ઞાનાદિકનો વિનય કરવો. આવશ્યક કરવા, ઉત્તરગુણો અને મૂળગુણોનું નિરતિચાર પાલન કરવું. ક્ષણલવ પ્રમાણ કાળમાં પણ સંવેગ, ભાવના તેમજ ધ્યાનનું સેવન કરવું તપ કરવો. ત્યાગ વૈયાવચ્ચ કરવી. સમાધિ ઉપજાવવી. નવું નવું જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુતની ભક્તિ કરવી અને પ્રવચનની પ્રભાવના ક૨વી, આ ૨૦ કારણોથી જીવ તીર્થંકરત્વની પ્રાપ્તિ કરે છે. [૮૦] ત્યાર પછી મહાબલ આદિ સાતે અણગાર એક માસની પહેલી ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરીને વિચરે છે. યાવત્ બારમી એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા અંગીકાર Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ કરીને વિચારે છે. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર ક્ષુલ્લક નિષ્ક્રીડિત નામક તપ કર્મ અંગીકાર કરીને વિચરે છે. તે તપ આ પ્રમાણે કરાય છે. સર્વ પ્રથમ એક ઉપવાસ કરે, ઉપવાસ કરીને સર્વકામગુણિત પારણા કરે; પારણા કરીને બે ઉપવાસ કરે, પછી એક ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ, કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે કરીને ત્રણ ઉપવાસ કરે. કરીને પાંચ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને સાત કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને આ આઠ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને નવ ઉપવાસ કરે, કરીને આઠ ઉપવાસ કરે કરીને નવ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને આઠ ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને સાત ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને છ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને પાંચ ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને ચાર ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને ત્રણ ઉપવાસ કરે, કરીને એક ઉપવાસ કરે, કરીને બે ઉપવાસ કરે, કરીને એક ઉપવાસ કરે સર્વ જગ્યાએ પારણાના દિવસે સર્વ કામગુણિત પારણા કરીને ઉપવાસ પૂર્ણ કરવો એમ સમજવું. આ પ્રમાણે. ફુલ્લક સિહનિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાત્રમાં સૂત્રનુંસાર યાવત્ આરાધિત થાય છે. ત્યાર પછી બીજી પરિપાટીમાં એક ઉપવાસ કરે છે, ઈત્યાદિ બધુ પહેલાની સમાન સમજવું. વિશેષતા એ છે કે તેમાં વિકૃતિ રહિત પારણા કરે છે આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ સમજવી વિશેષતા એ છે કે અલેપકતથી પારણા કરે છે. ચોથી પરિપાટીમાં પણ તેમજ સમજવું જોઇએ. તેમાં આયંબીલથી પારણા થાય છે. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપની બે વર્ષ અને અઠ્યાવીસ અહોરાત્રીમાં સૂત્રના કથનાનુસાર યાવત્ તીર્થંકરની આજ્ઞાથી આરાધના કરીને જ્યાં સ્થવિર ભગવાન હતા, ત્યાં આવ્યા. આવીને તેઓને વંદના કરી, નમસ્કાર કર્યા. ભગવન્અમે મહતુ સિંહનિષ્ઠીડિત નામનો તપકર્મ કરવા ઈચ્છીએ છીએ તે તપ ક્ષુલ્લક સિંહનિષ્ક્રીડિત તપના સમાન જ જાણવો જોઈએ. વિશેષતા એ છે કે તેમાં ચોત્રીસ ભક્ત સુધી પહોંચી પાછા ફરાય છે. એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર અહોરાત્રીમાં સમાપ્ત થાય છે. સંપૂર્ણ મહાસિંહનિષ્ક્રીડિત તપ છ વર્ષ, બે માસ અને બાર અહોરાત્રીમાં સમાપ્ત થાય છે. ત્યાર પછી તે મહાબલ પ્રમુખ સાતે અણગાર મહાસિંહનિષ્ક્રીડિત તપકર્મનો સુત્રાનુસાર યાવતું આરાધન કરીને જ્યાં સ્થવિર ભગવાન્ હતા, ત્યાં આવે છે. આવીને સ્થવિર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઘણાંજ ઉપવાસ બેલા આદિ કરતાં વિચરે છે. ત્યાર પછી તે મહાબલ પ્રકૃતિ અણગાર તે પ્રધાન તપના કારણે શુષ્ક હીન તથા રુક્ષ થઈ ગયા, જેમ ભગવતી સૂત્રમાં કહેલ દક મુનિ-વિશેષતા એ છે કે સ્કંદક મુનિએ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરેલ હતી, પરંતુ આ સાત મુનિઓએ સ્થવિર ભગવાન પાસેથી આજ્ઞા લીધી. આજ્ઞા લઈને ચાર નામક પર્વત પર આરૂઢ થયા. આરૂઢ થઈને યાવતુ બે માંસની સંલેખના કરીને એકસો વીસ ભક્તના અનશન કરીને, ચોરાસીલાખ વર્ષ સુધી સંયમ પાળીને ચોરાસી લાખ પૂર્વનું કુલ આયુષ્ય ભોગવીને જયંત નામક ત્રીજા અનુત્તર વિમાનમાં દેવપર્યાયથી ઉત્પન્ન થયા. Page #83 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ - ૧-૮૮૧ . [૮૧] તે જયંત વિમાનમાં કેટલાક દેવોની બત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તેઓમાંથી મહાબલને છોડીને બીજા છ દેવોની કંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ અને મહાબલની પૂરી બત્રીસાગરોપમની સ્થિતિ કહેલ છે. ત્યાર પછી મહાબલ સિવાય છ એ દેવો જયંત દેવલોકથી, દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરીને, દેવલોક માં રહેવા સંબંધી સ્થિતિનો ક્ષય થવાથી અને દેવ સંબંધી ભવનો ક્ષય થવાથી, અત્તર રહિત, શરીરનો ત્યાગ કરીને આ જમ્બુદ્વીપમાં ભારત વર્ષમાં વિશુદ્ધ માતા-પિતાના વાશવાળા રાજકુળોમાં અલગ અલગ કુમારના રૂપમાં ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે પહેલો મિત્ર પ્રતિબુદ્ધિ ઈવાકુ દેશનો રાજા થયો. ચંદ્રચ્છાય અંગ દેશનો રાજા થયો, જેની રાજધાની ચંપા હતી. ત્રીજો મિત્ર શંખ કાશી દેશનો રાજા થયો, જેની રાજધાની વાણારસી નગરી હતી. ચોથો રૂકમી કુણાલ દેશનો રાજા થયો, જેની નગરી શ્રાવસ્તી હતી. પાંચમો અદીનશત્રુ કુરુક્ષેત્રનો રાજા થયો, જેની રાજધાની હસ્તીનાપુર હતી. છઠ્ઠો જિતશત્રુ પંચાલ દેશનો રાજા થયો, જેની રાજધાની કાંપિલ્યપુર હતી. - ત્યાર પછી તે મહાબલ દેવ-ત્રણ જ્ઞાનથી યુક્ત થઈને, જ્યારે સમસ્ત ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, દરેક દિશાઓ સૌમ્ય વિતિમિર અને વિશુદ્ધ હતી, પક્ષિઓના શબ્દ આદિ શકુન વિજયકારક હતા, વાયુ દક્ષિણ તરફ ચાલી રહ્યો હતો અને અનુકૂળ અર્થાત્ શીત મંદ અને સુગંધ રૂપ થઈને પૃથ્વી પર પ્રસાર કરી રહ્યો હતો, પૃથ્વી પર ધાન્ય નિષ્પન્ન થઈ ગયું હતું અને આ કારણે લોકો અત્યંત હર્ષ યુક્ત થઈને ક્રીડા કરી રહ્યા હતા, એવા સમયમાં, અર્ધ રાત્રિના અવસર પર, અશ્વિની નક્ષત્રનો ચંદ્રમાની સાથે યોગ થવા પર, હેમન્ત ઋતુના ચોથા માસ, આઠમા પક્ષમાં અર્થાત્ ફાલ્યુન માસના શુલ્ક પક્ષમાં, ચોથની તિથિના પાછલા ભાગે રાત્રિ ભાગમાં, બત્રીસ સાગરોપમની સ્થિતિવાળા જયન્ત નામક વિમાનથી, અનન્તર, શરીર ત્યાગ કરીને, આ જમ્બુદ્વીપ નામના દ્વિીપના ભરત ક્ષેત્રમાં, મિથિલા નામની રાજધાનીમાં, કુંભરાજાની પ્રભાવતી દેવીની કુક્ષીએ, દેવગતિ સંબંધી આહારનો ત્યાગ કરીને વૈક્રિય શરીરનો ત્યાગ કરીને તેમજ દેવભવનો. ત્યાગ કરીને, ગર્ભના રૂપમાં ઉત્પન્ન થયા. તે રાત્રિમાં પ્રભાવતી દેવી તેવા પ્રકારના પહેલા કહેલા વાસભાવનમાં પૂર્વવર્ણિત શય્યા પર યાવતુ અર્ધરાત્રિના સમયે, જ્યારે તે એકદમ ન સુતી હતી કે ન જાગતી હતી, વારંવાર ઉંઘતી હતી ત્યારે તે આ પ્રકારના પ્રધાન, કલ્યાણ રૂપ, શિવ ધન્ય, માંગલિક અને સશ્રીક ચૌદ મહાસ્વપ્ન જોઇને જાગી. ગજ વૃષભ સિંહ અભિષેક પુષ્પમાળા ચંદ્રમા સૂર્ય ધ્વજા કુંભ પા સરોવર ક્ષીર સાગર વિમાન રત્નરાશિ નિધૂમ અગ્નિ આ ૧૪ સ્વપ્ન જોયા પછી પ્રભાવતી રાણી જ્યાં રાજા કુમ્ભ હતાં, ત્યાં આવી. આવીને પતિને સ્વપ્નનો વૃત્તાન્ત કહ્યો. કુમ્મરાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નના ફળ પૂછ્યા. યાવતુ પ્રભાવતી દેવી હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને વિચરવા લાગી. ત્યાર પછી પ્રભાવતી દેવીને ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આ પ્રમાણેનો દોહદ ઉત્પન્ન થયો તે માતાઓ ધન્ય છે કે જે જળ અને સ્થલમાં ઉત્પન્ન થયેલ, દેદીપ્ય માન, અનેક પચરંગી પુષ્પોથી આચ્છાદિત શય્યા પર સુખપૂર્વક બેઠેલી અને સુખપૂર્વક સુતેલી વિચરે છે. તથા પાટલા, માલતી, ચપ્પા, અશોક, પુનાગના ફૂલો, મરવાના પાન, દમનકના ફુલો, નિદૉષ શતપ ત્રિકાના ફુલો તેમજ કોટના ઉત્તમ પત્રોથી ગુંથેલ, પરમ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ સુખદાયક સ્પર્શવાળા, જોવામાં સુંદર તથા અત્યંત સૌરભ છોડનાર શ્રીદામકાન્ડના સમૂહને સુંઘતી થકી પોતાનો દોહદ પૂર્ણ કરે છે. ત્યાર પછી તે પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયેલો જાણીને પાસે રહેલ વાણવ્યંતર દેવોએ શીધ્રજ જલ અને થલમાં ઉત્પન્ન થયેલ યાવતુ પાંચ વર્ણવાળા પુષ્પ કુમ્ભો અને ભારોના પ્રમાણમાં કુંભ રાજાના ભવનમાં લાવીને રાખી દીધા. તે સિવાય સુખપ્રદ તેમજ સુગંધ ફેલાવતા થકા એ શ્રીદામકાન્ડ પણ લાવીને રાખી દીધો. ત્યાર પછી પ્રભાવતી દેવીએ જલ અને સ્થલમાં ઉત્પન્ન યાવત્ ફૂલોની માળાથી પોતાનો દોહદ પૂર્ણ કર્યો. ત્યારે પ્રભાવતી દેવી પ્રશસ્તદોહદવાળી થઈને વિચારવા લાગી. ત્યાર પછી પ્રભાવતી દેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થવા પર, હેમન્તના પ્રથમ માંસમાં, બીજા પક્ષમાં અથતું માર્ગશીર્ષ માસના શુકલ પક્ષમાં, એકાદશીના દિવસે, મધ્યરાત્રિમાં, અશ્વિની નક્ષત્ર નો ચંદ્રમાની સાથે યોગ થવાપર, દરેક ગ્રહોના ઉચ્ચસ્થાન પર સ્થિત થયા પર, જ્યારે દેશના દરેક લોકો પ્રકૃદિત થઈને ક્રીડા કરી રહ્યા હતા એવા સમયે, આરોગ્ય પૂર્વક ઓગણીસમા તીર્થકરને જન્મ દીધો. [૨] તે કાળ અને તે સમયમાં અધોલોકમાં રહેનારી મહત્તરીકા દિશાકુમારી કાઓ આવી, ઈત્યાદી જન્મનું વર્ણન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં આવેલ છે, તે અહીં સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મિથિલા નગરીમાં, કુમ્ભ રાજાના ભવનમાં, પ્રભાવતી દેવીનું નામ કહેવું જોઈએ. યાવતુ દેવોએ જન્માભિષેક કરીને નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવ કર્યો. ત્યાર પછી કુક્ષ્મ રાજાએ તેમજ ઘણા ભવન પતિઓ, વાણવ્યંતરો, જ્યોતિષ્યો એવ વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક કર્યો. પછી જાતકર્મ આદિ સંસ્કાર કર્યો, યાવતુ નામકરણ કર્યું કે અમારી આ પુત્રી માતાના ગર્ભમાં આવી હતી ત્યારે માલ્યની શય્યામાં યુવાનો દોહદ ઉત્પન્ન થયો હતો અને તે પૂર્ણ થયો હતો, તેથી તેનું નામ “મલ્લી' હોય એમ કહીને તેનું મલ્લી' નામ રાખ્યું. જેમ ભગવતી સૂત્રમાં મહાબલ નામ રાખવાનું વર્ણન છે, તેમજ અહીં જાણવું. [૮૩-૮૪) દેવલોકથી ચુત થયેલી તે ભગવતી મલ્લી વૃદ્ધિને પ્રાપ્ત થઇને અનુપમ શોભાવાળી થઈ, દાસી દાસોથી પરિવૃત્ત થઈ અને પીઠમર્દોથી ઘેરાયેલી રહેવા લાગી. તેના મસ્તકના કેશ કાળા હતા, નયન સુન્દર હતા, હોઠ બિમ્બફલ સમાન લાલ હતા, દાંતોની કતાર હતી અને શરીર શ્રેષ્ઠ કમળના ગર્ભની સમાન ગૌર હતું. તેના શ્વાસોશ્વાસ વિકસિત કમળના સમાન ગંધવાળા હતા [૮૫] ત્યાર પછી વિદેહરાજાની તે શ્રેષ્ઠ કન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યાવતું રૂપ-યૌવન લાવણ્યથી અતીવ અતીવ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. તત્પશ્ચાતુ વિદેહરાજની તે ઉત્તમ કન્યા મલ્લી કંઇક ન્યુનમસો વર્ષની થઈ, ત્યારે તે છ રાજાઓને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જતી રહેવા લાગી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીએ કૌટુમ્બીક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું “દેવાનુપ્રિયો ! જાઓ અને અશોકવાટિકામાં એક મોટું મોહનગૃહ બનાવો, જે અનેક સેંકડો ખંભોથી બનાવેલો હોય, તે મોહનગૃહના એકદમ મધ્યભાગમાં છ ગર્ભગૃહ બનાવો. તે છ ગર્ભ ગૃહોની વચમાં એક જાલગૃહ બનાવો. તે જાલગૃહની મધ્યમાં એક મણિમય પીઠિકા બનાવો તે સાંભળી કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે બનાવીને આજ્ઞા પાછી આપી. 6 Jairt Education International Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નાયાધમ કહાઓ-૧-૮૮૫ ત્યાર પછી તે મલ્લી કુમારીએ મણિપીઠિકા ઉપર પોતાના જેવી, પોતાના જેવી ત્વચાવાળી, પોતાના જેટલી ઉમરવાળી, સમાન લાવણ્ય, યૌવન અને ગુણોથી યુક્ત એક સુવર્ણની પ્રતિમાનું નિમણિ કરાવ્યું. તે પ્રતિમાના મસ્તક પર છિદ્ર હતો અને તેના પર કમળનું ઢાંકણ હતું. આ પ્રમાણેની પ્રતિમા બનાવરાવીને જે વિપુલ, અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય જે તે ખાતી હતી તે મનોજ્ઞ અશનાદિનો પ્રતિદિન એક-એક પિડ લઈને તે સુવર્ણમય, મસ્તકમાં છેદવાળી યાવત્ પ્રતિમામાં મસ્તકમાંથી નાંખતી રહી. તેથી તેમાં એવી દુર્ગધ ઉત્પન્ન થતી હતી કે જેમ સર્પના મૃતકલેવરની હોય, યાવતુ તેનાથી પણ અધિક અનિષ્ટ અને અમનોજ્ઞ હોય. [૮] તે કાળ અને તે સમયમાં કૌશલ નામનો દેશ હતો. તેમાં સાકેત નામનું નગર હતું. તે નગરના ઉત્તરપૂર્વ દિશામાં એક નાગગૃહ હતું. તે પ્રધાન હતું, સત્ય હતું તેની સેવા સફલ થતી હતી અને તે દેવાધિષ્ઠિત હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધિ નામક ઇક્વાકુ વંશનો રાજા નિવાસ કરતો હતો. પદ્માવતી તેની પટરાણી હતી. સુબુદ્ધિ નામક અમાત્ય હતો, જે સામ, સામ, ભેદ અને દેડ નીતિઓમાં કુશળ હતો યાવત્ રાજ્યધુરાની ચિંતા કરનાર હતો. કોઇ સમયે પદ્માવતી દેવીને નાગપૂજાનો ઉત્સવ આવ્યો. તે પદ્માવતી દેવી નાગ પૂજાનો ઉત્સવ આવેલો જાણીને પ્રતિબુદ્ધિ રાજાની પાસે ગઈ. પાસે જઈને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી-સ્વામિનું! કાલે મારે નાગપૂજા કરવી છે. તેથી આપની અનુમતિ મેળવીને નાગપૂજા કરવા માટે જવા ઇચ્છું . સ્વામિન્ ! આપ પણ મારી નાગપૂજામાં પધારો. એવી મારી ઇચ્છા છે. ત્યારે પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી દેવીની તે વાત સ્વીકાર કરી. ત્યાર પછી પદ્માવતી દેવી પ્રતિબુદ્ધિ રાજાની અનુમતિ મેળવીને હષ્ટ-તુષ્ટ થઈ. તેણે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું “દેવાનુપ્રિયો ! કાલે મારી નાગ પૂજા થશે. તો તમે માલાકારોને બોલાવો અને તેને આ પ્રકારે કહો “આ પ્રમાણે નિશ્ચયથી પદ્માવતી દેવીની કાલે નાગપૂજા થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે જલ અને સ્થલમાં ઉત્પન્ન થયેલ પાંચ રંગના ફુલ નાગપૂજામાં લઈ જાઓ અને એક શ્રીદામકાન્ડ બનાવીને લાવો. ત્યાર પછી જલ અને સ્થલમાં ઉત્પન્ન થનાર પાંચ વર્ણોના ફુલોથી વિવિધ રચના કરીને તેને સજાવો. તે રચનામાં હંસ, મૃગ, મયૂર, ક્રોંચ, સારસ, ચક્રવાક, મદનલાલઅને કોટલના સમૂહથી યુક્ત તથા ઈહામૃગ, વૃષભ, તુરગ, આદિની, રચનાવાળા ચિત્રો બનાવીને મહા મૂલ્યવાન, મહાન જનોને યોગ્ય અને એક વિશાળ પુષ્પમંડપ બનાવો. તે પુષ્પ મંડપના મધ્યભાગમાં એકમહાન અને ગંધનાસમૂહને છોડ નાર શ્રીદામકાન્ડ ઉલ્લોચ પર લટકાવો. લટકાવીને પદ્માવતી દેવીની રાહ જોતા રહો ત્યાર પછી પદ્માવતી દેવીએ બીજા દિવસે પ્રાતઃકાલ સૂર્યોદય થવા પર કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું- દેવાનુપ્રિયો! શીધ્ર જ સાકેતનગરમાં અંદર અને બહાર પાણી છાંટો, સફાઈ કરો અને લિપાઇ કરો.’ યાવતુ તે કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે કાર્ય કરીને આજ્ઞા પાછા આપી. ત્યાર પછી પદ્માવતી દેવીએ કૌટુમ્બિક પુરુષોને બીજીવાર બોલાવીને આ પ્રમાણે કહ્યું: ‘દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી લઘુકરણથી યુક્ત યાવતુ રથને જોડીને ઉપસ્થિત કરો ત્યારે તેઓ પણ તે પ્રમાણે રથ ઉપસ્થિત કરે છે. ત્યાર પછી પદ્માવતી દેવી અંતઃપુરની અંદર સ્નાન કરીને યાવતુ ધાર્મિક યાન પર આરૂઢ થઈ. ત્યાર પછી પદ્માવતી દેવી પોતાના પરિવારથી પરિવૃત થઈને સાકેત નગરીની Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ ૮૩ વચ્ચમાં થઈને નીકળી.નીકળીને જ્યાં પૂષ્કરિણી હતી, ત્યાં આવી.આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. યાવત્ અત્યંત પવિત્ર થઈને ભીની સાડી પહેરીને ત્યાં જે કમલ આદિ હતા તેમને યાવત્ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં નાગગૃહ હતું, ત્યાં જવાનો માટે વિચાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીની ઘણીજ દાસ-દાસીઓ ફૂલોની છાબડી ળઈને તથાં ધૂપની કુછિયાં હાથમાં લઈને પાછળ ચાલવા લાગી. ત્યાર પછી પદ્માવતી દેવી સર્વ ઋદ્ધિની સાથે જ્યાં નાગગૃહ હતું, ત્યાં આવી. આવીને નાગગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવિષ્ટ થઈને રોમહસ્તક લઈને પ્રતિમાને પૂજી યાવત્ ધૂપ કર્યો. ધૂપ કરીને પ્રતિબુદ્ધિ રાજાની પ્રતીક્ષા કરવા લાગી.ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા સ્નાન કરીને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આસીન થયા. કોરંટનાં ફૂલો સહિત અન્ય પુષ્પોની માળાઓ જેમાં લપેટીહતી,એવું છત્ર તેણેમસ્તકપરધારણકરેલહતું.યાવત્ત્તમશ્વેત ચામર ઢોળ વામાં આવતા હતા. તેની આગળ આગળ વિશાળ ઘોડા, હાથી, રથ અને પૈદલ યોદ્ધા- આમ ચતુરંગી સેના ચાલી. સુભટોનો સમૂહ ચાલ્યો તે જ્યાં નાગગૃહ હતું ત્યાં આવ્યો. આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઉતર્યો. ઉતરીને પ્રતિમા પર દૃષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પૂષ્પમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ત્યાં એક મહાનશ્રીદામકાન્ડ જોયું. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા તે શ્રીદામકાંડને ઘણા સમય સુધી જોતો રહ્યો. જોઇને તેશ્રીદામકાન્ડના વિષયમાં તેને આશ્ચર્ય ઉત્પન્ન થયું.તેણે સુબુદ્ધિઅમાત્યને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારા દૌત્ય કાર્ય માટે ઘણા ગ્રામો, આકરો, નગરો યાવત્ સન્નિવેશમાં ઘૂમો છો, અને ઘણાં રાજાઓ ઇશ્વરો આદિના ગૃહમાં પ્રવેશ કરો છો. તો શું તમે આવું સુંદર શ્રીદામકાન્ત પહેલાં ક્યાંય જોયું છે જેવું પદ્માવતી દેવીનું આ શ્રીદામકાંડ છે ? ત્યારે સુબુદ્ધિ અમાત્યે પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું- હે સ્વામિન્ ! મેં એકવાર કોઈ સમયે આપના દૌત્યકાર્ય માટે મિથિલા રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીના સંવત્સર પ્રતિલેખન ઉત્સવના સમયે દિવ્ય શ્રીદામકાંડ જોયો હતો. તે શ્રીદામકાંડની સામે પદ્મા વતી દેવીનું આ શ્રીદામકાંડ લાખો અંશ પણ નથી લાગતો. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા એ સુબુદ્ધિ મંત્રીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી કેવી છે, ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ઇક્ષ્વાકુરાજા પ્રતિબુદ્ધિને કહ્યું- સ્વામિન્ ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી સુપ્રતિષ્ઠિત અને કાચબાની સમાન ઉન્નત અને સુંદર ચરણ વાળી છે. ઇત્યાદિ વર્ણન જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ આદિના સમાન જાણી લેવું જોઈએ. ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ અમાત્યની પાસેથી આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને અને શ્રીદામકાન્ડની વાતથી હર્ષિત થઈને દૂતને બોલાવ્યો. બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મિથિલા રાજધાની જાઓ ત્યાં કુંભ રાજા ની પુત્રી પ્રભાવતી દેવીની આત્મજા અને વિદેહની પ્રધાન રાજકુમારી મલ્લીની મારી પત્નીના રૂપમાં માંગણી કરો પછી ભલે તેના માટે આખું રાજ્ય શુલ્કમાં દેવું પડે. ત્યાર પછી તે દૂતે પ્રતિબુદ્ધિ રાજાના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થઈને તેની આજ્ઞા અંગીકાર કરી. મિથિલા રાજધાની જવાનો વિચાર કર્યો. [૮] તે કાળ અને તે સમયમાં અંગ નામક જનપદ હતું. તેમાં ચંપાનામક નગરી હતી. તે ચંપાનગીમાં ચંદ્રછાય નામક અંગરાજ અંગદેશના રાજા હતા. તે ચંપા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નાયાધમ્મ કહાઓ-૧૮૮૭ નગરીમાં અહંન્નક પ્રભૂતિ ઘણા સાંયાત્રિક નૌરાણિક રહેતા હતા. તે વણિકો ઋદ્ધિ સંપન્ન હતા અને કોઈથી પરાભવ પામનાર ન હતા. તેમાં અહંન્નક શ્રમણોપાસક પણ હતો તે જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ત્યાર પછી અહંન્નક આદિ સાંયાત્રિક નીવાણિક કોઈ સમયે એક વાર એક સ્થાન પર એકઠા થયા, ત્યારે તેમાં આપસમાં આ પ્રમાણે કથા સંલાપ થયો.-“આપણે ગણિ મધારિમ મેય અને પરિચ્છે આ ચાર પ્રકારનું કરિયાણું લઈને જહાજ દ્વારા લવણસમુદ્રમાં પ્રવેશ કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ પરસ્પરમાં આ વાત અંગીકાર કરી. અંગીકાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પારિચ્છેદ્ય કરિયાણું ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને છકડા-છકડી તૈયાર કર્યો. ભરીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર, અને મુહૂર્તમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવ્યા. બનાવીને ભોજનના સમયે મિત્રો અને જ્ઞાતિ જનોને જમાડ્યા, યાવતુ તેમની અનુમતિ લીધી. અનુમતિ લઇને ગાડી-ગાડા જોડ્યા. જોડીને ચમ્પાનગરીની વચ્ચોવચ થઈને નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીર નામક પોતપટ્ટન હતો, ત્યાં આવ્યા. ગંભીર નામક પોતા પટ્ટનમાં આવીને તેઓએ ગાડી-ગાડા છોડી દીધા. છોડીને જહાજ સજ્જિત કય. ચાર પ્રકારના ભાંડ ભર્યા. ભરીને તેમાં ચાવલ-ચોખા, લોટ, તેલ, ઘી, ગોરસ પાણી, પાણીના વાસણ,ઔષધ,ભેષજ, ઘાસ, લાકડી, વસ્ત્ર, શસ્ત્ર અને તે સિવાયની જહાજ માં રાખવા યોગ્ય વસ્તુઓને જહાજમાં ભરી ભરીને પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, અને મુહૂર્તમાં વિપુલ, અસન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને જમાડીને તેઓની અનુમતિની લીધી. નૌકાના સ્થાને આવ્યા. ત્યાર પછી તે અહંન્નક આદિ યાવતુ નૌકા વણી કોના પરિજન યાવતુ તે પ્રકારના મનોહર વચનોથી અભિનંદન કરતા થકા અને તેમની પ્રશંસા કરતા થકા આ પ્રકારે બોલ્યા: હે આર્ય પિતામહ ! હે તાત! હે ભ્રાતા ! હે મામા ! ભાગિનેય ! આપ આ ભગવાનું સમુદ્ર દ્વારા પુનઃ પુનઃ રક્ષણ કરાતા ચિરંજીવી થાઓ. આપનું મંગલ થાય. અમે આપને અર્થનો લાભ કરીને, ઈષ્ટ કાર્ય કરીને નિર્દોષ ઘર પર આવેલા શીધ્ર જોઈએ’ આ પ્રમાણે કહીને નિર્વિકાર સ્નેહમય, દીર્ઘ, સતૃષ્ણા અને અશ્રુપ્લાવિત દ્રષ્ટિથી જોતા જોતા તે લોકો થોડા સમય સુધી ત્યાં ઉભા રહ્યા. ત્યાર પછી નૌકામાં પુષ્પબલિ કાર્ય સમાપ્ત થવા પર, સરસ રક્તચંદનથી પાંચે આંગળી યોના થાપાં લગાવવા પર, ધૂપ કર્યા પછી, સમુદ્રના વાયુની પૂજા થઈ જવા પર, બલય વાહા યથાસ્થાન સંભાળીને, શ્વેત પતાકા ઉપર ફરકાવી દેવા પર, વાદ્યોની મધુર ધ્વનિ થવા પર, વિજય કારક બધા શકુના થવા પર યાત્રા માટે રાજાનો આદેશ પત્ર પ્રાપ્ત થઈ જવા પર, મહાન અને ઉત્કૃષ્ટ સિહનાદ યાવતું ધ્વનિથી, અત્યંત ક્ષુબ્ધ થયેલ મહાસમુદ્રની ગર્જનાની સમાન પૃથ્વીને શબ્દ મય કરતા થકા યાવતુ તે વણિક એક તરફથી નૌકા પર ચઢ્યો. ત્યારે પછી વંદી અને આ પ્રમાણે કહ્યું- હે વ્યાપારીઓ ! તમને બધાને અર્થની સિદ્ધિ થાય ! તમને કલ્યાણ પ્રાપ્ત થયેલ છે. તમારું સમસ્ત પાપ નષ્ટ થયું છે. આ સમય પુષ્ય નક્ષત્ર ચંદ્રમાંથી યુક્ત છે અને વિજય નામક મહૂર્ત છે, તેથી આ દેશ અને કાળ યાત્રાને માટે ઉત્તમ છે. ત્યાર પછી વંદી. જનના દ્વારા આ પ્રમાણે વાક્ય કહેવા પર હૃષ્ટતુષ્ટ થયા. કુક્ષિધાર કર્ણધાર તે સાંયા ત્રિક નૌકાવણિક પોત પોતાના કાર્યમાં લાગી ગયા. પછી ભાંડોથી પરિપૂર્ણ મધ્ય ભાગ. વાળી અને મંગલથી પરિપૂર્ણ અગ્રભાગવાળી તે નૌકાને બંધનોથી મુક્ત કરી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ચુતસ્કંધ-૧, અધ્યયન-૮ ૮૫ ત્યાર પછી તે નૌકા બંધનોથી મુક્ત થઈ અને પવનના બળથી પ્રેરિત થઈ. તેના પર સફેદ કપડાનો પાલ ચઢેલ હતો તેથી એવું લાગતું હતું કે જાણે પાંખ ફેલાવેલી કોઈ ગરુડયુવતી હોય ! વહેતા ગંગાના જળના તીવ્ર પ્રવાહના વેગથી ક્ષુબ્ધ થતી થતી હજારો મોટા તરંગો અને નાના તરંગોના સમૂહને ઉલ્લંઘન કરતી થકી તે કેટલાક અહોરાત્રમાં લવણ સમુદ્રમાં અનેક સો યોજન દૂર ચાલી ગઈ. ત્યાર પછી અનેક સો યોજન લવણ સમુદ્રમાં પહોંચેલ તે અહંન્નક આદિ સાંયાત્રિક નૌકાવણિકોને ઘણાજ સેંકડો ઉત્પાત પ્રાદુર્ભત થયા. ઉત્પાત આ પ્રમાણે હતો- અકાલમાં ગર્જના થવા લાગી, અકાલમાં વિજળી ચમકવા લાગી, અકાલમાં ગંભીર ગડગડાટ થવા લાગ્યો, વારંવાર આકાશમાં દેવતા નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી અહંન્નક સિવાય બીજા સયાત્રિક નૌકા વણિકોએ એક મોટા તાલ પિશાચને જોયો. તેની જાંઘ તાડ વૃક્ષની સમાન લાંબી હતી અને બાહુઓ આકાશ સુધી પહોંચેલ ખૂબ લાંબી હતી. તેનું મસ્તક ફૂટેલ હતું, ભ્રમરોના સમૂહ, ઉત્તમ અડદનો ઢગલો અને ભેંસની સમાન કાળો હતો જલથી પરિપૂર્ણ મેઘોના સમાને શ્યામ હતો. તેના નખ છાજલી સમાન હતા. તેની જીભ હળની ફાલ સમાન હતી તેના હોઠ લાંબા હતા. તેનું મુખ સફેદ, ગોળ, પૃથક-પૃથક તીખી, સ્થિર, મોટી અને વાંકી દાઢોથી વ્યાપ્ત હતું. તેની બે જિદ્દાઓના અગ્ર ભાગ મ્યાન વિનાની ધારદાર તલવાર-યુગલના સમાન હતા, પાતલા હતા, ચપલ હતા, તેમાંથી નિરંતર લાળ ટપકી રહી હતી. તે રસ-લોલુપ હતા. ચંચલ હતા; લપલપાઈ રહ્યા હતા અને મુખથી બહાર નીકળ્યા હતા. મુખ ફાડેલ હોવાથી તેનું લાલ લાલ તાળવું ખૂલું દેખાતું હતું અને તે મોટું વિકૃત બીભત્સ અને લાળ ઝરાવનાર હતું. તેના મુખમાંથી અગ્નિની જ્વાલાઓ નીકળી રહી હતી. તેથી તે એવો દેખાતો હતો, જેમાં હિંગળથી વ્યાપ્ત અંજનગિરિની ગુફા રૂપ બિલ હોય. સંકોચાયેલ મોડ સમાન તેના ગાલ સંકોચાયેલા હતા, અથવા તેની ઇન્દ્રિયો, શરીરની ચામડી, હોઠ અને ગાલ બધા કરચલી વાળા હતા. તેનું નાક નાનું હતું ચપટું હતું વાંકુ હતું અને ભગ્ન હતું તેના બંને નાસિકા પુટોથી ક્રોધના કારણે નીકળતો શ્વાસવાય અત્યંત નિષ્ફર અને કર્કશ હતો. તેનું મુખ મનુષ્ય આદિના ઘાતને માટે રચિત હોવાથી ભીષણ દેખાતું હતું. તેના બને કાન ચપલ અને લાંબા હતા, શખુલી તેમની ઉંચા મુખવાળી હતી. તેના પર લાંબા લાંબા અને વિકૃત બાલ હતા. અને તે કાન નેત્રની પાસેના હાડકા સુધીને અડતા હતા. તેના નેત્રો પીળા અને ચમકદાર હતા. તેના લલાટ પર ભ્રકુટિ ચઢી હતી જે વિજળી જેવી દેખાતી હતી. તેમની ધ્વજની ચારે તરફ મનુષ્યોના મુંડોની માળા લપેટી હતી. વિચિત્ર પ્રકારના ગોનસ જાતિના સપનું તેમણે બખ્તર બનાવી રાખેલ હતું.તેણે આમતેમ ફરતા ફંફાડા મારતા સપ, વિંછિઓ ગોહો, ઉંદરો, નોળીયા અને કાકીડાની વિચિત્ર પ્રકારની ઉત્તરાસગ જેવી માળા પહેરી હતી. ભયાનક ફેણાવાળા અને ધમ ધમતા બે કાળા સર્પોના લાંબા લટકતા કુંડલ કાનમાં ધારણ કર્યા હતા. પોતાના બંને કંધો પર બિલાડી અને શિયાળ રાખેલ હતા. પોતાના મસ્તક પર દેદીપ્યમાન અને ઘૂ ઘૂ ધ્વનિ કરનાર ઘુવડોનો મુગુટ બનાવ્યો હતો. તે ઘંટાના શબ્દના કારણે ભયંકર અને ભયાનક પ્રતીત થતો હતો. કાયરજનોના દ્ધને દળનાર હતો. તે દેદીપ્યમાન અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું શરીર ચબ, રક્ત, મેદ, માંસ અને મળથી મલિન અને લિપ્ત હતું. તે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮s નાયાઘમ્મ હાઓ-૧૮૮૭ પ્રાણીઓને ત્રાસ ઉત્પન્ન કરતો હતો. તેની છાતી પહોળી હતી. તેણે શ્રેષ્ઠ વ્યાઘનું એવું ચિત્ર વિચિત્ર ચામડું પહેરી રાખેલ હતું, જેમાં નખ, રોમ, મુખ, નેત્ર ને કાન આદિ અવયવ પરિપૂર્ણ અને સાફ દેખાતા હતા. તેણે ઉંચા કરેલા બંને હાથો ઉપર રસ અને રુધિરથી લિપ્ત હાથીનું ચામડું ફેલાવેલું હતું. તે પિશાચ નૌકાપર બેઠેલા લોકોની અત્યંત કઠોર, સ્નેહહીન, અનિષ્ટ, ત્રાસ ઉત્પન્ન કરનાર, સ્વરૂપથી જ અશુભ, અપ્રિય તથા અકાન્ત સ્વરવાળી વાણીથી તર્જના કરી રહ્યો હતો. એવો ભયાનક પિશાચ તે લોકોને દેખાયો. તે લોકોએ તાલ પિશાચના રૂપને નૌકાની તરફ આવતો જોયો. જોઈને તેઓ ડરી ગયા, અત્યંત ભયભીત થયા, એક બીજાના શરીરને ચોટી ગયા અને ઘણા ઈન્દ્રોની, સ્કંદોની તથા રૂદ્ર, શિવ, વૈશ્રમણ અને નાગદેવની ભૂતોની, યક્ષોની દુગની, તથા કોટ્ટ ક્રિયા દેવીની ઘણી ઘણી સેંકડો માનતા માનવા લાગ્યા. તે સમયે અહંન્નક શ્રમણો પાસકે તે દિવ્ય પિશાચ રૂપને આવતો જોયો. તેને જોઇને તે જરા પણ ભયભીત ન થયો, ત્રાસને પ્રાપ્ત ન થયો, ચલાયમાન ન થયો, સંભ્રાન્ત ન થયો, વ્યા કુલ ન થયો, ઉદ્વિગ્ન ન થયો. તેના મુખનો રાગ અને નેત્રનો વર્ણ બદલાયો નહીં. તેના મનમાં દીનતા કે ખિન્નતા ઉત્પન્ન ન થઈ. તેણે એક ભાગમાં જઈને વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું. તે સ્થાન પર બેસી ગયો. અને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા - “અરિહંત ભગવંત યાવતુ સિદ્ધિને પ્રાપ્ત થયેલ પ્રભુને નમસ્કાર હો ! પછી કહ્યું - જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈ જાઉં તો મને આ કાયોત્સર્ગ પાળવો કલશે અને જો આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો મને, આ પ્રત્યાખ્યાન કહ્યું છે આ પ્રમાણે કહીને તેણે સાગારી અનશન ગ્રહણ કર્યો. ત્યાર પછી તે પિશાચરૂપ ત્યાં આવ્યું, જ્યાં અહંન્નક શ્રમણોપાસક હતો. આવીને અહંન્નકને આ પ્રમાણે કહ્યું : - અરે અપ્રાર્થિત યાવતુ લજ્જા, કીતિ બુદ્ધિ લક્ષ્મીથી પરિવજિત ! શીલવ્રત અણુવ્રત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી ચલાયમાન થવું ક્ષોભયુક્ત થવું ખંડિત કરવું, સંપૂર્ણ ભંગ કરવો, કલ્પતો નથી. પરંતુ જો તું શીલવ્રત આદિનો પરિત્યાગ નથી કરતો તો હું તારા આ પોતવહનને બે આંગળીઓ પર ઉઠાવી લઉં છું અને સાત આઠ તલની ઉંચાઈ સુધી આઠાશમાં ઉછાળી દઉં છું અને ઉછાળીને તેને જળની અંદર ડુબાડી દઉં છું. જેથી આર્તધ્યાનના વશીભૂત થઇને, અસ માધિને પ્રાપ્ત થઇને, જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! હું અહંન્નક નામનો શ્રાવક છું અને જડ ચેતનના સ્વરૂપનો જ્ઞાતા છું. નિશ્ચયથી મને કોઈ દેવ યા દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરી શકે નહિ, ક્ષુબ્ધ કરી શકે નહિ. તમારી જે શ્રદ્ધા હોય તો કરો.' આ પ્રમાણે કહીને અહંન્નક નિર્ભય, અપરિવર્તિત મુખના રંગ અને નેત્રના વણવાળો. દૈન્ય અને માનસિક ખેદથી રહિત, નિશ્ચલ, નિષ્પદ, મૌન અને ધર્મધ્યાનમાં લીન બની ગયો. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપ અહંન્નક શ્રમણોપાસકને બીજી વાર ત્રીજીવાર કહેવા લાગ્યા. તે દિવ્ય પિશાચરૂપે અહંન્નકને ધર્મધ્યાનમાં લીન જોયો. જોઇને તેણે અધિક કુપિત થઈને તે પોત વાહનને બે આંગળીઓથી ગ્રહણ કરીને સાત-આઠ મંજીલની યા તાડવૃક્ષની ઊંચાઈ સુધી ઉપર ઉઠાવીને લીધું અનક કિંચિતુ માત્ર ચલાયમાન ન થયો અને ધર્મધ્યાન માંજ લીન રહ્યો. ત્યાર પછી તે પિશાચરૂપ જ્યારે અહંન્નકને નિગ્રંથ પ્રવચનથી Page #90 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૮ ચલાયમાન કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાન્ત થઈ ગયો, યાવતુ મનમાં ખેદને પ્રાપ્ત થયો. પછી તેણે તે પોતવાહનને ધીરે-ધીરે ઉતારીને જલની ઉપર રાખ્યું. પિશા ચના દિવ્ય રૂપનું સંહરણ કર્યું અને દિવ્ય દેવના રૂપની વિક્રિયા કરી. અધર સ્થિર થઈને ઘુઘરાની છમછમ ધ્વનિથી યુક્ત વસ્ત્રાભૂષણ ધારણ કરીને અહંન્નક શ્રમણોપાસક ને આ પ્રમાણે કહ્યું: હે અહંનક! તને ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તારું જીવન સફલ છે કે જેને નિગ્રન્થ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઈ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક્ પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા શકે સૌધર્મકલ્પમાં, સૌધમસિભામાં ઘણાં દેવોની મધ્યમાં સ્થિત થઇને મહાન શબ્દો થી આ પ્રમાણે કહ્યું - 'નિઃસંદેશ જેબૂદીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, ચંપા નગરીમાં અહંન્નક નામનો શ્રમણોપાસક જીવ અજીવ આદિ તત્વોનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ યા દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવતું સખ્ય કત્વથી ચુત કરવામાં સમર્થ નથી.” ત્યારે હે દેવાનુપ્રિય! દેવેંદ્ર શકની આ વાતપર મને શ્રદ્ધા ન થઇ. તે વાત મને ગમી નહિ. ત્યારે મને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો - હું જાઉં અને અહંન્નકને ધર્મ પ્રિય છે કે ધર્મ પ્રિય નથી? તે દ્રઢ ધર્મ છે કે દ્રઢ ધર્મી નથી? તે શીલવ્રત. અને ગુણવ્રત આદિથી ચલાયમાન થાય છે યાવતુ તેનો પરિત્યાગ કરે છે અથવા નથી કરતો ? અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. મેં જાણ્યું-જાણીને ઇશાન ખુણામાં જઈને વૈક્રિય સમુદ્યાત કર્યો. ત્યાર પછી ઉત્કૃષ્ટ યાવતું શીધ્ર ગતિથી જ્યાં લવણ સમુદ્ર હતો જ્યાં દેવાનુપ્રિય [તમે હતા, ત્યાં આવ્યો. આવીને મેં ઉપસર્ગ કર્યો. પરંતુ દેવાનુપ્રિય ભય ભીત ન થયા, ત્રાસને પ્રાપ્ત ન થયા. મેં જોયું કે દેવાનુપ્રિયને ઋદ્ધિ ગુણ રૂપ સમૃદ્ધિ યુતિ તેજસ્વિતા, યશ, શારીરિક બલ યાવતુ પરાક્રમ લબ્ધ થયો છે. પ્રાપ્ત થયો છે અને તેનું સારી રીતે સેવન કરેલ છે. તો હે દેવાનુપ્રિય ! આપને નમાવું છું. આપ ક્ષમા કરો. હે દેવાનુપ્રિય! પુનઃ પુનઃ હું એવું નહિ કરું.’ આ પ્રમાણે કહીને બંને હાથ જોડીને દેવ અન્ન કના પગમાં પડી ગયો અને આ ઘટનાને માટે વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો, ક્ષમા યાચના કરીને અહંન્નકને બે કુંડલયુગલ ભેટ કર્યો. ભેટ કરીને જે દિશાથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ગયો. [૮૮) ત્યાર પછી અહંન્નકે ઉપસર્ગ ટળી ગયો, એમ જાણીને પ્રતિમા પાળી. ત્યાર પછી તે અહિનક આદિ યાવતુ નૌકાવણિક દક્ષિણ દિશાના અનુકૂળ પવનના કારણે જ્યાં ગંભીર નામક પોતપટ્ટન હતો ત્યાં આવ્યા, આવીને તે પોત નૌકાને રોકીને ગાડા-ગાડી તૈયાર કર્યા. તૈયાર કરીને તે ગણિમ, ધરિમ, મેય અને પારિચ્છેદ્ય ભાંડને ગાડા-ગાડીમાં ભય. જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યા. આવીને મિથિલા નગરી ની બહાર ઉત્તમ ઉદ્યાનમાં ગાડા-ગાડી છોડયા. છોડીને તે મિથિલા નગરીમાં જવાને માટે તે મહાન અર્થવાળા મહામુલ્યવાળા, મહાન જનોને યોગ્ય વિપુલ અને રાજાને યોગ્ય ભેટ અને કુંડલની જોડી લીધી. લઈને મિથિલા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કુલ્મ રાજા હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને યાવતું તે મહાન અર્થવાળી ભેટ અને તે દિવ્ય કુંડલ યુગલ રાજાની પાસે લઈ ગયો યાવતુ રાજાની સામે રાખી દીધા. ત્યાર પછી કુંભ રાજાએ તે નૌકાવણિકોની તે ભેટ યાવતુ અંગીકાર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નાયાધમ્મ કહાઓ-૧-૮૮૮ કરી. અંગીકાર કરીને વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીને બોલાવી. બોલાવીને તે દિવ્ય કુંડલયુગલ વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીને પહેરાવીને તેને વિદાય કરી. ત્યાર પછી તે કુંભ રાજાએ તે અહંન્નક આદિ યાવતુ વણિકોના વિપુલ અશન, પાન આદિથી તથા વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારથી સત્કાર કર્યો. તેનું શુલ્ક માફ કરી દીધું. રાજમાર્ગની , મધ્યમાં તેમને ઉતારો આપ્યો અને પછી વિદાય કર્યો. ત્યાર પછી તે અહંન્નક આદિ સાંયાત્રિક વણિક, જ્યાં રાજમાર્ગના મધ્યમાં આવાસ હતો, ત્યાં આવ્યા. આવીને ભાંડનો વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરીને તેઓએ પ્રતિ ભાંડ લીધું. તેઓએ ગાડા-ગાડી ભય, ભરીને જ્યાં ગંભીર પોતપટ્ટન હતું ત્યાં આવ્યા. આવીને પોતવહન તૈયાર કરીને તેમાં બધો માલ ભર્યો. ભરીને દક્ષિણ દિશાના અનુકૂળ વાયુના કારણે જ્યાં ચંપા નગરીનું પોતસ્થાન હતું ત્યાં આવ્યા. આવીને પોતને રોકીને ગાડી-ગાડી ઠીક કર્યા. ચાર પ્રકારનો સોદો તેમાં ભર્યો. ભરીને લાવતુ મોટી ભેટ અને દિવ્ય કુંડલયુગલ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં અંગરાજા ચંદ્રચ્છાય હતા, ત્યાં આવ્યા. આવીને તે મોટી ભેટ યાવતુ રાજાની સામે રાખી. ત્યાર પછી ચંદ્રછાય અંગરાજાએ તે દિવ્ય તેમજ મહાર્થ કુંડલયુગલ આદિનો સ્વીકાર કર્યો. તે અહંન્નક આદિને આ પ્રમાણે કહ્યું - “હે દેવાનુપ્રિયો ! આપ ઘણાં ગ્રામો, આકરો આદિમાં ભ્રમણ કરો છો તથા વારંવાર લવણ સમુદ્રમાં જહાજ દ્વારા પ્રવેશ કરો છો તો આપે કોઈ જગ્યાએ કોઈ પણ આશ્ચર્ય જોયું છે? ત્યારે અહંન્નકે કહ્યું - હે સ્વામિનું ! અમે અહંન્નક આદિ ઘણા સાંયાત્રિક નૌકાવણિકો આ ચંપા નગરીમાં નિવાસ કરીએ છીએ. એકવાર કોઈ સમયે અમે યાવતુ કુંભ રાજાની પાસે પહોંચ્યા અને ભેટ તેમની સામે રાખી. તે સમયે કુંભ રાજાએ મલ્લી નામક વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યાને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવ્યા. પહેરાવીને તેને વિદાય કરી દીધી.તો હે સ્વામિનું! અમે કુંભ રાજાના ભવનમાં વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યા મલ્લી આશ્ચર્ય રૂપમાં જોયેલ છે. ત્યાર પછી ચંદ્રચ્છાય રાજાએ અહંન્નક આદિનો સત્કાર-સન્માન કર્યો. સત્કાર સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી ચંદ્રાચ્છાયે દૂતને બોલાવીને કહ્યું - ઈત્યાદિ બધુ પહેલાની સમાનજ કહેવું. [૮] તે કાલ અને તે સમયમાં કુણાલ નામક જનપદ હતું. તે જનપદમાં શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં કુણાલ દેશના અધિપતિ રુમિ નામક રાજા હતા. તે રુમિ રાજાની પુત્રી અને ધારિણીદેવીની કૂખથી જન્મેલ સુબાહુ નામક કન્યા હતી. તેના હાથપગ આદિ બધા અવયવ સુંદર હતા. તે રૂપમાં, યૌવનમાં અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ શરીર વાળી હતી. તે સુબાહુ બાલિકાનો કોઈ સમયે ચાતુમાસિક સ્નાનને ઉત્સવ આવ્યો. તે કુણાલાધિપતિ રુક્મિ રાજાએ સુબાહુ બાલિકા! ચાતુર્માસિક સ્નાન નો ઉત્સવ આવેલો જાણ્યો. કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને એ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! કાલે સુબાહુ બાલિકાને ચાતુમસિક સ્નાનનો ઉત્સવ થશે. તેથી તમે રાજમાર્ગની મધ્યમાં, ચોકમાંજલ અને સ્થલમાં ઉત્પન્ન થનાર પાંચ વણના ફૂલો લાઓ. અને એક શ્રીદામ કાંડ લટકાવો ત્યાર પછી કુણાલાધિપતિ રુકિમ રાજાએ સુવર્ણકારોની શ્રેણીને બોલાવી. બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજમાર્ગની મધ્યમાં, પુષ્પમંડપમાં વિવિધ પ્રકારના પંચરંગી ચાવલોથી નગરનું આલેખન કરો. તેની ઠીક મધ્ય ભાગમાં એક પાટ રાખો.'ત્યાર પછી કુણાલાધિપતિ રુકિમ હાથીના શ્રેષ્ઠ સ્કંધ ઉપર આરૂઢ , Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રતઅંધ-૧, અધ્યયન-૮ થયો. ચતુ રંગી સેના, મોટા મોટા યોદ્ધાઓ અને અંતપુરના પરિવારથી પરિવત થઇને. સુબાહુ કુમારીને આગળ કરીને, જ્યાં રાજમાર્ગ હતો, જ્યાં પુષ્પમંડપ હતો ત્યાં આવ્યા. આવીને હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતરીને પુષ્પમંડપમાં પ્રવેશ કર્યો. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન ઉપર આસીન થયા. ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ સુબાહુ કુમારીને તે પાટ પર બેસાડીને સોના ચાંદીના કળશોથી તેને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બધા અલંકારોથી વિભૂષિત કરી. પછી પિતાના ચરણોમાં પ્રણામ કરવાને માટે લઈ ગયા. તે સમયે સુબાહુ કુમારી રુકિમ રાજાની પાસે આવી. આવીને તેને પિતાના ચરણોનો સ્પર્શ કર્યો. રુકિમ રાજાએ સુબાહુ કુમારીને પોતાની ગોદમાં બેસાડી લીધી. બેસાડીને સુબાહુ કુમારીના રૂપ યૌવન અને લાવણ્ય જોઇને તે વિસ્મય પામ્યો, વિસ્મિત થઇને તેણે વર્ષધરને બોલાવ્યો બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા દૌત્યકાથી ઘણા ગ્રામો, આકરો, નગરો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો તમે ક્યાંય પણ કોઈ રાજા યા ઇશ્વરને ત્યાં પહેલાં આવો સ્નાન મહોત્સવ જોયો છે. ત્યાર પછી વર્ષધરે રુકિમ રાજાને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - હે સ્વામિન્ ! એકવાર હું આપના દૂતના રૂપમાં મિથિલા ગયો હતો. મેં ત્યાં કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મા વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીનો સ્નાનમ હોત્સવ જોયો હતો. સુબાહુ કુમારીનો આ મહોત્સવ તે સ્નાન મહોત્સવના લાખમાં અંશોના પણ નથી આવી શકતો. વર્ષધર પાસેથી તે આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને રુકિમ રાજાએ દૂતને બોલાવ્યો. શેષ સર્વ વૃત્તાન્ત પહેલાની જેમ સમજવું. [] તે કાળ અને તે સમયમાં કાશી નામક જનપદ હતું. જનપદમાં વાણારસી નામની નગરી હતી. તેમાં કાશીરાજ શંખ નામક રાજા હતા. કોઈ સમયે વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીનાં તે દિવ્ય કુંડલયુગની જોડ ખુલી ગઈ. ત્યારે કુંભરાજાએ સુવર્ણ કારોની શ્રેણીને બોલાવી અને કહ્યું - ‘દેવાનુપ્રિયો ! આ દિવ્ય કુંડલ યુગલની જોડને સાંધી આપો. ત્યાર પછી સુવર્ણકારોની શ્રેણીઓ તથાઠીક છે' ઘણા ઉપાયોથી તે કંડલ યુગલને પરિણત કરતા થકા તેની જોડ સાંધવા પ્રયત્નો કર્યો પરંતુ તેને સાંધવામાં સમર્થ ન થયા. ત્યાર પછી તે સુવર્ણકારશ્રેણી, કુંભ રાજાની પાસે આવી. આવીને બંને હાથ જોડીને અને જય-વિજય શબ્દથી વધાવીને આ પ્રમાણે કહ્યું- “સ્વામિન્ ! ઘણા ઉપાયો કર્યો, પરંતુ તે સંધિને જોડવા માટે શક્તિમાન ન થયા. તેથી હે સ્વામિનુ ! અમે તે દિવ્ય કુંડલ યુગલ સમાન બીજા કુંડલ યુગલ બનાવી દઈએ.” સુવર્ણકારોનું કથન સાંભળીને અને યમાં ધારણ કરીને કુમ્ભરાજા કુદ્ધ થયો. લલાટમાં ત્રણ સલવટ નાખીને આ પ્રમાણે બોલ્યા - “તમે કેવા સોની છો કે આ કુંડલ યુગલની જોડ પણ સાંધી ન શક્યા? આમ કહીને તેમને દેશ નિવાર્સનની આજ્ઞા આપી. ત્યાર પછી કુંભ રાજા દ્વારા દેશ નિકાલની આજ્ઞા પામેલા તે સુવર્ણકારો પોતાના ઘરે આવ્યા. આવીને પોતાના ભાંડ, પાત્ર અને ઉપકરણ આદિ લઈને મિથિલા નગરીની વચ્ચોવચ થઈને નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈને જ્યાં કાશી જનપદ અને જ્યાં વાણારસી નગરી હતી, ત્યાં આવ્યા. ત્યાં આવીને અગ્ર ઉદ્યાનમાં ગાડી-ગાડી છોડ્યા. છોડીને મહાનું અર્થવાળી યાવતુ ઉપહાર લઈને, વાણારસી નગરીની વચ્ચોવચ થઈને જ્યાં કાશીરાજ શંખ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને યાવતું જય Page #93 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ કહાઓ - ૧-૮૯૦ વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને તે ઉપહાર રાજાની સામે રાખીને શંખ રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું.- હે સ્વામિન્ ! રાજા કુંભના દ્વારા મિથિલા નગરીથી નિકાસિતું કરેલ અમો અહીં આવ્યા છીએ. હે સ્વામિનું! અમે આપની ભૂજાઓની છાયાને ગ્રહણ કરીને સુખપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ.” ત્યારે કાશીરાજ શંખે તે સુવર્ણકારોને કહ્યું- દેવાનુપ્રિયો ! કુંભ રાજાએ તમને દેશનિકાલની આજ્ઞા કેમ આપી ?' ત્યારે સુવર્ણ કારોએ શંખ રાજાને સર્વવાન કહી ત્યાર પછી શંખ રાજાએ સુવર્ણકારોને કહ્યું : દેવાનુપ્રિયો! કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા કેવી છે ?” ત્યારે સુવર્ણકારોએ શંખ રાજાને કહ્યું- “સ્વામિનું! જેવી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે તેવી દેવ કન્યા કે ગંધર્વ કન્યા પણ ન હોય.” ત્યાર પછી શંખ રાજાએ દૂતને બોલાવ્યો ઇત્યાદિ બધો વૃત્તાન્ત પહેલાની જેમ જાણવો. [૧] તે કાળ અને તે સમયમાં કુરુ નામક જનપદ હતું. તેમાં હસ્તીનાપુર નામક નગર હતું, અદનશત્રુ રાજા હતો, યાવતું તે સુખ પૂર્વક વિચારતો હતો. તે મિથિલા નગરીમાં કુંભ રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ અને મલ્લી કુમારીનો અનુજ મલ્લદિન કુમાર યાવતું યુવરાજ હતો. તે સમયે એકવાર મલ્લદિન કુમારે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- 'તમે જાઓ અને મારા પ્રમાદ વન માં એક મોટી ચિત્ર સભાનું નિમણિ કરો, જે અનેક સ્તંભોથી યુક્ત હોય ઈત્યાદિ ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની શ્રેણીને બોલાવી. બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનું પ્રિયો! તમે લોકો ચિત્ર સભાને હાવ, ભાવ, વિલાસ અને વિમ્બીક યુક્ત ચિત્રોથી ચિત્રિત કરો. ઘરે જઈને તેઓએ પીંછી અને રંગ લીધો. લઈને જ્યાં ચિત્રસભા હતી, ત્યાં આવ્યા. આવીને ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ભૂમિના વિભાગોનું વિભાજન કર્યું. વિભાજન કરીને પોત પોતાની ભૂમિને સજ્જિત કરી. ચિત્રને યોગ્ય બનાવી. સજ્જિત કરીને ચિત્ર સભામાં હાવ-ભાવ આદિથી યુક્ત ચિત્ર અંકિત કરવામાં લાગી ગયા. તે ચિત્રકારોમાંથી એક ચિત્રકારને એવી ચિત્રકળાલબ્ધિ પ્રાપ્ત થઈ હતી અને વારંવાર ઉપયોગમાં આવી હતી કે જે કોઈ દ્વિપદ, ચતુષ્પદ અથવા અપદનું એક અવયવ પણ જોઈ લે તો તે અવયવના આધારે તેનું આખું ચિત્ર બનાવી શકે. તે સમયે એકવાર એક ચિત્રકાર દારકે યવનિકાની ઓટમાં રહેલ મલ્લી કુમારીના પગનો અંગુઠો જાળી માંથી જોયો. ત્યાર પછી તે ચિત્રકારદારકને એવો વિચાર આવ્યો. યાવતુ તેનું આબેહૂબ યાવતું ગુણયુક્ત સુંદર ચિત્ર બનાવવું ઉચિત છે. તેણે તેવો વિચાર કર્યો વિચાર કરીને ભૂમિના પગના અંગુઠાનું અનુસરણ કરીને યાવત્ ચિત્ર બનાવ્યું. ત્યાર પછી ચિત્રકા રોની તે મંડલીએ ચિત્રભાસાને યાવતુ હાવ-ભાવ આદિથી ચિત્રિત કરી. ચિત્રિત કરીને જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં ગઈ. ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની મંડલી નો સત્કાર સન્માન કર્યું.સત્કાર સન્માન કરીને જીવિકાનેયોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. આપીને વિદાય કર્યો. ત્યાર પછી સમયે મલ્લદિન કુમાર સ્નાન કરીને વસ્ત્રાભૂષણ ધારણ કરીને, અંતપુર તેમજ પરિવાર સહિત, ધાયમાતાને સાથે લઈને, જ્યાં ચિત્રસભા, હતી. ત્યાં આવ્યા. આવીને ચિત્રસભાની અંદર પ્રવેશ કર્યો પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને વિબ્લોક યુક્ત ચિત્રો જોતાં-જોતાં જ્યાં વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીનું તેના અનુરુપ ચિત્ર હતું, ત્યાં આવવાને માટે તૈયાર થયા. ત્યારે મલ્લદિન કુમારે Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીનું, તેનું અનુરુપ ચિત્ર બનાવેલ જોયું જોઈને તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો; - “અરે આ તો વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી છો' તે વિચાર આવતાં જ તે લજ્જિત થયો, પ્રીડિત થઈ ગયો. અને વ્યર્દિત થઈ ગયો. તેથી તે ધીરે ધીરે ત્યાંથી હટી ગયો. ત્યાર પછી હટતા થકા મલ્લદિનને જોઇને ધાય માતાએ કહ્યું - હે પુત્ર ! તમે લજ્જિત, દ્રીપડિત અને વ્યર્દિત થઇને ધીમે ધીમે કેમ હટ્યા? ત્યારે મલ્લદિને ધાય માતાને આ પ્રમાણે કહ્યું- “માતા ! મારી ગુરુ અને દેવતા સમાન મોટી હેનની કે જેનાથી મારે લજ્જિત થવું જોઇએ, સામે, ચિત્રકારોએ બનાવેલ આ સભામાં પ્રવેશ કરવો શું યોગ્ય છે?” ત્યારે ધાય માતાએ મલ્લદિન કુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર! નિશ્ચયથી તે સાક્ષાત્ મલ્લી નથી, પરંતુ તે વિદેહની ઉત્તમ કુમારી મલ્લી ચિત્રકારે તેના અનુરુપ ચિત્રિત કરી છે. ત્યારે મલ્લદિન કુમાર ધાય માતાના તે અર્થને સાંભ ળીને અને હૃદયમાં ધારણ કરીને એકદમ ક્રોધિત થયો અને બોલ્યો - "કોણ છે તે ચિત્રકાર કે જે મોતની ઈચ્છા કરે છે, યાવતુ લજ્જા બુદ્ધિ આદિથી રહિત છે, જેણે ગુરુ અને દેવતાની સમાન મારી જ્યેષ્ઠ બહેનનું કાવતુ ચિત્રક બનાવેલ છે ? આ પ્રમાણે કહીને તેણે ચિત્રકારને વધની આજ્ઞા આપી દીધી. ત્યાર પછી ચિત્રકારોની તે શ્રેણી આ વૃત્તાન્ત ને સાંભળી અને સમજીને જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં આવી. આવીને બંને હાથ જોડીને વાવતું મસ્તક પર અંજલિ કરીને કુમારને વધાવ્યો. વધાવીને આ પ્રમાણે કહ્યું- સ્વામિનું! નિશ્ચયથી તે ચિત્રકારને આ પ્રકારની ચિત્રકારલબ્ધિ લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને અભ્યાસમાં આવી છે તેથી હે સ્વામિ ! આપ તે ચિત્રકારને વધની આજ્ઞા ન આપો. હે સ્વામિનું! આપ તે ચિત્રકારને બીજો કોઈ દંડ આપ્યો. ત્યાર પછી મલ્લદિન કુમારે તે ચિત્રકારને સંડાસકનો છેદ કરાવી દીધો અને તેને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યાર પછી મલ્લદિન દ્વારા દેશનિ કાલની આજ્ઞા પામેલ તે ચિત્રકાર પોતાના ભાંડ, પાત્ર અને ઉપકરણ આદિ લઈને મિથિ લા નગરીથી નીકળ્યો. વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીના પગના અંગૂઠાના અનુસાર તેનું સમગ્ર રૂપ ચિત્રિત કર્યું. ચિત્રિત કરીને તે ચિત્રફલક પોતાની કાંખમાં દબાવી લીધું. પછી મહાન અર્થવાળો યાવતું ઉપહાર ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને અદીનશત્રુ રાજાની પાસે આવ્યો. આવીને તેને બંને હાથ જોડીને વધાવ્યા. વધાવીને ઉપહાર તેની સામે મૂક્યો. પછી ચિત્રકારે કહ્યું- “સ્વામિનું! મિથિલા રાજધાની માં કુંભ રાજાના પુત્ર અને પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિન કુમારે મને દેશકાલની આજ્ઞા આપી છે. તે કારણે હું અહીં આવ્યો છું. હે સ્વામિનું આપની બાહુઓની છાયાને પરિગૃહીત કરીને યાવત્ હું અહીં રહેવા ઈચ્છું છું.’ ત્યાર પછી અદીનશત્રુ રાજાએ ચિત્રકાર પુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય! મલ્લદિન કુમારે ક્યા કારણે તમને દેશ નિકાલની આજ્ઞા આપી છે ?' ત્યાર પછી ચિત્રકાર પુત્રે અદીનશત્રુ રાજાને સર્વવાત કહી. ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! તમે મલ્લી કુમારીનું અનુરુપ ચિત્ર કેવું બનાવ્યું હતું?” ત્યારે ચિત્રકારે પોતાની કાંખમાંથી ચિત્રફલક કાર્યું. કાઢીને અદીનશત્રુ રાજાની પાસે રાખ્યું રાખીને કહ્યું- હે સ્વામિનું ! વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા મલ્લીનું અનુરૂપ આ ચિત્ર મેં કંઈક આકાર, ભાવ અને પ્રતિ બિમ્બના રૂપમાં ચિત્રિત કરેલ છે. વિદેહરાજની શ્રેષ્ઠ કુમારી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૨ નાયાધમ કહાઓ- ૧-૫૮૯૧ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઇ દેવતા અથવા દાનવ પણ ચિત્રિત કરી ન શકે. અદીનશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો. ઈત્યાદિ બધો વૃત્તાન્ત પૂર્વવતુ કહેવો. [૨] તે કાળ અને સમયમાં પંચાલ નામક જનપદમાં કોમ્પિલ્યપુર નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ નામનો રાજા હતો. તે પંચાલ દેશનો અધિપતિ હતો. તે જિતશત્રુ . રાજાના અંતઃપુરમાં એક હજાર રાણીઓ હતી. મિથિલા નગરીમાં ચોકખા નામની પàિાજિકા રહેતી હતી. તે ચોખ્ખા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ઘણાં રાજા, ઈશ્વર યા યુવરાજ યાવતુ સાર્થવાહ આદિની સામે દાનધર્મ શૌચધર્મ અને તીર્થસ્નાનનું કથન કરતી, પ્રજ્ઞાપના કરતી, પ્રરૂપણા કરતી અને ઉપદેશ કરતી થકી રહેતી હતી. એકવાર કોઈ સમયે તે ચોખા પરિવારિકા ત્રિદેડ કંડિકા યાવતુ ગેરથી રંગેલા વસ્ત્રલઈને પસ્વિાજિકાઓના મઠથી નીકળી. નીકળીને થોડી-પરિવ્રાજા કિઓથી ઘેરાયેલી મિથિ લા નગરીની રાજધાનીની મધ્યમાં થઈને જ્યાં કુંભ રાજાનો ભવન હતો,જ્યાં કન્યાઓનો અંતપુર હતો, જ્યાં વિદેહની ઉત્તમ કન્યા મલ્લી હતી ત્યાં આવી. આવીને ભૂમિ પર પાણી છાંટ્યું તેનાપર ડાભ પાથર્યો. અને તેના પર આસન રાખીને બેઠી બેસીને વિદેહવા ૨૨ાજકન્યા મલ્લી સામે દાનધર્મ આદિનો ઉપદેશ દેવા લાગી. તે વિદેહવરરાજકન્યાએ ચોખા પરિવ્રાજિકાને પૂછ્યું- “હે ચોખ્ખા તમારા ધર્મનું મૂળ શું કહેલ છે?” ત્યારે ચોખા પરિવ્રાજિકાને ઉત્તર આપ્યો- દેવાનુપ્રિયે હું શૌચમુલક ધર્મનો ઉપદેશ આપું છું. અમારા મતમાં જે કોઈ પણ વસ્તુ અશુચિવાળી હોય તેને પાણીથી અને માટીથી શુદ્ધ કરાય છે, પાવતુ આ ધર્મનું પાલન કરવાથી અમે નિર્વિઘ્ન સ્વર્ગે જઈએ છીએ. ત્યાર પછી વિદેહરરાજકન્યા મલ્લીએ ચોખ્ખા પરિવ્રાજિકાને કહ્યું-“ચોખા ! જેમ કોઈ અમુક નામધારી પુરુષ રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ઘોવે તો હે ચોખ્ખા! તે રુધિરથીજ ધોયેલ વસ્ત્રની કાંઈ શુદ્ધિ થાય છે? પરિવ્રાજિકાએ ઉત્તર આપ્યો “નહીં, તે અર્થ સમર્થ નથી. મલ્લીએ કહ્યું – “આ પ્રમાણે ચોખા ! તમારા મતમાં પ્રાણાતિપાતથી યાવતું મિથ્યાદર્શનશલ્યથી કોઈ શુદ્ધિ નથી થતી, ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લી ના આ પ્રમાણે કહેવા પર તે ચોખા પરિ વાજિકાને શંકા ઉત્પન્ન થઈ, કાંક્ષા થઈ અને વિચિકિત્સા થઈ અને તે ભેદને પ્રાપ્ત થઈ તે મલ્લીને કંઈ પણ ઉત્તર દેવામાં સમર્થ ન થઈ શકી. તેથી મૌન રહી ગઈ. ત્યાર પછી મલ્લીની ઘણી દાસીઓ ચોકખા પરિવ્રાજિકાની હીલના કરવા લાગી, મનમાં નિંદા કરવા લાગી, વચનથી નિંદા કરવા લાગી. ગહ કરવા લાગી. કેટલીક દાસીઓ તેને ક્રોધિત કરવા લાગી-ચિડાવા લાગી, કોઈ કોઈ મુખ મચકાવવા લાગી, કોઈ કોઈ ઉપહાસ કરવા લાગી, કોઈ આંગળીઓથી તર્જના કરવા લાગી, કોઈ તાડના કરવા લાગી અને કોઇએ અર્ધચન્દ્ર દઈને તેને બહાર કાઢી દીધી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીની દાસીઓ દ્વારા યાવતુ અવહેલ ના કરાયેલી તે ચોખા એકદમ ક્રોધિત થઈ ગઈ અને ક્રોધથી ભભૂકતી થકી વિદેહવર રાજકન્યા મલ્લીના પ્રતિદ્વેષને પ્રાપ્ત થઇ. તેણે પોતાનું આસન ઉપાડ્યું અને કન્યાઓના અંતપુરમાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળીને મિથિલા નગરી માંથી પણ નીકળી અને પરિવ્રાજિકાઓની સાથે જ્યાં પંચાલ જનપદ હતું અને જ્યાં કાંડિત્યપુર નગર હતું, ત્યાં આવી અને ઘણા રાજાઓ અને ઈશ્વરો આદિની સામે યાવતુ પોતાના ધર્મની પ્રરૂપણા કરવા લાગી. જિતશત્રુ રાજા એકવાર પોતાના અંતાપુર અને પરિવારથી પરિવૃત થઈને For Privatė & Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ યાવતું બેઠો હતો. ત્યાર પછી પાસ્ત્રિાજિકાઓથી પરિવૃત્ત તે ચોખા જ્યાં જિતશત્ર રાજા હતો, ત્યાં આવી. આવીને અંદર પ્રવેશ કરીને જય-વિજયના શબ્દોથી જિતશત્રને અભિનંદન કરી તેને વધાવ્યો. ત્યારે જિતશત્રુ રાજાએ ચોખ્ખા પરિવ્રાજિકાનો સત્કાર કર્યો, સન્માન કર્યું, આસન માટે નિમંત્રણ કર્યું ત્યારે પછી તે ચોકખા પમ્બ્રિાજિકા પાણી છંટીને પોતાના આસન પર બેઠી. પછી તેણે જિતશત્રુ રાજા, રાજ્ય અને અંતપુરના કુશલ સમાચાર પૂછ્યાં. ત્યાર પછી ચોખા પરિવ્રાજિકાએ જિતશત્રુ રાજને દાનધર્મી આદિનો ઉપદેશ આપ્યો. જિતશત્રુ રાજા પોતાની રાણીવાસની રાણીઓના સૌંદર્ય આદિમાં વિસ્મય યુક્ત હતો તેથી તેણે ચોખા પરિવાજિકાને પૂછ્યું - હે દેવાનુપ્રિયે ! તમે ઘણા ગામો, આકરો આદિમાં યાવતું પર્યટન કરો છો અને ઈશ્વરોનાં ઘરમાં પ્રવેશ કરો છો તો કોઈ પણ રાજા આદિનું આવું અંતઃપુર પહેલાં ક્યારેય જોયું છે ત્યારે ચોખ્ખા પરિ વાજિકાએ જિતશ રાજાની તરફ હસતા-હસતા કહ્યું- હે દેવાનુપ્રિય આ પ્રમાણે કહેતા તમે તે કૂપમંડૂક સમાન છો.’ કૂવાને દેડકો હતો. તે દેડકો તે કૂવામાં ઉત્પન્ન થયો હતો અને વધ્યો હતો. તેણે બીજો કૂવો, તળાવ, દૂહ, સર અથવા સમુદ્ર જોયો ન હતો, તેથી તે માનતો હતો કે આ જ કૂવો છે અને આજ સમુદ્ર છે આના સિવાય બીજું કંઈ નથી. ત્યાર પછી કોઈ સમયે તે કૂવામાં સમુદ્રનો દેડકો એકદમ આવી ગયો. ત્યારે કૂવાના દેડકાએ કહ્યું હે દેવાનુપ્રિય! તમે કોણ છો અને ક્યાંથી એકદમ અહીં આવી ગયા ! ત્યારે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું દેવાનુપ્રિય! હું સમુદ્રનો દેડકો છું.” ત્યારે કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાનો કહ્યું- દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેવડો મોટો છે. ત્યારે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું-દેવાનુપ્રિય ! તે સમુદ્ર ઘણો મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પોતાના પગથી એક લીટી ખેંચી અને કહ્યું- દેવાનુપ્રિય ! શું આટલો મોટો છે! સમુદ્રના દેડકાએ કહ્યું- એ અર્થ સમર્થ નથી. ત્યારે કૂવાના દેડકો પૂર્વ દિશાના કિનારાથી ઉછળીને દૂર ગયો અને પછી બોલ્યો - દેવાનુપ્રિય ! તે સમુદ્ર શું આટલો મોટો છે? સમુદ્રના દેડકાએ કહ્યું - ‘તે અર્થ સમર્થનથી. તે પ્રમાણે હે જિતશત્રુ ! બીજા ઘણાં રાજાઓ તેમજ ઈશ્વરો યાવતુ સાર્થવાહ આદિની પત્નીઓ, બહેનો, પુત્રીઓ અથવા પુત્રવધૂઓને તમે જોયેલ નથી. એ કારણે સમજો છો કે જેવું મારું અંતઃપુર છે તેવું બીજા કોઈનું નથી. હે જિતશત્રુ ! મિથિલા નગરીમાં કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી નામની કુમારી રુપ અને યૌવનમાં જેવી છે તેવી બીજા કોઈ દેવકન્યા વગેરે પણ નથી. વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાના કાપેલા પગના અંગુષ્ઠના લાખમાં અંશ બરાબર પણ તમારું આ અંતઃપુર નથી. આ પ્રમાણેકહીને તે પબ્રિાજિકા જે દિશાથી પ્રગટ થઈ હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. જિતશત્રુ રાજાએ દૂતને બોલાવીને પહેલાની સમાન જ બધું કહ્યું. [૩] આ પ્રમાણે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓના દૂતો જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને માટે રવાના થઈ ગયા. મિથિલા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કુંભ રાજાની પાસે આવ્યા. આવીને દરેકે બંને હાથ જોડ્યા અને પોતપોતાના રાજાઓના વચન નિવેદન કર્યો. કુંભ રાજા તે દૂતો પાસેથી આ વાત સાંભળીને એકદમ ક્રોધિત થયો યાવતુ લલાટ પર ત્રણ કરચલી પાડીને તેમને કહ્યું- “હું તમને વિદેહરાજની ઉતમ કન્યા મલ્લીને નહી આપું.' એમ કહીને છએ દૂતોને સત્કાર-સન્માન કર્યા વિના પાછળના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નાયામ કહાઓ-૧૧-૮૯૩ દ્વારથી કાઢી મુક્યા. કુંભ રાજા દ્વારા અસત્કારિત-અસન્માનિત અને અપદ્વારથી કઢા યેલા તે છએ રાજદૂતો પોતપોતાના રાજા હતા ત્યાં પહોંચ્યા. પહોંચીને બે હાથ જોડીને તેમજ મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે સ્વામિનું ! અમે જિતશત્રુ વગેરે છએ રાજાઓના દૂતો એક જ સાથે જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહોંચ્યા. પરંતુ યાવતુ કુંભ રાજા વિદેહવરરાજકન્યા મલ્લી આપને નહી આપે’ દૂતોએ પોત-પોતાના રાજાઓને આ અર્થ વૃત્તાન્ત નિવેદિત કર્યો. ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ દૂતો પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને એકદમ કોપિત થયા. તેઓએ એક બીજાની પાસે દૂત મોકલ્યા અને આ પ્રમાણે કહેવડાવ્યું- હે દેવાનુપ્રિય ! આપણે છએ રાજાઓના દૂતો એક સાથે યાવતુ. કાઢવામાં આવ્યા. તેથી આપણે લોકોએ કુંભ રાજાની તરફ પ્રયાણ કરવું યોગ્ય છે. આ પ્રમાણે કહીને તેઓએ એક બીજાની વાત સ્વીકાર કરી. સ્વીકાર કરીને સ્નાન કર્યું. સન્નદ્ધ થયા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળુ છત્ર ધારણ કર્યું. શ્વત ચામર તેના ઉપર ઢોળાવા લાગ્યા. મોટા મોટા ઘોડાઓ, હાથીઓ, રથો, અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિની સાથે યાવતુ વાદ્યોના ધ્વનિની સાથે પોત પોતાના નગરોથી નીકળ્યા.એકઠા થઈને જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને માટે તૈયાર થયા. ત્યાર પછી કુંભ રાજાએ આ કથાનો અર્થ જાણીને પોતાના સૈનિક કર્મચારીને બોલાવ્યા. બોલાવીને કહ્યું-દેવાનુપ્રિય ! શીધ્ર ઘોડા, હાથી, આદિથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરો. યાવતું સેનાપતિએ સેના તૈયાર કરીને આજ્ઞા પાછી આપી. ' ત્યાર પછી કુંભ રાજાએ સ્નાન કર્યું. કવચ ધારણ કરીને સનદ્ધ થયો. શ્રેષ્ઠ હાથી ના સ્કંધ પર આરૂઢ થયા કોરંટના ફૂલોની માળાવાળું છત્ર ધારણ કર્યું. તેના ઉપર શ્રેષ્ઠ અને શ્વેત ચામર ઢોળવામાં આવ્યા યાવતું વિશાળ ચતુરંગિણી સેનાની સાથે મિથિલા રાજધાનીની મધ્યમાં થઈને નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈને જ્યાં પોતા ના દેશનો અંત હતો ત્યાં આવ્યા. આવીને ત્યાં પડાવ નાખ્યો. પડાવ નાખીને જિતશત્ર. પ્રભૃતિ છએ રાજાઓની પ્રતીક્ષા કરતો યુદ્ધને માટે સજ્જ થઈને રહ્યો. ત્યારે પછી જિત શત્રુ પ્રસૃતિ છએ રાજાઓએ જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા. આવીને કુંભ રાજાની સાથે યુદ્ધ કરવાને માટે પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી તે જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓએ કુંભ રાજાનું હનન કર્યું મથન કર્યું તેની ચિહ્ન રૂપ ધ્વજા પતાકાને છિન્નભિન્ન કરીને નીચે ફેંકી દીધી. તેના પ્રાણ સંકટમાં આપી ગયા. તેની સેના ચારે દિશાઓમાં ભાગી ગઈ. ત્યાર પછી તે કુંભ રાજા જિતશત્રુ આદિ છએ રાજાઓના દ્વારા હિત માન મર્દિત યાવતું સામર્થ્યહીન, બલહીન, પરાક્રમહીન, યાવતુ શત્રુસેનાનો સામનો કરવામાં અસમર્થ થઈ ગયો. તેથી તે શીધ્રતાપૂર્વક, ત્વરાની સાથે વાવતુ મિથિલા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મિથિ લાના દ્વાર બંધ કરી દીધા. દ્વાર બંધ કરીને કિલ્લાનો રોધ કરવામાં સજ્જ થઈને રહ્યો. ત્યાર પછી જિતશત્રુ પ્રભૂતિ છએ નરેશો જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યા. આવીને મિથિલા રાજધાનીને મનુષ્યોના ગમનાગમનથી રહિત. કરી દીધી ત્યાં સુધી કે કોટની ઉપરથી પણ આવાગમન રોકી દીધું. અથવા મલ ત્યાગવાને માટે પણ આવવા જવાનું રોકી દીધું. તેઓએ નગરીને ચારે તરફથી ઘેરી લીધી. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રતધ-૧, અધ્યયન-૮ ત્યાર પછી કુંભ રાજા મિથિલા રાજધાનીને ઘેરેલી જાણી અત્યંતર ઉપસ્થાન શાળામાં શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. તે જિતશત્રુ આદિ છએ રાજાઓના છિદ્રોને, વિવરોને, મર્મને પામી ન શક્યો તેથી ઘણાં આયોથી, ઉપાયોથી તથા ઔત્યાત્તિકી આદિ ચારે પ્રકારોની બુદ્ધિથી વિચાર કરતાં કરતાં કોઈ પણ આય યા ઉપાય ન પામી શકાયા. ત્યારે તેના મનનો સંકલ્પ ક્ષીણ થઈ ગયો યાવતુ તે આર્તધ્યાન કરવા લાગ્યો. આ તરફ વિદેહરાજ-કન્યા મલ્લીઓ સ્નાન કર્યું. યાવતુ ઘણી કુન્જાદિ દાસીઓથી પરિવૃત્ત થઈને તે જ્યાં કુંભ રાજા હતા. ત્યાં આવી. આવીને તેણીએ કુંભ રાજાના ચરણોને ગ્રહણ કર્યા ત્યારે કુંભ રાજાએ વિદેહવરરાજકન્યા મલ્લીનો આદર ન કર્યો. તે મૌન જ રહ્યો. ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લીએ રાજા કુંભને આ પ્રમાણે કહ્યું- હે તાત ! બીજા સમયે મને આવેલી જોઈને આપ યાવત્ ગોદમાં બેસાડતા હતા. પરંતુ શું કારણ છે કે આજે આપ અપહત માનસિક સંકલ્પવાળા થઈને ચિંતા કરી રહ્યા છો ?' ત્યારે કુંભ રાજાએ વિદેહરાજવર કન્યાને કહ્યું- હે પુત્રી ! તમારે માટે તમારી માંગણી કરવાને માટે જિતશત્ર પ્રભૂતિ છએ રાજાઓએ દૂત મોકલ્યા હતા. યાવતુ તેઓ ચારે તરફ ઘેરો નાખીને બેઠા છે. તેથી હે પુત્રી ! જિતશત્રુ પ્રભૂતિ નરેશોના અંતર-છિદ્રને જાણી શકતો નથી. યાવતુ ચિંતિત થઈ રહ્યો છું.” ત્યારે પછી વિદેહરાજવર કન્યા મલ્લીએ રાજા કુંભને આ પ્રમાણે કહ્યું- ‘તાત! આપ અવહત માનસિક સંકલ્પવાળા થઈને ચિંતા ન કરો. હે તાત ! આપ તે જિતશત્રુ આદિ પ્રત્યેક રાજાની પાસે ગુપ્ત રૂપમાં દૂતોને મોકલો. અને પ્રત્યેકને કહેવડાવી આપો કે વિદેહરાજવરકન્યા હું તમને આપું છું.' એમ કહેવડાવીને સંધ્યાકાલના અવસર પર જ્યારે વિરલ મનુષ્યો ગમનાગમન કરતા હોય અને વિશ્રામને માટે પોતપોતાના ઘરમાં મનુષ્ય બેઠા હોય, તે સમયે પ્રત્યેક રાજાને મિથિલા નગરીની રાજધાનીમાં પ્રવેશ કરાવો. પ્રવેશ કરાવીને તેને ગર્ભગૃહની અંદર લઈ જાવો. પછી મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવી દેવા, અને નગરીના રોઘમાં સજ્જ થઈને રહેવું. ત્યાર પછી કુંભ રાજાએ એ પ્રમાણે કર્યું. - ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓ કાલે અથતુ બીજા દિવસે જાળિઓમાંથી તે સુવર્ણમય મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણવાળી મલ્લીની પ્રતિમા જોવા લાગ્યા. “આ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે' એમ જાણીને વિદેહરાજ કન્યા મલ્લીના રૂપ, યૌવન અને લાવણ્ય માં મૂર્ણિત, ગૃદ્ધ યાવતું અત્યંત લાલાયિત થઇને અનિમેષ દૃષ્ટિથી વારંવાર તેને જોવા લાગ્યા. ત્યાર પછી વિદેહરાજવરકન્યા મલ્લીએ સ્નાન કર્યું. યાવતું પ્રાયશ્ચિત્ત કર્યું તે સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને ઘણી કુન્જા આદિદાસીઓથી વાવ પરિવૃત્ત થઈને જ્યાં જાગૃહ હતું અને જ્યાં સુવર્ણની તે પ્રતિમા હતી ત્યાં આવી. આવીને તે સુવર્ણપ્રતિમાના મસ્તકથી તે કમળનું ઢાંકણું, હટાવી દીધું. ઢાંકણ હટાવતાની સાથે જ તેમાંથી એવી દુર્ગધ છૂટી કે જેવા મરેલ સર્પની દુર્ગધ હોય. થાવતુ તેનાથી પણ અધિક અશુભ ! ત્યાર પછી જિતશત્ર વગેરેએ તે અશુભ ગંધથી અભિભૂત પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકી લીધું, મુખ ઢાંકીને તેઓ મુખ ફેરવિીને ઉભા રહ્યા.ત્યારે જિતશત્ર આદિએ વિદેહરાજવરકન્યામલ્લીનેકહ્યું- દેવાનુપ્રિયે ! અમે આ અશુભ ગંધથી ગભરાઈને યાવત્ વિમુખ થયા છીએ.” ત્યાર પછી વિદેહરાજ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! શા કારણે આપ પોત Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૬ નાયાધબ્બ કહાઓ - ૧-૮૯૩ પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવતું મોઢું ફેરવીને ઉભા છો?” ત્યાર પછી વિદેહરાવરકન્યા મલ્લીઓ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણેકહ્યું- હે દેવાનુપ્રિય ! આ સુવર્ણમયી યાવતુ પ્રતિમામાં પ્રતિદિન મનોજ્ઞ અશન પાન ખાદિમઅને સ્વાદિમ આહારમાંથી એક એક એક પિંડ નાંખતા. નાંખતા આ અશુભ પગલોનું પરિણમન થયું છે. તો આ ઔદારિક શરીર તો કફને. પિત્તને.શુક્ર, શોણીત. અને મેદને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છવાસ અને વિશ્વાસને કાઢનાર છે. અમનોજ્ઞ મૂત્ર અને દુર્ગધિત મળથી પરિપૂર્ણ છે. સડવું (પડવું નષ્ટ થવું તેનો સ્વભાવ છે. તો તેનું પરિણમન કેવું હશે? તેથી હે દેવાનુપ્રિયો ! આપ મનુષ્ય સંબંધી કામભોગોમાં રાગ ન કરો, ગૃદ્ધિ ન કરો, મોહ ન કરો અને અત્યંત આસક્ત ન થાઓ.” મલ્લી કુમારીએ પૂર્વભવનું સ્મરણ કરાવતાં આગળ કહ્યું. આ પ્રમાણે ! હે દેવાનુપ્રિયો! તમે અને હું આની પહેલાના ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહ વર્ષમાં સલિલાવતી વિજયમાં વીતશોક નામક રાજધાનીમાં મહાબલ આદિ સાતે મિત્ર રાજા હતા. આપણે બધા સાથે જમ્યા હતા યાવતુ દીક્ષિત થયા હતા.” હે દેવાનું પ્રિયો ! તે સમયે આ કારણથી મેં સ્ત્રીનામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું હતું. ત્યાર પછી હે દેવાનુપ્રિયો ! તમે કાળ માસમાં કાળ કરીને જયન્ત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી કંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ હતી. ત્યાર પછી તમે તે દેવલોકથી અનંતર શરીર ત્યાગ કરીને આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં ઉત્પન્ન થયા યાવતુ પોત-પોતાના રાજ્ય પ્રાપ્ત કરીને વિચારી રહ્યો છો. ત્યાર પછી હું તે દેવલો- કથી આયુનો ક્ષય થવાથી કન્યાના રૂપમાં જન્મી છું.' [૪]. “શું તમે તે ભૂલી ગયા? જે સમયે હે દેવાનુપ્રિયો ! તમે જયન્ત નામના અને ત્તર વિમાનમાં વાસ કરતા હતા ત્યાં કહેતા થકી “આપણે એક બીજાને પ્રતિબોધ દેવો જોઈએ' એવો પરસ્પરમાં સંકેત કર્યો હતો. તો તમે તે દેવભવનું સ્મરણ કરો.' [૫] ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી પાસેથી આ પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળી અને દયમાં ધારણ કરવાથી શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી લેગ્યાઓ અને જાતિસ્મરણને આચ્છાદિત કરનાર કર્મના ક્ષયોપશમના કારણે ઈહા અપોહ કરવાથી જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓને એવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે જેથી તે સંજ્ઞી અવસ્થાના પોતાના ભવ જોઈ શકે. આ જ્ઞાનના ઉત્પન્ન થવા પર મલ્લી કુમારી દ્વારા કથિત અર્થને તેઓએ સમ્યક પ્રકારે જાણી લીધો. ત્યાર પછી મલ્લી અરિહંતે ગર્ભગૃહના દ્વાર ખોલાવી નાંખ્યા. ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાઓ મલ્લી અરિહંતની પાસે આવ્યા. આ સમયે પૂિર્વ ભવના મહાબલ આદિ સાતેય બાલ મિત્રોનું મિલન થયું. ત્યાર પછી અરિહંત મલ્લીએ જિતશત્ર આદિ છએ રાજાઓને કહ્યુંદેવાનુપ્રિયો ! આ પ્રમાણે નિશ્ચિત રૂપથી હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલ છું. યાવતુ પ્રવ્રજ્યા અંગી કાર કરવા ઇચ્છું છું. તો તમે શું કરશો? કેમ રહેશો? આપના દ્ધયનું સામર્થ્ય કેવું છે ? ત્યાર પછી જિતશત્ર આદિ છએ રાજાઓએ મલ્લી અરિહંતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! અગર આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતું દીક્ષા લેતા હો તો તે દેવાનુપ્રિયે ! અમારા માટે બીજુ શું આલંબન, આધાર કે પ્રતિબંધ છે? જેમ આપ આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં ઘણાં કાર્યોમાં મેઢીભૂત, પ્રમાણભૂત અને ધર્મની ઘુરાના Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ રૂપમાં હતા, તે પ્રમાણે હવે [આ ભવમાં પણ થાવો. હે દેવાનુપ્રિયે! અમે પણ આ સંસાર ના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ. યાવત્ જન્મ મરણથી ભય પામ્યા છીએ. તેથી દેવાનું પ્રિયાની સાથે મુંડિત થઈને યાવતું દીક્ષા ગ્રહણ કરીએ છીએ.” ત્યાર પછી મલ્લી અરિહંતે જિતશત્રુ પ્રભૂતિ છએ રાજા ઓને કહ્યું- જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છો અને મારી સાથે દિક્ષિત થવા ઈચ્છો છો તો જાઓ, દેવાનુપ્રિયો ! પોત-પોતાના રાજ્યમાં અને જ્યેષ્ઠ પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. પ્રતિષ્ઠિત કરીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને મારી સમીપે આવો.' ત્યાર પછી જિતશત્રુ પ્રકૃતિ છએ રાજાઓએ મલ્લી અરિહંતના આ અર્થને અંગીકાર કર્યો. ત્યાર પછી મલ્લી અરિહંત જિતશત્રુ વગેરેને સાથે લઈને જ્યાં કુંભરાજા હતા ત્યાં આવી. આવીને તેણે કુંભ રાજાના ચરણોમાં નમસ્કાર કરાવ્યા. ત્યારે કુંભ રાજાએ તે જિતશત્રુ વગેરેનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી અને પુષ્પ, ગંધ, માળા, વસ્ત્ર અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કારસન્માન કરીને યાવતુ તેમને વિદાય કર્યા. ત્યાર પછી કુંભ રાજા દ્વારા વિદાય કરાયેલા જિતશત્રુ આદિ જ્યાં પોત-પોતાનું રાજ્ય હતું, જ્યાં પોત પોતાનું નગર હતું. ત્યાં આવ્યા. આવીને પોત-પોતાના રાજ્યને ભોગવતા થકા વિચારવા લાગ્યા. ત્યારે મલ્લી અરિહંતે પોતાના મનમાં એવી ધારણા કરી હતી કે એક વર્ષના અંતમાં હું દીક્ષા ગ્રહણ કરીશ. [૬] તે કાળ અને તે સમયમાં કેન્દ્રનું આસન ચલાયમાન થયું. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે પોતાનું આસન ચલાયમાન થયેલ જોયું, જોઇને અવધિજ્ઞાનથી જાણ્યું જાણીને ઇન્દ્રને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતવર્ષમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાની પુત્રી મલ્લી અરિહંતે એક વર્ષના અંતમાં દીક્ષા લઇશ એવો વિચાર કર્યો છે. અતીતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળના શક્ર દેવેન્દ્ર દેવરાજાનો એવો પરંપરાગત આચાર છે કે-અરિહંત ભગવંત જ્યારે દીક્ષા અંગીકાર કરવાના હોય, ત્યારે તેને એટલી અર્થ સંપદા આપવી જોઇ, તે આ પ્રમાણે [૯૭] “ત્રણસો કરોડ, અઠ્ઠાવાસી કરોડ અને એસી લાખ દ્રવ્ય. [૯૮] શકેન્દ્ર એવો વિચાર કર્યો. વિચાર કરીને તેણે વૈશ્રમણ દેવને બોલાવ્યો, અને બોલાવીને કહ્યું- દેવાનુપ્રિય ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભરતવર્ષમાં યાવતુ ત્રણસો અઠ્ઠાયાસી કરોડ અને એંસી લાખ મુદ્રાઓ આપવી છે. તેથી હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં કુંભરાજાના ભવનમાં એટલા દ્રવ્યનું સંહરણ કરો ત્યારે પછી વૈશ્રમણ દેવ, શક્ર દેવેન્દ્ર દેવરાજના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટતુષ્ટ થયો. હાથ જોડીને તેણે યાવતુ આજ્ઞા સ્વીકાર કરીને જમ્મક દેવને બોલાવ્યા. બોલાવીને તેમને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં જાઓ અને કુંભ રાજાના ભવનમાં ત્રણસો કરોડ અજ્ઞાસી કરોડએસી લાખ અર્થસંપ દાનું સંહરણ કરો. ત્યાર પછી જન્મેક દેવો, વૈશ્રમણ દેવની આજ્ઞા સાંભળીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા. જઈને ઉત્તર વૈક્રિય રૂપની વિકુર્વણા કરી. વિદુર્વણા કરીને દેવ સંબંધી ઉત્કૃષ્ટ ગતિથી જતા જ્યાં જમ્બુદ્વીપ નામનો દ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું. જ્યાં મિથિલા રાજધાની હતી અને જ્યાં કુંભ રાજાનો ભવન હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને કુંભ રાજાના ભવનમાં દ્રવ્ય-સંપત્તિ પહોંચાડી. [7] Page #101 -------------------------------------------------------------------------- ________________ નાયાધબ્બ કહાઓ- ૧/૮૯૮ ત્યાર પછી મલ્લિ અરિહંતે પ્રતિદિન પ્રાતઃકાળથી આરંભીને મગધ દેશના પ્રાત રાશના સમયસુધી ઘણાં સનાથો,અનાથો, પથિક-નિરંતરમાર્ગપર ચાલનારા પથિકો, રાહગીરો અથવા કોઈના દ્વારા કોઈ પ્રયોજનથી મોકલેલ પુરુષો, કરોટિકો વિશેષો ને પૂરા એક કરોડ અને આઠ લાખ સુવર્ણ મહોર દાનમાં દવાનો આરંભ કર્યો. ત્યાર પછી કુંભ રાજાએ મિથિલા રાજધાનીમાં વિભિન્ન મહોલ્લાઓ યા ઉપનગરોમાં, મહામાર્ગોમાં તથા અન્ય એક સ્થાનોમાં, દેશ દેશનાં સ્થાનોમાં ઘણીજ ભોજનશાળાઓ બનાવી. તે ભોજનશાળાઓમાં ઘણા મનુષ્યો, જેને ભૂતિ, ભક્ત વેતન દેવામાં આવે છે, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન બનાવે છે. બનાવીને જે લોકો જેમ જેમ આવતા જતા હતા જેમકે પથિક પથિક કરોટિક કાપેટિક પાખંડી અથવા ગૃહસ્થ, તેઓને આશ્વાસન આપીને, વિશ્રામ આપીને અને સુખદ આસન પર બેસાડીને વિપુલ અશ નાદિ, પીરસવામાં આવતા. તે મનુષ્યો ત્યાં ભોજન આદિ આપતા હતા. ત્યાર પછી મિથિલા રાજધાનીમાં શૃંગાટક, ત્રિક આદિ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, “હે દેવાનુપ્રિયો! કુંભ રાજાના ભવનમાં સર્વકામ ગુણિત મનોવાંછિત રસ પર્યાયવાળા તથા ઈચ્છાનુસાર આપવામાં આવતા વિપુલ, આહાર ઘણા શ્રમણો આદિને યાવતુ પીરસવામાં આવે છે. ૯િ૯] વૈમાનિક, ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો તથા નરેન્દ્રો અથતિ ચક્રવર્તી રાજાઓ દ્વારા પૂજિત તીર્થકરોની દીક્ષાના અવસર પર વરવરિકાની ઘોષણા કરવામાં આવે છે. અને યાચકાને ઇચ્છાનુસાર દાન આપવામાં આવે છે. [૧૦] ત્યાર પછી અરિહંત મલ્લીએ ત્રણસો કરોડ અયાસી કરોડ અને એસી લાખ જેટલી અર્થ-સંપત્તિ દાન દઈને હું દીક્ષા ગ્રહણ કરું એવો મનમાં નિશ્ચય કર્યો.' [૧૦૧] તે કાળ અને તે સમયમાં લૌકાંતિક દેવ બ્રહ્મલોક નામક પાંચમા સ્વર્ગમાં, અરિષ્ટવિમાનના પાથડામાં પોત-પોતાના વિમાનથી, પોત-પોતાના ઉત્તમ પ્રસાદોથી, પ્રત્યેક-પ્રત્યેક ચાર ચાર હજાર સામાનિક દેવોથી, ત્રણ-ત્રણ પરિષદથી, સાત-સાત, અનીકોથી, સાત સાત અનિકાધિપતિઓથી, સોળસોળ હજાર આત્મરક્ષક દેવોથી તથા અન્ય અનેક લોકાંતિક દેવોથી યુક્ત થઈને ખુબ જોરથી બજાવેલ નૃત્ય-ગીતના વાદ્યોના યાવતુ શબ્દોને માણતા વિચારી રહ્યા હતાં. તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે [૧૦૨] સારસ્વત, આદિત્ય, વલિ, વરુણ, ગઈતોય, દુષિત, અવ્યાબાધ, આગ્નેય અને રિઝ. ૧૦૩] ત્યાર પછી તે લોકાંતિક દેવોમાંથી પ્રત્યેકનું આસન ચલાયમાન થયું. ઈત્યાદિ તે પ્રમાણે જાણવું. યાવતુ દીક્ષા લેવાની ઈચ્છા કરનાર તીર્થકરોને સંબોધન કરવું તેથી અમે જઈએ તે દિશામાં જઈને વૈક્રિય સમુદ્રઘાતથી વિકુવણા કરી. સમુદ્યાત કરીને સંખ્યાત યોજના ઉલ્લંઘન કરીને જ્યાં મલ્લી નામક અરિહંત હતા ત્યાં આવ્યા આવીને આકાશમાં અદ્ધર સ્થિત રહેલા ઘુંઘરુઓના શબ્દો સહિત યાવતું શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરીને બંને હાથ જોડીને ઈષ્ટ યાવતુ વાણીથી આ પ્રમાણે બોલ્યા- “હે લોકનાથ ! હે ભગવંત ! બોધ પામો ધર્મતીર્થની પ્રવૃત્તિ કરો. તે ધર્મતીર્થ જીવોનો માટે હિતકારી સુખકારી અને નિશ્રેય સકારી થશે “આ પ્રમાણે કહીને અરિહંત મલ્લીને વંદના કરી. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ ૯ નમસ્કાર કર્યો. જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ચાલ્યા ગયા. ત્યાર પછી લૌકાંતિક દેવો દ્વારા સંબોધિત કરાયેલ તે મલ્લી અરિહંત જ્યાં માતા-પિતા હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને કહ્યું- હે માતાપિતા ! આપની આજ્ઞાથી મંડિત થઈને યાવતું પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મારી ઇચ્છા છે. ત્યારે માતા-પિતાએ કહ્યું હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબન્ધ ન કરો. ત્યાર પછી કુંભ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા બોલાવીને કહ્યું- શીઘ્રતાથી એક હજાર આઠ સુવર્ણ કળશ યાવતું એક હજાર આઠ માટીના કળશ લાવા તે સિવાય મહાનુ અર્થવાળી અથતુિ મહામૂલ્ય યાવતુ તીર્થંકરના અભિષેકની દરેક સામગ્રી તૈયાર કરો. તે સાંભળીને કૌટુમ્બિક પુરુષોએ તેમજ કર્યું. તે કાળ અને તે સમયમાં અમર નામના અસુરેન્દ્રથી લઈને અશ્રુત સ્વર્ગ સુધીના બધા ઈન્દ્રો આવી ગયા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા બોલાવીને આ પ્રમાણે કહ્યું - શીઘ્રતાથી એક હજાર આઠ સુવર્ણ કળશઆદિ યાવતુ બીજી અભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો તે સાંભળીને અભિયોગિક દેવોએ પણ બધી સામગ્રી ઉપસ્થિત કરી. તે દેવોના કળશો તે મનુષ્યોના કળશોમાં દિવીમાયાથી) સમાઈ ગયા. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ રાજાએ મલ્લી અરિહંતને પૂર્વાભિમુખ બેસાડ્યા પછી સુવર્ણ આદિનાં એક હજાર આઠ કળશોથી યાવતુ અભિષેક કર્યો. ત્યાર પછી જ્યારે મલ્લી ભગવાનનો અભિષેક ચાલતો હતો. ત્યારે કોઈ-કોઈ દેવ મિથિલા નગરીની અંદર અને બહાર લાવતુ બધી દિશાઓ અને વિદિશાઓમાં દોડવા લાગ્યા આમ તેમ ફરવા લાગ્યા. ત્યાર પછી કુંભ રાજાએ બીજી વાર ઉત્તર દિશામાં જઈને યાવતુ. ભગવાન્ મલ્લીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભુષિત કરીને કૌટુમ્બિક પુરુષો ને બોલાવીને આ પ્રમાણે કહ્યું- “શીઘ્રતાથી મનોરમા નામની શિબિકા લાવો.” ત્યાર પછી દેવન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- શીઘ્રતાથી અનેક સ્થંભોવાળી યાવતુ મનોરમાં નામની શિબિકા ઉપસ્થિત કરો.' ત્યારે તે દેવો પણ મનોરમા શિબિકા લાવ્યા અને તે શિબિકા પણ તે મનુષ્યોની શિબિકામાં સમાઈ ગઈ. ત્યારે મલ્લી અરિહંત સિંહાસન ઉપરથી ઉઠ્યા. ઉઠીને જ્યાં મનોરમા નામની શિબિકા હતી ત્યાં આવ્યા. આવીને મનોરમા શિબિકાને પ્રદક્ષિણા કરીને મનોરમાં શિબિકા ઉપર આરૂઢ થયા. આરૂઢ થઈને પૂર્વદિશાની તરફ મુખ રાખીને સિંહાસન પર વિરાજમાન થયા. ત્યારે પછી કુંભ રાજાએ અઢાર જાતિઓ ઉપજાતિઓને બોલાવ્યા. બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે લોકો સ્નાન કરીને યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લી કૂમારીની શિબિકાને વહન કરો.” શક્ર દેવેન્દ્ર દેવરાજે મનોરમા શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ગ્રહણ કરી. ઇશાન ઈન્દ્ર ઉત્તર તરફથી ઉપરની બાહાને ગ્રહણ કરી, અમરેન્દ્ર દક્ષિણ તરફથી નીચેની બાહા ગ્રહણ કરી. બલીન્કે ઉત્તર દિશાની નીચેની બાહા ગ્રહણ કરી. શેષ દેવોએ યથાયોગ્યવહન કરી. . [૧૦૪-૧૦૫] જેમના રોમકૂપ હર્ષના કારણે વિકસ્વર થઈ ગયા હતા એવા મનુષ્યોએ સર્વ પ્રથમ તે શિબિકા ઉપાડી. ત્યાર પછી અસુરેન્દ્ર સુરેન્દ્ર અને નાગે તેને વહન કરી. ચલાયમાન ચપળ કુંડલોને, તથા વિક્રિયાથી બનાવેલ આભરણોને ધારણ કરનાર દેવેન્દ્રો અને દાનવેન્દ્રોએ જિનેશ્વરની શિબિકા વહન કરી. Page #103 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મ કહાઓ - ૧/-/૮/૧૦૬ [૧૦૬] ત્યાર પછી જ્યારે મલ્લી અરિહંત મનોરમા શિબિકા ઉપર આરૂઢ થયા તે સમયે તેમની આગળ આઠ-આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા. જમાલિના નિર્ગમનની જેમ વર્ણન કરવું જોઇએ. ત્યાર પછી મલ્લી અરિહંત જ્યારે દીક્ષા ધારણ કરવાને માટે નીકળ્યા ત્યારે કોઈ કોઇ દેવોએ મિથિવા નગરીને પાણીથી સિંચી દીધી. સાફ કરી દીધી અને અંદર તથા બહાર ની વિધિ કરીને યાવત્ ચારે તરફ દોડધામ કરવા લાગ્યા. મલ્લી અરિહંત જ્યાં સહસામ્રવન નામક ઉદ્યાન હતું અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું. આવીને શિબિકાથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને સમસ્ત આભરણોનો ત્યાગ કર્યો. પ્રભાવતી દેવીએ તે આભરણો ગ્રહણ કર્યો. ત્યાર પછી મલ્લી અરિહંતે સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યારે શક્ર, દેવેન્દ્ર, દેવરાજે મલ્લીના કેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્રમાં પ્રક્ષેપ કરી દીધા. ૧૦૦ મલ્લી અરિહંતે સિદ્ધોને નમસ્કાર હો, આ પ્રમાણે કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું જે સમયે અરિહંત મલ્લીએ ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યોના નિર્ધોષ વાઘો ની ધ્વનિ અને ગાવા-વગાડવાના શબ્દો શકેન્દ્રના આદેશથી એકદમ બંધ થઇ ગયા. તેથી ચારિત્રગ્રહણ સમયે પૂર્ણ નીરવતા વ્યાપ્ત થઇ ગઇ. જે સમયે મલ્લી અરિહંતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે મલ્લી અરિહંતને મનુષ્ય ધર્મથી ઉપરનું મનુષ્ય ક્ષેત્ર સંબંધી ઉત્તમ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મલ્લી અરિહંતે હેમવન્ત ઋતુના બીજા માસમાં, ચોથા પખવાડીયામાં, અર્થાત્ પોષ માસના શુકલ પક્ષ માં અને પોષ માસની પક્ષની એકાદશીના પક્ષમાં પૂર્વાણ કાળના સમયમાં, નિર્જલ અષ્ટમ ભક્ત તપ કરીને આશ્વિની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થવા ૫૨ ત્રણસો અત્યંતર પરિષદ્ની સ્ત્રીઓની સાથે અને ત્રણસો બાહ્ય પરિષા પુરૂષોની સાથે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી. મલ્લી અરિહંતનું અનુસરણ કરીને આ આઠ જ્ઞાત કુમારો દીક્ષિત થયા, તે આ પ્રમાણે છે ઃ - [૧૦૭] નન્દ, નિન્દિમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને આઠમા મહાસેન આ આઠ જ્ઞાત કુમારો એ દીક્ષા અંગીકાર કરી. [૧૦૮] ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષ્ક, અને વૈમાનિક આ નિકાય નાદેવોએ મલ્લી અરિહંતોને દીક્ષામહોત્સવ કર્યો. મહોત્સવ કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ હતો. ત્યાં આવ્યા.આવીને અષ્ટાલિકામહોત્સવ કર્યો,યાવોત-પોતાનાસ્થાને ચાલ્યા ગયા. મલ્લી અરિહંતને જે દિવસે દીક્ષા અંગીકાર કરી તેજ દિવસે દિવસના અંતિમ ભાગમાં શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટકની ઉપર બેઠા હતા. તે સમયે શુભ પરિણામોના કારણે પ્રશસ્ત અધ્યવસાયોના કારણે વિશુદ્ધ અને પ્રશસ્ત લેશ્યાઓના કારણે તદાવરણ કર્મની ૨જને દૂર કરનાર અપૂર્વ કરણને પ્રાપ્ત થયેલા અરિહંત મલ્લીને અનન્ત યાવત્ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પતિ થઇ. [૧૦૯] તે કાળ અને તે સમયમાં બધા દેવોના આસન ચલાયમાન થયા. ત્યાર તે બધા ત્યાં આવ્યા. બધાએ ધર્મોપદેશ શ્રવણ કર્યો. નંદીશ્વર દ્વીપમાં જઇને અષ્ટાહિનકા મહોત્સવ કર્યો. પછી જે દિશાથી પ્રગટ થયા હતા દિશામાંપાછા ગયા. કુંભ રાજા પણ વંદના કરવાને માટે નીકળ્યો. ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય ૫૨ સ્થાપિત કરીને હજાર પુરુષોદ્વાર વહન કરાય તેવી શિબિકાઓ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ ૧૦ પર આરૂઢ થઇને સમસ્ત ઋદ્ધિની સાથે યાવત્ ગીત વાજિંત્રના શબ્દોની સાથે જ્યાં મલ્લી અરિહંત હતા ત્યાં આવ્યા યાવત્ તેની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી મલ્લી અરિ હંતે તે મોટી પરિષદને. કુંભ રાજાને અને જિતશત્રુ પ્રકૃતિ રાજાઓને ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ જે દિશામાઁથી આવી હતી તે દિશામાં ચાલી ગઇ, કુંભરાજા શ્રમણો પાસક થયા તે પણ પાછા ગયા. પ્રભાવતી દેવી શ્રમણોપાસિકા બની તે પણ પાછી ગઇ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ ધર્મ શ્રવણ કરીને કહ્યું- ભંતે ! આ સંસાર આદીપ્ત છે પ્રદીપ્ત છે.’ ઇત્યાદિ યાવતુ તે દીક્ષિત થઈ ગયા ચૌદ પૂર્વના જ્ઞાની થયા પછી અનન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને યાવત્ સિદ્ધ થયા. ત્યાર પછી મલ્લી અરિહંત સહસ્રામવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યા. મલ્લી અરિહંતના ભિષક આદિ અઠ્ઠાવીસ ગણ અને અટ્ઠાવીસ ગણધર થયા. મલ્લી અરિહંતની ચાલીસ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. બંધુમતી આદિ પંચાવન હજાર આર્થિકાઓની સંપદા હતી. મલ્લી અરિહંતોની ૧૮૪૦૦૦ શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની ૩૬૫૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની છસો ચૌદપૂર્વી સાધુઓની, ૨૦૦૦ અવધિજ્ઞાનીઓની ૩૨૦૦ કેવળજ્ઞાની ૩૫૦૦ વૈક્રિયલબ્ધિધારી, આઠસો મન:પર્યવજ્ઞાની ચૌદસો વાદી અને ૨૦૦૦ અનુત્તરોપપાતિક સાધુઓની સંપદા હતી. મલ્લી અરિહંતના તીર્થમાં બે પ્રકારની અંતકર ભૂમિ થઇ. તેમાંથી શિષ્યપ્રશિષ્ય આદિ વીસ પુરુષો રુપ યુગો સુધી અર્થાત્ વીસમા પાટ સુધી યુગાંતકર ભુમિ થઇ. અને બે વર્ષની પર્યાય થવા ૫૨ પર્યાયાન્તકર ભુમિ થઇ ભવ પર્યાયનો અંતકરનાર મોક્ષે જનાર સાધુ થયા. મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ્ય ઉંચા હતા તેમના શરીરનો વર્ણીપ્રયંગુની સમાન હતો. સમચતુરસ્ર સંસ્થાન અને વજીૠષભન રાચ સંહનન હતું. તે મધ્ય દેશમાં સુખે-સુખે વિચરીને જ્યાં સમ્મતશેખર પર્વત હતો ત્યાં આવ્યા. આવીને તેઓએ સમ્મેદશૈલના શિખરપર પાદોપગમન અનશન અંગીકાર કર્યો. મલ્લી અરિહંત એકસો વર્ષ ગૃહવાસમાં રહ્યા સો વર્ષ કમ પંચાવન હજાર વર્ષ કેવળી પર્યાય પાળીને આ પ્રમાણે કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પાળીને-પૂર્ણ કરીને ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્ર માસના શુકલ પક્ષ અને ચૈત્રમાસની શુકલ પક્ષની ચોથની તીથિમાં ભરણી નક્ષત્રનો યોગ ચંદ્રની સાથે થવા૫૨ અર્ધરાત્રિના સમયે અત્યંતર પરિષદ્ની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પરિષદના પાંચસો સાધુઓની સાથે નિર્જલ એક માસના અનેશન પૂર્વક બંને હાથ લાંબા રાખીને વેદનીય આયુ નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થવા ૫૨ સિદ્ધ થયા. જમ્બુદ્બીપ- પ્રજ્ઞાપ્તિમાં વર્ણિત નિર્વાણ મહોત્સવ અહીં પણ કહેવો. જોઈએ . અધ્યયન – ૮ –ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૯-મા કંદી [૧૧૦]શ્રમણ યાવત્ નિણિને પ્રાપ્ત ભગવાન્ મહાવીરે આઠમા જ્ઞાતાધ્યા યનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન્ ! નવમા જ્ઞાત અધ્યયનો શું અર્થ પ્રરૂપેલું છે ? હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં ચંપાનગરી હતી. કોણિક રાજા હતો. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નાયાધમ કહાઓ - ૧૯/૧૧૦ તે ચંપા નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશામાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચંપા નગરીમાં માકંદી નામનો સાર્થવાહ રહેતો હતો. તે યાવતું સમૃદ્ધિશાળી હતો. તેની ભદ્રા નામની ભાર્યા હતી. તે ભદ્રાભાઈની કુક્ષીએ ઉત્પન બે સાર્થવાહ પુત્રો હતા. જિનપા લિત ને જિનરક્ષિત તે બંને માકંદી પુત્ર એક વાર કોઈ સમયે એકઠા થયા. તો આપસમાં આ પ્રમાણે કથા સમુલ્લાપ થયો. આપણે લોકોએ પોતાવહનથી લવણ સમુદ્રને અગી યાર વાર અવગાહન કરેલ છે. દરેક વખતે આપણે અર્થ-ધનની પ્રાપ્તિ કરેલ છે. કરવાં યોગ્ય કાર્ય કર્યું અને પછી શીઘ્રતાથી વિઘ્ન વિના પોતાના ઘરે આવ્યાં.તોહેદેવાનુપ્રિયા ! બારમીવાર પણ પોતવહનથી લવણ સમુદ્રમાં અવગાહન કરવું આપણા માટે સારું રહેશે. આ પ્રમાણે વિચાર કરીને હે માતા-પિતાઃ અમે આપની અનુમતિ લઈ બારમી વાર લવણસમુદ્રમાં જવા ઇચ્છીએ છીએ. ઇત્યાદિ. તયાર પછી માતા-પિતાએ તે માકંદી પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે પુત્રો ! આ તમારા બાપ-દાદા આદિના દ્વારા ઉપાર્જિત પ્રચુરધન છે. તે ભાવતું ભોગવવા તેમજ વહેંચવા કરવાને માટે પર્યાપ્ત છે, તેથી પુત્રો ! મનુષ્ય સંબંધી વિપુલ ઋદ્ધિ સત્કારના સમુ દાયવાળા ભોગોને ભોગવો, વિઘ્ન-બાધાઓથી યુક્ત અને જેમાં કંઈ આલંબન નથી, એવા લવણ-સમુદ્રમાં ઉતરવાથી શું લાભ છે? હે પુત્રો બારમી યાત્રા સોપસર્ગ પણ હોય છે. તેથી હે પુત્રો ! તમે બંને બારમી વાર લવણ સમુદ્રમાં પ્રવેશ કરો નહી. જેથી તમારા શરીરને વ્યાપત્તિ ન થાય. ત્યાર પછી માકંદી પુત્રઓએ માતા-પિતાને બીજીવાર અને ત્રીજીવારપણ આ પ્રમાણે કહ્યું માતા પિતા જ્યારે તે માકંદ પુત્રોને સામાન્ય કથન અને વિશેષ કથનના દ્વારા સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે ઈચ્છા ન હોવા છતાં તેઓએ તેની અનુમતિ આપી. ત્યાર પછી માતા-પિતાના અનુમતિ પામેલ માકંદીપુત્રો ગણિમ ધરિમ, મેય અને પરિચ્છેદ ચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને અહંન્નકની જેમ લવણ સમુદ્રમાં અનેક સેંકડોં યોજન સુધી ચાલ્યા ગયા [૧૧૧] ત્યાર પછી તે માકંદી પુત્રોનો અનેક સેંકડો યોજન સુધી અવગાહન કરી જવા પર સેંકડો ઉત્પાત ઊત્પન્ન થયા. તે ઉત્પાત્ત આ પ્રમાણે છે - અકાળમાં ગર્જના થવા લાગી. યાવતું અકાલમાં સ્વનિત શબ્દ થવા લાગી. પ્રતિકૂળ તેજ હવા ચાલવા લાગી. ત્યાર પછી તે નૌકા પ્રતિકૂળ તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી. વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલાયમાન થવા લાગી. વારે વાર સંક્ષુબ્ધ થવા લાગી. પાણીના તીક્ષ્ણ વેગથી વારંવાર ટકરાવા લાગી. હાથથી જેમ જમીન પર દડો પછડાય તેમ જગ્યાએ – જગ્યાએ ઉંચી નીચી થવા લાગી. જેને વિદ્યા સિદ્ધ થઈ છે એવી વિદ્યાધર કન્યા જેમ પૃથ્વીતલથી ઉપર ઉછળે છે તે પ્રમાણે તે ઉપર ઉછળવા લાગી. અને વિદ્યાથી ભ્રષ્ઠ વિદ્યાધર કન્યા જેમ આકાશ તલથી નીચે પડે છે તે પ્રમાણે તે નૌકા પણ નીચે પડવા લાગી. જેમ મહાન ગરુડના વેગથી ત્રાસ પામેલી નાગની ઉત્તમ કન્યા ભયના મારી ભાગે છે, તે જ રીતે તે પણ આમ તેમ દોડવા લાગી. માતા-પિતા દ્વારા જેનો અપરાધદુરાચાર જાણી લીધો છે એવા સજ્જન પુરુષના કૂળની કન્યાની જેમ નીચે નમવા લાગી. તરંગોના સેકંડો પ્રહારોથી તાડિત થઈને તે થરથરવા લાગી જેને પતિ મૃત્યુ પામ્યો હોય તેવી નવવધૂ જેમ આંસુ વહાવે છે તેમ પાણીથી ભીંજાયેલ ગ્રંથિઓમાંથી ઝરનારી જળધારાના કારણે તે નૌકા પણ જાણે રમશ્રપાત કરતી હોય તેમ લાગતું હતું. પર ચક્રી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ શત્રુ રાજાના દ્વારા અવરુદ્ધ-ઘેરાયેલ અને તે કારણે ઘોર મહા ભયથી પીડિત કોઈ ઉત્તમ મહા નગરીની સમાન તે નૌકા વિલાપ કરતી હોય તેમ લાગતું હતું જેમ મોટા જંગલ માંથી ચાલીને નીકળેલી અને થાકેલી મોટી ઉંમરવાળી માતા જેમ હાંકે છે તેમ તે નૌકા પણ વિશ્વાસને જાણે છોડવા લાગી. તપશ્ચરણના ફળ સ્વરૂપ પ્રાપ્ત સ્વર્ગના ભોગ ક્ષીણ થવાના કારણે જેમાં શ્રેષ્ઠ દેવી પોતાના અવના સમયે શોક કરે છે તેમ તે નૌકા પણ જાણે શોક કરતી હોય તેમ લાગતું હતું. તેના કાષ્ઠ અને મુખભાગ ચૂરેચૂરા થઈ ગયા. તેની મેઢી ભંગ થઈ ગયેલ છે અને માળ સહસા મરડાઈ ગયો. તેને પાણીનો સ્પર્શ વક્ર થવા લાગ્યો એક-બીજા સાથે જોડાયેલા પાટિમાં તડ તડ શબ્દ થવા લાગ્યા તેની જોડ તૂટવા લાગી લોઢાના ખીલા નીકળવા લાગ્યા તેના બધા ભાગ અલગ અલગ થઈ ગયા તેની પટ્ટીઓ સાથે બાંધેલી રસ્સી ભીની થવાથી તૂટી ગઈ. તેથી તેના બધા હિસ્સા વિખરાઈ ગયા તે કાચા કોરા જેવી થઈ ગઈ. પાણીમાં વિલીન થઈ ગઈ અભાગી મનુષ્યોના મનોરથની સમાન તે અત્યંત ચિંતનીય થઈ ગઈ. નૌકા પર આરૂઢ કર્ણધાર, મલ્લાહ, વણિક અને કર્મચારીઓ હાય હાય કરી વિલાપ કરવા લાગ્યા તે વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી હતી. આ વિપદાના સમયે સેંકડો મનુષ્ય રુદન કરવા લાગ્યા. આકંદન કરવા લાગ્યા શોક કરવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા. તે સમયે જળની અંદર વિદ્યમાન એક મોટા પર્વતના શિખરની સાથે ટકરાઈને નૌકાનો મસ્કૂલ અને તોરણ ભગ્ન થઈ ગયા. અને ધ્વજ દંડ વાંકોવળી ગયો. નૌકાના વલય જેવા સેંકડો ટુકડા થઈ ગયા તે નૌકા કડાકીના શબ્દ કરીને તે જ સ્થઆને નષ્ટ થઈ ગઈ. [૧૧૨] બંને માકંદીપુત્રો ચતુર. 'દક્ષ, અર્થને પ્રાપ્ત કરેલ, કુશળ, બુદ્ધિમાનું, નિપુણ,શિલ્પને પ્રાપ્તકરેલ,ઘણાં જહાજના યુદ્ધ જેવા ખતરનાક કાર્યોમાં કૃતાર્થ, વિજયી, મૂઢતા રહિત. અને હુર્તિવાળા હતા. તેથી તેઓએ એક મોટું પાટિયું મેળવી લીધું. જે પ્રદેશમાં તે જહાજ નષ્ટ થયું હતું તેજ પ્રદેશમાં–તેની પાસે જ એક રત્નદ્વીપ નામનો મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લાંબો પહોળો અને અનેક યોજનાના ઘેરાવાળો હતો. તેનો પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષોના વનોથી મંડિત હતો. તે દ્વીપ સુંદર સુષમા વાળો પ્રસન્નતા. ઉત્પન્ન કરનાર, દર્શનીય, મનોહર અને પ્રતિરૂપ હતો. તે દ્વીપના એકદમ મધ્યભાગમાં એક ઉત્તમ પ્રાસાદ હતો. તેની ઊંચાઈ ઘણી હતી તે પણ સશ્રીક, પ્રસન્નતા પ્રદાયી, દર્શનીય, મનોહર રૂપવાળો અને પ્રતિરુપ હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્વીપદેવતા નામની એક દેવી રહેતી હતી. તે પાપીણી, અતિ પાપીણી ચંડા ભયંકર તુચ્છસ્વભાવવાળી અને સાહસિક હતી તે ઉત્તમ પ્રાસાદોની ચારે દિશાઓમાં ચાર વનખંડ હતા. તે શ્યામ વર્ણ વાળા અને શ્યામ કાન્તિવાળા હતા. ત્યાર પછી તે બંને માકંદીપુત્રો પાટિયાના સહારે તરતાં તરતા રત્ન દ્વીપની સમીપ આવી પહોંચ્યા. રત્નદ્વીપમાં ઉતર્યા. ઉતરીને ફળોની માર્ગણા ગવેષણા કરી. પછી ફૂલોને ગ્રહણ કર્યા. ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ફળ ખાધા. ફળ ખાઈને નાળિયેરોની ગવેષણા કરી. નાળીયેર ફોડ્યાં. પછી તે તેલથી બંનેએ આપ સમાં માલિશ કરીને વાવડીમાં પ્રવેશ કર્યો. સ્નાન કરીને વાવડીથી બહાર નીકળ્યા. એક પૃથ્વી શિલા પટ્ટપર બેઠા. બેસીને શાંત થયા. વિશ્રામ લીધો અને શ્રેષ્ઠ સુખાસન પર આસીન થયા ત્યાં બેઠા બેઠા ચંપા નગરી, માતા-પિતાની આજ્ઞા લેવી, લવણ સમુદ્રમાં ઉતરવું તોફાની વાયુનું ઉત્પન્ન થવું, નૌકાનું ભાંગીને ડૂબી જવું, પાટિયાના ટુકડાનું મળી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નાયાધષ્મ કહાઓ- ૧/-૯/૧૧૨ જવું અને અંતમાં રત્નદ્વીપમાં આવવું આ બધી વાતોનો વારંવાર વિચાર કરતા થકા ભગ્નમન થઈ ચિંતામાં ડૂબી ગયા. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તેણે હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત-આઠ તાડ જેટલી ઉંચાઈ પર આકાશમાં ઉડી ઉડીને ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી ચાલતી જ્યાં માર્કદી પુત્રો હતા ત્યાં આવી. આવીને તે જ સમયે કુપિત થઇ અને માકંદી પુત્રોને તીખા કઠોર અને નિષ્ફર વચનોથી આ પ્રમાણે કહેવા લાગી- “અરે માકંદીના પુત્રો ! અપ્રાર્થિતની ઈચ્છા કરનાર ! જો તમે મારી સાથે વિપુલ કામ ભોગ ભોગવતા થકા રહેશો તો તમારું જીવન છે. જો તમે મારી સાથે વિપુલ કામ ભોગ નહીં ભોગવો તો આ નીલ કમલ, ભેંસના શીંગડા અને નીલ દ્રવ્યની ગુટિકાની સમાન કાળી અને છરાની ધારની સમાન તીક્ષ્ણ તલવારથી તમારા મસ્તકોને તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થલોને અને ડાઢી મૂછોને લાલ કરનાર છે અને મૂછોથી સુશોભિત છે. અથવા જે માતા આદિના દ્વારા સંભારીને સુશો ભિત કરેલી કેશોથી શોભાયમાન છે.' ત્યાર પછી તે માર્કદી પુત્રો રત્નદ્વીપની દેવીનો આ અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને ભયભીત થયા.જે કહો તે અમે આપની આજ્ઞા, ઉપપાત, સેવા વચન-આદેશ અને નિર્દેશમાં તત્પર રહેશું ત્યાર પછી રદ્ધી પની દેવીએ તે માકંદીપુત્રોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો ત્યાં આવી. આવીને અશુભ પુગલોનો દુર કર્યા અને શુભ પુદ્ગલોનો પ્રક્ષેપણ કર્યો અને પછી તેમની સાથે વિપુલ કામ-ભોગોનું સેવન કરવા લાગી. હંમેશા તેમના માટે અમૃત જેવા મધુર ફળ લાવવા લાગી. [૧૧૩ ત્યાર પછી રત્નદ્વીપની તે દેવીને શક્રેન્દ્રના વચન-આદેશથી સુચિત નામક લવણ સમુદ્રના અધિપતિ દેવે કહ્યું “તમારે એકવીસ વાર લવણ-સમુદ્રના ચક્કર કાપવાના છે. તે એટલા માટે કે ત્યાં જે કંઈ પણ તૃણ પાંદડા, કાષ્ટ, અશુચિ સડેલી વસ્તુ યા દુગંધિત વસ્તુ આદિ ગંદી ચીજ હોય તે બધી એકવીસ વખત હલાવીને સમુદ્રમાંથી કાઢીને એક તરફ ફેકી દેવાની છે ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદી પુત્રોને કહ્યુંહે દેવાનુપ્રિયો ! હું શક્રેન્દ્રના વચનાનુસાર સુસ્થિત નામક લવણ સમુદ્રના અધિપતિ દેવ દ્વારા યાવતું કચરા આદિ દૂર કરવા જાઉં ત્યાં સુધી તમારે આ ઉત્તમ પ્રાસાદમાં આનંદની સાથે રમણ રહેવું. જો તમને વચ્ચે ઉગ થાય, ઉત્સુકતા થાય. અથવા કોઈ ઉપદ્રવ આવે તો તમારે પૂર્વ દિશાનાં વનખંડમાં ચાલ્યા જવું. તે પૂર્વદિશાના વનખંડમાં બે ઋતુઓ સદા સ્વાધીન છે. [૧૧૪-૧૧૫] પ્રાવૃષ ઋતુ તથા વષાઋતુ તેમાંથી પ્રાવૃષ ઋતુ રૂપી હાથી સ્વાધીન છે કંદલ-નવીન લત્તાઓ અને સિલિંધ્ર તે પ્રાવૃષ-હાથીના દાંત છે. નિફર નામક વૃક્ષના ઉત્તમ પુષ્પ જ તેની ઉત્તમ સૂંઢ છે. કુટજ અર્જુન અને નીપ વૃક્ષોના પુષ્પો જ તેના સુગંધિત મદજળ છે. અને તે વનખંડમાં વર્ષાઋતુ રૂપી પર્વત પણ હંમેશા વિદ્યમાન રહે છે. કારણ કે તે ઇન્દ્રગોપરૂપી પારાગ આદિ મણિઓથી વિચિત્ર વર્ણવાળા રહે છે. અને તેમાં દેડકાઓના સમૂહના શબ્દ રૂપી ઝરણાની ધ્વનિ થતી રહે છે ત્યાં મયૂરોના સમૂહ હંમેશા શિખરો પર વિચરતા રહે છે. [૧૧૬] હે દેવાનુપ્રિયો ! તે પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમે ઘણી વાવડીઓમાં યાવત્ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ ૧૦૫ ઘણી સરોવરની શ્રેણીઓમાં ઘણાં લતા મંડપોમાં વલ્લીઓના મંડપમા યાવતુ ઘણાંજ પુષ્પમંડપોમાં સુખે સુખે રમણ કરતાં કરતાં સમય વ્યતીત કરજો. કદાચિતુ તમને ત્યાં પણ ઉદ્વેગાદિ થાય તો તમારે ઉત્તર દિશાના વનખંડમાં ચાલ્યા જવું ત્યાં બે ઋતુઓ હંમેશા સ્વાધીન રહે છે. તે આ છે. - શરદ્ અને હેમન્ત. તેમાં શરદ્ [કાર્તિક, માગસર) આ પ્રમાણે છે. [૧૧૭-૧૧૮] શરદૂઋતુ રૂપી ગોપતિ સદા સ્વાધીન છે. સપ્તચ્છદ વૃક્ષોના પુષ્પો તેના કકુંદ છે. નીલોત્પલ પદ્મ અને નલિન તેના શીંગડા છે. સારસ અને ચક્રવાક પક્ષીઓના કુંજન જ તેના ઘોષ છે. તેમાં હેમન્તઋતુ રૂપી ચંદ્રમાં તે વનમાં સદા સ્વાધીન છે. શ્વેત કંદના ફૂલ તેની ધવલ જ્યોત્સના છે. પ્રફુલ્લિત લોધવાળા વન પ્રદેશ તેના મંડલતલ છે અને તુષારના જલબિન્દુની ધારાઓ તેના સ્થૂલ કિરણો છે. [૧૧] હે દેવાનુપ્રિયો ! તમારે ઉત્તર દિશાના વનખંડમાં યાવત્ ક્રીડા કરવી. જો તમે ઉત્તર દિશાના વનખંડમાં પણ ઉગાદિ પામો તો તમારે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જવું. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદા સ્વાધિન છે વસન્ત અને ગ્રીષ્મ [૧૨૦-૧૨૧ તેમાં વસંત ઋતુ રૂપી રાજા સદા વિદ્યમાન રહે છે. વસંત રાજના આમ્રના પુષ્પોના મનોહર હાર છે. કિંશુક, કર્ણિકાર અને અશોકાના પુષ્પોનો મુકુટ છે. તથા ઉંચા ઉંચા તિલક અને બકુલના ફૂલોનું છત્ર છે. તે વનખંડમાં ગ્રીષ્મ ઋતુ રૂપી સાગર સદા વિદ્યમાન રહે છે. તે ગ્રીષ્મ-સાગર પાટલ અને શિરીષના પુષ્પો રૂપી જલથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા અને વાસત્તિકી લતાઓના કુસુમ જ તેની ઉજ્જવલવેલા વાર છે. તેમાં જે શીતલ અને સુરભિત પવન છે તે જ મગરોનું વિચરણ છે. " [૧૨૨] દેવાનુપ્રિયો! તમે ત્યાં પણ ઉગાદિ પામો. તો આ ઉત્તમ પ્રાસાદમાં જ આવી જવું. અહીં આવીને મારી પ્રતીક્ષા કરવી, પણ દક્ષિણ દિશાના વનખંડ તરફ ન જવું. દક્ષિણ દિશાના વનખંડમાં એક મોટો સર્પ રહે છે. તેનું વિષ ઉગ્રા છે. પ્રચંડ છે. ઘોર છે તેનું વિષ મહાન છે અન્ય બીજા સપ કરતાં તેનું શરીર મોટું છે. તે સપના અન્ય બીજા વિશેષણો ગોશાલકના વર્ણનમાં કહ્યા પ્રમાણે જાણી લેવા જેમ લુહારની ભઠ્ઠીમાં નાખવામાં આવતું લોઢું ધમ ધમ’ શબ્દ કરે છે તેમ તે સર્પ પણ તેવો જ “ધમ ધમ’ શબ્દ કરતો રહે છે. તેના પ્રચંડ અને તીવ્ર રોષને કોઈ રોકી શકતો નથી કૂતરીનાં ભસવા સમાન શીવ્રતા અને ચપલ તાથી તે ધમ ધમ શબ્દ કરતો રહે છે. તેની દ્રષ્ટિમાં વિષ છે. તેથી ક્યારેય તમારે ત્યાં જવું નહિ. અન્યથા તમારા શરીર નો વિનાશ થઈ જાય. રત્નદ્વીપની દેવીએ તે વાત બે વાર અને ત્રણ વાર માકંદ પુત્રોને કહી કહીને તેણે વેકિય સમુદ્રઘાતથી વિક્રિયા કરી વિક્રિયા કરીને ઉત્કૃષ્ટ ઉતાવળી દેવગતિથી એકવીસવાર લવણ સમુદ્રના ચક્કર કાપવાને માટે પ્રવૃત્ત થઈ ગઈ. ૧૨૩] ત્યાર પછી તે માકંદીપુત્રો દેવીના ચાલ્યા જવા પર એક મુહુર્તમાંજ આ ઉત્તમ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રતિ અને ધૃતિ નહી પામતાં આ પ્રમાણે કહેવા લાગ્યા આપણે પૂર્વ દિશાના વનખંડમાં ચાલવું જોઈએ બંને ભાઈઓએ આપસમાં તે વિચારને અંગીકાર કર્યો તેઓ પૂર્વ દિશાના વનખંડમાં આવ્યા આવીને તે વનખંડની અંદર વાવડી આદિમાં યાવતું ક્રીડા કરતાં વલ્લીમંડપ આદિમાં વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી તે માકંદીપુત્રો ત્યાં પણ સુખદ સ્મૃતિ યાવતું શાન્તિ ન પામતા ઉત્તર દિશાના વન Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નાયાધમ્મ કહાઓ- ૧-૯૪૧૨૭ ખંડમાં ગયા. પછી પશ્ચિમ દિશાના વનખંડમાં ગયા. જઈને યાવતું વિહાર કરવા લાગ્યા. ત્યારે તે માકંદીપૂત્રો ત્યાં પણ સ્મૃતિ યાવતું શાંતિ ન પામતા કહેવા લાગ્યા - હે દેવાનુપ્રિયો ! આપણે દક્ષિણ દિશાના વનખંડમાં પણ જવું જોઇએ. આ પ્રમાણે કહીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો સંકલ્પ કર્યો રવાના થયા. ત્યારે દક્ષિણ દિશાથી દુર્ગધ છુટવા લાગી જેમ કોઈ સર્પનું ફ્લેવર હોય યાવતુ તેનાથી પણ અધિક દુર્ગધ આવવા લાગી. ત્યાર પછી તે માકંદીપુત્રોએ તે અશુભ દુર્ગધથી ગભરાઈને પોતપોતાના ઉતરીયા વસ્ત્રોથી મુખ ઢાંકી લીધું. મુખ ઢાંકીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં પહોંચ્યા. - ત્યાં તેઓએ એક વધસ્થાન જોયું. જોઇને સેંકડો હાડકાઓના સમૂહથી વ્યાપ્ત અને જોવામાં ભયંકર તે સ્થાન પર શૂલી પર ચઢાવેલ એક પુરૂષને કરુણ, વિરસ અને કષ્ટમય શબ્દ કરતો જોયો. તેને જોઇને તેઓ ડરી ગયા તેઓને મોટો ભય ઉત્પન્ન થયો. પછી તેઓ ત્યાં શૂલી પર ચઢાવેલ પુરૂષ હતો ત્યાં પહોંચ્યાં અને શૂલી પર ચઢાવેલા પુરુષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે! આ વધસ્થાન કોનું છે? તમે કોણ છો? શા માટે અહીં આવ્યા હતા? કોણે તમને આ વિપત્તિમાં નાખેલ છે? ત્યારે શૂલીપર ચઢેલ પુરુષે માકંદીપૂત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો! આ રત્નદ્વીપની દેવીનું વધ સ્થાન છે. હું જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં કાકંદી નગરીના નિવાસી અશ્વોનો વ્યાપારી છું. હું ઘણાં અશ્વો અને ભાંડોપકરણ પોત-વહનમાં ભરીને લવણ સમુદ્રમાં ચાલ્યો. ત્યાર પછી પોત વાહન ભાંગી જવાથી મારું બધું ઉત્તમ ભાંડોપકરણ સમુદ્રમાં ડૂબી ગયું અને પાટિયાનો એક ટુકડો મળી ગયો. તેનાં સહારે તરતા-તરતાં હું રત્નદ્વીપની સમીપમાં આવી ગયો તે સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઇને તેણે મને ગ્રહણ કરી લીધો તે મારી સાથે વિપુલ કામ-ભોગ ભોગવવા લાગી. ત્યાર પછી તે દેવી એકવાર કોઈ સમય મારા નાના અપરાધથી કુપિત થઈ ગઈ અને મને આ વિપત્તિ પહોંચાડેલ છે; ખબર નથી તમારા શરીરને પણ કઈ આપત્તિમાં મૂકશે ! [૧૨૪] ત્યાર પછી તે માકંદીપુત્રો શૂલી પર ચઢેલ તે પુરુષ પાસેથી આ અર્થને સાંભળીને અને દયમાં ધારણ કરીને અતીવ ભયભીત થઈ ગયા. ત્યારે શૂલી ઉપર ચઢેલ પુરુષને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય! અમે લોકો રત્નદ્વીપની દેવીના હાથેથી કેવી રીતે છુટકારો પામી શકીએ ? દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વનું રૂપ ધારણ કરેલ શૈલક નામક યક્ષ નિવાસ કરે છે. તે શૈલક યક્ષ ચૌદસ, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે એક નિયત સમય આવવા. પર જોરથી શબ્દ કહીને આ પ્રમાણે બોલે છે-“કોને તારું કોને પાલૂ?” તો હે દેવાનુપ્રિયો ! તમે પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને શેલક યક્ષની મહાન જનોને યોગ્ય પુષ્પોથી પૂજા. કરજો. પૂજા કરીને ઘુટણ અને પગ નમાવીને. બંને હાથ જોડીને વિનયની સાથે તેની સેવા. કરતાં તમારે ઉભા રહેવું. જ્યારે શૈલક યક્ષ કહે કે-“કોને તારું, કોને પાલું, ત્યારે તમારે કહેવું અમને તારો અમને પાલો” આ પ્રમાણે શેલક યક્ષ જ કેવળ રત્નદ્વીપની દેવીના હાથથી પોતાના હાથે સ્વયં તમારો નિતાર કરશે. - ત્યાર પછી તે માકંદીપુત્રો શૂલી પર ચઢેલ પુરુષના તે અર્થને સાંભળીને, અને મનમાં ધારણ કરીને શીધ્ર, પ્રચંડ, ચપલ, તરાવાળી અને વેગવાળી ગતિથી જ્યાં પૂર્વ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ ૧૦૭ દિશાનો વનખંડ હતો અને જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યા આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ત્યાં જે કમલ આદિ હતાં તેમને ગ્રહણ જ્યગ્રહણ કરીને શૈલક યક્ષના યક્ષાયતનમાં આવ્યા યક્ષ પર દ્રષ્ટિપડતાં જ તેને પ્રમાણ કર્યો. પછી મહાન જનોને યોગ્ય પૂજા કરી. તેઓ ઘુટણ અને પગ નમાવીને યક્ષની સેવા કરતા થકા, નમસ્કાર કરતા થકા ઉપાસના કરવા લાગ્યા. જેનો સમય સમીપ આવેલો છે. એવા યક્ષે કહ્યું – “કોને તારું કોને પાલૂ? ત્યાર પછી માકંદી પુત્રોએ ઉભા થઈને હાથ જોડીને કહ્યું : “અમને તારો અમને પાલો ત્યારે શૈલક યક્ષે માકંદીપુત્રોને કહ્યું દેવાનું પ્રિયો! તમે મારી સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ ગમન કરશો. ત્યારે તે પાપીણી. રુદ્રા, ચપ્પા, ક્ષુદ્રા અને સાહસિકા, રત્નદ્વિપની દેવી તમને કઠોર, કોમળ, અનુકૂળ, શૃંગારમય અને મોહજનક ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. હે દેવાનુપ્રિયો ! અગર તમે રત્નઢિપની દેવી ના તે કથન નો આદર કરશો તેને અંગીકાર કરશો યા અપેક્ષા કરશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે ફેંકી દઈશ અને તમે રત્નદ્વિપના દેવતાનો તે કથનનો આદર આદિ નહિ કરો, મારા હાથથી રત્નદ્વિપની દેવીથી તમારો નિતારકરી દઈશ. ત્યાર માકંદીપુત્રોએ શૈલક યક્ષને કહ્યું- દેવાનુપ્રિય ! આપ જે કહેશો અમે તેના ઉપપાત - સેવન, વચન - આદેશ. અને નિર્દેશમાં રહીશું ત્યાર પછી શેલક યક્ષ ઉત્તરપૂર્વ દિશામાં ગયા ત્યાં જઈને તેણે વૈક્રિય સમુઘાત કરીને એક મોટા અશ્વનારૂપની વિક્રિયા કરી અને પછી માકંદી પુત્રોને આ પ્રમાણે કહ્યું તમે મારે પીઠ ઉપર ચઢી જાઓ. ત્યારે માકંદીપુત્રોએ હર્ષિત અને સંતુષ્ટ થઇને શેલક યક્ષને પ્રણામ કર્યા. તેઓ શૈલકની પીઠ ઉપર આરૂઢ થઈ ગયા. ત્યાર પછી અશ્વરૂપધારી શૈલક યશ્ર માકંદીપુત્રોને પીઠ પર આરૂઢ થયેલ જાણીને સાત-આઠ તાડની બરાબર આકાશમાં ઉંચે ઉડ્યો. ઉડીને ઉત્કૃષ્ટ શીવ્રતાવાળી દેવ સંબંધી દિવ્ય ગતિથી લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને જ્યાં જંબુદ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું. અને જ્યાં ચંપા નગરી હતી. તે તરફ રવાના થયો. [૧૨૫] ત્યાર પછી રત્નદ્વીપની દેવીએ લવણ સમુદ્રની ચારે તરફ ચક્કર લગા વીને તેમાં જે કંઈ તૃણ આદિ હતું તે બધું યાવતુ દૂર કર્યું. દૂર કરીને પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવી. આવીને તેણીએ માકંદીપુત્રોને ઉત્તમ પ્રાસાદમાં ન જોવાથી પૂર્ણ દિશાના વનખંડમાં ગઈ. ત્યાં જઈને ત્યાં દરેક સ્થળે તેઓની ગવેષણા કરી. ગવેષણા કરવા પર તે માકંદીપુત્રોની ક્યાંય પણ શ્રુતિ આદિ ન પામવાથી ઉત્તરદિશાના વનખંડ માં ગઈ. પરંતુ તે ક્યાંય ન દેખાયા ત્યારે તેણીએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પ્રયોગ કરીને તેણીએ માકંદીપુત્રોને શૈલકની સાથે લવણ સમુદ્રની વચ્ચોવચ થઈને ચાલ્યા જતા જોયા જોતાંજ તે તત્કાળ રૂદ્ધ થઈ. તેણીએ ઢાલ તલવાર લઈ અને સાત આઠ તાડ જેટલી ઉંચાઈ પર આકાશમાં ઉડીને ઉત્કૃષ્ટ અને શીધ્ર ગતિ કરીને જ્યાં માકંદીપુત્રો હતા ત્યાં આવી આવીને આ પ્રમાણે કહેવા લાગી. અરે માકંદીના પુત્રો ! અરે મોતની કામના કરનારા ! શું તમે સમજો છો કે મારો ત્યાગ કરીને, શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં થઈને તમે ચાલ્યા જશે ? આટલે ચાલ્યા જવા પર પણ જો તમે મારી અપેક્ષા રાખશો તો તમે જીવતાં રહેશો અને જો મારી અપેક્ષા નહીં કરો તો તો આ નીલ કમલ અને ભેંસના શીંગડા જેવી કાળી તલવારથી યાવતું તમારું મસ્તક કાપીને ફેંકી દઈશ. ત્યાર પછી તે માકંદીપુત્રો રદ્વીપની દેવીના આ કથનને સાંભળી ને અને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નાયા ... કહાઓ - ૧ - ૧૨૫ દયમાં ધારણ કરીને ભયભીત ન થયા. ત્રાસ ન પામ્યા ઉદ્વિગ્ન ન થાય. સંભ્રાન્ત ન થયા. તે રત્નદ્વીપની દેવીના આ અર્થનો આદર ન કર્યો. તેને અંગીકાર ન કર્યો, તેની પરવા ન કરી. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યારે તે માકંદીપુત્રોને ઘણાં પ્રતિકુલ ઉપ સર્ગો દ્વારા ચલિત કરવામાં, ક્ષુબ્ધ કરવામાં. પલટવામાં અને લોભાવવામાં સમર્થ ન થઈ ત્યારે પોતાના મધુર મૃગારમય અને અનુરાગજનક અનુકૂળ ઉપસગોંથી તેમના ઉપર ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. દેવી કહેવા લાગી તમે મારી સાથે હાસ્ય કરેલ છે. ચોપાટ આદિ રમેલ છે. મનોવાંછિત કરેલ છે. ઝુલા આદિ પર ઝૂલીને મનોરંજન કરેલ છે. ઉદ્યાન આદિમાં ભ્રમણ કરેલ છે. અને રતિક્રિડા કરી છે. તે બધાને કાંઈ પણ ન ગણતાં મને છોડીને તમે શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં જાઓ છો ! ત્યાર પછી, રત્નદ્વીપની દેવીએ જિનરક્ષિતનું મન અવધિજ્ઞાનથી (કંઈક શિથીલ) જોયું. તે જોઇને દેવી આ પ્રમાણે કહેવા લાગી-હું હંમેશા જિનપાલિતને માટે અનિષ્ટ અકાન્ત આદિ હતી અને જિનપાલિત મારા માટે અનિષ્ટ અકાન્ત આદિ હતો. પરંતુ જિનરક્ષિતને માટે હું હંમેશા ઈષ્ટ આદિ હતી. અને જિનરક્ષિત મને ઈષ્ટ હતો તેથી જિનપાલિત રોતી આક્રન્દન કરતી. શોક કરતી, અનુતાપ કરતી. અને અલાપ કરતી એવી મારી પરવાહ ન કરે તે હે જિનરક્ષિત ! તું પણ રોતી એવી મારી યાવતુ પરવાહ નથી કરતો? [૧૨-૧૩૩] ત્યાર પછી તે શ્રેષ્ઠ રત્નદ્વીપની દેવી અવધિજ્ઞાન દ્વારા જિનર ક્ષિતનું મન જાણીને બંને માકંદીપુત્રો પ્રતિ તેમના વધ કરવાના નિમિતે દ્વેષથી યુક્ત તે દેવી લીલા સહિત વિવિધ પ્રકારના ચૂર્ણવાસથી મિશ્રિત દિવ્ય નાસિકા અને મનને તૃપ્તિ દેનાર અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરતી વિવિઘ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોની ઘંટડીઓ, ઘુઘરાનુપુર અને મેખલા તે બધા આભૂષણોના શબ્દોથી સમસ્ત દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરતી તે પાપીણી દેવી આ પ્રમાણે કહેવા લાગી. હે હોલ! વસુલ ગોલ હે નાથ ! હે દપિત હે પ્રિય! હે રમણ ! હે કાન્ત ! હે સ્વામિનુ હે નિર્ગુણ ! હે નિત્યકકા ! હે ત્યાન ! હે નિષ્કપ હે અકતજ્ઞ હે શિથિલભાવ હે રુક્ષ ! હે અકરુણ ! હે જિનરક્ષિત ! હે મારા દ્ધયના રક્ષક મને એકલી, અનાથ, બાંધવવિહીન. તમારા ચરણોની સેવા કરનારી અને અધન્યા ને ત્યાગી દેવી તે તમારે માટે યોગ્ય નથી. હે ગુણોના સમૂહ! તમારા વિના એક ક્ષણ પણ હું જીવિત રહેવા સમર્થ નથી. સેંકડો મત્સ્ય, આદિના ઘરસ્વરૂપ આ રત્નાકરની મધ્યમાં, તમારી સામે હું મારો વધ કરૂં છુંઆવો, પાછા આવે. જો તમે કુપિત થયા છો. તો મારો એક અપરાધ ક્ષમા કરો. તમારું મુખ મેઘરહિત નિર્મળ ચંદ્રમા સમાન છે. તમારા નેત્રો શરઋતુના સઘઃ વિકસિત કમલ કુમુદ અને કુવલયના પાંદડાની સમાન અત્યંત શોભાયમાન છે. એવા નેત્રવાળા તમારા મુખના દર્શનની ઈચ્છાથી હું અહીં આવી છું. તમારા મુખને જોવાની મારી અભિલાષા છે. હે નાથ ! તમે મારી તરફ જુઓ, જેથી હું તમારા મુખ કમળને જોઈ લઉં. આ પ્રમાણે પ્રેમપૂર્ણ. સરલ અને મધુર વચન વારં વાર બોલતી તે પાપિની અને પાપપૂર્ણબ્દયવાળીદેવી માર્ગમાં તેની પાછળ પાછળ ચાલી. [૧૩૪] ત્યાર પછી પૂર્વોક્ત કાનોને સુખ દેનાર અને મનને હરણ કરનાર આભૂષણોના શબ્દોથી તથા તે પ્રણયયુક્ત, સરળ અને મધુર વચનોથી જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. તેને પહેલાં કરતા તેણી પર દ્વિગુણિત રાગ ઉત્પન્ન થયો. તે Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ ૧૦૯ રત્નદ્વીપનીદેવીના સુંદર સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નેત્રના લાવણ્યની, રૂપની અને યૌવનની લક્ષ્મીનું સ્મરણ કરવા લાગ્યો. તેની સાથે હર્ષ અને ઉતાવળથી કરેલ આલિંગનોને, ચેષ્ટાઓને, નેત્રના વિકારોને, વિહસિતને, કટાક્ષને, કામક્રીડાજનિત નિઃશ્વાસો ને, સ્ત્રીના ઈચ્છિત અંગના મર્દનને, ઉપલલિતને, સ્થિત ને. ગતિને પ્રણયદોષને, તથા. પ્રસાદિમને, સ્મરણ કરતાં જિનરક્ષિતની મતિરાગથી મોહિત થઈ, તે વિવશ થઈ. ગયોપોતાના પર કાબુ ન રાખી શક્યો, કર્મને આધિન થઈ ગયો અને તે લજ્જાની સાથે પાછળ, તેણીનું મુખ જોવા લાગ્યો. જિનરક્ષિતને દેવી ઉપર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી મૃત્યુ રૂપી રાક્ષસે તેના ગળામાં હાથ નાખીને તેની મતિ ફેરવી દીધી, તેણે દેવીની તરફ જોયું. તે શૈલક યક્ષે અવધિજ્ઞાનથી જાણી લીધું અને સ્વસ્થતાથી રહિત તેને ધીરે ધીરે પોતાની પીઠ ઉપરથી ફેંકી દીધો. ત્યાર પછી તે નિર્દય અને પારિણી રત્ન દ્વીપની દેવીએ દયનીય જિનરક્ષિતને શૈલકની પીઠ ઉપરથી પડતો જોઈને કહ્યું રે દાસ! તું મર્યો.' આ પ્રમાણે કહીને સમુદ્રના પાણી સુધી પહેંચો, તે પહેલા જ બન્ને હાથોવડે પકડીને, ચિલ્લાતા જિનરક્ષિતને ઉપર ઉછળ્યો. જ્યારે તે નીચે આવ્યો ત્યારે તેને તલવારની ધાર પર ઝીલી લીધો.જિનરક્ષિતનાટુકડે-ટુકડા કરી નાંખ્યા. રુધિરથી વ્યાપ્ત અંગોપાંગોને ગ્રહણ કરીને. બંને હાથની અંજલિ કરીને, હર્ષિત થઈને તેના ઉસ્લિપ્તબલિ-દેવતાને ઉદ્દેશ્ય કરીને આકાશમાં ફેકેલી બલિની જેમ, ચારે દિશાઓને બલિદાન આપ્યું. [૧૩૫] આ પ્રમાણે આયુષ્યમને શ્રમણો ! આપણ નિર્ગથ અને નિર્ચથીઓની પાસે પ્રવ્રજિત થઇને, ફરીથી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે, યાચના કરે છે, સ્પૃહા કરે છે, એવી અભિલાષા કરે છે, યા દ્રષ્ટઅદ્રષ્ટ શબ્દાદિના ભોગની ઇચ્છા કરે છે, તે મનુષ્ય આ જ ભવમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે, યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. [૧૩-૧૩૭] પાછળ જોનાર જિનરક્ષિત છેતરાઈ ગયો અને પાછળ ન જોનાર જિનપાલિત નિર્વિને પોતાના સ્થાન પર પહોંચી ગયો. તેથી પ્રવચનસારમાં આસક્તિ રાખવી જોઈએ. ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઈચ્છા કરે છે, તે ઘોર સંસારસાગરમાં પડે છે અને જે ભોગની ઇચ્છા નથી કરતો, તે સંસાર રૂપી વનને પાર કરે છે. [૧૩૮] ત્યાર પછી રત્નદ્વીપની તે દેવી જિનપાલિતની પાસે આવી. આવીને ઘણાં અનુકૂળ, પ્રતિકૂળ, કઠોર, મધુર, શ્રકારવાળા અને કરુણા જનક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલાયમાન કરવામાં, ક્ષુબ્ધ કરવામાં અને મનને પલટાવવામાં અસમર્થ રહી ત્યારે તે મનથી થાકી ગઈ, શરીરથી થાકી ગઈ અને ગ્લાનિને પ્રાપ્ત થઈ અને અતિશય ખિન્ન થઈ ગઈ. ત્યારે જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ. તે શૈલક યક્ષ, જિનપાલિતની સાથે, લવણસમુદ્રની વચ્ચોવચ થઈને ચાલ્યો. ચાલીને જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યો. આવીને ચંપાનગરીની બહાર શ્રેષ્ઠ ઉદ્યાનમાં પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને નીચે ઉતાર્યો. ઉતારીને કહ્યું- હે દેવાનુપ્રિય ! જુઓ, આ ચંપા નગરી દેખાય છે. આમ કહીને તેણે જિનપાલિત પાસેથી રજા લીધી અને પાછો ગયો. [૧૩] ત્યાર પછી જિનપાલિતે ચંપા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર હતું. જ્યાં માતા-પિતા હતા, ત્યાં આવે છે. આવીને રોતાં-રોતાં યાવતું વિલાપ કરતાં માતા પિતાને જિનરક્ષિતનો વૃત્તાન્ત કહે છે. ત્યાર પછી જિનપાલિતે અને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નાયા ... કહાઓ - ૧૯/૧૩૯ તેના માતા પિતાએ મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવતું પરિવારની સાથે રોતાં-રોતાં ઘણાં લૌકિક મૃતકૃત્ય કર્યું. મૃતકૃત્ય કરીને તેઓ કેટલાંક સમય પછી શોક રહિત થયા. ત્યાર પછી કોઈ સમયે સુખાસન પર સ્થિત જિનપાલિતને માતાપિતાએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો- હે પુત્ર! જિનરક્ષિત કેવી રીતે કાળધર્મ (મૃત્યુ)ને પ્રાપ્ત થયો?” ત્યારે જિનપાલિત માતા-પિતાને પોતાનો સર્વ વૃત્તાન્ત જેવો હતો તેવો સત્ય અને અસંદિગ્ધ કહી સંભ ળાવ્યો. ત્યાર પછી જિનપાલિત યાવતુ શોક રહિત થઈને યાવતુ વિપુલ કામ-ભોગ ભોગ વતો રહેવા લાગ્યો. [૧૪૦] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર, જ્યાં ચંપા નગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. ભગવાનની ધર્મદિશના સાંભળવા પરિષદુ નીકળી. કોશિકરાજા પણ નિકળ્યો જિનપાલિતે ધમપદેશ શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરી. ક્રમશઃ અંગીયાર અંગના જ્ઞાતા થઇને, અંતમાં એક માસનું અનશન કરીને યાવતું સૌધર્મ કલ્પમાં દેવના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરની તેની સ્થિતિ કહેલ છે. ત્યાંથી ચ્યવન કરીને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે હે આયુષ્યમન શ્રમણો ! જે મનુષ્યો યાવતું મનુષ્ય સંબંધી કામ ભોગોની પુનઃઅભિલાષા નથી કરતા, તે જિનપાલિતની જેમ યાવતુ સંસાર સમુદ્રને પાર કરશે. અધ્યયન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૧૦-ચંદ્રમા) [૧૪૧] શ્રમણ ભગવાન મહાવીરે નવમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે, તો દશમ જ્ઞાતાધયયનનો શું અર્થ ફરમાવેલ છે?જબૂ! આ પ્રમાણે નિશ્ચયથી તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. શ્રેણિક રાજા હતો. નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ ચૈત્ય હતું. તકાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી અનુક્રમથી વિચરતાં. એક ગામથી બીજા ગામ જતાં જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા, ભગવાનની ધર્મ દેશના સાંભળવા માટે પરિષદ્ નીકળી. શ્રેણિકરાજા પણ નીકળ્યો. ધમોપદેશ સાંભ ળીને પરિષદ્ પાછી ગઈ. ત્યાર પછી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન્ મહાવીરને આ પ્રમાણે કહ્યું - ભગવન્! જીવ કયા કારણે હાનિને પામે છે? જીવ શાશ્વત, અનાદિ અને અનંત છે તેથી તેની સંખ્યામાં હાનિ વૃદ્ધિ થતી નથી. એક એક જીવના પ્રદેશ અસંખ્યાત છે. તે પ્રદેશોમાં પણ હાનિ વૃદ્ધિ થતી નથી. જીવના ગુણોનો વિકાસ તે જીવની વૃદ્ધિ અને ગુણોને હુજ જીવની હાની છે. ભગવાનું,ગૌતમ સ્વામીના પ્રશ્નો ઉત્તરઆપેછે-હે ગૌતમ! જેમ કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચન્દ્ર, પૂર્ણિમ ના ચન્દ્રની અપેક્ષાએ વર્ણથી હીન, સૌમ્ય તાથી હીન, સ્નિગ્ધતાથી હીન હોય છે, કાન્તિથી હીન હોય છે, તેમજ દીપ્તિથી, યુક્તિથી, છાયાથી, પ્રભાથી, ઓજસ્થી, વેશ્યાથી અને મંડલથી હીન હોય છે. કૃષ્ણપક્ષની બીજનો ચંદ્ર, એકમના ચંદ્ર કરતાં વર્ણથી હીન હોય છે યાવતું મંડલથી હીન હોય છે. ત્યાર પછી તૃતીયાનો ચંદ્રમાં, બીજના ચંદ્રમાં કરતાં વર્ણથી યાવતું મંડલથી પણ હીન હોય છે આ પ્રમાણે યાવતું અમાવસ્યાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાથી, વર્ણ આદિથી સર્વથા માટે થાય છે, યાવતું મંડલથી નષ્ટ થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ - ----- - થતસ્કંધ-૧, અધ્યયન-૧૦ આ પ્રમાણે હે આયુષ્પમનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને ક્ષત્તિથી હીન હોય છે, તેમજ મુક્તિથી આર્જવથી, માર્દવથી, લાઘવથી, સત્યથી, તપથી, ત્યાગથી, અકિંચન્યથી અને બ્રહ્મચર્યથી, આ દશ મનિયમથી હીન થાય છે, તે પછી ક્રમશઃ ક્ષત્તિથી હીન અને અધિક હીન થતો જાય છે, યાવતુ બ્રહ્મચર્યથી, આ પ્રમાણે આ ક્રમથી હીન-હીનતર થતો તેના ક્ષમા આદિ ગુણો નષ્ટ થઈ જાય છે. જેમ શુકલ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવસ્યાના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી યાવતુ મંડલથી અધિક હોય છે. આ પ્રમાણે ક્રમથી પરિવૃદ્ધિ પામતો યાવતુ પૂર્ણિમાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાથી અધિકતર વર્ણવાળો અને પ્રતિપૂર્ણ મંડળવાળો હોય છે. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે અમારા સાધુ અથવા સાધ્વી યાવતુ દીક્ષિત થઈને ક્ષમાથી અધિક વૃદ્ધિ પામે છે યાવતું બ્રહ્મચર્યથી પણ અધિક થાય છે, તે ક્રમશઃ ક્ષમાથી યાવતું બ્રહ્મચર્યથી અધિક અધિક થતા જાય છે. નિશ્ચયથી તે ક્રમશઃ વધતાં વધતા યાવત્ તે ક્ષમા આદિ તેમજ બ્રહ્મચર્યથી પરિપૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણે જીવ વૃદ્ધિને પામે છે અને હાનિને પામે છે. અધ્યયન-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૧-દાવદર) [૧૪૨] દશમાં જ્ઞાત અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરે આ અર્થ કહ્યો છે તો હે ભગવન્! અગીયારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” હે જબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું શ્રેણિક નામનો રાજા હતો. તે રાજગૃહની નગર બહાર ઉત્તર-પૂર્વ દિશામાં ગુણશીલ નામક ઉદ્યાન હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર અનુક્રમથી વિચરતાં, યાવતુ. ગુણશીલનામકઉદ્યાનમાં સમવસૃત થયા. ધર્મશ્રવણ કરવા માટે રાજા શ્રેણિક નીકળ્યો. લોકો નીકળ્યા ભગવાનને ધર્મને ઉપદેશ આપ્યો. જનસમૂહ પાછો ફરી ગયો. ત્યારે પછી ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને કહ્યું-ભગવાન ! જીવ કેવી રીતે આરાધક અથવા વિરાધક થાય છે. “હે ગૌતમ ! જેમ કોઈ સમુદ્રના કિનારા ઉપર દાવદ્રવ નામક વૃક્ષો કહેલ છે. તે કૃષ્ણવર્ણવાળા યાવતું ગુચ્છરૂપ છે. પાંદડાવાળાં, ફૂલવાળાં, ફળવાળાં, પોની હરિયાળીના કારણે મનોહર અને શ્રી થીઅત્યંત શોભિત થઈને સ્થિત છે. જ્યારે દ્વીપ સંબંધી કંઈક સ્નિગ્ધ અથવા પૂર્વ દિશા સંબંધી વાયુ, પથ્યવાત યા પશ્ચિમી વાયુ, મંદવાયુ અને મહાવાત ચાલે છે ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો પત્રયુક્ત થઇને યાવતુ ઉભા રહે છે. તેમાંથી કેટલાક દાવદ્રવ વૃક્ષો જીર્ણ જેવા થઈ જાય છે. સડેલા પાંદડાવાળા થઈ જાય છે. તેથી તે ખરેલાં પીળા પાંદડા પુષ્પો અને ફળો વાળાં થઈ જાય છે અને સુકાયેલા વૃક્ષની જેમ કરમાયલ થઇને ઉભા રહે છે. આ પ્રમાણે હે આયુષ્યમાનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવતુ દીક્ષિત થઇને ઘણા સાધુઓ અને ઘણા સાધ્વીઓ ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના પ્રતિકૂળ વચનોને સહન કરે છે, પરંતુ અન્ય તીર્થિકોના તથા ગૃહસ્થોના દુર્વચનને સમ્યક પ્રકારે સહન નથી કરતા એવા પુરુષને હે આયુષ્યમનુ શ્રમણો ! મેં દેશ વિરાધક કહેલ છે. જ્યારે સમુદ્ર સંબંધી ઇષત પુરોવાત, પથ્ય યા પશ્ચાતુ વાત, મંદવાત અને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નાયાધબ્બ કહાઓ- ૧/-/૧૧/૧૪૨ મહાવાત વાય છે. ત્યારે ઘણા ધવદ્રવ વૃક્ષો જીર્ણ થઈ જાય છે, મૃતપ્રાય થઈ જાય છે યાવતુ. કરમાતા કરમાતા ઉભા રહે છે. પરંતુ કોઈ કોઈ દાવદ્રવ વૃક્ષ પવિત્ર, પુષ્પિત, યાવતું અત્યંત શોભાયમાન ઉભા રહે છે. આ પ્રમાણે તે આયુષ્યનું શ્રમણો ! જે અમારા સાધુ યા સાધ્વી દીક્ષિત થઈને ઘણા અન્ય તીથિકો અને ઘણા ગૃહસ્થોના દુર્વચનોને સમ્ય પ્રકારે સહન કરે છે અને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના દુર્વચનને સમ્યક્ પ્રકારે સહન કરતા નથી તેને હું દેશથી આરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી અને સમુદ્ર સંબંધી એક પણ ઈષત પુરોવાત, પથ્ય વાત અથવા પશ્ચાતુ વાત, યાવતુ મહાવાત નથી વાતો, ત્યારે બધા દાવદ્રવ વૃક્ષશ્રી જીર્ણ જેવા થઈ જાય છે યાવત્ કરમાતા-કરમાતા રહે છે. આ પ્રમાણે આયુષ્મન શ્રમણો! અમારા જે સાધુ યા સાધ્વી યાવત્ પ્રવ્રજિત થઈને ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણા અન્ય તીર્થિઓ અને ઘણા ગૃહસ્થોનાદુર્વચન શબ્દોને સમ્યક પ્રકારે સહન નથી કરતા, તે પુરુષને હે આયુષ્યનું શ્રમણો! હું સર્વ વિરાધક કહું છું. જ્યારે દ્વીપ સંબંધી પણ અને સમુદ્ર સંબંધી પણ ઇષતુ પુરોવાત, પથ્ય યા પશ્ચાતું વાત યાવતું વાય છે. ત્યારે બધા દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત યાવતુ સુશોભિત રહે છે. એજ પ્રમાણે અમારા જે સાધુ અથવા સાધ્વીઓ ઘણા શ્રમણોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા શ્રાવકોના, ઘણી શ્રાવિકાઓના, ઘણા અન્ય તીર્થંકોના અને ઘણા ગ્રહસ્થોના દુર્વચનોને સમ્યફ પ્રકારથી સહન કરે છે, તે પુરુષને મેં સવરાધક કહેલ છે. અધ્યયન-૧૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૧૨-ઉદક) [૧૪૩ શ્રમણ ભગવાન મહાવીરે અગીયારમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે બારમાં જ્ઞાતધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્રચૈત્ય હતું જિતશત્રુ રાજા હતો. જિતશત્રુ રાજાને ધારિણીરાણી હતી. તે પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોવાળી યાવતું સુંદર રૂપવાળી હતી. જિતશત્ર રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ અદીનશત્ર કુમાર યુવરાજ હતો. સુબુદ્ધિમંત્રી હતો. તે યાવતું રાજ્યની ધુરાનો ચિતક, શ્રમણોપાસક અને જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો. ચંપા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં એક ખાઈનું પાણી હતું. તે પાણી ચર્બી. નસો, માંસ, લોહી, અને પરુથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું. વર્ણથી યાવતું સ્પર્શથી અમનોજ્ઞ હતું. જેમ કોઈ સપનું મૃતક ક્લેવર હોય, ગાયનું કલેવર હોય, યાવતું મરેલ, સડેલ, ગળેલ, કૃમીઓથી વ્યાપ્ત, જીવાતના સમૂહથી ભરેલું હતું. જીવોથી વ્યાપ્ત હતું. અશુચિ, વિકૃત, બિભત્સ બીક લાગે તેવું. દેખાતું હતું. શું તે પાણી એવા સ્વરૂપ વાળું હતું? નહી, તે અર્થ સમર્થ નથી. તે પાણી એનાથી પણ વધારે અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળું હતું. જિતશત્રુ રાજા એકવાર કોઈ સમયે સ્નાન કરીને, બકિમી કરીને, યાવત્ અલ્પ પણ બહુમૂલ્યવાનું આભરણોથી શરીરને અલંકૃત કરીને, અનેક રાજા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિની સાથે ભોજનના સમયે સુખદ આસન પર બેસીને, : વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન કરી રહ્યો હતો, યાવતું ભોજન લઈને Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૨ પછી હાથ મુખ ધોઈને, પવિત્ર થઈને તે વિપુલ અશન, પાન આદિના વિષયમાં તે વિસ્મ યને પામ્યો. તેથી તે ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિને આ પ્રમાણે કહેવા લાગ્યો. અહો દેવાનુપ્રિયો ! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ઉત્તમ વર્ષથી યુક્ત યાવતું ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. યાવતું ઉત્તમ રસ, રૂપ, ગંધ અને વર્ણથી શ્રેષ્ઠ છે. તેથી આસ્વાદન કરવા યોગ્ય, છે. પુષ્ટિકારક છે, બળને દીપ્ત કરનાર છે, દપ ઉત્પન્ન કરનાર છે, મદનું જનક છે. અને બળવર્ધક છે. સમસ્ત ઇન્દ્રિયોને અને ગાત્રને વિશિષ્ટ આહાદ ઉત્પન્ન કરનાર છે. ત્યાર પછી તે ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ પ્રસૃતિ જિતશત્રુ ને આ પ્રમાણે કહેવા લાગ્યા-આપ જેમ કહો છો તેમ જ છે. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને પણ એ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રુના આ કથનનું આદર ન કર્યું યાવતુ તે મૌન રહ્યો. જિતશત્રુ રાજાએ જ્યારે બીજીવાર ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્યે કહ્યું- સ્વામિનું! હું આ મનોજ્ઞ અશન. આદિથી જરા પણ વિસ્મિત થતો નથી સુરભિ શબ્દ વાળા પુદ્ગલો પણ દુરભિ શબ્દના રૂપમાં પરિણત થાય છે. દુરભિ શબ્દવાળા યુગલો પણ ઉત્તમ શબ્દના રૂપમાં પરિણત થાય છે.યાવતુ શુભ સ્પર્શવાળા પગલો અશુભ સ્પર્શવાળા બની જાય છે. અને અશુભ સ્પર્શવાળા પગલો શુભ સ્પર્શવાળા બની જાય છે. હે સ્વામિનું દરેક પુદ્ગલોમાં પ્રયોગથી અને વિશ્વમાં પરિવર્તન થયા કરે છે. આ સમયે જિતશત્રુ રાજાએ એમ કહેતા સુબુદ્ધિ અમાત્યના વચનને આદર ન આપ્યો, અનુમોદન ન આપ્યું, પરંતુ તે ચુપચાપ બેસી રહો. ત્યાર પછી એકવાર કોઈ સમયે જિતશત્ર સ્નાન કરીને ઉત્તમ અશ્વની પીઠ પર સવાર થઈને બહુસંખ્યક ભટો અને સુભટોની સાથે અશ્વવાહનિકા ઘોડા સવારી માટે નીકળ્યો અને તે ખાઈ પાસે પહોંચ્યો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ ખાઇના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉતરીય વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી લીધું તે એક તરફ ચાલ્યો ગયા અને સાથેના રાજા ઈશ્વર યાવતુ સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહેવા લાગ્યા અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે. જેમ સપનું મૃત ફ્લેવર હોય તેનાથી પણ અધિક અશુભ અમનોજ્ઞ છે. ત્યાર પછી તે રાજા, ઈશ્વર, સાર્થવાહ વગેરે આ પ્રમાણે બોલ્યાઃ હે સ્વામિનું આપ જે આવું કહો છો તે સત્ય જ છે. ત્યારે રાજાએ સુબુદ્ધિ અમાત્યને પણ તે પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ અમાત્ય મૌન રહ્યો. ત્યારે પછી જિતશત્ર રાજાએ સુબુદ્ધિ અમાત્યને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું – ત્યારે સુબુદ્ધિ અમાત્યે કહ્યું- હે સ્વામિનુ મને આ ખાઈના પાણીના વિષયમાં તેના મનોજ્ઞ અને અમનોજ્ઞ થવામાં કંઈ વિસ્મય નથી. કેમકે શુભ શબ્દના પુગલો પણ અશુભ શબ્દના રૂપમાં પરિણત થઈ જાય છે.' ઇત્યાદિ યાવતું મનુષ્યોના પ્રયત્નથી કે સ્વાભાવિક રૂપથી પણ પુદ્ગલોમાં પરિણમન થતું રહે છે એમ કહેલ છે. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિય ! તમે પોતે પોતાને, બીજાને અને સ્વ-પર બંનેને, અસતુ વસ્તુ યા વસ્તુધર્મની ઉદ્દભાવના કરીને ભ્રમમાં ન નાંખો. ચતુર ન સમજે.” જિતશત્રુની વાત સાંભળીને પછી સુબુદ્ધિ ને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો-અહો જિતશત્રુ રાજા સતુ, તન્વરૂપ. તથ્ય, અવિતથ્ય અને સદ્ભૂત જિનભગવાન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નાયાધમ કહાઓ- ૧/-/૧૨/૧૪૪ દ્વારા પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે તે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સતુ તત્ત્વરૂપ તથ્ય, અવિતથ અને સદ્ભૂત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોને સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું. સુબુદ્ધિ અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને વિશ્વાસપાત્ર પુરુષ પાસેથી ખાઈના માર્ગના વચ્ચેની કુંભારની દુકાનેથી નવાઘડાઓનો સમૂહ લીધો. ઘડા લઈને જ્યારે કોઈ વિરલ મનુષ્ય ચાલતા હતા. અને જ્યારે લોકો પોતપોતાના ઘરે વિશ્રામ લેવા લાગ્યા, એવા સંધ્યાકાળના અવસરે જ્યાં ખાઈનું પાણી હતું ત્યાં આવ્યા. આવીને ખાઈનું તે પાણી ગ્રહણ કરાવ્યું. તેને નવા ઘડામાં ગળાવ્યું. નંખાવીને તે ઘડાને લાંછિત-મુદ્રિત કરાવ્યા પછી સાત રાત દિવસ તેને રહેવા દીધો. સાત રાત્રિ-દિવસ પછી તે પાણીને બીજીવાર કોરા ઘડામાં ગળાવ્યું તેમાં તાજી રાખ નંખાવી. અને પાછો તે ઘડાને લાંછિત-મુદ્રિત કરાવી દીધો. સાત રાત્રિ દિવસ તેને રહેવા દીધો. ત્રીજી વાર નવીન ઘડામાં તે પાણી નંખાવ્યું. યાવતુ સાત રાત દિવસ તેને રહેવા દીધું. આ પ્રમાણે આ ઉપાયથી વચવચમાં ગળાવ્યું વચ્ચે વચ્ચે કોરા ઘડામાં નંખાવ્યું. અને વચ્ચે-વચ્ચે રખાવેલ તે પાણી સાત સાત રાત્રિ-દિવસ રાખી મૂકવામાં. આવ્યું. ત્યાર પછી પરિણત થતું તે ખાઈનું પાણી સાત સપ્તાહમાં ઉદકરત્ન બની ગયું, તે સ્વચ્છ, પથ્ય, આરોગ્યકારી, જાત્ય હલકું થઈ ગયું. મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત અને સ્પર્શથી યુક્ત આસ્વાદન કરવા યોગ્ય યાવતું દરેક ઈન્દ્રિયો તથા ગાત્રને અતિ આલ્હાદ ઉત્પન્ન કરનાર થઈ ગયું. ત્યાર પછી સુબુદ્ધિ અમાત્ય તે ઉદક રત્નની પાસે પહોંચ્યો. પહોંચીને હથેલીમાં લઇને તેનું આસ્વાદન કર્યું. આસ્વાદન કરીને તેને મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત અને સ્પર્શથી યુક્ત આસ્વાદન કરવા યોગ્ય યાવતુ દરેક ઈન્દ્રીયને અને ગાત્રને અતિશય આહ્માદજનક જાણીને હષ્ટતુષ્ટ થયો. પછી તે પાણીને સુસ્વાદિષ્ટ બનાવનાર દ્રવ્યોથી સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવ્યું. સ્વાદિષ્ટ બનાવીને પછી જિતશત્રુ રાજાના કર્મચારીને બોલાવીને કહ્યું‘દેવાનુપ્રિય! તમે આ ઉદકરત્ન લ્યો. તેને લઈને રાજાના ભોજન સમયે તે પાણી આપવું.’ ત્યાર પછી પાણીગૃહનાકર્મચારીઓએ જિતશત્રુ રાજાના ભોજન સમયે ઉપસ્થિત કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજા તે વિપુલ અશનઆદિનું આસ્વાદન કરતો વિચરતો હતો. જમ્યા પછી અત્યંત સ્વચ્છ થઈને તે જલરત્નનું પાન કરવાથી રાજાને વિસ્મય થયો. તેણે ઘણા રાજા, ઈશ્વર, આદિને યાવતું કહ્યું, “અહો દેવાનુપ્રિયો ! આ પાણી સ્વચ્છ છે. યાવતુ સમસ્ત ઈન્દ્રિયો અને ગાત્રને આહ્વાદ ઉત્પન્ન કરનાર છે. ત્યારે ઘણા રાજા, ઈશ્વર આદિ યાવતું આ પ્રમાણે કહેવા લાગ્યા-સ્વામિન્! આપ જેમ કહો છો તે તેમજ છે.પછી તિશત્ર રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યો. બોલાવીને તેને પૂછ્યું દેવાનુ પ્રિય ! આ જલરત્ન તમે ક્યાંથી મેળવેલ છે? ત્યારે જલગૃહના કર્મચારીએ કહ્યું “સ્વામિન્! મને તે પાણી સુબુદ્ધિ અમાત્ય પાસેથી મળેલ છે.” “અહો સુબૂદ્ધિ! કયા કારણે તમે મારા ઉપર અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ છો. જેથી મારા માટે હંમેશા ભોજન સમયે આ ઉદકરત્ન મોકલતાં નથી ? દેવાનુપ્રિયાઆ ઉદકરત્નતમે ક્યાંથી મેળવેલ છે?” સ્વામિનું! આ તે ખાઇનું જ પાણી છે. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું- હે સ્વામિનું! તે સમયે મેં આપને પુદ્ગલોનું પરિણમન કહેલ હતું. પરંતુ તેના પર આપને શ્રદ્ધા ન હતી. ત્યારે મને આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો-યાવતું સદ્ભૂત જિનભાષિત ભાવોને Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૨ ૧૧૫ સમજાવીને પુદ્ગલોના પરિણમન રૂપ, અર્થને અંગીકાર કરાવું. પહેલા કહેલ અનુસાર પાણીને સ્વાદિષ્ટ બનાવીને તૈયાર કરાવ્યું. આ પ્રમાણે હેસ્વામિન!આખાઈનું પાણી છે.” ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યના કહેલા પૂર્વોક્ત અર્થ પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. શ્રદ્ધા ન કરતા, પ્રતીતિ ન કરતા, રુચિ ન કરતા તેણે પોતાના આત્યંતર પરિષદુના પુરુષોને બોલાવ્યા. તેને બોલાવીને કહ્યું- દેવાનું પ્રિયો ! તમે જાઓ અને ખાઇના જલના રસ્તાવાળી કુંભારની દુકાનેથી નવા ઘડા લાવો અને પાણીને સ્વાદિષ્ટ સુંદર બનાવનાર દ્રવ્યોથી તે પાણીને સ્વાદિષ્ટ બનાવો, તે પુરુષોએ રાજાના કથનાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને સ્વાદિષ્ટ કર્યું. સ્વાદિષ્ટ કરીને તેઓ જિતશત્રુની સમીપ લાવ્યા.” ત્યારે જિતશત્રુ રાજાએ તે ઉદારત્નને હથેળીમાં લઈને આસ્વાદન કરવા યોગ્ય યાવતુ બધી ઇન્દ્રિયોને અને ગાત્રને આલ્હાદકારી જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો. બોલાવીને કહ્યું- હે સુબુદ્ધિ ! તમે આ સતું તથ્ય યાવતું સદ્ ભૂત ભાવોને ક્યાંથી જાણ્યા?' ત્યારે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રુ રાજાને કહ્યું-“સ્વામિનું ! મેં સતુ યાવતું ભાવો જિનેશ્વર ભગવાનના વચનોવડે જાણ્યા.” ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને કહ્યું, ‘દેવાનુપ્રિય ! તો હું તમારી પાસેથી જિનવચન સાંભળવા ઈચ્છું છું.” ત્યારે સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને કેવળી ભાષિત ચાતુર્યામ રૂપ અદ્દભુત ધર્મ કહ્યો. જે કારણે જીવ કર્મ બંધન કરે છે. યાવતુ પાંચ અણુવ્રત છે. ઇત્યાદિ ધર્મનું કથન કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્ય પાસેથી ધર્મ સાંભળીને અને મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને સુબુદ્ધિ અમાત્યને કહ્યુંદેવાનુપ્રિય! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, જેમ તમે કહો તે તેમ જ છે. તેથી હું તમારી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરીને વિચારવા માંગું છું! હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરી, તેમાં પ્રતિબંધ ન કરો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્ય પાસેથી પાંચ અણુવ્રત યાવતુ બારવ્રત યુક્ત શ્રાવક ધર્મને અંગીકાર થઈ ગયો. જીવ અજીવનો જ્ઞાતા થઇ ગયો, યાવતુ નિગ્રંથ સાધુ-સાધ્વીઓને આહાર આદિનો પ્રતિલાભ દેતો રહેવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં જ્યાં ચંપા નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં સ્થવિરો પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય તેમને વંદના કરવા માટે નીકળ્યા. સુબુ દ્ધિએ ધમપદેશ સાંભળીને નિવેદન કર્યું.) હું જિતશત્રુ રાજાને પૂછીને તેમની આજ્ઞા લઈને પછી પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું “દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજા પાસે આવ્યો અને બોલ્યો સ્વામિનુ! મેં સ્થવિર મુનિઓ પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરેલ છે. અને તે ધર્મની મેં પુનઃ પુનઃ ઈચ્છા કરી છે. આ કારણે તે સ્વામીનું! સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. તથા જન્મ મરણથી ભયભીત થયો છું. યાવતુ આપની આજ્ઞા મેળવીને યાવતું પ્રવ્રજ્યા અંગી કાર કરવા ઈચ્છા છું.' ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું- ‘દેવાનુ પ્રિયો ! અત્યારે તો થોડા વર્ષો સુધી યાવતું ભોગ ભોગવતા થકા રહો. ત્યાર પછી આપણે બંને એક સાથે સ્થવિર મુનિઓની પાસે મુડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરશું.' ત્યારે સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજાનાં આ અર્થને સ્વીકાર લીધો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાનની સાથે જિતશત્રુ રાજાને મનુષ્ય સંબંધી કામભોગ ભોગવતાં બાર વર્ષ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નાયાધર્મ કહાઓ-૧/-/૧૨/૧૪ વ્યતીત થઈગયા. ત્યાર પછી તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. ત્યારે જિતશત્રુ ધમપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પરંતુ તેણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું સુબુદ્ધિ અમાત્યને દીક્ષાને માટે આમંત્રિત કરું છું અને જ્યેષ્ઠ પુત્રને રાજસિંહાસન ઉપર સ્થાપિત કરું છું પછી આપની પાસે સંયમ અંગીકાર કરીશ. ત્યારે સ્થવિર મુનિઓએ કહ્યું – “દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.” ત્યારે જિતશત્રુ રાજા પોતાના ઘરે આવ્યો આવીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો અને કહ્યું- “મે સ્થવિર ભગવાન પાસેથી ધમોપદેશ શ્રવણ કરેલ છે. યાવતુ હું પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા કરું છું. તમે શું કરશો તમારી ઈચ્છા શું છે ?” ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું-થાવતુ આપના સિવાય મારું કોણ આધાર છે? યાવતુ હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.” રાજા જિતશત્રુએ કહ્યું‘દેવાનુપ્રિય ! જો તમારે પ્રવ્રજ્યા અંગીકાર કરવી હોય તો જાઓ. દેવાનુપ્રિય ! અને આપના જ્યેષ્ઠ પુત્રને કુટુમ્બમાં સ્થાપિત કરો. અને શિબિકા ઉપર આરૂઢ થઇને મારી પાસે પ્રગટ થાઓ ત્યારે સુબુદ્ધિ અમાત્ય શિબિકા ઉપર આરૂઢ થઈને યાવતું આવી ગયો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ કૌટુંમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને કહ્યું દેવાનુપ્રિયો ! જાઓ, અદીનશત્રકુમારના રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરો. કૌટુમ્બિક પુરુષે સામગ્રી તૈયાર કરી યાવતુ કુમારનો અભિષેક કર્યો. યાવતુ જિતશત્ર રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષા અંગીકાર કરીને પછી જિતશત્રુ અણગારે અગીયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી સંયમ પયય પાળીને અંતમાં એક માસની સંલેખનાકરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. સુબુદ્ધિ અણગારે પણ અગીયાર અંગોનું અધ્યયન કર્યું ઘણા વર્ષો સુધી દક્ષા પર્યાય પાળીને અંતમાં એક માસની સંલેખના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી. | અધ્યયન-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧૩-અંક) [૧૪૫ જો શ્રમણ ભગવાન મહાવીર યાવતુ સિદ્ધિને પ્રાપ્ત થયેલાએ બારમા જ્ઞાતાધ્યયનો આ અર્થ ફરમાવેલ છે તો ભગવન્! તેરમા જ્ઞાતાધ્યયનનો શું અર્થ બતા વેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં શ્રેણિક રાજા હતો. રાજગૃહની બહાર ઉત્તર પૂર્વ દિશામાં ગુણશીલ ઉદ્યાન હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર પોતાના ચૌદ હજાર સાધુ ઓની સાથે યાવતુ અનુક્રમથી વિચારતા એક ગામથી બીજા ગામ જતા, જ્યાં રાજ ગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાય. યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ધર્મદિશના સાંભળવા માટે પરિષદ્ નીકળી અને ધમોપદેશ સાંભળીને પછી ચાલી ગઈ. તે કાળ અને તે સમય માં સૌધર્મ કલ્પમાં દર્દરાવતંસક નામક વિમાનમાં, સુધમાં નામક સભામાં, દર્દક નામક સિંહાસન પર દર્દૂર નામક દેવ ચાર હજાર સામાનિક દેવો, ચાર અઝમહિષિઓ અને ત્રણ પરિષદોની સાથે સૂવાંભ દેવની સમાન દિવ્ય ભોગોપભોગ ભોગવતો થકો વિચારી રહ્યો હતો. તે સમયે તેણે આ સંપૂર્ણ જમ્બુદ્વીપને પોતાના વિપુલ અવધિ જ્ઞાન Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩. વડે જોતાં જોતાં ભગવાન મહાવીરને જોયા. ત્યારે તે પરિવારની સાથે ભગવાનની પાસે આવ્યા. અને સૂયભદેવની સમાન નાટ્યવિધિ બતાવીને પાછા ગયા. ગૌતમભગવાને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! દદેવ મહાન ઋદ્ધિવાળો આદિ છે તો હે ભગવન્! તે દર દેવની વિક્રિયા કરેલી તે દિવ્ય દેવદ્ધિ ક્યાં ચાલી ગઈ ? ક્યાં સમાઈ થઈ?” ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! તે દિવ્ય દેવઋદ્ધિ શરીરમાં ચાલી ગઈ, શરીરમાં સમાઈ ગઈ.' આ વિષયમાં કુટાગારનું દ્રષ્ટાંત સમજવું જોઇએ. “ભગવાન દર દેવે તે તે દિવ્ય દેવદ્ધિ કેવી રીતે મેળવી હતી? કયા પ્રકારે તે તેમની સમક્ષ આવી?” ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! આ જમ્બુદ્વીપમાં, ભરત ક્ષેત્રમાં રાજગૃહ નગર હતું. ગુણશીલત્ય હતું. શ્રેણિક નામનો રાજા હતો. નંદ નામક મણિકાર રહેતો હતો. તે સમૃદ્ધ હતો. તેસ્વી હતો અને કોઇથી પરાભવ પામતો ન હતો. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. પરિષદૂ વંદના કરવા માટે નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો ત્યારે નંદ મણિયાર શેઠ આ કથા નો અર્થને જાણીને સ્નાન કરીને તેમજ વિભૂષિત થઇને, પગપાળા ચાલતો આવ્યો. યાવતું મારી ઉપાસના કરવા લાગ્યો. પછી તે નંદ મણિયાર શેઠ ધર્મ સાંભળીને શ્રમણો પાસક બની ગયો. ત્યાર પછી હું રાજગૃહ નગરની બહાર નીકળીને જનપદમાં વિચારવા લાગ્યો. નંદ મણિયાર શ્રેષ્ઠી સાધુઓના દર્શન ન થવાથી, તેઓની ઉપાસના ન કરવાથી, તેમનો ઉપદેશ ન સાંભળવાથી અને વીતરાગની વાણી સાંભળવાથી ઈચ્છા ન થવાથી ક્રમશઃ સમ્યકત્વ પર્યાયિની હીનતા થતી ગઈ અને મિથ્યાત્વની પયય ક્રમથી વૃદ્ધિ પામતાં, કોઈ સમયે તે મિથ્યાત્વી થઈ ગયો. ત્યાર પછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ કોઇ સમયે ગ્રીષ્મઋતુના અવસર પર જેઠ માસમાં અષ્ટમ ભક્ત ગ્રહણ કર્યું ગ્રહણ કરીને તે પૌષધ શાળામાં વિચરવા લાગ્યો. ત્યાર પછી નંદ શ્રેષ્ઠીનો અમભક્ત જ્યારે પૂર્ણ થવા આવ્યું હતું ત્યારે તે ભૂખથી અને તરસથી ખુબ પીડિત થયો. તેના મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો કે- તેઓ યાવતુ ઈશ્વર સાર્થવાહ આદિ ધન્ય છે, જેની રાજગૃહ નગરની બહાર ઘણી વાવડીઓ છે, પુષ્કરિણીઓ છે, યાવતું સરોવરની પંક્તિઓ છે, જેમાં ઘણાં લોકો પાણી પીવે છે, સ્નાન કરે છે અને તેમાંથી પાણી ભરી જાય છે. તો હું પણ કાલે પ્રભાત થવા પર શ્રેણિક રાજાની આજ્ઞા લઈને, રાજગૃહ નગરની બહાર, ઉત્તરપૂર્વ દિશામાં, વૈભાર પર્વત ની કંઇક નજીકમાં, વાસ્તુશાસ્ત્રના પાઠકની પસંદ કરેલ ભૂમિ ભાગમાં, યાવતું નંદા પુષ્કરિણી ખોદાવું, તે મારા માટે ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર પૌષધ પાળ્યો. પૌષધ પાળીને સ્નાન કર્યું, પછી બલિકર્મ કર્યું, પછી મિત્રો જ્ઞાતિજનોની સાથે પરિવૃત્ત થઈને બહુમૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને શ્રેણિક રાજાની પાસે પહોંચ્યો. ઉપહાર . રાજાની પાસે રાખીને આ પ્રમાણે બોલ્યો- “સ્વામિનું ! આપની અનુમતિ મેળવીને રાજગૃહ નગરની બહાર યાવતુ પુષ્કરિણી ખોદાવા ચાહુ છું.” રાજાએ ઉત્તર આપ્યો - દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી નંદ મણિયાર શેઠ શ્રેણિક રાજા પાસે થી આજ્ઞા મેળવીને હષ્ટતુષ્ટ થયો. તે રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યો નીકળીને વાસ્તુશાસ્ત્રના પાઠકો દ્વારા પસંદ કરેલ ભૂમિભાગમાં નંદા નામની પુષ્ક રિણી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નાયાધમ્મ કહાઓ-૧-૧૩/૧૪૫ ખોદાવવામાં પ્રવૃત્ત થયો. તેણે પુષ્કરિણી ખોદાવવાનું કામ શરૂ કરાવી દીધું. ચતુષ્કોણ અને સમાન કિનારાવાળી પુરી પુષ્કરિણી થઈ ગઈ. અનુક્રમથી તેના ઉપર ચારે તરફ ફરતો કિલ્લો બનાવ્યો, તેનું પાણી ઠંડુ થયું. પાણી પાંદડા, બિસતંતુ અને મૃણાલથી આચ્છાદિત થઈ ગયું. તે વાવ ઘણા જ ખીલેલાં ઉત્પલ, પ કુમુદ, નલિની, સુભગ જાતીય કમળ, સૌગંધિક કમળ, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, કમળ, સહસ્ત્ર પત્ર કમળ ની કેસર યુક્ત થઈ. પરિહન્દ નામક જલજંતુ, ભ્રમણ કરતા મન્દોન્મત્ત બમરો અને અનેક પક્ષીઓના યુગલો દ્વારા કરેલા શબ્દોથી ઉન્નત અને મધુર સ્વરથી તે પુષ્કરિણી ગૂંજવા લાગી. તે પ્રસન્ન કરનાર, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ થઈ ગઈ. ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ નંદા પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ રોપાવ્યા. તે વનખંડની ક્રમશઃ સુંદર રખવાળી કરવામાં આવી,સારસંભાળ લેવામાં આવી સુંદર રીતે તેને વધારવામાં આવ્યા, તેથી તે વનખંડ કૃષ્ણવર્ણવાળા તથા ગુચ્છારૂપ થઈ ગયા. તે પાંદડાથી યુક્ત પુષ્પથી યુક્ત યાવતું શોભાયમાન બની ગયો. ત્યાર પછી નંદ મણિયાર શેઠે પૂર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રભાષા બનાવી. તે સો સ્તંભોથી બનેલી હતી, પ્રસન્નતા જનક હતી, દર્શનીય, અભિરુપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્ર સભામાં કૃષ્ણવર્ણવાળી યાવતુ શુકલ વર્ણવાળી અનેક પુતળીઓ બનાવ વામાં આવી હતી. વસ્ત્રના પદ આદિ હતાં. ચિત્રકમ હતું. માટીની પૂતળીઓ હતી, દોરાથી ગુંથેલ કલાકૃતિઓ હતી, ફૂલોથી બનાવેલ કલાકૃતિઓ હતી, તે જ પ્રમાણે પૂરિમા કર્મ અને સંઘાતિમકર્મોડી જોડીને બનાવેલ કલાકૃતિઓ હતી. તે કલા કૃતિઓ એટલી સુંદર હતી કે દર્શકગણ તેને એક બીજાને બતાવી બતાવીને વર્ણન કરતા હતા. તે ચિત્રસભામાં ઘણા આસન અને શયન નિરંતર બિછાવેલા રહેતા. ત્યાં ઘણા નાટક કરનાર ઘણા નૃત્ય કરનાર જીવિકા ભોજન તેમજ વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ તાલાયર કરતા હતા. રાજગૃહી નગરથી બહાર ફરવા માટે નીકળેલા લોકો તે સ્થાન પર આવીને પહેલાંથી જ પાથરેલા આસનો અને શયનો પર બેસીને અને સૂઇ ને કથા વાત સાંભળતા હતા અને નાટક આદિ જોતા હતા અને આનંદનો અનુભવ કરતા સુખપૂર્વક વિચરણ કરતા હતા. ત્યાર પછી નંદ મણિયાર શેઠે દક્ષિણ તરફના વનખંડમાં એક મોટી ભોજનશળા બનાવડાવી. તે પણ અનેક સેંકડો સ્તંભોવાળી પાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં પણ ઘણા લોકોને જીવિકા તેમજ ભોજન અને વેતન આપીને રાખ્યા હતા. વિપુલ અશનાદિ આહાર પકાવતા હતા અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિક્ષકોને આપતા હતા. ત્યાર પછી તે નંદ મણિયાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક ચિકિત્સાલય બનાવ્યું તે પણ અનેક સ્તંભોથી યુક્ત યાવતું મનોહર હતું. તે ચિકિત્સાલયમાં અનેક વૈદ્યો, વૈદ્ય પુત્રો, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, કુશળ આજીવિકા, ભોજન અને વેતન ઉપર નિયુક્ત કર્યા હતા. તેઓ ઘણા વ્યાધિતોની; ગ્લાનોની રોગીઓની અને દુર્બલોની ચિકિત્સા કરતા હતા. તે ચિકિત્સાલયમાં બીજા પણ ઘણા લોકોને આજિવિકા ભોજન અને વેતન આપીને રાખ્યા હતા. તેઓ તે વ્યાધિતો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોની ઔષધ, ભેષજ, ભોજન અને પાણી આપીને સેવા કરતાં હતાં. ત્યાર પછી નંદ મણિયાર શેઠે ઉત્તર દિશાના વનખંડમાં એક મોટી અલંકારસભા બનાવડાવી. તે પણ અનેક સેંકડો Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩ ૧૧૯ સ્તંભોવાળી યાવત્ મનોહર હતી. તેમાં ઘણા આલંકારિક પુરુષો જીવિકા, ભોજન અને વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ ઘણા શ્રમણો, અનાથો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોનું અલંકાર કર્મ કરતા હતા. તે નંદા પુષ્કરિણીમાં ઘણા સનાથ, અનાથ પથિક, પાંથિક, કાવડ ઉપાડનારા, કારીગરો, ઘસિયારો, પાંદડાના ભારાવાળા, કઠીયારાઓ આદિ આવતા હતા. તેમાંથી કોઈ કોઈ સ્નાન કરતા, કોઇ પાણી પીતા, કોઇ પાણી ભરીને લઇ જતા, કોઇ કોઇ પરસેવા, મેલ, મળ, પરિશ્રમ, નિદ્રા, ક્ષુધા અને પિપાસાને દૂર કરીને સુખપૂર્વક રહેતા હતા. નંદા પુષ્કરણીમાં રાજગૃહ નગરથી પણ નીકળેલા લોકો પાણીમાં રમણ કરતા હતા, વિવિધ પ્રકારે સ્નાન કરતા હતા, કેળાગૃહ, લતાગૃહ, પુષ્પશય્યા અને અનેક પક્ષીઓના સમૂહ ના મનોહર શબ્દોથી યુક્ત નંદા પુષ્કરણી અને વનખંડોમાં ક્રીડા કરતા વિચરતાં હતા. નંદા પુષ્કરિણીમાં સ્નાન કરનાર, પાણી પીનાર અને પાણી લઇ જનાર લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરતાં, “હે દેવાનુપ્રિય નંદ મણિયાર શેઠ ધન્ય છે,” કૃતાર્થ છે, યાવત્ તેનું જીવન અને જન્મ સફળ છે, જેની ચારે તરફ યાવત્ મનોહર આ નંદા પુષ્કરણી છે, જેનું પૂર્વ દિશામાં વનખંડ છે. ઈત્યાદિ પૂર્વોક્ત લોકો ! નંદ મણિયારનો મનુષ્ય ભવ સુલબ્ધ આદિ માર્ગોમાં,ગલી-ગલીમાં ઘણા લોકોઆપ્રમાણે કહેત હતા-દેવાનુપ્રિય ! નંદા મણિ યાર શેઠ ધન્ય છે,ઇત્યાદિ પૂર્વવત્ ત્યારે નંદ મણિયાર ઘણા લોકો પાસેથી આ વાત સાંભ ળીને હષ્ટ-તુષ્ટ થયો.મેઘનીધારાથીઆહતકદમ્બ વૃક્ષની સમાન તેના રોમ કૂપ વિકસિત થયા-તેની કલી-કલી ખીલી ઉઠી તે સાતાનિત પરમ સુખનો અનુભવ ક૨વા લાગ્યો. [૧૪૬] પછી નંદમણિયાશ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગાંતક ઉત્પન્ન થયા. શ્વાસ ઉધરસ જ્વર, જલન, કુક્ષિનોશુળ, ભગંદર, અર્ષ અજીર્ણ નેત્રશૂલ, મસ્તક શૂળ, ભોજન વિષયક અરુચિ, નેત્રવેદના, કાનની વેદના, ખરજવું જલોદર, અને કોઢ. [૧૪૭] નંદ મણિયાર શેઠ આ સોળ રોગાતંકોથી પીડિત થયો. ત્યારે તેણે કૌટુ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને રાજગૃહ નગરમાં શ્રૃંગાટક યાવત્ નાના મોટા માર્ગોમાં ઊંચા અવાજથી ઘોષણા કરતાં કહો કે-હૈ દેવાનુ પ્રિયો ! નંદ મણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગો ઉત્પન્ન થયા છે-જે કોઇ વૈદ્ય યા વૈદ્યપુત્ર, જાણકાર યા જાણકારપુત્ર, કુશળ યા કુશળનો પુત્ર, એક પણ રોગાંતક ઉપ શાંત ક૨વા ઇચ્છે યા મટાડી દે, તો હે દેવાનુપ્રિયો ! નંદ મણિયાર તેને વિપુલ ધન સંપત્તિ પ્રદાન કરશે.’ આ પ્રમાણે બીજીવાર ત્રીજીવાર ઘોષણા કરો ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો.” રાજગૃહ નગરમાં આ પ્રમાણેની ઘોષણા સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને વૈદ્ય; વૈદ્યપુત્ર; યાવત્ કુશલપુત્ર હાથમાં શસ્ત્રકોશ લઇને કોશકનું પાત્ર હાથમાં લઇને, શિલિકા હાથમાં લઈને, ગોળીઓ હાથમાં લઇને અને ઔષધ તથા ભેષજ હાથમાં લઈને પોત-પોતાના ઘરેથી નીકળ્યાં. નંદ મણિયારના શરીરને જોયુ અને નંદ મણિયાર શેઠને રોગનું કારણ પૂછ્યું. પછી ઉદ્વર્તન દ્વારા; સ્નેહપાન દ્વારા, વમનદ્વારા, રેચનદ્વારા સ્વેદન દ્વારા, અવદહનથી અપસ્નાનથી, અનુવાસનાથી વસ્તિકર્મથી નિરુહ દ્વારા શિરા વેધથી તક્ષણથી શિરોવસ્તિથી,તર્પણથી,પુટપાકથી,રોહિણીઆદિનીછાલોથી, ગિલોય આદિ વેલોથી, મૂલોથી, કંદથી, પાંદડાથી, પુષ્પોથી ફળોથી, બીજથી શિલિકાથી, ગોળી ઓથી, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નાયાધમ્મ કહાઓ- ૧ -૧૩/૧૪૭ ઔષધોથી, ભેષજોથી, તે સોળ રોગાતંક માંથી એક-એક રોગાતકને તેઓએ શાંત કરવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ એક પણ રોગાતકને શાંત કરવા સમર્થન થયા. ત્યાર પછી ઘણા વૈદ્યો, યાવતુ કુશળ પુત્રો જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને ઉપશાંત કરવામાં સમર્થ ન થયા તો થાકી ગયા, ખિન્ન થયા. યાવતુ પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યાર પછી નંદ મણિયાર તે સોળ રોગાતકોથી અભિભૂત થયો અને નંદ પુષ્કરિણીમાં અત્યંત મૂર્શિત થયો. તે કારણે તેણે તિર્યંચયોનિ સંબંધી આયુષનો બંધ કર્યો, પ્રદેશોનો બંધ કર્યો. આર્તધ્યાનથી યુક્ત થઈને મૃત્યુના સમયે કાળ કરીને, તે જ નંદા પુષ્કરિણીમાં એક દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન થયો. પછી તે નંદ દેડકો ગર્ભથી બહાર નીકળ્યો અને અનુક્રમે બાલ્યાવસ્થાથી મુક્ત થયો તેનું જ્ઞાન પરિણત થયું તે સમજદાર થઇ ગયો અને તે યૌવન અવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે નંદા પુષ્કરિણીમાં રમણ કરતો વિચારવા લાગ્યો. નંદા પુષ્કરિણીમાં ઘણા લોકો સ્નાન કરતા, પાણી પીતા અને પાણી ભરીને લઈ જતા આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા- “દેવાનુપ્રિય ! નંદ મણિ યારને ધન્ય છે. જેની આ ચતુષ્કોણ યાવત્ મનોહર પુષ્કરિણી છે, યાવતુ નંદ મણિયાર નો જન્મ અને જીવન સફળ છે. ત્યાર પછી વારંવાર ઘણા લોકોની પાસેથી આ વાત સાંભળીને અને મનમાં સમજીને તે દેડકાને આ પ્રમાણે વિચાર ઊત્પન્ન થયો- મેં પહેલાં ક્યાંય આવા શબ્દો સાંભળેલા છે. આ પ્રમાણે વિચાર કરતાં શુભ પરિણામના કારણે તેને યાવતુ જાતિ સ્મરણ જ્ઞાન ઊત્પન્ન થયું. તેને પોતાનો પૂર્વ જન્મ સારી રીતે યાદ આવી ગયો. ત્યારે પછી તે દેડકાને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો- હું આજ રાજગૃહ નગરમાં નંદ નામનો મણિયાર શેઠ હતો, ધન ધાન્ય આદિથી સમૃદ્ધ હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીરનું આગમન થયું. ત્યારે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે થી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત યાવતું અંગીકાર કર્યા હતા. કેટલાક સમય પછી કોઈ સમયે સાધુના દર્શન ન થવાથી હું યાવતું મિથ્યાત્વને પ્રાપ્ત થયો. યાવતુ પુષ્કરિ ણીમાં આસક્તિના કારણે હું નંદા પુષ્કરિ ણીમાં દેડકાના રૂપમાં ઉત્પન થયો તેથી હું અધન્ય છું અપુણ્ય છું, મેં પુણ્ય નથી કર્યું, તેથી હું નિગ્રંથપ્રવચનથી નષ્ટ થયો, ભ્રષ્ટ થયો. પૂર્ણરૂપે ભ્રષ્ટ થયો, હવે મારા માટે એજ શ્રેયસ્કર છે કે પહેલાં અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવતો મારી મેળે પુનઃ અંગીકાર કરીને વિચરું. નંદ મણિયારનો જીવ, તે દેડકાએ આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને પહેલાં અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કર્યો. અંગીકાર કરીને આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો આજથી મારે છટ્ટ-છઠ્ઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતાં વિચરવું કહ્યું છે. છઠ્ઠના પાર ણમાં પણ નંદા પુષ્કરિણીના પર્યત ભાગમાં પ્રાસુક થયેલ સ્નાનના પાણીથી અને મનુષ્યોના ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલ મેલથી પારણું કરવું અને પોતાનો જીવન નિર્વાહ કરવા કહ્યું છે.' હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં ગુણ શીલ ચૈત્યમાં હું આવ્યો.વંદના કરવા પરિષદ્ નીકળી. તે સમયે નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતાઅને વાતો કરવા લાગ્યા-શ્રમણ ભગવાન મહાવીર અહીં ગુણશીલ ઉદ્યાનમાં સમવસર્યા છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ, યાવતુ તેની ઉપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં અને Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩ ૧૨૧ પરભવમાં હિતકર અને સુખકર થશે અને તે ભવાન્તરમાં સાથે આવશે. ત્યાર પછી ઘણી લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને દયમાં ધારણ કરીને તે દેડકાને એવો વિચાર ઉત્પન્ન થયો-નિશ્ચયથી શ્રમણ ભગવાન મહાવીર યાવતુ પધારેલ છે તો હું જાઉં અને ભગવાનને વંદના કરું નંદા પુષ્કરિણીમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યો.નીકળીને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો આવીને તે ઉત્કૃષ્ટ યાવતું દર ગતિથી મારી પાસે આવવા માટે કૃતસંકલ્પ થયો. અહીં બંસાર અપરના શ્રેણિક રાજાએ સ્નાન કર્યું અને કૌતુક-મંગલ કર્યું. યાવતુ તે સર્વ અંલકારોથી અલંકૃત થયો. તે શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થયો. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળું છત્ર ધારણ કરીને, શ્વેત ચામરોથી શોભિત થતો, હાથી, ઘોડા, રથ અને સુભટોની મોટી ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મારા ચરણોમાં વંદના કરવા માટે શીધ્ર આવી રહ્યો હતો, ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગથી કચડાઈ ગયો. તેના આંતરડા બહાર નીકળી ગયા. ઘોડાના પગ નીચે દબાઈ જવાથી તે દેડકો શક્તિહીન, વીર્યહીન અને પુરુષાકાર પરાક્રમથી હીન થઈ ગયો. હવે આ જીવનને ધારણ કરવું શક્ય નથી.” એમ જાણીને તે એક તરફ ગયો. તે બંને હાથ જોડી ને, ત્રણવાર, મસ્તકપર આવર્તન કરીને મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યોઅરિહંત યાવતુ નિવણને પ્રાપ્ત સમસ્ત તીર્થંકર ભગવંતોને નમસ્કાર હો. મારા ધમાં ચાર્ય યાવતું મોક્ષપ્રાપ્તિના ઈચ્છુક શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. પહેલાં પણ મેં સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યું હતું, આજે પણ હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું યાવતુ સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું, જીવન પર્યંત ચારે આહારનું પ્રત્યાખ્યાન કરું છું. આજે મારું ઇષ્ટ અને કાન્ત શરીર છે, જેના વિષયમાં ઇચ્છા, કરી હતી કે એને રોગ આદિ સ્પર્શ ન કરે, તેને પણ અંતિમ શ્વાસોચ્છવાસ સુધી ત્યાગુ છું આ પ્રમાણે પૂર્ણ પ્રત્યાખ્યાન કર્યું. - ત્યાર પછી તે દેડકો કાળ કરીને, સૌધર્મ કલ્પમાં દરાવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દદ્ર દેવ રૂપે ઉત્પન્ન થયો. દર્દર દેવે આ પ્રમાણે દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી, મેળવી, પૂર્ણ રૂપમાં પ્રાપ્ત કરી છે. ભગવન્! દર દેવની તે દેવલોકમાં કેટલી સ્થિતિ છે? હે ગૌતમ તે દેવની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. ત્યાર પછી તે દર દેવ આયુ. ના ક્ષયથી, ભવના ક્ષયથી, સ્થિતિના ક્ષયથી, તુરત ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે યાવત્ જન્મ-મરણનો અંત કરશે. અધ્યયન-૧૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૧૪-તેતલિપુત્ર) [૧૪૮] શ્રમણ ભગવાન મહાવીરે તેરમાં જ્ઞાતા-અધ્યનનો આ અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! ચૌદમાં જ્ઞાતાધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને ' તે સમયમાં તેતલપુર નામનું નગર હતું. તે તેતલિપુર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશા માં-ઈશાન કોણામાં અમદવન નામનું ઉદ્યાન હતું.' તે તેતલિપુર નગરમાં કનકરથરાજા હતો. કનકરથ રાજાને પદ્માવતી રાણી હતી. તેતલિપુત્ર અમાત્ય-હતો. તે દામ, સામ, ભેદ અને દંડ આ ચારે નીતિઓમાં નિષ્ણાત Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નાયાઘમ્મ કહાઓ- ૧/-/૧૪/૧૪૮ હતો. તેતલિપુર નગરમાં કલાદ નામક એક મુષિકારદારક હતો. તે ધનાઢ્ય હતો અને કોઇથી પરાભવ પામનાર ન હતો. તેની પત્નીનું નામ ભદ્ર હતું. અને પોટ્ટિલા નામની પુત્રી હતી. તે રૂપ, યૌવન, અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને શરીરથી પણ ઉત્કૃષ્ટ હતી. એકદા પોટ્ટિલા દારિકા સ્નાન કરીને અને બધા અલંકારોથી વિભૂષિત થઇને, દાસીઓના સમૂ હથી પરિવૃત્ત થઇને, પ્રાસાદની ઉપર રહેલી અગાસીની ભૂમિ ઉપર સોનાના દડાથી ક્રિીડા કરી રહી હતી. અહીં તેતલિપુત્ર અમાત્ય સ્નાન કરીને ઊત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને મોટાં સુભટોના સમૂહની સાથે ઘોડેસવારીને માટે નીકળ્યો. તે કલાદ મુષિકારદારકના ઘરથી કંઇક સમીપ થઈને નીકળ્યો. તેતલિપુત્રે મૂષિકારદારકની ઘરની કંઈક પાસે જતાં પ્રાસાદની ઊપરની ભૂમિ ઊપર અગાસીમાં સોનાના દડાથી ક્રીડા કરતી પોટિલા દારિકાને જોઈ. જોઇને પોટ્ટિલા દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં યાવતુ અતીવ મોહિત થઈને કોટુંમ્બિક પુરુષોને બોલાવ્યાઅને પુછ્યું “દેવાનુપ્રિય! આ કોની પુત્રી છે?તેનું નામ શું છે?” ત્યારે કોમ્બિક પુરુષોએ તેતલિપુત્રને કહ્યું- “સ્વામિન્ ! તે કલાદમૂષિકારદારકની પુત્રી, પોલ્ફિલા છે. તે લિપુત્ર ઘોડેસવારીથી પાછા ફરતાં તેણે અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવીને કહ્યું‘દેવાનુપ્રિયો'તમે જાઓઅનેકલાદમૂષિકારદારકનીપુત્રી મારી પત્નીના રૂપમાં માંગણી કરો.” ત્યારે તે અત્યંતર સ્થાનીયપુરુષો તેતલિપુત્રના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થયા. યાવતુ બંને હાથ જોડીને અને મસ્તક પર અંજલિ કરીને ઘણું સારું એમ કહીને મુષિકારદારક કલાદના ઘરે આવ્યા. મૂષિકારદારક-કલાદે તે પુરુષોને આવતાં જોયા અને તે હૃષ્ટ-તુષ્ટ થયો. આસન ઉપરથી ઉભો થઇને, સાત-આઠ પગલા સામે ગયો, તેઓને આસન ઉપર બેસવા માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેવો આસન ઉપર બેઠા સ્વસ્થ થયા અને વિશ્રામ લઈ લીધો ત્યારે કલાદે પૂછ્યું-દેવાનુપ્રિયો ! આજ્ઞા આપો ! આપના આવવાનું શું પ્રયોજન છે?” ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષોએ કલાદ મૂષિ કાર દારકને પૂર્વવતુ વાત કરી જો તમને એમ લાગે કે આ સંબંધ ઉચિત છે, યોગ્ય છે અને પ્રાપ્ત છે, પ્રશંસનીય છે, બંનેનો સંજોગ અદ્રશ છે, તો તેતલિપુત્રને પોટિલા દારિકા પ્રદાન કરો. પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય ! કહો તેના બદલામાં તમને શું ધન આપીએ?” - ત્યાર પછી કલાદ મૂષિકાર દારકે આત્યંતર-સ્થાનીય પુરુષોને કહ્યું- દેવાનું પ્રિયો ! તે જ મારા માટે ધન છે કે તેતલિપુત્ર, દારિકાના નિમિત્તથી મારા ઉપર અનુગ્રહ કરી રહ્યા છે. આ પ્રમાણે કહીને તેણે આત્યંતરસ્થાનીય પુરુષોનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પુષ્પ, વસ્ત્ર આદિ યાવતુ માળા, અલંકાર આદિથી સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને તેઓને વિદાય કર્યા. ત્યાર પછી તે આત્યંતર સ્થાનીય પુરુષોએ તેતલિપુત્રને તે વૃત્તાન્ત નિવેદન કર્યું. ત્યાર પછી કલાદ મૂષિકાર દારકે અન્યદા કદાચિતુ શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટિલા દારિકાને સ્નાન કરા વીને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને શિબિકામાં આરૂઢ કરી. તે મિત્રો અને જ્ઞાતિ જનોથી પરિવૃત્ત થઈને પોતાના ઘરેથી નીકળીને, એશ્વર્યની સાથે, તેતલિપુરની વચ્ચો વચ્ચે થઈને તેતલિપુત્ર અમાત્યની પાસે પહોંચ્યો. પહોંચીને પોટિલા દારિકાનો સ્વયં તેત લિપુત્રની પત્નીનારૂપમાં પ્રદાન કરી. તેતલિપુત્રે પોટિલા દારિકાને ભાયના રૂપમાં લાવેલી જોઈ. જોઇને તે પોટિલાની સાથે પટ પર બેઠો. બેસીને શ્વેત પીત કલશોથી તેણે Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રતસ્કંધ-૧, અધ્યયન-૧૪ ૧૨૭ સ્વયં સ્નાન કર્યું. સ્નાન કરીને અગ્નિમાં હોમ કર્યો. ત્યાર પછી પોટિલા ભાયના મિત્ર જનો, જ્ઞાતિજનો યાવતુ પરિજનોને અશન, આદિથી સત્કાર-સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્ય પોટિલા ભાયમાં અનુરક્ત થઇને, અવિ રક્ત આસક્ત થઈને યાવતુ ઉદાર ભોગ ભોગવવા લાગ્યો. | [૧૪] તે કનકરથ રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં, બલમાં, વાહનોમાં, કોશમાં, કોકાર માં તથા અંતઃપુરમાં અત્યંત આસક્ત થયો. તેથી તે જે જે પુત્રો ઉત્પન્ન થતા તે બધાને વિકલાંગ કરી દેતો હતો. કોઈના હાથની આંગળી કાપી નાંખતો, કોઇના હાથનો અંગુઠો, આ પ્રમાણે પગની આંગળીઓ, પગનો અંગુઠો, કર્ણશષ્ફળી અને કોઇનો નાક કાપી નાખતો હતો. આ પ્રમાણે તેણે પોતાના દરેક પુત્રને વિકલાંગ કરી નાખ્યા. ત્યાર પછી પદ્માવતી દેવીને એક વાર મધ્યરાત્રિના સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો"કનકરથ રાજા રાજ્ય આદિમાં આસક્ત થઇને યાવતુ પુત્રોને વિકલાંગ કરી નાંખે છે, તો હવે મારે પુત્ર થાય ત્યારે મારા માટે શ્રેયસ્કર છે કે કનકરથ રાજાથી છુપાવીને તેનું પાલન પોષણ કરું. ‘પદ્માવતી દેવીએ તેતલિપુત્ર અમાત્યને બોલાવ્યો. બોલાવીને તેને કહ્યું- હે દેવાનુપ્રિય! કનકરથ રાજા રાજ્ય અને રાષ્ટ્ર આદિમાં અત્યંત અસક્ત થઇને દરેક પુત્રો ને અપંગ કરી દે છે, તેથી હું જો હવે પુત્રને જન્મ આપુ તો તમે કનકરથ રજાથી છૂપાવીને અનુક્રમથી તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરજો.એમ કરવાથી તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને, યૌવનને પ્રાપ્ત થઈને તમારા માટે અને મારા માટે પણ ભિક્ષાનું ભાજન બનશે. ત્યારે તેતલિપુત્ર અમાત્યે પદ્માવતીના આ અર્થને અંગીકાર કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવીએ અને પોટિલા અમાત્યી એ એકજ સાથે ગર્ભને ધારણ કર્યો. એક જ સાથે ગર્ભને વહન કર્યો અને સાથે સાથે જ ગર્ભની વૃદ્ધિ કરી. ત્યાર પછી પદ્માવતી દેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થવા પર જોવામાં પ્રિય અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો, તે જ રાત્રિમાં પોટિલા અમાત્યીએ પણ મરેલી બાળકીને જન્મ આપ્યો. ત્યાર પછી પદ્માવતી દેવીએ પોતાની ધાય માતાને બોલાવી અને કહ્યું “મા, તમે તેતલિપુત્રના ઘરે જાઓ અને તેતલિ પુત્રને ગુપ્ત રૂપથી બોલાવી લાવો. ત્યાર ધાય માતાએ “ઘણું સારું એમ કહીને તેતલિપુત્રના ઘરે ગઈ. તેને યાવતું આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આપને પદ્માવતી દેવીએ બોલાવ્યા છે.' ત્યાર પછી તેતલિપુત્ર ધાય માતાના આ અર્થને સાંભળીને અને દયમાં ધારણ કરીને હષ્ટ-તુષ્ટ થઈને ધાય માતાની સાથે પોતાના ઘરેથી નીકળ્યો. જ્યાં પદ્માવતી દેવી હતી. ત્યાં આવ્યો.આવીને બંને હાથ જોડીને બોલ્યો - દેવાનુપ્રિયો! મને જે કરવાનું હોય, તેની આજ્ઞા આપો. ત્યાર પછી પદ્માવતી દેવીએ તેટલીપુત્રને આ પ્રમાણે કહ્યું- આ. બાળકને ગ્રહણ કરો-સંભાળો. યાવતુ આ બાળક તમારા માટે અને મારા માટે ભિક્ષાનું ભાજન સિદ્ધ થશે.” એમ કહીને તે બાળકને તેતલિપુત્રના હાથમાં સોંપી દીધું. ત્યાર પછી તેતલિપુત્રે પદ્માવતી દેવીના હાથેથી તે બાળકને ગ્રહણ કર્યું અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધું. ઢાંકીને જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં પોલ્ફિલા ભાય હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને પોટિલાને આ પ્રમાણે કહ્યું - આ પ્રમાણે હે દેવાનુપ્રિયે ! આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતી દેવીનો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નાયાધમ્મ કહાઓ - ૧ -૧૪/૧૪૯ આત્મજ છે, તેથી દેવાનુપ્રિય ! આ બાળકનું કનકરથ રાજાથી ગુપ્ત રીતે, અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરવાનું છે. જેથી આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થઇને તમારા માટે, મારા માટે અને પદ્માવતી દેવીને માટે આધારભૂત થશે.” આ પ્રમાણે કહીને તે બાળકને પોટિલાને પાસે રાખી દીધો અને પોટિલાની પાસેથી મરેલી બાળકીને ઉઠાવીને અને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકીને અંતઃપુરના પાછળના નાના દ્વારથી પ્રવિષ્ટ થયો. અને પદ્માવતી દેવીની પાસે પહોંચ્યો. મરેલી બાળકી પદ્માવતી દેવીની પાસે રાખી દીધી પદ્માવતીની અંગપરિચારિકાઓએ પદ્માવતી દેવીને અને જન્મેલી બાલિકાને જોઈ. જોઇને તે જ્યાંકન કરથ રાજા હતો ત્યાં આવ્યા.આવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગી-હે સ્વામિનું ! પદમાવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યાર પછી કન કરથ રાજાએ તે મરેલી બાળકીનું નીહરણ કર્યું. તેને સ્મશાનમાં લઈ ગયા. મૃતક સંબંધી ઘણાં લૌકિક કાર્ય કર્યા. કેટલાક સમય પછી રાજા શોક રહિત થઈ ગયો. ત્યાર પછી બીજા દિવસે તેતલિપુત્રે કૌટુમ્બિક પુરષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચારકશોધનકરો.યાવતુ દશદિવસની સ્થિતિપતિકા-પૂત્ર જન્મનો મહોત્સવ કરો. અમારો આ બાળક રાજા કનકરથના રાજ્યમાં ઉત્પન્ન થયો છે, તેથી આ બાળકનું નામ કનકધ્વજ રહેશે.” ધીમે ધીમે તે બાળક મોટો થયો, કળાઓમાં કુશળ થયો, યૌવનને પ્રાપ્ત થઈને ભોગ ભોગવવામાં સમર્થ થયો. [૧પ૦) ત્યાર પછી કોઇ સમયે પોટ્ટિલા તેતલિપુત્રને અપ્રિય થઈ ગઈ. તેતલિપુત્ર તેનું નામ કે ગોત્ર સાંભળવું પણ પસંદ ન કરતો. તો દર્શન અને ભોગ-ભોગવવાની તો વાત જ ક્યાં ? ત્યારે એકવાર મધ્યરાત્રિના સમયે પોટ્ટિલાને મનમાં આ વિચાર આવ્યોકે તેતલિપુત્રને હું પહેલાં પ્રિય હતી-પરંતુ હવે અપ્રિય થઈ ગઈ છું. આ પ્રમાણે જેના મનનો. સંકલ્પ નષ્ટ થઈ ગયો છે, એવી તે પોટ્ટિલા ચિંતામાં ડૂબી ગઈ. ત્યાર પછી તેતલિપુત્રને તે ભગ્નમનોરથા પોટ્ટિલાને ચિંતામાં ડૂબેલી જોઇને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયે ! ભગ્ન મનોરથવાળી ન થાવ તું મારી ભોજનશાળામાં આ વિપુલ અશનઆદિ તૈયાર કરાવીને ઘણાં શ્રમણો બ્રાહ્મણો યાવતુ ભિખારીઓને દાન દેતી દેવરાવતી રહો. તેતલિપુત્રના આમ કહેવા પર પોથ્રિલા હર્ષિત અને સંતુષ્ટ થઇ દાન આપવા અને અપાવવા લાગી. [૧પ૧તે કાળ અને તે સમયમાં ઈય સમિતિથી યુક્ત યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત બહુપરિવારવાળી સુવ્રતા નામક આય અનુક્રમથી વિહાર કરતી-કરતી તેતલિ પુરનગરમાંઆવી.આવીને યથોચિત્તઉપાશ્રયનેગ્રહણ કરીને સંયમ અને તપથી આત્મા ને ભાવિત કરતી વિચરવા લાગી. ત્યાર પછી સુવતા આયના એક સંઘાડાએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો અને બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરમાં ભિક્ષાને માટે યાવતું ભ્રમણ કરતી થકી તે સાધ્વીઓએ તેતલિપુત્રના ઘરમાં પ્રવેશ કર્યો. પોટિલા તે આયઓને આવતી જોઇને હૃષ્ટ-તુષ્ટ થઈ, પોતાના આસન ઉપરથી ઉભી થઈ વંદન કર્યા નમસ્કાર કર્યો અને વિપુલ આહાર વહોરાવ્યો. આહાર વહોરાવીને તેણીએ કહ્યું- “આ પ્રમાણે હે આયઓ! હું પહેલાં તેતલિપુત્રને ઈષ્ટ હતી. પરંતુ આજે અનિષ્ટ થઈ ગઈ છું. હે આઓ! તમે શિક્ષિત છો, ઘણું જાણો છો, ઘણા ભણેલી છો, ઘણા નગરો અને ગામો માં યાવતું ભ્રમણ કરો છો, રાજાઓ અને ઈશ્વરોના ઘરમાં પ્રવેશ કરો છો તોહ આઓ! તમારી પાસે કોઈ ચૂર્ણયોગ, મંત્રયોગ, કામણ યોગ, દયોકાયન-દયને હરણ કરનાર, Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ ૧૧૫ કાયાને આકર્ષણ કરનાર, આભિયોગિક પરાભવ કરનાર, વશી કરણ, કૌતુક કર્મ, સૌ ભાગ્ય પ્રદાન કરનાર સ્નાન આદિ, ભૂતિકર્મ ભભૂતિનો પ્રયોગ, અથવા કોઇ મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા ગોળી, ઔષધ અથવા ભેષજ એવી છે કે જે પહેલા જાણેલ હોય ? જેથી હું તેતલિપુત્રને ફરી ઇષ્ટ બની શકું ?” પોટ્ટિલાના દ્વારા આ પ્રમાણે કહેવા પર તે આર્યાઓએ પોતાના બંને કાન બંધ કરી લીધા. કાન બંધ કરીને તેણે પોલિાને કહ્યું “દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથો શ્રમણીઓ છીએ યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. તો એવા વચનો અમારે કાનથી સાંભળવા પણ કલ્પે નહિં તો આ વિષયમાં ઉપદેશ આપવો કે આચરણ કરવું તો કલ્પે જ કેમ ? હે દેવાનુ પ્રિયે ! અમે તમને અદ્ભુત યા અનેક પ્રકારનો કેવલિપ્રરૂપિત ધર્મ સારી રીતે ઉપદેશથી શકીએ.’ ત્યાર પછી પોટ્ટિલએ કહ્યું-હે આર્થાઓ ! હું તમારી પાસેથી કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવાઇચ્છુંછું.’ત્યારેતેઆઓએ પોટ્ટિલાનેઅદ્ભુત ધર્મનો ઉપદેશ આપ્યો. પોટ્ટિલા ધર્મનો ઉપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઇને બોલી‘આઓિ ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. જેમ તમે કહ્યું. તે તેમજ છે. તેથી હું આપની પાસેથી પાંચ અણુવ્રતોને યાવત્ શ્રાવકના ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે આઓએ કહ્યું-જેમ સુખ ઉપજે તેમ કરો.' ત્યારે તે પોટ્ટિલાએ તે આર્યાઓ પાસેથી પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો તે આર્યાઓને વંદના કરી. નમસ્કાર કર્યા. પછી તે પોઢિલા શ્રમણોપાસિકા બની ગઇ. યાવત્ સાધુ-સાધ્વીઓને આહાર આદિ પ્રદાન કરતી થકી વિચરતી રહેવા લાગી. [૧૫૨]એકદા મધ્યરાત્રિના સમયે જ્યારે તે કુટુમ્બના વિષયમાં ચિંતા કરતી તેને સંકલ ઉત્પન્ન થયો, કે-પહેલાં હું તેતલિપુત્રને ઇષ્ટ હતી હવે અનિષ્ટ થઇ ગઈ છું. તેથી મારા માટે તો સુવ્રતા આયની પાસે દીક્ષા અંગીકાર કરવી તે શ્રેયસ્કર છે.’ પોટિલાએ એવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે તે તેતલિપુત્ર પાસે ગઇ. જઇને બંને હાથ જોડીને બોલી-‘હે દેવાનુપ્રિય ! મેં સુવ્રતા આર્યા પાસેથી ધર્મ સાંભળેલ છે યાવત્ આપની આજ્ઞા મેળવીને હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને કહ્યું ‘હે દેવાનુપ્રિયે ! તમે મુંડિત થઇ, પ્રવ્રુજિત થઇને મૃત્યુના સમયે કાળ કરીને કોઇ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશો, તો હે દેવાનુપ્રિયે ! તમે મને દેવલોકથી આવીને કેવલિપ્રરૂપિત ધર્મ નો બોધ કરાવો તો હું તમને આજ્ઞા આપુ અગર તમે મને પ્રતિબોધ ન કરવો તો હું આજ્ઞા આપતો નથી. ત્યારે પોટિલાએ તેતલિપુત્રના એ અર્થનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેતલિપુત્રે વિપુલ અશન, પાન, ખાદિમ સ્વાદિમનો આહાર બના રાવ્યો. મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા. યાવત્ તેઓનું યથોચિત સન્માન કર્યું. પોટિલાને સ્નાન કરાવ્યું. યાવત્ હજાર પુરુષોથી વહન કરવા યોગ્ય શિબિકા ઉપર આરૂઢ કરાવીને મિત્રો તથા જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઇને, સમસ્ત ઋદ્ધિની સાથે, યાવત્ વાઘોની સાથે, તેણીને તેતલીપુર નગરની મધ્યમાં થઇને સુવ્રતા આર્યાની પાસે ઉપા શ્રયમાં લાવ્યો. ત્યાં આવીને સુવ્રતા આનિ વંદન કર્યા. નમસ્કાર કર્યા. ‘હૈ દેવાનુપ્રિયે ! આ મારી પોટિલા ભાર્યા મને ઇષ્ટ છે. તે સંસારના ભયથી ઉદ્વેગને પ્રાપ્ત થઇ છે, યાવત્ દીક્ષા અંગીકાર કરવા ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયે ! હું આપને શિષ્યા રૂપે ભિક્ષા આપું છું. તેને આપ અંગીકાર કરો.' સુવ્રતા આયએ કહ્યું-દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ નાયાઘમ્મ કહાઓ- ૧૩-૧૪/૧૫ર કરો, તેમાં પ્રતિબંધ વિલંબ ન કરો. ત્યાર પછી સુવ્રતા આયએ આ પ્રમાણે કહેવા પર પોર્ફિલા હૃષ્ટ-તુષ્ટ થઈ અને ઉત્તર-પૂર્વ દિશામાં જઈને પોતે પોતાના આભારણ, માળા અને અલંકાર ઉતાય. ઉતારીને સ્વયં પંચમુષ્ટિ લોન્ચ કર્યો. આ બધુ કરીને, જ્યાં સુવ્રતા આર્યા હતી, ત્યાં આવી. આવીને સુવ્રતા આયને વંદન નમસ્કાર કર્યા. - હે ભગવતી ! હે પૂજ્ય ! આ સંસાર ચારે તરફથી બળી રહ્યો છે. ઈત્યાદિ ભગવતી સૂત્રમાં કથિત દેવાનંદાની સમાન દીક્ષાનું વર્ણન કરવું. યાવત્ પોટ્ટિલાએ દીક્ષા લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું. પાળીને એક માસની સંખના કરીને, પોતાના શરીરને ક્રશ કરીને, સાઠ ભક્તનું અનશન કરીને, પાપકર્મની આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક, મૃત્યુના અવસરે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવતા રૂપે ઉત્પન્ન થઈ. [૧૫૩] ત્યાર પછી કનકરથ રાજા કોઈ સમયે કાળ ધર્મ પામ્યો. ત્યારે રાજા, ઈશ્વરો આદિએ તેમનું નીહરણ- કર્યું. મૃતકકૃત્ય કરીને તેઓ પર સ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. - ‘દેવાનુપ્રિય કનકરથ રાજાએ રાજ્ય આદિમાં આસક્ત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. દેવાનુપ્રિયો ! આપણે તો રાજાને અધીન છીએ. રાજાને અધિ ષ્ટિત થઈને રહેનારા છીએ, અને રાજાને અધીન થઈને કાર્ય કરનાર છીએ, તેતલિપુત્ર અમાત્ય, રાજા કનરથના બધા સ્થાનોમાં અને બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહેલ છે, વિચારક છે અને બધું કામ ચલાવનાર છે. તેથી આપણે તેતલિપુત્ર અમાત્ય પાસેથી પુત્રની યાચના કરવી ઉચિત છે. તેતલિપુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે કનકરથ રાજા રાજ્યમાં તથા રાષ્ટ્ર આદિમાં આસક્ત હતા. તેથી તેમણે દરેક પુત્રને વિકલાંગ કરી દીધો છે અને હે દેવાનુપ્રિય ! અમે તો રાજાને અધીન રહેનાર યાવતુ રાજાને અધીન રહીને કાર્ય કરનાર છીએ. હે દેવાનુપ્રિય! તમે કનકરથ રાજાના દરેક સ્થાનમાં વિશ્વાસપાત્ર રહેતા હતા. યાવતુ રાજ્યની ધુરાના ચિંતક છો. તેથી હે દેવાનું પ્રિય! જો કોઈ કુમાર રાજલક્ષણોથી યુક્ત અને અભિષેકને યોગ્ય હોય તો અમને આપો. જેથી તેનો રાજ્યાભિષેક કરીએ. ત્યાર પછી તેતલિપુત્રે કનકધ્વજ કુમારને સ્નાન કરાવ્યું અને વિભૂષિત કર્યો. પછી તેને ઇશ્વર આદિની પાસે લાવ્યા. લાવીને કહ્યું, “દેવાનુપ્રિય ! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ કનકધ્વજ કુમાર રાજ્યને યોગ્ય છે અને રાજલક્ષ ણોથી સંપન્ન છે મેં કનકરથ રાજાથી છુપાવીને તેનું સંરક્ષણ કર્યું છે. તમે લોકો મહાન અભિષેકથી તેનો રાજ્યાભિષેક કરો.” ત્યારે પછી ઇશ્વર આદિએ તે કનકધ્વજકુમારનો મહાનું મહાનું અભિષેક કર્યો. કનકધ્વજ કુમાર રાજા થઈ ગયો. મહાહિમાવાન અને મલય પર્વતની સમાન, ઇત્યાદિ રાજાનું વર્ણન અહીં કરવું જોઇએ. ત્યાર પછી ઈશ્વર આદિએ તે કનકધ્વજ કુમારનો મહાગુ અભિષેક કર્યો. કનક ધ્વજ કુમાર રાજા થઈ ગયો. ત્યાર પછી કનકધ્વજ રાજાને પદ્માવતી દેવીએ બોલાવ્યો બોલાવીને કહ્યું- હે પુત્ર ! તમારું આ રાજ્ય યાવતુ અંતાપુર અને સ્વયં તું પણ તેતલિ પુત્રના પ્રભાવથી જ છો. તેથી તારે તેતલિપુત્ર અમાત્યને આદર કરવો. તેને તારો હિતૈષી માનવો. તેનો સત્કાર કરવો, સન્માન આપવું, તેને આવતો જોઈ ઉભા થવું, તેની ઉપર સના કરવી, તેના જવા પર પાછળ પાછળ જવું, બોલવા પર તેના વચનોની પ્રસંશા કરવી, Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ ૧૨૭. તેને અધ આસનપર બેસાડવા, તેના ભોગોની વૃદ્ધિ કરવી.” ત્યાર પછી કનકધ્વજ પદ્માવતી દેવીના કથનને ઘણું સારૂં' કહીને અંગીકાર કર્યું. [૧૫૪) ત્યાર પછી પોટ્રિલા દેવે વારંવાર તેતલિપુત્રને કેવલિપ્રરૂપિત ધર્મથી પ્રતિબોધ્યો, પરંતુ તેતલિપુત્રને પ્રતિબોધ થયો જ નહિ. ત્યારે પોથ્રિલા દેવને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો-કનકધ્વજ રાજા તેતલિપુત્રનો આદર કરે છે. યાવતુ તેનો ભોગ વધારી દીધો છે, આ કારણે તેતલિપુત્ર વારંવાર પ્રતિબોધ આપવા છતાં ધર્મમાં પ્રતિબદ્ધ થતો નથી. તેથી ઉચિત છે કે કનકધ્વજ રાજાને તેતલિપુત્રથી વિરુદ્ધ વિમુખ) કરી દેવો જોઇએ. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્ય બીજા દિવસે સ્નાન કરીને યાવતું અમે ગલનિવારણનો માટે પ્રાયશ્ચિત્ત કરીને શ્રેષ્ઠ અશ્વની પીઠ પર સવાર થઈને અને ઘણા પુરષોથી પરિવત થઈને પોતાના ઘરેથી નીકળ્યો. તેતલિપુત્ર અમાત્યને (માર્ગમાં) જે જે ઘણા રાજા, ઈશ્વર યા તલવર આદિ જોવે છે તે પહેલાની જેમ તેનો આદર કરે છે, તેને હિતકારક માને છે અને ઉભા થાય છે. ઉભા થઈને હાથ જોડીને ઈષ્ટ તેમજ કાન્ત વાણીથી બોલે છે અને વારંવાર બોલે છે. તેઓ બધા તેની આગળ, પાછળ અને આજુબાજુમાં અનુસરણ કરીને ચાલે છે. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં કનકધ્વજ હતો ત્યાં આવ્યો. કનકધ્વજે તેતલિપુત્રને આવતો જોયો પરંતુ તેનો આદર ન કર્યો, તેને હિતૈષી ન માન્યો, ઉભો ન થયો. એનાથી વિપરીત આદર ન કરતાં, નહીં જાણતાં, નહિ ઉભા થતાં પરાંગમુખ થઈને બેસી ગયો. ત્યાર પછી તેતલિપુત્ર કનકધ્વજને વિપરીત થયેલો જાણીને ભયભીત થયો. તેના દયમાં અત્યન્ત ભય ઉત્પન્ન થયો. તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-કનકધ્વજ રાજા મારા ઉપર રુષ્ટ થયા છે, હીન થઈ ગયા છે, મારૂં ખરાબ વિચાર્યું છે. તેથી કોણ જાણે તે મને કયા ખરાબ મોતથી મારશે.” આ પ્રમાણે વિચાર કરીને તે ડરી ગયો, ત્રાસને પ્રાપ્ત થયો, અને ધીમે-ધીમે ત્યાંથી ખસી ગયો. ખસીને તે અશ્વની પીઠ પર સવાર થયો. સવાર થઈને તે તેતલિપુરની મધ્યભાગમાં થઈને પોતાના ઘરની તરફ રવાના થયો. ત્યાર પછી તેતલિપુત્રને તે ઈશ્વરે આદિ જુએ છે તો તેઓ પણ પહેલાની જેમ તેનો આદર ન કરતાં, તેમને ન જાણતાં, તેમની સામે ઉભા ન થતાં. હાથ ન જોડતાં અને ઇષ્ટ યાવતુ વાણીથી સત્કાર નહિ કરતાં, આગળ, પાછળ, આજુબાજુમાં તેની સાથે ચાલતાં નહીં. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો. બાહરની જે પરિષદું હોય છે, જેમકે દાસ, તથા ભાગીદાર આદિ, તે બહારની પરિષદે પણ તેનો આદર ન કર્યો. તેને ન જાણ્યો, અને ન ઉભા થયા અને જે અત્યંતર પરિષદુ હોય છે, જેમકે માતા, પિતા, પુત્રવધૂ આદિ, તેને પણ તેનો આદર ન કર્યો, તેને ન જાણ્યો અને તેને જોઈ કોઈ ઉભા ન થયા. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં પોતાનું વાસગૃહ હતું અને જ્યાં શય્યા હતી. ત્યાં આવ્યો. આવીને શય્યા પર બેઠો. બેસીને આ પ્રમાણે બોલ્યો-“આ રીતે હું મારા ઘરેથી નીકળ્યો અને રાજા પાસે ગયો પરંતુ રાજાએ આદર-સત્કાર ન કર્યો. પાછા ફરતાં માગે માં પણ કોઇએ આદર-સત્કાર ન કર્યો. ઘરે આવ્યો તે બાહ્ય પરિષદે પણ આદર-સત્કાર ન કર્યો. એવી દશામાં મારે પોતાને જીવનથી રહિત થઈ જવું તે જ શ્રેયસ્કર છે.” આ પ્રમાણે તેતલિપુત્રે વિચાર કર્યો. વિચાર કરીને તાલપુટવિષ પોતાના મુખમાં નાંખ્યું. પરંતુ તે વિષની અસર ન થઈ. ત્યાર પછી તેતલિપુત્રે નીલ કમલની સમાન શ્યામ યાવતુ તલવાર Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નાયાધમ્મ કહાઓ-૧-૧૪/૧૫૪ પોતાના સ્કંધ પર વહન કરી. તલવારનો પ્રહાર કર્યો. પરંતુ તે પણ ખંડિત થઈ ગઈ. ત્યાર પછી તેતલિપુત્ર અશોક વાટિકામાં ગયો. ત્યાં જઈને તેણે પોતાને પાશમાં બાંધ્યો. પછી વૃક્ષ પર ચઢ્યો, ચઢીને તે વૃક્ષમાં પાશને બાંધ્યો. પછી પોતાના શરીરને લટકાવ્યું. ત્યાં પણ તે દોરી તૂટી ગઈ. ત્યાર પછી તેણે એકદમ મોટી શિલા ગળામાં બાંધી. બાંધીને અથાગ, તરી ન શકાય અને અપૌરુષેય પાણીમાં પોતાનું શરીર છોડી દીધું. પરંતુ ત્યાં પણ તે પાણી છીછરું થઈ ગયું. ત્યાર પછી તેતલિપુત્રે સુકા ઘાસમાં આગ લગાડી અને પોતાના શરીરને તેમાં નાંખ્યું. પરંતુ તે અગ્નિકાય પણ બુઝાય ગયો. - ત્યાર પછી તેતલિપુત્ર મનમાંને મનમાં બોલ્યો-“શ્રમણ શ્રદ્ધા કરવા યોગ્ય વચન બોલે છે, માહણ શ્રદ્ધા કરવા યોગ્ય વચન બોલે છે, હું જ એક એવો છે કે જે અશ્રદ્ધેય વચન બોલું છું. હું પુત્રો સહિત હોવા છતાં પુત્રરહિત છું. મિત્રો સહિત હોવા છતાં મિત્રહીન છું, આ પ્રમાણે ધન, સ્ત્રી, દાસ, દાસી અને પરિવારથી સહિત હોવા છતાં પણ હું તેનાથી રહિત છું, કોણ મારી આ વાત પર વિશ્વાસ કરશે ? શ્રદ્ધા કરશે? આ પ્રમાણે રાજા કનકધ્વજે જેનો અનિષ્ટ ચિન્તન કર્યું છે, એવા તેતલિપુત્રે પોતાના મુખમાં વિષ નાખ્યું. પરંતુ તે વિષનો કંઈ પ્રભાવ ન થયો, મારા આ કથર ઉપર કોણ વિશ્વાસ કરશે? યાવતું તેતલિપુત્રે સૂકુંઘાસ સળગાવીને તેમાં કૂદી પડ્યો, પરંતુ આગ બુઝાઈ ગઈ, કોણ આ વાત પર વિશ્વાસ કરશે?” આ પ્રમાણે તેતલિપુત્રે ભગ્નમનોરથ થઈને ચિંતન કરવા લાગો. ત્યાર પછી પોટ્ટિલ દેવે પોટ્ટિલાના રૂપની વિદુર્વણા કરી. વિદુર્વણા કરીને તેતલિપુત્રથી ન બહુ દૂર કે ન બહુ નજીક સ્થિત થઈને તેને આ પ્રમાણે કહ્યું- હે તેતલિપુત્ર! આગળ ખાડો છે અને પાછળ હાથીનો ભય છે. બંને બાજુ એટલો ઘોર અંધકાર છે કે કંઈ દેખાતું નથી. મધ્ય ભાગમાં બાણોની વર્ષા થઈ રહી છે. ગામમાં આગ લાગી છે અને વન સળગી રહ્યું છે. તો હે આયુષ્યમાનુ તેટલીપુત્ર ! અમે ક્યાં જઇએ ? કોનું શરણ લઈએ. ત્યારે તેતલિપુત્રે પોટિલા દેવને આ પ્રમાણે કહ્યું-“અહો! આ પ્રમાણે સર્વત્ર ભયગ્રસ્ત પુરુષને માટે દીક્ષા જ શરણભૂત છે. જેમ ઉત્કંઠીત પુરુષને માટે સ્વદેશગમન શરણભૂત છે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બીમારને ઔષધ, માયાવીને ગુપ્તતા, અભિયુક્ત પર વિશ્વાસ ઉપજા વવો. થાકેલા માંદાને વાહન પર ચઢીને ગમન કરવું, તરવાના ઈચ્છુકને જહાજ અને શત્રુનો પરાભવ કરનારની ઈચ્છા કરનારને સહાયકત્ય શરણભૂત છે. ક્ષાંત, દાંત અને જિતેન્દ્રિય પુરૂષને તેમાંનો એક પણ ભય નથી. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્યને પોટ્ટિલા દેવે કહ્યું- “તેતલિપુત્ર ! તું બરાબર કહે છે. પરંતુ આ અર્થને તમે સારી રીતે જાણો, દીક્ષા ગ્રહણ કરો. આ પ્રમાણે કહીને દેવે બીજીવાર પણ એમ જ કહ્યું. કહીને દેવ જે દિશાથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. [૧૫] ત્યાર પછી તેતલિપુત્રને શુભ પરિણામ ઉત્પન્ન થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે તેતલિપુત્રના મનમાં આ પ્રમાણોનો વિચાર યાવતું ઉત્પન્ન થયો-નિશ્ચયથી હું જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં, પુંડરીગિરી રાજધાનીમાં મહાપદ્મ નામનો રાજા હતો. પછી મેં સ્થવિર મુનિની પાસે મુંડિત થઈને યાવત્ ૧૪ પૂર્વનું અધ્યયન કરીને, ઘણા વર્ષો સુધી સંયમ પયય પાળીને, અંતમાં એક માસની સંલેખના કરીને, મહાશુક્ર વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાર પછી આયુનો ક્ષય થવા પર હું તે દેવલોકથી (ઍવીને) અહીં તેતલિપુર નગરમાં તેતલિ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪ ૧૨૯ અમાત્યની ભદ્રા ભાર્યાની કુક્ષીએ પુત્રના રૂપમાં ઉત્પન્ન થયો છું. તો મારા માટે પહેલાં કરેલમહાવ્રતોનેસ્વયંસ્વીકા૨ક૨વાંતેશ્રેયસ્કર છે.એમ તેતલિપુત્રને વિચાર કર્યો વિચાર કરીને સ્વયં મહાવ્રતોનેજ અંગીકાર કર્યા. અંગીકાર કરીને જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું, ત્યાંઆવ્યા.આવીનેશ્રેષ્ઠઅશોકવૃક્ષનીનીચેપૃથ્વીશિલાપટ્ટકપ૨સુખપૂર્વક બેઠેલ વિચા રણાં કરતાં તેણે પહેલાં કરેલા ચૌદ પૂર્વનું સ્વયં જ સ્મરણ થયું. ત્યાર પછી તેલિ પુત્ર અણગારનેશુભપરિણામથીયાવત્તદાવરણીય-કર્મોના ક્ષયોપશમથી, કર્મજનો નાશ કરનાર અપૂર્વ કરણામાં પ્રવેશ કર્યો ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયા. [૧૫૬] ત્યાર પછી તેતલપુર નગરીની સમીપ દેવ અને દેવીઓએ દેવદુદુંભિ વગાડી. પાંચવર્ણ પુષ્પોની વર્ષા કરી અને દિવ્ય ગીતનો ધ્વનિ કર્યો કનકધ્વજ રાજા આ કથાના અર્થને જાણીને બોલ્યો - નિઃસંદેશ મારા દ્વારા અપમાનિત થઇને તેતલિપુત્રે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી છે. તેથી હું જઇને તેતલિપુત્ર અણગારને વંદન કરું, નમસ્કાર કરું. વિનયપૂર્વક ખમાવું.' કનકધ્વજે એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને સ્નાન કર્યું. પછી ચતુરંગી સેના સાથે જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું, જ્યાં તેતલિપુત્ર અણ ગાર હતા, ત્યાંઆવ્યો.આવીને તેતલિપુત્ર અણ ગા૨ને વંદન કર્યા,નમસ્કાર કર્યા. વિનય ની સાથે પુનઃ પુનઃ ક્ષમા યાચના કરી, ન અતિ દૂર કે ન નજીક એવા સ્થાન પર બેસીને તેની ઉપા સના કરવા લાગ્યા. ત્યાર પછી તેતલિપુત્ર અણગારે કનકધ્વજ રાજાને અને મોટી પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી કનકધ્વજ તેતલિપુત્ર કેવલી પાસેથી ધર્મ સાંભળીને હૃદયમાં ધારણ કરીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. શ્રાવક ધર્મ અંગીકાર કરીને તે યાવત્ જીવ અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઇ ગયો. ત્યાર પછી તેતલિપુત્ર કેવલી ઘણાં વર્ષો સુધી કેવલી અવસ્થામાં રહીને યાવત્ સિદ્ધ થયા. અધ્યયન - ૧૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૧૫-નંદીફળ [૧૫૭] જો શ્રમણ ભગવાન મહાવીરે ચૌદમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે પંદરમાં જ્ઞાતાધ્યનનો શું અર્થ ફરમાવેલ છે ?’ ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં ચંપા નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. ધન્ય સાર્થવાહ હતો. તે ઋદ્ધિસંપન્ન હતો યાવત્ કોઇથી પરાભવ પામતો નહીં.’ તે ચંપા નગરીથી ઉત્તરપૂર્વ દિશામાં અહિછત્રા નામની નગરી હતી. તે ભવનો આદિથી યુક્ત તથા સમૃદ્ધિથી પરિપૂર્ણ હતી. તે અહિ છત્રા નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે મહાહિમવંત પર્વતની સમાન આદિ વિશેષણોથી યુક્ત હતો. એકદા ધન્ય સાર્થવાહના મનમાં મધ્યરાત્રિના સમયે આ પ્રકારનો અધ્યવ સાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ, ઉત્પન્ન થયો-વિપુલ ઘી, તેલ, ખાંડ, ગોળ, આદિ માલ લઇને મારે અહિછત્રા નગરીમાં વ્યાપાર કરવા માટે જવું શ્રેયસ્કર છે.’ વિચાર કરીને ગણિમ, ધરિમ, મેય, અને પારિચ્છેદ્ય માલને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને ગાડા-ગાડી તૈયાર કર્યા. કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયો ! તમે જાઓ. ચંપાના શ્રૃંગાટક યાવત્ બધા માર્ગોમાં ઘોષણા કરી દો 9 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૫/૧૫૭ કે- હે દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ વિપુલ માલ ભરીને અહિછત્રાનગરમાં વાણિજ્યના નિમિત્તે જવાની ઈચ્છા કરે છે. તેથી હે દેવાનુપ્રિયો! જે કોઈ ચરક, ચીરિક, ચર્મખડિક, ભિક્ષાંડ, પાંડુરક, ગોતમ, ગોવતી, ગૃહધમ, ગૃહસ્થ ધર્મનું ચિંતન કરનારા, અવિરુદ્ધ, વિરુદ્ધ વૃદ્ધતાપસ, શ્રાવક-બ્રાહ્મણ અથવા વૃદ્ધ શ્રાવક અથ, બ્રાહ્મણ, રક્તપટ નિગ્રંથ આદિ વ્રતવાન યા ગૃહસ્થ જે કોઈ પણ ધન્ય સાર્થવાહની સાથે અહિછત્રા નગરીમાં જવા ઇચ્છે, તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઇ જશે. જેની પાસે છત્ર ન હોય તેને છત્ર આપશે, જેની પાસે જૂતા ન હોય તેને જૂતા આપશે, જેની પાસે કમંડલુ ન હોય તેને કમંડલુ અપાવશે, જેની પાસે પધ્ધોદન ન હોય તેને પોદન અપાવશે, જેની પાસે પ્રક્ષેપ ન હોય તેને પ્રક્ષેપ આપશે, જે પડી જશે, જે ભગ્ન થઈ જશે, જે ગુણ થઈ જશે, તેને સહાયતા આપશે અને સુખપૂર્વક અહિછત્રા નગરી સુધી પહોંચાડશે. બે વાર અને ત્રણવાર એવી ઘોષણા કરી દો. કૌટુમ્બિક પુરુષોએ યાવતું તે પ્રમાણેની ઘોષણા કરી. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોની ઘોષણા સાંભળીને ચંપા નગરીના ઘણા ચરક વાવતુ ગૃહસ્થ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચરક આદિ ગૃહસ્થોને જેની પાસે જૂતા ન હતાં તેને જૂતા અપાવ્યાં, યાવતુ પધ્ધોદન અપાવ્યા પછી તેને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચંપા નગરીની બહાર પ્રધાન ઉધાનમાં મારી પ્રતીક્ષા કરો. ત્યાર પછી ધન્ય સાર્થવાહે શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવડાવ્યા. બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને ભોજન કરાવ્યું. જમાડીને તેઓની અનુમતિ લીધી. અનુમતિ લઈને તેને ગાડી ગાડા જોડાવ્યા. જોડાવીને ચંપા નગરીની બહાર નીકળ્યો. ઘણે દૂર દૂર પડાવ ન કરતાં સુખજનક વસતિ અને પ્રાતરાશ કરતાં અંગદેશની વચ્ચો વચ્ચે થઈને દેશની સીમા પર જઈ પહોંચ્યા. ત્યાં જઈને ગાડા-ગાડી ખોલ્યા. પડાવ નાંખ્યો. અને પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણેકહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારી સાથેના પડાવમાં ઊંચા ઊંચા શબ્દથી વારંવાર ઉદ્ઘોષણા કરતા એમ કહો કે હે દેવાનુપ્રિયો ! આગળ આવનાર અટવીમાં મનુષ્યોનું આવાગમન નથી અને તે ઘણી લાંબી છે.તે અટવીના મધ્યભાગમાં નંદીફળ નામક વૃક્ષો છે. તે ઘેરા લીલા વર્ણવાળા યાવતુ પાંદડાવાળા, પુષ્પોવાળા ફળો વાળા, લીલા શોભાય માન અને સૌન્દર્યથી અત્યંત શોભિત છે. પરંતુ હે દેવાનુપ્રિયો ! કોઈ જો તે નંદીસલ વૃક્ષો ના ફળ, મૂલિ કંદ, છાલ, પુષ્પ, બીજ યા રહિતનું ભક્ષણ કરશે અથવા તેની છાયામાં પણ બેસસે તેને આપાતતઃ સારું લાગશે, પરંતુ પછી તેનું પરિણમન થવા પર અકાળમાં તે મૃત્યુને પ્રાપ્ત થશે. તેથી હે દેવાનુપ્રિયો ! કોઈ તે નંદીલોના મૂલ આદિનું સેવન ન કરતાં યાવતુ તેમની છાયામાં વિશ્રામ પણ ન કરતા. જેથી અકાલમાંજ જીવનનો નાશ ન થાય. બીજા વૃક્ષોની છાયામાં બેસજો અને બીજા વૃક્ષોના મૂલ, ફળ આદિનું ભક્ષણ કરજો. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાવ્યા. જોડાવીને જ્યાં નંદીફળ વૃક્ષો હતાં ત્યાં આવ્યા. તે નંદીફળ વૃક્ષોથી ન અતિદૂર કે ન અતિ નજીક પડાવ નાંખ્યો પછી બીજીવાર અને ત્રીજીવાર પૂર્વવતુ ઉઘોષણા કરી. તેમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાથે વાહની વાત પર શ્રદ્ધા કરી, યાવત રૂચિ કરી. તેઓ તે વાતની શ્રદ્ધા કરતાં તે નંદીફલોનો દૂરથી જ ત્યાગ કરીને, બીજા વૃક્ષોના મૂલ આદિનું સેવન કરતા અને તેની છાયામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫ ૧૩૧ વિશ્રામ કરતા. તેઓને તાત્કાલિક સુખ તો પ્રાપ્ત ન થયું પરંતુ તેની પછી જેમ જેમ પરિણમન થતું ગયું તેમ તેમ તે વારંવાર સુખ રૂપ જ પરિણમન થતું ગયું. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિથ યા નિગ્રંથીઓ સંયમ લઇને પાંચ ઇન્દ્રિયોના કામભોગોમાં આસક્ત નથી થતા અને અનુરક્ત નથી થતા, તે આ જ ભવમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને પરલોકમાં પણ દુઃખ નથી પામતા, યાવત્ અનુ ક્રમથી સંસારરૂપ અટવીથી પાર પામે છે. તેમાંથી કેટલાક પુરુષોએ ધન્યસાર્થવાહની આ વાત પર શ્રદ્ધા ન કરી, રુચિ ન કરી. તેઓ ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા ન કરતાં જ્યાં નંદીફલ વૃક્ષો હતા, ત્યાં ગયા. જઇને તેઓએ તે નંદીફલ વૃક્ષોના મૂલ, ફળ આદિનું સેવન કર્યું અને તેની છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલિક તો સુખ થયું, પરંતુ પછી તેનું પરિણમન થતાં યાવત્ જીવનથી રહિત થવું પડ્યું. તે પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રુજિત થઇને પાંચ ઇન્દ્રિયોના વિષય ભોગમાં આસક્ત થાય છે તેઓ આ પુરુષોની જેમ ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાવ્યા. જોડાવીને તે જ્યાં અહિછત્રા નગરી હતી, ત્યાં પહોંચ્યા. પહોંચીને અહિછત્રા નગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં પડાવ નાંખ્યો અને ગાડા-ગાડી છોડાવ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે મહામૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને ઘણા પુરુષોની સાથે, તેઓથી પરિવૃત થઇને તે અહિચ્છત્રા નગરીની મધ્યમાં થઇને પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે ગયા. ત્યાં જઇને બંને હાથ જોડીને યાવત્ રાજાને અભિનંદન કર્યું. અભિનંદન કરીને પછી તે બહુમૂલ્ય ઉપહાર તેની પાસે રાખી દીધો. ત્યાર પછી રાજા કનકકેતુ હર્ષિત તેમજ સંતુષ્ટ થયો. તેણે ધન્ય સાર્થવાહના તે મૂલ્યવાન ઉપહારને. સ્વીકાર કરીને ધન્ય સાર્થવાહનો સત્કાર-સન્માન કર્યા. શુલ્ક માફ કરી દીધી. પછી ધન્ય સાર્થવાહે પોતાના ભાન્ડનો વિનિમય કર્યો. વિનિમય કરીને તેણે પોતાના માલની બદલેબીજોમાલલીધો.પછી સુખપૂર્વક ચંપાનગરીમાં આવી પહોંચ્યો. પોતાના મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને મળ્યો અને મનુષ્ય સંબધી વિપુલ ભોગોપભ`ગ ભોગતો થકો રહેવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં સ્થવિર ભગવંતોનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મ દેશના સાંભળીને અને પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુમ્બમાં સ્થા પિત કરીને દીક્ષિત થઇ ગયો. સામાયિકથી લઇને અગ્યાર અંગોનું અધ્યયન કરીને અને ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને, એક માસની સંલેખના કરીને, સાઠ ભક્તનું અનશન કરીને, કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયો તે દેવલોકથી, આયુ ક્ષય થવા પર, અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે. યાવત્ જન્મ મરણનો અંત કરશે. અધ્યયન-૧૫ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયન- ૧૬ -અવરકંકા [૧૫૮] જો શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે તો સોલમા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે ?’ ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમય માં ચંપા નગરી હતી. ઉત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ ઉદ્યાન હતું. તે ચંપા નગરીમાં ત્રણ બ્રાહ્મણ બંધુઓ નિવાસ કરતા હતા. તે આ પ્રમાણે-સોમ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યાવત્ નાયાધમ્મ કહાઓ – ૧/-/૧૪/૧૫૮ સોમદત્ત અને સોમભૂતિ. તેઓ ધનાઢય હતા યાવત્ ઋગ્વેદ આદિ બ્રાહ્મણ શાસ્ત્રોમાં યાવત્ અત્યંત પ્રવીણ હતા. તે ત્રણ બ્રાહ્મણોને ત્રણ પત્નીઓ હતી તે આ પ્રમાણે-નાગ શ્રી, ભૂતશ્રીઅને યક્ષશ્રી.તે સૂકુમાર હાથ-પગઆદિઅવયવોથીપરિપૂર્ણ તે બ્રાહ્મ ણોને ઇષ્ટ હતી. તે મનુષ્ય સંબંધી વિપુલ યાવત્ કામભોગ ભોગવતી થકી રહેતી હતી. ત્યાર પછી કોઇ સમયે તે ત્રણે બ્રાહ્મણો એક સાથે મળ્યા અને પરસ્પરમાં આ પ્રમાણેનો કથા સમુલ્લાપ થયો ‘હે દેવાનુપ્રિયો ! આપણી પાસે ઘણું ધન યાવત્ સુવર્ણ આદિ છે. સાત પેઢી સુધી ખુબ દેવામાં આવે, ભોગવવામાં આવે, વેંચવામાં આવે તો પણ પર્યાપ્ત છે. તો આપણા એક બીજાના ઘરમાં વારા પ્રમાણે; વિપુલ આહાર બનાવડાવી-બનાવ ડાવીને એકી સાથે બેસીને જમવું તે સારૂં છે.” ત્રણે બ્રાહ્મણ બંધુઓએ તે વાત પરસ્પર સ્વીકાર કરી તેઓ હંમેશા એક બીજાના ઘરમાં પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર બનાવડવા લાગ્યા અને સાથે બેસી ભોજન કરવા લાગ્યા. ત્યાર પછી એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યા. ત્યાર નાગશ્રી બ્રાહ્મણીએ વિપુલ અશનાદિ બનાવ્યું. ભોજન બનાવીને એક મોટું શરદ ઋતું સંબંધી અથવા સાર યુક્ત તુંબાનું ઘણાં મશાલા નાંખીને અને તેલથી વ્યાપ્ત કરીને તૈયાર કર્યું. પછી પોતાની હથેળીમાં એક બુંદ લીધું અને તેને ચાખ્યું તો ખબર પડી કે તે શાક ખારૂં, કડવું, અખાદ્ય અને અને વિષ જેવું છે. આ જાણી ને તે મનોમન વિચારવા લાગી “મને અધન્યા, પુણ્યહીના, અભાગિની, ભાગ્યહીન સત્ત્વ વાળી અને લિંબોડીની સમાન અનાદરણીય, નાગશ્રીને ધિક્કાર છે ! કે જે (મે) શરદ ૠતુ સંબંધી યા રસયુક્ત તુંબડું ઘણાં મસાલાથી યુક્ત તેમજ તેલથી વઘારી તૈયાર કરેલ છે. તેના માટે ઘણું દ્રવ્ય બગાડ્યું અને તેલનો સત્યનાશ કર્યો. જો મારી દેરાણીઓ જાણશે તો મારી નિંદા કરશે તેથી મારે માટે ઉચિત છે કે મારી દેરાણીઓ જાણે તે પહેલાં જ શાક આ કોઇ સ્થાને છૂપાવી દેવામાં આવે અને બીજુ શરદ ઋતુ સંબંધી અને સારથી યુક્ત મીઠાપૂંબા યાવત્ ઘણા તેલથી વધારેલ તૈયાર કરાય તો સારું આ પ્રમાણે નાગ શ્રીને વિચાર આવ્યો. વિચાર કરીને મીઠું તૂંબડું તૈયા૨ કર્યું. ત્યાર પછી તે બ્રાહ્મણો સ્નાન કરીને યાવત્ સુખાસન પર બેઠા. તેઓને તે વિપુલ અશનાદિ, પીરસવામાં આવ્યું. તે બ્રાહ્મણો ભોજન કરી લીધા પછી પાણીથી હાથ ધોઇને, સ્વચ્છ થઈને, પવિત્ર થઇને, પોત પોતાના કામમાં લાગી ગયા. ત્યાર પછી સ્નાન કરેલી તે બ્રાહ્મણીઓએ યાવત્ શ્રૃંગાર કર્યો પછી તે વિપુલ અશનાદિ, આહાર જમ્યા પછી તે પોતપોતાના ઘરે ચાલી ગઈ. [૧૫૯] તે કાળે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરના શિષ્ય ધર્મચિ નામ ના અણગાર હતા. તે ઉદાર, પ્રધાન યાવત્ તેજોલેશ્યાથી સંપન્ન હતા અને માસ માસનું તપ કરીને વિચરતા હતા, ત્યાર પછી તે ધર્મચિ અણગારને પારણાનો દિવસ આવ્યો. ત્યારે તેણે માસખમણના દિવસે પ્રથમ પોરસીએ સ્વાધ્યાય કર્યો. બીજી પોરસીએ ધ્યાન કર્યું. ઇત્યાદિ બધો વૃત્તાન્ત ગૌતમસ્વામીની સમાન જાણી લેવો જોઇએ. ત્રીજા પ્રહરમાં પાત્રનું પ્રતિલેખન કર્યું. પછી ધર્મઘોષ સ્થવિર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી. યાવત્ ચંપા નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભ્રમણ કરતાં તેઓએ નાગશ્રી બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે નાગશ્રીને ધર્મઘોષ મુનિને આવતાં જોયા. જોઇને તે શરદ્ ૠતુ સંબંધી, ઘણાં મસાલાવાળું અને તેલથી યુક્ત ઝૂંબનું શાક કાઢી Page #136 -------------------------------------------------------------------------- ________________ # શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૩૩ નાખવાને માટે હષ્ટ-તુષ્ટ થઇ અને તે ઉભી થઈ. ઉભી થઇને તે ભોજનગૃહમાં ગઇ. ત્યાં જઇને તેણીએ તે શરદ ઋતુ સંબંધી તીખું અને કડવું ઘણાં તેલવાળું બધું જ શાક મુનિના પાત્રમાં વહોરાવી દીધું. ત્યાર પછી તે ધર્મરુચિ અણગાર આહાર પર્યાપ્ત છે’ એમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળ્યા. તેણે ધર્મઘોષ સ્થવિર પાસે ઇર્ષ્યાપથ પ્રતિક્રમણ કર્યું. અન્નપાનનું પ્રતિલેખન કર્યું અને ગ્રહને બતાવ્યું ત્યારે ધર્મઘોષ સ્થવીરે તે સુભૂમિ ૠતુ સંબંધી તેમજ તેલથી વ્યાપ્ત શાકમાંથી એક બુંદ હાથમાં લઇને ચાખ્યું. ત્યારે તે શાક તીખું, ખારું, કડવું, અખાદ્ય, અભોજ્ય અને વિષની સમાન જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું.-‘હે દેવાનુપ્રિય, જો તમે આ તૂંબડાનું શાક ખાશો તો તમે અસમય માંજ જીવથી રહિત જાશો. તેથી હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને આ શરદ ૠતુ સંબધી તૂંબડાનું શાક એકાંતમાં, આવાગમનથી રહિત, અચિત્તભૂમિમાં પરઠવી દો. તેને પરઠવીને પછી બીજા પ્રાસુક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરીને તેને ભોગવો. ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરને એમ કહેવા ૫૨ ધર્મચિ અણગાર ધર્મઘોષસ્થવિર પાસેથી. નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનની અધિક દૂર નહીં તેમજ અધિક અધિક નજીક નહીં એવા થંડીલની પ્રતિલેખના કરીને શાકની એક બુંદ લીધી અને તે ભુભાગ ઉપર નાંખી. ત્યાર પછી તે તીખા કડવા અને તેલથી વ્યાપ્ત શરદ સંબંધી શાકની ગંધથી ઘણી હજારો કીડીઓ ત્યાં આવી ગઇ. તેમાંથી જે કીડીઓએ શાક ખાધું. કે તરતજ તે અસમયમાં મૃત્યુ પામી. ત્યાર પછી ધર્મરુચિ અણગારના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. કે જો શાકનું એક બુંદ નાંખવા પર અનેક હજાર કીડીઓ મરી ગઇ તો હું બધું જ શાક ભુમિ ઉપર નાંખીશ તો તો તે ઘણા પ્રાણીઓ, જીવો, ભુતો અને સત્ત્વોના વધનું કારણ થશે. તેથી શાકને ખાઇ જવું મારા માટે શ્રેયસ્કર છે. આ શાક મારા શરી૨ને જ સમાપ્ત કરશે. અણગારે એવો વિચાર કરીને મુખવસ્તિકાનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન કરીને મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. તે શરદ સંબંધી તૂંબડાનું તીખું કડવું અને ઘણાં તેલથી વ્યાપ્ત શાક સ્વયંજ બિલમાં સર્પની જેમ પોતાના શરીરના કોઠામાં નાંખી દીધું. ધર્મચિ અણગારના શરીરમાં એક મુહૂર્તમાં જ વેદના ઉત્પન્ન થઇ તે વેદના ઉત્કૃષ્ટ હતી યાવત્ દુસ્સહ હતી. શાક પેટમાં નાંખ્યા પછી ધર્મરુચિ અણગાર સ્થાનથી રહિત, બલ હીન, વીર્યથી રહિત, તથા પુરુષકાર અને પરાક્રમથી હીન થઇ ગયા હવે આ શરીર ધારણ નહિ કરી શકાય, એમ જાણીને તેણે આચારનું પાત્ર એક સ્થાન પર રાખી દીધું. તેણે રાખીને સ્થંડિલભૂમિનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરીને તેણે દર્ભનો સંથારો કર્યો. અને તે તેના પર બેસી ગયા. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પર્યંક આસનથી બેસીને બંને હાથ જોડીને મસ્તકપર આવર્તન કરીને અંજલી કરીને આ પ્રમાણે કહ્યું ‘અરિહંતો યાવત્ સિદ્ધ ગતિને પ્રાપ્ત ભગવંતોને નમસ્કાર. મારા ધર્મગુરુ ધમ ચાર્ય સ્થવિરભગવંત ધર્મઘોષમુનિને નમસ્કાર. પહેલાં મેં સ્થવિર ભગવાન ધર્મઘોષની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતનું જીવન પર્યંતને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. યાવત્ પરિગ્રહના પણ, આ સમયે પણ હું તેજ ભગવંતોની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવત્ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરું છું. જીવન પર્યંત જેમ સ્કંધક મુનિએ કર્યો તેમ અહીં પણ જાણી લેવું. યાવત્ અંતિમ શ્વાસોચ્છ્વાસ સાથે આ શરીરનો પણ પરિત્યાગ કરું Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧૬/૧૫૯ છું. આ પ્રમાણે કહીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈને તે મૃત્યુને પ્રાપ્ત થયા. ત્યાર પછી ધર્મઘોષ મુનિએ ધર્મરુચિ અણગારને લાંબા સમયથી ગયેલા જાણીને નિગ્રંથ શ્રમણોને બોલાવ્યા; બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! ધમરુચિ અણ ગારને યાવતુ તેલાવાળું કડવા તુંબડાનું શાક મળ્યું હતું તેને પરઠવા માટે તે બહાર ગયા છે. ઘણો સમય થઈ ગયો છે તેથી હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ધર્મરુચિ અણગારની સર્વ સ્થાને માર્ગણા- કરો. ત્યારે શ્રમણનિગ્રંથોએ પોતાના ગુરુના આદેશને અંગીકાર કર્યો.બહાર નીકળ્યા નીકળીને ચારેતરફધર્મરુચિ અણગારની માર્ગણા-ગવેષણા કરતાં થકાં જ્યાં ચંડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા. આવીને જોયું તો ધર્મચિ અણગારનું શરીર નિપ્રાણ, નિષ્પષ્ટ અને નિર્જીવ પડ્યું હતું તેને જોઈને તેઓના મુખમાંથી સહજ શબ્દો નીકળી ગયાહાહા ! અહો ! આ અકાર્ય થયું છે, ખરાબ થયું છે.” આમ કહીને તેઓએ ધર્મરુચિ અણગારના કાળધર્મ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને ધર્મરુચિ અણગારના આચાર ભાંડક (પાત્ર) ગ્રહણ કર્યા અને જ્યાં ધર્મઘોષ નામના સ્થવિર હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને બોલ્યા આપનો આદેશ મેળવીને અમે સુભૂમિભાગ ઉદ્યાનની ચારે તરફ ધર્મરુચિ અણ ગારની યાવતું દરેક રીતે તપાસ કરતાં સ્પંડિલ ભૂમિમાં ગયા, જઈને યાવતુ જલ્દીથીજ અહીં પાછા આવ્યા. હે ભગવન્! ધર્મરુચિ અણગાર કાળ ધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના આચાર પાત્ર છે. ત્યાર પછી સ્થવિર ધર્મઘોષે પૂર્વ દિશામાં ઉપયોગ લગાડ્યો. ઉપયોગ લગાડીને શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને બોલાવ્યા. બોલાવીને તેઓને કહ્યું-હે આર્યો ! આ પ્રમાણે મારો અંતેવાસી ધર્મચિ નામક અણગાર સ્વભાવથી ભદ્ર વાવતુ વિનીત હતા. તે માસખમણની તપસ્યા કરી રહ્યા હતા. યાવતુ તે નાગશ્રી. બ્રાહ્મણીના ઘરે પારણાને માટે ગયા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણીએ તેમને પાત્રમાં યાવતું બધુજ કડવું વિષ સમાન હૂંબનું શાક નાખી દીધું. ત્યારે ધર્મરુચિ અણગાર પોતાના માટે પયપ્તિ આહાર જાણીને યાવતુ કાલની આકાંક્ષા ન કરતા થકા વિચારવા લાગ્યા. ધર્મરુચિ અણગાર ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પયય પાળીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિમાં લીન થઈને કાલ માસમાં કાળ કરીને, ઉપર સૌધર્મ આદિ દેવલોકને ઓળ ગીને યાવતુ સવર્થસિદ્ધ નામના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી રહિત એક જ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તે ધર્મચિ દેવ ત્યાંથી શ્રુત થઈને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને સિદ્ધિ પ્રાપ્ત કરશે. [૧૬] તેથી હે આર્યો ! તે અધન્ય, અપુણ્ય, યાવતું લિંબોળીની સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે, જેણે તથા રૂપ સાધુ ધર્મરુચિ અણગારને મા ખમણના પારણામાં શરદુ સંબંધી યાવતુ તેલથી વ્યાપ્ત કડવા તુંબનું શાક આપીને અસમયમાં જ મારી નાંખ્યા. ત્યારે તે નિગ્રંથ શ્રમણોએ ધર્મઘોષ સ્થવિરની પાસેથી આ વૃત્તાન્ત સાંભ ળીને અને સમજીને ચંપા નગરીના હ્રજ્ઞાટક આદિમાગમાં જઈને યાવતુ ઘણા લોકોને આ વાત કહી ઘણા લોકો પણ આપસમાં આ વાતચીત કરવા લાગ્યા. તે બ્રાહ્મણો ચંપા નગરીમાં ઘણા લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને સમજીને કુપિત થયા યાવતુ ક્રોધથી લાલ થઈ ગયા - બળવા લાગ્યા. તેઓ જ્યાં નાગશ્રી હતી ત્યાં પહોંચ્યા. તેઓએ નાગશ્રીને આ પ્રમાણે કહ્યું Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૩૫ “અરે નાગશ્રી ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારી દુષ્ટ,અશુભ લક્ષણોવાળી ! નિકટ કષ્ણ ચતુર્દશીમાં જન્મેલી! તું અધન્ય. અપુણ્ય યાવતું લિંબોળીની સમાન કડવી છે, તને ધિક્કાર છે ! જેને તથારૂપ સામ્બે માસખમણાના પારણે શરદ્ સંબંધી યાવતું શાક વહો રાવીને મારી નાખ્યા.” આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ ઊંચા. નીચા, આક્રોશ આક્રોશ વચન કહીને આક્રોશ કરી તેને ફીટકાર કર્યો. ભર્જના કરી. તેને નિચ્છોટન કરી. હે પાપિણી ! તારે તારા કર્મનું ફળ ભોગવવાનું જ છે, ઈત્યાદિ વચનોથી તર્જના કરી અને થપ્પડ આદિથી મારા મારી તાડન કરી. આ પ્રમાણે તર્જના અને તાડના કરીને તેણીને ઘરમાંથી કાઢી મુકી. ત્યાર પછી નાગશ્રી પોતાના ઘરેથી કઢાયેલી ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્કમાં ચત્વર (ચબુતર)માં, તથા ચતુર્મુખ દેવકુલોમાં ઘણાં લોકો વડે અવહેલના કરાતી કુત્સા કરાતી, નિંદા કરાતી, ગહ પામતી આંગળી બતાવીને તર્જના કરાતી, દંડ આદિથી માર મારીને વ્યથિત કરાતી, ધિક્કારાતી, થુંકાતી ક્યાંય પણ સ્થાન પામી નહીં તેમજ ક્યાંય રહેવાની જગ્યા મેળવી શકી નહીં. ટુકડા-ટુકડા જોડેલા વસ્ત્ર પહેરીને, ભોજન માટે શકોરાનો ટુકડો લીધો, પાણી પીવાને માટે ઘડાનો ટુકડો હાથમાં લીધો, મસ્તકપર અત્યંત વિખરાયેલા વાળને ધારણ કર્યા, જેની પાછળ માખીઓનું ટોળે ગુનગુન કરે છે તેવી તે નાગશ્રી ઘેર-ઘેર દેહવલિનાં દ્વારા પોતાની આજીવિકા ચલાવતી ભટકવા લાગી. ત્યાર પછી તે નાગશ્રી બ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાતંક ઉત્પન્ન થયા. ત્યારપછી નાગશ્રી બ્રાહ્મણી સોળ રોગાતંકથી પીડિત થતી, અત્યંત દુઃખથી પીડિત થઇને કાળ સમયે કોલ કરીને છઠ્ઠી નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિથી નારકના રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી નરકમાંથી નીકળીને તે નાગશ્રી મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તેનો શસ્ત્રથી વધ થયો. તેથી દાહની ઉત્પત્તિથી કાલ માસમાં કાલ કરીને નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નારકના રૂપે ઉત્પન્ન થઈ. નાગશ્રી સાતમી નરકમાંથી નીકળીને સીધી બીજીવાર મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ તેનો શસ્ત્રથી વધ થયો અને દાહની ઉત્પત્તિ થવાથી મૃત્યને પ્રાપ્ત થઈને પુનઃ નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના આયુષ્યવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. સાતમા નરકમાંથી નીકળીને ત્રીજીવાર પણ મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ તે શસ્ત્રથી વધ કરવા યોગ્ય થઈ યાવતુ કાળ કરીને બીજીવાર છઠ્ઠા નરકમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ઉરગયોનિ સપમાં ઉત્પન્ન થઇ. આ પ્રમાણે જેમ ગોશાલકના વિષયમાં કહેલ છે તેમ જાણી લેવું. યાવતુ રત્નપ્રભા આદિ સાતે નરકોમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળીને યાવતું તે જો ખેચરની યોનિ છે તેમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી ખર (કઠીન) બાદર પૃથ્વીકાયના રૂપમાં અનેક લાખવખત ઉત્પન્ન થઈ. [૧૬૧] ત્યાર પછી તે પૃથ્વીકાયમાંથી નીકળીને આ જમ્બુદ્વીપમાં, ભારત વર્ષ માં, ચંપાનગરીમાં, સાગરદત્ત સાર્થવાહની ભદ્રાભાયની કુક્ષિમા ઉત્પન્ન થઈ. ત્યારે ભદ્રાસાર્થવાહીએ નવ માસ પૂર્ણ કરીને બાલિકાને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાલુની સમાન અત્યંત સુકોમળ હતી. તે બાલિકાના બાર દિવસ વ્યતીત થવા પર માતા-પિતાએ તેનું ગુણવાળું અને ગુણથી નિષ્પન્ન નામ “સુકુમાલિકા' રાખ્યું. ત્યારે Page #139 -------------------------------------------------------------------------- ________________ હK ૧૩૬ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૬/૧૬૧ પછી સુકમાલિકા બાલિકને પાંચ ધાવમાતાએ ગ્રહણ કરી પર્વતની ગુફામાં રહેલી ચંપકલતા જેમ વાયુ વિહીન પ્રદેશમાં વ્યાધાત રહિત વધે છે તેમ તે પણ વધવા લાગી. ત્યાર પછી તે સુકુમાલિકા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ. યાવતુ રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાલી થઈ. [૧૬] ચંપા નગરીમાં જિનદત્ત નામક એક ધનિક સાર્થવાહ નિવાસ કરતો હતો. તે જિનદત્તની ભદ્રા નામની પત્ની હતી. તે સુકુમારી હતી, જિનદાસને પ્રિય હતી. યાવતું મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન કરતી તે રહેલી હતી. તે જિનદત્ત સાર્થવાહનો પુત્ર અને ભદ્રા ભાયનો આત્મજ સાગર નામનો દીકરો હતો. તે પણ સુકુમાર યાવતું સુંદર રૂપથી સંપન્ન હતો. એકવાર જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરેથી નીકળયો નીકળીને સાગરદત્તના ઘરની પાસેથી જતો હતો. અહીં સુકુમાલિકા છોકરી સ્નાન કરી, દાસીઓના સમૂહથી ઘેરાયેલી, ભવનની ઉપરના છત પર સુવર્ણના દડાથી ક્રીડા કરતી વિચરતી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહ સુકુમાલિક છોકરીને જોઇ. જોઈને તેને સુકુમાલિકા છોકરીના રૂપ પર યૌવન પર અને લાવણ્ય પર આશ્ચર્ય થયું તેને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને પૂછ્યું દેવાનુપ્રિયો આ કોની છોકરી છે? તેનું નામ શું છે? જિનદત્ત સાર્થવાહના એ પ્રમાણે કહેવા પર તે કૌટુમ્બિક પુરુષો હર્ષિત અને સંતુષ્ટ થયા તેઓએ હાથ જોડીને આ પ્રમાણે ઉત્તર આપ્યો-દેવાનુપ્રિય ! તે સાગરદત્ત સાર્થવાહની પુત્રી ભદ્રાની આત્મજા સુકુમાલિકા નામની છોકરી છે. જિનદત્ત સાર્થવાહ તે કૌટુમ્બિક પુરુષો પાસેથી તે અર્થને સાંભળી પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી નાહી-ધોઈને તથા મિત્રજનો અને જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને ચંપા નગરીની મધ્યભાગમાં થઈને જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં આવ્યા. ત્યારે સાગરદત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આવતો જોયો. આવતા જોઈને તે આસન ઉપરથી ઉભો થયો. ઉઠીને તેણે જિનદત્તને આસન ગ્રહણ કરવાનું નિમંત્રણ આપ્યું. વિશ્રાન્ત અને વિશ્વસ્ત થયેલા અને સુખદ આસન પર આસીન થયેલા જિનદત્તને પૂછ્યું ! દેવાનુપ્રિય ! આપના આગમનું શું પ્રયોજન છે? ત્યારે જિનદત્ત સાર્થવાહે કહ્યું- ‘દેવાનુપ્રિય ! હું આપની પુત્રી, સુકમાલિકાની સાગરદત્તની રત્નીના રૂપમાં માંગણી કરું છું. અગર આપ આ યુક્ત સમજો, પાત્ર સમજે, પ્રશંસનીય સમજો અને એમ સમજો કે આ સંયોગ સમાન છે, તો સુકુમાલિકા સાગરદત્તને આપો. અગર આપ આ સંયોગ ઇષ્ટ સમજો છો, તો સુકુમાલિકાને માટે શું મૂલ્ય આપીએ ? ત્યાર પછી સાગરદત્ત કહ્યું- સુકુમાલિકા અમારી એકની એક પુત્રી છે, એક જ ઉત્પન્ન થઈ છે, અમને પ્રિય છે. તેનું નામ સાંભળવાથી જ અમને હર્ષ થાય છે તો જોવાની તો શું વાત કરવી? તેથી હું સુકુમાલિ કાનો એક ક્ષણ માટે પણ વિયોગ ઇચ્છતો નથી. જો સાગરપુત્ર અમારા ઘરનો જમાઈ બની જાય તો હું સુકુમાલિકા આપું.' - ત્યાર પછી જિનદત્ત સાર્થવાહ, સાગરદત્ત સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર પોતાના ઘરે ગયો. ઘરે જઈને સાગર નામના પુત્રને બોલાવ્યો અને કહ્યું- હે પુત્ર ! સાગર દત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે કે સાગરપુત્ર મૌન રહ્યો. ત્યાર પછી એકવાર કોઈ સમયે શુભ તિથિ અને કરણમાં જિનદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. યાવતુ જમાડીને પછી સન્માનિત કર્યા. પછી સાગરપુત્રને Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧દ. ૧૩૭ સ્નાન કરાવીને વાવતુ બધા અલંકારોથી વિભૂષિત કર્યો હજાર પુરુષોથી વહન કરાય તેવી પાલખી તૈયાર કરાવી. તેના પર આરૂઢ કર્યો. ત્યાર પછી મિત્રો તેમજ જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને યાવતુ પુરા ઠાઠથી પોતાના ઘરેથી નીકળ્યો. તેને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. ત્યાર પછી સાગર સાર્થવાહે વિપુલ અશનાદિ, તૈયાર કરાવીને યાવતુ તેનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાટ પર બેસાડ્યો. બેસાડીને ચાંદી અને સોનાના કલશોથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને હોમ કરાવ્યું. હોમ પછી સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ્યું. [૧૪] તે સમયે સાગરપુત્ર સુકુમાલિકા પુત્રીના આ પ્રમાણેના હાથના સ્પર્શને એવો અનુભવ કરવા લાગ્યો, જાણે કોઈ તલવાર હોય અથવા મુક્ર અગ્નિ હોય. તેનાથી પણ અધિક અનિષ્ટ હાથના સ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. પરંતુ તે સમયે તે સાગર ઇચ્છા વિના વિવશ થઈને, તે હાથના સ્પર્શનો અનુભવ કરતો થકો મુહૂર્ત માત્ર બેસી રહ્યો. ત્યાર પછી સાગરદન સાર્થવાહે સાગર પુત્રના માતા-પિતાને તથા મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને વિપુલ, ભોજનથી તથા પુષ્પ વસ્ત્ર આદિથી યાવતું સન્માનિત કરીને વિદાય કર્યો. ત્યાર પછી સાગરપુત્ર સુકુમાલિકાની સાથે જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સુકમાલિકા પુત્રીની સાથે શય્યા પર સુતો. - ત્યાર પછી સાગરપુત્રે સુકુમાલિકા પુત્રીનો આ પ્રકારનો અંગસ્પર્શનો અનુભવ કયો કે જાણે કોઈ તલવાર હોય યાવતુ તે અત્યંત અમનોજ્ઞ અંગસ્પર્શનો અનુભવ કરતો રહ્યો. ત્યાર પછી તે સાગરપુત્ર તેણીના અંગ સ્પર્શને સહન ન કરતો વિવશ થઈને મુહૂર્ત માત્ર-ત્યાં રહ્યો. ત્યાર પછી તે સાગર પુત્ર સુકુમાલિકા દારીકાને સુખપૂર્વક સુતેલી જાણીને તેની પાસેથી ઉઠ્યો અને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો. આવીને પોતા ની શય્યા પર સુઈ ગયો. ત્યાર પછી સુકુમાલિકા પુત્રી એક મુહૂર્તમાં જાગી ગઈ તે પતિ વ્રતા હતી અને પતિમાં અનુરાગવાળી હતી. તેથી પતિને પોતાની પાસે ન જોવાથી પથારીમાં બેઠી થઈ. પછી તે પોતાના પતિની શય્યા હતી ત્યાં ગઈ. ત્યાં જઈને તે સાગરની પાસે સૂઈ ગઈ. ત્યાર પછી સાગર દારકે બીજીવાર પણ સુકુમાલિકાના તે પ્રમાણેના અંગસ્પર્શનો અનુભવ કર્યો. યાવતું તે ઇચ્છા વિના પરાધીન થઈને થોડો સમય ત્યાં રહ્યો. ત્યાર પછી સાગરદારક સુકુમાલિકાને સુખપૂર્વક સૂતેલી જાણીને શય્યા પરથી ઉક્યો તેણે શયનાગારનું દ્વારા ઉઘાડ્યું. બારણું ખોલીને તે મરણથી છૂટકારો પામેલ કાગડાની જેમ શીઘ્રતાથી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાર પછી સુકુમાલિકા દારિકા થોડીવારમાં જાગી. તે પતિવ્રતા યાવતુ પતિને પોતાની પાસે ન જોવાથી પથારીમાંથી ઉઠી. તેણીએ સાગર દારકની સર્વ રીતે ગવેષણા કરી. ગવેષણા કરતાં કરતાં તેણીએ શયનગૃહના દ્વાર ખુલ્લા જોયા. તો કહ્યું-તે સાગરતો ચાલ્યો ગયો.” તેના મનનો સંકલ્પ મરી ગયો તેથી તે ચિંતા કરવા લાગી. [૧૫] ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ કાલ પ્રભાત થવા પર દાસચેટીને ' બોલાવી અને તેને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું જા અને વધૂ-વરના માટે મુખ-શોધનિકા લઇ જા. તેથી તે દાસચેટીએ ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર આ અર્થને ઘણું સારું કહીને અંગીકાર કર્યો. જ્યાં વાસગૃહ-શયનગૃહ હતું, ત્યાં આવી. ત્યાં આવીને સુકમા લિકાને દાસીએ ચિંતા કરતા જોઈ તેથી પૂછ્યું. ‘દેવાનુપ્રિયે! તું ભગ્ન મનોરથ વાળી થઇને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નાયાધમ્મ કહાઓ- ૧-૧૬/૧૫ ચિંતા કેમ કરે છે?” ત્યાર પછી સુકુમાલિકા દારિકાએ દાસચેટીકાને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિયે ! સાગરદારક મને સુખે સૂતેલી જાણીને મારી પાસેથી ઉક્યો અને વાસ ગૃહનું દ્વાર ઉઘાડીને યાવતું ચાલ્યો ગયો. ત્યાર પછી હું થોડી વારે ઉઠી, યાવતુ બારણું ઉઘાડું જોયું તો મેં વિચાર્યું: “સાગર ચાલ્યો ગયો.' તે કારણે ભગ્ન મનોરથ થઈને ચિંતા કરી રહી છું. ત્યાર પછી તે દાસચેટી સુકુમાલિકા દારિકાના આ અર્થને સાંભળીને સાગરદત્ત સાર્થવાહને તે વૃત્તાન્ત કહ્યો. ત્યારપછી તે દાસચેટી પાસેથી આ વૃત્તાન્ત સાંભળી-સમજીને સાગરદત્ત કુપિત થયો અને જ્યાં જિનદત્ત સાર્થવાહ હતો, ત્યાં ગયો. આવીને તેણે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! શું આ યોગ્ય છે? પ્રાપ્ત-ઉચિત છે? આ કુલને અનુરૂપ અને કુલના સશ છે ? કે જે સાગરદારક, સુકુમાલિકા દારિકાનો કંઈ પણ દોષ ન હોવા છતાં અને પતિવ્રતા હોવા છતાં છોડીને અહીં આવી ગયો? આમ કહીને ખુબ ખેદ યુક્ત ક્રિયાઓ કરીને તથા રુદનની ચેષ્ટા કરીને તેને ઠપકો આપ્યો. ત્યારે જિનદત્ત, સાગર દત્તના અર્થને સાંભળીને જ્યાં સાગરદારક હતો. ત્યાં આવ્યો. આવીને સાગરદારકને કહ્યું હે પુત્ર! તે ખરાબ કર્યું છે જે સાગરદત્તના ઘરેથી અહીં એકદમ ચાલ્યો આવ્યો. તેથી હે પુત્ર! એવું થવા છતાં પણ તૂ સાગરદત્તની સાથે તેના ઘરે જા.” ત્યારે સાગરપુત્રે જિનદત્તને આ પ્રમાણે કહ્યું- હે પિતા ! મને પર્વત પરથી પડવું સ્વીકૃત છે, વૃક્ષ ઉપરથી પડવું સ્વીકૃત છે, પાણીમાં ડુબવું, આગમાં બળવું, વિષ ભક્ષણ કરવું, પોતાના શરીરને સ્મશાન યા જંગલમાં છોડી દેવું કે જેથી જાનવર યા પ્રેત ખાય જાય, ગૃધ્રપૃષ્ઠ મરણ અથવા દીક્ષા લેવી યા પરદેશમાં ચાલ્યા જવું માન્ય છે પરંતુ નિશ્ચયથી હું સાગરદત્તના ઘરે જવાનો નથી. તે સમયે સાગરદન સાર્થવાહે દીવાલની પાછળ રહીને સાગરપુત્રના આ અર્થને સાંભળ્યો. સાંભળીને તે એવો લજ્જિત થયો કે જો ધરતી ફાટી જાય તો હું તેમાં સમાઈ જાઉં. તે જિનદત્તના ઘરેથી બહાર નીકળ્યો. નીકળીને પોતાના ઘરે આવ્યો. આવીને સુકુમાલિકા પુત્રીને બોલાવી અને તેને પોતાની ગોદમાં બેસાડી પછી તેને આ પ્રમાણે કહ્યું. “હે પુત્રી ! સાગરદારક તને ત્યાગી દીધી તો શું થઈ ગયું? હવે હું તને એવા પુરુષને આપીશ જેને તું ઈષ્ટ અને મનોજ્ઞ થઈશ.” આ પ્રમાણે કહીને સુકુમાલિકા દારિકાને ઈષ્ટ વાણીથી આશ્વાસન આપ્યું અને આશ્વાસન આપીને વિદાય કરી. ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહ કોઈ સમયે ભવનની ઉપરની અગાસી ઉપર સુખ પૂર્વક બેસીને વારંવાર રાજમાર્ગને જોઈ રહ્યો હતો. તે સમયે સાગરદત્તે એક મોટો ભિખારી પુરૂષ જોયો. તેણે સાંધેલા ટુકડાનું વસ્ત્ર પહેર્યું હતું હાથમાં કોરું અને પાણીનો ઘડો હતો. હજારો માખીઓ તેના માર્ગનું અનુસરણ કરતી હતી સાગરદને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને તે દ્રમક પુરુષને વિપુલ અશનાદિ, લાલચ આપીને ઘરની અંદર લઈ આવો. ઘરમાં લાવીને તેના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ફેંકી દો. ફેકીને આલંકારિક કર્મ કરાવો. પછી સ્નાન કરાવીને, બલિકમ કરાવીને, યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત કરો. પછી મનોજ્ઞ અશનાદિ, ભોજન કરાવીને મારી પાસે લઈ આવો. ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ યાવત્ આજ્ઞા સ્વીકાર કરી. તે રીતે ઘરે લાવ્યા ત્યાર Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૩૯ પછી સાગરદત્તે તે ભિખારી પુરષના ઊંચા સ્વરથી રોવાના શબ્દો સાંભળીને અને સમજીને કૌટુમ્બિક પુરુષોને કહ્યું ‘દેવાનુપ્રિયો ! આ ભિખારી પુરુષ કેમ જોર જોરથી રદન કરે છે? ત્યારે કમ્બિક પરષોએ આ પ્રમાણે કહ્યું સ્વામિન્ ! તે કોરાનો ટૂકડો અને ઘડાનો ટૂકડો એક તરફ ફેંકી દેવાથી તે જોર-જોરથી રડી રહ્યો છે. ત્યારે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુમ્બિક પુરુષોને કહ્યું- દેવાનુપ્રિયો! તમે તે ભિખારીના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ન ફેંકો પરંતુ તેની પાસે રાખી દો, જેથી તેને પ્રતીતિ રહે આ સાંભળીને તે ટૂકડા તેની પાસે રાખી દીધા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરષોએ તે ભિખા રીને અલંકારકર્મ કરાવ્યાં. પછી શતપાક અને સહસ્ત્રપાક તેલથી અભંગન કર્યું. અભ્ય ગન થઈ ગયા પછી સુવાસિત ગંધદ્રવ્યના ઉબટનથી તેના શરીરનું ઉબટન કર્યું. પછી ગરમ પાણીથી,સુગંધીપાણીઅને શીતલ પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બારીક અને સુકોમળ ગંધકષાય વસ્ત્રથી શરીર લૂછ્યું. પછી હંસ લક્ષણ વસ્ત્ર પહેરાવ્યાં. વસ્ત્ર પહેરાવીને તેને સર્વ અલંકારોથી અલંકૃત કર્યો. ભોજન કરાવીને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયા. ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહ સુકુમાલિકા દારિકાને સ્નાન કરાવ્યું યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી, તે ભિખારી પુરુષને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! આ મારી પુત્રી મને ઈષ્ટ છે. તેને હું તને તારી ભાવના રૂપે આપું છું. તમે આ કલ્યાકારિણીને માટે કલ્યાણકારી થાઓ ! ત્યાર પછી તે દ્રમુક પુરુષે સાગરદત્તની વાત સ્વીકાર કરી. સ્વી. કાર કરીને સુકુમાલિકા દારિકાની સાથે વાસગૃહમાં પ્રવેશ કર્યો અને સુકુમાલિકા દારિ કાની સાથે શય્યામાં સૂતો. તે સમયે તે દ્રમક પુરુષ સુકુમાલિકાનો તેવા પ્રકારના અંગ સ્પર્શનો અનુભવ થયો. શેષ વૃત્તાન્ત સાગર દારકની જેમ જાણી લેવું યાવતું. નીકળીને તેણે પોતાના પેલા શકોરાના ટૂકડા અને ઘડાનો ટૂકડો ગ્રહણ કરીને જે તરફથી આવ્યો હતો, તે તરફ ચાલ્યો ગયો. એ એવો ગયો કે જેમ કોઈ કસાયખાનેથી છૂટેલ હોય યા મારનાર પુરુષની પાસેથી છૂટકારો પામીને ભાગ્યો હોય ! તે દ્રમક પુરુષ ચાલ્યો ગયો એમ વિચારીને સુકુમાલિકા ભગ્ન મનોરથ થઈને યાવતું ચિંતા કરવા લાગી. - ત્યાર પછી ભદ્રાસાર્થવાહીએ બીજા દિવસે પ્રભાત થવા પર દાસચેટીને બોલાવી. બોલાવીને કહ્યું, ઇત્યાદિ પૂર્વવતુ જાણવું, યાવતુ દાસચેટીએ સાગરદત્ત સાર્થવાહને આ અર્થ નિવેદન કર્યું. ત્યારે સાગરદત્ત તેવી રીતે સંભ્રાન્ત થઈને વાસગૃહમાં આવ્યો. આવીને સુકમાલિકાને ગોદમાં બેસાડીને આ પ્રમાણેકહ્યું- હે પુત્રી ! તું પૂર્વકૃત યાવતુ પાપકર્મને ભોગવી રહી છે. તેથી બેટી!ભગ્ન મનોરથ થઈને યાવતુ ચિંતા ન કરો. હે પુત્રી! તું મારી ભોજન શાળામાં તૈયાર થયેલ વિપુલ, આહારને શ્રમણો આદિને દાન દેતી રહે.” ત્યારે સુકુમાલિકા દારિકાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિપુલ આહાર દાન દેતી રહેવા લાગી. તે કાળ અને તે સમયમાં ગોપાલિકા નામની બહુશ્રુત આર્યા, પધારી. તેવી રીતે તેણીના સંઘાડાઓ યાવતુ સુકુમારિકાના ઘરમાં પ્રવેશ કર્યો. આહાર વહોરાવીને આ પ્રમાણે કહ્યું- હે આયાઓ ! સાગરને માટે અનિષ્ટ છું યાવતુ અમનોજ્ઞ છું સાગર મારું નામ પણ સાંભળવા ઈચ્છતો નથી યાવતુ પરિભોગ પણ નથી ઈચ્છતો જેને જેને મને આપવામાં આવે તેને તેને હું અનિષ્ટ યાવતું અમનોજ્ઞ બનું છું. હે આયાઓ ! તમે બહુ જ્ઞાની છો. યાવતું આપે કોઈ મંત્ર-તંત્ર આદિ પ્રાપ્ત કરેલ છે ? જેથી હું સાગર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૬/૧૬૫ દારકને ઇષ્ટ કાન્ત યાવત્ પ્રિય બનું ?’ અમારે તેવી વાત સાંભળવી ન ક૨ે તો તેનો ઉપાય બતાવવો દૂર રહ્યો. ત્યારે તે શ્રાવિકા થઇ. યાવત્ ગોપાલિકા આની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સુકૂમાલિકા સાધ્વી બની ગઈ. ઈયિસમિતિથી સંપન્ન યાવત્ બ્રહ્મ ચારિણી થઇને ઘણા ઉપવાસ, બેલા, તેલા આદિ તપસ્યા કરતી થકી વિચરવા લાગી. ત્યાર પછી સૂકુમાલિકા આર્યા કોઇ સમયે ગોપાલિકા આર્યાની પાસે ગઇ. જઇને તેને વંદન કર્યાં; નમસ્કાર કર્યા. ‘હે આર્યા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું ચંપા નગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહિ તેમજ બહુ નજીક નહિ એવા સ્થાનમાં, બેલા-બેલાની તપસ્યા કરતાં સૂર્યની સન્મુખ આતાપના લેતી થકી વિચારવા ઇચ્છું છું.’ ત્યારે તે ગોપાલિકા આર્યાએ કહ્યું- હે આપ્યું ! આપણે નિગ્રંથ શ્રમણીઓ છીએ અને ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. યાવત્ ઇસિમિતિના શોધનાર છીએ. તેથી આપણને ગામ અને સન્નિવેશથી બહાર જઇને બેલા બેલાની તપસ્યા કરીને વિચરવું યોગ્ય નથી પરંતુ વાડથી ઘેરાયેલ ઉપાશ્રયની અંદર જ શરીરને વસ્ત્રથી આચ્છાદિત કરીને યા સાધ્વીના પરિવારની સાથે રહીને તથા પૃથ્વી પર પદ-તલ સમાન રાખીને આતાપના લેવી કલ્પે છે. ત્યારે સુકુમાલિકા આર્યાને ગોપાલિકા આર્યાની આ વાત ઉપર શ્રદ્ધા ન બેઠી, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઇ. તે સુભૂમિભાગ ઉદ્યાનની કંઇક સમીપમાં નિરંતર બેલા બેલાના પારણા કરતી યાવત્ વિચરવા લાગી. [૧૯૬] ચંપા નગરીમાં લલિતા નિવાસ કરતી હતી. રાજાએ તેને ઈચ્છાનુસાર વિહા૨ ક૨વાની છૂટ આપી હતી. તે ટોળી માતા-પિતા સ્વજનો આદિની પરવાહ કરતી ન હતી. વેશ્યાનું ઘર એ જ તેનું ઘર હતું. તે વિવિધ પ્રકારનો અવિનય કરવામાં ઉદ્ધત હતી. ધનાઢય હતી અને યાવત્ કોઇથી દબાતી નહી, તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સુકુમાર હતી. એક વાર તે લલિતા ગોષ્ઠીનાં પાંચ ગોષ્ઠિક પુરૂષો દેવદત્ત ગણિકાની સાથે, સુભૂમિભાગ ઉદ્યાનની લક્ષ્મીનો અનુભવ કરતા થકા વિચરતા હતા. તેમાંથી એક ગોષ્ઠી પુરૂષે દેવદત્તા ગણિકાને પોતાની ગોદમાં બેસાડી હતી. એકે પાછળ છત્ર ધારણ કર્યું, એકે તેણીના મસ્તક ૫૨ ફૂલોની કલગી રચી, એક તેણીના પગ રંગવા લાગ્યો અને એક તેણી પર ચામર ઢોળવા લાગ્યો. ત્યાર પછી તે સુકુમાલિકા આર્યાએ દેવગણિકાને પાંચ ગોષ્ઠિક પુરૂષોની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામ-ભોગ ભોગવતા જોયા. જોઇને તેણીને આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો અહા ! આ સ્ત્રી પૂર્વમાં આચરણ કરેલ શુભ કર્મ અનુભવી રહી છે. તેથી જો સુઆચરીત તપ, નિયમ અને બ્રહ્મચર્યનું કંઈ પણ કલ્યાણકારી ફળ હોય તો હું પણ આગામી ભવમાં તેની જેમ જ કામભોગોને ભોગવતી વિચરું.' તેણીએ તે પ્રમાણેનું નિદાન-નિયાણ કર્યું અને નિયાણું કરીને આતાપના ભૂમિથી પાછી ફરી. [૧૬૭] ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા શરી૨બકુશ થઇ ગઇ. તે વારંવાર હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, મુખ ધોતી, સ્તનાન્તર ધોતી, બગલ ધોતી તથા ગુપ્ત અંગ ધોતી હતી. જે સ્થાન પર તે ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી, સ્વાધ્યાય કરતી ત્યાં પહેલેથી જ ભૂમિ પર પાણી છાંટતી હતી અને પછી જ ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી યા સ્વાધ્યાય કરતી હતી. ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને કહ્યું-‘હે દેવાનુપ્રિયે ! આર્યે ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ. ઇર્યાસમિતિથી સંપન્ન Page #144 -------------------------------------------------------------------------- ________________ તસ્કંધ-૧, અધ્યયન-૧૬ થાવત ગુપ્ત બ્રહ્મચારિણી છીએ આપણને શરીરબકુશ થવું કહ્યું નહિ. પરંતુ હે આર્યો ! તું શરીરબકુશ બની ગઈ છે, તેથી દેવાનુપ્રિયે ! તું બકુશ ચારિત્રરૂપ સ્થાનની આલોચના કર, યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. ત્યારે સુકુમાલિકા આયએિ ગોપાલિકા આયના આ અર્થનો આદર ન કર્યો, તેને અંગીકાર ન કર્યો. ઉલટુંઅનાદર કરતી,અસ્વીકાર કરતી થકી વિચારવા લાગી. ત્યારે બીજી આયડે સુકુમાલિકા આયની વારંવાર અવહેલના કરવા લાગી, યાવતું અનાદર કરવા લાગી અને વારંવાર આ અર્થ માટે રોકવા લાગી. નિગ્રંથ શ્રમણીઓ દ્વારા અવહેલના કરાયેલી અને વારંવાર રોકાવામાં આવેલી તે સુકુમાલિકાના મનમાં આવો યાવતુ વિચાર ઉત્પન્ન થયો-જ્યારે હું ગૃહસ્થવાસમાં હતી, ત્યારે સ્વાધીન હતી. અને જ્યારે હું મુંડિત થઈને દીક્ષિત થઈ ત્યારે પરાધીન બની ગઈ. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતી હતી, હવે આદર કરતી નથી. તેથી કાલે પ્રભાત થવા પર ગોપાલિકા આયની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને મારે રહેવું. તે જ મારા માટે શ્રેયસ્કર છે.” તેણીએ આવો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર ગોપાલિકા આયની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઇને રહેવા લાગી. ત્યાર પછી કોઈ રોકનાર ન હોવાથી સુકુમાલિકા સ્વચ્છંદબુદ્ધિ થઇને શિથિલાચારી બની ગઈ. પાર્શ્વસ્થની જેમ વિહાર કરવા લાગી. તે અવસન અને આલ સ્યમય વિહારવાળી થઈ ગઈ. કુશીલા થઈ ગઈ. સંસકતા સંસક્ત વિહારિણી થઈ ગઈ. આ રીતે તેણીએ ઘણાં વર્ષો સુધી સાથ્વી પર્યાયનું પાલન કર્યું. અંતમાં અર્ધમાસની સંલેખના કરીને, પોતાના અનુચિત આચરણની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાળના અવસરે કાળ કરીને ઇશાન કલ્પમાં, કોઈ વિમાનમાં નવ પલ્યોપમની સ્થિતિ વાળી દેવગણિકાના રૂપમાં ઉત્પન્ન થઇ. ત્યાં [૧૬૮] તે કાળ અને તે સમયમાં, આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પંચાલ દેશમાં કાંડિલ્યપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદનામનો રાજા હતો. દ્રુપદ રાજાને ચુલસી પટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યાર પછી સુકુમાલિકા દેવી તે દેવલોકથી આયુનો ક્ષય કરીને યાવતું દેવીના શરીરનો ત્યાગ કરીને આ દ્રુપદ રાજાની ચલણીરાણીની કુક્ષિમાં પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી ચલણી રાણીએ નવ માસ પૂર્ણ થતાં યાવતું પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી બાર દિવસ વ્યતીત થવા પર તે બાલિકાનું ગુણનિષ્પન્ન દ્રોપદી નામ રાખ્યું. ત્યાર પછી પાંચ ઘાયો દ્વારા ગ્રહણ કરાયેલ તે દ્રૌપદી દારિકા પર્વતની ગુફામાં સ્થિત ચંપકલતાની સમાન વાયુ આદિના વ્યાઘાતથી રહિત થઈને સુખપૂર્વક વધવા લાગી. ત્યાર પછી તે શ્રેષ્ઠ રાજકન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યાવતું ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીને એકવાર અંતઃપુરની રાણીઓએ સ્નાન કરાવ્યું યાવતુ અલંકારોથી વિભૂષિત કરી. પછી દ્રપદ રાજાના ચરણોની વંદના કરવાને માટે તેની પાસે મોકલી. ત્યારે તે શ્રેષ્ઠ રાજકુમારી દ્રપદ રાજાની પાસે ગઈ. ત્યાં જઈને દ્રપદ રાજાના ચરણોને સ્પર્શ કર્યો. [૧૯] ત્યાર પછી દ્રુપદ રાજાએ દ્રૌપદી દારિકાને પોતાના ખોળામાં બેસાડી. પછી રાજવરકન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવણ્યને જોઇને તે વિસ્મય પામ્યો. તેણે રાજવરકન્યા દ્રોપદીને કહ્યું- હે પુત્રી ! હું સ્વયં તને કોઈ રાજા અથવા યુવરાજની ભાય રૂપમાં દઈશ અને ત્યાં તું સુખી યા દુઃખી થઈશ તો મને જીદંગીભર દયમાં દાહ થશે. તેથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નાયાધમ્મ કહાઓ - ૧-/૧૬/૧૬૯ હે પુત્રી ! આજથી હું તારો સ્વયંવર રચું છું. તેથી તે પોતાની ઇચ્છાથી જે રાજા અથવા યુવરાજનું વરણ કરીશ તે તારો પતિ થશે.’ આ પ્રમાણે કહીને યાવતું દ્રૌપદીને આશ્વા સન આપ્યું. આશ્વાસન આપીને તેણીને વિદાય કરી. ત્યાર પછી દ્રુપદ રાજાએ દૂત બોલાવ્યો. બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિય ! તમે દ્વારવતી નગરી જાઓ. ત્યાં તમે કૃષ્ણ વાસુદેવને અને સમુદ્રવિજય આદિ દશ દસારોને, બળદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ સોળહજાર રાજાઓને, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમારોને, શાંબ આદિ સાઠહજાર દુન્તોને, વીરસેન આદિ એકવીસ હજાર વીર પુરૂષોને, મહાસેન આદિ છપ્પન હજાર બલવાન વર્ગને તથા અન્ય ઘણા રાજા યુવરાજ, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રભૂતિને બંને હાથ જોડીને, દશે નખ મિલાવીને મસ્તક પર આવર્તન કરીને અંજલિ કરીને અને “જય-વિજય’ શબ્દ કહીને બધાનું અભિનંદન કરજો. અભિનંદન કરીને આ પ્રમાણે કહેવું. “આ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! કામ્પિત્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી દેવીની આત્મા અને ધૃષ્ટદ્યુમ્ન કુમારની ભગિની શ્રેષ્ઠ રાજકુમારી દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને કાળ-સમયનો વિલંબ કર્યા વિના-ઉચિત સમયે કપિલ્યપુર નગરમાં પધારજો.” ત્યાર પછી દૂતે બંને હાથ જોડીને યાવતું મસ્તક પર અંજલિ જોડીને દ્રુપદ રાજાનો આ અર્થ વૃત્તાન્ત) વિનય ની સાથે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને કૌટુમ્બિક પુરૂ ષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિયો ! ચાર ઘંટા વાળો અશ્વરથ જોડીને શીધ્ર ઉપસ્થિત કરો !” કૌટુમ્બિક પુરૂષોએ યાવતુ રથ ઉપસ્થિત કર્યો. ત્યારે પછી સ્નાન કરેલ અને અલંકારોથી વિભૂષિત થયેલ તે દૂતે ચાર ઘંટાવાળા અશ્વરથ ઉપર આરોહણ કર્યું. આરોહણ કરીને, કવચ આદિ ધારણ કરીને તૈયાર થયો અને અસ્ત્ર શસ્ત્રધારી ઘણા પુરૂષોની સાથે સુરાષ્ટ્ર જનપદની મધ્યમાં થઈને જ્યાં દ્વારવતી નગરી હતી, તેની તરફ ચાલ્યો, જ્યાં કૃષ્ણ વાસુદેવના બહારની સભા હતી, ત્યાં આવ્યો. ચાર ઘંટવાળો અશ્વરથ રોક્યો. રથથી નીચે ઉતર્યો પછી મનુષ્યોના સમહૂથી પરિવૃત થઈને પગે ચાલતો ચાલતો કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને કૃષ્ણ વાસુદેવને, સમુદ્ર વિજય આદિ દસ દસારોને યાવતુ મહાસેન આદિ છપ્પન હજાર બલવાન વર્ગને બંને હાથ જોડીને દ્રુપદરાજાના કથનાનુસાર અભિનંદન કરીને યાવતું સ્વયંવરમાં પધારવાનું નિમંત્રણ આપ્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ તે દૂતનો આ વૃત્તાન્ત સાંભળીને અને સમજીને પ્રસન્ન થયા યાવતુ તેમના હૃદયમાં સંતોષ થયો. તેમણે તે દૂતનો સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરૂષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સુધમાં સભામાં રહેલી સામુદાનિક ભેરીને વગાડો.” ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ ભેરી વગાડી સામુદાનિક ભેરીના તાડનથી સમુદ્રવિજય આદિ દસ દસાર યાવતું મહાસેન આદિ છપ્પન હજાર બલવાન, સ્નાન કરીને યાવત્ વિભૂષિત થઇને, પોત-પોતાના વૈભવ અનુસારે ઠાઠ તેમજ સત્કારના સમુદાય પ્રમાણે, કોઈ કોઈ રથ ઉપર તથા કોઈ કોઈ અશ્વ આદિ ઉપર આરૂઢ થઇને અને કોઈ કોઈ પગે ચાલીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને બધાએ કૃષ્ણ વાસુદેવને જય Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ વિજયના શબ્દથી અભિનંદિત કર્યો. - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી પટ્ટાભિષેક કરેલ હસ્તિરત્નને તૈયાર કરો તથા ઘોડા, હાથી, રથો અને પદાતિઓની ચતુરંગી સેના સજ્જિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ મજ્જનગૃહમાં ગયા. મોતીઓના ગુચ્છાથી મનોહર તે મજ્જ નગૃહમાં સ્નાન કરીને વિભૂષિત થઈને તથા ભોજન કરીને યાવતુ અંજનગિરિના શિખરની સમાન ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ, સમુદ્ર વિજય આદિ દસારોની સાથે યાવતું અનંગસેના આદિ કેટલાક હજાર ગણિકાઓની સાથે, પરિવૃત થઇને પૂરા ઠાઠની સાથે યાવતુ વાધોની ધ્વનિની સાથે દ્વારવતી નગરીની મધ્યમાં થઈને નીકળ્યા. જે તરફ કાંપિલ્યપુર નગર હતું, તે તરફ જવાને માટે ઉદ્યત થયા. [૧૭૦] ત્યાર પછી પહેલા દૂતને દ્વારિકા મોકલ્યા પછી તરતજ દ્રુપદ રાજાએ બીજા દૂતને બોલાવ્યો, બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ. ત્યાં તમે પુત્રો સહિત પાંડુરાજાને, તેના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને, સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયરથ, શકુનિ, કર્ણ અને અશ્વત્થામાને બંને હાથ જોડીને યાવતું મસ્તક પર અંજલિ કરીને તેજ પ્રકારે કહેવું ત્યાર પછી દૂતે હસ્તિનાપુર જઈને તેજ પ્રકારે કહ્યું. ત્યારે જેમ કૃષ્ણ વાસુદેવે કર્યું, તેમ જ પાંડુ રાજાએ કર્યું. વિશેષતા એટલી કે હસ્તિનાપુરમાં ભેરી ન હતી. પાંડુરાજા પણ કાંપિલ્ય પુર નગરની તરફ ગમન કરવાને ઉદ્યત થયા. આજ ક્રમથી ત્રીજા દૂતને ચંપા નગરી મોકલ્યો અને તેને કહ્યું તમે ત્યાં જઈને અંગરાજ કૃષ્ણને, સેલ્લક રાજાને અને મંદિરાજને બંને હાથ જોડીને યાવતુ કહેજો કે સ્વયંવરમાં પધારજો.” ચોથો દૂત શક્તિમતી નગરી મોકલ્યો અને તેને આદેશ આપ્યો- તમે દમઘોષના પુત્રને અને ભાઇઓથી પરિવૃત શિશુપાલ રાજાને હાથ જોડીને પૂર્વવતુ કહેવું, પાંચમો દૂત હતિશીર્ઘ નગર મોકલ્યો. અને કહ્યું - "તમે દમદંત રાજાને હાથ જોડીને કહેવું યાવતું પધારજો.' છઠ્ઠો દૂત મથુરા નગરી મોકલ્યો અને કહ્યું- તમે ધર રાજાને હાથ જોડીને કહેજો યાવત્ સ્વયંવરમાં પધારો. સાતમો દૂત રાજગૃહ નગર મોકલ્યો અને કહ્યું- તમે જરાસિબ્યુના પુત્ર સહદેવ રાજાને હાથ જોડીને કહેવું યાવતુ સ્વયંવરમાં પધારો.” આઠમો દૂત કૌડિન્ય નગર મોકલ્યો અને કહ્યું -“તમે ભીખકના પુત્ર રુકિમ રાજાને હાથ જોડીને પૂર્વવત્ કહેવું યાવતું સ્વયંવરમાં પધારજો.' ત્યાર પછી નવમો દૂત વિરાટ નગર મોકલ્યો અને કહ્યું- તમે સો ભાઈઓ સહિત કીચક રાજને હાથ જોડીને કહેજો યાવતુ સ્વયંવરમાં પધારો.' દશમો દૂત શેષગ્રામ, આકર, નગર આદિમાં મોકલ્યો અને કહ્યું તમે ત્યાંના અનેક હજાર રાજા ઓને પૂર્વવત્ કહેવું. ત્યાર પછી તે દૂત તેજ પ્રમાણે નીકળ્યો અને જ્યાં ગ્રામ, આકર, નગર આદિ હતાં, ત્યાં જઈને દરેક રાજાને આમંત્રણ આપ્યું યાવતું સ્વયંવરમાં પધારો. ત્યાર પછી અનેક હજાર રાજાઓએ તે દૂતના આ અર્થને સાંભળીને અને સમજીને હષ્ટ-તુષ્ટ થઈને તે દૂતોનો સત્કાર-સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી આમંત્રિત કરેલ વાસુદેવ આદિ ઘણી સંખ્યામાં હજારો રાજાઓમાંથી દરેકે સ્નાન કર્યું. તેઓ સાવેલ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. પછી ઘોડાઓ, હાથીઓ, રથો અને મોટા મોટા ભટોના સમૂહના Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નાયાધમ્મકાઓ - ૧/-/૧૧૭૦ સમૂહરૂપ ચતુરંગિણી સેનાની સાથે પોત-પોતાના નગરથી નીકળ્યા. નીકળીને પંચાલ જનપદ તરફ જવાને માટે ઉદ્યત થયા. ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કાંપિલ્યપુર નગર ની બહાર, ગંગા નદીથી ન અધિક દૂર કે ન અધિક નજીક, એક વિશાલ સ્વયંવર મંડપ બનાવો, જે અનેક સેંકડો સ્તંભોથી બનેલ હોય અને જેમાં લીલા કરતી પુતળીઓ હોય, ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું-શીઘ્રતાથી વાસુદેવ આદિ અનેક સંખ્યક હજારો રાજાને માટે આવાસ તૈયાર કરો. તેઓએ તે પ્રમાણે કરીને આજ્ઞા પાછી સોંપી. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ ઘણા હજારો રાજાઓનું આગમન જાણીને, પ્રત્યેક રાજાના સ્વાગત માટે, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવતુ સુભટોના પરિવારથી પરિવૃત થઇને, અધ્યું અને પાદ્ય લઈને, સંપૂર્ણ ઋદ્ધિની સાથે કાંપિલ્યપુર નગરની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં વાસુદેવ આદિ બહુસંખ્યક હજારો રાજાઓ હતા, ત્યાં આવ્યો. ત્યાં વાસુદેવ પ્રકૃતિનો અર્થ અને પાઘથી સત્કાર-સન્માન કર્યો. સત્કાર-સન્માન કરીને તે વાસુદેવ આદિને અલગ અલગ આવાસ આપ્યા. - ત્યાર પછી તે વાસુદેવ પ્રકૃતિ પોતપોતાના આવાસમાં પહોંચીને હાથીઓના સ્કંધ ઉપરથી નીચે ઉતર્યો. બધાએ પોતપોતાનો પડાવ નાંખ્યો અને પોત-પોતાના આવાસોમાં પ્રવેશ કર્યો. આસનો પર બેઠા અને શય્યા પર સૂતા થકા ઘણાં જ ગંધર્વો પાસે ગાન કરાવતાં અને નટો પાસે નાટક કરાવતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજાએ કાંપિલ્યપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! જાઓ અને તે વિપુલ અનાદિ, સુરા, મધ, માંસ, સીધુ અને પ્રસન્ના તથા પ્રચુર પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલાઓ અને અલંકારો વાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસમાં લઈ જાઓ.’ તે સાંભળીને તે બધી વસ્તુઓ લઈ ગયા. ત્યાર પછી વાસુદેવ આદિ રાજા તે વિપુલ અશનાદિનું પુનઃ પુનઃ આસ્વાદન કરતા વિચરવા લાગ્યા. ભોજન કરીને પછી આચમન કરીને યાવતું સુખદ આસનોપર આસીને થઈને યાવતુ ઘણા ગંધર્વોથી સંગીત કરાવતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજાએ પૂવપરાહણકાળ સમયે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો! તમે જાઓ અને કામ્પિત્ય પુર નગરના શૃંગાટક આદિ માગોમાં તથા વાસુદેવ આદિ હજારો રાજાઓના આવા સોમાં, હાથીના સ્કંધપર આરૂઢ થઈને બુલંદ અવાજથી ભાવતું વારંવાર ઉદ્ઘોષણા કરતાં આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! કાલે પ્રભાત કાળમાં દ્રોપદીનો રાજવરકન્યાનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો ! આપ બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરતાં થકાં, સ્નાન કરીને વાવતુ વિભૂષિત થઇને, હાથીના સ્કંધ પર આરૂઢ થઇને, કોરંટ વૃક્ષની પુષ્પમાલા સહિત છત્રને ધારણ કરીને ઉત્તમ શ્વેત ચામરોથી વિંજાતા થકા, ઘોડા, હાથીઓ, રથો અને સુભટોના સમૂહથી પરિવૃત થઈને જ્યાં સ્વયં વર-મંડપ છે ત્યાં પહોંચો. ત્યાં પહોંચીને અલગ-અલગ પોતાના નામાંકિત આસન ઉપર બેસો અને રાજ વરકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરો.” ત્યાર પછી દ્રુપદ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- “દેવાનું પ્રિયો ! તમે સ્વયંવરમંડપમાં જાઓ અને તેમાં પાણી છાંટો, તેને વાળો. લીંપો અને શ્રેષ્ઠ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત કરો. પંચવર્ણ પુષ્પોના સમૂહથી વ્યાપ્ત કરો. કૃષ્ણ અગર શ્રેષ્ઠ કંદુક અને તરુષ્ક આદિના ધૂપથી ગંધની વાટ જેવું કરો. તેને મચોથી યુક્ત કરો. પછી વાસુદેવ આદિ હજાર રાજાઓના નામોથી અંકિત અલગ-અલગ આસન શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત કરીને તૈયાર કરો. ત્યાર પછી વાસુદેવ પ્રભૂતિ ઘણા હજાર રાજા ઓ કાલે પ્રભાત થવા પર સ્નાન કરીને યાવતું વિભૂષિત થયા. શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાવાળા છત્રને છારણ કર્યો. તેમના પર ચામર ઢોળાવા લાગ્યાં. અશ્વ, હાથી, ભટોં આદિથી પરિવૃત થઇને સંપૂર્ણ ઋદ્ધિની સાથે યાવતુ વિાધ્વનિની સાથે જ્યાં સ્વયંવરમંડપ હતો, ત્યાં પહોંચ્યા. મંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પૃથ-પૃથક પોત-પોતાના નામોથી અંકિત આસન પર બેસી ગયા અને રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજા પણ બીજા દિવસે સ્નાન કરીને યાવતુ. આવીને વાસુદેવ આદિને હાથ જોડીને અભિનંદન કરીને કૃષ્ણ વાસુદેવ પર શ્રેષ્ઠ શ્વેત ચામર ઢોળાવા લાગ્યો. [૧૭૧] ત્યાર પછી તે રાજવરકન્યા દ્રૌપદી બીજા દિવસે પ્રાતઃકાળ થવા પર સ્નાનગૃહની તરફ ગઈ. ત્યાં જઈને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું યાવતું શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યો. જિનપ્રતિમાઓનું પૂજન કર્યું. પૂજનકરીને તે અંતઃપુરમાં ચાલી ગઈ. [૧૭] ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ રાજવરકન્યા દ્રૌપદીને સર્વ અલંકા રોથી વિભૂષિત કરી. પગમાં શ્રેષ્ઠ નૂપુર પહેરાવ્યા. યાવતુ તે દાસીઓના સમૂહથી પરિ વૃત થઇને અંતઃપુરથી બહાર નીકળી. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ચારઘંટા વાળો અશ્વરથો હતો, ત્યાં આવી. આવીને ક્રીડા કરાવનારી ધાય અને લેખિકા દાસીની સાથે તે ચાર ઘંટાવાળા રથ પર આરૂઢ થઈ. તે સમયે ધૃષ્ટદ્યુમ્ન કુમારે દ્રૌપદી કુમારીનું સારથિનું કાર્ય કર્યું. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી કંપિલ્યપુર નગરની મધ્યમાં થઈને જ્યાં સ્વયંવરમંડપ હતો, ત્યાં ગઈ. સ્વયંવરમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને બંને હાથ જોડીને વાસુદેવ પ્રભૂતિ બહુસંખ્યક હજારો રાજાઓને પ્રણામ કર્યા. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીએ એક મોટા શ્રીદામકાંડ ગ્રહણ કર્યો. પાટલ, મલ્લિકા, ચંપક આદિ યાવત્ સપ્તપર્ણ આદિના ફૂલોથી ગુંથેલ હતો. ગંધ સમૂહને ફેલા વતો હતો. અત્યંત સુખદ સ્પર્શવાળો અને દર્શનીય હતો. ત્યાર પછી તે ક્રીડા કરાવનારી થાવતુ સુંદર રૂપવાળી ધાયે જમણા હાથમાં ચમકતો અરીસો લીધો. તે દર્પણમાં જે જે રાજાનું પ્રતિબિમ્બ પડતું હતું, તે પ્રતિબિમ્બ દ્વારા દેખાતા શ્રેષ્ઠ સિંહના સમાન રાજાને પોતાના ડાબા હાથેથી દ્રૌપદીને બતાવતી હતી. તે ધાય સ્કુટ, વિશદ, વિશુદ્ધ રિભિત મેઘની ગર્જનાની સમાન ગંભીર અને મધુર વચન બોલતી થકી, તે દરેક રાજાના માતાપિતાના વંશ, સત્વ, સામર્થ્ય ગોત્ર, પરાક્રમ, કાંતિ, વિવિધ પ્રકારનું જ્ઞાન માહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલને જાણનાર હોવાથી વખાણ કરવા લાગી. તેમાંથી સર્વ પ્રથમ વૃષ્ણિ (યાદવો)માં પ્રધાન સમુદ્રવિજય આદિ દશ દસારો જે ત્રણ લોકમાં બળવાન હતા, લાખો શત્રુઓના માન મર્દન કરનાર હતા, ભવ્ય જીવોમાં શ્રેષ્ઠ શ્વેત કમલના સમાન પ્રધાન હતા, તેજથી દેદીપ્યમાન હતા, બલ, વીર્ય, રૂપ, યૌવન, ગુણ અને લાવણ્યનું કીર્તન કરનારી તે ધાયે કીર્તન કર્યું અને પછી કહ્યું કે આ યાદવો. lo| Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નાયાધમ્મ કહાઓ- ૧૪-૧J૧૭૨ સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠપુરુષોમાં અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તી સમાન છે. તેમાંથી કોઈ તારા દ્ધયને પ્રિય હોય તો વરણ કરીલે. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી પણ હજાર શ્રેષ્ઠ રાજાઓની મધ્યમાં થઈને, તેઓનું અતિક્રમણ કરતી-કરતી, પૂર્વકત નિયાણાથી પ્રેરિત થતી જ્યાં પાંચ પાંડવો હતા, ત્યાં તે આવી. ત્યાં આવીને તેણીએ તે પાંચે પાંડવોને પંચરંગી કુસુમદામથી ચારે તરફથી વેષ્ટિત કરી દધા. વેષ્ટિત કરીને કહ્યું -મેં આ પાંચે પાંડવોને વરણ કર્યા છે. ત્યાર પછી તે વાસુદેવ પ્રભુતિ બહુ હજાર રાજાઓએ ઊંચા-ઊંચા શબ્દોથી વારંવાર ઉદ્ઘોષણા કરતાં કહ્યું-“અહો ! રાજવરકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું.’ એ પ્રમાણે કહીને તેઓ સ્વયંવરમંડપથી બહાર નીકળ્યા. નીકળીને પોતપોતાના આવાસોમાં ચાલ્યા ગયા. - ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્ન કુમારે પાંચ પાંડવોને, રાજવરકન્યા દ્રૌપદીને ચારઘંટા વાળા અશ્વરથ પર આરૂઢ ક્યાં અને કાંપિલ્યપુરની મધ્યમાં થઈને યાવતુ પોતાના ભવન માં પ્રવેશ કર્યો. ત્યાર પછી દ્રુપદ રાજાએ પાંચે પાંડવોને અને રાજવરકન્યા દ્રોપદીને પટ્ટ પર આસીન કર્યા. આસીન કરીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું. અગ્નિહોમ કરાવ્યો. પછી પાંચે પાંડવોને દ્રૌપદીની સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર પછી દ્રપદ રાજાએ રાજવરકન્યા દ્રૌપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું આઠ કરોડ હિરણ્ય આદિ યાવતુ આઠ પ્રેષણ કારિણી દાસ ચેટિકા. તે સિવાય અન્ય પણ ઘણું ધન કનક આદિ યાવતુ પ્રદાન કર્યું. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ રાજાઓને વિપુલ અશન, આદિથી સત્કાર કરીને વિદાય કર્યા. [૧૭૩] ત્યાર પછી પાડુ રાજાએ તે વાસુદેવ પ્રભૂતિ ઘણા હજાર રાજાઓને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીનો કલ્યાણકારક મહોત્સવ થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે અમારા પર અનુ ગ્રહ કરીને બધા યથા સમયનવિલંબ કર્યા વિના પધારજો.” ત્યાર પછી તે વાસુદેવ આદિ સર્વ નૃપતિગણ અલગ અલગ યાવતુ ગમન કરવાને માટે ઉદ્યત થયા. ત્યાર પછી પાંડુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને આદેશ આપ્યો- તમે જાઓ અને હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવોને માટે પાંચ ઉત્તમપ્રાસાદ બનાવડાવે. તે પ્રાસાદ ઘણા ઊંચા અને સાત મજ્જાના હોવા જોઈએ. યાવતુ તે ખુબ સુંદર હોવા જોઈએ. ત્યાર પછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રોપદીની સાથે અશ્વસેના, ગજસેના આદથી પરિવૃત થઈને કાંપિલ્ય પુર નગરથી નીકળ્યા. નીકળીને જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવી પહોંચ્યા. ત્યાર પછી પાંડુ રાજાએ તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને તેમને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓને માટે આવાસ તૈયાર કરાવો. જે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત હોય, ઇત્યાદિ તે ત્યાર પછી તે વાસુદેવ વગેરે ઘણા હજાર રાજાઓ હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યારે પાંડુરાજા તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને દ્રુપદ રાજાની જેમ તેની સામે જઈને તેમનો સત્કાર કર્યો યાવતુ તેઓને યથાયોગ્ય આવાસ આપ્યો. ત્યાર પછી પાંડુ રાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કૌટુ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશનાદિ તૈયાર Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૪૭ કરાવો.’ ત્યારે વાસુદેવ આદિ ઘણા રાજાઓએ સ્નાન તેમજ બલિકર્મ કરીને આહાર કર્યો યાવત્ પહેલાની જેમ વિચરવા લાગ્યા. ત્યાર પછી પાંડુ રાજાએ પાંચ પાંડવોને અને દ્રૌપદીને પાટ ઉપર બેસાડ્યા. બેસાડીને તેમને શ્વેત અને પીત કલશોથી અભિષેક કરાવ્યો. પછી કલ્યાણકારી ઉત્સવ કર્યો. તે વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓનો સત્કાર કર્યો. સન્માન કર્યું. [૧૭૪] ત્યાર પછી પાંચ પાંડવો, દ્રૌપદીની સાથે, અંતઃપુરના પરિવાર સહિત, એક એક દિવસ વારાના અનુસારે ઉદાર કામભોગ ભોગવતાં યાવત્ રહેવા લાગ્યા. ત્યારે પછી પાંડુ રાજા એકવાર કોઈ સમયે પાંચ પાંડવો, કુંતી દેવી અને દ્રૌપદીની સાથે તથા અંતપુરના અંદરના પરિવાર સાથે પરિવૃત થઇને શ્રેષ્ઠ સિંહાસન ઉપર આસીન થઇને વિચરતા હતા. ત્યારે કચ્છલ્લ નામક નારદ ત્યાં આવી પહોંચ્યા. તે જોવામાં અત્યંત ભદ્ર અને વિનીત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય કલુષિત હતું. બ્રહ્મ ચર્ય વ્રતના ધારક હોવાથી તે મધ્યસ્થતાને પ્રાપ્ત હતાં. આશ્રિત જનોને તેમનું દર્શન પ્રિય લાગતું હતું. તેનું રૂપ મનોહર હતું તેમણે ઉજ્જવલ તેમજ શકલ પહેરેલ હતું. કાળુ મૃગચર્મ ઉત્તરાસંગના રૂપમાં વત્થલપર ધારણ કરેલ હતું. હાથમાં દંડ અને કમંડલું હતાં, જટા રૂપી મુગટથી તેમનું મસ્તક દેદીપ્યમાન હતું. તેમણે યજ્ઞોપવીત, તેમજ રુદ્રાક્ષની માળાનાં આભરણો, મૂંજની કિટમેખલા અને વલ્કલ વસ્ત્ર ધારણ કરેલ હતા. તેમના હાથમાં કચ્છપી નામની વીણા હતી. તેમને સંગીત પર પ્રીતિ હતી. આકાશમાં ગમનકરવાનીશક્તિ હોવાના કારણે તે પૃથ્વીપરબહુઓછું ગમન કરતાં હતા. સંચરણી, આવરણી, અવત રણી ઉત્પતની શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ ગમની, અને સ્તંભિની, આદિ ઘણીજ વિદ્યાધરો સંબંધી વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી તેમની કીર્તિ ફેલાયેલી હતી. તે બલદેવ અને વાસુદેવના પ્રેમપાત્ર હતાં. પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાર, સુમુખ અને દુર્મુખ આદિ યાદવોના સાડાત્રણ કરોડ કુમારોના હૃદયને પ્રિય હતા અને તેઓ વડે પ્રશંસનીય હતા. કલહ, યુદ્ધ અને કોલાહલ તેમને પ્રિય હતો. તે ભાંડની સમાન વચન બોલવાના અભિલાષી હતા. અનેક સમર અને સમ્પરાય જોવાના રસિયા હતા. ચારે તરફ દક્ષિણા આપીને પણ કલહની ખોજ કરતા હતા. કલહ કરાવીને બીજાના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરતા હતા. એવા તે નારદ ત્રણે લોકમાં બલવાન શ્રેષ્ઠ દસારવંશના વીરપુરુષોથી વાર્તાલાપ કરીને, તે ભગવતી પ્રાકામ્ય નામક વિદ્યાનું, જે આકાશમાં ગમન કરવામાં દક્ષ હતી, સ્મરણ કરીને ઉઠ્યા અને આકાશને ઓળંગતા થકા હજારો ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન અને સંબાધથી શોભિત અને ભરપૂર દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતા-કરતા રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને વેગની સાંથે પાંડુ રાજાના મહેલમાં ઉતર્યા. • તે સમયે પાંડુરાજાએ કરછુલ્લ નારદને આવતા જોયા. જોઇને પાંચ પાંડવો તથા કુંતી દેવી સહિત તે આસન ઉપરથી ઉભા થયા. યાવત્ ઉભા થઇને સાત-આઠ પગલાં કચ્છુલ્લ નારદની સામે ગયા. સામે જઇને ત્રણવાર દક્ષિણ દિશાથી આરંભ કરીને પ્રદ ક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને મહાન પુરુષોને યોગ્ય અથવા બહુમૂલ્ય આસન ગ્રહણ કરવાને માટે આમંત્રણ કર્યું. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નાયાધમ્મકાઓ- ૧-/૧૬/૧૭૫ [૧૭૫] ત્યાર પછી તે કચ્છલ્લ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને તેના પર પોતાનું આસન બિછાવ્યું અને તે તેના પર બેઠા. બેસીને પાંડુ રાજા, રાજ્ય, યાવતુ અંતઃ પુરના સમાચાર પૂછયા. તે સમયે કુંતી દેવીએ અને પાંચ પાંડવોએ કચ્છલ નારદનો આદર સત્કાર કર્યો. યાવતુ તે તેની પર્યાપાસના સેવા કરવા લાગ્યા. તે સમયે દ્રૌપદી દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરત તથા પૂર્વકૃત પાપ કર્મના નિન્દાદિ દ્વારા નાશ ન કરનાર તથા આગળના પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર જાણીને તેનો આદર ન કર્યો. તેને આવ્યો પણ ન જાણ્યો. તેના આવવા પર તે ઉભી ન થઈ અને તેમની ઉપાસના પણ ન કરી. ત્યાર પછી કચ્છલ નારદને આ પ્રકારનો અધ્યવસાય ચિત્તિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! આ દ્રૌપદી દેવી પોતાના રૂપ, લાવણ્ય અને આ પાંચ પાંડવોના કારણે અભિમાનિની થઈ ગઈ છે. તેથી તે મારો આદર નથી કરતી, મારી ઉપાસના નથી કરતી તેથી દ્રોપદી દેવીનું અનિષ્ટ કરવું મારા માટે શ્રેયસ્કર છે. પાંડુ રાજા પાસેથી જવાની આજ્ઞા લીધી. પછી ઉત્પતની વિદ્યાનું આહવાન કર્યું. આહવાન કરીને તે ઉત્કૃષ્ટ યાવત્ વિદ્યાધર ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઇને, પૂર્વ ર્દિશાની સન્મુખ, ચાલવાને માટે પ્રયત્નશીલ થયા. તે કાળે અને તે સમયે ધાતકીખંડ નામક દ્વીપમાં પૂર્વ દિશાની તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં અમરકંકા નામની રાજધાની હતી. તે અમરકંકા નગરીમાં પદ્મનાભ નામનો રાજા હતો. તે મહાન હિમવંત પર્વતની સમાન સારવાળો હતો, ઈત્યાદિ પૂર્વવતું વર્ણન સમજી લેવું જોઇએ. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં સાતસો રાણીઓ હતી. તેના પુત્રનું નામ સુનાભ હતું. તે યુવરાજ પણ હતો. તે સમયે રાજા પદ્મનાભ પોતાની રાણી ઓની સાથે ઉત્તમ સિંહાસન ઉપર બેઠો હતો. ત્યાર પછી કચ્છલ્લ નારદ જ્યાં અમર કંકા રાજધાની હતી અને જ્યાં પદ્મનાભનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને પદ્મનાભ રાજાના ભવનમાં વેગ પૂર્વક શીઘ્રતાની સાથે ઉતર્યા. તે સમયે પદ્મનાભ રાજાએ કચ્છ લ નારદને આવતા જોયા. જોઇને તે આસન ઉપરથી ઉઠ્યા ઉઠીને અધ્યથી તેની પૂજા કરી યાવતુ આસન પર બેસવાને માટે આમંત્રણ કર્યું. ત્યાર પછી કચ્છલ્લ નારદે પાણી છાંટીને પછી દર્ભ બિછાવી તેના પર આસન બિછાવ્યું. યાવતુ કુશલ-સમાચાર પૂછ્યા. ત્યાર પછી પનાભ રાજાએ પોતાની રાણીઓમાં વિસ્મિત થઈને કઠ્ઠલ્લા નારદને પ્રશ્ન કર્યો. હે દેવાનુપ્રિય ! આપ ઘણા ગ્રામો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો દેવાનુપ્રિય ! મારું જેવું અંતઃપુર છે તેવું આપે ક્યારેય પહેલાં જોયું છે ?' કક્કુલ નારદ જરા હસ્યા હસીને બોલ્યા - હે પદ્મનાભ તમે કૂવાના તે દેડકા સમાન છો? જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા, પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવી રૂપથી યાવતુ લાવણ્યથી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારું આ આખું અંતઃપુર દ્રૌપદી દેવીના કાપેલા પગના અંગૂઠાના. સોમી કળા-બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને નારદે પદ્મનાભ પાસેથી જવાની અનુ મતિ લીધી. અનુમતિ લઈને તે ચાલ્યા ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજા કર્ફીલ્લ નારદ પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને દ્રૌપદી દેવીના રૂપ, લાવણ્ય અને યૌવનમાં મુગ્ધ બની ગયો, વૃદ્ધ થઈ ગયો, લુબ્ધ થઈ ગયો અને આગ્રાહવાન થઈ ગયો. તે પૌષધશાળામાં પહોંચ્યો. પૌષધશાળાને Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૪૯ પૂંજીને, પોતાના પૂર્વના સાથી દેવનું મનમાં ધ્યાન કરીને, અઠ્ઠમ કરીને બેસી ગયો. દેવ આવ્યો. રાજાએ પહેલાના સાથી દેવને કહ્યું-હે ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં યાવત્ દ્રૌપદીદેવી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે દ્રૌપદીદેવી ને અહીં લઈ આવો.’ ત્યાર પછી પૂર્વસંગતિ દેવે પદ્મનાભને કહ્યું-દેવાનુપ્રિય ! તે કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે દ્રૌપદીદેવી પાંચ પાંડવોને છોડીને બીજા પુરુષની સાથે ઉદાર કામ ભોગને ભોગવશે. તો પણ હું તમારું પ્રિય કરવાને માટે દ્રૌપદી દેવીને હમણાં અહીં લાવી આપું છું.' એ પ્રમાણે કહીને તે ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રની મધ્યમાં થઇને જ્યાં હસ્તિનાપુર નગર હતું તે તરફ ગમન કરવાને માટે ઉઘત થયો. તે કાળ અને તે સમયમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે મહેલની છત પર સુખે સૂતા હતા. ત્યારે તે પૂર્વસંગતિક દેવ જ્યાં રાજા યુધિષ્ઠિર હતા અને જ્યાં દ્રૌપદી દૈવી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે દ્રૌપદી દેવીને અવસ્યાપિની નિદ્રા આપી. પછી દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી અમ૨કંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં આવી અસોક વાટિકામાં દ્રૌપદી દેવીને રાખી દીધી. રાખીને અવસ્વાપિની નિદ્રાનું સંહરણ કર્યું. સંહરણ કરીને જ્યાં પદ્મનાભ રાજા હતો, ત્યાં આવ્યો. આવીને આ પ્રમાણે બોલ્યોદેવાનુપ્રિય ! હું હસ્તિનાપુરથી દ્રૌપદી દેવીને શીવ્રતાપૂર્વક અહીં લઈ આવ્યો છું. તે તમારી અશોક વાટિકામાં છે. તેથી આગળ તમે જાણો ! ત્યાર પછી થોડીવારે દ્રૌપદી દેવીની નિંદ્રા ભંગ થઇ. તેણી તે અશોક વાટિકાને ઓળખી ન શકી તેથી તે મનોમન કહેવા લાગી કે આ ભવન મારું નથી, આ અશોક વાટિકા મારી પોતાની નથી. કોણ જાણે કોઇ દેવે, દાનવે, કિંપુરુષે, કિંનરે, મહોરગે યા ગંધર્વે કોઇ બીજા રાજાની અશોકવાટિકામાં મારું સંહરણ કર્યું છે. આ પ્રમાણે વિચારતી તે ભગ્નમનોરથવાળી થઈને યાવત્ ચિંતા ક૨વા લાગી. ત્યાર પછી રાજા પદ્મનાભ સ્નાન કરીને યાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઇને, જ્યાં અશોક વાટિકા હતી, જ્યાં દ્રોપદી દેવી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે દ્રૌપદી દેવીને ભગ્ન મનોરથ તેમજ ચિંતા કરતી જોઈને કહ્યું-દેવાનુપ્રિયે ! તું ભગ્ન મનોરથ યુક્ત થઇને ચિંતા શા માટે કરે છે ? દેવાનુપ્રિયે ! મારો પૂર્વસંગતિક દેવ સંહરણ કરીને અહીં લાવ્યો છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું હતમનઃસંકલ્પ થઈને ચિંતા ન કર તું મારી સાતે વિપુલ ભોગોપભોગ ભોગવતી રહે.’ ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! જમ્બુદ્વીપમાં, ભારતવર્ષમાં, દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામક વાસુદેવ મારા સ્વામીના ભાઈ રહે છે. તે જો છ માસમાં મને લેવાને માટે અહીં ન આવે તો હે દેવાનુપ્રિય ! હું તમારી આજ્ઞા ઉપાય, વચન અને નિર્દેશમાં રહીશ. ત્યારે પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ અર્થને અંગીકાર કર્યો. દ્રૌપદી દેવીને કન્યાઓના અંતઃપુરમાં રાખી દીધી. ત્યાર પછી દ્રૌપદી દેવી દ્રુભક્ત અને પારણામાં આયંબીલના તપઃકર્મથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. [૧૭૬] અહીં દ્રૌપદી દેવીનું અપહરણ થઇ ગયા પછી થોડા સમયમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા. તે દ્રૌપદી દેવીને પોતાની પાસે ન જોવાથી શય્યાથી ઉઠ્યા. ઉઠીને ચારે તરફ દ્રૌપદી દેવીની માર્ગણા-ગવેષણા કરી. પરંતુ દ્રૌપદી દેવીની ક્યાંય પણ શ્રુતિશ્રુતિ-વગેરે યા પ્રવૃત્તિ-ન જણાતાં જ્યાં પાંડુ રાજા હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને પાંડુ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર્ડે નાયાધમ કહાઓ - ૧-/૧૬/૧૭૬ રાજાને આ પ્રમાણે કહ્યું- “આ પ્રમાણે હે તાત ! હું અગાસી ઉપર સુતો હતો. મારી પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ દેવ, દાનવ, કિન્નર, દ્વિપુરુષ, મહોરગ, ગંધર્વ, હરણ કરી ગયો, લઈ ગયે, ખેંચી ગયો. તો હે તાત! હું ઈચ્છું છું કે દ્રૌપદી દેવીની ચારે તરફ માર્ગણા કરાય.” ત્યારે પાંડુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું હે દેવાનું પ્રિયો ! હસ્તિનાપુર નગરમાં શ્રાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ આદિમાં ઊંચા ઊંચા શબ્દોની ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો-આ પ્રમાણે નિશ્ચયથી આકાશ તલ પર સુખે સુતેલી યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ હરણ કરેલ છે, લઈ ગયો છે યા ખેંચી ગયો છે? તો હે દેવાનુપ્રિયો કોઈ દ્રૌપદી દેવીની શ્રુતિ, શ્રુતિ યા પ્રવૃત્તિ બતાવશે તે મનુષ્યને પાંડુ રાજા વિપુલ સંપદાનું દાન આપશે, ઈનામ ઓષશે. આ પ્રમાણેની ઘોષણા કરો. પૂર્વોક્ત ઘોષણા કરાવવા છતાં પણ પાંડુ રાજા દ્રૌપદી દેવીની ક્યાંય પણ શ્રુતિ યાવતું સમાચાર ન મેળવી શક્યા. ત્યારે કુંતી દેવીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે દ્વારવતી નગરી જાઓ અને કૃષ્ણ વાસુદેવને આ અર્થ નિવેદન કરો. કૃષ્ણ વાસુદેવ જ દ્રોપદીદેવીની માગણા-ગવેષણા કરશે. અન્યથા દ્રૌપદી દેવીની શ્રુતિ, ક્ષતિ યા પ્રવૃત્તિ આપણે જાણી શકીશું. એવું ન માની શકાય. પાંડુ રાજાથી દ્વારિકા જવા માટે કહેવા પર કુન્તી દેવી તેની વાત યાવતું સ્વીકાર કરીને સ્નાન કરીને, બલિકર્મ કરીને, હાથીના સ્કંધ પર આરૂઢ થઇને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને નીકળી. નીકળીને કરદેશની વચ્ચો વચ્ચે થઈને જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું જ્યાં દ્વારવતી નગરી હતી અને નગરની બહાર શ્રેષ્ઠ ઉદ્યાન હતું, ત્યાં આવી. આવીને હાથીના સ્કંધથી નીચે ઉતરી. ઉતરીને કૌટુમ્બિક પરષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જ્યાં દ્વારિકા નગરી છે. ત્યાં જાઓ. દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરો. પ્રવેશ કરીને કૃષ્ણ વાસુદેવને બંને હાથ જોડી આ પ્રમાણે કહેવું, હે સ્વામિનું! આપના પિતાની બહેન કુન્તી દેવી હસ્તિના પુરથી શીઘ અહીં આવેલ છે અને તમારા દર્શનની ઈચ્છા કરે છે. તમને મળવા ઇચ્છે છે.” ત્યારે કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષો પાસેથી કુન્તી દેવીના આગમનના સમાચાર સાંભળીને હાથીના સ્કંધ પર આરૂઢ થઈને ઘોડાઓ, હાથીઓ આદિની સેનાની સાથે થાવત્ દ્વારવતી નગરીની મધ્યમાં થઇને જ્યાં કુન્તી દેવી હતી, ત્યાં આવ્યા. આવીને હાથીના સ્કંધ ઉપરથી ઉતય. નીચે ઉતરીને તેણે કુન્તી દેવીના ચરણને ગ્રહણ કર્યા. ચરણનો સ્પર્શ કર્યો. પછી કુન્તી દેવીની સાથે હાથીના અંધ ઉપર આરૂઢ થયા. આરૂઢ થઈને દ્વારવતી નગરીના મધ્ય ભાગમાં થઈને જ્યાં પોતાનો મહેલ હતો, ત્યાં આવ્યા, આવીને પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. કુન્તી દેવી જ્યારે સ્નાન કરીને, બલિકર્મ કરીને અને ભોજન કરીને પછી યાવતુ સુખાસન ઉપર બેઠી, ત્યારે કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું- હે પિતૃભગિની! કહો આપનું અહીં આવવાનું શું પ્રયોજન છે?” ત્યાર પછી કુન્તી દેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! હસ્તિનાપુર નગરમાં, યુધિષ્ઠિર આકાશતલ પર સુખે સુતો હતો. તેની પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ અપહરણ કરી ગયો હું ઇચ્છું છું કે તેની માગણી કરો-ગવેષણા કરો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાની પિતૃભગિની કુન્તીને કહ્યું-જો હું ક્યાંય પણ દ્રૌપદી દેવીની શ્રુતિ આદિ મેળવું તો હું તેને પાતાલથી, ભવનમાંથી યા અર્ધભરત ક્ષેત્રમાંથી, દરેક સ્થાનેથી Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૧ મારા હાથેથી જ લઈ આવીશ. આ પ્રમાણે કહીને તેમણે કુન્તી દેવીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, યાવત્ તેમને વિદાય કર્યા. કુન્તી દેવીના ગયા પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું “દેવાનુપ્રિયો ! તમે દ્વારિકા નગરીમાં જાઓ.’ આ પ્રમાણે જેમ પાંડુ રાજાએ ઘોષણા કરાવી હતી, તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવે પણ ઘોષણા કરાવી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ કોઇ સમયે અંતઃપુરની અંદર પોતાની રાણીઓની સાથે હતા. તે સમયે તે કચ્છુલ્લ નારદ યાવત્ ઉતર્યા. યાવત્ આસન પર બેસીને કૃષ્ણ વાસુદેવનો કુશલ વૃત્તાન્ત પૂછ્યો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કચ્છુલ્લ નારદને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! તમે ઘણા ગ્રામો, આકરો, નગરો આદિમાં પ્રવેશ કરો છો. તો ક્યાંય પણ દ્રૌપદી દેવાની શ્રુતિ આદિ કાંઇ મળ્યું છે ?’ ત્યારે કચ્છલ્લ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું-‘હે દેવાનુ પ્રિય ! એક વખત હું ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વ દિશાના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં, અમરંકા નામની રાજધાનીમાં ગયો હતો. ત્યાં મે પદ્મનાભ રાજાના ભવનમાં દ્રૌપદી દેવી જેવી કોઇ દેખી હતી.’ ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લ નારદને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! આ તમારી જ કરતૂત જણાય છે.’ કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર કથ્થુલ્લ નારદે ઉત્પતની વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ કરીને જે દિશાઓથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દૂતનેબોલાવ્યો.બોલાવીને તેને કહ્યું- દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર જાઓ અને પાંડુ રાજાને નિવેદન કરો કે હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીનો પત્તો લાગ્યો છે. તેથી પાંચે પાંડવો ચતુરંગિણી સેનાની સાથે પરિવૃત્ત થઇને તૈયાર થાઓ, રવાના થાઓ અને પૂર્વ દિશાના વેતાલિક પર લવણ સમુદ્રના તટ પર મારી પ્રતીક્ષા કરો.’ ત્યારે પાંચે પાંડવો ત્યાં જઇને યાવત્ પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું-દેવાનુ પ્રિયો ! તમે જાઓ અને સાન્તાહિક ભેરી વગાડો.' તે સાંભળીને કૌટુમ્બિક પુરુષોએ ભેરી વગાડી. ત્યાર પછી સાન્તાહિક ભેરીની ધ્વનિ સાંભળીને સમુદ્ર વિજય આદિ દસ દસાર યાવત્ છપ્પન હજાર બલવાન યોદ્ધાઓ કવચ પહેરીને, તૈયાર થઇને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને, જ્યાં કૃષ્ણ વાસુદેવની સુધર્મા સભા હતી અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને હાથ જોડીને યાવત્ તેમનું અભિનંદન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાઓથી યુક્ત છત્ર તેમના મસ્તક ઉપર ધારણ કરવામાં આવ્યું. બંને બાજુએ ઉત્તમ શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. તેઓ મોટા મોટા ઘોડાઓ, હાથીઓ, ભટો અને સુભટોના સમૂહથી પરિવૃત્ત થઈને, દ્વારિકા નગરીની મધ્યમાં થઇને નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્વ દિશાનો વેતાલિક હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને પાંચ પાંડવોની સાથે એકટ્ટા થયા. પછી પડાવ નાંખીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સુસ્થિત દેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરવા લાગ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવનો અષ્ટમભક્ત પુરો થવા ૫૨ સુસ્થિત દેવ યાવત્ તેમની પાસે આવ્યો. તેને કહ્યું-દેવાનુપ્રિય કહો, મારે શું કરવાનું છે ?” ત્યાર કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને કહ્યું, ‘હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવી યાવત્ પદ્મનાભ રાજાના ભવનમાં હરણ કરાઇ છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે પાંચ પાંડવો સહિત છઠ્ઠા મારા રથને લવણ સમુદ્રમાં માર્ગ આપો. જેથી હું અમરકંકા નગરીની રાજધાનીમાં દ્રૌપદી દેવીને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નાયાધમ્મ કહાઓ- ૧/-/૧૨/૧૭૬ પાછી લાવવા માટે જઈ શકું.' ત્યાર પછી સુસ્થિત દેવે કૃષણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ પદ્મનાભ રાજાના પૂર્વસંગતિક દેવે દ્રૌપદી દેવીનું સંહરણ કર્યું એવી રીતે હું દ્રૌપદી દેવીને ધાતકીખંડ દ્વિીપના ભરત ક્ષેત્રથી યાવતુ હસ્તિનાપુર લઈ આવું ? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સૈન્ય અને વાહનોની સાથે લવણસમુદ્રમાં ફેંકી દઉં? ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સુચિત દેવને આ પ્રમાણે કહ્યું તમે તો પાંચ પંડવો સહિત છઠ્ઠા મારા રથને લવણ સમુદ્રમાં જવા માટે માર્ગ કરી આપો. હું પોતે જ દ્રૌપદી દેવીને પાછી લાવવા જઇશ.” ત્યારે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું એમ જ થાય, ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ચતુરગિણી સેનાને વિદાય કરીને પાંચ પાંડવોની સાથે છઠ્ઠા પોતે એમ છએ રથોમાં બેસીને, લવણ સમુદ્રની મધ્યમભાગમાં થઈને જવા લાગ્યા. જતાં-જતાં અમરકંકા રાજધાની હતી અને જ્યાં અમરકંકાનું પ્રધાન ઉદ્યાન હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચ્યા પછી રથને રોક્યો અને દારૂક નામના સારથીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! તુ જા અને અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર. પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની જઈને તેના પાદપીઠને તારા ડાબા પગથી આક્રાંત કરીને ભાલાની અણી દ્વારા લેખ-સમાચાર આપ. પછી કપાળ ઉપર ત્રણ બલવાળી ભૃકુટિ ચઢાવીને, આંખ લાલ કરીને રષ્ટ થઈને, ક્રોધ કરીને, કુપિત થઇને અને પ્રચંડ થઈને એમ કહેવું-“અરે પદ્મનાભ ! મોતની કામના કરનાર ! અનંત કુલક્ષણોવાળા ! પુણ્યહીન ! ચતુર્દશીનો જન્મેલો! શ્રી, લજ્જા અને બુદ્ધિથી હીન ! આજ તું નહી બચી શકીશ. શું તું નથી જાણતો કે તું કષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદી દેવીને અહીં લઈ આવ્યો છે? ખેર, જે થયું તે થયું, હજુ પણ તું દ્રૌપદી દેવીને કૃષ્ણ વાસુદેવને પાછી સોંપી દે અથવા યુદ્ધને માટે તૈયાર થઈને બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પોતે પાંચ પાંડવો સહિત દ્રૌપદી દેવીને પાછી છીનવવા માટે શીઘ્રતાથી અહીં આવી ગયા છે. ત્યાર પછી તે દારૂક સારથિ કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થયો. યાવતુ તેણે તે આદેશ અંગીકાર કર્યો. અને પૂર્વ વર્ણિત કાર્ય કર્યું ત્યાર પછી પદ્મનાભ રાજાએ દારક સારથિના આ પ્રમાણે કહેવા પર નેત્ર લાલ કરીને અને કપાળ પર ત્રણ સલવાળી ભ્રકુટિ ચઢાવી કહ્યું- હે દેવાનુપ્રિય! હું કષ્ણ વાસુદેવને દ્રૌપદી દેવી પાછી નહિં સોપું હું પોતે યુદ્ધ કરવાને માટે સજ્જ થઈને નીકળું છું. આ પ્રમાણે કહીને પછી દારુક સારથિને કહ્યું- હે દૂત ! રાજનીતિમાં દૂત અવધ્ય છે.આ પ્રમાણે કહીને તેનો સત્કાર-સન્માન ન કર્યો અને અપમાન કરીને પાછલા બારણેથી કાઢી મૂક્યો. ત્યાર પછી પદ્મનાભ રાજાના દ્વારા અસત્કારિત યાવતુ કાઢી મૂખવામાં આવેલ દારુક સારથિ કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચ્યો. પહોંચીને બંને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને સર્વ વાત કહી. કૃષ્ણ વાસુદેવના દૂતને કાઢી મૂક્યા પછી આ તરફ પદ્મનાભ રાજાએ સેનાપતિને બોલાવ્યો. અને કહ્યું- દેવાનુપ્રિય ! અભિષેક કરેલા હસ્તિરત્નને તૈયાર કરીને લાવો.” એ આદેશ સાંભળીને કુશલ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલ બુદ્ધિની કલ્પનાના વિક લ્પોથી નિપુણ પુરુષોએ અભિષેક કરેલો હાથી ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પદ્મભ રાજા કવચ આદિ ધારણ કરીને સજ્જિત થયો, યાવતુ અભિષેક કરેલા હાથી પર સવાર થયો. સવાર થઇને ઘોડાઓ, હાથીઓ આદિની ચતુરંગિણી સેનાની સાથે જ્યાં કૃષ્ણ વાસુદેવ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૭ હતાં, ત્યાં જવાને માટે ઉદ્યત થયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોયો. જોઈને તે પાંચ પાંડવો પ્રતિ બોલ્યા-અરે બાળકો ! તમે પદ્મનાભની સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચ પાંડવો એ કૃષ્ણ વાસુદેવને કહ્યું હે સ્વામિનું! અમે યુદ્ધ કરીએ અને આપ અમારું યુદ્ધ જુઓ.” ત્યાર પછી પાંચે પાંડવો તૈયાર થઈને યાવતુ શસ્ત્ર લઈને રથ પર સવાર થયા અને જ્યાં પાનાભ હતો, ત્યાં પહોંચ્યા. પહોંચીને “આજ અમે છીએ અથવા પદ્મનાભ રાજા છે એમ કહીને તે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજાએ તે પાંચે પાંડવો પર શીઘ્રતાથી શસ્ત્રનો પ્રહાર કર્યો તેના અહંકારને મસળી નાખ્યો અને તેમના ઉત્તમ ચિહ્ન પર પતાકા પાડી દીધી. યાવતુ તેમને આમ-તેમ ભગાડી દીધા. ત્યારે તે પાંચે પાંડવો પદ્મનાભ રાજા દ્વારા શસ્ત્રથી હતા થયેલા, મથિત અહંકારવાળા અને પતિત પતાકા વાળા થઈને યાવતુ પદ્મનાભ દ્વારા ભગાડેલા શત્રુ સેનાનો નિરાકરણ કરવામાં અમર્થ થઈને વાસુદેવ કૃષ્ણ પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવોને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે પદ્મનાભ રાજાની સાથે કેવી રીતે યુદ્ધમાં સંલગ્ન થયા હતા?” ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા મેળવીને સૂસર્જિત થઈને રથ પર આરૂઢ થયા. ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. પાંડવોનો ઉત્તર સાંભળીને કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને કહ્યું-દેવાનુપ્રિયો ! અગર તમે એમ બોલ્યા હોત કે “અમે છીએ, પદ્મનાભ રાજા નથી' આમ કહીને પદ્મનાભ રાજાની સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા હોત તો પદ્મનાભ રાજા તમારું હનન ન કરી શકત, મથન ન કરી શકત અને તમને યાવત્ દિશાઓમાં ભગાડી ન શકત હવે હે દેવાનુપ્રિયો ! તમે જુઓ. હું છું, પદ્મનાભ રાજા નહી એમ કહીને હું પદ્મનાભની સાથે યુદ્ધ કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થયા. આરૂઢ થઇને પદ્મનાભ રાજાની પાસે પહોંચ્યા. પહોંચીને તેણે શ્વેત ગાયના દૂધ અને મોતીઓના હારની સમાન ઉજ્જવલ, મલ્લિકાના ફૂલ, માલતી, કુસુમ, સિન્દુરવાર પુષ્પ, કુન્દ પુષ્પ અને ચંદ્રની સમાન શ્વેત, પોતાની સેનાને હર્ષ ઉત્પન્ન કરનાર અને શત્રુ સેનાનો વિનાશ કરનાર પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખના પવનથી તેને પૂર્ણ કર્યો ફેંક્યો. - ત્યાર પછી શંખના શબ્દથી પદ્મનાભની સેના ભય પામી યાવત્ દિશા-વિદિ, શામાં ભાગી ગઇ. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સારંગ નામનું ધનુષ હાથમાં લીધું, ધનુષ પર પ્રત્યંચા ચઢાવી. પ્રત્યંચા ચઢાવી ટંકાર કર્યો. ત્યારે પદ્મનાભની સેનાનો બીજો કાલો ભાગ્યો તે ધનુષની ટંકારથી હત-મથિત થઈ ગયો યાવતું આમ તેમ ભાગવા લાગ્યો. ત્યારે પદ્મનાભની સેનાનો એક કાફલો જ શેષ રહી ગયો. તેથી તે સામર્થ્યહીન, બલ હીન વીર્યહીન અને પરાક્રમથી હીન થઈ ગયો. તે કૃષ્ણના પ્રહારને સહન કરવામાં યા નિવારણ કરવામાં અસમર્થ થઈને શીઘ્રતાપૂર્વક ઉતાવળથી ત્વરાથી અમરકંકા રાજ ધાનીમાં જઈ પહોંચ્યો. તેણે અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર્યો. અને બારણું બંધ કરી દીધું. દ્વાર બંધ કરીને તે નગરરોધ માટે સજ્જ થઈને સ્થિત થઈ ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં ગયા ત્યાં જઇને રથ ઉભો રાખ્યો. વૈક્રિય સમુઘાતથી મહાન નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું. પછી જોરજોરથી શબ્દ કરીને પગો નું આફાટન કર્યું પછાડ્યા. કૃષ્ણ વાસુદેવના જોર જોરની ગર્જનાની સાથે પગ પછાડ વાથી અમરકંકા રાજધાનીના પ્રકાર, ગોપુર, અટ્ટાલિકા ચારિયઅને તોરણ પડી ગયા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નાયાધમ કહાઓ - ૧ -૧૬/૧૭૬ અને શ્રેષ્ઠ મહેલ તથા શ્રીગૃહ ચારે તરફથી ખળભળીને સરસરાક્ કરતા ધરતી પર આવી પડ્યા. ત્યાર પછી પદ્મનાભ રાજા અમરકંકા રાજાધાનીને ખરાબ રીતે ભગ્ન થયેલી યાવતુ જાણીને, ભયભીત થઈને, દ્રૌપદી દેવીના શરણમાં ગયો. ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભ રાજાને કહ્યું- દેવાનુપ્રિય ! શું તું નથી જાણતો કે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવનું વિપ્રિયકરીનેતમે મને અહીં લાવ્યા છો? જે થયું તે થયું,પણ હવે હે દેવાનુપ્રિય! તમે જાઓ. સ્નાન કરો, પહેરવાના અને ઓઢવાના વસ્ત્ર ભીના ધારણ કરો. પહેરેલા વસ્ત્રના છેડા નીચા રાખો અંતઃપુરની રાણીઓ આદિ પરિવારને સાથે લઈ લો. પ્રધાન અને શ્રેષ્ઠ રત્ન ભેટમાં લઈ લો. મને આગળ કરો. આ પ્રમાણે જઈને કૃષ્ણ વાસુદેવને બંને હાથ જોડીને તેમના પગમાં પડો. તેના શરણમાં જાઓ. દેવાનુપ્રિય ! ઉત્તમપુરુષ પ્રણિ પતિત વત્સલ હોય છે. ત્યાર પછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ અર્થને સાંભળીને અંગીકાર કર્યો. કૃષ્ણ વાસુદેવાના શરણમાં ગયા. ત્યાં જઈને કષ્ણ વાસુદેવને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- “મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ જોઈ લીધી, પરાક્રમ જોઈ લીધું. હે દેવાનુપ્રિય ! હું તમને ખમાવું છું યાવતું ક્ષમા કરો. યાવતુ પુનઃ હું તેમ નહીં કરું આ પ્રમાણેકહીને તેણે હાથ જોડ્યા પગમાં પડ્યા તેણે પોતાના હાથે દ્રૌપદી દેવીને સોંપી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પદ્મનાભને કહ્યું-“અરે પાનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! શું તું નથી જાણતો કે તું મારી બહેન દ્રૌપદી દેવીને જલ્દીથી અહીં લઈ આવ્યો છે? તો એમ થવા પર પણ હવે તને મારાથી ભય નથી-નિર્ભય થઇ જા.” એમ કહીને પદ્મનાભને છૂટો કર્યો. તેને છૂટકારો આપીને દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને રથ પર આરૂઢ થઈને પાંચ પાંડવોની સમીપ આવ્યા. ત્યાં આવીને દ્રૌપદી દેવીને પોતાના હાથેથી પાંચે પાંડવોને દીધી. ત્યાર પછી પાંચ પાંડવોની સાથે છઠ્ઠા પોતે સ્વયં કૃષ્ણ વાસુદેવ છ રથોમાં બેસીને લવણ સમુદ્રની વચ્ચો વચ્ચે થઈને જ્યાં જમ્બુદ્વીપ હતો, જ્યાં ભરત ક્ષેત્ર હતું તે તરફ જવાને ઉદ્યત થયા. ૧૭૭] તે કાળ અને તે સમયમાં ધાતકીખંડમાં, પૂવધિભાગમાં, ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ વાસુદેવ રાજા હતા. તે મહાન હિમ વાનની સમાન હતા. તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાનમાં મૂનિ સવ્રત નામના અરિહંત સમોસર્યા હતા. કપિલવાસુદેવે તેમની પાસે ધમપદેશના સાંભળી તે સમયે મુનિસુવ્રત અરિહંતના ઉપદેશનું શ્રવણ કરતાં કરતાં કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના શંખનો શબ્દ સાંભળ્યો.ત્યારે કપિલ વાસુદેવના ચિત્તમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો-“શું ધાતકીખંડ દ્વીપના ભારતવર્ષમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થઈ ગયાછે?જેનાશંખનો શબ્દઆમફેલાઇરહ્યો છે, જેમ મારામુખનાવાયુથીપૂરિત થયો હોય, મેંવગાડ્યો હોય મુનિસુવ્રત અરિહંતકપિલવાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે કપિલ ! મારી પાસે ધર્મશ્રવણ કરતાં તને આવો વિચાર આવ્યો છે કપિલ વાસુદેવે કહ્યું. હા, સત્ય છે.” | મુનિસુવ્રત અરિહંતે પુનઃ કહ્યું-કપિલ વાસુદેવ! એમ ક્યારેય થયું નથી, થતું નથી. અને થશે પણ નહી કે એક જ ક્ષેત્રમાં, એકજ યુગમાં અને એકમજ સમયમાં બે તીર્થકર બે ચક્રવર્તી, બે વાસુદેવ, બે બલદેવ, ઉત્પન્ન થયા હોય, ઉત્પન્ન થતા હોય અથવા ઉત્પન્ન થવાના હોય. આ પ્રમાણે હે વાસુદેવ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાંથી, ભારત ક્ષેત્રમાંથી, હસ્તિનાપુર નગરમાંથી પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવીને Page #158 -------------------------------------------------------------------------- ________________ શુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૫ તમારા પદ્મનાભ રાજાના પહેલાનો સાથી દેવ હરણ કરીને લઈ આવ્યો હતો. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવો સહિત છઠ્ઠા પોતે દ્રૌપદી દેવીને પાછી લેવા માટે શીઘ્રતાથી આવ્યા છે. તે પદ્મનાભ રાજાની સાથે સંગ્રામ કરી રહ્યા છે. તેથી કૃષ્ણ વાસુદેવના શંખનો આ શબ્દ છે. જે એવો લાગે છે કે તમારા મુખના વાયુથી જાણે પૂરિત થયો હોય ! જે ઈષ્ટ છે, કાન્ત છે અને તમને સંભળાય છે. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત તીર્થકરને વંદના કરી, નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને કહ્યું “ભગવાન ! હું જાઉં અને પુરષો ત્તમ કૃષ્ણ વાસુદેવને જોઉ તેના દર્શન કરું.’ ત્યારે મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યું- હે દેવાનુપ્રિય ! એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે એકતીર્થંકર બીજા તીર્થકરને જોવે, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તીને જોવે, એક બલદેવ બીજા બલદેવને જુઓ, એક વાસુદેવ બીજા વાસુદેવને જોવે. તો પણ તમે લવણ સમુદ્રના મધ્યભાગમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવના શ્વેત અને પીત ધ્વજાના અગ્રભાગને જોશો. ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત તીર્થકરને વંદના-નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. આરૂઢ થઇને જલ્દી-જલ્દી જ્યા વેલા કૂલ હતો, ત્યાં આવ્યા. આવીને લવણ સમુદ્રની મધ્યમાં થઈને જતા કૃષ્ણ વાસુદેવની શ્વેત પીત ધ્વજાનો અગ્રભાગ જોયો. જોઇને તે કહેવા લાગ્યા કે “આ મારા સમાન પુરૂષ છે. તે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ છે. જે લવણ સમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છે.' એમ કહીને તેણે પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખથી તેને પૂરિત કર્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે શંખનો શબ્દ સાંભળ્યો. સાંભળીને તેણે પણ પોતાના હાથમાં પાંચજન્ય શંખને લીધો મુખના વાયુથી પૂરિત કર્યો. તે સમયે બંને વાસુદેવોએ શંખ શબ્દની સમાચારી કરી. ત્યાર પછી કપિલ વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને તેમણે જોયું કે અમરકંકા રાજધાનીના તોરણ આદિ તૂટી-ફૂટી ગયા છે. તે જોઈને તેણે પદ્મના ભને કહ્યું- દેવાનુપ્રિય! આ અમરકંકા ભગ્ન તોરણ આદિ વાળી થઈને યાવતુ કેમ પડી ગઈ છે?' ત્યારે પદ્મનાભે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! જમ્બુદ્વીપ નામ ના દ્વીપથી, ભારત વર્ષથી, અહીં જલ્દીથી આવીને કૃષ્ણ વાસુદેવને આપનો પરાભવ કરીને, આપનું અપમાન કરીને, અમરકંકાને યાવતુ પાડી દીધી છે કપિલ વાસુદેવે, પદ્મ નાભના આ ઉત્તરને સાંભળી તેને કહ્યું-“અરે પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! તું શું નથી જાણતો કે તે મારા સમાન પુરુષ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? આ પ્રમાણે કહીને તે ક્રોધિત થયો. યાવતુ પદ્મનાભને દેશ-નિવસનની આજ્ઞા આપી દીધી. પદ્મના ભના પુત્રને અમરકંકા રાજધાનીમાં મહાન રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો. [૧૭૮] અહીં વાસુદેવ લવણ સમુદ્રના મધ્યભાગથી જતા ગંગા નદીની પાસે આવ્યા. ત્યારે તેણે પાંચ પાંડવોને કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ. જ્યાં સુધી તમે ગંગા મહાનદી ઉતરો, ત્યાં સુધી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળી લઉં.” ત્યારે તે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવના એમ કહેવા પર જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યાં. આવીને એક નૌકાની શોધ કરી શોધ કરીને તે નૌકાથી તે મહાનદી ગંગાને ઉતર્યા. ઉતરીને તેઓ પરસ્પર આ પ્રમાણે વાત કરવા લાગ્યા-દેવાનુપ્રિય ! કૃષ્ણ વાસુ દેવ ગંગા મહાનદીને પોતાની ભુજાઓથી પાર કરવામાં સમર્થ છે અથવા સમર્થ નથી ? આમ વિચાર કરીને તેઓએ તે નૌકા છૂપાવી દીધી. છૂપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નાયાધમ્મ કહાઓ - ૧/૯/૧૬/૧૭૮ કરતા ઉભા રહ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. તેમણે ચારે તરફ નૌકાની શોધ કરી. પરંતુ નૌકા ક્યાંય ન મળી.ત્યારે તેણે પોતાનીએકભુજાથી ઘોડા અને સારથી સહિત રથ ગ્રહણ કર્યો” અને બીજી ભુજાથી સાડાબાસયોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને ઉતરવાને માટે ઉઘત થયા.ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યારે ગંગા મહા નદીની વચ્ચોવચ પહોંચ્યા ત્યારે થાકી ગયાનૌકાનીઇચ્છાવાળાથયાઅનેબહુજખેદયુક્તથયા.તેમનેપસીનોઆવી ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે અહા ! પાંચ પાંડવો ઘણા બલવાન છે જેમણે સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદી પોતાની બાહુઓથી પાર કરી લીધી. પાંચ પાંડવોએ ઇચ્છા કરીને પદ્મનાભ રાજાને પરાજિત નથી કર્યો.’ ત્યારે ગંગા દેવીએ કૃષ્ણ વાસુદેવનો એવો અધ્યવસાય યાવત્ જાણીને પાણી માં સ્થલ-જમીન કરી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે થોડો સમય ત્યાં વિશ્રાન્તિ કરી. પછી સાડા બાસઠ યોજન ગંગા મહાનદીને પાર કરી. પાર કરીને પાંચ પાંડવોની પાસે પહોં ચ્યા. ત્યાં પહોંચીને પાંચ પાંડવોને કહ્યું અહો-દેવાનુપ્રિયો ! તમે લોકો મહાબલવાન છો, ઇત્યાદિ. કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યુંદેવાનુપ્રિય ! આપના દ્વારા વિસર્જિત-થઇને અમે લોકો જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. અમે નૌકાની શોધ કરી. યાવત્ તે નૌકાથી પાર ઉતરીને આપના બળની પરીક્ષા ક૨વા માટેઅમે નૌકા છૂપાવી દીધી.પછી આપનીપ્રતીક્ષાકરતાંઅમેઅહીં ઉભા છીએ.’ પાંચ પાંડવોનું એ કથન સાંભળીને અને સમજીને કૃષ્ણ વાસુદેવ કુપિત થયા. તેમની ત્રણ બલવાળી ભ્રકુટિ લલાટ ઉપર ચઢી ગઈ. તે બોલ્યા ઓહ ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણવાળા લવણ સમુદ્રને પાર કરીને પદ્મનાભને હત અને થિત કરીને યાવત્ પરાજિત કરીને અમરકંકા રાજધાનીને ભયભીત કરી અને મારા હાથે દ્રૌપદીને લઇને તમને સોંપી, ત્યારે તમને મારું માહાત્મ્ય ન જણાયું ! આજ તમે મારું માહાત્મ્ય જાણી લ્યો ! આમ કહીને તેમણે હાથમાં લોહદંડ લીધો અને પાંડવોના રથનો ચૂરેચૂરો કરી નાંખ્યો. રથનો ચુરેચુરો કરીને તેણે દેશ નિર્વાસનોની આજ્ઞા આપી. પછી તે સ્થાન પર રથમર્દન નામનો કોટ સ્થાપિત કર્યો. રથમર્દન તીર્થની સ્થાપના કરી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં પોતાની સેનાની છાવણી હતી, ત્યાં આવ્યા. આવીને પોતાની સેનાની સાથે મળી ગયા. ત્યાર પછી દ્વારવતી નગરીમાં પ્રવેશ કર્યો. [૧૭૯] ત્યાર પછી પાંચે પાંડવો જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. પાંડુ રાજાની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને અને હાથ જોડીને બોલ્યા-હે તાત ! કૃષ્ણે અમને દેશિનવિસનની આજ્ઞા આપી છે.’ ત્યારે પાંડુ રાજાએ પાંચે પાંડવોને પ્રશ્ન કર્યો-પુત્રો ! કયા કારણથી ?” ત્યારે પાંચ પાંડવોએ સર્વ વાત કહી. ત્યારે પાંડુ રાજાએ કુન્તી દેવીને બોલાવીને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે દ્વારિકા નગરી જઇને કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે‘આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમે પાંચ પાંડવોને દેશનિવાસનની આજ્ઞા આપી છે, પરંતુ હે દેવાનુપ્રિય ! તમે તો સમગ્ર દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના અધિપતિ છો. તેથી તમે આદેશ આપો કે પાંચ પાંડવો કઇ દિશા અથવા કઇ વિદિશામાં જાય ?’ ત્યાર પછી કુન્તી દેવી પાંડુ રાજાના આ પ્રમાણે કહેવા પર હાથીના સ્કંધ પર આરૂઢ થઇ. આરૂઢ થઇને પૂર્વવત્ દ્વારિકા પહોંચી. અગ્ર ઉઘાનમાં રહી. કૃષ્ણ વાસુદેવને Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૭ સૂચના આપી. તે આવ્યા. મહેલમાં લઈ ગયા. યાવત્ પૂછ્યું હે પિતૃભગિની ! આજ્ઞા કરો, આપનું આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે કુન્તીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું-‘હે પુત્ર ! તમોએ પાંચે પાંડવોને દેશનિકાલનો આદેશ આપ્યો છે પણ તમે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના સ્વામી છો તો તમે બતાવો કે તે કઇ દિશા અથવા વિદિશામાં જાય ? ત્યારે કૃષ્ણ વાસુદેવે કુન્તીને આ પ્રમાણે કહ્યું-પિતૃભગિની ! ઉત્તમ પુરુષ, વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી અપૂતિવચન હોય છે. તેઓના વચન મિથ્યા થતાં નથી. તેથી હે દેવાનુપ્રિયે ? પાંચે પાંડવો દક્ષિણ દિશાના વેલાતટ જાય અને ત્યાં પાંડુ મથુરા નામની નવી નગરી વસાવે અને મારા અત્કૃષ્ટ સેવક થઇને રહે.’ આ પ્રમાણે કહીને તેણે કુન્તી દેવીનો સત્કાર-સન્માન કર્યો. યાવત્ તેને વિદાય કર્યા. ત્યાર પછી કુન્તી દેવીએ દ્વારવતી નગરીથી આવીને યાવત્ પાંડુ રાજાને આ અર્થ નિવેદન કર્યો. ત્યારે પાંડુ રાજાએ પાંચ પાંડવોને બોલાવીને કહ્યું-હે પુત્રો ! તમે દક્ષિણી વેલાતટ જાઓ અને ત્યાં પાંડુમથુરા નગરી વસાવીને રહો. ત્યારે પાંચે પાંડવોએ પાંડુ રાજાની વાત યાવત્ ‘તથાસ્તુ’ સારી વાત છે’ એમ કહીને સ્વીકારકરીને બલ અને વાહનોની સાથે તથા ઘોડા અને હાથીઓની સાથે હસ્તિના પુરની બહાર નીકળ્યા.નીકળીને દક્ષિણ વેલાતટ પર પહોંચ્યા.પાંડુ મથુરા નગરીની સ્થા પના કરીને તેઓ ત્યાં વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થઈને સુખપૂર્વક રહેવા લાગ્યા. [૧૮૦] ત્યાર પછી એક વાર કોઈ સમયે દ્રૌપદી દેવી ગર્ભવતી થઈ. ત્યાર પછી નવ માસ પૂર્ણ થતાં સુંદર રૂપવાળા અને સુકુમાર બાલકને જન્મ આપ્યો. બાર દિવસ વ્યતીત થઇ જવા પર તે બાળકના માતા-પિતાને એવો વિચાર ઉત્પન્ન થયો કે અમારો આ બાળક પાંચ પાંડવોને પુત્ર છે અને દ્રૌપદી દેવીનો આત્મજ છે, તેથી આ બાળકનું ‘પાંડુસેન’ નામ રાખ્યું. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ સ્થવિર પધાર્યા. તેમની દેશના સાંભળવા માટે પરિષદ્ નીકળી. પાંડવો પણ નીકળ્યા. ધર્મ શ્રવણ કરીને તેઓએ સ્થ વિરને કહ્યું-દેવાનુપ્રિય ! અમને સંસારથી વિરક્તિ થઇ છે, તેથી અમે દીક્ષિત થવા ઇચ્છીએ છીએ, કેવળ દ્રૌપદી દેવીની આજ્ઞા લઇ અને પાંડુસેન ને રાજ્ય પર સ્થાપિત કરી દઇએ. ત્યાર પછી દેવાનુપ્રિયની પાસે, મુંડિત થઇને યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરશું; ત્યારે વિર ધર્મઘોષે કહ્યું-દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.' દ્રૌપદી દેવીને બોલાવી કહ્યું-દેવાનુપ્રિય ! અમે સ્થવિર સાધુની પાસે ધર્મ સાંભળ્યો છે. યાવત્ અમે પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છીએ. દેવાનુપ્રિયે ! તારે શું કરવું છે ?’ ત્યારે દ્રૌપદી દેવીએ પાંચ પાંડવોને કહ્યું “જો તમે સંસાર ના ભયથી ઉદ્વિગ્ન થઇને પ્રવ્રુજિત થાઓ છો તો મારું બીજું શું અવલંબન યાવત્ થશે ? હું પણ દીક્ષા અંગીકાર કરીશ. ત્યાર પછી પાંચ પાંડવોએ પાંડુસેનનો રાજ્યાભિષેક કર્યો યાવત્ પાંડુસેન રાજા થઇ ગયો યાવત્ રાજ્યનું પાલન કરવા લાગ્યો. ત્યારે કોઇ સમયે પાંચ પાંડવોએ અને દ્રૌપદીદેવીએ પાંડુસેન રાજાની પાસે દીક્ષાની અનુમતિ માંગી. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું-દેવાનુપ્રિયો ! શીવ્રતાથી દીક્ષામહોત્સવની તૈયારી કરો અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ તૈયાર કરો. શેષ વૃત્તાન્ત પૂર્વવત્ જાણવું. યાવત્ પાંચ પાંડવો શ્રમણ બની ગયા. ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી છઠ્ઠ, અક્રમ, ચાર, પાંચ ઉપવાસ તથા અર્ધમાસખ મણ, માસખમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નાયાધમ કહાઓ - ૧-૧૬/૧૮૧ [૧૮૧] ત્યાર પછી દ્રૌપદી દેવી શિબિકા ઉપરથી નીચે ઉતરી. યાવતુ દિક્ષિત. થઈ. તે સુવ્રતા આયનેિ શિષ્યાના રૂપમાં સોંપાણી. તેણીએ અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી તે છઠ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત ને દ્વાદશ ભક્ત આદિ કરતી થકી વિચરવા લાગી. [૧૮૨] ત્યાર પછી એક વાર કોઈ સમયે સ્થવિર ભગવંત પાંડુમથુરા નગરીના * સહસ્સામ્રવન ઉદ્યાનમાંથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિચરણ કરવા લાગ્યા. તે કાળ અને તે સમયમાં અરિહંત અરિષ્ટનેમિ જ્યાં સુરાષ્ટ જનપદ હતું, ત્યાં આવ્યા. આવીને સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ઘણા લોકો પરસ્પર એમ કહેવા લાગ્યા કે-દેવાનુપ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં યાવતું વિચારી રહ્યા છે. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ ઘણા લોકો પાસેથી આ વૃત્તાન્ત સાંભળ્યો. સાંભળીને એક બીજાને બોલાવ્યા અને કહ્યુંસ્થવિર ભગવંતને પૂછીને તીર્થકર અરિષ્ટનેમિને વંદન કરવાને માટે જવું તે આપણા માટે શ્રેયસ્કર છે. તેઓ જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વિંદન કર્યા,નમસ્કાર.કહ્યું-ભગવંતુ.આપની આજ્ઞા મેળવીને અમે અરિહંત અરિષ્ટ નેમિને વંદના કરવાના હેતુથી જવાની ઈચ્છા કરીએ છીએ.” સ્થવિરે કહ્યું- દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો.” નિરંતર માસખમણનું તપશ્ચરણ કરતા થકા, એક ગ્રામથી બીજા ગ્રામ જતાં, યાવતુ જ્યાં હસ્તિકલ્પનગર હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચીને હસ્તિકલ્પનગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યાવતું રહ્યા. - ત્યાર પછી યુધિષ્ઠિર સિવાયના ચારે અણગારોએ માસખમણના પારણાના દિવસે, પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજી પ્રહરમાં ધ્યાન કર્યું. શેષ વર્ણન ગૌતમ સ્વામી ની જેમ જાણવું, વિશેષ એ કે તેઓએ યુધિષ્ઠિર અણગારની આજ્ઞા લીધી-પછી તેઓ. ભિક્ષાને માટે ફરી રહ્યા હતાં, ત્યારે તેઓએ ઘણાં લોકો પાસેથી સાંભળ્યું કે- દેવાનું પ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ ગિરનાર પર્વતના શિખરપર, એક માસના નિર્જલ ઉપવાસ કરીને, પાંચસો છત્રીસ સાધુઓની સાથે, કાલધર્મને પ્રાપ્ત થઈ ગયા યાવતુ સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિર સિવાય તે ચારે અણગાર ઘણા લોકોની પાસેથી આ અર્થ સાંભળીને હસ્તીકલ્પ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા, ત્યાં પહોંચ્યા.પહોંચીને આહારપાણીની પ્રત્યુપેક્ષણા કરી. પ્રત્યુપેક્ષ ણા કરીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી એષણાઅનેષણાની આલોચના કરી. આલોચના કરીને આહાર પાણી બતાવ્યા. બતા વીને યુધિષ્ઠિર અણગારને કહ્યું- હે દેવાનુપ્રિય! યાવતુ કાળધર્મને પ્રાપ્ત થયા છે.તેથી હે દેવાનુપ્રિય ! અમારે માટે શ્રેયસ્કર છે કે ભગવાનના નિવણના વૃત્તાન્ત સાંભળ્યા પહેલાં ગ્રહણ કરેલ આહાર-પાણીને પરઠવીને ધીરે-ધીરે શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થઈએ અને સંલેખના કરીને ઝોષણાનું સેવન કરીને, અને મૃત્યુની આકાંક્ષા ન કરતા થકા વિચરીએ.' શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થયાં. આરૂઢ થઈને યાવતું મૃત્યુની અપેક્ષા ન કરતાં વિચરવા લાગ્યા. ત્યાર પછી તે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વોનો અભ્યાસ કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ્યપર્યાય પાળીને, બે માસની સંલેખના કરી આત્માની ઝોષણા કરીને જે પ્રયો જનથી નગ્નતા, મુંડતા આદિ અંગીકાર Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૯ કરાય છે યાવતુ તે પ્રયોજનને સિદ્ધ કર્યું. તેમણે અનંત યાવતું શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું. યાવત્ તેઓ સિદ્ધ થયા. [૧૮૩] દીક્ષા અંગીકાર કર્યા પછી દ્રૌપદી. આયએ સુવ્રતા આની પાસે સામા યિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રામસ્ય પયયનું પાલન કર્યું. અંતમાં એક માસની સંલેખના કરીને, આલોચના તેમજ પ્રતિક્રમણ કરીને, તથા કાળ માસમાં કાળ કરીને બ્રહ્મલોક નામના સ્વર્ગમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવરૂપે જન્મ લીધો. “ભગવાન ! તે દ્રોપદી દેવ ત્યાંથી પછી ક્યાં જન્મ લેશે ?” “તે ત્યાંથી ચ્યવને યાવતું મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈને યાવત્ કમનો અંત કરશે.' અધ્યયન-૧૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૭-અશ્વશાન ) [૧૮૪] શ્રમણ ભગવાન મહાવીર યાવતુ નિવણને પ્રાપ્ત જિનેશ્વર દેવે સોળમાં જ્ઞાત-અધ્યયનનો પૂવક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! સત્તરમાં જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબૂ! તે કાળ અને તે સમયમાં હતિશીષ નામનું નગર હતું. તે નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે હસ્તિ શીર્ષ નગરમાં ઘણા સાયંત્રિક નૌકાવણિક રહેતા હતા. તે ધનાઢ્ય હતા યાવતુ કોઈથી પણ પરાભવ પામતા ન હતા. એક વાર કોઈ સમયે તે સાયંત્રિક નૌકાવ ણિકો આપસમાં મળ્યા. તેમણે અહંન્નકની જેમ વિચાર કર્યો. યાવત્ લવણસમુદ્રમાં તેઓ સેંકડો યોજન સુધી અવગાહન પણ કરી ગયા. તે સમયે તે વણિકોને માકંદી પુત્રોની સમાન ઘણા સેંકડો ઉત્પાત થયા. યાવતું તોફાન પણ ઉત્પન થયું. તે સમયે તે નૌકા તે તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર ચલાયમાન થવા લાગી, વાર વાર ક્ષુબ્ધ થવા લાગી અને તે સ્થાન પર ચક્કર ખાવા લાગી. તે સમયે નૌકાના નિયમકની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. શ્રુતિ પણ નષ્ટ થઈ ગઈ અને સંજ્ઞા પણ ગાયબ થઈ ગઈ. તે દિશા મૂઢ થઈ ગયા. તેમને આ જ્ઞાન પણ ન રહ્યું કે પોતવાહન કયા પ્રદેશમાં અથવા કઈ દિશાવિદિશામાં ચાલી રહ્યું છે? તેમના મનનો સંકલ્પ ભાંગી ગયો. યાવતું તે ચિંતામાં લીન થઇ ગયા. તે સમયે કુક્ષિધાર, કર્ણધાર, ગર્ભેિલ્લક. તથા સાયાંત્રિક નૌકાવણિક નિય મકની પાસે આવ્યા. આવીને તેને કહ્યું- દેવાનુપ્રિયીમનમા નષ્ટ સંકલ્પવાળા થઈને ચિંતા કેમ કરી કહ્યા છો ?' ત્યારે તે નિયમિકે તે ઘણા કુક્ષિધારો ને, કર્ણધારોને, ગર્ભેિલ્લકોને તથા સાયાંત્રિક નૌકાવણિકોને કહ્યું- દેવાનુપ્રિયો ! મારી મતિ નષ્ટ થઈ ગઈ છે. યાવતું પોતવહન કઈ દિશા યા વિદિશામાં જઈ રહ્યું છે તેની પણ ખબર પડતી નથી. તેથી હું ભગ્નમનોરથ થઈને ચિંતા કરી રહ્યો છું.” ત્યારે તે કર્ણધાર તે નિયમિકની તે વાત સાંભળીને અને સમજીને ભયભીત થયા. તેમણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને હાથ જોડીને ઘણા ઈન્દ્ર, સ્કંદ, આદિ દેવો ને, જેમ મલ્લિ અધ્યયનમાં કહ્યું છે તેમ મનાવવા લાગ્યા. થોડીવાર પછી તે નિયમિક લબ્ધમતિ લબ્ધશ્રુતિ, લબ્ધસંજ્ઞા અને અદિમૂઢ થઈ ગયો. ત્યારે તે નિયમિકે તે બહુસંખ્યક કુક્ષિ ધારો, આદિને કહ્યું- દેવાનુપ્રિયો! મને બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. યાવતું મારી દિશા-મૂઢતા નષ્ટ થઈ ગઈ છે. દેવાનુપ્રિયો! આપણે લોકો કાલિક દ્વીપની નજીક આવી પહોંચ્યા છીએ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬o નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૭/૧૮૪ આ કાલિક-દ્વીપ દેખાઈ રહ્યો છે.તે સમયે તેકુક્ષિધાર,કર્ણધાર,આદિ તે નિયમિકની વાત સાંભળીને અને સમજીને હૃષ્ટતું ર થયા. પછી દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં કાલિક દ્વીપ હતો, ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને લંગર નાંખ્યું. લંગર નાખીને નાની નૌકા દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા. તે કાલિક દ્વીપમાં તેમણે ઘણી ચાંદીની ખાણ, સોનાની ખાણ, રત્નોની ખાણ, હીરાની ખાણ, અને ઘણા અશ્વ જોયા. તે આકીર્ણ હતા. તેનો વેઢ ઉત્તમ જાતિના ઘોડા સમાન જાણવું. તે ઘોડા નીલ વર્ણવાળી રેણના સમાન વર્ણવાળા અને શ્રોસિસૂત્રક હતા. તે અશ્વોએ તે વણિકોને જોયા. અને તેમની ગંધ સુંઘી ગંધ સુંધીને તેઓ ભયભીત થયા. ત્રાસને પ્રાપ્ત થયા, ઉદ્વિગ્ન થયા. તેથી તેઓ કેટલાય યોજન દૂર ભાગી ગયા. ત્યાં તેઓને ઘણાજ ગોચર પ્રાપ્ત થયા. ખૂબ ઘાસ અને પાણી મળવાથી તેઓ નિર્ભય અને નિરુદ્વેગ થયા અને સુખપૂર્વક ત્યાં ચરવા લાગ્યા. ત્યારે તે નૌકાવણિકોએ આપસમાં આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! આપણે ઘોડાનું શું પ્રયોજન છે? અહીં ઘણી જ ચાંદીની ખાણ, સોના ની ખાણ, રત્નોની ખાણ અને હીરાની ખાણો છે. તેથી આપણે સોના-ચાંદીથી, રત્નોથી અને હીરાથી જહાજ ભરી લેવું તે શ્રેયસ્કર છે. તેઓએ સુવર્ણથી, ચાંદીથી, હીરાથી, ઘાસથી, અન્નથી, કાષ્ટોથી અને મીઠા પાણીથી પોતાનું જહાજ ભરી લીધું. ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં ગંભીર પોતવહનપટ્ટન હતું, ત્યાં આવ્યા. આવીને જહાજને લંગર નાંખ્યું. ગાડી-ગાડા તૈયાર કર્યો. તૈયાર કરીને લાવેલા તે હિરણ્ય, સુવર્ણ યાવતુ હીરાનેનાનીનૌકાઓ દ્વારા સંચાર કર્યો. જ્યાં હસ્તીશીષ નગર હતું, ત્યાં પહોંચ્યા. હતિશીષ નગરની બહાર અગ્ર ઉદ્યાનમાં સાર્થને રોક્યો. ગાડા-ગાડી ખોલ્યા. પછી બહુમૂલ્ય ઉપહાર લઈને હસ્તિશીષ નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે આવ્યા. તે ઉપહાર રાજાની સમક્ષ રાખી દીધો. ત્યારે તે રાજા કનકકેતુએ તે સાંયત્રિક નૌકાવણિકોના તે બહુમૂલ્ય ઉપહારનો યાવતું સ્વીકાર કર્યો. [૧૮૫] રાજાએ તે સાંયાત્રિક નૌકાવણિકોને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે લોકો ગ્રામોમાં યાવતુ આકરોમાં ફરો છો અને વારંવાર પોતવાહન દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરો છો. ક્યાંય તમે કોઈ આશ્ચર્યજનક વસ્તુ જોયેલી છે ?' ત્યારે સાંયાત્રિક નૌકાવણિકોએ રાજાને કહ્યું-દેવાનુપ્રિય!અમેલોકો હતિશીર્ષ નગરના નિવાસી છીએ. ઈિત્યાદિ પૂર્વવતુ જાણવું. યાવતુ અમે કાલિક દ્વીપ સુધી ગયા. તે દ્વીપમાં ઘણીજ ચાંદીની ખાણો યાવતુ અનેક પ્રકારના ઘોડા છે, તે ઘોડા કેવા છે? નીલ વર્ણવાળા રેણુની સમાન અને શ્રોસિસૂત્રકની સમાન શ્યામ વર્ણવાળા હતા. યાવતુ તે ઘાડાઓ અમારી ગંધથી. પણ અનેક સો યોજન દૂર ચાલ્યા ગયા. તેથી દેવાનુપ્રિય ! અમે કાલિક દ્વીપમાં તે ઘોડાઓને આશ્ચર્યભૂત જોયા છે. ત્યારે કનકકેતુ રાજાએ સાંયાત્રિકોની પાસેથી આ અર્થ સાંભળીને તે સાંયાત્રિકોને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે મારા કૌટુમ્બિક પુરુષોની સાથે જાઓ અને કાલિક દ્વીપના તે ઘોડા અહીં લઈ આવો.' ત્યાર પછી કનકકેતુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. અને તેને કહ્યું‘દેવાનુપ્રિયો ! તમે ! સાંયાત્રિક વણિકોની સાથે જાઓ. કાલિક દ્વીપથી મારા માટે ઘોડા લઈ આવો. ત્યાર પછી કૌટુમ્બિક પુરષોએ ગાડી ગાડા તૈયાર કર્યો. તૈયાર કરીને તેમણે ઘણી વીણાઓ, વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભ, પભ્રામરી આદિ વિવિધ પ્રકારની Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધન, અધ્યયન-૧૭ ૧૬૧ વીણાઓ તથા વિચિત્ર વીણાઓથી તથા શ્રોત્રેન્દ્રિયને યોગ્ય બીજી અનેક વસ્તુઓથી ગાડા-ગાડી ભર્યા. શ્રોત્રેન્દ્રિયને પ્રિય વસ્તુઓ ભરીને ઘણી કૃષ્ણ વર્ણવાળી યાવતું શુકલ વર્ણવાળી કાષ્ટ કર્મ, ગ્રંથિમ તથા અન્ય ચક્ષ-ઈન્દ્રિયને યોગ્ય દ્રવ્ય ગાડી-ગાડીમાં ભર્યા.તેભરીનેઘણાકોષ્ઠપુટ તથા કેતકીપુટ આદિ યાવતુ અન્ય ઘણાં ધ્રાણેન્દ્રિયને યોગ્ય પદાર્થોથી ગાડા-ગાડી ભય. તે ભરીને ઘણાંજ ખાંડ, ગોળ, સાકર, મલેંડિકા, પુષ્પો ત્તર તથા પદ્મોતર આદિ અનેક જીલ્લા ઇન્દ્રિયને યોગ્ય દ્રવ્યો ગાડી-ગાડામાં ભર્યાં. તે ભરીને અનેક પ્રકારના કોયડક, કંબલરત્ન કંબલ, પ્રાવરણ, નવત, મલય, મસૂરક, શિલા પટ્ટક, યાવતુ હંસગર્ભ-તથા બીજા સ્પર્શેન્દ્રિય ને યોગ્ય દ્રવ્યો યાવતુ ગાડી ગાડામાં ભર્યા. ઉક્ત બધા દ્રવ્યો ભરીને તેમણે ગાડાગાડી જોડ્યા. જોડીને જ્યાં ગંભીર પોતપટ્ટન હતું, ત્યાં પહોંચ્યા. પહોંચીને તેમણે ગાડી-ગાડા ખોલ્યા. ખોલીને પોતવહન તૈયાર કર્યા. તૈયાર કરીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, ગંધ, રસ અને રૂપના દ્રવ્ય તથા કાષ્ઠ, તૃણ, ચોખા લોટ, ગોરસ યાવતુ અન્ય ઘણા પોતવહન યોગ્ય પદાર્થો પોતવહનમાં ભય. ઉપર્યુક્ત બધી વસ્તુઓ પોતવહનમાં ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ પવનથી જ્યાં કાલિક દ્વીપ હતો, ત્યાં આવ્યા. આવીને લંગર નાખ્યું. લંગર નાખીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધના પદાર્થોને નાની-નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા. ઉતારીને તે ઘોડા જ્યાં-જ્યાં બેસતા હતા, સૂતા હતા અને આળોટતા હતા, ત્યાં ત્યાં તે કૌટુમ્બિક પુરુષો તે વિણા, આદિ શ્રોત્રેન્દ્રિયને પ્રિય વાદ્ય વગાડતા રહ્યા અને તેની ચારે તરફ જાલ સ્થાપિત કરી દીધી. ઘણા પ્રકારના કૃષ્ણવર્ણવાળા યાવત્ શુકલવર્ણ વાળા કાષ્ઠ કર્મ યાવતુ સંઘાતિમ તથા અન્ય ઘણા પ્રકારના ચક્ષુઇન્દ્રિયને યોગ્ય પદાર્થો રાખી દીધા. ઘણા પ્રકારના કોષ્ઠપુટ યાવતુ બીજા ધ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોનો પંજ અને નિકર કરી દીધો. ગોળના યાવતું અન્ય ઘણા રસેન્દ્રિયને યોગ્ય પદાથના પંજ અને નિકર કરી દીધા. કરીને તે સ્થાન પર ખાડા ખોદયા. ખાડા ખોદીને તેમાં ગોળનું પાણી, ખાંડનું પાણી, પોરનું પાણી તથા અન્ય અનેક પ્રકારનું પાણી ભરી દીધું. કોયલક યાવતુ શિલાપટ્ટક તથા અન્ય સ્પર્શેન્દ્રિયને યોગ્ય આસ્તરણ-પ્રત્યાસ્તરણ રાખી દીધાં. રાખીને, તેની પાસે ચારે તરફ નિશ્ચલ, નિષ્પદ અને મૂક થઈ રહ્યા. ત્યાર પછી તે ઘોડાઓ ત્યાં આવ્યા, જ્યાં ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના દ્રવ્યો રાખ્યા હતાં. ત્યાં આવીને તેમાંથી કોઈ-કોઈ ઘોડા “આ શબ્દ, આદિ અપૂર્વ છે એમ વિચાર કરીને તેમાં આસક્ત ન થતાં દૂર-દૂર ચાલ્યા ગયા. તે ઘોડાઓ ત્યાં જઈને ઘણા જ ગોચર પ્રાપ્ત કરીને તથા પ્રચૂર ઘાસ પાણી પ્રાપ્ત કરીને નિર્ભય થયા, ઉદ્વેગ રહિત થયા અને સુખ-સુખે વિચરવા લાગ્યા. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં આસક્ત નથી થતા, તે આ લોકમાં અનેક સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે, યાવતુ સંસારથી તરી જાય છે. [૧૮] તે ઘોડાઓમાં કેટલાક ઘોડાઓ જ્યાં તે ઉત્કૃષ્ટ શબ્દ આદિ પદાર્થો હતા, ત્યાં પહોંચ્યા. અત્યંત આસક્ત થયા. અને તેમનું સેવન કરવામાં પ્રવૃત્ત થયા. ત્યાર પછી તેનું સેવન કરનાર તે ઘોડાઓ કૌટુમ્બિક પુરુષો દ્વારા ઘણા લૂટ પાશોથી ગળામાં યાવતું પગોમાં બંધાયા- ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ તે અશ્વોને પકડી લીધા. પકડીને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નાયાધમ્મ કહાઓ- ૧-૧૭/૧૮૬ તેઓ નૌકાઓ દ્વારા પોતવહનમાં લઈ ગયા. લઈ આવીને પોતવહનને તૃષણ, કાષ્ઠ આદિ આવશ્યક પદાર્થોથી યાવતુ ભરી લીધું. ત્યાર પછી તે સાંયાત્રિક નૌકાવણિકો દક્ષિણ દિશાના અનુકૂલ પવન દ્વારા જ્યાં ગંભીર પોત પટ્ટન હતું, ત્યાં આવ્યા. આવીને પોતવહનનું લંગર નાખ્યું. લંગર નાખીને તે ઘોડાને ઉતાય જ્યાં હતિશીષ નગર હતું, જ્યાં કનકકેતુ રાજા હતો, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને રાજાનું અભિનંદન કર્યું. અભિનંદન કરીને તે અશ્વ ઉપસ્થિત કર્યો. ત્યાર પછી રાજા કનકકેતુએ તે સાંયાત્રિક વણિકોનો શુલ્ક માફ કરી દીધો. તેમનો સત્કાર-સન્માન કર્યો અને વિદાય કર્યો. ત્યારપછી કનકકેતુ રાજાએ કાલિકટ્રીપ મોકલેલા કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેનો પણ સત્કાર અને સન્માન કર્યું પછી વિદાય કર્યો. ત્યાર પછી કનકકેતુ રાજાએ અશ્વમર્દકો ને બોલાવ્યા. તેમને કહ્યું- “દેવાનુપ્રિયો ! તમે મારા ઘોડાઓને વિનીત કરો.” ત્યારે અશ્વમર્દકોએ “ઘણું સારું' એમ કહીને રાજાનો આદેશ સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓએ તે ઘોડાઓના મુખ, કાન, નાક, ખુર, કટક, બાંધીને, ચૌકડી ચઢાવીને, તોબરો ચઢાવીને, પટતાનક લગાવીને, ખાસ્સી કરીને, વેલા, વેતોનો, લતા ઓનો, ચાબુકોનો, અને ચામડાના કોરડાનો પ્રહાર કરીને વિનીત કર્યા. ત્યાર પછી કનકકેતુએ તે અશ્વમઈકોનો સત્કાર કર્યો. સન્માન કર્યું. ત્યાર પછી તે ઘોડાઓ મુખ બંધનથી યાવતુ ચામડાની ચાબુકોના પ્રહારથી ખુબ જ શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત થયા. તેવીજ રીતે હે આયુષ્યનું શ્રમણો ! આપણા જે નિગ્રંથો અને નિગ્રંથીઓ દીક્ષિત થઈને પ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં વૃદ્ધ થાય છે અને આસક્ત થાય છે, તે ઘણા શ્રમણો યાવતુ શ્રાવિકાઓના અવહેલનાના પાત્ર બને છે, યાવતુ ભવ ભ્રમણ કરે છે. [૧૮૭-૧૮૮] કલ રિભિત હાથતાળી અને બાંસુરીના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યો ના શબ્દોમાં અનુરક્ત થનાર અને શ્રોત્રેન્દ્રિયના વશવર્તી બનેલ પ્રાણી આનંદ માને છે. પરંતુ શ્રોત્રેન્દ્રિયની દુદન્તિતાનો એટલો દોષ હોય છે-જેમ પારધિના પીંજરામાં રહેલ તિત્તિરના શબ્દને સહન ન કરતો તિત્તિર પક્ષી વધ અને બંધનને પીંજરામાં ફસાયેલ તિત્તિરના શબ્દ ને સાંભળી સ્વાધીન તિત્તિર પોતાના સ્થાનથી બહાર આવે છે અને પારધિ તેને બાંધી લે છે. શ્રોત્રેન્દ્રિયને તે નહિ જીતવાનો આ દુષ્પરિણામ છે. [૧૮૯-૧૯૦] ચક્ષુઈન્દ્રિયના વશીભૂત અને રૂપમાં અનુરક્ત થનાર પુરુષ, સ્ત્રીઓના સ્તન, જઘન, વદન-, હાથ, પગ અને નેત્રોમાં તથા ગર્વિષ્ઠ બનેલી સ્ત્રીઓની વિલાસ યુક્ત ગતિમાં રમણ કરે છે, આનંદ માને છે. પરંતુ ચક્ષુ-ઈન્દ્રિયની દુદન્તતાથી એટલો દોષ હોય છે કે જેમ બુદ્ધિહીન પતંગિયા બળતી આગમાં જઈ પડે છે. [૧૯૧-૧૯૨] સુગંધમાં અનુરક્ત ધ્રાણેન્દ્રિયના વશવર્તી બનેલ પ્રાણી શ્રેષ્ઠ ધૂપ માલ્યનાળા તથા અનુલેપનચંદના દિના લેપની વિધિમાં રમણ કરે છે, પરંતુ ધ્રાણેન્દ્રિયની દુદન્તતાથી અથતુ ઇન્દ્રિયને દમન ન કરવાથી એટલો દોષ હોય છે કે ઔષધિની ગંધથી સર્પ પોતાના બિલથી બહાર આવે છે અને અનેક કષ્ટ ભોગવે છે. [૧૯૩-૧૯૪] રસમાં આસક્ત અને જિહુવા ઇન્દ્રિયના વશવર્તી થયેલ પ્રાણી કડવા, તીખા, કસાયેલા ખાટા તેમજ મધુર રસવાળા ઘણાં ખાદ્ય, પેય, લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થોમાં આનંદ માને છે. પરંતુ જિહુવા ઈન્દ્રિયને વશ થયેલને એટલો દોષ ઉત્પન્ન થાય છે કાટામાં ફસાયેલ અને પાણીથી બહાર ખેંચેલ અને સ્થલમાં ફેંકાતો Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૭ ૧૬૩ મત્સ્ય તરફડીયા મારે છે. અને મૃત્યુ પામે છે. [૧૯૫-૧૯૬] સ્પર્શના સેવનમાં સુખ સમજનાર અને સ્પર્શેન્દ્રિયને વશીભૂત પ્રાણી વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ માનનાર તથા વૈભવ સહિત, હિતકારક તથા મનને સુખ દેનાર માળા, શ્રી આદિ પદાર્થોમાં રમણ કરે છે. પરંતુ સ્પર્શેન્દ્રિયના વશ થયેલને એટલો દોષ હોય છે કે લોઢાનો તીક્ષ્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે [૧૯૭-૨૦૧] કલ, રિભિત તેમજ મધુર તંત્રી, તલતાલ તથા બાંસુરીનાં શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં જે આસક્ત નથી તથાં તે વશાતમરણ મરતાં નથી. ઈન્દ્રિયોથી પરાધીન થઈ વિષયો માટે લાલાયિત બની મરવું વશામરણ કહેવાય છે. સ્ત્રીઓના સ્તન, જઘન, મુખ, હાથ, પગ નયન તથા ગવયુક્ત વિલાસવાળી ગતિ આદિ સમસ્ત રૂપોમાં જે આસક્ત નથી થતાં, ઉત્તમઅગર, શ્રેષ્ઠ ધૂપ, વિવિધ હતુઓમાં વૃદ્ધિને પ્રાપ્ત થનાર પુષ્પોની માળાઓ તથા શ્રીખંડ આદિના લેપનની ગંધમાં જે આસક્ત નથી થતાં, તીખું, કડવું, કસાયેલ ખાટો અને મીઠો ખાદ્ય, પય અને લેહ્ય-ચાટવા યોગ્ય, પદાર્થના આસ્વાદમાં જે ગૃદ્ધ નથી થતા, હેમન્ત આદિ વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ દેનાર, વૈભવ સહિત, હિતકર અને મનને આનંદ દેનાર સ્પર્શીમાં જે વૃદ્ધ નથી થતા, એ સર્વે વશાતમરણે મરતા નથી. [૨૦૨-૨૦] શ્રોત્રના વિષય બનેલા ભદ્ર શબ્દોથી સાધુએ ક્યારેય તુષ્ટ ન થવું જોઈએ અને પાપક શબ્દ સાંભળવા પર રુષ્ટ ન થવું જોઇએ. શુભ અથવા અશુભ રૂપ ચક્ષનો વિષય પ્રાપ્ત થવા પર ઘ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ ગંધમાં જિહ્વા ઇન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ રસમાં સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ સ્પર્શમાં સાધુએ તુષ્ટ અથવા રુષ્ટ ન થવું જોઈએ. [૨૦૭] આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીર યાવતુ મુક્તિને પ્રાપ્ત થયેલાએ સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે. અધ્યયન-૧૭-નીમુનિદીપરત્નસાગર કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૮-સ્સામાં) [૨૮]જો શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમા જ્ઞાત અધ્યયનનો પૂવક્ત અર્થ ફરમાવેલ છે તો અઢારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબ્બ ! તે કાળ અને સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તેનું વર્ણન સમજી લેવું. ત્યાં ધન્ય નામક સાર્થવાહ નિવાસ કરતો હતો. ભદ્રા નામની તેની પત્ની હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રાના આત્મા જ પાંચ સાર્થવા હદારકપુત્રો હતા. ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધન રક્ષિત, પાંચ પુત્રોની પછી જન્મેલી સુસુમા નામની બાલિકા હતી. તેના હાથ, પગ આદિ અંગોપાંગ સુકુમારહતા. તે ધન્ય સાર્થવાહને ચિલાત નામનો દાસ ચેટક હતો. તેને પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી અને શરીર પણ પરિપૂર્ણ તેમજ માંસથી ઉપસ્થિત હતું. તે બાળકોને રમાડવામાં કુશળ પણ હતો. તેથી તે દાસચેટક સુંસુમાં બાલિકાનો બાલ ગ્રાહક રૂપે નિયત કરવામાં આવ્યો. તેથી તે સુંસુમા બાલિકાને કમરમાં લઈ લેતો અને રમતો રહેતો હતો. તે સમયે તે ચિલાત દાસચેટક તે ઘણા છોકરાઓ, છોકરીઓ બાલકો, બાલિ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નાયાધમ્મ કલાઓ - ૧/-/૧૮/૨૦૮ કાઓ, કુમારો, કુમારિકાઓમાંથી કેટલાકની કોડીઓ, વર્તક, આલોડિયા, દડા, કપડા અને સાડોલ્લક,આભરણ,માળા,અલંકાર હરણ કરી લેતો. કોઇને આક્રોશ વચન કહેતો, કોઈની મશ્કરી કરતો, કોઇને ઠગી લેતો, કોઈની ભર્જના કરતો, કોઇની તર્જના કરતો અને કોઈની તાડના કરતો. ત્યારે તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓ રોતાં,અનેપોતાનામાતા-પિતાને ચિલાત દાસનીકરતૂત-વાત કરતાં હતાં. ત્યારે તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ કુમારો, કુમારિ કાઓના માતા-પિતા ધન્ય સાર્થવાહની પાસે આવતા આવીને ધન્ય સાર્થવાહની પાસે ખેદ ભરેલા વચનોથી, ગુસ્સાના વચનથી, ઠપકા ભરેલા વચનથી, ખેદ પ્રગટ કરતા હતા, રોતા હતા અને ઉપાલંભ આપતા હતા અને ધન્ય સાર્થવાહને આ વૃત્તાન્ત કહેતા હતા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચિલાત દાસ ચેટકને આ વાતને માટે વારંવાર ના પાડી રોક્યો, પરંતુ ચિલાત દાસચેટક તે માનતો નહીં. ધન્ય સાર્થવાહના રોકવા પર પણ તેમ કરતો રહ્યો. ત્યારે તે માતા-પિતા અત્યન્ત ક્રોધિત થયા, યાવત્ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યાં. પહોંચીને ઘણાજ ખેદ યુક્ત વચનોથી તેઓએ તે વાત તેમને કહી. ત્યારે તે ધન્ય સાર્થવાહ તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ, કુમાર અને કુમારિકાઓના માતા-પિતાની આ વાત સાંભળીને અતીવ કુપિત થયો તેણે ઊંચા-નીચા આક્રોશ વચનોથી ચિલાત દાસચેટકનેઆક્રોશ વચન કહ્યા.ભર્ત્યના કરી, ધમકી આપી, તર્જના કરી, ઊંચી-નીચી તાડના ઓથી તાડના કરી અને તેણે પોતાના ઘરેથી બહાર કાઢી મૂક્યો. [૨૦૯] ત્યારે ધન્ય સાર્થવાહના ઘરેથી કાઢી મૂકાયેલ તે ચિલાત દાસચેટક રાજ ગૃહ નગરમાં, શ્રૃંગાટકોમાં યાવત્ પંથોમાં અર્થાિત્ ગલી-ગલીમાં, દેવાલયોમાં સભાઓમાં, પરબો પાણગૃહમાં, જુગારી લોકોના અડ્ડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં, તથા મદ્યપાન ગૃહોમાં સુખપૂર્વક ભટકવા લાગ્યો અને વધવા લાગ્યો. ત્યાર પછી તે દાસચેટક ચિલાતને કોઇ હાથ પકડીને રોકનાર તથા વચનથી રોકનાર ન રહ્યું, તેથી તે નિરંકુશ બુદ્ધિવાળો, સ્વેચ્છાચારી, મદિરાપાનમાં, ચોરી કરવામાં, માંસભક્ષણોમાં, જુગા૨માં, વેશ્યામાં, તથા પરસ્ત્રીઓમાં પણ આસક્ત થઇ ગયો. તે સમયે રાજગૃહ નગરથી ન અતિદૂર કે ન અતિ નજીક પ્રદે શમાં, દક્ષિણ પૂર્વ દિશામાં, સિંહગુફા નામની એક ચોર પલ્લી હતી. તે પલ્લી વિષમ ગિરિનિતંબના પ્રાંત ભાગમાં વસેલી હતી. વાંસની ઝાડી ઓના પ્રાકારથી ઘેરાયેલી હતી. અલગ-અલગ ટેકરીઓના પ્રપાત રૂપી પરિખાથી યુક્ત હતી, તેમાં જવા આવવા માટે એક જ દ્વાર હતું, પરંતુ ભાગી છૂટવા માટે નાનાનાના અનેક દરવાજા હતા. જાણકાર જ તેમાંથી નીકળી શકતા અને પ્રવેશ કરી શકતા. તેની અંદર જ પાણી હતું. તે પલ્લીની બહાર નજીકમાં પાણી મળવું અત્યંત મુશ્કેલ હતું. ચોરેલા માલને પાછો છીનવવા માટે આવેલી સેના પણ તે પલ્લીનું કંઇ બગાડી ન શકતી એવી હતી તે ચો૨પલ્લી ! તે સિંહનામની ચોરપલ્લીમાં વિજય નામનો ચોરસેનાપતિ રહેતો હતો. તે અધાર્મિક યાવતું અધર્મની ધ્વજા હતો. ઘણા નગરોમાં તેનો યશ ફેલાયો હતો. તે શૂર હતો, દૃઢ પ્રહાર કરનાર, સાહસી, શબ્દવેધી હતો તે સિંહગુફામાં તે વિજય ચોર પાંચસો ચોરોનું અધિપતિત્વ ભોગવતો રહેતો હતો. ચોરોનો સેનાપતિ તે વિજય ચોર બીજા Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૮ ૧૫ અનેક ચોરોને માટે, વ્યભિચારીઓને માટે, ગાંઠ છોડનારાઓ માટે, સંધિ કરનાર માટે, ખાણ ખોદનાર માટે, રાજાના અપકારિઓને માટે, ૠણિઓના માટે, બાલઘાતકો માટે, વિશ્વાસઘાતિઓ માટે, જુગારિઓ માટે તથા ખંડરક્ષકો માટે, મનુષ્યોના હાથ-પગ આદિ અવય વોનું છેદન-ભેદન કરનારા અન્ય લોકોને માટે કુડંગ સમાન આધાર ભૂત હતો. તે સમયે તે ચોર સેનાપતિ વિજય ચોર રાજગૃહ નગરની બહાર દક્ષિણપૂર્વમાં સ્થિત જનપદને, ગ્રામના ઘાત દ્વારા, નગરની ઘાતદ્વારા, ગાયોનું હરણ કરીને, લોકોને કેદ કરીને, પથિકોને મારકૂટ કરીને તથા ગાબડુ પાડીને પુનઃ પુનઃ ઉત્પીડિત કરતો થકો, લોકોને કેદ કરીને સ્થાનહીન તેમજ ધનહીન બનાવતો રહેતો હતો. ત્યાર પછી રાજગૃહ નગરના ઘણા અભિશંકી, ચૌરાભિચંકી, દારાભિશંકી,ધનિકો અને જુગારિઓ દ્વારા પરાભવ પામેલો તે ચિલાત દાસ ચેટક રાજગૃહ નગરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સિંહગુફા નામની ચો૨ પલ્લી હતી, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને ચોરસેનાપતિ વિજય ચોરની પાસે પહોંચ્યો. પહોંચીને તેના શરણમાં જઇને રહેવા લાગ્યો. ત્યાર પછી તે દાસચેટક ચિલાતી, વિજય નામક ચોર સેનાપતિની પાસે ખડૂંગ અને યષ્ટિનો ધારક બની ગયો. તેથી જ્યારે પણ તે વિજય ચોરસેનાપતિ ગ્રામનો ઘાત કરવા યાવત્ પથિકોને મારવા-કૂટવા જતો હતો, તે સમયે દાસચેટક ચિલાત ઘણીજ કૂવિય સેનાને હત તેમજ મથિત કરીને રોકતો હતો અને પછી ધન આદિ અર્થને લઇને, પોતાનું કાર્ય કરીને સિંહગુફા ચોરપલ્લીમાં કુશલ પાછો આવી જતો હતો. ત્યારે તે વિજય ચોરસેનાપતિએ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ, ચોરમંત્ર, ચોરમાયા અને ચોર નિકૃતિઓ શિખવાડી દીધી ત્યાર પછી વિજય ચોરસેનાપતિ કોઇ સમયે મૃત્યુને પ્રાપ્ત થયો. ત્યારે તે પાંચસો ચોરોએ મોટા ઠાઠ ઘણાં અને સત્કાર સાથે વિજયચોર સેનાપતિનું નીહરણ કર્યું-શ્મશાનમાં લઇ જવાની ક્રિયા કરી, પછી ઘણા પ્રકારે લૌકિક મૃતકકૃત્ય કર્યા. કરીને સમય વ્યતીત થવા પર તે શોકમુક્ત થયા. ત્યાર પછી પાંચસો ચોરોએ એક બીજાને બોલાવ્યા. ચિલાત ચોરને સિંહગુફા નામક ચોરપલ્લીના સેના પતિ રૂપે અભિષેક કર્યો. ત્યારે તે ચિલાત ચોરસેનાપતિ થઇ ગયો તથા અધાર્મિક યાવત્ થઇને વિચ૨વા લાગ્યો. ત્યાર પછી તે ચિલાત ચોરસેનાપતિ ચોરોનો નાયક યાવત્ કુડંગ ની સમાન ચોરો, વ્યભિ ચારીઓ આદિનો આશ્રયભૂત થઈ ગયો. તે સિંહગુફા નામક ચોરપલ્લીમાં પાંચસો ચોરોનો અધિપતિ થઇ ગયો. [૨૧૦] ત્યાર પછી ચિલાત ચોરસેનાપતિએ એક વાર કોઇ સમયે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ તૈયાર કરાવીને, પાંચસો ચોરોને આમંત્રિત કર્યા. ત્યાર પછી સ્નાન કરીને બલિકર્મ કરીને, ભોજન-મંડપમાં તે પાંચસો ચોરોની સાથે વિપુલ અશ નાદિ તથા સુરા યાવત્ પ્રસન્ન નામક મદિરાઓનો આસ્વાદ કરવા લાગ્યો. ભોજન કરી લીધા પછી પાંચસો ચોરોનો વિપુલ ધૂપ,પુષ્પ,ગંધ, માલા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું, કહ્યું. દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરમાં ધન્ય નામક ધનાઢ્ય સાર્થવાહ છે. તો હેદેવાનુપ્રિયો આપણે જઇએ અનેધન્યસાર્થવાહનુંઘરલૂંટીએ.તેલૂંટમાં મળેલું વિપુલ ધન, કનકસુવર્ણ યાવત્ શિલા, પ્રવાલ વગેરે તમારું અને સુંસુમા નામની છોકરી મારી રહેશે. ત્યારે તે પાંચસો ચોરોએ ચોર સેનાપતિ ચિલાતની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારે પછી ચિલાત ચોરસેનાપતિ તે પાંચસો ચોરોની સાથે ભીના ચામડા ઉપર Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬. નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૮/૨૧૦ બેઠો. પછી દિવસના અંતિમ પ્રહરમાં પાંચસો ચોરોની સાથે કવચ ધારણ કરીને તૈયાર થયો. તેમણે આયુધ અને પ્રહરણ-શસ્ત્ર ગ્રહણ કર્યાં, કોમલ ગોમુખિત ગાયના મુખની સમાન ફલક ધારણ કર્યું.તલવારો મ્યાનમાંથી બહાર કાઢી, ખંભા ઉપર તર્કશ ધારણ કર્યું. ધનુષજીવાદોરી યુક્ત કરી લીધું. બાણ બહાર કાઢી લીધા. બઈિઓ અને ભાલા ઉછાળવા લાગ્યા. જંઘાઓ ઉપર બાંધેલી ઘંટડીઓ લટકાવી દીધી. શીઘ્ર વાજિંત્રો વાગવા લાગ્યા મોટા-મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ અને ચોરોની કલ-કલ ધ્વનિથી એવું પ્રતીત થવા લાગ્યું જેમ કે સમુદ્રનો ખળ-ખળ અવાજ થતો હોય ! આ પ્રમાણે અવાજ કરતા તેઓ સિંહગુફા નામક ચોરપલ્લીમાંથી બહાર નીકળ્યા. આવીને રાજગૃહ નગરથી કંઇક દૂર એક સઘન વનમાં ઘુસી ગયા. ત્યાં જઇને બાકી રહેલા દિવસને પસાર કર્યો. સૂર્ય અસ્ત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી ચોરસેનાપતિ ચિલાત અર્ધી રાતના સમયે, જ્યારે દરેક જગ્યાએ પૂર્ણ શાન્તિ થઈ ગઈ, ત્યારે પાંચસો ચોરોની સાથે કોમળ ગોમુખિત બાંધીને ફલક સાથે જાંઘા ૫૨ અવાજ કરતી ઘુઘરી લટકાવીને જ્યાં રાજગૃહનો પૂર્વ દરવાજો હતો, ત્યાં પહોંચ્યો. તાળું ઉઘાડવાની વિદ્યાનું આહ્વાન કર્યું. આહ્વાન કરીને રાજગૃહ નગરના દ્વારના કમાડને પાણી છાંટ્યું. કમાડ ઉઘાડ્યા. રાજ ગૃહ નગરમાં પ્રવેશ કરીને મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતો-ક૨તો આ પ્રમાણે બોલ્યો. 'દેવાનુપ્રિયો ! હું ચિલાત નામક ચોરસેનાપતિ, પાંચસો ચોરોની સાથે સિંહગુફા નામક ચોરપલ્લીથી, ધન્ય સાર્થવાહનું ઘર લૂંટવા આવ્યો છું. જે નવી માતાનું દુધ પીવા ઇચ્છતા હોય, તે નીકળીને મારી સામે આવે.’ આ પ્રમાણે કહીને તે ધન્ય સાર્થવાહના ઘરે આવ્યો. ત્યારે ધન્ય સાર્થવાહે જોયું કે પાંચસો ચોરોની સાથે ચિલાત ચોરસેનાપતિ દ્વારા ઘર લૂંટાઇ રહ્યું છે. તે જોઇને તે ભયભીત થયો. ગભરાઇને પાંચે પુત્રોની સાથે એકાંત સ્થાનમાં ચાલ્યો ગયો. ત્યાર પછી ચોરસેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર છૂટ્યું. લૂંટીને ઘણું ધન કનક-સોનું યાવત્ સ્વાપતેય તથા સુંસુમા દારિકાને લઇને તે રાજગૃહથી બહાર નીકળી જ્યાં સિંહગુફા હતી તે તરફ જવાને માટે ઉંઘત થયો. [૨૧૧] ત્યાર પછી ધન્ય સાર્થવાહ જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો. આવીને ઘણું ધન, કનક અને સુંસુમા પુત્રીનું અપહરણ કર્યું છે. એમ જાણીને બહુમૂલ્ય ભેટ લઇને જ્યાં નગરના રક્ષકો હતા, ત્યાં ગયો. જઇને તે બહુ મૂલ્ય ભેટ યાવત્ આપી. સર્વ વાત કહી. તેથી હે દેવાનુપ્રિયો ! અમે સુંસુમા પુત્રીને પાછી લાવવા માટે જવા ઇચ્છીએ છીએ હે દેવાનુપ્રિયો ! તે ધન કનક આદિ તમારૂં અને સુંસુમા પુત્રી મારી રહે.’ ત્યાર પછી તે નગ૨૨ક્ષકોએ ધન્ય સાર્થવાહની તે વાત સાંભળીને સ્વીકાર કરી. સ્વીકાર કરીને કવચ ધારણ કરીને સન્નદ્ધ થયા. યાવત્ તેમણે આયુધ અને પ્રહરણ લીધા અને જોર-જોરથી ઉત્કૃષ્ટ સિંહનાદથી સમુદ્ર સમાન મોટા અવાજ કરતા થકા રાજગૃહ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં ચિલાત ચોરસેનાપતિ છે, ત્યાં પહોંચ્યાં. પહોંચીને ચિલાત ચોર સેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી નગ૨૨ક્ષકોએ ચિલાત ચોરસેનાપતિને હત, મથિત કરીને યાવત્ પરાજિત કરી દીધો. ત્યારે તે પાંચસો ચોર નગરરક્ષકો દ્વારા હત, મથિત અને પરાજિત થઇને તે વિપુલ ધનકનક આદિ છોડીને અને ફેંકીને તેઓ આમ તેમ ભાગી ગયા. ત્યારે તે નગ૨૨ક્ષકોએ તે વિપુલ ધન. કનક આદિને ગ્રહણ કર્યું. નગરરક્ષકો દ્વારા ચોર સૈન્યને હત તેમજ મથિત થયેલ જાણીને ચિલાત ચોર Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૮ સેનાપતિ ભયભીત થઈને ઉદ્વિગ્ન થયો. ત્યારે તે સુંસુમાં પુત્રીને લઈને એક મહાન અગ્રામિક અને લાંબા માર્ગવાળી અટવીમાં ઘુસી ગયો. ત્યારે ધન્ય સાર્થવાહે જોયું કે ચિલાત સુંસુમા દારિકાને અટવી સન્મુખ લઈ જાય છે, ત્યારે પાંચ પુત્રોની સાથે છઠ્ઠા પોતે કવચ પહેરીને, ચિલાતના પગના માર્ગે ચાલ્યો. તે તેની પાછળ ચાલતો ચાલતો ગર્જના કરતો થકો, પડકાર કરતો, પુકારતો, તર્જના કરતો અને તેને ત્રસ્ત કરતો તેની પાછળ ચાલ્યો. ત્યાર પછી ચિલાતે જોયું કે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠો પોતે સન્નદ્ધ થઈને મારો પીછો કરી રહ્યો છે. તે જોઈને તે નિસ્તેજ, નિર્બલ, પરાક્રમહીન, વીર્યરહિત થઈ ગયો. જ્યારે તે સુંસુમા દારિકાને લઈ જવામાં અસમર્થ થયો, પ્રાન્ત થઈ ગયો, ગ્લાનિ પામ્યો, અત્યંત શ્રાન્ત થઈ ગયો. તેથી તેણે નીલકમલ સમાન તલવારને હાથમાં લીધી. હાથમાં લઇને સુસુમા ઘરિકાનું ઉત્તમઅંગ મસ્તક છેદી નાંખ્યું. છેદીને તેને ગ્રહણ કરીને તે અગ્રામિક અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે ચિલાત અગ્રામિક અટવીમાં તૃષાથી પીડિત થયો અને દિશાને ભૂલી ગયો. તેથી સિંહગુફા ચોરપલ્લીમાં ન પહોંચતાં વચ્ચે માર્ગમાં જ મૃત્યુ પામ્યો. આ પ્રમાણે હે આયુખનું શ્રમણો ! અમારા જે સાધુ યા સાધ્વી પ્રવ્રજિત થઈને વમનને કાઢ નાર યાવત્ ઔદારિક શરીરના વર્ણને માટે આહાર કરે છે, તેઓ આ લોકમાં શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે, યાવતુ દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી જ્યારે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠો પોતે ચિલા તેની પાછળ દોડતા-દોડતા ભૂખ અને તરસથી શ્રાન્ત થયો, ગ્લાન થયો અને ખૂબ થાકી ગયો અને ચિલાત ચોરસેનાપતિને પોતાના હાથે પકડવામાં સમર્થ ન થયો. ત્યારે ત્યાંથી પાછો ફર્યો. પાછા ફરીને જ્યાં સુસુમા દારિકાપુત્રીને ચિલાતે જીવનથી રહિત કરી દીધી હતી, ત્યાં આવ્યો. આવીને જોયું કે સુંસમા દારિકા ચિલાત દ્વારા મરા યેલી છે. તે જોઇને કુહાડાથી કાપેલા ચંપક વૃક્ષની સમાન પૃથ્વી પર પડી ગયો. ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠો પોતે ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયો,આકંદન કરતો વિલાપ, મોટા મોટા શબ્દોથી કુહ કુહ કરતો લાંબા સમય સુધી અશુપાત કરતો રહ્યો. ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠા પોતે ધન્ય સાર્થવાહ ચિલાત ચોરની પાછળ અગ્રામિક અટવીમાં ચારે તરફ દોડવાના કારણે ભૂખ અને તરસથી પીડિત થઈ ચારે તરફ અગ્રમિક અટવીમાં પાણીની તપાસ કરી. તપાસ કરીને તેઓ શાન્ત થઈ ગયા, ગ્લાનિ પામ્યા, ખૂબ થાકી ગયા અને ખિન્ન થઈ ગયા. તેઓ અગ્રામિક અટવીમાં પાણીની ગવેષણા કરતા થકા પણ એ પાણી મેળવી શક્યા નહીં. ત્યાર પછી ક્યાંય પણ પાણી ન પામીને ધન્ય સાર્થવાહ જ્યાં સુસુમાને જીવન રહિત કરેલી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે જ્યેષ્ઠ મોટા પુત્રને બોલાવ્યો. પાણી મેળવ્યા વિના આપણે રાજગૃહ નગર માં નહીં પહોંચી શકીએ. તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને જીવનરહિત કરીને બધા ભાઈ ઓ મારા માંસ અને રુધિરનો આહાર કરો. આહાર કરીને સ્વસ્થ થઈને પછી આ અગ્રા 'મિક અટવીને પાર કરીને રાજગૃહ નગરને પ્રાપ્ત કરો. મિત્ર, જ્ઞાતિજનોને મલો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો.' ત્યારે ધન્ય સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર જ્યેષ્ઠ પુત્ર ધન્ય સાર્થવાહને કહ્યું-તાતતમે અમારા પિતા છો. ગુરુ છો, જનક છો, દેવતા સ્વરૂપ છો, સ્થાપક છો, પ્રતિસ્થાપક છો, કષ્ટથી રક્ષા કરનાર છો, દુખથી બચાવ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નાયાધમ કહાઓ-૧-૧૮/૨૧૧ નાર છો. તેથી હે તાત! અમે આપને જીવનરહિત કેમ કરીએ? અને આપના માંસ તથા રૂધિરનો આહાર કેમ કરીએ? તેથી હે તાત ! મને જીવનરહિત કરીને મારા માંસ અને રૂધિરનો આહાર કરીને અગ્રામિક અટવીમાંથી બહાર નીકળો, ઈત્યાદિ પૂર્વવત કહેવું. બીજા પુત્ર ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત ! અમે ગુરુ તેમજ દેવ સમાન જ્યેષ્ઠ બંધુને જીવનથી રહિત નહીં કરીએ. હે તાત ! આપ મને જીવનરહિત કરો, આ પ્રમાણે ત્રીજા, ચોથા અને પાંચમા પુત્રે પણ કહ્યું. ત્યારે ધન્ય સાર્થવાહે કહ્યું- હે પુત્રો! આપણામાંથી કોઈને પણ જીવનરહિત ન કરીએ પરંતુ આ સુંસુમાં દારિકાનું શરીર નિદ્માણ યાવતું જીવથી ત્યક્ત છે, તેથી હે પુત્રો ! સુંસુમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કરવો આપણા માટે ઉચિત થશે. આપણા લોકો તે આહાર કરીને સ્વસ્થ થઈને રાજગૃહ નગર પહોંચી શકશું.' ત્યારે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે અરણિ કરી. પછી શર કર્યું મથન કરીને અગ્નિ ઉત્પન્ન કરી. અગ્નિ પ્રજ્વલિત કરીને સુંસુમાં દારિકાનું માંસ પકા વીને તે માંસ તથા રુધિરનો આહાર કર્યો. તે આહારથી તેઓ સ્વસ્થ થઈને રાજગૃહ નગર સુધી પહોંચ્યા. પોતાના મિત્રો તેમજ જ્ઞાતિજનોને મળ્યા અને વિપુલ ધન, કનક રત્ન આદિના તથા પુણ્યના ભાગી બન્યા. [૨૧૨] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર રાગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં સમોસર્યા. તે સમયે ધન્ય સાર્થવાહ વંદન કરવા ગયો. ધમોપદેશ સાંભળીને દીક્ષિત થયો. ક્રમશઃ અગ્યાર અંગનો જાણકાર થયો. અંત સમયે એક માસ ની સંલેખના કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. હે જબ્બ ! જેમ ધન્ય સાર્થવાહે વર્ણને માટે, રૂપને માટે, બળને માટે અથવા વિષયને માટે સુંસુમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કર્યો ન હતો. પરંતુ કેવળ રાજગૃહ નગરને પ્રાપ્ત કરવા માટે જ આહાર કર્યો હતો. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વીઓ વમન, પ્રિત, શુક્ર, શોણિતને કાઢનાર, યાવત્ અવશ્ય ત્યાગવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણન આદિ માટે, આહાર કરતા નથી. કેવળ સિદ્ધગતિને પ્રાપ્ત કરવાને માટે આહાર કરે છે, તેઓ આ જ ભવમાં અનેક સાધુઓ, સાધ્વીઓ, અનેક શ્રાવકો અનેક શ્રાવિકાઓના પૂજનીય બને છે અને સંસાર કાન્તારને પાર પામે છે. અધ્યયન-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૯-પુંડરીક) [૨૧૩] જો શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સિદ્ધિને પ્રાપ્ત એવા ભગવાને જ્ઞા તાના અઢારમા અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! ઓગણીસમા જ્ઞાત અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને તે સમયમાં આ જબ્બે દ્વીપ નામના દ્વીપમાં, પૂર્વવિદેહ ક્ષેત્રમાં, સીતા નામક મહાનદીના ઉત્તર કિનારે, નીલવંતા પર્વતની દક્ષિણમાં, ઉત્તર તરફના સીતામુખ નામક વનખંડથી પશ્ચિમમાં અને એક શૈલ નામક વક્ષસ્કાર પર્વતથી પૂર્વ દિશામાં પુષ્કલાવતી વિજય હતી. તે પુષ્કલા વતી વિજય માં પુંડરીકિણી રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી યાવતુ સાક્ષાત્ દેવલોક સમાન હતી. મનોહર, દર્શનીય, સુંદર રૂપવાળી અને દર્શકો ને આનંદ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ ૧૬૯ પ્રદાન કરનાર હતી. તે પુંડરીકિણી નગરીમાં ઉત્તર-પૂર્વના ભાગમાં નલિનીવન નામક ઉદ્યાન હતું. મહાપદ્મ નામનો રાજા હતો. પદ્માવતી દેવી તેની પટ્ટરાણી હતી. તેમના આત્મજ બે કુમારો હતા. તે આ પ્રમાણે પુંડરીક અને કંડરીક. તેઓ સુકુમાર હતા. તેમાં પુંડરીક યુવરાજ હતો. તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. મહાપા રાજા વિરોને વંદન કરવા નીકળ્યો. ધમોપદેશ સાંભળ્યો. પુંડરીકને રાજ્ય પર સ્થાપિત કરીને તેણે દીક્ષા લીધી. હવે પુંડરીક રાજા બન્યો અને કંડરીક યુવરાજ થયો. મહાપ અણગારે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું. ત્યાર પછી સ્થવિર મુનિ બહાર જનપદમાં વિચરવા લાગ્યા. મહાપદ્મ મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પાળીને યાવતુ સિદ્ધ થયા. [૧૪] ત્યાર પછી એક વાર કોઈ સમયે પુનઃ સ્થવિરો પુંડરીકિણી રાજધાનીમાં નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા તેમને વંદન કરવા નીકળ્યો. કંડરીક પણ મહાજનોના મુખથી સ્થવિરોના આગમનના સમાચાર સાંભળીને મહાબલ કુમારની જેમ નીકળ્યો. યાવતુ સ્થવિરોની ઉપાસના કરવા લાગ્યો. સ્થવિરોએ ધર્મનો ઉપદેશ આપ્યો. ધમપદેશ સાંભળીને પુંડરીક શ્રમણોપાસક થયો યાવતુ પોતાના સ્થાને પાછો ફર્યો. ત્યાર પછી કંડરીક યુવરાજ ઉભો થયો. ઉભા થઈને તેણે આ પ્રમાણે કહ્યું-ભગવન્! આપે જેમ કહ્યું છે તે તેમ જ છે - સત્ય છે. હું પુંડરીક રાજાની અનુમતિ લઈને પછી સંયમ ગ્રહણ કરીશ.” સ્થવિરે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી કંડરીકે સ્થવિરોને વંદન કર્યા. વંદન કરીને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને સ્થવિરો પાસેથી નીકળ્યો. નીકળીને તે ચાર ઘંટાવાળા ઘોડાના રથ પર આરૂઢ થયો, યાવતું રાજભવનમાં આવીને ઉતર્યો. ઉતરીને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને હાથ જોડીને વાવતુ પુંડરીકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મેં સ્થવિરોની પાસે ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય! હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.” ત્યાર પછી પુંડરીક રાજાએ કુંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે અત્યારે દીક્ષિત ન બનો. હું તમારો મહાન મહાન રાજ્યભિષેક કરવા ઇચ્છું છું. ત્યારે કુંડરીકે પુંડરીકના આ વચનનો આદર ન કર્યો, યાવતુ તે મૌન રહ્યો. ત્યારે ઇચ્છા ન. હોવા છતાં પણ તેણે નિષ્ક્રમણ-અભિષેકથી અભિષિક્ત કર્યો, યાવતુ સ્થવિરોને શિષ્યભિક્ષા પ્રદાન કરી. ત્યારે કંડરીક પ્રવ્રુજિત થયો, અણગાર બની ગયો. યાવતુ અગ્યાર અંગોનો વેત્તા થયો. ત્યાર પછી સ્થવિર ભગવંતો અન્યદા કોઈ સમયે પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. ૨૧૫) ત્યાર પછી તે પુંડરીક અણગારને અન્ત, પ્રાન્ત આહારથી શલકની જેમ શરીરમાં દાહજ્વર ઉત્પન થયો. તે રૂણ બની વિચરતા હતા. ત્યાર પછી અન્ય એક સમયે સ્થવિરો જ્યાં પુંડરીકિણી રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને નલિનીવન ઉદ્યાનમાં સમોસય. પુંડરીક રાજા વંદન માટે નીકળ્યો. ધર્મ સાંભળ્યો. કંડરીકને વંદન કર્યા, નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને કંડરીક મુનિના શરીરને સર્વ પ્રકારે બાધાયુક્ત તથા રોગયુક્ત જોયું. જોઇને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કર્યા. કહ્યું “ભગવન્હું કંડરીક અણગાર Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નાયાધમ્મ કહાઓ-૧-૧૯૨૧૫ ની યથાપ્રવૃત્ત ઔષધ-ભેષજ વડે ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. તેથી હે ભગવન! આપ મારી યાનશાલામાં પધારો.” ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાનું આ નિવેદન સ્વીકાર કર્યું. ત્યાર પછી જેમ મંડુક રાજાએ શૈલક રાજાની ચિકિત્સા કરાવી હતી તેમ પુંડરીક કંડરીકની ચિકિત્સા કરાવી યાવતુ કંડરીક અણગાર બલવાન શરીરવાળા થઈ ગયા. ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાને પૂછ્યું, પૂછીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. તે સમયે કંડરીક અણગાર રોગ આંતકથી મુક્ત થઇ જવા પર પણ તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થવાથી પુંડરીક રાજાને પૂછીને બહાર જનપદમાં ઉગ્ર વિહાર કરવામાં સમર્થ ન થયા, શિથિલાચારી થઇને ત્યાંજ રહ્યાં. ત્યાર પછી પુંડરીક રાજાએ આ કથાનો અર્થ જાણ્યો ત્યારે તે સ્નાન કરીને અને વિભૂષિત થઇને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં કંડરીક અણગાર હતા, ત્યાં આવ્યો, આવીને તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદ ક્ષિણા કરી પછી વંદના કરી, નમસ્કાર કર્યો. કહ્યું- દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કતપુય છો અને સુલક્ષણવાળા છો, જે આપ રાજ્યને અને અંતઃપુરને છોડીને, અંત પુરને ધિક્કારીને યાવતુ પ્રવ્રજિત થયા છો અને હું અધન્ય છું, પુણ્યહીન છું, યાવતું રાજ્ય માં અંતપુરમાં અને માનવીય કામભોગોમાં મૂચ્છિત યાવતું તલ્લીન છું. યાવતુ દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો યાવતુ આપને જન્મ અને જીવન નું સુંદર ફળ મેળવેલ છે.” - ત્યાર પછી કંડરીક અણગારે પુંડરીકની આ વાતનો આદર ન કર્યો, યાવતું તે મૌન રહ્યા. ત્યારે બીજીવાર અને ત્રીજીવાર પણ પુંડરીકે કહ્યું. ત્યાર પછી ઈચ્છા ન હોવા છતાં પણ વિવશતાને કારણે લજ્જાથી અને મોટા ભાઈના ગૌરવના કારણે પુંડરીક રાજાને પૂછ્યું. તે સ્થવિરોની સાથે બહાર જનપદમાં વિચરવા લાગ્યા. તે સમયે સ્થવિ રોની સાથે તેમણે થોડો સમય ઉગ્ર વિહાર કર્યો. ત્યાર પછી તે શ્રમણત્વથી થાકી ગયો. શ્રમણત્વથી કંટાળી જવાથી શ્રમણત્વ તરફ તિરસ્કાર પ્રાપ્ત થયો. સાધુતાના ગુણોથી મુક્ત થયો. તેથી તે ધીમે-ધીમે સ્થવિરોની પાસેથી નીકળી ગયા. નીકળીને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજાનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને અશોવાટિ કામાં શ્રેષ્ટ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર બેસી ગયા. બેસીને ભગ્નમનો રથ ચિંતા મગ્ન થઇ રહ્યા. ત્યાર પછી પુંડરીક રાજાની ધાયમાતા જ્યાં અશોકવાટિકા હતી ત્યાં આવી. ત્યાં આવીને તેણે કંડરીક અણગારને ચિંતામગ્ન જોયો. જોઇને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવીને વાત કરી. - ત્યાર પછી પુંડરીક રાજા, ધાયમાતા પાસેથી આ વાત સાંભળીને અને સમજીને સંભ્રાન્ત થઈને ઉઠ્યા. ઉઠીને અંતઃપુરના પરિવારની સાથે અશોકવાટિકામાં ગયા. જઈને કંડરીક અણગારને ત્રણવાર પેલાની જેમ કહ્યું-દેવાનુપ્રિય ! તમે ધન્ય છો. યાવતું દીક્ષિત થયા છો. હું અધન્ય છે કે યાવતુ સંયમ લેવામાં અસમર્થ છું. તેથી હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો યાવતું માનવીય જન્મ અને જીવનનું સુંદર ફળ મેળવેલ છે. પણ કંડરીક અણગાર મૌન રહ્યા.ત્યાર પછી પુંડરીકે કંડરીકને આપ્રમાણે કહ્યું. “ભગવન!શુંભોગોનું પ્રયોજન છે ? ત્યાર કંડરીકે કહ્યું - હા પ્રયોજન છે?” ત્યારે પુંડરીક રાજાએ કોટમ્બિક Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું.-દેવાનુપ્રિય ! શીઘ્રતાથી કંડરીકનો મહાન અર્થવ્યવાળા યાવતું રાજ્યાભિષેકની તૈયારી કરો. [૨૧૬] ત્યાર પછી પુંડરીકે સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો. અને સ્વયં ચાતુર્યામ સર્વ ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને કંડરીકના આચારભાંડ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને આ પ્રમાણેનો અભિગ્રહ ગ્રહણ કર્યો. “સ્થવિર ભગવંતને વંદન નમસ્કાર કરીને, સ્થવિર ભગવંતની પાસે ચાતુમિ ધર્મ અંગીકાર કરીને પછી મને આ હાર કરવો કિધે.’ આ પ્રમાણે કહીને અને આ પ્રમાણેનો અભિગ્રહ ધારણ કરીને પુંડરીક પુંડરીકિણી નગરીથી બહાર નીકળ્યા. નીકળીને અનુક્રમથી ચાલતા થકા, એક ગામથી બીજે ગામ જતાં, જે તરફ સ્થવિર ભગવંત હતા, તે તરફ ગમન કરવાને ઉદ્યત થયા. [૨૧૭) ત્યાર પછી કંડરીક રાજાને પ્રણીત આહાર કરવાથી, અતિજાગરણ કરવાથી અને અતિ ભોજનના પ્રસંગથી તે આહાર સારી રીતે પરિણત ન થયો, પચી ન શક્યો. તે આહાર ન પચવાથી મધ્ય રાત્રિના સમયે કંડરીક રાજાના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, અત્યંત ગાઢી યાવતું દુસ્સહ વેદના ઉત્પન થઈ. તેનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. તેથી તેને દાહ થવા લાગ્યો. કંડરીક એવી રોગમય સ્થિતિમાં રહેવા લાગ્યો. ત્યાર પછી કંડરીક રાજા રાજ્યમાં રાષ્ટ્રમાં, અને અંતઃપુરમાં યાવતુ અતીવ આસક્ત બની, આર્તધ્યાનના વશીભૂત થઈ, ઈચ્છા વિના જ પરાધીન બનીને કાલ માસમાં કાલ કરીને, નીચે સાતમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. એ પ્રમાણે યાવત્ જે આપણા સાધુ યા સાધ્વી દીક્ષિત થઈને પાછા માનવીય કામભોગોની ઈચ્છા કરે છે તે યાવતું સંસારમાં પર્યટન કરે છે. [૨૧૮] ત્યાર પછી પુંડરીક અણગાર જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને સ્થવિર ભગવંતોની પાસે બીજી વાર ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. પછી ષષ્ઠભક્તના પારણામાં પ્રથમ પોરસીએ સ્વાધ્યાય કર્યો. યાવતું અટન કરતાં ઠંડું રક્ષ, ભોજન પાણી ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને “આ મારા માટે પર્યાપ્ત છે' એમ વિચારીને પાછા ફર્યા. આવીને ભોજનપાણી બતાવ્યાં. બતાવીને સ્થવિ રોની આજ્ઞા લઈને મૂછર હિત થઈને તથા ગૃદ્ધિ, આસક્તિ, તેમજ તલ્લીનતાથી રહિત થઈને જેમ સર્ષ બીલમાં સીધો ચાલ્યો જાય છે તેમ સ્વાદિમને શરીર રૂપી કોઠામાં નાખે છે. ત્યાર પછી પુંડરીક અણગારને તે કાલાતિકાન્ત રસહીન, ઠંડો અને રુક્ષ ભોજન પાણીનો આહાર સમ્યક રૂપે પરિણત ન થયો. તે સમયે તે પંડરીક અણગારના શરીરમાં ઉજ્જવલ યાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં દાહ થવા લાગ્યો. ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બલ, વીર્યહીન, અને પુરુષકાર-પરા ક્રમ રહિત થઈ ગયો. તેમણે બંને હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહ્યું.- યાવતુ સિદ્ધિને પ્રાપ્ત અરિહંત ભગવંતને નમસ્કાર. હો મારા ધમપંચાય, ધમોપદેશક એવા સ્થવિરોને મારા નમસ્કાર હો. સ્થવિરોની પાસે પહેલાં પણ મેં સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા. યાવતું મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કર્યા હતા. ઈત્યાદિ કહીને વાવતુ આલોચના પ્રતિક્રમણ કરીને કાલમાસમાં કોલ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અનન્તર શ્રુત થઇને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને યાવતુ સિદ્ધિને પ્રાપ્ત Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નાયાધમ કહાઓ - ૧૧૯/૨૧૮ કરશે. સર્વ દુઃખોનો અંત કરશે. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! જે સાધુ યા સાધ્વી સંયમ લઇને મનુષ્ય સંબંધી કામ ભોગોમાં આસક્ત થતા નથી, રક્ત થતા નથી, યાવતુ પ્રતિઘાત પામતા નથી, તેઓ આ ભવમાં ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, પૂજનીક, સત્કારિત સન્માનિત, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવ અને ચૈત્ય સમાન, ઉપાસના કરવા યોગ્ય થાય છે. તે સિવાય " પરલોકમાં પણ રાજદંડ, રાજનિગ્રહ, તર્જના અને તાડનાને પામતા નથી યાવતુ ચતુગતિ રૂપ સંસારની અટવીને પાર કરે છે. [૨૧] આ પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન એક એક દિવસે કરવાથી ઓગણીસ દિવસમાં તે પૂર્ણ થયા છે. અધ્યયન-૧૦-ની મુનિદીપરત્નસાગરકરેલગુર્જરછાયાપૂર્ણ | | શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્ણ કર ગ્રુતસ્કંધ- ૨ : જ વર્ગ-૧ ક. (અધ્યયન-૧-કાલી) [૨૨] તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતે વાસી શિષ્ય આર્ય સુધમાં સ્વામી નામક સ્થવિર ભગવંત જાતિનું પન, ઊંચા જાતિના, કુળથી સંપન્ન યાવતુ ચૌદ પૂર્વના વેત્તા અને ચાર જ્ઞાનોથી યુક્ત હતા. તે પાંચસો અણગારોથી પરિવૃત થઇને અનુક્રમથી ચાલતા, એક ગામથી બીજા ગામે વિચરતા, સુખ-સુખે વિહાર કરતા, જ્યાં રાજગૃહ નામક નગર હતું, જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચ રવા લાગ્યા. માટે પરિષદ નીકળી. ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ પાછી ગઈ. તે કાળે અને તે સમયે આર્ય સુધર્માના અંતેવાસી શિષ્ય આર્યજબૂ નામના અણગાર યાવતુ પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર યાવતું સિદ્ધ ગતિને પામેલા જિનેશ્વરે છઠ્ઠા અંગના “જ્ઞાતશ્રુત’ નામક પ્રથમ સ્કંધનો આ અર્થપ્રરૂપેલ છે, તો ધર્મકથા' નામક દ્વિતીય શ્રુતસ્કંધનો શું અર્થ ફરમાવેલ છે? “હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીરે યાવતુ સિદ્ધિને પ્રાપ્ત જિનેશ્વરે “ધર્મકથા' નામક દ્વિતીય શ્રુતસ્કંધના દસ વર્ગ કહેલા છે. અમરેન્દ્રની અગ્રમહિષીઓ, વૈરોચનેન્દ્ર વરોચનરાજ બલિની અગ્રમહિષીઓ, અસુરેન્દ્રને છોડીને નવ દક્ષિણદિશાના ભવન, પતિઓની અઝમહિષીઓ, અસુરેન્દ્રને છોડીને નવ ઉત્તરદિશાના ભવનપતિઈન્દ્રોની અગ્રમહિષીઓ, દક્ષિણદિશાના વાણવ્યંતરદેવોના ઇન્દ્રોની અઝમહિષીઓ, ઉત્તર દિશાના વાણચંત્તરદેવોના ઈન્દ્રોની અગ્રમહિષીઓ, ચંદ્રની અગમહિષીઓ,સૂર્યની અગ્રમહિષી,શક્ર ઈન્દ્રની અગ્રમહિષી, અને ઇશાનેન્દ્રની અગ્નમહિષીઓ.. હે જબૂશ્રમણ ભગવાન મહાવીર યાવત્ સિદ્ધિને થયેલાએ, પ્રથમ વર્ગના Page #176 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧ ૧૭૩ પાંચ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે-કાલી, રાજી, રજની, વિદ્યુત અને મેધા. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાન હતું. શ્રેણિક રાજા હતો.ચેલણા રાણી હતી. તે સમયે સ્વામી સમોસય.પરિષદ નીકળી યાવતુ પરિષદ પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કાલી નામક દેવી ચરમચંચા રાજધાનીમાં, કાલવંતસક ભવનમાં, કાલ નામક સિંહાસન ઉપર આસીન હતી. ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહતરિકા દેવીઓ, પરિવાર સહિત ત્રણો પરિષદો, સાત અનીકો, સાત અનિકાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અન્યાન્ય કાલાવંતસક ભવનના નિવાસી અસુર કુમાર દેવો તથા દેવીઓની સાથે પરિવૃત્ત થઈને જોરથી વાગતા વાજિન્ટો આદિથી મનોરંજન કરતી વાવત વિચરતી હતી. તે કાલી દેવી આ કેવલ કલ્યાજબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાનનો ઉપયોગ લગાડી જોતી હતી. તેણીએ શ્રમણ ભગવાન મહાવીરને જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ તેનું ચિત્ત આનંદિત થયું, મન પ્રીતિયુક્ત થયું, તે અપત ર્દયવાળી થઈને સિંહાસન ઉપરથી ઊઠી. પાદપીઠથી નીચે ઊતરી.તેણીએ પાદુકા ઉતારી નાંખી પછી તીર્થંકર ભગવાનની સન્મુખ સાત-આઠ પગલા આગળ વધી. વધીને તેણીએ જમણા ઘૂંટણને પૃથ્વી પર રાખ્યો અને ડાબા ઘૂંટણને ઉપર રાખ્યો, પછી મસ્તક કંઇક ઊંચું રાખ્યું, ત્યાર પછી કડા અને બાજુ બંધથી તંભિત ભુજાઓ ભેગી કરી, બંને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહેવા લાગી. યાવતુ સિદ્ધિને પ્રાપ્ત અરિહંત ભગવંતને નમસ્કાર હો. યાવતુ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર. અહીં રહેલી હું ત્યાં સ્થિત ભગવાનને વંદના કરું છું. ત્યાં સ્થિત શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલી મને દેખે.” આ પ્રમાણે કહીને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર આરૂઢ થઈ. ત્યાર પછી કાલી દેવીને આ પ્રકારનો અધ્યવસાય યાવત ઉત્પન્ન થયો-“શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને થાવતુ તેમની પપાસના કરવી મારા માટે શ્રેયસ્કર છે.” જેમ સૂયભિદેવે પોતાના આભિનિયોગિક દેવોને આજ્ઞા આપી હતી, તેવી રીતે કાલી દેવીએ આજ્ઞા આપી કેશ્રેષ્ઠ દેવતાઓના ગમનને યોગ્ય, યાન-વિમાન બનાવીને તૈયાર કરો, વિશેષતા એ કે હજાર યોજન વિસ્તારવાળુ વિમાન બનાવ્યું. શેષ વર્ણન સૂયભિદેવની સમાન જાણવું. પોતાના નામ-ગોત્ર કહ્યું. તેની જેમ નાટક બતાવ્યું. પછી કાલીદેવી પાછી ગઈ. ગૌતમ સ્વામીએ કહ્યું-ભગવન્! કાલી દેવીની દિવ્યઋદ્ધિ ક્યાં ચાલી ગઈ ? ભગવાને ઉત્તરમાં કુટાકાર શાલાનું દ્રષ્ટાંત આપ્યું. કાલી દેવીને આ મનોહર દેવદ્ધિ પૂર્વ ભવમાં શું કરવાથી મળી છે ? દેવભવમાં કેવી રીતે પ્રાપ્ત થઈ ? અને કેવી રીતે તેની સામે આવી? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આવલકલ્પા નામે નગરી હતી તે નગર બહાર ઈશાન કોણામાં આમ્રશાલવન નામક ઉધાન હતું. જિતશત્રુ રાજા હતો. તે આમલકલ્પા નગરીમાં કાલ નામનો એક ગાથાપતિ રહેતો હતો. તે ધનાઢ્ય હતા, કોઇથી પરાભવ પામતો ન હતો. તે કાલ નામક ગાથાપતિને કાલશ્રી નામની પત્ની હતી. તેના હાથ પગ સુકુમાર હતા યાવતું સુંદર અવયવોવાળી મનોહર હતી. તે કાલ ગાથા પતિની પુત્રી અને કાલશ્રીની આત્મજા કાલી નામક દારિક - પુત્રી હતી. ઘણી મોટી વય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નાયાધમ કહાઓ- ૨/૧/૧/૨૨૦ હોવા છતાં કુમારી હતી. તે જીર્ણ હતી અને જીર્ણ હોવા છતાં કુમારી હતી. તેના સ્તનો, નિતંબ અવનત બની ગયા હતા. વર તેનાથી વિરક્ત થઈ ગયા હતા. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય, તેમજ ધર્મની આદિ કરનાર પાર્શ્વનાથ અરિહંત હતા. તે વધુ માન સ્વામીની સમાન હતા. વિશેષતા આ કે પાર્શ્વનાથ નવ હાથ ઊંચા શરીરવાળા, સોળ હજાર સાધુઓ અને આડત્રીસ હજાર સાધ્વીઓથી પરિવૃત હતા. ત્યાર પછી કાલી દારિકા પાર્શ્વપ્રભુના આવાગમનના સમાચાર સાંભળીને હૃષ્ટતુષ્ટ થઈ યાવતુ સંતુષ્ટ યવાળી થઈને જ્યાં માતા-પિતા હતા. ત્યાં આવી આવીને બંને હાથજોડીનેયાવતુઆ પ્રમાણે બોલીહેમાતાપિતા!જો આપની આજ્ઞા હોય તો મારી પાર્શ્વ પ્રભુના ચરણમાં વંદન કરવાને માટે જવાની ઈચ્છા છે.” માતા પિતાએ કહ્યું- હે દેવાનું પ્રિતને જેમ સુખ ઉપજે, તેમ કર પરંતુ ધર્મના કાર્યમાં વિલંબ ન કર.” ત્યારે કાલી નામક દારિકા દ્રૌપદીની સમાન ભગવાનને વંદના કરી યાવત્ ઉપાસના કરવા લાગી. ત્યારે પાર્થ અરિહંત પુરુષાદાનીયે કાલી દારિકા તેમજ અન્ય પરિષદને ધર્મોપદેશ આપ્યો. ત્યાર પછી કાલી દારિકા આ પ્રમાણે બોલી- હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. યાવતુ તમે જે કહ્યું છે તે તેમ જ છે. કેવલ હે દેવાનુપ્રિય! હું મારા માતાપિતાને પૂછીને આપી દેવાનુપ્રિયની પાસે સંયમ લેવા ઈચ્છું છું.' ભગવાને કહ્યું: ‘દેવાનું પ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો.” “હે માતાપિતા ! મેં પાર્શ્વનાથ અરિહંતની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મની મેં ઈચ્છા પણ કરી છે. પુનઃ પુનઃ ઈચ્છા કરી છે, તેના પર રુચિ કરી છે. તેથી હું માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલી છે. જન્મ-મરણના ભયથી ભયભીત થઈ છું. તો હું આપની આજ્ઞા મેળવીને પાર્શ્વનાથ અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગીને અણગારિતા બનાવ ઇચ્છું છું. માતા પિતાએ કહ્યું- દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મ કાર્યમાં વિલંબ ન કરો.” યાવતુ હે દેવાનુપ્રિય હું આપને શિષ્યાની ભિક્ષા આપું છું. તેથી દેવાનુપ્રિય ! આપ શિષ્યાની ભિક્ષા અંગીકાર કરો. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો.” ત્યારે તે કાલી કુમારીએ પાર્શ્વ અરિહંતને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને તે ઉત્તર પૂર્વ દિશામાં ગઈ. ત્યાં જઈને તેણીએ સ્વયં જ આભૂષણમાલા, અલંકાર ઉતાર્યા અને સ્વયંજ લોચ કર્યો પછી જ્યાં પુરુષાદાનીય અરિહંત પાર્થ હતાં, ત્યાં આવી. આવીને પાર્શ્વ અરિહંતને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી. “ભગવન્! આ લોક આદિપ્ત છે અથતુ જન્મ-મરણ આદિના સંતાપથી બળી રહ્યો છે, ઈત્યાદિ દેવાનંદાની સમાન જાણવું. હું ઈચ્છું છું કે આપ સ્વયં મને દીક્ષા પ્રદાન કરો. ત્યાર પછી પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથે સ્વયમેવ કાલીકુમારીને પુષ્પચૂલા આયને શિષ્યાના રૂપમાં પ્રદાન કરી. ત્યારે પુષ્પચૂલા આયએ કાલી કુમા રીને સ્વયં દીક્ષિત કરી. યાવતુ કાલી પ્રવ્રજ્યા અંગીકાર કરીને વિચરવા લાગી.ત્યાર પછી તે કાલી આય ઇસમિતિથી યુક્ત યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ત્યાર પછી તે કાલી આયએ પુષ્પચૂલા આપની પાસે સામાયિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણા ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત આદિ તપસ્યા કરતી વિચારવા લાગી. ત્યાર પછી તે કોઈ સમયે તે કાલીઆ શરીર બાકશિકા વગેરે સુકમાલિકાની જેમ જાણવું બની ગઈ. ત્યાર પછી તે કાલી આય પાસત્યા પાસત્યવિહારિણી, અવ Page #178 -------------------------------------------------------------------------- ________________ - - શ્રુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧ ૧૭૫ સન,અવસગ્નવિહારિણી, કુશીલા. કુશીલવિહારિણી, યથા છંદા, યથાછંદવિહારિણી, સંસકતા, સંસક્તવિહારિણી થઇને, ઘણાં વર્ષો સુધી ગ્રામય પયયનું પાલન કરીને, અર્ધમાસની સંલેખના કરીને, આત્મા ને ક્ષીણ કરીને ત્રીસ ભક્ત અનશનને છેદીને, તે પાપસ્થાનની આલોચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને ચમચંચા રાજધાનીમાં કાલવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશય્યામાં. દેવદૂષ્ય વસ્ત્રથી અંતરિત થઈને અંગુલની અસંખ્યાતમા ભાગની અવગાહના દ્વારા કાલી દેવીના રૂપે ઉત્પન્ન થઈ. - ત્યાર પછી કાલી દેવી તત્કાલ ઉત્પન્ન થઈને સૂર્યાભિદેવની જેમ યાવતુ પાંચ પતિથી યુક્ત બની ગઈ. ત્યાર પછી તે કાલી દેવી ચાર હજાર સામાનિક દેવો તથા અન્ય ઘણા કાલાવતુંસક નામના ભવનમાં નિવાસ કરનાર અસુરકુમાર દેવોનું તથા દેવીઓનું અધિપતિત્વ કરતી થકી રહેવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ! કાલી દેવીએ તે દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી. યાવતું ઉપભોગમાં આવવા યોગ્ય બનાવી છે. “ભગવન! કાલી દેવીની કેટલી કાલની સ્થિતિ કહી છે? “હે ગૌતમ! અઢી પલ્યોપમની સ્થિતિ કહી છે. ગૌતમ - ભગવન! તે કાલી દેવી તે દેવલોકથી અનંતર ઍવીને ક્યાં ઉત્પન્ન થશે ? ભગવાન - હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે.’ (વર્ગઃ ૧- અધ્યયન ૨-રાજી) [૨૨૧] જો યાવતુ સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર જિનેશ્વરે પ્રથમ વર્ગ ના પ્રથમ અધ્યયનનો પૂવક્ત અર્થ ફરમાવેલો છે તો પ્રથમ વર્ગના બીજા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે ?” “હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તેમાં ગુણશીલ ચૈત્ય હતું. સ્વામી સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રાજી નામક દેવી ચમચંચા રાજધાનીથી કાલી દેવીની જેમ ભગવાનને વાંદવા આવી. નાટ્યવિધિ બતાવીને યાવતુ પાછી ચાલી ગઇ. તે સમયે ગૌતમે તેણીનો પૂર્વભવ પૂછડ્યો. ભગવાને કહ્યું, “હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આમલકલ્યા. નામની નગરી હતી. આમ્રશાલવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. રાજી નામક ગાથાપતિ હતો. તેને રાજીશ્રી ભાયી હતી. રાજી તેમની પુત્રી હતી. પાર્થ નાથ પ્રભુ સમોસય.જે રાજી પુત્રી વન્દન કરવા નીકળી.કાલીની જેમ સંયમ લઈને શરીર બાકુશિકા બની ગઇ. ઇત્યાદિ સર્વવૃત્તાન્ત કાલી સમાન જાણવું યાવત્ અંતે સિદ્ધ થશે.” (વર્ગઃ ૧- અધ્યયન-૩-રજની). [૨૨૨] જો બીજા અધ્યયનનો પૂર્વોક્ત અર્થ કહ્યો તો ત્રીજા અધ્યનનો શું અર્થ ફરમાવેલ છે ?” “આ પ્રમાણે હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. જેમ રાજીના સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે રજનીનું પણ જાણવું. વિશેષતા એ કે આમકલ્પા નગરીમાં રજની ગાથાપતિની રજની શ્રી તેની ભાય હતી. રજની દારિકાપુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત પૂર્વવત, સમજવો. ( વર્ગ ૧- અધ્યયન-૪-વિદત). [૨૩] તે જ પ્રમાણે વિદ્યુતનું વૃત્તાન્ત પણ સમજવું. આમલકલ્પા નગરી, વિદ્યુત Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નાયાધમ કહાઓ- ૨/૧/૫/૨૨૪ ગાથાપતિ, વિદ્યુતશ્રી તેની ભાર્યા અને વિદ્યુત નામે પુત્રી હતી. શેષ સર્વ કથા પૂર્વવતું. ( વર્ગઃ ૧- અધ્યયન-૫-મેધા) [૨૪] તે જ પ્રમાણે મેઘાનું પણ વૃત્તાન્ત સમજવો. આમલકલ્પા નગરી, મેઘ નામક ગાથાપતિ, મેઘશ્રી નામે તેની જાય અને મેઘા પુત્રી શેષ પૂર્વવત્. વર્ગઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( વર્ગ ૨ - અધ્યયનો-૧ થી પ) [૨૨] જબ્બ ! યાવતું સિદ્ધિને પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા વર્ગના પાંચ અધ્યા યનો બતાવેલા છે તે આ પ્રમાણે- શુંભા નિશુંભા રંભા નિરંભા મદના.” હે જબૂ! આ પ્રમાણે તે કાળ અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામે ઉદ્યાન હતું. સ્વામી સમોસર્યા. પરિષદ નીરળી વાવતુ. પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં બલિચંચા રાજધાનીમાં શું ભાવતુંસક ભવનમાં, શુંભા દેવી શુભ નામે સિંહાસન ઉપર આરૂઢ હતી. ઈત્યાદિ કાલી દેવીની જેમ સર્વ વૃત્તાન્ત જાણવો શ્રી ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂગ્યો. ભગવાને કહ્યું-શ્રાવસ્તી નગરી હતી. કોષ્ટક નામે ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતો. શ્રાવસ્તીમાં શુંભ નામે ગાથાપતિહતો શુંભશ્રી નામે ભાર્યા હતી. શુંભા નામે તેની પુત્રી હતી. શેષ સર્વ વૃતક્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષ તાએ કે શુંભા દેવીની સાડા ત્રણ પલ્યોપમની સ્થિતિ હતી. શેષ ચારે અધ્યનનો તેજ પ્રમાણે અર્થ જાણવો. | વર્ગ-૨નીમુનિદીપરત્નસગારે કરેલગુર્જરછાયાપૂર્ણ (ધર વર્ગ ૩ ક અધ્યયનઃ ૧-૫૪) [૨૨] હે જબ્બ ! ત્રીજા વર્ગના ચોપન અધ્યયન પ્રરૂપેલા છે. હે જબૂ! તે કાળા અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ભગવાન પધાર્યા. પરિષદ નીકળી યાવતું પર્ફપાસના કરવા લાગી. તે કાલ અને તે સમયુ, ઈલા નામક દેવી ધરણી નામક રાજધાનીમાં, ઈલાવતંસક ભવનમાં, ઈલા નામક સિંહાસન ઉપર બેઠી હતી. કાલી દેવીની સમાન ઈલા દેવી પણ વાવતુ નાટ્યવિધિ બતાવીને પાછી ગઈઃ ગૌતમ સ્વામીએ પૂર્વભવ મૂક્યો. ભગવાન ઉત્તર આપે છે. વારાણસી નગરી હતી. તેમાં કામ મહાવન નામક ઉદ્યાન હતું. ઈલા નામે ગાથાપતિ હતો. ઈલાશ્રી તેની ભાય હતી. ઇલા. નામક પુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે ઇલા આય ધરણેન્દ્રની અગ્રમહિષીના રૂપમાં ઉત્પન્ન થઈ. અર્ધ પલ્યોપમથી કંઈક અધિક તેની સ્થિતિ જાણવી. શેષ વૃત્તાન્ત પૂર્વવતુ. આ પ્રમાણે ક્રમથી સતેરા સૌદામિની ઈન્દ્રા ધના. અને વિદ્યુતા, આ પાંચ દેવીઓના પાંચ અધ્યયનો કહેવા જોઈએ આ દરેક ધરણેન્દ્રની અગ્રમહિષી છે. આ પ્રમાણે છ અધ્યયનો. કોઈ પણ વિશેષતા વિના વેણુદેવના જાણવા જોઈએ. તે પ્રમાણે કંઇ પણ વિશેષતા વિના ઘોષના પણ છ-છ અધ્યયન જાણવા. આ પ્રમાણે દક્ષિણ દિશાના ઇન્દ્રોના ચોપન અધ્યયનો છે. તે બધા વારાણસી નગરીના કામમહાવન ઉદ્યાનમાં કહેવા જોઇએ. વર્ગ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #180 -------------------------------------------------------------------------- ________________ - - - - શ્રુતસ્કંધ-૨, વર્ગ-૪ ૧૭૭. (ા વર્ગઃ ૪ અધ્યયનઃ૧-૫૪) [૨૨૭] હે જબૂ! ચોથા વર્ગના ચોપન અધ્યનનો પ્રરૂપેલા છે. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ભગવાન સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રૂચા દેવી, રૂચાનંદા રાજધાનીમાં, રુચકાવતંસક ભવનમાં રૂચક નામના સિંહાસન ઉપર બેઠી હતી. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં રચક નામે ગાથાપતિ હતો. રૂચકશ્રી તેની ભાય હતી. રૂચા નામે તેની પુત્રી હતી. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે ભૂતાનન્દ નામના ઇન્દ્રની અગ્રમહિષીના રૂપે ઉત્પન્ન થયેલી. કંઈક ન્યૂન અને પલ્યોપમની સ્થિતિ જાણવી. તે જ પ્રમાણે સુરુચા રુચાંશા રુચકાવતી રુચકાન્તા અને પ્રભા નામે પાંચ અધ્યયનો પાંચ દેવીઓના જાણવા. તેજ પ્રમાણે છ-છ દેવીઓ નવમા મહાઘોષ સુધી ઉતર દિશાના ઈન્દ્રોની કહેવી. આ પ્રમાણે છ છ અધ્યયન નવ ઈન્દ્રોના કહેવાથી ચોપન અધ્યયન થાય છે. | વર્ગ-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] ( 1 વર્ગઃ ૫ કપ અધ્યયનઃ ૧-૩૨) ૨૨૮] હે જબૂ! પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહેલ છે, [૨૨૯૦-૨૩૨] કમલાદેવી કમલપ્રભા ઉત્પલા દેવી સુદર્શના દેવી રૂપવતી બહુરુપા સુરુપા સુભગા પૂણ બહુપુત્રિકા ઉત્તમાં ભારિકા પઘા વસુમતી કનકા. કનકપ્રભા અવતંસાકેતુમતી વજસેના. રતિપ્રિયા રોહિણી નવમિકા હી પુષ્પવતી ભુજના ભુજગવતી મહાકચ્છા અપરાજિતા સુઘોષા વિમલા સુસ્વરા અને સરસ્વતી. [૨૩૩] હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. યાવતું મહાવીર ભગવાન સમોસર્યા. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કમલા દેવી કમલા નામક રાજધાનીમાં, કમલાવર્તક ભવનમાં, કમલ નામ ના સિંહાસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં નાગપુર નગરમાં, સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં,કમલ નામે ગાથાપતિ હતો. તેને કમલશ્રી પત્ની હતી. તેને કમલાનામે પુત્રી હતી. પાર્શ્વનાથ અરિહંતની પાસે સંયમ લીધો. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે કાલ નામના પિશાચકુમારેન્દ્રની અઝમહિષી રૂપે ઉત્પન્ન થયેલી. તેની સ્થિતિ અધપિલ્યોપમની જાણવી. એ જ પ્રમાણે શેષ સર્વ અધ્યયનો દક્ષિણ દિશાના વાણવ્યંતર ઇન્દ્રોના કહેવા જોઇએ. કમલાપ્રભા આદિ એકત્રીસ કન્યાઓએ નાગપુર નગરમાં, સહસ્ત્રાપ્રવન દિક્ષા લીધી, ઉદ્યાનમાં માતા-પિતાના નામ તે તે પુત્રીઓના નામ સમાન જાણવા, અધપલ્યોપમની સ્થિતિ જાણવી આ પ્રમાણે પાંચમા વર્ગનો અર્થ બતાવેલો છે. વર્ગ-૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( વર્ગઃદક અધ્યયન ૧-૩૩) [૨૩૪] છટ્ટો વર્ગ પણ પાંચમા વર્ગની સમાન જાણવો. વિશેષતા એ કે આ બધી કુમારીઓ મહાકાલ ઈન્દ્ર આદિ ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓ થઈ. પૂર્વ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નાયાધમ્મ કહાઓ – ૧/૫/૧ થી ૩૩/૨૩૪ ભવમાં તે બધી સાકેત નગરમાં ઉત્પન્ન થઈ હતી. ઉત્તરકુરુ ઉદ્યાનમાં તેમની દીક્ષા થઇ. કુમારીઓના નામની સમાન માતા-પિતાના નામ જાણવા. શેષ સર્વ પૂર્વવત. વર્ગ- ૬ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ૬ વર્ષ:૭ અધ્યયન-૧-૪ [૨૩૫] હે જમ્મૂ ! સાતમા વર્ગનાં ભગવાને ચાર અધ્યયન પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે સૂર્યપ્રભા આતપા અર્ચિમાલી અને પ્રભંકરા હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવત્ ભગવાન સમોસર્યા. યાવત્ પરિષદ નીકળી. પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં સૂર્યપ્રભાવદેવી સૂર્ય વિમાનમાં, સૂર્યપ્રભ સિંહાસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન. વિશેષતા એ કે પૂર્વભવમાં અરક્ઝુરી નગરીમાં, સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામે પત્ની હતી. તેને સૂર્યપ્રભાનામે પુત્રી હતી. યાવત્ તે સૂર્ય નામક ઈન્દ્રની અગ્રમહિષી થઇ. તેની પાંચસો વર્ષ-અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ જાણવી. શેષ સર્વ કાલી દેવી સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ સર્વત્રણે દેવીઓનો વૃત્તાંત જાણવો અરક્ઝુરી નગરીમાં ઉત્પન્ન થઇ ઇત્યાદિ. વર્ગ - ૭ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ -- ૬ વર્ગઃ ૮ F અધ્યયન:૧-૪ [૨૩૬] ‘હે જમ્મૂ ! યાવત્ ભગવાન્ મહાવીરે આઠમા વર્ગના ચાર અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- ચંદ્રપ્રભા દોષીનાભા અર્ચિમીલી અને પ્રભંકા. હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવત્ સ્વામી ભગવાન સમોસર્યા યાવત્ પરિષદ પર્યુપાસના કરવા લાગી.' તે કાળ અને તે સમયમાં ચંદ્રપ્રભા દેવી ચંદ્રપ્રભા નામના વિમાનમાં, ચંદ્રપ્રભા સિંહાસન ઉપર બેઠી હતી. શેષ વૃત્તાન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં મથુરા નગરીમાં, ચંદ્રવતંસક ઉદ્યાન હતું. ત્યાં ચંદ્રપ્રભા ગાથાપતિ હતો. ચંદ્રશ્રી તેની પત્ની હતી ચંદ્રપ્રભા તેમની પુત્રી હતી શેષ પૂર્વવત યાવત્ ચંદ્ર નામક ઈન્દ્રની અગ્રમહિષી થઇ. તેની સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્થપલ્યોપમની કહેલી છે. શેષ સર્વ કાલીની સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ ત્રણે દેવીઓ પણ મથુરા નગરીમાં ઉત્પન્ન થઇ યાવત્ માતા પિતાના નામ તે તે પુત્રીના નામ સમાન જાણવા. શેષ પૂર્વવત્ જાણવું. વર્ગ- ૮ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૯ [૨૩૭] ‘હે જમ્મૂ ! નવમા વર્ગનાં આઠ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- પદ્મા શિવા સતી અંજૂ રોહિણી નમિકા અચલા અને અપ્સરા ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ભગવાન સમોસર્યા યાવત્ પરિષદ પર્યુપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં પદ્માવતી નામની દેવી હતી. સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં, પદ્મનામક સિંહાસન ઉપર બેઠી. શેષ વૃત્તાન્ત કાલી દેવી સમાન જાણવો. આ પ્રમાણે કાલી દેવીના ગમના વૃત્તાન્ત અનુસારે Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, વર્ગ-૯ ૧૭૯ આઠ અધ્યયનો જાણવા જોઇએ વિશેષતા એ કે પૂર્વભવમાં બે દેવીઓ શ્રાવસ્તી નગરીમાં, બે જણી હસ્તિનાપુર નગ૨માં, બે જણી કાંપિલ્યપુર નગરમાં, બે જણી સાકેત નગરીમાં ઉત્પન્ન થઈ. બધાના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજય્ હતું. બધી પાર્શ્વ અરિહંતની પાસે પ્રવ્રુજિત થઇ અને શુક્ર ઇન્દ્રિની અગ્રમહિષી થઈ. તેમની સ્થિતિ સાત પલ્યોપમની કહી છે. બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને યાવત્ સમસ્ત દુઃખોનો અંત ક૨શે. વર્ગ-૯ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ વર્ગઃ ૧૦ [૨૩૮-૨૪૧] ‘હે જમ્મૂ ! યાવત્ સમાં વર્ગના આઠ અધ્યયન પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે :- કૃષ્ણા કૃષ્ણરાજી રામા રામરક્ષિતા વસુ વસુગુપ્તા વસુમિત્રા અને વસુંધરા. આ આઠ ઈશાન દેવલોકની અગ્રમહિષીઓ છે. ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું, યાવત્ ભગવાન સમોસર્યા. પરિષદ નીકળી યાવત્ પર્યુપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કૃષ્ણા દેવી ઇશાન કલ્પમાં, કૃષ્ણાવતંસક વિમાન માં કૃષ્ણ નામના સિંહાસનઉપર સુધમ સભામાં બેઠી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીના સમાન જાણવો. તે જ પ્રમાણે આઠે અધ્યયનનો પણ કાલીના ગમથી જાણવા. વિશેષતા એ કે પૂર્વભવમાં બે બનારસ નગરીમાં, બે રાજગૃહ નગરમાં, બે શ્રાવસ્તી નગરીમાં, બે કૌશામ્બી નગરીમાં ઉત્પન્ન થઇ. દરેકના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મ હતું. દરેક પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઇ. તેઓ પુષ્પચૂલા આર્યને શિષ્યાના રૂપે સોપાણી દરેક ઇશાન ઇન્દ્રની અગ્નમહિષી થઇ દરેકની સ્થિતિ નવ પલ્યોપમની કહેલી છે. દરેક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અન્ત ક૨શે. આ પ્રમાણે હે જમ્મૂ ! ધર્મની આદિના કર્તા, તીર્થના સ્થાપક, સ્વયંબોધને પ્રાપ્ત, પુરુષોત્તમ યાવત્ સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. ધર્મકથા નામનો બીજો શ્રુતસ્કંધ દશવર્ગોમાં સમાપ્ત થયો. વર્ગ- ૧૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શ્રુતસ્કંધ - ૨ - ગુર્જરછાયા પૂર્ણ ૬ | નાયાધમ્મકહાઓ-ગુર્જરછાયાપૂર્ણ અંગસૂત્ર-૬-ગુર્જરછાયાપૂર્ણ Page #183 -------------------------------------------------------------------------- ________________ [૧૮] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ /12/2Z s ઉવાસગ દસાઓ સાતમું અંગસૂત્ર-ગુર્જરછાયા SSSSSSSSSSSSSSS 22 S SSSSSSSSSS (કઅધ્યયન-૧-આણંદઃ-) [૧] તે કાલે અને તે સમયે ચમ્પા નામક નગરી હતી. તેનું વર્ણન ઉવવાઈ સૂત્ર પ્રમાણે સમજી લેવું, પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. [૨]તે કાલે અને તે સમયે આર્ય સુધમસ્વિામી સમોસ- સુધમાં સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી જંબૂ સ્વામીએ તેમની ઉપાસના કરતાં પૂછ્યું, ભગવ અહંન્ત યાવતું નિવણિને પ્રાપ્ત થયેલાં શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મકથા નામક છઠા અંગનો આ અર્થ કહ્યો છે, જે મેં તમારા પાસેથી સાંભળ્યો છે. તો ઉપાસકદશા નામક સાતમા અંગનો શો અર્થ કહ્યો છે? હે જંબૂ! શ્રમણ યાવત્ નિવણિને પ્રાપ્ત ઉપાસકદશા નામક સાતમાં અંગના દશ અધયયનો કહેલાં છે. []આનંદ, કામદેવ, ગૃહપતિ ચલુનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, ગૃહપતિ કુંડકોલિક, સકડાલપુત્ર, મહાશકિતક, નંદિનીપિતા અને સાહિપિતા. [૪]હે ભગવાન! ભગવંત મહાવીરે પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે? [પહે જંબૂ, તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં દૂતિપલાશચૈત્ય હતું. જિતશત્રુરાજા હતો. તેનું વર્ણન ઉવવાઈ મુજબ. તે વાણિજ્યગ્રામમાં આનંદ નામક ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને બીજા કોઈથી પરાભવ ન પામનાર હતો. તે આનંદ ગૃહપતિને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. વળી તેને દશ હજાર ગાયોના એક વજના હિસાબે ચાર વ્રજો હતા. તે આનંદ ગૃહપતી ઘણા રાજા ધનિક વગેરે યાવતુ સાર્થવાહોના ઘણા કાર્યોમાં મંત્ર-વિચારોમાં તથા કુટુંમ્બોમાં ગૃહ્ય રહસ્યો, નિશ્ચયો અને વ્યવહારોમાં પૂછવા યોગ્ય, સલાહ લેવા યોગ્ય હતો. પોતાના કુટુમ્બનો પણ આધાર, પ્રમાણભૂત યાવતુ બધા કાર્યોને વધારનાર હતો. તે આનંદ ગૃહપતિને શિવાનન્દા નામે ભાય હતી. તે પરિપૂર્ણ અંગવાળી, યાવતુ સુંદર રૂપવાળી, આનંદ ગૃહપતિને પ્રિય અને આનંદ ગૃહપતિને સાથે અનુરક્ત અને અવિરક્ત થયેલી ઈષ્ટ શબ્દાદિ મનુષ્ય સંબંધી કામ અને ભોગોનો અનુભવ કરતી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અધ્યયન-૧ હતી. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં કોલ્લાક નામે સંનિવેશ- તે સમૃદ્ધિવાળો, નિરુપદ્રવ, દર્શનીય, સુંદર યાવતુ મનને પ્રસન્ન કરનાર હતો. તે કોલ્લાક સંનિવેશમાં આનંદ ગૃહપતિના ઘણા મિત્ર, જ્ઞાતિજનો, સ્વકીય, સ્વજન સંબંધી અને પરિજનો હતાં. તે ધનિક અને સમર્થ હતો. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ નીકળી અને વાંદીને પાછી ગઈ. કોણીકરાજાની પેઠે જિતશત્રરાજા વંદન કરવાને નીકળ્યો. નીકળીને યાવતુ પપાસના કરી. ત્યારપછી આનંદ ગૃહપતિ મહાવીર સ્વામી આવ્યાની આ વાત સાંભળી અરિહંત ભગવંતોનું નામ શ્રવણ પણ મહાફળવાળું છે તો વંદન-નમસ્કાર વગેરેનું શું કહેવું ? માટે હું જાઉં અને યાવતુ તેમની પર્વપાસના કરું, એવો વિચાર કરી શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા લાયક વસ્ત્રો ધારણ કરી અલ્પ અને મહામૂલ્ય અલકારો વડે અલંકૃત શરીરવાળો થઈ પોતાના ઘરથી બહાર નીકળે છે. નીકળીને કોરંટ પુષ્પોથી માળાથી યુક્ત છત્ર ધારણ કરી મનુષ્યોના સમૂહથી વીંટાયેલો, પગે ચાલીને વાણિજ્યગ્રામ નગરના મધ્યભાગમાં થઈને નીકળે છે અને જ્યાં દૂતિપલાશ ચૈત્ય છે અને જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. આવીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર યાવતું પુર્કપાસના કરે છે. []ત્યારબાદ શ્રમણ ભગવાનું મહાવીરે આનંદ ગૃહપતિને તથા અત્યંત મોટી પરિષદને ધર્મોપદેશ કર્યો. પરિષદ પાછી ગઈ અને રાજા પણ પાછો ગયો. [૭]ત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવન્! નિર્ચન્જ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. પ્રતીતિ કરું છું. રુચિ કરું છું. ભગવન્! તમે કહો છો તે એમ જ છે. તેમ જ છે. હે ભગવન્! તે સત્ય છે. હે ભગવન્! એ મને ઇષ્ટ છે. એ મને સ્વીકૃત છે અને ઈચ્છિત અને પ્રતીચ્છિત છે. દેવાનુપ્રિયા આપની પાસે જેમ ઘણા રાજા, યુવરાજો, રાજસ્થાનીય પુરુષો, માંડલિકો, કૌટુમ્બિકો, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહો વગેરે મુંડ થઈને ગૃહ નિવાસથી નીકળી મુનિ થયા તેવી રીતે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ નથી. હું પાંચઅણુવ્રત અને સાતશિક્ષાવ્રત આવી રીતે બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરીશ. ભગવાને કહ્યું. જેમ સુખ ઊપજે તેમ કરો- પ્રતિબન્ધ ન કરો. [૮]ત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણભગવંતમહાવીરની પાસે પ્રથમ સ્કૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું કે હું યાવત્ જીવન મન વચન અને કાયા વડે સ્થૂલ પ્રાણાતિપાતનું આચરણ નહિ કરું અને નહિ કરાવું. પછી તે સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે કે હું યાવતું જીવન બે કરણ ત્રણ યોગમન વચન કાયા થી મૃષાવાદ કરું નહિ, કરાવું નહિ પછી સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરે છે. જીવનપર્યત દ્વિવિધ ત્રિવિધ-મન વચન અને કાયા વડે અદત્તાદાન નહિ કરું અને નહિ કરાવું.પછી સ્વદારસન્તોષ સંબંધી પ્રત્યાખ્યાન કર્યું. એક શિવાનન્દના પત્ની સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુન વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારબાદ ઈચ્છાનું પરિમાણ કરતો હિરણ્ય અને સુવર્ણનું પરિમાણ કરે છે. ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ગૃહ અને ગૃહોપકરણના વિસ્તારમાં રોકેલી છે. તે સિવાય બાકીના હિરણ્ય-સુવર્ણ વિધિનો ત્યાગ કરું છું. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉવાસગદસાઓ- ૧/૮ તે પછી ચતુષ્પાદિ વિધિનું પરિમાણ કરે છે. દશ હજાર ગાયનું એક વજ તેવાં ચાર વ્રજ સિવાય બાકીના ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારબાદ ક્ષેત્ર-વાસ્તુનું પરિમાણ કરે છે. જેનાથી સો વીઘા ખેડી શકાય એવું એક હળ, એવા પાંચસો હળો સિવાય અન્ય બધા-ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારપછી ગાડાનું પરિમાણ કરે છે. બહાર દેશાન્તરમાં ગમન કરવા યોગ્ય પાંચસો ગાડા અને માલને વહન કરનારા પાંચસો ગાડા ઉપરાંત બધા શક્યોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ વહાણનું પ્રત્યાખ્યાન કરે છે. દેશાન્તરમાં મોકલવા યોગ્ય વહાણો સિવાય બાકીના વહાણોનું પ્રત્યાખ્યાન કરું છું ત્યારબાદ ઉપભોગ-પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં અંગનું પણ-શરીર લુંછવાના યુવાલ આદિનું પરિમાણ કરે છે. એક સુગંધી લાલ ટુવાલ સિવાય બાકી બધા શરીર લુંછવાના બધા ટુવાલ આદિના પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર પછી દાતણની વિધિનું પરિમાણ કરે છે. એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ કરું છું. એક મધુર આમળાના ફળ સિવાય બાકીના ફળોનો ત્યાગ કરું છું. શતપાકસી વસ્તુઓ ભેળવી અને સૌ વાર ઉકાળીને તૈયાર કરેલ અને સહસ્ત્રપાક તેલ સિવાય બીજાં માલિશ કરવાના તેલોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ ઉદવર્તન વિધિનું પરિમાણ કરે છે. એક સુગન્ધી-ગબ્ધ ચૂર્ણ સિવાય બાકીના ઉદ્વર્તન વિધિનો ત્યાગ કરું છું. આઠ ઔષ્ટ્રિક ઘડા પાણી સિવાય વધારે પાણી વડે સ્નાન કરવાનો ત્યાગ કરું છું.. ત્યાર બાદ વસ્ત્રની વિધિનું પરિમાણ કરે છે. એક ક્ષીમયુગલ સિવાય બાકીનાં વસ્ત્રોનો ત્યાગ કરું છું. અગર-કુંકુમ કેસર અને ચંદનાદિ સિવાય બાકીના વિલેપનનો ત્યાગ કરું છું. એક શુદ્ધ કમળ અને માલતીના પુષ્પોની માળા સિવાય બાકીના પુષ્પ વિધિનો ત્યાગ કરું છું. કાનનાં આભરણ અને નામવાળી મુદ્રિકા સિવાય બાકીના અલંકા રોનો ત્યાગ કરું છું. અગર શિલારસ, લોબાનનો ધૂપ વગેરે સિવાય બાકીના ધૂપ વિધિનો ત્યાગ કરું છું. તેના પછી ભોજનવિધિનું પરિણાણ કરતો પેયવિધિનું પરિમાણ કરે છે. એક કાષ્ઠપેય સિવાય બાકીના પેયવિધિનો ત્યાગ કરું છું. ત્યારપછી પકવાનોનું પરિમાણ કરે છે. એક ઘેવર અને ખાંડનાં ખાજાં સિવાય બીજા ભક્ષ્યનો ત્યાગ કરું છું. એક બાસમતી ચોખા સિવાય બાકીના ચોખાનો ત્યાગ કરું છું. વટાણાનો સૂપ, મગનો સૂપ અને અડદના સૂપ સિવાય બાકીના બધા દાળનો ત્યાગ કરું છું. ત્યાર બાદ ઘીનું પરિમાણ કરે છે. એક શરદોતુના ગાયના સારભૂત ઘી સિવાય બાકીનાં ઘીનો ત્યાગ કરું છું. ત્યાર પછી શાકવિધિનું પરિમાણ કરે છે. વાસ્તુ ચૂર્ અને દુધીના શાક સિવાય શેષને ત્યાગ કરું છું. ત્યાર પછી મધુર રસના પીણાની વિધિનું પરિમાણ કરે છે. પાલિકા માધુર સિવાય બાકીના બધા મધુર રસોનો ત્યાગ કરું છું. સેધાશ્ત-કાંજીવડા-દાલવડા સિવાય શેષ જેમવિધિનો ત્યાગ કરું છું. એક વરસાદનું પાણી સિવાય બાકીનાં બધાં પાણીનો ત્યાગ કરું છું. પાંચ સુગંધી પદાર્થ સહિત તાંબુલ સિવાય બાકીના બધાં મુખ વાસ વિધિનો ત્યાગ કરું છું. ત્યાર પછી ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ કરે છે. તે આ પ્રમાણે અપધ્યાનાચરિત-દુધ્યાન કરવું. પ્રમાદાચરીત-પ્રમાદ સેવવા, હિંસ્ત્ર પ્રદાનહિંસા કરનાર શસ્ત્રાદિ આપવા અને પાપકર્મનો ઉપદેશ કરવો. Page #186 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૮૩ [૯]શ્રમણભગવાનમહાવીરેઆનંદશ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યું હઆનંદ ! જેણે જીવાજીવ તત્વને જાણેલા છે એવા અને યાવતું નિર્ચન્જ પ્રવચનથી અનતિક્રમણીયદેવાદિ વડે પણ ચલાયમાન ન થઈ શકનાર એવા-શ્રમણોપાસકે સમ્યક્તના પ્રધાનસ્થૂલ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા જોઈએ નહિ. તે આ પ્રમાણે શંકા કાંક્ષા વિચિકિત્સા પર પાખંડ પ્રશંસા અને સંસ્તવ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ પ્રધાન અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું.બન્ધ, વધ-તાડન, છવિચ્છેદ અવયવોનું છેદન ભાર ભરવો અને ભક્ત પાન વ્યચ્છેદ-પાણી અને ખોરાક બંધ કરવો. ત્યાર પછી સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેનું આચરણ ન કરવું જોઈએ. સહસા કોઈની ઉપર ખોટા દોષનો આરોપ કરવો, રહસા અભ્યાખ્યાન-સ્વદારમંત્રભેદ, મૃષોપદેશ-, કૂટલેખ કરણ- ત્યાર પછી પૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિ ચારો જાણવા પણ આચ રણ ન કરવું. તે આ પ્રમાણે તેનાલત-, તસ્કર પ્રયોગ- વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું. કૂટતોલ-માપ-, તતુ પ્રતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના જેવી બીજી વસ્તુનો પ્રક્ષેપ કરવો ત્યારબાદ સ્વદારસંતોષવ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે ઈત્રપરિગૃહીતાગમન અપરિગૃહીતાગમન કોઈએ નહિ ગ્રહણ કરેલી વેશ્યા વગેરે સાથે ગમન કરવું. અનંગક્રીડા, પરવિવાહકરણ, કામભોગ તીવ્રભિલાષ ત્યાર પછી શ્રમણોપાસકે ઈચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણેક ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ, હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ, ત્યાર પછી દિશાવતન પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે ઉર્ધ્વ દિશા અધોદિશા અને તિછદિશાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રમાં એક તરફ વદ્ધિ કરવી, મૃત્યુન્યન- ત્યારપછી ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારનું કહેવું છું. તે આ પ્રમાણે ભોજનને આશ્રયી અને કર્મને આશ્રયી. તેમાં ભોજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે સચિત્તાહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપhઔષધિભક્ષણ-, દુષ્પક્વઔષધિભક્ષણ- તુચ્છઔષધિ ભક્ષણ. કમને આશ્રયી શ્રાવકે પંદર કમદિાનો જાણવા પણ આચરવા નહિ. તે આ છે. અંગારકર્મ, વન-કર્મ-, શકટકર્મ, ભાટક કર્મ સ્ફોટક કર્મ, દત્તવાણિજ્ય, રસવા ણિજ્ય, કેશવાણિજ્ય-, વિષવાણિજ્ય, યંત્ર પીડન કર્મ, નિલાંછન કર્મ.-દાવાગ્નિ દાપનસરોવર તળાવ વગેરેને સૂકવી નાખવા અને અસતીજન પોષણ ત્યાર બાદ શ્રેણણોપાસકે અનર્થ દંડ વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવાનહિ.કંદર્પ,કૌત્કચ્ય-મૌખર્ય-સંયુક્તાધિકરણ-અને ઉપભોગ-પરિભોગ અતિરિક્ત-શ્રમણોપાસકે સામાયિકવ્રતના પાંચઅતિચારો જાણવા અને તેઓનું આચરણ ન કરવું. તે આ પ્રમાણઃ મનોદુપ્પણિધાન-મનમાં દુષ્ટ ચિંતન કરવું. વચન-દુપ્પણિધાન,- કાયા દુષ્પણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન રાખવું અને -અનિયમિત સામાયિક કરવું. ત્યારબાદ શ્રમણોપાસકે દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. આનયન પ્રયોગ, - પ્રખ્યપ્રયોગ, શબ્દાનુંપાત-અને રુપાળુ પાત-બહિક Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉવાસગ દસાઓ- ૧૯ પુદગલપ્રક્ષેપ-ત્યાર પછી શ્રમણોપાસકે પોષધોપવાસમાં પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ.અપ્રતિલેખિત-દુષ્પતિ લેખિત શય્યા-સંસ્મારક, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા સંસ્મારક અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાઅસવણભૂમિ,અપ્રમાર્જિતદુઝમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ-અને પોષ ધોપવાસનું બરાબર પાલન ન કરવું. ત્યાર પછી શ્રમણોપાસકે યથાસંવિભાગ(અતિથિસંવિભાગ) વ્રતનાપાંચ અતિ ચારો જાણવા પણ આચરવા નહિ. સચિત્ત નિક્ષેપણ, સચિત્તપિધાન,-કાલાતિક્રમ- પર વ્યપદેશ, મત્સરિતા- ત્યાર પછી અપ ચ્છિમ મારણાત્તિક સંલેખના ઝોષણા આરાધનાના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. આ લોકના સુખોની અભિલાષા કરવી પરલોગાસંસપ્ટઓગે-પરલોકના સુખોની અભિલાષા કરવી.-જીવવાની આશિંસા કરવી-મરણની આશંસા કરવી અને-ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા કરવી. [૧૦]ત્યાર પછી આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરી એણે એ પ્રમાણે કહ્યું ઃ ભગવનું ! આજથી આરંભી મારે અન્ય તીર્થિકોને, અન્ય તીર્થિકોના દેવને, અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલા અરિહંતનાં ચૈત્યોને વંદન-નમસ્કાર કરવા તથા પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેની સાથે આલાપ - સંલાપ- કરવી તથા તેઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આપવું, ન કહ્યું. પણ એમાં આ પ્રમાણે આગારો છે. રાજાભિયોગ-બલના આગ્રહથી,દેવતાભિયોગ-દેવતાનીપરતંત્રતાથી,ગુનિગ્રહ અને વૃત્તિ કાંતાર એ છ આગાર સિવાય ધર્મબુદ્ધિથી ઉપર્યુક્તનો ત્યાગ છે. મારે શ્રમણ નિર્ચન્હો ને પ્રાસુક અચિત્ત અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપ્રીંછનક પીઠ, આસન, ફલક-પાટિયું, શવ્યા, વસતિ, સંસ્તારક તથા ઔષધ અને ભૈષજ્યા વડે સત્કાર કરવો યોગ્ય છે, એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ-ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે સંબંધમાં પ્રશ્ન પૂછે છે. પ્રશ્નો પૂછી તેનો અર્થ ગ્રહણ કરે છે. અર્થ ગ્રહણ કરી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર વંદન કરે છે. વંદન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને દૂતિપલાશ ચૈત્યથી નીકળે છે. નીકળીને જ્યાં વાણિજ્યગ્રામ નગર છે અને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શિવાનંદા ભાયને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિયે! મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ પ્રમાણે ધર્મ સાંભળ્યો અને તે ધર્મ અને ઈષ્ટ છે, પુનઃ પુનઃ ઈષ્ટ છે અને તેની મને રુચિ થઈ છે. માટે દેવાનપ્રિયે તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર, યાવતુ તેમની પર્યાપાસના કર અને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહસ્થધર્મનો સ્વીકાર કર.” [૧૧]ત્યાર બાદ તે શિવાનન્દા ભાય આનંદ શ્રાવક દ્વારા એમ કહેવા પર હર્ષિત અને પ્રસન્ન થઈ. તે કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનું પ્રિયો! જલદી. લઘુકરણ- ઈત્યાદિ વર્ણનયુક્ત બળદો જેમાં જોડાયેલા હોય એવો શ્રેષ્ઠ ધાર્મિક રથ હાજર કરો. ત્યાર બાદ તે શ્રેષ્ઠ વાહનમાં બેસીને જાય છે અને ભગવાનની યાવતુ પર્યપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીર શિવાનન્દાને અને તે મોટી પર્ષદાને ધમોપદેશ કરે છે. ત્યાર પછી શિવાનન્દા શ્રમણ ભગવંત મહાવીરની Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અધ્યયન-૧ પાસે ધર્મને સાંભળી અને વિચારી પ્રસન્ન થઈ અને યાવતુ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરે છે. જે દિશાથી આવી હતી તે જ દિશા તરફ પાછી જાય છે. [૧૨]“ભગવન્!' એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન ને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે પૂછ્યું. ભગવન! આનન્દ શ્રાવક આપની પાસે મુંડ થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા સમર્થ છે? ભગવાને કહ્યું હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી આનંદ શ્રાવક ઘણા વરસ સુધી શ્રાવક અવસ્થાનું પાલન કરશે. પાલન કરીને સૌધર્મ દેવલોકને વિશે અરુણાભ નામક વિમાનમાં ચાર પલ્યો પમ સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થશે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે બહારના દેશો વિહાર કરે છે. [૧૩]ત્યાર પછી આનન્દ શ્રાવક થઈ ગયો. જીવ-અજીવનો જ્ઞાતા થયો. યાવતુ શ્રમણ નિર્ઝન્થોને અશનાદિ વડે સત્કાર કરતો વિચારવા લાગ્યો. તે શિવાનંદા ભાય પણ શ્રાવિકા થઈ શ્રમણ નિર્ચન્થોનો સત્કાર કરતી વિહરે છે. [૧૪]ત્યાર પછી આનંદ શ્રાવકના અનેક પ્રકારનાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ વડે આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા. જ્યારે તે પંદરમાં વર્ષના મધ્યભાગમાં વર્તતા હતા ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરિકા કરતા તેને આ આવા પ્રકારનો અધ્યાવસાય, વિચાર, અભિલાષા અને મનોગત સંકલ્પ થયો-હું ખરેખર વાણિજ્યગ્રાન નગરમાં ઘણાં રાજા, ઘનાઢ્ય વગેરેને બહુ માન્ય છું. યાવતું મારા પોતાના કુટુંબનો આધારભૂત છું. તેથી એ વિક્ષેપ વડે હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરી પાલન કરવા સમર્થ નથી. તે માટે મારે કાલે સૂર્યોદય થાય ત્યારે પૂરણશેઠની જેમ વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આહાર તૈયાર કરાવી, યાવતુ કુટુંબને આમંત્રી યાવતુ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં પ્રસ્થાપિત કરીને, તે મિત્ર વગેરેની યાવતું જ્યેષ્ઠ પુત્રની રજા માગીને કોલ્લાક સંનિવેશમાં જ્ઞાનકુલને વિશે પોષઘશાલાનું પ્રતિલેખન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી ને વિચારવું એ જ શ્રેય છે. આનંદ વિચાર કરીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે. મિત્ર વગેરેને આમંત્રિત કરે છે. ભોજન કર્યા પછી આવેલા તે મિત્ર જ્ઞાતિ વગેરેનો યાવતુ વિપુલ પુષ્પ વગેરે સત્કાર અને સન્માન કરે છે, યાવતુ તે મિત્ર વગેરેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે. હે પુત્ર! એ પ્રમાણે ખરેખર હું વાણિજ્ય ગ્રામમાં ઘણા રાજા, ધનિક વગેરેને બહું માન્ય છું, ઈત્યાદિ યાવતુ આ વિક્ષેપના કારણે હું ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચરવાને સમર્થ નથી. તો અત્યારે મારા કુટુંબમાં તને પ્રસ્થાપિત કરી યાવતુ ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિહરવું મ્હારા માટે શ્રેય છે. - ત્યાર બાદ જ્યેષ્ઠ પુત્ર આનંદ શ્રાવકના આ કથનને “તહત્તિ' કહીને વિનય વડે કબૂલ કરે છે. ત્યાર પછી આનંદ શ્રાવક તે મિત્રો વગેરેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપન કર્યો. સ્થાપના કરીને તેણે એ પ્રમાણે કહ્યુંઃ હે દેવાનુપ્રિય! તમે કોઈ આજથી આરંભીને બહુ કાર્યોમાં મને પૂછશો નહિ અને મારા માટે અશનાહિ પાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરશો નહિ. મારી પાસે લાવશો નહિ. ત્યાર હબાદ આનંદ શ્રાવક જ્યેષ્ઠ પુત્ર અને મિત્ર જ્ઞાતિ વગેરેની રજા લે છે. રજા લઈને પોતાના ઘરથી નીકળે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉવાસગ દસાઓ- ૧૧૪ નીકળીને વાણિજ્યગ્રામના મધ્યમાં થઈ જ્યાં કોલ્લાક નામે સંનિવેશ અને જ્યાં જ્ઞાનકુલ છે, જ્યાં પોષધશાલા છે ત્યાં જાય છે. પોષઘશાલા પ્રમાજે છે. પ્રમાર્જીને ઉચ્ચાર-દિશા એ જવાની અને પેશાબ કરવાની જગ્યાને જુએ છે. ડાભનો સંથારો પાથરે છે. તેના ઉપર બેસે છે. પોષધશાલામાં પોષઘ ગ્રહણ કરી ડાભના સંથારાને પ્રાપ્ત થઈ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરે વિચરે છે. [૧૫] આનંદ, શ્રાવકની પ્રતિમાઓ સ્વીકાર કરીને વિહરે છે. તેમાં પ્રથમ ઉપાસક પ્રતિમાં ને સૂત્ર, કલ્પ,માર્ગ પ્રમાણે યથાર્થપણે, સમ્યક, કાયાવડે સ્પર્શ કરે છે, પાળે છે, શોભાવે છે, સંપૂર્ણ કરે છે, કીર્તિન કરે છે અને તેનું આરાધન કરે છે. [૧૬]ત્યાર બાદ આનંદશ્રાવક બીજી શ્રાવકની પ્રતિમાને, એમ ત્રીજી, ચોથી. યાવતુ દસમી, અને અગિયારમી પ્રતિમાનું યાવતું આરાધન કરે છે. ત્યાર પછી તે આનંદ શ્રાવક આવા પ્રકારના ઉદાર વિપુલ પ્રયત્નરૂપે સ્વીકારેલા તપ કર્મ વડે શુષ્ક યાવતુ કૃશ થઈ ગયો. તેના શરીરની નાડીઓ દેખાવા લાગી. ત્યાર પછી તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રીએ ધર્મજાગરિકા કરતાં આવો સંકલ્પ થયો હું આ પ્રકારના તપ વડે કૃશ યાવતુ ધમનીથી વ્યાપ્ત શરીર વાળો થઈ ગયો છું, પણ હજી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ તથા શ્રદ્ધા, ધૈર્ય અને સંવેગ છે. જ્યાં સુધી મારા ધમચાર્ય અને ધમપદેશક શ્રમણભગવાન મહાવીર જિન સુહસ્તી વિચરે છે ત્યાં સુધી મારે આવતી કાલે સૂર્યોદય થયે સૌથી છેલ્લી મારણાત્તિક સંલેખનાની આરાધનાથી યુક્ત થઈને, આહારપાણીનું પ્રત્યાખ્યાન કરી અને મૃત્યુની દરકાર નહિ કરતાં રહેવું શ્રેયસ્કર છે. બીજે દિવસે પ્રાતઃકાળે યાવતુ અપચ્છિમ મારણાન્તિક સંલેખનાની આરાધના યુક્ત થઈ યાવતું મૃત્યુની દરકાર નહિ કરતો વિહરે છે. ત્યારબાદ તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે, વિશુદ્ધ વેશ્યાઓ વડે અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ દિશામાં લવણ સમુદ્રને વિશે પાંચશો યોજન પ્રમાણ ક્ષેત્રને, એજ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પણ જાણવા લાગ્યો. ઉત્તર દિશાએ ક્ષુદ્રહિમવંત નામક વર્ષધરપરર્વત સુધી જાણવા અને દેખવા લાગ્યો. તે ઉપર સૌધર્મ દેવલોક સુધી જાણે છે અને દેખે છે. નીચે રત્નપ્રભા પૃથ્વીના ૮૪000 વર્ષની સ્થિતિ વાળા રોય નારકાવાસ સુધી જાણે છે અને દેખે છે. [૧૭]તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પર્ષદા વાંદવાને નીકળી અને વાંદી તથા ધમપદેશ સાંભળી પાછી ગઈ. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ષ્ઠ અન્તવાસી ગૌતમ ગોત્રીય સાત હાથ શરીરવાળા-ઊંચા, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા વજઋષભનારા સંઘયણથી યુક્ત, સુવર્ણની કસોટી ઉપર ઘસેલા સ્વર્ણની રેખા જેવા ગૌરવર્ણ, કઠોર તપવાળા, તેજસ્વી તપવાળા, ઉદાર, ઘોર ગુણવાળા, બ્રહ્મચર્યના ધારક, શરીરના મમત્વનો ત્યાગ કરી દેનાર, પોતાની વિપુલ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરી રાખનાર ઈન્દ્રભૂતિઅણગાર નિરન્તર છઠ-છઠના તપથી તથા સંયમ અને તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતાં હતાં. ત્યાર પછી તે ભગવાન ગૌતમ છઠના પારણાને દિવસે પ્રથમ પોરસીમાં સ્વાધ્યાય કરે છે. બીજી પોરસીએ ધ્યાન કરે છે. ત્રીજી પોરસીએ ત્વરા અને ચપલતારહિત સંભ્રમરહિત થઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭. અધ્યયન-૧ મુખત્રિકાનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરી પાત્ર અને વસ્ત્રનું પ્રતિલેખન કરે છે.પાત્ર અને વસ્ત્રને પ્રમાર્જે છે. પાત્રો ગ્રહણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈ વંદન અને નમસ્કાર કરે છે. આ પ્રમાણે કહે છેઃ હે ભગવન્! આપની અનુજ્ઞાથી છઠના ઉપવાસના પારણે વાણિજ્યગ્રામ નગરને વિશે ગૃહસામુદાનિકી ભિક્ષાચય માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાચયએ જવા ઈચ્છું છું. ભગવાન ઉત્તરમાં કહે છેઃ હે દેવાનુપ્રિય! સુખ થાય તેમ કરો. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે અનુજ્ઞા આપી એટલે ભગવાન ગૌતમ દૂતિપલાશ ચૈત્યથી નીકળે છે. નીકળીને ત્વરા, ચપળતા અને સંભ્રમ સિવાય યુગપ્રમાણ ભૂમિને જોનારી દ્રષ્ટિ વડે ઈયમાર્ગને શોધતા જ્યાં વાણિજ્યગ્રામ નગર છે ત્યાં આવે છે. આવીને ગૃહસમુ દાનિકી ભિક્ષા માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં અટન કરે છે. ત્યાર પછી તે ભગવાનું ગૌતમ વાણિજ્ય ગ્રામ નગરમાં જેમ ભગવતી-સૂત્રમાં કહ્યું છે તેમ ભિક્ષા ચયએ ભમતા યથાયોગ્ય ભાત-પાણીને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરે છે. વાણિજ્યગ્રામથી બહાર નીકળે છે. નીકળીને કોલ્લાક સંનિવેશની પાસેથી જઈ રહ્યા હતા ત્યારે શબ્દ સાંભળે છે. ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવંત મહાવીરના અન્તવાસી આનંદ નામ શ્રાવક પોષધશાલામાં અપશ્ચિમ મારણાત્તિક સંખનાનું આરાધન કરી રહ્યા છે અને મૃત્યુની દરકાર નહિ કરતા વિહરે છે. ત્યાર બાદ તે ભગવાન ગૌતમને ઘણા જણની પાસેથી એ અર્થ સાંભળી, વિચારી આવા પ્રકારનો આ વિચાર થયો. હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉ જ્યાં કોલ્લાક સંનિવેશ છે, જ્યાં પોષધશાલા છે અને જ્યાં આનંદ શ્રમણો પાસક છે ત્યાં પહોંચે છે. [૧૮]ત્યાર બાદ તે આનંદ શ્રાવક ભગવાન ગૌતમને આવતાં જુએ છે, જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ હૃદયવાળો થઈ ભગવાન ગૌતમને વંદન-નમસ્કાર કરે છે, ભગવન્! હું આ ઉગ્રતપના કારણે વાવતુ ધમની-નાડીઓ વડે વ્યાપ્ત શરીરવાળો થયો છું. તેથી આપ દેવાનુપ્રિયની પાસે આવીને વંદન કરવાને સમર્થ નથી, તો ભગવન્! આપ જ સ્વેચ્છાથી અનભિ યોગ-અહીં આવો તો વંદન-નમસ્કાર કરું. ત્યારે ભગવાનું ગૌતમ જ્યાં આનંદ શ્રમણો પાસક હતા ત્યાં આવ્યાં. ત્યાર પછી તે આનંદ શ્રાવક ભગવાનું ગૌતમને ત્રણ વાર મસ્તક વડે પગે વંદન નમસ્કાર કરે છે, વંદન-નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું, ભગવન્! ગૃહસ્થને ગૃહવાસમાં રહેતો અવધિજ્ઞાન થઈ શકે છે ? ગૌતમ હા, થઈ શકે છે. હે ભગવનું ! ગ્રહવાસમાં રહેતાં ગૃહસ્થ એવા મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. હું પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં પાંચસો યોજન સુધી યાવતુ નીચે રોયનામક નામકાવાસ સુધી જાણું છું અને દેખું છું. ત્યાર બાદ ભગવાન ગૌતમ આનંદ શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું. આનંદ! ગૃહસ્થને યાવત્ અવધિજ્ઞાન થાય છે, પરંતુ એટલું મોટું હોતું નથી, માટે આનંદ! તું મૃષાવાદરૂપ એ સ્થાનકની આલોચના કર યાવતુ શુદ્ધિને માટે તપ કર્મ સ્વીકાર કર. ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસકે ભગવદ્ ગૌતમને કહ્યું, ભગવન્! જિન પ્રવચનમાં સત્ય, તથ્ય તથા યથાર્થ ભાવોની આલોચના કરાય છે ? યાવતું પ્રાયશ્ચિતરૂપે તપનો સ્વીકાર કરાય છે? હે આનંદ! એ અર્થ યુક્ત નથી. હે ભગવન્! જો જિન પ્રવચનમાં સદ્દરૂપ ભાવો સંબંધે આલોચના ન કરાય અને યાવતું પરૂપે પ્રાયશ્ચિત ન કરાય તો ભગવન્! Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તમે જ એ સ્થાનકની આલોચના કરો, યાવત્ તપરૂપ પ્રાયશ્ચિત કરો. ત્યાર બાદ આનંદ શ્રાવક દ્વારા આ પ્રમાણે કહેવા પર શંકિત-કાંક્ષિત અને વિચિ કિત્સા-વાળા ભગવાન ગૌતમ આનંદ શ્રાવક પાસેથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં તિપલાશ ચૈત્ય અને શ્રમણ ભગવાન મહા વીર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શ્રમણ ભગવાનથી થોડે દૂર રહી ગમનાગમન પડિકમે છે. એષણા-અનેષણાની આલોચના કરે છે. ભગવાને આહાર-પાણી દેખાડે છે. શ્રમણ ભગવંત મહાવી૨ને વંદન અને નમસ્કાર કરીને એ પ્રમાણે કહે છેઃ ભગવન્! આપની અનુજ્ઞા મેળવી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહે છે. તો હે ભગવન્! આનંદ શ્રમણોપાસકે તે સ્થાનની આલોચના કરવી જોઈએ, યાવત્ પ્રાયશ્ચિત કરવું જોઈએ અથવા મારે કરવું જોઈએ ? શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને એ પ્રમાણે કહ્યુંઃ તું જ તે સ્થાનની આલોચના કર, યાવત્ તપઃકર્મ પ્રાયશ્ચિતને સ્વીકાર કર અને આનંદ શ્રમણોપાસકને આ સંબંધે ખમાવ. ત્યાર બાદ ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને ‘તહ’ત્તિ કહી આ કથનને વિનય પૂર્વક સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરે છે. યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે છે અને શ્રમણોપાસકને એ બાબત ખમાવે છે. ત્યાર બાદ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ત્યાંથી વિહાર કરી બહારના દેશ-દેશાન્તરમાં વિચરણ કરે છે. ઉવાસગ દસાઓ - ૧/૧૮ [૧૯]ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસક ઘણાં શીલવ્રતો વડે યાવત્ આત્માને ભાવિત કરતાં વીસ વરસ સુધી શ્રમણોપાસકની પર્યાય પાળીને શ્રાવકની અગિયાર પ્રતિમાઓને સમ્યક્ કાયા વડે સ્પર્શીને, માસિક સંલેખના વડે આત્માને શુષ્ક કરી સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ યથાસમય કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૌધર્મવતતંસક મહાવિમનના ઉત્તર પૂર્વદિશાએ અરુણ વિમાનને વિશે ચાર પલ્યો પમની સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થયો. ભગવન્ ! આનંદ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય પછી ચ્યવી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ પદ પામશે. અહીં નિક્ષેપ ઉપસંહાર કરવો અધ્યયનઃ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપાપૂર્ણ અધ્યયન-૨-કામદેવ [૨૦]હે ભગવન્! શ્રમણ યાવત્ નિર્વાણને પ્રાપ્ત ભગવન્ત મહાવીરે જે સાતમા ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનનો આ(પૂર્વોક્ત) અર્થ કહ્યો છે. તો ભગવન્! બીજા અધ્યયનમાં શો અર્થ કહ્યો છે? હે જંબૂનિશ્ચયથી તે કાળે અને તે સમયે ચંપાનગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. કામદેવ ગૃહપતિ હતો. તેને ભદ્રા નામે ભાર્યા હતી. તેને ત્યાં છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજમાં અને છ ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દશ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વ્રજો એટલે સાઠ હજાર ગાયો હતી. ભગવાન્ સમોસર્યા. આનંદની જેમ(કામદેવ) વંદન કરવા નીકળ્યો. અને આનંદની જેમ જ શ્રાવકધર્મ સ્વીકાર કરે છે. ઈત્યાદિ [૨૧]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક માયી મિથ્યાવૃષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક મોટા પિશાચના રૂપની વિક્રિયા કરી. તે Page #192 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ ૧૮૯ પિશાચરૂપધારી દેવનું માથું ટોપલાનું આકાર જેવું હતું. તેનો કેશો ડાંગનાં ડૂંડાઓના જેવા રૂક્ષ, જાડા અને પીળી કાન્તિ વડે દીપતા હતા. મોટા માટીના ઘડાની જેવું તેનું લલાટ હતું તેની મુંગુસના પૂંછડા જેવી ભમરો ફગફગતી હતી. અને તેથી તેનો દેખાવ વિકૃત, બેડોળ અને બીભત્સ હતો. તેની આંખો શીર્ષઘટી-મસ્તકરૂપ ઘટિકાથી બહાર નીકળેલી તથા વિકૃતિ અને જોવમાં બીભત્સ હતી. તેના કાન સૂપડાંના ખંડ જેવા, બેડોળ તથા બીભત્સ દેખાવવાળા હતા. તેની નાસિકા ઘેટાની નાસિકા જેવી હતી. તેની નાસિકા પુટ મોટા મોટા છિદ્રોવાળા અને બે ચુલની સમાન હતા. તેની મૂછો ઘોડાની પૂછ જેવી, કપિલવર્ણની અને વિકૃત તથા બીભત્સ હતી. તેના ઓષ્ઠ ઊંટના ઓષ્ઠ જેવાં લાંબા હતા. તેના દાંત હળની કોદાળી સરખા હતા. તેની જીભ સૂપડાના ટુકડા સરખી હતી. વિકૃત અને જોવામાં બીભત્સ હતી. તેની બે દાઢો હળના અગ્રભાગ જેવી બહાર નીકળેલી હતી. તેના ગાલો ખાડાથી યુક્ત, ઘાવાળા કઠોળ અને વિકરાળ હતા અને તેની છાતી નગરના કમાડ જેવી પહોળી હતી. તેના બે હાથના અગ્રભાગ દાળ વાટવાની શિલા જેવા હતા. તેના હાથની આંગળીઓ દાળ વાટવાના પથ્થર જેવી હતી. તેના નખો છીપના દળના જેવી આકૃતિવાળા હતો. તેનાં બંને સ્તનો હજામની કોથળીની પેઠે વક્ષઃસ્થળ ઉપર લટકતાં હતાં. તેનું પેટ લોઢાની કોઠી જેવું ગોળ હતું. તેની નાભિ કાંજીના કૂંડા જેવી હતી. તેના નેત્રો શીકાની જેવી આકૃતિવાળા હતા અને તેના બંને વૃષણ-ભરેલી બે ગુણીની આકૃતિવાળા હતા તેના બંને સાથળ સાથે રહેલા બે કોઠીઓની આકૃતિ જેવા હતા તેના ઢીંચણ એક અર્જુન જાતના વૃક્ષના ગુચ્છા જેવા અત્યંત વાંકા વિકૃત અને બીભત્સ દેખાવવાળા હતા. તેની જાંઘ કઠણ અને રોગો વડે વ્યાપ્ત હતી. તેના બંને પગ ચટણી વાટવાના પથ્થર જેવા હતા. નખો છીપના દળ જેવા હતા. તે ગાડાની પાછળના ભાગનાં લાકડાં સરખા અપ્રશસ્ત ઢીંચણવાળો બેડોળ, ભાંગેલ, અને વાંકી ભમરવાળો હતો. અવદારિત-મુખરૂપી વિવર માંથી એની જીભ બહાર નીકળેલી હતી. એના માથા ઉપર શર્પોની માળા હતા, જેણે નોળિયાના કર્ણપુરધારણ કરેલું કરેલું હતું અને સાપનું વૈકક્ષ- કરેલું હતું. તે કરાસ્ફોટ કરી રહ્યો હતો. ભયંકર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું શરીર અનેક પ્રકારના પાંચ વર્ણવાળા રોમો વડે વ્યાપ્ત હતું. એવો ભયંકર તે પિશાચ એક મોટી નીલકમળ, પાડાનાં શિંગાડાં, ગુલિકા ગળી અને અળસીનાં ફૂલ જેવી, ક્ષુર ધાર તલવારને ગ્રહણ કરીને જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યો. આવીને ગુસ્સે થયેલો, કુપિત, તીવ્ર, ક્રોધવાળો અને મીસ-મીસ કરતો કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગ્યોઃ અરે મરણની કામના કરનાર! દુષ્ટ પરિણામ વાળા કુલક્ષણી હીનપુણ્ય-કાળીચૌદશીએ જન્મેલા, લજ્જા, શોભા, ધૈર્ય અને કીર્તિથી રહિત! ધર્મની ઈચ્છાવાળા! પુણ્યની ઈચ્છાવાળા! સ્વર્ગની ઈચ્છાવાળા! મોક્ષની ઈચ્છાવાળા! ધર્મના કાંક્ષી! પુણ્યના કાંક્ષી ! સ્વર્ગના કાંક્ષી! મોક્ષના કાંક્ષી! ધર્મની પિપાસા રાખનાર, પુણ્યની પિપાસા રાખનાર, સ્વર્ગની પિપાસુ ! મોક્ષના પિપાસુ! કામદેવ શ્રમણોપાસક! દેવાનુપ્રિય! શીલો અણુ વ્રતો, દિશાવ્રત વગેરે વિરમણ, પચ્ચકખાણ-પ્રત્યાખ્યાન અને પોષધોપવાસથી ચલિત થવું. ક્ષોભ પામવું, એમનું ખંડન કરવું, ભાંગવું, મૂકી દેવું, અને સર્વથા ત્યાગ કરવું, તને કલ્પતો નથી. પણ જો તું આજે શીલ યાવત્ પોષધોપવાસ છોડીશ નહિ કે ભાંગીશ નહિ તો Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉવાસગ દસાઓ - ૨/૨૨ આજે આ નીલકમલ જેવી યાવત્ તલવાર વડે તારા ટુકડેટુકડા કરી નાખીશ. જેથી હે દેવાનુપ્રિય! તું આર્તધ્યાનની -અત્યંત પરાધીનતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી રહિત થઈ જશે. ત્યારબાદ તે પિશાચરૂપ દેવે આ પ્રમાણે કહેવા છતાં તે કામદેવ શ્રમણોપાસક ભયભીત થયા સિવાય,-ત્રાસ પામ્યા વગર, ઉદ્વેગરહિત,-ક્ષોભરહિત, અચલિત, અસંભ્રાન્ત, નિશ્ચલ, તૃષ્ણીક મૌન રહી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. [૨૨]ત્યારે તે પિશાચરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવત્ ધર્મધ્યાન માં સ્થિર જુએ છે. જોઈને બીજી વાર પણ કામદેવને એ પ્રમાણે કહે છે, અપ્રાર્થિતની પ્રાર્થના ક૨ના૨ હે કામદેવ! જો તું આજે શીલવ્રત વગેરેનો ત્યાગ નહિ કરે તો તું યાવત્ જીવનથી મુક્ત થઈશ. ત્યારબાદ તે દેવ બીજી વાર ત્રીજીવાર પણ પ્રમાણે કહે છે. તો પણ કામદેવ ભયભીત થયા સિવાય યાવત્ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. [૨૩]ત્યાર બાદ તે પિશાચરૂપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભીક રહેલો જુએ છે. જોઈને ગુસ્સે થઈ ત્રિવલીયુક્તભમર લલાટ ઉપર કરીને કામદેવ શ્રમણોપાસકના નીલકમળ જેવી યાવત્ તલવાર વડે ટુકડે-ટુકડા કરે છે. ત્યાર પછી તે કામદેવ શ્રમણો પાસક આ તીવ્ર દુસ્સહ વેદનાને સમ્યક્ પ્રકારે યાવત્ સહન કરે છે. ત્યાર બાદ પણ તે પિશાચરુપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવશ્રમણોપાસકને નિર્પ્રન્થ-પ્રવચથી ચલાયમાનકરવાને ક્ષોભપમાડવાને, અન્યથા પરિણામ કરવાને શક્તિમાન થતો નથી. ત્યારે શ્રાન્ત થયેલો- ધીમેધીમે પાછા ફરે છે. પાછો ફરી પોષધશાલાથી બહાર નીકળે છે. બહાર નીકળે છે. બહાર નીકળીને દિવ્ય પિશાચના રૂપનો ત્યાગ કરે છે. ત્યાગ કરીને એક મોટું હાથીનું રૂપ વિકુર્વે છે. તેના સાત અંગ પૃથ્વી પર લાગેલાં હતાં. તે સમ્યક્ સંસ્થિત સુંદર આકૃતિવાળો હતો. પૂરા દિવસે જન્મેલા, આગળથી ઊંચો અને અને પાછળથી વરાહના જેવો હતો. અજાના જેવું પેટ પાળો, અલમ્બ કુક્ષિ- લાંબા હોઠ અને સૂંઢવાલો, અને મુકુલાવસ્થાને પ્રાપ્ત થયેલા મલ્લિકા મોગરાનાં પુષ્પની પેઠે સ્વચ્છ અને ધોળા દાંતવાળો હતો. તેનાં દાંતો સુવર્ણની કોશી ખોળીમાં પ્રવિષ્ટ હતા. તે સૂંઢનો અગ્રભાગ કંઈક નમાવેલ ધનુષની પેઠે-ચેષ્ટા વાળો અને -સંકુચિત હતો. તેના પગો કાચબાની જેમ પરિપૂર્ણ હતા. વીશ નખવાળો સંગત અને પ્રમાણયુક્ત પુચ્છવાળો એવો હાથી હતો. મન્દોન્મત્ત અને મેઘની પેઠે ગર્જના કરતો હતો. મન અને પવનને તેનો વેગ હતો. એવો દિવ્ય હાથીનું રૂપ તે દેવ વિકુર્વે છે. વિકુર્તીને કામદેવ શ્રમણોપાસકને કહે છે, હે કામદેવ! ઈત્યાદિ તેમ જ કહે છે જેમ પિશાચરૂપે કહ્યું હતું, યાવત્ શીલ વગેરેને ભાંગીશ નહિ તો આજે તને સૂંઢથી ગ્રહણ કરીશ, ગ્રહણ કરીને પોષધાશાલાથી બહાર લઈ જઈશ. લઈને ઉ૫૨ આકાશમાં ફેંકીશ. ફેંકીને તીક્ષ્ણ દાંતરૂપી મુશળો વડે ગ્રહણ કરીશ. ગ્રહણ કરીને નીચે પૃથ્વીના તલ ઉપર ત્રણ વાર પગો વડે રોળીશ. જે રીતે તું આર્ત ધ્યાનની દુર્ઘટ પરાધીનતાથી પીડિત થયેલો અકાળે જીવનથી મુક્ત થઈશ. હસ્તી રૂપ દેવ એ પ્રમાણે કહ્યું તો પણ કામદેવ શ્રમણોપાસક ભય પામ્યો નહિ. [૨૪]ત્યારબાદ તે હસ્તીરૂપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને બીજી વાર અને ત્રીજીવાર પણ કામદેવ શ્રમણોપાસકને એ પ્રમાણે કહે છેઃ હે કામદેવ! ઈત્યાદિ પૂર્વવત્ વધુ કહેવું યાવત્ તે પણ તેમજ નિર્ભય જ રહે છે. ત્યાર પછી તે Page #194 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ ૧૯૧ હસ્તીરૂપ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને ગુસ્સે થયેલો તે કામદેવ શ્રમણોપાસકને સૂંઢ વડે ગ્રહણ કરે છે. સૂંઢ વડે ગ્રહણ કરીને આકાશમાં ઊંચે ઉછાળે છે. ઉછાળીને તીક્ષ્ણ દન્તરૂપ મુશળો વડે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને, નીચે, પૃથ્વીતળ ઉપર ત્રણ વાર પગો વડે રોળે છે. તે કામદેવ શ્રમણોપાસકને તે અસહ્ય અસાતારૂપ વેદનાને શાન્તિપૂર્વક સહન કરે છે. ત્યાર બાદ તે હસ્તીરૂપ કામદેવ શ્રમણોપાસકને જ્યારે વ્રતાદિથી ચલાયમાન કરવા શક્તિમાન થતો નથી ત્યારે તે ધીમેધીમે પાછો ખશે છે, પોષધશાલાથી બહાર નીકળે છે. એક મોટા દિવ્ય સાપના રૂપની વિક્રિયા કરે છે. તે સર્પ ઉગ્રવિષવાળો, ચંડતીવ્રવિષવાળો, ઘોરવિષવાળો, મોટા શરીરવાળો, મશી અને મૂસા જેવો કાળો, વૃષ્ટિમાં વિષવાળો અને રોષથી ભરાયેલો હતો. એના શરીરનો વર્ણ અંજનના ઢગલાના સમૂહ જેવો દેખાતો હતો. એની આંખો રાતી હતી. લોચન લાલ હતા. એની સાથે રહેલ જે જિહુવાઓ અત્યન્ત ચપલ હતી. તે એવો જણાતો હતો. જેમ કે પૃથ્વીની વેણિરૂપ હોય. ઉત્કટ, સ્પષ્ટ, કુટિલવક્ર જટિલ, ભયાનક, કર્કશ, કઠોર, અને વિકટ- વિસ્તીર્ણ-ફણનો આડંબર કરવામાં નિપુણ હતો-લોઢાની ભઠ્ઠીની જેમ ધમ ધમ’ એવા પ્રકારનો શબ્દ કરી રહ્યો હતો. તીવ્ર-અત્યન્ત પ્રચંડ રોષથી યુક્ત હતો. તે દેવે આવા સપના રૂપની વિક્રિયા કરી. તત્પશ્ચાતું જ્યાં પોષધશાલા હતી અને જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો, ત્યાં આવ્યો. આવીને તેણે કામદેવ શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, કામદેવશ્રમણોપાસક! જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તો હું આજે તારા શરીર ઉપર સર સર ચડી જઈશ. ચડીને પૂંછડા વડે તારી ગ્રીવાને વીંટી લઈશ. વીંટીને તીક્ષ્ણ અને વિષથી વ્યાપ્ત દાઢો વડે તારી છાતીમાં પ્રહાર કરીશ. જેથી તે આર્તધ્યાનની અત્યન્ત પરાધીન તાથી પીડિત થઈ અકાળે મરણ પામશે. તે કામદેવ શ્રમણોપાસક તે સર્પરૂપ થયેલા દેવે એ પ્રમાણે કહ્યું તો પણ નિર્ભય થઈ યાવતું વિહરે છે. તે દેવ પણ તેને બીજી વાર અને ત્રીજી વાર પણ એમ જ કહે છે. કામદેવ પણ યાવનિર્ભય રહે છે. [૨પત્યારબાદ તે સર્પરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને ભયરહિત જુએ છે. જોઈને ગુસ્સે થયેલો તે યાવત્ કામદેવ શ્રમણોપાસકના શરીર ઉપર સર-સર ચઢે છે. પૂંછડા વડે ડોકને ત્રણ વાર વીંટે છે. વીંટીને તીક્ષ્ણ અને વિષયુક્ત દાઢો વડે છાતીમાં ડંખ મારે છે. ત્યારે કામદેવ શ્રમણોપાસક તે ઉગ્ર અને દુસ્સહ વેદનાને શાન્તિપૂર્વક સહન કરે ? છે. ત્યાર પછી તે સર્વરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવ શ્રમણોપાસકને નિર્ચન્જ પ્રવચનથી ચલાયમાન કરવા, ક્ષોભ પમાડવા અને અપરિણીત કરવાને શક્તિમાન થતો નથી ત્યારે તે થાકી જાય છે અને ધીમે ધીમે ત્યાંથી ખસે છે. ખસીને પોષધશાલાની બહાર નીકળે છે. નીકળીને દિવ્ય સરૂિપનો ત્યાગ કરે છે અને એક મોટા દિવ્ય દેવ રૂપની વિક્રિયા કરે છે. તે દેવનું રૂપ આ પ્રમાણે હતુંઃ હાર વડે તેનું વક્ષઃસ્થલ સુશોભિત હતું. યાવતું તે દશદિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કહી રહ્યું હતુ. જોનારને પ્રસન્નતા ઉત્પન્ન કરતું હતું. દર્શનીય, મનોજ્ઞ, પ્રતિરૂપ, વિશિષ્ટ રૂપવાળું હતું. એવું રૂપ વિકુર્તીને તે દેવ કામદેવ શ્રમણોપાસકની પોષધશાલામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને આકાશમાં સ્થિત થાય છે. તેણે ઘૂઘરીઓ સહિત પાંચ વર્ણવાળાં વસ્ત્રો સારી રીતે પહેરેલાં હતાં. તેણે કામદેવ Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉવાસગ દસાઓ - ૨/૨૫ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ કામદેવ શ્રમણોપાસ ! તું ધન્ય છે. દેવાનુપ્રિય! તું પુણ્યશાળી, કૃતાર્થ અને કૃતલક્ષણ છે.તેં મનુષ્યજન્મનું અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. માનવજન્મ અને જીવનને સફળ બનાવ્યું. તને નિગ્રન્થ પ્રવચન પ્રત્યે આ આવા પ્રકારની શ્રદ્ધા લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને જીવનમાં ઊતરી. એ પ્રમાણે-ખરેખર કે દેવાનુપ્રિય! શક્ર, દેવેન્દ્ર દેવરાજ યાવત્ શક્રનામક સિંહાસન ઉપર બેસીને ચોરાશી હજાર સામાનિક દેવો યાવત્ બીજા ઘણા દેવો અને દેવીઓના મધ્યમાં આ પ્રમાણે કહે છેઃ હે દેવો! ખરેખર જંબુદ્વીપનામક દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે, ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસ પોષધશાલામાં પોષધ અંગીકાર કરી બ્રહ્મચર્યયુક્ત યાવત્ દર્ભના સંથારા ઉપર બેસીને શ્રમણ ભગવાન્ મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિહરે છે. ખરેખર કો દેવ, દાનવ યાવત્ ગન્ધર્વ પણ તેને નિગ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ પમાડવાને કે વિપરિણત કરવાને સમર્થ નથી. ૧૯૨ આવી તમારી પ્રશંસા સાંભળી હું દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત ઉપર શ્રદ્ધા, રૂચિ અને પ્રતિતિ નહિ કરતો શીઘ્ર અહીં આવ્યો. તમે મને ક્ષમા આપો. તમે મને ક્ષમા આપવાને યોગ્ય છો. હું ફરીથી એમ કરીશ નહિ, એમ કહીને તે દેવ કામદેવશ્રમણોપાસના પગોમાં પડ્યો અને હાથ જોડીને તેણે જે કર્યું હતું તેને માટે વારંવાર ખમાવ્યું. ખમાવીને જે દિશાથી આવ્યો તો. તે દિશાએ ચાલ્યો ગયો. પછી તે કામદેવ શ્રમણોપાસ કે પોતાને ઉપસર્ગરહિત જાણીને પ્રતિમાને પારે છે, તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીથી બહાર ઉદ્યાનમાં વિરાજતા હતા. [૨૬]ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસકને આ વાતની જાણ થઈ કે શ્રમણ ભગવાન્ મહાવીર યાવત્ વિચરી રહ્યા છે, તો મારે શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને અને ત્યાંથી પાછા આવીને પોષધ પારવો જોઈએ, એ જ શ્રેયસ્કર છે, એમ વિચારીને તે શુદ્ધ અને પ્રવેશ યોગ્ય-વસ્ત્રો પહેરે છે, યાવત્ અલ્પ અને મહામૂલ્ય અલંકાર પહેરી જનસમૂહથી વીંટાયેલો પોતાના ઘરથી બહાર નીકળે છે, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે, યાવત્ શંખની પેઠે પર્યાપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રમણોપાસકને અને તે અત્યાંત મોટી પરિષદને ધર્મકથા કહી, [૨૭]‘હે કામદેવ’ એમ સંબોધન કરી શ્રમણ ભગવંત મહાવીરે કામદેવશ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ કામદેવ! ખરેખર મધ્યરાત્રિના સમયે તારી પાસે એક દેવ પ્રગટ થયો હતો. તે પછી તે દેવે એક મોટું પિશાચનું રૂપ યાવત્ તું વિચલિત ન થયો ત્યારે દેવ પાછો ગયો. કામદેવ! આ અર્થ સમર્થ-યથાર્થ છે? કામદેવે કહ્યુંઃ હા, યથાર્થ છે. શ્રમણ ભગવંત મહાવીર ઘણા શ્રમણ નિર્બન્ધો અને નિગ્રન્થીઓને આ પ્રમાણે કહ્યુંઃ હે આર્યો! જો ગૃહવાસમાં રહેતા ગૃહસ્થ શ્રમણોપાસકો દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહન કરવા સમર્થ છે તો દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનાર શ્રમણ નિગ્રન્થદેવતા, મનુષ્ય અને તિર્યંચો સંબંધી ઉપસર્ગો યાવત્ વિશેષતઃ સહન કરવા યોગ્ય છે. ત્યારે તે ઘણા શ્રમણ નિગ્રન્થો અને નિગ્રન્થીઓ એ અર્થને તહ’ત્તિ કહીને વિનય પૂર્વક સ્વીકારે છે. ત્યાર પછી કાંમદેવ શ્રમણોપાસક પ્રસન્ન થયો, યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને પ્રશ્નો પૂછ્યા. તેઓનો અર્થ ગ્રહણ કર્યો, અને શ્રમણ ભગવંતને ત્રણ વાર Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ ૧૯૩ વંદન નમસ્કાર કરીને જે પાછો ગયો. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ચંપાનગરીથી નીકળ્યા અને નીકળી બહાર દેશ-દેશાન્તરમાં વિચારવા લાગ્યા. [૨૮]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસક પ્રથમ શ્રાવકની પ્રતિમાને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસક ઘણા શીલવતો વગેરેથી આત્માને ભાવિત કરી વીસ વરસ સુધી શ્રમણોપાસક પયયને પાળી, અગિયાર શ્રાવકની પ્રતિ માઓને સમ્યફ વિધિપૂર્વક કાયા વડે સ્પર્શી એક માસની સંલેખના વડે આત્માને ક્ષીણ કરી સાઠ ભક્ત અણસણ વડે છેદી-વ્યતીત કરી, આલોચના કરી, પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ મૃત્યુના અવસરે કાળ કરી સૌધર્મ દેવલોકમાં સૌધવસંતક મહા વિમાનની ઉત્તર-પૂર્વ દિશાએ અરુણાભનામક વિમાનમાં ચાર પલ્યોપમ સ્થિતિ વાળા દેવરૂપે ઉત્પન્ન થયો. હે ભગવની કામદેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય થવાથી, ભવના ક્ષય થવાથી, સ્થિતિના ક્ષય હોવાથી, અનન્તર ઍવી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમમહાવિદેહ ક્ષેત્ર ક્ષેત્રમાં જન્મગ્રહણ કરીને સિદ્ધિ પામશે અધ્યયન-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ] (અધ્યયન-૩ચુલની પિતા [૨૯]હે જબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામક નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતો. તે વારાણસી નગરીમાં ચુલનીપિતા નામક ગૃહપતિ રહે છે. તે ધનાઢ્ય યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવો છે. તેને શ્યામા નામની ભાય છે. તેણે આઠ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી હતી. આઠ હિરણ્યકોટિ વૃદ્ધિ-વ્યાજે મૂકેલી હતી અને આઠ હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે આઠ વ્રજો હતા. તે આનંદની પેઠે રાજા, ઈશ્વર, શેઠ વગેરેને યાવતુ સર્વ કાર્યોનો વધારનાર હતો. મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. જનસમૂહ દેશના સાંભળવા નીકળ્યા ચલની પિતા પણ આનંદની જેમ નીકળ્યો તેની જ પેઠે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામીની પૃચ્છા પૂર્વવતુ જાણવી. શેષ બધું કામદેવની જેમ જાણવું. યાવતું પોષધશાલામાં પોષધસહિત અને બ્રહ્મચારી(ચુલની પિતા) શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત ધમપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે ચુલનિપિતા શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમળ જેવી યાવતું તલવાર લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, હે ચુલની પિતા શ્રમણોપાસક! ઈત્યાદિ જેમ કામદેવને દેવે કહ્યું હતું તે પ્રમાણે કહેવું, યાવત્ વ્રત વગેરેને ભાંગીશ નહિ તો હું આજે મારા જ્યેષ્ઠ પુત્રને તારા પોતાના ઘરથી લાવીશ અને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ -માંસના ટુકડા કરીશ અને તેલથી ભરેલા કઢાઈમાં નાખી ઉકાળીશ. ઉકાળીને તારા શરીર ઉપર માંસ, લોહી છાંટીશ. તું આર્તધ્યાનની પરવશતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી મુક્ત થઈશ. ત્યાર બાદ તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવે એ પ્રમાણે કહેવા છતાં પણ પામ્યા સિવાય રાવતું વિહરે છે. ત્યાર પછી તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવતું જુએ છે. તેણે બીજી વાર, ત્રીજીવાર પણ ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું તે ચુલની પિતા પણ યાવતું તેમજ વિચારે છે- નિર્ભય રહે છે. ત્યાર પછી 13] Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉવાસગ દસાઓ – ૩/૨૯ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવત્ જોઈને કુદ્ધ થયેલો તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકના જ્યેષ્ઠ પુત્રને ઘરથી નીકાળે છે. નીકાળીને તેના સમક્ષ તેનો ઘાત કરે છે. ઘાત કરીને ત્રણ માંસના ટુકડા કરે છે, ટુકડા કરીને તેલથી ભરેલી કઢાઈમાં ઉકાળે છે. ઉકાળીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીર ઉપર માંસ અને રુધિર છાંટે છે. ત્યારબાદ તે ચુલનીપિતા શ્રમણોપાસક કેવળ દુઃખરૂપ વેદનાનેસહન કરેછે. ત્યાર પછી દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવત્ જુએ છે. જોઈને તેણે બીજી વાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું: મરણની પ્રાર્થના કરનાર યાવત્ વ્રત વગેરે તું નહિ ભાંગે તો હું આજે તારા -વચલા પુત્રને તારા-પોતાના ઘરથી લઈ જઈશ. લઈને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઈત્યાદિ જેમ જ્યેષ્ઠ પુત્ર સંબંધે કહ્યું હતું જેમ કહે છે અને તે પ્રમાણેજ કરે છે. એવી જ રીતે ત્રીજા નાના પુત્રના પણ ઘરેથી લાવી ત્રણ ખંડ કરે છે. ચુલની પિતા તે દુસ્સહ વેદનાને સહન કરે છે. અને ચુલનીપિતાના શરીર ઉપર છાંટે છે. તત્પશ્ચાત્ તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને તેણે ચોથી વા૨ પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, મરણની કામના ક૨ના૨ જો તું યાવત્ વ્રતાદિને ભાંગીશ નહિ તો આજે હું જે આ તારી માતા ભદ્રા સાર્થવાહી દેવ અને ગુરુસમાન જનની છે. તથા જેણે ગર્ભપાલનાદિ રૂપ અત્યંત દુષ્કર કાર્યો કીધાં છે, તેને તારા ઘરથી લાવીશ. લાવી તારી આગળ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ માંસના ટુકા કરીશ. અને તેલથી ભરેલા કઢાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જેથી તું આર્તધ્યાનની અત્યંત પરાવશતાથી પીડિત થઈને અકાળે જ જીવનથી મુક્ત થઈશ. ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવના એમ કહેવા છતાં પણ નિર્ભય જ રહે છે. તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે, જોઈને ચૂલનીપિતા શ્રમણોપાસકને બીજીવાર અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કહ્યું, ઈત્યાદિ પૂર્વવત્ સમજવું. [૩૦]જ્યારે તે દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું, ત્યારે ચુલની પિતા શ્રમણોપાસકને આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો, આ પુરુષ અનાર્ય છે, અનાર્ય બુદ્ધિવાળો છે અને અનાર્યોચિત પાપકર્મ કરે છે, જે મા૨ા જ્યેષ્ઠ પુત્રને મારા પોતાના ઘરથી લઈ આવ્યો. અને મારી આગળ ઘાત કર્યો. ઈત્યાદિ જે પ્રમાણે દેવે કર્યું હતું તે બધું ચિન્તવે છે. આ પુરુષ હવે મારા માટે દેવ, ગુરુ અને જનની રૂપે જે મારી માતા ભદ્રા સાર્થવાહી છે, અત્યંત દુષ્કરને કરનારી છે, તેને પણ મારા ઘરથી લઈને મારી આગળ ઘાત ક૨વાને ઈચ્છે છે, માટે મારે એ પુરુષને પકડવો યોગ્ય છે. એમ વિચારી તે પકડવા દોડ્યો પણ તે દેવ આકાશમાં ઊડી ગયો. ચુલનીપિતાના હાથમાં ઘરનો સ્તંભઆવ્યો અને તે અત્યંત મોટા શબ્દો વડે કોલાહલ કરવા લાગ્યો. ત્યારે તે ભદ્રા સાર્થવાહી તે કોલાહલનો સાંભળી અને સમજીને જ્યાં ચુલનિપિતા શ્રમણોપાસક હતો ત્યાં આવી. આવીને કહ્યુંઃ હે પુત્ર! તેં કેમ ઘણાં મોટા શબ્દ વડે કોલાહલ કર્યો? તે ચુલનીપિતા શ્રમણોપાસકે પોતાની માતા ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે માતા ! હું જાણતો નથી. પણ કોઈક પુરુષે ગુસ્સે થઈને નીલકમળ જેવી એક મોટી તલવાર ગ્રહણ કરી અને એમ કહ્યું, “મરણની કામના કરનાર, હ્રી-લજ્જા, શ્રી-લક્ષ્મી, ધૃતિ અને કીર્તિથી રહિત હૈ ચુલનીપિતા શ્રમણોપાસક! જો તું વ્રતાદિનો ભંગ નહિ Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૧૫ કરીશ તો આજે યાવત્ જીવનથી મુક્ત થઈશ. તે પુરુષે એ પ્રમાણે કહ્યું તો પણ હું નિર્ભય રહ્યો. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. કરવો. ત્યારે તે પુરુષે મને નિર્ભય રહેલો જોઈને મને ચોથી વાર એ પ્રમાણે કહ્યું. મરણની કામના કરનાર હે ચુલનીપિતાયાવતું તું વ્રતાદિનો ભંગ નહિ કરે તો આજે તારી આ માતા જે દેવ ગુરુ અને જનનીરૂપ છે. તેને જીવનથી મુક્ત થઈશ. તે પુરુષે એમ કહ્યું ત્યારે હુંનિર્ભય રહ્યો. તે પુરુષે જ્યારે બીજી વાર ને ત્રીજી વાર પણ મને આ પ્રમાણે કહ્યું ત્યારે મારા મનમાં આવા પ્રકારનો સંકલ્પ થયો.“અહો આ પુરષ અનાર્ય છે યાવતુ અનાર્ય પાપકર્મ કરનાર છે, જે મારા જ્યેષ્ઠ પુત્રને મારા પોતાના ઘરથી લઈ ગયો, તેમજ મધ્યમ યાવતું સૌથી નાના પુત્રને લઈ ગયો અને યાવતુ તેના માંસ અને લોહી વડે મારા શરીરને છાંટ્યો અને તમને પણ મારા ઘરથી લઈને મારા આગળ ઘાત કરવા ઈચ્છે છે. માટે તે પુરુષને મારે પકડવો યોગ્ય છે.” એમ વિચારીને હું દોડ્યો, પણ તે પુરુષ આકાશમાં ઊડી ગયો. મેં પણ તંભ પકડયો અને ઘણાં મોટા શબ્દ વડે કોલાહલ કર્યો. ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ ચુલની પિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, ખરેખર કોઈ પુરુષ યાવતું તારા નાના પુત્રને તારા ઘરથી લઈ ગયો નથી. લઈને તારી સામે ઘાત કર્યો નથી. આ કોઈ પુરુષે તને ઉપસર્ગ કર્યો છે. આ બિહામણું દ્રશ્ય જોયું છે માટે તું અત્યારે ભગ્ન વ્રતવાળો, ભગ્ન નિયમવાળો અને ભગ્ન પોષધવાળો થઈ ગયો છે. તેથી હે પુત્ર ! તું એ સ્થાનની આલોચના કર, યાવતુ તપ કર્મરૂપ પ્રાયશ્ચિત સ્વીકાર કર. ત્યાર પછી ચૂલનીપિતા શ્રમણોપાસક ભદ્રા સાથે વાહી માતા એ અર્થને તહત્તિ કહી વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને તે સ્થાનની આલોચના કરે છે યાવતું પ્રાયશ્ચિત સ્વીકારે છે. [૩૧]ત્યાર પછી ચુલની પિતા શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારી વિહરે છે. પ્રથમ ઉપાસક પ્રતિમાને સૂત્ર પ્રમાણે આનંદ શ્રાવકની જેમ આરાધે છે યાવતુ અગિયારે પ્રતિમાઓનું આરાધન કરે છે. ત્યાર બાદ ચુલનીપિતા શ્રમણોપાસક તે ઉદાર તપ વડે કૃશ થઈ ગયો. અને કામદેવની જેમ યાવતુ સૌધર્મ દેવલોકમાં ઉત્તર પૂર્વ દિશામાં અરુણપ્રભ વિમાનમાં દેવરુપે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. યાવતુ તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરીને સિદ્ધથશે. અધ્યયન-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૪ સુરાદેવ) [૩રહે જંબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામે નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. ત્યાં સુરાદેવ ગૃહપતિ નિવાસ કરતો હતો. તે ધનિક હતો. તેને છ હિરણ્યકોટિ નિધાનમાં, છ વ્યાજે અને છ ધન-ધાન્યદિના વિસ્તારમાં રોકી હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વજો હતાં. ધન્યા ભાર્યા હતી. મહાવીરસ્વામી વારાણસી નગરીમાં સમોસય. આનંદની જેમ તેણે ગૃહસ્થધર્મ સ્વીકાર કર્યો. અને કામદેવની પેઠે યાવતુ શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચ રવા લાગ્યો. તે સુરાદેવ શ્રમણોપાસકની પાસે રાત્રિના મધ્ય સમયે એક દેવ પ્રકટ થયો. તે દેવે એક મોટી નીલકમળ જેવી તલવાર લઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે મરણની પ્રાર્થના કરનાર જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તો તારા જ્યેષ્ઠ પુત્રને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉવાસગદસાઓ-૪૩૨ તારા પોતાના ઘરથી લઈ આવીશ. લઈને તારી આગળ તેનો ઘાત કરીશ, ઘાત કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ. અને તેને તેલથી ભરેલા કઢાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ ને રૂધિર વડે છાંટીશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાવશતાથી પીડિત થઈને અકાળે મરમ પામીશ. એ જ પ્રમાણે મધ્યમપુત્ર અને નાના પુત્રના વિષય માં પણ સમજવું. એક-એકના પાંચ-પાંચ ટુકડા કરીશ એમ કહે છે અને તેમ જ કરે છે ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત ચુલનીપિતાની જેમ જાણવું. ત્યાર પછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું, મરણની પ્રાર્થના કરનાર હે સુરાદેવ શ્રમણોપાસક ! જે તું શીલ વગેરેનો ત્યાગ નહિ કરે તો આજે તારા શરીરમાં એક સાથે સોળ રોગો મૂકીશ. તે આ પ્રમાણેઃ શ્વાસ- કાસ- યાવતુ કાઢે. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરવશતાથી પીડિત થઈ અકાળે જ જીવનથી મુક્ત થઈશ. પણ તે સુરાદેવ નિર્ભય રહે છે. આ પ્રમાણે બીજી વાત-ત્રીજી વાર પણ કહે છે. [૩૩] પછી તે સુરાદેવ શ્રમણોપાસકના ચિત્તમાં આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો! આ પુરુષ અનાર્ય છે અને યાવતું અનાર્ય પાપકર્મ કરે છે. જે મારા જ્યેષ્ઠ પુત્રને યાવત્ કનિષ્ઠ પુત્રને ઘરથી લાવી મારી આગળ ઘાત કરીને યાવતું માંસ અનેરુધિરવડે મારા શરીરને છાંટ્યું છે અને જે આ સોળ મહારોગો છે તેને પણ મારા શરી રમાં એકસાથે મૂકવા ઈચ્છે છે. તો મારે આ પુરષને પકડવો એજ યોગ્ય છે. એમ વિચાર કરીને તે દોડ્યો. પણ તે દેવ આકાશમાં ઊડી ગયો. તેના હાથમાં ઘરનો થાંભલો આવી ગયો અને અત્યન્ત મોટા શબ્દોથી તે કોલાહલ કરવા લાગ્યો. ત્યારે સુરાદેવની પત્ની ધન્યા કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં સુરાદેવ શ્રમણોપાસક હતો ત્યાં આવીને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે અત્યંત મોટા શબ્દ વડે કેમ કોલાહલ કર્યો? ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે ધન્યાભાયાને સર્વવતાંત કહ્યો ધન્યા પણ ઉત્તર આપે છે કોઈ પુરુષે યાવત્ કનિષ્ઠ પુત્રને ઘરથી લઈને ઘાત કર્યો નથી. દેવાનુપ્રિય! કોઈ પણ પુરુષ તમારા શરીરમાં એકસાથે સોળ રોગો મૂક્તો નથી. બાકી બધું ચુલની પિતાને તેની માતાએ એમ કહ્યું હતું તેમ તે ધન્યા ભાય કહે છે. યાવતુ તે સુરાદેવ સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં અરુણકાન્ત વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યો પમની સ્થિતિ છે. તે દેવલોકથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષે જશે. અધ્યયન-૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૫-ચુલ્લશતક) [૩૪]હે જંબૂ એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે આલભિકા નગરી હતી. ત્યાં શંખવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. ચુલ્લશતક ગૃહપતિ ધન-ધાન્યાદિથી સમૃદ્ધ હતો યાવતુ તેને છ હિરણ્યકોટિ નિધાનમાં, છ કોટિ દ્રવ્ય ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલ હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વ્રજો હતાં, મહાવીર સ્વામી ત્યાં સમોસય. આનંદની જેમ તે ગૃહસ્થ ધર્મનો અંગીકાર કરે છે. બાકી બધું કામદેવની પેઠે કહેવું, [૩૫]ત્યાર બાદ તે ચુલ્લશતક શ્રમણોપાસકની આગળ મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રકટ થયો, અને તેણે યાવતું હાથમાં તલવાર લઈને આ પ્રમાણે કહ્યું, હે ચુલ્લ . Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૧૯૭ શતક ! યાવતું શીલવ્રતાદિને ભાંગીશ નહિ તો આજે તારા મોટા પુત્રને તારા પોતાના ઘરેથી લઈ જઈશ. ઈત્યાદિ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ અહીં પણ બધું કહેવું. પરંતુ વિશેષતા એટલી કે એકના સાત સાત માંસના ટુકડા કરીશ, એમ કહેવા પર પણ ચુલ્લશતક શ્રમણોપાસક નીડર રહે છે. ત્યાર બાદ દેવે ચુલશતક શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું, હે ચુલ્લશતક શ્રમણોપાસક! યાવતુ તું શીલવ્રતાદિને ભાંગીશ નહિ તો આજે જે તારું છ હિરણ્યકોટિ દ્રવ્ય નિધાનમાં મૂકેલું છે, છ હિરણ્યકોટિ વ્યાજે મૂકેલું છે, અને છ કોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં છે, તેને તારા પોતાના ઘરેથી લઈ જઈશ અને લઈને આલબિકા નગરીના શૃંગાટક- આદિ યાવતું રાજમાર્ગમાં ચારે તરફ સર્વત્ર જ્યાં-ત્યાં ફેંકી દઈશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરવશતાથી પીડિત થઈને અકાળે જ પ્રાણરહિત થઈ જઈશ. ત્યાર પછી તે ચુલશતક શ્રમણોપાસક તે દેવતા દ્વારા એમ કહેવા છતાં પણ નિર્ભય રહ્યો. ત્યાર પછી તે દેવે યાવતુ બીજીવાર ત્રીજીવાર પણ એમ જ કહ્યું, યાવતુ તું મૃત્યુ પામીશ. એટલે ચુલ્લશતક શ્રમણોપાસકને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. અહો, આ પુરુષ અનાર્ય છે, ઈત્યાદિ તે ચલની પિતાની જેમ ચિંતવે છે. વાવતુ જે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજ મૂકેલી અને છ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકેલી છે તેને પણ મારા ઘરેથી લાવી આલબિકા નગરીના શૃંગાટક વગેરે માર્ગોમાં ચારે તરફ જ્યાં-ત્યાં ફેંકી દેવાને ઈચ્છે છે. માટે મારે એ પુરુષને પકડવો યોગ્ય છે. એમ વિચારી તે તેને પકડવાને દોડ્યો-ઈત્યાદિ યાવતુ સુરાદેવની જેમ તેની ભાય આવે છે અને પૂછે છે અને તે તેમ જ ઉત્તર આપે છે. [૩]શેષ સમસ્ત વૃત્તાન્ત ચુલ ની પિતાની જેમ જાણવું. યાવતું તે સૌધર્મ દેવલો કમાં અરુણ શિષ્ટ વિમાનમાં ઉત્પન્ન થયો. તેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. શેષ તેમ જ(પૂર્વવત) કહેવું. યાવતુ તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધિપદને પામશે. અધ્યયન-૫ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-ક-કંડકોલિક) [૩૭]હે જંબૂતે કાળે અને તે સમયે કાંપિલ્યપુર નગર હતું. સહસ્ત્રામભ્રવન હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. કુંડકોલિક ગૃહપતિ હતો. તેની પૂષા નામક પત્ની હતી. તેણે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી. છ વ્યાજે અને છ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી ૧૦૦૦૦ ગાયોના એક વ્રજના છવ્રજો હતા. મહાવીર સ્વામી સમોસય. કામદેવની જેમ એણે શ્રાવકધર્મ પૂર્વવત્ સ્વીકાર કર્યો. ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વવત્ કહેવી [૩૮]અન્યદા કદાચિત તે કુંડકોલિકશ્રમણોપાસક મધ્યાહ્ન સમયે, જ્યાં અશોકવનિકા હતી અને જ્યાં પૃથ્વીશિલાપટ્ટ હતો ત્યાં આવ્યો. ત્યાં આવીને પોતાના નામથી અંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપર મૂકે છે. મૂકીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વીકારેલ ધમપ્રજ્ઞપ્તિ અંગીકાર કરીને વિચારે છે. પછી તે કંડકોલિક શ્રમણોપાસકની પાસે એક દેવ પ્રકટ થયો. તે દેવ કુંડકોલિક શ્રમણોપાસકની નામવાળી મુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપરથી ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઘૂઘરી ઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્રો જેણે પહેરેલાંછે એવા તે દેવે આકાશમાં રહીને કંડકોલિક શ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિય! મખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉવાસગ દસાઓ- ક૩િ૮ ઉત્થાન કર્મ, બલ વીર્ય પુરુષકાર અને પરાક્રમ નથી. સર્વ ભાવો નિયત છે. શ્રમણ ભગ વંતમહાવીરનેધર્મપ્રજ્ઞપ્તિસુંદરનથીકે-ઉત્થાનયાવતુપુરુષાર્થછે,સર્વભાવોઅનિયત છે, ત્યાર બાદ તે કંડકોલિક શ્રમણોપાસકે તે દેવને આ પ્રમાણે કહ્યું, હે દેવી જો મેખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞતિ (જેમાં) ઉત્થાન નથી, યાવતુ સર્વભાવો નિયત છે, એ સુંદર હોય અને શ્રમણ ભગવંત મહાવીરની “ઉત્થાન છે યાવતુ સર્વ ભાવો અનિયત છે.” એ ધમપ્રજ્ઞપ્તિ મિથ્યા હોય તો, હે દેવ! તમોએ દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દેવદુત દિવ્ય દેવાનું ભાવશાથી મેળવ્યો ? શાથી પ્રાપ્ત કર્યો? શાથી અભિમુખપણે પ્રાપ્ત કર્યો? કુંડકોલિકનું કથન સાંભળ્યા પછી તે દેવે કંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે હ્યું, એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયા મેં આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ ઉત્થાન વગર જ યાવત્ પરા ક્રમ વગર જ મેળવી છે. પ્રાપ્ત કરી છે, અભિમુખપણે પ્રાપ્ત કરી છે. ત્યારે કુંડકોલિક શ્રાવકે દેવને કહ્યું, હે દેવ! જો તમોએ આ દિવ્ય દેવદ્ધિ ઉત્થાન વગર યાવતું પુરુષાર્થ-પરાક્રમ કર્યા વગર જ પ્રાપ્ત કરી છે યાવતુ તમારી સામે આવી છે તો જે જીવોમાં ઉત્થાન આદિ નથી તે બધા દેવ કેમ ન થયા? અને હે દેવ! જો દિવ્ય ઋદ્ધિ તમને ઉત્થાન યાવતુ પરાક્રમથી લબ્ધ, પ્રાપ્ત અને સમન્વાગત થઈ છે, તો પછી તમે જે કહો છે કે મંખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણ કે, ઉત્થાન નથી, યાવતું સર્વ ભાવો નિયત છે, શ્રમણ ભગવંત મહાવીરની પ્રજ્ઞપ્તિ મિથ્યા છે કે ઉત્થાન છે, યાવતુ. સર્વ ભાવો અનિયત છે, તે તમારું કથન મિથ્યા થઈ જાય છે. જ્યારે કુંડકોલિક શ્રમણો પાસકે એ પ્રમાણે કહ્યું ત્યારે તે દેવ શંકિત થયો, યાવતું કલુષને પ્રાપ્ત થયો, કુંડકોડિલ શ્રમણોપાસકને કંઈપણ ઉત્તર આપી ન શક્યો. તેણે નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપર મૂકી દીધો અને જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ચાલ્યો ગયો. તે કાળે અને તે સમયે મહાવીરસ્વામી સમોસય. કંડકોલિક શ્રમણોપાસક આ સાંભળી પ્રસન્ન થયો અને કામદેવની જેમ ભગવાનની ધમદશના સાંભળવા નીકળ્યો, થાવતુ પર્યપાસના કીધી. [૩૯] હે કુંડકોલિક' એમ સંબોધી શ્રમણ ભગવાન મહાવીરે કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કુંડકોલિકી ખરેખર કાલે તારી પાસે મધ્યાહ્ન સમયે અશોક વનિકામાં એક દેવ આવ્યો હતો. આવીને તે દેવે તારી નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર લઈ લીધું. યાવતુ તે પાછો ગયો ઈત્યાદિ સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પછી પૂછ્યું. કંડકોલિક ! ખરેખલ આ વાત સત્ય છે? કુંડકોલિક ઃ હા, સત્ય છે. ભગવાન્ તો કુંડકોલિક ! તું ધન્ય છે, વગેરે કામદેવની પેઠે કહેવું. હે આર્યો” એમ સંબોધી શ્રમણ ભગવંત મહાવીરે નિર્ઝન્યો અને નિર્મન્થીઓને આ પ્રમાણે કહ્યું: હે આર્યો ! જો ગૃહસ્થાવાસમાં રહેતો ગૃહસ્થો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને ઉત્તર વડે અન્ય તીર્થિકોને નિત્તર કરવા સમર્થ છે તો દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનાર નિર્ચન્થ શ્રમણોને માટે અર્થ, હેતુ, અને યુક્તિઓ દ્વારા અન્ય યૂથિકોને નિરુત્તર કરવું તો શક્ય જ છે. ત્યાર પછી શ્રમણ નિર્ગળ્યો અને નિર્ચન્થીઓ શ્રમણ ભગવંત મહાવીરના એ અર્થને 'તહત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. ત્યારબાદ કુંડકોલિક શ્રમણોપાસ શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરી પ્રશ્નો પૂછે છે, પૂછીને તેઓના અર્થને ગ્રહણ કરે છે. અર્થ ગ્રહણ કર્યા પછી જે દિશાથી આવ્યો હતો તે Page #202 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૯૯ દિશા તરફ ગયો. પછી મહાવીર સ્વામી બહાર દેશોમાં વિહાર કરવા લાગ્યો. [૪૦]તે કુંડકોલિક શ્રમણોપાસકને ઘણાં શીલવતાદિ વડે યાવતુ આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા. પંદરમાં વર્ષની વચ્ચે વર્તતા એને કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો, ઈત્યાદિ કામદેવની પેઠે બધું કહેવું. તે જ્યેષ્ઠ પુત્રને પોતાની જગ્યાએ સ્થાપીને અને તેમજ પોષધશાલામાં યાવતું ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવા લાગ્યો. એમ અગિયાર ઉપા સકની પ્રતિમાઓ તેમ જ પાળીને યાવતુ સૌધર્મ દેવલોકમાં અરુણધ્વજ વિમાનમાં ઉત્પન્ન થયો. યાવતુ પછી(મહાવિદેહમાં જન્મગ્રહણ કરીને) કમનો અંત કરશે. | અધ્યયન-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૭-સદાલપુત્ર) [૪૧] પોશાલપુર નગર હતું. ત્યાં સહસ્ત્રાભવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. તે પોલાશપુર નગરમાં આજીવિકાના સિદ્ધાન્તનો અર્થ ણે જાણ્યો છે, જેણે અર્થ ગ્રહણ કર્યો છે, જેણે અર્થ પૂછયો છે, જેણે તાત્પર્યથી અર્થને જાણ્યો છે એવો તથા જેની અસ્થિઓ અને મજ્જામાં તે સિદ્ધાન્તનું પ્રેમ તથા અનુરાગ સમાયેલ હતો, એવો આજીવિકાનો ઉપાસક સદ્દાલપુત્ર કુંભાર હતો. તે કહેતોઃ હે આયુષ્યનું આ આજીવિકાનો સમયે એ જ અર્થરૂપ છે, એ જ પરમાર્થરૂપ છે. બાકી બધું. અનર્થરૂપ છે. એમ તે આજીવિકના સમય વડે આત્માને ભાવિક કરતો રહેતો હતો. તે આજીવિકોપાસક સદ્દાલ પુત્રને ત્યાં એક હિરણ્યકોટિ નિધાનમાં રહેલી, એક વ્યાજે મૂકેલી અને એક કોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. અને દસ હજાર ગાયોનું એક વ્રજ હતું. તે આજી વિકોપાસક સદ્દાલપુત્રની અગ્નિમિત્રા ભાય હતી. તે આજીવિકોપાસક સદ્દાલપુત્રને પોલાશપુર નગરની બહાર કુંભકારના પાંચસો હાટ હતાં. તેમાં ઘણાં પુરુષો કામ કરતાં હતા, જેઓને સ્મૃતિ- ભોજન અને વેતન આપવામાં આવે છે, એવા ઘણા પુરુષો દરેક પ્રભાત(પ્રતિદિન) ઘણા પિઠરક ઘડાઓ, અર્ધઘડાઓ, ક્લશો જબૂલકો, ઉષ્ટ્રિકાઓ બનાવતાં હતા. બીજા ઘણા પુરુષો વેતન લઈને તે કરકો, યાવતુ ઉષ્ટ્રિકા વડે રાજ માર્ગ માં પોતાની આજીવિકા કરતા હતાં. [૪૨]ત્યાર પછી આજીવિકોપાસક સદ્દાલપુત્ર અન્ય કોઈ દિવસે મધ્યાહ્ન કાળે જ્યાં અશોકવનિકા છે ત્યાં જાય છે, ત્યાં જઈને મેખલીપુત્ર ગોશાલકની પાસેથી સ્વીકાર કરેલ ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર પછી આજીવિકોપાસક સકલાલ પુત્રની પાસે એક દેવ પ્રકટ થયો. ઘૂઘરીઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરેલા તે દેવે અંત રિક્ષપ્રતિપન્ન એટલે આકાશમાં રહી આજીવિકોપાસક સદ્દાલપુત્રને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિય ! આવતી કાલે અહીં, ઉત્પન્ન થયેલાં જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણનાર, અરિહંત, જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી, ત્રણ લોક વડે અવલોકિત, સ્તુતિ કરાયેલા અને પૂજિત, દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકને અર્ચનીય, વન્દનીય, સત્કાર કરવા યોગ્ય, સન્માન કરવા યોગ્ય, કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય, સત્ય કર્મની સંપત્તિથી યુક્ત મહા માહન આવશે. માટે તું તેમને વંદન કરજે, યાવતુ પર્યુપાસના કરજે, તથા પ્રાતિહારિક Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉવાસગ દસાઓ - ૭/૪૨ પીઠ-ફ્લક-શય્યા-વસતિ-સ્થાન અને સંસ્તારક-વડે નિમંત્રિત કરજે. દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એમને કહ્યું કહીને તે દેવ જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ચાલ્યો ગયો. તે દેવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો અધ્યવસાય થયો. ખરેખર મારા ધમચાર્ય અને ધર્મોપદેશક ગોશાલક મંખલીપુત્ર છે. તે મહામાહન, ઉત્પત્ર જ્ઞાનદર્શનને ધારણ કરનાર યાવત્ સત્ય કર્મની સંપ ત્તિથી યુક્ત છે. અને તે કાલે અહીં શીઘ્ર આવશે તેથી હું તેમને વંદન કરીશ, યાવત્ તેમની પર્યુપાસના કરીશ અને પ્રાતિહારિક પીઠ આસન વગેરે માટે નિમંત્રિત કરીશ. [૪૩]તે પછી બીજે દિવસે યાવત્ સૂર્યોદય થયા પછી શ્રમણ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું પરિષદ વાંદવા નીકળી, યાવત્ તેમની પર્યાપાસના કરી. ત્યાર બાદ આજીવિકોપાસક સકડાલપુત્ર આ વાતથી વિદિત થઈ ‘એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવાન્ મહાવીર યાવત્ વિહરે છે માટે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાઉં, તેમને વાંદું અને તેમની પર્યાપાસના કરું.' વિચાર કરી સ્નાન કરી કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કીધુંત્યાર પછી જનસમુદાય વડે વીંટાયેલો તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો. નીકળીને પોલાશપુર નગરમના મધ્યભાગમાં થઈને જાય છે. જઈને જ્યા સહસ્રાબ્રવન નામ ઉદ્યાન હતું અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં પહોચ્યો. પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી પર્યુપાસના કીધી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને અને અત્યંત વિશાળ જનસમૂહને ધર્મકથા કહી, યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ. શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલ પુત્રને આ પ્રમાણે કહ્યુંઃ ગઈ કાલે તું મધ્યાહ્ન સમયે જ્યાં અશોકવનિકા છે ત્યાં યાવત્ રહ્યો હતો, ત્યારે તારી પાસે એક દેવ આવ્યો, તે પછી તૈદેવે આકાશમાં રહી આ પ્રમાણે કહ્યું:હે સકડાલપુત્ર! ઈત્યાદિ બધું કહેવું. સકડાલપુત્ર! ખરેખર આ વાત બરોબર છે ? સકડાલપુત્રે કહ્યું. હા, બરોબર છે. ભગવાને કહ્યુંઃ પરંતુ હે સદ્દાલપુત્ર ! તે દેવે મંખલીપુત્ર ગોશાલકને ઉદ્દેશીને એ પ્રમાણએ કહ્યું ન હતું. પછી શ્રમણભગવંતમહાવીરે એમ કહ્યું ત્યારે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. શ્રમણ ભગવંત મહાવીર મહામાહન, ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શનના ધારક યાવત્ સત્યકર્મની સંપત્તિથી સંપન્ન છે, મારે શ્રમણ ભગવંત મહાવીર વંદન-નમસ્કાર કરીને પ્રાતિહારિકપીઠ-આસન, લક ઈત્યાદિ વડે નિમંત્રિત કરવું શ્રેયસ્કર છે. એમ વિચાર કરીને પ્રયત્ન વડે ઊઠે છે, ઊઠીને શ્રમણ ભગવંત મહા વીરને વંદન-નમસ્કાર કરે છે, તેણે કહ્યુંઃ હે ભગવન્ ! પોલાશપુર નગરની બહાર મારા પાંચસો કુંભારની દુકાનો છે, ત્યાંથી તમે પ્રાતિહારિક પીઠ, ફલક યાવત્ સંથારાને ગ્રહણ કરીને વિચરો. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર, આજીવિકોપાસ સદ્દાલપુત્રની એ વાત સ્વીકારે છે.આજીવિકોપાસક સડકાલપુત્રના પાંચસો કુંભારના દુકાનોથી પીઠ, ફ્લક યાવત્ સંથારાને ગ્રહણ કરીને વિહરે છે. ૨૦૦ [૪૪]ત્યારપછી આજીવિકોપાસક સદ્દાલપુત્ર અન્ય કોઈ દિવસેસવાયુથી સુકાયેલ કુંભારનાં પાત્રો, જે અંદર રહેલાં હતાં તેમને શાલામાંથી બહાર કાઢીને તડકે સુકવે છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવોકપાસ સકડાલપુત્રને કહ્યુંઃ હે સકડાલપુત્ર ! આ કુંભારનાં પાત્રો કેવી રીતે બને છે ? ત્યારે આજીવિકોપાસક સકડાલ પુત્રે શ્રમણ Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૨૦૧ ભગવાન મહાવી૨ને આ પ્રમાણે કહ્યુંઃ ભગવન્ ! આ પૂર્વે માટી હતી, ત્યાર પછી તે પાણી વડે આર્દ્ર કરાય છે- રાખ અને છાણ વડે એકત્ર મેળવાય છે, મેળવીને ચક્ર ઉપર ચઢાવાય છે, ત્યાર પછી ઘણા કરકો યાવત્ ઉષ્ટ્રિકાબનાવાય છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આ પ્રમાણે કહ્યુંઃ ત પાત્ર ઉત્થાનાદિ વડે કરાય છે કે તે સિવાય ? ભગવન્! ઉત્થાન સિવાય, યાવત્ પરાક્રમ સિવાય કરાય છે. સર્વભાવો નિયત છે. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આ પ્રમાણે કહ્યુંઃ સકડાલપુત્ર ! જો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલાં અને પાકેલાં કુંભારનાં પાત્રોને હરી જાય, જ્યાં-ત્યાં ફેંકી દે, ફોડી નાખે, બળાત્કારે લે, બહાર મૂકી દે, અથવા તારી સ્ત્રી અગ્નિમિત્રા સાથે વિપુલ ભોગો ભોગવતો વિહરે તો તું તે પુરુષને શું શિક્ષા કરે? ભગવન્ ! હું તે પુરુષનો આક્રોશ કરું, હણું, બાંધું, મારું, તર્જના કરું, તાડના કરું, તેનું બધું ખૂંચવી લઉં, અને તેનો તિરસ્કાર કરું, તથા એને અકાળેજ જીવનથી રહિત કરું સદ્દાલપુત્ર! જો ઉત્થાન નથી, યાવત્ પરાક્રમ નથી અને સર્વ ભાવો નિયત છે તો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલા અને પાકાં કુંભારનાં પાત્રોને હરણ કરતું નથી, યાવત્ બહાર લઈને મૂકતું નથી અને તારી અગ્નિમિત્રા ભાર્યા સાથે વિપુલ ભોગો ભોગવતું નથી, તથા તું તે પુરુષને આક્રોશ કરતો નથી, હણતો નથી યાવત્ અકાળે જીવનથી મુક્ત કરતો નથી, અને જો તારાં વાયુથી સુકાયેલાં પાત્રોને કોઈ પુરષ હરી જાય યાવત્ બહાર મૂકી દે તથા અગ્નિમિત્રાની સાથે વિપુલ ભોગો ભોગવતો વિહરે અને તું તે પુરુષને આક્રોશ કરે યાવત્ જીવનથી મુક્ત કરે તો તું જે કહે છે કે, ઉત્થાન નથી યાવત્ સર્વ ભાવો નિયત છે, તે મિથ્યા છે. ભગવાનના આ કથનથી આજીવિકોપાસક સદાલપુત્રને બોધ પ્રાપ્ત થઈ ગયો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. કહે છેઃ હે ભગવન્ ! હું તમારી પાસે ધર્મ શ્રવણ ક૨વાને ઈચ્છું છું. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે તેને તથા મોટી પરિષદને યાવત્ ધર્મદેશના કરી. [૪૫]ત્યાર બાદ આજીવિકોપાસક સકડાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત, પ્રસન્ન અને સંતુષ્ટ ચિત્તવાળો થઈ આનંદની પેઠે ગૃહસ્થધર્મનો અંગીકાર કર્યો. પરંતુ આનંદની વક્તવ્યતાથી અંતર આ છે કે સકડા લપુત્રે એક હિરણ્યકોટિ નિધાનમાં એક હિરણ્યકોટિ વ્યાજે અને એક હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રાખેલી હતી. તેને ત્યાં દસ હજાર ગાયોનું એક વ્રજ હતું. તે પછી સકડાલપુત્ર યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને જ્યાં પોલાશપુર નામક નગર છે ત્યાં આવે છે, આવીને તેણે અગ્નિ મિત્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિયે! શ્રમણ ભગવાન મહાવીર પધારેલા છે તે માટે તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર યાવત્ તેમની પર્યાપાસના કર. તથા શ્રમણ ભગવંત મહાવી૨ની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો ગૃહસ્થધર્મ અંગીકાર કર. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાર્યા શ્રમણોપાસક સકડાલ પુત્રના એ અર્થને ‘તહત્તિ’ આ પ્રમાણે કહી વિનયપૂર્વક સ્વીકારે છે. તત્પાશ્ચાત્ શ્રમણોપાસક સકડાલપુત્ર કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તે આ પ્રમાણે કહે છેઃ હે દેવાનુપ્રિયો! ધર્મક્રિયા યોગ્ય રથને ઉપસ્થિત કરો. એ રથમાં શીઘ્રગામી બળદ જોડાયેલાં હોવા જોઈએ. બળદોની ખરી અને પૂંછડું સરખું હોવું Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉવાસગ દસાઓ - ૭/૪૫ જોઈએ. શિંગડાં રંગાયેલાં હોવાં જોઈએ. એનાં કંઠાભરણ સ્વર્ણમય હોવાં જોઈએ અને દોરડીઓ સ્વર્ણમય તારોથી ખચિત હોવી જોઈએ. રજતમય ઘંટા સૂતરની દોરડીઓ સાથે બદ્ધ જોઈએ અને નાથ સ્વર્ણમંડિત હોવી જોઈએ. બળદોના માથા ઉપર નીલક મલના છોગા હોવા જોઈએ. આ બળદો તરુણ હોવા જોઈએ. રથ નાના પ્રકારની મણિ ઓથી મંડિત અને ઘંટિકાઓથી યુક્ત હોય અને સારા લાકડાના યુગ-ધુરાવાળો હોવો જોઈએ. સારી રીતે રચિત-નિર્મિત હોવો જોઈએ. એવા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત શ્રેષ્ઠ રથને હાજર કરો, ત્યાર બાદ તે કૌટુમ્બિક પુરુષો તેની આજ્ઞા પાછી આપે છે. ત્યાર બાદ તે અગ્નિમિત્રા ભાય સ્નાન કરી યાવતું કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા યોગ્ય વસ્ત્રો પહેરી, અલ્પ પણ મહામૂલ્ય અલંકાર વડે શરીર શણગારી, દાસીઓના સમૂહથી વીંટાયેલી તે ધાર્મિક શ્રેષ્ઠ રથ ઉપર ચઢે છે. શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં પહોંચે છે. ત્રણ વાર યાવતું વંદન-નમસ્કાર કરીને, અત્યંત પાસે નહિ તેમ અત્યંત દૂર પણ નહિ એમ, યાવતું હાથ જોડી ઊભી રહીને પર્ય પાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અગ્નિમિત્રા ભાયને અને તે મોટી પરિષદને યાવતુ ધર્મોપદેશ કરે છે. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાય શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, પ્રસન્ન અને સંતુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. કહે છેઃ ભગવન્! હું નિર્ચન્જ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. યાવતુ જે તમે કહો છો તે યથાર્થ છે. જે પ્રકારે દેવાનુપ્રિય એવા આપની પાસે ઘણા ઉંચકુળના, ભોગ કુળના ક્ષત્રિયોએ યાવતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે તે પ્રમાણે હું મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા સમર્થ નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિયે! તમને સુખ થાય તેમ કરો, પરંતુ પ્રતિબંધ ન કરો. ત્યાર પછી તે અગ્નિમિત્રા શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારે છે. સ્વીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન ઉપર આરુઢ થાય છે અને જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી જાય છે. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે પોલાશપુર નગરથી અને સહસ્ત્રાભવન ઉદ્યાનથી નીકળે છે અને નીકળીને દેશ-દેશાન્તરમાં વિહરે છે. [૪૬]તત્પશ્ચાતુ સદ્દાલપુત્ર શ્રમણોપાસક થયો અને જીવાજીવનો જ્ઞાતા થઈને જીવન વ્યતીત કરવા લાગ્યો. ત્યાર પછી મેખલીપુત્ર ગોશાલકે આ વૃત્તાન્તને સાંભ ળીને વિચાર -ખરેખર સકડાલપુત્રે આજીવિક સમયનો ત્યાગ કરીને શ્રમણ નિર્ચન્થ ની દ્રષ્ટિ(શ્રદ્ધા) અંગીકાર કરી છે, તો હું જાઉં અને તેને શ્રમણ નિર્ચન્હોની દ્રષ્ટિનો ત્યાગ કરાવી ફરીથી આજીવિકની દ્રષ્ટિ સ્વીકાર કરાવું. એમ વિચારી આજીવકોના સંઘ સહિત જ્યાં પોલાશપુર નગર છે અને જ્યાં આજીવિકસભા છે ત્યાં આવે છે, ત્યાં આવીને ભાંડ-પાત્રાદિ ઉપકરણ મૂકે છે. મૂકીને કેટલાક આજીવિકો સાથે જ્ય સદાલપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે. તે વારે સદ્દાલપુત્ર શ્રમણોપાસક મંખલીપુત્ર ગોશાલકને આવતો જુએ છે, આવતો જોઈને તેનો આદર કરતો નથી, તેને જાણતો નથી, તે મૂંગો બેઠો રહે છે. ત્યાર બાદ શ્રમણોપાસક સંકડાલપુત્ર વડે નહિ આદર પામેલો અને નહિ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ અધ્યયન-૭ જાણેલો ગોશાલક પીઠ-ફલક, શયા અને સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરનાં ગુણ કીર્તન કરતો શ્રમણોપાસક સકડાલપુત્રને આ પ્રમાણે બોલ્યોઃ હે દેવાનુપ્રિય! અહીં મહામાહન આવ્યા હતા? ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકે કહ્યુંઃ હે દેવાનુપ્રિય! મહામાહન કોણ છે? ત્યારે મંખલીપુત્ર ગોશાલકે કહ્યુંઃ શ્રમણભગવંતમહાવીર મહામાહન છે. દેવાનુપ્રિય ! શા હેતુથી કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહન છે? સદ્દાલપુત્ર! ખરેખર શ્રમણ ભગવાન મહાવીર, મહામાહન, ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, યાવતું ભક્તિસ્તુતિ કરાયેલા અને પૂજિત છે, યાવતું તથ્ય-કર્મની સંપત્તિથી યુક્ત છે. તેથી મહામાહન છે. દેવાનુપ્રિય ! અહીં મહાગોપ’ આવ્યા હતા ? સદાલપુત્ર ઃ દેવાનુપ્રિય ! મહાગોપ કોણ છે. શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે. સદ્દાલપુત્રઃ દેવાનુપ્રિય ! ક્યા હેતુથી કહો છો કે શ્રમણ ભગવાન મહાગોપ છે ? દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર સંસા રાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા ઘણા જીવોને ધર્મરૂપ દંડ વડે સંરક્ષણ કરીને, સંગોપન કરીને નિવણરૂપ મહાવાડામાં પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાગોપ છે. હે દેવાનુપ્રિય ! અહીં મહાસાર્થવાહ આવ્યા હતા ? સદ્દાલપુત્રઃ શા હેતુથી એમ કહો છો?દેવાનુપ્રિય!આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરસંસારાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા યાવતુ વિલુપ્ત થતા ઘણાં જીવોને ધર્મમય માર્ગ વડે સંરક્ષણ કરતાં નિવણિરૂપ મહાપટ્ટણ-નગરના સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાસાર્થવાહ છે. ગોશાલક : દેવાનુપ્રિય ! અહીં મહાધર્મકથી આવ્યા હતા ? સદ્દાલપુત્રઃ દેવાનું પ્રિય! મહાધર્મકથી કોણ છે ? શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે. સદ્દાલપુત્ર: ક્યા અભિપ્રાયથી એમ કહો છો ? અત્યંત વિશાળ સંસારમાં નાશ પામતાં, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા, ઉન્માર્ગને પ્રાપ્ત થયેલાં, સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વના બળ વડે પરાભવ પામેલા, અને આઠ પ્રકારના કર્મરૂપ અંધકારના સમૂહથી ઢંકાયેલા ઘણા જીવોને ઘણા અર્થો યાવત્ ઉત્તરો વડે ચાર ગતિરૂપ સંસારાટ વીથી પોતાના હાથે પાર ઉતારે છે. તે થી તે મહાધર્મકથી છે. ગોશાલક : દેવાનુપ્રિય ! અહીં મહાનિર્ધામક આવ્યા હતા? દેવાનુપ્રિય ! મહા નિયમિક કોણ છે? ગોશાલક શ્રમણ ભગવાન મહાવીર મહાનિયમિક છે. સદ્દાલપુત્રઃ એમ શા હેતુથી કહો છો ? દેવાનુપ્રિય! સંસારરૂપ મહા સમુદ્રમાં નાશ પામતા, વિનાશ પામતા, યાવતુ વિલુપ્ત હતા, બુડતા, અત્યંત બુડતા, ગોથાં ખાતા ઘણા જીવોને ધર્મબુદ્ધિ રૂપ નૌકા વડે નિવણરૂપ તીરની સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાનિયમિક છે. ત્યાર બાદ સકડાલપુત્ર શ્રમણોપાસકે મંખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તમે આવા છેક છો. યાવતુ આવા નિપુણ છે ! એ પ્રમાણે નયવાદી-છો. ઉપદેશલબ્ધ-છો અને વિજ્ઞાન પ્રાપ્ત છો. તો તમો મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ છો ? ગોશાલક : એ અર્થ યુક્ત નથી દેવાનુપ્રિય ! એમ શા હેતુથી કહો છો હે સદાલપુત્ર! જેમ કોઈ પુરુષ તરુણ, બલવાન, યુગવાન, ઉત્તર કાળમાં ઉત્પન્ન થયેલો, યાવતુ નિપુણ શિલ્પને પ્રાપ્ત થયેલો Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉવાસગ દસાઓ -૭૪૬ હોય, તે એક મોટા અજ, ઘેટા, સૂકર, કૂકડા, તીતર, વર્તક લાવક, કપોત, કપિંજલ, કાગડા અથવા બાજ પક્ષીને હાથે, પગે, ખરીએ, પૂંછડે, પીંછાએ, શિંગડે સૂકરના દાંતો કે રુંવાડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિશ્ચલ અને સ્પન્દનરહિતપણે ધારણ કરી શકે છે, એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર મને પણ અર્થો, હેતુઓ, યાવત્ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાંનિરુત્તર કરે છે. તે હેતુથી હું એમ કહું છું કે હું વિવાદ કરવાને સમર્થ નથી. ત્યાર બાદ શ્રમણોપાસક સદ્દાલપુત્રે મંખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિય ! કેમકે તમે મારા ધર્માચાર્ય યાવત્ ભગવાન મહાવીરના વિદ્યમાન, સત્ય તથા પ્રકારના સદ્ભૂત ભાવો વડે ગુણકીર્તન કરો છો, તેથી હું તમને પાછા આપવા યોગ્ય પીઠ, આસન યાવત્ સંસ્તારક વડે આમંત્રણ કરું છું. પરંતુ ધર્મ અથવા તપની બુદ્ધિથી કરતો નથી. તત્પશ્ચાત મંખલીપુત્ર ગોશાલક સકડાલપુત્ર શ્રાવકની આ વાત સ્વીકાર કરે છે અને એની દુકાનોમાંથી પ્રાતિહારક પીઠ આદિ ગ્રહણ કરીને યાવત્ વિહરે છે. ત્યારપછીતેમંખલીપુત્રગોશાલક શ્રમણોપાસક સકડાલપુત્રને જ્યારે સામાન્ય કથનથી પ્રજ્ઞાપના થી પ્રતિબોધ કરીને અને વિજ્ઞાપના કરીને નિર્પ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવાને ક્ષુબ્ધ કરવાને,વિપરિણત કરવાને સમર્થ થતો નથી ત્યારે થાકેલો, ખિન્ન થયેલો અને અતીવ દુઃખિત થયેલો તે પોલાશપુરનગરથી નીકળે છે અને બહારના દેશોમાં વિહરે છે. [૪૭]તદનન્તર સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ઘણાં શીલવ્રત વગેરે વડે યાવત્ આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે તેનું પંદરમું વર્ષ ચાલતું હતું ત્યારે રાત્રિના મધ્ય સમયે યાવત્ તે પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની પાસે થી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલકમલ જેવી તલવાર લઈને સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ અહીં પણ કહેવું, પરંતુ એક-એક પુત્રના નવ-નવ માંસના ખંડ કરે છે યાવત્ ઘાત કરીને તેના લોહી અને માંસ વડે તેના શરી૨ને છાંટે છે. ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ભયરહિત થઈ અચલિતભાવે યાવત્ રહે છે. ત્યાર બાદ તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને નિર્ભય યાવત્ જોઈને ચોથી વાર પણ સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત- હે સકડાલપુત્ર શ્રમણો પાસક ! જો તું શીલવ્રતાદિક ભાંગીશ નહિ તો જે આ તને ધર્મમાં સહાય કરનારી, ધર્મમાં અદ્વિતીય ધર્મના અનુરાગ વડે રંગાયેલી અને સમાનપણે સુખ-દુઃખમાં સહાય કરનારી તારી અગ્નિમિત્રા ભાર્યાને તારા પોતાના ઘરેથી લઈ આવીશ અને લાવીને તારા સામે ઘાત કરીશ, ઘાત કરીને નવ માંસના ટુકડા કરીશ, અને આંધણથી ભરેલા કઢાયમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેથી તું આર્તધ્યાનની અત્યંત પરાધીનતાથી પીડિત થઈને જીવનથી મુક્ત થઈશ. તે દેવના એ પ્રમાણે કહેવા છતાં પણ તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક નિર્ભય થઈને જ વિચરે છે. ત્યાર બાદ તે દેવે બીજીવાર અને ત્રીજીવા૨ પણ એ પ્રમાણે કહ્યું : એટલે સકડાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો-તે ચુલનીપિતાની પેઠે વિચાર કરે છે કે જે મારા મોટા પુત્રને, મારા મધ્યમ પુત્રને અને નાના પુત્રને મારી છાંટે છે અને જે આ મારી અગ્નિમિત્રા ભાર્યા છે, જે સુખ-દુઃખમાં સમાન, સહાય કરનારી છે તેને પણ મારા પોતાના ઘરેથી લઈને Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૨૦૫ આવીને મારી સામે ઘાત કરવાને ઈચ્છે છે, તો એ પુરુષને પકડવો યોગ્ય છે, એમ વિચાર કરીને તે પકડવા દોડ્યો. ઈત્યાદિ ગુલનીપિતા સંબંધે કહ્યું છે તેમ બધું કહ્યું. પરંતુ અહીં અગ્નિમિત્રા ભાય કોલાહલ સાંભળીને આવે છે અને તેને કહે છે. વિશેષ એ કે સકલાલ પુત્ર અન્તમાં સંલેખના કરી, શરીર ત્યાગી અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયો અને થાવત મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરીને સિદ્ધિ પદ પામશે. અધ્યયન-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૮-મહાશતક) [૪૮] હે જંબૂ! એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું. ત્યારે ગુણશીલ નામ ચૈત્ય હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે રાજગૃહ નગરમાં મહાશતક નામે ગૃહપતિ રહેતો હતો. તે ધનવાન અને ધનાઢ્ય હતો. પરંતુ તેણે કાંસમય સહિત આઠ હિરણ્ય કોટિ નિધાનમાં મૂકેલ, કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ વૃદ્ધિમાં વ્યાજે મૂકેલ અને કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને ત્યાં દસ હજાર ગાયોનું એક વ્રજ એવાં આઠ વ્રજો હતાં, તે મહાશતકને રેવતી વગેરે તે સ્ત્રીઓ હતી. તે પરિપૂર્ણ અંગવાળી અને સુંદર રૂપવાળી હતી. તે મહાશતકની ભાયી રેવતીને પિતાના ઘરથી આવેલ આઠ હિરણ્યકોટિ અને દશ હજાર ગાયોનાં એક વ્રજના હિસાબે આઠ વકો હતા. બાકીની બાર સ્ત્રીઓને પોતપોતાના ઘરેથી આવેલ એક એક હિરણ્યકોટિ અને એક-એક વ્રજ હતું. [૪૯]તે કાળે અને તે સમયે મહાવીર સ્વામી સમોસર્યા. પરિષદ વાંદવાને નીકળી. મહાશતક પણ આનંદની જેમ વંદન કરવાને નીકળે છે અને તેમજ શ્રાવકધર્મને અંગીકાર કરે છે, પરંતુ કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ અને આઠ વ્રજના પરિમાણનો ઉચ્ચાર કરે છે. આટલી મયદા રાખે છે. તથા રેવતી પ્રમુખ તેર ભાયઓ સિવાય અન્ય શેષ મૈથુનવિધિનો ત્યાગ કરે છે. હંમેશા બે દ્રોણ જેટલી કાંસ્યપાત્રમાં ભરેલી સ્વર્ણ મુદ્રાઓ વડે વ્યવહાર કરવો મને કહ્યું છે. ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક થયો અને તે જીવ અને અજીવ તત્વનો જ્ઞાતા થઈ યાવત્ વિચરવા લાગ્યો. ત્યાર પછી શ્રમણ ભગ વાન મહાવીર વિહાર કરી ગયા. અને અન્ય જનપદોમાં વિચારવા લાગ્યા. પિnત્યાર બાદ રેવતી ગૃહપત્નીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે કુટુંબ જાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો એ પ્રમાણે ખરેખર હું બાર પત્નીઓનાં વિઘ્નનાં કારણે મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર મનુષ્ય સંબંધી ભોગવવા યોગ્ય ભોગોને ભોગવવા સમર્થ થતી નથી. માટે આ બારે સપત્નીઓને અગ્નિપ્રયોગ વડે, શસ્ત્રપ્રયોગ વડે અથવા વિષપ્રયોગ વડે જીવનથી મુક્ત કરીને અને તેઓની એકએક હિરણ્યકોટિ અને એક-એક ગાયોના વ્રજ ઉપર સ્વયમેવ કબજે કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગો યાવતું ભોગવવા યોગ્ય છે. રેવતી એમ વિચાર કરે છે, વિચાર કરીને તે સપત્નીઓને મારવા માટે અંતર, અવસર, છિદ્રો અને એકાન્ત જોતી રહે છે. ત્યાર બાદ રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે તે બારે સપત્નીઓનાં છિદ્રો જાણીને છ સપત્નીઓને શસ્ત્ર પ્રયોગથી છ ને વિષપ્રયોગથી મારી નાખે છે. મારીને તે બારે સપત્નીઓનાં પિતૃગૃહથી આવેલ એક-એક હિરણ્યકોટિ અને એક-એક વ્રજને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉવાસગ દસાઓ - ૮/૫૦ સ્વયમેવ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગોને ભોગવતી રહે છે. તે પછી તે રેવતી ગૃહપત્ની માંસને વિષે લોલુપ થયેલી, મૂર્છિત થયેલી યાવત્ અત્યંતઆસક્ત થયેલી, બહુ પ્રકારનાં શેકેલા, તળેલા અને ભૂંજેલા માંસની સાથે સુરા, મધુ, મેરક, મઘ, સીધુ અને પ્રસન્ના મદિરાથી આસ્વાદ કરતી, તથા પરિવારને વહેંચતી વિચરે છે. [૫૧]તત્પશ્ચાત રાજગૃહ નગરમાં અન્ય કોઈ દિવસે અમારિ ઘોષણા થઈ. ત્યારે તે માંસમાં લોલુપ, માંસમાં મૂર્છિત થયેલી રેવતી ગૃહપત્ની કૌલગૃહ- પુરુષોને બોલાવે છે. કહે છેઃ હે દેવાનુપ્રિયો ! તમે મારા પિતૃગૃહ સંબંધી વ્રજોમાંથી દરેક પ્રભાતે બબ્બે વાછરડાંનો વધ કરો અને વધ કરીને મને આપો. તદનન્તર તેના પિયરના તે પુરુષો રેવતીગૃહપત્નીનાએઅર્થને‘તહ’ત્તિ કહીને વિનય વડે સ્વીકારે છે,બબ્બેવાછરડાંઓનો વધ કરીને રેવતી ગૃહપત્નીને આપે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની તે શેકેલા તળેલા અને ભૂંજેલા વાછરડાના માંસની સાથે સુરા-મદિરાનો આસ્વાદ કરતી વિચરે છે. [૫૨]તે મહાશતક શ્રમણોપાસકને ઘણાં શીલવતો વગેરે વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયા, ત્યારે તે આનંદની પેઠે પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સંભળાવે છે. યાવત્ પોષધશાલામાં જઈ ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની મત્ત-ઉન્મત્ત થયેલી, સ્ખલના પામતી, છૂટા કેશવાળી, ઉપરનાં વસ્ત્રને દૂર કરતી કરતી, જ્યાં પોષધશાલા છે, અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે. ત્યાં આવીને મોહોન્માદ ઉત્પન્ન કરનારા, શૃંગાર રસવાળા સ્ત્રીભાવકટાક્ષ આદિને પ્રદર્શિત કરે છે, અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે છે : ધર્મની ઈચ્છાવાળા, પુણ્યની ઈચ્છાવાળા, સ્વર્ગની ઈચ્છાવાળા, મોક્ષની ઈચ્છાવાળા, ધર્મની કાંક્ષાવાળા, ધર્મઆદિની પિપાસાવાળા, હે મહાશતક શ્રમણોપાસક ! હે દેવાનુ પ્રિય ! તમારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ કે મોક્ષનું શું કામ છે, કે જે તમે મારી સાથે ઉદાર યાવત્ ભોગવવા લાયક ભોગો ભોગવતા નથી ? [૫૩]તે પછી તે મહાશતક શ્રમણોપાસક રેવતી ગૃહપત્નીની આ વાતનો આદર કરતો નથી અને તે તરફ ધ્યાન આપતો નથી. તે મૌન ધારણ કરી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. ત્યાર બાદ તે રેવતી ગૃહપત્નીએ મહાશતક શ્રમણોપાસકને બીજી વાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહ્યું : યાવત્ આદર નહિ કરતો, નહિ ધ્યાન આપતો ધ્યાનમગ્ન રહે છે. તે પછી જ્યારે મહાશતક શ્રમણોપાસકે આદર ન કર્યો અને ધ્યાન ન દીધું ત્યારે તે રેવતી જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ ચાલી ગઈ. ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે. સૂત્રમાં કહ્યા પ્રમાણે પૂર્ણ કરે છે. એમ અગિયાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તત્પશ્ચાત મહાશતક શ્રમણોપાસક તે ઉદાર તપ વડે યાવત્ કૃશ-દુર્બળ થયો અને ધમનીઓ વડે વ્યાપ્ત થઈ ગયો ત્યાર પછી તે મહાશતક શ્રમણોપાસકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગ૨ણ કરતાં આવા પ્રકારનો વિચાર થયો ઃ આ ઉદાર તપ વડે હું કૃશ થયો છું. ઈત્યાદિ આનંદની જેમ બધું કહેવું. અને તે છેલ્લી મારણાન્તિક સંલેખના અંગીકાર કરીને, શરીરનો ત્યાગ કરીને અને ભાત-પાણીના પણ પ્રત્યાખ્યાન કરીને કાળની દરકાર કર્યા વિના વિચરવા લાગ્યો. તદન્તર મહાશતક શ્રમણોપાસકે શુભ અધ્યવસાય Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ ૨૦૭ વડે યાવતુ ક્ષયોપશમ વડે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાનથી પૂર્વ દિશાએ લવણ સમુદ્રમાં હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે છે અને દેખે છે. એમ દક્ષિણ અને પશ્ચિમ દિશાએ પણ જાણવું, ઉત્તર દિશાએ યાવતું ચુલહિમવંત વર્ષધર પર્વતને જાણે છે અને દેખે છે. અધોદિશામાં રત્નપ્રભાપૃથ્વીના ચોરાશીહજારવરસની સ્થિતિવાળા લોલુ પાશ્રુત નામના નરકાવાસને જાણે છે અને દેખે છે. પિ૪]ત્યાર બાદ તે રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે મત્ત-ઉન્મત્ત થયેલી, યાવતુ ઉત્તરીય ઉપરનાં વસ્ત્રને કાઢી નાખતી જ્યાં પોષધશાલા છે અને જ્યાં મહા શતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે. આવીને મહાશતક શ્રમણોપાસકને પૂર્વ પ્રમાણે કહે છે. યાવતુ તેણે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે કહ્યું ત્યારે મહાશતકે પોતાના અવવિજ્ઞાનનો પ્રયોગ કર્યો, અને અવધિજ્ઞાન વડે જાણ્યું. જાણીને તેણે રેવતી ગૃહપત્નીને આ પ્રમાણે કહ્યુંઃ અપ્રાર્થિત ની પ્રાર્થના કરનાર હે રેવતી! તું ખરેખર સાત રાતની અંદર અલસક રોગ વડે પીડિત થઈ, આર્તધ્યાનની અત્યંત પરવશતાથી દુખી થયેલી અસમાધિને પ્રાપ્ત થઈને મરણ પામીને, રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યત નરકમાં ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નૈરયિકોમાં નારકપણે ઉત્પન્ન થઈશ. મહાશતક શ્રમણોપાસકના એપ્રમાણેકહેવા પર તે રેવતી ગૃહપત્ની બોલીઃ “મહા શતક શ્રમણોપાસક મારા ઉપર ગુસ્સે થયેલ છે. મહાશતક શ્રમણોપાસક મારા ઉપર હીનવિરક્ત થયો છે હું નથી જાણતી કે હું ક્યાં પ્રકારના મૃત્યુથી મરાઈશ.” એમ વિચારી ભયભીત થઈ, ત્રાસ પામી, ગભરાઈ, ઉદ્વિગ્ન થઈ, અને અત્યંત ભય પામીને ધીમે ધીમે પાછી ચાલી ગઈ. પાછી જઈને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવી, આવીને અપ હત થયેલી છે મનની ઈચ્છા જેની એવી તે યાવતુ ઉદાસ થઈ, ચિત્તામગ્ન થઈ ગઈ. ત્યાર પછી રેવતી ગૃહપત્ની સાત રાતની અંદર અલસક વ્યાધિ વડે પીડિત થઈ આર્તધ્યાનની અત્યંત પરા ધીનતા વડે દુઃખી થઈ કાલ સમયે કોલ કરીને રત્નપ્રભા નરકપૃથ્વીના લોલુ પામ્યુત નરકમાં ચોરાશી હજાર વરસની સ્થિતિવાળા નૈરયિકોમાં નારક રૂપે ઉત્પન્ન થઈ. પિપીતે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા, યાવતુ પરિષદ ધર્મદિશના સાંભળી અને વંદન-નમસ્કાર કરી પાછી ગઈ. ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું : હે ગૌતમ ! અહીં રાજગૃહ નગરમાં મારો અન્ત- વાસી શિષ્ય મહાશતક નામે શ્રમણો પાસક પોષધશાલામાં છેલ્લી મારણાન્તિક સંલે ખના વડે કૃશ થયેલાં શરીરવાળો અને જેણે ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે એવો, કાલની દરકાર નહિ કરતો વિચરે છે. તે મહાશતકની પત્ની રેવતી મદોન્મત્ત થયેલી યાવતુ ઉપરનાં વસ્ત્રને કાઢી નાખતી પૌષધ શાલામાં મહાશતક પાસે આવી, આવીને મોહોન્માદને ઉત્પન્ન કરનારી વાતો અને તે આ પ્રમાણે બોલીઃ “હે મહાશતકા' ઈત્યાદિ પૂર્વ તુ કહી લેવું, ત્યારે મહાશતક શ્રમણોપાસક ગુસ્સે થઈ ગયો, તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને અવધિજ્ઞાન વડે જાણીને રેવતી ગૃહપત્નીને કહ્યું: તોહે ગૌતમ ! અપશ્ચિમ-મારણા ' બ્લિક સંલેખના વડે જેનું શરીર ક્ષીણ થયું છું અને ભક્તપાનનું જેણે પ્રત્યાખ્યાન કર્યું છે એવો શ્રમણોપાસકને સત્ય, તથ્ય અને સદ્દભૂત હોવા છતાં પણ અનિષ્ટ, અનિચ્છનીય, અપ્રિય,અમનોજ્ઞ, અમનામ-અમનોહર શબ્દ વડે બીજાને કહેવું તે યોગ્ય નથી, માટે હે દેવાનુપ્રિય ! તું જા અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે કેઃ હે દેવાનુપ્રિય ! Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉવાસગ દસાઓ- ૮પપ અપશ્ચિમ મારાન્તિક સંલેખના વડે ક્ષીણ શરીરવાળા યાવતુ ભક્ત-પાનનું પ્રત્યા ખ્યાન કરનાર શ્રમણોપાસકને સત્ય યાવતુ અનિષ્ટ કથન વડે બીજા ને ઉત્તર આપવો, કલ્પતો નથી. હે દેવાનુપ્રિય ! તે રેવતી ગૃહપત્નીને સત્ય છતાં અનિષ્ટ વચનો વડે ઉત્તર આપ્યો છે.માટેનું એ સ્થાનની આલોચના કર અને યથાયોગ્ય પ્રાય શ્ચિત્તનો સ્વીકાર કર. ત્યાર બાદ ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરના એ કથનને “તહર ત્તિ કહી વિનયપૂર્વક સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને ત્યાંથી નીકળે છે, જ્યાં મહાશતક શ્રમણો પાસક શ્રમણોપાસક છે, ત્યાં પહોંચે છે. ત્યારે તે મહાશતક શ્રમણોપાસક ભગવાન ગૌતમને આવતાં જુએ છે. જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ ઉદયવાળો, તે ભગવંત ગૌતમને વંદન-નમસ્કાર કરે છે. ત્યાર પછી ભગવાન ગૌતમે મહાશતક શ્રમણોપાસકને આ. પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાષે છે અને પ્રરૂપે છે. હે દેવાનુપ્રિય! સૌથી છેલ્લી મારણાન્તિક સંલેખના વડે જેનું શરીર ક્ષીણ થયું છે, એવા શ્રમણોપાસકને સત્ય છતાં અનિષ્ટ ઉત્તર વડે કહેવું યોગ્ય નથી. હે દેવાનુપ્રિય! તે રેવતી ગૃહપત્નીને અદ્દભુત છતાં અપ્રિય ઉત્તર આપ્યો છે.માટે હે દેવાનુપ્રિયતુંએ સ્થાનની આલોચના કર,યાવતું પ્રાયશ્ચિતસ્વીકાર તે પછી તે મહાશતક શ્રમણોપપાસકે ભગવંત ગૌતમના એ અર્થને ‘તહત્તિ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરી, યાવત્ યથા યોગ્ય પ્રાયશ્ચિત અંગીકાર કરી, ત્યાર બાદ ભગવાન ગૌતમ, મહાશતક શ્રમણોપાસકની પાસેથી બહાર નીકળ્યા, અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તે પછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરમાંથી નીકળે છે, નીકળીને બહારના દેશોમાં વિચરણ કરવા લાગ્યાં. [૫૬]મહાશતક શ્રમણોપાસક ઘણા શીલવ્રત વગેરે વડે યાવતુ આત્માને ભાવિત કરીને વીસ વરસ સુધી શ્રમણોપાસક પયિને પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓને સમ્યક પ્રકારે કાયા વડે સ્પર્શીને માસિક સંખના વડે પોતાને કશ કરીને સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈ, કાલ કરીને સૌધર્મ દેવલોકમાં અરુણાવસંતક વિમાનમાં દેવ થયો. તેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરી સિદ્ધિ પામશે. | અધ્યયન-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૯-નંદિનીપતા) [૫૭] હે જંબૂ! તે કાલે અને તે સમયે શ્રાવસ્તી નામક નગરી હતી. ત્યાં કોષ્ટક નામક ચેત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે શ્રાવસ્તી નગરીમાં નદિનીપિતા નામક ગૃહપતિ રહેતો હતો. તે આદ્ય- ધનવાન હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજે અને ચાર હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકી હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે ચાર વ્રજો હતાં. તેનાં પત્નીનું નામ અશ્વિની હતું. મહાવીર સ્વામી સમોસય. આનંદ શ્રાવકની પેઠે તેણે તેમ જ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર ; કર્યો. પછી મહાવીર સ્વામી બહારના દેશોમાં વિચરવા લાગ્યા.નદિનીપિતા શ્રાવક Page #212 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનન્ટ ૨૦૯ થયો અને યાવત્ વિચરે છે. તે પછી તે નન્દિનીપિતા શ્રમણોપાસકને ઘણાં શીલવ્રતો, ગુણવ્રતો વગેરેથી આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયાં. આનંદની જેમ જ તે જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાનને સ્થાપન કરે છે અને ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકાર કરીને વિચરે છે. વીસ વરસ સુધી શ્રાવક પર્યાય પાળે છે, વિશેષતા એ છે કે તે અરુણ વિમાનમાં ઉત્પન્ન થયો. પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ જઈ સાધના કરી મોક્ષ જશે. અધ્યયન-૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-૧૦-લેઈયાપિતા [૫૮] હે જંબૂ ! તે કાલે, તે સમયે શ્રીવસ્તી નગરી હતી, કોષ્ઠક ચૈત્ય હતું. તે શ્રીવાસ્તવનો રાજા જિતશત્રુ હતો. તે શ્રીવસ્તી નગરીમાં લેઈયાપિતા નામે ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને દીપ્ત-તેજસ્વી હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, ચાર હિરણ્યકોટિ વ્યાજે મૂકેલી અને હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં લગાડેલી હતી. તેને દસ-દસ હજાર ગાયોનાં ચાર વ્રજો હતાં. એટલે ચાલીસ હજાર ગાયો હતી. ફાલ્ગુની ભાર્યા હતી. મહા વીર સમોસર્યા. આનંદની પેઠે તે ગૃહસ્થધર્મને સ્વીકારે છે, અને કામદેવની જેમ જ્યેષ્ઠ પુત્રને સ્થાપીને પોષધશાલામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિહરે છે. પરંતુ અગિયારે શ્રાવકની પ્રતિમાઓ ઉપસર્ગ રહિત તેજ રીતે કહેવી. કામ દેવના વૃત્તાન્તમાં જે સૂત્રપાઠ છે તે પ્રમાણે અહીં કહેવું. યાવત્ સૌધર્મ કલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષ પામશે. [૫૯-૬૦]દસે શ્રાવકોને પંદરમાં વર્ષે ચિન્તા-ધર્મ-પ્રજ્ઞપ્તિ મુજબ વર્તવાનો વિચાર થાય છે. અને દશે શ્રાવકો વીસ વરસ શ્રમણોપાસક પર્યાયમાં રહ્યાં. એ પ્રમાણે હે જંબૂ ! યાવત્ નિર્વાણને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે ઉપાસકદશાંગના દસમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ઉપાસદશા નામક સાતમાં અંગમાં એક શ્રુતસ્કંધ છે. દશ અધ્યયન છે. એકસરખા સ્વર છે. દશ દિવસમાં તેનો પાઠ પૂરો થાય છે. એમ કરવાથી શ્રુતસ્કંધનો પાઠ થઈ જાય છે, બે દિવસમાં આનો પાઠ પૂરો કરવાની અનુમતિ પણ આપી છે. અધ્યયન-૧૦-ની દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ 14 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉવાસગ દસાઓ-(૬૧) (સંગ્રહણી-ગાથા). [૬૧-૬૨]વાણિજ્યગામમાં ઃ આનંદ, ચંપામાં ? કામદેવ, વારાણસી : ચુલની પિતા અને સુરાદેવ, આલબિકા : ચુલ્લશતક, કામ્પિત્યપુર : કુંડકોલિક, પોલાશપુર : સહકાલપુત્ર, રાજગૃહ મહાશતક, શ્રાવસ્તીઃ નદિની પિતા અને સાલિહી પિતા [૩]આનંદની શિવાનંદા, કામદેવની ભદ્રા, ચુલનીપિતાની શ્યામ, સુરાદેવની ધન્યા, ચુલ્લશતકની બહુલા, કુંડકોલિકની પુષ્પા, મકડાલપુત્રની અગ્નિમિત્રા, મહા શતકની રેવતી આદિ તેર, નદિનીપિતાની અશ્વિની, સાહિપિતાની ફાલ્વપત્ની. [૬૪]આનંદ અવધિજ્ઞાન અને ગૌતમ સ્વામીનો સંદેહ, કામદેવ : પિશાચનો ઉપસર્ગ અને શ્રાવકનું અંત સુધી દ્રઢ રહેવું. ચુલનીપિતાઃ દ્વારા માતા. ભદ્રાના વધનું કથન સાંભળીને વિચલિત થવું. સુરાદેવઃ પિશાચ દ્વારા ૧૬ ભયંકર રોગ ઉત્પન્ન કર વાની ધમકી અને વિચલિત થવું. ચુલ્લશતક : પિશાચ દ્વારા સમ્પત્તિ નાશ કરવાની ધમકી અને તેનું વિચલિત થવું. કંડકોલિક દેવ દ્વારા ઉત્તરીય તથા અંગૂઠી લેવી તથા ગોશાલકના મતની પ્રશંસા કરવી, કુંડકોલિકની દ્રઢતા અને દેવનું નિત્તર થવું. સદ્દાલ. પુત્રઃ સુવ્રતા અગ્નિમિત્રા પત્નીએ વ્રતથી ખલિત થવા પર ફરીથી ધર્મમાં સ્થિત કર્યો, ભગવાન મહાવીર દ્વારા નિયતિવાદનું ખંડન અને સકડાલપુત્રના ગોશાલકના મતને છોડીને તેના મતના અનુયાયી થયા. મહાશતક : રેવતીનો ઉપસર્ગ, મહાશતક દ્વારા રેવતીના ભાવિ નરકગમનનું કથન અને ભગવાન મહાવીર દ્વારા તેને અનુચિત બતા વીને પ્રાયશ્ચિત કરવાનો આદેશ. નદિનીપિતા સાલિહીપિતા આ બંન્નેને જીવનમાં કંઈ ઉપસર્ગન થવો [૬૫]આનન્દ : અરુણ , કામદેવ, અરુણાભઃ ચુલનીપિતા અરુણપ્રભ સુરા દેવ,અરુણકાન્ત,ચુલ્લશતક,અરુણશ્રેષ્ઠ,કુંડકોલિક, અરુણધ્વજ, સડકાલપુત્ર, અરુણ ભૂત-મહાશતક,અરુણાવંતસક, નદિનીપિતા, અરુણગવ સાલિદીપિતા, અરુણકીલ [૬૬]આનંદઃ ચાર વ્રજ કામદેવઃ છ વ્રજ =૬૦ હજાર ગાયો ચુલનીપિતાઃ આઠ વ્રજ સુરાદવ : છ વ્રજ ચુલ્લ શતકઃ છ વ્રજ કુંડકોલિકઃ છ વ્રજ સકલાલપુત્રઃ એક વ્રજ મહાશતક: આઠ વ્રજ નદિનીપિતાઃ ચાર વ્રજ સાલિહીપિતા: ચાર વ્રજ [૬૭]આનંદઃ ૧૨ કરોડ ત્રણ ક્ષેત્રોમાં વિભક્ત અથતુ (૧)નિધાન (૨)વ્યાપાર (૩)ઘર એવું સામાન રૂપમાં, પ્રત્યેક ચારમાં કરોડ. કામદેવઃ ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ૬ કરોડ. ચુલનીપિતાઃ ૨૪ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ. સુરાદેવઃ ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. ચુલ્લશતક: ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. કુંડકોલિકઃ ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. સકલાલપુત્રઃ ૩ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં એક કરોડ, મહાશતક : ૨૪ કરોડ પોતાની, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ, હતી.નદિનીપિતાઃ ૧૨ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. સાહિપિતાઃ ૧૨ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. [૬૮-૯]આનંદ આદિ શ્રાવકોએ નીચે લખેલી ૨૧ વાતોમાં મર્યાદા રાખી હતી. ઉલ્લણઃ દન્તવણઃ ફલઃ અભંગણઃ ઉધ્વટ્ટણઃ નહાણઃ વસ્ત્ર, વિલેપનઃ પુષ્પ, આિભરણઃ ધૂપઃ પેય, ભક્ષ્ય, ઓદનઃ સૂપ- ધી. શાક, માઘુર, જેમણઃ દહીંવડા, આદિ વસ્તુઓ. પાનીય, તમ્બોલઃ Page #214 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહણી ગાથા ૨૧૧ [૭૦]બે શ્રાવકોને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું પૂર્વ દિશાઃ લવણ, સમુદ્રમાં પાંચસો યોજન સુધી, આ પ્રકારે દક્ષિણ અને પશ્ચિમમાં. ઉત્તર દિશાઃ ચુલ્લ હિમવંત પર્વત સુધી. ઊર્ધ્વ દિશા : સૌધર્મ દેવલોકમાં સૌધર્મ કલ્પ વિમાન સુધી. અધો દિશા : પ્રથમ રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં લોલુપાશ્રુત નામના સ્થાન સુધી જ્યાં૮૪00 વર્ષની આયુવાળા નારકી જીવ રહે છે. મહાશતકે ત્રણે દિશાઓમાં હજાર હજાર યોજન સુધી અવધિ જ્ઞાનથી જાણ્યું અને જોયું. [૭૧]દરેક શ્રાવકે અગિયાર પ્રતિમાઓ સ્વીકાર કરી. તે આ પ્રમાણે દર્શન, સચિત્તપરિત્યાગ, વ્રત, આરંભપરિત્યાગ, સામાયિક, પ્રખ્ય પૌષધ, દિવસ બ્રહ્મચર્ય ઉદ્ધિષ્ટ ભોજનનો પરિત્યાગ, બ્રહ્મચર્ય, શ્રમણતભૂત. [૭૨]દરેક શ્રાવકે વીસ વર્ષ સુધી વ્રત અને પ્રતિમાનું પાલન કર્યું અને અંતમાં સંલેખના દ્વારા શરીરનો પરિત્યાગ કરીને સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પ્રાપ્ત કર્યું. ત્યાંથી ચ્યવન કરીને બધા શ્રાવકો મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ૭ ઉવાસગદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ સાતમુંઅંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #215 -------------------------------------------------------------------------- ________________ [૧૨] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ //////////// ૮ |. અંતગડ દસાઓ આઠમુંઅંગસુત્ર-ગુર્જરછાયા S ( વર્ગ-૧-ક અધ્યયન-૧-૧) [૧]તે કાળે અને તે સમયે ચમ્પા નામક નગરી હતી.પૂર્ણભદુ ચૈત્ય હતું તે કાળે અને તે સમયે આર્ય સુધમાં સ્વામી સમોસય પરિષદ્ નીકળી પાછી ફરી. તે કાળે અને તે સમયે આર્ય સુધમાં સ્વામીના શિષ્ય આયે જ જંબૂસ્વામી, સુધમાં સ્વામીની પર્યપાસના કરતા બોલ્યા. ભગવન્! શ્રત ધર્મની આદિ કરવાવાળા યાવતુ નિવણને પ્રાપ્ત સ્વામીએ સાતમાં અંગ ઉપાસકદશાંગ સૂત્રનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે, આઠમાં અંગ અતકૃશાંગ સૂત્રનો શું અર્થ કહેલ છે? -જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંગ અંત કદશાંગના આઠ વર્ગો પ્રતિપાદન કરેલ છે. હે ભગવન્! યાવતું મોક્ષપ્રાપ્ત મહાવીર સ્વામીએ અંતકતદ્દશાંગના પ્રથમ વર્ગના કેટલા અધ્યયનો કહેલ છે ? એ પ્રમાણે જંબૂ ના પ્રથમ વર્ગના દશ અધ્યયનો કહેલ છે. [૨]ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્વિમિત, અચલ, કાંડિલ્ય, અક્ષોભ, પ્રસેન જિત અને વિષ્ણુકુમાર. [૩] હે ભગવન્! શ્રમણ ભગવંત યાવતું મોક્ષ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ અંતગડદશાંગના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ પ્રરૂપેલ છે ? એ પ્રમાણે નિશ્ચયથી હે જંબૂ ! તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. આ નગરી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી, વૈશ્રમણ દેવ કુબેરની વિલક્ષણ બુદ્ધિથી તેની રચના કરાઈ હતી, તેનો પ્રકાર- સુવર્ણનો બનેલ હતો. તેનાં કાંગારાઓમાં ઈન્દ્રનીલ વૈડૂર્ય આદિ મણિઓ જડવામાં આવેલ હતા. તેથી તેનાં કાંગરાં પંચવર્ણ દેખાતા હતા. તે નગરી રમણીય હતી, કુબેરની નગરીની સમાન પ્રતીત થતી હતી. તે પ્રમોદ અને ક્રીડાનું સ્થાન હતી. પ્રત્યક્ષ દેવલોક જેવી ચિત્તને હરનારી હતી, દ્વારિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં રેવતક નામનો પર્વત હતો. તેની ઉપર નંદનવન નામનું એક ઉદ્યાન હતું. ત્યાં સુરપ્રિય નામના યક્ષનું એક પ્રાચીન યક્ષાયતન હતું. અને તે એક વનખંડ થી ઘેરાયેલું હતું. તે વનખંડની મધ્યમાં એક સુંદર શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું- દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. દ્વારિકા નગરીમાં કૃષ્ણ મહારાજ, સમુદ્રવિજય પ્રમુખ દશ દશાર્ણ, બલદેવ પ્રમુખ પાંચ મહાવીર, Page #216 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૧ ૨૧૩ પ્રદ્યુમ્ન પ્રમુખ સાડાત્રણ કરોડ રાજકુમાર, શામ્બ પ્રમુખ ૬૦ હજાર દુર્દન્તકુમાર, મહા સેન પ્રમુખ ૫૬ હજાર સૈનિક, વીરસેન પ્રમુખ ૨૧ હજાર વીર, ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજા,રુકિમણીપ્રમુખ ૧૬ હજા૨રાણીઓ,અનંગસેનાવિગેરેહજારો ગણિકાઓ, તેમજ બીજા પણ અનેક ઐશ્વર્યશાળી યાવત્ શ્રેષ્ઠી આદિ ઉપર તેમજ દ્વારિકા ઉપર તેમજ સંપૂર્ણ અર્ધભારત ઉપર અધિપતિત્વ કરતાં હતા. તે દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ નામના રાજા નિવાસ કરતા હતા. તે રાજાની રાણીનું નામ ધારિણી હતું. એકદા સમયે મહારાણી ધારિણી એક ઉત્તમ શય્યા પર શયન કરી રહી હતી. તેણે એક સ્વપ્ર જોયું. [૪]સ્વપ્રદર્શનનું કહેવું. બાળકનો જન્મ, બાળકનો બાળભાવ, કલાઓનું વર્ણન, યુવાવસ્થાની પ્રાપ્તિ, રાજકુમારીઓ સાથે વિવાહ, મહેલોનું નિર્માણ અને કામભોગોનો ઉપભોગ (આદિ વાતો ભગવતી સૂત્રમાં વર્ણિત મહાબલની જેમ જાણી લેવી જોઈએ.) [પ]પરંતુ વિશેષ એ છે કે રાજકુમારનું નામ ગૌતમ રાખવામાં આવ્યું અને એક જ દિવસમાં આઠ શ્રેષ્ઠ રાજકુમારીઓ સાથે તેનું પરિગ્રહણ થયું. દહેજમાં આઠ આઠ પ્રકારનીવસ્તુઆપવામાંઆવેલ તે કાળે અને તે સમયે ધર્મતીર્થનો આરંભ કરવા વાળા, ધર્મના પ્રવર્તકઅરિહંત અરિષ્ટનેમિ ભગવાનવિચરતાહતા.જ્યારે તેઓ દ્વારિકા નગરી થી બહાર ઉદ્યાનમાં પધાર્યા ત્યારે તેના સમવસરણમાં ચાર પ્રકાર ના દેવ ઉપસ્થિત થયા કૃષ્ણ વાસુદેવ પણ ત્યાં આવ્યા. ત્યાર પછી ગૌતમકુમાર પણ તેઓના દર્શન કરવા માટે તૈયાર થયા. મેઘકુમાર ની જેમ જાણવું ધર્મનું શ્રવણ કરીને તેના પર વિચાર કરતા કહેવા લાગ્યા- ભગવન્ ! હું મારા માતા પિતાને પૂછીને આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ. જેવી રીતે શ્રમણ ભગ વાન મહાવીર સ્વામી પાસે મેઘકુમાર ની જેમ દીક્ષિત થયા. ત્યાર પછી મુનિ ગૌતમકુમાર નિગ્રન્થ પ્રવચનને સન્મુખ રાખીને સાધુના આચર નું પાલન કરવા લાગ્યા. સાધુ થયા પછી ગૌતમ અણગાર ભગવાન અરિષ્ટનેમિના સ્થવિરોની પાસે સામયિકો આચારાંગ આદિ ૧૧ અંગોનું અધ્યયન કરતા કરતા વિચરવા લાગ્યા. અરિહંત ભગવાન અરિષ્ટ નેમિએ હવે દ્વારિકા નગરીના નંદન વનમાંથી વિહાર કર્યો અને અન્ય જનપદોમાં વિચર વા લાગ્યા. ગૌતમ અણગાર એક દિવસ જ્યાં અરિહંત ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈ અરિહંત ભગવાન અરિષ્ટ નેમિને વંદન કર્યા. નમસ્કાર કરીને તેણે કહ્યું. “ભગવન્ ! જો આપ આજ્ઞા આપો તો મારી ભાવના છે કે હું માસિક ભિક્ષુ-પ્રતિમાની આરાધના કરું.” ભગવાન પાસેથી આશા પ્રાપ્ત કરી તેઓ સાધનામાં લીન બન્યા.તે સર્વે સ્કંધક મુનિ મુજબ જાણવું ગૌતમ અણ ગારે ભિક્ષુની બાર પ્રતિમાઓ તેમજ ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. મનન કર્યું, ચિંતન કર્યું, અધ્યયન કર્યું, સ્થવિર મુનિરાજો સાથે શત્રુંજય પર્વત પર જઈને એક માસના સંથારા દ્વારા બાર વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળી અંતમાં સિદ્ધ થયાં. [૬] હે જંબૂ ! નિર્વાણ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંગ અંતગડ સૂત્રનાં પ્રથમ વર્ગના પ્રથમ અધ્યય નનો આ અર્થ કહેલ છે. જેવી રીતે ગૌતમકુમારનું વર્ણન કરેલ છે. તે જ પ્રમાણે બાકીના નવ અધ્યયનોનો અર્થ પણ સમજી લેવો જોઈએ. બધાનાં પિતા મહારાજા વિષ્ણુ હતા. માતા ધારિણી હતી. બધાનું વર્ણન એક સરખું છે. આ પ્રમાણે દશ અધ્યયનોનાં સમુ દાય રૂપ પ્રથમ વર્ગનું વર્ણન કરેલ છે. વર્ગ-૧-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અંતગડ દસાઓ- ૨/૧થી૮૭ (ક વર્ગ-૨ ક અધ્યયન ૧-૮) [૭] હે જંબૂ! તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. ત્યાં મહારાજા અંધકવિષ્ણુ રાજ્ય કરતા હતા. રાણીનું નામ ધારિણી દેવી હતું. તેને આઠ પુત્રો હતો. [૮]સાગર, સમુદ્ર, હિમવન્ત, અચલ, ધરણ, પૂર્ણ, અને અભિચંદ્ર. [૯]પ્રથમ વર્ગ સમાન આ આઠ અધ્યયનોનું વર્ણન પણ સમજી લેવું “ગુણરત્ન સંવત્સર' તપની આરાધના કરી. અને ૧૬ વર્ષ સુધી સંયમ પાળી શત્રુંજય પર્વત ઉપર એક માસની સંલેખના કરી સિદ્ધ થયા. | વર્ગ-૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (દર વર્ગ-૩ અધ્યયનઃ૧) [૧૦]અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના તેર અધ્યયનો કહ્યા છે. - અનિયસ , અનન્ત સેન અનિહતવિદ્વત,દેવયશ,શત્રુસેન,સારણ,ગજ,સુમુખ,દુર્મુખ,કૂપક,દારૂક,અનાવૃષ્ટિ ભગવનશ્રમણ યાવતું મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ પ્રતિપાદન કરેલ છે? હે જંબૂ! તે કાળે અને તે સમયે ભદિલપુર નામનું નગર હતું. તેના ઈશાન ખૂણામાં શ્રીવન નામનું એક ઉદ્યાન હતું. તે નગરમાં મહારાજા જિતશત્રુ રાજ્ય કરતા હતાં. તે જ નગરમાં નાગ નામનો એક ગાથાપતિ રહેતો હતો. તે ઘણો ધનવાન અને તેજસ્વી હતો. તે ગાથાપતિ ને સુલસા નામની એક પત્ની હતી. સુલસા અત્યંત સુકોમળ યાવત્ સ્વરૂપ વતી હતી. તે નાગ ગૃહ પતિનો પુત્ર અને સુલસા ભાર્યાનો આત્મજ અનિ યસ નામનો પુત્ર હતો. તે પણ ઘણો કોમળઅનેસ્વરૂપવાનહતો.પાંચધાવમાતાઓ દ્વારા તે પરિક્ષિત હતો. તેનું બધું જીવન દ્રઢપ્રતિજ્ઞની જેમ સમજી લેવું જોઈએ. તે ગિરિગુફામાં ઉત્પન્ન થતી ચંપકલ તાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો અનીયસ કુમાર જ્યારે આઠ વર્ષથી કંઈક-થોડો વધારે મોટો થયો ત્યારે માતા-પિતાએ તેને ભણાવવા માટે કલાચાર્ય પાસે મોકલ્યો. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી અને બાલભવને છોડીને જ્યારે અનિયતકુમાર ભોગ ભોગવવાને યોગ્ય થઈ ગયો ત્યારે માતાપિતાએ તેના અનુરૂપ બત્રીશશ્રેષ્ઠ કન્યાઓ સાથે એક જ દિવસે લગ્ન કર્યા. લગ્ન પછી તે નાગ ગાથાપતિએ અનિયસ કુમારને પ્રીતિદાન દેતી સમયે બત્રીસ કરોડ ચાંદીના સિક્કા તેમજ અન્ય બત્રીશ પ્રકારની અનેક વસ્તુઓ આપી. જે મહાબલ કુમાર સમાન જાણવી તે કાળે અને સમયમાં શ્રીવન નામના ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટ નેમિ પધાર્યા. જનતા તેમનો ધમપદેશ સાંભળવા ઉદ્યાનમાં ગઈ અને ધમોપદેશ સાંભળી પાછી ફરી. ભગવાન્ના દર્શન કરવા અનિયસકુમાર પણ આવ્યો. યાવતુ ગૌતમ કુમારની જેમ તે ભગવાન પાસે દીક્ષિત થઈ ગયો. સામાયિકથી લઈ ચૌદ પૂર્વોનું અધ્યથન કર્યું, વીસ વર્ષ દીક્ષાનું પાલન કર્યું. અંત સમયે એક માસના સંલેખના દ્વારા શત્રુંજય પર્વત પર મુક્તિ પામ્યા. | વર્ગ ૩-અધ્યયનઃ૧ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-૩-અધ્યયનરથી) [૧૧]આવી રીતે અનન્તસેનથી લઈને શત્રુસેન કુમાર સુધી છ અધ્યયનોનું Page #218 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૩, અધ્યયન-૨ થી ૬ ૨૧૫ વર્ણન પણ જાણી લેવું જોઈએ. યાવતુ અંતમાં એક માસની સંલેખના કરી શત્રુંજય પર્વત * પર અનન્તસેન આદિ પાંચે સિદ્ધગતિએ પામ્યા. વર્ગ૩-અધ્યયન ર થી નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન૭) [૧૨]તે કાળે અને તે સમયે દ્વારિકા નગરી હતી. તેમાં વસુદેવ રાજા ધારણી રાણી, સીંહ સ્વપ્ન, સારણકુમાર નામે પુત્રપ૦ કન્યા ઓ સાથે તેના લગ્ન થયા. પિતાએ પ૦-પ૦ વસ્તુ આણામાં આપી. દીક્ષિત થયા. ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. વીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી ગૌતમ ની જેમ શત્રુંજ્ય પર્વત પર એક માસની સંલેખના કરી સિદ્ધ ગતિ પામ્યા. અધ્યયન-૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૩-અધ્યયન ૮) [૧૩] આ પ્રમાણે હે જંબૂ ! તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. પહેલાંની જેમ તે નગરીની બહાર ઉદ્યાનમાં અરિહંત અરિષ્ટનેમિ પધાર્યા. તે કાળે અને તે સમયે અહંત અરિષ્ટ નેમિ ભગવાનના છ શિષ્યો સહોદર- હતા. તેઓ સમાન હતા. સરખા પ્રતીત થતા હતા. તેઓનો વર્ણ નીલકમલ જેવો, ભેંસના શિંગડાં જેવો અને અળસીનાં ફૂલ જેવો નીલ હતો. તેનું વક્ષ સ્થળ શ્રીવત્સના ચિલથી ચિલિત હતું. તેઓના માથાના વાળ પુષ્પ જેવા કોમળ અને કુંડળની જેમ વાંકડીયા હતા. તેઓ વૈશ્રમણ દેવના પુત્રની જેમ પ્રતીત થતા હતા. આ છ એ ભાઈઓ જે દિવસે દીક્ષિત થયા તેજ દિવસે ભગવાનનાં ચરણ-કમળમાં વંદન નમસ્કાર કરી કહેવા લાગ્યા-ભગવન્! જો આપશ્રી આજ્ઞા કરો તો અમારી ભાવના છે કે અમે જીવન પર્યંત નિરન્તર છઠ-છઠ ભક્ત કરીને આત્માને સંયમ અને તપથી ભાવિત કરતા વિચારીએ. હે દેવાનુપ્રિયો! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. શુભ કાર્યમાં વિલંબ ન કરો. આ પ્રમાણે ભગવાનની આજ્ઞા મળી જવા પર છએ ભાઈઓ જીવનપર્યત નિરન્તર ષષ્ઠ ભક્ત કરતા આત્માની સાધના કરવા લાગ્યા. ત્યાર પછી તે છએ અણગાર એકદા છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. બીજા પ્રહરમાં ધ્યાન કરે છે અને ગૌતમ અણગારની જેમ ચય કરતા થકા ભગવાન અરિષ્ટનેમિને કહે છે - ભગવનું ! આજે છઠ્ઠના પારમણે આપની અનુજ્ઞાથી અમે છએ ભાઈઓ ત્રણ સંઘાડામાં દ્વારિકા નગરીથી ભિક્ષા માટે નીકળીએ. ભગવાન અરિષ્ટનેમિએ અનુમતિ આપી દેવાનુ- પ્રિયો ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. ભગવન્! અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત કરીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન કરે છે, નમસ્કાર કરે છે, અરિહંત અરિષ્ટ નેમિ ભગવાન પાસેથી સહસ્સામ્ર વનમાંથી નીકળે છે. નીકળીને ત્રણ સંઘાડામાં શીઘ્રતા અને ચપળતા વગર યાવત્ દ્વારિકા નગરીમાં ભિક્ષા માટે ફરે છે. ત્રણે સંઘાટકમાંથી એક સંઘાટકના બે મુનિઓ દ્વારિકા નગરીના સધન, નિર્ધન તેમજ મધ્યમ ઘરોમાં વચ્ચે આવેલાં ઘરોને મૂક્યા વગર ગૌચરી ફરતાં મહારાજા વસુદેવની રાણી દેવકી દેવીના ઘરમાં પધાર્યા. ત્યારે દેવકી દેવી ઘરમાં આવતા મુનિઓને જુએ છે. પ્રસન્ન થાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અંતગડ દસાઓ-૩૮/૧૩ થાવતુ સાત-આઠ પગલાં સામે જઈને ત્રણવાર પ્રદક્ષિણા કરે છે. વંદના નમસ્કાર કરી ને જ્યાં રસોડું હતું ત્યાં આવી. આવીને સિંહ કેસર લાડવાનો થાળ ભરે છે. ભરીને તે સાધુ ઓને વહોરાવે છે. ત્યાર પછી વંદના નમસ્કાર કરે છે. ત્યાર પછી બીજો સંઘાટક દ્વારિકા નગરીના સધન, નિર્ધનાદિ ઘરો માં યાવતુ ગૌચરી કરતા થકા દેવકીના ઘરમાં પધાર્યા. દેવકી તેઓને પણ સિંહકેસરીયા લાડુ વહોરાવીને વિદાય કરે છે. ત્યાર પછી તે સાધુ ઓનો ત્રીજો સંઘાટક તેજ રીતેના સાધારણ-અસાધારણ તેમજ મધ્યમ શ્રેણીના ઘરોમાં ભિક્ષા માટે ફરતાં-ફરતાં દેવકી દેવીના ઘરે આવ્યાં. દેવકીદેવી તેઓને પણ વહોરાવે છે. વહોરાવ્યા પછી તે આ પ્રમાણે બોલી- દેવાનુપ્રિય! કૃષ્ણ વાસુદેવની આ દ્વારિકા નગરી નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી છે. પ્રત્યક્ષ દેવલોક જેવી છે સાધારણ અસા ધારણ તેમજ મધ્યમ શ્રેણીનાં લોકોના ઘરોમાં ભ્રમણ કરતાં થકા શ્રમણ નિગ્રન્થોને શું આહાર-પાણી મળતું નથી ? જેનાથી શ્રમણોને આહાર પાણી માટે વારંવાર એકજ ઘરે આવવું પડે છે? ત્યાર પછી તે મુનિ દેવકી દેવીને કહ્યું દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવની નગર ઘણી વિશાળ છે અને દેવલોક સમાન છે. ભિક્ષા માટે ભ્રમણ કરતાં શ્રમણો, સાધુઓને આહાર પાણી નથી મળતું એમ નથી. અને એમ પણ નથી કે સાધુઓ તેને તેજ ઘરોમાં બે વાર અથવા ત્રણ વાર પ્રવેશ કરતા હોય દેવાનુપ્રિયે ! અમે ભદિલપુર નગરનાં નિવાસી નાગ ગૃહપતિના પુત્ર છીએ, તેની સુલતા નામક ધર્મપત્નીના આત્મજ છીએ. અમે, છએ સહોદર ભાઈઓ છીએ. એક સરખી આકૃતિવાળાંછીએ,યાવતુવૈશ્રમણદેવનાપુત્રજેવા છીએ.અરિહંત અરિષ્ટનેમિ પાસેથી ધર્મ સાંભળીને અમે સંસારના ભયથી ઉદ્વિગ્ન બન્યા. જન્મ અને મરણથી ભયભીત થયા. યાવતું મુંડિત થઈને દીક્ષિત થયા તે જ દિવસે અભિ ગ્રહ ગ્રહણ કર્યો- આ પ્રમાણે અરિહંત ભગવાનુ અરિષ્ટનેમિની આજ્ઞા મલી જવાથી અમે એ ષષ્ઠભક્ત તપ આરંભ કર્યો અને તેનું પાલન કરી રહ્યા છીએ. આજે અમારે છઠ્ઠ નું પારણું હતું પહેલા પહોરમાં અમે સ્વાધ્યાય કર્યો, બીજા પહોરમાં ધ્યાન કર્યું. ત્રીજા પહોરમાં અમે છએ ભાઈઓ ત્રણ ટોળી બનાવી છઠનાં પારણા નિમિત્તે ગોચરી માટે દ્વારિકા નગરીના સાધારણ અસાધારણ આદિ બધા ઘરોમાં ભ્રમણ કરતાં આપનાં ઘરે આવી ગયા છીએ. તેથી હે દેવાનુપ્રિયે ! અમે બીજા છીએ. આ પ્રમાણે દેવકી દેવીને પોતાની વાત કહી જે દિશા માંથી બંને મુનિ આવ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. મુનિઓ ચાલ્યા ગયા પછી દેવકી દેવીનાં મનમાં આવા પ્રકારનો આધ્યાત્મિક માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે મને પોલાસપુર નગરમાં અતિમુક્તકુમાર શ્રમણે બાલ્યાવસ્થામાં કહ્યું હતું કે-દેવાનુપ્રિયે ! તું વૈશ્રમણ કુમાર જેવા અને સમાન આકૃતિ અને વર્ણવાળા આઠ એવા પુત્રોનો જન્મ આપીશ કે ભારત વર્ષમાં બીજી માતા આવા પ્રકારના પુત્રોને જન્મ નહી આપે, તે કથન તો મિથ્યા થયું. કારણકે આ પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે ભારત વર્ષમાં અન્ય માતાઓએ પણ એવા પ્રકારના પુત્રોને જન્મ આપ્યો છે. તો હવે હું અરિંવંત આરિષ્ટનેમિ ભગવાન પાસે જાઉં અને તેમને વંદના નમસ્કાર કરીને પ્રશ્ન પૂછું.જેવી રીતે દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીરના ચરણોમાં ઉપસ્થિત થઈ હતી. તેવી રીતે દેવકી દેવી પણ ગઈ અને ઉપાસના કરવા લાગી. અરિહંત અરિષ્ટનેમિ દેવકી દેવીને જોતાં જ બોલ્યા- હે દેવકી! આ છ અણગારોને જોઈને તમારા મનમાં આ સંલ્પ Page #220 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૩, અધ્યયન-૮ ૨૧૭ ઉત્પન્ન થયો છે કે મને પોલાસપુર નગરમાં અતિમુક્તકુમારે કહ્યું હતું ઈત્યાદિ યાવતુ તું ઘરેથી નીકળી ઘણી ઉતાવળથી મારી પાસે આવી છો, શું આ વાત સત્ય છે? હા ભગવન્ત સત્ય છે.-દેવાનુપ્રિયેાતે કાળે અને તે સમયે ભદ્દિલપુર નામક નગરમાં નાગ નામક શેઠ નિવાસ કરતો હતો. તે સમ્પન્ન હતો. તે નાગ ગાથાપતિને સુલસા. નામની પત્ની હતી. તેને બાલ્યાવસ્થામાં કોઈ નૈમિતિક-કહ્યું હતું કે આ છોકરી નિંદુથશે. ત્યાર પછી તે સુલસા બાલ્યાવસ્થાથી જ હરિણગમૈષી દેવની ભક્તિ કરતી હતી. તેણે હરિણગમૈષી દેવની મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવીને હંમેશા સ્નાન કરીને યાવતુ પ્રાયશ્ચિત્ત કરીને ભીનું કપડું અને સાડી પહેરીને તેની પૂજા કરતી હતી. પ્રણામ કરતી. ત્યાર પછી જ તે આહારનિહાર અથવા બીજી ક્રિયાઓ કરતી હતી. ત્યાર પછી સુલતાની ભક્તિ, અત્યંત સત્કાર તેમજ સેવાથી હરિણગમૈષી દેવ પ્રસન્ન થઈ ગયો. તે હરિણમેષી દેવે સુલસા શેઠાણી પર અનુકંપા આવવાથી સુલસા શેઠા ણીને અને તમને બંનેને સમઋતુવાળા કરે છે. પછી તમે બંનેએ એક જ સમયે ગર્ભ ધારણ કર્યો. એકજ સમયે બાળકોને જન્મ આપ્યા. પણ સુલસા મરેલા બાળકોને જન્મ આપે છે. ત્યારે સુલસા પર દયા લાવીને હરિણગમૈષી દેવે તેના બાળકોને પોતાના બંને હાથોમાં ઉપાડીને તમારી પાસે મૂકી દીધા. તે સમયે તમે પણ કંઈક અધિક નવ માસ પસાર થવા પર સુકુમાર બાળકોને જન્મ આપ્યો. હે દેવાનુપ્રિયે ! તમારા જે પુત્રો હતા તેઓને તમારી પાસેથી બંને હાથોથી ઊંચકી તુલસા શેઠાણી પાસે મૂકી દીધા. માટે હે દેવકી! આ છએ અણગાર ખરેખર તમારા પુત્રો છે, ત્યારે દેવકી અહત અરિષ્ટનેમિ પાસેતી આ વૃત્તાન્તને સાંભળીને, વિચારીને, ઘણી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ યાવતુ તેનું હૃદય ખીલી ઊઠ્યું. પછી તેણે અહત અરિષ્ટ નેમિને વંદન નમસ્કાર કર્યો. છએ સાધુઓને વંદન, નમસ્કાર કરે છે. ત્યાર પછી પ્રગાઢ પુત્રસ્નેહને કારણે તેના સ્તનોમાં દૂધ આવી ગયું. તેની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. અત્યંત હર્ષના કારણે તેની કંચૂકીના બંધ તૂટી ગયા, હર્ષ અને રોમાં ચથી શરીર ફૂલી જવાથી કંકણ ટૂંકા પડવા લાગ્યા, તેના રૂંવાડા મેઘધારાથી આહત થયેલ કંદપુષ્પની જેમ ખીલી ઊઠ્યા. તે છએ અણગારોને અનિમેષ દૃષ્ટિથી જુએ છે. જોઈને વંદન, નમસ્કાર કરે છે. જ્યાં અરિષ્ટનેમિ ભગવાન છે ત્યાં આવે છે. પ્રદક્ષિણા કરીને વંદના કરે છે. નમસ્કાર કરે છે. જ્યાં પોતાનું વાસગૃહ હતું, શય્યા હતી ત્યાં આવે છે. આવીને તે શય્યા પર બેસે છે. ત્યાર પછી દેવકી દેવીની હૃદયમાં આ વિચાર ચિંતન અભિલાષારૂપ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે-મેં એક સરખા યાવતુ ધનપતિ કુબેરના પુત્ર જેવા સાત પુત્રોને જન્મ આપ્યો છતાં પણ મેં એકના બાલભાવનો અનુભવ ન કર્યો. આ કૃષ્ણ વાસુદેવ પણ છ છ મહિના પછી મને પાયવંદન માટે શીઘ્રતાથી આવે છે. ખરેખર ધન્ય છે તે માતાઓ કે જેના પુત્રો પોતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા છે, સ્તનના દૂધના લોભી છે, મધુર, તોતડા અને થોડા વચન બોલનાર છે અને કક્ષ ભાગમાં રમણ કરે છે. જે મુગ્ધ-સરળ છે. જેને માતાને કમળ જેવા કોમળ હાથોથી ઊંચકીને પોતાનાં ખોળામાં બેસાડેલ છે. જે બાળકો માતાઓને મનોહર અને મધુર વચન સંભળાવે છે. પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન છું, મેં પૂર્વે કાંઈ પુણ્ય કરેલ નથી કારણકે આવા પુત્ર જન્મના સુખોમાંથી એક પણ સુખ મને મળ્યું નથી, આ પ્રમાણે વિચાર કરીને દેવીક ઉદાસીન Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અંતગડ દસાઓ- ૩૮/૧૩ મનવાળી અને ચિન્તામગ્ન થઈ ગઈ. તે સમયે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને યાવતુ બધા પ્રકારના વસ્ત્રાભૂષણોથી વિભૂ ષિત થઈને દેવકી દેવીને પગે લાગવા ઉતાવળથી આવે છે. તે કૃષ્ણ વાસુદેવ દેવકી દેવીને જુએ છે. જોઈને દેવકી દેવીને ચરણ-વંદન કરે છે. - હે માતા ! પહેલાં તો આપ મને જોઈને હર્ષિત થતા હતા. પરંતુ હે માતા! આજે એવું શું કારણ છે કે જેથી આપ ઉદાસીન યાવતુ ચિંતામગ્ન છો? ત્યારે દેવકી દેવીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે પુત્ર! મેં એક સરખા યાવત્ નળકુબેર જેવા સાત પુત્રોને જન્મ આપ્યો. પરંતુ મેં એક પણ બાળક ના શૈશવનો અનુ ભવ કર્યો નથી. હે પુત્ર! તુ પણ છ છ મહિના પછી મારી પાસે પાય વંદનને માટે ઉતવા ળથી આવે છે અને જલદીથી ચાલ્યો જાય છે. તેથી હું આર્તધ્યાન કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દેવકી દેવીને આ પ્રમાણે કહ્યું : હે માતા ! આપ ઉદાસીન ન થાઓ. યાવતુ આર્તધ્યાન ન કરો. મારે નાનો સહોદર ભાઈ થાય તેવો હું પ્રયત્ન કરીશ. આ પ્રમાણે કહીને દેવકી દેવીને ઈષ્ટ પ્રવચનોથી આશ્વાસન આપી ત્યાંથી તે ચાલ્યા ગયા અને જ્યાં પૌષધશાળા હતી ત્યાં પહોંચ્યાં.નીજેમ અભયકુમાર અઠ્ઠમ તપ કરે છે. પરંતુ કૃષ્ણ વાસુ દેવના અઠ્ઠમમાં આ વિશેષતા છે. કૃષ્ણ હરિણગમૈષી દેવને લક્ષ કરીને અઠ્ઠમ કર્યો. યાવતુ હરિણગમષી દેવ આરાધનાથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ પાસે આવ્યો. ત્યારે શ્રીકૃષ્ણ હાથ જોડીને આ પ્રમાણે બોલ્યાઃ દેવાનુપ્રિય! મારી ઈચ્છા છે કે આપ મને નાનો સહોદર ભાઈ આપો. ત્યારે હરિણગમૈષી દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રમાણે કહ્યું-દવાનુપ્રિય ! દેવલોકથી ચ્યવીને તમારો સહોદર નાનો ભાઈ જન્મ લેશે. પરંતુ તે બાલ્યાવસ્થા ઉલ્લંઘીને યાવતું યુવાવસ્થામાં આવીને યાવતુ દીક્ષિત થઈ જશે. દેવે કૃષ્ણવાસુદેવને બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું. એમ કહીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાંથી બહાર નીકળે છે. ત્યાંથી નીકળી જ્યાં દેવકી દેવી હતા ત્યાં આવે છે. ત્યાં આવીને દેવકી દેવીના ચરણોમાં વંદન કરીને આ પ્રમાણે કહે છે: “હે માતા! મારે સહોદર નાનો ભાઈ જન્મશે’ આમ કહીને દેવકી દેવીને તે ઈષ્ટ વચનો દ્વારા યાવત્ આશ્વાસન આપે છે. ત્યાર પછી એકદા માતા દેવકી દેવી પોતાના શયનાગારમાં ઘણી કોમળ અને સુખદ શય્યા પર સૂતા હતા. ત્યારે તેણે સ્વપ્રમાં સિંહને જોયો. સ્વપ્ર જોયા પછી તે ઊઠી ગઈ. તેણે સ્વપ્રનો બધો વૃત્તાન્ત પોતાના પતિદેવને કહ્યો. મહારાજા વસુદેવે સ્વપ્રપાઠકોને બોલાવી તેઓને સ્વપ્રનું ફળ પૂછ્યું. સ્વપ્ર-પાઠકોએ સ્વપ્રનું ફળ એક સુયોગ્ય પુણ્યાત્મા પુત્રની પ્રાપ્તિ થશે એમ બતાવ્યું. માતા દેવકી સ્વપ્રપાઠકો પાસેથી સ્વપ્રનું ફળ સાંભળી ઘણી પ્રસન્ન થઈ. યથાસમયે ગર્ભને ધારણ કરી તે ગર્ભનું યોગ્ય રીતે પાલન કરવા લાગી. ત્યાર પછી નવ માસ પૂર્ણ થવા પર માતા દેવકીએ જાત કુસુમ સમાન, રક્ત બંધુ જીવક સમાન, વીરવછૂટી સમાન, લાખના રંગ જેવા, વિકસીત પારિજાત પુષ્પ જેવા, પ્રાતઃકાલીન સૂર્યની લાલિમા સમાન કાન્તિવાળા, બધાના નેત્રોને આનંદ આપનાર, સુકુમાર અંગોવાળા યાવતું સ્વરૂપવાન, હાથીના તાળવાની જેવા રક્તવર્ણ એવા કોમળ પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મસંસ્કાર મેઘકુમારની જેમ જાણવો. નામ સંસ્કાર કરતા સમયે કહેવામાં આવ્યું કે અમારો આ બાળક હાથીના તાળવાની સમાન રક્ત વર્ણવાળો છે તથા કોમળ અંગવાળો છે. તેથી આ Page #222 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૩, અધ્યયન-૮ ૨૧૯ બાળકનું નામ ગજસુકુમાર રાખવું જોઈએ. બાકીનું વર્ણન મેઘકુમારની જેમ જાણવું. યાવતુ તે ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો. તે દ્વારિકા નગરીમાં સોમિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ધનવાન હતો. ઋગ્વદ આદિ વેદોમાં તથા વેદાંગોમાં પારંગત હતો. સોમિલ બ્રાહ્મણની સોમશ્રી નામની ધર્મપત્ની હતી, તે કોમળ હતી, તે સોમિલની પુત્રી અને સોમશ્રી બ્રાહ્મણની આત્મજા-સોમા નામની પુત્રી હતી, તે સુકુમારી હતી, સ્વરૂપવતી હતી, લાવણ્ય સૌન્દર્ય ની દ્રષ્ટિથી તેમાં કોઈ દોષ ન હતો તેથી તે ઉત્તમ અને ઉત્તમ શરીરવાળી હતી. કોઈ સમયે સોમાં બાલિકાએ સ્નાન કર્યું, આભૂષણોથી વિભૂષિત થઈ. કુન્નાદાસી યાવતું બીજી ઘણી દાસીઓથી ઘેરાઈને પોતાના ઘરેથી નીકળી. નીકળીને રાજમાર્ગ ઉપર આવી અને રાજમાર્ગમાં સોનાના દડાથી રમવા લાગી. તે કાળે અને તે સમયે અહંત અરિષ્ટનેમિ પધાર્યા. તેમનાં દર્શન કરવા પરિષદ નીકળી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ આ વૃત્તાન્તને જાણી સ્નાન કરે છે. આભૂષણોથી અંલકૃત થઈ રાજકુમાર ગજસુકુમારને સાથે લઈ હાથીની અંબાડી ઉપર બેસે છે, તેઓએ કોટવૃક્ષના ફૂલોથી યુક્ત છત્ર ધારણ કર્યું હતું. સુંદર શ્વેત ચામર તેની ઉપર ઢોળાઈ રહ્યા હતા. દ્વારિકા નગરીની વચોવચથી અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના ચરણ-વંદન કરવા જઈ રહ્યા હતા. ત્યાં તે સોમા બાલિકાને જુએ છે. જોઈને સોમા બાલિકાના રૂપથી, યૌવનથી, લાવણ્યથી વિસ્મય પામ્યા. ત્યાર પછી કષ્ણ મહારાજ પોતાના કૌટુમ્બિક પુરુષો- કર્મચારીઓને બોલાવે છે. બોલાવીને કહે છે કે હે દેવાનુપ્રિયો ! તમે સોમિલ બ્રાહ્મણ પાસે જાઓ અને સોમા બાલિકાની યાચના કરો અને લઈ કન્યાઓના અંતપુરમાં રાખો. પછી આ બાલિકા રાજુકમાર ગજસુકુમારની પત્ની થશે. પછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળે છે. નીકળીને જ્યાં સહસ્ત્રાભ્રવન નામનું ઉદ્યાન હતું ત્યાં જઈ યાવતુ ઉપાસના કરવા લાગ્યા. પછી અરિહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુદેવને ગજસુકુમારને અને આવેલા અન્ય જનસમૂહને ધર્મકથા સંભળાવી. પછી શ્રીકૃષ્ણ પાછા ગયા. પછી તે રાજકુમાર ગજસુકુમાર અરિહંત અરિષ્ટનેમિ ભગવાનનો ધમપદેશ સાંભળીને કહે છે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છું, માટે માતા-પિતાને પૂછીને આપની સેવામાં આવીશ ઈત્યાદિ વર્ણન જેમ મેઘકુમારનું છે તેમ અહીં જાણવું. પરંતુ અહીં પત્ની પાસે અનુમતિ માંગવાની વાત ન કહેવી. હે પુત્ર! તું અવિવાહિત છો. તેથી વિવાહિત થાય. ધાવતુ કુલની વૃદ્ધિ કરી અર્થાત્ સંતાન થાય ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરજે. ગજસુકુમાર દીક્ષા લેવા ઈચ્છે છે, આ સમાચાર જ્યારે શ્રી કૃષ્ણ વાસુદેવને મળ્યા ત્યારે તે ગજસુકુમારની પાસે આવે છે. આવીને તેને ભેટે છે. ખોળામાં બેસાડે છે અને આ પ્રમાણે કહે છે. તું મારો સહોદર નાનો ભાઈ છે તેથી હે દેવાનુપ્રિય ! હમણાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષિત. થવાનો વિચાર છોડી દે. હું તને મોટા સમારોહ સાથે દ્વારિકા નગરીનો રાજા બનાવીશ. કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર ગજસુકુમાર મૌન રહે છે. તત્પશ્ચાત વિચાર કરીને કૃષ્ણ વાસુદેવને તથા માતા-પિતાને ગજસુકુમાર બીજીવાર અને ત્રીજી વારઆપ્રમાણેકહેવાલાગ્યા.દેવાનુપ્રિયો!મનુષ્ય જીવિનસંબંધી કામભોગોના આધાર રૂપઆશરીરકફમલ-મૂત્રઆદિનું ઘર છે. યાવતુ એક દિવસ તો તે છોડવું જ પડશે. માટે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અંતગડ દસાઓ - ૩/૮/૧૩ દેવાનુપ્રિયો ! હું ઈચ્છું છું કે આપ આજ્ઞા આપો કૃષ્ણ વાસુદેવ તેમજ માતા પિતા જ્યારે ગજસુકુમારને અનુકૂળ પ્રલોભનોથી તથા પ્રતિકૂળ કથનોથી સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે તેઓ નિરાશ થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે પુત્રો ! અમે તારી એક જ દિવસની રાજ્યશ્રીને જોવા ઈચ્છીએ છીએ. ત્યારે ગજસુકુમાર મૌન રહ્યા. એક દિવસ માટે તેમનો રાજ્યાભિષેક થયો.ગજસુકુમાર રાજા થઈ ગયાં.પૂછવામાંઆવ્યુંશી આજ્ઞા આપો છો ? ત્યારે રાજા ગજસુકુમારે સંયમના ઉપકરણો મંગાવવાની આજ્ઞા આપી. ઉપરકરણો આપી ગયા અને મહાબલ કુમારની જેમ દીક્ષા થઈ ગઈ. તે ઈરિયા સમિતિ આદિનુંપાલનકરવાલાગ્યા.યાવજિતેન્દ્રિય થઈ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યાં. તે ગજસુકુમારે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે સાંજના સમયે જ્યાં અરિહંત અરિષ્ટનેમિ હતા ત્યાં જાય છે. જઈને અરિષ્ટનેમિ ભગવાનને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર પૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા. ભગવન્ ! આપશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરીને મહાકાલ સ્મશાનમાં એક રાત્રિની એવી મહાપ્રતિમાં અંગીકાર કરવા ઈચ્છું છું ભગવને કહ્યું :- હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી ગજસુ કુમા૨ અણગાર અરિહંત અરિષ્ટનેમિ દ્વારા આજ્ઞા પ્રાપ્ત થવા પર અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કરે છે. સહસ્રાબ્રવન નામના ઉદ્યાનમાંથી નીકળે છે. નીકળીને જ્યાં મહાકાલ સ્મશાન હતું ત્યાં આવે છે. આવીને શુદ્ધ ભૂમિ તથા મલમૂત્રની નિવૃત્તિ માટે યોગ્ય ભૂમિ જોઈ શરીરને થોડું નમાવીને બંને પગોને સંકુચિત કરીને એક રાત્રિની મહાપ્રતિમાની આરાધના કરવાનો આરંભ કરી દીધો. આ બાજુ સોમિલ બ્રાહ્મણ પહેલેથી જ હવન માટે સમિધા- સૂકા લાકડાં લાવવા માટે દ્વારિકા નગરીની બહાર ગયો હતો. તે લાકડાં, દાભ, કુશ, પાંદડા લઈને જ્યારે પાછો ફર્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. લોકોની અવ૨-જવર ઘણી થોડી થઈ ગઈ હતી. ત્યારે મહાકાલ સ્મશાન પાસેથી જતાં તેણે ગજસુકુમાર મુનિને જોતા જ તેના હૃદયમાં વેર જાગૃત થયું અને અત્યંત ક્રોધિત થઈને તેણે કહ્યું- અરે ! આ તો અનિચ્છનીય મૃત્યુની ઈચ્છા કરનાર પુણ્ય અને લજ્જાથી રહિત તે જ ગજસુકુમાર છે, જેણે નિર્દોષ અને જે જાતિ આદિથી બહિષ્કૃત થઈ નથી તેવી સન્માનિત અને વિવાહ યોગ્ય મારી પુત્રી સોમશ્રી ભાર્યાની આત્મજા સોમાને છોડીને મુંડિત અને દીક્ષિત થઈ ગયા છે. તેથી મારે ગજસુકુમારના વેરનો બદલો લેવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને ચારે બાજુ જુએ છે. ચારે બાજુ જોઈને ભીની માટી લે છે. લઈને જ્યાં ગજસુકુમાર મુનિ હતા ત્યાં આવે છે. આવીને ગજસુકુમાર મુનિના મસ્તક પર માટીની પાળ બાંધે છે. તેમાં બળતી ચિત્તામાં ખીલેલા પલાશના ફૂલોના રંગ સમાન લાલ લાલ ખિદરના અંગારાને ઠીકરાથી લે છે. લઈને ગજસુકુમાર મુનિના મસ્તક પર નાખે છે. ત્યાર પછી તે ભયભીત થઈને જલદી ત્યાંથી ભાગી જાય છે. તે ધગધગતા અંગારાના કારણે ગજસુકુમાર મુનિના શરીરમાં અત્યંત તીવ્ર યાવત્ અસહ્ય વેદના થવા લાગી. ત્યાર પછી તે અણગાર ગજસુકુમાર સોમિલ બ્રાહ્મણ પર મનથી પણ કોઈ પણ જાતનો દ્વેષ કર્યા વગર તે ભયંકર વેદનાને સહન કરવા લાગ્યા. આ પ્રમાણે મહાન વેદનાને સહન કરનાર તે ગજસુકુમાર મુનિના શુભ પિરે ણામ અને પ્રશસ્ત અધ્યવસાય-ના કારણે, આત્મિક ગુણોના ઘાતક જ્ઞાનાવરણીયાદિ કર્મમલને Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ વર્ગ-૩, અધ્યયન-૮ નષ્ટ કરનાર અપૂર્વકરણમાં પ્રવેશ કર્યા પછી તેઓને અનંત અનુત્તર યાવતું શ્રેષ્ઠ કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થઈ ગયા. તે સિદ્ધ, કૃતકૃત્ય, સર્વ દુઃખોથી રહિત યાવતું મુક્ત થઈ ગયા. ત્યાર પછી ત્યાં સમીપવર્તી દેવતાઓએ “ચારિ ત્રની સમ્યક આરાધના કરી છે” એ પ્રમાણે કહીને દિવ્ય સુગંધીત ગંધોદકની વર્ષા કરી. પંચવર્ણ પુષ્પોની વર્ષા કરી. વસ્ત્રોની વર્ષા કરી. દિવ્ય ગીતો તથા મૃદંગોના સ્વરોથી આકાશ ગૂંજી ઉઠ્યું. દીક્ષાના બીજા દિવસે પ્રભાત થવા પર યાવતુ સૂર્યોદય થવા પર કૃષ્ણ વાસુદેવે સ્નાન કર્યું. વસ્ત્રાલંકારથી શરીરને વિભૂષિત કર્યું. હાથીના ઉત્તમ સ્કંધ પર બેઠા. કોરંટ નામના ફૂલોની માળાથી યુક્ત છત્રને ધારણ કર્યું. શ્રેષ્ઠ શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. મહાન યોદ્ધાઓના વિશાળ સમુદાયથી ઘેરાયેલ દ્વારિકાનગરીની મધ્યમાંથી થઈને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં જવાનો નિશ્ચય કર્યો. જઈ રહ્યા હતા ત્યાં તેણે એક વૃદ્ધ પુરુષને જોયો. વૃદ્ધાવસ્થાને કારણે તેનું શરીર જર્જરિત થઈ ગયું હતું તે વૃદ્ધ ગલીમાં પડેલ ઈટોના મોટા ઢગલામાંથી એક એક ઈટ ઉપાડી ઘરમાં મૂકી રહ્યો હતો. કૃષ્ણ વાસુદેવને તે વૃદ્ધને જોઈ તેના પર ઘણી દયા આવી. કૃષ્ણ વાસુદેવ તે પુરુષની અનુકંપા માટે હાથીના શ્રેષ્ઠ કાંધા પર બેઠા બેઠા જ ગલીમાંથી એક ઈટને લે છે. લઈને ઘરમાં મૂકે છે. કૃષ્ણ વાસુદેવે એક ઈટ લીધી તેથી સેંકડો પુરુષોએ તે ઈટોના મોટા ઢગલાને ગલીમાંથી લઈ ઘરમાં રાખી દીધો. ત્યાર પછી તે કણ વાસુદેવ દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચથી આગળ ચાલ્યા જ્યાં ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં આવ્યાં. મહારાજા કૃષ્ણ વાસુદેવે ત્રણવાર ભગવાનને પ્રદક્ષિણા કરી. વંદન-નમસ્કાર કર્યો. ત્યાર પછી ગજસુકુમારને ત્યાં ન જોતાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન-નમસ્કાર કરી પૂછવા લાગ્યા. હે ભગવન્! મારો સહોદર નાનો ભાઈ ગજસુકુમાર મુનિ ક્યાં છે? હું તેને વંદન-નમસ્કાર કરવા ઈચ્છું છું. અરિહંત અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહે છે - હે કૃષ્ણ ! ગજસુકુમાર મુનિએ પોતાનું મોક્ષપ્રાપ્તિરૂપ પ્રયોજન સિદ્ધ કરી લીધું છે. ભગવન્! કેવી રીતે ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુદેવને સર્વ વૃતાંત કહ્યો ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને આ પ્રમાણે કહ્યું - ભંતે ! મૃત્યુનો અભિલાષી તથા લજ્જારહિત તે પુરુષ કોણ છે, જેણે મારા સહોદર નાનાભાઈ ગજસુકુમારને અકાલે જ જીવનથી રહિત કરી દીધો ? ત્યારે અરિહંત અરિષ્ટ નેમિ ભગવાને કહ્યું - હે કૃષ્ણ! તે પુરુષ ઉપર ક્રોધ ન કરો. આમ કરીને તે પુરુષે ગજસુ કુમાર મુનિને સહાયતા કરી છે. ભગવન્! તે પુરુષે મુનિ ગજસુકુમારને કેવી રીતે સહાયતા કરી ? અરિહંત અરિષ્ટનેમિ ભગવાને કહ્યું ઃ- તમે હમણાં મને ચરણ-વંદન કરવા આવતા હતા ત્યારે દ્વારિકા નગરીમા એક વૃદ્ધ પુરુષને ઈટો ઉપાડતો જોયો. યાવતુ ઈટો તેના ઘરમાં તમે મૂકી. હે કૃષ્ણ જેવી રીતે તમે તે પુરુષને સહાયતા આપી છે. બસ એવી જ રીતે હે કૃષ્ણ ! તે પુરૂષે અણગાર ગજસુકુમારનાં લાખો જન્મના સંચિત કરેલા કર્મોની ઉદીરણા કરવાથી ઘણા કમની નિર્જરા માટે સહાયતા કરી છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અરિષ્ટનેમિને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તે પુરુષને હું કેવી રીતે જાણી શકીશ ! ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે કૃષણ ! દ્વારિકા નગરીમાં તમને પ્રવેશ કરતાં જોઈને જે પુરુષ ઊભો ઊભો જ આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અંતગડ દસાઓ-૩/૮/૧૩ પામશે. આ જ તે પુરષ છે, તમે તેમ સમજજો. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન-નમસ્કાર કરે છે અને જ્યાં પ્રધાન હસ્તીરત્ન હતો ત્યાં આવે છે. આવીને હાથી પર સવાર થઈને દ્વારિકા નગરી જવા રવાના થયા. આ બાજુ તે સોમિલ બ્રાહ્મણ બીજે દિવસે સૂર્યોદય થવા પર હૃદયમાં આ પ્રમાણે વિચાર આવ્યો-સૂર્યોદય થવા પર કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના ચરણોમાં વંદન નમસ્કાર કરવા ગયા છે અને અરિહંત ભગવાન આ ગજસુકુમાર મુનિ નો મરણવૃત્તાંત જાણે છે. અરિહંત ભગવાને આ વૃત્તાંત કોઈ દેવતાદિ પાસેથી સાં ભળ્યો હશે. કૃષ્ણ વાસુદેવને કહ્યો હશે. તેથી કૃષ્ણ વાસુદેવ કોણ જાણે કેવા ભયંકર મરણથી મને મારશે. આમ વિચારી તે ભયભીત થયો. તે પોતાના ઘેરથી નીકળે છે. બહાર નીકળીને દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતાં કૃષ્ણ વાસુદેવ તેની અત્યંત નજીક ઓચિંતા આવી ગયાં. ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ કુષ્ણ વાસુદેવને અચાનક પોતાની સામે જોઈને ડરી ગયો, ગભરાઈ ગયો અને ઊભા ઊભા જ આયુષ્ય કર્મની સ્થિતિનો ક્ષય કરીને મૃત્યુ પામ્યો. ભૂમિ પર બધા અંગોથી ધસ એવા શબ્દ સાથે પડી ગયો. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોયો. જોઈને કહ્યું. હે દેવાનુપ્રિયો! આ સામે ધરતી પર પડેલ વ્યક્તિ મૃત્યુને ઈચ્છનાર યાવતું પુણ્ય અને લજ્જાથી રહિત સોમિલ બ્રાહ્મણ છે. જેણે મારા સહોદર નાનાભાઈ ગજસુકુમાર મુનિને અકાલમાં જ જીવનથી રહિત કરેલ છે. એમ કહીને સોમિલ બ્રાહ્મણને ચાંડાલો દ્વારા પગમાં દોરડું બંધાવીને ઘસડીને નગરીની બહાર ફેંકાવી દે છે. ભૂમિને પાણીથી શુદ્ધ કરાવે છે. શુદ્ધ કરાવીને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવે છે અને પોતાના ભવનમાં પ્રવેશ કરે છે. | વર્ગ૩ અધ્યયન ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (વર્ગ-૩-અધ્યયનઃ૯થી૧૩) [૧૪હે જબૂ! તે કાળે તે સમયે દ્વારિકા નગરીમાં જેમ પ્રથમ અધ્યયનમાં વર્ણન કરેલ છે તેમ યાવતુ કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. તે નગરીમાં બલદેવ નામના રાજા હતા. ધારિણી નામની રાણી હતી. તે ધારિણી દેવીએ સ્વપ્રમાં સિંહ ોયો. જેવી રીતે ગૌતમ કુમારનો જન્મ થયો હતો તેવી જ રીતે તેને એક કુમાર થયો. તેમાં અંતર માત્ર એટલું જ કે તેનું નામ “સુમુખકુમાર” હતું. સુમુખ કુમારનાં વિવાહ પચાસ કન્યાઓ સાથે કરવામાં આવ્યા. તેમજ પચાસ-પચાસ વસ્તુઓ દહેજમાં આપવામાં આવી. સમુખ કુમારે પછી દીક્ષા ગ્રહણ કરી. મુનિ થયા પછી તે ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. ૨૦ વર્ષ સુધી દીક્ષાનું પાલન કરે છે. અંતે શત્રુંજય પર્વત પર સિદ્ધ થાય છે. જેવી રીતે સુમુખ કુમારના જીવનનો ઉલ્લેખ કર્યો છે, તેવી રીતે દ્વિમુખી દુખ) અને કૂપદારક આ રાજુકમારોના વિષયમાં પણ જાણવું. સુમુખ દ્વિમુખ અને કૂપદારક આ ત્રણે રાજા બલદેવના પુત્ર અને માતા ધારિણીના આત્મજ હતા. તેની જેમ જ દારૂક કુમારનું વર્ણન પણ જાણવું. અંતર માત્ર એટલું છે કે તેના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ ધારિણી હતું. દારૂકકુમારનાં ભાઈ અનાવૃષ્ટિકુમારનું વર્ણન પણ એમ જ જાણવું. વર્ગ-૩-અધ્યયન ૯થી ૧૩મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-૩-ગુર્જરછાયાપૂર્ણ) Page #226 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૪, અધ્યયન-૧ થી ૧૦ ૨૨૭ (ક વર્ગ-૪ પર અધ્યયન ૧-૧૦) [૧૫-૧૬] હે ભગવન્! તેઓએ ચોથા વર્ગનો શો અર્થ પ્રતિપાદન કર્યો છે? જેબૂ! મહાવીર સ્વામીએ ચોથા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ પ્રમાણે- જાલિ, મયાલિ, પયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન, શામ્બ, અનિરુદ્ધ, સત્યનેમિ અને દ્રઢનેમિ. [૧૭] હે જંબૂ ! તે કાળે તે સમયે દ્વારિકા નામની નગરી હતી. તે નગરીમાં જેવી રીતે પ્રથમ અધ્યયનમાં કહેવાયું છે તેવી રીતે કૃષ્ણ વાસુદેવ શાસન કરતા થકા યાવતુ વિચરતા હતા. -તે દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા હતા. તેની ધારિણી નામની રાણી હતી. પુત્ર જન્મ્યો આ બાળકનું નામ “લિકુમાર” રાખવામાં આવ્યું. તેના પચાસ રાજ કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. તેને પચાસ પ્રકારનો દહેજ દેવામાં આવ્યો. તેણે અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષા લીધી અને બાર અંગોનું અધ્યયન કર્યું. સોળ વર્ષ સુધી દીક્ષા પાળી. યાવતુ શત્રુંજ્ય પર્વત પર સિદ્ધપદને પામ્યા. તેવી જ રીતે મયાલિકુમાર, ઉવયાલિકુમાર, પુરુષસેનકુમાર, વારિ એણકુમારનું વૃત્તાન્ત સમજી લેવો. પ્રદ્યુમ્નકુમારનું જીવન પણ એવું જ છે. અંતર એટલું છે કે તેના પિતા કૃષ્ણ હતા. માતા રુક્ષ્મણી હતા. એવી રીત શામ્બ કુમારનું જીવન પણ સમજી લેવું. તેમની માતાનું નામ જામ્બવતી હતું. એવી રીતે અનિરુદ્ધ રાજકુમારનું જીવન પણ જાણી લેવું. તેમાં એ વિશેષતા છે કે તેના પિતા પ્રદ્યુમ્ન હતા. માતાનું નામ વૈદર્ભી હતું. તે જ પ્રમાણે સત્ય નેમિનું વર્ણન છે. તેમાં વિશેષતા એ છે કે તેના પિતા સમુદ્રવિજય હતા. અને માતાનું નામ શિવા હતું. તેજ પ્રમાણે દ્રઢનેમિનું વર્ણન જાણવું. વર્ગ-૪નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - વર્ગ ૫ પર (અધ્યયન-૧) [૧૮-૧૯ જંબૂ ! શ્રમણ યાવતુ મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ અંતગડ સૂત્રના પાંચમાં વર્ગના ૧૦ અધ્યનનો પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે છે. પદ્માવતી દેવી, ગૌરી ગાધારી લક્ષ્મણા સુસીમાં જામ્બવતી સત્યભામા રૂક્ષ્મણી મૂલશ્રી મૂલદત્તા [૨૦] હે જંબૂ ! તે કાળે અને તે સમયે દ્વારિકા નગરી હતી. જેવી રીતે પ્રથમ અધ્યયનમાં વર્ણન કર્યું છે. યાવતું તે જ રીતે કૃષ્ણ વાસુદેવ ત્યાં રાજ્ય કરતા હતા. તે કૃષ્ણ વાસુદેવને પદ્માવતી નામની રાણી હતી. તે કાલે તે સમયે અહિત અરિષ્ટનેમિ પધાર્યા યાવત્ વિચ રવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ દ્વારિકાથી નીકળી પ્રભુના ચરણ-વંદન કરવા ગયા. યાવતું ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી તે પદ્માવતીદેવી આ વૃત્તાન્તને જાણી ઘણી પ્રસન્ન થઈ. દેવકી દેવી ની જેમ પદ્માવતીદેવી પણ ગયા અને ભગ વાનની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી અહત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુ દેવને, પદ્માવતી દેવીને અને અન્ય સમૂહને ધર્મકથા સંભળાવે છે. જનતા પાછી જાય છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન-નમસ્કાર કરે છે અને કહે છે- ભંતે! નવ યોજન વિસ્તૃત અને બાર યોજન લાંબી યાવતું સાક્ષાત્ દેવલોક જેવી આ દ્વારિકા નગરીનો વિનાશ ક્યાં નિમિત્તથી થશે ? અહિત અરિષ્ટનેમિએ વાસુ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અંતગડ દસાઓ - ૫/૧/૨૦ દેવ કૃષ્ણને કહ્યું ઃ- આ દ્વારિકા નગરી નો વિનાશ સુરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કારણે થશે. કૃષ્ણ વાસુદેવ અત્યંત અરિષ્ટનેમિ પાસેથી આ ઉત્તર સાંભળી વિચારમાં પડી ગયા. તેના હૃદયમાં આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે-જાલિકુમાર આદિ હશે ધન્ય છે, કારણ કે તેઓ સુવર્ણ આદિ યાવત્ પોતાનાં ધનને છોડી, પોતાનાં ભાઈઓ તેમજ યાચકોને વહેંચી, અરિહંત ભગવાન અરિષ્ટનેમિ પાસે મુંડિત યાવત્ દીક્ષિત થયા છે. હું અધન્ય છું, પુણ્યહીન છું અને રાજ્યમાં યાવત્ અંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામ ભોગોમાં આસક્ત છું. હું અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષિત થવા માટે સમર્થ નથી. આ પ્રમાણે કૃષ્ણને વિચારમગ્ન જોઈ અરિહંત અરિષ્ટનેમિ ભગવાને કહ્યું :- હે કૃષ્ણ ! તમને હમણાં એ વિચાર આવ્યો છે કે તે જાલિકુમાર આદિ ધન્ય છે, યાવત્ જેઓ એ દીક્ષા ગ્રહણ કરી છે અને હું અઘન્ય છું કેમકે હું દીક્ષા ગ્રહણ કરી શકતો નથી. કૃષ્ણ ! આ વાત સાચી છે ? કૃષ્ણ-હા. આ વાત સત્ય છે. હે કૃષ્ણ ! ભૂતકાળમાં એમ બન્યું નથી. વર્તમાનમાં બનવાનું નથી અને ભવિષ્યમાં બનશે નહિ કે કોઈ વાસુદેવ રાજ્યપાટ છોડીને સાધુ બને. કૃષ્ણ-ભગવન્!ભૂત યાવત્ ત્રણેકાળમાંકોઈપણવાસુદેવ કેમ દીક્ષિત ન થઈ શકે ? કૃષ્ણ બધા વાસુદેવોએ નિયાણા કરેલ હોય છે તેથી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિ ભગ વાનને કહ્યું:- હે ભગવન્ ! હું અહીંથી મૃત્યું પામીને-કાળ કરીને ત્યાં જઈશ ? ક્યાં ઉત્પન્ન થઈશ ? અરિહંત અરષ્ટનેમિ ભગવાને કૃષ્ણ વાસુદેવને કહ્યું-અગ્નિકુમાર દેવરૂપ દ્વૈપાયન ઋષિના ક્રોધરૂપ અગ્નિથી દ્વારકા નગરી ભસ્મ થશે. તેથી માતા-પિતા અને પોતાના સંબંધિઓનો વિયોગ થવા પર રામ બલદેવ ની સાથે, દક્ષિણ સમુદ્રના કિનારા તરફ યુધિષ્ઠિર વિગેરે પાંડુ રાજાના પાંચ પુત્રો પાસે પાંડુ મથુર તરફ જતાં, કોશામ્બી વૃક્ષોનાં વનમાં મોટા વડલાનાં ઝાડ નીચે, પૃથ્વી શિલા ઉપર, પીળા વસ્ત્રોથી આચ્છાદિત શરીરવાળા તમે જરાકુમાર દ્વારા ધનુષ્યથી તીક્ષ્ણ બાણથી ડાબો પગ વિંધાઈ જવાનાં કારણે મૃત્યુનાં સમયે કાળ કરશો અને ભયં કર ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં ના૨કરૂપે ઉત્પન્ન થશો. કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસેથી આ વાત સાંભળી તેના પર વિચાર કરી નિરાશ થઈ ગયા. યાવત્ ચિન્તામાં ડૂબી ગયા “અરિહંત અરિષ્ટનેમિએ કહ્યું:- હે દેવાનુપ્રિય ! તમે નિરાશ ન થાવો યાવત્ આર્તધ્યાન ન કરો. તેમ ભયંકર ત્રીજા નરકથી નીકળી અંતર વગર આ જંબૂદ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આવતી ઉતત્સ પિણીકાળમાં, પુંડ્ર નામના જનપદના શતદ્વાર નામના નગરમાં બારમાં અમમ નામના તીર્થંકર થશો, ઘણા વર્ષો સુધી કેવળી દશામાં રહી તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો, જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશો, સંપૂર્ણ કર્મોથી મુક્ત થશો, સમસ્ત કર્મજન્ય સંતાપોથી મુક્ત થઈ જશો, જન્મમરણજન્ય સમસ્ત દુઃખોનો અંત કરશો. અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસેથી આ વાત સાંભળી અને હૃદયંગમ કરી કૃષ્ણ વાસુદેવ અત્યંત પ્રસન્ન થયા.તેની ભુજાઓ ફરકવા લાગી.જોરથી અવાજ કરવા લાગ્યા, અવાજ કરીને મલ્લકની જેમ ત્રણવાર પૃથ્વી પર પગ પછાડ્યા-ઉછાળ્યા, સિંહની જેમ ગર્જના કરી, ગર્જના કરીને શ્રીકૃષ્ણ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદના-નમસ્કાર કરે છે. પાછા દ્વારકા આવી ઉત્તમ સિંહા સન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસીન થાય છે અને રાજસેવકોને Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ વર્ગ-૫, અધ્યયન-૧ બોલાવે છે. તેઓને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને દ્વારિકા નગરીના જ્યાં ત્રિકથાવતુ અનેક રસ્તાઓ જ્યાં મળતાં હોય ત્યાં ઘોષણાપૂર્વક કહો “હે દેવાનુપ્રિયો! નવ યોજન પહોળી યાવતુ દેવલોક જેવી દ્વારિકા નગરીનો વિનાશ સુરા અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કારણે થશે. તેથી હે દેવાનુપ્રિયો ! દ્વારિકા નગરીના કોઈ પણ રાજા હોય અથવા યુવરાજ હોય, ઈશ્વર કે ઐશ્વર્યવાન હોય, તલવર હોય, માંડિલક હોય, કૌટુમ્બિક કુટુંબોનું પાનલ કરવા વાળા, ઈભ્ય હોય, મહારાણી હોય, કુમારી હોય કે કુમાર હોય, જે અરિહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ પ્રવ્રજિત થવાની ભાવના રાખતા હોય તે બધાને કષ્ણ વાસુદેવ આજ્ઞા આપે છે. તેની પાછળ જે કોઈ નિરાશ્રિત હશે તેને માટે કૃષ્ણ વાસુદેવે યથાયોગ્ય આજી વિકાનો પ્રબંધ કરશે. કૃષ્ણ વાસુદેવ દીક્ષા લેનારનો મહાન ઋદ્ધિસત્કારપૂર્વક નિષ્ક્રિમણ-દીક્ષા મહોત્સવ ઊજવશે. આ પ્રમાણે બે ત્રણ ઘોષણા કરો. ત્યાર પછી તે પદ્માવતી દેવી અહિત અરિષ્ટનેમિ પાસે ધર્મકથા સાંભળી તેને હૃદયંગમ કરી આનંદવિભોર બની ગઈ. સંતુષ્ટ થઈ યાવતુ પ્રસન્ન થઈ. અરિહંત અરિષ્ટ નેમિ ભગવાનને વંદના-નમસ્કાર કરે છે. - હે ભગવન્! નિર્ચન્જ પ્રવચન અથતું આપની વાણી પર હું શ્રદ્ધા રાખું છું. આપ જે કહો છો તે સત્ય છે. દેવાનુપ્રિય! હું કૃષ્ણવાસુદેવને પૂછું છું. ત્યાર પછી આપની પાસે મુંડિત થઈ યાવતુ દીક્ષા ગ્રહણ કરીશ. -દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો તેમાં વિલંબ ન કરો. ત્યાર પછી તે પદ્માવતીદેવી ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થાય છે. આરૂઢ થઈ આવી, દ્વારિકા નગરી કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવે છે. આવીને બે હાથ જોડીને આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિય ! જો આપ આજ્ઞા આપો તો અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષા ગ્રહણ કરું. કૃષ્ણ-જેમ તમને સુખ ઊપજે તેમ કરો. - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ કૌટુમ્બિક પુરુષોરાજસેવકોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપે છે-દેવાનુપ્રિયો ! પદ્માવતી દેવીના વિશાળ દીક્ષા મહોત્સવની જલદી તૈયારી કરો ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ પદ્માવતી દેવીને નાનપટ્ટપર બેસાડે છે. એકસો આઠ સોનાના કળશોથી દીક્ષા-મહોત્સવ સંબંધી સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને બધા પ્રકારના આભૂષણોથી આભૂષિત કરે છે. તેમ કરીને પુરુષ સહસ્રવાહિની પાલખીમાં બેસાડે છે. દ્વારિકા નગરીની વચોવચ થઈને તે નીકળે છે. નીકળીને જ્યાં રેવતક પર્વત હતો, જ્યાં સહસ્ત્રાભવન નામનો બાગ હતો, ત્યાં આવે છે ત્યાં આવીને પાલખીને ઉતારે છે. પદ્માવતીદેવી પાલખીમાંથી ઊતરે છે. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ પદ્માવતી દેવીને પોતાની કરીને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવે છે. આવીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને ડાબી બાજુ થી જમણી બાજુ સુધીની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને વંનંદ-નમસ્કાર કરે છે. ભગવન્! આ પદ્માવતી નામની દેવી મારી પટ્ટરાણી છે, મારા માટે તે ઈષ્ટ છે, કાન્ત છે, 'પ્રિય છે, મનોજ્ઞ છે, મણામ છે યાવતુ ઉદબર પુષ્પની સમાન તેનું નામ સાંભળવું પણ કઠિન છે. ત્યાં તેને જોવાની તો વાત જ ક્યાં? હે દેવાનુપ્રિય! તે પદ્માવતી દેવીને શિષ્યાના રૂપમાં આપને ભિક્ષા આપું છું. આપ શિષ્ણારૂપ આ ભિક્ષાનો સ્વીકાર કરો. ભગવાને કહ્યું- હે કૃષ્ણ ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. 15 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અંતગડ દસાઓ-પ/૧/૨૦ - ત્યાર પછી તે પદ્માવતીદેવી ઈશાનખૂણામાં જાય છે. જઈને પોતાની મેળે જ નાના-મોટા બધા આભૂષણોને ઉતારે છે. ઉતારીને પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કર છે. લોચ કરીને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવે છે. ત્યાં આવીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાન વંદન-નમસ્કાર કરે છે, - ભંતે ! આ જગતુ જરા અને મરણાદિ દુઃખરૂપ અગ્નિથી બળી રહ્યું છે ભાવતુ હું આપની પાસે દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું. આપ મને ધર્મનો ઉપદેશ સંભળાવો. ત્યાર પછી ભગવાન અરિહંત અરિષ્ટ નેમિ સ્વયં પદ્માવતી દેવીને દીક્ષિત કરે છે, તે પોતે ભાવથી મુંડિત કરે છે. તેને ભગવાન પોતે યક્ષિણી આયજીિને શિધ્યારૂપમાં સોંપે છે. ત્યાર પછી યક્ષિણી સાથ્વી પદ્માવતી દેવીને પોતાના હાથે દીક્ષિત કરે છે. અને સંયમ આરાધનામાં પ્રયત્નશીલ રહેવાની શિક્ષા આપે છે. ત્યાર પછી તે પદ્માવતીદેવી સંયમસાધનામાં યત્નશીલ બને છે. આ પ્રમાણે પઢાતીદેવી આય બની ગયા. ઈયસિમિતિ, ભાષાસ મિતિ આદિનું પાલન કરીને જિતેન્દ્રિય તેમજ બ્રહ્મચારિણી બની ગઈ. પદ્માવતી સાધ્વીએ યક્ષિણી સાથ્વી પાસે રહી સામાયિક-આચારાંગ આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. છઠ્ઠ-અઠ્ઠમા આદિ અનેક પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતી થકી તે વિચારવા લાગી. આ પ્રમાણે પદ્માવતી આ સંપૂર્ણ વીસ વર્ષ સુધી શ્રામ શ્યપર્યાય-સંયમ પાળીને એક માસનો સંથારો કરીને આત્માને આરાધિત કરીને સાઠ ભક્તને અનશન વ્રત દ્વારા છેદે છે. તે છેદીને જે ઉદ્દેશથી નગ્નભાવ-ધારણ કરેલ યાવતુ તે ઉદ્દેશને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનથી બધા પદાર્થોને જાણે છે, સંપૂર્ણ કર્મથી રહિત થાય છે, સકલ કર્મજન્ય સંતાપોથી મુક્ત થાય છે, બધા દુઃખોનો અંત કરે છે. | વર્ગ પ-અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૧ અધ્યયન કરથી૮) [૨૧] તે કાળે અને તે સમયે દ્વારિકા નગરી હતી. ત્યાં રૈવતકપર્વત હતો. નંદનવન ઉદ્યાન હતું. ત્યાં દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવને ગૌરીદેવી નામની રાણી હતી.એક વાર અહંતુ અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવ તેમના દર્શન કરવા માટે નીકળ્યા. મહારાણી પદ્માવતીની જેમ ગૌરીદેવી પણ ભગવાનના દર્શન કરવા ગઈ. ભગવાને ધર્મકથા સંભળાવી. ધર્મકથા સાંભળી જનતા ચાલી ગઈ. કૃષ્ણ વાસુદેવ પણ ચાલ્યા ગયા. ત્યાર પછી જેવી રીતે પદ્માવતી રાણી દીક્ષિત થયા હતા. તેમ ગૌરીદેવી પણ દીક્ષિત થયા યાવતુ સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ગૌરી દેવીની જેમ ગાંધારીદેવી, લક્ષ્મણાદેવી, જાંબવતીદેવી, સત્યભામાદેવી, રુક્ષ્મણીદેવી આદિ પદ્માવતી સહિત આ આઠેના જીવનચરિત પદ્માવતી દેવીની સમાન છે. | વર્ગ પ-અધ્યયન-રથી૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-પઅધ્યયન-૯-૧૦) [૨૨] તે કાળે અને તે સમયે દ્વારિકા નગરીના રૈવતક નામના પર્વત પર નંદનવન નામનું ઉધાન હતું. ત્યાં કૃષ્ણ વાસુદેવ રાજા હતા. દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ વાસુ દેવના પુત્ર, જાંબવતી દેવીના આત્મજ, શાંબ નામના કુમાર હતા. પરિપૂર્ણ પંચેન્દ્રિયથી ? For Private & Personal use only Page #230 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૫, અધ્યયન-૯,૧૦ ૨૨૭. સંપન્ન સુંદર હતા. તે શાંબ કુમારને મૂલશ્રી નામની ભાય હતી. એકદા અરિહંત અરિષ્ટ નેમિભગવાનત્યાંપધાયાં. કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા નગરમાંથી નીકળ્યા. જેવી રીતે પદ્માવતી દર્શન કરવા ગયા હતા તેમ મૂલશ્રીદેવી પણ દર્શન કરવા ગયા. એટલી જ વિશેષતા છે કે તેઓએ કહ્યું-ભગવન્! કૃષ્ણ વાસુદેવને પૂછી દીક્ષા અંગીકાર કરીશ. યાવત્ તે સિદ્ધ થયા. એ જ પ્રમાણે મૂલદતાનું વર્ણન પણ સમજવું. | વર્ગપ-અધ્યયન-૯-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ વર્ગ પ-ગુર્જરછાયાપૂર્ણ | ક વદ અધ્યયઃ ૧-૨, [ર ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અંતગડદશાંગના છઠ્ઠા વર્ગનો શો અર્થ પ્રતિપાદન કરેલ છે ? જંબૂ ! અંતગડ દશાંગના છઠ્ઠા વર્ગના ૧૬ અધ્યયનો પ્રરૂપ્યા છે. [૨૪-૨૫]મકાતિ, કિંકમાં, મુદ્ગરપાણિ કાશ્યપ, ક્ષેમક વૃતિધર કૈલાશ હરિ ચંદન, વારા, સુદર્શન, પૂર્ણભદ્ર સુમનભદ્ર સુપ્રતિષ્ઠ, મેઘ, અતિમુક્ત, અલક્ષ. [૨૬] હે જંબૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું ત્યાં ગુણ શીલક નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. તે નગરમાં મંકાતિ નામના સમૃદ્ધ ગાથાપતિ રહેતા હતા. તે સમ્પન્ન યાવતુ સન્માનિત ગણાતા હતા. તે કાળે અને તે સમયે ધર્મતીથની આદિ કરનાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગુણશીલક નામના ઉદ્યાન માં પધાર્યા યાવત્ વિહરવા લાગ્યા. જનતા ભગવાનના દર્શન કરવા માટે નીકળી. ત્યાર પછી તે મંકાતિ નામના ગાથાપતિએ ભગવાન પધાર્યા છે, તે વાત જાણી અને તે ભગવતી સૂત્રમાં વર્ણિત ગંગદત્તની જેમ દર્શન કરવા ગયા. વૈરાગ્યભાવ જાગૃત થતાં તેણે પોતાના પુત્રને ઘરનો નાયક બનાવી, પુરુષસહસ્ત્રવાહિની એવી પાલખીમાં બેસી દીક્ષા માટે નગર માંથી નીકળ્યા. તે સંયમી બન્યા. ઈયસિમિતિ આદિનું પાલન કરતા યાવતુ જિતેન્દ્રિય અને બ્રહ્મચારી બન્યા. ત્યાર પછી મંકાતિ મુનિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ-શાસ્ત્રોક્ત મયદાનાં પાલન કરનારા સ્થવિરો- પાસે આચારાંગ આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ભગવતી સૂત્રમાં વર્ણિત સ્કન્દક મુનિની જેમ ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. સોળ વર્ષ સુધી દીક્ષા પયયનું પાલન કરીને અંતમાં સ્કન્દક મુનિની જેમ વિપુલ નામના પર્વત પર સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. જંબૂ ! શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીએ છઠ્ઠા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ પ્રરૂપેલ છે. બીજું અધ્યયન-પ્રથમ માફક જાણવું-કિંકર્મમુનિ મંકાતિમુનિ વત થયા. | વર્ગ -અધ્યયન ૧-૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે (વર્ગ-દ-અધ્યયન-૩) [૨૭]જંબૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. તેની બહાર ગુણશીલકઉદ્યાન હતું. ત્યાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. ચેલણારાણી હતી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અંતગડ દસાઓ- દો૩/૨૭ રાજગૃહ નગરમાં અર્જુન નામનો એક માળી રહેતો હતો. તે ઘણો જ ધનવાન હતો. તેની ઘણી પ્રતિષ્ઠા હતી. તેની પત્નીનું નામ બંધુમતી હતું. બંધુમતીના હાથ-પગ ઘણાં કોમળ હતા. રાજગૃહ નગરની બહાર અર્જુન માળીનું એક પુષ્પોનું વિશાળ ઉદ્યાન હતું. વૃક્ષોની કૃષ્ણપ્રભાથી તે લીલુંછમ હતું. તેમાં પાંચ વર્ણના પુષ્પ ખીલતાં હતા. તેને જોઈ હૃદયમાં અત્યંત પ્રસન્નતા થતી હતી. તેને એકવાર જોવા છતાં પણ દર્શકોની આંખ તેને જોઈ થાકતી ન હતી.પુષ્પોદ્યાનની પાસે મુદ્દગરપાણિ નામના યક્ષનું એક મંદિર હતું. અર્જુનમાળી દાદા વડદાદા અને પિતાના કુળપરંપરાથી ચાલ્યું આવતું હતું. તે મંદિર પ્રાચીન દિવ્ય અને સત્ય પ્રભાવવાળું હતું. તે મંદિરમાં મુદ્ગરપાણિ નામક યક્ષની એક મૂર્તિ હતી. તે મૂર્તિના હાથમાં એક હજાર પલ થી બનેલું લોઢાનું એક મુદ્દગર હતું. અર્જુનમાળી બાલ્યાવસ્થાથી મુદ્દગર પાણિ યક્ષનો ભક્ત હતો. તે દરરોજ વાંસની બનેલ ટોપલીઓ લઈ રાજગૃહ નગરમાંથી નીકળતો અને પોતાનાં પુષ્પોદ્યાનમાં જતો. ત્યાં ફૂલોને ચૂંટીને એક ઢગલો કરતો. તે ઢગલામાં જે ફૂલ વધારે ખીલેલા હોય તેમજ શ્રેષ્ઠ હોય તેને લેતો અને મુદ્દગરપાણિના મંદિરમાં જઈ મુદ્દગરપાણિ યક્ષની મોટાઅને યોગ્ય ફૂલોથી પૂજા કરતો હતો અને ભૂમિ પર ગોઠણો અને પગ ટેકવીને, મસ્તક નમાવીને, પ્રણામ કરતો હતો. ત્યાર પછી રાજમાર્ગ પર જઈ આજીવિકા મેળવતો હતો. રાજગૃહ નગરમાં લલિત નામની એક મિત્રમંડળી રહેતી હતી. તેની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી હતી. એકવાર રાજગૃહ નગરમાં એક પ્રમોદ મહોત્સવની ઘોષણા થઈ આ ઉત્સવ હોવાથી કાલે ઘણાં ફૂલો જોશે. એમ વિચારી પોતાની પત્ની બંધુમતી સાથે અનેક ટોપલીઓ લઈ અર્જુનમાળી વહેલી સવારમાં જ પોતાના ઘરેથી નિીકળ્યો.રાજગૃહનગરની વચ્ચોવચ્ચથઈ પોતાના પુષ્પોદ્યાનમાં પહોંચ્યો. અને પોતાની પત્ની બંધુમતીની સાથે પુષ્પો ચયન કરવા લાગ્યો. આ બાજુ તે લલિતા ગોષ્ઠી મિત્ર મંડળનાં છ સાથીદારો મુદ્દગરપાણિ યક્ષના મંદિરમાં આવ્યા અને યથેચ્છ ક્રીડા કરવા લાગ્યા. ત્યાર પછી પોતાની પત્ની બંધુમતીથી સાથે અર્જુન માળીએ પુષ્પો એકઠાં કર્યા, તેમાં જ પુષ્પો ઉત્તમ અને શ્રેષ્ઠ હતા, તે લઈને તે મુદગરપાણિ યક્ષના મંદિર તરફ ગયો. બંધુમતી પત્નીની સાથે અર્જુન માળીને આવતો જોઈ મિત્રમંડળના સાથીદારો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. મિત્રો ! અર્જુનમાળીને અવકોટક-બંધનથી બાંધીને તેની બંધુમતી પત્નીની સાથે યથેચ્છ ભોગ ભોગવવા જોઈએ. બધા મિત્રોએ આ વાતનો સ્વીકાર કર્યો અને તે બધા યક્ષમંદિરના દરવાજાની પાછળ છૂપાઈને નિશ્ચલ નિષ્પદ અને મૌનભાવથી ઊભા રહ્યા. અર્જુન માળીએ બંધુમતી પત્ની સાથે યક્ષમંદિરમાં પ્રવેશ કર્યો, યક્ષમૂર્તિના દર્શન થતાં જ તેને પ્રણામ કરીને પુષ્પો દ્વારા તેમની પૂજા કરવા લાગ્યા. પૂજા પૂરી થવા પર ગોઠણો અને પગ ટેકવી તેઓએ યક્ષને નમસ્કાર કર્યો, ત્યારે તે છ એ પુરુષો ઘણી ઝડપથી દરવાજાની પાછળથી નીકળ્યા અને અર્જુનમાળીને પકડીને અવકોટક બંધનથી બાંધી દીધો. પછી બંધુમતી માલણ સાથે વિપુલ ભોગ ભોગવવા લાગ્યા. પોતાની પત્ની બંધુમતીની આ દશા જોઈ અર્જુનમાળીના મનમાં આ સંકલ્પ ઉત્પન્ન થયો-હું બાળ પણથી જ મુદ્દગર પાણિ યક્ષને ભગવાન માનું છું. પ્રતિદિન તેની પૂજા કરું છું. ત્યાર પછી જ પુષ્પોનો વિક્રય કરી મારી આજીવિકા મેળવું છું. મુદ્દગરપાણિ યક્ષ જો અહીંયા સમી Page #232 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૬, અધ્યયન-૩ ૨૨૯ પમાં હોત તો શું તે મને આવી આપત્તિમાં ફસાયેલ જોઈ શકત? તેથી એમ લાગે છે કે મુગરપાણિ યક્ષ અહીં વિદ્યમાન નથી. તેથી સ્પષ્ટ જ આ માત્ર લાકડું છે. - ત્યાર પછી તે મુદ્દગરપાણિ યક્ષે અર્જુન માળીના આવા આત્મગત વિચારને યાવતુ જાણીને તેના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને તડ તડ બંધનોને તોડી નાખે છે. હજાર પલથી બનાવેલ તે લોઢાના મુદગરને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારી નાખે છે. ત્યાર પછી મુદ્દગરપાણિ યક્ષના પ્રવેશથી પરવશ બનેલ અર્જુનમાળી પ્રતિદિન છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારતો રાજ ગૃહ નગરની બહાર ચારે બાજુ ભટકવા લાગ્યો. રાજગૃહનગરનાં માર્ગ પર લોકો પરસ્પર કહેવા લાગ્યો - હે ભદ્રપુરુષો ! અર્જુનમાળીમાં મુદ્દગરપાણિ યક્ષનો પ્રવેશ થયો છે. તે રાજગૃહ નગરની બહાર છ પુરુષો અને એક સ્ત્રી એમ સાત જીવોને મારતો ફરી રહ્યો છે. ત્યાર પછી શ્રેણીક રાજાને આ વાતની જાણ થાય છે. તેથી તે રાજસેવકોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે: - હે ભદ્રપુરુષો ! અર્જુનમાળી યાવતુ પ્રતિદિન સાત મનુષ્યોને માર તો ભ્રમણ કરી રહ્યો છે. તેથી લાકડી, તૃણ, પાણી, ફૂલ તેમજ ફળો લેવા માટે તમારા માંથી કોઈએ સ્વેચ્છાએ બહાર જવાનું નથી. બહાર જવાથી તમારા શરીરની હાનિ ન થઈ જાય. આ પ્રમાણે કહીને બેવાર ત્રણવાર ઘોષણા કરીને જલદી મને તેની સૂચના આપો. રાજગૃહ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે ઘણાં સમ્પન્ન, તેજસ્વી અને અજેય હતા. તે સુદર્શન શેઠ શ્રમણોપાસક હતા. તેમજ જીવ અને અજીવના જ્ઞાતા પણ હતા. તે શ્રાવકધર્મની મયદાનું પાલન કરતા રહેતા હતા. તે કાળે અને તે સમયે શ્રિમણ ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યા. ગુણશિલક નામના ઉદ્યાનમાં વિહરવા લાગ્યા.નગરની બહાર ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. જેના નામ ગોત્રનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે, તો તેના દર્શન કરવાથી તેમજ તેના દ્વારા પ્રરૂપિત ધર્મનો વિપુલ અર્થ ગ્રહણ કરવાથી જે લાભ થાય તેનું તો પૂછવું જ શું? આ પ્રમાણે અનેક પુરુષોની પાસેથી ભગવાનના આગમનનો વૃત્તાન્ત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે સુદર્શન શેઠના મનમાં આધ્યાત્મિક ચિન્તન મનોગત તેમજ પ્રાર્થિતરૂપ સંકલ્પ ઉત્પન્ન થયો કે હું જાઉં અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરું. તે આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને જ્યાં માતા-પિતા હતા ત્યાં જાય છે. ત્યાં જઈને બે હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહેવા લાગ્યા - શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર યાવતુ પર્યાપાસના કરવા માટે હું જાઉં છું. ત્યારે સુદર્શન શેઠને તેના માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! અર્જુનમાળી યાવતુ લોકોની ઘાત કરતો ફરી રહ્યો છે. તેથી હે પુત્ર ! તમે જો ત્યાં જાશો તો તમારા શરીરને આપત્તિ થશે. તેથી તમે અહીંયા બેસીને જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વિંદના-નમસ્કાર કરી લ્યો. માતા-પિતાનો ઉત્તર સાંભળી સુદર્શન શેઠે માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! અહિંયા પધારેલ આ નગરમાં બિરાજમાન થયેલ અહીંયા સમવસૃત સ્વામીને શું હું અહીંયા ઘરમાં બેઠા બેઠા જ વંદન કરું? નમસ્કાર કરું? આપની આજ્ઞા પ્રાપ્ત થવા પર હું ત્યાં જઈને જ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરીશ. યાવતુ તેમની પપાસના કરીશ. ત્યાર પછી માતા-પિતા જ્યારે તે સુદર્શન શેઠને અનેક Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અંતગડ દસાઓ - દા૩/ર૭ વચનોથી યાવત્ વિશિષ્ટ વચનોથી સમજાવવામાં સમર્થ થયા નહીં ત્યારે બોલ્યા હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી સુદર્શન શેઠે માતા પિતાની આજ્ઞા મેળવીને સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રોને ધારણ કર્યા. યાવતુ અનેક પ્રકારના આભૂષણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘરેથી નીકળ્યા. ઘેરથી નીકળીને પગપાળા મુદગરપાણિ યક્ષના મંદિરની પાસે, જ્યાં ગુણશિલક ઉદ્યાન હતું. જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા, ત્યાં જવા માટે પ્રસ્થાન ક્યું. ત્યાર પછી તે મુદગરપાણિ યક્ષ શ્રમણોપાસક સુદર્શનને, અતિ દૂરથી પણ નહિ અને અતિ નજીકથી પણ નહીં એ પ્રમાણે, આવી રહ્યો જોઈને અતિશય ક્રોધાયમાન થયો, રોષવાળો થયો, અતિશય કોપથી ભીષણ બન્યો. ક્રોધની જ્વાલાઓથી જલતા અથવા દાંત કચકચાવતાં તેણે હજાર પલનો બનેલ લોઢાનાં મુદ્દગરને ઉછાળ્યો. ઉછાળીને જ્યાં શ્રમણોપાસક સુદર્શન શેઠ હતા ત્યાં જવાનો નિશ્ચય કર્યો. સુદર્શન શેઠ મુદગરપાણિ યક્ષને પોતાની તરફ આવતો જુએ છે. તેને જોઈને તે જરાય ભયભીત થયા નહી. તે ભયરહિત, ત્રાસરહિત, ઉદ્વિગ્નતા રહિત, ક્ષોભરહિત, સ્થિર, અસંભ્રાન્ત રહ્યા ને વસ્ત્રના અગ્રભાગથી ભૂમિને શુદ્ધ કરે છે અને બંને હાથ જોડી આ પ્રમાણે બોલે છે. અરિહંત યાવતું મોક્ષને પ્રાપ્ત થયેલા ભગવાનને તેમજ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. મેં પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જીવનપર્યન્તને માટે સ્થૂલ પ્રાણાતિપાત, યાવત્ અપરિગ્રહ અણુવ્રત ગ્રહણ કરેલ છે તેથી આજે પણ તેમની જ સાક્ષીથી સવવિધ પ્રાણાતિપાત, યાવતુ પરિગ્રહનો જીવનપર્યન્ત ત્યાગ કરું છું. તેમજ યાવતજીવન સર્વ પ્રકારના ક્રોધનો યાવતું મિથ્યાદર્શન શલ્યનો ત્યાગ કરું છું. તેમજ જીવપર્યન્ત ચારે પ્રકારના આહારનો પણ ત્યાગ કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈશ તો પારણું કરીશ અને જો આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો જીવનપર્યન્ત મારી પ્રતિજ્ઞા રહેશે. આ પ્રમાણે કહીને સુદર્શન શેઠ સાગાર પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. ત્યાર પછી તે મુદ્દગરપાણિ યક્ષ હજાર પલનું બનેલ લોહમય મુદ્દગરને ઉછાળતો ઉછાળતો જ્યાં શ્રમણોપાસક સુદર્શન શેઠ હતા ત્યાં આવે છે પરંતુ શ્રમણોપાસક સુદર્શન શેઠના તેજના કારણે તે આક્રમણ કરવામાં સમર્થ થઈ શક્યો નહી. ત્યારે શ્રમણો પાસક સુદર્શન શેઠની ચારેય બાજુએ ફરવા લાગ્યો.આક્રમણ કરી શક્યો નહિ. ત્યાર પછી તે શ્રમણોપાસક સુદર્શને અનિમેષ દ્રષ્ટિએ ઘણી વાર સુધી જીવે છે. જોઈને અર્જુન માળીના શરીરને છોડી દેય છે. પછી હજાર પલથી બનેલ લોઢાના મુદગરને લઈને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાર પછી તે અર્જુન માળી મુદ્રગર પાણિ યક્ષથી મુક્ત થવા પર “ધ” અંગોથી ભૂમિતલ પર પડી ગયો. ત્યારે શ્રમણોપાસક સુદર્શન શેઠને જણાયું કે વિઘ્ન દૂર થઈ ગયું છે. એમ જાણી તે પોતાની પ્રતિજ્ઞાનું પારણું કરે છે. અર્જુન માલી અંતર્મુહૂર્ત પછી-સ્વસ્થ થઈને ઊઠે છે અને ઊઠીને શ્રમણોપાસક સુદર્શનને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિય! આપ કોણ છો? અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે શ્રમણોપાસક સુદર્શને અર્જુન માળીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનું પ્રિય ! હું જીવ અને અજીવનો જ્ઞાતા શ્રમણોપાસક સુદર્શન છું અને ગુણશિલક ઉદ્યાનમાં ભગવાન Page #234 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-અધ્યયન-૩ ૨૩૧ મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરવા તેમજ તેમની પર્યાપાસના માટે જાઉં છું. ત્યારે અર્જુનમાળીએ કહ્યું હું પણ આપની સાથે યાવતું પર્યાપાસના કરવા માટે આવવા ઈચ્છું છું. સુદર્શન શેઠે કહ્યું જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી તે શ્રમણોપાસક સુદર્શન શેઠ અર્જુનમાળીને પોતાની સાથે લઈ ગુણશિલક નામના ઉદ્યાનમાં જ્યાં શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવે છે. આવીને અર્જુનમાળી સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને યાવત્ વંદન-નમસ્કાર કર્યા પછી તેનું પર્વપાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રમણોપાસક સુદર્શન શેઠને અને અર્જુનમાળીને તેમજ પરિષદને ધર્મદિશના સંભળાવે છે. - ત્યાર પછી અર્જુનમાળી શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસેથી ધર્મ સાંભ ળીને અને હૃદયંગમ કરીને અત્યંત હર્ષિત થયો, સંતુષ્ટ થયો અને કહેવા લાગ્યો, ભંતે! હું નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, રૂચિ કરું છું, પ્રતીતિ કરું છું. તેની આરાધના માટે ઉપસ્થિત થાઉં છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિયા જેમ તમારા આત્માને સુખ ઊપજે તેમ કરો. ભગવાનની અનુમતિ મેળવી અર્જુન માળી ઉત્તર-પૂર્વ દિશામાં એટલે ઈશાન ખૂણામાં જાય છે અને ત્યાં જઈ પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કરીને વાવતુ સાધુ બનીને વિચરે છે. અર્જુનમુનિએ જે દિવસે દીક્ષિત થયા હતા તે જ દિવસથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના-નમસ્કાર કરીને આ અભિગ્રહ ગ્રહણ કર્યો હતો કે ભગવન્! આજ થી લઈ જીવનપર્યન્ત નિરન્તર ષષ્ઠ-ભક્તની તપસ્યા કરીને આત્માને ભાવિત કરતો થકો જીવન વ્યતીત કરીશ. અર્જુન મુનિ પારણા ના દિવસે પહેલા પહોરે સ્વા ધ્યાય, બીજા પહોરે ધ્યાન કરે છે ગૌતમ સ્વામી પેઠે ભ્રમણ કરે છે. રાજગૃહ નગરમાં ગોચરી માટે ભ્રમણ કરતા અર્જુન મુનિને જોઈને ઘણી સ્ત્રીઓ, અનેક પુરુષો તથા બાળકો, વૃદ્ધો તેમજ યુવકો આ પ્રમાણે કહેવા લાગ્યા - આણે મારા પિતાને મારી નાખ્યા હતા. કોઈક કહેવા લાગ્યા-આણે મારી માતાને મારી નાંખી હતી, એવી જ રીતે મારી બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી અને મારી પુત્રવધૂને મારી નાંખ્યા હતા, આણે મારા બીજા સ્વજનોને, સગા સંબંધી ઓને, ભાગીદારોને તેમજ દાસ-દાસીઓની ઘાત કરેલ છે. આ પ્રમાણે બોલતાં તેમાંથી કેટલાંક તેને કડવા વચનો કહી ફટકારે છે, અવહેલના કરે છે. નિંદા કરે છે. દુર્વચન કહીને તેને ક્રોધિત કરવાનો પ્રયત્ન કરે છે, તેના દોષો બતાવે છે, તેનો તિરસ્કાર કરે છે. લાઠી ઈટ આદિથી મારે છે. ત્યારે ઘણી સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો તથા યુવકો દ્વારા આક્રોશિત થયેલ યાવતું તાડિત થયેલ અર્જુન મુનિ તેઓ ઉપર મનથી પણ દ્વેષ કરતા ન હતા. સહન કરે છે, ખમે છે, ક્ષમા કરતા, સહન કરતા, નિર્જરાની ભાવનાથી સહન કરતા હતા. અનાદિ પ્રાપ્ત નહિ થવા છતાં પણ અર્જુનમુનિ મનમાં દીનતાં ઉત્પન્ન ન થવા દેતા, નારાજ થતા નહિ, ક્રોધ કરતા નહિ, અંતઃકરણને નિર્મળ રાખતા, નિરાશ થતા નહિ અને થાક્યા વિના સમાધિ ભાવથી ગોચરી માટે ભ્રમણ કરતા હતા. આ રીતે ભ્રમણ કરીને તે રાજગૃહ નગરમાંથી નીકળે છે. નીકળીને જ્યાં ગુણશીલક નામનું ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા. જેવી રીતે ગૌતમ સ્વામી થાવતું ભગવાનને આહાર બતાવે છે. બતાવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી આજ્ઞા મેળવી, મૂચ્છભાવથી રહિત, ગૃદ્ધિરહિત, ભોજનમાં રાગ રહિત, આસ * Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અંતગડ દસાઓ- દા૩/૨૭ ક્તિથી રહિત, જેમ સર્પ બીલમાં પ્રવેશ કરે છે, તેમ સ્વયં આહાર કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક દિવસ રાજગૃહ નગરથી વિહાર કરીને બહાર જનપદ-દેશાન્તરમાં વિચરી રહ્યા હતા. તે અર્જુન મુનિ પ્રધાન, વિશાળ, ભગવાન મહા વીર પાસેથી ગૃહીત, ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક સ્વીકારેલ મહાન પ્રભાવશાળી તપકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા થકી પૂરા છ મહિના સુધી શ્રમણ પયયનું પાલન કરે છે. અર્ધમાસિક સંલેખના થી પોતાના આત્માને ભાવિત કરે છે. ત્રીસ ભક્તને અનશન દ્વારા છોડે છે. અન્તમાં જે પ્રયોજન માટે સાધુજીવન અંગીકાર કર્યું હતું, યાવતું તે પ્રયોજનને સિદ્ધ કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. વર્ગ-અધ્યયન-૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | | (વર્ગ-દ-અધ્યયન-૪થી૧૪) [૨૮] તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું, ગુણથી શીલ ચૈત્ય, શ્રેણિક રાજા, શ્યય ગાથાપતિ હતો. મંકાતિની જેમ સોળવર્ષ સંયમ પાળી યાવતુ વિપૂલાચલ ઉપર સિદ્ધ થયા. [૨૯]એ પ્રમાણે ક્ષેમક ગાથાપતિ પણ જાણવા. વિશેષમાં એ કે નગરી નું નામ કાંકદી હતું. [૩૦]એ પ્રમાણે વૃતિઘર ગાથાપતિ જાણવા નગરી કાકંદી હતી. [૩૧]એ પ્રમાણે કૈલાશ ગાથાપતિ પણ જાણવા. વિશેષ એકે નગરી સાકેત હતી. બાર વર્ષ સંયમ પયય પાળી વિપુલાચલે સિદ્ધ થયા [૩૨] કૈલાસગાથાપતિ પ્રમાણે હરિચંદન ગાથાપતિ પણ જાણવા. [૩૩]એ પ્રમાણે વારાત્તક ગાથાપતિ પણ જાણવા. વિશેષ એકે નગરી રાજગૃહ હતી. [૩૪]એ પ્રમાણે સુદર્શન ગાથાપતિ પણ જાણવા. વિશેષ એકે વાણિજયગ્રામ નગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. પાંચવર્ષનો પર્યાય પાળી સિદ્ધ થયા. [૩૫] સુદશશની જેમ જ પૂર્ણભદ્ર ગાથપતિ જાણવા. [૩]એ પ્રમાણે સુમનભદ્ર ગાથાપતિ પણ જાણવા. વિશેષ એ કેનગરી શ્રાવસ્તી અને દીક્ષા પયય ઘણાં વર્ષ પાળેલ. [૩૭]સુમનભદ્રની જેમ સુપ્રતિષ્ઠિત ગાથાપતિ પણ જાણવા. અંતર એકે સંયમ પયાર્થ ર૭- વર્ષનો હતો. [૩૮]એ પ્રમાણે મેઘ ગાથાપતિ જાણવા. વિશેષ એકે રાજગૃહ નગર હતું. ઘણાં વર્ષનો સંયમ પયય હતો (આ સર્વે ગાથાપતિ વિપુલાચલ પર્વતે સિદ્ધ થયા) વર્ગ-દ-અધ્યયન૪થી ૧૪ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-દ-અધ્યયનઃ૧૫) [૩૯]તે કાળે અને તે સમયે પોલાસપુર નગરે શ્રીવન ઉદ્યાન હતું. વિજય રાજા Page #236 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૬, અધ્યયન-૧૫ ૨૩૭ હતા. શ્રી પટ્ટરાણી હતી. તે વિજય રાજાના પુત્ર, શ્રીદેવીના આત્મજ અતિમુક્ત નામના કુમાર હતાં. તે સુકુમાર હાથ-પગવાલા અને સવાંગ સુંદર હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવતુ શ્રીવન નામના ઉદ્યાનમાં વિચારી રહ્યા હતા. તે કાળે અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી- શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર પોલાસપુર નગરમાં સામાન્ય તેમજ મધ્ય ઘરોમાં ગોચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. આ તરફ અતિમુક્ત-કુમાર સ્નાન કરીને યાવતુ સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત થઈને ઘણાં છોકરા, છોકરીઓ, નાનાં બાળકો, નાની બાલિકાઓ, અવિવા હિત કુમારો અને અવિવાહિત કુમારિકાઓથી, ઘેરાયેલો-તેઓની સાથે પોતાના ઘરેથી નીકળે છે. નીકળીને ઈન્દ્રસ્થાન હતું ત્યાં જાય છે, ત્યાં બધાં સાથે ક્રીડા કરવા લાગ્યો. ભગવાન ગૌતમ સ્વામી પોલાસપુર નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરોમાં ગોચરી માટે ભ્રમણ કરતા થકા ઈન્દ્રસ્થાનની કંઈક પાસેથી નીકળ્યા ત્યારે કંઈક સમીપથી જતાં તેઓને અતિમુક્તિકુમારે જોયાં. જોતાંજ તે ભગવાન ગૌતમસ્વામીની પાસે આવ્યા ભગવન્! આપ કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો? ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ અતિ મુક્તકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! અમે શ્રમણ નિગ્રન્થ છીએ. ઈયસમિતિ આદિ પાંચ સમિતિઓના પાલક યાવતુ બ્રહ્મચારી છીએ. ઉચ્ચ, નીચ યાવતું મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમારે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-આપ આવો, હું આપને ભિક્ષા અપાવું. એમ કહી ભગવાન ગૌતમની આંગળી પકડે છે. આંગળી પકડીને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી પહોંચ્યા. ત્યારે શ્રીદેવી ભગવાન ગૌતમને આવતા જુએ છે જોઈને અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થઈ. યાવતુ આસન ઉપરથી ઊઠી- ઊઠીને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવે છે. પ્રદક્ષિણા કરે છે. વંદના નમસ્કાર કરે છે. આદિ વિપુલ અત્ર, -ચાર પ્રકારનાં આહારથી પ્રતિ લાભિત કરે છે. ત્યાર પછી ભગવાન ગૌતમ સ્વામીને અતિમુક્તકુમારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો-હે ભગવન્! આપ ક્યાં રહો છો? હે દેવાનુપ્રિય! મારા ધમચિાર્ય, ધમપદેશક, ધર્મતીર્થની સ્થાપના કરનાર, યાવતું મોક્ષ પ્રાપ્તિની કામના રાખવાવાળા ભગવાન મહાવીર આ પોલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં સાધુવૃત્તિને અનુકૂળ આશ્રયનો સ્વીકાર કરીને સંયમથી યાવતું પોતાના આત્માને ભાવિત કરતા થકા વિચારી રહ્યા છે. ત્યાં જ અમે રહ્યા છીએ.- હે ભગવન્! હું આપની સાથે શ્રમણ ભગવાન મહાવીરના ચરણવંદન માટે આવું ? ગૌતમ-હે દેવાનુપ્રય જેમ તમારા આત્માને સુખ ઊપજે તેમ કરો. અતિમુક્ત ત્યાં આવીને સ્વામીને પ્રદક્ષિણા કરે છે. વંદના કરે છે. નમસ્કાર કરે છે. યાવતું ભગવાનની પર્યપાસના કરે છે. ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને આહાર બતાવ્યો. બતાવીને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા. વિચારવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએઅતિમુક્તકુમારને તેમજ પરિષઅને ધર્મ કથા સંભળાવી. અતિમુક્તકુમાર, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ધર્મ કથા સાંભળીને અને તેને હૃદયંગમ કરીને અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયા. ભગવન્! હું માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષિત થવા ઈચ્છું છું. ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અંતગઢ દસાઓ – ૬/૧૫/૩૯ જેમ તમને સુખ ઊપજે તેમ કરો પરંતુ વિલંબ ન કરો. ત્યાર પછી અતિમુક્તકુમાર જ્યાં પોતાના માતા-પિતા હતાં ત્યાં આવ્યા. યાવત્ તેઓને પોતાને દીક્ષિત થવું છે તે વાત કહી. આ સાંભળી માતા-પિતા અતિમુક્તકુમારને આ પ્રમાણે કહેવા લાગ્યાઃ- હે પુત્ર ! તું હજુ બાળક છો હે પુત્ર ! તું અણસમજૂ છો. તું ધર્મના સંબંધમાં શું સમજે ? ત્યારે અતિમુક્તકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું:-હે માતા-પિતા ! હું જે જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું.માતા-પિતાએ કહ્યુંઃ- હે પુત્ર ! તું શું કહેવા માંગે છે ? હું જાણું છું કે જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે, પરંતુ હું એ નથી જાણતો કે ક્યારે, કયા સમયે, ક્યા સ્થાનપર કેવી રીતે, કેટલા સમય પછી તે મૃત્યુ પામશે ? હે માતા-પિતા ! હું એ નથી જાણતો કે કર્મ બંધનના ક્યા કારણોથી જીવ નરકગતિમાં, તિર્યંચ યોનિમાં, મનુષ્યયોનિમાં તથા દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ હું એ જાણું છું કે જીવ પોતાના કર્મોના કારણે નકાદિ ગતિઓમાં ઉત્પન્ન થાય છે. હે માતા-પિતા ! આપની અનુમતિ પ્રાપ્ત થઈ જાય તો યાવત્ દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું. જ્યારે માતા-પિતા તે અતિમુક્તકુમારને અનેક અનુકૂળ પ્રતિકૂળ આદિ વચનો દ્વારા સંયમ લેવાના વિચારથી ૨ોકાવામાં સમર્થ ન થાય ત્યારે નિરાશ થઈને માતા-પિતાએ અતિમુક્તકુમારને કહ્યું:-જો તારી દીક્ષા લેવાની ઈચ્છા છે તો હે પુત્ર ! અમે એક દિવસની તારી રાજ્યશ્રીને-જોવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમાર માતાપિતાના વચનોનો સ્વીકાર કરીને મૌન થઈ ગયા. ત્યાર પછી રાજ્યાભિષેક અને નિષ્ક્રમણ આદિનો શેષ વૃત્તાન્ત મહાબલકુમાર જેમ સમ વો. યાવત્ વિપુલ ગિરિ ઉપર નિર્વાણપદ પામ્યા. વર્ગઃ ૬ અધ્યયનઃ૧૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગઃ ૬-અધ્યયન-૧૬ [૪૦]તે કાળે અને તે સમયે વારાણસી નગરી કામ મહાવન ચૈત્ય.અલક્ષ રાજા હતા. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ વારાણસી નગરીમાં પધાર્યા. નગરવાસીઓ નીકળ્યા. ત્યાર પછી અલક્ષ રાજા ભગવાનના પદાર્પણનો વૃત્તાન્ત સાંભળીને પ્રસન્ન તેમજ સંતુષ્ટ થયો. રાજાની જેમ કૂણિક અલક્ષ રાજા પણ ગયા. વંદન-નમસ્કાર કરીને ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. ભગવાને બધાને ધર્મો પદેશ સંભળાવ્યો. ત્યાર પછી અલક્ષ રાજા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની મુખાર વિન્દથી ઉપદેશ સાંભળીને, ઉદાયન રાજા ની જેમ દીક્ષિત થયા. વિશેષતા એ છે કે અલક્ષ રાજાએ દીક્ષિત થયા પહેલાં પોતાના મોટા પુત્રને રાજસિંહાસન પર બેસાડીને રાજ્ય સત્તા તેને સોંપી દીધી. ત્યાર પછી સ્થવિર સંતો પાસે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરી વિપુલાચલ પર સિદ્ધ થયા. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ યાવત્ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા વર્ગનો આ અર્થ પ્રરૂપેલ છે. વર્ગઃ ૬-અધ્યયનઃ ૧૬ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગઃ ૬-ગુર્જરછાયાપૂર્ણ Page #238 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૭, અધ્યયન-૧ થી ૧૩ ૨૩૫ (ા વર્ગ૭ ક અધ્યયનઃ૧-૧૩). [૪૧-૪૩] સાતમા વર્ગમાં ૧૩ અધ્યયનો પ્રરૂપ્યા છે. નંદા નંદાવતી નંદોત્તરા નંદશ્રેણિકા મરૂતા સુમરૂતા મહામરૂતા મરૂત દેવી ભદ્રા સુભદ્ર સુજાતા સુમનાતિકા ભૂતદતા. આ બધા શ્રેણિક મહારાજાની રાણી ઓમાં નામ છે. [૪૪] જંબૂ ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. નંદા રાણી હતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરવાસીઓ નીકળ્યા. તે નંદાદેવી આ વૃત્તાન્તને જાણી પ્રસન્ન તેમજ સંતુષ્ટ થઈ. તેણે સેવક પુરુષોને બોલાવ્યા. પદ્માવતી રાણીની જેમ દીક્ષિત થઈ. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. યાવતુ સિદ્ધ થયા. [૪૫]આ જ પ્રમાણે બીજી બધી દેવીઓનું જીવન નંદાદેવીની જેમ જ જાણવું વર્ગ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ા વર્ગ૮ કર અધ્યયન -કાલી) [૪૬]હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ યાવતુ મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અંતગડશાંગના આઠમાં વર્ગના દશ અધ્યયનો પ્રતિ પાદન કરેલ છે. [૪૭]કાલીદેવી, સુકાલીદેવી, મહાકાલીદેવી, કૃષ્ણાદેવી, સુકૃષ્ણાદેવી, મહા કૃષ્ણાદેવી, વિરકૃષ્ણાદેવી, રામકૃષ્ણદેવી, પિતૃસેનકષ્ણાદેવી, અને મહાસેનકૃષ્ણાદેવી. [૪૮] જંબૂ! તે કાળ અને તે સમયમાં ચંપા નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં કૂણિક રાજા હતા. કોણિક રાજાની નાની માતા, કાલી નામક દેવી (રાણી) હતી. નંદા દેવીની જેમ કાલીદેવી દીક્ષિત થયા. સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણી છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતી વિચારવા લાગી. ત્યાર પછી કોઈ એક દિવસે કાલી આ સાધ્વી જ્યાં આ ચંદનબાલા હતા, ત્યાં આવ્યા અને આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા-આર્યો ! આપ જો આજ્ઞા આપો તો રત્નાવલી તપની આરાધના કરવાની મારી ઈચ્છા છે. દેવાનુપ્રિયે ! જેમ તમારા આત્મા ને સુખ ઉપજે તેમ કરો. તેમાં વિલંબ ન કરો. ત્યાર પછી તે રત્નાવલી નામક તપને અંગીકાર કરીને વિચારવા લાગી. રત્નાવલી તપ આ પ્રમાણે કરાય છે- એક ઉપ- વાસ કરે પારણામાં મનોવાંછિત દૂધ, ઘી, આદિ બધા રસોનું સેવન કરી શકે. એ પ્રમાણે એક છઠ્ઠ કરી પારણું કરે, પછી એક અઠ્ઠમ કરી પૂર્વવતુ પારણું કરે, ત્યાર પછી આઠ છઠ્ઠ કરી પૂર્વવતુ પારણુ કરે, એક ઉપવાસ અને પારણું, બે ઉપવાસ અને પારણું, ત્રણ અને પૂર્વવત્, પારણું, ઉપવાસ પછી અનુક્રમથી ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દસ- અગિયાર- બાર તેર-ચૌદ-પંદર અને સોળ ઉપવાસ કરે. આ બધા ઉપાવાસોની વચ્ચેના પારણામાં ઈચ્છા પ્રમાણે બધા રસોનું સેવન કરાય. પછી ૩૪ છઠ્ઠ કરે તેની ઉપર ૧૬ ઉપવાસ કરે. પછી પંદર-ચૌદ-તેર-બાર-અગિયાર-દસ-નવ-આઠ-સાત-છપાંચ ચાર-ત્રણ-બે-એક આ પ્રમાણે ઊતરતા ક્રમથી ઉપવાસ કરે પછી પાછા આઠ છઠ્ઠ કરે પછી એક અઠ્ઠમ કરે આ બધા ઉપવાસોના મધ્યમાં કરાતાં પારણામાં પૂર્વની જેમ મનોવાંછિત ઘી, દૂધ, તેલાદિ બધા રસોનું સેવન કરી શકાય. ઉપર જે ઉપવાસોનો ક્રમ બતાવ્યો છે તે બધા ઉપવાસો મળી રત્નાવલી તપની પહેલી પરિપાટી થાય છે. તેની આરાધના એક વર્ષ ત્રણ મહિના અને ૨૨ દિવસમાં આગમાનુસાર પૂર્ણ થાય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ અંતગડ દસાઓ - ૮/૧૪૯ એક પરિપાટી પૂર્ણ થયા પછી તે કાલી આર્યાએ રત્નાવલી તપની બીજી પરિપાટી આ પ્રમાણે શરૂ કરી. પ્રથમ એક ઉપવાસ કર્યો. વિગય છોડીને પારણું કર્યું. પછી છઠ્ઠ કર્યો ઈત્યાદિ પ્રથમ પરિપાટીની જેમ સમજવું, બીજી પરિપાટીની આરાધના કર્યા પછી આર્યા કાલીદેવીએ રત્નાવલી તપની ત્રીજી પરિપાટીની આરાધના શરૂ કરી. પહેલી પરિપાટીની જેમ એક ઉપવાસ કર્યો. તેનું પારણું કર્યું. પારણામાં અલેપકૃત આહાર કરે છે. રત્નાવલી તપની ત્રીજી પરિપાટીની આરાધના પછી આર્યા કાલીદેવીએ ચોથી પરિપાટીની આરાધના શરૂ કરી. આ પરિપાટીની તપસ્યાનું વર્ણન પ્રથમ પરિપાટી પ્રમાણે જાણવું. તેમાં અંતર એટલું જ કે પારણું આયંબિલ તપથી કરાય છે. [૫૦]મહાસતી કાલીદેવીએ જ્યારે પાંચ વર્ષ, બે મસા, અઠ્ઠાવીસ દિવસમાં, રત્નાવલી તપની આરાધના પૂર્ણ કરી, ત્યારે તે મહાસતી ચંદનાદેવી પાસે આવ્યા. વંદના-નમસ્કાર કર્યા. ત્યાર પછી અનેક ચતુર્થભક્ત વ્રત, છઠ્ઠ, અઠ્ઠમ, ચૌલુ, પાંચ આદિ ઉપવાસની તપસ્યાથી પોતાના આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી. ત્યાર પછી તે આર્યા કાલીદેવીની ઉગ્ર યાવત્ કઠોર તપશ્ચર્યાની આરાધનાના કારણે યાવત્ નસો દેખાવા લાગી. હાડપિંજર જેવા થઈ ગયા. જેવી રીતે કોલસાથી ભરેલી ગાડી ચાલે ત્યારે અવાજ થાય છે તેવી રીતે કાલી સાધ્વીના શરીરનાં હાડકાનો પણ તે જ્યારે બેસતી, ઊઠતી, ચાલતી ત્યારે કડ કડ અવાજ થતો હતો. છતાં પણ રાખથી ઢંકાયેલ હવનની અગ્નિ સમાન તપશ્ચર્યાના તેજથી તે અત્યંત દેદીપ્યમાન તેજોમય દેખાતા હતા. કોઈ એકવાર અર્ધરાત્રિના સમયે કાલીનામક સાધ્વીને વિચાર ઉત્પન્ન થયો. તે ભગવતી સૂત્રમાં વર્ણિત સ્કન્દુક મુનિની જેમ ચિંતન કરવા લાગી કે મારું શરીર તપસ્યાના કારણે અત્યંત દુર્બલ થઈ ગયું છે છતાં પણ હજું ઉત્થાન કર્મ-બલ વીર્ય પુરુષકાર પરાક્રમ શ્રદ્ધા ધૃતિ અને સંવેગ વિદ્યમાન છે. તેથી મારે માટે એ જ યોગ્ય છે કે હું કાલે સૂર્યોદય થતાં જ આર્યા ચંદના મહાસતીજીની અનુમતિ મેળવીને સંલેખના તપની આરાધના કરી, ભક્તપાન ત્યાગ કરું અને જીવન મરણની આકાંક્ષા રાખ્યા વિના જીવન વ્યતીત કરું. જ ૨૩૬ હે સાધ્વીજી, જો આપ અનુમતિ આપો તો સંલેખના અન્ન જલનો ત્યાગ કરી મૃત્યુની આકાંક્ષા કર્યા વિના જીવન વ્યતીત કરું, આવી મારી ઈચ્છા છે. હે દેવાનુપ્રિયે ! જેમ તમારા આત્માને સુખ ઊપજે તેમ કરો. તેમાં વિલંબ ન કરો. કાલી સાધ્વીજીએ સંલેખના અંગીકાર કરીને અન્ન-જલનો ત્યાગ કર્યો અને મૃત્યુની આકાંક્ષા કર્યા વિના રહેવા લાગી. કાલી આર્યાજીએ, આર્યા ચંદના સાધ્વીજી પાસે સામાયિક આદિ અગિ યાર અંગોનું અધ્યયન કર્યું. પૂરા આઠ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. એક માસનો સંથારો કરી પોતાના આત્માને આરાધિત કરીને અનશનથી સાઠ ભક્ત નો ત્યાગ કરીને જે ઉદ્દેશ્યથી નગ્નભાવ અંગીકાર કરેલું હતું, યાવત્ તેની સિદ્ધિ કરીને અંતિમ શ્વાસોચ્છ વાસ સાથે સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. વર્ગઃ૮-અધ્યયનઃ ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૮-અધ્યયનઃ૨ સુકાલી [૫૧] તે કાળે અને તે સમયે નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. કૃણિક રાજા હતા. Page #240 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૮, અધ્યયન-૨ ૨૩૭ શ્રેણિક રાજાની ધર્મપત્ની તથા કૃણિક રાજાની લઘુમાતા સુકાલી નામની દેવી હતી. કાલીદેવી ની જેમ સુકાલીદેવી પણ દિક્ષિત થયા. યાવતુ આત્માને ભાવિત કરતી થકી વિચરતી હતી. ત્યાર પછી તે આ સુકાલીદેવી કોઈ સમયે જ્યાં આ ચંદના સાધ્વી હતા ત્યાં આવ્યા. યાવતું વંદન-નમસ્કાર કરી કહેવા લાગ્યા...હે આર્યો ! આપ જો અનુમતિ આપો તો કનકાવલી તપકર્મ અંગીકાર કરીને વિચારવા ઈચ્છું છું. ચંદનાજીએ કહ્યું- જેમ તમને સુખ ઊપજે તેમ કરો. રત્નાવલી તપમાં ત્રણે સ્થાનોમાં આઠ છઠ્ઠ કરાય છે. પરંતુ કનકાવલી તપના ત્રણે સ્થાનોમાં સુકાલી દેવીએ આઠ અઠ્ઠમ કર્યા. કનકાવલી, તપની ચાર પરિપાટી છે. એક પરિપાટીમાં એક વર્ષ પાંચ મહિના, બાર દિવસ લાગે છે બાકીનું બધું વર્ણન રત્નાવલી તપની જેમ જાણવું જોઈએ. આય સુકાલીદેવીએ નવ વર્ષ સંયમનું પાલન કર્યું અને અંત સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયા. વર્ગ-૮-અધ્યયનઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-૮-અધ્યયન-૩-મહાકાલી) પર]મહાકાલી દેવીનું વર્ણન પણ સમજવું. તેમાં અંતર માત્ર એટલુ છે કે મહાકાલી દેવી “ક્ષુલ્લક સિંહનિષ્ક્રીડિત” તપને ધારણ કરીને વિચારતા હતા. તે તપની વિધિ આ પ્રમાણે છે. પહેલાં ચઉત્થભક્તિ કરે છે, એક ઉપવાસ કરીને દૂધ, ઘી આદિ બધા ઈષ્ટ પદાર્થોથી પારણું કરે છે. પછી છઠ્ઠ કરે, પારણું કરીને એક ઉપવાસ કરે, પારણું કરીને અઠમ કરે, પારણું કરીને છઠ કરે. પારણું કરે. ચાર ઉપવાસ કરે, પારણું કરે, પછી ત્રણ ઉપવાસ કરે, પારણું કરે, પાંચ ઉપવાસ કરે, પારણું કરી પુનઃ ચાર ઉપવાસ કરે, પારણા પછી છ ઉપવાસ કરે, પાંચ કરે, સાત ઉપવાસ કરે, છ ઉપવાસ કરે, આઠ, સાત, નવ ઉપવાસ કરે, આઠ કરે, ફરી નવ કરે, સાત કરે, આઠ ઉપવાસ કરે, છ ઉપવાસ કરે, સાત કરે, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક ઉપવાસ, બે અને એક ઉપવાસ કરે, આ બધા ઉપવાસોના પારણામાં મહાકાલી આયએ દૂધ ઘી આદિ ઈષ્ટ પદાર્થો વાપર્યા. આ એક પરિપાટી છે. એની જેમજ બીજી, ત્રીજી અને ચોથી પરિપાટી સમજી લેવી. પ્રથમ પરિપાટીમાં છ મહિના અને સાત દિવસ લાગે છે અને ચારે પરિપાટી ઓમાં બે વર્ષ ૨૮ દિવસ લાગે છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપની આરાધના કરીને મહાકાલી આયએિ બીજી અનેક તપસ્યાઓ કરી મધ્યરાત્રિમાં સંલેખનાનો સંકલ્પ કર્યો અને આય ચંદનાજી પાસેથી અનુમતિ મેળવી સંથારો કર્યો અને સિદ્ધ થયા. | વર્ગ ૮-અધ્યયનહનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૮-અધ્યયનઃ૪-કૃષ્ણા) [પ૩એજ પ્રમાણે કૃષ્ણાદેવીના જીવનનું વર્ણન પણ સમજી લેવું અંતર માત્ર એટલું છે કે મહાકાલીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની આરાધના કરી હતી. પરંતુ કણાદેવીએ મહા સિંહનિષ્ક્રીડિત તપની આરાધના કરી. લઘુમાં એક ઉપવાસથી લઈને નવ સુધી આગળ વધે. પરંતુ મહામાં એક ઉપવાસથી લઈને સોળ ઉપવાસ સુધી આગળ વધે. પછી સોળથી નીચે ઊતરે, ૧૬-૧૨-૧૪-૧૩ એ પ્રમાણે ક્રમથી ઊતરે, મહાસિંહનિષ્ક્રીડિત તપની પરિપાટીનો કાળ એક વર્ષ, છ મહિના અને ૧૮ દિવસ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અંતગડ દસાઓ- ૮૪૫૩ ચાર પરિપાટીઓનો સમય છ વર્ષ બે મહિના અને ૧૨ દિવસ છે બાકીનું વર્ણન જેમ કાલીદેવીનું છે તે પ્રમાણે સમજી લેવું. અંતે કૃષ્ણદેવીએ સંલેખનાની આરાધના કરીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. વર્ગ-૮ અધ્યયન-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૮ અધ્યયન ૫-સુફણા) [૫૪]એજ પ્રમાણે સુકણાદેવીનું જીવન પણ સમજી લેવું જોઈએ. તેમાં વિશેષતા એટલી છે કે સુકુણા દેવીએ “સપ્ત સમમિકા” નામક ભિક્ષ પ્રતિમાની આરાધના કરી હતી. તે આ પ્રમાણે પહેલા અઠવાડિયામાં એક દત્તિ ભોજનની અને એક દત્તિ પાણી ગ્રહણ કરાય. બીજા સપ્તાહમાં બે દત્તિ ત્રીજા માં ત્રણ-ત્રણ અને ચોથામાં ચાર ચાર દત્તિ. પાંચમાં માં પાંચ-પાંચ દત્તિ, છઠ્ઠામાં છ-છ દત્તિઓ અને સાતમાં સાત-સાત દત્તિઓ ભોજન અને પાણીની લેવાય છે. આ પ્રમાણે આ “સપ્તસમમિકા” નામની ભિક્ષપ્રતિમાની આરાધનામાં ૪૯ દિવસ અને રાત લાગે છે. આમાં ૧૯૬ ભિક્ષાઓ ગ્રહણ કરાય છે. મહાસતી સુકૃષ્ણાએ સૂત્રોક્ત વિધિ પ્રમાણે “સપ્તસમમિકા” ભિક્ષુ પ્રતિમાની આરાધના કરી. પછી તે આય ચંદનાજી પાસે આવે છે. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે હે આર્યો ! જો આપ અનુમતિ આપો તો હું “અષ્ટઅષ્ટમિકા” નામની ભિક્ષુ પ્રતિમાની આરાધના કરવા ઈચ્છું છું. આ ચંદનાજીએ કહ્યું-ભદ્રે ! જેમ તમને સુખ ઊપડે તેમ કરો. વિલંબ ન કરો.આય સુકષ્ણા દેવી અષ્ટઅષ્ટમિકા નામની ભિક્ષ પ્રતિમાને ધારણ કરીને સમય વિતાવવા લાગી. પહેલા આઠ દિવસોમાં એક દત્તિ ભોજનની અને એક પાણીની ગ્રહણ કરી. બીજા આઠ દિવસોમાં બે-બે દિન ભોજન પાણીની ગ્રહણ કરી. આ પ્રમાણે ક્રમથી આઠમામાં આઠ-આઠ, ભોજન-પાણીની દત્તિઓ ગ્રહણ કરી, આ અષ્ટમસ્ટમિકા ભિક્ષપ્રતિમાની આરાધનામાં ૬૪ દિવસ લાગ્યા અને ૨૮૮ ભિક્ષા ગ્રહણ કરી. આ ભિક્ષપ્રતિમાની સૂત્રોક્ત આરાધના કરીને સુકણાએ “નવનવામકા” નામની ભિક્ષુ પ્રતિમા શરૂ કરી. તેમાં પ્રથમ નવ દિવસોમાં દરરોજ એક દત્તિ ભોજનની અને પાણીની ગ્રહણ કરી. આ પ્રમાણે ક્રમથી બીજા નવ દિવસોમાં બે-બે દત્તિ ભોનજ-પાણીની લીધી, ત્રીજામાં ત્રણ-ત્રણ, ચોથા નવ દિવસોમાં ચાર-ચાર, આ પ્રમાણે અનુક્રમે નવમાં નવ દિવસોમાં નવ-નવ દત્તિઓ ભોજન-પાણીની ગ્રહણ કરી. આ નવનવમિકા ભિક્ષપ્રતિમા ૮૧ દિવસમાં પૂર્ણ થાય. તેમાં ૪૦૫ ભિક્ષાઓ ગ્રહણ કરે. સૂત્રોક્તવિધિ અનુ સાર નવ નવમિકા ભિક્ષુ-પ્રતિમાની આરાધના કરીને સુકુણા દેવીએ “દશ દશમિકા” નામની ભિક્ષુપ્રતિમાની આરાધના શરૂ કરી. તેમાં પહેલા દશ દિવસોમાં એક દત્તિ ભોજનની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરે, આ પ્રમાણે દક્તિ વધારતાં દશમા દશકમાં દશ-દશ દત્તિઓ ભોજન અને પાણીની ગ્રહણ કરાય છે. દશ દશમિકા ભિક્ષુપ્રતિમામાં ૧૦૦ રાત્રિદિવસ લાગે છે. આમાં પપ૦ ભિક્ષાઓ અને ૧૧૦૦ દત્તિઓ ગ્રહણ કરાય છે. સુકૃષ્ણાએ ચતુર્થ ભક્ત, ષષ્ટભક્ત, અષ્ટમ ભક્તિથી લઈ યાવત્ ૧૫ દિવસના અને એક મહિનાના ઉપવાસ કર્યો. તે સિવાય બીજી અનેક પ્રકારની તપસ્યાથી આય Page #242 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૮, અધ્યયન-પ ₹3 સુકૃષ્ણા દેવી અત્યંત દુર્બળ થઈ ગયા. અંતમાં સંલેખના કરીને સિદ્ધપદને પામી ગયા. વર્ગઃ૮-અધ્યયનઃ૫ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૮-અધ્યયનઃ૬-મહાકૃણા [૫૫]એ જ પ્રમાણે મહાકૃષ્ણાનું જીવન પણ સમજી લેવું. તેમાં અંતર માત્ર એટલું છે કે મહાકૃષ્ણા દેવીએ લઘુ-સર્વતોભદ્ર પ્રતિમા નામક તપશ્ચર્યાની આરાધના કરી. તે આ પ્રમાણે સર્વ પ્રથમ ઉપવાસ કર્યો, પારણું કર્યું. છઠ્ઠ કર્યો, પારણું કર્યું. અઠ્ઠમ કર્યો, પારણું કરી, ચાર ઉપવાસ કર્યા, પારણું કરી, પાંચ ઉપવાસ કર્યા, પારણું કરી અમ કરે છે. પારણું કરીને ચાર ઉપવાસ પારણું કરીને પાંચ ઉપવાસ પારણું કરીને એક ઉપવાસ પારણું કરીને છઠ્ઠ પારણું કરી પાંચ ઉપવાસ પારણું કરીને એક ઉપ વાસ પારણું કરીને છઠ્ઠ પારણું કરીને અઠ્ઠમ પારણું કરીને ચાર ઉપવાસ પારણું કરીને પાંચ ઉપવાસ પારણું કરીને એક ઉપવાસ પારણું કરીને ચાર ઉપવાસ પારણું કરીને એક ઉપવાસ પારણું કરીને છઠ્ઠ પારણ કરીને અઠ્ઠમ પારણું કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક સર્વતોભદ્ર નામના તપની પ્રથમ પરિપાટીની ત્રણ માસ અને દશ દિવસોમાં યાવત્ આરાધના કરે છે. પ્રથમ પરિપાટીના બધા પારણામાં યથેચ્છ દૂધ ઘી આદિનું સેવન કરે છે. પછી બીજી પરિપાટી શરૂ કરી. બીજી પરિપાટીનાં પારણામાં દૂધ ઘી આદિ વિકૃતિનું સેવન કરાતું નથી. જેવી રીતે રત્નાવલી તપની ચાર પરિપાટીઓ બતા વેલ છે તેવી રીતે “લઘુ સર્વતોભદ્ર” તપની પણ ચાર પરિપાટીઓ સમજવી,. આ તપની ચારે પરિપાટીઓનો કાળ એક વર્ષ, એક માસ, તેમજ દશ દિવસ છે. મહાકૃષ્ણાદેવી અંતમાં સંથારો કરી સિદ્ધ થયા. વર્ગઃ૮-અધ્યયનઃ ૬ નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૭-વીર કૃષ્ણા [૫૬]એ પમાણે વીક્રૃષ્ણ દેવી જાણવા.અંતર માત્ર એટલું છે કે તેણે “મહા સર્વતોભદ્ર’ તપની આરાધના કરી હતી. મહા સર્વતોભદ્ર તપમાં સાત લતાઓ છે પહેલી લતાઃઃ- ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત દ્વાદશ ભક્ત, ચતુર્દશ ભક્ત ષોડશ ભક્ત સાત ઉપવાસ. આ ઉપવાસોના પારણા સર્વકામગુણિત હોય છે. બીજી લતાઃ:-ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, છ ઉપવાસ, સાત ઉપવાસ, અને એક ઉપવાસ. ત્યાર પછી છઠ્ઠ ભક્ત અને અઠ્ઠમ ભક્ત ક૨વામાં આવે છે. ત્રીજી લતાઃ”- સાત ઉપવાસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, ક૨વામાં આવે છે. ચોથી લતાઃ- ત્રણ ઉપવાસ, ચાર, પાંચ, છ,સાત, એક, બે, કરાય છે. પાંચમી લતા ઃ- છ ઉપવાસ, સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ, આ પ્રમાણે અનુક્રમથી તપસ્યા કરાય છે. છઠ્ઠી લાઃ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક ઉપવાસ કરવામાં આવે છે. સાતમી લતાઃઃ પાંચ ઉપવાસ, છ, સાત, એક, બે, ત્રણ, અને ચાર ઉપવાસ કરાય છે આ બધા ઉપવાસોનાં પારણામાં દૂધ, ઘી, વિગયોનું સેવન કરે છે. આ સાત લતાઓ મળી એક પરિપાટી બને છે. એક પરિપાટીમાં ૮ મહિના અને પાંચ દિવસ લાગે છે. ચા૨ પરિપાટીઓનો સમય બે વર્ષ ૮ મહિના અને વીસ દિવસ થાય છે. અંતે તેઓ સંથારો કરીને સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે. વર્ગઃ૮-અધ્યયનઃ૭નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વર્ગ-૮-અધ્યયનઃ૮-રામકૃષ્ણ [૫૭]એ પ્રમાણે રામકૃષ્ણાદેવી જાણવા. અંતર માત્ર એટલું છે કે પણ રામકૃષ્ણ દેવીએ ‘ભદ્રોત્તર પ્રતિમા' નામક તપની આરાધના કરી. આ તપમાં પાંચ લતા છે, તે આ પ્રમાણે- પ્રથમ લતા- પાંચ ઉપવાસ, છ, સાત, આઠ, અને નવ ઉપવાસ. બીજી લતા-સાત ઉપવાસ, આઠ- નવ-પાંચ અને છ ઉપવાસ. ત્રીજી લતા-નવ ઉપવાસ, પાંચ-છ-સાત અને આઠ ઉપવાસ. ચોથી લતા-છ ઉપવાસ, સાત-આઠ-નવ-અને પાંચ ઉપવાસ, પાંચમી લતા-આઠ ઉપવાસ, નવ-પાંચ-છ-અને સાત ઉપવાસ. અનુક્રમથી કરવામાં આવતા આ ઉપવા સોનાં પારણામાં દૂધ, ઘી આદિ યથેચ્છ પદાર્થોનું સેવન કરાય છે. આ પાંચ લતાઓ મળી એક પરિપાટી થાય છે. એક પરિપાટમાં છ મહિના અને વીસ દિવસ લાગે છે. ચારેય પરિપાટીઓનો સમય બે વર્ષ, બે મહિના અને વીસ દિવસ થાય છે.અંતે સંલેખના કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. અંતગડ દસાઓ - ૮/૮/૫૭ વર્ગઃ ૮-અધ્યયનઃ૭ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૮-અધ્યયનઃ૯-પિતૃસેનકૃષ્ણા [૫૮]એ પ્રમાણે પિતૃસેન કૃષ્ણા જાણવા.અંતર માત્ર એટલું છે પિતૃસૈનકૃષ્ણા દેવીએ મુક્તાવલી તપી આરાધના કરી. તે આ પ્રમાણે-એક, બે, એક, ત્રણ, એક, ચાર, એક, પાંચ, આ પ્રમાણે અનુ ક્રમથી વધતા ૧૬ ઉપવાસ કરે છે વચ્ચે વચ્ચે ચતુર્થભક્ત કરવામાં આવે છે અને ત્યાર પછી ક્રમથી નીચે ઊતરે છે. જેમકે-સોળ ઉપવાસ, એક ઉપવાસ, પંદર ઉપવાસ, એક ઉપવાસ,અંતે એક ઉપવાસ કરે છે. આ મુક્તાવલીતપની પ્રથમ પરિપાટી છે. પ્રથમ પરિપાટીમાં બધા ઉપવાસોનાં પારણામાં દૂધ ઘી આદિ યથેચ્છ પદાર્થોનું સેવન કરાય. પ્રથમ પરિપાટીમાં અગિયાર મહિના, પંદર દિવસ લાગે છે. મુક્તાવલી તપની ચારે રિપાટીઓનો કાળ ત્રણ વર્ષ, દશ મહિના છે. પિતૃસેનકૃષ્ણાદેવીની બાકીની તપસ્યા, કાલીદેવી પ્રમાણે જાણવી. અંતમાં તેણે સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. વર્ગઃ ૮-અધ્યયનઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૧૦-મહાસેનકૃષ્ણા [૫૯]તે જ પ્રમાણે મહાસેનકૃષ્ણાનું જીવન પણ જાણવું. તેમાં અંતર માત્ર એટલું છે કે મહાસેનકૃષ્ણાએ “આયંબિલ વર્ધમાન” નામના તપની આરાધના કહી હતી. તે આ પ્રમાણે- પહેલાં આયંબિલ કર્યા પછી એક ઉપવાસ કર્યો. તત્પશ્ચાત્ બે આયંબિલ, એક ઉપવાસ. આ પ્રમાણે વધતા વધતા અંતમાં ૧૦૦ આયં બિલ અને એક ઉપવાસ કરે છે. ત્યાર પછી તે મહાસેનકૃષ્ણાદેવી આયંબિલ વર્ધમાન તપના ચૌદ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ-રાત્રિઓ સુધી સૂત્રોક્ત વિધિ પ્રમાણે યાવત્ કાયાદ્વારા સકરૂપે આરાધના કરીને જ્યાં આર્યા ચંદનાદેવી હતા ત્યાં આવે છે. વંદન-નમસ્કાર કરે છે. ત્યાર પછી અનેક ઉપવાસ, છઠ્ઠ આદિ તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા થકા સંયમજીવન વ્યતીત કરવા લાગ્યા. સિદ્ધ અને બુદ્ધપદ પ્રાપ્ત કર્યું. આઠમાં વર્ગમાં કાલી આદિ જે દસ આયઓનું અને અંતે વર્ણન કર્યું છે, તે દસે શ્રેણિક મહારાજાની Page #244 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૮, અધ્યયન-૧૦ ૨૪૧ રાણીઓ હતી. તે બધાની દીક્ષાપથયિ આ પ્રમાણે હતી. []કાલીદેવી આઠવર્ષ. સુકાલીદેવી નવવર્ષ. મહાકાલીદેવી દસવર્ષ. કૃષ્ણા દેવી અગિયાર વર્ષ સુકૃષ્ણાદેવી બાર વર્ષ મહાકૃષ્ણાદેવી તેર. વીરકાદેવી ચૌદ. રામકૃષ્ણાદેવી પંદર. પિતૃસેનષ્ણાદેવી સોળ. મહાસેનકષ્ણા દેવી સત્તર . [૬૧ હે જંબૂ! ધર્મતીથની આદિ કરનાર શ્રમણ યાવતુ નિવણ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અંતગડદશાંગનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે. [૨]અંતકૃદદશાંગનો એક શ્રુતસ્કંધ છે. તેમાં આઠ વર્ગ છે. તેનો આઠ દિવસ માં ઉપદેશ અપાય છે. પ્રથમ તથા બીજા વર્ગમાં દસ-દસ ઉદેશકો ત્રીજા વર્ગમાં તેર ઉદ્દેશકો, ચોથામાં અને પાંચમામાં દસ-દસ ઉદ્દેશકો, છઠ્ઠામાં સોળ ઉદ્દેશકો, સાતમામાં તેર ઉદ્દેશકો, અને આઠમામામાં દશ ઉદ્દેશકો છે. જે વિષયોની આ અંતગડસૂત્રમાં વ્યાખ્યા કરી નથી તે જ્ઞાતાધર્મકથા સૂત્ર પ્રમાણે જાણી લેવી જોઈએ. વર્ગ ૮-અધ્યયનઃ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | વર્ગ-૮-ગુર્જરછાયાપૂર્ણ | અંતગડદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ આપ્યું આઠમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ -- Jain 16 ion International Page #245 -------------------------------------------------------------------------- ________________ [૨૪૨] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ૯ | અનુત્તરોવવાઇય દસાઓ નવમુંઅંગસૂત્ર-ગુર્જરછાયા વર્ગ-૧ -:અધ્યયન-૧-૧૦: [૧]તે કાળે અને તે સમયેમાં રાજગૃહ નામનું નગર હતું તે નગરમાં શ્રેણિક રાજા હતા, તેમને ચેલણા નામની રાણી હતી. ગુણશીલ નામનું ઉઘાન હતું. તે કાળે અને તે સમયમાં રાજગૃહમાં આર્યસુધર્મસ્વામી પધાર્યા.પરિષદઆવી.ધર્મદેશના સાંભળીને પરિષદ્ પાછી ફરી. આર્ય જંબુસ્વામી શ્રી સુધર્માસ્વામીને વંદન-નમસ્કાર કરીને પૂછવા લાગ્યા-અહો ભગવન્ ! શ્રમણ યાવત્ મોક્ષને પ્રાપ્ત થયેલ ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અતકૃતદશાંગ સૂત્રનો આ પ્રમાણે અર્થ કહેલ છે, તો નવમાં અંગ અનુત્તરોવવાઈયદશાંગનો શું અર્થ કહેલ છે ? ત્યારે તે સુધર્મસ્વામી જંબૂ સ્વામીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે જંબૂ ! નવમાં અંગ અનુતરોવવાઈયદશાંગ સૂત્રના ત્રણ વર્ગ કહેલ છે. હે ભન્તે ! અનુત્તરોવ વાઈયદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના કેટલા અધ્યયનો પ્રરૂપ્યાં છે ? પ્રથમ વર્ગના દશ અધ્યયનો પ્રરૂપેલા છે, તો આ પ્રમાણે જાલિ મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિષણ, દીર્ઘદાન્ત, લષ્ટદાંત, વેહલ્લ, વેહાયસ,અભય કુમાર.પ્રથમ અધ્યયનનો ભગવાને શો અર્થ પ્રરૂપ્યો છે ? હે-જંબૂ ! તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે નગર ધન-વૈભવ ભવન અને જનસમૂહથી સંપન્ન હતું. ગુણશીલ ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતી. એકદા ધારિણી દેવીએ સ્વપ્રમાં સિંહને જોયો. સ્વપ્ર જોઈને જાગ્રત થાય છે યાવત્ જાલિકુમારનો જન્મ થાય છે. મેઘકુમારની જેમ જાલિકુમારનું વર્ણન સમજવું. જાલિકુમારના આઠ કન્યાઓથી સાથે લગ્ન થાય છે યાવત્ સુખનો અનુભવ કરતો વિચરે છે. સ્વામી સમોસર્યા શ્રેણિક નીકળ્યા મેઘકુમારની જેમ જાલીકુમાર નીકળ્યા દીક્ષા લીધી. અગ્યાર અંગનો અભ્યાસ કરે છે. સ્કન્ધક મુનિની જેમ ગુણરત્ન તપોકર્મ આદરે છે વગેરે સર્વે સંદક મુનિની માફક જાણવું. પ્રભાત પછી ભગવાનને પૂછીને સ્થવિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડે છે. સંલેખના કરે છે. વિશેષ એકે સોળ વર્ષની શ્રામણ્યપર્યાયને પાળીને અને કાળના અવસરે કાળ કરીને ઉપર ચન્દ્રમાં, સૂર્ય આદિ તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર ઈત્યાદિ બાર દેવલોક અને નવ ગ્રેવેયકથી પણ ઉપર જઈને વિજય નામક અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. Page #246 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૧, ૨૪૩ ત્યાર પછી સ્થવિર ભગવંતોએ જાલિ અણગારને કાળને પ્રાપ્ત થયેલા જાણીને પરિનિર્વાણવર્તી કાયોત્સર્ગ કર્યો અને તે જાલિ અણ ગા૨ના ધર્મોપકરણ પાત્ર વસ્ત્રાદિ ગ્રહણ કરીને પર્વત ઉપરથી નીચે ઊતર્યા. ઊતરીને જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા અને ઉપકરણો સુપ્રત કરતા કહ્યું-જાલિ અણગારના ઉપકરણો આ રહ્યા. ત્યાર બાદ શ્રી ગૌતમસ્વામી પૂછે છે-ભગવન્ ! તે અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર જાલિઅણગાર કાળના અવસરે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! વિજય વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ ! અહો ભગવન્ ! જાલિદેવતાની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! તેમની સ્થિતિ બત્રીશ સાગરોપમની છે. જાલિદેવ દેવલોકથી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી દીક્ષા ગ્રહણ કરી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત ક૨શે. [૨]એ જ પ્રમાણે શેષ નવકુમારના અધિકારો જાણવા. પરન્તુ તેમાં આટલી વિશેષતા છે. સાતકુમા૨ ધારિણીરાણીના પુત્રો હતા અને વિહલ્લકુમાર તથા વેહાયસકુમાર ચેલણા રાણીના પુત્રો હતા. આદિના પાંચ અણગારોએ સોળ-સોળ વર્ષ. ત્રણ કુમારોએ બાર-બાર વર્ષ સુધી અને બેએ પાંચ-પાંચ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. પ્રથમના પાંચનો અનુક્રમથી વિજય, વૈજ્યંત, જ્યંત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, બીજા સર્વાર્થસિદ્ધ, ચાર ઉલટા ક્રમે અપરાજિત, જ્યંત, વિજ્યંત, અનેઅભયકુમારવિજયવિમાનમાંઉત્પન્નથયા.શેષ વૃત્તાંત પૂર્વવત્ જાણી લેવો જોઈએ. વર્ગઃ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ મૈં વર્ગ:૨ અધ્યયન-૧-૧૩ [૩-૫]હે ભગવન્ ! અનુત્તરોવવાઈયદશાંગના બીજા વર્ગનો શ્રમણ યાવતુ મોક્ષ ને પ્રાપ્ત ભગવન્દે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! વવાઈયદશાંગના બીજા વર્ગના તેર અધ્યય નો પ્રરૂપેલા છે. દીર્ધસેન, મહાસેન, લષ્ટદન્ત, ગૂઢદન્ત, શુદ્ધદત્ત, હલ્લ, દ્રુમ, દ્રુમસેન, મહાક્રમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન, અને પુણ્યસેનકુમાર. []હે ભગવન્ ! બીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યો છે ? હે જંબૂ ! ખરેખર તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતા. તે ધારિણી દેવી એકદા સિંહનું સ્વપ્ર જોવે છે, જાલિકુમારની જેમ જન્મ, બાલ્યાવસ્થા, બહોતેર કળામાં નિપુણતા આદિ જાણવું. વિશેષ એ કે એનું નામ દીર્ઘસેન રાખવામાં આવ્યું હતું જાલિકુમારની જેમ દીર્ઘસેન પણ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. દીર્ઘસેનની જેમજ શેષ રાજકુમારોના વિષયમાં જાણવું. બધાનું રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા પિતા હતા, ધારિણી દેવી માતા હતી, સોળ-સોળ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાયનું પાનલ કર્યું. એક મહિનાની સંલેખના કરી અનેઅનુક્રમથી તેઓમાંથી બે વિજય, બે વૈજ્યંત, બે જ્યંત, બે અપરાજિત, શેષ મહાસેન આદિ પાંચ સર્વાર્થ-સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જશે અને મોક્ષ પામશે. વર્ગઃ ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અનુત્તરોવવાહય દસાઓ- ૩/૧૭ (ા વર્ગ-૩ ક અધ્યયન-૧-ધન્ય) ૭િ-૯ તો ભગવન્! શ્રમણ ભગવાન યાવતું મોક્ષને પ્રાપ્ત થયેલા મહાવીર સ્વામીએ ત્રીજા વર્ગનો શો અર્થ વર્ણવ્યો છે? હે જંબૂ! અનુત્તરોવ વાઈયદશાંગના ત્રીજા વર્ગના દસ અધ્યયનો પ્રરૂપ્યા છે ધન્ય, સુનક્ષત્ર, ઋષદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, * પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ્લ, વિહલ્લકુમાર. [૧૦]હે ભગવન્! શ્રમણ ભગવાને ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? શું ભાવ વર્ણવેલ છે? હે જંબૂ ! તે કાળે અને તે સમયે કાકંદી નગરી હતી. તે નગરી જન, ધન અને ભવનોથી સમૃદ્ધ હતી. સહસ્ત્રાભ્રવન ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુ ઓના પુષ્પ, ફળ આદિથી સમૃદ્ધિ હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ભદ્રાસાર્થ વાહિની રહેતી હતી. તે સાર્થવાહિની સમૃદ્ધ યાવતું કોઈથી પરા ભવ પામનારી ન હતી. તે ભદ્ર સાર્થવાહિનીનો ધન્ના નામક પુત્ર હતો. તે પુત્ર સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતુ સુંદર રૂપવાળો હતો. તે બાળક પાંચ ધાવમાતાથી ઘેરાયેલો રહેતો. મહા બલકુમારનો વૃત્તાન્ત પ્રમાણે અહીં પણ સમજવું. યાવતું બહોંત્તેર કળાઓનું ધન્નાએ અધ્યયન કર્યું. ત્યાર બાદ તે બાળક ધીરે ધીરે ભોગ ભોગવવા સમર્થ થઈ ગયો. ત્યાર બાદ ભદ્રા સાર્થવાહિનીએ ધન્નાકુમારને બાલભાવથી મુક્ત અને સર્વ ભોગોને ભોગવવા સમર્થ થયેલ જાણીને બત્રીશ ઊંચા અને શ્રેષ્ઠ મહેલ કરાવ્યાં. તેમની મધ્યમાં અનેક સેંકડો સ્તન્મથી યુક્ત પ્રઘાનભવન કરાવ્યું યાવતું બત્રીસ ઉત્તમ શ્રેષ્ઠી ઓની કન્યાઓ સાથે એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું, કરાવીને બત્રીસે બત્રીસ કન્યાઓને દાસ-દાસી, ધન-ધાન્ય આદિ દહેજ આવે છે. યાવતુ પત્રાકુમાર ઉપર મહેલમાં વાદ્યોના નાદ સાથે મનુષ્ય સંબંધી સુખ ભોગવતો થકો વિચારે છે. તે કાળમાં અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સહસ્ત્રાભ્રવન ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ દર્શન માટે નીકળી. કોણિક રાજાની જેમ જિતશત્રુરાજા પણ ભગવાનની દેશના સાંભળવા માટે નીકળ્યાં. ત્યાર બાદ તે ધન્ના કુમારે ભગવાનના આગમનના સમાચાર લોકોના મહાશબ્દો દ્વારા જાણ્યા. જમાલિકુમારની જેમ ધન્નાકુમાર પણ જાય છે. વિશે ષતા એટલી કે તે પગે ચાલીને જાય છે. ધર્મકથા સાંભળી પરિષદૂ સહિત રાજા સ્વસ્થાને ગયા. ધન્નાકુમાર ધર્મકથા સાંભળીને વૈરાગ્યવાનું થયા. યાવતુ કહેવા લાગ્યા. હે ભગવન્! હું મારી માતા ભદ્રા સાર્થવાહિની ને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. યાવતુ જમાલીની જેમ ધન્નાકુમાર પોતાની માતાને પૂછે છે. પૂછતાં જ માતાભદ્રા મૂચ્છિત થઈ જાય છે. મુચ્છ દૂર થવા પર માતા આ પ્રમાણે કહે છે- મહાબલ કુમારને માતા પિતાની સાથે વાત મુજબ અહીં પણ જાણવું. યાવતું માતા પુત્રને ઘેર રાખવામાં સમર્થ ન થઈ ત્યારે, જે પ્રમાણે થાવચ્યા પુત્રની માતાએ કૃષ્ણ મહારાજાને દીક્ષા વિષયક પૂછ્યું હતું તે જ પ્રમાણે ભદ્રા સાર્થવાહિનીએ જિતશત્રુ રાજાને દીક્ષા માટે કહ્યું, અને છત્ર ચામરની યાચના કરી. જિતશત્રુ રાજાએ થાવરચ્યા પુત્રની જેમ દીક્ષામહોત્સવ કર્યો, ધન્ના કુમાર દિક્ષિત થયા. અણગાર બની ઈય સમિતિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારી બની વિચરવા લાગ્યા. ત્યાર પછી ધન્ના અણગારે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ દિવસે શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જો આપની અનુ Page #248 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૧, અધ્યયન-૧ ૨૫ મતિ પ્રાપ્ત થાય તો હું જીવનપર્યત નિરંતર છ-છઠ્ઠ કરી, છઠ્ઠના પારણે આયમ્બિલ કરવા અને તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચરવા ઈચ્છું છું. છઠ્ઠ-છઠ્ઠ પારણામાં આયમ્બિલમાં લુખો સૂકો આહાર ગ્રહણ કરવા કહ્યું. તે પણ ભોજનથી લિપ્ત હાથથી દીધેલ જ આહાર કહ્યું તે પણ ઘરના પ્રત્યેક સભ્યોના જમ્યા બાદ વધેલો, નાંખી દેવો જેવો આહાર લેવો મને કલ્યું અને તેમાં પણ તેવો આહાર કહ્યું જેને અનેક શ્રમણો, બ્રાહ્મણો, કૃપણ, અતિથિઓ અને ભિક્ષાચરો પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન કરે એવો તુચ્છ આહાર ગ્રહણ કરવો મને કહ્યું. આ પ્રમાણે ધન્ના અણગારે પોતાની ઈચ્છા ભગવાન પાસે વ્યક્ત કરી ત્યારે ભગવાન કહે છે- અહો દેવાનુપ્રિય! તમોને સુખ ઊપજે તેમ કરો પણ પ્રમાદન કરો. ત્યાર બાદ ધન્ના અણગાર શ્રમણ ભગવાન મહાવીરની અનુમતિ પ્રાપ્ત કરી હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવતું નિરંતર આજીવન છઠ્ઠ-છઠ્ઠ કરતાં થકા અને તપ કર્મ વડે આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. ધન્ના અણગાર પ્રથમ છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. બીજે પ્રહોરે ધ્યાન ધરે છે અને ત્રીજી પોરસીએ ગૌતમસ્વામીની જેમ ગોચરી માટે ભગવાનને પૂછે છે. પૂછીને કાકંદી નગરમાં આવે છે. ત્યાં આવીને ઊંચ, નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાર્થે પરિભ્રમણ કરે છે. લુખો સૂકો યાવતું અન્ય કોઈ જેને ન ઈચ્છે તેવા આહાર માટે પરિભ્રમણ કરે છે. ભિક્ષા માટે અટન કરતાં ધન્ન અણગારે પોતાની ઉદ્યમવાળી ઉત્કૃષ્ટ યત્નાવાળી, એષણાના કારણે ક્યારેક આહાર મળે તો પાણી ન મળતું અને પાણી મળતું તો આહાર ન મળતો. એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધન્ના અણગાર દીન થતા નહિ, ઉદાસ થતા નહિ, ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન થવા દેવા નહિ. દીનપણથી રહિત, વિમનસ્કતા રહિત, આ કુળતા વ્યાકુળતા રહિત, નિરંતર સમાધિમાં લીન રહેતા તે અણગાર પ્રાપ્ત યોગમાં યતના કરનાર, અપ્રાપ્ત યોગ માટે ઉદ્યમ કરનાર, મન અને ઈન્દ્રિયોનો સંયમ કરનાર હતા. જેટલું પર્યાપ્ત હોય તેટલું જ ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને કાકંદી નગરી માંથી નીકળે છે. નીકળીને જ્યાં ભગવાન છે ત્યાં આવે છે. યાવતુ ગૌતમ સ્વામીની જેમ ગોચરી દેખાડે છે. ત્યાર બાદ તે ધન્ના અણગાર ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત થવા પર મૂચ્છથી રહિત, રાગદ્વેષથી રહિત, જેવી રીતે સર્ષ બીલમાં પ્રવેશ કરે તે પ્રમાણે મમત્વ રહિત આહાર કરે છે. આહાર કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા થકા વિચરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અન્યદા કોઈ સમયે કાકંદી નગરીના સહસ્રાબ્રવન ઉદ્યાનમાંથી નીકળે છે. નીકળીને જનપદોમાં વિચરવા લાગે છે. ત્યાર પછી તે ધન્ના અણગારને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિર ભગ વંતો પાસેથી સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કરે છે. ત્યાર પછી તે ધન્ના અણગાર એવી ઉદાર-પ્રધાન તપશ્ચયના કારણે સ્કન્ધક અણગારની જેમ સૂકાઈ ગયાકૃશ થઈ ગયા પણ ઉદાર તપની તેજથી હવનની અગ્નિની સમાન દેદીપ્યમાન થઈ ગયા ધન્ના અણગારના પગ તપના પ્રભાવથી એવા થઈ ગયા હતા જાણે કે વૃક્ષની છાલ હોય, લાકડાની પાવડી હોય અથવા જીર્ણ થયેલ ઉપાનહ હોય, એ પ્રમાણે ધન્ના અણ ગારના પગ સૂકાઈ ગયા હાડકાથી, ચામડીથી અને નસોથી ઓળખાઈ શકતા હતા, પરન્તુ લોહી કે માંસથી ઓળખાઈ શકતા ન હતા.ધન્ના અણગારના પગની આંગળીઓ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અનુસરોવવાય દસાઓ - ૩/૧/૧૦ તપ જાનત રૂપ લાવણ્યથી એવી જણાતી હતી કે તુવેરની શીંગ, મગની શીંગ કોમળ હોય ત્યારે જ તોડીને તડકામાં રાખવામાં આવી હોય અને કરમાઈ ગઈ હોય તેવા પ્રકારે તેમના પગની આંગળીઓ સુકાઈ ગઈ હતી યાવતું લોહી માંસ રહિત બની ગઈ હતી. તે ધન્ના અણગારની જવાઓ એવી થઈ ગઈ હતી જાણે કે કાગની જંઘા હોય. કેક પક્ષીની જંઘા હોય, ઢેક પક્ષીની જંઘા હોય યાવતુ લોહી અને માંસરહિત થઈ ગઈ હતી. ધન્ના અણગારના પગના જાનું એવા થઈ ગયા હતા કે જાણે કાગની ઘૂંટણ, મોરની ઢીંચણ, ઢંક પક્ષીના ઢીંચણ ન હોય ! યાવતું લોહી અને માંસ રહ્યો ન હતા. તે ધન્ના અણગારના ઉચ્ચભાગ એવા થઈ ગયા હતા જાણે કે પ્રિયંગુ વૃક્ષની શાખાને, બોરડીના વૃક્ષની શાખાને, સાંગરી વૃક્ષની શાખાને તે કોમળ હોય ત્યારે જ કાપી નાખવામાં આવેલ હોય અને તડકામાં સૂકવવામાં આવેલ હોય અને સૂકાઈ જવાથી કૃશ થઈ ગયા હોય ધન્ના અણગારની કમરનો ભાગ ઊંટના પગ જેવો, વૃદ્ધ બળદના પગ જેવો, ભેંસના પગ જેવો થાવતું લોહી અને માંસથી રહિત થઈ ગયો હતો. ધન્ના અણગારનો ઉદરનો ભાગ એવો થઈ ગયો હતો જેમ સૂકાઈ ગયેલા ચામડીની મશક હોય, ચણાદિ મૂંજવાનું ભાજન હોય અથવા કાષ્ટની કથરોટ હોય. ધન્ના અણગારની પાંસળીયો તારૂપ લાવણ્યથી એવી બની ગઈ હતી કે વાંસનો કરંડીયો હોય, વાંસની ટોપલી અને, વાંસના પાસા હોય, વાંસનો સુંડલો હોય ધન્ના અણગારની પીઠનો ભાગ તરરૂપ લાવણ્યથી એવો બની ગયો હતો જાણે કે વાંસની પટી હોય, સૂકાયેલ બૃત્તાહારવાળા પાનની પંક્તિ હોય. ધન્ના અણગારનું વક્ષસ્થળ એવું બની ગયું હતું જાણે કે વાંસની ચટાઈ હોય, વાંસનો પંખો હોય, તાડનો પંખો ધન્ના અણગારની બાહુ એવી બની ગઈ હતી જાણે કે શમીવૃક્ષની શીંગ, ડાંભાની શીંગ, અગથીયાની શીંગ હોય. ધન્ના અણગારના હાથ એવા બની ગયા હતા જાણે કે સૂકાયેલું છાણું હોય, સૂકાયેલ વટવૃક્ષના પાન હોય, પલાશના સૂકાયેલા પાન હોય યાવતુ તે લોહી અને માંસથી રહિત બની ગયા. ધન્ના અણગારના હાથની આંગળીઓ એવી બની ગઈ હતી જાણે કે તુવેરની શીંગને, મગની શીંગને, અડદની શીંગને, તે જ્યારે કોમલ હોય ત્યારે જ કાપીને તડકે સૂકવવામાં આવે અને જેમ કરમાઈ જાય. ધન્ના અણગારની ગરદન એવી થઈ ગઈ હતી જાણે કે માટીના નાના ઘડાની ડોક હોય કુંડિકાની ડોક હોય, ઊંચી ગરદનવાળા ભજન હોય યાવતું લોહી અને માંસથી રહિત બની ગઈ હતી. ધન્ના અણગારની દાઢી એવી થઈ ગઈ હતી જાણે કે સૂકાયેલું તુંબફળ હોય, બહુક નામક વનસ્પતિનું ફળ હોય અથવા આમ્બાની ગોઠલી ધન્ના અણગારના હોઠ એવા બની ગયા હતા જાણે કે સૂકાયેલ જલોક હોય, શ્લેષની ગુટિકા હોય અથવા અલક્તક ની ગુટિકા હોય ધન્ના અણગારની જીભ વટવૃક્ષના પાન જેવી પલાશ ના પાન જેવી અને સાગના પાન જેવી બની ગઈ હતી. ધન્ના અણગારની નાસિકા એવી બની ગઈ હતી જાણે કે કેરીની ફાંક હોય. અંબાડગની ફાંક હોય, બીજોરાની ચીર હોય. ધન્ના અણગારની આંખો એવી બની ગઈ હતી જાણે કે વીણાનું છિદ્ર હોય, વદ્વીસકનામક વાદ્યનું છિદ્ર હોય અથવા જાણે કે પ્રાતઃકાળના તારા હોય ધન્ના આણગારના કાન એવા થઈ ગયા હતા જાણે કે મૂળાની છાલ હોય, ચીભડાની છાલ હોય, અથવા કારેલાની છાલ હોય, ધન્ના અણગારનું શીર્ષ એવું બની ગયું હતું જાણે કે કોમળ તુમ્બડાનું ફળ કોમળ બટાટા હોય Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ વર્ગ-૩, અધ્યયન-૧ અથવા કોમળ સિસ્તા લક હોય તેને કાપી તાપમાં સૂકવ્યા હોય અને કરમાઈ જાય એવું તેનું મસ્તક થઈ ગયું હતું, તે સૂકાઈ ગયું હતું, રુક્ષ થઈ ગયું હતું, માંસરહિત થઈ ગયું હતું, તે હાડકાં ચામડી અને નાસિકા જાલથી જ ઓળખી શકાતું હતું, પરંતુ તે સર્વેમાં લોહી માંસ ન મળતા ન હતાં. આ પ્રમાણે સર્વ અંગોપાંગના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એટલી કે ઉદર, કાન, જીભ અને હોઠ આટલાં અંગોમાં હાડકા નથી હોતા. ઉપરોક્ત અંગો ચામડી અને નાસાજાલથી જ ઓળખાતા હતા, આ પ્રમાણે કહેવું. ધન્ના અણગાર માંસ આદિના અભાવથી સૂકાઈ ગયેલા અને ભૂખને કારણે રૂક્ષ બની ગયેલા પગ, જાંઘ અને ઉદરના કારણે, માંસ ક્ષીણ થઈ જવાથી પ્રાન્ત ભાગમાં ઉન્નત બનેલા અસ્થિઓના કારણે પીઠ સાથે મળી ગયેલા ઉદર ભાગના કારણે, માંસહીન થઈ જવાથી દેખાતા પાર્શ્વ અસ્થિ ઓના કારણે, દોરામાં પરોવેલ માળાના પારાની જેમ અલગ અગલ ગણી શકાતી પાંસળીઓના કારણે, ગંગાના તરંગો સમાન વક્ષસ્થળ રૂપી કટક ભાગ દેખાતો હોવાથી, સૂકાયેલા સર્પ જેવી ભૂજાઓના કારણે, શિથિલ લગામ જેવા હાથોના કમ્પાય માન અગ્રભાગથી, કમ્પરોગથી પીડિત પુરુષ સમાન કમ્પાયમાન શિર રૂપી ધરીથી, કરમાયેલા મુખવાળા હોવાથી, ઓષ્ઠ ક્ષીણ થઈ જવાથી તે અત્યંત દુર્બળ થઈ ગયા હતા. તેમનો અગ્રભાગ સૂકાયેલા થોરના હાથા જેવો લાગતો હતો. તે ચાલે ત્યારે તેમનું શરીર કમ્પતું હતું. તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ધન્ના અણગારનું શરીર અત્યન્ત દુર્બલ થઈ ગયું હતું. ધન્ના અણગાર આત્મબળથી જ ચાલતા હતા. આત્માની શક્તિથી જ ઊભા રહેતા હતા. બોલીશ” આમ વિચાર કરવા માત્રથી ભાષા બોલાવા પહેલાં અને બોલ્યા બાદ તે શ્રાન્ત થઈ જતાં હતા. ઊઠવા બેસવાથી તેમના શરીરમાંથી કરડ-કરડ' અવાજ આવતો હતો જેવી રીતે કોલસાની ભરેલી સગડીનો “ખડ-ખડ’ અવાજ હોય તેવી રીતે શરીરના હાડકાનો અવાજ આવતો હતો. ઈત્યાદિ જેવી રીતે ભગવતી સૂત્રમાં સ્કંધકનું વર્ણન કરેલ છે તેમ ધન્નામુનિનું વર્ણન જાણવું. આમ શરીરથી કશ હોવા છતાં પણ ધન્ય મુનિ ઢાંકેલી અગ્નિની જેમ દીપ્ત થઈ રહેલા હતા. [૧૧]તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ભગવંત મહાવીર પધાર્યા. પરિષદ્ અને રાજા શ્રેણિક ધર્મદિશના સાંભળવા આવ્યા. ધર્મકથા સાંભળી પરિષદ્ પાછી ફરી. ત્યાર બાદ તે શ્રેણિક રાજા ધર્મદિશના સાંભળીને હર્ષિત થયા અને સંતોષ પામ્યા. સ્વામીને વંદન નમસ્કાર કરે છે. પૂછે છે અહો ભગવન્! આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચઉદ હજાર સાધુઓમાં દુષ્કરમાં દુષ્કર ક્રિયા કરનાર કોણ અણગાર છે ? મહા નિર્જરા કરનાર કોણ છે ? ત્યારે ભગવાને કહ્યું. હે શ્રેણિક ! ધન્ના અણગાર મહા દુષ્કર તપ કરનાર અને મહા નિર્જરા કરનાર છે. ત્યારે શ્રેણિક રાજાએ ફરી પૂછ્યું- ક્યા કારણથી એમ કહો છો? હે શ્રેણિક ! તે કાળ અને તે સમયમાં કાકંદી નામની નગરી હતી. ત્યાં ભદ્રાસાર્થવાહિનીનો પુત્ર ધન્ના કુમાર બત્રીસ સ્ત્રીઓની સાથે મહેલોમાં મનુષ્ય સંબંધી ભોગોને ભોગવી રહ્યો હતો. ત્યાં અન્યદા કોઈ સમયે હું અનુક્રમથી ચાલતો થકો પ્રામાનુગ્રામ વિચરતો કાકંદી નગરીના સહસ્ત્રાભ્રવનમાં ગયો સાધુયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. પરિષદ્ દર્શન કરવા માટે આવી. ધન્ય પણ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અનુત્તરોવવાહય દસાઓ - ૩/૧/૧૧ દર્શન માટે આવ્યો. યાવતુ દીક્ષા ધારણ કરી યાવતુ સર્પ જેમ બિલમાં પ્રવેશ કરે તેમ પારણાના દિવસે આહાર કરે છે. અહીંયા પૂર્વવતુ સંપૂર્ણ શરીરનું વર્ણન ભગવાને શ્રેણિક સામે કર્યું. વાવતુ તપ તેજથી શોભતા વિચરે છે. એટલા માટે ધન્ના અણ ગાર દુષ્કર તપ કરનાર અને મહાનિર્જરા કરનાર છે. શ્રેણિક ઉક્ત કથન સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થયા જ્યાં ધન્ના અણાગાર બિરાજતાં હતાં ત્યાં આવે છે, આવીને ધન્ના અણગારને વંદન-નમસ્કાર કરે છે. અહો દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, આપ પુણ્યશાળી છો. હે દેવાનુપ્રિય ! તમો કૃતાર્થ છો, કૃતલક્ષણી છો, અહો દેવાનુપ્રિય ! તમોએ મનુષ્ય જન્મનું અને જીવનનું સુફલ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે કહીને વંદન-નમસ્કાર કરે છે. [૧૨]ત્યાર બાદ ધન્ના અણગારને અન્યદા કોઈ સમયે અર્ધ રાત્રિ વ્યતીત થવા પર ધર્મજાગરણ કરતાં આવા પ્રાકરનો અધ્યવસાય મનોગત સંકલ્પ ઉત્પન્ન થયોખરેખર આ ઉદાર તપના કારણે આ શરીર શુષ્ક થઈ ગયું છે, યાવતુ સ્કલ્પકમુનિને જેવો વિચાર ઉત્પન્ન થયો હતો તેવો વિચાર થાય છે, યાવતું તે ભગવાનને પૂછીને સ્થવિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડીને એક માસની સંલેખના અંગીકાર કરે છે. નવ માસનો સંયમ પાળી યાવતું કાળના અવસરે કાળ કરી, સવથિસિદ્ધ વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા છે. ધન્ના અણગાર કાળધર્મ પામ્યા, ત્યાર પછી સ્થવિર અણગારો પર્વત ઉપરથી નીચે ઉતય િયાવતુ ધન્ના અણગારના ભંડોપકરણ ભગવાનને સોંપે છે. ધન્ના અણગાર કાળના સમયે કાળ કરીને યાવતુ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ સ્વામી ફરી પૂછે છે-ભગવન્! ધન્ના દેવની કેટલા કાળની સ્થિતિ છે? ભગવાને કહ્યું-ગૌતમ ! તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંયમને ધારણ કરી યાવત્ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવણિને પ્રાપ્ત કરશે, થાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વર્ગ૩-અધ્યયનઃ૧ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-૩-અધ્યયન-૨-૧૦) [૧૩] તે કાળ અને તે સમયમાં કાકંદી નગરીમાં ભદ્રાસાર્થવાહિની રહેતી હતી. તેને સુનક્ષત્ર નામનો પુત્ર હતો. તે સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતુ સુંદર રૂપવાન હતો. તે પાંચ ધાવમાતાથી વૃદ્ધિ પામતો હતો. ધન્ય કુમારની જેમજ બત્રીસ સ્ત્રીઓની સાથે ઉત્તમ મહેલમાં મનુષ્ય સંબંધી સુખોને ભોગવતો રહેતો હતો. તે કાળે અને તે સમયે ભગવાન પધાર્યા. ધન્ય કુમારની જેમ સુનક્ષત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. જેમ થાવસ્ત્રાપુત્રનો દીક્ષા મહોત્સવ ઊજવાયો તેમ સુનક્ષત્રનો પણ દીક્ષિત થયા ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસથી ધન્યમુનિની જેમ અભિગ્રહ ધારણ કર્યો, તેમજ બિલમાં જેમ સર્પ પ્રવેશ કરે તે પ્રમાણે અનાસક્ત ભાવે તે પ્રમાણે આહાર કરતા તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. - ત્યાર બાદ શ્રમણ ભગવાન બહાર જનપદોમાં વિચરવા લાગ્યા અને સુનક્ષત્ર અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને તપ તથા સંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગાર ઉદાર-પ્રધાન તપ કરીને જેમ સ્કન્ધક કૃશકાય થયા હતા તેમ સુનક્ષત્ર મુનિ પણ થઈ ગયા. તે કાળ અને તે સમયમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૩, અધ્યયન-૨થી૧૦ ૨૪૯ રાજગૃહનગરીમાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ત્યાં ભગવાન પધાર્યા. પરિષદ નીકળી. રાજા પણ નીકળ્યા. ધર્મકથા સાંભળી રાજા પાછા ફર્યા અને પરિષદ પણ પાછી ફરી. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારને કોઈ વખતે ધર્મજાગરણ જાગતાં એવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. યાવતુ તે સંલેખના અંગીકાર કરે છે. તે ઘણા વર્ષ સુધી દીક્ષા પયયનું પાલન કરી કાળ સમયે કાળ કરે છે. તે સવથસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા ગ્રહણ કરી સિધ્ધ થશે, યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. હે જંબૂ! જેવી રીતે સુનક્ષત્ર અણગારનું કથન કરવામાં આવ્યું તે પ્રમાણે શેષ આઠેયનું કહેવું. વિશેષતા આ પ્રમાણે છે- અનુક્રમથી બે રાજગૃહે બે સાકેતમાં બે વાણીજ્યગ્રામમાં નવમાં હસ્તિનાપુરમાં અને દસમાં રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. આ નવની માતા ભદ્રા હતી. નવેયને બત્રીસ સ્ત્રીઓ હતી. નવનો દીક્ષામહોત્સવ થાવસ્થા પુત્રની સમાન થયો. વેહલ કુમારની દીક્ષાનો ઉત્સવ તેમના પિતાએ કર્યો. ધન્ના અણગારની નવમાસની દીક્ષા પર્યાયિ, વેહલ કુમારની છમાસ, બાકી શેષનો ઘણા વર્ષનો દીક્ષા પર્યાય, સર્વની એક માસની સંલેખના, સર્વ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. સર્વ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે દસે અધ્યયન સંપૂર્ણ થયા. સુધમાં સ્વામી કહે છે-હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગનો આ અર્થ કહ્યો છે. [અનુત્તરોપપાતિકદશાનો એક જ શ્રુતસ્કંધ છે. તેમાં ત્રણ વર્ગ છે. ત્રણ દિવસ માં એમનો ઉપદેશ કરાય છે. પ્રથમ વર્ગના દશ બીજા વર્ગના તેર, ત્રીજા વર્ગના દશ અધ્યયનો છે, સર્વ મળીને તેત્રીસ અધ્યયન છે.] વર્ગ-૩-અધ્યયન-ર-૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૩-ગુર્જરછાયાપૂર્ણ ૯ અનુત્તરોવવાઈયદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ નવમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #253 -------------------------------------------------------------------------- ________________ રિ૫o] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ LE+ ૧ ) [ પણહા વાગરણે નવમુંઅંગસૂત્ર-ગુર્જરછાયા (અધ્યયન-૧ આસ્રવધાર-૧-). | [૧]હે જંબૂ! તે કાળે અને તે સમયે ચંપા નામક એક નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય વનખંડ-અશોક વૃક્ષ હતું. તે ચંપા નગરીમાં કોણિક રાજા હતો તેને ધારિણી દેવી નામે રાણી હતી. તે કાળે-તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધમાં નામે શિષ્ય હતાં. તે જાતિ સંપન્ન, કુળસંપન્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાન દર્શન-ચારિત્રસંપન્ન,લજ્જાસંપન્ન, લાઘવતાસંપન્ન, ઓજસ્વી-તેજસ્વી-વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ-માન- લોભને જીતેલા, નિદ્રા-ઈદ્રિયપરિષહને જીતેલા, જીવિત-મરણ અને ભયથી મૂકાયેલા, તપ-ગુણ-કરણ-ચરણ- નિશ્ચય પ્રધાન, આર્જવ- માર્દવલાઘ- વ-ક્ષમાં પ્રધાન, ગુપ્તિમુક્તિ-મંત્ર-બ્રહ્મચર્ય-વેદપ્રધાન, નય-નિયમ-સત્ય-શૌચ પ્રધાન, જ્ઞાનદર્શનચારિત્ર પ્રધાન, ચૌદપૂર્વી, ચાર જ્ઞાન યુક્ત, પાંચસો સાધુ સાથે પરીવરેલા, પૂર્વોનૂપૂવ વિચરતા એક ગામથી બીજે ગામ જતાં જે આ ચંપા નગરી ત્યાં પધાર્યા. યાવત્ યથાપ્રતિ રૂપ અવગ્રહને અવગ્રાહીને, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરી વિહરતા હતા. પર્ષદા નીકળી, ધર્મ કથન કર્યું, જે દિશાથી પર્ષદા આવી હતી તે દિશામાં પાછી ગઈ. તે કાળે અને તે સમયે આર્ય સુધી સ્થવિરના અંતેવાસી આર્ય જંબૂ નામના અણ ગાર કે જે કાશ્યપ ગોત્રના હતા, આર્ય સુધમ સ્થવિરની બહુ દૂર નહીં- બહુ નજીક નહી તે રીતે રહીને સંયમતપ વડે પોતાના આત્માને ભાવિત કરીને વિચરતા હતા. શ્રદ્ધા-સંશય-કુતૂહલપૂર્વક આર્ય જંબૂએ ઉઠીને જ્યાં આર્યસુધમાં સ્થવિર હતા ત્યાં આવ્યા, પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યો, અતિ દૂર નહીં-અતિ નિકટ નહીં એ રીતે વિનયપૂર્વક અંજલી કરી-કહ્યું. હે ભગવન્! શ્રમણ ભગવંત મહાવીરે-યાવતુઅનુત્તરોવવાઈયદસા નામક નવમાં અંગનો જે પ્રમાણે અર્થ પ્રરૂપિત કર્યો છે તે પ્રમાણે દશમાં અંગ સૂત્ર “પહા વાગરણનો શો અર્થ પ્રરૂપેલ છે? હે જંબૂ! ભગવંતે દશમાં અંગ સૂત્ર પ્રશ્ન વ્યાકરણના બે શ્રુતસ્કંઘ પ્રરૂપેલા છે. આશ્રદ્વાર અને સંવરદ્વાર. હે ભગવન્! પહેલાં શ્રુત સ્કંઘના કેટલા અધ્યયનો કહ્યા છે? હે જંબૂ! પાંચ અધ્યયનો કહ્યા છે. બીજા ના પણ તે જ રીતે પાંચ અધ્યયનો કહ્યા છે. [૨]પ્રવચનના સારભૂત આશ્રવ અને સંવરના નિશ્ચિત અર્થને હું કહું છું. જે પૂર્વ Page #254 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૧ ૨૫૧ મહર્ષિઓ એ મોક્ષના પ્રયોજનભૂત તે અર્થને સુંદર રીતે કહ્યો છે તે રીતે હું કહું છું. | [૩]જિનેશ્વર દેવે આશ્રવના પાંચ ભેદો કહ્યા છે. હિંસા, મૃષા, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ [૪]હિંસારૂપ પ્રથમ આસ્રવદ્ધારનું સ્વરૂપ હિંસાના પયય નામો, હિંસાના કારણો તેના ફળ-પરીણામ, પ્રાણ વધ કરનારનું સ્વરૂપ વર્ણવેલ છે તે તું સાંભળ [૫]શ્રી જિનેશ્વરદેવે એ પ્રાણાવધને હંમેશાં પાપકારી ચંડ- રૌદ્રક્ષુદ્ર - સાહસિક અનાર્ય-નિધૃણ-નિઃશંસ-પ્રતિભય, અતિભય- બીહામણો, ત્રાસના સ્થાનરુપ, અન્યાય કારી, ઉદ્વેગકારી, અપેક્ષારહિત, નિધર્મ-નિપિપાસા, નિષ્કણ નરકમાં લઈ જવાવાળો, મોહ તથા મહાભયનો કરણહાર, અને મરણ વૈમનસ્યકારક કહ્યો છે અને તે પહેલું અધર્મદ્વાર છે. [૬]હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં ૩૦ નામ કહે છેઃ પ્રાણવધ, શરીરથી જીવનું ઉમૂલન કરવું તે,અવિસંભ, હિંસા-વિહિંસા અકૃત્ય, ઘાત કરવો તે, મારવું તે, વધ કરવો તે, ઉપદ્રવ કરવો.-નિપાતના, આરંભ-સમારંભ કરવો, આયુષ્ય કર્મને ઉપદ્રવ કરવો ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવત કરવું, સંકોચાવવા, મૃત્યુ કરવું, અસંયમ કરવો, જીવની સેનાનું મર્દન કરવું, શ્વાસથી જીવનો અંત કરવો, પરભવમાં ગમન કરાવવું, દુર્ગતિમાં પાડવું, પાપક્ષ કોપ કરવો, પાપકાર્યમાં આસક્ત થવું, શરીરનું છેદન, જીવિતવ્યનો અંત કરવો, ભય કરવો, ઋણ વધારવું, વજ, પરિતાપ દુઃખરુપ આસ્રવ, પ્રાણ કાઢવા, નિયતતા , લોપન , ઉત્તમ ગુણની વિરાધના, એ રીતે સમુચ્ચયે ત્રીસ નામ કહેલાં છે અને કટુ ફળદાયી છે. [૭]હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને દુષ્ટ યોગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, બહુવિધ-અનેક પ્રકારનો છે, હિંસા કરનારાઓ અન્ય જીવોને દુઃખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તેઓ નીચે જણાવેલ ત્રસ-સ્થાવર જીવોની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિવાળા હોય છે. જલચર - મત્સ્ય, મોટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મત્સ્ય. વિવિધ પ્રકારના દેડકાં, બે પ્રકારના કાચબા, વિશિષ્ટ નક્રચક્ર નામના મત્સ્યો બે પ્રકારના મગર, મુસંઢ વિગેરે વિવિધ પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકર, પુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનાં જલચર. સ્થલચર-મૃગ, રુરુ જાતિનો મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાવર, ગાડર, સસલાં, વન ચર પ્રાણી, ગોધા, રોહિત, ઘોડા, હાથી,ગધેડા, ઉંટ, કરજ, ખડૂત, વાંદરા, રોઝ નહાર, શિયાળ, નાનાં ભુંડ, બિલાડાં, મોટા સુઅર, શ્રીકંદલક, આવર્ત, લોમડી, બે ખરીવાળા પશું,એક જાતિનાં હરણ, પાડા, વાધ,બકરા,ચિત્રા, કુતરા,તરસ,રીંછ,અચ્છ,મલ્લક મૃગવિશેષ શાલસિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પદ જાનવરો. ઉરપરિસર્પ - અજગર, ફેણ વિનાનો સર્પ, દ્રષ્ટિવિષ સર્પ, મકુલોક સર્પ, કાકોદર, દર્ભકર, ફણધર, અસાલીયો સર્પ, મહોરગ, ઈત્યાદિ ઉરપરિસર્પ. ભુજપરિસર્પ- છીરલ, સંરંગ, સેહ, સેલ્લગ, ઉંદર, નોળીયો, કાચીંજો, કાંટાવાળો શેળો. ખીસકોલી, ચાતુષ્પદ, ગરોળી, એ ભુજપરિસર્પ ખેચર-હંસ, બગલા, બતક, સારસ, આડા પંખી, સેંતીકાપંખી, કુલલ, બંજુલ, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પહાવાગરણ- ૧/૧/૭ પારાપત, કીવ, પીપી શબ્દ બોલનાર, શ્વેત હંસ, પગ અને મ્હોં કાળાં હોય તેવા હંસ ભાસ કુલી કોસ ક્રૌંચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ પીંગળાક્ષક, કારંડવ, ચક્રવાક, ઉક્કોસ, ગ૭, પંગુલ પોપટ, કળાવાળો મોર, કાબરી, નંદમાણકર નંદીમુખ કોરંગ, ભીંગારક, કોણાલય, જીવજીવક, તેતર વર્તકા, લાવો, કપીંજલ, હોલા, કાગ, પારેવા, ચિડી ઢંક, કુકડા, મેસર, નાચનારા મોર, ચકોર, હયપુંડરીક, કરંકરક, સીંચાપા, કાગડ, વિહંગ, મેણાસી, ચાસ વડવાગોળ, ચામાચીડીયાં, વિતતપંખી, એ વેગેરે ખેચર જલચર, સ્થલચર, ખેચર અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોને હણે વિવિધ પ્રકારના જીવો જેમને પોતાનું જીવિત વહાલું છે અને મરણનાં દુઃખથી ત્રાસે છે. એ બિચારા રાંક જીવોને દૂર કર્મી હણે છે. તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણો નીચે મુજબ છે : ચામડાં, ચરબી, માંસ, મેદ લોહી, જમણા પાસની ગાંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસાં દાંત, હાડકાં, હાડકાંનીઅંદરની મજ્જા, નખ, આંખ, કાન, નાક, નાડી, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પંચેન્દ્રિય જીવને હણે છે. ભ્રમર મધુકર વગેરે ચૌરેન્દ્રિય જીવના સમૂહના મધુરા રસમાં ગૃદ્ધ થએલા ચૌરેન્દ્રિય જીવોને હણે છે. તેવીજ રીતે શરીરના રક્ષણને અર્થે, ઉંઘને અર્થે રાંક તેન્દ્રિય જીવો ને હણે છે. વસ્ત્રને અર્થે કીડા વગેરેને,ઘરને અર્થે બેઈન્દ્રિય જીવો સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે બેઈન્દ્રિય જીવોને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની જીવો બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોને હણે છે. એ સિવાય એકેન્દ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવોને આશ્રયે રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય જીવો રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવાદિરહિત છે, કર્મરુપી સાંક ળથી બંધાયેલા છે, અકુશલ પરિણામવાળા છે, મંદબુદ્ધિ લોકો જેમને જાણતા નથી એવા છે. એ જીવો પૃથ્વીકાયના જીવો છે તથા પૃથ્વી કાયને આશ્રયે રહેલા જીવો છે, પાણીના જીવો છે તથા પાણીને આશ્રયે રહેલા જીવો છે. અગ્નિ ના જીવો છે, વાયુના જીવો છે, તૃણ-વનસ્પતિના જીવો છે તથા તેને આશ્રયે રહેલા જીવો છે. તે જીવો એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમનો આહાર પણ એકેન્દ્રિયનો છે. એવા ત્રસને તેઓ હણે છે. ત્રણ જીવો એકેન્દ્રિયાદિનો જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રુપ અને સ્વભાવ પરિણમે છે. બે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જીવો છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક, સાધારણ અને અનંત કાયાદિક જીવોને તેઓ હણે છે. આ સ્થાવર જીવો વિવેક રહિત, સુખદુઃખના જાણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોને તે લોકો હણે છે. ખેતી, વાવ, ક્યારા, કૂવા, તળાવ, માટીખાણ, ખાઈ, વાડી, ક્રીડાનાં સ્થાન, પગલાં, ગઢ, બારણાં, કોઠા, માર્ગ, તથા પગથીયાં, મહેલો, તેના બાગો, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં સ્થાનક, ભોંયરાં અને માંડવા, તેમજ વાસણ, ઘરનાં રાચર ચીલાં, એ વગેરે અનેક પ્રકારનાં કારણો એ મંદ બુદ્ધિવાળાઓ પૃથ્વીકાયની હિંસા કરે છે. સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર ધોવાં, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપ Page #256 -------------------------------------------------------------------------- ________________ આશ્રવાર, અધ્યયન-૧ ૨૫૭ કાયની હિંસા કરે છે. રાંધવું. રંધાવવું. અગ્નિ સળગાવવા. દીવો વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે. ઝાટકવું, વીંજણો વીંજવો, બેપડો મોરપીચ્છ ફેરવવી, મુખે ઉચ્ચાર કરવો, તાલોટા વગાડવા સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિના વાયુ ઢોળવો ઈત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે. ઘર, હથી યાર, અન્ન, શય્યા, આસન પાટિયું, સાંબેલું, ખાંડણીઓ, વીણા પટહ અતોદ્ય વહાણસ વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તોરણ, કાષ્ટ-પાષાણનાં દહેરાં, જાળી, અર્ધ ચંદ્રાકાર પગથીયા, બારસાખ ચંદ્રશાળા, વેદિકા, નીસરણી, હોડી, નગારી, ખુંટા, પરબ- આશ્રમ, સુગંધદાયક પદાર્થ પુષ્પમાળા, અંગવિલેપનના પદાર્થો, વસ્ત્રો, ધુસરું, હળ, પાત્ર, રથ, પાલખી, ગાડાં, યાન, ગઢના કોઠા, ગઠની અંદરનો માર્ગ, બારણાં, પોળ, આગળો, રહેંટ, શુળી, લાકડી, મુસંઢિ હથી યાર ઈત્યાદિ ઘણાં કારણોને માટે ઉપર જણાવ્યા તે તથા બીજાં સત્વવાળાં તથા સત્વ વિનાનાં વૃક્ષોના સમૂહ ઈત્યાદિ વનસ્પતિકાયની હિંસા અતિમૂઢ અને દારુણ મતિવાળા ઓ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોકવડે, વેદને માટે, જીવિતને અર્થે. કામભોગને અર્થે, ધનને અર્થે અને ધર્મ નિમિત્તે કરે છે. વળી તેઓ સ્વવશ રહેલાને, પરવશરહેલાને પોતાને અર્થે,પરઅર્થે.ત્રસ પ્રાણી અને સ્થાવરએકેન્દ્રિયાદિકને હણેછે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પરવશપણે અને બેઉ પ્રકારે હિંસા કરે છે. તેઓ પોતાને અર્થે. પરને અર્થે અને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વૈરપૂર્વક અને રતિ ઉપજાવવા અર્થે તેમજ એ ત્રણને અર્થે, હિંસા કરે છે. તેઓ ક્રોધ કરીને, લોભે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ એ ત્રણે કરીને હિંસા કરે છે. ધનોપાર્જનને અર્થે. ધર્મ નિમિત્તે, કામ-ભોગને અર્થે તેમજ એ ત્રણેને અર્થે તેઓ હિંસા કરે છે. [૮]આ બધી હિંસા કોણ કરે? સુઅરનો શિકારી કરમચ્છીમાર પારધી વાગરો ચરી, બાંધવા ઉપાયો કરનાર ત્રાપા પર બેસીને જાળ નાંખનાર બાજ પક્ષી, લોહનાં સાધનો, ડાભના પાસલા, કુંડી, બકર વગેરે શિકારનાં સાધનો, અને પાપી સેવકોને પણ તે ચાંડાલો પોતાના હાથમાં રાખે છે. વનચરવ્યાધ મધ એકઠું કરનારા, બાળ હત્યારા, મૃગોના પોષક, સરોવર-દ્રવ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને બાંધનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાળકૂટ જોર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ઘાસ તથા ખેતર વગડાને અગ્નિ લગાડી નિર્દયતાથી બાળનારા, અને દૂર કર્મ કરનારા, મ્લેચ્છ જાતિના લોકોઃ આ પ્લેચ્છ જાતિના લોકો ક્યા ક્યા દેશના વાસી છે? સકક, યવન, સંવર, બર્બશ, કાય, મુરડ, ઉડ, ભડગ દેષ ભિત્તિય, એકુણીક, કુલાક્ષ, ગોડ, સિંહલ, પારસ, કચ, અંધ, દ્રવિડ, ચિલ્લલ, પુલિંદ, આરોસ, ડોંબે, પોકકણ, ગંધહારક, બહલીક, જલ, રોમ, મોસ, બકુશ, મલય, ચુંબક ચુલિક, કોંકણકે, મેદ, પલ્લવ, માળવ, મગર, આભાષિક અનક્ષ ચીન,હલાસિક,ખસ, ખાસિક નેધર, મહારાષ્ટ્ર, મુષ્ટિક, આરબ, ડોવિલક, કુહણ, કેકય, હુણ, રુકડ, મગ અને ચિલાક એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જલચર, સ્થળચર, નખવાળાં પ્રાણીઓ, સંપાદિ, ખેચર સાળસા જેવા મુખવાળાં પંખીઓ, સંજ્ઞી પ્રાણીઓ, અસંગ્લી પ્રાણીઓ, પતિા જીવો વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણીહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે. તેઓ પાપ ઉપર રુચિવાળા, પ્રાણવધ કરીને આનંદ માનનારા જીવહિંસાને અનુષ્ઠાન Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પહાવાગરણ- ૧/૧/૮ માનનારા અને પ્રાણીહિંસાની કથા વાત સાંભળવામાં સંતોષ ધરાવનારા હોય છે. તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભોગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપોનાં ફળ નરકાદિનાં દુખ કારક અને ભયંકર હોય છે. ધણા કાળ સુધી અવિશ્રાન્ત પણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાનો અનુભવ એ પાપો કરાવે છે. આયુષ્ય પુરું થયે એ જીવો ઘણાં અશુભ કર્મોને યોગે નરકમાં ઉત્પન્ન થાય છે. જ એ નરક કેવી છે? તેને વજમય ભીંતો છે, તે અતિ પહોળી છે, સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠોર ભૂમિમાં તળીયાં છે, તેનો સ્પર્શ કર્કશા છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગૃહ બંધીખાનાં જેવા છે. તે અત્યંત ઉષ્ણ, હંમેશા, તપ, દુર્ગધી, ઉગજનક ને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગૃહો શીતળતામાં હિમનાં પડેલાં જેવાં છે કાત્તિએ કાળાં છે, ભયંકર છે, ઉંડાં છે, રોમાંચકારક છે, અરમણીય છે. અનિવાર્ય રોગ અને જરાથી પીડાયેલા નારકી જીવોનું એ નિવાસસ્થાન છે. ત્યાં હંમેશ તિમિસ્ર ગુફ જેવો અંધકાર વ્યાપેલો છે, ત્યાં પરસ્પર ભય રહેલો છે. ત્યાં ગ્રહ, ચંદ્ર, સૂર્ય નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગૃહો મેદ, ચરબી, માંસ પરુ, લોહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકણા તથા સડી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરના લાકડાંના જેવો જાજ્વલ્યમાન અને રાખથી ઢંકાયેલા જેવો અગ્નિ છે. એ નરકગૃહોનો સ્પર્શ તલવાર, છરો, કરવતની ધાર જેવો તીક્ષ્ણ, વીંછીના આંકડાના ડંખ જેવો અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાનો, શરણ વિનાનો, કડવાં દુઃખે કરી પીડા પામતો, પૂર્વે બાંધેલાં કર્મોવાળો હોઈ વેદના ભોગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવો વ્યાપી રહેલા છે. નારકી જીવોને અંતમુહૂર્તમાં વૈક્રિય-લબ્ધિ વડે કરી બેડોળ, બીહામણું અને હાડકાં-નસો-નખ-રોમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પાંચ પયય અને પાંચ ઈન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાઓ ભોગવે છે. તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વશરીર વ્યાપી, છેવટ સુધી રહેનારી હોય છે. વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારુણ. લોહીની મોટી હાંડલીમાં રાધવું, સેકવું, તાવડીમાં તળવું, ભટ્ટીમાં ભેજવું, લોઢાની તડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું ખાંડવું, શાલ્મલી વૃક્ષના તીક્ષ્ણ લોહકંટકલ જેવા કાંટા ઉપર રગદોળવું, ફાડવું, વિદાર, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકડીથી ફટકા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હિંચોળવું, શૂળની અણી ધોંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભોંડા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટવો. એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કર્મોનાં સંચયથી નારકી જીવો પીડાય છે. નરક ક્ષેત્રોનો અગ્નિ દાવાનળ સરખો એને અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જીવો ભોગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ધણા પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે. આક્ર કરતાં કહે છે. “હે અત્યંત શક્તિમાન, હે સ્વામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છોડો, હું મરું છું. હું દુર્બલ છે, વ્યાધિપીડિત છું !” એમ બોલતો તે જીવ દયારહિત પરમાધામી તરફ દ્રષ્ટિ કરે છે કે રખે મને મારશે ! તે કહે છે “મને કૃપા કરીને મુહૂર્તમાત્ર, Page #258 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૧ ૨૫૫ શ્વાસોશ્વાસ લેવા દો અને મારા પર રોષ ન કરો ! હું ક્ષણ માત્ર વિસામો લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છોડો, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપો. તે વખતે પરમાધામી તે નારકીને કોમળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી તું પી” એમ કહે છે કે અને તેને પકડીને પરમાધામી કથીરનો રસ કળશ માંથી રેડે છે; તે પાણી દેખીને નારકી ધ્રુજી ઉઠે છે અને આંસુ ગાળતાં કરુણાજનક સ્તરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, મારે હવે પાણી પીવું નથી” એમ બોલતાં નારકીઓ દિશાઓમાં દ્રષ્ટિ કરતા, રક્ષણરહિત, શરણરહિત, અનાથ, અબાંધવ, સ્વજ નાદિથી રહિતપણે ભય પામેલા મૃગોની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઈ નાસે છે, તે નાસી જતા નારકીને નિર્દય પરમાધામીઓ બળાત્કારે પકડીને તેમનું મ્હોં લોહદંડ વડે ખુલ્લું કરીને કડકડતાં કથીરના રસને તેમાં રેડે છે. કોઈ પરમાધામીઓ તેમને દાઝતા જોઈને હસે છે. તે વખતે નારકીઓ પ્રલાપ કરે છે, ભયકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે. રૌદ્ર શબ્દ કરે છે, કરુણ વચનો બોલે છે. પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વરે કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબ્દ આઠંદ કરતા ત્યારે શબ્દો ઉચ્ચારે છે. કોપતા પરમાધામીઓ અવ્યક્ત ગર્જના કરીને તેને પકડે છે, બળ વાપરે છે. પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, ભોંય પછાડે છે, આંખના ડોળા કાઢે છે, હાથ આદિ અંગ કાપે છે, છેદે છે, મારે છે, ગળું પકડી બહાર કાઢે છે, પાછો ધક્કલે છે, અને કહે છે “પાપી ! તારા પૂર્વનાં પાપકર્મને અને દુષ્કૃત્યોને સંભાર.” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કોલાહલ ને લોકોને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે. નરકમાં પરમાધામી ઓથી પીડા પામી રહેલા નારકીઓ અનિષ્ટ શબ્દો ઉચ્ચાર્યા કરે છે. એટલે પરમાધામી ઓ તેમની તલવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણ ઘડ- પત્થરના રણમાં અણીદાર શૂળોના જંગલમાં, ખારથી ભરેલી વાવમાં, ઉકળેલાં કથીરરસની વેતરણી નદીમાં, કદંબપુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહાપીડા પામે છે. અતિ તપ્ત કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને જોડીને તપાવેલ લોહમાર્ગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે. તે શસ્ત્રો કેવા છે ? મુદગર, મુસુંઢિ કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક્ર, ભાલો, બાણ, શૂળી, લાકડી, છરો, નાળ, ચામડામાં મઢેલા પત્થર, મુગરાકાર, મુષ્ઠિ, તલવાર, ખેડગ તીર,લોહનું બાણ, કળગ કાતરણી, વાંસલો, પરશું અણીદાર ટંક, એવાં. અતિ તીક્ષ્ણ, નિર્મલ, ચકચકાટ કરતાં અનેક પ્રકાર નાં ભયંકર શસ્ત્રો વિક્રેય બનાવીને સજ્જ કરીને પૂર્વ ભવના વૈરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે. સામા થઈને બીજાને મારે છે. મુદ્દગરના પ્રહારે એક બીજાને ચૂર્ણ કરેલ છે, સુંઢિએ કરીને ભાંગે છે, દેહને કચડી નાંખે છે, યંત્રે કરીને પીલે છે, તરફડતાં દેહને હથીયારે કરીને કાપે છે. ચામડી ઉતરડી નાંખે છે, કાન-હોઠ-નાક હાથ-પગ છેદી નાંખે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણીઓ ભોંકીને શરીરને જર્જરિત કરે છે, ભોંય ઉપર પાડીને રગદોળે છે, વળી નરકમાં નહાર, કૂતરા, શીયાળ, બિલાંડાં, અષ્ટાપદ, ચિત્તા, વાધ, સિંહ એવા મન્દોન્મત્ત જાનવરો જે સદા ભોજનરહિત હોઈ સુધાથી પીડા ઈને અતિ ધોર અને બહામણા શબ્દો કરે છે અને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પહાવાગરણું ૧/૧/૮ જેમનાં રુપ અત્યંત બીહામણાં છે, તેઓ નારકીને પગ વચ્ચે વાલીને પોતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીવ્ર નખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેંકી દે છે, તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, ક્રસ ગીધ, ધોર અને મોટાં કાગડા જેવા પંખીઓનો સમૂહ પોતાના કર્કશ, નિશ્ચલ અને આકરાનખે કરીને ચુંટે છે અને લોહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરડી નાંખે છે એટલે એ નારકીઓ આક્રંદ કરતા ઉંચે ઉછળે છે, નીચા પડે છે, અને ચારે બાજુએ પરિભ્રમણ કરે છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાતાપ કરે છે. બળે છે, અને પોતાને નિંદે છે. પૂર્વે કરેલાં કર્મોને અને પાપોને અનુસરતાં ચીકણાં દુઃખ તે તે નરકમાં ભોગવીને પછી નારકીનાં આયુષ્યો પૂરાં થતાં તેઓમાંના ધણા તિર્યંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જીવો દારુણ દુઃખ ભોગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા વ્યાધિ એ બધાં રેંટની ગતિની માફક ભોગવવાં પડે છે. જલચર સ્થલચર અને ખેચરની ગતિમાં ઉપજીને માંહોમાંહે વિનાશ અને પ્રપંચ આદરે છે. દુઃખી થાય છે. આ દુઃખો કેવાં છે ? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી; સુશ્રષાથી રહિતપણે વનમાં જન્મ પામવો; સદાયે ભય તથા ઉદ્વેગમાં વસવું, ભયે કરીને જાગવું, વધનું-બંધનનું-પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં પડવું, હાડકાં ભાંગવાં; નાક વિંધાવવું, પ્રહાર કરી દુઃખ પામવું, કાન વગેરે અંગોપાંગ છેદાવવાં,માર ખાઈને કામ કરવું, ચાબુક-અંકુશ-આર વગેરેને શરીરમાં ભોંકાવવાં,પરાણે શીખવું, માતાપિતાનો વિયોગ સહેવો; કાન-નાકના છિદ્ર વાટે રાશ-દોરડા વડે બંધાવું, હણાવું, ગળું આમળવાથી, મરણ પામવું, ગલ અને જાળે કરી પાણીમાંથી બહાર નીકળવું, પોંકની પેરે રોકાવું, છેદાવું, બંધનમાં રહેવું, પાંજરામાં પુરાવું, પોતાના ટોળમાંથી વિખૂટા પડવું, દોરાવવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ધણાં પશુંઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, ઉડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠવો, નીચે પછડાવું, બળવું. ઈત્યાદિ સેંકડો દુઃખોથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મના ફળ દુઃખ રુપે ભોગવ્યા છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીવોને તિર્યંચ પંચેન્દ્રિયમાં આવાં દુઃખો ભોગવવાં પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપક ઉપાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠોર એવાં આ દુઃખો જીવોને ભોગવવાં પડે છે. ચતુર્વેદ્રિયમાં ભ્રમર, મચ્છર, માખી ઈત્યાદિની ગતિમાં ઉપજેલાં અનેક પ્રકારના જીવો જેમની જાતિ નવ લાખ કુળકોડીની છે તે જન્મ-મરણના અનુબંધને ભોગવતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકના જેવાં તીવ્ર દુખો ભોગવે છે. સ્પર્શ જીભ, નાક અને આંખ એ ચાર ઈદ્રિયો સહિત એ જીવો ઉપર જણાવ્યાં તે પ્રકારનાં દુઃખો ભોગવે છે. તેવીજ રીતે ત્રિદ્રિયમાં કંથવા, કીડી, ઉધેઈ આદિ આઠ લાખ, કુળ કોડી છે. તેમાં જન્મ-મરણનો અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકનાં સમાન તીવ્ર દુઃખો સ્પર્શ, જીભ અને નાકવાળા એ ત્રિઈન્દ્રિય જીવો ભોગવે છે. સ્પર્શ અને જીભ એ બે ઈંદ્રિયવાળા જીવો, જળો, અળશીયાં, કરમીયાં, કોડીનો જીવ ઈત્યા દિના સાત લાખ કુળ કોડી છે. તે જન્મ મરણનાં તીવ્ર દુઃખો સંખ્યાત કાળ સુધી ભોગવતાં Page #260 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૧ ૨૫૭ પરિભ્રમણ કરે છે. એકેદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીરધારી, સાધારણ શરીરધારીમાં જીવો જન્મમરણનાં દુઃખો ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સધી અનિષ્ટ દુઃખો અનુભવે છે. એકેંદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ મૂહને વિષે છે. જમીન ખોદાતા પૃથ્વીકાયમાં જીવને દુખ ભોગવવાં પડે છે. પાણીમાં રહેલાં એકેંદ્રિયપણે જીવોને મદવુિં, ઉલેચાવું અને અંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાય માં જીવોને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેંદ્રિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પોતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુઃખો પરને અર્થે ભોગવવા પડે છે. ઔષધો-આહાર આદિને માટે એકેંદ્રિય જીવોને મનુષ્યો ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, કૂટે છે, સેકે છે, ગાળે છે, ચોળે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે છે, ચુંટે છે, મૂડે છે, બાળે છે, ઈત્યાદિ રીતે એકેંદ્રિયપણે જીવો દુઃખોને ભવપરંપરામાં અવિચ્છિન્ન પણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રાણાતિપાત કરનાર પાપી જીવો એકેંદ્રિયપણે અનંત કાળ સુધી દુઃખ ભોગવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાં નીકળીને મનુષ્ય પણું પામે, તોપણ તેઓ બાપડા પુણ્યરહિત હોઈને વિકૃત અંગો અને વિકલ રુપને પામે છે. તેઓ કુબડા, વાંકા શરીરવાળા, ઠીંગણા, બડેરા, કાળા,કોઢવાળા, પાંગળા, ગાત્ર રહિત, મૂંગા, બોબડા, આંધળા, એક આંખવાળા, રોગ-વ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસ્ત્રથી વિનાશ પામતા, મૂર્ખ, કુલક્ષણા, દુબળા, કુરુપ, રાંક, હલકા કુળના, બળ સત્વ થી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભોગવાનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભોગવતાં બાકી રહેલાં કર્મો ભોગવવા નારકી તીર્થંચ અને ભુંડા માણસના અવતાર પણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લોક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભોગવે છે. એ ફળવિ પાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ રહેલું છે. જેનો કર્મ રુપ મેલ બહુ ચીકણો છે, દારુણ છે, કર્કશ છે, આકરો છે, હજારો વર્ષ સુધી ન છૂટે તેવો છે, તેને તે કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી અને તે સિવાય મુક્તિ પણ નથી. આ પ્રમાણે જ્ઞાતકુનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે. જેનું “વીર” એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધનો ફળવિપાક કહ્યો છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, રુદ્ર-શુદ્ર જનોએ આચરેલો, અનાયએ કરેલો, દયારહિત, ઘાતકી, મહાભયકારી, બીક ના કારણરુપ, ભીષણ, ત્રાસકારકસ અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષા રહિત, ધર્મરહિત, સ્નેહરહિત કરુણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, મોહના મહા ભયનો પ્રવર્તનકાર અને મરણથી દીનતા લાવનાર છે. એ રીતે પહલું અધર્મદ્વાર પૂરું. અધ્યયનઃ આસવદાર-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન ર આશ્રવદ્વાર-૨ ) [૯] હવે (અધમ, આસ્રવ દ્વારનું બીજું અધ્યયન કહીશ. મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ, પુરુષ બોલે છે, ભયકારક છે, દુઃખકારક છે. અપયશકારક છે, વૈર કારક છે, રાગદ્વેષ એવાં લક્ષણવાળો મન ક્લેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા 17] Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પાવાગર-૧/૨/૯ અને અવિશ્વાસનો અત્યન્ત વ્યાપાર છે, નીચ જનોથી સેવાય છે, સૂગરહિત છે. વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિંદવાવલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેયાથી યુક્ત છે, દુગતિમાં લઈ જનાર છે, સંસાર વધારનાર છે, વારંવાર જન્મ કરાવનાર છે, ધણા કાળથી પરિચિત છે, સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુઃખ ઉપજા વનાર છે. [૧૦]બીજા અધર્મદ્વારમાં મૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામ નીચે મુજબ કહ્યાં છે -જુઠું, માયાવી શબ્દો, અનાર્યવચન, કપટયુક્ત જુઠ્ઠ. ન હોય તે વાત કહેવી તે. ઓછું, અધિક અને નિરર્થક બોલવું તે. મિથ્યા પ્રલાપ. વિદ્વેષયુક્ત નિંદા. વક્ર વચન. માયાપાપવાનું વચન ઠગાઈભર્યું વચન. "મિથ્યા કહ્યું” એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. અવિશ્વાસુ વચન. પોતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારું કથન.ન્યાયથી ઉપરવટ વચન. આર્તધ્યાન.આળ મૂકવું.મલિન વચન.વાંકું બોલવું.વનના જેવું ગહન વચન. મર્મયુક્ત વચન. ગૂઢાચારવાનું વચન. માયાપૂર્વક ગોપ વેલું વચન. અપ્રતીતિજનક વચન. અસમ્યફ આચારયુક્ત વચન. ખોટી પ્રતિજ્ઞા. સત્ય વચન પ્રત્યે શત્રુતાભર્યું કથન. અવ હેલનાવાળા શબ્દો. માયાએ કરી અશુદ્ધ વચન. વસ્તુના સભાવને ઢાંકનારું કથન. [૧૧] મૃષાવચન કોણ બોલે છે. તે વિષે ત્રીજે દ્વાર કહે છે. પાપી, અસંયત, અવિરતિ (પાપથી નિવત્યા નથી તેઓ) કપટી, કુટિલ, દારુણ સ્વભાવવાળા, ચપળ ક્ષણે. ક્ષણે નવા ભાવવાળા, ક્રોધ, લોભી, બીજાને ભય ઉપજાવનારા મશ્કરીખોર સાખીયા, ચોર, માંગણહારા, માંડવીયા, જીતેલા જુગારી, ગીરો રાખનાર, માયાવી, ખોટા વેશ ધારી, વાણિજ્ય કાર, ખોટું તોળનારા, ખોટું માપનારા, ખોટા સીકકા ચલાવી આજીવિકા ચલાવનારા, વણકર-સોની-છીપા-બંધારા વગેરે, ઠગારા, હેરું મુખ કોટવાળ, જાર કર્મને કરનારા, દુષ્ટ વચન બોલનારા, ચાડીયા, ઋણને નાક બૂલ કરનારા, પહેલું વચન બોલવામાં ચતુર સાહસિક માણસો, તોછડા માણસો, અસત્ય હેતવાળા, ઋદ્ધિ વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનારા, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વચ્છેદી, જેમ-તેમ બોલી નાંખનારા, એ બધા જૂઠું બોલનારા હોય છે. જેઓ જુઠથી નિવત્ય નથી તેઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત નાસ્તિકવાદી. તથા લોકસ્વરુપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે અને સાંભળે છે કે-જીવો અજીવ નહિ, જન્મ-જાતિ નથી. ઈહલોક-પરલોક નથી, અને જીવને પુણ્ય કે પાપ કાંઈ લાગતાં નથી અને તેનાં ફળરુપે સુખ-દુઃખ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથીજ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુના યોગથી સહિત છે. કેટલાકો પાંચ સ્કંધને જીવ કહે છે. કેટલાક મનનેજ જીવ કહે છે. કેટલાક શ્વાસોચ્છુવાસને જીવ કહે છે કેટલાકો કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે આ. ભવ છે જે એકજ ભવ છે, કેટલાક મૃષાવાદી કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી, વળી તેઓ કહે છે, હિંસા, જૂઠ, ચોરી, પરદારાસેવન, પરિગ્રહ એ પાપકર્મો નથી; તેમજ નરકતિર્યંચ-મનુષ્યની યોનિ માં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી; મા-બાપ પણ નથી, ઉદ્યમ કરવાપણું નથી, પ્રત્યાખ્યાનની જરુર નથી, કાળ નથી કે મૃત્યુ પણ નથી; તેવીજ રીતે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ પણ નથી, કોઈ ઋષિ-મુનિ પણ નથી, થોડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી; ઈદ્રિયોને અનુકૂલ સર્વ પ્રકારના વિષયો Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આશ્રવ, અધ્યયન-૨ ભોગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અક્રિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકો, કહે છે. કુદર્શનીઓ અને અસભાવવાદીઓ અને મૂઢ લોકો બીજું એવું પણ કહે છે કે આ જગત ઈંડામાંથી પોતાની મેળે જખ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રપણા કરે છે. વળી કેટલાકો ઈશ્વરને જગત્કતા કહે છે, કેટલાકો આ જગતને વિષણમય માને છે. કેટલાકો પંચભૂતમાંથી આ જગતુ પોતાની મેળે બન્યું છે એમ માને છે. આત્મા વ્યાપી. રહેલો છે, તે સુકૃત-દુષ્કૃતનો કત નથી પણ ભોક્તા છે, ઈદ્રિયોજ સર્વથા સુકત-દુષ્કતના કારણરુપ છે, સર્વ પ્રકારે નિત્ય, ક્રિયારહિત, ગુણ રહિત અને કર્મબંધનના લેપરહિત એવો જગતમાં એકજ આત્મા છે. વળી કેટલાક એવો મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્યલોકમાં સુકૃત-દુષ્કતનાં ફળ દેખાય છે સ્વાભાવિક રીતે જન્મે છે અથવા દેવ પ્રભાવથી ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરુપનું લક્ષણવિ ધાન કરે છે. ઋદ્ધિગારવ, રસ ગારવ અને શાતાગા રવમાં તત્પર એવા ઘણા લોકો જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે, બીજા લોકો અધર્મ અંગીકાર કરતાં રાજ્યની વિરુદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચોરી નહિ કરનારને ચોર કહે છે, સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે; સુશીલવંત માણસને દુશીલવંત વિનયવંતને દુર્વિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્યોકહે છે કે “એ તો પોતાના મિત્રની સ્ત્રીનું સેવન કરે છે.” કેટલાકો બીજાઓને ધર્મભ્રષ્ટ વિશ્વાસધાતી પાપકર્મી લોક વિરુદ્ધ કર્મ કરનારા, અગમ્ય એવી સ્ત્રીઓ સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરુષોને મત્સરધારી મનુષ્યો અવગુણયુક્ત કહે છે. એવાં જૂઠાં વચન બોલ વામાં હોશિયાર અને બીજાને દોષિત ઠરાવવામાં આસક્ત મનુષ્યો જેઓ અણવિચાય વચનો બોલે છે અને જેઓનું મુખ તેમના શત્રુરુપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજાં એવાં કર્મોના બંધને કરીને વીંટે છે, વળી એવા લોકો પારકી થાપણ પચાવી પાડવા જુઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લોભને વશ વર્તતા બીજાઓ ઉપર અછતા દોષોનું આરોપણ કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, ધનને અર્થે કન્યાને અર્થે ભૂમિને અર્થે, તેમજ ચૌપદાદિ-જાનવરોને અર્થે જૂઠું બોલનારાઓ અધોગતિને પામે છે. બીજાઓ પણજૂઠું બોલે છે. કેટલાંકો જાતિ- કુલ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલે છે. ચપળ મનુષ્ય આઘું પાછું બોલે છે, ચાડી કરે છે, પરમ અર્થ૫ મુક્તિનાં ઘાતક એવાં વચન બોલે છે. કેટલાકો અછતું, દ્વેષયુક્ત અનર્થકારી, પાપકર્મના મૂલરુપ વચન, અસમ્યક્ પ્રકારે દેખેલું અને અસમ્યક પ્રકારે સાંભળેલું હોય એવું અવિચાર્યું નિર્લજ્જ વ લોકનિંઘ અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં, વચન, જરા-મરણદુઃખ-શોકના કારણરુપ વચન અને અશુદ્ધ પરિણામે મલીને એવા વચન બોલે છે. વળી ખોટા અભિપ્રાયમાં પ્રવર્તનારા, અછતા ગુણને બોલનારા, છતા ગુણને ઉડાડી મૂકનારા, હિંસા વડે જીવનો નાશ થાય તેવું વચન બોલનારા મૃષાવાદયુક્ત વચન બોલનારા, સાવધ અકુશલ અને સાધુજનોથી નિંદાયેલું વચન બોલનારા અને અધર્મજનક બોલ નારાઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્ય-પાપના અજાણ. અધિકરણથી થતી ક્રિયા ના પ્રવર્તક, પોતાનો અને પરનો અનર્થ તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે. કેટલાકો ભેંસો, ડુક્કરો, વગેરેના ઘાતકોને ખબર આપે છે, તેમજ સસલાં, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પાવાગરણ ૧/ર/૧૧ જંગલી પશુઓ, રોજ વગેરેની ખબર વાઘરીઓને આપે છે, તે ઉપરાંત પારધીને તેતર, બટેરા,લાવા,કપિંજલ,કબૂતર વગેરે પક્ષીઓની જાણ કરે છે, વળી માછીમારને માછલાં, મગર અને કાચબા વગેરેની ખબર આપે છે, શંખ, કોડા વગેરેની ખબર ધીવરને આપે છે, અજગર, ફેણરહિત સર્પ, મંડલીક સર્પ, ફેણધર, સર્પ મુકુલીન સર્પ વગેરેની ખબર ગાડીને આપે છે, ધો શેળો, સલ્લક, કાકડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે; ; હાથી-વાનરનાં ટોળાંની ખબર તેને પાશમાં બાંધ નારને આપે છે, પોપટ, મોર, મેના, કોયલ, હંસનાં ટોળાં, સારસ વગેરેની ખબર તેમને પકડીને પીંજરે પૂરનારાને આપે છે, વધ, બંધન અને પીડા ઉપજાવવાની રીત નગરના કોટવાલ વગેરેને બતાવે છે, ધનધાન્ય તથા ગાય વગેરે પશુંઓની ખબર ચોરને આપે છે, ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરુને આપે છે; માર્ગને અન્ત અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂટારાઓને ખબર આપે છે; ચોરી કરનાર વિષેની ખબર કોટવાલને આપે છે; પશુના કાન કાપવા, ખસ્સી કરવી, ગાય વાયુ પૂરવો, દોહવું, પોષવું, વાછરડાંને બીજી ગાય સાથે હેળવવાં, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીત ગોવાળીયા વગેરેને આપે છે, ધાતુ, મળસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર ખાણ ગાળનારને આપે છે, ફળ-ફુલ વગેરે નીપજાવવાનો વિધિ માળીને કહે છે, બહુમૂલ્ય મધ નીપજાવવાનાં સ્થાનની ખબર ભીલ લોકોને આપે છે; જૂદા જૂદા પ્રકારનો અનિષ્ટ ઉપદેશ આપવો, જેવો કે યંત્રોનો ઉપયોગ વિષપ્રયોગ ક્ષોભાવવું, મંત્રો તથા જડીબુટ્ટી બતાવવા, ચોરીપરદા રાગમન-વગેરે બહુ પાપકર્મની રીતિ શીખવવી,બળને તોડવા સમજાવવું, ગામ ભાંગવાં-વન બાળવા-તળાવ ફાડવા-વગેરે દુષ્કર્મો શીખવવાં, કોઈની સારી બુદ્ધિનો નાશ કરતાં શીખવવું, આ પ્રમાણે ઉપદેશ આપ નારાઓનું કાર્ય ભય, મરણ, ક્લેશાદિ દોષને ઉપજાવનાર છે, મનના ભાવને ક્લેશયુક્ત અને મલીન કરનાર છે. એવા પ્રકારનાં ઉપદેશવચનો પ્રાણીનો ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને પાપની ઉદીરણા કરનારાં છે. અણવિચાર્યું બોલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપવો કે ઉટ, બળદ, રોજ વગેરે જનાવરોને દમો ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેરવો, વેચો, વેચાતા લ્યો રાંધો, સગાંસંબંધીઓને તે આપો, મદિરાદિ પાઓ, દાસ-દાસી ચાકર, ભાગીદાર, શિષ્ય ખેપીયા, કામગરા, કિંકર, એવા બધા સ્વજનપરિજનો કેમ નવરા બેઠા છે, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે ગહન વન, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજાં બહુવિધ સાધનો બનાવો; શેરડીને કાપીને પીલાવો, તલને પીલાવો. ઘરને અર્થે ઈટો પડાવો, ખેતર ખેડો અને ખેડાવો, જંગલમાં ગામ, નગર, ગામડાં વાસ વગેરે વસાવો; ધણી વિશાળ સીમામાં ફળ-ફુલ, કંદ, મૂળાદિ, પાકી નીકળ્યા છે માટે તે સગાં-સંબંધીઓને માટે લઈ લો અને સંગ્રહ કરો; ડાંગર, ચોખા, જવ વગેરે લણાવો, ખેડાવો, ઉપખાવો અને જલ્દી કોઠારમાં ભરો; નાનાં-મોટાં વહાણોના સાથને હણો-લુંટો, ઘોર જંગલમાં જાઓ; લડાઈ ચલાવો, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખવી, મુંડનવિવાહ યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણ કે તે દિવસે સારો છે, કારણ- મુહૂત- નક્ષત્રતિથિ સારાં છે, આજે સ્નાન કરો, આનંદપૂર્વક ખાઓ-પીઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિતા કરેલા જળવડે સ્નાન કરો, શાન્તિ-કર્મ કરો, સર્ય-ચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં સ્વમા દિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે ભોગ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આશ્રવ, અધ્યયન-૨ ચંડિકાદિ દેવ-દેવીઓને ચડાવો, કષ્ટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ ભક્ષ્યાન્નપાન, પુષ્પમાળા, ચંદનાદિનો લેપ દેવોને ધરો, ઉજ્જવલ દીવો કરો, સુગંધી ધૂપ સળગાવો, ફૂલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરો, અને એમ બહુવિધ હિંસાથી વિઘ્નો ટાળો, વિપરીત પ્રકારના ઉત્પાતો, ભંડાં સ્વપ્રો માઠાં શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગલ નિમિત્તના દોષ એ બધું નિવારવા માટે અમુક પ્રકારના હિંસક અનુષ્ઠાન કરી; અમુકની આજિવીકા કાપી નાંખો, અને કશું પણ દાન આપશો નહિ, ભલે માર્યો, ભલે છેવો, ભલે ભેદ્યો; આ પ્રમાણે પાપકારી ઉપદેશ કરનારાઓ મનવચન-કાયાએ કરી મૃષાવાદનું પાપ કરે છે. મૃષાવાદીઓ બોલવા વિષે અવિવેકવાળાં, અનાર્ય, ખોટાં શાસ્ત્રોવાળાં, ખોટાં ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ ખોટું બોલી તથા બહુ પ્રકારે ખોટાં કામ કરી સંતોષ માનનારા હોય છે. [૧૨]તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા મહાભયને, અવિરત વેદનાને, ધણા કાળ સુધી બહું દુખે કરીને યુક્ત એવી નરક- તિર્યંચની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુઃખો ભોગવતાં થકા પુનઃ પુનઃ ભવના અન્ધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજીને તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ધ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષ્મી અને ભોગથી રહિતતા, અસૌખ્ય મિત્રરહિતતા) શરીરનું રોગીપણું, કુરુપતા, વિરુપતા, કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ,અવ્યક્તભાષા,સંસ્કાર સન્માનરહિતતા,ચેતનરહિતતા, દુર્ભગતા અનિષ્ટતા, અસુંદરતા, ધીમો ફાટેલોસ્વર વિહિંસા મૂર્ખતા, બહેરાપણું, મૂંગાપણું, અળખામણી ભાષા, વિકત ઈદ્રિયો, નીચ જાતિનું સેવન, લોકનિંદા, સેવકપણું, હલકા લોકોનું દાસત્વ, દુબુદ્ધિ, લોકશાસ્ત્ર વેદશાસ્ત્ર-અધ્યાત્મશાસ્ત્રની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદમાં કર્મરુપી અગ્નિથી દાઝેલા મનુષ્ય પામે છે. ખોટું બોલનારા પાપી જનો અપમાન, નિંદા, ચાડી, મિત્રભેદ અને માતા-પિતાબાંધવ-સ્વજન-મિત્ર ઈત્યાદિ તરફના અનેક પ્રકાર નાં દૂષણને પામે છે. આ દૂષણ મનને અણગમતાં, દુઃખકારક, જીવતાં સુધી ન ઉતરે તેવાં હોય છે. અનિષ્ટ-કઠોર-આકરાં વચનો સાંભળવાં, તર્જના- નિર્ભર્સના થવી, દીન વદન, કંગાલ મન, હલકું ભોજન, હલકાં વસ્ત્ર, કુવાસ ઈત્યાદિ વડે લેશ પામતાં એ પાપી જનોને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી, એવાં અત્યંત વિપુલ દુઃખો એ મૃષાવાદી સેંકડો રીતે ભોગવે છે. મૃષાવાદનો ફળવિપાક આ લોકમાં અને પરલોકમાં અલ્પ સુખ, બહુ દુઃખ, મહા ભય, બહુ કર્મરુપી મેલને ઉપજાવે છે અને તે કર્મના ફળ આકરાં, રૌદ્ર, કઠોર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભોગવ્યા સિવાય ન છૂટે તેવાં છે. એ પ્રમાણે શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે મૃષાવાદના ફળવિપાકને કહે છે. મૃષાવાદ તોછડો છે, ભયંકર, દુઃખકર, યાવતું દુખે કરી અન્ત પામી શકાય તેવો છે. એ પ્રમાણે બીજું અધર્મદ્વાર સમાપ્ત થયું. અધ્યયનરઆસવાર-૨ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૩-આવકાર-૩) [૧૩] હે જબૂ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન કહીશ. અદત્ત એટલે નહિ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પાવાગરા-૧૩/૧૩ આપેલી એવી વસ્તુનું હરણ કરવું. તે ચિત્તનો સંતાપ-મરણ-ભય-ત્રાસ ઉપજાવનારું પરધનને વિષે વૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારું અને અનાર્યનું આચરણ છે. છિદ્રને તથા અવસરને જોનારો, કષ્ટ તથા રાજા તરફનાં ઉપદ્રવને નોતરનારો, પ્રમાદવંત એવા લોકોને ઠગનારો, વ્યગ્ન કરનારો, માનનારો અને અનુપશાંત સ્વભાવવાળો, એવા માણસને ચોર માનવો. દયારહિત, રાજપુરુષોથી અટકાવાયેલું, સાધુજનોથી સદાનિંદિત, પ્રિય જન, મિત્રજન વચ્ચે ભેદ અપ્રીતિને કરનારું, રાગદ્વેષને પુષ્ટ કરનારું, ધણા લોકોને વિષે મારામારી, રાજ્યો વચ્ચેનો કલહ, ક્લેશ, કંકાસ, હિંસા ઈત્યાદિને કરાવનારું, દુર્ગતિમાં પાડનારું, જન્મમરણને વધારનારું, ઘણા કાળનું સેવેલું, હંમેશા સાથે ચાલ્યું આવનારું અને દુઃખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે. [૧૪]એ અદત્તાદાનનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામ છે - ચોરવું, પારકા ધનને હરવું, નહિ આપેલી વસ્તુ લેવી, ક્રૂર કાર્ય કરવું, પારકા દ્રવ્યનો લાભ લેવો. અસંયમ, પરધનમાં વૃદ્ધ થવું, લોલુપી થવું, તરસ્કરપણું, અપહરણ કરવું, હાથચાલાકી કરવી, પાપકર્મ કરવું, ચૌર્ય ભાવ, હરવું અને ધનની હાનિ કરવી, પરધનને લેવું, પરધનને છીનવી લેવું, અપ્રતી તિજનક કાર્ય, પરને પીડાજનક કાર્ય, પરધન લેવા માટેનો ઉદ્યમ, સંતાડવું, વિશેષ પ્રકારે કરીને છુપાવવું, કૂડા તોલ, કુળને કલંક લગાડવું, પરદ્રવ્યના અભિલાષ કરવા, દીનતા. દવિવી, વિનાશકારક વ્યસન, પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ, પામેલા ધનની તૃષ્ણા અને નહિ પામેલા ધનની વાંચ્છના, કર્મને ઢાંકવા માટે માયા કપટ, પારકી નજર ચુકાવીને ચોરી કરવી, [૧૫]હવે ત્રીજા દ્વારમાં ચોરીનું કર્મ કરે છે તે દર્શાવે છે - ચોર, તસ્કર, પરદ્રવ્ય હારક, ચોરીનાં ધંધાદારીઓ, ચોરી કરવામાં હિંમતબાજ, તુચ્છ આત્મા, અતિ અસંતોષવાળા, લોભગ્રસ્ત, વચનના આડંબરથી બીજાને ઠગનાર,માયા-પ્રપંચકારક, પરધનને વિષે આસક્ત, સામે થઈને મારનાર, કરજ લઈને ન ચૂકવનાર, બોલ્યું નહિ પાળ નારા, રાજાએ દેશનિકાલ કરેલા, જ્ઞાતિ બહાર કરેલા, જંગલને બાળનાર, ગ્રામધાતક, નગરના ઘાતક, પંથના ઘાતક, છાની રીતે ગામ બાળનાર, તીર્થ જતા જાત્રાળુઓને મારનારા, હાથચાલાકી કરનારા બીજાને છેતરીને ચોરી કરનારા, જુગારી, માંડવીના રખવાળ, સ્ત્રી ચોર, પુરુષ ચોર, ખાતર પાડનાર, ગંઠીછોડા, મારીને ધન હરનારા ઠગારા, હઠ કરીને ધન લેનારા, બહુ માર મારીને લુંટાનારા, છૂપા ચોર, ગાયો ચોરનારા, ઘોડા ચોરનારા, દાસી ચોરનારા, એકલા ચોરી કરનારા, ચોરો વડે લુંટાવનારા, ચોરને ભોજનાદિ, આપે-ચોરની પાછળ છાના રહેનારાઓ, ધાત કરનારા, વિશ્વાસનાં વચન • બોલી ધન લેનારા, બીજાને મોહ પમાડવા વિશ્વાસનાં વચન બોલનારા, રાજનિગ્રહથી લુંટનારા અનેક પ્રકારનાં વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે અને જેઓ મોટા લશ્કર અને પરિગ્રહવાળા ધણા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હોય, પોતાના. દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહી, બીજા રાજાઓના દેશનો વિનાશ કરે છે, તેઓ પારકા ધનને વિષે લોભાઈને ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુભટો સહિત, “હું પહેલો લડવા જઉં” એવા અહંકાર સહિત એવા સૈન્યો વડે સહિત Page #266 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન૭ ૨૬૩ બૃહોમાં સૈન્યથી સ્થાપના કરે છે અને સામાના લશ્કરને પોતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા યોદ્ધાઓ રણભૂમિને મોખરે પોતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે તેઓ કવચ આદિને સજ્જ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રની સખત પટ ભીડીને, હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બક્ષર પહેરે છે, ચામડાંના કવચથી શરીરને ઢાંકે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે બાંધે છે. રણમાં જવા માટે પોતાના હાથે શસ્ત્રાસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠોર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણનો વરસાદ વરસાવે છે, વરસાદની ધારાની પેઠે બાણોની પ્રચંડ વૃષ્ટિથી છવાયેલા માર્ગમાં પ્રવેશ કરે છે. તેમાં યોદ્ધાઓ ડાબે હાથે ઢાલ લઈને, મ્યાનમાંથી બળહળતી તલવારો બહાર કાઢીને પ્રહાર કરવા પ્રવૃત્ત થાય છે. ભાલા, બાણ, ચક્ર, ગદા, કોહાડા, મૂશળ, હળ, ત્રિશૂલ, લાકડી, ભીડીમાલ મોટા ભાલા, પટ્ટીશ, ચામડે વીંટેલો પત્થર, ધણ, મુઠ્ઠી પ્રમાણ પાષાણ, મુદગર, ભોગલ, ગોફણના ગોળા, ટકકર, ભાથાં, કુવેણી ઈત્યાદિ ઝળહળતાં શસ્ત્રો શત્ર પ્રત્યે તેઓ ફેંકે છે ત્યારે આકાશ વીજળીના પ્રકાશની પેઠે કાન્તિમાન બને છે. વળી રણભૂમિને વિષે શંખ, ભેરી, દુદુભિ, તૂરીના સ્પષ્ટ ધ્વનિથી અને પડહ વાગવાથી જે ગંભીર શબ્દો થાય છે તેથી શૂરાઓ હર્ષિત થાય છે અને એ ભયંકર અવાજથી કાયરો બીએ છે. હાથી, ઘોડા, રથ, સુભટ ઉતાવળે ચાલવાથી જે રજ પડે છે તેનાથી છવાયેલા અત્યંત અંધકારથી કાયર જનોનાં નેત્ર અને હૃદય આકુળવ્યાકુળ બની જાય છે. શિથિલપણે કરીને ચંચળ એવા શિખરવાળા મુકુટો, કિરિટો કુંડલો, નક્ષત્રમાળા થી શોભતા અને વિજયધ્વજ, વૈજયન્તી પતાકા, વીંજાતા ચામર તથા છત્રોવાળા પણ ગહન અંધકારમાં ડૂબી જાય છે. ઘોડાનો હણહણાટ, હાથીનો ગુલગુલાટ, રથનો ધણધણાટ, પાયદલ લશ્કરનો “હર-હર” એવો ધ્વનિ, ખભા ઉપર ભુજાઓ થાપોટો, સિંહના જેવો નાદ, દાંત પીસીને કરેલો સીત્કાર, દીન સ્વરે, કંઠમાંથી કાઢેલો ધ્વનિ, મેધના જેવી રૌદ્ર ગર્જના, એકી સાથે હસવાનો તેમજ રોષનો થતો કકળાટ, એવા પ્રકારનો કોલાહલ યુદ્ધભૂમિમાં થઈ રહે છે. અતિ ક્રોધથી સુભટોનાં વદન રૌદ્ર- બની જાય છે, તેઓ દાંતે કરીને નીચેના હોઠને કરડે છે, અને દ્રઢ પ્રહાર કરવાને તેમના હાથ સાવધાન બને છે. અતિ ક્રોધવશતાથી તેમનાં ફાટેલાં નેત્રો અત્યંત લાલ બની જાય છે. વૈરષ્ટિથી અને ક્રોધની ચેષ્ટાથી તેમને કપાળમાં ત્રિવળી પડે છે અને ભ્રકુટી વાંકી બની જાય છે. શત્રુને મારવાના અધ્યવસાયે કરી હજાર-હજાર મનુષ્યનું હળ-પરાક્રમ તે સુભટોના શરીરમાં સ્કુરાયમાન થાય છે. વેગવાન ઘોડાઓ જોતર્યા છે એવા રથ ઉપર બેસીને દોડતા યોદ્ધાઓ આવીને દક્ષતાપૂર્વક પ્રહાર કરીને જીતે છે, આયુધ, ઢાલ અને બઝરથી સજ્જ થયેલા ગર્વિષ્ટ તથા પ્રપંચી યોદ્ધાઓ વૈરીના હાથીઓને મારવા અથવા હાથ કરવા ઈચ્છતા સામસામા લડી પડે છે અને યુદ્ધકળાનો ગર્વ ધરાવનારાઓ મ્યાન માથી તલ્હાર કાઢીને ક્રોધપૂર્વક શિધ્ર ગતિથી મોખરે આવી પ્રહાર કરી વૈરીના હાથોની સુંઢને તથા વૈરીના હાથીને છેદે છે. વહેતા રુધિરથી રણભૂમિના માર્ગો પર ચીકણો કાદવ થઈ રહ્યો છે, જેને પાસામાં વાગેલા ઘાથી રુધિર સૂવે છે અને આંતરડાં બહાર નીકળી ગયા છે એવા યોદ્ધાઓ વિકળ બનીને તરફડે છે, ને કેટલાક મર્મસ્થાને વાગેલા સપ્ત ઘાથી મૂછત થઈને ભૂમિપર રોકાય છે અને નિષ્ટ પડ્યા રહે છે. રણભૂમિમાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પારડાવાગરણ-૧/૩/૧૫ કરુણાજનક વિલાપના સ્વરો સંભળાય છે. મસ્તક વિનાનાં ધડો નીચે રહેલાં છે, લોલુપી ગીધનાં ટોળાં ભમતાં હોવાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યો છે, પૃથ્વીને કંપિત કરનારા દેવો રાજાઓ પ્રત્યક્ષ મશાન જેવા અત્યંત ભયંકર બીહામણાં અને કષ્ટ કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંચ્છના કરીને પ્રવેશ કરે છે. બીજા પગપાળા, ચોરના ટોળાને પ્રવર્તાવનાર સેનાપતી, અટવીના વિષમ પ્રદેશ માં રહેનારા, સેંકડો પ્રકારના ચિન્હાટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ધનને માટે લુબ્ધ થયેલા સમુદ્રો ચોરો રત્નાકર સમુદ્રમાં આકુળવ્યાકુળ થયેલું વહાણ ડોલે છે તથા તેમાંના મુસાફરો ભયથી કકળાટ કરે છે. વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના ફીણથી અંધકાર છવાઈ ગયો છે. પાણીનાં મોજા ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતાં કાંઠાની સાથે અથડાય છે. જેમાં પાણીના મોટા, વમળ પડે છે, ઉંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠોર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થયેલા પાણીના ભાગ થઈ જાય છે, તેવા તરંગ અને કલ્લોલથી વ્યાપ્ત સમુદ્રમાં મોટા મગર મચ્છ, કાચબા, મહોરગ, જળચર પ્રાણી ઈત્યાદિ માંહોમાંહે પ્રહાર કરવાને ઘસે છે અને તેવા અસંખ્ય ભયંકર જળચરો ભયંકર શબ્દ કરીને ધણો ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઠામરુપ, ત્રાસ ઉપજાવ નાર, આકાશની પેઠે પાર ન પમાય તેવો, આલંબનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થયેલા પવનના યોગથી અત્યંત વેગવાળો તથાં ઉપરાઉપરી ઉછળતાં તરંગોથી યુક્ત, ગર્વ યુક્ત, અતિ વેગવાળો, દ્રષ્ટિમાર્ગને આચ્છાદતો, કોઈ સ્થળે ગંભીર, કોઈ સ્થળે વિસ્તીર્ણ, ગાજતો ગુંજારવ કરતો, કડાકા કરતો, લાંબા કાળ સુધી દૂરથી સંભળાતો એવો ગંભીર ઘુઘવાટ કરતો સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગમાં કોપિત થયેલા, યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારો ઉપસર્ગો તથા ઉત્પાત ઉત્પન્ન ખરે છે, તે વ્યંતર દેવોને શાન્ત કરવાને માટે વહાણવટીઓ બલિદાન, હોમ, ધૂપ, રુધિરનું બલિ દાન, પૂજન-અર્ચન વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સમુદ્રનો અંત બહુ દુષ્કર છે. દુઃખે સેવાય તેવો, જેમાં પ્રવેશવું દુષ્કર છે તેવાં, દુખે ઉતરી શકાય તેવો, અને ખારા પાણીથી ભરેલો એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા, વહાણમાં બેસીને, દૂર દૂર જઈને પરદ્રવ્યને હરનારા, અનુકંપા રહિત તથા પરલોકનાં ભયથી રહિત ચોર લોકો વહાણવટીઓના વહાણને ભાંગે છે અને તેમને લૂંટે છે. ગામ, આગર, નગર, ઈત્યાદિમાં રહેતા ધનિક લોકોને ચોર લોકો હણે છે. કઠણ હૈયાના અને નિર્લજ્જ ચોર લોકો બીજાઓને લૂંટે છે અને ગાયોને ઉપાડી જાય છે. એ દારુણ મતિ વાળાઓ અને દયારહિત ચોરો પોતાનાઓને પણ હણે છે, ઘર ફોડીને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું દાટેલું ધન-ધાન્ય-દ્રવ્ય ચોરી જાય છે. વળી તેવા નિર્દય ચોરો દેશના લોકોને મારે છે-કુટે છે. પારકું દ્રવ્ય હરવાની આખડી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લોકો પદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતા ઓમાં બળતા રુધિ રાદિથી ભરેલાં મડદાંને કાઢીને, રુધિરથી ખરડેલાં મુખવાળી ડાકણો તે મુડદાંને ખાય છે તથા તેમાંનું લોહી પીએ છે, એવા ભયંકર મિશાનમાં પિશાચો અપ્રકટ રહીને કહyહાટ કરે છે તથા અટ્ટહાસ્ય કરે છે, એ પ્રકારે મશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણોમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફમાં, સિંહાદિ હિંસક જાનવ Page #268 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૩ ૨૬૫ રોના નિવાસવાળાં વિષમ સ્થાનોમાં, લેશ પામતા, ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથી કાંતિરહિત બનેલા ચોર લોકો નરક-તિર્યંચના ભવમાં ભોગવવાં પડતાં દુઃખોની પરંપરાને પાપકર્મોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાણી જેને દુર્લભ છે અને જે ભુખ તથા તરસથી દુઃખ પામે છે. તે ચોર માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેનો આહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતાં તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડો સર્પોથી વ્યાપ્ત હોઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચોર લોકો ગુપ્ત મંત્રણા કરે છે. ધણાં લોકો ના કાર્યકરવામાં વિઘ્ન ઉત્પન્ન કરવામાં, મદમત્ત-પ્રમાદી-એવા નાં છિદ્ર જોઈ અવસરે હણનારા અને કષ્ટ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિ વાળા ચોર લોકો, નહોરવાળાં જાનવરોની પેઠે લોહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યા દાને લોપનારા, સારા માણસોથી નિંદાયેલા, પોતનાં કમો કરીને પાપ કર્મના કરનારા, અશુભ પરિણામવાળા,દુઃખભોગવનારા,હંમેશા,અસામાધિયુક્તતશામેલા મનવાળા, ઈહલોકમાં ક્લેશને પાપનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્યો સેંકડો દુઃખોને પામે છે. [૧૬]કેટલાકો પારકા દ્રવ્યને શોધતાં રાજપુરુષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં રખાય છે, તુરત નગરમાં ફેરવાય છે અને તેને કોટવાળને સોંપવામાં આવે છે. નિર્દય કોટવાળ કઠોર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને ફેંકે છે, અને એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ રખેવાળના પ્રહારો, અગ્નિના ડામ, તિરસ્કાર, કડવાં વચન, ભયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. પહેરવાનાં વસ્ત્રો મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કોટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રા દિની વધુ સગવડ તે કેદમાં પુરાયેલાઓ માંગે છે. કોટવાળના પહેરેગીરો તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. લાકડાની હેડ, લોખંડની બેડી વાળની રાશ-ચામડાનું દોરડું લોહની સાંકળ, પગની ડામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવનારાં બંધને કરીને તેમને કોટવાળાના પહેરેગીરો માત્ર સંકોડાવીને અને અંગોપાંગ મરડીને બાંધે છે. એ મંદપુણ્ય જીવોને કાયંત્રમાં, કમાડ વચ્ચે અને લોહપિંજરમાં વાલી મારે છે, ભોંયરામાં પૂરે છે, અંધારા કૂવામાં ઉતારે છે, થાંભલા સાથે બાંધે છે, ઉંધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મરડીને નીચે વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમનાં ફડકતા અને નીસામાં નાંખતા હૃદયનેભીંસીને બાંધે છે, તેમના માથાને ચામડાથી વીંટે છે, તેમની જાંધને ચીરે છે, કાષ્ટયંત્રે કરીને તેમના ઘુંટણને બાંધે છે. તપાવેલ લોહના સળીયાથી ડામ દે છે, સોય ધોંચે છે, લાકડાની પેઠે છોલે છે, એ પ્રમાણે તેમને પીડા ઉપજાવે છે, એમ સેંકડો પ્રકારનાં કષ્ટો તેમને પમાડવામાં આવે છે. છાતી ઉપર મોટું લાકડું મૂકીને તેમને કષ્ટ આપવામાં આવે છે, વળી તેમને ગળે બાંધે છે, લોહના દંડ વડે છાતી, પેટ, ગુદા, પુંઠ ઉપર પ્રહાર કરીને તેમને પાડે છે, અંગોપાંગને ભાગી નાંખે છે, ઉપરીના હુકમથી કેટલાંક સેવકો નિરપ રાધીને પણ શત્રુભાવથી જમની પેઠે પીડે છે. તે મંદભાગી અદત્તનું હરણ કરનારાઓને ચામડાના દોરડાથી મારે છે, લોહના સળીયાથી મારે છે, નાના-મોટા ચામડાના ચાબૂકથી મારે છે, નેતરની સોટીથી મારે છેઃ એ પ્રકારે સેંકડો પ્રહારથી અંગોપાંગે મારા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પહાવાગરણ-૧/૩/૧૬ સહન કરતા બાપડાઓ લબડી ગએલી ચામડીવાળા અને ઘાથી પીડા પામતા છતાં ચોરીના પાપને છોડતા નથી, બહુવિધ વેદના એ પાપી જનો પામે છે. એ રીતે મોકળી ઈદ્રિયોવાળા, વિષયાસક્ત, અતિ મહમુગ્ધ, પરધનમાં લુબ્ધ, સ્પર્શેન્દ્રિયના વિષયમાં અને સ્ત્રીમાં તીવ્ર આસક્તિવાળા, સ્ત્રીના રુપ- શબ્દ- રસ- ગંધમાં મનોવાંછનાવાળા, કે ભોગની તૃષાવાળા અને ધન હરવામાં આનંદ માનનારા, એ બધા ચોરી કરવાના ફળના અજાણ માણસોને રાજાના સેવકોની પાસે લઈ જઈને તેમને સોંપવામાં આવે છે. તે રાજસેવકો કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની, તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, કૂડ-કપટ કરનારા વેશ-ભાષા બદલો કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજકિંકરોની આજ્ઞાથી ચોર લોકોના દુચરણથી સજા તુરત. નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં જે માર્ગ હોય છે, તેની વચ્ચે નેતરની સોટો, લાકડી, કાષ્ટદેડ, ડાંગ, દંડકો, મુઠી, લાત, પગની પાની, ઘુંટણ કોણી વગેરેના પ્રહાર કરી ચોરના ગાત્રો ભાંગવામાં મદવામાં આવે છે. કરુણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે. જીવવાની આશા. નાશ પામે છે. ત્યારે તે ચોર લોકોને કોઈ પાણી પાવા આવે તો રાજપુરુષો તેમને પાણી પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટૂંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રુપે કંઠમાં રાતાં કરણ નાં ફૂલની માળા દોરડાની પેઠે પહેરાવેલા, મરણના ભયથી શરીરે પરસેવાથી રેબજેબ બનેલા ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જીવવાની આશાથી રહિત બનેલા, વિકલપણે. ડોલતાં, હણવાને માટે લઈ જવામાં આવતાં હોવા છતાં પ્રાણ-શ્વાસોચ્છવાસ ઉપર પ્રીતિવાળા તે ચોર લોકોને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-કકડા કરી મને ખવડાવે છે, પાપી જનો ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે. તે રાંક-દીન ચોર લોકોના વિના શનો નિવારનાર કોઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનોથી ત્યજાયેલા છે, તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમનાં અંગોપાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ દીન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચોરોનાં ચાર અંગ બાંધીને તેમને પર્વતની ટોચ પરથી નીચે ગવડાવે છે. ત્યારે તેઓ બહું ઉંચેથી પડવાથી વિષમ પત્થર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ મદવામાં આવે છે. વળી પાપી અધિકારી જનો, કેટલાકને બુદા કોહાડે કરી કરી મારે છે, કેટલાકના કાન-હોઠ-નાક કાપે છે, કેટલાકની આંખો-દાંત-વૃષણ-જીભને છેદે છે, કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્ય હરણમાં લુબ્ધ લોકોને હાથ પગમાં બેડી પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. પરદ્રવ્યહારી જનોને તેમનાં સ્વજનો ત્યજી દે છે, મિત્રો તેમનો તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લોકોના ધિક્કારના શબ્દોથી લજવાય છે, છતાં તે નિર્લજ્જ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-તાઢની આકરી વેદના સહન કરતા, વિરુપ મુખવાળા, કાન્તિ હીન શરીરવાળા, મેલથી ભરેલા દેહ વાળા, દુબળા, ગ્લાનિ પામતા, ખોંખો કરતા, Page #270 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ, અધ્યયન-૩ ૨૬૭ કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પી ડાતા ગાત્રોવાળા, નખ, કેશ, દાઢી-મૂછ-રોમાદિ જેના વધેલા છે તેવા, પોતાના મળ મૂત્રમાં રગદોળાતા ચોર લોકો ત્યાં જ કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઈચ્છતા છતાં મરણ પામે છે. કેટલાંકના દેહમાં કીડા પડે છે. લોકો તેમને અનિષ્ટ વચને કરી શ્રાપ દે છે. અને “સારું થયું, ભલે એ પાપી મૂઓ.” એમ બોલીને કેટલાક લોકો હર્ષિત થાય છે. વળી મુઆ પછી ઘણા વખત સુધી તેમનાં સ્વજનોને પણ તેઓ લાના કારણ રુપ બને છે. મરણ પામ્યા પછી તેઓ પરલોકમાં નરકને વિષે ઉપજે છે. અણગમતા નરકમાં બળતા અંગારાની ઉણ અને અતિશય શીત વેદના વગેરે સતત કષ્ટો અશાતા વેદનીય કર્મોદય આવવાને લીધે તેઓ સહન કરે છે તે નરકથી નીકળીને વળી પાછા તીર્થંચ યોનિમાં ઉપજે છે અને ત્યાં પણ નરકના જેવી વેદનાઓ ભોગવે છે. પછી અનંત કાળે તે જીવો મોટે કષ્ટ કરી મનુષ્યભવ પામે છે, મનુષ્યપણે પણ તે જીવો અનાર્ય દેશમાં હલકાં કુળમાં ઉપજે છે અને જો આયે દેશમાં ઉપજે છે તો લોકબાહ્ય, ડહાપણરહિત અને કામભોગને વિષે સદા અતૃપ્ત એવા ઉપજે છે અને ત્યાં પણ નરકનાં આવર્તન બાંધે છે, ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, કૂર કર્મના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા બને. તેઓ એકાંત હિંસાની રુચિ વાળા કરોળી યાની જાળની પેઠે કર્મના આવરણથી વીંટાઈને દુઃખ ભોગવે. એવી રીતે સંસારની પરિધિમાં તેઓ પરિભ્રમણ કરે છે. એ સંસારસમુદ્રમાં જન્મ-જરા-મરણરુપી ગંભીરપણું છે, દુઃખે કરીને પ્રક્ષુબ્ધ એવું ધણું જળ છે, સંયોગ વિયોગપી મોજાં ઉછળે છે, ચિંતાના પ્રસંગો ચોમેર પ્રસરી રહેલા છે, વધ-બંધનરુપી મોટા કલોલ વિસ્તરી રહ્યા છે, કરુણાજનક શબ્દ-વિલાપ અને લોભ નો કલકલ ધ્વનિ અતિશય સંભળાઈ રહ્યો છે, અપમાનરુપ ફીણ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ધણા રોગોની નિરંતર વેદના, પરા ભવ તથ પતન, નિષ્ફર વચન નિર્ભર્સના, એ બધાને ઉપજાવનાર કઠોર કર્મરુપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે; સદા મરણજયરુપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કષાયરુપી પાતાળકલશોથી વ્યાપ્ત, લાખો ભવરુપી પાણીના સમૂહનો જ્યાં ત્યાં અંત નથી, જે ઉદ્વેગકારક છે, જેનો પાર પામી શકાતો નથી, આશાપિપાસાપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઈત્યાદિપ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી જ્યાં અંધકાર છવાયો છે, જ્યાં મોહનાં આવર્તન અને કામભોગ મંડલાકરે ભમે છે, વળી જે સમુદ્રમાં ઉચે આવી નીચે પડતા અને આમ દોડતા પાઠીન જેવા પાણીના જીવોની પેઠે ગર્ભવાસમાં ઉંચે-નીચે પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રુદનરુપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રુપી તરંગો રહ્યા છે, પ્રમાદરુપી રૌદ્ર અને ક્ષુદ્ર હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મલ્યરુપી મનુષ્યોના સમૂહો જેમાં આવી રહેલા છે, જેમાંના મસ્મરુપી મનુષ્યો અતિ રૌદ્ર છે, ધણા અપયશથી યુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મસ્યો રહેલાં છે, અનુપશાંત ઈદ્રિયોવાળાં મોટા મગરની ત્વરિત ચેષ્ટાએ કરીને જે સમુદ્ર ક્ષોભ પામી રહેલા છે, જેમાં સંતાપરુપ વડવાગ્નિ નિત્ય અતિ ચપલ ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રાણ અને અશરણ મનુષ્યો કે જેમને પૂર્વે કર્મના સંચયથી પાપો ઉદય આવ્યા છે તેઓના સેંકડો દુઃખોના વિકાસપી વમળ તે સમુદ્રના જળમાં ધૂમી રહ્યા છે, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પહાવાગરણ - ૧/૩/૧૬ અરતિ-રતિ-ભય-વિષાદ-શોક મિથઅયાત્વરુપી પર્વતોથી તે સાંકડો છે, કર્મબંધન રુપી તેનાં અનાદિ સંતાનો છે, ચાર ગતિમાં જવું એ તેનાં ચક્રવતુ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે, આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ધણો ભાર થઈ જતાં વિષમ પાણીનો સમૂહ પ્રાણીઓને ડુબાવીને ઉંચા-નીચા પછાડે છે એવું દુર્લભ તેનું તળીયું છે, ચાર ગતિરુપ, મોટો અને અનંત એવો વિસ્તીર્ણ સંસારરુપ સમુદ્ર છે, જેમને સંયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશો આધાર નથી, ચોરાશી લાખ-જીવયોનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે. ત્યાં અજ્ઞાનરુપી અંધકાર છે, અનંતકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને ભય અને સંજ્ઞાથી યુક્ત જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં જીવો આયુષ્ય બાંધે ત્યાં ત્યાં તે પાપકર્મી જીવોને તેમના ભાઈઓ, સ્વજનો, મિત્રો છોડી દે છે, અળખામણા હોઈને તેમનું વચન કોઈ માને નહિ, રહેવાનું સ્થાન-આસન-શયા-ભોજન ખરાબ હોય છે, શરીરનું સંહનન પ્રમાણ, સંસ્થાન અને રુપ કુત્સિત હોય છે, તેઓમાં બહુ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ હોય છે; ધર્મસંજ્ઞા અને સમ્યક્તથી ભ્રષ્ટ હોય છે; દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે; આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભોજનને શોધનારા હોય છે, તેઓ દુખે કરી આહાર મેળવી શકે છે, અરસ અને વિરસ અલ્પ ભોજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; તેઓ દીનતા અને શોકથી દાઝતાં દુઃખને ભોગવે છે, તેઓ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પ-ચિત્રાદિ કલા-સમયશાસ્ત્રના જ્ઞાનથી રહિત હોય છે અને પશું સરખા જન્મેલા હોય છે, લોકો વડે નિંદનીય હોય છે અને તેમનો મોહ, મનોરથ તથા અભિલાષા ધણા હોય છે પણ તે નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ ગતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામભોગની પ્રાપ્તિ મેળવવાને બહુ ઉદ્યમ કરે છે, પરન્તુ તેમાં નિષ્ફળ થાય છે; રોજ રોજ ઉદ્યમ કરવા છતાં મહાલેશે કરીને ધાન્યનો થોડો પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં ઉપભોગથી રહિત, કામ-ભોગથી અને સર્વ સુખથી રહિત હોય છે, તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખો ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી અને અત્યંત સેંકડો પ્રકારનાં દુઃખથી દાઝે છે. પરદ્રવ્ય હરણથી જેઓ નથી નિવત્ય, તેઓ અદત્તાદાનનો ફળવિપાક આ લોક અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રુપે ભોગવે છે, તે મહા ભયનું કારણ છે, કર્મરુપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભોગવ્યા સિવાય ન છૂટે તેવું કર્મ છે. તે ભોગવ્યેજ છૂટકો થાય છે. અધ્યયન-૩-આસવારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૪-આસ્રવદ્વારઃ૪) [૧૭] હે જંબૂ! હવે હું આશ્રયદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે કહીશ. એ અ-બ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લોકને વિષે પ્રાર્થનીય- છે, ભારે કીચ્ચડ રુપ છે, પાતળા કાદવ રુપ છે, પાશરુપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રીપુરુષ-નપુંસકના લક્ષણ રુપ છે, તપ-સંયમ-બ્રહ્મચર્યમાં વિધ્ધ કરનાર છે, ચારિત્રનો વિનાશ કરનાર છે, ઘણા પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસો તેનું સેવન Page #272 -------------------------------------------------------------------------- ________________ ! આશ્રવ, અધ્યયન-૪ ૨૬૯ કરે છે, સારા મનુષ્યોએ વર્જવા યોગ્ય છે, દેવલોક-નરકલોક-મનુષ્યલોક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા- મરણ- -રોગ-શોકને વધારનાર છે, વધ-બંધન-વિધાતા છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના કારણરુપ છે. લાંબા કાળથી પરિચિત્ છે.પરંપારાથી ચાલ્યું આવે છેઅનેદુઃખે કરીનેઅંત પામીશકાય તેવુંછે. [૧૮]અબ્રહ્મચર્યનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામો કહ્યાં છે. અબ્રહ્મચર્ય, મૈથુન, ચરંત, સંસર્ગી-અવકાર્યનું સેવન, સંકલ્પનો હેતું, બાધાનો હેતું, દર્પકારી મોહ હેતુ, સંક્ષોભ ઉપજાવનાર, અનિગ્રહ-ક્લેશનો હેતું, ગુણઘાતનો હેતું, ગુણની વિરાધનાનો હેતું, વિશ્વમનો હેતું, અધર્મ શીલનું વિનાશક, કામગુણ શોધનાર, કામસેવા, સ્નેહ ચિંતાનો હેતું, કામભોગમાં મરણ નીપજાવનાર, વેરનો હેતું, છાનું કર્તવ્ય, છુપાવવાયોગ્ય, ધણાને મનમાન્યું, બ્રહ્મચર્યનું ધાતક, ગુણનું ધાતક, ચારિત્ર્યની વિરાધના ક૨ના૨, કામાસક્તિ, કંદર્પના ગુણકાર્ય રુપ. [૧૯]હવે બ્રહ્મચર્યને કોણ સેવે છે, તે કહે છેઃ-વૈમાનિક ભુવનપતિઓ- વાણવ્યંતર-જ્યોતિષી, વૈમાનિક, મનુષ્યગણ, તિર્યંચ મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, કામ ભોગના તૃષ્ણાતુર છે, બળવાન અને મોટી વિષયતૃષ્ણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે, અતિ મુચ્છિત થયા છે. અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને યુક્ત છે, દર્શન અને ચારિત્ર મોહનીય કર્મરુપી પિંજરમાં પુરાયા છે. તેઓ અન્યોન્ય કામભોગનું સેવન કરે છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવતાઓ, તીર્થંચ અને મનુષ્ય કામભોગમાં આસક્તિથી ચિત્ર-વિચિત્ર ક્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એવો ચક્રવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. પર્વતો, નગર, વણિકવાસ, જનપદ પુર, જળ -સ્થળના પંથ, માટીનાં કોટવાળાં ગામ, ગામડાં, મંડપ સંવાહ પાટણ, એવાં હજારો સ્થાનો આવી રહેલાં છે, એવી પરચક્રના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભોગવતો ચક્રવર્તી નગરમાં સિંહ જેવો, મનુષ્યો માં ઈંદ્ર જેવો, નરવૃષભ જેવો, સમર્થ છે. અતિશય રાજતેજ અને લક્ષ્મીએ કરી દેદીપ્ય માન છે. સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં મંગલ ચિન્હો-લક્ષ્ણો હોય છે. જેવાં કે, સૂર્ય, ચંદ્ર, શંખ, ઉત્તમ ચક્ર. સાથીયો. ધ્વજા.જવ. મત્સ્ય, કૂર્મકાચબો. રથ, ભગ. ભવન. વિમાન. અશ્વ. તોરણ. ગોપુર. મિણ. રત્ન. નંદાવર્ત. મૂશળ. હળ. સુંદર કલ્પવૃક્ષ. મૃગપતિ. ભદ્રાસન. સુચિ સ્તૂપ, સુંદર મુકુટ. મુક્તાવલિ. કુંડલ. હાથી. સુંદર વૃષભ. દ્વીપ. મેરુ પર્વત. ગરુડ. પર્ણ- ઈંદ્રસ્થંભ, દર્પણ. અષ્ટાપદ-ધનુષ્ય. બાણ. નક્ષત્ર. મેઘ. સ્ત્રીની કટિમેખલા. વીણા. ઘોસરું, છત્ર. માળા. દામણી. કમંડલ. કમળ. ઘંટા. સુંદર વહાણ. સોમ. સમુદ્ર. કુમુદનું વન. મગર. હાર. ઘાઘરો. ઝાં ઝ૨. પર્વત. નગર.વજ.કિન્ન૨.મોર. રાજહંસ. સારસ, ચકોર. ચક્ર વાકનું પૃથ્વી. ખડ્ગ. અંકુશ. નિર્મલ કળશ. વૃંદાક શરાવલાનો સંપુટ ઈત્યાદિ જૂદાં જૂદાં પ્રશસ્ત પુરુષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવર્તી હોય છે. બત્રીસ હજાર રાજા ઓ તેમની પાછળ પાછળ ચાલતા હોય છે. ચોસઠ હજાર સુંદર યુવતીઓનાં તે નયના ભિરામ છે-તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમળના ગર્ભ સરખો તેમનો ગૌર દેહ છે, કોરેંડ પુષ્પની માળા ગળે ધારણ કરે છે. ચંપાના ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સોનાની રેખા કરી જેવો તેમના શરી૨નો વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવથી તેમનાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પહાવાગરણ-૧૪/૧૯ અંગ સુંદર હોય છે. મોંઘા અને મોટા નગરમાં ઉપજતાં વિધવિધ રંગરાગ એ ચક્રવર્તી ભોગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. કમર પર કટિસૂત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગંધો કસ્તુરી ઈત્યાદિનાં ચૂણથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદર સુગંધી પુષ્પોનો શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકારો જેવાં કે કુશાયિની માળા, કંકણ, બાહુબંધ, બેરખા, ઈત્યાદિ શરીર ધારણ ખરે છે, કંઠમાં એકાવલિ હાર પહેરીને છાતીને શોભાવે છે, બેઉ પાસે લટકતા ઉત્તરીયા વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવર્ણની પીળા રંગની વીંટીથી આંગળીને શોભાવે છે, તેઓ તેને કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જેવો મધુર, ગંભીર અને નિષ્પ તેમનો શબ્દ હોય છે. ૧૪ રત્નોના તેઓ સ્વામી છે, નવે નિધિના ધણી છે, તેમના ભંડારો ભરેલા છે, ચારે દિશાના અંતવિભાગ છે. જ્યાં તે જાય ત્યાં ચાર પ્રકારની સેના તેમની પાછળ જાય છે. તેમનું પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનું વદન છે. તેઓ શૂરા છે, ત્રિલોકમાં તેમનો પ્રભાવ વ્યાપેલો છે, સુવિ ખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેંદ્ર છે. રાજવીઓમાં જે સિંહ જેવા છે, તે ચક્રવર્તીઓ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સંચિત કરેલું સુખ હજારો વર્ષના આયુષ્ય સુધી હજારો સ્ત્રીઓની સાથે ભોગવતા, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રુપ અને ગંધનો ઉપભોગ કરતાં છતાં કામ ભોગમાં અતૃપ્ત રહ્યાં થકા મૃત્યુને પામે છે. વળી બળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે. તેવો પ્રવર પુરુષ છે, મોટા, બળ-પરાક્રમવાળા છે, મોટા ધનુષનો ટંકાર કરનારા છે, મહા સત્સાહસના સાગર છે, પ્રતિસ્પર્ધીથી જીતી ન શકાય તેવા છે, ધનુર્ધર છે, પુરુષોમાં વૃષભ સમાન છે, એ રામ (બળદેવ) અને કેશવ (વાસુદેવ) એ બે ભાઈ પરિવાર સહિત છે. વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાઈ હૃદયના વલ્લભ છે; પ્રદ્યુમ્નકુમાર, આદિ યાદવોના સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયના વલ્લભ છે, તથા દેવી રોહિણી અને દેવી દેવકીના હૃદયને આનંદનો ભાવ ઉત્પન્ન કરનારા છે. સોળ હજાર પ્રધાન રાજાઓ તેમની પાછળ પાછળ હીંડે છે. સોળ હજાર દેવીઓનાં નયન-હૃદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવણ, રત્ન, મોતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ઋદ્ધિના સંગ્રહથી તેમના કોષાગાર ભરેલા છે. હજારો ઘોડા, હાથી, રથના સ્વામી છે. હજારો ગામ, આગર, આદિ ભયવર્જિત હોઈને સુખસમાધિ અને આનંદ ભોગવતાં વિવિધ લોકોથી ભરેલી પૃથ્વી, સરોવર, આદિથી નેત્રને આનંદ આપે છે. એવા અર્ધ ભરતના તે સ્વામી છે. વળી છ પ્રકારની ઋતુઓના ગુણકર્મથી તે યુક્ત છે. એવા અર્ધ ભારતના સ્વામી. ધૈર્યવત, કીર્તિવંત પુરુષ છે, અચ્છિન્ન બળશાળી છે, અતિ બલવંત છે, કોઈથી હણાય નહિ તેવા છે, અપરાજિત છે, શત્રનું મર્દન કરનાર છે, હજાર વેરીના માનનું મથન કરનાર છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-છે. મૃદુ-બોલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાંને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનોન્માન પ્રમાણ સવિયવે સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીય-મનોહર છે, પ્રિયંકર દર્શન છે, કાર્યને વિષે ઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સૈન્યાદિને પ્રવતવનાર છે, ગંભીર Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ આશ્રય, અધ્યયન-૪ દર્શનવાળા છે, તાલવૃક્ષના ચિહ્નથી અંકિત ધ્વજા (બળદેવની) અને ગરુડ પક્ષીના ચિહ્નથી અંકિત ધ્વજા (વાસુ દેવની) ને ફરકાવનારા છે, અતિબળવંત છે, ગર્જના કર નારા છે. અભિમાનવાળા છે, મૌષ્ટિક મલકને ચૂર્ણ કરનારા (બળદેવ) છે, ચાણુર મલ્લને ચૂર્ણ કરનારા (વાસુદેવ) છે, રિઝ તૃષભના ધાતક છે, કેસરી સિંહના મુખને વિદારનારા છે, અતિ દર્પવાન નાગના દર્પનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામનાં વૃક્ષોને ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મારનાર છે, જરાસંઘના માનનું મર્દન કરનાર છે, ઘણી શલાકાએ કરી સહિત વિરાજ માન છે, ચંદ્રમંડલ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજ્વલ્ય માન એવા અનેક દંડોવાળા છત્ર કરીને વિરાજમાન છે, વળી મોટા પર્વતોની ગુફાઓની વિચરતી નીરોગી ગાયોની પૂંઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચામરોથી વિરાજમાન છે, એ ચામરો રજતગિરિના શિખર જેવા વિમળ છે, ચંદ્રના કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે, પવનથી હાલતાં ચંચળ પાણીમાં નાચતાં મોજાંએ કરી ક્ષીરોદક સાગરમાં જે કલ્લોલ પ્રસરી રહે છે તેના જેવાં ચંચળ એ ચામર વીંજાઈ રહે છે; નાના પ્રકારનાં મણિરત્ન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દંડથી એ ચામરો શોભે છે, એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરો રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે, મોટાં નગરોમાં નીપજતાં અને સમૃદ્ધ રાજાવડે સેવાતા સુગંધી દ્રવ્યો જેવા દસ પ્રકારના ધૂપથી સુવાસિત તેમના સ્થાન મઘમઘાટ કરી રહે છે, તેમની બેઉ પાસે ચામરોના સુખકારી શીતળ વાયુથી તેમનાં અંગ વીંઝાઈ રહે છે, તેઓ અજિત છે, અજિત રથવાળા છે, હાથમાં હળ-મુશળ-બાળને ધારણ કરનાર (બળદેવ) છે; શંખ, ચક્ર, ગદા, ત્રિશૂળ, નંદનક ખડ ગને (વાસુદેવ) ધારણ કરે છે, સુંદર, ઉજ્જવલ, ઉત્તમ, વિમળ કૌસ્તુભમણિ હૃદયને વિષે ધારણ કરે છે, મસ્તકપર મુકટને ધારણ કરે છે. વળી કુંડલે કરી શોભાયમાન તેમના વદન છે, સફેદ જેવાં તેમનાં નેત્ર છે, તેમનાં વક્ષસ્થળ શોભે છે, શ્રીવચ્છરુપી ડું જેમનું લાંછન છે, તેવા તેઓ અતિ યશસ્વી છે. જુદાં જુદાં એકસો ને આઠ પ્રશસ્ત સુંદર લક્ષણો થી વિરાજિત તેમનાં અંગોપાંગ શોભે છે, મત્ત ઐરાવત હાથીની લીલાયુક્ત ગતિના જેવી તેમની વિલસિત; કટિસૂત્ર સાથે નીલાં (બળદેવ) અને પીળા (વાસુદેવ) વસ્ત્રો તેઓ પહેરે છે, અને તેજે કરી દીપ્તિમાન છે. નરમાં સિંહ જેવું તેમનું બળ છે અને સિંહ જેવી તેમની ગતિ છે; એવા તેઓ પણ અસ્ત પામ્યા. મોટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય, દ્વારામતી નગરીના પૂર્ણ ચંદ્ર પૂર્વકૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખો અનેક શત વર્ષોના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે ભોગવતાં, સકળ દેશના પ્રધાન સુખોએ વિલા સતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રુપ-ગંધને અનુભોગતાં, તેઓ પણ કામભોગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરમધર્મને પામે છે. વળી મંડલીક રાજા સેનાવાળો છે, અંતઃપુરવાળો છે, પરિષદા-પરિવારવાળો છે, • પુરોહિત સહિત છે, તેના અમાત્ય દંડનાયક, સેનાપતિ મંત્રણા વિષે અને નીતિ વિષે કુશળ છે, તેના ભંડારમાં ભરેલો છે. તેઓ વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતાં, અહંકારે ગજતાં અને બળે કરીને મત્ત છતાં કામભોગમાં અતૃપ્ત રહીને મરણ ધર્મને પામે છે. પુનઃ ઉત્તરકુરુ-દેવકુરુનાં વનવિવરોમાં જે પગે ચાલતાં મનુષ્યના સમૂહ છે, તેઓ ભોગે કરી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પહાવાગરમાં. ૧/૪/૧૯ ઉત્તમ છે, ભોગનાં લક્ષણ ભોગની રેષાઓને ધારણ કરનારા છે, ભોગે કરીને શોભાય માન છે, પ્રશસ્ત -સૌમ્ય-પ્રતિપૂર્ણ રુપે કરીને દર્શન કરવા યોગ્ય છે, સુઘટિત અવયવોએ કરીને સુંદર અંગવાળા છે, લાલા કમળપત્ર જેવાં મનોહર તેમનાં હાથપગનાં તળીયાં છે, ડા આકારના કાચબા જેવાં તેમના સુંદર ચરણ છે, સુસંહત તેમની આંગળીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને સ્નિગ્ધ તેમનાં નખ છે, સુઘટિત સુશ્લિષ્ઠ અને માંસલ તેમની પગની ઘુંટીઓ છે, મૃગલીની જંઘા ઉપર જેમ કુરુવિંદનાં તૃણના જેવા આવર્તક જેવી જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘોડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘોડાના જેવો તેમનો મળરહિત દેહ છે વર્તુલાકારે તેમની કમર છે, ગંગાના આવર્તન પેઠે, દક્ષિણા વર્તની પેઠે, તરંગભંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિક સિત થયેલા કમલની પેઠે ગંભીર તથા વિકટ તેમની નાભિ છે, એકઠી બાંધેલી ત્રગડી જેવો, મુશળ જેવો, દર્પણ જેવા નિર્મળ કરેલા સુંદર સોના બનાવેલી તલવારની મૂઠના જેવો અને વજના જેવો પાતળો તેમના શરીરનો મધ્યભાગ છે; સરલ. સુપ્રમાણયુક્ત અવિરલ, સ્વાભાવિક સુક્ષ્મ, કાળી, સ્નિગ્ધ-તેજવંત, શોભાયુક્ત, મનોહર, સુકુમાર, અને સુકો મળ એવી તેમની રોજરાજિ છે, મત્સ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી- જઠર દેશ, મત્સ્યના જેવું તેમનું ઉદર છે; નીચાં નીચાં નમતાં, સંગત- સુંદર, સુપ્રમાણયુક્ત -રમણીય તેમનાં પાસાં છે, કનકના સરખી તેમની કાન્તી છે, નિર્મળ, ડો અને રોગરહિત તેમનો દેહ છે; સોનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વિસ્તીર્ણ અને પહોળી તેમની છાતી છે, ધૂસરા સરખા, માંસલ, રમણીય અને મોટા હાથના પોંચા છે; સુસંસ્થિત, સુશ્લિષ્ઠ, વિશિષ્ટ મનોજ્ઞ, સુનિશ્ચિત-શુભ પુદ્ગલ યુક્ત, વિશાળ, દૃઢ ને સુબદ્ધ અસ્થિ ના સંઘી છે, મોટા નગરની ભોગળ સરખી વર્તુલા કાર તેમની ભુજાઓ છે; રમણીય અને ગોળ અર્ગલા જેવા દીર્ધ તેમનાં બાહુ છે, લાલ હથેળીવાળા મૃદુ, માંસલ, શુભ લક્ષણયુક્ત, પ્રશસ્ત, અછિદ્ર- -અવિરલ આંગળીઓથી યુક્ત તેમના હાથ છે; પુષ્ટ, સુંદર અને કોમળ તેમની આંગળીઓ છે; લાલ, પાતળા, પ્રકારની રેખાઓ છે; સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર દક્ષિણાવર્ત સાથીઓ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેનીરેખાઓ છે,મહીષ,શકરવરાહસિંહ,શાર્દૂલ,વૃષભ,હાથી સમાન વિસ્તીર્ણ તેમનો સ્કંધપ્રદેશ છે; ચાર આંગળ પ્રમાણની શંખના સરખી તેમની ગ્રીવા ડોક છે; યથાવસ્થિત શોભાયુક્ત મૂછ છે; માંસલ, ડી, પ્રશસ્ત સિંહ સરખી વિસ્તીર્ણ હડપચી છે. પાકે બીંબફળ જેવા લાલ નીચલા હોઠ છે; ધોળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મલ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્ર ફીણ જેવી, કુંદનાં પુષ્પ જેવી, પાણીનાં ટીંપા જેવી, કમળ જેવી ધોળી દાંતની હાર છે, અગ્નિથી તપાવેલા નિર્મલ ઉના સુવર્ણના જેવું લાલા તેમનું તાળવું અને જીભ છે; ગરુડની ચાંચ જેવી લાંબી, સરલ અને ઉંચી તેમની નાસિકા છે; ખીલેલા પુંડરીક-કમળ સરખાં તેમનાં નયન છે; વિકસેલી, સફેદ, પાંપળ સહિત તેમની આંખો છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર વાદ ળાની રેખા જેવી કાળી, સંસ્થિત, એકસરખી, લાંબી, સુદંર તેમની ભ્રમરો છે; સુંદર આકારવાળા તેમના કાન છે; પુષ્ટ અને માંસલ ગાલનો પ્રદેશ છે, તાજા ઉગેલા બાલચંદ્રના આકારનું તેમનું સ્નાયું કરી સહિત, ઉન્નત,શિકર સહિત ઘરના જેવું વર્તુલાકારે તેમનું મસ્તક છે,અગ્નિમાં તપા Page #276 -------------------------------------------------------------------------- ________________ - " આશ્રવ, અધ્યયન-૪ ૨૭૩ વેલા નિર્મળ સુવર્ણ જેવો લાલ કેશનો અંતભાગ તથા મસ્તકની ચામડી છે, શાલ્મલી વૃક્ષના અત્યંત પુષ્ટ-કઠીને અને વિદારેલા ફળના જેવા મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણવંત, સુગંધયુક્ત, સુંદર, ભૂજમોચક રત્ન જેવા ભ્રમરા જેવા, નીલ રત્ન જેવાં. કાજળ જેવાં, હર્ષિત ભ્રમરના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહરુપે અવિખય, વાંકા વળેલાં, સુનિષ્પન્ન, સુવિભક્ત અને એક બીજાની સાથે સુસંગત એવાં તેમનાં અંગો લક્ષણ અને વ્યંજન ગુણે કરીને યુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જેવો કોંચી પક્ષી ના જેવો, દુદુભિના જેવો, સિંહના જેવો, મેઘના જેવો, મનુષ્યના સમૂહના સ્વર જેવો તેમનો સ્વર છે; સુસ્વરયુક્ત તેમનો ધ્વનિ છે; વજઋષભનારાચ સંવનનને ધારણ કરનારા છે; સમચુરરસ્ટ સંસ્થાને કરી સંસ્થિત છે, કાંન્તિમાન તથા ઉદ્યોતવંત તેમનાં અંગોપીંગ છે; રોગરહિત તેમાના શરીરની ત્વચા છે; કંક પક્ષીના જેવી તેમની ગુદા છે; પારેવાની પેઠે તેમને આહાર પચે છે શકુનિ પક્ષીના જેવાં તેમની ગુદાનાં પાસાં છે, જે મલવિસર્જન કરતાં ખરડાય નહિ; કમળ સરખો તેમના શ્વાસનો ગંધ છે; સુગંધી વદન છે, મનોહર તેમનાં શરીરમાંના વાયુનો વેગ છે, ગૌરવર્ણીય, સતેજ અને કાળો તેમના શરીરને અનુરુપ કુક્ષીપ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળનો આહાર કરનારા છે; ત્રણ ગાઉં ઉંચાં તેમનાં શરીર છે; ત્રણ પલ્યોપમની તેમની સ્થિતિ છે; ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે, તેવા એ જુગલીયા પણ કામભોગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે. તેમની સ્ત્રી પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સવગે કરી સુંદર હોય છે; પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ય પ્રમાણ યુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણો તેમને હોય છે, સરલ, મૃદુ, પુષ્ટ અને અવિરલ તેમની આંગળીઓ હોય છે; ઉંચા, સુખદાયી, પાતળી, રાતા, સુનિર્મિત અને અદ્ગશ્યમાન એવા તેમના પગના ઘુંટણ છે; માંસલ, પ્રશસ્ત અને સુબદ્ધ -સ્નાયુ યુક્ત તેમના સંધિ છે; કેળના સ્થંભથી અધિક આકારવાળા, વ્રણરહિત, સુકુમાર, મૃદુ, કોમળ, અવિરલ,એકસરખા, લક્ષણયુક્ત, વર્તુલાકાર, માંસલ, પરસ્પર સરખા એવા તેમના સાથળ છે, અષ્ટાપદ તરંગના પાટલામાંની રેખાઓ જેવી રેખાઓથી યુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, પહોળી તેમની કટી- કમર છે; વદનની લંબાઈના પ્રમાણથી બમણો વિશાળ, માંસલ, દ્રઢ, એવો તેમની કટીનો પૂર્વ ભાગ છે; વજના જેવું વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, કૃશ તેમનું ઉદર-પેટ છે; કશ તેમનો મધ્યભાગ છે; સરલ, પ્રમાણપત, જાતવંત-સ્વાભાવિક, પાતળી, અખંડ, સતેજ, શોભાયુક્ત, મનોહર, સુકુમાર, મૃદુ અને જૂજવી તેમની રોમરાજી છે; ગંગાના આવર્તની પેઠે, તરંગભ્રમની પેઠે સૂર્યનાં કિરણથી જાગૃત થઈ વિકાસ પામેલા કમળની પેઠે ગંભીર અને વિકટ તેમની નાભી છે; નીચા નમતાં, અંતરરહિત, સુંદર, નિર્મળ ગુણોપેત, સુપરિમાણયુક્ત, માંસલ ને રમણીય તેમના પાસાં છે; પુંઠના અસ્થિ અદ્રશ્યમાન છે, સોના સમાન કાન્તિમાન, નિર્મળ, સુજાત, રોગરહિત, તેમની ગાત્રયષ્ટી છે, સોનાના કળશના જેવા પ્રમાણયુક્ત, એક સરખા, સુલક્ષણયુક્ત, મનોહર શિખર યુક્ત, સમશ્રોણીયુક્ત, એવા બે વર્તુલાકાર તેમનાં સ્તન છે, સર્પની પેઠે અનુક્રમવાળા કોમળ, ગાયનાં પૂછડાની પેઠે ગોળ, એક સરખા, મધ્યભાગે, વિરલ, નમેલા, રમણીય અને લલિત તેમના બાહું છે; તાંબા જેવા લાલ નખ છે; હાથના અગ્ર ભાગ માંસલ છે, કોમળ અને પુષ્ટ આંગળીઓ છે; હાથમાંની 18 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પસ્તાવાગરણ - ૧૪/૨૦ રેખાઓ સતેજ છે; પુષ્ટ અને ઉંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે; પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે; ચાર આંગળના માપની, શંખને આકારે, રેખા સહિત તેમની ગ્રીવા-ડોક છે; માંસલ તથા રુડા આકારની તેમની હડપચી છે; દાડમનાં ફુલ સમાન રાતો, પુષ્ટ, જરા લાંબો, આકુંચિત એવા સુંદર નીચેનો હોઠ છે; નિર્મલ તેમના દાંત છે લાલ કમળ અને લાલ પદ્મપત્ર સમાન સુકોમળ તેમનું તાળવું અને જીભ છે; કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે; સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયનો છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર, કાળી વાદળની રેખાસમી, એક સરખી, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરો છે; સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને રુડા તેમના કાન છે; પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે; ચાર આંગલ જેટલું વિશાળ તેમનું લલાટ છે; કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્રનું સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું મસ્તક છે, અત્યંત કાળા અને સતેજ તથા લાંબ તેમના મસ્તકના કેશ છે; બત્રીશ લક્ષણ તેઓ શરીર પર ધારણ કરે છે; હંસ સરખી તેમની ગતિ છે; કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભ-પ્રિય છે; ચામડીની કરચલી, સફેદ કેંશ, વ્યંગ દુષ્ટ વર્ણ, વ્યાધિ, દુર્ભાગ્ય, શોક ઈત્યાદિથી તેઓ રહિત છે; ઉંચપણે પુરુષથી થોડી ઓછી ઉંચી છે; શૃંગાર રસના આગાર રુપ સુંદર તેમનો વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રુપ, યૌવન એ ગુણે કરીને સહિત છે; નંદન વનના વિવર માં એ અપ્સરાની જેમ પરિભ્રમણ કરે છે; ઉત્તરકુરુને વિષે મનુષ્ય રુપે અપ્સરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાયોગ્ય ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ ભોગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યુધર્મને પામે છે. [૨૧]મૈથુનસંજ્ઞામાં ગૃદ્ધ અને મોહ-અજ્ઞાનથી ભરેલા તેઓ વિષરુપી વિષની ઉદીરણા કરતા એક બીજાને શસ્ત્ર કરીને હણે છે. વળી, કેટલાકો પરસ્ત્રીની સાથે પ્રવર્તતા બીજાઓથી હણાય છે. વાત જાહેર થતાં તેઓના ધનનો અને સ્વજનાદિકનો નાશ થાય છે પરસ્ત્રી થકી જેઓ નિવર્યા નથી, મૈથુનસંજ્ઞામાં વૃદ્ઘ છે, મોહે ભરેલા છે, તેવા અશ્વ, હાથી, ગોધા, મહીષ, મૃગો, કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કાર્મી મનુષ્યો, વાંદરા અને પક્ષીમાં માંહોમાંહે વિરોધ કરે છે, મિત્ર હોય તે વેરી થાય છે. પરદારાગામી મનુષ્યો સિદ્ધાન્તના અર્થને, ધર્મને, સમાચારીને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણને વિષે ૨ક્ત એવો બ્રહ્મચારી પરદારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેથી અપયશ, અપકીર્તિ, વ્યાધિને વધારે છે, અને બેઉ લોકમાં દુરારાધક થાય છે. પરદારાથી જેઓ નિવસ્ત્ય નથી તેમાંનાં કોઈ પરદારાને શોધતાં પકડાય છે, હણાય અને બેડીમાં રુંધાય છે, એ પ્રમાણે અત્યંત મોહ-મુગ્ધતા રુપ સંજ્ઞા મૈથુનનું કારણ છે અને તેથી પરાભવેલા જીવો દુર્ગતિને પામે છે. વળી જૂદાં જૂદાં શાસ્ત્રોને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજકારણથી) લોકોનો ક્ષય કરનારાં યુદ્ધો થયાં છે. સીતા, દ્રૌપદી, ૠક્મિણી, ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થે સંગ્રા મો થયેલાં સંભળાય છે. એ પ્રમાણે થયેલાં યુદ્ધો અધર્મોનાં-વિષયનાં મૂળ છે. અબ્રહ્મ ચર્યને સેવનારા ઈહલોકથી અને પરલોકને વિષે પણ નષ્ટ થાય છે. મહામોહરુપી અંધકારને વિષે અને ઘોર જીવસ્થાનને વિષે પડીને તેઓ નષ્ટ થાય છે, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પતિ, અપતિ, સાધારણ-અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેઓ ઉપજે, વળી અંડજ Page #278 -------------------------------------------------------------------------- ________________ , , આશ્રવ, અધ્યયન-૪ ૨૫ પોતેજ રાયુંજ રસજ સંસ્વેદજ સંમૂછિત ઉભિ તથા નારકી દેવતામાં તેઓ ઉપજે. ચારે ગતિમાં જરા, મરણ, રોગ, શોક આદિએ કરી શોકભય સંસારમાં ઘણા પલ્યોપમાં સાગરપમ સુધી, અનાદિ-અનંત અને દીર્ધ કાળવાળી એવી ચાર ગતિરુપ સંસાર અટવીમાં એ મોહને વશ પડેલાં જીવો વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મચર્યનો ફળવિપાક એવા પ્રકારનો છે. અબ્રહ્મચર્ય ઈહલોકમાં અને પરલોકમાં અલ્પ સુખ આપનારું અને બહું દુખ આપનારું છે, મહા ભયરુપ છે, ધણા કર્મ રુપી મેલથી આકરું છે, દારુણ-કર્કશ અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષે પણ અણભોગવ્ય ન છૂટે તેવું છે. અધ્યયનઃ૪-આસવારઃ૪ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપઆવકારઃ૫) [૨૧]હે જંબૂ! હવે હું આઝવદ્ધારનું પાંચમું અધ્યયન પરિગ્રહ વિષે નિશ્ચય કરીને જેમ છે તેમ કહું છું તે સાંભળ. વિવિધ પ્રકારનાં મણિ, સુવર્ણ, રત્ન, મૂલ્યવાન, પરિમલ સુગંધ, પુત્ર- સ્ત્રી આદિ પરિવાર, દાસીઓ, દાસ ચાકર, શ્રેષ્ઠ ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડાં, બકરાં, શિબિકા ગાડાં, રથ, યાન યુગ્મ સ્પંદન પલંગાદિ શયન, ધન, ધાન્ય, પાણી, ભોજન, વસ્ત્ર, ગંધ માલા, વાસણ, ભવન ઈત્યાદિ વિધવિધ વસ્તુઓને રાજા ભોગવે છે. તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેક પર્વતો, નગર, આદિ હજારો સ્થાનો આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત પૃથ્વીને એક છત્ર. સાગર સહિત ભોગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિમિત અને અનંત રહે છે. તેમની સાથે મોટી ને મોટી ઈચ્છારુપે પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષના નરકરુપ જાડાં મૂળ છે. લોભ, સંગ્રામ અને કષાય રુપ મોટું થડ છે, સેંકડો ચિંતાપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે. ગર્વરુપે વિસ્તાર વંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયાકપટપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ-ભોગરુપ પુષ્પ-ફળ છે, શરીરનો ખેદ, મનનો ખેદ, કલહ, એ વડે કંપતો તેનો શિખરનો ભાગ છે; એવા પરિગ્રહ રુપી વૃક્ષને રાજા પૂજે છે, જે નિલભતારુપ માર્ગ છે તે માર્ગની અર્ગલારુપ એ પરિગ્રહ વૃક્ષ છે. [૨૨]એ પરિગ્રહનાં ગુણનિષ્પન્ન ૩૦ નામો આ પ્રમાણે છેઃ-પરિગ્રહ, સંચય ચય ઉપચય નિધાન સંભાર સંકર આદર પીંડો બનાવવો, દ્રવ્યસાર મહેચ્છા, પ્રતિબંધ લોભસ્વભાવ, મોટી ચાયના, ઉપકરણ સંરક્ષણ ભારનું કારણ, અનર્થનું ઉત્પાદન, ક્લેશ નો કરંડિયો, ધન ધાન્યાનો વિસ્તાર, અનર્થનું કારણ, સંસ્તવ મનનું અગોપન, શરીરનો આયાસ અવિયોગ અમુક્તિ તૃષ્ણા, અનર્થકધનાદિનો આસંગ,અસંતુષ્ટ વૃત્તિ. [૨૩]પરિગ્રહ કરનારાઓ મમત્વ મૂચ્છથી ગ્રસ્ત અને લોભગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દેવો પણ પરિગ્રહની રુચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, વ્યંતરો આ દેવો મહા ઋદ્ધિવંત છે, ઉત્તમ છે; એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ સહિત છે, પણ તેઓ મમતા કરે છે. હવે તેમના પરિગ્રહની વસ્તુઓ કહે છે, ભવન, વાહન, યાન આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભૂષણ, ઉત્તમ હથિયારો, નાના પ્રકારનાં પાંચ વર્ણનાં મણિરત્નોનો દિવ્ય સંચય, વિવિધ પાત્રો, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારના રુપ વિદુર્વે તેવી અપ્સરાઓનો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પહાવાગરણ - ૧/૫/૨૩ સમૂહ દ્વીપ, સમુદ્ર, દિશાઓ, વિદિશાઓ, ચેત્યો વનખંડો, પર્વત, ગામ, આદિ ધણા પદાર્થોનો પરિગ્રહ રાખતાં, ભારે વિસ્તીર્ણ દ્રવ્યનું મમત્વ રાખતા, દેવ-દેવીઓ અને ઈદ્રો પણ તૃપ્તિ કે તુષ્ટિ પામતા નથી. તેઓની બુદ્ધિ અત્યંત લોભે કરીને પરાભવેલી છે. વળી હિમવંત ઈક્ષકાર, વૃત્ત પર્વત, કુંડલ, પર્વત, રુચક, માનુષોત્તર પર્વત, કાલોદધિ, લવણ સમુદ્ર, ગંગાદિક નદી, પદ્મ આદિ દ્રહ, રતિકર પર્વત, અંજનક પર્વત દધિમુખ પર્વત, અવપાત પર્વત ઉત્પાત પર્વત કાંચનગિરિ, વિચિત્ર પર્વદ, જમક પર્વત, શિખરી પર્વત, ઈત્યાદિ પર્વતોના કૂટને વિષે વસતા દેવો પરિગ્રહ ધારતા છતાં વૃદ્ધિ પામતા નથી, તેવીજ રીતે વર્ષધર પર્વતના દેવ અને અકર્મભૂમિના દેવ પણ વૃદ્ધિ પામતા નથી. વળી કર્મભૂમિમાં જે જે દેશ રુપ વિભાગો છે તેમાં જે મનુષ્યો, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટબંધ, સેનાપતિ, ઈલ્મ પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક સાર્થવાહ, કૌટુંબિક અમાત્ય, ઈત્યાદિ બીજા જે અનેક મનુષ્યો વસે છે તે બધા પરિગ્રહને કરનારા છે. એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે. દુઃખભર્યા અંતવાળો છે, અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, પાપકર્મના મૂળરુપ છે, નહિ કરવાયોગ્ય છે, વિનાશના મૂળ રુપ છે, અત્યંત વધ-બંધ-ક્લેશના કારણરુપ છે, અનંત સંક્લેશના કારણ રુપ છે, ધન-ધાન્ય-રત્નાદિનો સમૂહ કરતા છતાં લોભથી ગ્રસ્ત થયેલાઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખોના નિવાસસ્થાન રુપ છે. પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્યો સેંકડો પ્રકારનાં શિલ્પની કળાઓ શીખે છે; સ્ત્રીઓની રતિની ઉપજાવનારી શીખે, સેવાને અર્થે શિલ્પકળા, તલ્હારની કળા, લેખન કળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખડુંગા દિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્રપ્રયોગ અને બીજા અનેક પ્રકારના કળાવિદ્યા વગેરેપરિગ્રહ કરવાના કારણરુપ ધંધા સુધી તેઓ ક્યાં કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્યો પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણીઓનો વધ કરે છે. જૂઠું બોલે છે, માયા-પ્રપંચ કરે છે, સારી વસ્તુમાં નઠારી વસ્તુ મેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાનો લોભ કરે છે, પોતાની અને પારકાની સ્ત્રીના સેવનથી શરીર અને મનનો ખેદ પ્રાપ્ત કરે છે, કલહ, ભાંડણ, વૈર, અપમાન અને કદર્થના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રુપી સેંકડો તૃષાઓએ કરીને તપસ્યા કરીને તરસ્યા, તૃષ્ણાએ કરી લોભગ્રસ્ત અને આત્માના અનિગ્રહવાળા. મનુષ્યો નિંદનીય ક્રોધ, માન, માયા અને લોભ કરે છે. વળી પરિગ્રહથીજ નિશ્ચયે શલ્ય. દંડ, ગર્વ, કષાય, સંજ્ઞા કામગુણ. આઅવકર્મ, ઈદ્રિયવિકાર, વેશ્યા, સ્વજન સંયોગની મમતા, સચિત્ત-અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત ઈચ્છા ઉપજે છે. [૨૪]તીર્થકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને અસુરાદિ લોકમાં લોભથી ઉપજેલા પરિગ્રહ જેવો બીજો કોઈ ગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી, સર્વલોકમાં સર્વ જીવોને પરિગ્રહ વળગેલો છે. પરિગ્રહથી ગ્રસેલા જીવો પરલોકમાં નષ્ટ થાય છે અને અજ્ઞાનરુપી અંધકારમાં મગ્ન થાય છે. મહામોહનીયથી મૂર્શિત થયેલી મતિવાલા એ જીવો લોભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રુપ એવા જીવ-નિકાયમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહનો ફળવિ પાક આ લોકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રુપ છે. તે મહાભયનું કારણ છે. કર્મપી રજને. ગાઢ રીતે ઉત્પન્ન કરે છે, તે દારુણ છે, કઠોર છે, અશાતાકારક છે અને હજારો વર્ષ સુધી Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ • આશ્રય, અધ્યયન-૫ ભોગવ્યા સિવાય ન છુટા તેવું કર્મ છે. ૨૫-૨૯]એ પ્રમાણે આસવો કર્મરુપી રજથી જીવને મલિન કરે છે અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રુપ સંસારમાં રખડાવે છે. તે અનંત અધર્મયુક્ત અને અમૃતપુણ્ય જીવો ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાદ્રષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્યો ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઃખોનો અંત લાવનારા, ગુણમાં મધુર એવા જિનવચન રુપી ઔષધ આપ્યા છતાં જેઓ તે પીવાને ઈચ્છતા નથી તેઓ શું કરી શકવાના છે ? જેઓ પાંચ આસ્રવ છાંડીને પાંચ સંવરને ભાવપૂર્વક પામે છે, તેઓ કર્મરુપી રજથી મુક્ત થઈને સિદ્ધિને પામે છે. અધ્યયન પ-આસ્રવઢાર-પની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | આશ્રવધાર-ગુર્જરછાયાપૂર્ણ ] કર સંવરદ્વાર પર (અધ્યયન-સંવરદ્વાર ૧) ૩િ૦હે જંબૂ ! સર્વ દુઃખોના ક્ષયને માટે જે રીતે ભગવંતે કહ્યા છે તે રીતે હું પાંચ સંવરદ્વારને અથતુ આશ્રય-નિરોધ દ્વારોને અનુક્રમે કહીશ. [૩૧]પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું દત્તાનુગ્રહણ (આજ્ઞા આપેલી વસ્તુજ લેવી) ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહત્વ. [૩૨]પાંચ સંવર દ્વારોમાં પહેલું અહિંસા (સંવરદ્વાર) ત્રસ અને સ્થાવર જીવોને કલ્યાણકારી એવી આ અહિંસાને ભાવના સહિત તેના ગુણોના પરિચયપૂર્વક કહીશ. [૩૩]હે સુવ્રતધારી જંબૂ ! જે સંવરો કહેવાયા છે તે સંવર આ પ્રકારે મહાવ્રત રૂપ છે લોકહિતને માટે શ્રેષ્ઠ વ્રત સ્વરૂપ છે. શ્રતમાં તેને સાગર સમાન કહ્યા છે. તપસંયમ-મહાવ્રત રૂપ છે. શ્રેષ્ઠ શીલ-ગુણરૂપ પણ છે, સત્ય અને આર્જવતા રૂપ છે. ચાર ગતિનું વર્જન થાય છે. સર્વે જિનેશ્વરોએ તે ઉપદેશેલ છે. કર્મ રજના વિદારક છે. સેંકડો ભવોનો નાશક છે. સેંકડો દુઃખોનો સંવરવડે મોક્ષ-છૂટકારો થાય છે સેંકડો સુખોનો પ્રવર્તક છે. કાપુરુષો વડે ધારણ કરવાને અશક્ય અને પુરુષો વડે સેવન-આચરણ કરવા યોગ્ય છે. નિવણ ગમન કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે. તેવા પ્રકારના આ પાંચ સંવર દ્વારો છે. તેમાં પહેલું “અહિંસા” છે. આ અહિંસા દેવ મનુષ્ય અને અસુર લોક ને માટે દ્વીપ સમાન છે. જીવોને માટે રક્ષણ-શરણ-ગતિ-પ્રતિષ્ઠા રૂપ છે. આ અહિંસાના નિવણ. નિવૃત્તિ, સમાધિ, શાંતિ કિર્તિ, રતી, વિરતી, મૃતાંગ, તૃપ્તિ, દયા, વિમુક્તિ શાન્તિ સમ્યક્ આરાધના, મહતી. બોધી, ધૃતિ, સમૃદ્ધિ, દ્ધિ, વૃદ્ધિ, સ્થિતિ, પુષ્ટિ, નંદા, ભદ્રા, વિશુદ્ધિ, લબ્ધિ, વિશિષ્ટ વૃષ્ટિ કલ્યાણ, મંગલ, પ્રમોદ, વિભૂતી, રક્ષા, સિદ્ધિ-આવાસ. અનાસ્ત્રવ, કેવલીનું સ્થાન, શિવ, સમિતિ, શીલ, સંયમ, શીલગૃહ, સંવર, ગુખી, અધ્યવસાય, ઉશ્રય, યજ્ઞ આયતન,જયણા,અપ્રમાદ,આશ્વાસ,વિશ્વાસ, અભય,સર્વજીવોની લક્ષ્મીનાઅનાઘાત, ચોક્ષા, પવિત્ર, શુચિ, પૂજા, વિમલા, પ્રકાશરૂપ નિર્મલતર વગેરે સાઈઠ નામો કહ્યા છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પહાવાગર- ૨૩૪ ૩િ૪]આ તે અહિંસા ભગવતીના પર્યાયવાચી અથતિ તે-તે ધર્મની અપેક્ષાએ છે. જે ભવભીત થયેલા પ્રાણીને માટે શરણરૂપ, પક્ષીઓ માટે આકાશરૂપ, તૃષાતુર માટે પાણીસમાન, ક્ષુધાતુરમાટે ભોજન, સમુદ્ર મધ્યે વહાણ, ચતુષ્પદ-પ્રાણી માટે વિશ્રામ, રોગીને માટે ઔષધિ, અટવી મધ્યે સાર્થરૂપ એવી આ અહિંસા આ બધી ઉપમા કરતા પણ અધિક્તર છે. આ જે અહિંસા છે તે પૃથ્વિ-જલ-અગ્નિ-પવન- વનસ્પતિ- બીજહરિતકાય-જળચર-સ્થળચર-ખેચર-ત્રણ-સ્થાવર- સર્વે ભૂતો-જીવોને કલ્યાણકારી છે. આ પૂર્વોક્ત ભગવતી અહિંસા છે તે અપરિમિત જ્ઞાન-દર્શનના ધારક શીલ ગુણ-વિનય-તપ-સંયમ ધારક નાયક-તીર્થંકર-સર્વજગવત્સલ-ત્રિલોક પૂજ્ય- જિનચંદ્ર-ભગવંતોએ પોતાના જ્ઞાનથી સારી રીતે જોયેલી-જાણેલી વિશિષ્ટ અવધિજ્ઞાની દ્વારા કહેવાયેલી, ઋજુમતિ મનઃ પર્યવજ્ઞાની થકી પ્રત્યક્ષ જોવાયેલ, વિપુલમતિ મનઃ પર્યવ જ્ઞાનીથી વિદિત, પૂર્વધરોથી ભણાયેલી-વૈક્રિય લબ્ધિધારીથી પાલિત, મતિ-શ્રુતિ-મન પર્યવ અને કેવળજ્ઞાની દ્વારા લેવાયેલી આમલબ્ધિ જળોષધિશ્લેખૌષધિ- વિપુડોષધિ-સર્વોષધિ આદિ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તે તથા બીજ બુદ્ધિ-કોષ્ઠ બુદ્ધિ- પદાનું સારી લબ્ધિ-સંવિગ્ન શ્રોતલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ છે તેના વડે સેવાયેલ, શ્રતધર-મનવચનકાય-બળવાળા, જ્ઞાન-દર્શન ચારિત્ર બળવાળા, ક્ષીરાસ્ત્રવ- મધ્વાશ્રય સપિંરાસવ-અક્ષિણમહાનસી ચારણ-વિદ્યાધર આદિ લબ્ધિવાન્ થકી સેવાયેલ એક- બેત્રણ-ચાર યાવતુ છ માસી પર્વતના તપસ્વી તથા ઉલ્લિત-નિર્લિંત-અંત પ્રાંત રૂક્ષ સમુદાન. અન્ન ગ્લાટમાન એવા ભિક્ષાચર થકી સેવાયેલી છે, સંસૃષ્ટ-સજ્જાત ઉપનિ હિતક-શુષણિક સંખ્યાત્તિક દ્રષ્ટિલાભિક અદ્રષ્ટિલાભિક- પૃષ્ટિ- લાભિક-આદિ અભિગ્રહ ધારી દ્વારા લેવાયેલ છે. વળી આઅહિંસા-આયંબિલ-પુરિમહંઢ-એકાસણું-નિવિભત્રપિંડ પાતિક પરિ મિતપિંડપાતિક અંતાહારક -પંતાહારક- અરસાહારક-વિરસાહારક-રૂક્ષાહારક- તુચ્છા હારક અંતજીવી યાવતુ તુચ્છ જીવી, ઉપશાંત જીવી, પ્રશાંત જીવી, વિવિક્ત જીવી. અક્ષીર મધુસર્પિષ્ઠ અને સમધમાંસાશિક એ સર્વે દ્વારા લેવાયેલી છે. સ્થાના તિકપ્રતિમાસ્થાયિક-સ્થાનોન્જરિક- વીરાસનિક નૈષધિક દંડાયતિક લંગડશાયિક એકપાર્શ્વક આતાપક અપ્રાવૃત્ત-અનિષ્ઠીત-અકંડૂક-ધૃત કેશ શ્વવ્યુ લોમ નખવાળા સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત-સમીચીન એવા અનેક કૃતધર ભગવંતોએ આ અહિંસાનું સેવન કરેલું છે. શ્રુતજ્ઞાન વિદિતબુદ્ધિ-ધીરમતિ બુદ્ધિ-ઉગ્ર તેજલેશ્યાવાળાનિશ્ચય વસ્તુ, નિર્ણય કરવામાં અને ધ્યાનમાં લીન અણુબદ્ધ ધર્મધ્યાની પાંચ મહાવ્રતોથી યુક્તસમિતિ વડે સમિત-પાપ શાંત છકાય જીવ રક્ષક-નિત્યઅપ્રમત-એવા એવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુણવાન પુરુષોએ તેનું અનુપાલન કર્યું છે. આ અહિંસાના પાલકે શું કરવું જોઈએ તે જણાવે છે. પૃથિવી- જલ- અગ્નિવાયુ-વનસ્પતિ-ત્રણ-સ્થાવર એ સર્વ જીવોના દયારૂપ પ્રયોજનને માટે શુદ્ધ- નિર્દોષ આહાર આદીની ગવેષણા કરવી જોઈએ. સાધુઓ એ તે આહાર અકત અકારિત -અનિમંત્રીત-દેસિક દોષ રહિત-સક્રિત-નવકોટી વડે પરિશુદ્ધ શક્તિ આદિ દશ દોષથી રહિત-ઉદ્દગમ ઉત્પાદન અને એષણા શુદ્ધ-જીવરહિત એવો પ્રાસુક આહાર સાધુએ લેવો જોઈએ. આસને બેસીને કથા કરતાં એવા તેમને કોઈ લાવીને આપે તો પણ , Page #282 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-દ ૨૭૯ ન કલ્ય, ચિકિત્સા-મંત્ર-વનૌષધિ. આહાર પણ ન કલ્પે. લક્ષણ ઉત્પાત જ્યોતિષ નિમિત્ત સ્વપ્ર ફળ.- કામ કથાદિ- કુતૂહલ પ્રેરકાદિ રીતે ભિક્ષા લેવી સાધુને ન કહ્યું. એ જ રીતે દંભવૃત્તિ-સંરક્ષણ-શાસન પ્રયોગ પ્રશંસા-બહુમાન આપીને પૂજા કરીનેહિલના-નિંદના ગહનતજના તાડના-ભય બતાવીને અભિમાન ક્રોધ ચાચક વૃત્તિ-આદિથી ગોચરીની ગવેષણા કરવી જોઈએ નહીં. તેમજ મિત્રતા પ્રાર્થના સેવના દ્વારા ગોચરીની ગવેષણા કરવી નહીં. પરંતુ અજ્ઞાન-અમૃદ્ધ અદ્વિષ્ટ અદીન માનસિક વિકાર રહિત-અકણ અવિષાદ તનાવ ત્યાગીને-સંયમમાં ઉદ્યમી રહીને ચારિત્ર વિનય યુક્ત-સમાધિગુણ યુક્ત. એવા થઈને ભિક્ષાની ગવેષણા-શોધ કરે. આ પ્રવચન જગતના છકાયના જીવોની રક્ષા રૂપ દયાના નિમિત્તે ભગવંતે કહેલ છે. તે જીવોને હિતકર્તા, પરભવમાં શુભ ફળદાયી, ભાવિમાં કલ્યાણકારી, શુદ્ધ, ન્યાય યુક્ત, અકુટિલ, અનુત્તમ, સર્વ દુઃખોનું ઉપદામન કરનાર છે. 1 [૩૫]આ પ્રથમ વ્રતની પાંચ ભાવનાઓ છે. તેના વડે પ્રાણાતિપાત વિરમણ વ્રતની સારી રીતે રક્ષા થાય છે. -૧-ક્લેશ ન થાય તે રીતે જ્યણાપૂર્વક ગમન કરવું તે આ રીતે યુગપ્રમાણે ભૂમિનું અવલોકન કરતાં દ્રષ્ટિ વડે કીડા, પતંગીયા ત્રણ સ્થાવર જીવોની દયાપૂર્વક, પુષ્પ ફળ-છાલ-પ્રવાલ-કંદ-મૂળ-પાણી-માટી-બીજ-હરિતકાય ને પરિવર્જીને નિત્ય ઈયસમિતિપૂર્વક અવજ્ઞા નિંદા- ગહ હિંસા છેદન ભેદન -વધને યોગ્ય બનતા નથી. તેમજ કોઈપણ પ્રકારના ભય અને દુઃખને પ્રાપ્ત કરવા યોગ્ય બનતા નથી. આ પ્રકારે ઈયસમિતિના યોગથી આત્મા ભાવિતાત્મા બને છે. મલિનતા રહિત-અસંકલિષ્ટ-અક્ષત ચારિત્ર ભાવનાથી સાધુ અહિંસક અને સંયમી થાય છે. બીજી મનોગુપ્તિ ભાવના-અશુભ મનથી જીવ પાપનું ઉપાર્જન કરે છે. તે અધર્મરૂપ છે. દાણ છે, નૃશંસ છે, વધ-બંધન અને ક્લેશના કારણભૂત છે, મરણ ભયપરિક્લેશ દેનાર છે, તેથી કોઈપણ કાળે સહેજ પણ પાપકારી મનથી અશુભ વિચારણા ન કરવી અને મન સમિતિ વડે અંતરાત્માને ભાવિત કરવો. તે ભાવિતાત્મા અશ બલ-અસંકિલિષ્ટ-વિશુદ્ધ ચારિત્ર ભાવથી સાધુ અહિંસક અને સંયમી બને છે. ત્રીજી વનચસમિતિભાવના-સાવદ્ય વાણીથી પાપનો બંધ થાય છે. પાપકારી વચન ન બોલવા એ રીતે વચનસમિતિ ભાવિતાત્મા થાય છે. નિર્મળ-અસંક્લિષ્ટ અને વિશુદ્ધ ચારિત્રભાવથી સાધુ અહિંસક અને સંયમી બને છે. ચોથી આહાર એષણામાં શુદ્ધ-નિર્દોષ-ગવેષણા કરવી. અજ્ઞાન અમૃદ્ધ અદુષ્ટ અદિન-અવિમાન અકરુણ અવિષાદ-અપરિતંત જોગી યાવતું ભિક્ષાચયમાં નિર્દોષ ગ્રહણ કરનાર, ગુરુજન પાસે આવીને ગમનાગમન અતિચારની આલોચના કરે, પ્રતિ ક્રમણ કરે, ગુરુજનના ઉપદેશ પૂર્વક નિરતિચાર અને અપ્રમત્ત બની ફરી અનેષણા પદને પ્રતિક્રમી સુખ પૂર્વક બેસે મુહૂર્ત માત્ર ધ્યાન-શુભ યોગ-જ્ઞાન-સ્વાધ્યાયમાં મનને ગોપ વીને ધર્મમય બની. મનને વિકાર રહિત રાખી. શુભ- વિગ્રહ રહિત-સમાધિ અને શ્રદ્ધા સંવેગ નિર્જરા યુક્ત મનવાળો બને, પ્રવચન વત્સલતાથી ભાવિત મનવાળો થઈ પોતાના સ્થાનેથી ઉઠીને પર્યાયિક્રમે સાધુઓને ભાવથી નિમંત્રણ કરે અને ગુરુ આજ્ઞા પ્રાપ્ત થતા આસને બેસી મસ્તકથી આરંભી હાથ સુધીની સમગ્ર કાયાની પ્રમાર્જના કરી આહારના વિષયમાં અમૂર્શિત-અકૃદ્ધિત-અગહિંત-અનાબદ્ધ લોલુપતારહિત- ક્લેશ રહિત લોભ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પકડાવાગર- ૨૩૫ રહિત અનાત્માર્થી બને અને આહાર કરતી વેળાએ સુર-સુર કે ચવડ-ચવડ ન કરે.બહુ જલ્દીથી કે બહુ ધીમેથી ન ખાય.જમીન ઉપર દાણાનવેરે,મોટાપાત્રમાં જયણા પૂર્વક સાવધાની રાખીને-સંયોજનાદિ દોષ રહિત બનીને રાગ કે દ્વેષ રહિત પણે ફક્ત ઉદર પૂર્તિ અર્થે-સંયમયાત્રાના નિર્વાહ માટે પ્રાણ ધારણ કરવા સંયતમુનિ જયણા પૂર્વક અને સમભાવથી આહાર કરે. આહાર સમિતિ યોગથી ભાવિત આત્મા થાય છે. નિર્મળ અસંક્લિષ્ટ-વિશુદ્ધ ચારિત્રભાવનાથી અહિંસક-સંયતના એવા સુસાધુ બની જાય છે. પાંચમી આદાન-નિક્ષેપ સમિતિ ભાવના-પાટ-બાજોઠ શય્યા સંથારો વસ્ત્ર પાત્ર-કંબલ-દંડ-રજોહરણ-મુહપત્તિ-પાદપ્રીંછનક આ બધા સંયમના પોષણ માટેના ઉપકરણો છે. તેથી તેના દ્વારા પવન, આતપ, તડકો, દશ, મશક અને શીતથી રક્ષણ પામવાને માટે મુનિએ રાગદ્વેષરહિત તેને ધારણ કરવા જોઈએ. તેનું હંમેશા પડિલે હણ-પ્રસ્ફોટ-પ્રમાર્જન રાત-દિવસ અપ્રમત્ત પણે સમયાનુસાર નિરીક્ષણ અને નિક્ષેપ કરવા જોઈએ. ભાજન-ઉપકરણ-ઉપધિની લે-મૂકમાં જયણા તે આ આદાન ખંડ નિક્ષેપણ સમિતિ તેના યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. નિર્મળ-અસંકિલિષ્ટ અને વિશુદ્ધ ચારિત્ર ભાવનાથી અહિંસક અને સંયત એવા સુસાધુ બને છે. ( આ પ્રમાણે આ સંવરના દ્વારનો સમ્યક સંવરથી સુપ્રણિધાન થાય છે. આ પાંચ કારણ વડે મન-વચન-કાયા સારી રીતે સુરક્ષિત કરી નિત્ય-આજીવન આ અહિંસા દ્વારનું ધૃત્તિ અને મતિ પૂર્વક પરિપાલન કરવું. આ અહિંસારૂપ સંવર યોગ અનાશ્રય -અક્લષ-અચ્છિદૂ-અપરિશ્રાવી-અસંશ્લિષ્ટ અને શુદ્ધ છે. સર્વ જિનેશ્વરોએ માન્ય કરેલ છે. ઉક્ત પ્રથમ દ્વારની સારી રીતે સ્પર્શના પાલના શોધના તરણા કીર્તના -આરાધના-આજ્ઞાની અનુપાલના કરવી એમ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ છે તે પ્રસિદ્ધ છે-સિદ્ધ છે-સિદ્ધ થયેલાના ઉત્તમ અનુશાસન રૂપ છે. પરમાત્માએ કહેલ છે-ઉપદેશેલ છે-પ્રશંસેલ છે- એ પ્રમાણે આ પહેલું સંવર દ્વાર પૂર્ણ થયું. અધ્યયન-સંવરધાર-૧નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂણ ' (અધ્યયન-૭-સંવરકારઃ ૨) [૩૬]હે જંબૂ ! બીજુ સંવર દ્વાર તે સત્યવચન. તે શુદ્ધ છે, પવિત્ર છે, કલ્યાણકારી છે,સુમત- સુભાષિત- સુવ્રત-સુકથિત-સુદૃષ્ટિ- સુપ્રતિષ્ઠિત સુપ્રસિદ્ધય શવાળું સુસંયમિત છે. દેવ-ચક્રવર્તી પ્રવર સુવિહિત જનમાન્ય-શ્રેષ્ઠ ક્રિયાશાળી સાધુના ધમનુષ્ઠાન રૂપ, તપ નિયમોથી પરિગૃહિત સદ્દગતિના પથનું દેશક, લોકોત્તમ એવું આ વચન છે. વિદ્યા ધરોની આકાશ ગામીની વિદ્યાનું સાધક, સ્વર્ગનો માર્ગ અને સિદ્ધિના પથનું પ્રદર્શક છે, અવિતથ એવું તે સત્ય ઋજુક, અકુટીલ, ભૂતાર્થ, અર્થ વિશુદ્ધ, સમસ્ત જીવાદિનું પ્રકાશક, પ્રતિપાદક છે, અવિરુદ્ધ રૂપે પોતાના સ્વરૂપનું પ્રતિપાદક, મધુર, પ્રત્યક્ષ દેવ જેવું છે. આ જે સત્યવચન છે તે આશ્ચર્યકારી, સમુદ્રમધ્યે પણ નૌકાને ડૂબતી બચાવનારું, પાણીના વમળમાં ફસાયેલ મનુષ્યને બચાવ નારું, અગ્નિની જ્વાળામાં પણ સત્ય વાદીને ન બાળનારું, ઉકાળેલ તેલ કે લાલચોળ લોઢાના સ્પર્શને પણ દૂર કરનારું, તેવા ઉષ્ણ પદાર્થ હાથમાં લે તો પણ ન દઝાડનારું, પર્વત ઉપરથી ફેંકવામાં આવે તો પણ તેના પ્રભાવે બચાવનારું એવું આ સત્યવચન છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૭ ૨૮૧ આ રીતે જે સત્યવાદી મનુષ્યો હોય છે. તે તલવારો વચ્ચે ઘેરાઈ જાય તો પણ અક્ષત શરીર રહે છે. વધ-બંધન-અપરાધ આરોપ-ઘોર શત્રુતા એ બધામાંથી બચી જાય છે. શત્રુઓથી ઘેરાઈ જાય તો પણ તેની વચ્ચેથી અક્ષત શરીરે બહાર આવે છે. સત્ય વચનમાં લીન રહેનારનું દેવો પણ રક્ષણ કરે છે. આ સત્યને તીર્થંકર ભગવંતે બીજા મહાવ્રતરૂપે ભાખેલ છે. ચોદપૂર્વી-દશપૂર્વીએ પ્રાભૃત રૂપે અને મહર્ષિઓએ સિદ્ધાંત રૂપે સ્વીકારેલ છે. ઈન્દ્ર-ચક્રવતી માટે તે ઉપાદેય કહ્યું છે. વૈમાનિકો માટે સાધનાનો વિષય છે, આ સત્ય મહાન અર્થવાળું છે. મંત્ર-ઔષધિ અને વિદ્યાનું સાધન છે. ચારણગણો અને શ્રમણોને વિદ્યા સિદ્ધ થાય છે, આ સત્ય મનુષ્ય માટે વંદનીય છે. અસુરો માટે પૂજનીય છે અનેક ધર્મોના અનુયાયીએ સ્વીકારેલ છે. લોકમાં સાર ભૂત છે. સમુદ્રકરતાં પણ વધુ ગંભીર છે. મેરુપર્વત કરતા પણ વધુ સ્થિર છે. ચંદ્ર મંડલ કરતા વધુ સૌમ્ય છે. સૂર્ય મંડલ કરતા વધુ દીપ્ત છે. શરદઋતુના આકાશ કરતા વધુ નિર્મળ છે. ગંધમાદન પર્વત કરતાં વધુ સુગંધિત છે. આ લોકમાં જે કોઈ મંત્ર-યોગ-વિદ્યાના સંયોગ છે. શત્રુઆદિ શિક્ષા છે. આગમ છે તે બધું આ સત્યને આધારે રહેલું છે. સત્ય હોવા છતાં સંયમમાં અવરોધકારક સત્ય ન બોલવું તેમજ જે સત્ય બોલવાથી હિંસા કે સાવદ્ય-વાણી બને તેવું સત્ય ન બોલવું, ભેદ વિકથાકારકઅર્થવાદ-કલહકારક- અન્યાયી- અપવાદ કે વિવાદ સંયુક્ત વિડંબનાકારી-આવેશ કે ધૃષ્ટતા પ્રધાન-નિર્લજ્જ-લોક ગહણીય-દુર્દષ્ટ, દુકૃત, અસમ્યક, આત્મ પ્રશંસા- પર નિંદા, યુક્ત એવું સત્ય બોલવું ન જોઈએ. તમે મેઘાવી નથી.-ધન્ય નથી-ધર્મ પ્રિય નથીકુલીન નથી - દાતા નથી- પરાક્રમી નથી-પંડિત નથી- બહુશ્રુત નથી-તપસ્વી નથી- સંશય રહિત મનવાળા નથી-આવા આવા વચનો કોઈને કહેવા જોઈએ નહીં વળી તમારો માતૃ. પક્ષ સારો નથી-પિતૃપક્ષ સારો નથી-સુંદર નથી- રોગીષ્ટ છો એવા વચનો ન કહેવા. જે વચન દ્રવ્યથી- પર્યાયથી- ગુણથી- કર્મ અથતુ વ્યાપારથી બહુ વિધ શિલ્પથીનામ, આખ્યાન, નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, યોગ, ઉણાદિ, પ્રત્યય, ક્રિયા. વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણએ સર્વેથી યુક્ત ત્રિકાળ વિષયક તેમજ જનપદ સત્ય આદિ દશ પ્રકારના સત્યથી યુક્ત વચન બોલવા જોઈએ. તે સત્ય તે જ પ્રકારે કાર્યમાં પરિણમતું હોવું જોઈએ. ભાષા પ્રાકૃત -સંસ્કૃત આદિ બાર પ્રકારે છે અને વચન પણ એક દ્વિ-બહુ આદિ સોળ પ્રકારે હોય છે. એ પ્રમાણએ અરહંતની આજ્ઞા છે. જે વચન સુવિચારીત છે એવા વચન સાધુએ અવસરે બોલવા જોઈએ. [૩૭]આ પ્રવચનની અસત્ય-પશુન-કઠોર-આકરા-કડવા કે ચપળ વચનથી મુનિ જનોની રક્ષા થાય તે માટે ભગવંતે સારી રીતે કહેલ છે. અસદ્દભૂત અર્થને કહેનાર વચન અસત્ય, પરદોષ સૂચક તે પિશુન, અન્યના મર્મને ઉઘાડા પાડનારું તે પુરુષ, ઉદ્વેગ જનક તે કરુક, વણ વિચાર્યે બોલાયેલ તે ચપળ વચન કહેવાય. આ પ્રવચન આત્માને માટે • હિતકારી, શુભ ફળદાયી, ભવિષ્યમાં કલ્યાણકારી. શુદ્ધ, ન્યાયપૂર્ણ, અકુટીલ, અનુત્તર, સર્વ દુઃખ-પાપનું ઉપશમક છે. આ સત્ય વચન અથતુિ બીજા મૃષાવાદ વિરમણ વ્રતની રક્ષાર્થે પાંચ ભાવના ઓ કહી છે. તેમાં પહેલી અનુવિચિંત્ય સમિતિ ભાવના- પ્રસ્તુત સંવર અધ્યયનને સાંભળીને, સારી રીતે જાણીને વેગયુક્ત, ત્વરાયુક્ત, ચપળ, કડવા, કઠોર, અવિચારી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પહાવાગરણ- ૨૭૩૭ બીજાને પીડાજનક, સાવદ્ય, વચન બોલવા જોઈએ નહીં જે વચને સત્ય હોય, હિતકારી મિત-ગ્રાહ્ય-શુદ્ધ-સંગત-સ્પષ્ટ સમીક્ષિત એવા વચનો જ અવસરે બોલવા. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના યોગથી ભાવિત બનેલો આત્મા સારી રીતે જ્યણા યુક્ત હાથ, નેત્ર અને મુખવાળો થઈને સમર્થ બને છે. સત્ય અને ઋજુતાથી યુક્ત બને છે. બીજી ભાવના ક્રોધને ન સેવવો તે-ક્રોધી પુરુષ રૌદ્રરૂપવાળો થાય છે, તે જૂઠું-કઠોરઅસત્યપિશુન આકરા વચનો બોલી નાંખે છે, કલહ-વેર-વિગ્રહ કે એ ત્રણે કરી નાંખે છે, સત્ય-શીલ-વિનય એ ત્રણેને હણે છે. અપ્રિય-દ્વેષપાત્ર અને અનાદરણીય એ ત્રણેનું સ્થાન બને છે. એ જ પ્રકારે આવા પ્રકારના બીજા પણ અસત્ય વચનો ક્રોધાગ્નિયુક્ત મનુષ્ય બોલી જાય છે માટે સંયમીએ ક્રોધ ન કરવો. ક્ષમાથી ભાવિત આત્મા સંયમ હાથ-પગ-નયનવંદન વાળો થઈ સત્યમાં પરાક્રમી બને છે અને સત્ય આર્જવતાથી યુક્ત બને છે. - ત્રીજી ભાવના લોભ નિગ્રહ-લોભના સેવનથી લુબ્ધ બની અસત્ય બોલી જાય છે. ક્ષેત્ર-કે વસ્તુ નિમિત્તે, કિતિ કે લાભને માટે, ઋદ્ધિકે સુખને માટે, આહારકે પાણી માટે, પાટ કે પાટલા માટે, શય્યા કે સંથારા માટે, વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદપ્રીંછનક ને માટે, શીષ્ય કે શીષ્યને માટે લુબ્ધ બની ને તે ચંચળચિત્ત મૃષાવાદ કરી શકે છે. આ રીતે આવા અન્ય કારણોથી પણ તે લોભી ચંચળ ચિત્ત બની અસત્ય બોલે છે. આ રીતે નિલભતા-સંતોષ યુક્ત ત્રીજી ભાવનાથી ભાવિત તે જીવાત્મા પોતાના હાથ પગ નયન-વદનને સંયમિત કરી અન્યવ્રત પાલનમાં પરાક્રમી બને છે અને સત્ય તથા આર્જવ ધર્મથી યુક્ત બને છે. ચોથી ઘેર્યભાવના-ભય ન પામવો તે. બીકણ પાસે ભય આવે છે. ભયથી તે એકલો પડી જાય છે, તેને ભૂત પકડે છે. બીજાને પણ તે ભયભીત કરે છે. તપ સંયમનો. ત્યાગ કરે છે. તે કાર્યને પુરૂં કરી શકતો નથી, સપુરુષ સેવિત માર્ગે ચાલી શક્તો નથી, માટે કોઈ પણ પ્રકારના ભયથી- વ્યાધિ- રોગથી- વૃદ્ધાવસ્થાથી-કે મૃત્યુથી અથવા તેવા પ્રકાના અન્ય કોઈ પણ ભયથી ડરવું નહી. આ પ્રકારે ઘેર્યથી ભાવિત જીવ પોતાના હાથ-પગ-નયન-વદનની પ્રવૃત્તિને સંયમિત કરી વ્રત આરાધના માટે પરાક્રમી બને છે. પાંચમી મૌન ભાવના-હાસ્ય સેવન ન કરવું. હસતો હાસ્ય કરતો જીવ અસત્ય અને અસદ્દભુત વચનો બોલે છે. અન્યના અપમાનનું કારણ બને છે. અન્યના દુષણોનું કથન પ્રિય લાગે છે. પરપીડાદાયી બને છે. ચારિત્રનો લોપ થાય છે. અન્યોન્યના મળવાથી આ પ્રવૃત્તિ થાય છે. પરદારા રમણ અને અન્યોન્ય નિંદાની પ્રવૃત્તિને વેગ મળે છે. આવા જીવો જો દેવ ગતિમાં ઉત્પન્ન થાય તો પણ કાંદપિક કે આભિયોગિક દેવ બને છે. આસુરિક કે કિલ્લિષિક દેવ પણું પામે છે. માટે હાસ્યનું સેવન ન કરવું. પણ મૌન વડે ભાવિત થઈને જીવાત્મા પોતાના હાથ-પગ-નયન-વદન ને સંયમિત કરી પરાક્રમ શાળી બની સત્ય અને આર્જવથી યુક્ત થાય છે. આ પ્રમાણે આ સત્ય વચન સંવરદ્વાર સમ્યક પ્રકારે આચરણીય અને સુપ્રણિહીત છે. તેથી આ પાંચ ભાવના વડે, મન-વચન-કાયાના યોગોને સુરક્ષિત કરી હંમેશા-જીવન પર્યન્ત આ સત્યવચન યોગ ધૃતિ અને મતિ પૂર્વક પાલન કરવા યોગ્ય છે. કારણકે આ સત્ય મહાવ્રત અનાશ્રવ રૂપ-યાવત્ મંગળમય છે. | અધ્યયનઃ૭-સંવર દ્વારારની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #286 -------------------------------------------------------------------------- ________________ - સંવર, અધ્યયન-૮ ૨૮૭ (અધ્યયન૮-સંવરલાર૩) [૩૮] હે જંબૂ! દત્તાનુસાર સંવર નામક આ ત્રીજું અધ્યયન છે. તે દાતા દ્વારા અપાયેલ વસ્તુનું જ ગ્રહણ કરવા રૂપ મહાવ્રત કહેલ છે. તે ગુણનું પણ કારણ છે. આ વ્રત આરાધનાથી જીવ પારકાના દ્રવ્યને ગ્રહણ કરવાની પ્રવૃત્તિથી વિરક્ત બને છે. અપરિમિત અને અનંત દ્રવ્ય પ્રાપ્તિની જે લાલસા થકી લૂષિત બનેલ મન-વનચ-ની દોષ પ્રવૃત્તિનું નિયંત્રણ થાય છે. તે માટેની હાથ-પગની પ્રવૃત્તિ અટકે છે. આ અદત્તાદાન વિરમણ સંવરથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહ દૂર થાય છે. તે સમસ્ત ધર્મોનું પ્રકર્ષ પર્યન્ત છે. ઉપાદેય છે. નિરાશ્રવ- નિર્ભય લોભરહિત છે. ઉત્તમ એવા જિનેશ્વર પ્રબળ પુરુષ તથા સુવિહિત સાધુજનને માન્ય છે. પરમ સાધુ જનો માટે તે આચરણીય છે. આ ત્રીજા સંવરદ્વાર માટે સાધુજનો એ ગામ આકર નગર નિગમ આદિ સ્થાનો માં કોઈ પણ વસ્તુ મણિમુક્તાદિ કોઈની પડી ગઈ હોય-ભૂલાઈ ગઈ હોય-શોધવા છતાં ન જડી હોય તેને લેવાનું કે બીજાને લેવાનું કહેવું ન કલ્પે. હિરણ્ય-સુવર્ણની સાધુને ઈચ્છા હોતી નથી. માટી ને સુવર્ણમાં સમાન દ્રષ્ટિ હોય છે. અપરિગ્રહી હોય છે. જે કોઈ પણ દ્રવ્ય ખડા-ખેતર-જંગલ ગમે ત્યાં પડેલું હોય. પુષ્પ-ફળ-છાલ-કુપણ-કંદ-મૂળ-તૃણ-કાષ્ઠ કે કંકર રૂપે હોય તે બધી વસ્તુ થોડી કે વધારે નાની કે મોટી માલિકની અનુજ્ઞા સિવાય- ન કહ્યું. તેના માલિકની આજ્ઞાપૂર્વક જ ગ્રહણ કરવ. જે પોતાનો વિશ્વાસ ન કરતો હોય તેના ઘરે સાધુએ કદી જવું નહીં તેના આહાર-પાણી લેવા નહીં, તેનાં પીઠ-ફલક શય્યા સંથારો વસ્ત્ર-પાત્ર-કંબલ-દંડ-રજોહરણનષદ્યા-ચોલપટ્ટો મુહપત્તિ-પાદપ્રીંછનક આદિ તથા ભાજન-પાત્રા-ઉપકરણ-ઉપધિ આદિ લેવા નહીં બીજાના દોષ પ્રગટ ન કરવા, નિંદા ન કરવી. બાળગ્લાન માટે લેવાયેલ આહાર ગ્રહણ ન કરવો. બીજાના સુકૃતનો નાશ થાય તેવા વચનો ન બોલાવા, દાનમાં અંતરાય થાય તેવા વચન ન બોલવા. ચાડી કે ઈષ્યનો ત્યાગ કરવો. જે મુનિ એષણાની વિશુદ્ધિથી પ્રાપ્ત પીઠ-ફલક-દંડ આદિ ઉપકરણ-ઉપાધિ પ્રાપ્ત કરીને તેનો વિભાગ કરતા નથી તે વ્રત આરાધી શક્તા નથી. તેનામાં બીજા માટેની સંગ્રહ રુચિ હોતી નથી. એ જ રીતે તે તપનો-વચનનો-રૂપનો-આચારનો-ભાવનો ચોર હોય છે. મોટેથી બોલનાર, ઝઘડાખોર, કલહકારી, વેર વધારનાર, વિકથાકારી, સમા ધિકારી, સદા અપ્રમાણભોજી, અનતાનુંબદ્ધ વૈરી, નિત્યરોલી થાય છે તેવો સાધુ આ સંવર દ્વારની આરાધના કરી શકતો નથી. ઉપધિ-વસ્ત્ર- પાત્ર આહાર આદિના દાનમાં કુશળ, અત્યંત બાળ દુર્બળ ગ્લાન વિદ્ધ-ક્ષપક પ્રવર્તક- આચાર્ય-ઉપાધ્યાય-શૈક્ષ સાધર્મિક-તપસ્વી-કુળ ગણ સંઘ એ સર્વે થી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિના અર્થી- નિરાર્થી-આકાંક્ષારહિત આચાયદિ દેશની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરે તે આ મહાવ્રત પાળી શકે છે. - જિનપ્રતિમા જેનું પ્રયોજન છે એવા સાધુ અપ્રીતિવાળા ઘરોથી પીઠ-ફલક-શપ્યા આદિ લેતા નથી. બીજાની નીંદા કરતા નથી, દોષો જોતા નથી, બીજાના નિમિત્તે લાવેલ ગ્રહણ કરતા નથી, બીજાના પરિણામને વિકૃત કરતા નથી, દાન કે વૈયાવચ્ચ કરીને પસ્તાવો કરતા નથી, સંવિભાગ શીલ અને સંગ્રહશીલ હોય છે. એવા સાધુ આ વતની આરાધના કરી શકે છે. પૂર્વે આ પ્રવચન ભગવંતો દ્વારા સારી રીતે કહેવાયેલ છે. આત્મ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પહાવાગરણ-૨/૮/૩૮ હિતકર...યાવત્..સર્વ દુઃખો-પાપોનું ઉપશમનકારક છે. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની આ પાંચ ભાવનાઓ છે. જે આ વ્રતની રક્ષાને માટે કહેવાયેલ છે. તેમાં પહેલી ભાવના છે. “વિવિક્ત વસતિ વાસ”-સાધુઓએ દેવકુળ સભા-પાણી શાળા-પરિવ્રાજક ગૃહ-વૃક્ષની નીચે- બગીચા, ગુફા- ખાણ- ગિરિગુફાલુહારશાળા- કોંઢ- બાગ- રથ શાળા- ગૃહોપકરણ શાળા- મંડપ- શૂન્યગૃહ- સ્મશાનપાષાણ ઘર હાટકે તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં નિવાસ કરવો. પરંતુ આ સ્થાન પાણી, માટી બીજ, હરિત, ત્રસ-પ્રાણથી રહિત, ગૃહસ્થો માટે બનાયેલ, નિર્દોષ, પ્રાસુક, સ્ત્રી પશું-પડકથી રહિત, પ્રશસ્ત, એવા ઉપાશ્રયમાં સાધુઓ એ રહેવું જોઈએ પણ આધા કર્મની બહુલતા, અંદર અને બહાર પાણી છાંટેલ હોય, સમર્જિત, જાળા ઉતારેલ, લીપેલ, છિદ્ર પૂરિત, અગ્નિ આદિથી યુક્ત સ્થાનોમાં રહેવું નહીં. કેમકે તે અસંયમ કારણ છે. આવા પ્રકારનો ઉપાશ્રય સાધુને માટે વર્જનીય છે. આ ભાવનાથી ભાવિત જીવાત્મા સદા અધિકરણ આદિ કરવા-કરાવવા રૂપ પાપકર્મથી મુક્ત થાય છે. દાતાની અનુજ્ઞા અને તીર્થકરની અનુજ્ઞાવાળી વસતિને ગ્રહણ કરવાની રૂચિવાળો અદત્ત-અનનુજ્ઞાન વસતિનો પરિભોગ બને છે. બીજી ભાવના-અનુજ્ઞાન સંસ્તારક ગ્રહણ-બગીચા,ઉદ્યાન, વન, જંગલના એક ભાગમાં રહીને જે કોઈ કોઈપણ પ્રકારના ઘાસ-કાષ્ઠ-કંકર આદિમાંથી બનાવેલ શધ્યાને ઉપયોગમાં લે તેને માલિકની રજા સિવાય લેવી ન કહ્યું. તેની મંજૂરી પછી જ કહ્યું. આ પ્રમાણે અવગ્રહ સમિતિના યોગથી ભાવિત થયેલ જીવ સાવધ અનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે અને અનુજ્ઞાન સંથારારૂપ બીજી ભાવના સાધ્ય બને છે. - ત્રીજી ભાવના-શમ્યા પરિકર્મ વર્જન-પીઠ-ફલકશયા આદિને માટે વૃક્ષોનું છેદન-ભેદન કરવું કરાવવું નહીં. જે સ્થાનમાં રહે તે જ વસતિમાંથી શય્યાદિની ગવેષણા કરવી. વિષમ ભૂમિને સમ ન કરવી. વાયુવાળા કે રહિત સ્થાનની અપેક્ષા ન રાખે, ડાંસ મચ્છરથી ક્ષોભ ન પામે તેના નિવારણ માટે ધુંવાડો ન કરાવે આ રીતે તે સંયમ બહુલ સંવર બહુલ-સંવૃત્ત બહુલ-સમાધિ બહુલ બનેલ સાધુ ધીર અને ક્ષોભરહિત બને, સતત આત્માવલંબન ધ્યાન યુક્ત તે સમિતિ પાલન પૂર્વક ધર્માચરણ કરે છે. શવ્યા સમિતિના યોગથી ભાવિત આત્મા નિત્ય અધિકરણ-સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થાય છે અને દત્તાનુ જ્ઞાન અવગ્રહ રૂચિવાળો થાય છે. ચોથી ભાવના-અનુજ્ઞાત ભોજન પાન- સાધારણ પિંડપાત પ્રાપ્ત થાય ત્યારે તેનાં ઉપયોગમાં સંયમ રાખવો. સમિતિ પૂર્વક વાપરવું. શાક-દાળની અધિક્તાવાળું ભોજન ન કરવું. ઉતાવળથી ત્વરાથી-ચપળતાથી-અપ્રતિલેખિત પાત્રમાં, પરપીડાકર એવાં સચિત્ત, ભોજનનો પરિભોગ ન કરવો. પણ જેમ તે ત્રીજું વ્રત નષ્ટ ન થાય, તે રીતે સાધા રણ આહારની પ્રાપ્તિ થતા પૂર્ણરૂપે અદતાદાન વિરમણવ્રતનું નિયમન થઈ શકે તે પ્રકારે સમ્યક્ પ્રવૃત્તિના યોગથી ભોજન કરતા તે ભાવિતાત્મા અનનુજ્ઞાન ભોજન રૂપ સાવદ્ય કર્માનુષ્ઠાનથી મુક્ત થાય છે અને દત્તાનું જ્ઞાત અવગ્રહમાં રૂચિવાળો થાય છે. પાંચમી ભાવના- વિનય- સાધમિક પ્રત્યે વિનય કરવો, ઉપકાર કરવામાં અને પારણામાં વિનય ન કરવો. વાચના અને પરાવર્તનામાં વંદન આદિ વિનય દર્શાવવા. દાનમાં આવેલ વસ્તુના વિતરણમાં, ગમનાગમનમાં કે તે પ્રકારે અન્ય અનેક કારણોમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૮ ૨૮૫ વિનય ભાવ સેવવો. કેમકે વિનય એ તપ છે. તપ પણ ધર્મ છે, તે માટે ગુરુ તથા તપસ્વી, નો વિનય કરવો. આ રીતે ભાવિત આત્મા અવિનય રૂપ સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્તિ થાય છે. દત્તાનું જ્ઞાન અવગ્રહમાં રૂચિવાળો થાય છે. આ રીતે આ ત્રીજું સંવરદ્વારને સારી રીતે પાલન કરતા સુપ્રણિહિત મન વચન કાયાના યોગથી આ પાંચ ભાવનાનું નિત્ય-આમરણાંત આરાધન કરવું. તે અનાસ્ત્રવ... વાવત્...મંગલમય છે ત્રીજું સંવર દ્વારા પુરૂં થયું. તેમ હું કહું છું. | અધ્યયન-૮-સંવરદ્વાર ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-સંવરદ્વારઃ૪) ૩િ૯હે જંબૂ! હવે હું બ્રહ્મચર્ય નામક ચોથા સંવર દ્વારને કહીશ. ઉત્તમ તપ નિયમ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનયનું મૂળ છે. યમનિયમ-ગુણ પ્રધાનયુક્ત છે, હિમાલયની જેમ મહાન અને તેજસ્વી છે. પ્રશસ્ત- ગંભીર અને સ્થિરતા ગુણ વાળું છે આ બ્રહ્મચર્ય સરળ સાધુજન આચરિત છે. મોક્ષનો માર્ગ અને વિશુદ્ધિ સિદ્ધિ ગતિનો નિવાસ છે. શાશ્વત-અવ્યાબાધ અપુનર્ભવ રૂપ-પ્રશસ્ત છે કલ્યાણ કારી સૌમ્ય અચળ અક્ષય સુખને દેનારું છે. યતિજનોથી સંરક્ષિત છે. સુંદર આચારવાનું છે. તીર્થંકર પરમાત્મા થકી. સારી રીતે પ્રતિપાદીત છે. મહાપુરુષ-ધીર-શૂર-ધાર્મિક-ઘીમાનું પુરુષોને માટે સદા વિશુદ્ધ છે. ભવ્ય પુરુષો દ્વારા આચરીત. નિઃશંકીત નિર્ભય શુભ્ર ખેદ રહિત- નિરુપલેપ સમાધિગૃહ અવિચલિત છે. આ બ્રહ્મચર્ય તપ અને સંયમના મૂળ ધન સમાન છે. પાંચ મહાવ્રતોની વચ્ચે સુરક્ષિત, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત, ધ્યાન રૂપી મજબૂત કમાડોથી રક્ષિત અધ્યાત્મરૂપી અર્ગલાવાળું અને તેનું સેવન કરનારના દુર્ગતિમાર્ગને રોકનારું છે. સદ્દગતિના માર્ગને દર્શાવતું, કમળોથી યુક્ત સરોવર અને તળાવના પાળા જેવું. મોટા ગાડાની ધરી સમાન, ક્ષાત્યાદિ ગુણોના તુંબ સમાન, મોટા વૃક્ષની શાખા સમાન આશ્રય આપનારું, માહાનગરના કિલ્લા સમાન, રજુબદ્ધ ઈદ્રધ્વજ સમ શોભતું, વિશુદ્ધ એવા અનેક ગુણોથી શોભતું, સારી રીતે ગ્રથિત છે. જ આ બ્રહ્મચર્યની વિરાધના થતાં સર્વે વિનય-શીલ-તપનિયમ-ગુણસમૂહ અચા નક ફૂટેલા ઘડાની જેમ વિનષ્ટ થાય છે. અસ્તવ્યસ્ત-ચૂરેચૂરા-વિદારીત-ખંડિત અધો નિયતિત થઈ જાય છે. તે બ્રહ્મચર્ય ઐશ્વર્યશાળી છે. ગ્રહગણ-નક્ષત્ર-તારામાં શોભતા ચંદ્રની જેમ શોભે છે મણિ-મોતી આદિના ઉત્પત્તિ સ્થાનમાં જેમ સમુદ્ર શ્રેષ્ઠ છે. તેમ વ્રતોમાં આ વ્રત શ્રેષ્ઠ છે. મણીમાં વૈડૂર્ય, આભૂષણોમાં મુગટ, વસ્ત્રમાં લૌમ યુગલ, પુષ્પોમાં અરવિંદ, ચંદનમાં ગોશીષ ચંદન, ઔષધિ ઉત્પત્તિ સ્થાનમાં હિમાલય, નદીમાં શીતાદા, સમુદ્રમાં સ્વભૂરમણ, માંડલિક પર્વતોમાં રૂચકવર, હાથીમાં ઐરાવત, મૃગોની વચ્ચે સિંહ, સુવર્ણકુમારમાં વેણુદેવ, કલ્પોમાં બહ્મલોક, સભાઓમાં સુધમસભા, આયુષ્યમાં અનુત્તરવાસીદેવ, દાનોમાં અભય દાન. કંબલોમાં રક્તકંબલ, સંઘયણોમાં વજઋષભ, સંસ્થાનોમાં સમચતુરસ્ત્ર, ધ્યાન માં શુક્લ ધ્યાન, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, લેગ્યામાં શુક્લ લેશ્યા, મુનિઓમાં તિર્થંકર, વાસક્ષે ત્રોમાં મહાવિદેહ, પર્વતોમાં મેરું,વનોમાં નંદનવન, વૃક્ષોમાં જંબૂ, અને રાજાઓમાં સેનાથી યુક્ત રાજા જેમ સર્વ શ્રેષ્ઠ છે તેમ બ્રહ્મચર્યને વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત કહ્યું છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ પણ્ડાવાગરણું - ૨/૯/૩૯ જે બ્રહ્મચર્યના સેવનથી આ પ્રવજ્યા આરાધિત થાય છે. સત્ય-શીલ-તપ વિનય સંયમ-ક્ષમા-ગુપ્તિ-મુક્તિ- આલોક-પરલોક યશ-કીર્તિ આદિ આરાધિત થાય છે. તેથી સર્વથા વિશુદ્ધ એવા નિશ્ચલ ભાવથી આ બ્રહ્મચર્ય વ્રતનું જાવજજીવ પાલન કરવું. કઠોર તપ દ્વારા શરીરનું લોહી સુકાઈને શ્વેત હાડકાં દેખાયા ત્યાં સુધી પણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ સુધી આ વ્રતનું પાલન કરવું એમ ભગવંતે આ વ્રતનું કથન કર્યું છે. [૪૦-૪૩] બ્રહ્મચર્યવ્રત પાંચ મહાવ્રત રૂપ સુવ્રતોનું મૂળ કારણ છે, નિર્મળ સાધુ દ્વારા સુચરિત છે, વેર વિરોધનો અંત લાવનાર છે, મહાસાગરમાં નૌકા સમાન છે, તિર્થંકરો થકી તે માટે સુંદર માર્ગ દર્શાવાયો છે, તેના પ્રભાવે નરક-તિર્યંય ગતિ અટકે છે, સર્વ પવિત્ર અને સારભૂત છે મોક્ષ અને અનુત્તર વિમાનનું દ્વાર ઉઘાડી દે છે, દેવો અને નરેન્દ્રો પણ જેને નમસ્કાર કરે છે, ત્રણે લોકમાં ઉત્તમ મંગળ છે. દુર્ઘર છે, ગુણનાયક છે, અનુપમ છે, મોક્ષમાર્ગના શિરોભૂષણ રૂપ છે. સુરત એવા આ બ્રહ્મચર્યથી મુનુષ્ય આત્મજ્ઞાન તત્પર બને છે.સુશ્રમણ સુસાધુ-સુઋષિ-સુમુનિ-સુસંપન્ન અને તે જ સાચો ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્યને પાળે છે. આ પ્રમાણે સ્વચ્છંદાચારીનો આચાર તિ-રાગ-દ્વેષ-મોહ-આદિની વૃદ્ધિ કર નાર,અસાર-પ્રમાદ દોષ-પાર્શ્વસ્થ શીલકરણછે.આ પાર્શ્વસ્થાઆદિ શરીરને અલ્ટંગન કરે છે. વારંવાર બગલ-માથું-હાથ-પગ આદિને ધુએ છે. શરીરને દબાવેછે. શરીરની સ્વચ્છતા-પરિમર્દન-અનુલેપન લેપન સુગંધન ધૂપન શૃંગારન આદિ કરે છે. મશ્કરી અશિષ્ટ વચન બોલાવા-નાટક ગીતગાન-અન્ય પણ શૃંગાર આદિ કરે છે, એક માત્ર બ્રહ્મચર્યના ઘાતથી આ બધાં દુષણો આવે છે. જે બ્રહ્મચર્ય મહાવ્રત પાલન કરનાર સંયમીજન છે. તેણે સર્વ કાળને માટે આ બધાંનો ત્યાગ કરવો. તપ-નિયમ-શીલ વડે પોતાના આત્માને સદા ભાવિત કરવો. તે સાધુ જીવન પર્યંત સ્નાન ન કરે, દાંત સાફ ન કરે, પરસેવો ન લૂંછે, મેલ દૂર ન કરે, મૌન રાખે, લોચ કરે, ક્રોધ અને ઈંદ્રિયનિગ્રહ કરે, પરિષહો સહે, અલ્પ ઉપધિ રાખે, કઠણ શય્યા રાખે, જમીન ઉપર બેસે, ભિક્ષાચરી કરે, માન-અપમાન, લાભાલાભમાં સમ વૃત્તિ રાખે નિંદા કે ઉપદ્રવમાં ઉદ્વિગ્ન ન બને, અભિગ્રહ-તપ-મૂળગુણ અને અભ્યુત્થાના દિમાં વિનયવાન્ બને. આત્માને વિશુદ્ધ કરે જેથી બ્રહ્મચર્ય સુસ્થિર બને, આ પ્રવચન બ્રહ્મચર્ય વિરમણની રક્ષા માટે ભગવંતે કહેલ છે. આત્મ હિતકર છે. પરલોકમાં શુભ ફળ દેનારું છે. ભાવિમાં કલ્યાણકારી છે. યાવત્ સર્વ દુઃખ વિનાશક છે. આ બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે. જેના વડે આ વ્રતની સારી રીતે રક્ષા થાય છે. પહેલી ભાવના-સ્ત્રી, પશુ, પંડગના વસવાટથી યુક્ત વસતિનો ત્યાગશયન,આસન, ઘર, દ્વાર, આંગણું, ખુલ્લી જગ્યા, ઝરુખો, શાળા કે તેવી ઊંચી જગ્યાં જ્યાંથી મંડનઘર-સ્નાન ઘર આદિ જોઈ શકાય અને ત્યાં સ્ત્રીઓ હોયતો તેવી વસ્તીનો ત્યાગ કરે. વેશ્યા નિમિત્તે બનેલ સ્થાન જ્યાંથી તે સ્ત્રીઓ મોહ-દોષ રતિ-રાગને વધાર નારી કથાઓ કહેતી હોય તેવા સ્થાનનો ત્યાગ કરે. અન્ય પણ આવા સ્થાનો છોડી દે. વિશેષથી કહીએ તો જ્યાં જ્યાં સાધુઓને મનોવિભ્રમ કે બ્રહ્મચર્ય ભંગની શક્યતા જણાય, આર્ત્ત-રૌદ્ર ધ્યાન થાય. તે-તે સ્થાનોને વર્જવા સાધુ સાવદ્ય વસતિ-વાસથી સદા ડરતો હોય તેથી નિર્દોષ સ્થાનમાં વસે, આ રીતે સ્ત્રી-પશુ-પડંગથી રહિત સ્થાનમાં ૨૦૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૯ ૨૮૭ વસતો પોતાના આત્માને ભાવિત કરી મુનિ બ્રહ્મચર્યમાં દૃઢ વ્રતવાળા બને જિતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિ સ્થાનથી યુક્ત બને. બીજી સ્ત્રી કથા વિરતિ નામક ભાવના-સ્ત્રીઓ મધ્યે વિચિત્ર કે વિલાસયુક્ત કથા ન કરે, લૌકિક શૃંગાર પ્રધાન-મોહ જનની-નવદંપતિના વિવાહ આદિ સંબંધિત સ્ત્રીના સુભગ-દુર્ભગપણાની, સ્ત્રીઓની ૬૪ કળાની, દેશ-જાતિ-કુળ-રૂપ-પરિજન આદિ સંબંધિ. આદિ કથા ન કરે, એ પ્રમાણે સ્ત્રી કથા વિરતિરૂપે સમિતિના યોગથી ભાવિત જીવ બ્રહ્મચર્યમાં આસક્ત બની પોતાના આત્માને વિરતિ ધર્મમાં દૃઢ કરે. ત્રીજી-સ્ત્રી રૂપનું નિરીક્ષણ ન કરવાની ભાવના સ્ત્રીઓના હાસ્ય, બોલ, હાવ ભાવ, ચિંતવન, ચાલ, ઈશારા, ક્રીડા આદિનું નિરીક્ષણ ન કરે. એજ રીતે તેમના નૃત્ય ગાન-વીણાવાદન-શરીર બંધારણ-વર્ણ-અલંકાર-કામોત્તેજક ગુપ્ત અંગો કે તેવી પાપ કર્મ રૂપ અન્ય વાતોનું કે જે વાત તપ-સંયમ-બ્રહ્મચર્યની ઘાતક હોય તેને ચક્ષુવડે-રાગ વડે નિરીક્ષણ ન કરે. મન-વચનથી પ્રાર્થના ન કરે, એ પ્રમાણે સ્ત્રી-રૂપ વિરતિ સમિતિના યોગથી ભાવિત આત્મા જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત બને છે. ચોથી પૂર્વરત ક્રીડાનું સ્મરણ ન કરવું-ભાવના. ગૃહસ્થાવસ્થામાં-પૂર્વાવસ્થામાં કરેલ કામ ક્રીડાનું સ્મરણ કરવું નહીં, કન્યાદાન, વિદાય કે ચૂડાકર્મ પ્રસંગે, મદન ત્રયો દશી દિવસે, યશ કે ઉત્સવોમાં સુસજ્જિત સ્ત્રીના હાવ-ભાવ-ચેષ્ટા-વિલાસ અનુ કૂળ રાગાદિ ન જુએ, પૂર્વે ભોગવેલ ભોગો, જેનાથી મન લલચાય તેવા ધૂપ-ગંધ આદિ પદા ર્થો, વિલાસ વર્ધક વાઘ-ગીત આદિ તથા એવા બીજા પ્રકારના સંયમ ધાતી કાર્યો જુએ નહીં યાદ કરે નહીં એ રીતે પૂર્વ ક્રીડાઓમાં વિરતિ રૂપ ભાવથી સંયમિત થયેલો આત્મા મૈથુનક્રિયાથી વિરક્ત બને છે અને જીતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિથી યુક્ત બને છે. પાંચમી પ્રણીત ભોજન ત્યાગ-ભાવના-સાધુ સ્નિગ્ધ રસયુક્ત આહાર ન કરે. સંયમી સુસાધુ દુધ-દહીં, ઘી આદિ નવે વિગઈનો ત્યાગ કરે. દર્પકારક ભોજન ન કરે, વારંવાર ન ખાય, દાળ-શાક યુક્ત ભોજન વધુ પ્રમાણમાં ન કરે, અપરિ મિત ભોજન ન કરે. સંયમ યાત્રા નિર્વાહ માટે જ ભોજન કરે. જેથી ધાતુના વિશેષ સંગ્ર હને કારણે ધર્મમાં આવતી માનસિક અસ્થિરતા અટકે. પ્રણિતાહાર વિરતિ રૂપ સમિતિના યોગથી ભાવિક થયેલ આત્મા મૈથુનથી વિરક્ત થઈ યાવત્ બ્રહ્મચર્ય સમાધિને પામે છે. આ પ્રકારે ચોથું બ્રહ્મચર્ય નામક સંવર દ્વારનું સારી રીતે પાલન કરવાથી સુપ્રણિહિત થાય છે, આ પાંચ ભાવના વડે સુરક્ષિત મન વચન કાયાથી બ્રહ્મચર્ય રૂપ યોગ, ચિત્ત થૈર્ય, નવા કર્મોનો અના સ્રવ થાય છે....યાવત્ ....સર્વ મંગલ થાય છે. અધ્યયનઃ૯-વરદ્વારઃ૪ ની મુનિ દીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૧૦-સંવરદ્વાર ૫ [૪૪]હૈ જંબૂ ! જે પરિગ્રહમાં આસક્ત ચિત્તવાળા હોય તેવા શ્રમણ આરંભ -પરિગ્રહથી વિરત અને ક્રોધ-માન-માયા-લોભથી વિરત હોય છે. એક અસંયમ, બે રાગ -દ્વેષ, ત્રણ દંડ-ત્રણ ગૌરવ-ત્રણ ગુપ્તિ-ત્રણ વિરાધના, ચાર કષાય-ચાર ધ્યાન- ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ ક્રિયા- સમિતિ- મહાવ્રત, છ જીવનિકાય- લેશ્યા, સાત ભય, આઠમદ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, દવિધ-શ્રમણધર્મ, શ્રાવક પ્રતિભા, ભિક્ષુ પ્રતિમા, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પહાવાગરણ- ૨/૧૦/૪૪ ક્રિયાસ્થાન, ભૂતગામ, પરમાધામી- ગાથા અધ્યયન, અસંયમ, અબ્રહ્મચર્ય, જ્ઞાત અધ્ય યન,અસમાધિ સ્થાન,શબળ દોષ, પરિષહ, સૂયગડાંગ અધ્યયન, દેવ, ભાવના, ઉદેસા. અણગારગુણ, આચારપ્રકલ્પ, પાપકૃત અધ્યયન મોહનીય સ્થાન, સિદ્ધનાગુણ, યોગ સંગ્રહ, આશાતના એ અંગે અસંયમાદિ સ્થાનોમાં તથા વિરતિ પ્રણિધાનમાં ભગવંત દ્વારા અવિરતિ કથિત તેવાજ અન્ય પ્રકારના અનેક પદાર્થમાં અથવા જિન કથિત અવિ તથ નશ્વર, પદાર્થમાં શંકાદિ દૂર કરીને જે શ્રમણ નિદાન રહિત, ગારવરહિત, લોભ રહિત, મૂઢતા રહિત થઈને મન-વચન-કાયાથી ગુપ્ત બનીને જિનેન્દ્રના શાસનનું શ્રદ્ધાન કરે છે તે જ સાચો શ્રમણ છે. [૪પઅપરિગ્રહ સંવરને વૃક્ષની ઉપમા- પરિગ્રહથી નિવૃત્તિ લેવી એજ આ વૃક્ષના અનેક ભેદ રૂપ છે. સમ્યગુ દર્શન આ વૃક્ષનું મૂળ છે. ધેય તેનું કંદ છે, વિનય તેની વેદિકા છે. ત્રિલોક વ્યાપી યશ તેનું થડ છે. પાંચ મહાવ્રત રુપ શાખા છે, ભાવના રૂપ છાલ છે. ધર્મ ધ્યાનાદિ શુભ પ્રવૃત્તિ તેના પાંદડા છે, અનેક ગુણ રૂપી પુખ્યો છે. શીલ રૂપ સુગંધ છે. મોક્ષ સુખ બીજ છે. તે મેરુ પર્વતની ટોચ સમાન છે. એ રીતે આ સંવરરૂપ ઈષ્ટ વૃક્ષ છે. આ પ્રકારે પાંચમું સંવરદ્વાર છે. જે સાધુ આ સંવર દ્વારને આરાધે છે. તે નગરયાવતુ..........આશ્રમમાં પડેલી કે રહેલી કોઈપણ વસ્તુ કે જે નાની કે મોટી, મૂલ્યવાળી કે વગરની હોય ત્રસ કે સ્થાવર હોય તેને મનથી પણ ગ્રહણ ન કરે. જે સાધુ અપરિગ્રહી છે તે હિરણ્ય-સુવર્ણ ક્ષેત્ર વસ્તુ દાસી-દાસ-નોકર-દૂત-ગવેલક-વાહન છત્ર-કોઠી પણ રાખી શકતા નથી, જોડા પહણ પંખો-ધાતુપાત્ર- મણીપાત્ર પશુના શીંગડાનું પાત્ર- પત્થર કે કાયનું પાત્ર. ચર્મપાત્ર તે બીજાના ચિત્તની ઉત્સુકતા વધારનાર હોવાથી કે મૂચ્છ ઉત્પન્ન કરનાર હોય ન રાખે. પુષ્પ-ફળ-કંદ મૂળ-ધાન્યાદિનો મન-વચન-કાયાથી સંગ્રહ ન કરે. કેમકે અપરિમિત જ્ઞાન દર્શન ઘર, શીલ-ગુણ-વિનય-તપ-સંયમ નાયક એવા તીર્થકર, સમસ્ત જગતનાં જીવો પ્રત્યે કરુણાશીલ, ત્રિલોક માન્ય જનવરોએ તે સર્વ પુખ્યાદિને જીવોના ઉત્પત્તિ સ્થાન રૂપ કહ્યા છે. તેનો ધ્વંસ સાધુને ન કલ્પ માટે સાધું તેનું વર્જન કરે. બીજી પણ અકલ્પનીય વસ્તુ કહે છે- અડદ મગ આદિ અન્ન, સાથવો, બોર ચૂર્ણ, ભૂજેલા ધાન્ય, ખાંડેલાતલ, દાળ પુરી, વેઢમી, ગુંજા, ગોળ, શ્રીખંડ, વડા, લાડુ, દૂધ, ઘી, માખણ, ખાંડ, મિશ્રી, આદિ પદાર્થોની સંનિધિ કરવી સાધુને ન કહ્યું. જે આહાર ઉદ્દિષ્ટ હોય, નિમિત્તે થયેલ હોય, સ્થાપના કરેલી હોય, મિશ્રદોષ વાળો હોય, ખરીદેલ કે ઉછીનો લાવેલ હોય. દાન પુન અર્થે બનાવેલો હોય, અન્ય બ્રાહ્મણ આદિ માટે બનાવાયો હોય, પશ્ચાતુ કે પુરાકર્મવાળો હોય, નિત્યખંડ હોય અતિરિક્ત હોય, મૌખર્યથી પ્રાપ્ત હોય. સ્વયં લીધેલો હોય, આહત હોય, માટીથી લેપકૃત પાત્રનો લેપ બોલીને આપેલો હોય, આચ્છેદ્ય હોય. તિથિ-યજ્ઞ-મહોત્સવ આદિ માટેનો હોય, સંસ્થાપિત હોય તો આવો આહાર હિંસાદિ દોષ યુક્ત હોવાથી સાધુને ન કહ્યું. સાધુને કેવો આહાર કહ્યું. જે આહાર પિવૈષણા અધ્યયન અનુસાર શુદ્ધ હોય, ક્રીત-હિંસા-પોતા વડે રંઘાવાયો ન હોય, શંકાદિ દશ દોષ વિમુક્ત હોય. ઉદ્દગમ ઉત્પા દન દોષ રહિત હોય.અચિત્ત-નિર્દોષ-સંયોજના દોષોથી રહિત,અંગાર-ધૂમદોષ રહિત, અને છ કારણે લેવાયેલ હોય, છકાય જીવનું રક્ષણ થયું હોય અને પ્રાણધારણાર્થે ગ્રહણ Page #292 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૧૦ ૨૮૯ કરાયો હોય તેનાથી ભિક્ષાવૃત્તિ કરવી કહ્યું. સુવિહિત શ્રમણોએ અનેક પ્રકારના વાત પિત્ત આદિ રોગ ઉત્પન્ન થયા હોય. અતિશય કષ્ટ કે દુઃખ હોય, પ્રતિક્ષણ અસમાધિ જનક હોય. એવા રોપતંકમાં હોય કે જેના સ્વરૂપ વિપાક અશુભ હોય. અતિ ભયંકર હોય, જીવિતના નાશની સંભાવના હોય, શરીરમાં સંતાપ વધતો જતો હોય. તેવા સમયે અન્યના નિમિત્તે થયેલ ઔષધ આદિ પણ તે પરિગ્રહ વિરક્ત સાધુને રાખવા ન કલ્પે. પાત્રધારી એવા ને સુવિહિત શ્રમણ જે કોઈ પાત્ર ઉપકરણ, ઉપધિ, વસ્ત્ર, પાત્રબંધન, પાત્ર કેશરિકા, પાત્ર સ્થાનિક, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છા, ત્રણ વસ્ત્ર (બે સુતરાઉ અને એક ઉની) રજોહરણ, ચોલપટ્ટો, મુહપતી, આદિ ઉપકરણો રાખે તે પણ સંયમની રક્ષા માટે જ રાખે. તથા વાયુ-ડાંસ-આદિ પરિષહો સામે રક્ષણ માટે રાખે આ ધર્મોપગરણ પણ રાગદ્વેષ રહિત ધારણ ન કરે. પડિલેહણ પ્રમાર્જન કર્યા પછી પણ રાત્રે કે દિવસે તેને અપ્રમત્ત પણે અને જયણાપૂર્વક મૂકે અથવા લે. આ પ્રકારે સાધુ ધર્મલીન બની સંગ્રહથી વિમુક્ત થાય, આસક્તિ રહિત, નિષ્પ રિગ્રહી, નિર્મમત્વ, સ્નેહ બંધનથી મુક્ત, સર્વ પાપ વિરત, વાંસ અને ચંદનમાં સમાન દ્રષ્ટિવાળા માટી-સોનામાં સમદ્રષ્ટિ વાળા બને. તેના પાપ, રાગદ્વેષનું શમન થઈ જાય. પાંચ સમિતિ પરાયણ થઈને સમ્યક વૃષ્ટિવાળા બને, સમસ્ત જીવ પરત્વે સમભાવી બને, તે શ્રમણ શ્રુતનો ઘારક બનીને વક્રતા રહિત સંયત અને સુસાધુ બને છે. સમસ્ત જીવોનો રક્ષક, સર્વ જગવત્સલ, સત્યવાદી. સંસારના અંતમાં સ્થિત, સંસાર સમુચ્છિન્ન, મરણ નો પારગામી, સંશય નિવારક, આઠપ્રવચન માતાના બળથી આઠ કમની ગ્રંથી છોડાવ નાર, આઠ મદ વિનાશક, સ્વસિદ્ધાંતમાં પૂર્ણ, સુખ-દુઃખમાં સમભાવી, અભ્ય તર-બાહ્ય તપ-ઉધાનમાં સદા તત્પર, દાંત આત્મહિત પરાયણ ઈય આદિ સમિતિથી યુક્ત મન વચન-કાયગતિ ગુપ્ત, ગુપ્ત ઈન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, લજ્જાવાનું, ધન્ય, તપસ્વી, ક્ષમાગુણી, જિતેન્દ્રિય, શુદ્ધ,નિદાનરહિત, અબહિર્લેશ્યા, મમતા રહિત, અકિંચન, ગ્રંથી રહિત, નિપલેપ, નિર્મળ કાંસા જેવા જળ રહિત, શંખ જેવા સફેદ, વિગત રાગ દ્વેષ મોહવાળા-કાચબા જેવા ઈન્દ્રિયગુપ્ત, સુવર્ણ સમ શુદ્ધ કમળ પત્ર જેવા અલિપ્ત, ચંદ્ર સમ સૌમ્ય, સૂર્ય સમ દીપ્ત, ગિરિ સમ અચળ, સાગર જેવા અથોભ, પુધ્ધિ જેવા સહનશીલ, તપથી દેદીપ્યમાન-જ્ઞાન રૂપી તેજથી ચમકતા, ચંદનના જેવા શીતળ, સમભાવી. નિર્મળ શુદ્ધસ્વરૂપી, હાથી જેવા સમર્થ, વૃષભ જેવા ભારવાહક, સિંહ જેવા દુર્ધર, શરદઋતુ સમ સ્વચ્છ, ભારંડપક્ષી જેવી અપ્રમત્ત ગેંડાના શિંગડા જેવા એકાકી, હુંઠા જેવા ઉદ્ઘકાય. શારીરિક સંસ્કાર રહિત, વાયુરહિત સ્થાનના દીવા જેવા નિકંપ, અસ્ત્રા જેવા ધારવાળા,મોક્ષલીન દ્રષ્ટિવાળા, પક્ષી જેવા મુક્ત, સર્પની જેમ બીજાના બનાવેલા ઘરમાં વસ નાર, અપ્રતિબંધવિહારી, અપ્રતિહત ગતિવાળા, ગામે એક રાત્રી અને નગરે પાંચ રાત્રિ રોકાનાર, જિતેન્દ્રિય, નિર્ભય, વિદ્વાન, સચિત્ત-અચિત્ત દ્રવ્યોમાં મમત્વ રહિત, સંગ્રહથી વિરક્ત મુક્ત, ગારવ રહિત, જીવન-મરણ આશંસા રહિત, ધીર નિરતિચાર ચારિત્ર ઘર, સંયમને કાયાથી સ્પર્શના, અધ્યાત્મલીન, ઉપશાંત, સમાધિભાવ રહિત, ધર્મનું પાલન કરનારા હોય છે. આ અપરિગ્રહ નામના પાંચમાં સંવર દ્વારનું પ્રવચન પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષાને માટે ભગવંતે કહેલ છે. તે આત્માને હિતકર છે.યાવતું. સર્વ દુઃખ વિનાશક Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પહાવાગરણ-૨/૧૦/૪પ છે. આ અંતિમ સંવરદ્વાર પાંચ ભાવના આ પ્રમાણે છે. પ્રથમનિસ્પૃહતા ભાવના-શ્રોત્રેન્દ્રિય વડે મધુર શબ્દોમાં આસક્ત ન થવું. મૃદંગ-આદિ. વાજિંત્ર, નટ-નાટક-યુદ્ધનાં વાજિંત્રો, મધુર સ્વરયુક્ત ગીતો, ઘુઘરા..... આદિ આભુષણોના અવાજો, તરુણીઓના મનોહર-કામવર્ધક સ્વરો, કે તેવા અન્ય મધુર શબ્દોમાં આસક્તિ, રાગ, વૃદ્ધિ ભાવ ન કરવો, મોહ ન પામવો. લલચાવું નહીં. પ્રસન્ન ન થવું. હસવું નહીં તે મનોજ્ઞ શબ્દાદિને યાદ ન કરવા. તેમજ અમનોજ્ઞ શબ્દો પ્રત્યે તિરસ્કાર ન કરવો. આક્રોશ, કઠોરવચન, નિંદા.......આદિ શબ્દો સાંભળીને રોષ ન કરવો. તે શ્રમણનું કર્તવ્ય છે. તેની અવજ્ઞા, નિંદા, છેદન ભેદન વધ દુગંછાવૃત્તિ આદિ ન કરવા. આ રીતે શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરનાર મુનિ મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દોમાં રાગદ્વેષની પરિણતિ રહિત થાય છે. સાધુ ગુપ્તિ વડે ગુપ્ત બની. સંવરયુક્ત બની, શ્રોત્રેન્દ્રિય વશ કરીને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરે છે. બીજીચકુઈન્દ્રિય સંવર ભાવના-ચક્ષુઈન્દ્રિય વડે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં સમ ભાવી બને. સચિત્ત-અચિત્ત-મિશ્ર મનોજ્ઞ રૂપ જોઈને આસક્ત ન થાય, ચિત્ર કમ. લેપકર્મ પત્થર કર્મ દંતકર્મ, પંચવર્ણથી આકર્ષક કે ભિન્ન ભિન્ન રીતે સજાવેલ, ગૂંથીને બનાવેલ માળા આદિ વનખંડ, ગામ નગર આદિ, જળાશયો, પુષ્પો, પક્ષી યુગલો, મંડપ-ભવન-ઉદ્યા આદિ નર-નારી સમૂહ, અલંકાર આદિ નર-નર્તક આદિ, રૂપોને વિશે આસક્ત ન થાય, રાગ ન કરે. મોહ ન પામેચાવતુ...ધ્યાન ન પરોવે. એ જ રીતે અમનોજ્ઞ રૂપોને વિશે ચક્ષુઈન્દ્રિયથી દ્વેષ ન કરે. રોગીષ્ટ, વક્ર શરીરી, વિકલાંગ, અંધ, શલ્યવાળા, આદિ અમનોજ્ઞ રૂપ ને જોઈને રોસ ન કરે, નિંદા ન કરે...યાવતું....દુગંછા ન કરે. આ રીતે ચક્ષુઈન્દ્રિયનો નિગ્રહ કરી ભાવિત બનેલો આત્મા મનવચકયગુપ્તિથી ગુપ્ત બનીયાવતુ... ચારિત્ર ધર્મનો પાલક બને છે. - ત્રીજી ધ્રાણેન્દ્રિય સંવર ભાવના- જળચર, સ્થળચર, આદિ પુષ્પ વગેરે ચંદનાદિ વૃક્ષ વગેરે, કેસર આદિ પદાર્થ વગેરે સુંધીને ઋતુ અનુકૂળ સુગંધમાં તે-તે મનોજ્ઞ ગંધને વિશે આસક્ત ન થાય.યાવતું..... હાસ્ય ન કરે એ જ પ્રમાણે અમનોજ્ઞ ગંધ ને વિશે રોસ ન કરે જેમકે મૃતક શરીરો, અન્ય પણ તેવા પ્રકારની કોઈ દુર્ગધો માં રોષ ન કરવો. અવજ્ઞા ન કરવી...યાવતુ---જુગુપ્સા ન કરવી. એ રીતે મનોજ્ઞ કે ધ્રાણેન્દ્રિય વિષયક. ચોથી- જિગ્લૅન્દ્રિય સંવર ભાવના-સાધુએ જીભથી મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયમાં સમભાવી રહેવું. ઘી-તેલ આદિ વાળા પકવાન, અનેક પ્રકારના સ્વાદિષ્ટ પીણા, લવણ આદિ મિશ્રિત શાક કે વડા વગેરે અનેક પ્રકારના મિષ્ટ અને ઈષ્ટ પદાર્થો, મનોહર વર્ણ આદિવાળા મનોજ્ઞ સ્વાદ યુક્ત આહારને વિશે આસક્ત ન થાય.. યાવતુ..હર્ષ ન કરે તે જ રીતે અમનોજ્ઞ પદાર્થો જેવા કે ઠંડા-રૂક્ષ-અરસ વિરસ દુર્ગધવાળો અમનોહર વણિિદ યુક્ત પદાર્થોને વિશે રોસ નકરે..યાવતુ..દુગંછા ન કરે. - પાચમી સ્પર્શેન્દ્રિય સંવર ભાવના-મનોજ્ઞ કે અમનોજ્ઞ સ્પર્શ રાગ દ્વેષ ન કરવો. જેમ કે ઈષ્ટ એવા શીત-ઉષ્ણ-નિગ્ધ- વગેરે સ્પર્શને વિશે કે તેવા મનોજ્ઞ અન્ય કોઈપણ સ્પર્શને વિશે સાધુ આસક્ત ન થાય.યાવતુ.હર્ષ ન કરે. તેમજ અમનોજ્ઞ એવા પ્રહાર-બંધન છેદન-ભેદન આદિ સ્પર્શોને વિશે કે તેવા અમનોજ્ઞ શીત-ઉષ્ણ આદિ કોઈ પણ પ્રકારના સ્પર્શને વિશે રોષ ન પામે...યાવતુ જુગુપ્સા ન કરે. આ રીતે સ્પર્શે Page #294 -------------------------------------------------------------------------- ________________ સંવર, અધ્યયન-૧૦ ઈન્દ્રિયના સંવર દ્વારા....યાવત્......ચારિત્ર ધર્મમાં સ્થિર થાય. આ પ્રમાણે અપિરગ્રહ સંવર દ્વારનું સારી રીતે સેવન થતાં સુરક્ષિત થઈને..... યાવત્.....શુદ્ધ બને છે એ પ્રમાણે આ પાંચમું સંવર દ્વાર પૂર્ણ થયું. તેમ હું કહું છું. અધ્યયનઃ૧૦-સંવત્સરઃ૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ [૪૬]આપાંચે મહાવ્રત અર્હત્ શાસનમાં સેંકડો હેતુથી વિસ્તાર પૂર્વક કહેવાયા છે. તે સંવર સંક્ષેપમાં પાંચ છે. વિસ્તારમાં પાંચપાંચ ભાવના સહિત પચીશ છે. સમિતિ-સહિત-સંવૃત્ત-સદા પોતાના તત્વાર્થ શ્રદ્ધાન રુપ દર્શનને વિશુદ્ધ રાખે છે એ પૂર્વોક્ત સંવરના પાલનથી અંતિમ શરીરી થવાય છે. સંવરદ્વાર ગુર્જરછાયાપૂર્ણ [૪૭]પ્રશ્નવ્યાકરણનો એક શ્રુતસ્કંધ-દશ અધ્યયન છે. ઉદ્દેસ આદિવિભાગ રહિત છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેસ કરાય છે. એકાંતર શુદ્ધ આહારાદિ વડે આયંબિલથી થાય છે બાકી આચારાંગ મુજબ જાણવું. ૧૦ પણ્ડાવાગરણું-ગુર્જરછાયાપૂર્ણ દશમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ ૨૦૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ [૨૯૨] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ વિવાગસૂર્ય - અંગસૂત્ર ૧૧-ગુર્જરછાયા - INESS - 1 શ્રતસ્કલ્પ-૧ - - - (-અધ્યયન-૧-મૃગાપુત્ર:-) [૧] તે કાળ અને તે સમયમાં ચમ્પા નામની નગરી હતી. ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના, શિષ્ય, ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક, જાતિસમ્પન કુળસમ્પન્ન પાંચસો અણગારોથી ઘેરાયેલા સુધમાં નામના અણગાર પૂર્ણભદ્ર ચૈત્યમાં વિરાજમાન છે. ધર્મકથા સાંભળવા માટે પર્ષદા નિકળી. ધર્મકથા સાંભળીને, પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં આર્ય સુધમસ્વિામીના શિષ્ય, જેમનું શરીર સાત હાથનું છે અને જે ગૌતમ સ્વામીની જેમ મુનિવૃત્તિનું પાલન કરનાર તથા ધ્યાનરૂપ કોષ્ઠને પ્રાપ્ત થઈ રહ્યા છે, તે આર્ય જબ્બ નામના અણગાર વિરાજમાન હતા. ત્યાર પછી શ્રદ્ધાસમ્પન આર્ય શ્રી જબૂસ્વામી શ્રી સુધર્માસ્વામીના ચરણોમાં ઉપસ્થિત થયા, પ્રદક્ષિણા કર્યા બાદ વંદન અને નમસ્કાર કરીને તેમની સેવા કરતા થકા આ પ્રમાણે બોલ્યા : [૨-૩ હે ભગવન્! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વિપાક સૂત્ર' નામક અગિયારમા અંગનો શું અર્થ ફરમાવ્યો છે ? હે જબ્બ ! વિપાકસૂત્ર નામક અગિયારમા અંગના બે મૃત સ્કંધો પ્રતિપાદિત કર્યો છે. જેમકે - દુઃખવિપાક અને સુખવિપાક. હે ભગવાન્ ! દુઃખ વિપાક નામક પ્રથમ શ્રુતસ્કંધમાં શ્રમણ ભગવાનું મહાવીર કેટલા અધ્યયનો કહ્યા છે? પ્રથમ શ્રુતસ્કંધના દશ અધ્યયનો પ્રતિપાદિત કર્યા છે. જેમકે મૃગાપુત્ર, ઉજિકતક, અગ્નિ , શકટ, બૃહસ્પતિ, નદી, ઉમ્બર, શૌરિદત્ત, દેવદતા અને અંજૂ. [૪] હે ભગવાનું! યાવતુ પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? હે જબૂ! તે કાળા અને તે સમયમાં મૃગાગ્રામ નામનું એક નગર હતું. ઇશાન ખૂણામાં સંપૂર્ણ ઋતુઓમાં થનાર ફળ-પુષ્પાદિથી યુક્ત “ચંદનપાદપ' નામક એક રમણીય ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં સુધર્મ યક્ષનું યક્ષાયતન હતું. તે મૃગાગ્રામ નગરમાં વિજ્ય નામક ક્ષત્રિય રાજા હતો. મૃગા નામની રાણી હતી, કે જે સવાંગસુકુમારી તથા રૂપ-લાવણ્યથી યુક્ત હતી. તેમને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક હતો. તે જન્મકાળથી જ આંધળો, મૂંગો, બહેરો, પંગુ, હુંડ અને વાતરોગી હતો. તેના હાથ, પગ, કાન, નેત્ર અને નાસિક પણ Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૯૪ ન હતી. માત્ર તે અંગો પાંગોનો આકાર જ હતો અને તે આકાર પણ ઉચિત સ્વરૂપવાળો ન હતો. મૃગાદેવી ગુપ્ત ભૂમિગૃહમાં ગુપ્તરૂપથી આહારાદિ દ્વારા તે મૃગાપુત્ર બાળકનું પાલન-પોષણ કરતી રહી હતી. [૫] તે મૃગાગ્રામ નામક નગરમાં એક જન્માન્ત પુરુષ રહેતો હતો. આંખોવાળો એક પુરુષ તેની લાકડી પકડીને તેને ચલાવતો હતો. તેના માથાના વાળ અત્યન્ત વિખરા યેલા હતા, એવા તે જન્માન્ત પુરુષ મૃગાગ્રામના પ્રત્યેક ઘરમાં ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકા ચલાવી રહ્યો હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર નગરની બહાર ચંદનપાદપ ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદ નીકળી વિજ્ય રાજા પણ મહા રાજ કણિકની જેમ ભગવાનના ચરણોમાં ઉપસ્થિત થઈને તેમની પર્યુપાસના કરવા લાગ્યો. નગરના કોલાહલમય વાતાવરણને જાણીને તે જન્માન્ત પુરુષ, તે પુરુષને કહેવા લાગ્યો - હે દેવાનુપ્રિય! શું આજે મૃગાગ્રામમાં ઈન્દ્ર આદિનો મહોત્સવ છે? જેના કારણે જનતા નગરથી બહાર જઈ રહી છે? તે પુરુષે કહ્યું - હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, ત્યાં આ જનતા જઈ રહી છે. ત્યારે તે અન્ય પુરુષે તે પુરુષને કહ્યું-ચાલો, આપણે પણ જઇએ. જઈને ભગવાનની પÚપાસના કરીએ. ત્યાર પછી તે પુરષ શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યો. આવીને તે જન્માન્ધ પુરુષે ભગ વાનુને પ્રદક્ષિણા કરીને વન્દના અને નમસ્કાર કર્યો. ત્યાર બાદ શ્રમણ ભગવાન્ મહા વીરે વિજયરાજાને અને પરિષદુને ધમપદેશ આપ્યો. ભગવાનુની કથાને સાંભળી રાજા વિજ્ય તથા પરિષદ ચાલી ગઇ. [] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર પણ ત્યાં બિરાજમાન હતા. ભગવાન્ ગૌતમસ્વામીએ અંધ પુરુષને જોયો, જોઇને શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીને કહ્યું - હે ભદન્ત! શું એવો કોઈ પુરૂષ પણ છે કે જે જન્માધ તથા જન્માલ્વ રૂપ હોય? ભગવાને ફરમાવ્યું -હા, ગૌતમ!. છે. આ મૃગાગ્રામ નગરમાં વિજ્ય રાજાનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક છે, જે જન્મકાળથી અર્ધી અને જન્માશ્વ રૂપ છે. તેના હાથ, પગ, આંખ આદિ અંગોપાંગ પણ નથી માત્ર તેઅંગોપાંગોનો એક આકારજ છે. હે ભગવાન્ ! આપની આજ્ઞાથી હું મૃગાપુત્રને જોવા ઇચ્છું છું. તેના ઉત્તરમાં ભગવાને કહ્યું - ગૌતમ ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. હવે શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રસન્ન થયેલા ગૌતમ સ્વામી ભગવાનની પાસેથી મૃગાપુત્રને જોવા માટે ચાલ્યા. ઇસમિતિનું યથાવિધિ પાલન કરતા થકા ભગવાન ગૌતમસ્વામીએ મૃગાદેવીનું ઘર હતું. તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યાર બાદ મૃગાદેવીએ ગૌતમ સ્વામીને આવતા જોયા, જોઇને પ્રસન્ન થઈ અને નતમસ્તક થઈને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! આપના આગમનનું શું પ્રયોજન છે? હે દેવાનુપ્રિય! હું તમારા પુત્રને જોવા માટે આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર પછી ઉત્પન્ન થયેલા ચાર પુત્રોને વસ્ત્રાભૂષણાદિથી અલંકત કરીને ભગવાન ગૌતમના ચરણોમાં માથું નમા વીને કહ્યું - હે ભગવાન્ ! આ મારા પુત્રો છે, આપ જોઈ લો. આ સાંભળી ભગવાન્ ગૌતમે મૃગાદેવીને કહ્યું - દેવાનુપ્રિયે ! પરન્તુ તમારા જ્યેષ્ઠ પુત્ર મૃગાપુત્રને, જે જન્માલ્વ અને જન્માલ્વરૂપ છે, તથા જેને તમે એકાન્ત ભૂમિગૃહમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વિવાગસૂર્ય-૧/૧/૭ રાખ્યો છે, તેમજ જેનું તમે ગુપ્ત રીતે સાવધાનીપૂર્વક ખાનપાનાદિ દ્વારા પાલણ-પોષણ કરી રહ્યા છો, તેને જોવા માટે હું અહીં આવ્યો છું. આ સાંભળી મૃગા દેવીએ ગૌતમને કહ્યું- ભગવાન! તે એવા જ્ઞાની અને તપસ્વી કોણ છે, જેમણે મારી આ રહસ્ય પૂર્ણ વાત આપને કહી ? હે ભદ્રે ! આ બાળકનો વૃત્તાન્ત મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મને કહ્યો હતો, તેથી હું જાણું છું. જે સમયે મૃગાદેવી ભગવાન્ ગૌતમની સાથે વાતચીત કરી રહી હતી, તે જ સમયે મૃગાપુત્ર બાળકના ભોજનનો સમય થઈ ગયો હતો. ત્યારે મૃગાદેવીએ ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું - ભગવાન! આપ અહીં ઉભા રહો, હું મૃગાપુત્ર બાળકને બતાવું છું. એટલું કહીને જે જગ્યાએ ભોજનાલય હતું. ત્યાં આવે છે, આવીને પ્રથમ વસ્ત્રપરિવર્તન કરે છે તથા તેમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ અધિક પ્રમાણમાં ભરે છે, ત્યાર પછી તે લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભગવાનૂ ગૌતમ સ્વામી હતા, ત્યાં આવે છે, આવીને તેણેએ ભગવાન્ ગૌતમસ્વામીને કહ્યું - ભગવાનું આપ મારી પાછળ આવો. હું મૃગાપુત્ર બાળકને બતાવું છું. - ત્યાર બાદ તે મૃગાદેવી લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભૂમિગૃહ હતું, ત્યાં આવી. આવીને ચાર પુટવાળા વસ્ત્રથી પોતાના મુખને બાંધતી ભગવાન્ ગૌતમને કહેવા લાગી - ભગવાન ! આપ પણ મુખના વસ્ત્રથી આપના મુખને બાંધી લો, ગૌતમે મુખના વસ્ત્રથી પોતાના મુખને બાંધી લીધું. ત્યારબાદ મૃગાદેવીએ પાછળ મોટું કરીને જ્યારે તે ભૂમિગૃહનું દ્વાર ખોલ્યું ત્યારે તેમાંથી દુર્ગધ આવવા લાગી. તે દુગંધમૃત સર્પ આદિ પ્રાણિઓની દુર્ગધ સમાન જ નહીં પરંતુ તેથી પણ વધારે ખરાબ હતી. ત્યાર પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ગન્ધથી આક પએિલા તથા તેમાં મૂચ્છિત થયેલા તે મૃગાપુત્રે તે આહાર કર્યો અને જઠરાગ્નિથી પચાવેલો તે આહાર તરત જ પર અને રુધિરના રૂપમાં પરિણત થઈ ગયો અને સાથે જ મૃyત્ર બાળકે પરૂઆદિમાં પરિવર્તિત તે આહારની ઊલટી કરી અને તત્કાળ તે તે વમેલા પરુ અને રુધિરને પણ તે ચાટવા લાગ્યો. તે મૃગાપુત્ર બાળકને જોઈને ભગવાન ગૌતમના ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ, વિચાર અને કલ્પનાઓ ઉત્પન્ન થવા લાગી. તેમણે વિચાર્યું કે આ બાળક પૂર્વ જન્મોના દુશણ દુષ્પતિક્રાન્ત અને અશુભ કર્મોના પાપ રૂપ ફળનો ભોગવી રહ્યો છે. નરક તથા નારકી મેં જોયા નથી, પણ આ બાળક નરક સમાન વેદનાઓનો અનુભવ કરતો થકો પ્રત્યક્ષ જણાય છે. આમ વિચાર કરી ભગવાન્ ગૌતમે તેના ઘરેથી પ્રસ્થાન કર્યું. શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીની જમણી બાજુથી પ્રદક્ષિણા કરીને તેમને વન્દના તથા નમસ્કાર કર્યો, કહ્યું - ભગવાન્ આપશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરી હું મૃગાપુત્રને જોવા ગયા યાવતુ પર, શોણિતનો આહાર કરતા થકા મૃગા પુત્રની દશાને જોઈને જોઇને મારા ચિત્તમાં આ વિચાર ઉત્પન્ન થયો કે - અહો હો ! આ બાળક મહાપાપ રૂપ કર્મોના ફળને ભોગવતો કેટલુંનિકૃષ્ટ જીવન વિતાવી રહ્યો છે.ભદત્તાતે બાળક પૂર્વ ભવમાં કોણ હતો ? ઈત્યાદિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું – ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભારતના વર્ષમાં શદ્વાર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. ત્યાંના લોકો ઘણી નિર્ભયતાથી જીવન વિતાવી રહ્યા હતા. આનન્દનો ત્યાં સર્વતોમુખી પ્રસાર હતો. તે નગરમાં ધનપતિ નામનો એક રાજા રાજ્ય Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૯૫ કરતો હતો. તે નગરથી કાંઇક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે વિજ્યવર્ધમાન નામનું એક ખેટ હતું તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી પરિપૂર્ણ હતું. તે વિજ્ય વર્ધમાન ખેટની અધીન તામાં પાંચસો ગામો હતાં. તેમાં ‘એકાદ’ નામનો એક રાષ્ટ્રકૂટ-પ્રતિનિધિ - હતો, કે જે મહાઅધર્મી અને દુષ્પ્રત્યાનન્દી -પરમ અસન્તોષી, સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાંજ સદા આનન્દ માનવા વાળો હતો. તે એકાદિ વિજ્યવર્ધમાન ખેટના પાંચસો ગામોનું આધિપત્ય, શાસન અને પાલન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી તે એકાદિ નામનો રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન ખેટના પાંચસો ગામોને, કરમહેસૂલોથી, ક૨-સમૂહોથી, ખેડૂત આદિનો આપેલા ધાન્ય આદિના દ્વિગુણ આદિને ગ્રહણ કરવાથી, અધિક વ્યાજથી, લાંચથી તિરસ્કાર કરીને, હત્યા આદિનો અપરાધ લગાવી ગ્રામજનો પાસેથી ધન લેવાથી, ધન માટે કોઇને યન્ત્રણા આપવાથી, ચોરો આદિના પોષણથી, ગામ આદિને બાળવાથી અને પથિકોનો ઘાત કરવાથી, લોકોને પોતા ના આચારથી ભ્રષ્ટ કરતો તથા જનતાને દુઃખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી રાષ્ટ્રકૂટ એકાદિ વિજયવર્ધમાન ખેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપાપાત્ર અથવા જેઓએ રાજા તરફથી ઉચ્ચ આસન પ્રાપ્ત કર્યું હોય એવા નાગરિક લોકો તથા માંડલિક - મંડલના અધિપતિઓ, કૌટુમ્બિક-કુટુમ્બોના સ્વામી, શ્રેષ્ઠી અને સાર્થવાહ - સાર્થ નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં, કાર ણોમાં, ગુપ્ત મંત્રણાઓ, નિશ્ચયો અને વિવાહ સમ્બન્ધી નિર્ણયો અથવા વ્યાવહારિક વાતોમાં સાંભળતો થકો પણ એમ કહે છે કે મેં સાંભળ્યું નથી, જોયું નથી, હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને મેં જાણ્યું નથી અને તેથી વિપરીત નહિ જોયેલો, નહિ બોલેલા, નહિ ગ્રહણ કરેલા અને નહિ જાણેલા વિષયોના સમ્બન્ધમાં કહે છે કે – મેં જોયુ છે ઇત્યાદિ આ પ્રકારના પંચનામય વ્યવહા૨ને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. માયાચાર કરવો તે જ તેના જીવનનું પ્રધાન કાર્ય હતું અને પ્રજાને વ્યાકુળ કરવી તે જ તેનું વિજ્ઞાન હતું. તદુપરાન્ત તેના મતમાં મનનું ધાર્યું કરવું એજ એક સર્વોત્તમ આચરણ હતું. તે એકાદિ રાષ્ટ્રકૂટ કલુષ-દુઃખના હેતુભૂત અત્યન્ત મલીન પાપકર્મોનું, ઉપાર્જ ન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી કોઇ વખતે તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારનાં રોગાનંક - [૮] શ્વાસ, કાસ, જવર, દાહ, કુક્ષિશૂળ, ભગન્દર, અર્શ, અજીર્ણ, દૃષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, અક્ષિવેદના, કર્ણવેદના, કુંડ-ખુજલી ઉદરરોગ અને કુષ્ઠોરોગ. [૯] તે એકાદિ રાષ્ટ્રકૂટ સોળ રોગાતંકોથી અત્યન્ત દુઃખી થઇ કૌટુમ્બિક પુરુષો - સેવેકોને બોલાવે છે, બોલાવીને તેને એમ કહે છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજયવર્ધમાન ખેટના શ્રૃંગાટક આદિ માર્ગો પર જઇને ઘણા ઉંચા - સ્વરથી આ રીતે ધોષણા કરો કે - હે મહાનુભાવો ! એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં ૧૬ ભયં કર રોગો ઉત્પન્ન થયા છે, જો કોઇ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક અથવા શાયકપુત્ર, ચિકિત્સક યા * ચિકિત્સકપુત્ર કોઇ એક રોગાતંકને પણ ઉપશાન્ત કરશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ ઘણું ધન આપશે. ત્યાર પછી વિજ્યવર્ધમાન ખેટમાં આવા પ્રકારની ઉદ્ઘોષણા સાંભળીને અનેક વૈધ આદિ હાથમાં શસ્ત્રોની પેટીઓ લઇને પોતપોતાના ઘરોમાંથી નીકળી પડે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વિવાગસૂર્ય- ૧/૧/૯ એકાદિ રાષ્ટ્રકૂટના શરીરનો સ્પર્શ કરે છે. શરીર સમ્બન્ધી ચર્ચા કર્યા પછી રોગોનું નિદાન પૂછે છે. પછી તે ૧૬ રોગાતકોમાંથી કોઈ એક જ રોગાતકને ઉપશાન્ત કરવા માટે અનેક અભ્ય ગનો, ઉદ્વર્તનો, સ્નેહપાનો, વમનો, વિરેચનો, સેચનો અથવા સ્વેદન, અવદાહન, અવજ્ઞાન, અનુવાસન, વસ્તિકર્મ, નિરૂહ, શિરાવેધ, તક્ષણ, પ્રતક્ષણ, શિરો બસ્તિ, તર્પણ તથા પુટપાક, ત્વચા, મૂળ, કંદ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ તેમજ કરીઆતું આદિના ઉપયોગથી તથા ગુટિકા, ઔષધ, ભેષજ આદિના પ્રયોગથી પ્રયત્ન કરે, પરન્તુ એક રોગને પણ ઉપશાન્ત કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે તે વૈદ્ય વૈદ્યપુત્રાદિ ગ્રાન્ત, ખિન્ન અને હતાશ થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. ત્યાર બાદ તે એકાદિ રાષ્ટ્રકૂટ વૈદ્યો આદિ દ્વારા પ્રત્યાખ્યાત તથા સેવકોથી પરિ ત્યક્ત થવા પર ઔષધ અને ભેષજથી ઉદાસીન થઈ ગયો. સોળ રોગાતકોથી ઘેરાયેલો રાજ્ય અને રાષ્ટ્રનું આસ્વાદન, પ્રાર્થના, ઇચ્છા અને અભિલાષા કરતો તે એકાદિ મનોવ્ય થાથી વ્યથિત, શારીરિક પીડાથી પીડિત અને ઇન્દ્રિયોને વશ હોવાથી પરતંત્ર- થઇને ૨૫૦ વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને કાળ કરીને આ રત્નપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે એકાદિનો જીવ ભવસ્થિતિ પૂરી થવા પર નરકમાંથી નિકળતાં જ આ પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે મૃગાદેવીના શરીરમાં ઉજ્જવલ યાવતું ઉત્કટ અને જાજ્વલ્યમાન વેદના ઉત્પન થઈ. તીવ્રતર વેદનાનો પ્રાદુર્ભાવ થયો. જ્યારથી મૃગાપુત્ર નામાનો બાળક મૃગાદેવીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો ત્યારથી લઈને તે મૃગાદેવી વિજય ક્ષત્રિયને અનિષ્ટ, અમ નોહર, અપ્રિય, અસુન્દર, મનને ન ગમે તેવી લાગવા લાગી. તત્પશ્ચાતુ કોઈ સમયે મધ્ય રાત્રિમાં કુટુમ્બચિન્તાથી જાગતી તે મૃગા દેવીના હૃદયમાં આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે હું પહેલાં તો વિજય નરેશને પ્રિયચિત્ત નીય, વિશ્વાસપાત્ર અને સન્માનનીય હતી પરન્તુ જ્યારથી મારા ઉદરમાં આ ગર્ભસ્થ જીવ ગર્ભ રૂપે આવ્યો છે ત્યારથી વિજય નરેશને હું અનિષ્ટ યાવત્ અપ્રિય લાગવા લાગી છું. અત્યારે તો વિજય નરેશ મારા નામ તથા ગોત્રનું પણ સ્મરણ કરવા ઇચ્છતા નથી, તો પછી દર્શન અને ભોગવિલાસની તો આશા. જ શું છે? તેથી મારા માટે એ જ ઉપયુક્ત અને કલ્યાણકારી છે કે હું આ ગર્ભને અનેક પ્રકારની શાતના, યાતના, ગાલના અને મારણ દ્વારા પાડી દઉં. વિચાર કરીને ગર્ભપાતમાં કારણભૂત ખારી, કડવી અને કસાયેલી ઔષધિઓનું ભક્ષણ તથા પાન કરતી થકી તે ગર્ભને પાડી દેવા ઈચ્છે છે, પરન્તુ તે ગર્ભ ઉક્ત ઉપાયોથી પણ નષ્ટ ન થયો. જ્યારે તે મગાવતી દેવી આ પૂર્વોક્ત ઉપાયોથી તે ગર્ભને નષ્ટ ન કરી શકી ત્યારે શરીરથી શ્રાન્ત, મનથી ખિન્ન થતી ઇચ્છા ન હોવા છતાં વિવશતાને કારણે અત્યન્ત દુઃખ સાથે તે ગર્ભને ધારણ કરવા લાગી. ગર્ભમાં રહેલા તે બાળકના શરીરમાં અન્દર તથા બહાર વહેનારી આઠ નાડીઓમાંથી પરૂ અને લોહી વહેતું હતું. આ સોળ નાડીઓમાંથી બબ્બે નાડીઓ કાનના છિદ્રોમાં, એ રીતે બન્ને નેત્ર વિવરોમાં બબ્બે નાસિક વિવરો અને બળે ધમની ઓ પર વારંવાર પરૂ અને લોહીનો સ્ત્રાવ કર્યા કરતી હતી. ગર્ભમાંજ તે બાળકના શરીરમાં અગ્નિક-ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થઈ ગયો હતો, જેના કારણે તે બાળક જે કાંઈ ખાતો તે તરત જ નષ્ટ થઈ જતું હતું. તે ખાધેલો આહાર તરત જ પરૂ અને લોહીના રૂપમાં પરિણત થઈ જતું હતું. ત્યારબાદ તે પરુ અને લોહીને પણ ખાઈ જતો હતો. Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૭ ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થવા પર મૃગાદેવીએ જન્માલ્વ યાવત્ અવયવોના આકારમાત્ર રાખનાર બાળકને જન્મ આપ્યો. - હુંડ તથા આંધળા તે બાળકને જોઈને ભયભીત, ત્રસ્ત, વ્યાકુળ તથા ભયથી કાંપતી મૃગાદેવીએ ધાયમાતાને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે ! તમે જોઓ, આ બાળકને લઇ જઈને એકાન્તમાં કોઈ કૂડા-કચરાના ઢગલા પર ફેંકી આવો. ત્યારબાદ તે ધાયમાતા મૃગાદેવીના આ કથનને તથાસ્તુ' - ઘણું સારું, કહીને સ્વીકૃત કરતી જ્યાં વિજય નરેશ હતા ત્યાં આવી અને હાથ જોડીને સર્વ વૃતાંત કહ્યો તે ધાયમાતા પાસેથી આ સંપૂર્ણ વૃત્તાન્ત સાંભળીને વ્યાકુળ થયેલો વિજય નરેશ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મૃગાદેવી પાસે આવ્યો, આવીને તેને આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર! આ તમારો પ્રથમ ગર્ભ છે, જો તમે તેને કોઈ એકાન્ત સ્થાનમાં – અર્થાતુ - કુડા-કચરાના ઢગલા (ઉકરડા) પર ફેકાવી દેશો તો તમારી પ્રજા સ્થિર નહીં રહે. તેથી ફેંકવાને બદલે તમે આ બાળકને ભોંય રામાં રાખીને છૂપી રીતે ભક્તપાનાદિ દ્વારા પાલનપોષણ કરો. એમ કરવાથી તમારી ભાવી પ્રજા ચિરસ્થાયી રહેશે. ત્યારબાદ મૃગાદેવીએ વિજય નરેશના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો - હે ગૌતમ ! આ રીતે મૃગાપુત્ર પોતે કરેલા પૂર્વના પાપકર્મોનું પ્રત્યક્ષ ફળ ભોગવતો સમય વિતાવી રહ્યો છે. [૧૦]- હે ભગવાનું! તે બાળક અહીંથી કાળ કરીને કયાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ મૃગાપુત્ર બત્રીસ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને કાળમાસમાં કાળ કરીને આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્દર ભારત વર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં સિંહરૂપે સિંહકુળમાં જન્મ લેશે તે ત્યાં મહાઅધર્મી અને સાહસિક બનીને વધારેમાં વધારે પાપકર્મોનું ઉપાર્જન કરશે, પછી તે કાળ કરીને આ રત્નપ્રભા નામક એક સાગ રોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પહેલા નરકમાં ઉત્પન્ન થશે. પછી તે ત્યાંથી નીકળીને સીધો સરીસૃપોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાળ કરીને ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી બીજી નરકભૂમિમાં ઉત્પન્ન થશે.ત્યાંથી પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાં કાળ. કરીને સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાલી ત્રીજી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સિંહની યોનિમાં પછી કાળ કરીને ચોથી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સંપ ત્યાંથી પાંચમી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સ્ત્રી થશે કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને મનુષ્ય બનશે અને કાળ કરીને સાતમી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને જલચર પંચેન્દ્રિય તિર્યંચોમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર અને સંસમાર આદિ જલચર પંચે ન્દ્રિય જાતિના જે કુલકોટિઓની સંખ્યા સાડાબાર લાખ છે, તેના એક એક યોનિભેદમાં લાખો વાર જન્મ મરણ કરતો એમાં જ વારંવાર ઉત્પન્ન થશે, તત્પશ્ચાતુ ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં - ઉર:પરિસર્પ, ભુજ પરિસર્પ - તથા ખેચર જીવોમાં તેમ જ ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય પ્રાણીઓ તથા વનસ્પતિમાં રહેલો કડવા વૃક્ષો અને કડવા દૂધવાળા વૃક્ષોમાં વાયુ, તેજ, જલ અને પૃથ્વીકાયમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાર બાદ ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં બળદ રૂપે ઉત્પન્ન થશે. જ્યારે તે બાળકપણાને છોડીને યુવાવસ્થામાં આવશે ત્યારે ગંગા નામની મહાનદીના કિનારાની માટીને ખોદતાં નદીનો કિનારો પડી જવાથી પીડિત થતો મૃત્યુનો. પ્રાપ્ત થશે, મૃત્યુને પ્રાપ્ત થયા પછી તે ત્યાંજ સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં કોઇ શેઠને ઘરે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વિવાગસૂર્ય-૧/૧/૧૦ પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ તે કોઈ સ્થવિર સાધુઓની પાસે ધર્મ સાંભળશે, સાંભળીને મનન કરશે, ત્યાર પછી મુંડિત થઈને અગારવૃત્તિનો ત્યાગ કરી અણગાર ધર્મને પ્રાપ્ત કરશે. તે અણગાર ઇય સમિતિ યુક્ત યાવતું બ્રહ્મચારી થશે. ત્યાં ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પયિનું પાલન કરીને આલોચના અને પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ કરતો સમાધિભાવને પ્રાપ્ત કરીને કાળ કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી દેવભવની સ્થિતિ પૂર્ણ થઈ જવા પર ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સમ્પન કાળમાં ઉત્પન્ન થશે. ત્યાં તેનો કલાભ્યાસ, પ્રવ્રજ્યાગ્રહણ યાવતું મોક્ષગમન ઇત્યાદિ બધો વૃત્તાન્ત “ઢ પ્રતિજ્ઞ'ની જેમ જાણી લેવો. | અધ્યયનઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૨-ઉઝિતક [૧૧] ભગવન્! વિપાકશ્રુતના દ્વિતીય અધ્યયનનો મોક્ષસંપ્રાપ્ત શ્રમણ ભગવાનું મહાવીરે શું અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વાણિજગ્રામ નગર હતું. તે નગરમાં ઇશાન ખૂણામાં દુતિપલાશ ચૈત્ય હતું. તે ઉદ્યાનમાં “સુધમ' નામના યક્ષનું એક યક્ષાયતન હતું. મિત્ર રાજા અને તેની શ્રી નામની રાણી હતી. તથા તે નગરમાં અન્યૂન પંચેન્દ્રિય શરીરયુક્ત યાવતુ રૂપવતી, ૭૨ કળાઓમાં પ્રવીણ, ગણિ કાના ૬૪ ગુણોથી યુક્ત, ૨૯ પ્રકારના વિષયોના ગુણોમાં રમણ કરનારી, ૩૧ પ્રકારના રતિ ગુણોમાં પ્રધાન ૩૨ પ્રકારના પુરુષ સમ્બન્ધી ઉપચારોમાં નિપુણ કામધ્વજા નામની વેશ્યા હતી. તેના પ્રસુપ્ત નવ અંગો જાગૃત હતા. તે ૧૮ દેશી ભાષાઓમાં વિશારદ હતી. તે સુન્દર વેષભૂષા અને શૃંગાર રસનું ઘર બનેલી હતી, તેમ જ ગતિ, રતિ અને ગાન્ધર્વ, નાટ્ય તથા નૃત્ય કળામાં પ્રવીણ, સુન્દર ગમન કરનારી, કુચાદિત સૌન્દર્યથી સુશોભિત, ગતિ, નૃત્ય આદિ કળાઓથી હજાર મુદ્રા પરિમિત શુલ્ક કમાનારી, જેના વિલાસ-ભવન ઉપર ઊંચી ધ્વજા લહેરાઈ રહી હતી, તેને રાજા તરફથી છત્ર, ચામર અને બાલવ્યજન મળ્યા હતા અને જે કણરથમાં ગમનાગમન કર્યા કરતી હતી, તે કામધ્વજા નામની ગણિકા હજારો ગણિકાઓ પર આધિપત્ય કરી ત્યાં રહી હતી. [૧૨] તે વાણિજગ્રામ નગરમાં વિજય મિત્ર નામનો એક ધનવાનું સાર્થવાહ નિવાસ કરતો હતો.તે વિજય મિત્રને સવગ સંપન્ન સુભદ્રા નામની પત્ની હતી.તે વિજય મિત્રનો પુત્ર અને સુભદ્રાનો આત્મજ ઉઝિતક નામનો એક સવાંગ સંપન્ન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વાણિજ ગ્રામ નગરમાં પધાર્યા. પર્ષદા નીકળી અને ત્યાંનો રાજા પણ કોણિક નરેશની માફક ચાલ્યો. ભગવાને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનતા અને રાજા બને પાછા ચાલ્યા ગયા. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર ભિક્ષા માટે વાણિજગ્રામનગરામાં ગયા. ઊંચ નીચ બધા ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા રાજમાર્ગ પર પધાર્યા. ત્યાં રાજમાર્ગ પર તેમણે અનેક હાથીઓ જોયો કે જે યુદ્ધને માટે તૈયાર હતા. તે હાથીઓને કવચ પહેરાવ્યો હતા અને તે શરીર રક્ષક, ઉપકરણ, ઝૂલ આદિથી યુક્ત હતા, તેઓના પેટ દ્દઢ બંધનથી બાંધેલા હતા. તેમના ઝૂલાની બન્ને બાજુ મોટા મોટા ઘંટા લટકી રહ્યા હતા, તેમજ તે Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ ૨૯૯ મણિઓ અને રત્નોથી જડેલા, રૈવેયક પહેરેલા હતા તથા અન્ય કવચાદિ સામગ્રથી યુકત હતા. તે ધ્વજા, પતાકા તથા પંચવિધ શિરોભૂષણોથી વિભૂષિત હતા તેમ જ તેઓના પર આયુધ અને પ્રહરણાદિ ધારણ કરનાર મહાવત સવાર થઈ રહ્યા હતા. શ્રી ગૌતમ સ્વામીએ ત્યા અનેક અણ્વોને પણ જોયા, તે યુદ્ધને માટે તૈયાર હતા તથા તેમને કવચ પહેરાવેલો હતા. તેઓના શરીર પર ઝૂલ પડેલી હતી, મુખમાં લગામ દીધેલી હતી અને તે ક્રોધથી હોઠોને ચાવી રહ્યા હતા અને ચામર તથા સ્થાસકથી તેમનો કટિ ભાગ વિભૂષિત થઈ રહ્યો હતો. તેના પર બેઠેલો ઘોડે સવારો આયુધ અને પ્રહરણા દિથી યુક્ત હતા. આ રીતે ગૌતમએ ત્યાં ઘણાં પુરુષોને પણ જોયા જેઓએ દઢ બંધનોથી બાંધેલા અને લોહમય કસૂલકાદિથી યુક્ત કવચો શરીર પર ધારણ કરેલા હતા. તેમની ભુજમાં શરાસન પટ્ટી બાંધેલી હતી. ગળામાં આભૂષણ ધારણ કરેલા હતા અને તેમના શરીર પર વિશિષ્ટ પ્રકારની નિશાની વાળી પટ્ટી લાગેલી હતી તથા આયુધ અને પ્રહર ણાદિ ધારણ કરેલા હતા. તે પુરુષોની વચ્ચે ભગવાન ગૌતમે એક બીજા માણસને જોયો, જેના ગળા અને હાથોને વાળીને પૃષ્ઠ ભાગ સાથે બન્ને હાથોને દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તેના કાન અને નાક કાપેલા હતા. તેનું શરીર ઘીથી ચીકણું કરવામાં આવ્યું હતું, તથા તે વધ્ય-પુરુષના પહેરવાના બે વસ્ત્રોથી યુક્ત હતો. તેના ગળામાં કંઠસૂત્રની સમાન લાલ પુષ્પોની માળા હતી અને તેનું શરીર ગેરુના ચૂર્ણથી પોતેલું હતું. જે ભયથી ત્રાસ પામેલો તથા પ્રાણ ધારણ કરી રાખવાનો ઈચ્છુક હતો, તેના શરીરને તલ તલ જેટલા ટુકડા કરીને કાપી રહ્યા હતા અને શરીરના નાના નાના માંસના ટુકડા કાગડા આદિ પક્ષીઓના લક્ષ્ય થઈ રહ્યો હતો. એવો તે પાપી પુરુષ સેંકડો પત્થરો તથા ચાબૂકોથી મરાઈ રહ્યો હતો અને અનેક સ્ત્રી પુરૂષોથી ઘેરાયેલો, પ્રત્યેક ચોરા આદિ - પર તેની ઉધોષણા કરવામાં આવતી હતી. હે મહાનુભાવો! “ઉઝિક બાળક પ્રત્યે કોઈ રાજા કે રાજપુત્રો કોઈ અપરાધ નથી કર્યો પરંતુ આ તેના પોતાના જ કર્મોનો દોષ છે, જેના કારણે આ ખરાબ અવસ્થાને પ્રાપ્ત થઈ રહ્યો છે.” [૧૩] ત્યારબાદ તે પુરુષને જોઈને ભગવાન ગૌતમના મનમાં એવો વિચાર, કલ્પના કે સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો! આ પુરુષ કેવી નરક-સમાન વેદનાનો અનુભવ કરી રહ્યો છે ! તત્પશ્ચાતુ વાણિક્ઝામ નગરમાં ઊંચ, નીચ અને મધ્યમ કોટિના ઘરોમાં ભિક્ષા લઈને ભગવાનું મહાવીર સ્વામીની પાસે આવ્યા અને તેમને લાવેલી ભિક્ષા. બતાવી, ત્યાર બાદ ભગવાનને વન્દના, નમસ્કાર કરીને સર્વ વાત કહી. ભદન્ત! તે પુરૂષ પૂર્વભવમાં કોણ હતો? - ગૌતમ ! તે પુરુષના પૂર્વભવનો વૃત્તાન્ત આ પ્રમાણે છે. તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપ નામાના દ્વીપમાં ભારત વર્ષમાં હસ્તિનાપુર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. તે નગરમાં સુનન્દ નામનો રાજા હતો. તે મહાહિમવન્ત પર્વત સમાન પુરુષોમાં મહાન્ હતો. તે હસ્તિનાપુર નગરના લગભગ મધ્ય પ્રદેશમાં સેંકડો સ્તમ્ભોથી બનાવે પ્રાસાદિક,દર્શનીય,અભિરૂપ,અને પ્રતિરૂપએકમહાન ગોમંડપ હતો. ત્યાં નગરમાં સનાથ અને અનાથ પશુ સુખપૂર્વક રહેતા હતા. તેમને ત્યાં ઘાસ પાણી પતિ હતા તે ભય અને ઉપસર્ગ આદિથી રહિત થઈને ઘૂમતા. તે હસ્તિનાપુર નગરમાં મહાન અધર્મી યાવતું મહામહેનતે પ્રસન્ન થનાર ભીમ નામનો એક ફૂટગ્રાહ રહેતો હતો. તેની ઉત્પલા નામની સ્ત્રી હતી, કે જે સંપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળી હતી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વિવાગસૂર્ય-૧/૨/૧૪ . [૧૪] કોક વખતે ઉત્પલા ગર્ભવતી થઈ. લગભગ ત્રણ માસ પછી તેને આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો - ધન્ય છે તે માતાઓ યાવતુ તેઓએ જ પોતાનું જન્મ તથા જીવનને સારી રીતે સફળ કર્યું છે જે અનેક અથવા યા સનાથ નાગરિક પશુઓ યાવતું બળદોનો ઉધસુ, સ્તન, વૃષણ, અંડકોશ, પુંછ, કકુદ, સ્કંધ, કર્ણ, નેત્ર, નાસિકા, જીભ, હોઠ તથા ગોદડીને કાપીને અને શૂલમાં લઈ અગ્નિમાં પકાવેલ, તળેલા, ભૂંજેલા, સૂકા યેલા અને લવણ સંસ્કૃત માંસની સાથે સુરા, મધુ, મેરક, સીધુ અને પ્રસન્ના આ મદ્યોનું સામાન્ય અને વિશેષ રૂપથી આસ્વા દિન, વિવાદન, પરિભાજન તથા પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ એ રીતે મારા દોહદને પૂર્ણ કરે! આ વિચાર પછી તે દોહદ પૂર્ણ ન થવાથી તે ઉત્પલા નામની કૂટગ્રહની સ્ત્રી સુકાઈ ગઈ, ભૂખી થઈ, માંસ રહિત એટલે કે હાડપિંજર જેવી થઈ ગઈ, શરીર શિથિલ થઈ ગયું. કાન્તિ રહિત થઈ ગઈ. દીન તથા ચિન્તાતુર મુખવાળી થઈ ગઈ. મોટું પીળું પડી ગયું, આંખ અને મોઢું મુરજાઈ ગયા. યથોચિત ઉપભોગ ન કરતી, હાથથી ચોળેલી પુષ્પ માળાની જેમ પ્લાન થયેલી, ઉત્સાહરહિત યાવતુ આર્તધ્યાનગ્રસ્ત થઈને ચિન્તાતુર રહેવા લાગી. કોઈ વખતે ભીમ નામનો કૂટગ્રાહ જ્યાં ઉત્પલા કૂટાહિણી હતી ત્યાં આવ્યો અને આવીને તેને યાવતુ ચિન્તાગ્રસ્ત ઉત્પલાને જોઈ ત્યારે તે કહેવા લાગ્યો કે - હે ભદ્ર! તમે આ રીતે શુષ્ક, નિમીસ યાવતુ હતોત્સાહ થઈને કેમ ચિન્તામાં ડૂબેલા છો ? ત્યાર બાદ ઉત્પલા પત્નીએ તેને દોહદની વાત કરી. ત્યારે કૂટગ્રાહ ભીમે પોતાની ઉત્પલા ભાયને કહ્યું - હે ભદ્ર! તું ચિન્તા ન કર, હું એવું કાંઇક કરીશ કે જેનાથી તારા આ દોહદની પૂર્તિ થઈ જશે. ત્યાર બાદ ભીમ કૂટગ્રાહ અર્ધરાત્રિના સમયે એકલો જ લોખંડના કુસૂલક આદિ થી યુક્ત કવચને ધારણ કરીને આયુધ અને પ્રહરણ લઈને ઘરેથી નીકળ્યો અને ગૌશાળા હતી ત્યાં આવ્યો, આવીને અનેક નાગરિક પશુઓ યાવતું બળદોમાથી કોઇકના ઉધસુ, યાવતુ કોઈકની સાસ્ના અને કોઇકના અન્ય અન્ય અંગોપાંગો કાપે છે, કાપીને પોતાના ઘરે આવે છે. અને આવીને તે પોતાની પત્ની ઉત્પલાને આપે છે. ત્યાર પછી તે ઉત્પલા તે અનેકવિધશલ્ય, પ્રોતાદિ ગોમાંસ સાથે મદિરા આદિનું આસ્વાદન, પ્રસ્વાદન કરતી પોતાના દોહદની પૂર્તિ કરે છે. આ રીતે તેનો દોહદ પૂર્ણ થયો. તે સમ્માનિત દોહદવાળી, વિનીત દોહદવાળી, નિવૃત્ત દોહદવાળી થઈ અને તે ઉત્પલા કૂટાહિણી ગર્ભને સુખ પૂર્વક ધારણા કરવા લાગી. ત્યારપછી નવ માસ પૂર્ણ થઈ જવા પર બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંત જ તે બાળકે કર્ણકટુ તેમજ ચીત્કાર પૂર્ણ ભયંકર શબ્દ કર્યો. તેની એવી ચીસ સાંભળીને અને દૃય માં અવધારણા કરીને હસ્તિનાપુર નગરમાં નાગરિક પશુ યાવત્ બળદાદિ ભયભીત થઈ ગયા અને ઉદ્વેગને પ્રાપ્ત કરીને ચારે તરફ ભાગવા. લાગ્યા. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ આ વૃતાંત અનુસાર બાળકનું નામ “ગો ત્રાસ” પાડ્યું. ત્યાર બાદ ગોત્રાસ બાળકે બાલપણને છોડીને યુવાસ્થામાં પ્રવેશ કર્યો અને તે યુવક થઇ ગયો. કોઈ સમયે ભીમ કૂટાહનું મરણ થઈ ગયું. ત્યારે તે ગોત્રાસે પોતાના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબન્ધી અને પરિજ નોથી ઘેરાઈને રૂદન, આકંદન અને વિલાપ કરતાં કૂટગ્રાહનો દાહ સંસ્કાર કર્યો અને કેટલીક લૌકિક મૃતક ક્રિયાઓ પણ કરી. ત્યાર પછી સનન્દ રાજાએ ગોત્રસ બાળકને પોતે જ કૂટગ્રાહના પદ પર નિયુક્ત કર્યો. અધર્મી Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ ૩૦૧ યાવતુ દુષ્યત્યાનંદી. તે ગોત્રાસ દરરોજ અર્ધ રાત્રિના સમયે સૈનિકની જેમ તૈયાર થઈને કવચ પહેરીને, તેમ જ અસ્ત્ર-શસ્ત્રોને ધારણ કરીને પોતાના ઘરેથી નીકળે છે, નીકળીને ગોમંડપ જાય છે અને ત્યાં અનેક ગાય આદિ નાગરિક પશુઓના અંગોપાંગોને કાપીને પોતાના ઘરમાં આવી જાય છે, આવીને તે ગાય આદિ પશુઓના પકાવેલા માંસ સાથે મદિરા આદિનું આસ્વાદન કરતો જીવન વ્યતીત કરે છે. ત્યાર પછી તે ગોત્રાસ ફૂટગ્રાહ આવા પ્રકારના કર્મોવાળા, આવા પ્રકારના કાર્યોમાં પ્રધાનતા રાખવાવાળો, પાપરૂપ વિદ્યાને જાણનારો તથા પ્રકારના પાપકર્મોનું ઉપાર્જન કરીને પાંચસો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને, ચિત્તાઓ અને દુઃખોથી પીડિત થતો કાળ માસમાં કાળ કરીને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપની સ્થિતિવાળા બીજા નકરમાં નારક રૂપે ઉત્પન્ન થયો. [૧૫] તે કૂટગ્રાહ ગોત્રાસનો જીવ બીજી નરકમાંથી નીકળીને સીધો આ વાણિજ ગ્રામ નગરમાં વિજ્ય મિત્ર સાર્થવાહની સુભદ્રા નામની પત્નીનાં ઉદરમાં પુત્રરૂપે આવ્યો. નવ માસ પૂર્ણ થવા પર સુભદ્રા સાર્થવાહિનીએ એકાન્તમાં કચરો નાખ વાની જગ્યાએ ફેંકાવી દીધો અને પાછો તેને ઉઠાવી લીધો, ઉઠાવીને ક્રમથી સંરક્ષણ અને સંગોપન કરતી તેને મોટો કરવા લાગી. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ મહાનુ ઋદ્ધિસત્કાર અને આડંબર સાથે કુળ મયદા પ્રમાણે પુત્રજન્મ યોગ્ય વધામણી રૂપે પુત્રજન્મ-મહોત્સવ કર્યો. તે બાળકના માતા-પિતાએ બારમા દિવસે ગુણ નિષ્પન્ન નામકરણ આ પ્રમાણે કર્યું, કેમકે અમારો આ બાળક જન્મતાં જ અશુચિ પ્રદેશમાં ત્યાગી દેવાયો હતો, તેથી તેનું નામ “ઉજિઝતક કુમાર” રાખવામાં આવે છે. ત્યારબાદ તે ઉજ્જિતકુમાર આ પાંચ ધાવમાતાઓથી યુક્ત ૬ઢ પ્રતિજ્ઞ કુમારની જેમ યાવત્ નિવત્ અને નિર્ભાધાત પર્વતની કંદરામાં રહેલા ચમ્પક વૃક્ષની જેમ સુખ પૂર્વક મોટો થવા લાગ્યો. તદનન્તર કોઈ વખતે વિજયમિત્ર સાર્થવાહે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ, રૂપ ચાર પ્રકારની પણ્ય વસ્તુઓને લઈને લવણ સમુદ્રમાં વહાણ પર વિપત્તિ આવવાથી વિજયમિત્રની ઉક્ત ચારે પ્રકારની મહામૂલ્ય વાળી વસ્ત્ર, આભૂષણ આદિ વસ્તુઓ પાણીમાં ડુબી ગઈ અને તે પોતે પણ ત્રાણરહિત તેમજ શરણરહિત થઈ જવાથી મૃત્યુ પામ્યો. ત્યાર બાદ ઈશ્વર, તલવર, આદિ પણ વિજયમિત્રના મૃત્યુના સમાચાર સાંભળી, પોતાના હાથે લીધેલી થાપણ અને તેથી અતિરિક્ત બહુમૂલ્ય વસ્ત્ર, આભૂષણ આદિ લઈને એકાત્તસ્થાનમાં ચાલ્યા ગયા. જ્યારે સુભદ્રા સાર્થવાહિનીએ લવણ સમુદ્રમાં સંકટ આવી પડવાથી કરિયાણું પાણીમાં ડુબી જવાની સાથોસાથ વિજ્ય મિત્રના મૃત્યુના મહાનું શોકથી વ્યાપ્ત થઈ અને કુહાડાથી કાપેલી ચમ્પકવૃક્ષથી શાખાની જેમ ધડામ કરતી પૃથ્વી તળ પર પડી ગઈ. ત્યારબાદ થોડા સમય પછી તે સુભદ્રા સ્વસ્થ થઈ તથા અનેક મિત્ર, જ્ઞાતિ યાવતું સમ્બન્ધીજનો સાથે રુદન, કંદન તથા વિલાપ કરતી વિજયમિત્રની લૌકિક મૃતકક્રિયા કરવામાં તત્પર થઈ. ત્યાર પછી તે સુભદ્રા સાર્થવા હિની પણ મરણ પામી. [૧૬] ત્યારબાદ નગરપુરુષોએ સુભદ્રાના મૃત્યુના સમાચાર સાંભળીને ઉઝિ તક કુમારને દુરાચારી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યો અને તેનું ઘર બીજા કોઈને આપી દીધું. પોતાના ઘરેથી કાઢી મૂકવાથી ઉત્તિઝતક કુમાર વાણિજગ્રામ નગરના માર્ગો પર તથા જુગારગૃહો, વેશ્યાગૃહો અને મદિરાપાનના સ્થાનોમાં સુખપૂર્વક પરિભ્રમણ કરવા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વિવાગસૂર્ય-૧/૨/૧૬ લાગ્યો. રોકટોક વિનાનો, સ્વચ્છંદ મતિવાળો તેમજ નિરંકુશ થતો તે ચોરી, જુગાર, વેશ્યાગમન અને પરસ્ત્રી ગમનમાં આસક્ત થઈ ગયો. કોઈ વખતે કામધ્વજા નામની વેશ્યા સાથે સ્નેહ સમ્બન્ધ સ્થાપિત થઈ જવાના કારણે તે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન કામ ભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યારબાદ વિમિત્ર રાજાની શ્રી' રાણીને યોનિશૂળ રોગ ઉત્પન્ન થયો, તેથી વિજયમિત્ર રાજા રાણી સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન કામભોગોનું સેવન કરવામાં સમર્થ ન રહ્યો. ત્યારે કોઈ સમયે વિજય મિત્ર રાજાએ ઉજિઝતક કુમારને કામધ્વજા ગણિકાના સ્થાનમાંથી કાઢી મૂક્યો અને કામધ્વજા વેશ્યાને પોતાના અન્તઃપુરમાં રાખી અને તેની સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન વિષયભોગોનું સેવન કરવા લાગ્યો. કામધ્વજામાં મૂચ્છિત, તેના ધ્યાનમાં જ પાગલ બનેલો, તેની આકાંક્ષા રાખ નારો, તેના સ્નેહપાશમાં જોડાયેલો બીજા કોઈ પણ સ્થાને સ્મરણ, પ્રેમ અને માનસિક શાન્તિ પ્રાપ્ત ન કરી શકયો, તેનું ચિત્ત તે વેશ્યામાં જ પરોવાયેલું રહ્યાં કરતું. તત્સમ્બન્ધી કામભોગોમાં પ્રયત્નશીલ, તેને મેળવવા માટે આતુર રહેતો. તેના મન, વચન અને શરીર એ બધાં તેને માટે અર્પણ થઈ રહ્યા હતાં. તે વેશ્યાની જ ભાવનાથી ભાવિત રહેતો તે કુમાર તે કામધ્વજા વેશ્યાના અંતર છિદ્ર અને વિવર એવા સમયની ગવેષણા કરતો જીવન વિતાવવા લાગ્યો. તત્પશ્ચાતુ અવસર પ્રાપ્ત કરીને ગુપ્ત રીતે તેના ઘરમાં પ્રવેશ કર્યો અને તે કામધ્વજા વેશ્યાની સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન વિષયભોગોનો ઉપયોગ કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. અહિ તે વિજયમિત્ર રાજા સ્નાન યાવતુ દુષ્ટ સ્વપ્નનોનાં ફળને નષ્ટ કરવા માટે પ્રાયશ્ચિતરૂપે મસ્તક પર તિલક તેમજ અન્ય માંગો લિકો કરીને, સંપૂર્ણ અલંકારોથી વિભૂષિત થઈને, મનુષ્યોથી ઘેરાઈને તે કામ ધ્વજા વેશ્યાને ઘરે ગયો. ત્યાં તેણે કામધ્વજા વેશ્યા સાથે મનુષ્ય સમ્બન્ધી વિષયભો ગોનો ઉપભોગ કરતાં ઉઝિક કુમારને જોયો. જોતાં જ તે ક્રોધથી લાલપીળો થઈ ગયો અને કપાળમાં ત્રણ રેખાઓ વાળી ભ્રકુટિ ચઢાવીને પોતા નાઅનુચર પુરુષોદ્વારા ઉન્ઝિ તક કુમારને પકડાવી લીધો, પકડાવીને લાકડી મુક્કા, ઢીંચણ અને કોણીના પ્રહારોથી તેના ' શરીરને ભાંગી નાંખ્યું. ચૂરેચૂરા કરી નાખ્યું. મથી નાખ્યું અને અવકોટક બન્ધથી બાંધ્યો અને બાંધીને પૂર્વોક્ત રીતથી વધ કરવાની આજ્ઞા આપી. [૧૭] આ વૃત્તાન્ત સાંભળી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો - હે ભગવન્ત! ઉજ્જિત કકુમાર અહીંથી કાળમાસમાં કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ગૌતમ ! ઉક્તિકકુમાર ૨૫ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આજે જ દિવસના ચોથો પહોરમાં શૂળી દ્વારા ભેદને પ્રાપ્ત થતો રત્નપ્રભા નામની પ્રથમ નરક ભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્તગત ભારતવર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં વાંદરાઓના કુળમાં વાંદરા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણાને ઓળંગીને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં પશુસમ્બન્ધી ભોગો માં આસક્ત, આકાંક્ષા વાળો, ભોગોના સ્નેહપાશમાં જકડાયેલો, ભોગોસમ્બન્ધી આસક્તિમાં બંધાયેલો, તેના સેવનમાં ક્ષણે-ક્ષણે ભાવિત અંતઃકરણવાળો થઈને તે વાંદરાના બચ્ચાઓનું અવહનન કર્યા કરશે. એવા કર્મોમાં તલ્લીન થયેલો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્ત ? ગત ભારતવર્ષના દ્રપુર નામ ના નગરમાં ગણિકાના ઘરમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ ૩૦૩ માતાપિતા ઉત્પન્ન થયેલા તે બાળ કને નપુંસક કરીને નપુંસક કર્મ શિખડાવશે. બાર દિવસ વ્યતીત થઈ જવા પર તેના માતા પિતા તેનું નામ “પ્રિયસેન” એવું રાખશે. બાળપણાને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, વિશેષ જ્ઞાન ધરાવવાવાળો તેમજ બુદ્ધિ આદિથી પરિપક્વ અવસ્થાને પામેલો તે પ્રિય સેન નપુંસક રૂપે, યૌવન અને લાવણ્ય દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળો થશે. - ત્યારબાદ તે પ્રિયસેન નપુંસક ઈન્દ્રપુર નગરના રાજા, ઈશ્વર યાવતુ બીજા મનુષ્યો. ને અનેક પ્રકારના વિદ્યા પ્રયોગોથી, મંત્રો દ્વારા, મન્ડેલી ભસ્મ આદિના યોગથી બધાને વશીભૂત કરીને મનુષ્ય સમ્બન્ધી પ્રધાનભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરશે. તે પ્રિયસેન નપુસંક આ પાપપૂર્ણ કાર્યોને જ પોતાનું કર્તવ્ય, મુખ્ય લક્ષ્ય તથા વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ બનાવશે. આ ખરાબ પ્રવૃત્તિઓ દ્વારા તે અત્યધિક પાપ નું ઉપાર્જન કરીને ૧૨૧ વર્ષના પરમ આયુષ્યને ઉપભોગ કરીને રત્નપ્રભા. નામની પ્રથમ નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સર્પ નોળિઓ આદિ પ્રાણિ ઓની યોનિમાં જન્મ લેશે. ત્યાંથી તેનું સંસાર ભ્રમણ જે રીતે પ્રથમ અધ્યયનમાં મૃગા પુત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, તે રીતે થશે. ત્યાર પછી તે સીધો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્તર્ગત ભારતવર્ષની ચમ્પા નામની નગરીમાં પાડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે કોઈ સમયે મિત્રમંડળી દ્વારા મારવામાં આવશે અને તે જ ચમ્પાન ગરીના શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે ઉત્પન થશે.ત્યાં બાળપણને છોડીને યૌવનાવસ્થાને પ્રાપ્ત થતાંતે વિશિષ્ટ સંયમી સ્થવિરો પાસે શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત બોધિલાભને પ્રાપ્ત કરીને અણ ગાર ધર્મને ગ્રહણ કરશે, ત્યાંથી કાળ માસમાં કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવવોક માં દેવરૂપે ઉત્પન્ન થશે. બાકી બધું જે રીતે મૃગાપુત્રના સમ્બન્ધમાં કહ્યું છે, તેમ સમજવું. અધ્યયનઃ ૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ૩-અલગ્નસેન) [૧૮] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં પુરિમતાલ નામનું એક નગર હતું. તે નગરના ઈશાન ખૂણામાં અમોઘદર્શ નામનું એક ઉદ્યાન હતું. તે ઉધાનમાં અમોઘદર્શી નામના યક્ષનું આયતન હતું. મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. નગરના ઇશાન ખૂણામાં જનપદની સીમાના અંતે રહેલ જંગલમાં શાલાટવી નામની એક ચોર પલ્લી હતી, તે પર્વતની ભયાનક ગુફાઓના કિનારા પર બનાવેલી હતી, વાંસ ની બનાવેલી વાડ રૂ૫ કિલ્લાથી ઘેરાયેલી હતી. પોતાના અવકવોથી કપાયેલા પર્વતના ઊંચાનીચા ખાડા રૂપ ખાઇવાળી હતી. તેની અન્દર પાણીનો પૂરતો પ્રબન્ધ હતો અને તેની બહાર દૂર-દૂર સુધી પાણી મળતું ન હતું. તેની અન્દર અનેકાનેક ગુપ્ત ચોર દરવાજા ઓ હતા અને તે ચોરપલ્લીમાં પરિચિત વ્યક્તિઓનો જ પ્રવેશ અને નિર્ગમન થઈ શકતો હતો. ચોરોની શોધ કરનાર અથવા ચોરો દ્વારા હરાયેલા ધનને પાછું લાવવામાં પ્રયત્નશીલ એવા ઘણાં મનુષ્યો પણ તેમાં પ્રવેશ કરી શકતા ન હતા. તે શાલાટવી નામની ચોર પલ્લીમાં વિજય નામનો ચોરોનો સેનાપતિ રહેતો હતો. તે મહાઅધર્મી હતો યાવતુ તેના હાથ લોહીથી ખરડાયેલા રહેતા હતા. તેનું નામ અનેક નગરોમાં પ્રસિદ્ધ હતું. તે શુરવીર, દ્દઢ પ્રહાર કરનાર, સાહસિક, શબ્દવેધી, શબ્દના આધારે બાણ માર નાર અને તલવાર Page #307 -------------------------------------------------------------------------- ________________ - ૩૦૪ વિવાગસૂર્ય-૧/૩/૧૮ તથા લાઠીનો પ્રહાર કરવામાં પ્રધાન યોદ્ધો હતો. તે પાંચસો ચોરોનું આધિપત્ય, સ્વા મીત્ત્વ યાવતું સેનાપતિત્ત્વ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. [૧] તે વિજય નામનો ચોર સેનાપતિ અનેક ચોર, પરસ્ત્રીલંપટ, ખિસ્સા-કાતર, ખાતર પાડી ચોરી કરનાર જુગારી, ધૂતારા તથા બીજા ઘણાં હાથ આદિ કપાયેલા, નાક થી રહિત અને તિરસ્કૃત થયેલા મનુષ્યોનો આશ્રયદાતા હતો. તે વિજયચોર સેનાપતિ અનેક ગામોનો નાશ, નગરોનો નાશ, ગાયોનું અપહરણ, કેદીઓનું ગ્રહણ, મુસાફરોના ધનાદિનું અપહરણ તથા ખાઈ તોડીને ચોરી કરવી આદિ થી પીડિત, તર્જિત તાડિત ધન અને ધાન્યથી રહિત કરતો મહાબલ રાજાના કરને વારંવાર પોતે ગ્રહણ કરીને સમય વ્યતીત કરી રહ્યો હતો. તે વિજયચોર સેનાપતિની સ્કંદશ્રી નામની સન્દરી પત્ની હતી તથા વિજયચોર સેનાપતિનો પુત્ર બાળક હતો. તે સંપૂર્ણ અવયવો વાળો તેમજ નિર્દોષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત, સુદ્દઢ બાન્ધાયુકત શરીરવાળો, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો ધરાવનારો અને બુદ્ધિ આદિની પરિકવતાથી યુક્ત તેમજ યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો હતો. તે કાળ અને તે સમયમાં પુરિમતાલ નગરમાં અમોઘદર્શ ઉદ્યાનમાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ નીકળી તથા રાજા પણ ચાલ્યો. ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, ધર્મોપદેશ સાંભળીને રાજા તથા પરિષદ્ પાછી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેઓએ અનેક હાથીઓ, ઘોડા તથા સૈનિકોની જેમ શસ્ત્રોથી સુસજ્જિત તેમજ કવચ ધારણ કરેલા અનેક પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનથી બદ્ધ એવા તે પુરુષને રાજપુરુષોએ ચાર રસ્તા પર બેસાડી. દીધો. બેસાડીને તેના પિતાના આઠ ભાઈઓને તેની સામે મારી નાખ્યા. મારીને પછી કોયડાના પ્રહારથી મારમારીને કરુણ વિલાપ કરતા તે પુરુષને તેઓએ તલતલ જેવડા ટુકડા કરીને મારેલા પુરુષોનું માંસ ખવડાવ્યું. રૂધિરનું પાન કરાવ્યું. ત્યાર પછી રાજાના પુરુષોએ તે પુરુષને બીજા ચન્દ્રર પર આઠ કાકીને ત્રીજા ચન્દ્રર પર આઠ મહાપિતાઓ ને, ચોથા ચન્દ્રર પર આઠ મહામાતાઓ ને, પાંચમા ચન્દ્રર પર પુત્રોને, છઠ્ઠા ચન્દ્રર પર પુત્રવધુઓને, સાતમા ચન્દ્રર પર જમાઈઓને, આઠમા ચન્દ્રર પર પુત્રીઓને, નવમાં ચન્દ્રર પર પૌત્રો તથા દોહિત્રીઓને, દશમા ચન્દ્રર પર પૌત્રીઓ તથા દોહિત્રીઓને, અગ્યિારમા ચન્દ્રર પર પૌત્રિઓ અને દોહિત્રીઓના પતિઓને, બારમા ચન્દ્રર પર પત્રો અને દોહિત્રોની પત્નીઓને, તેરમા ચન્દ્રર પર ફૂવાઓને, ચૌદમા ચન્દ્રર પર ફેંઇબાઓને પંદરમા ચન્દ્રર પર માસાઓને, સોળમાં ચન્દ્રર પર માસીઓને, સત્તરમાં ચન્દ્રર પર મામીઓને, અઢારમાં ચન્દ્રર પર બાકી રહેલા મિત્રો, સ્વજનો, જ્ઞાતિજનો, નિજકો, સંબંધીઓ અને નોકરવર્ગને તે પુરુષની સામે માય. તેને ચાબુકના પ્રહારોથી તાડિત કરતા તે રાજપુરુષો દયનીય દશાને પ્રાપ્ત થયેલા તે પુરુષને, તેના શરીરમાંથી કાઢેલા માંસના ટુકડા ખવડાવે છે અને લોહીનું પાન કરાવે છે. [૨૦] ત્યાર બાદ ભગવાન ગૌતમના હૃદયમાં તે પુરુષને જોઈને વિચાર ઉત્પન થયો યાવતુ તેઓ નગર બહાર નીકળ્યાં અને ભગવાન પાસે આવીને નિવેદન કર્યું યાવતું ભગવન્! તે પુરૂષ પૂર્વભવમાં કોણ હતો હે ગૌતમ ! તે કાળ તથા તે સમયમાં આ જબ્બે દ્વીપની અન્તર્ગત ભારતવર્ષમાં પુરિમતાલ નામનું એક વિશાળ, ભવનાદિથી યુક્ત Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ ૯૦૫ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત તેમજ સમૃદ્ધિશાળી નગર હતું. તે પુરિમતાલ નગરમાં ઉદય નામનો રાજા રાજ્ય કરતો હતો. નિર્ણય નામનો એક ઇંડાનો વ્યાપારી નિવાસ કરતો હતો. તે ધનવાન, પરાભવ નહિ પામનાર, અધર્મી યાવતું પરમ અસ તોષી હતો. નિર્ણય નામના ઈંડાના વેપારીના રૂપિયા, પૈસા અને ભોજનના રૂપમાં વેતન ગ્રહણ કરનાર અનેક પુરૂષો હંમેશા કોદાળા તથા વાંસના ટોપલાઓ લઈને પુરિમતાલ નગરની ચારે તરફ અનેક કાગડીઓના વડીના કબૂતરીના ટીટોડીના બગલીઓના મોરનીના મુર્ગીના તથા બીજા પણ અનેક જલચર, સ્થલચર અને ખેચર આદિ જંતુઓના ઈંડાઓને લઈ વાંસના ટોપલાઓમાં ભરતા હતા, ભરીને તે ઈડાઓથી ભરેલા ટોપલાઓ દઈ દેતા હતા. ત્યારબાદ તે નિર્ણય નામના ઈંડાના વેપારીના અનેક વેતનભોગી પુરૂષો ઘણાં કાગડી વાવતું મુર્ગીઓના તે ઈંડાઓને તવા-ઉપર, કડાઈઓ ઉપર, હાંડામાં અને અંગારા પર તળતા હતા, ભૂજતા અને પકવતાં હતા. આજિવિકા ચલાવતાં સમય પસાર કરી રહ્યા હતા. તે વેપારી પોતે પણ કાગડી યાવતું મુર્ગીના પકાવેલા, તળેલા અને ભૂજેલા ઇંડાઓ સાથે સુરા આદિ પાંચ પ્રકારની મદિરાઓનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ઇંડાનો વેપારી આ પ્રકારના પાપકાયને કરનાર, આ પ્રકારના કમોંમાં પ્રધાનતા રાખનાર, આવા કમનું જ્ઞાન ધરાવનાર અને આ જ કર્મોને પોતાનું આચરણ બનાવીને ઘણાં ઘણાં પાપ કર્મોને ઉપાર્જિત કરીને એક હજાર વર્ષના પરમ આયુષ્યને ભોગવીને ત્રીજી નરક ભૂમિમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિ વાળો નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. [૨૧] તે વેપારી નરકમાંથી નીકળીને આ શાલાટવી નામની ચોરપલ્લીમાં વિજય ચોરસેનાપતિની સ્કંદશ્રી પત્નીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ માસ પૂર્ણ થવા પર છંદશ્રીને આ દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે જેઓ અનેક મિત્રોની, જ્ઞાતિની, નિજક જનોની, સંબંધીઓની અને નોકરવર્ગની સ્ત્રીઓ તથા ચોરોની પત્નીઓથી પરિવૃત્ત થઈને સ્નાન યાવતુ અનિષ્ટજનક સ્વપ્નને નિષ્ફળ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપે તિલક તેમજ માંગલિક કરીને સર્વપ્રકારના અલંકારોથી વિભૂષિત થઈ, ઘણાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તથા સુરા, મધુ મેરક, જાતિ અને પ્રસન્ના મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન, પરિભાજન અને પરિભોગ કરતી સમય વ્યતીત કરે છે. તથા ભોજન કર્યા પછી જે પુરુષનો વેષ ધારણ કરીને દ્દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના બખ્તરને ધારણ કરે છે, યાવતુ આયુધ અને પ્રહરણોથી સજ્જ થાય છે તથા જે ડાબા હાથમાં ધારણ કરલી ઢાલોથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવા રોથી, ખભા પર રાખેલા ભાથાથી, પ્રત્યંચા ચઢાવેલ ધનુષ્યોથી, સારી રીતે ફેંકવામાં આવતા બાણોથી, ઊંચા કરેલ શસ્ત્ર વિશેષોથી ચાલતી જંઘા ઘંટીઓ દ્વારા તથા શીઘા વગાડવામાં આવતા વાજિંત્રોથી અત્યન્ત ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિથી. સમુદ્રની ધ્વનિની જેમ આકા અને શબ્દાયમાન કરતી શાલાટવી ચોરપલ્લીની ચારે તરફ ભ્રમણ કરીને દોહદને પૂર્ણ કરે છે. પણ દોહદ પૂર્ણ ન થવાથી તે ઉદાસ યાવત્ ચિત્તાતુર થઈ. ત્યારબાદ વિજય ચોર સેનાપતિએ ચિન્તાગ્રસ્ત સ્કંદશ્રીને જોઇને આ રીતે કહ્યું - હે દેવાનુપ્રિયે ! તું ઉદાસ થઈ આર્તધ્યાન કેમ કરી રહી છો? સ્કંદશ્રીએ વિજયના આ [20]. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વિવાગસૂર્ય-૧/૩/૨૧ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું - હે દેવાનુપ્રિય! મને ગર્ભધારણ ક્યને ત્રણ મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે મને આ દોહદ ઉત્પન્ન થયો છે, તે પૂર્ણ નહિ થવાથી કર્તવ્ય અને અકર્તવ્યના વિવેકથી રહિત થયેલી હું યાવતુ આર્તધ્યાન કરી રહી છું. ત્યારે વિજયચોર સેનાપતિએ પોતાની સ્કંદશ્રી પત્નીનું આ કથન સાંભળી અને તેના પર વિચાર કરીને અંદશ્રીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિયે ! તું આ દોહદને તારી ઈચ્છા પ્રમાણે પૂર્ણ કરી શકે છે અને તેના માટે કાંઈ ચિન્તા ન કર. પતિના આ વચનને સાંભળીને સ્કંદશ્રીને ઘણી પ્રસન્નતા થઈ, યાવતુ પોતાના દાહદને પૂર્ણ કરવાલાગી. ત્યાર પછી તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરવા લાગી. ત્યાર બાદ તે ચોર સેનાપત્ની સ્કંદશ્રીએ નવ માસ પૂર્ણ થવા પર પુત્રને જન્મ આપ્યો. વિજય નામના ચોર સેનાપતિએ તે બાળકનો દશ દિવસ સુધી ખૂબ જ ધામધૂમ સાથે કુળ પરમ્પરા પ્રમાણે જન્મોત્સવ મનાવ્યો. યાવતું તેમને કહેવા લાગ્યો - દેવાનું પ્રિયો ! જે વખતે તેની માતાએ એક દોહદ ઉત્પન્ન થયો હતો દોહદ અભગ્ન રખાવ્યો હતો તેથી આ બાળકનું “અગ્નિસેન” આ નામ રાખવામાં આવે છે. પછી અભગ્નસેન બાળક યાવતું મોટો થવા લાગ્યો. [૨૨] ત્યાર બાદ કુમાર અભગ્નસેન બાળપણને લાંઘીને યુવાવસ્થામાં પ્રવેશ્યો તથા આઠ કુમારિકાઓ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. તે લગ્નમાં આઠ પ્રકારનો દહેજ મળ્યો અને તે મહેલોમાં રહીને આનન્દપૂર્વક તેનો ઉપભોગ કરવા લાગ્યો. કોઇ વખતે તે વિજયચોર સેનાપતિ મૃત્યુ પામ્યો. ત્યારે કુમાર અભગ્નસેન પાંચસો ચોરો સાથે રડતાં, આઝંદન કરતાં અને વિલાપ કરતાં કરતાં અત્યંત વૈભવ તેમ જ સત્કાર સાથે વિજયસેના પતિના શબને અન્ય કર્મ માટે સ્મશાન ભૂમિમાં પહોંચાડે છે અને લૌકિક મૃતકાર્ય કાર્યો કરે છે. થોડા સમય પછી અભગ્નસેનનો શોક ઓછો થયો. ત્યાર પછી પાંચસો ચોરોએ મોટા ઉત્સવ સાથે અગ્નિસેનનો શાલાટવી નામની ચોર પલ્લીમાં ચોર સેનાપતિની પદવી આપી. ચોર સેનાપતિના પદ પર નિયુક્ત થયેલો અગ્નિસેન અધર્મનું આચરણ કરતો યાવતું તે પ્રાન્તના રાજ્યને આપવા લાયક કરને પણ પોતે ગ્રહણ કરવા લાગ્યો. ત્યારબાદ અભસેન નામના ચોરસેનાપતિએ ઘણાં ગામોનો વિનાશ કર્યો તેથી ત્રાસ પામેલા તે દેશના લોકોએ એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનું પ્રિયો ! ચોર સેનાપતિ અભગ્નસેન પુરિમતાલ નગરના ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામડાં ઓને વિનાશ કરીને ત્યાંના લોકોને ધનધાન્યાદિથી રહિત કરી રહ્યો છે. તેથી, હે ભદ્ર પુરુષો! પુરિમતાલ નગરના મહાબલ રાજાને આ વાતથી સારી રીતે વાકેફ કરવો, . ત્યાર બાદ મહામૂલ્ય, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ લઈને મહા. બલ રાજા સામે આ વાતનું નિવેદન કર્યું - સ્વામિનું! અમે ઇચ્છીએ છીએ કે અમે આપની ભુજાઓની છાયાથી રક્ષણ પ્રાપ્ત કરી ભય અને ઉદ્દેગરહિત થઈને સુખપૂર્વક વસીએ. આ રીતે વિનંતી કરીને તે પ્રાન્તીય પુરુષો રાજાને હાથ જોડી તેના પગોમાં પડયા. મહાબલ રાજાને પોતાની પાસે ઉપસ્થિત થયેલા તે દેશવાસી પુરુષોની પાસેથી ઉપરોક્ત વૃત્તાન્ત સાંભળીને ક્રોધથી ધમધમી ઊઠયા અને ક્રોધાતુર બની જેમતેમ બોલતા, દાંત પીસતા, કપાળ પર ત્રણ રેખાને ધારણ કરતા દેડ કોટવાળને બોલાવે છે અને બોલાવીને કહે છે કે - હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જઇને શાલાટવી ચોર પલ્લીને Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ ૩૦૭ નષ્ટ કરી ઘો, લૂંટી લ્યો અને લૂંટીને તેના ચોર સેનાપતિ અલગ્નસેનને જીવતાં જ પકડીને મારી સામે ઉપસ્થિત કરો. કોટવાળ મહાબલ રાજાની આ આજ્ઞાને લોખંડને કુસૂલક આદિથી મુક્ત કવચને ધારણ કરનારા અનેક પુરુષોને સાથે લઈને હાથમાં ઢાલ બાંધેલા યાવતુ ક્ષિપ્રત્યે વગાડવાથી અને મહાનું ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિ સિંહનાદ આદિ શબ્દો દ્વારા સમુદ્રની મધ્યમાંથી નીકળીને શાલા ટવી ચોરપલી તરફ ગયો. ત્યાર પછી અગ્નિસેન ચોરસેનાપતિના ગુપ્તચર પુરુષોને આ સારીએ વાતનો પત્તો લાગી ગયો, તેથી તે શાલાટવી ચોરપલ્લીમાં જ્યાં અભગ્ન સેન ચોરસેનાપતિ હતો ત્યાં ગયા. બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી અભગ્નસેનને સમાચાર આપ્યા અગ્નિસેનને જીવતો. ત્યાર બાદ અભગ્નસેન ચોર સેનાપતિએ પોતાના ગુપ્તચરોની વાત સાંભળી તથા વિચાર કરીને પાંચસો ચોરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તે કોટવાળ ચોરપલ્લી સુધી પહોંચે તે પહેલાં જ તેને રસ્તામાં રોકી દેવા જોઈએ તે જ આપણે માટે યોગ્ય લાગે છે. અભગ્નસેનની આ વાતને ચોરોએ “એમ જ થવું જોઈએ” એમ કહીને સ્વીકારી, ત્યાર પછી અભગ્નસેન સેનાપતિએ પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિય વસ્તુઓને તૈયાર કરાવી તથા પાંચસો ચોરો સાથે, સ્નાનાદિથી તિવૃત્ત થઈ, ખરાબ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તથા અન્ય માંગ લિકો કરીને, ભોજનશાળામાં તે મદિરાઓનું રુચિ અનુસાર આસ્વાદન, વિસ્વા દન, આદિ કરવાનું શરૂ કર્યું. ભોજન બાદ ઉચિત સ્થાન પર આવીને આચમન કર્યું અને મુખના લેપાદિને દૂર કરીને પાંચસો ચોરો સાથે ભીના ચામડા પર આરોહણ કર્યું. ત્યાર બાદ દ્દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના કુસૂલક આદિથી યુક્ત કવચને ધારણ કરીને થાવત્ અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જિત થઈને, હાથમાં ઢાલ લઈને યાવતું મહાનું ઉત્કૃષ્ટ અને સિંહનાદ આદિના શબ્દો દ્વારા આકાશને ગુંજાયમાન કરતા અગ્નિસેને શાલાટવી ચોર પલ્લીથી દિવસના ચોથા પ્રહરમાં પ્રસ્થાન કર્યું અને ખાદ્ય પદાથોને સાથે લઈને વિષમ અને ગાઢ વનમાં રહીને તે, કોટવાળની પ્રતીક્ષા કરવા લાગ્યો. ત્યારબાદ તે કોટવાળ જ્યાં અગ્નિસેન ચોર સેનાપતિ હતો. ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધમાં જોડાઈ જાય છે પરન્તુ અભગ્નસેન ચોર સેનાપતિ દ્વારા મદન અને પ્રતિષેધ થવા પર તેજહીન, બળહીન, વીર્યહીન, તેમજ પુરુષાર્થ અને પરાક્રમથી રહિત થયેલો તે કોટવાળ શત્રુસેનાને પરાજિત કરવી અશક્ય સમજીને પાછો પરિમ તાલ નગરમાં મહાબળ રાજા પાસે જાય છે અને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે કહે છે - સ્વામિનું! અભગ્નસેન ચોર સેનાપતિ ઊંચા નીચા,દુર્ગમ અને ગહન વિનમાં પર્યાપ્ત ખાદ્ય તથા પેય સામગ્રી સાથે રહેલો છે, તેથી મોટા અશ્વબળ, ગજબળ, યોદ્ધાઓના બળ અને રથબળ, અરે! શું નિવેદન કરે! ચતરંગિણી સેનાના બળથી પણ તે સામેના યુદ્ધમાં જીવતો પકડી શકાશે નહીં. તે સામ નીતિ - ભેદ-નીતિથી, ઉપપ્રદાન નીતિથી અથવા વિશ્વાસુ બનાવીને પકડી શકાશે. જ્યારે કોટવાળે આ પ્રમાણે કહ્યું ત્યારે મહાબળ રાજા અલગ્નસેનના જે આભ્યન્તર જનો હતા અને જે અંગ -રક્ષકોને તે મસ્તકના કવચ સમાન માનતો હતો તેમનો તથા મિત્ર તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને નોકર વર્ગને ધન, સુવર્ણ, રત્ન અને ઉત્તમ સારભૂત દ્રવ્યો તથા રૂપિયા, પસાવડે તેનાથી જુદા કરવાનો પ્રયત્ન કરે છે અને અગ્નિસેન ચોર સેનાપતિને પણ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વિવાગર્થં-૧/૩/૪ વારંવાર મહાનું પ્રયોજન વાળી, મહામૂલી, મહાગુ પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટો મોકલે છે, મોકલીને તે અભગ્નસેન ચોર સેનાપતિને વિશ્વાસુ બનાવે છે. [૨૩] ત્યાર બાદ મહાબલ રાજાએ પરિમતાલ નગરમાં પ્રશસ્ત તેમજ વિશાળ અને પ્રાસાદીય દર્શનીય અને પ્રતિરૂપતેવી, સેંકડો સ્તમ્ભવાળી એક કુટાકારશાલા ) બનાવડાવી. પછી, મહાબલ રાજાએ તેના નિમિત્તે ઉશૂલ્ક યાવતુ દશ દિવસના ઉત્સવ ની ઉદઘોષણા કરાવી અને કૌટુમ્બિક પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં અગ્નિસેન ચોર સેનાપતિને બે હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે નિવેદન કરો - હે દેવાનુપ્રિય! પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ ઉશૂલ્ક યાવત્ દશ દિવસના ઉત્સવ વિશેષની ઉદ્યોષણા કરાવી છે, તો આપને માટે પુષ્કળ અશનાદિક અને પુષ્પ, વસ્ત્ર, માળા તથા અલંકાર અહીં જ ઉપસ્થિત કરીએ કે આપ સ્વયં ત્યાં પધારશો? ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી તે સર્વે નિવેદન કર્યું - ત્યારે અભગ્નસેન ચોર સેનાપતિએ તે કૌટુંબિક પરષોને ઉત્તરમાં આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર પુરુષો ! હું પોતે જ પુરિમતાલ નગરમાં આવીશ. ત્યાર બાદ અભગ્નસેને તે કોટુંબિક પુરુષોનો ઉચિત સત્કાર કરીને તેમને વિદાય કર્યો. ત્યાર બાદ મિત્રો આદિથી ઘેરાયેલો તે અગ્નિસેન ચોર સેનાપતિ નાનાદિથી નિવૃત્ત થઈ, યાવતુ જ્યાં મહાબલ રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી મહાબલ રાજાને જ્ય, વિજય શબ્દોથી વધામણી આપે છે. વધામણી દઈને મહાઈ, મહાઈ પાવતુ રાજાને યોગ્ય ભેટ અર્પણ કરે છે. ત્યાર બાદ મહાબલ રાજા અભગ્નસેને આપેલી તે ભેટને સ્વીકારીને તેને સત્કાર, સમ્માનપૂર્વક પોતાની પાસેથી વિદાય કરીને તેને રહેવા માટે કૂદાકારશાળામાં સ્થાન આપે છે. ત્યાર બાદ અલગ્નસેન ચોર સેનાપતિ મહાબલ રાજા દ્વારા સત્કારપૂર્વક જુદા પડીને કૂટકાર શાળામાં જાય છે અને ત્યાં નિવાસ કરે છે. અહીં મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે - તમે લોકો પુષ્કળ અશનાદિક સામગ્રી તૈયાર કરાવો અને તે અશનાદિક સામગ્રી પાંચ પ્રકારની મદિરા ઓ, તેમજ અનેક પ્રકારના પુષ્પો, માળાઓ અને અલંકારો કૂદાકારશાળામાં અભગ્ન સેન ચોર સેનાપતિની સેવામાં પહોંચાડવાની છે. અભગ્નસેન ચોર સેનાપતિ જ્ઞાના. દિથી નિવૃત્ત થઈ, સમસ્ત આભૂષણો પહેરીને પોતાને ઘણાં મિત્રો અને જ્ઞાતિજનો સાથે તે વિપુલ અશનાદિક તથા પાંચ પ્રકારની મદિરા આદિનું સારી રીતે આસ્વાદન, વિસ્વાદન આદિ કરતો પ્રમત્ત થઈને વિચારવા લાગ્યો. ત્યારબાદ અભગ્નસેનને સત્કાર પૂર્વક કૂટાકારશાળામાં રોક્યા બાદ મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર પુરુષો ! તમે લોકો જાઓ, જઈને, પુરિમતાલ નગરના દરવાજાઓ. બંધ કરી દો અને ચોરપલ્લીના ચોર સેનાપતિને જીવતો જ પકડી લ્યો અને પકડીને મારી સામે તેને ઉપસ્થિત કરો. ત્યાર બાદ તે કૌટુંબિક પુરષોએ ચોર સેનાપતિને જીવતો જ પકડીને મહાબલ રાજાની સામે ઉપસ્થિત કર્યો. મહાબલ રાજાએ અભગ્નસૈન ચોર સેના પતિને પૂર્વવત્ મારવામાં આવે એવી આજ્ઞા આપી. હે ગૌતમ ! આ રીતે તે ચોરસેનાપતિ અભગ્નસેન પૂર્વોપાર્જિત પુરાતન Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રતધ-૧, અધ્યયન-૩ 306 પાપકર્મોના વિપાકોદયથી નરક તુલ્ય વેદનાનો પ્રયત્સ અનુભવ કરતો સમય વીતાવી રહ્યો છે. ભગવન્તાચોરસેનાપતિ અગ્નિસેન કાળ માસે કાળ કરીને ક્યાં જશે ગૌતમ ! ૨૭ વર્ષની પરમ આયુષ્યને ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગબાકી રહેશે, ત્યારે શૂળી પર ચઢાવ વાથી કાળ કરીને રત્નપ્રભા નામની પ્રથમ નરક ભૂમિમાં નારકરૂપે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થશે. સંસારભ્રમણ પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના સંસાર ભ્રમણની સમાન સમજી લેવો, ત્યાંથી નીકળીને વારાણસી નગરી માં ડુક્કર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં હુક્કરના શિકારીઓ દ્વારા મરાઈને તે જ બનારસ નગરી ના શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણનો ત્યાગ કરી યુવાવસ્થાને પ્રાપ્ત થતો, કાવત્ નિર્વાણપદને પ્રાપ્ત કરશે; જન્મ મરણનો અન્ત કરશે. અધ્યયનઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયનઃ૪શકટકુમાર ૨૪] જંબૂ ! તે કાળ અને તે સમયમાં “સોહંજની' નામની સુન્દર ભવનાદિથી સુશોભિત, ધન્ય ધાન્યથી પરિપૂર્ણ તથા સ્વ-પરચક્રના ભયથી રહિત એક નગરી હતી. ઈશાન ખૂણામાં દેવરમણ’ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘ યક્ષનું એક યક્ષાયતન હતું. તે ઘણું જૂનું હતું. તે નગરીમાં મહાચન્દ્ર રાજા રાજ્ય કરતો હતો, તે હિમાલયાદિ પર્વતોની સમાન બીજા રાજાઓની અપેક્ષાએ મહાન તથા પ્રતાપી હતો. તે મહાચન્દ્ર રાજાને સુષેણ એક મંત્રી હતો, જે સામનીતિ, ભેદનીતિ અને દડનીતિના પ્રયોગને અને ન્યાયની વિધિઓને જાણનાર તથા નિગ્રહમાં ખૂબ જ કુશળ હતો. સુદર્શના વેશ્યા રહેતી હતી, તેના વૈભવનું વર્ણન કામધ્વજા વેશ્યાના વર્ણન સમાન જાણી લેવું તે સોહંજની નગરીમાં સુભદ્ર નામનો એક સાર્થવાહ રહેતો હતો. તે સાર્થવાહ સમૃદ્ધયાવતુ કોઇથી પરાભવ ન પામનાર એવો હતો. તે સાર્થવાહની “ભદ્રા' નામની અન્યૂન તેમજ નિર્દોષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળી પત્ની હતી. સુભદ્ર સાર્થવાહનો પુત્ર અને ભદ્રા માતાનો આત્મજ “શકટ' નામનો એક બાળક હતો, તે પણ અન્યૂન તેમજ નિર્દોષ પંચેન્દ્રિયવાળા શરીરથી યુક્ત હતો. તે કાળ અને તે સમયમાં સાહજની નગરીની બહાર દેવરમણ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાયાં. જનતા અને રાજા નીકળ્યા. ભગવાને તેમને ધર્મ દેશના આપી, ત્યાર બાદ ધર્મનું શ્રવણ કરી જનતા અને રાજા પાછા ચાલ્યા ગયા. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનથી યુક્ત, કાન અને નાક કાપેલા, ઉદઘોષણા યુક્ત સ્ત્રી સહિત એક પુરુષને જોયો. જઈને ગૌતમ સ્વામીએ પૂર્વવત્ વિચાર કર્યો અને ભગવાન પાસે આવીને નિવેદન કર્યું. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારતવર્ષ નામક ક્ષેત્રમાં છગલપુર નામનું એક નગર હતું. ત્યાં સિંહગિરી નામનો રાજા રાજ્ય કરતો હતો, છણિક' નામનો એક છોગલિક હતો, કે જે ધનાઢય, અધર્મી યાવતુ બીજાઓને કષ્ટ આપવામાં આનન્દ માનનારો હતો. તે છણિક છાગ લિકની અનેક બકરીઓ, બકરાં ઓ, ભેડો, ગવયો, બળદો, સસલાઓ, વસકો, ડુક્કરો, સિંહો, હરણો, મયૂરો અને ભેંસો Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વિવાગસૂર્ય – ૧૪/૨૪ સો, સો અને હજાર-હજા૨ વાડાઓમાં બાંધેલા રહેતા હતા. ત્યાં જેમને વેતનના રૂપમાં પૈસા, રૂપિયા અને ભોજન આપવામાં આવતું હતું તેવા પુરષો અનેક બકરા આદિ તથા મહિષાદિ પશુઓનું સંરક્ષણ અને સંગોપન કરતા હતા. છણિક છાગલિકના રૂપિયા અનેભોજન લઇને કામ કરનારપણ અનેક નોકરો સેંકડો તથા હજારો બકરા યાવત્ ભેંસો ને મારીને તેના માંસનેછરીથી કાપીને છણિકને હંમેશા આપતા તથા તેના અનેક નોકરો તે માંસને તવા ઉપર,કડાઇ ઓ, હાંડામાં ભાનિકોમાં અને અંગારા ઉપર તળતા, ભૂંજતા અને શૂળ દ્વારા પકાવતા તે માંસને રાજમાર્ગમાં વેંચીને આજીવિકા ચલાવતા હતા. છણિક છાગલિક પોતે પણ તળેલા, ભૂંજેલા અને શૂળ દ્વારા પકાવેલા તે માંસની સાથે સુરા આદિ પાંચ પ્રકારની મદિરાનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. તેણે બકરા આદિ પશુઓના માંસને ખાવુ અને મદિરાઓ પીવી તે પોતાનું કર્તવ્ય બનાવી લીધું હતું અને પાપપૂર્ણ પ્રવૃત્તિઓમાં તે હંમેશા તત્પર રહેતો હતો. આ પ્રવૃત્તિઓ જ તેના જીવનનું વિશિષ્ટ જ્ઞાન બનેલી હતી અને આવા જ પાપપૂર્ણ કૃત્યોને તેણે પોતાનું સર્વોત્તમ આચરણ બનાવી રાખ્યું હતું. ત્યાર પછી એવા કલેશજનક અને મલીનરૂપ અત્યન્ત નિકાચિત પાપકર્મોનું ઉપાર્જન કરીને સાતસો વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને કાળમાસમાં કાળ કરીને ચોથી નરકમાં ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિ વાળા નાકિઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. [૨૫] સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્ની જાતનિન્દુકા હતી. આ બાજુ છણિક છાગલિકનો જીવ ચોથી નરકમાંથી નીકળીને સીધો આ જ સોહંજની નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્નીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. જ્યારે ભદ્રા સાર્થવાહિનીને ગર્ભને ધારણ કરતાં ત્રણ માસ વ્યતીત થઇ ગયા ત્યાર પછી આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ખરેખર ધન્ય છે, યાવત્ જીવન અને જન્મ સફળ છે, જેઓ નગરના ગૌ આદિ પશુઓના, જળચર, સ્થળચર અને ખેચર આદિ પ્રાણીઓના, પક્ષીઓના તળેલા, અગ્નિમાં પકાવેલા અને શૂળ પર રાખી પકાવેલા માંસનો તથા સુરા, મધુ, મેક, જાતિ, સીધુ તથા પ્રસન્ના નામક મદિરાઓનું આસ્વાદન, પરિભોગ અને વિભાજન કરીને પોતાનો દોહદ પૂર્ણ કરે છે. પણ તે દોહદ પૂર્ણ નહિ થવાથી તે ભદ્રા સાર્થવાહિની સુકાવા લાગી ભૂખી એવં ચિત્તાગ્રસ્ત રહેવા લાગી. ત્યારે સુભદ્ર સાર્થવાહે પોતાની ભાર્યા ભદ્રાને ચિન્તિત જોઇને કહ્યું - દેવાનુપ્રિયે ! શા કારણે તું ચિત્તાગ્રસ્ત રહ્યાં કરે છે ? ત્યારે ભદ્રા સાર્થવાહિનીએ સુભદ્ર સાર્થવાહને કહ્યું – દેવાનુંપ્રિય ! મારા ગર્ભના ત્રણ માસ થઇ ગયા છે અને દોહદની પૂર્તિ નહિ થવાથી હું ચિન્તિત છું. ત્યારે સુભદ્ર સાર્થવાહે ભદ્રાભર્યાની વાત સાંભળી અને સમજીને કહ્યું - દેવાનુપ્રિયે ! આપણાં પૂર્વકૃત પાપના પ્રભાવથી કોઇ અધર્મી યાવત્ બીજાને દુઃખ આપ વામાં આનન્દ માનનાર જીવ તારા ગર્ભમાં આવ્યો છે, આ કારણથી તને આવો દોહદ ઉત્પન્ન થયો છે. એ જીવનું ભલું થાઓ ! પછી કોઇ ઉપાયથી તે દોહદ પૂર્ણ કર્યો, ત્યાર પછી ભદ્રા સાર્થવાહિની સુખે સુખે તે ગર્ભને વહન કરવા લાગી. લગભગ નવ માસ પૂરા થયા ત્યારે સુભદ્રા સાર્થવાહિનીએ બાળકને જન્મ આપ્યો. ઉત્પન્ન થતાં જ માતાપિતા તે બાળકને શકટ-નીચે સ્થાપિત કરે છે અને પાછો ઉઠાવી લે છે, તેનું યથાવિધિ સંર ક્ષણ, સંગોપન અને સંવર્ધન કરે છે.ઉજ્જીિત કુમારની જેમ ઉત્પન્ન થતાં જ ‘અમારા આ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪ હ૧૧ બાળકને શકટ નીચે સ્થાપિત કરવામાં આવ્યું હતું તેથી આનુ નામ “શકટ કુમાર' પાડ વામાં આવે છે. તેનું બાકીનું જીવન ઉજ્જિતક કુમારની સમાન જ જાણી લેવું જોઈએ. જ્યારે સુભદ્ર સાર્થવાહ લવણ સમુદ્રમાં મૃત્યુ પામ્યો તેમજ શકટની માતા ભદ્રા પણ મરણ પામી ત્યારે તે શકટ કુમારને રાજપુરષો દ્વારા ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો. પોતાના ઘરેથી જ્યારે શકટ કુમારને કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તે સોહંજની નગરીના ત્રિકોણ માર્ગ આદિ સ્થાનોમાં ભટકતો, જુગારીઓના અડ્ડામાં અને શરાબ ખાનામાં રહેતો હતો. કોઈ વખતે સુદર્શનાગણિકા સાથે તેની ગાઢ પ્રીતિ થઈ ગઈ અને તે, તે ગણિકાને ત્યાં રહીને યથેષ્ટ કામભોગોનો ઉપભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરે છે. ત્યાર બાદ મહારાજ સિંહગિરિનો મંત્રી સુષેણ કોઈ વખતે તે શકટકુમારને સુદર્શના વેશ્યાના ઘરેથી કાઢી મુકાવે છે અને સુદર્શના પોતાના ઘરમાં રાખી લે છે. ઘરમાં સ્ત્રી તરીકે રાખેલી સદના સાથે મનુષ્યસંબંધી વિશિષ્ટ કામભોગોનો ઈચ્છા મુજબ ઉપભોગ કરતો તે સમય વ્યતીત કરે છે. સુદર્શનાના ઘરેથી મંત્રી દ્વારા કાઢી મુકવવાથી તે શકટકુમાર બીજી કોઈ પણ જગ્યાએ સ્મૃતિ, રતિ અને ધૃતિ પામતો ન હતો તેથી કોઈ વખતે તે ગુપ્તરૂપે સુદર્શનાના ઘરે પહોંચી ગયો અને ત્યાં તેની સાથે ઈચ્છા મુજબ કામભોગોનો ઉપયોગ કરતો સમય વીતાવવા લાગ્યો. આ બાજુ એક દિવસે સુષેણ મંત્રી સુદર્શનાના ઘરે આવ્યો, આવીને સુદર્શ નાની સાથે ઈચ્છા મુજબ કામભોગોનો ઉપભોગ કરતાં શકટકુમારને જોયો, જોઈને તે ક્રોધથી રાતોપીળો થઈ, યાવતું શકટ કુમારને પોતાના પુરુષો દ્વારા પકડાવીને તેને લાકડીથી યાવતું મથિત કરીને અવકોટક બંધનથી જકડાવી દે છે. ત્યાર બાદ તેને મહારાજ મહા ચન્દ્રની પાસે લઈ જઈને મહાચન્દ્ર રાજાને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી પ્રણામ કરે છે, અને આ પ્રમાણે કહે છે - હે સ્વામિનું! આ શકટકુમારે મારા અન્તઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે. દેવાનુપ્રિય! તમે જ તેને દંડ આપો. ત્યાર બાદ મહારાજ મહા ચન્દ્રની આજ્ઞા મેળવીને સુષેણ મંત્રીએ “શિકટકુમાર અને સુદર્શના વેશ્યાને પૂર્વોક્ત રીતે મારો” એવી આજ્ઞા રાજપુરુષોને કરી. આ રીતે હે ગૌતમ ! શકટકુમાર બાળકે પોતાના પૂર્વોપાર્જિત જૂના તથા દુચી પાપકર્મોના ફળનો પ્રયત્ન અનુભવ કરી રહ્યો છે. [૨૬] ભગવાનું! શકટકુમાર અહીંથી કાળ કરીને કયાં જશે? ગૌતમ! શકટકુર મારને, જ્યારે તે પ૭ વર્ષની આયુને ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે, ત્યારે એક મહાનું લોહમય તપેલી અગ્નિ સમાન દેદીપ્યમાન સ્ત્રી પ્રતિમા સાથે આલિંગન કરાવવામાં આવશે અને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો રાજગૃહનગમાં ચાંડાલ કુળમાં યુગલ રૂપે ઉત્પન્ન થશે. તે યુગલના માતાપિતા બારમે દિવસે તેમનામાંથી બાળકનું નામ 'શકટ કુમાર’ અને કન્યાનું નામ “સુદર્શના” રાખો. શકટ કુમાર બાળપણ નો ત્યાગ કરીને યૌવનને પ્રાપ્ત થશે. સુદર્શના કુમારી પણ બાળપણથી નીકળીને વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિ આદિની પરિપકવતાને પ્રાપ્ત કરતી યુવાવસ્થામાં આવશે. તે રૂપમાં, યૌવન માં અને લાવણ્યમાં આવશે તેમ જ ઉત્કૃષ્ટ શરીરવાળી થશે. ત્યારે સુદર્શના કુમારીના રૂપ, યૌવનમાં પાગલ બનેલો, તેની ઈચ્છા રાખનાર, તેના સ્નેહ જાળમાં જકડાયેલો અને તેની જ એક માત્ર લગનમાં આસક્ત રહેનારો તે શકટ કુમાર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ વિવાગસૂર્ય - ૧/૪/૨૪ પોતાની બહેન સુદર્શના સાથે મનુષ્યસંબન્ધી પ્રધાન કામભોગનું સેવન કરતો જીવન વ્યતીત કરશે. ત્યાર બાદ કોઇ વખતે તે શકટ કુમાર પોતાની મેળેજ કૂટગ્રાહિત્ત્વને પ્રાપ્ત કરીને સમય વ્યતીત ક૨શે. ત્યારે કૂટગ્રહ બનેલો તે શકટ મહાઅધર્મો યાવતુ દુષ્ટત્યાનન્દ થશે અને આવા કર્મો કરનાર, તેવા કાર્યોને જ મુખ્યરૂપે માનનાર અને તેનાજ જ્ઞાનવાળો તેમજ આજ પાપ કર્મોને પોતાનું સર્વોત્તમ આચરણ માનતો, અધર્મ પ્રધાન કૃત્યોથી તે ઘણાં પાપ કર્મોને ઉપા ર્જિત કરીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. તેનું સંસારભ્રમણ પૂર્વવત્ જાણી લેવું ત્યાંથી નીકળીને તે સીધો વારાણસી નગરીમાં મત્સ્યરૂપે જન્મ લેશે.ત્યાં માછીમાર દ્વારા વધને પ્રાપ્ત થયેલો તે ફરી તે જ વારણસી નગરીમાં એક શ્રેષ્ઠિકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વને તથા સાધુધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવતા બનશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સાધુવૃત્તિનું સમ્યરૂપે પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત ક૨શે, કેવળજ્ઞાનથી સમસ્ત પદાર્થોને જાણશે સમ્પૂર્ણ કર્મોથી રહિત થઇ જશે અને સર્વ દુઃખોનો અન્ન ક૨શે. અધ્યયનઃ ૪ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૫ - બૃહસ્પત્તિદત્ત [૨૭] હૈ જંબૂ ! તે કાળ અને તે સમયમાં કૌશાંબી નામની ઋદ્ધ-ભવનાદિકથી યુક્ત, સ્તિમિત-સ્વ ચક્ર, પરચક્રના ભયથી રહિત અને સમૃદ્ધિથી પરિપૂર્ણ નગરી હતી. તેની બહાર ચંદ્રાવતરણનું ઉઘાન હતું. તેમાં શ્વેતભદ્રયક્ષનું યક્ષાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની મૃગાવતીરાણી હતી. ઉદયન નામનો એક કુમાર હતો, તે સર્વેન્દ્રિય સમ્પન્ન તેમજ યુવરાજ હતો. તે ઉદયન કુમારની પદ્માવતી નામની એક રાણી હતી. તે શતાનીકનો સોમદત્ત નામનો એક પુરો હિત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આદિ નો સંપૂર્ણ જ્ઞાતા હતો. સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્ની હતી. તથા સોમ દત્તનો પુત્ર અને વસુદત્તા નો આત્મજ બૃહસ્પતિદત્ત નામનો એક સર્વાંગસંપન્ન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીની બહાર સ્થિત ચન્દ્રાવતરણ ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવન્ ગૌતમ સ્વામી પૂર્વવત્ કૌશાંબી નગરીમાં ભિક્ષા માટે ગયા અને રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને તથા તે પુરુષની વચ્ચે એક વધ્ય પુરુષને પણ જોયો, તેને જોઇને મનમાં ચિન્તન કરવા લાગ્યા અને પાછા આવીને ભગવાનને તેના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા, હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપમાં સ્થિત ભારતવર્ષ નામક ક્ષેત્રમાં સર્વતોભદ્ર નામનું ૠદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ નગર હતું. જિતુશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો એક પુરોહિત હતો, જે ચારેય વેદોનો સંપૂર્ણ જ્ઞાતા હતો. મહેશ્વરદત્તપુરોહિત જિતશત્રુ રાજાના રાજ્ય અને બળની વૃદ્ધિ માટે પ્રતિદિન એક બ્રાહ્મણ બાળક, એક ક્ષત્રિય બાળક, એક વૈશ્ય બાળક અને એક શુદ્ર બાળકને પકડાવી લેતો હતો અને પકડાવીને જીવતાં જ તેમના હૃદયોના માંસપિંડોને કાઢી લેતો હતો, કાઢીને જિતશત્રુ રાજાના Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ નિમિત્તે શાન્તિહોમ કર્યા કરતો હતો. આ સિવાય તે પુરોહિત આઠમ અને ચૌદશના દિવસે બબ્બે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બાળકો, વર્ષમાં સોળ સોળ બાળકોના હૃદયના માંસપિંડોથી શાન્તિ હોમ કરતો તથા જ્યારે જ્યારે જિતશત્રુ રાજાનું કોઈ બીજા શત્રુ રાજા સાથે યુદ્ધ થતું ત્યારે ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત ૧૦૮ બ્રાહ્મણ બાળકો, ૧૦૮ ક્ષત્રિય બાળકો, ૧૦૮ વૈશ્ય બાળકો અને ૧૦૮ શૂદ્ર બાળકોને પોતાના માણસો દ્વારા પકડાવીને તેમની જીવિતા વસ્થામાં જ હૃદયના માંસપિંડોને કઢાવીને જિતુશત્રુ રાજા માટે શાન્તિ હોમ કરતો. તેના પ્રભાવથી જિતશત્રુ રાજા તરત જ શત્રુનો નાશ કરી દેતો યા તેને ભગાડી મૂકતો. [૨૮] ત્યાર બાદ આવા પ્રકારનાં કમોનું અનુષ્ઠાન કરનાર, આ કમોમાં પ્રધાન, આ કમની જ વિદ્યા જાણનાર અને આ પાપ કર્મોને જ પોતાનું સર્વોત્તમ આચરણ બનાવનાર તે મહેશ્વરદત્ત પુરોહિત અનેક પ્રકારના પાપકર્મોનો સંગ્રહ કરીને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થયો, ત્યાં તેની સ્થિતિ ૧૭ સાગરોપમની હતી. ત્યાર બાદ મહેશ્વરદત્ત પુરોહિતનો પાપિષ્ઠ જીવ તે પાંચમી નરકભૂમિમાંથી નીકળીને સીધો આ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્નીનાં ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. ઉત્પન્ન થયેલા તે બાળકના માતાપિતાએ જન્મથી બારમા દિવસે બૃહસ્પતિદત્ત નામ રાખ્યું. પછી તે બાળક યાવતુ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પરિપક્વ વિજ્ઞાનને ઉપલબ્ધ કરેલા તે ઉદય કુમારનો બાળપણથી જ મિત્ર થઈ ગયો કેમ કે તે બને એક સાથે ઉત્પન્ન થયા હતા. એક સાથે મોટા થયા હતા અને એક સાથે જ રમ્યા હતા. ત્યાર બાદ કોઇ વખતે મહારાજા શતાનીકનું મૃત્યુ થયું ત્યારે ઉદયનકુમારે ઘણા રાજાઓ, રાજકુમારો યાવતું સાર્થવાહ આદિની સાથે રુદન કરતાં, આકંદન તથા વિલાપ કરતાં શતાનીક રાજાનું ઘણાં ભભકા સાથે નિસ્સરણ તથા મૃતક સંબંધી સપૂર્ણ લૌકિક કૃત્યો કર્યા. ત્યારબાદ તે રાજા, રાજકુમાર યાવતુ સાર્થવાહ આદિ લોકોએ મળીને મોટા સમારોહ સાથે ઉદયનકુમારનો રાજ્યાભિષેક કર્યો, ત્યારથી ઉદયનકુમાર રાજા બની ગયો. બૃહસ્પતિદત્ત બાળક ઉદયન રાજાનો પુરોહિત બન્યો અને પુરોહિત સંબંધી કામકાજ કરતો તે સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ તથા અન્તઃપુરમાં ઈચ્છાનુસાર, કોઈ પણ જાતની રોક ટોક વિના ગમનાગમન કરવા લાગ્યો. ત્યાર બાદ તે બૃહસ્પતિદત્ત પુરો હિતનો, કોઈ વખતે પદ્માવતી રાણી સાથે અનુચિત સંબંધ પણ થઈ ગયો. તન્નુસાર પદ્માવતી રાણી સાથે તે ઉદાર, ઈચ્છા મુજબ, મનુષ્ય સંબંધી કામભોગોનું સેવન કરતો સમય વીતાવવા લાગ્યો. આ બાજુ ઉદયન રાજા સ્નાનાદિથી નિવૃત્ત થઈને અને સમસ્ત આભૂષણોથી અલંકૃત થઈને જ્યાં પદ્માવતી રાણી હતી ત્યાં આવ્યો, આવીને તેણે પદ્માવતી રાણી સાથે કામભોગોનું સેવન કરતાં બૃહસ્પતિદત્ત પુરોહિતને જોયો, જોતાં જ તે ક્રોધથી ધમધમી ઊઠયો અને કપાળ પર ત્રણ રેખાવાળી ભ્રકુટિ ચઢાવીને બૃહસ્પતિદત્ત પુરોહિતને માણ સો દ્વારા પકડાવીને, આ રીતે તેનો વધ કરવાની રાજપુરુષોને આજ્ઞા આપી. હે ભદન્ત ! બૃિહસ્પતિદત્ત પુરોહિત અહીંથી કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું – ગૌતમ ! બૃહસ્પતિદત્ત પુરોહિત ૬૪ વર્ષના આયુષ્યને ભોગવીને આજે જ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિવાગસૂર્ય - ૧/૫/૨૮ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળી પર ચઢાવ વાથી કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામક પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થશે, તેમજ પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના સંસાર ભ્રમણની જેમ સંસાર ભ્રમણ કરશે. ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં ભૃગરૂપે જન્મ લેશે. ત્યાં જાળમાં ફસાવીને મારનાર શિકારીઓ દ્વારા મારી નાખવા પર તે આ હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠ કુળમાં પુત્રરૂપે જન્મ ધારણ કરશે. ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત ક૨શે અને કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી આવીને મહાવિ દેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં અણગાર વૃત્તિને ધારણ કરીને સંયમા રાધના દ્વારા કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. મોક્ષે જશે. અધ્યયનઃ ૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અઘ્યયનઃ ૬ નંદિસેણ [૨૯] હૈ જંબૂ ! તે કાળ અને તે સમયમાં મથુરા નગરી હતી. ત્યાં ભંડીર ઉદ્યાન હતું. તેમાં સુદર્શન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદાસ રાજા રાજ્ય કરતો હતો, તેની બંધુશ્રી રાણી હતી. તેમનો સર્વાંગ સંપૂર્ણ અને પરમ સુન્દર યુવરાજ પદથી અલંકૃત નન્દિવર્ધન નામનો પુત્ર હતો. શ્રીદાસ રાજાને સામ, ભેદ, દંડ અને દાનનીતિમાં નિપુણ સુબંધુ મંત્રી હતો. તે મંત્રીનો બહુમિત્રી પુત્ર નામનો એક બાળક હતો, જે સર્વાંગ સંપન્ન અને રૂપવાન હતો તથા તે શ્રીદાસ રાજાને ચિત્ર નામનો, અલંકારી નાઇ-હતો. તે રાજાનું અનેક પ્રકારે અલંકારિક કર્મ કરતો હતો. તે રાજાજ્ઞાથી સર્વસ્થાનોમાં, સર્વભૂમિકાઓ તથા અન્તઃપુરમાંપ્રતિબંધરહિત ગમનાગમનકરતો હતો.તેકાળઅનેતેસમયમાં શ્રમણ ભગવાનમહાવીર પધાર્યા, પરિષદ્ અને રાજા નીકળ્યાં યાવત્ પાછા ચાલ્યા ગયા. તે સમયે ભગવાનમહાવીરસ્વામીના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામી ભિક્ષાર્થે ગમન કરતાં યાવત્ રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા તથા તે પુરુષોની વચ્ચે રહેલા યાવત્ નરનારીઓથી ઘેરાયેલા એક પુરુષને પણ જોયો. રાજપુરુષો તેને ચત્ત્તર - અગ્નિની સમાન તપેલા લોહમય સિંહાસન પર બેસાડે છે, બેસાડીને કોઇ જસતના રસથી ભરેલા, કોઇ સીસાના રસથી ભરેલા અને કોઇ કળકળ શબ્દ કરતા ગરમ પાણીથી ભરેલા અને ક્ષારયુક્ત તેલથી પૂર્ણ, અગ્નિની સમાન તપેલા લોખંડના ઘડાઓથી અભિષેક કરી રહ્યાછે. ત્યાર બાદ તેને લોખંડની સાણસીથી પકડીને અગ્નિની સમાન તપેલા લોખંડનો અઢારસો હાર, નવસરો હાર તથા મુકુટ પહેરાવે છે. આ જોઇને ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર ઉત્પન્ન થયો. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્રીપ નામના દ્વીપમાં સ્થિત ભારત વર્ષ ક્ષેત્રમાં સિંહાપુર નગર હતું. ત્યાં સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તેને દુર્યોધન નામનો એક કારાગૃહ રક્ષક - જેલર હતો, જે અધર્મો યાવત્ મુશ્કેલીઓથી પ્રસન્ન થનાર હતો. તેને ત્યાં અનેક પ્રકારની લોહમય કુંડીઓ હતી જેમાંથી કેટલીક પિગા બેલા ગરમ તામ્રથી પૂર્ણ હતી, કેટલીક જસતના ગરમ રસથી પરિપૂર્ણ હતી, સીસાથી પરિપૂર્ણ હતી, કેટલીક ચૂનામિશ્રિત ઊકાળેલા જળથી ભરેલી અને કેટલીક ક્ષારયુક્ત તેલથી ભરેલી હતી કે જે અગ્નિ ૫૨ જ મૂકેલી રહેતી હતી. દુર્યોધન નામના તે જેલર પાસે અનેક ઊંટોના પૃષ્ઠભાગ સમાન મોટા મોટા અનેક મટકા હતાં. તેમાંથી કેટ લાંક ઘોડાના મૂત્રથી ભરેલા Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ ૩૧૫ હતાં, હાથીના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ઊંટના મૂત્રથી ભરેલા હતાં, કેટલાંક ગાયોના મૂત્રથી ભરેલા હતાં. કેટલાંક ભેંસોના મૂત્રથી, કેટલાંક બકરાંઓના મૂત્રથી તો કેટલાંક ઘેટાંના મૂત્રથી ભરેલા હતા. તે દુર્યોધન નામના જેલર પાસે અનેક હસ્તાંદુકો, યાદાદુકો, કાષ્ઠની બેડી, લોખંડની બેડી અને લોખંડની સાંકળના ઢગલાઓ રહેતા હતા, અને દુર્યોધન જેલરની પાસે અનેક ચાબુકો, ચિંચાની ચાબુકો, આંબલીની ચાબુકો કોમળ ચામડાની ચાબુકો તથા સામાન્ય ચાબુકો અને વૃક્ષથી છાલથી બનાવેલ ચાબુકોના, અનેક શિલાઓ, લાક ડીઓ, મુદગરો અને નગરો, અનેક પ્રકારની ચામડાની રસ્સીઓ, ઝાડની છાલથી બનાવેલ રસ્સી, વાળની રસ્સીઓ અને સૂતરની રસ્સીઓના, તલવાર, આરા, અસ્તરા અને કદબચીરપત્ર નામના શસ્ત્ર વિશેષના, અનેક પ્રકારની લોખંડની ખીલીઓ, વાંસ ની શલાકાઓ, ચામડાના પટ્ટાઓ અને ચલપટ્ટ, અનેક પ્રકારની સોયો, ડુંભાણાઓ લોહમય શલાકાઓ અને નાના મુદ્દગરોના, અનેક પ્રકારના શસ્ત્રો, નાના છરાઓ, કુહાડાઓ, નખ છેદકો અને ડાભોના પુંજ અને નિકરો પણ રાખેલા હતા. ત્યાર બાદ તે દુર્યોધન નામમો જેલર સિંહસ્થ રાજાના અનેક ચોર, પારદારિક, રાજાપકારી, ઋણધારક, બાળઘાતી, વિશ્વાસઘાતી, જુગારી અને ધૂર્ત પુરુષોને રાજ પુરષોને દ્વારા પકડાવીને ઊંધે માથે પાડે છે. પાડીને લોખંડના દંડથી મુખને ખોલે છે. મુખ ખોલીને કેટલાંકને જસત,ચૂના આદિથી મિશ્રિત જલ અથવા કલકલ શબ્દ કરતું અત્યન્ત ઉષ્ણ જળ અને ક્ષારયુક્ત તેલ પીવડાવે છે તથા કેટલાંકને તેનાથી નવડાવે છે તથા કેટલાંકને ઊંધે માથે પાડીને ઘોડાનું, હાથીનું યાવતું ઘેટાનું મૂત્ર પીવડાવે છે. ઊલટી કરાવે કેટલાંકના શરીરને સંકોચે છે અને મરડે છે. કેટલાંકને સાંકળોથી બાંધે છે, કેટલાંકના હાથ કાપે છે, યાવતુ શસ્ત્રોથી શરીરના અવયવોને કાપે છે, કેટલાંકને વાંસથી સોટીઓથી યાવતું વૃક્ષના છાલની ચાબુકો દ્વારા મરાવે છે. કેટલાંકને ઊંધે માથે પાડીને તેના વક્ષઃ સ્થળ પર શિલા અને લાકડાં ગોઠવીને રાજપુરુષો દ્વારા તે શિલા તથા લાકડાંનું કંપન કરાવે છે, કેટલાંકના હાથો અને પગો, તંત્રિઓથી બંધાવીને કૂવામાં ઊંધો લટકાવે છે, લટકાવીને ગોથા ખવડાવે છે તથા કેટલાકનું અસિપત્ર યાવતુ કદંબચીરપત્રોથી છેદન કરાવે છે અને તેના પર ક્ષારયુક્ત તેલનો માલિસ કરાવે છે. કેટલાંકના મસ્તકમાં, કંઠ મણિઓમાં કોણિઓમાં, ઘૂંટણોમાં તથા ગુલ્ફોમાં લોઢાના ખીલાઓ તથા વાંસની શલાકાઓ ઠોકાવે છે તથા વીંછીના કાંટાને શરીરમાં પ્રવેશ કરાવે છે. કેટલાંક ની હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં મુદગરો દ્વારા સોયો અને ડુભાણા ઓ થી શરીર છોલાવે અને મૂળસહિત કુશાઓ, મૂળરહિત કુશાઓ તથા ભીના ચામડા દ્વારા બંધાવી દે છે, ત્યાર બાદ તડકામાં ઊભા રાખીને તે સૂકાઈ જવા પર તડતડ શબ્દપૂર્વક તેનું ઉત્પાદન કરાવે છે. આ રીતે તે દુર્યોધન નામનો જેલર આવી નિર્દયતાપૂર્ણ પ્રવૃત્તિ ઓને જે પોતાનું કાર્ય બનાવતો, એમાં જ પ્રધાનતા માનતો, એ પ્રવૃત્તિઓને જ પોતાનું જ્ઞાન બનાવતો તથા આ જ દુષ્ટ વૃત્તિઓને પોતાનું સર્વોત્તમ આચરણ બનાવતો અત્યન્ત પાપકમોનું ઉપાર્જન કરીને ૩૧૦૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળા માસમાં કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. Page #319 -------------------------------------------------------------------------- ________________ વિવાગસૂર્ય - ૧/૬/૩૦ [૩૦] ત્યાર બાદ તે દુર્યોધન જેલરનો જીવ નરકભૂમિથી નીકળીને એ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર બંધુશ્રીએ બાળકને જન્મ આપ્યો. બારમે દિવસે માતાપિતાઓએ તે બાળકનું નામ ‘નન્દિષેણ’ રાખ્યું યાવત્ યુવરાજ પદ આપ્યું. ત્યાર બાદ રાજ્ય અને અતઃપુરમાં અત્યન્ત આસક્ત એવો તે નન્દિષણકુમાર શ્રીદામ રાજાને મારીને તેના સ્થાને પર પોતે આવીને મન્ત્રી આદિની સાથે રાજ્યલક્ષ્મીને વધારવાની તથા પાલન કરવાની ઇચ્છા કરવા લાગ્યો. તે માટે તે નર્દિષણ કુમાર મહારાજા શ્રીદામ ના અનેક આન્તરિક છિદ્રો જોવા લાગ્યો અને વિરહની પ્રતીક્ષા કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. ૩૧૪ ત્યાર બાદ તે શ્રીદામ રાજાના વધનો પ્રસંગ પ્રાપ્ત ન થવાથી કુમાર નન્દિષેણે કોઇ વખતે ચિત્ર નામના નાઇ - હજામને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિય ! તું શ્રીદાસ રાજાના સર્વ સ્થાનો, સર્વ ભૂમિકાઓ જાણી છે તથા અન્તઃપુરમાં સર્વત્ર સ્વેચ્છાપૂર્વક આવી જઇ શકે છે, અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકાર કર્મ કરે છે, તેથી હે દેવાનુપ્રિય ! જ્યારે તું રાજાના અલંકાર કર્મ કરતો હો તે સમયે રાજાની ગરદનમાં અસ્તરો ખુંચાડી દે તો હું તને અર્ધું રાજ્ય આપી દઇશ. ત્યારબાદ તું અમારી સાથે ઉત્તમ કામભોગોનો ભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરજે ત્યારબાદ મિત્ર નામના નાઇએ કુમાર નન્દિર્ષણના ઉક્ત વચનને સ્વીકારી લીધું. પરંતુ થોડા સમય પછી તેના મનમાં એ વિચાર ઉત્પન્ન થયો કે જો કોઇપણ રીતે આ વાતનો પત્તો શ્રીદામ રાજાને મળીજાય તો ન જાણે તે મને કેવા કુમોતથી મારે ? આ વિચાર આવતાં જ તે ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન તેમજ સંજાતભય થઇ ગયો અને તત્કાળ જ જ્યાં શ્રીદામ રાજા હતા, ત્યાં આવ્યો. કહેલા લાગ્યો - હે સ્વામી ! ખરેખર, નન્દિર્ષણ કુમાર રાજ્યમાં મૂર્છિત, મૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આપનો વધ કરવાનું ઇચ્છી રહ્યો છે. તે આપને મારીને પોતે જ રાજ્ય લક્ષ્મીને વધારવાની અને ભોગવવાની ઉત્કટ અભિલાષા સેવી રહ્યો છે. શ્રીદામ રાજા એ ચિત્ર પાસેથી આ વાતને સાંભળીને તેનાપર વિચાર કર્યો અને અત્યંત ક્રોધમાં આવી ને ન્દિષણને પોતાના અનુચરો દ્વારા પકડાવીને આ પ્રમાણે તેને મારવામાં આવે એવો આદેશ રાજ્યપુરૂષોને કર્યો. હે ગૌતમ ! આ નદ્દિષેણ પુત્ર આ રીતે પોતે કરેલા અશુભ કર્મોના ફળને ભોગવી રહ્યો છે. હે ભગવન્ ! નદ્દિષણ કુમાર અહીંથી મૃત્યુ સમયે કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે નન્દિષણ કુમાર ૬૦ વર્ષની પરમ આયુને ભોગવીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું શેષસંસાર ભ્રમણ પૂર્વવત્ સમજી લેવું, પૃથ્વીકાયમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે, ત્યાં માછીમારો દ્વારા વધને પ્રાપ્ત થતાં ફરી તે જ હસ્તિનાપુર નગરમાં એ શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે, ત્યાંથી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ ક૨શે અને ચારિત્રનું યથાવિધિ પાલન કરીને તેના પ્રભાવથી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને ૫૨મ નિર્વાણ પદને પ્રાપ્ત કરીને સર્વ પ્રકારના દુઃખોનો અન્ત કરશે. અધ્યયનઃ ૬ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ ૩૧૭ (અધ્યયન ૭-ઉદુમ્બરદસ્ત [૩૧] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં પાટલિખંડ' નામનું એક નગર હતું, તે નગરમાં મહારાજા સિદ્ધાર્થ રાજ્ય કરતા હતા. પાટલિખંડ નગરમાં સાગરદત્ત નામનો એક ધનાઢય સાર્થવાહ રહેતો હતો, તેને નગરનો ઘણો પ્રતિષ્ઠિત વ્યક્તિ માનવામાં આવતો હતો. તેની ગંગારદત્ત નામની પત્ની હતી. તેને સંપૂર્ણ અને નિર્દોષ પાંચ ઈન્દ્રિ થોથી યુક્ત શરીરવાળો “ઉદુમ્બરદત્ત નામનો એક પુત્ર હતો. તે કાળ અને તે સયમમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વનખંડ ઉદ્યાનમાં પધાર્યા. તે કાળ અને સમયમાં ભગવાન ગૌતમ સ્વામી છઠ્ઠના પારણાના નિમિત્તે ભિક્ષા માટે પાટલિખંડ નગરમાં ગયા. તેઓએ પાટલિખંડ નગરમાં પૂર્વ દિશા તરફના દરવાજાથી પ્રવેશ કર્યો. ત્યાં એક પુરુષને જોયો, તે પુરષ ખુજલી ના રોગવાળો હતો. તે કોઢના રોગવાળો, પેટ એક દમ મોટું હતું. જલોદર, ભગંદર અને હરસના રોગવાળો હતો. તેને કાસ, શ્વાસ અને સોજા ના રોગ પણ હતાં, તેનું મોટું સોજેલું હતું, હાથ અને પગો ફુલેલા હતાં, હાથ અને પગની આંગળીઓ સડી ગઈ હતી, નાક અને કાન પણ સડી ગયા હતાં. રસી અને પરથી તેનું શરીર કચકચતું હતું અને તે કૃમિઓથી અત્યંત વેદના પામી રહ્યો હતો, અને જેમાંથી લોહી અને પરુ વહી રહ્યા છે તેવા ગુમડાથઈ તે યુક્ત હતો. તેના કાન અને નાક પર થયેલા ફોડાઓમાંથી લોહી વગેરે વહેવાથી કાન, નાક સડી ગયા હતા. વારંવાર પરુના, લોહી ના અને કૃમિના કોગિળાઓનું વમન કરતો હતો. તે કષ્ટપૂર્ણ, દયાજનક તેમજ દીનતા મય શબ્દો બોલી રહ્યો હતો. તેની આગળ અને પાછળ માખીઓનાં ટોળેટોળા બણબણ કરી રહ્યાં હતાં, ભયંકર વેદનાથી તેનું માથું ફાટી જતું હતું. ફાટેલા શણના ટૂકડા ઓઢેલા હતા. ભિક્ષાનું પાત્ર તથા પાણી માટેનું પાત્ર હાથમાં લઈને ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી, ભીખ માંગી તે પોતાની આજીવિકા ચલાવી રહ્યો હતો.. ત્યારે ભગવાન ગૌતમ સ્વામી ઊંચ, નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતાં આવશ્કયતા પ્રમાણે ભિક્ષા લઈને પાટલિપુંડ નગર માંથી નીકળી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને ભોજન પાણી સમ્બન્ધી આલોચના કરી લાવેલા આ હાર - પાણી ભગવાનને બતાવ્યા, બતાવીને તેમની આજ્ઞા મળી જવા પર બિલમાં પ્રવેશ કરતા સર્ષની જેમ ચાવ્યા વિના આહાર કર્યો અને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. તત્પશ્ચાતુ ભગવાન ગૌતમ સ્વામીએ બીજીવાર છઠ્ઠના પારણાના નિમિત્તે પહેલા પહોરમાં સ્વાધ્યાય અને બીજા પહોરમાં ધ્યાન કરી ત્રીજા પહોરમાં યાવતુ ભિક્ષા માટે ગમન કરતા પાટલિપંડ નગરમાં દક્ષિણ દિશાના દરવાજાથી પ્રવેશ કર્યો. ત્યાં પણ તેમણે ખુજલી આદિ રોગોથી યુક્ત તે જ પુરુષને જોયો અને તેઓ ભિક્ષા લઈને પાછા આવ્યા. બાકીનું સર્વ વર્ણન પૂર્વની જેમ જાણવું. ત્યારબાદ ભગવાન ગૌતમ સ્વામીએ ત્રીજીવાર છઠ્ઠના પારણાના નિમિત્તે તે જ નગરના પશ્ચિમ દિશાના દરવાજાથી નગરમાં પ્રવેશ કર્યો તો ત્યાં પણ તેઓએ તે જ પુરુષને જોયો. એ જ રીતે ચોથીવાર છઠ્ઠના પારણા માટે પાટલિપંડના ઉત્તર દિશાના દરવાજાથી તેમણે નજરમાં પ્રવેશ કર્યો ત્યારે પણ તેઓએ તે જ પુરુષને જોયો, જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે, અહો ! આ પુરુષ પૂર્વકૃત અશુભ કર્મોના કડવા ફળને ભોગવતો કેવું દુઃખપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યો છે? Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વિવાગસૂર્ય- ૧૩૧ થાવતુ પાછા આવીને તેમણે ભગવાનને સર્વ વૃત્તાંત કહ્યાં હે ભગવન્! તે પુરુષ પૂર્વ ભવમાં કોણ હતો? જે આવા પ્રકારના ભીષણ રોગોથી પીડિત થઈ જીવન વીતાવી રહ્યો છે. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબૂદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રમાં વિજયપુર' નામનું એક ધન, જન-ભવન આદિથી સમૃદ્ધ નગર હતું. તેમાં કનકરથ’ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે કનકરથ રાજાને આયુર્વેદના આઠ અંગોનો જ્ઞાતા, ધન્વન્તરિ નામનો એક વૈદ્ય હતો. આયુર્વેદ સંબંધી આઠ અંગોના નામ નીચે પ્રમાણે છે કૌમારભૃત્ય, શાલાક્ય, શલ્યાહસ્ત, કાયચિકિત્સા, ગુલ, ભૂતવિદ્યા, રસાયણ અને વાજીકરણ, તે વૈદ્ય શુભહસ્ત અને લઘુહસ્ત હતો. તે વૈદ્ય વિજયપુર નગરમાં મહારાજ કનકરથના અન્તઃપુરમાં નિવાસ કરનારી રાણીઓ અને દાસીદાસજનો તથા બીજા ઘણાં દુર્બળ, ગ્લાન, વ્યાધિત, બાધિત, રોગીજનો તેમજ સનાથો, અનાથો તથા શ્રમણો. બ્રાહ્મણો, ભિક્ષુકો, કાપાલિકો તેમજ આતુરોની ચિકિત્સા કરતો હતો. તેમાંથી કેટ લાંકને તો મત્સ્ય-માંસદિનો ઉપદેશ કરતો અને કેટલાંકને ગ્રાહના માંસનો કેટલાંકને મગરના માંસનો અને કેટલાંકને સંસ્કુમાર ના માંસનો અને કેટલાંકને બકરાના માંસનો ઉપદેશ આપતો, આ રીતે ભેડ, ગવય, ડુક્કર, મૃગ, સસલા, ગાયો અને ભેંસોનું માંસ ખાવાનું કહેતો. કેટલાંકને તેતર, બટેરા, લાવરી, કબૂતર, કુકડા અને મોરનું માંસ ખાવાનું કહેતો. આ જ પ્રમાણે બીજા ઘણાં જલચર, સ્થલચર અને ખેચર આદિ જીવોનું માંસ ખાવાનું કહેતો અને પોતે પણ તે મત્સ્ય માંસ ખાવાનું કાવત્ મયૂરરસ યાવતુ ઘણાં જલચર,સ્થલચરઅને ખેચર જીવોના માંસથી તથા મત્સ્યરસ યાવતું મયૂરરસ સાથે પકાવેલ, તળેલા અને ભૂંજલા માંસ સાથે છ પ્રકારની સુરાઆદિ મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન આદિ કરતો સમય વ્યતીત કરતો હતો. - આ પાતકમય કર્મમાં નિપુણ, પ્રધાન તથા તે ક્રિયાઓને જ પોતાનું જ્ઞાન, વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ માનતો તે ધન્વન્તરિ નામનો વૈદ્ય અત્યંત પાપકર્મોનું ઉપાર્જન કરીને બત્રીસસો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠી નરક ભૂમિમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારક રૂપે ઉત્પન્ન થયો. તે સમયે સાગરદત્તની ગંગદત્તા નામની પત્ની, જે જાતનિન્દુ હતી. કોઈ એક વખતે મધ્ય રાત્રિએ કુટુમ્બ સંબંધી ચિન્તાથી જાગતી તે ગંગાદત્તા સાર્થવાહિનીના મનમાં જે વિચાર ઉત્પન્ન થયો, હું ઘણાં લાંબા સમયથી સાગરદત્ત સાર્થવાહની સાથે ઉદાર પ્રધાન કામભોગોનો ઉપભોગ કરી રહી છું, પરંતુ મેં આજ સુધીમાં એક પણ જીવતા રહેનાર બાળકને અથવા બાલિકાને જન્મ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નથી, તેથી તે માતાએ ધન્ય છે તથા તે માતાઓ કૃતાર્થ તેમજ કૃત પુણ્ય છે, તેમજ તેઓએ જ મનુષ્ય સંબંધી જન્મ અને જીવનને સફળ બનાવ્યું છે. જેમની કુક્ષિથી ઉત્પન્ન થયેલ જે પોતાના સ્તનોના દૂધમાં લુબ્ધ, મધુર આલાપ કરનાર, અલિત વચન વાળી, સ્તન મૂળથી કક્ષપ્રદેશ સુધી અભિસરણશીલ તથા અત્યંત સરળ એવા બાળ કોને કમળ સમાન કોમળ હાથોથી પકડીને પોતાનાં ખોળામાં સ્થાપિત કરે છે અને જે બાળકો વારંવાર સુમધુર, કોમળ, વચનો પોતાની માતાને સંભળાવે છે, તે માતાઓને હું ધન્ય માનું છું. - હું અધન્યા, અપયા, અમૃતપુયા છું, કારણ કે હું આ પૂર્વોક્ત બાલસુલભ એવી ચેષ્ટાઓમાંથી એકને પણ પ્રાપ્ત કરી શકી નથી. હવે મારે માટે એ જ હિતકારક છે કે, કાલ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ ૩૧૯ પ્રાતઃકાળે સૂર્યોદય થતાં જ સાગરદત્ત સાર્થવાહને પૂછીને વિવિધ પ્રકારના પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર લઈને મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોની ઘણી સ્ત્રીઓ સાથે પાટલિપુંડ નગરમાંથી નીકળીને બહાર ઉદ્યાનમાં જ્યાં ઉમ્બરદતનું યક્ષાયતન છે ત્યાં જાઉં અને ઉમ્બરદત્ત યક્ષની મહાહ પુષ્માર્ચના કરીને અને તેના ચરણોમાં નતમસ્તક થઈને આ પ્રમાણે પ્રાર્થના કરું - હે દેવાનુપ્રિય! જે હું હવે જીવિત રહેનાર બાળક યા બાલિકાને જન્મ આપે તો હુ આપના યાગ- ધન- ભાગ- અને અક્ષયનિધિ વૃદ્ધિ કરીશ. આ રીતે ઇચ્છિત વસ્તુઓ મેળવવા માટે પ્રાર્થના કરવાનો તેણે નિશ્ચય કર્યો. નિશ્ચય કર્યા બાદ પ્રાતઃકાળ સૂર્યોદય થવાપર જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતો, ત્યાં આવી. આવીને સારગદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહેવા લાગી- હે દેવાનું પ્રિય! તમારી સાથે મનુષ્ય સંબંધી સાંસારિક સુખોનો સંપૂર્ણ ઉપભોગ કરતાં આ જ સુધીમાં એકપણ જીવતા રહેનાર બાળક યા બાલિકાને પ્રાપ્ત કર્યા નથી, તેથી હું ઈચ્છું છું કે જો આપ આજ્ઞા આપો તો હું મારા મિત્રો, જ્ઞાતિજનો, નિજકજનો, સ્વજનો, સંબંધી ઓ અને પરિજનોની સ્ત્રીઓ સાથે પાટલિપુંડ મહાઈ પૂજા - અર્ચના કરીને પુત્ર પ્રાપ્તિ માટે તેની માનતા માનું ? તેના જવાબના સાગરદત્ત સાર્થવાહે પોતાની ગંગાદતા નામની પત્નીને કહ્યું - હે દેવાનુપ્રિયે! મારી પણ એ જ ઇચ્છા છે. ત્યારે સારગદત્ત સાર્થવાહની આજ્ઞા મળી જવાથી તે ગંગાદત્તા વિવિધ પ્રકારના પુષ્પ અને વસ્ત્રાદિ રૂપ પૂજા સામગ્રી લઈને મિત્રાદિની સ્ત્રીઓ સાથે પોતાના ઘેરથી નીકળી અને પાટલિપુંડ નગરની મધ્યમાં થઈને એક પુષ્કરિણી પાસે જઈ પહોંચી, ત્યાં પુષ્કરિણીના કિનારે પુષ્પો, વસ્ત્રો, ગંધો, માળાઓ અને અલંકારોને રાખીને તેણે તલાવડીમાં પ્રવેશ કર્યો. ત્યાં જલસ્તાન અને જલક્રીડા કરીને કૌતુકમંગલ કરીને એક ભીનું વસ્ત્ર અને સાડી ધારણ કરીને તલાવડીમાંથી બહાર આવી. બહાર આવી, પેલી પુષ્પાદિ પૂજા - સામગ્રીને લઇને ઉમ્બરદત્ત યક્ષના યક્ષાયતન પાસે પહોંચી અને ત્યાં પણ તેણે યક્ષને નમસ્કાર કર્યો, ત્યાર બાદ મયૂરપીંછ લઈને તેના વડે યક્ષપ્રતિમાનું પ્રમાર્જન કર્યું ત્યાર બાદ જલધારાથી યક્ષ પ્રતિમાને સ્નાન કરાવ્યું. ત્યાર બાદ ભગવા રંગથી રંગેલા, સુગન્ધિત તેમજ સુકોમળ વસ્ત્રથી તેના શરીરને લૂછયું. લૂછીને શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં, વસ્ત્રો પહેરાવીને મહાઈ પુષ્પારોહણ, વસ્ત્રારોહણ, ગંધારોહણ, માલ્યરોહણ અને ચૂણ રોહણ કર્યું. ત્યાર બાદ ધૂપ કર્યો, ધૂપ કરીને યક્ષની સામે ગોઠણ ટેકવીને પગો માં પડી આ પ્રમાણે નિવેદન કરવા લાગી. હે દેવાનુપ્રિય! જો હું એક પણ જીવિત રહેનાર પુત્ર યા પુત્રીને જન્મ આપું તો યાવતુ પૂર્વવત્ યાચના કરે છે. ત્યાર બાદ તે ધન્વન્તરિ વૈદ્યનો જીવ નરકભૂમિમાંથી નીકળીને આ જંબૂદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રનાં પાટલિપંડ નગરામાં ગંગદત્તાની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ મહિના પૂર્ણ થઈ જવા પર ગંગદત્તાને નીચે પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો. ધન્ય છે, તે માતાઓ યાવતું તેમણે જ જીવનના ફળને પ્રાપ્ત કર્યું છે, જે મહાનું ' અશનાદિક તૈયાર કરાવે છે અને અનેક મિત્ર, જ્ઞાતિ આદિની સ્ત્રીઓથી યુક્ત થઈને વિપુલ ખાદ્ય સામગ્રી તથા સુરા આર્દિ મદિરાઓ સાથે લઈને પાટલિપંડ નગરની મધ્ય માંથી નીકળીને તલાવડી પર જાય છે. ત્યાં તલાવડીમાં પ્રવેશ કરી જલ સ્નાન તેમજ અશુભ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તેમજ બીજા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વિવાગસૂર્ય-૧૭૩૧ માંગલિકો કરીને તે વિપુલ ખાદ્ય સામગ્રીનું મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓ સાથે આસ્વાદનાદિ કરતી, તે પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ રીતે વિચાર કરીને પ્રાતઃ કાળમાં તેજથી દેદીપ્યમાન પાસે આવી, આવીને સારગ દત્તને આ પ્રમાણે કહેવા લાગી - હે દેવાનુપ્રિય! માતાઓ ધન્ય છે, યાવતુ - જે પોતાના દોહદને પૂર્ણ કરે છે. સાગરદત્તા સાર્થવાહની આજ્ઞા મેળવીને ગંગદત્તા પર્યાપ્ત માત્રામાં અશનાદિક ચાર પ્રકારના આહારની તૈયારી કરાવે છે અને તૈયાર કરાવેલ આહાર તેમજ છ પ્રકારની સુરા આદિ પદાર્થ તથા પુષ્પ વિગેરે પૂજાની ઘણી સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓને તથા બીજી સ્ત્રીઓને સાથે લઇને તે પુષ્કરિણી પાસે આવે છે, યાવતુ તેમાં સ્નાન તેમજ અશુભ સ્વપ્નાદિનાં ફળને નષ્ટ કરવા માટે મસ્તક પર તિલક તેમજ માંગલિક અનુષ્ઠાન કરીને પુષ્કરિણીથી બહાર આવે છે. તે સમયે સાથે આવેલી મહિલાઓ પણ ગંગાદતા શેઠાણીને માળાઓ અને અલંકારોથી વિભૂષિત કરે છે. ત્યાર બાદ તે મિત્રાદિની. સ્ત્રીઓ અને બીજી નગરની સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિક તથા છ પ્રકારની સુરા આદિનું આસ્વાદનાદિ કરતી ગંગાદત્ત પોતાના દોહદને પૂર્ણ કરે છે. * ત્યારબાદ પૂર્ણ, સમ્માનિત, વિનીત, બુચ્છિન્ન અને સંપન્ન દોહદવાળી તે ગંગા દત્તા તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરતી આનંદપૂર્વક સમય વ્યતીત કરવા લાગી. ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થઈ જવા પર ગંગાદતાએ એક બાળકને જન્મ આપ્યો. માતાપિતાએ કુળ પરમ્પરાનુસાર એના નામનો ઉત્સવ મનાવ્યો તેનું “ઉંબરદત્ત' એવું નામ રાખ્યું, ઉંબરદત્ત જ્યારે યુવાન થયો ત્યારે વિજયમિત્રની જેમ સારગદત્ત સાર્થવાહ સમુદ્રમાં વહાણ ડૂબી જવાના કારણે કાળધર્મ પામ્યો તથા ગંગદત્તા પણ પતિના વિયોગજન્ય અત્યંત અસહય દુઃખથી દુઃખી થઈ અને કાળધર્મને પ્રાપ્ત થઈ. ઉજિઝતક કુમારની જેમ ઉંબરદત્ત કુમારને પણ ઘરથી બહાર કાઢી મૂકવામાં આવ્યો. ત્યાર બાદ કોઈ વખતે ઉંબરદત્તના શરીરમાં એક સાથે જ સોળ પ્રકારનો રોગો ઉત્પન્ન થયા, યાવતુ હાથ આદિ સડી જવાથી દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યો. - ત્યારબાદ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછયું- ભગવનું ! આ ઉંબરદત્ત બાળક અહીંથી મૃત્યુના સમયમાં મૃત્યુ પામીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું - હે ગૌતમ ! ઉંબરદત્ત બાળક ૭૨ વર્ષના પરમ આયુષ્યને ભોગ વીને કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. તે પૂર્વવતુ સંસારભ્રમણ કરતો યાવતુ પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી. નીકળીને હસ્તિનાપુર નગરમાં કુકડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં જન્મતાં જ ગોષ્ટિકો દુરા ચારી લોકોવડે વધને પ્રાપ્ત થતો તે હસ્તિનાપુરમાં એક શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં સમ્યકત્વને પ્રાપ્ત કરશે, ત્યાંથી મરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં અણગાર ધર્મને પ્રાપ્ત કરીને વિધિ પૂર્વક સંયમની આરાધનાથી કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાનદ્વારા સમસ્ત પદાર્થોને જાણશે, સમસ્ત કમોંથી રહિત થઈ જશે, સકલકમજન્ય સંતાપથી વિમુક્ત થશે અને બધા દુઃખોનો અંત કરી દેશે. અધ્યયનઃ૭ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - --- - - ----- -- - - - Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ (અધ્યયનઃ ૮શૌર્યદત્ત) [૩૨] હે જ! તે કાળ અને તે સમયમાં શૌરિકપુર નામનું એક નગર હતું. ત્યાં શૌરિકાવતંકસ નામનું ઉદ્યાન હતું. તેમાં શૌરિક નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ પણ શૌરિકદર હતું. શૌરિકપુર નગરની બહાર ઈશાન ખૂણામાં એક માચ્છીમારોનો મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામનો એક માચ્છી માર નિવાસ કરતો હતો. તે અધર્મી યાવતુ દુwત્યાનન્દ હતો, તેની સમુદ્રદત્તા નામની પરિપૂર્ણ તેમજ પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળી સ્ત્રી હતી તથા તેમનો શૌરિકદર નામનો એક સવાંગ સંપૂર્ણ તેમજ પરમ સુન્દર બાળક હતો. તે કાળ અને તે સમયમાં શૌરિકાવતંસક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. યાવતુ પરિષદ અને રાજા ધર્મ દેશના સાંભળી પાછા ચાલ્યા ગયા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી ભાવતું શૌરિકપુર નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે બ્રમણ કરતા પર્યાપ્ત આહાર લઈને નગરની બહાર નીકળ્યા તથા માછી મારોના મહોલ્લા પાસે નીકળતા તેમણે અત્યંત વિશાળ મનુષ્ય સમુદાયની વચ્ચે સુકાઈ ગયેલ શરીરવાળો, ભૂખ્યો, માંસરહિત, જેની ચામડી હાડકાંને ચોટેલી હતી, ઊઠતી અને બેસતી વખતે જેના હાડકાંઓ ખખડતા હતા, જેણે લીલા રંગનું ધોતીયું પહેરેલ હતું તેમજ ગળામાં મત્સ્યકંટક લાગવાથી જે દુઃખમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલી રહ્યો હતો, એવા એક પુરુષને જોયો. તે પરુ અને લોહીના કાગળાઓ અને કૃમિના કોગળાઓનું વમન કરી રહ્યો હતો. તેને જોઈને તેમના વિચાર ઉત્પન થયો. અહો ! આ પુરષ પૂર્વકૃત યાવત્ કર્મોથી નકરસમાન વેદનાનો અનુભવ કરતો સમય વીતાવી રહ્યો છે, ઇત્યાદિ વિચાર કરીને અણગાર ગૌતમ, ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા અને તે પુરુષના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારતવર્ષમાં નદિપુર નામનું એક પ્રસિદ્ધ નગર હતું. ત્યાંના રાજાનું નામ મિત્ર હતું. તે રાજાનો શ્રીક નામનો એક અત્યંત અધર્મી યાવતું મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય એવો એક રસોઇયો હતો. તેને રૂપિયા, પૈસા અને ધન્યાદિ રૂપે પગાર ગ્રહણ કરનારા અનેક માછીમારો, જાળમાં પશુઓને ફક્સાવનારા, તેમજ પક્ષીઓનો વધ કરનાર અનેક નોકરો હતા, જેઓ હમેશાં કોમળ ચામડીવાળા મસ્સો અથવા નાના મસ્સો યાવતું પતાકાતિપતાકા નામક મત્સ્ય વિશેષો તથા બકરાઓ યાવતુ ભેંસો તેમજ તેતર યાવતુ મયૂરાદિ પ્રાણીઓને મારીને શ્રીક રસોઇયાને લાવી આપતા હતા. તેને ત્યાં પાંજરામાં અનેક તેતર યાવતું મયૂરાદિ પક્ષીઓ પૂરેલા રહેતા હતા. શ્રીક રસોઈયાના બીજા અનેક રૂપિયા પૈસા અને ધાન્યાદિ રૂપે પગાર લઈને કામ કરનાર પુરુષો તેતર યાવતું મયૂરાદિ પક્ષીઓને પાંખરહિત કરીને લાવી આપતા હતા. ત્યાર બાદ તે શ્રીક રસોઇયો અનેક જલચર, સ્થલચર ખેચર જીવોનાં માંસના છરીથી સૂક્ષ્મ, ગોળાકાર, મોટા, નાના અનેક પ્રકારના ટુકડા કરતો હતો. તે ટુકડાઓમાંથી કેટલાકને બરફમાં પકાવતો હતો. કેટલાંકને જુદા રાખી દેતો, જેથી તે ટુકડાઓ સ્વતઃ પાકી જતા હતા. કેટલાંકને તડકાથી અને કેટલાંકને હવા દ્વારા પકાવતો હતો, કેટલાંકને કાળા અને કેટલાંકને લાલ રંગના કરતો હતો, અને તે તે ટુકડાઓને છાશથી, આંબળાના રસથી, દાડમના રસથી, કોઠાના રસથી તથા અન્ય મત્સ્યરસોથી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ વિવાગસૂર્ય-૧૮૩૨ યુક્ત કરતો હતો. ત્યારબાદ તે માંસના ટુકડા ઓમાંથી કેટલાંકને તેલથી તળતો, કેટલાંક ને અગ્નિપર ભૂજતો અને કેટલાંકને શૂળથી પકાવતો. આ રીતે મત્સ્ય માંસના રસોને, મૃગ માંસના રસોને, તેતર માંસના રસોને યાવતું મયૂરાને માંસના રસોને તથા બીજા ઘણાં લીલાશાક તે તૈયાર કરતો હતો, તૈયાર કરીને મહારાજ મિત્રના ભોજન મંડપમાં લઇ જઈને મહારાજ પાસે હાજર કરતો તથા તે શ્રીક રસોઇયો પોતે પણ પૂર્વોક્ત કોમળ ચામડીવાળા મત્સાદિ સમસ્ત જીવોના માંસ, રસ, લીલા શાક, કે જે શૂળથી પકાવેલા, તળેલા, ભૂજેલા થતા, તેની સાથે છ પ્રકાર ની સુરા આદિ મદિરાઓનું આસ્વાદનાદિ કરતો સમય વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર બાદ આ કમનેજ કરનાર, આ કમને જ પ્રધાન માનનાર તે શ્રીક રસોઇયો ઘણાં પાપ કર્મોનું ઉપાર્જન કરીને તેત્રીશ સો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠીનરકભૂમિમાં ઉત્પન્ન થયો. તે મચ્છીમારની સમુદ્રદત્તા પત્ની જાત નિન્દકા હતી. ગંગદત્તાની જેમ વિચાર કરીને, પતિને પૂછીને, માનતાઓ માનીને તથા દોહદની પૂર્તિ કરીને સમુદ્રદત્તા બાળકને જન્મ આપે છે. શૌરિકદર યક્ષની માનતા માનવાથી બાળક પ્રાપ્ત થયો હોવાથી માતપિતાએ તેનું નામ “શૌરિકદત્ત” રાખ્યું. યુવાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યાર બાદ કોઈ વખતે સમુદ્રદત્ત કાળધર્મ પામ્યો, ત્યારે રૂદન, આક્રંદન અને વિલાપ કરતા શૌરિકદત્ત બાળકે અનેક મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીજનો તેમજ નોકરો સાથે સ્મશાન યાત્રા કાઢી અને દાહકર્મ તેજમ બીજી લૌકિક મૃતક્રિયાઓ કરી. કાલાન્તરમાં તે શૌરિકદત્ત પોતે માછીમારોનો નેતા બની ગયો. તે મહા અધર્મી, પાપી યાવતું તેને પ્રસન્ન કરવો બહુ મુશ્કેલ હતો. તેણે રૂપિયા, પૈસા અને ભોજનાદિ રૂપ વેતન લઇને કામ કરનાર અનેક પગારદાર માણસો રાખ્યા હતા, કે જેઓ નાની નૌકાઓ દ્વારા યમુના નદીમાં પ્રવેશ કરીને સરોવરનું પાણી ઉલેચી નાખી, દરિયાના પાણીમાં વારંવાર પરિભ્રમણ કરીને, થોરનું દૂધ નાખી પાણીને વિકૃત કરીને, વૃક્ષની શાખાઓથી તળાવના પાણીને ડોળીને, તળાવનું પાણી નાલિકાથી બહાર કાઢીને, તળાવના પાણીને વિશેષરૂપે પ્રવાહિત કરીને પ્રપંબુલ, જંભા , ગલ, ફૂટપાશ, વલ્કબંધ, સૂત્રબંધ અને પાશબંધ વિગેરે માછલા પકડ વાના સાધનોથી અનેક જાતિના કોમળ મસ્સો યાવતુ પતાકાતિપતાકા નામના મસ્સો ને પકડે છે અને પકડીને તેનાથી નૌકા ભરેછે, ભરીને નદીના કિનારા પર લાવે છે. લાવીને બહાર એક જગ્યા પર તેનો ઢગલો કરે છે, ત્યાર બાદ તેને ત્યાં તડકા માં સૂકાવવા માટે રાખે છે. આ રીતે રૂપિયા, પૈસા અને ધાન્યાદિ લઈને કામ કરનાર તેના બીજા પગાર દાર પુરષો તડકામાં સૂકાયેલા તે મત્સ્યોના માંસને શૂળમાં પરોવીને પકાવતા, તળતા અને ભૂજતાઅનેતેને રાજમાર્ગમાં વેચવામાટે રાખીનેતેના દ્વારાજ આજીવિકા કરતા સમય વ્યતીત કરી રહ્યાહતા.તદુપરાંત શૌરિકદત્ત પોતે પણ તે શૂળથી પકાવેલ બ્જેલ અને તળેલ મત્સ્યના માંસ સાથે વિવિધ પ્રકારની સુરાઓનું સેવન કરતો સમય વિતાવવા લાગ્યો. તદન્તર કોઇ વખતે શૂળ દ્વારા પકાવેલા, તળેલા અને ભૂંજેલા મત્સ્ય માંસોનો આ હાર કરતા તે શૌરિકદર માછીમારના ગળામાં માછલીનો કાંટો લાગી ગયો, તેના કારણે તે મહાન વેદનાનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે અત્યંત દુખી થયેલા શૌરિકદને પોતાના અનુચરો નોકરોને બોલાવીને આ વાત જાહેર કરાવી તે સાંભળીને ઘણાં વૈદ્યો અને વૈદ્યપુત્રાદિકો શૌરિકદત્તના ઘરે આવ્યા, આવીને ઔત્પાત્તિકી આદિ બુદ્ધિઓ Page #326 -------------------------------------------------------------------------- ________________ i શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ ૩૨૩ દ્વારા સારી રીતે નિદાનને જાણતા તે વૈદ્યો વમન, છઈન તથા અવપીડન અને કવલ ગ્રાહથી શલ્ય નો ઉદ્ધાર કરવા માટે, શૌકિદત્ત માછીમારના ગળામાંથી મત્સ્યના કાંટા ને કાઢવાની ઇચ્છા કરે છે. પરન્તુ તેમાં તેઓ સફળ ન થઇ શકયા અને નીકળતા પરુ તથા લોહીને બંધ પણ તેઓ કરી ન શકયા. ત્યારે તેઓ શ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઇને પોતપોતાના સ્થાને ગયા. ત્યારે વૈદ્યોનો ઇલાજ સફ્ળ નહિ થવાથી નિરાશ થયેલો તે શૌરિકદત્ત મહાન વેદનાને ભોગવતો સુકાઇ ગયો, યાવત્ હાડપિંજર માત્ર બાકી રહી ગયું. તે દુઃખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. હે ગૌતમ ! આ રીતે તે શૌરિકદત્ત પૂર્વકૃત યાવત્ અશુભ કર્મોનો ફળને ભોગવી રહ્યો છે. ભંતે ! શૌરિકદત્ત માછીમાર અહીંથી કાલમાસે કાળ કરીને કર્યાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ મહાવીર બોલ્યા. હે ગૌતમ ! ૭૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલમામમાં કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નક૨ભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસાર-ભ્રમણ પૂર્વવત્ જ જાણવું જોઇએ, યાવત્ તે પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી હસ્તિનાપુરમાં મત્સ્ય બનશે, ત્યાં માછ મારો દ્વારા વધને પ્રાપ્ત થઇ, ત્યાં જ હસ્તિપુરમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મ લેશે, ત્યાં તેને સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થશે. ત્યાંથી મરણ પામીને સૌધર્મ નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મશે અને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને, તેની સિદ્ધપદને પ્રાપ્ત કરશે. અધ્યયનઃ ૯ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૯-દેવદત્તા [૩૩] હે - જંબૂ ! તે કાળ અને તે સમયમાં રોહીતક નામનું ઋદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં પૃથિવીઅવતંસક નામનું એક ઉઘાન હતું, તેમાં ધરણ નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં વૈશ્રમણ દત્ત નામના રાજાનું રાજ્ય હતું. તેને શ્રી નામની રાણી હતી. તેને યુવરાજ પદથી અલંકૃત પુષ્પનંદી નામનો કુમા૨ હતો. તે નગરમાં દત્ત નામનો એક ગાથાપતિ રહેતો હતો, જે ધનવાન યાવત્ પોતાની જ્ઞાતિમાં ઘણો સન્માન નીય હતો, તેને કૃષ્ણશ્રી નામની પત્ની હતી. તેને સંપૂર્ણ તેમજ નિર્દોષ, પાંચ ઇન્દ્રિયોથી યુક્ત ઉત્તમ શરીરવાળી દેવદત્તા નામની એક બાલિકા હતી. તે કાળ અને તે સમયમાં પૃથિવીઅવતંસક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, તે વખતે ભગવાનના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણા માટે ભિક્ષાર્થે ગયા, યાત્ રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેઓ હાથીઓ, અશ્વો અને પુરુષોને જુએ છે. તેમની વચ્ચે તેમણે અવકોટક બંધનથી બાંધેલી, કાન, નાક કાપેલી, યાવત્ શૂળી વડે ભેદન કરાતી એક સ્ત્રીને જોઇ, જોઇને તેમના મનમાં પહેલાની જેમ વિચાર ઉત્પન્ન થયો, યાવત્ પહેલાની જેમ ભિક્ષા લઇને નગ૨માંથી નીકળ્યા અને ભગવાનની પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા - હે ભદન્ત ! આ સ્રી પૂર્વભવમાં કોણ હતી? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં જંબુદ્વીપના ભારત વર્ષમાં સુપ્રતિષ્ઠ નામનું એક ઋદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં મહારાજ મા સેન રાજ્ય કરતા હતા. તેના અન્તઃપુરમાં ધારિણી વિગેરે એક હજાર રાણીઓ હતી. મહારાજ મહાસેનનો પુત્ર Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ વિવારસૂર્ય-૧/૯/૩૩ અને મહારાણી ધારિણી દેવીનો આત્મજ સિંહસેન નામનો રાજકુમાર હતો, જે સંપૂર્ણ તેમજ નિર્દોષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળો તથા યુવ રાજ પદથી અલંકૃત હતો. સિંહસેન રાજકુમારના માતા પિતાએ કોઈ વખતે અત્યંત વિશાળ પાંચસો ઉત્તમ મહેલો બનાવડાવ્યા. ત્યાર બાદ, કોઈ સમયે તેમણે સિંહસેન રાજકુમારના શ્યામા વિગેરે પાંચ સો સુંદર રાજકન્યાઓ સાથે લગ્ન કરી દીધા. ત્યા બાદ રાજકુમાર સિંહસેન શ્યામાં વિગેરે તે પાંચસો રાજકન્યાઓ સાથેમહેલોમાંરમણ કરતોઆનંદપૂર્વક સમય વીતાવવા. લાગ્યો. ત્યાર બાદ કોઈ વખતે મહારાજ મહાસેનનું મૃત્યુ થઈ ગયું. રૂદન, આઠંદન અને વિલાપ કરતાં રાજકુમારે તેનું નિસ્સરણ કાર્ય કર્યું. સિંહસેન રાજ સિંહાસન પર આરૂઢ થઈ રાજપદથી વિભૂષિત થઈને હિમવન્તાદિ પર્વતો જેવી શોભા પ્રાપ્ત કરવા લાગ્યો. સિંહસેન શ્યામા રાણીમાં મૂચ્છિત - તેના ધ્યાનમાં જ પાગલ, વૃદ્ધ - તેની જ આકાંક્ષાવાળો, ગ્રથિત - તેના સ્નેહજાળમાં બંધાયેલા અને અધ્યપ પન્ન-તેમાં જ આ સક્ત થઈ ગયો. તે બીજી રાણીઓનો ન તો આદર કરતો હતો અને ન તેમનું ધ્યાન પણ રાખતો હતો. તે ૪૯૯ રાણીઓની ૪૯૯ માતાઓએ જ્યારે આ વાત જાણી ત્યારે તે સર્વેએ મળીને નિશ્ચય કર્યો કે આપણે માટે એ જ ઉચિત છે કે, આપણે શ્યામા રાણીને અગ્નિ પ્રયોગ, વિષ પ્રયોગ અથવા શસ્ત્ર પ્રયોગથી જીવન રહિત કરી નાખીએ. આ પ્રમાણે વિચાર કર્યા પછી તેઓ શયામાં રાણીના અંતર, છિદ્ર તથા વિરહની રાહ જોવા લાગી. આ બાજુ શ્યામા રાણીને પણ આ યંત્રની ખબર પડી ગઈ. તે શ્યામા ભય. ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયવિવલ થઈ ગઈ, તથા જ્યાં કોપ ભવન હતું ત્યાં આવી અને ઉદાસીન મનવાળી થઈને બેઠી, યાવત્ વિચાર કરવા લાગી. - તત્પશ્ચાતુ સિંહસેન રાજાએ આ વૃત્તાન્ત જાણી કોપભવનમાં આવીને શ્યામાને ઉદાસીન જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે! તુ આ પ્રમાણે નિરાશ અને ચિત્તિત કેમ છે? મહારાજ સિંહસેનનું આ કથન સાંભળી શ્યામાં અત્યંત ક્રોધ યુક્ત થઇ, પ્રબળ વચ નોથી રાજાને સર્વ વાત જણાવી ત્યારે રાજાએ કહ્યું-દેવાનુપ્રિયે ! તું આ પ્રમાણે હતોત્સાહ થઈને આર્તધ્યાન ન કર, હું એવો ઉપાય કરીશ કે જેથી તારા શરીરને કોઈનાથી કોઈ પ્રકારની બાધા-પ્રબાધા થઈ શકશે નહીં. આ રીતે શ્યામાદેવીને ઈષ્ટ આદિ વચનો દ્વારા સાંત્વના દઈને મહારાજ સિંહસેન ત્યાંથી ચાલ્યા ગયા, જઈને તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા બોલાવીને તેમને કહ્યું કે - તમે લોકો અહીંથી જાઓ અને જઈને સુપ્રતિષ્ઠિત નગરની બહાર એક મોટી કૂદાકારશાળા બનાવ ડાવો, જે સેંકડો સ્તંભોથી યુક્ત, પ્રાસા દીય દર્શનીય અભિરૂપ હો, ત્યારપછી કોઇ વખતે સિંહસેન રાજાએ પોતાની ૪૯૮ રાણીઓની ૪૯૯ માતા ઓને આમંત્રણ આપ્યું. સિંહસેન રાજા દ્વારા આમંત્રિત થયેલી તેઓ વસ્ત્રો તેમજ આભૂ ષણોથી સુસજ્જિત થઈ સુપ્રતિષ્ઠિત નગરમાં મહારાજ સિંહસેનની પાસે આવી. મહા રાજ સિંહસેન તે રાણીઓની માતાઓને રહેવા માટે કૂટાગાર શાળામાં ઉતારો આપ્યો. તત્પશ્ચાતુ સિંહસેન રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - હે ભદ્ર પુરુષો ! તમે લોકો વિપુલ અશનાદિક તથા અનેક પ્રકારના પુષ્પો, વસ્ત્રો, ગંધો-સુગંધિત પદાર્થો, માળાઓ તથા અલંકારોને કૂટાગાર શાળામાં પહોંચાડો. ત્યારબાદ સર્વપ્રકાર નાં અલકારોથી વિભૂષિત તે ૪૯૯ રાણીઓની માતાઓએ તે વિપુલ અનાદિક તથા સુરા Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન ૩૨૫ આદિ સામગ્રીનું આસ્વાદનાદિ કર્યું યથારુચિ ઉપભોગ કર્યો. ગંધવએ તેમની પ્રશં સાના ગીતો ગાયા, ગાયકો તથા નર્તકોએ સંગીત અને નૃત્ય દ્વારા સ્વાગત કર્યું. આમ આનંદપૂર્વક તેઓ વિચારવા લાગી. તત્પશ્ચાતુ અર્ધરાત્રિના સમયે અનેક પુરુષો થી ઘેરા યેલ મહારાજ સિંહસેન જ્યાં કૂટાકાર શાળા હતી, ત્યાં આવ્યા, આવીને કુટાકાર શાળા ના બધા દરવાજા બંધ કરાવી દીધા અને તેની ચારે બાજુ આગ લગાવી દીધી. સિંહસેન દ્વારા જલાવેલી, ત્રાણ અને શરણથી રહિત, એવી તે ૪૯૯ રાણીઓની માતા ઓ રૂદન, આક્રંદન અને વિલાપ કરતી કાળધર્મ પામી. ત્યાર બાદ એતત્કર્મો,એતદ્વિધ,એતપ્રધાન અનેતત્સમાચારવાળો થતો તે સિંહ સેન રાજા અત્યધિક પાપ કર્મોન ઉપાર્જન કરીને ૩૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળમાસમાં કાળ કરી છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકી ઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ તે સિંહસેનનો જીવ છઠ્ઠી નરકભૂમિમાંથી નીકળીને રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની “કૃષ્ણશ્રી' નામની પત્નીના ઉદરમાં પુત્રી રૂપે ઉત્પન્ન થયો, ત્યારે તે કૃષ્ણશ્રીએ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર એક કન્યાને જન્મ આપ્યો, જે અત્યંત કોમળ હાથપગવાળી, યાવતું પરમ સુન્દરી હતી. ત્યારબાદ તે કન્યાના માતાપિતાએ બારમે દિવસે ઘણું અશનાદિ તૈયાર કરાવ્યું, યાવતુ મિત્ર, જ્ઞાતિ આદિને નિમંત્રિત કરીને તથા બધાને ભોજનાદિથી નિવૃત્ત થવા પર કન્યાનો નામકરણ સંસ્કાર કરતાં કહ્યું કે એનું નામ દેવદત્તા' રાખવામાં આવે છે. પછી તે દેવદત્તા બાલ્યાવસ્થાથી મુકત થઈને, યાવતુ યૌવન, રૂપ અને લાવણ્યથી અત્યંત ઉત્તમ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. થોડા સમય પછી દેવદત્તા કોઈ દિવસે સ્નાન કરીને યાવતુ સમસ્ત આભૂષણોથી વિભૂષિત થયેલી ઘણી કુન્જા આદિ દાસીઓ સાથે પોતાના મકાનમાં ઉપરના ઝરૂખામાં સોનાના દડાથી રમતી હતી. તે સમયે સ્નાનાદિથી નિવૃત્ત યાવતુ વિભૂષિત મહારાજ વૈશ્રમણ ઘોડા ઉપર સવાર થઈને અનેક અનુચરો સાથે અસ્વક્રીડા માટે રાજમહેલમાંથી નીકળીને શેઠ દત્તના ઘર પાસેથી થઇને જઈ રહ્યા હતા, ત્યારે યાવતુ વૈશ્રમણ મહારાજાએ દેવદત્તા કન્યાને ઉપર સોનાના દડાથી રમતી જોઈ, જોઇને કન્યાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને રાજપુરુષોને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે! આ કન્યા કોની છે? તથા એનું નામ શું છે? ત્યારે રાજ પુરુષો હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહેવા લાગ્યા - હે સ્વામિનું! આ કન્યા દત્ત સાર્થવાહની પુત્રી અને કૃષ્ણથી શેઠાણીની આત્મા છે. એનું નામ દેવદત્તા છે. - ત્યાર બાદ મહારાજ વૈશ્રમણ દત્તે અશ્વક્રીડા કરીને પાછા આવી પોતાના અંતરંગ પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જઇને દત્ત શેઠની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામની કન્યાને યુવરાજ પુષ્પનન્દીને માટે પત્નીરૂપે માગો. જો તે રાજ્ય દઈને પણ મેળવી શકાય તો પણ લેવી જોઇએ. મહારાજ વૈશ્રમણની આ આજ્ઞાને સન્માનપૂર્વક સ્વીકાર કરીને તે લોકો નાનાદિ કરી અને શુદ્ધ તથા સભામાં પ્રવેશ કરવા યોગ્ય ઉત્તમ વસ્ત્રો પહેરીને જ્યાં દત્ત સાર્થવાહનું ઘર હતું ત્યાં ગયાં. દત્ત શેઠ પણ તેમને આવતા જોઈ અત્યંત પ્રસનતા પ્રકટ કરતા આસન પરથી ઊઠીને તેમના સત્કાર માટે સાત-આઠ પગલા આગળ ગયો અને તેમનું સ્વાગત કરીને આસન પર બેસવાની પ્રાર્થના કરી ત્યાર બાદ ગતિજન્ય થાક દૂર Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિવાગસૂર્ય-૧૯૩૩ થવાથી સ્વસ્થ અને માનસિક ક્ષોભ ન રહેવાના કારણે વિશેષ રૂપે સ્વાથ્ય પ્રાપ્ત કરતા તેમજ સુખપૂર્વક ઉત્તમ આસનો પર અવસ્થિત થઈ જવા પર તે ઘરે આવેલા સજ્જનોને દત્ત શેઠ વિનમ્ર શબ્દોથી નિવેદન કરતો આ પ્રમાણે બોલ્યો- મહાનુભાવો ! આપની અહીં પધરામણી કયા કારણથી થઈ છે? હું આપના આગમનું કારણ જાણવા ઇચ્છું છું. દત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે રાજપુરુષોએ આવવાનું કારણ કહ્યું. તે અંતરંગ પુરુષોનું આ કથન સાંભળી દત્ત શેઠ બોલ્યા-મહાનુભાવો! મારા માટે આજ મોટી ભેટ છે કે મહારાજ વૈશ્રમણ દર મારી આ બાલિકાને ગ્રહણ કરીને મારાં ઉપર અનુગ્રહ કરી રહ્યો છે. ત્યાર બાદ દત્ત શેઠે તે બધાનો પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારાદિથી યથોચિત સત્કાર કર્યો અને તેમને સન્માનપૂર્વક વિસર્જિત કર્યા. ત્યાર બાદ તે અંતરંગ પુરુષો મહારાજ વૈશ્રમણ પાસે આવ્યા અને તેમણે તેને સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો. ત્યાર પછી કોઈ સમયે દત્ત ગાથાપતિ શુભતિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં વિપુલ અશનાદિક સામગ્રી તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, સ્વજન, અને સંબંધી આદિને આમંત્રિત કરીને સ્નાન યાવતું દુષ્ટ સ્વપ્નાદિના ફળને વિનષ્ટ કરવા માટે મસ્તક પર તિલક અને અન્ય માંગલિક કાર્યો કરીને, સુખપ્રદ આસન પર સ્થિતિ થઇને, તે વિપુલ અશનાદિક સામગ્રીનું મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી તેમજ પરિજનો સાથે આસ્વાદન વિસ્વાદન કર્યો પછી ઉચિત સ્થાન પર બેસીને આયાન્ત, પરમશુચિ ભૂત, અને મોક્ષ, થઈને, મિત્ર, જ્ઞાતિજન આદિનો વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગ, માલા અને અલંકારથી સત્કાર કરે છે, સન્માન કરે છે, ત્યાર બાદ સ્નાન કરાવીને યાવતું શારીરિક વિભૂષાથી વિભૂષિત કરેલી કુમારી દેવ દત્તાને સહસ્ત્ર પુરષવાહિની શિબિકામાં બેસા ડીને અનેક મિત્રો, જ્ઞાતિજનો નજિજનો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોથી ઘેરા યેલો સર્વઋદ્ધિ, યાવતું વાજિંત્રાદિના શબ્દો સાથે રોહીતક નગરની મધ્યમાંથી થઈને દત્ત શેઠ, જ્યાં મહારાજ વૈશ્રમણનું ઘર હતું અને જ્યાં મહારાજ વૈશ્રમણ દત્ત વિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને તેણે મહારાજને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને મહારાજનો જય હો, વિજય હો, આ શબ્દોથી વધામણી આપી, વધામણી આપ્યા પછી કુમારી દેવદત્તાને રાજાને સામે ઉપસ્થિત કરી. મહારાજ વૈશ્રમણ, પોતાના સામે ઉપસ્થિત કરવામાં આવેલી કુમારી દેવદત્તાને જોઈને અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. વિપુલ અશનાદિક તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિ જનો, નિજજનો, સંબંધીજનો તથા પરિજનોને આમંત્રિત કરીને તેમને ભોજનાદિ કરા વીને તથા તેમનો વસ્ત્ર, ગંધ અને માલા, અલંકાર આદિથી સત્કાર અને સન્માન કર્યા. સત્કાર સન્માન કર્યા પછી કુમાર પુષ્પનન્દી અને કુમારી દેવદત્તાને બાજોઠ પર બેસા ડીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવે છે. ત્યાર બાદ તેમને સુંદર વેષભૂષાથી સુસજ્જિત કરીને હવન કરાવે છે. હવન કર્યા બાદ કુમાર પુષ્પનંદીને કુમારી દેવદત્તાનું પાણિગ્રહણ કરાવે છે. ત્યારબાદ તે વૈશ્રમણદત્ત રાજા કુમાર પુષ્પનંદી અને દેવદત્તાના, સંપૂર્ણ ઋદ્ધિ યાવતું મહાનું વાદ્યધ્વનિ અને ઋદ્ધિ સમુદાય તથા સન્માન સમુદાય સાથે લગ્ન કરાવે છે. દેવદત્તાના માતાપિતા તથા તેમની સાથે આવેલા બીજા મિત્રજનો આદિને, પણ વિપુલ અનાદિક તથા વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથીસત્કાર કરે છે, સન્માન કરે છે રાજકુમાર પુષ્યનંદી શ્રેષ્ઠીપુત્રી દેવદત્તાની સાથે ઉત્તમ મહેલમાં વિવિધ Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ પ્રકારના વાદ્ય અને જેમાં મૃદંગ વાગી રહ્યા છે તેવા ૩૨ પ્રકારના નાટકોદ્વારા પ્રશસિત થતા યાવતુ આનન્દપૂર્વક સમયવીતાવવા લાગ્યા. મહારાજ વૈશ્રમણદત્ત કાળધર્મ પામી ગયા. તેમના મૃત્યુ પર શોકગ્રસ્ત પુષ્પ નંદીએ ઘણા મોટા સમારોહ સાથે તેમનું નિસ્સરણ કર્યું યાવતુંમૃતક કર્મ કરીને પ્રજાના અનુરોધથી (આગ્રહથી) રાજ્યસિંહાસન ઉપર આરૂઢ થયો, ત્યારથી તે યુવરાજ મટીને રાજા થયો. રાજા થઈ ગયા પછી પુષ્પનંદી પોતાની માતા શ્રીદેવીની નિરંતર ભક્તિ કરવા લાગ્યો. તે હંમેશા માતા પાસે જઈને તેના ચરણોમાં પ્રમાણ કરતો, ત્યાર બાદ શતપાક અને સહસ્ત્રપાક તેલોના માલિશથી અસ્થિ, માંસ, ત્વચા અને રૂંવાડાને સુખ કારી એવી ચાર પ્રકારની સંવાહનક્રિયાથી શરીરને શાતા પહોંચાડતો પછી સુગંધિત ચૂર્ણથી શરીરનું ઉબટન કરીને ગરમ, ઠંડા અને સુગંધિત પાણીથી સ્નાન કરાવતો, ત્યાર બાદ વિપુલ અશના દિનું ભોજન કરાવતો, ભોજન કરાવ્યા પછી જયારે તે શ્રી દેવી સુખાસન પર બિરાજમાન થઇ જતી ત્યારે તે પોતે સ્નાન કરતો, પછી મનુષ્ય સંબંધી ભોગોનો ઉપયોગ કરતો સયમ વ્યતીત કરતો. ત્યાર બાદ કોઈ વખતે મધ્ય રાત્રિમાં કુટુંબ સંબંધી ચિંતાઓથી વ્યગ્ર થયેલી દેવદત્તા જાગતી હતી, તે વખતે તેના હૃદયમાં એવો સંકલ્પ થયો કે મહારાજ પુષ્પનંદી નિરંતર શ્રી દેવીની સેવામાં જ લીન રહે છે. તેથી આ અવક્ષેપથી હુ મહારાજ પુષ્પનંદી સાથે મનુષ્ય સંબંધી ઉદાર વિષય ભોગોનો ઉપભોગ કરી શકતી નથી, અર્થાત્ તેઓ નિરંતર શ્રીદેવીની ભક્તિમાં જ લાગેલા રહે વાથી મને તેમની સાથે ભોગપભોગનો પૂરતો સમય મળતો નથી, તેથી મારા માટે હવે એ જ યોગ્ય છે કે, અગ્નિ, શસ્ત્ર અથવા વિષના પ્રયોગથી શ્રીદેવીનો પ્રાણાન્ત કરીને મહા રાજ પુષ્પનંદી સાથે મનુષ્ય સંબંધી ઉદાર વિષયભોગોની ઈચ્છા મુજબ ઉપભોગ કરું, એવો વિચાર કરીને તે શ્રીદેવીને મારવા માટે કોઈ અંતર, છિદ્ર જેવા લાગી અને વિરહની પ્રતીક્ષામાં સાવધાન રહેવા લાગી. ત્યાર બાદ કોઈ વખતે શ્રીદેવી સ્નાન કરીને એકાન્તમાં શય્યા ઉપર સુખપૂર્વક સૂતેલી હતી, આ બાજુ દેવી દેવદત્તાએ એકાન્તમાં સૂતેલી શ્રીદેવીને જોઈ અને ચારે તરફ નજર ફેરવીને જ્યાં રસોડું હતું ત્યાં આવી, આવીને એક લોખંડના સળિયાને અગ્નિમાં તપાવ્યો. જ્યારે તે સળિયો અગ્નિ જેવો અને કેસૂડાંના ફૂલ જેવો લાલ થઈ ગયો ત્યારે તેને સાણસીથી પકડીને જ્યાં શ્રીદેવી હતી ત્યાં આવી. તે તપાવેલા લોઢાના સળિયાને શ્રીદેવીના અપાન ભાગમાં ગુધરથાનમાં ખેંચાડી દીધો. તે સળિયો ખુંચાડવાથી મોટી ચીસ પાડીને આઝંદન કરતી શ્રીદેવી મૃત્યુ પામી. ત્યારબાદ તે ભયાનક ચીત્કારના શબ્દ સાંભળીને શ્રીદેવીના દાસદાસીઓ ત્યાં દોડી આવ્યા. આવતાં જ તેમણે ત્યાંથી દેવ દત્તાને જતી જોઈ અને જ્યારે તે દાસીઓ શ્રીદેવી પાસે ગઈ તો તેમણે શ્રીદેવીને પ્રાણ રહિત, ચેખાશૂન્ય અને જીવનરહિત થયેલી જોઈ. ત્યારે શ્રીદેવીને મરેલી જોઇને તેઓ એકદમ રાડો પાડવા લાગી. હાય ! હાય ! મહાન અનર્થ થઈ ગયો, એમ કહીને રોતી, ' ચિલ્લાતી અને વિલાપ કરતી તેઓ મહારાજ પુષ્પનંદી પાસે આવી અને આવીને તેને આ પ્રમાણે કહેવા લાગી - હે સ્વામિનું! મહાન અનર્થ થઈ ગયો, દેવી દેવદત્તાએ શ્રીદવીને જીવનરહિત કરી દીધી- મારી નાખી. - ત્યાર બાદ રાજા પુષ્પનંદી તે દાસીઓ પાસેથી વૃત્તાન્ત સાંભળીને અને તેનો Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વિવાગસૂર્ય-૧૯૩૩ વિચાર કરીને મહાન માતૃ શોકથી આક્રાન્ત થઈ ગયો. કુહાડાથી કાપેલા ચંપક વૃક્ષથી જેમ ધબ દઈને નીચે ભૂમિ પર સંપૂર્ણ અંગોથી પડી ગયો. ત્યાર બાદ થોડા સમય પછી તે પુષ્પગંદી રાજા હોશમાં આવ્યો, ત્યારે રાજા, ઈશ્વર યાવતુ સાર્થવાહ આ બધા સાથે અને મિત્રો. જ્ઞાતિજનો, નિજજનો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનો સાથેદન, આકંદન અને વિલાપ કરતો મહાન ઋદ્ધિ તેમજ સત્કાર સમુદાયથી તે શ્રીદેવીની સ્મશાનયાત્રા કાઢી. ત્યાર બાદ અત્યંત ક્રોધથી લાલપીળો થઈને તેણે, તે દેવદતા દેવીને, રાજપુરુષો દ્વારા પકડાવીને ઉપરોક્ત વિધિથી દેવદત્તાને મારી નાખવાની આજ્ઞા આપી. આ રીતે હે ગૌતમ! દેવદત્તા દેવી પૂર્વકૃત પાપકર્મોનું ફળ ભોગવતી વિચરી રહી છે. હે ભગવન્ત ! દેવદત્તા દેવી અહિંથી કાલ માસમાં કાળ કરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ભગ વત્તે કહ્યું- હે ગૌતમ ! દેવદત્તા દેવી ૮૦ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને કાલ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે, બાકીનું સંસારભ્રમણ પૂર્વવતુ કરતી થકી યાવતુ વનસ્પતિમાં લીંબડા આદિ કડવા વૃક્ષોમાં તથા કડવા દૂધ વાળા અર્ક આદિના છોડોમાં લાખો વાર ઉત્પન્ન થશે.ત્યાંથી અંતર રહિત નીકળીને ગંગપુર નગરમાં હંસ રૂપે ઉત્પન્ન થશે, ત્યાં પારધી દ્વારા વધ કરવા પર, તે હંસ ગંગ પરનગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રરૂપે જન્મ લેશે, ત્યાં સભ્યક્તિને પ્રાપ્ત કરી પ્રથમ દેવલોક માં ઉત્પન્ન થશે, ત્યાં ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે, કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે, સંપૂર્ણ કર્મોથી મુક્ત થઈ સમસ્ત કમજન્ય સંતાપથી રહિત થઈ સર્વ દુઃખોને અંતર કરશે. અધ્યયન ૯-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ ૧૦ અંજૂશ્રી) [૩૪] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વધમાનપુર નામનું એક નગર હતું. ત્યાં વિજયવર્ધમાન નામનું ઉદ્યાન હતું. તેમાં મણિભદ્ર નામના યક્ષનું યક્ષાયતન હતું. વિજય મિત્ર ત્યાંના રાજા હતા. ત્યાં ધનદેવ નામનો સાર્થવાહ રહેતો હતો, જે બહુ જ ધનવાનું અને નગપ્રતિષ્ઠિત હતો, તેની પ્રિયંગુ નામની પત્ની હતી તથા તેની સર્વોત્કૃષ્ટ શરીર વાળી અંજૂ નામની બાલિકા હતી. વિજય વર્ધમાન ઉદ્યાનમાં કોઈ વખતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, યાવતુ પરિષદુ ધર્મ દેશના સાંભળીને પાછી ચાલી ગઈ. તે વખતે ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય યાવતું ભિક્ષા માટે ભ્રમણ કરતા, વિજયમિત્ર રાજાના ઘરની અશોક વાટિકાની નજીક જતાં તેઆએ, એક દુબળા શરીરવાળી, ભૂખી, માંસ રહિત શરીરવાળી, જેના હાડકાં ખખડી રહ્યાં હતાં તેવી જેની ચામડી હાડકાં સાથે ચોંટી ગઈ છે તેવી, જેના હાડ ચામજ બાકી રહ્યાં છે તેવી, નીલા રંગની સાડી પહેરેલી, તેમજ કષ્ટમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલતી એક સ્ત્રીને જોઇ, જોઈને વિચાર કરવા લાગ્યા. બાકી સર્વ વૃત્તાન્ત પુર્વવતુ જાણવો. હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારત વર્ષમાં ઇન્દ્રપુર નામનું એક સુપ્રસિદ્ધ નગર હતું. ત્યાં ઇન્દ્રદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં “પૃથ્વી શ્રી’ નામની એક વેશ્યા રહેતી હતી. ઇન્દ્રપુર નગરમાં તે ગણિકા અનેક ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ આદિ લોકોને ચૂણદિના પ્રયોગથી વશમાં કરીને મનુષ્ય સંબંધી ઉદારમનોજ્ઞ કામભો ગોનો ઈચ્છા પ્રમાણે ઉપભોગ કરતી આનંદપૂર્વક સમય : Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦ ૩૨૯ વીતાવી રહી હતી. ત્યાર બાદ એ તત્કમ, તત્રધાના તદ્વિધા તથા તત્સમાચાર તે પૃથ્વી શ્રી વેશ્યા અત્યંત નિકાચિત પાપ કર્મોનું ઉપાર્જન કરીને ૩પ૦૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કોલ કરીને છઠ્ઠી નરક ભૂમિની ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને તે આજ વર્ધમાનપુર નગરના ધનદેવ નામના સાર્થવાહની પ્રિયંગુ નામની પત્નીના ઉદરમાં કન્યારૂપે ઉત્પન્ન થઈ. તે પ્રિયંગુએ નવમાસ પૂર્ણ થવા પર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ “અંજૂશ્રી' રાખ્યું. તેનું બાકીનું વર્ણન દેવદત્તાની જેમ જાણવું.મહારાજ વિજ્યમિત્રે અશ્વક્રીડા કરવા માટે જતા વૈશ્ર મણ દત્તની જેમજ અંજૂછીને જોઈ અને તેતલિની જેમ તેને પોતાને માટે માગી, યાવતું તે અંજૂશ્રી સાથે લગ્ન કર્યા. કોઈ અન્ય સમયે અંજૂશ્રીના શરીરમાં યોનિશૂળ નામના રોગનો પ્રાદુર્ભાવ થયો. આ જોઇને વિજય રાજાએ કૌટુંબિક પુરુષોને આ વાત જાહેર કરવા કહ્યું. આ ઉદ્ઘોષણા સાંભળીને નગરના ઘણાં અનુભવી વૈદ્યો, વૈદ્યપુત્રો આદિ રાજા વિજ્યમિત્ર પાસે આવ્યા. રાજાની આજ્ઞાથી તેઓ અંજૂશ્રી પાસે ઉપસ્થિત થયા અને અંજૂશ્રી પાસે આવીને ઔત્પાત્તિકી આદિ બુદ્ધિઓ દ્વારા નિદાનાદિથી રોગનો નિર્ણય કરતા વિવિધ પ્રકારના અનુભવિક પ્રયોગો દ્વારા દેવી અંજૂશ્રીના યોનિશૂળને ઉપશાન્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તેમના પ્રયોગોથી દેવી અજૂશ્રીના યોનિશૂળનું શમન કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ખિન્ન, ગ્રાન્ત અને હતોત્સાહ થઇને જ્યાંથી આવ્યા હતાં ત્યાં ચાલ્યા ગયા. ત્યાર બાદ દેવી અંજૂશ્રી તે શલ્યજન્ય વેદનાથી દુઃખી થતી સુકાવા લાગી, ભૂખી રહેવા લાગી અને માંસરહિત શરીરવાળી થઇને કષ્ટપૂર્ણ, કરુણાજનક અને દીનતાપૂર્ણ શબ્દોમાં વિલાપ કરતી જીવન વ્યતીત કરવા લાગી. હે ભગવન્! અંજૂદેવી અહીંથી કાલ માસમાં કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! અંજૂદેવી ૯૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલે માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની પૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસારભ્રમણ પ્રથમ અધ્યયનની જેમ જાણવું, યાવતું વનસ્પતિમાં લીંબડા આદિ કડવાં વૃક્ષો તથા કડવા દૂધવાળા અર્ક આદિના છોડોમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને તે સર્વતોભદ્ર નામના નગરમાં મોર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે મોર, પારધી દ્વારા મરાઈ જવાપર તે જ સર્વતોભદ્ર નગરના એક પ્રસિદ્ધ શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે.ત્યાં બાળપણને છોડી, યૌવનાવસ્થાને તેમજવિજ્ઞાનની પરિપકવઅવસ્થાને પામતો તે તથારૂપ સ્થવિરો પાસે સમ્યકત્વને પ્રાપ્ત કરશે. ત્યાર બાદ દીક્ષા ગ્રહણ કરીને, મૃત્યુ પછી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. મહાવિદેહ ક્ષેત્રમાં તે ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરશે, જેવી રીતે પહેલાઅધ્યયનમાં વર્ણન કર્યું છે તેમાયાવતુસર્વદુખોથી રહિત થઈ જશે. | અધ્યયનઃ ૧૦-ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! શ્રુતસ્કંધ -૧-ગુર્જરછાયાપૂર્ણT F શ્રુતસ્કંધ ૨ ક. (અધ્યયનઃ૧-સુબાહુકુમાર [૩૫] તે કાળ અને તે સમયમાં રાજગૃહમાં નામનું નગર હતું. તે નગર ઋદ્ધિ અને Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વિવાગસૂર્ય-૨/૧/૩૫ સમૃદ્ધિથી યુક્ત હતું. ત્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં કોઈ વખતે સુધમસ્વિામી પધાર્યા, જંબૂસ્વામીએ યાવતું તેમની પર્યાપાસના કરી, આ પ્રમાણે કહ્યું ભગવન્ત ! શ્રમણ ભગવન્ત મહાવીર સ્વામી પાવતા મોક્ષને પ્રાપ્ત થયા છે, તેમણે દુઃખવિપાકનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે તો ભગવન્ત ! યાવતુ મોક્ષને સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહા વીર સ્વામીએ સુખવિપાકનો શું અર્થ પ્રતિપાદિત કયો છે? હે જંબૂ! સુખવિપાકના દશ અધ્યયનનો આ પ્રમાણે પ્રતિપાદન કર્યા છે. [૩] સુબાહુકુમાર, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદત્ત. [૩૭] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં ભવનોથી યુક્ત, સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત અને ધન-ધાન્ય થી પરિપૂર્ણ હતિશીષ નામનું નગર હતું. તેની બહાર ઉત્તર અને પૂર્વ દિશાની મધ્યમાં સર્વઋતુઓમાં ઉત્પન્ન થનારા ફળફૂલો આદિથી યુક્ત પુષ્પ કરંડક નામનું ઘણું જ રમણીય ઉદ્યાન હતું. તે ઉધાનમાં કૃતવનમાલપ્રિય નામના યક્ષનું એક ઘણું જ સુંદર યક્ષાયતન હતું તે નગરમાં અદીનશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો, અદીનશત્રુ નરેશના અંતઃપુરમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. એક વખત રાજ્યોચિત વાસભવનમાં સૂતેલી ધારિણીદેવીએ સ્વપ્નમાં સિંહને જોયો, ત્યાર પછી જન્મ આદિનો સંપૂર્ણ વૃત્તાન્ત મેઘકુમારના જન્મ આદિની જેમ જાણી લેવો જોઇએ. યાવતુ સુબાહુકુમાર સાંસારિક કામભોગોના ઉપભોગોમાં સર્વથા સમર્થ થઈ ગયો, માતા પિતાએ સર્વોત્તમ પાંચસો મોટા ઊંચા મહેલો અને તેની વચ્ચે એક ઘણા વિશાળ ભવનનું નિમણિ કરાવ્યું, મહાબલ રાજાની જેમ સુબાહુકુમારનો વિવાહ પણ. કરવામાં આવ્યો. અને તે જ રીતે પૃથ-પૃથક્ પાંચસો પ્રીતિદાન - આપવામાં આવ્યા. ત્યાર પછી તે સુબાહુકમાર તે વિશાળ ભવનમાં નાટયાદિથી ઉપગોપ માન થતો તે દેવીઓ સાથે મનુષ્યોચિત મનોજ્ઞ વિષય ભોગોનો યથેષ્ટ ઉપભોગ કરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કોઈ વખતે હતિશીષ નગરમાં પધાર્યા. પરિષદ્ નગરમાંથી નીકળી. રાજા કૃણિકની જેમ મહારાજ અદન શત્રુ પણ નગરમાંથી ચાલ્યા તથા જમાલિની જેમ સુબાહુકુમારે પણ ભગવાનના દર્શન માટે રથદ્વારા પ્રસ્થાન કર્યું. યાવતુ ભગવાન્ ધર્મનું નિરૂપણ કર્યું. પરિષદ્ અને રાજા ધર્મકથા સાંભળીને ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન્ મહાવીર સ્વામી પાસે ધર્મકથાનું શ્રમણ તથા મનન કરીને અત્યંત પસન્ન થયેલ સુબાહુકુમાર ઊઠીને શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીને વન્દન નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. માવતુ જેવી રીતે આપના શ્રી ચરણોમાં અનેક રાજા, ઈશ્વર યાવતુ સાથે વાહ આદિ ઉપસ્થિત થઈને, મુંડિત થઈને તથા ગૃહસ્થાવસ્થાથી નીકળીને અણગાર ધર્મ માં દીક્ષિત થયા છે, તેવી રીતે હું પાંચ મહાવ્રતોને તો અંગીકાર કરવામાં સમર્થ નથી તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે. તેવા બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઈચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું. સુબહુકુમાર ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પરંતુ શુભ કાર્યમાં વાર ન લગાડો. એમ કહેવા પર સુબાહકુમારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી પાંચ અણુવ્રત સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો, તે કાળ અને તે Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ક શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧ સમયમાં ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ અણગાર વાવત આ રીતે કહેવા લાગ્યા. અહો ભંતે! સુબાહુકુમાર બાળક ઘણો જ ઈષ્ટ, ઇષ્ટ રૂપ, કાન્ત, કાન્ત રૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોજ્ઞ, મનોજ્ઞારૂપ,મનામ,મનામરૂપ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ-સુન્દર રૂપ વાળો છે. ભગવન્! આ સુબાહુકુમાર સાધુજનોને પણ ઈષ્ટ, ઈષ્ટરૂપ વાવ, સુરૂપ લાગે છે. ભદન્ત ! સુબાહુકુમારે એવી અપૂર્વ માનનીય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, ઉપલબ્ધ કરી? અને કેવી રીતે તેની સન્મુખ ઉપસ્થિત થઈ? એ પૂર્વભવમાં કોણ હતો ? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં અન્તર્ગત ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું એક અદ્ધ, સિમિત તથા સમૃદ્ધ નગર હતું. ત્યાં સુમુખ નામનો એક ધનાઢય, પ્રભાવશાળી અને કોઇથી પણ પરાભવ ન પામનાર એક ગાથાપતિ રહેતો હતો, જે, યાવતુ નગરનો મુખી માનવામાં આવતો હતો. તે કાળે અને તે સયમે જાતિ સંપન યાવતું પાંચસો શ્રમણોથી પરિવૃત્ત ધર્મઘોષ નામના સ્થાવિર ક્રમપૂર્વક ચાલતા અને ગ્રામાનું ગ્રામ વિચરતાં હસ્તિનાપુર નગરના સહસ્રાષ્ટ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં યથાપ્રતિ રૂપ અવગ્રહ ને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિહરવા લાગ્યા. તે કાળ અને તે સમયે શ્રી ધર્મઘોષ સ્થવિરના અન્તવાસી ઉગ્ર તપસ્વી યાવતુ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરી ધારણ કરનાર સુદત્ત નામના અણગાર માસખમણ તપ કરતા વિચરી રહ્યા હતા, પુનિત સાધુ જીવન વ્યતીત કરી રહ્યા હતા. ત્યાર પછી સુદત્ત અણગાર જે માસખમણ ના પારણે પહેલા પહોર સ્વાધ્યાય કરતા હતા, બીજે પહોરે ધ્યાન કરતા હતા અને ત્રીજે પહોરે, જેવી રીતે ગૌતમ સ્વામી પ્રભુવીરને પૂછતા હતા તેવી રીતે જ તે સુદત્ત અણગારે પણ શ્રી ધર્મઘોષ સ્થવિરની અનુમતિ મેળવીને યાવતું ભિક્ષાને માટે ભ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી સુમુખ ગાથાપતિએ આવી રહેલા સુદત્ત અણગારને જોયા, જોઇને અત્યંત પ્રસન્ન ચિત્તથી આસન પરથી ઊઠયો , ઊઠીને બાજોઠથી નીચે ઉતાય, ઊતરીને પાદુકાનો ત્યાગ કરીને એકશાટિક ઉત્તરાસંગ દ્વારા સુદત અણગારના સ્વાગત માટે સાત આઠ પગલા સામે ગયો, સામે જઈને, વન્દનાનમસ્કાર કરીને જ્યાં રસોઈ ઘર હતું. ત્યાં ગયો, સુદત્ત અણગારને વિપુલ અશનાદિ આપ્યા. આપતી વખતે પણ પ્રસન્ન થયો અને આપ્યા પછી પણ પ્રસન્ન થયો. ત્યાર પછી દ્રવ્યતા શુદ્ધિથી દાયકા શુદ્ધિથી, પ્રતિગ્રાહકની શુદ્ધિથી તથા મન, વચન અને કાયરૂપ ત્રિકરણની શુદ્ધિના કારણે તે સુમુખ ગૃહપતિ દ્વારા સુંદર અણ ગારને પ્રતિલાભિત કરવા પર તેણે સંસારને પરિત્ત કર્યો અને મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો તથા તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા તે આ પ્રમાણે સુવર્ણ વૃષ્ટિ, પાંચ વર્ણના ફૂલોની વૃષ્ટિ, વસ્ત્રોની વૃષ્ટિ, દેવદુભિઓ અને આકાશમાં “અહોદાન, અહોદાન’ ની ઉદ્ઘોષણા. હસ્તિનાપુરનાં ત્રિપથ યાવતું સામાન્ય માગમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એક બીજાને કહેતા હતા - હે દેવાનુપ્રિયો ! ધન્ય છે, સુમુખ ગાથાપતિ ! તે સુમુખ ગાથાપતિ સેંકડો વર્ષનું આયુષ્ય ભોગવીને કાળ માસ માં કાળ કરીને આ હસ્તિ શીર્ષ નગરમાં મહારાજા અદીનશત્રની ધારિણી દેવીની કુક્ષિ માં ગર્ભરૂપમાં ઉત્પન્ન થયો. ત્યારે ધારિણીદેવી પોતાની શય્યા ઉપર કંઈક સૂતેલી અને કંઈક જાગતી હતી અને આ અર્ધ નિદ્રિતાવસ્થામાં તેણે સ્વપ્નમાં સિંહને જોયો. બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વિવાગસૂર્ય-૨/૧/૩૭ ગૌતમ-ભગવદ્ ! સુબાહુકુમાર આપશ્રીના ચરણોમાં મુંડિત થઇને ગૃહસ્થા વાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ અંગીકાર કરવામાં સમર્થ છે? હા ગૌતમ! છે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કોઈ અન્ય સમયે હતિશીષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલનામક યક્ષાયતનથી વિહાર કરીને અન્ય દેશોમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. અહીં સુબાહુકુમાર, જે શ્રમણોપાસક – થઈ ગયો હતો અને જીવાજી વાદિ પદાર્થોનો જાણકાર થઈ ગયો હતો, તે આહારાદિના દાન દ્વારા અપૂર્વ લાભ પ્રાપ્ત કરતો સમય વીતાવવા લાગ્યો. કોઈ વખતે તે સુબાહુ કુમાર ચતુર્દશી, અષ્ટમી, અમા વસ્યા અને પૂર્ણિમાના દિવસોમાંથી કોઈ એક દિવસે પૌષધશાળામાં જઈને ત્યાંનું પ્રમાર્જન કરીને ઉચ્ચાર અને શ્રવણ ભૂમિનું નિરીક્ષણ કર્યા બાદ ત્યાં કુશનું આસન બીછાવીને તેના પર આરૂઢ થઈને અષ્ટમ ભક્તને ગ્રહણ કરે છે પૌષધશાળામાં પૌષધ રક્ત થઈને યથાવિધિ તેનું પાલન કરતો થકો વિહરવા લાગ્યો. - ત્યાર પછી મધ્યરાત્રિમાં ધર્મજાગરણ માટે જાગતા થકા સુબાહુકુમારના મનમાં આવો સંકલ્પ ઊઠયો કે - તે ગ્રામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે. જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વિચરે છે. તે રાજા, ઈશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીની પાસે મુંડિત થઇને દીક્ષિત થાય છે તથા તે રાજા, ઇશ્વરાદિપણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે છે. વળી તે રાજા, ઈશ્વરાદિ પણ ધન્ય છે. જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મદશના સાંભળે છે, તે જો શ્રમણ ભગવાનું મહાવીર યાવતું ગમન કરતા થકા અહીં પધારે તો હું શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી પાસે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી લઉં. ત્યારે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી સુબાહુકુમારના ઉક્ત પ્રકારના સંકલ્પને જાણીને ક્રમશઃ ગ્રામનુગ્રામ વિચરતાં થકા. હતિશીર્ષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલપ્રિય નામક યક્ષના યક્ષાયતનમાં પધાર્યા અને સાધુવૃત્તિને અનુકૂળ સ્થાને ગ્રહણ કરીને ત્યાં સ્થિરતા કરી. ત્યાર બાદ પરિષદુ અને રાજા નગરથી નીકળ્યાં, સુબાહુકુમારે પણ પહેલાની જેમ મહાન સમારોહ સાથે ભગવાનુના દર્શન માટે પ્રસ્થાન કર્યું. ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, પરિષદૂ તથા રાજા ધર્મ-દશના સાંભળીને પાછા ચાલ્યા ગયા. - સુબાહુકુમાર ભગવાનની પાસે ધર્મશ્રમણ કરીને તેનું મનન કરતો થકો પ્રસન્ન ચિત્તથી મેઘકુમારની જેમ માતાપિતાની અનુમતિ પ્રાપ્ત કરે છે. તેમનું નિષ્ક્રમણ, અભિષેક પણ મેઘકુમારની જેમજ થયું, યાવતું સુબાહુકુમાર અણગાર ઇયસમિતિના પાલક અને બ્રહ્મચારી બની ગયા. ત્યાર બાદ તે સુબાહુકુમાર અણગાર શ્રમણ ભગ વાનું મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન કરવા લાગ્યા, તથા ઉપવાસ આદિ અનેક પ્રકારના તપોના અનુષ્ઠાનથી આત્માને ભાવિત કરતા થકા ઘણાં વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયિનું યથાવિધિ પાલન કરીને એક માસની સંલેખનાથી પોતાને આરાધિત કરીને સાઠ ભક્તોનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરીને આત્મશુદ્ધિ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને કાલ માસમાં કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે સુબાહુકુમારનો જીવ સૌધર્મ દેવલોકથી આયુષ્ય, ભવ અને . WWW.jainelibrary.org Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ કુતસ્કંધ-૨, અધ્યયન-૧ • સ્થિતિનો ક્ષય થવા પર દેવ શરીરને છોડીને વ્યવધાન રહિત મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. ત્યાં શંકા, આકાંક્ષા આદિ દોષોથી રહિત સમ્યકત્ત્વને પ્રાપ્ત કરીને તથા રૂપે સ્થ વિરોની પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષિત થઈ જશે. ત્યાં અનેક વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરીને આલોચના તથા પ્રતિક્રમણ કરીને, સમાધિસ્થ થઈને મૃત્યુ પ્રાપ્ત કરીને સાનુકુમાર નામક ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય ભવને ધારણ કરીને અણગાર ધર્મનું આરાધના કરી શરીરાન્ત થવા પર મહાશુક્ર નામક સાતમા દેવલોકમાં ઉત્પન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને પછી મનુષ્યભવને પ્રાપ્ત થઇ, દિક્ષાવ્રતનું પાલન કરીને મૃત્યુ પછી આરણ નામના અગિયારમાં દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી અવીને ફરી મનુષ્ય ભવને પ્રાપ્ત કરશે અને શ્રમણ ધર્મનું પાલન કરીને મૃત્યુ પછી “સવર્થ સિદ્ધ” નામક વિમાનમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી ચ્ય વીને સુબાહુકુમાર નો તે જીવ વ્યવધાન રહિત મહાવિદેહ-ક્ષેત્રમાં કોઇ ધનિક કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં દૃઢ પ્રતિજ્ઞાની જેમ ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. અધ્યયનઃ ૧-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૨-ભદ્રનંદી) [૩૮]જંબૂ! તે કાળે અને તે સમયે, ઋષભપુર નામનું નગર હતું, ત્યાં સ્તૂપ કરંડક નામનું ઉદ્યાન હતું અને તે ઉદ્યાનમાં ધન્ય નામનાં યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં ધનપતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સરસ્વતીદેવી નામની રાણી હતી. મહા રાણીએ સ્વપ્ન જોયું, પતિને કહેવું, સમય આવવા પર બાળકનો જન્મ થવો અને બાળકનું બાલ્યાવસ્થામાં કળાઓ શીખીને યૌવન પ્રાપ્ત કરવું. ત્યાર પછી વિવાહ થવો, તથા રાજભવનમાં ઈચ્છાનુસાર ભોગોનો ઉપભોગ આદિ સર્વ બાબતો. સુબાહુકુમારની જેમ જાણવી જોઈએ. તેમાં આ વિશેષતા છે કે બાળકનું નામ ભદ્રનન્દી હતું. તેનો શ્રીદેવી પ્રમુખ પ00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ત્યાર પછી મહાવીર સ્વામી પધાર્યા ભદ્રનન્દીનો શ્રાવકધર્મ સ્વીકાર્યો અને ગૌત સ્વામીએ તેનો પૂર્વભવ સંબંધી પ્રશ્નો ક્ય ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું. મહાવિદેહ ક્ષેત્રની અંદર પુંડરિકિણી નામની નગરીમાં આ ભદ્રનન્દીનો જીવ વિજય નામનો કુમાર હતો, તેમણે યુગબાહુ તીર્થંકરને પ્રતિલા ભિત કર્યો, તેનાથી મનુષ્ય આયુનો બંધ કર્યો અને અહીં ભદ્રનન્દીના રૂપમાં ઉત્પન્ન થયો. શેષ વર્ણન સુબાહુકુમારની જેમજ જાણી લેવું જોઇએ. અધ્યયઃ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૩-સુજાત કુમાર [૩૯] હે જંબૂ! વીરપુર નામક નગર હતું. ત્યાં મનોરમ નામનું ઉદ્યાન હતું. ત્યાં મહારાજા વીરકૃષ્ણમિત્ર રાજ્ય કરતા હતા. તેમની રાણી શ્રીદેવી હતી અને સુજાતા નામનો કુમાર હતો. બલશ્રી પ્રમુખ પાંચસો રાજ્યકન્યાઓ સાથે સુજાત કુમારનું પાણિગ્રહણ થયું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સુજાત કુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ભગવાન ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ મહાવીર સ્વામીને પૂછયો, પછી ઉત્તરમાં ભગવાને પ્રતિપાદન કર્યું કે ઈશુસાર નગર હતું. ત્યાં અષભદત્ત ગાથાપતિ Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૪ વિવાગય- ૨/૩/૩૯ નિવાસ કરતા હતા. તેમણે પુષ્પદત્ત અણગારને પ્રતિલાભિત ક્યાં આહીર દાન દીધું. પછી મનુષ્ય આયુષ્ય બાંધ્યું. આયુષ્યપૂર્ણ થવા પર અહીં સુજાતકુમારના રૂપમાં વીરપુર નામના નગરમાં ઉત્પન્ન થયા યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધ થશે. અધ્યયનઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૪-સુવાસવકુમાર) [૪૦] જંબૂ! વિજયપુર નામનું એક નગર હતું, ત્યાં નન્દનવન ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અશોક નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાંના રાજાનું નામ વાસવદત્ત હતું. તેની કૃષ્ણાદેવી નામની રાણી હતી અને સુવાસવ નામનો રાજકુમાર હતો. તેનો ભદ્રા પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ભગવાનું મહાવીર સ્વામી પધાય ત્યારે સુવાસવકુમારે તેમની પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો પછી ગૌતમ સ્વામીએ તેના પૂર્વભવનો વૃત્તાન્ત પૂછયો, પ્રભુએ કહ્યું - ગૌતમ ! કોસાંબી નગરી હતી ત્યાં ધનપાલ નામનો રાજા હતો, તેણે વૈશ્રમણભદ્ર નામના અણગારને આહાર આપ્યો મનુષ્યઆયુનો બંધ કર્યો. તે અહીં સુવાસવકુમારના રૂપમાં ઉત્પન્ન થયો, યાવત્ મુનિવૃત્તિને ધારણ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયો. | અધ્યયનઃ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન પ-જિનદાસકુમાર) [૪૦] જંબૂ! સૌગન્ધિકા નામની નગરી હતી. ત્યાં નીલાશોક નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં સુકાલ નામક યક્ષ નું યક્ષાયતન હતું. નગરીમાં મહારાજ અપ્રતિહત રાજ્ય કરતા હતા તેમની સકુષ્ણા નામની રાણી હતી. પુત્રનું નામ મહાચન્દ્ર કુમાર હતું. તેની અહંદુત્તા નામની પત્ની હતી, તેનો જિનદાસ નામનો એક પુત્ર હતો. તે સમયે તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. જિનદાસ ભગવાન્ પાસે પાંચ અણુવ્રતાદિ રૂપ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામીએ ભગવાનૂને તેનો પૂર્વભવ પૂછયો અને ભગવાન મહાવીર આ પ્રમાણે પ્રતિપાદન કરવા લાગ્યા. ગૌતમ ! માધ્ય મિકા નામની નગરી હતી. મહારાજ મેઘરથ ત્યાંના રાજા હતા. સુધર્માઅણગારને મહારાજ મેઘરથે આહાર આપ્યો. તેનાથી મનુષ્ય આયનો બંધ કર્યો અને અહીં જન્મ લઈને યાવતુ આ જ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન -વૈશ્રમણકુમાર) [૪૧] હે જંબૂ! કનકપુર નામનું નગર હતું ત્યાં શ્વેતાશોક નામનું ઉદ્યાન હતું અને તેમાં વીરભદ્ર નામના યક્ષનું મન્દિર હતું. ત્યાં મહારાજ પ્રિયચંદ્રનું રાજ્ય હતું. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. યુવરાજ પદ પર અલંકૃત કુમારનું નામ વૈશ્રમણ હતું. તેમનો શ્રીદેવી પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ભગવાનમહાવીર સ્વામી પધાર્યા. યુવરાજના પુત્ર ધનપતિ કુમારે ભગવાન પાસે શ્રાવકના વ્રતોને ગ્રહણ કર્યા. ગૌતમ દ્વારા પૂર્વભવની પૃચ્છા. ધનપતિકુમાર પૂર્વભવમાં મણિપદા નગરીનો Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ શ્રુતસ્કંધ-૨, અધ્યયનરાજા હતો. તેનું નામ મિત્ર હતું. તેમણે સંભૂતિવિજય નામના મુનિરાજને આહારથી પ્રતિલાભિત કર્યા. યાવતુ આજ જન્મમાં તે સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. | અધ્યયન કનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન મહાબલકુમાર ) [૪રી જંબૂ!મહાપુર નામક નગર હતું. તેમાં રકતપાલ યક્ષનું વિશાળ યક્ષાયતન હતું. નગરમાં મહારાજ બલનું રાજ્ય હતું. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. તેને મહાબલ નામનો રાજકુમાર હતો. તેનું રક્તવતી પ્રમુખ પ00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરવામાં આવ્યું. ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા. ત્યાર પછી મહાબલ રાજકુમારે ભગવાન પાસેથી શ્રાવક ધર્મને ગ્રહણ કર્યો. ગણધરદેવે તેનો પૂર્વભવ પૂછ્યો, કે-ગૌતમ ! મણિપુર નામનું એક નગર હતું ત્યાં નાગદત્ત નામના અણગારને નિર્મળ ભાવનાઓ સાથે શુદ્ધ આહાર દ્વારા પ્રતિલાભિત કર્યા. મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં મહાબલરૂપે ઉત્પન્ન થયો ત્યાર પછી તેણે સાધુ ધર્મમાં દીક્ષિત થઈને યાવતુ સિદ્ધપદ મોક્ષને પ્રાપ્ત કર્યો. અધ્યયન-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૮-ભદ્રનંદી) [૪૪] જંબૂ! સુઘોષ નામનું નગર હતું ત્યાં દેવરમણ નામનું ઉદ્યાન હતું. નગરમાં અર્જુન નામના યક્ષનું યક્ષાયતન હતું. નગરમાં અર્જુન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની રક્તવવતી નામની રાણી અને ભદ્રનન્દી નામનો કુમાર હતો. તેનું શ્રીદેવી વિગેરે ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા ભદ્રનંદીએ ભગવાન્ પાસેથી શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. ગણધરદેવ ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછ્યો ગૌતમ ! મહાઘોષ નામનું નગર હતું. ત્યાં ધર્મઘોષ ગાથાપતિ રહેતો હતો, તેણે ધમસિંહ નામના અણગારને શુદ્ધ આહારથી પ્રતિલાભિત કર્યા અને મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં ઉત્પન્ન થયો, યાવતુ તેણે સિદ્ધગતિને ઉપલબ્ધ કરી. અધ્યયન-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૯-મહાચંદ્ર ) [૪૫] જંબૂ! ચંપા નામની નગરી હતી, ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉઘાન હતું. તેમાં પૂર્ણચંદ્ર યક્ષનું આયતન હતું. ત્યાંના રાજાનું નામ દત્ત હતું અને રાણીનું નામ દત્તવતી હતું. તેમનો યુવરાજપદથી અલંકૃત મહાચન્દ્ર નામનો કુમાર હતો. તેને શ્રીકાન્તા પ્રમુખ ૫૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયો હતો. એક દિવસ પૂર્ણભદ્ર ઉદ્યાનમાં ભગવાનું મહાવીર સ્વામી પધાર્યા. મહાચન્ટે તેમની પાસે શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. ગૌતમ સ્વામીએ પૂર્વભવ વિષે પૃચ્છા કરી. ભગવાન મહાવીરે ઉત્તર દેતાં કહ્યું કે-ચિકિત્સિકા નામની નગરી હતી. મહારાજ જિતશત્ર ત્યાંનો રાજા હતો. તેણે ધર્મવીર્ય અણગારને પ્રતિલાભિત કર્યા, યાવતું સિદ્ધપદ-મોક્ષપદને પ્રાપ્ત કર્યું. અધ્યયન-૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વિવાગસૂર્ય-ર/૧૦૪૬ (અધ્યયન ૧૦વરદત્ત) [૪૬] જંબૂ ! તે કાળે અને તે સમયે સાકેત નામનું સુપ્રસિદ્ધ નગર હતું. ત્યાં ઉત્તરકુરુ નામનું ઉદ્યાન હતું. તેમાં પર્થમૃગ' નામના યક્ષનું યક્ષાયતન હતું. સાકેત નગરમાં મહારાજ મિત્રનદીનું રાજ્ય હતું. તેની રાણીનું નામ શ્રીકાન્તા અને પુત્રનું નામ વરદત્ત હતુ. વરદર કુમારનો વીરસેના પ્રમુખ પ૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો હતો. ત્યાર પછી કોઈ સમયે ઉત્તરકુરુ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીનું આગમન થયું. વરદત્ત ભગવાન્ પાસેથી શ્રાવક ધર્મને ગ્રહણ કર્યો. ગણધરદેવ દ્વારા પૂછવા પર ભગવાન મહાવીરે વરદત્તના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે-હે ગૌતમ ! શદ્વાર નામનું નગર હતું તેમાં વિમલવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે ધર્મચિ નામના અણ ગારને આહારાદિના દાનથી પ્રતિલાભિત કર્યા તથા મનુષ્ય આ યુષ્યને બાંધ્યું. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને તે આ સાકેત નગરમાં મહારાજ મિત્ર નંદીની રાણી શ્રીકાન્તાના ઉદરથી વરદત્તના રૂપમાં ઉત્પન્ન થયો. બાકીનો વૃત્તાન્ત સુબાહુ કુમારની જેમ સમજવો વરદત્ત કુમારનો જીવ સ્વર્ગીય તથા માનવીય અનેક ભવ ધારણ કરતો થકો, અંતમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેમાં ઉત્પન્ન થઈ ૬ઢ પ્રતિજ્ઞની જેમ યાવતુ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. જંબૂ સ્વામી ભગવાન્ ! આપે સુખવિપાકનું જેવું કથન કર્યું છે, તે તેમજ છે, તેમજ છે. | અધ્યયનઃ ૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! [૪૭] વિપાક સૂત્રના બે મૃત સ્કંધો છે. તે આ પ્રમાણે-દુઃખ વિપાક અને સુખ વિપાક. દુઃખ વિપાકના એક સરખા દશ અધ્યયનો છે, કે, જે દસ દિવસમાં પ્રતિપાદિત કરવામાં આવે છે. આ રીત સુખવિપાકના વિષયમાં પણ જાણવું. શેષ વર્ણન આચારાંગ સૂત્રની જેમ સમજી લેવું જોઈએ. શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયાપૂર્ણ ૧૧| વિવાગસુર્ય-ગુર્જરછાયાપૂર્ણ અંગસૂત્ર-૧૧-ગુર્જરછાયાપૂર્ણ Page #340 -------------------------------------------------------------------------- ________________ [૩૩ ܚ ܚܚܚܚܚܚܚܚܚ नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ઉવવાયું zzzzzzzzzzz ઉપાંગસૂત્ર-૧-ગુઈરછાયા W [૧] તે કાળે અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. તે ભવનાદિથી યુક્ત, સ્વચક્ર-પરચક્રના ભયથી રહિત અને ધનધાન્યથી પરિપૂર્ણ હતી. તે નગરીના નાગરિકો પ્રસન્ન હતા તથા બીજા દેશમાંથી ત્યાં આવેલા લોકો પણ આનંદ અનુભવ કરતા હતાં. આ નગરી મનુષ્યોથી વ્યાપ્ત હતી. ત્યાંની ભૂમિ સારી રીતે ખેડાયેલી હતી. મનોજ્ઞ હતી તેમ જ ખેતરની માટી તેમાં ખેડીને લીસી કરવામાં આવી હતી. ગામો એટલાં બધા નજીક હતા કે જેથી એક ગામના કુકડાનો અવાજ બીજા ગામમાં જતો. તે નગરી શેરડી, જવ અને ચોખાથી યુક્ત હતી. ત્યાં ગાય ભેંસ તથા ઘેટાંઓ ઘણાં હતાં. સુંદર આકાર વાળાં ચૈત્યો હતો. યુવતી-નર્તકીઓના અનેક ભવનો હતાં. તે નગરી સકુશળ હતી, ઉપ દ્રવથી રહિત હતી. ત્યાં ભિક્ષા સહેલાઈથી પ્રાપ્ત થતી હતી. લોકો વિશ્વાસપૂર્વક તથા. સુખે રહેતા. અનેક પ્રકારના કુટુંબોથી તે નગરી વ્યાપ્ત હતી. નટ, નૃત્ય કરનાર, દોરડા પર નાચનાર, મલ્લ, મુષ્ટિ પ્રહાર કરનાર, બહુરૂપી- કથા કર નાર, તરનાર, રાસ લેનાર, શુભાશુભ શુકુનને કહેનારા, વાંસપર નાચનારા, સુંદર ચિત્રો દેખાડનારા, તૂણા નામના વાઘને વગાડનારા, વીણાવાદકો, તાલ આપી લોકોને ખુશ કરનારાઓથી એ નગરી શૂન્ય ન હતી. આરામ,ઉદ્યાન, કૂવા, તળાવ, વાવ, વગેરે થી તે યુક્ત હતી, નંદનવન સમાન શોભિત હતી. નગરીની ચારે બાજુ ગોળાકાર ઊંડી ખાઈ હતી. તે ખાઈ વિસ્તારવાળી તળિયું ન દેખાય એવી ગહરી હતી. ઉપર પહોળી, નીચે સાંકડી હતી. તેની ચારે બાજુ કોટ હતો. તે ચક્ર, ગદા, મુસુંઢી, અવરોધ-શતબી, દૃઢ, સરખા પ્રમાણના દરવાજાવાળી તે નગરી હતી. તેથી તેમાં શત્રુઓને પ્રવેશ કરવો મુશ્કેલ હતો. તે નગરીનો કિલ્લો વાંકા વળેલા ધનુષ્યથી પણ વધારે વાંકો હતો. વાનરના મસ્તક સમાન ગોળાકાર રચના વાળા, સુંદર, તેનાં કાંગરાં હતાં. કોટ ઉપર અગાસીઓ હતી. જ્યાં દરવાજો હતો ત્યાં આઠ હાથ પ્રમાણ પહોળા રસ્તા હતા. મુખ્ય દરવાજા હતા. તેના ઉપર તોરણો હતા. જુદા જુદા માર્ગો હતા. નિપુણ શિલ્પી દ્વારા બનાવેલ આગળિયો તથા-ભોગળો હતી. બજારો, દુકાનો અને વ્યાપારીઓથી યુક્ત હતી. કુંભકારાદિથી યુક્ત હતી તેથી લોકો સુખમય હતા. ત્રિકોણાકાર માર્ગ, ત્રણ રસ્તા, ચાર રસ્તા, અનેક માર્ગો જ્યાં મળે છે તેવા સ્થાનોમાં ક્રયવિક્રય માટે અનેક દુકાનો હતી. તે દુકાનો અનેક પ્રકારની વસ્તુઓથી [22] Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉવવાઇયં- (૧) શોભિત તથા રમ્ય હતી. તે નગરીના રાજમાર્ગ રાજાના ગમન, આગમનથી સદા વ્યાપ્ત હતા. ત્યાંના રસ્તા અનેક અશ્વો, મદોન્મત્ત હાથીઓ, રથોના સમૂહો, શિબિકાઓ અને મિયાનાથી વ્યાપ્ત હતા તથા શકટાદિથી અને ઘોડાબળદોથી યુક્ત હતા. ત્યાંનાં જલાશયો નવીન કમળોથી યુક્ત હતા. ત્યાંના મકાનો ચૂનાથી ધોળાએલા હોવાના કારણે સુંદર લાગતા હતા. તે નગરીની શોભા અનિમેષ દ્રષ્ટિથી જોવા લાયક હતી. ચિત્તને ' પ્રસન્ન કરનારી હતી-મનને રૂચે તેવા રૂપવાળી હતી. [] તે ચંપાનગરીની બહાર, ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે પ્રાચીન હતું. પ્રસિદ્ધ હતું-જાણીતું હતું, બહુ ગવાયેલું હતું. છત્ર, ધ્વજાથી યુક્ત, ઘંટાવાળું, પતાકાથી શોભિત,મોરના પીંછાના ગુચ્છાથી યુક્ત હતું. ત્યાં વેદિકા બનાવ વામાં આવી હતી. તેની ભૂમિ છાણથી લીપવામાં આવતી. તેની ભીંત તેથી ચમકતી હતી. ભીંતમાં ગોરોચન અને સરસ રક્ત ચંદનના થાપા લગાવવામાં આવ્યા હતા. દરેક દ્વાર પર ચંદનવાળા ઘટ હતા તેમજ સારી રીતે કરેલા સુંદર તોરણ દરવાજા પર શોભતાં હતાં. નીચે અટકતી તેમજ ઉપર સ્પર્શતી, વિસ્તૃત ગોળ લટકતી પુષ્પમાળાઓનો સમૂહ તેની ભીંત ઉપર હતો. પાંચ વર્ષના પુષ્પોના સમૂહોથી અનેક પ્રકારની રચનાઓ કરવા માં આવી હતી. ત્યાંનું વાતાવરણ મઘમ ઘાયમાન હતું. સુગંધ ના અતિશયથી ગંધ દ્રવ્યની ગુટિકા સમાન હતું. નટ, નૃત્યકાર, દોરડાપર નાચનાર, મલ્લ, મુષ્ઠિ પ્રહાર કર નાર, વિદૂષક, તરનાર, કથા કહેનારા, રાસ લેનાર, ભવિષ્ય કહેનાર, વાંસની ટોચ પર નાચનાર, ચિત્રપટ બતાવનાર, વીણા વગાડનાર, તંબૂરા વગાડનાર, સેવકો અને સ્તુતિ પાઠકોથી તે ચૈત્ય વ્યાપ્ત હતું. ઘણાં નગરજનો તથા બીજા દેશના માણસોમાં તેની પ્રસિદ્ધિ થઈ હતી. ઘણાં લોકો ત્યાં આહુતિ આપતાં. ત્યાંના લોકો તેને દક્ષિણાપાત્ર, વંદનીય, નમસ્કરણીય, અર્ચનીય, પૂજનીય, સત્કરણીય અને સમ્માનનીય માનતા હતા. તથા કલ્યાણ, મંગલ, દેવરૂપ, ચૈત્યરુપ, વિનયથી ઉપાસનીય માનતા હતા. દિવ્ય અને સત્ય માનતા, સફળ સેવારૂપ માનતા હતા. દેવની પાસે ઉપહારરુપ પ્રાસાદ રાખેલો નજરે પડતો હતો. યજ્ઞમાં હજારો માણસો દાન આપતા. ઘણાં લોકો આવી પૂર્ણભદ્ર ચૈત્યમાં પૂજા કરતાં. [૩] તે પૂર્ણભદ્ર ચૈત્ય એક વિશાળ વનખંડથી સમસ્ત દિશાઓ તેમજ વિદિશા ઓમાં ઘેરાયેલ હતું. તે વનખંડ કાળો, કાળી પ્રભા વાળો, નીલ, નીલપ્રભાવાળો, લીલો લીલીપ્રભાવાળો, શીત સ્પર્શવાળો, શીતપ્રભા વાળો, સ્નિગ્ધ, સ્નિગ્ધપ્રભાવાળો, તીવ્ર, તીવ્રપ્રભાવાળો, કાળો, યાવત્ લીલી છાયાવાળો, ઠંડો, ઠંડી છાયાવાળો સ્નિગ્ધ, નિષ્પ છાયાવાળો, તીવ્ર, તીવ્રછાયાવાળો હતો. તે વન રમ્ય હતું તેથી એમ જણાતું કે એ મહામેઘોનો એક મોટો સમુદાય જ છે. . આ વનખંડમાં વૃક્ષો જમીનની અંદર ઊંડા ફેલાયેલાં મૂળયુક્ત હતાં, તેમજ કંદ યુક્ત, સ્કંધયુક્ત, ત્વચાયુક્ત હતાં, શાખાઓથી વિશિષ્ટ હતો, કૂંપળોથી યુક્ત હતાં, પાંદડાંઓથી ભરેલાં હતાં, ફૂલોથી શોભતાં હતાં, બીજોથી ભરપૂર હતાં. છત્રી જેવાં રમ્ય ગોળ આકારવાળા હતાં. એમનું થડ એક હતું અનેક શાખા-પ્રશાખા યુક્ત હતાં. અનેક પુરુષો ખૂબ પહોળા કરેલા હાથોથી પણ તેમનાં વિશાળ તેમજ વર્તુળાકાર થડને બાથ ભીડી શકતા નહોતા. પાંદડાં દૂર દૂર નહોતાં, બિલકુલ નજદીક ચોટેલાં જેવાં હતાં. એ Page #342 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩ ૩૩૯ વૃક્ષોમાં જેટલાં પાંદડાં લાગેલાં હતાં તે બધાં અધોમુખ હતાં. આ પાંદડાં લાગેલાં હતાં તે અધાં અધોમુખ હતાં. આ પાંદડાં અતિવૃષ્ટિ આદિ વિપત્તિઓથી રહિત હતાં, જૂનાં પાન, ખરી પડ્યાં હતાં અને તેના સ્થાને નૂતન લીલાં ચમકદાર પાન આવી ગયાં હતા. તેથી અંધકાર જેવું સદા વ્યાપ્ત હતું. એનાં જે પાન તેમજ પલ્લવ હતાં તે નવીન ઉગવાના કારણથી નવીન તરુણતાસંપન્ન હતાં. કોમળ, ઉજ્જવળ, ચલાયમાન એવી એની કૂંપળો હતી. પ્રવાલ અત્યંત કોમળ હતાં. શ્રેષ્ઠ અંકુરોથી વૃક્ષનો ઉપરનો ભાગ સુશોભિત હતો. એ વૃક્ષો હમેશાં સર્વઋતુઓનાં પુષ્પોથી ખીલેલાં રહેતાં હતાં. હમેશાં એ વૃક્ષો ઉપર મયૂરો રહેતાં હતાં, નિત્ય પલ્લવિત, નિત્ય ગુચ્છાથી યુક્ત, હમેશાં એ વૃક્ષો જોડે જોડે પંક્તિબદ્ધ આજુબાજમાં ઊભાં હતાં. હમેશાં નમેલા કુસુમિત, મયૂરિત, પલ્લવિત, તબકવાન, ગુચ્છાવાળા,ગુલ્બિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત થઈ જુદાં જુદાં પિંડરૂપ મંજરીના શિરોભૂષણોથી સદા યુક્ત હતાં. તે વૃક્ષો પોપટ મયૂર, મેના, કોયલ, કોગિક, શૃંગારક, કોંડલક, ચકોર, નંદીમુખ, તેતર, બટેર, કાદંડક, ચક્ર વાક, કલહંસ બતક, સારસ અનેક પક્ષીઓનાં યુગલના દીર્ઘ તથા મધુર સ્વરવાળી વાણીથી યુક્ત હતાં. તેથી મનોહર લાગતા હતા. મદથી ઉન્મત્ત ભ્રમર-ભ્રમરીઓનો સમૂહ પુષ્પોના રસને પીવા માટે લોલુપ જૂની ગણગણાટ કરી રહ્યા હતા. અંદરના ભાગ માં પુષ્પ તેમજ ફળથી તથા બહારના ભાગમાં પાનથી આ વૃક્ષો વ્યાપ્ત હતા. મીઠા ફળ, વાળાં હતાં. રોગરહિત અને કાંટારહિત હતાં. અનેક પ્રકારના ગુચ્છા, ગુલ્મોથી શોભિત હોવાના કારણે રમ્ય શોભતાં હતાં. શુભ ધ્વજાવાળાં હતાં વાવ, પુષ્કરિણી, દીધિંકાઓ હતી. તેના ઉપર સારી રીતે બનાવેલ સુંદર ઝરુખા હતા. પુદ્ગલોના સમૂહરુપથી દૂર દૂર સુધી ફેલાઇ જનારી સુંદર સુંગધ આવતી હતી. આ વૃક્ષો મહાન ગંધની પરંપરાને છોડતા હતા. અનેક પ્રકારના ગુચ્છા અનેગુલ્મોથી બનેલા મંડપ, ઘર, સુંદરમાગ, પતાકાઓથી સુશોભિત હતા. વૃક્ષોની નીચે અનેક રથ, યાન, બગી, શિબિકાદિ મૂકવામાં આવતી. સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ-હતા, ૪િ] તે વનખંડની મધ્યમાં એક વિશાળ અશોક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચેનો ભાગ કુશ તેમજ અન્ય તૃણાદિકથી રહિત હતો. મૂળ, કંદવાળો યાવતુ તેની નીચે રથાદિને છોડવામાં આવતા, સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ, પ્રતિરૂપ હતું. તે અશોકવૃક્ષ તિલક, બકુલ, લકુચ, છત્રોપ, શિરીષ, સપ્તવર્ણ, દધિવર્ણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદમ્બ, સવ્ય, ફણસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિય, પ્રિયંગુ, પુરોપત્ર, પીપલ, નંદિ આ સર્વ વૃક્ષોથી સર્વ દિશા ઓમાં અને વિદિશાઓમાં ઘેરાયેલ હતું. તે તિલક, બકુલ, લકુચ યાવત્ નંદિવૃક્ષોનો નીચેનો ભાગ કુસ તથા અન્ય ઘાસા દિથી રહિત હતો. મૂળ કંદવાળા હતા. સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરુપ, પ્રતિરુપ હતાં. તે તિલક યાવતુ નંદિવૃક્ષો પણ અન્ય અનેક પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, આમ્ર લતા, વનલતા, વાસંતિલતા, અતિમુક્તતકલતા, કુંદલતા, શ્યામલતા ઓથી સમસ્ત દિશા અને વિદિશાઓમાં ઘેરાયેલાં હતાં. તે પદ્મલતાઓ નિત્ય પુષ્પોથી યુક્ત હતી. તેથી તે પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ, પ્રતિરૂપ હતી. [૫] તે અશોકવૃક્ષની નીચે સ્કંધ-થડથી જરા દૂર નીચેના ભાગમાં એક વિશાળ પૃથ્વીશિલાપટ્ટ હતો. તે લંબાઈ, પહોળાઈ, ઉંચાઇમાં સરખો હતો. આંજણ, મેઘ, તલ Page #343 -------------------------------------------------------------------------- ________________ 3YO ઉવવાઇયં- (પ) વાર, નીલકમળ, બળદેવના વસ્ત્ર, આકાશ, કેશ, કાજળની ડબ્બી, ખંજનપક્ષી, ભેંસા દિના શીંગડા, નીલવર્ણના રત્ન, જાંબુ, બીયક નામે વૃક્ષ વિશેષ, શણના ફૂલ, નીલ કમળ ના પાંદડાઓનો સમૂહ, અળસીના પુષ્પ સમાન તેની કાળી પ્રભા હતી. પન્ના મસારઆંખની કીકી સમાન, સજલ મેઘ સમાન શ્યામ હતો. તેના આઠ ખૂણા હતા. તેના તળિયાનો ભાગ દર્પણ જેવો ચમકતો સરખ્ય હતો. -વર, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, અષ્ટપદ, ચમર, હાથી, વનલતા તેમજ પદ્મલતાના ચિત્રોથી સુંદર હતો. તેનો સ્પર્શ ચર્મમય વસ્ત્ર, રૂ, બૂર, માખણ, આકડાના રૂ સમાન કોમળ હતો. સિંહાસન જેવો તેનો આકાર હતો. યાવતુ પ્રતિરુપ હતો. | [] તે ચંપાનગરીમાં કૃણિક નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુ પર્વત, મહેન્દ્ર પર્વત જેવો હતો. અત્યંત વિશુદ્ધ, પ્રાચીન રાજકુળ વંશમાં ઉત્પન્ન થયો હતો. અખંડિત રાજચિહ્નોથી તેના અંગોપાંગ સુશોભિત હતા. અનેક લોકો દ્વારા તે બહુમાન, સત્કાર પામતો હતો. સર્વ ગુણોથી સમૃદ્ધ હતો. પ્રસન્નચિત્ત, ક્ષત્રિય હતો. પિતા, પિતામહાદિ રાજાઓ વડે તેનો રાજ્યાભિષેક થયો હતો. માતા, પિતાનો વિનય કરનાર હતો. દયાળુ હતો, કુળમયદાનું પાલન કરનાર, પ્રાપ્ત વસ્તુનું પાલન કરનાર, તેમજ તેને ધારણ કરનાર, મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, જનપદનો પિતા, પાલક, પુરોહિત હતો. માર્ગદર્શક, અદ્દભુત કાર્ય કરનાર, મનુષ્યોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ, પુરુષોમાં વાઘ, પુરષોમાં આશીવિષ સર્પ, પુરુષોમાં કમળ, પુરુષો માં ઉત્તમ ગંધ હસ્તી સમાન હતો. સમૃદ્ધ, દર્પવાળો, પ્રખ્યાત હતો. તેના વિશાળ મોટા, મોટા ભવન હતા. અનેક પ્રકારની શય્યા, આસન, યાન, વાહનો તેમની પાસે હતા. કોઠા રમાં ઘણું ધાન્ય હતું. પુષ્કળ સોનું તથા ચાંદી હતી. ધનલાભના વ્યાપાર માં તેઓ હંમેશ ઉદ્યમશીલ રહેતા હતાં. તેમના રસોડામાં ભોજન કર્યા બાદ પણ ઘણું ભોજન વધતું. જેથી ગરીબોનું પોષણ થતું હતું. તેની સેવા માટે ઘણાં દાસ, દાસી રહેતા હતા, તેમની પશુશાળામાં ગાય, ભેંસ ઘેટાં, પુષ્કળ પ્રમાણમાં હતા. યંત્ર, કોશ, કોઠાર, શસ્ત્રગાર પરિપૂર્ણ હતા. ઘણું સૈન્ય હતું. શત્રુઓ બળહીન હતા. તેમનું રાજ્ય કંટક રહિત હતું. તેમનું રાજ્ય નિષ્કટક થયું હતું. એ પ્રકારે જ તેનું રાજ્ય ઉપહતશત્રુ, હિતશત્રુ, મથિતશત્રુ, ઉદ્ધતશત્રુ નિર્જિતશત્રુ તેમ જ પરાજિતશત્રુ હતું. તેથી તે દુભિક્ષ, મારિ, અને ભયથી મુક્ત, ક્ષેમ કલ્યાણમય, સુભિક્ષયુક્ત અને વિજ્ઞથી રહિત રાજ્યનું શાસન કરતા રહેતા હતા. [૭] તે કોણિક રાજાને ધારિણી નામની રાણી હતી. તેણી સુકોમળ હાથ, પગ વાળી હતી. તેનું શરીર લક્ષણોથી અહીન, સ્વરૂપથી પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયોથી યુક્ત હતું. સ્વસ્તિક આદિ લક્ષણ, ચિતતલાદિ, તથા ગુણોથી સુસંપન્ન હતી માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ હતી. સવગ સુંદરી હતી. ચંદ્રસમાન સૌમ્ય આકૃતિથી મનોહર હતી. તેનું દર્શન પ્રિય લાગતું હતું. તે સુરૂપા હતી. તેનો કટિપ્રદેશ મુઠ્ઠીમાં સમાઈ શકે તેવો પતો હતો, પ્રશસ્ત હતો તથા ઉદર ત્રિવલી યુક્ત હતું. ગાલપર જે પત્રાવલી બનાવી હતી તે કુંડલોથી ઘસાતી હતી. સૌમ્યમુખ ચંદ્રિકાથી શોભતા ચંદ્રમા સમાન નિર્મળ હતું. તેનો વેષ જાણે શણગારનું ઘર હતું. તેની ચાલ હાથી સમાન હતી. હસવું સુંદર હતું. ભાષા કોયલ જેવી હતી. તેની ચેષ્ટાઓ અને વિલાસ મનોહર હતા. પરસ્પર Page #344 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૭, ૩૪૧ સંભાષણ સુંદર હતું. નિપુણ, સદ્ધયવહારોમાં કુશળ હતી. સુંદર સ્તન, જંઘા, વદન, હાથ, પગ, નયનવાળી હતી. લાવ ય હતું, તેમ જ વિલાસ મનોહર હતો.યાવતુ પ્રતિરૂપ હતી. કોણિકરાજા, સાથે અનુરક્ત હતી, અવિરક્તહતી, ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ એ પાંચ ઇન્દ્રિઓના મનુષ્યોચિત કામભોગોનો અનુભવ કરતી સમય વ્યતીત કરતી હતી. [૮] તે કોણિક રાજાને ત્યાં એક એવો પુરુષ હતો કે જેને મોટી આજીવિકા મળતી હતી. તે ભગવાનની દિવસસંબંધી પ્રવૃત્તિનું વૃત્તાન્ત રાજાને કહેતો. તે પુરુષના હાથ નીચે બીજા ઘણાં પુરુષો હતા. તેઓને સુવર્ણમુદ્રાદિ સ્મૃતિ તેમજ અનાદિ ખોરાકનું વેતન આપવામાં આવતું. તેઓને ભગવાનની પ્રવૃત્તિને કહેવા માટે રાખ્યા હતા. [૯] તે કાળ અને તે સમયમાં ભંભસારના પુત્ર કોણિક રાજા બહારની સભામાં અનેક ગણનાયક, દેડનાયક, માંડલિક રાજાઓ, ઈશ્વરો, તલવરો, માલમ્બિક, કૌટુમ્બિક, મંત્રી, મહામંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય, ચેટ-દાસ, અંગમર્દકો નાગરિક પુરષો, પૌર વણિકજનો, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ, સાર્થવાહ, દૂત, સંદિપાલોથી ઘેરાઈને બેઠા હતા. [૧૦] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર શ્રતધર્મની આદિકર નારા, તીર્થની સ્થાપના કરનારા સ્વયંબોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકો ના નાથ, લોકોનું હિત કરનારા, લોકના દીપકસમાન, લોકને પ્રકાશિત કરનારા, અભય દાતા, ચક્ષુદાતા, શરણદાતાજીવોની દયા રાખનારા, સમકિતરૂપી બોધને આપનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચારગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મના ચક્રવર્તી, દ્વીપ, ત્રાણરૂપ છે. શરણ સ્વરૂપ છે. પ્રતિષ્ઠા પામેલા છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન, દર્શનના ધારક, છઘથી નિવૃત્ત જિન, જીતાવનાર, પોતે તર્યા છે, બીજાને તારનાર, બોધ પામેલ, બીજાને બોધ પમાડનાર, કર્મથી મુક્ત, બીજાને મુક્ત કરનાર, સર્વદ્રવ્ય અને સર્વ પયયને જાણનાર, સર્વદર્શી, કલ્યાણમય, અચલ, આધિ વ્યાધિથી રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિસ્વરુપ સિદ્ધિગતિ અરિહંત, જિન કેવળી સાત હાથ ઉંચા, સમચતુરઅસંસ્થાનવાળા,વજzaષભ નારાચ સંહનન વાળા, શરીરમાં અનુકૂળવાયુના વેગથી સમન્વિત, કંક પક્ષીની સમાન ગુદાયવાળા, કબૂતરની સમાન જઠરાગ્નિવાળા, શકુનિ પક્ષીની સમાન મળના સંસર્ગથી રહિત ગુદા શયવાળા, તેમજ સુંદર પીઠ, પડખાં અને જંઘાવાળ, પા તથા નીલ કમળની સમાન સુગંધિત ઉચ્છવાસ વાયુથી સુરભિત મુખવાળા, કાંતિયુક્ત શરીર વાળા રોગરહિત, ઉત્તમ, પ્રશસ્ત, શ્વેત અનુપમ માંસવાળા, પસીનારૂપ જલ્લ મેલ, દુષ્ટ, મસા, તલાદિરૂપ કલંક સ્વેદ-પ્રસ્વેદ તથા રજ એ દોષોથી રહિત નિર્મળ શરીરવાળા, કાંતિથી ચમકતા. અંગોપાંગવાળા,અત્યંત સઘન શુભલક્ષણ યુક્ત, ઊંચા કુટાકારની સમાન તથા નિમણિ નામકર્મથી સુરચિત એવા મસ્તકવાળા, સેમરવૃક્ષ ના ફળમાં રહેલી રૂની સમાન કોમળ, નિર્મળ પ્રશસ્ત, સૂક્ષ્મ-પાતળા, લક્ષણયુક્ત, સુગંધિત, સુંદર, નીલરત્ન સમાન, ભ્રમર ની સમાન, નીલગુલિકાની સમાન, કાજળ જેવા કાળા મત્ત થયેલા ભ્રમરોના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહમાં, સઘન, વાંકડિયા દક્ષિણ તરફ વળાંક લેતા કેશયુક્ત ભગવાન હતા. ભગવાનના મસ્તકની ત્વચા દાડમના પુષ્પ જેવી લાલ, તપેલા સુવર્ણજેવી નિર્મળ, સ્નિગ્ધ હતી. છત્રસમાન ગોળાકાર મસ્તકવાળા ઘા રહિત, વિષમતા રહિત, સુંદર, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ ઉવવાઇયું – (૧૦) શુદ્ધ-અર્ધચન્દ્ર સમાન લલાટવાળા, પ્રતિપૂર્ણ ચંદ્રમાની સમાન સૌમ્ય મુખવાળા, પ્રમાણ યુક્ત કાનવાળા, ભરાવદાર સુંદર ગાલવાળા, નમેલ ધનુષ્ય સમાન સુંદર તથા કાળા વાદળા જેવી કાળી, પાતળી, સ્નિગધ ભ્રમરોવાળા, ખીલેલા શ્વેતકમળના જેવા નેત્ર વાળા, વિકસેલા શ્વેત કમળના પાંદડા સમાન પાંપણવાળા, ગરુડપક્ષીની સમાન લાંબા સરળ, ઊંચા નાક વાળા, સંસ્કારિત વિક્રમ તથા અતિશય લાલ કુંદુના ફળ જેવા અધ રોષ્ઠવાળાશ્વેત ચંદ્રખંડના જેવી વિમલ તથા નિર્મળ શંખ, ગાયના દૂધના ફીણ સમાન, શ્વેતપુષ્પ, પાણીના ટીપાં સમાન તથા મૃણાલના જેવી સફેદ દાંતની પંક્તિવાળા, અગ્નિ માં પહેલા ધોઇ પછી તપાવેલ સુવર્ણની સમાન અત્યંત લાલ તાળવું તથા જીભ વાળા, વધવાના સ્વભાવથીરહિત, વિભાજિત થયેલ, શોભાસંપન્ન દાઢી તથા મૂળવાળા, પુષ્ટ, સુંદર આકારવાળી, પ્રશસ્ત, વાઘ જેવી વિપુલ દાઢીવાળા, ચાર આંગુલ પ્રમાણ શંખ જેવી શ્રેષ્ઠ ગરદનવાળા, શ્રેષ્ઠ પાડા, વરાહ, સિંહ, વાઘ, બળદ, શ્રેષ્ઠ હાથીની સમાન પૂર્ણ, વિસ્તૃત ખાંધવાળા, ધોસર જેવી પુષ્ટ બનાવેલ, જાડી, પુષ્ટ સારી રીતે સ્થિત, સારી રીતે બનાવેલ પ્રધાન, સઘન મજબૂત, સુસંબદ્ધ હાડકાના જોડાણવળી, નગરના આગ ળીયા સમાન ગોળ ભુજાવાળા, સર્પરાજના વિશાળ દેહ સમાન લાંબા બાહુવાળા, લાલ તળવાળી તથા ભરાઉદાર,કોમળ,માંસલ, શુભ પ્રશસ્ત લક્ષણો ચિલોથી યુક્ત, આંગળી પાસેના છિદ્રોથી રહિત એવા હાથવાળા, પુષ્ટ કોમળ શ્રેષ્ઠ આંગળીઓવાળા, થોડા લાલ, પાતળા, શુદ્ધ, સુંદર તેમ જ ચિકણા નખવાળા, હાથમાં ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખ રેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા, ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર હાથથી યુક્ત, સુવર્ણની શિલા સમાન દેદીપ્યમાન, પ્રશસ્ત- પુષ્ટ, વિશાળ તેમ જ પહોળા વક્ષસ્થળવાળા હતા. તેના ઉપર શ્રીવત્સનું ચિહ્ન હતું. માંસલતાને કારણે પાંસળીઓ ન દેખાય તેવા તથા સુવર્ણ સમાન નિર્મળ થયેલ, રોગાદિથી રહિત એવા દેહધારી પ્રભુ હતા. જેમાં પૂરા એક હજાર આઠ ઉત્તમ પુરુષોના લક્ષણ હતા. ક્રમથી નમેલ, પ્રમાણોચિત, સુંદર, શોભન, સમુચિત પ્રમાણવાળા પુષ્ટ, રમ્ય પડખાવાળા, સીધી પરસ્પર મળેલી, ઉત્તમ, પાતળી, કાળી, સ્નિગ્ધ, ગ્રહણીય, લાવણ્યયુક્ત, રમણીય, રોમરાજિવાળા, મત્સ્ય તેમ જ પક્ષીના જેવી પુષ્ટ બગલવાળા,માછલીના જેવા સુંદર ઉદરવાળા, પવિત્ર ઇન્દ્રિયોવાળા, ગંભીર નાભિ વાળા હતા. તે નાભિ પ્રદક્ષિણાવર્ત ભુંગર, ચંદ્રની સમાન ગોળ, મધ્યાહ્નના સૂર્યના કિરણોથી વિકસિત પદ્મ સમાન ગંભીર તેમ જ વિશાળ હતો. તેઓ નો કટિપ્રદેશ ત્રિપાઈના -સાંબેલાના દર્પણદંડ સુવર્ણના ખડ્ગની મુષ્ટી અને વજ્રના મધ્યભાગ જેવો પાતળો હતો, તે કટિપ્રદેશ રોગાદિથી રહિત હોવાથી પ્રસન્ન શ્રેષ્ઠ અશ્વ તથા સિંહની સમાન ગોળ હતો. ઘોડાના ગુહ્યપ્રદેશ સમાન નિરૂપલેપ હતો, શ્રેષ્ઠ હાથીના સમાન પરાક્રમી તથા તેના સમાન સુંદર ચાલ હતી. હાથીની સૂંઢ સમાન જંઘાવાળા, ગુપ્ત ઢાંકણ વાળા ઘુંટણો હતા. હરણ તથા કુરુવિંદ-દોરીના વળની સમાન ગોળ, ક્રમથી પાતળી એવી પિંડીવાળા શોભાયમાન આકારવાળા, સુગંઠિત, વિશિષ્ટ, ગૂઢ- માંસલ હોવાથી દેખાય નહિ તેવા ગોઠણવાળા, સારી રીતે સ્થિર એવા કાચબાની સમાન પગવાળા, અનુક્રમથી ઉચિત આકારવાળી, પરસ્પરમાં મળેલી એવી આંગળી ઓ હતી. સમુન્નત, પાતળા, લાલ તેમજ સ્નિગ્ધ નખ હતા. લાલ કમળના દલ સમાન કોમળ, સુકુમાર લાલવર્ણના ચરણોનાં તળિયાં હતાં. પર્વત, નગર, મગર, સાગર, ચક્ર એ શુભ ચિહ્નોથી યુક્ત સ્વસ્તિ . Page #346 -------------------------------------------------------------------------- ________________ • સત્ર-૧૦ કાદિ તથા મંગલાદિ ચિલોથી સુશોભિત ચરણવાળા, અસાધારણ રૂપવાળા, ધૂપ્રરિહત અગ્નિ તથા વીજળી જેવા ચમકતા તથા મધ્યાહ્નના સૂર્ય સમાન તેજવાળા. તે આસ્રવ રહિત, મમત્વરહિત, પરિગ્રહરહિત, ભવપંરપરાનો છેદ કરી નાખનાર, નિર્લેપ, પ્રેમરાગ, દ્વેષ અને મોહથી રહિત, નિર્ચન્થપ્રવચનના ઉપદેશક, સાર્થના નાયક, પ્રતિષ્ઠાપક શ્રમણોના સ્વામી,શ્રમણવૃન્દના -વધારનાર, ચોત્રીશ અતિશયોથી યુક્ત, પાંત્રીશ ગુણોથી યુક્ત ભગવાન હતા. આકાશમાં રહેલ ચક્રથી, આકાશમાં રહેલ છત્રથી, આકા શગત તેમજ પાદપીઠ સહિત સિંહાસનથી, અતિશયમહિમાથી આગળ ચાલનાર ધર્મધ્વજાથી યુક્ત. ૧૪ હજાર શ્રમણો, ૩૬ હજાર સાધ્વીઓના પરિવારથી યુક્ત ભગ વાન મહાવીર ક્રમશઃ વિચરતા, એક ગામથી બીજા ગામમાં પધારતા, સુખપૂર્વક વિચ રતા, ચંપા નગરીની બહાર નગરની સમીપના ગામમાં પધાર્યા [૧૧] ત્યારે ભગવાનના સમાચાર લઈ જવા માટે નિમાયેલા તે પુરુષે આ વાત જાણી. તેથી તેના મનમાં અત્યંત હર્ષ અને સંતોષ થયો. અતિ આનંદિત થયો. મનમાં પ્રીતિ થઈ. હર્ષના આવેશથી તેનું દય ઉછળવા લાગ્યું, સ્નાન કર્યું, કુળદેવીનું પૂજન કર્યું અથવા પશુ, પક્ષી આદિને અન્ન આપ્યું. દોષના નિવારણ માટે મશીતિલકદિ કર્યા અક્ષતાદિને ધારણ કર્યો. શુદ્ધ, મંગલ, શ્રેષ્ઠ વસ્ત્રોને પહેય, અલ્પ, પરંતુ કિંમતી આભૂ ષણો શરીર પર ધારણ કર્યો. પછી પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચંપા નગરીના મધ્યમાં થઈને જ્યાંકોણિક રાજાનોમહેલ હતો, જ્યાં બહારની સભા હતી અને જેમાં ભંભા સારના પુત્ર કોણિક રાજા બેઠા હતા ત્યાં ગયો. ત્યાં જઈને બંને હાથ જોડી મસ્તકને આવતન કરીઅંજલિકરીજયવિજયશબ્દો દ્વારા વધાવ્યા.વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનું પ્રિય ! જેનાં દર્શનની ઈચ્છા કરો છો, જેના દર્શનની સ્પૃહા રાખો છો, પ્રાર્થના કરો છો, અભિલાષા કરો છો,જેના નામ અને ગોત્રને સાંભળીને આપનું સ્ક્રય હર્ષિત, સંતુષ્ટ થાય છે તે શ્રમણ ભગવાન મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની સમીપ પધાય છે. હું આપને આ પ્રિય આત્મહિતકારી સમાચાર નિવેદન કરું છું આપનું પ્રિય થાઓ. [૧૨] ત્યાર પછી ભભસારપુત્ર કોણિક રાજાએ તે સંદેશવાહકની પાસેથી આ અર્થ સાંભળીને દ્ધયમાં સારી રીતે ધારણ કરીને હર્ષિત સંતુષ્ટિત યાવતુ આનંદિત થયા. વરસાદની ધારાથી સીંચાયેલા કદંબના સુગંધિત ફૂલો ખીલી ઉઠે તેમ આ વાત સાંભળી રાજાના રોમેરોમ આનંદથી પુલકિત થઈ ગયા. નેત્રકમળ તથા મુખકમળ વિકસીત થયા. અપાર હર્ષના કારણે કંપાયમાન થતાં શ્રેષ્ઠ કડાં બાહુરક્ષક ભૂષણ, બાજુ બંધ, મુગટ, બંને કુંડલ તથા હારથી સુશોભિત વક્ષઃસ્થલ હતું તે સર્વ આભૂષણો કંપિત થયા. એવા રાજા ઘણા આદરથી જલદી ચંચળ થઈ સિંહાસન ઉપરથી ઉઠ્યા, ઉઠીને પાદપીઠ પર પગ રાખીને નીચે ઉતર્યા. નીચે ઉતરીને શ્રેષ્ઠ વૈડૂર્ય, રિષ્ટ તેમજ અંજન નામના રત્નોથી જડત.ચમકતી મણિ રત્નથી શોભીત એવી પાદુકાને પગમાંથી ઉતારી નાખી. ઉતારીને પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે આ પ્રમાણે તલવાર, છત્ર, મુકુટ, પાદુકા, ચામર. પાછી ફાટ્યા તથા સીવ્યાવિનાના એક ઉત્તરીય વસ્ત્રને ધારણ કર્યું. ધારણ કરીને અલિપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ થઈ સાત આઠ પગલા આગળ ગયા, ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન પર રાખ્યો અને ત્રણવાર પોતાના મસ્તકને જમીન પર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ્ર Page #347 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ હવાઇયં (૧૨) થયા, કંકણ અને કડાં ભુરક્ષક અલંકારથી તંભિત હાથને ઉંચા કર્યા. ઉંચા કરીને મસ્તક ઉપર અંજલપુટ રાખી આ પ્રમાણે કહ્યું અરિહંત ભગવંતોને નમસ્કાર હોકૃત, ચારિત્રરુપ ધર્મની પ્રરૂપણા કરનાર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહસમાન, યાવતું -લોકાગ્રે સ્થિત એવા સિદ્ધ પ્રભુને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો. જે આદિકર, તીર્થંકર યાવતું મોક્ષને પ્રાપ્ત કરનાર છે. મારા ધમચાય, ધર્મના ઉપદેશક, એવા પ્રભુને હું વંદન કરું છું ત્યાં રહેલ પ્રભુ અહિ રહેલ મને જુએ આ પ્રકારે કહીને વંદન, નમસ્કાર કર્યો. પોતાના સિંહાસન ઉપર પાછા જઈને પૂર્વ તરફ મુખ કરી બેસી ગયા. તે સંદેશાવાહકને પ્રીતિદાનમાં એક લાખ ૮ મુદ્રાઓ આપી દઇને તેનો ખૂબ સત્કાર કર્યો. સન્માન કર્યું. સત્કાર, સન્માન કરીને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! જ્યારે શ્રમણ ભગ વાન મહાવીર વિહાર કરતાં કરતાં અહીં પધારે, અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથાપ્રતિરુપ વસ્તીની આજ્ઞા ગ્રહણ કરીને, અરિહંત, જિન, કેવળી જે શ્રમણ ગણથી ઘેરાયેલા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા જ્યારે વિચરે ત્યારે તમે મને આ સમાચાર આપજો, [૧૩] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર બીજે દિવસે પ્રભાત થયું અને વિકસીત કમળ પત્રો અને ચિત્રમુગના નેત્રો વિકસીત થયા અને શ્વેત આભા પ્રગટ થઈ. તથા લાલ અશોક, કેશુડાંના પુષ્પ, પોપટની ચાચ, ચણોઠીના અધ ભાગ જેવો લાલ તથા સરોવરમાં કમળોના સમૂહને ખીલવનાર સૂર્યનો ઉદય થયો ત્યાર પછી સૂર્ય તેજથી જવાજલ્યમાન થઈ ગયો. ત્યારે જ્યાં ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ઉદ્યાન હતું, જ્યાં વનખંડ હતું, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ હતો, ત્યાં પધાર્યા. યથાપ્રતિરુપ આજ્ઞા ગ્રહણ કરીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટકની ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખીને પલંક આસનથી વિરાજિત થયા. શ્રમણગણોથી વીંટળાયેલા અરિહંત જિન, કેવળી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. [૧૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા શ્રમણ ભગવંતો હતા. તેમાં કેટલાક ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના, જ્ઞાતવંશ, ઈક્વાકુવંશ, કૌરવવંશ, કુરુવંશ, ક્ષત્રિયવંશના હતા. સામાન્ય વીર યોદ્ધા-સેનાપતિ, શ્રેષ્ઠી, ઇભ્યો પ્રવ્રજિત થયા હતા. બીજા પણ ઘણા પ્રવ્રજિત થયા હતા. જેઓ ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ રુપ, વિનય, જ્ઞાન, વર્ણ-કાંતિ, લાવણ્ય, પરાક્રમ, શ્રેષ્ઠ સૌભાગ્ય તથા ઉત્તમ દીપ્તિવાળા હતા. ઘણાં ધન-ધાન્યનાં સમૂહ તથા દાસ-દાસી આદિથી ઘેરાયેલા, રાજાના ગુણોથી અધિક ગુણવાળા, ઇચ્છિત ભોગોને ભોગવનારા, સુખેથી જેનું લાલન પાલન થયું હતું, તેઓ કિંપાક ફળની સમાન વિષયસુખોને જાણીને, પાણી ના પરપોટા સમાન, કુશાગ્ર પર રહેલા જલબિંદુ સમાન ચંચળ જીવનને જાણીને, તેમ જ આ સર્વ અધ્રુવ છે એમ વિચારી વસ્ત્ર ઉપર લાગેલ ધૂળની જેમ ખંખેરી નાખી ચાંદીને છોડી, સુવર્ણનો ત્યાગ કરી, ધન તેમ જ ધાન્ય, સૈન્ય, રથાદિક વાહન, ભંડાર, કોઠા ગાર, રાજ્યનો, દેશનો, પુરનો, અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરતન આદિ જેમાં સાર છે તેવા મુખ્ય ધનને છોડીને, ગુપ્ત દ્રવ્ય હતું તેને પણ દાનમાં આપી કુટુંબીઓમાં વિભાજન કરીને મુંડિત થયા. કેટલાક Page #348 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪ ૩૫ પંદર દિવસની દીક્ષાવાળા, કેટલાક ૧ માસની તેમ જ બે માસ, ૩ માસ, યાવત્ ૧૧ માસની પ્રવ્રજ્યવાળા હતા. કેટલાંક ૧ વર્ષની, ૨ વર્ષની, ૩ વર્ષની કેટલાક અનેક વર્ષની પ્રવ્રજ્યાવાળા હતા. તેઓ સંયમથી અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા. [૧૫] તે કાળ અને તે સયયમાં શ્રમણ ભગવાન મહાવીરના અનેક શિષ્યો હતાં. તેઓ નિગ્રંથ ભગવંતો હતા. તેમાંથી કેટલાક વિશિષ્ટ મતિજ્ઞાની હતા. યાવતુ કેવળ જ્ઞાની હતા. કેટલાક મનબળવાળા, યાવતુ નાયબળવાળા હતા, કેટલાક જ્ઞાનબળ, દર્શન બળ, ચારિત્રબળવાન હતા. કેટલાક મનથી શાપ તથા અનુગ્રહ કરવામાં સમર્થ હતા. કેટલાંક શ્લેષ્મઔષધિ જલ્લૌષધિ વિખુડીષધિ-આમષષધિ સવૌષધ લબ્ધિવાળા કેટલાંક કોષ્ટબુદ્ધિવાળા,બીજ બુદ્ધિવાળા, પાટબુદ્ધિવાળા, કેટલાંક પદાનુસારી, કેટલાંક એક સર્વઇન્દ્રયોના વિષયને ગ્રહણ કરનારા, કેટલાક ક્ષીરાસંવ, મધાસ્ત્રવ, ઘીઆઅવા વાળા હતા. કેટલાંક અક્ષીણ મહાનસિક લબ્ધિવાળા હતા એટલે તેમજ કેટલાંક ઋજુ મતિ કેટલાંક વિપુલમતિ મન પયયજ્ઞાન વાળા હતા. કેટલાંક વૈક્રિયલબ્ધિવાળા ધારક હતા.વિદ્યાચારણ, જંઘાચારણ વિદ્યાધર, અકાશગામી હતા. કનકાવલી એકાવલી લઘુ સિંહનિષ્ક્રીડિત મહાસિંહનિષ્ક્રીડિત ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા સર્વતોભદ્ર- પ્રતિમા અને આયંબિલ-વર્ધમાન તપ કરનારા, એક માસિક ભિક્ષપ્રતિમાના ધારક, તેમજ બે ત્રણ યાવતુ ૭ માસ પ્રમાણ ભિક્ષપ્રતિમાના ધારક હતા. પ્રથમ સાત દિવસ રાત્રીની ભિક્ષપ્રતિ માના, યાવતુ ત્રીજી સાત દિવસરાતની ભિક્ષપ્રતિમાના, સાત સાત દિવસ જેમાં છે તેવી ૪૯ દિવસની આઠ આઠ દિવસ જેમાં છે તેવી નવ, નવ દિવસ જેમાં છે તેવી દશ, દશ દિવસ જેમાં છે તેવી પ્રતિમાના ધારક. ક્ષુલ્લકમોકપ્ર, મહામોક , યવમધ્યચંદ્ર, વજમધ્યચંદ્ર, વિવેક, કાયોત્સર્ગ, ઉપધાન પ્રતિમા,અને પ્રતિસંલીન, પ્રતિમાના ધારક હતા. તે સર્વ મુનિઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા. [૧૬] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના શિષ્યો અનેક સ્થવિર ભગવંતો હતા જે જાતિસંપન્ન- કુલસંપન્ન- બલ.- રૂપ, વિનય, જ્ઞાનસંપન, વિશિષ્ટ દર્શનવાળા, લજ્જા યુક્ત, દ્રવ્ય અને ભાવ લાઘવવાળા, ઓજસ્વી, તેજસ્વી વર્ચસ્વી - યશસ્વી, જેમણે, ક્રોધ માન માયા અને લોભ જીત્યો છે, જિતેન્દ્રિય, નિદ્રાજીત, પરીષહ જીત, જીવવાની આશા તેમજ મરણના ભયથી સર્વથા મુક્ત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, ક્રિયાઓમાં પ્રધાન, ગુણોથી પ્રધાન, નિગ્રહ પ્રધાન, સંયમક્રિયામાં પ્રધાન, સરલતા પ્રધાન, માર્દવ પ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રોમાં પ્રધાન, શાસ્ત્રો માં જ્ઞાનમાં પ્રધાન, બ્રહ્મચર્ય પ્રધાન, નયપ્રધાન, નિયમ પ્રધાન, સત્યપ્રધાન, શુદ્ધિમાં પ્રધાન, ગૌરવર્ણ ઉત્તમ કીર્તિસંપન્ન ઉત્તમ બુદ્ધિ સંપન્ન હતા. લજ્જા અને તપથી જિતેન્દ્રિય હતા, અકલુષિત દયવાળા હતા, નિદાન રહિત, વિષયોમાં ઉત્સુકતા રહિત, બાહ્યલેશ્યાથી રહિત અપ્રતિલેશ્ય સંયમમાં રત હતા, ઇન્દ્રિયોનું દમન કરનાર હતા. તે સાધુઓ આ નિગ્રંથપ્રવચનને આગળ રાખીને વિચરતા હતા. તે ભગવાન મહાવીરના શિષ્યો સ્વસિદ્ધાન્તને જાણનારા હતા. પરસિદ્ધાન્તને જાણનારા હતા. સ્વ-પર સિદ્ધાન્તરૂપી કમળવનથી પૂર્ણ પરિચિત હતા. એકધારા પ્રશ્નો પૂછવામાં આવે તેના જવાબ આપનારા હતા. રત્નના કરંડિઆ સમાન સમ્યજ્ઞા નાદિ ગુણોથી યુક્ત હતા. કુત્રિકા પણ જેવા હતા પરવાદીને જીતનારા, શાસ્ત્રોના ધારક, ચૌદ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ઉવવાઈયં-(૧૬) પૂર્વી, દ્વાદશાંગના જ્ઞાતા, ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગના જ્ઞાતા, સર્વ અક્ષરનાસનિ પાતને જાણ નારા ભાષાના જ્ઞાતા, જિનની સમાન યથાર્થ પ્રરુ પણા કરનારા હતા તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારતા હતા. [૧૭] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી ઘણાં અણગાર ભગવંતો ઈયસમિતિવાળા, યાવતુ પરિષ્ઠાપન રૂપ સમિતિવાળા, મનો ગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિવાન હતા, ગુપ્તન્દ્રિય ગુપ્તબ્રહ્મચારી મમત્વ રહિત, પરિ ગ્રહ રહિત, ક્રોધ માન માયા લોભ રહિત, બહારથી શાંત, અંદરથી શાંત, બહાર અંતર બંનેથી શાંત, કર્મકૃત વિકારથી રહિત, આસ્રવ રહિત, ગ્રંથિરહિત, સંસાર સ્રોતથી અલગ રહેનારા નિર્લેપ, શંખની જેમ રાગાદિથી રહિત, જીવની જેમ અપ્રતિહત ગતિ વાળા હતા, શુદ્ધ કરેલા સુવર્ણની સમાન નિર્મળ, દર્પણની જેમ પ્રગટ ભાવવાળા, કાચ બાની સમાન ગુપ્તદ્રિય, કમળપત્રની સમાન નિર્લેપ, આકાશની સમાન નિરાલંબન, પવનની સમાન ઘરથી રહિત, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય સમાન તેજસ્વી, સાગર જેવા ગંભીર, પક્ષીની સમાન સર્વથી વિમુક્ત, મેરુ પર્વત સમાન અકંપ, શરદ ઋતુના જલની જેમ નિર્મળ હૃદયવાળા, ગેંડાના શીંગડાની સમાન એક સ્વરૂપ, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની સમાન શૂરવીર, વૃષભની સમાન બલિષ્ઠ, સિંહ જેવા દુર્ઘર્ષ પૃથ્વીની સમાન સર્વ સહા તપ અને સંયમના તેજથી દેદીપ્યમાન હતા. ભગવાન મહાવીરના સમીપમાં રહેનારા, સ્થવિર ભગવંતોને કોઈ પણ વિષય માં પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે છે. -દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સચિત્ત અચિત્ત સચિત્તાચિત્ત ક્ષેત્રથી ગામ, નગર, જંગલ, ખેતર, ખળા, ઘર, આંગણા કાળથી સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક લવ મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, અયન તેમજ બીજા પણ સંવત્સરાદિ રૂપ ભાવની અપેક્ષાએ-ક્રોધ, માન, માયા, લોભ, ભયમાં તથા હાસ્યમાં મુનિઓને કોઈપણ જાતનો પ્રતિબંધ ન હતો. તે ભગવાન મહાવીરના શિષ્યો ગ્રીષ્મકાળ તેમજ શીત કાળના આઠ મહિનામાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા, કુહાડા ચંદન સમાન મુનિજનો અપકારી અને ઉપકારી બંને પ્રત્યે સમાન દ્રષ્ટિવાળા હતા. પત્થર અને સુવર્ણને સમાન ગણનારા, સુખ અનેદુઃખમાં સમાન પરિણામવાળા,આ લોક તથા પરલોકની આસક્તિ થી રહિત, ભવ સંસારને તરવાવાળા, સંયમઆરાધનામાં તત્પર હતા. [૧૮] તે ભગવાનના શિષ્યો આ પ્રકારે વિહાર કરતા હતા. આ પ્રમાણે આત્યંતર તેમજ બાહ્ય તપમાં તત્પર રહેતા હતા. [૧૯] બાહ્ય તપ શું છે? તે આ પ્રમાણે છે-અનશન, અવમોદરિકા, ભિક્ષાચરિકા, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસલીનતા. અનશન તપ શું છે? અનશન બે પ્રકારે છે,-ઈત્વરિક અને માવત્યિક, ઇત્વરિક તપ શું છે ? ઇત્વરિક તપ અનેક પ્રકારનું છે. ચતુર્થભક્ત--ભક્ત-અષ્ટમ-ભક્ત – દશમ - ભક્ત - દ્વાદશ - ભક્ત - ચતુર્દશ ભક્ત ષોડશ ભક્ત-અર્ધમાસિક-ભક્ત- એક માસિક ભક્ત- દ્વિમાસિક ભક્ત, યાવતુ છે માસિક ભક્ત, આ સર્વ ઈ–રિક તપ છે. યાવત્રુથિક તપ કેટલા પ્રકારના છે ? યાવત્ક થિત તપ બે પ્રકારે છે.-પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન શું છે ? પાદપોપગમન બે પ્રકારે છે, -વ્યાઘાત અને નિવ્યઘિાત ભક્તપ્રત્યાખ્યાન શું છે ? Page #350 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૯ ૩૪૭ ભક્તપ્રત્યાખ્યાન બે પ્રકારે છે.-વ્યાઘાત,નિવ્યઘાત.આમા નિયમ પ્રમાણે વૈયાવૃત્યાદિ કરાય છે. અવમોદરિકા શું છે ? અવમોદરિકા બે પ્રકારે છે.દ્રવ્યાવમોદરિકા અને ભાવાવમોદરિકા. દ્રવ્યાવમોદરિકા શું છે? દ્રવ્યાવમોદરિકા બે પ્રકારે છે. ઉપકરણ દ્રવ્યાવમોદ રિકા અને ભક્તપાન દ્રવ્યાવમોદરિકા. ઉપકરણ દ્રવ્યાવ મોદરિકત્રણ પ્રકારે છે. એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યકતો પકરણ-ભક્તપાન દ્રવ્યાવમોદરિકા શું છે? કુકડીના ઈંડા પ્રમાણ આઠ કવલ આહાર કરે તે અલ્પાહાર, ૧૨ કવલનો આહાર લે તે અપાદ્ધ,૧૬ કવલનો આહાર લે તે દ્વિભાગ પ્રાપ્ત ૨૪ કવલ આહાર લે તે પ્રાપ્ત ઉણોદરી છે. ૩૧ કવલ આહાર લે તે કંઈક ન્યૂન ઉણોદરી છે. ૩૨ કવલ આહારમાંથી જે શ્રમણ નિગ્રંથ એક કવલ પણ આહાર ઓછો કરે તો તે પ્રકામભોજી નથી. ભાવ ઉણોદરી શું છે ? -ક્રોધ રહિત, માન રહિત, માયારહિત લોભરહિત, ઓછું બોલવું, કલહથી રહિત, પરસ્પર ભેદ ઉત્પન્ન કરાવનાર વચનથી રહિત, આ ભાવ ઉણોદરી છે. ભિક્ષાચય શું છે? ભિક્ષાચય અનેક પ્રકારે છે. તે દ્રવ્યનો ક્ષેત્રનો કાલનો અભિ ગ્રહ કરી વિચરે, ભાવથી અને ઉક્લિપ્તચરક નિક્ષિપ્તચરક ઉક્લિપ્તનિક્ષિપ્ત ચરક વર્તમાન ચરક- સંલિયમાન ચરક ઉપનીતચરક-અપનીતચરક- ઉપનીત-અપનીત ચરક- સંસ્કૃષ્ટ ચરક-અસંસૃષ્ટચરક-તજ્જતસંસૂચરક-અજ્ઞાત ચરક-મૌનચરક- દ્રષ્ટ લાભિક- અદ્રષ્ટલાભિક -પૃષ્ઠલાભિક - અપૃષ્ઠલાભિક - ભિક્ષાલાભિક –અભિલાભિક -અન્નગ્લાયક- ઔપનિહિતક પરિમિતપિંડપાતિક – શુદ્વેષણિક - સંખ્યાદત્તિક – આવી પ્રતિજ્ઞાઓ તે ભિક્ષાચય છે. રસપરિત્યાગ શું છે ? – નિર્વિકતિક પ્રણીતરસ આચામ્સ - આયામસિકથભોજી અરસાહા વિરસાહાર - અંતાહાર - પ્રાન્તાહાર - રૂક્ષાહાર, તુચ્છાદાર - આ રસ પરિત્યાગ તપ છે. કાયકલેશ તપ શું છે? કાયકલેશ તપ અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે- સ્થાન સ્થિતિક ઉત્કટુકાસનિક પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લકુટશાયીઆતાવક-અપ્રાવૃતક-અનિષ્ઠી વક-સર્વગાત્ર પરિકમ વિભૂષાથી વિપ્રમુક્ત. આ કાય કલેશતપ છે. પ્રતિસંલીનતા શું છે? ઇન્દ્રિયોને ગોપવી રાખવી, કષાય પ્રતિસલીનતા યોગપ્રતિ સંલીનતા, વિવિક્ત શયના સેવનતા પ્રતિસલીનતા. ઈન્દ્રિય પ્રતિસલીનતા કેટલાં પ્રકારે છે? ઈન્દ્રિય પ્રતિસલીનના પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી રોકવી, યાવતુ સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ રોકવી આ ઈન્દ્રિયપ્રતિ સંલીનતા છે. કષાયપ્રતિસંલીનતા શું છે ? કષાયપ્રતિસંલીનતા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ક્રોધનો ઉદય થતાં જ તેનો નિરોધ કરવો - યાવતુ લોભના ઉદયનો નિરોધ કરવો. યોગપ્રતિસંલીનતાશું છે ? યોગપ્રતિસલીનતા ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે-મન યોગ પ્રતિસંલીનતા, વચન યોગપ્રતિસંલીનતા, કાયયોગપ્રતિસંલીનતા. મનયોગ પ્રતિસલીનતા શું છે? અકુશલ - અશુભ મનનો નિરોધ કરવો અને શુભ મનમાં પ્રવર્તન થવું તે મનયોગ પ્રતિસલીનતા. વચનયોગપ્રતિસંલીનતા શું છે ? અકુશળ-અશુભ વાણીનો નિરોધ કરવો અને શુભ વાણીમાં પ્રવૃત્ત થવું તે વચનયોગ પ્રતિસલીનતા છે. કાયયોગ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉવવાઈયં (૧૯). પ્રતિસલીનતા શું છે? કાચબાની જેમ હાથ, પગ, ઇન્દ્રિયોને સારી રીતે ગોપવી રાખવા તે કાયયોગ પ્રતિસંલીનતા છે. વિવિક્ત શયનાસનનું સેવન શું છે ? દોષરહિત આસન તેમજ શયનનું સેવન કરવું [૨૦] આત્યંતર તપ શું છે? આવ્યંતર તપ છ પ્રકારે છે : પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ. પ્રાયશ્ચિત્ત શું છે? પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે. - આલોચના યોગ્ય પ્રતિક્રમણ યોગ્ય તદુભયયોગ્ય-વિવેક યોગ્ય-વ્યુત્સર્ગ. તપશ્ચય યોગ્ય- છેદાહ- મૂલાહ-જે પ્રાયશ્ચિત્ત ફરી દીક્ષા આપવા યોગ્ય હોય. અનવસ્થાપ્યાહ-પારાંચિકાઈવિનય તપનું સ્વરૂપ શું છે ? વિનય સાત પ્રકારે છે : જ્ઞાન-વિનય દર્શન- વિનય ચારિત્રવિનય મનવિનય વચન-વિનય કાય-વિનય લોકોપચાર-વિનય જ્ઞાનવિનય શું છે ? જ્ઞાન-વિનય પાંચ પ્રકારે છે : આભિનિબોધિક જ્ઞાન-વિનય યાવતુ કેવલજ્ઞાન વિનય. દર્શનવિનય શું છે? દર્શન વિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે શુશ્રષા-વિનય અનન્યાશાતના-વિનય. શુશ્રુષા વિનય શું છે? શુશ્રષા-વિનય અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે ગુરૂ જનોના આવવા પર ઉભા થવું ગુરુ જ્યાં બેસવા ઈચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું ગુરુ આવે તો આસન પ્રદાન કરવું ગુરુ આદિનો વંદનાદિ દ્વારા સત્કાર કરવો આહાર, વસ્ત્રાદિ પ્રશસ્ત વસ્તુઓથી સન્માન કરવું યથાવિધિ વંદના કરવી ગુરુ સામે હાથ જોડવા ગુરુ આદિ પધારતા હોય ત્યારે સામે જવું બેઠા હોય ત્યારે તેમના અનુકૂળ સેવા કરવી ગુરુ જતાં હોય ત્યારે તેમની પાછળ ચાલવું તે શુશ્રષવિનય છે. અનન્યાશાતનાવિનય શું છે ? અનન્યાશાતના વિનય ૪પ પ્રકારે છે. તે આ પ્રમાણે અરિહંત ભગવાનનો અવર્ણવાદ ન બોલવો અરિહંત દ્વારા પ્રરપિત ધર્મનો અવર્ણવાદ ન બોલવો આચાર્યનો, ઉપાધ્યાયનો, સ્થવિરોનો, ગણનો, કૂળનો, ક્રિયાવાદીનો એક સમાચારીવાળાનો, આભિનિબોધિકજ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો, અવધિજ્ઞાનનો, મન:પર્યવ જ્ઞાનનો, કેવલજ્ઞાનનો અવર્ણવાદ ન બોલવો. તેમજ આ ૧૫નું ભક્તિપૂર્વક બહુમાન કરવું એટલે ત્રીસ પ્રકાર થયા અને તેમજ એ ૧૫ના ગુણોનું કીર્તન કરવું આ પ્રકારે અનત્ય કીર્તન કરવું ચારિત્રવિનય કેટલાં પ્રકારે છે ? ચારિત્રવિનય પાંચ પ્રકારે છેસામાયિક ચારિત્રનો વિનય છેદોપસ્થાપનીયચારિત્રનો વિનય પરિહારવિશુદ્ધ ચારિ ત્રનો વિનય સૂક્ષ્મસંપરાયચારિત્રનો વિનય યથાખ્યાતચારિત્રનો વિનય. મનવિનય શું છે? મનવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્ત મનનો વિનય અને પ્રશસ્ત મનનો વિનય. અપ્રશસ્ત મનનો વિનય શું છે ? અપ્રશસ્તમનોવિનય-જે મન સાવદ્ય, સક્રિયકર્કશતા સહિત- કટુક- નિર, કઠોર, આમવકારી, છેદકારી, ભેદક, સંતાપજનક, ઉપ દ્રવ કરનાર, પ્રાણીઓનો ઘાત કરનાર હોય તે અપ્રશસ્તમન. એવા મનને અસંયમ ક્રિયાઓમાં પ્રવૃત્ત ન કરવું. તે પ્રશસ્ત મનનો વિનય શું છે? અપ્રશસ્ત મનના જે વિશે ષણો છે તેમનું પ્રશસ્ત રૂપમાં પરિવર્તન કરવાથી પ્રશસ્ત મન. તેનો વિનય તે આ જ પ્રકારે વચનનો વિનય પણ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારે છે. કાયવિનય શું છે ? કાયવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે-પ્રશસ્તકાય વિનય અને અપ્રશસ્તકાય વિનય. અપ્રશસ્તકાય વિનય શું છે ? અપ્રશસ્તકા વિનય સાત પ્રકારે છે. ઉપયોગ રહિત ગમન, ઊભા રહેવું,બેસવું પડખા ફેરવવા, ઉલ્લંઘન કરવું- વારંવાર ઉલ્લંઘન Page #352 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૦ ૯૪૯ કરવું, ઉપયોગ વિના બધી ઇન્દ્રિયોની તેમજ કાયયોગની પ્રવૃત્તિ કરવી. પ્રશસ્ત કાય વિનય શું છે? પ્રશસ્તકાય વિનય આ જ રીતે છે. લોકો પચાર વિનય શું છે? લોકોપચાર વિનય સાત પ્રકારે છે. ગુરુની પાસે રહેવાનો સ્વભાવ હોય, ગુરુ આદિની આજ્ઞાને અનુકૂળ પોતાની પ્રવૃત્તિ રાખવી, વિદ્યાદિની પ્રાપ્તિ માટે આહારાદિ લાવી આપવા. કરેલા ઉપકારને ધ્યાનમાં રાખીને પ્રત્યુપકાર કરવાની ભાવનાથી પ્રીતિયુક્ત વ્યવહાર કરવો, -દેશકાળના અનુસાર પ્રવૃત્તિ કરવી. બધા કાર્યોમાં અનુકૂળતા રાખવી, વૈયાવૃત્ય તપ શું છે? વૈયાવૃત્ય તપ દશ પ્રકારે છે. તે આ પ્રમાણે- આચાર્યની, ઉપાધ્યાયની, શૈક્ષ,ગ્લાનતપસ્વીની, સ્થવિર - સાધર્મિકની , કુળ, ગણ,અને સંઘની વૈયાવૃત્ય છે. સ્વાધ્યાય તપ શું છે? સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- વાચના પૃચ્છના પરિવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા તે સ્વાધ્યાય તપ છે. ધ્યાન શું છે? ધ્યાન ચાર પ્રકારે છે. - આર્તધ્યાન. રૌદ્રધ્યાન ધર્મધ્યાન શુકલ ધ્યાન. આર્તધ્યાન ચાર પ્રકારે છે; અનિષ્ટ સંયોગજન્ય, ઈષ્ટસંયોગજન્ય, વેદનાજન્ય, સેવન કરેલ કામભોગોની પ્રાપ્તિ થતાં તેમનો ક્યારેય પણ વિયોગ ન થાય એવો વિચાર કરવો. આર્તધ્યાનના ચાર લક્ષણો છે, તે આ પ્રમાણે ઃ ક્રન્દન-શોચન - તેપન - વિપિન - રૌદ્રધ્યાન ચાર પ્રકાર છે, હિંસાનુબંધી મૃષાનુબંધી તેન્યાનુબંધી - સંરક્ષાનુબંધી રૌદ્રધ્યાનના ચાર લક્ષણ કહ્યા છે, ઉષત્નદોષ, બિહુદોષ અજ્ઞાનદોષ, આમરણાન્ત દોષ- ધર્મધ્યાન ચાર પ્રકારે છે અને તે દરેકના ચાર ચાર ભેદ છે. તે આ પ્રમાણે - આજ્ઞાવિચય અપાયરિચય વિપાક વિચય સંસ્થાન વિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે- આજ્ઞારુચિ નિસર્ગરુચિ ઉપદેશરુચિ સૂત્રરુચિ. ધર્મધ્યાનના આલ બિના ચાર છે, તે આ પ્રમાણે વાચના પૃચ્છના પરિયટ્ટણા ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે - અનિત્યાનુપ્રેક્ષા અશરણાનુ પ્રેક્ષા એકત્વાનુપ્રેક્ષા સંસા રાનુપ્રેક્ષા. શુકલધ્યાન ચાર પ્રકારે છે, પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિ ચાર, સૂક્ષ્મ ક્રિયાપ્રતિ પાતિ, સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ. શુક્લધ્યાનના ચાર લક્ષણ છે, - વિવેક, વ્યુત્સર્ગ વ્યથ, અસંમોહ,-શુકલ ધ્યાનના ચાર આલંબન છે, તે આ પ્રમાણે છેક્ષમાં, મુત્તિ, આર્જવ, માદેવ - શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, અપાયાનુપ્રેક્ષા, અશુ ભાનું પ્રક્ષા,અનંતવર્તિતાનુપ્રેક્ષા,વિપરિણામોનુપ્રેક્ષા.વ્યુત્સર્ગ તે શું છે ? વ્યુત્સર્ગ તપ બે પ્રકારે છે, - દ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગ કેટલા પ્રકારે છે? દ્રવ્ય વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે- શરીરવ્યુત્સર્ગ, ગણ વ્યુત્સર્ગ, ઉપધિવ્યુત્સર્ગ, ભક્તપાનબુત્સર્ગ. આ દ્રવ્યવ્યત્સર્ગ ત્રણ પ્રકારે છે- કષાયવ્યત્ય, સંસારસુત્સર્ગ, કર્મસુત્સર્ગ. કષાયવ્યત્સર્ગ શું છે ? કષાય વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે. ક્રોધકષાય વ્યુત્સર્ગ, યાવતું લોભ કષાય વ્યુત્સર્ગ. સંસારભુત્સર્ગ શું છે ? સંસારભુત્સર્ગ ચાર પ્રકારે છે, નૈરયિક સંસારત્રુત્સર્ગ, તિર્યંચ સંસાર વ્યુત્સર્ગ, મનુષ્ય સંસારભુત્સર્ગ, દેવ સંસાર વ્યુત્સર્ગ. કર્મવ્યુત્સર્ગ શું છે? કર્મભુત્સર્ગ આઠ પ્રકારે છે, તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય કર્મભુત્સર્ગ દર્શનાવરણીય કર્મભુત્સર્ગ, વેદનીય કર્મભુત્સર્ગ, મોહનીયકર્મવ્યુત્સર્ગ આયુકર્મવ્યુત્સર્ગ, નામકર્મસુત્સર્ગ, ગોત્રકર્મવ્યુત્સર્ગ, અંતરાય કર્મવ્યુત્સર્ગ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિવાહયં-(૨૧) [૨૧] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના ઘણાં અણગાર ભગવંતો હતા. તેમાં કેટલાંક આચારાંગ સૂત્રના ધારક હતા યાવતુ વિપાક સૂત્રના ધારક હતા. તે ઉદ્યાનમાં ભિન્ન સ્થાનમાં ગચ્છ ગચ્છના રૂપમાં વિભક્ત થઈને, ગચ્છના એક એક ભાગમાં, કેટલાક વાચના આપતા હતા, કેટલાક પૂછતા હતા. કેટલાક અનુ પ્રેક્ષા - કરતા હતા, કેટલાંક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિવેદની એ પ્રકારે અનેક પ્રકારની કથાઓ કરતા હતા. કેટલાક ઘૂંટણો ઊંચા રાખી, માથું નીચે રાખી ધ્યાન રૂપી કોઠામાં સ્થિત હતા. આ પ્રમાણે સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે સંસારના ભયથી દ્વિગ્ન હતા. સંસારભીરુ હતા, જન્મ, જરા, મરણ એ જેના સાધન છે તેમજ પ્રગાઢ દુઃખ જ જેમાં વિસ્તારથી ઉછળતા પાણીની જેમ ભરેલ છે તથા સંયોગ, વિયોગની જેમ લહેરો છે, ચિંતા જેનો વિસ્તાર છે, વધ તેમજ બંધન જેમાં મોટા મોજાં છે, કરુણારસજનક વિલાપ વચન તેમજ લોભથી ઉત્પન્ન થયેલ આક્રોશ વચન આ બે જેના મોટા કલકલાટ ધ્વનિઓ છે, અપમાન જેમાં ફીણના ઢગલારૂપ છે, દુઃસહ નિંદા, નિરંતર થતી રોગવેદના, પરાભવ, વિનિપાત, વિનાશ નિષ્ફર વચન, અપમાનના વચન તેમજ કઠોર ઉદયવાળા સંચિત જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો એ જ જેમાં ખડકો છે તેની સાથે ભટકાવાથી અનેક પ્રકારનાં આધિ, વ્યાધિરૂપ મોજાં ઉત્પન્ન થાય છે અને તેનાથી ચલાયમાન અવશ્યભાવમૃત્યુભય જેમાં પાણીની સપાટીનો ભાગ છે. એવો આ સંસાર સાગર છે. કષાયરૂપ પાતાળ કળશોથી વ્યાપ્ત છે. લાખો ભવરૂપ જ જેમાં પાણીનો સંચય છે. મહાભયંકર છે. અપરિમિત તીવ્રાભિલાષા છે. તે વાયુના ઝપાટાથી ઊડતાં જલકણો છે તેનાથી આ સંસારસમુદ્ર અંદખારથી ભરેલ જેવો થઈ ગયો છે. આશા તેમજ તૃષ્ણા રૂપ પ્રચુર ફીણથી તે સફેદ થઈ ગયો છે. મોહરૂપી મહા આવર્તમાં ભોગરૂપ જલ ચક્રની જેમ ઘૂમી રહ્યું છે, તેમાં પ્રમાદાદિ ક્રોધિ તેમજ અતિ દુષ્ટ સ્વભાવવાળા હિંસક જીવ છે. તેનાથી આઘાત પામી સમસ્ત સંસારી જીવોનો સમૂહ આમતેમ ભાગતો, ફરે છે. તે જીવોનો ભયંકર આક્રંદ નનો મહાભીષમ પડઘો આ સંસાર સમુદ્રમાં પડે છે તથા અજ્ઞાન જ ઘૂમતાં માછલાં તેમજ જલજંતુ વિશેષ છે. અનુપશાંત ઈન્દ્રિયો તેમાં વિકરાળ મગર છે. આ મહામ ગરોની ચંચળ ચેષ્ટાઓથી તેમાં અજ્ઞાનીઓના સમૂહરૂપ જલસમૂહ ક્ષુબ્ધ થઈ રહ્યો છે, નાચી રહ્યો છે. અરતિ, ભય, વિષાદ, શોક તથા મિથ્યાત્વ રૂપી પર્વતથી અત્યંત વિકટ છે. અનાદિકાળથી, બંધનાવસ્થાથી આવતા કર્મ અને તેનાથી ઉત્પન્ન થએલ રાગાદિ પરિણામ તે ચીકણા કાદવ છે. જેને તરવો મુશ્કેલ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરક ગતિમાં નિરંતર પરિભ્રમણ તે તેની વાંકી થતી વિશાળ વેલા છે. ચાર ગતિરૂપ, ચાર વિભાગથી વિભક્ત છે. વિશાળ છે. જેનો પાર પામવો મુશ્કેલ છે, વિકરાળ છે, જેના દર્શનામાત્રથી ભય ઉત્પન્ન થાય છે, એવો આ સંસાર સમુદ્ર છે. તેને ઘેર્યરૂપી દોરડાંના બંધનથી જે વૃઢ છે, અત્યંત વેગવાળી છે, જેમાં સંવર તથા વૈરાગ્યરૂપી એક ઊંચો કૂપક સ્તંભ છે, જ્ઞાનરૂપી સફેદ વસ્ત્ર જેમાં સઢ છે, વિશુદ્ધ સમ્યકત્વ જેનો સુકાની છે, પ્રશસ્ત ધ્યાનરૂપ, તપરૂપ વાયુથી પ્રેરિત થઈ જે આગળ વધે છે આવા પ્રકારના સંયમરૂપી નાવથી પાર કરે છે તે મુનિઓ શીલરથને ધારણ કરનારા છે. ઉદ્યમ, વ્યવસાય આ બંનેથી ગ્રહણ કરેલ નિર્જરા, યાતના, ઉપયોગ, જ્ઞાન દર્શન તેમજ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ સત્ર-૨૧ ચારિત્ર વિશુદ્ધ શ્રેષ્ઠ ભાર જેમાં ભરેલો છે તેવા મુનિ સંસારસમુદ્રનો પાર પામે છે. જિનવરના વચન દ્વારા બતાવેલ જે સંયમમાર્ગ તેનાથી કપટાદિથી રહિત થઈ સિદ્ધિરૂપ નગરના સન્મુખ થાય છે. એવા શ્રેષ્ઠ શ્રમણો સાર્થવાહ છે. આ સાધુઓ ગામની અંદર એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ નિવાસ કરતા હતા. જિતેન્દ્રિય હતા. નિર્ભય હતા. સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત દ્રવ્યોમાં વૈરાગ્યવાન હતા. સંયમી, હિંસાદિથી નિવૃત્ત અને લોભથી રહિત હતા. લાઘવ ગુણસંપન્ન હતા; અભિલાષાથી રહિત હતા. મોક્ષસાધક હતા, વિનીત થઈ ધર્મની આરાધના કરતા હતા. [૨૨] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે અનેક અસુર કુમાર દેવો પ્રગટ થયા. તેઓ કાળા મહાનીલમણિ, ગુલિકા, ભેંસના શિંગડા સમાન, અળશીના ફૂલની સમાન કાંતિવાળા હતા. વિકસેલા શતપત્ર ના સમાન નેત્રની પાંપણો હતી, નેત્રો નિર્મળ કંઈક શ્વેત તથા ત્રાંબાની સમાન જરા લાલ હતા. ગરુડની જેવી લાંબી, સરળ તથા ઊંચી નાસિકા હતી. પુષ્ટ શિલાપ્રવાલવિદ્ગમ અને અતિશય લાલ ચણોઠીના જેવા હોઠ હતા. સફેદ ચંદ્રના ટૂકડાની સમાન અતિ ઉજ્જવલ, શંખ, ગોક્ષીર, ફીણ, જલકણ તથા કમળની દાંડી સમાન શ્વેત દાંતની પંક્તિઓ હતી. અગ્નિમાં તપાવેલ, સાફ કરલ, ધોયેલ, તપેલા સુવર્ણની સમાન લાલ તલભાગવાળા તેમના તાળવા અને જીભ હતા. આંજણ, મેઘ સમાન કાળા, રુચક મણિ સમાન સ્નિગ્ધ કેશ હતા. ડાબા કાનમાં કુંડલ હતા. ભીના ચંદનથી તેમના આખા શરીર પર લેપ કરવામાં આવ્યો હતો. કંઈક શ્વેત તથા સિલીન્દ્ર પુષ્યના પ્રકાશ જેવા, અત્યંત સૂક્ષ્મ-પતલા, દોષરહિત એવા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કર્યા હતા. યૌવન અવસ્થાને પ્રાપ્ત હતા. તેમની ભુજાઓ, બાહુના આભરણ, ભુજબંધક એ ઉત્તમ આભૂષણોથી તથા નિર્મળ મણિરત્નોથી મંડિત હતી. હાથની દશે આંગળીઓ મુદ્રિકાઓથી મંડિત હતી. ચૂડામણિ ચિહ્ન ધારક હતા, સુંદર હતા, મહાન ઋદ્ધિવાળા; મહાન વૃતિવાળા, વિશેષ શક્તિસંપન્ન, મહાન યશવાળા, વિશિષ્ટ પ્રકાર ના સુખના ભોક્તા, અચિન્ય પ્રભાવના ધારક હતા. વક્ષસ્થળ હારથી શોભાયમાન હતું, કટક તથા ભુજબંધનથી તેમની ભુજાઓ સજ્જિત હતી. બાજુબંધ, કુંડલથી જેના ગાલ ઘર્ષિત થતા હતા તેમજ બીજા વિશિષ્ટ કર્ણના આભૂષણોને ધારણ કર્યા હતા. વિચિત્ર માળાઓને ધારણ કરી હતી. મસ્તક મૂકટોથી શોભી રહ્યા હતા. કલ્યાણકારી તથા વિશેષ કીંમત વસ્ત્રો ધારણ કર્યા હતાં. શ્રેષ્ઠમાળાને ધારણ કરી હતી તથા વિલેપનથી શરીર સજ્જિત હતાં. તેમના શરીર આભાવાળા હતા, જે વનમાળા ધારણ કરી હતી તે લાંબી લટકતી હતી. દિવ્યવર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ, તેમજ દિવ્ય સ્પર્શ, દિવ્ય સંહનન, સંસ્થાન વાળા તથા દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, પ્રભા, છાયા, શરીર પરના રત્નાદિના દિવ્ય તેજવાળા, ક્રાંતિવાળા અને દિવ્ય લેશ્યાવાળા હતા. દશે દિશાઓને પ્રકાશિત કરતા શ્રમણ ભગવાન મહાવીરની પાસે વારંવાર આવી, બહુ ભક્તિપૂર્વક વંદન નમસ્કાર કરીને પોતપોતાના નામ તેમજ ગોત્ર કહ્યાં. ન અતિ દૂર કે ન અતિ નજીક • એ રીતે સામે બેસી, સાંભળવાની ઈચ્છાવાળા તે દેવો નમસ્કાર કરતા વિનયપૂર્વક હાથ જોડી સેવા કરવા લાગ્યા. [૨૩] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે અનેક અસુ રેન્દ્રોને છોડી ને નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, ક્ષય, ઉદધિ, દિશા, પવન, સ્તનીત ક્ષારો Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ઉવવાઇયં-(૨૩) બીજા ભવનવાસી દેવો પ્રગટ થયા. આ દેવોના મુકુટમાં ક્રમથી આ પ્રમાણે ચિહ્ન હતા નાગની ફણા, ગરુડ, વજ, પૂર્ણકલશ, સિંહ, અશ્વ, હાથી, મગર, સ્વસ્તિક. આ ચિલો મુકુટમાં હોય છે. તે દેવો વિચિત્ર રૂપવાળા અને સુંદર રૂપવાળા, મહાનું ઋદ્ધિથી યુક્ત હતા. શેષ સર્વ વર્ણન અસુરકુમારની જેમ સમજવું [૨૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘણા વ્યન્તર દેવો આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંજુરષ. બધા દેવો પ્રશસ્ત નાટકીય ગાનમાં તેમજ નાટ્ય વર્જિત ગાનવિદ્યામાં પ્રેમ રાખવાવાળા હોય છે. આણપને, પાણપને, ઋષિવાદિક, ભૂતવાદિક, ક્રન્દિત, મહાકન્દિત, કૂષ્માંડ, પતંગદેવ તે ચંચળ ચિત્તવાળા તેમજ ક્રીડા અને પરિહાસપ્રિય હોય છે. હસવું અને બોલવું એ બે જેને વિશેષ પ્રિય છે. ગીત અને નૃત્યમાં રતિ રાખનારા છે. વનમાળા, પુષ્પથી બનાવેલ અલંકાર, મુકુટ, કુંડલ, તેમજ ઇચ્છાનુસાર ઉત્પન્ન કરેલ બીજા આભૂષણો એ જ તેમના સુંદર આભૂષણો છે. સર્વઋતુઓના સુંદર પુષ્પોદ્વારા બનાવેલી લાંબી, સુંદર વિકસિત, ચિત્ર, વિચિત્ર વનમાળાઓથી તેમનું વક્ષસ્થળ શોભાયમાન હતું. ઇચ્છાનુસાર ગમન કરતા. ઈચ્છાનું સાર રૂપ ધારણ કરતા, અનેક પ્રકારના રંગવાળા તથા ચિત્રવિચિત્ર પ્રભાવાળા એવા ચમકદાર વસ્ત્રો તેઓ પહેરે છે. અનેક દેશોનો પોશાક પહેરે છે. પ્રમુદિતોના જે કન્દ પ્રિધાન કલહ તેમજ ક્રીડા થાય છે. તેમાંથી ઉત્પન્ન થયેલ જે કોલાહલ તે તેમને અધિક પ્રિય છે. હાંસી, મજાક કરવામાં બહુજ ચતુર હોય છે. અનેક મણિરત્ન જે વિવિધ પ્રકારે યથાસ્થાન ધારણ કરેલ છે તેઓના વિચિત્ર ચિલ છે. સુંદર રૂપવાળા, મહાઋદ્ધિવાળા યાવતુ ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [૨૫] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે જ્યોતિષી દેવો પ્રગટ થયા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક તે દેવો તપેલા સુવર્ણની સમાન લાલ વર્ણવાળા હતા. ગ્રહો અને જ્યોતિષી દેવો પોત પોતાના માંડલામાં વિચરનાર હતા. કેતુ હંમેશા ગતિ વિશિષ્ટ છે ૨૮ પ્રકારના નક્ષત્ર જાતિના દેવો છે. તારાઓ અનેક પ્રકારના આકારવાળા તથા પાંચ વર્ણવાળા છે. સ્થિર લેશ્યાવાળા છે. સંચરણશીલ છે. નિરંતર ગમન કરવાનો તેમનો સ્વભાવ છે. પ્રત્યેકનો મુકુટો પોતપોતાના નામોથી યુક્ત તેમજ સ્પષ્ટ ચિહ્નવાળા છે. મહાદ્ધિના ધારક છે. યાવતું ભગવાન મહાવીરની સેવા કરવા લાગ્યા. [૨] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે વૈમાનિક દેવો પ્રગટ થયા. સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત દેવો છે. અતિ હર્ષને પ્રાપ્ત હતા. તે દેવો જિનેશ્વરના દર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવ્યા અને તેઓ અતિ આનંદિત થયા. તે દેવો પોતપોતાના પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રતિગમ, મનોગમ, વિમલ, સર્વતોભદ્ર - એ નામવાળા વિમાનોથી તથા બીજા પણ દેવ પોતપોતાનાં વિમાનો દ્વારા આવ્યા. તેમને મુકુટોના વિસ્તીર્ણ ભાગોમાં ક્રમશઃ મૃગ, મહિષ, વરાહ, બકરા, દેડકો, અશ્વ, ગજપતિ, સર્પ, તલવાર, વૃષભનું ચિહ્ન હતું. પ્રશસ્ત કેસવિન્યાસ અને મુકુટ શિથિલ થઈ ગયા હતા. કુંડલોના પ્રકાશથી તેમના મુખમંડલ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની કાંતિ લાલ હતી. તેમના શરીર કમળની કેશરાલ જેવા ગૌરવર્ણના હતા. તેમના Page #356 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૬ શરીરના ગંધ, વર્ણ, સ્પર્શ શુભ હતા. ઉત્તમ વૈક્રિય શરીરવાળા હતા. વિવિધ પ્રકારના વસ્ત્રો તથા સુગંધિત માળા ધારણ કરી હતી. મહદ્ધિક હતા. મહાદ્યુતિધારી હતા. થાવત્ અંજાલપૂર્વક પ્રભુની સેવા કરવા લાગ્યા. ૨૭] તે સમયે ચંપાનગરીમાં ત્રણ કોણવાળા, યાવતુ રાજ માર્ગ પર મહાન શબ્દોમા અવાજ આવવા લાગ્યા. લોકોનું ટોળું એકત્ર થયું. અવ્યક્ત ધ્વનિ થવા લાગ્યો. ક્યાંક સ્પષ્ટધ્વનિ સંભળાવા લાગ્યો. લોકોના એક પછી એક ટોળા આવવા લાગ્યા, સામાન્ય રૂપે જનસમુદાય એકત્રિત થયો, મનુષ્યો એક બીજા સાથે અથડાવા લાગ્યા, અનેક મનુષ્યો પરસ્પરમાં એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા- હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરનાર, તીર્થકર, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ યાવતું મોક્ષ પ્રાપ્ત કરનાર પૂર્વાનુમૅર્વ ગ્રામાનુ ગ્રામ વિચરતા આજે અહીં પધાર્યા છે. પ્રાપ્ત થયા છે, સમોસર્યા છે. આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં યથારૂપ આજ્ઞાને લઈ, સંયમ તેમજ તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરિહંત ભગવંતના નામ તેમજ ગોત્રના શ્રવણથી પણ મહાફળ પ્રાપ્ત થાય છે, તો પછી તેમના સમીપ જવાથી, વંદન કરવાથી, પ્રશ્ન પૂછવાથી, પર્યપાસના કરવાથી જીવોને કયા અનુપમ ફળની પ્રાપ્તિ ન થઈ શકે ? ભગવાનના એક આર્ય ધર્મના વચનને સાંભળવાથી જીવ મહાફળના ભાગી થાય છે તો પછી તેમના દ્વારા કહેવામાં આવતા વિપુલ અથનું ગ્રહણ કરવાથી જે ફળ થાય તે વિષયમાં તો કહેવાનું જ શું? માટે હે દેવાનુપ્રિય ! તેમની પાસે જઈએ, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ, નમસ્કાર કરીએ. સત્કાર કરીએ, સન્માન કરીએ, કલ્યાણ સ્વરૂપ, દેવસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ એવા ભગવાનની વિનયપૂર્વક સેવા કરીએ. એ વંદન તથા નમસ્કાર આ ભવ તથા પરભવમાં જીવને માટે હિતકારી છે, સુખ માટે, મોક્ષ માટે તથા જન્મ-જન્માન્તરમાં સુખ દેવા માટે થશે. આ પ્રકારે વિચારીને ઘણા ઉગ્રવંશીય લોકો ભોગવંશના લોકો રાજન્ય વંશજ ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ યોદ્ધા મલ્લ લિચ્છવી રાજા, ઇશ્વર તલવર-માંડલિક કૌટુમ્બિક, ઇભ્ય શ્રેષ્ઠી- સાર્થવાહ આમાંથી કેટલાંક વંદન કરવા, કેટલાંક પૂજન માટે એવી રીતે સત્કાર કરવા, સન્માન કરવા, દર્શન કરવા, કુતૂહલ માટે, કેટલાંક પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય કરવા, પહેલાં જે સાંભળ્યું નથી તે સાંભળશું તે માટે તથા જે સાંભળ્યું છે તેને શંકારહિત કરીશું એ પ્રકારની ભાવનાથી કેટલાંક નવ તત્ત્વ રૂપ ભાવોને, જીવ આદિના સ્વરૂપનાં સાધક હેતુઓને, કારણોને અથવા બીજા દ્વારા પૂછાતા અર્થના ઉત્તર રૂપ વ્યાકરણને પૂછશું. કેટલાંક સર્વવિરત થવા કેટલાંક ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરશું એ ભાવનાથી, કેટલાંક આ અમારો કુલાચાર છે એ માન્યતાથી સ્નાન કરી, કુલ દેવીની પૂજા કરી, દુઃસ્વપ્નાદિ નિવારણ માટે મસી તિલક આદિ ધારણ કરી, મસ્તક તેમજ કંઠમાં માલાઓ ધારણ કરી, મણિજડિત સુવર્ણના આભૂષણો પહેય. ૧૮ સરનો હાર, ૯ સરનો અર્ધ હાર, ૩ સરનો હાર તેમ જ લાંબા લટકતા કટિસૂત્રને ધારણ કર્યા. શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. શરીર ઉપર ચંદન લગાવ્યું. કેટલાંક ઘોડા ઉપર સવાર થયા, કેટલાંક હાથી પર આરૂઢ થયા, કેટલાંક રથ ઉપર બેઠા, કેટલાંક પાલખીમાં ચઢ્યા, કેટલાક પુરુષોના ટોળાં સાથે પગે ચાલતા નીકળ્યાં; મહાન અતિશય આનંદજનિત શબ્દથી, સિંહનાદથી, વ્યક્ત ધ્વનિથી તથા અવ્યક્ત ધ્વનિથી, ક્ષભિત [23] Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉવવાઈયં (૨૭) થએલા મહાસમુદ્રના જેવા ધ્વનિ કરતાં ચંપા નગરીના મધ્યમાર્ગથી નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં પહોંચ્યાં. પહોં ચીને શ્રમણ ભગવાન મહાવીરથી બહુ દૂર નહિ તેમ નજીક નહીં એ રીતે તીર્થકરોના અતિશય સ્વરૂપ છત્ર આદિને જોયા. એ જોઈને પોતપોતાના યાન, વાહનોને ત્યાં રોકી દીધા, યાન, વાહનોને રોકીને તેમાંથી નીચે ઉતર્યો. ઉતરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતાં ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદશ્રિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન, નમસ્કાર કર્યો. વિનયપૂર્વક હાથ જોડીને સેવા કરવા લાગ્યા. [૨૮] ત્યાર પછી ભગવાનના વિહારાદિના સમાચાર લાવવા માટે જેને નિયુક્ત કરેલ છે તે માણસ આ કથાથી પરિચિત થઈને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. યાવત્ આનંદિત થયો, સ્નાન કર્યું યાવત્ અલ્પ અને મહાકિંમતી આભૂષણોથી શરીરને શણગાર્યું પછી પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીની મધ્ય-મધ્યમાં થઇને જ્યાં બહારની ઉપસ્થાન શાલા હતી ત્યાં ગયો. કૂણિક યાવતું બેઠા. બેસીને પ્રવૃત્તિવાદકને વરાા લાખ સિક્કાઓનું પ્રીતિદાન આપ્યું. સત્કાર કર્યો સન્માન કર્યું ' [૨૯] ત્યાર પછી ભંભાસારના પુત્ર તે કૂણિક રાજાએ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! શીઘજ તમે પટ્ટહતિ રત્ન ને સજ્જિત કરો. સાથે ઘોડા, હાથી, રથ તેમજ ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી. સેનાને પણ સજ્જિત કરો તથા સુભદ્રા પ્રમુખ દેવીઓના માટે બાહ્ય ઉપસ્થાનશાળામાં અલગ અલગ, ચાલવામાં સારા, બળદો આદિ યુક્ત ધાર્મિક રથોને સર્જિત કરીને લઈ આવો. ચંપા નગરીની અંદર તેમજ બહાર થોડા પાણી નો છંટકાવ કરી ને રસ્તાઓને સાફસૂફ કરાવો માર્ગમાં આજુબાજુ મંચ ઉપર મંચ ગોઠવાવી દ્યો. અનેક રંગોની ઉંચી ઉંચી ધ્વજા ઓ, પતાકાઓ નગરમાં લગાવો. છાણથી જમીન ને લીંપાવો અને ભીંતોને ખડીથી ધોળાવો. ગોશીષચંદન તેમજ સરસ રક્તચંદનથી સમસ્ત નગરને સુગંધિત બનાવો એ કાર્ય કરો તથા બીજા પાસે કરાવો. કરીને તેમજ કરાવીને મારી આજ્ઞા પાછી આપો [] ત્યાર પછી તે સેનાપતિ રાજાવડે આ પ્રમાણે આજ્ઞાપિત થતાં હર્ષિત, સંતુષ્ટ થયો યાવતુ અંતઃકરણમાં પ્રફુલ્લિત થયો. હાથ જોડીને મસ્તક ઉપર અંજલિરૂપે તેમને સ્થાપિત કરી પછી તે આ પ્રકારે બોલ્યો - હે સ્વામિનું ! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. હાથીઓના અધિકારીને બોલાવ્યો. બોલાવીને રાજાની ઉક્ત સુચના આપી.. ત્યાર પછી તે હાથીઓના અધિકારી સેનાપતિએ આ વાત સાંભળીને આજ્ઞામાં વચનને વિનયપૂર્વક સ્વીકાર્યો સ્વીકારીને નિપુણ શિલ્પશિક્ષકના ઉપદેશથી પોતાની મતિથી વિવિધ પ્રકારે હાથીઓ શણગાય. લો વગેરે સજાવી. પેટ અથવા છાતી ઉપર મજબૂત કવચ કસીને બાંધ્યું. ગળામાં આભૂષણો પહેરાવવામાં આવ્યા. બીજા અંગો તથા ઉપાંગોમાં સુંદર સુંદર આભૂષણો પહેરાવ્યાં. આથી સ્વાભાવિક તેજ સંપન્ન તે ગજરાજ વધારે તેજસ્વી થયો. કર્ણપૂર કાનમાં પહેરાવ્યાં, ઝૂલ પીઠથી નીચે સુધી લટકી રહી હતી. મદ ઝરવાના કારણે ભમરા ઓનો સમૂહ તેની આસપાસ ફરતો હતો, પીઠ પર ઝૂલ હતી. તે ઝૂલ પર નાનું ઢાંકેલું વસ્ત્ર હતું તે સુંદર વિવિધ પ્રકારના ચિત્રોથી યુક્ત હતું. શ્રેષ્ઠ પ્રહરણ શસ્ત્ર અને કવચથી સુસજ્જિત આ હાથી જાણે યુદ્ધને માટે સજાવ્યો ? હોય તેવો લાગતો હતો. છત્રસહિત ધ્વજારહિત, ઘંટાસહિત હતો. પાંચ વર્ષની . Page #358 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૦ ૩૫૫ પુષ્પમાળા પહેરાવવાથી સુંદર લાગતો હતો.વિજળી જેવાં આભૂષણો ચમકતા હતા. તે કાળા મેઘ જેવો હતો. હાથી ચાલતો હતો ત્યારે જાણે પર્વત ચાલતો હોય તેવું લાગતું હતું. ગુલ ગુલ અવાજ કરતો હતો. તેની ગતિ મન તથા પવનના વેગને પણ જીતે તેવી હતી. જોવા માં ભયંકર હતો.આ પ્રમાણે તે પટ્ટહસ્તિને નિપુણ પુરુષોએ સજાવ્યો હતો. સજાવીને અશ્વ, હાથી, રથ તેમજ શ્રેષ્ઠ સુભટોથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરાવી. કરાવીને જ્યાં બલવાહક - હતા ત્યાં ગયા. ત્યાં જઈને નિવેદન કર્યું કે આપની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું છે. ત્યાર પછી તે સેનાપતિએ યાનશાલાના અધિકારીને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે જલ્દી સુભદ્રા આદિ દેવીઓ માટે બહારની ઉપસ્થાન શાલામાં એક એક રાણીને બેસવા અલગ અલગ યાત્રાને યોગ્ય તેમજ બળદથી યુક્ત રથાદિ વાહનોને હાજર કરો. ત્યાર પછી તે યાનશાળાના અધિકારીએ સેનાપતિની વાતને સાંભળી. આજ્ઞાવચનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. રથાદિ વાહનોને સારી રીતે જોયાં. સાફ કર્યા. એક જગ્યાએ એકઠાં કય. બહાર કાઢીને તેમના ઉપરના વસ્ત્રો દૂર કરીને તે બધાં યાનોને શણગારીને શ્રેષ્ઠ ઉપકરણોથી મંડિત કર્યા. તે વાહનશાલાની અંદર દાખલ થયા. દાખલ થઈને રથાદિ વાહનોને જોયાં. યાવતુ. શણગારીને શ્રેષ્ઠ ઉપકરણોથી મંડિત કર્યો. મંડિત કરીને વાહનોના બળદોને રથોમાં જોડાવ્યાં. જોડાવીને ચાબુકો તેમજ ચલાવનારાને એક સાથે ભેગા કર્યા. તે બધા યાન ઉપર ચઢી ગયા ત્યારે યાનોને રાજમાર્ગ ઉપર હાજર કર્યો. પછી તે યાનશાળાના અધિકારી સેનાપતિ પાસે નિવેદન કર્યું પહોંચીને ત્યાર પછી તે સેનાપતિએ નગરની રક્ષા કરવાવાળા કોટવાલને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, કે હે દેવાનુપ્રિય ! તમે જલદી ચંપાનગરીની અંદર તથા બહાર સફાઈ કરાવો, પાણી છંટાવો યાવતું સુગંધિત કરો. ત્યાર પછી નગરરક્ષકે સેનાપતિના આ આદેશને સાંભળીને આજ્ઞાનાં વચનોનો વિનયપૂર્વક ત્યાર પછી તે સેનાપતિએ ભંભાસારના પુત્ર ભૂણિક રાજાના આભિષેક્ય પટ્ટ હાથીરત્નને શણગારેલો જોયો. અશ્વ, હાથી યાવતું ચતુરંગિણી સેનાને પણ પાસે જ જોઈ. સુભદ્રા પ્રમુખ દેવીઓને માટે આવેલા રથોને પણ જોયા. યાવતું ચંપા નગરીને સુગંધિતકરેલી જોઈ. જોઈને તે બહુ હર્ષિત થયો. સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો થયો, પ્રિય મનવાળો થયો યાવત્ વિકસિત દ્ધયવાળો થયો અને જ્યાં રાજા ભંભાસારના પુત્ર કૂણિક રાજા હતા ત્યાં ગયો. જઈને હાથ જોડી યાવતું આ પ્રકારે બોલ્યોઃ હે દેવાનુપ્રિય ! હવે આપ શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે પધારો. [૩૧] ત્યાર પછી ભંભાસારપુત્ર કૃણિક રાજા સેનાપતિની વાત સાંભળીને, વિચારીને હર્ષિત થયો. સંતુષ્ટ થયો યાવતુ વિકસિત દયવાળો થયો અને વ્યાયામ શાળામાં પ્રવેશ કર્યો. શારીરિક કસરત કરી. અંગોપાંગને વાળ્યાં. મલ્લયુદ્ધ કર્યું. મુદૂગરો ફેરવ્યાં. આ બધાથી થાક્યા. ત્યાર પછી રસ રુધિરાદિ ને સમતાકારી, બલ કારી, કામોત્તેજક, માંસવર્ધક અને સર્વ ઈન્દ્રિયોને તેમજ સંપૂર્ણ શરીરને માટે આનંદ દાયક એવા શતપાક, સહસ્ત્રપાક નામના તેલથી, ઉબટનથી ખૂબ માલિશ કરાવી, તૈલચર્મથી માલિશ કરનારા પુરુષો કે જેમના હાથ પગના તળિયા બહુ સુકુમાર અને Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉવવાઇયં - (૩૦) ૫ કોમળ હતા. મર્દન કરવાની કળામાં નિપુણ, દક્ષ, વિશેષ કુશળ, નવી નવી મર્દન કર વાની કળાના આવિષ્કારક સંપૂર્ણ અંગમ ર્દનની ક્રિયાને જાણનાર હતા. તૈલમર્દન, અંગ સંવાહન તેમજ ઉવટન કરવાથી જે શરીરસ્વાસ્થ્ય કાંતિ આદિ ગુણો થાય છે આવી કલાના જાણકાર હતા. તેઓએ હાડકામાં માંસમાં ચામડીમાં રોમેરોમમાં સુખકારી માલિશથી રાજાની માલિશ કરી, માલિશ કર્યા પછી ખેદ અને પરિશ્રમથી મુક્ત થઈ વ્યાયામ શાળામાંથી રાજા બહાર નીકળ્યા. બહાર નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા.મોતિવાળા ગોખલાઓથી યુક્તઅતિસુંદર વિવિધ પ્રકારના મણિઓથી જડિત આંગણાવાળા મનોહર સ્નાનમંડપમાં રાખેલા અનેક મણિ તથા રત્નોથી રચિત એવા સ્નાન કરવાના બાજોઠ પર સુખેથી બેઠા. બેસીને શુદ્ધજળથી, ગંધ મિશ્રિત પુષ્પમિશ્રિત સુખદાયી જળથી વારંવાર આનંદકારી ને અતિ શ્રેષ્ઠ સ્નાનની વિધિથી સ્નાન કર્યું. અનેક પ્રકારના કૌતુકો કર્યા. સુવાળાં સુગંધિત કષાય-લાલ રંગના ટુવાલથી શરીરને લૂછ્યું-પછી સંપૂર્ણ શરીર પર સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. પછી કીડા કે ઉંદર આદિથી નહિ કપાયેલાં અને બહુમૂલ્ય વસ્ત્રો ધારણ કર્યા. પવિત્ર પુષ્પમાળા ધારણ કરી. શુદ્ધ સુગંધિત દ્રવ્યનું વિલેપન કર્યું. મણિ જડિત સુવર્ણ આભૂષણો પહેર્યાં. અઢાર સરનો, નવસ૨નો, ત્રણ સરનો હાર પહેર્યો. લાંબો લટકતો કંદોરો કમ્મરમાં ધારણ કર્યો તેથી શોભામાં સુંદરતાની વૃદ્ધિ થઇ. ગળાનું આભૂષણ ધારણ કર્યું. આંગળીઓમાં વીંટીઓ પહેરી બન્ને હાથમાં શ્રેષ્ઠ કડાં પહેર્યાં અને બાહુમાં ભુજબંધ બાંધ્યા તેથી ભુજા સ્થંભિત થઇ ગઇ હતી. આ પ્રમાણે તેના શરીરની શોભા સુંદર થઇ ગઇ. મુદ્રિકાયુક્ત આંગળીઓ પીળી ઝાંઇથી ચમકવા લાગી. કુંડલોથી મુખ ચમકવા લાગ્યું. મુકુટથી મસ્તક શોભવા લાગ્યું. ઢંકાયેલ વક્ષસ્થલ મનોહર દેખાવા લાગ્યું. ઘણાં લાંબા વસ્ત્રનું ઉત્તરીય ધારણ કર્યું હતું. શ્રેષ્ઠ શિલ્પી દ્વારા બનાવેલ, બહુમૂલ્ય, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી કુશળતાપૂર્વક બનાવેલ, સારી રીતે જોડેલ-વીરવલયને ધારણ કર્યા. વધારે શું કહેવું ? કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિતથઇ, કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્ર ધારણ કરાયેલ તેમજ બંને બાજુએ ચાર ચામર ઢોળાઇ રહ્યા છે. તેવા તે રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. તેમને જોતાં જ મંગલ યધ્વનિ કરી અનેક ગણનાયક, યાવત્ સંધિપાલોથી ઘેરાયેલા તે રાજા સફેદ, મહામેઘના આવરણથી મુક્ત, ગ્રહગણોની વચ્ચે રહેલ તથા દેદીપ્યમાન નક્ષત્ર તેમજ તારાગણોની વચ્ચે સુશો ભિત ચંદ્રમા જેવા, જેનું દર્શન પ્રિય છે એવા તે રાજા જ્યાં બહારની ઉપસ્થાન શાલા હતી અને જ્યાં આભિષેક્સ શ્રેષ્ઠ હાથી હતો ત્યાં આવ્યા. આવીને અંજનગિરિના શિખરની સમાન ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયા. ત્યાર પછી ભંભસારપુત્ર કૃણિક રાજા આભિષેક્સ શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થઇ જતાં જ સર્વથી પહેલા તેની આગળ આ આઠ માંગલિક ક્રમશઃ ચાલ્યાં, તે આ પ્રમાણે ઃ સ્વસ્તિક શ્રીવત્સ નન્દાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણ, ત્યાર પછી કેટલાક લોકો જલથી પરિપૂર્ણ કલશ તથા ઝારી લઇ આગળ આગળ ચાલવા લાગ્યા. કેટલાક ચામર સહિત સુંદર છત્ર પતાકાઓને લઈ ચાલ્યા. અને કેટલાક તો રાજાની દૃષ્ટિ પડી શકે તેવી રીતે જોવામાં સુંદર ઉંચી આકાશને અડકતી એવી વિજયધ્વજાઓ ફરકા વતા ચાલવા લાગ્યા. ત્યાર પછી કેટલાક વૈડુર્યમણિની પ્રભાથી પ્રકાશિત દંડ વાળા, Page #360 -------------------------------------------------------------------------- ________________ - .. ... . .... . .... . .. સ૩૧ ૫૭ લટકતી કોરટમાળાથી શોભતા, ચંદ્રમંડલ સમાન તથા ઉપર ઉઘાડેલાં છત્ર લઈને ચાલ્યા તો કેટલાક નોકર અને સૈનિક લોક સિંહાસનને તથા પાદુકા સહિત મણિરત્નોના પાદ પીઠને લઈને આગળ ચાલતા હતા. ત્યાર પછી અનેક લાઠીધારીઓ, અનેક ભાલા ધારી, ધનુધરી, ચામરધારી, પાશધારી પુસ્તકધારી, ઢાલને ધારણ કરનારા, પીઢ ને ધારણ કરનારા, વીણાધારી, ચામડાના તેલ પાત્રને ધારણ કરનારા, પાનદાનીને ધારણ કરનારા, અનુક્રમથી આગળ ચાલવા લાગ્યા. ત્યાર પછી અનેક દેડી, મુંડી, શિખાધારી, જટાધારી, પીંછાધારી, વિદૂષકો, ડુગડુગી વગાડનાર, પ્રિય વચન બોલનારા, વાદ વિવાદ કરનારા, કામકથા કરનારા, હાંસી મજાક કરનારા, કુતૂહલ કરનાર, ખેલ તમાશા કરનારા, મૃદંગાદિક વગાડનારા, ગાયન ગાનારા, હસનારા, નાચનારા, ભાષણ કરનારા, ભૂત ભવિષ્યને કહેનારા, આત્મરક્ષક, રાજાના દર્શન કરનાર તથા જય જય શબ્દ કરનારા એ બધા આગળ આગળ યથાક્રમથી ચાલવા લાગ્યા. ત્યારપછી ઉત્તમ જાતિના વેગવાળા યુવાન અશ્વો ચાલવા લાગ્યા. તે હરિમેલા- તેમજ મલ્લિકાના પુષ્પ જેવી આંખોવાળા હતા. પોપટની ચાંચ જેમ વાંકા પગ ઉપાડીને વિલાસ કરતા ચાલવાના કારણે ઘણાં સુંદર લાગતા હતા. ચાલવામાં વિજળીને જેમ ચંચળ હતા, ખડગાદિને લાંઘવું, કૂદવું, દોડવું, નીચું માથું રાખી દોડનાર, ત્રણ પગે ઊભા રહેનાર, વેગથી યુક્ત અને શિક્ષિત હતા. તેમના ગળામાં ડોલતાં બહુજ સુંદર આભૂષણ હતાં. મુખનું આભૂષણ, લાંબા ગુચ્છ મસ્તકની ઉપર કલગીની જેમ લગાવેલ હતા. સ્થાસકતથા અહિલાણ- મુખ્યબંધન વિશેષ એ બધાથી તે શોભિત હતા. ચામર સમૂહથી તેમનો કમરનો ભાગ અલંકૃત હતો. તે અશ્વોને શ્રેષ્ઠ, તરુણ નોકરોએ પકડ્યા હતા. આવા ૧૦૮ અશ્વો ક્રમથી આગળ આગળ ચાલવા લાગ્યા. ત્યારપછી ૧૦૮ હાથી ક્રમથી રવાના થયા. તેઓ અલ્પદાંત વાળા, થોડા મદવાળા હતા, થોડાક ઊંચા હતા, પીઠનો ભાગ વધારે પહોળો ન હતો. દાંત બહુ સફેદ હતા. દાંત ઉપર સોનાની ખોળ ચઢાવેલી હતી. સુવર્ણ તથા મણિરત્નોથી વિભૂષિત હતા. તેમના પર શ્રેષ્ઠ પુરુષો બેઠા હતા. ત્યાર પછી ૧૦૮ રથો છત્રવાળા, ધ્વજાવાળા, ઘંટવાળા, પતાકાવાળા, તોરણ બાંધેલા, નંદિઘોષ વાળા ઘુઘરીઓ યુક્ત જાળીઓવાળા, હિમવંત ગિરિ ઉપર ઉત્પન્ન થએલા વિવિધ પ્રકારના તિનિશ જાતિના લાકડાં ઉપર સુવર્ણ જડેલ હતું પૈડાં ઉપર મજબૂત લોખંડના પટ્ટા ચડાવેલ હતા. બહુ મજબૂત તેમજ ગોળ આકારના ધોંસરાવાળા, ઉત્તમ જાતિના ઘોડાવાળા, અશ્વ સંચાલન ક્રિયામાં વિશેષ નિપુણ એવા સારથિવાળા, ૩૨ તોરણથી મંડિત, કવચ અને ટોપાથી યુક્ત ધનુષ, બાણ, હથિયાર યુદ્ધને યોગ્ય એવા ૧૦૮ રથો આગળ ક્રમથી ચાલવા લાગ્યા. ત્યાર પછી તલવાર, શક્તિ ભાલા, તોમર અસ્ત્ર-વિશેષ, શૂલ, લાકડીઓ, બિંદિપાલ-ગોફણ અને ધનુષ એ જેના હાથોમાં છે એવા પદાતિસૈન્ય અનુક્રમથી ચાલવા લાગ્યા. ત્યાર પછી કૃણિક રાજા જેનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુરચિત અને પ્રીતિપદ હતું, મુખ કુંડળોથી ઘુતિયુક્ત હતું, મુકુટથી મસ્તક સુશોભિત હતું, મનુષ્યોમાં સિંહ સમાન, મનુષ્યોના સ્વામી મનુષ્યોમાં ઈન્દ્ર, પુરુષોમાં વૃષભ રાજાઓના નાયક ચક્ર વર્તીની સમાન હતા, રાજતેજથી અધિક દેદીપ્યમાન હતા તે હાથી ઉપર બેઠા ત્યારે કરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ધારણ કર્યું અને તેમના ઉપર સફેદ ચામર ઢોળાવા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ લાગ્યાં, તેથી રાજા કુબેરની સમાન દેખાવા લાગ્યા. ઇન્દ્રના જેવી ઋદ્ધિની કા૨ણે વિખ્યાત કીર્તિવાળા તેઓ ઘોડા, હાથી, ૨થ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી યુક્ત થઇ જ્યાં પૂર્ણભદ્ર ઉઘાન હતું તે તરફ ચાલ્યા. તે રાજા સમસ્ત રાજ્ય ઋદ્ધિથી સર્વદ્યુતિથી, સર્વ સેનાથી, સમસ્ત પરિજનોથી, સર્વ આદરથી, સમસ્ત ઐશ્વર્ય થી, સર્વ વસ્ત્રાભરણોની શોભાથી, સર્વ સંયમ થી, સર્વ પ્રકારના પુષ્પો, ગંધ, માળા, અલંકારોથી, સર્વ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિથી તથા પોતાની વિશિષ્ટ ઋદ્ધિથી, મહાન દ્યુતિથી, મહાન સેનાથી, મહાન સમુદાયથી અને એક સાથે વાગતા અનેક વાજિંત્રોના ધ્વનિથી તથા શંખ, પણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, તેમજ દુંદુભિના નિર્દોષની પ્રતિધ્વનિથી શોભતા ચંપા નગરીની મધ્ય-મધ્યમાં થઇનેચાલ્યા. ઉવવાઇયું – (૩૧) - [૩૨] ત્યાર પછી તે કૂણિક રાજાના ચંપાનગરીના મધ્યભાગમાંથી નીકળતી વખતે અનેક ધનાર્થિઓએ અનેક કામાર્થિઓએ, લાભાર્થિઓએ હાંસી, મજાક કરના રાઓએ,કાપાલિકોએ,રાજકરથી પીડિતોએ, શંખ વગાડનારાઓએ, ચક્રધારીઓએ, ખેડૂતોએ, શુભાશીર્વાદ દેનારાઓએ, વર્ધમાન-સ્કંધ પર પુરૂષોને બેસાડનારા ઓએ, બિરુદાવેલી બોલાવનારા -ભાટ-ચારણ અને છાત્રગણોએ પોતપોતાની ભાષાનુસાર ઇષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, હ્દયાાદક, મનોભિરામ તેમજ હ્દયંગમ વચનો દ્વારા જય, વિજ્યાદિ સેંકડો માંગલિક શબ્દોથી સારી રીતે અભિનંદન તેમજ સ્તુતિ કરતાં આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું. હે નન્દ ! તમારો જય હો, હે ભદ્ર ! તમારો જય હો, જય હો. તમારું કલ્યાણ થાવ ! નહિ જીતાયેલાને જીતો, જીત્યા હોય તેમનું પાલન કરો. જીતેલા પ્રદેશમાં નિવાસ કરો. દેવોમાં ઇન્દ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગકુમારોમાં ધરણેન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, મનુષ્યોમાં ભરતની જેમ આપ ઘણા વરસો સુધી, સેંકડો વરસો સુધી-ઘણાં હજાર વરસો સુધી દોષરહિત સપરિવાર, આનંદ તથા સંતોષપૂર્વક અખંડ આયુ ભોગવો. ઇષ્ટજનોથી ઘેરાયેલ, ચંપાનગરીના તથા બીજા ઘણાં ગામોના આકર- નગરોના, ખેટોના- કર્બટોના દ્રોણમુખોના મંડળોના પત્તનોના-આશ્રમોના, નિગમોના-સંનિવેશના- આધિપત્યને,-અગ્રેસરત્વને, સ્વામીત્વને, પોષકત્વને, નાયકત્વને, સેનાપતિઓના આજ્ઞા પ્રદત્વરૂપ અધિકારને કરાવતા અને પાળતા થકા તેમજ સદા વ્યવધાન રહિત નિરંતર નાટક, ગીત તેમજ ચતુર પુરુષો દ્વારા વગાડવામાં આવતા વાજિંત્ર, તંત્રી- તલતાલ- તૌર્થિકબીજા વાજિંત્રોના સમૂહ, ઘન મંદગોના,શબ્દો દ્વારા આનંદિત થતાં વિપુલ ભોગોપભોગોને ભોગવતા આપનો સમય નિર્વિઘ્ને વ્યતીત કરો. ત્યાર પછી ભંભસારના પુત્ર રાજા કૂણિક હજારો આંખો દ્વારા વારંવાર જોવાતા હતા, હજારો હૃદય દ્વારા વારંવાર અભિનંદિત થતા હતા. લોકોના હજારો મનોરથરૂપી માલાઓ દ્વારા સ્પર્શતા હતા સુંદર અને ઉદાર વચનોથી વારંવાર સ્તુત થતા, દેહની દીપ્તિ તેમજ દિવ્ય સૌભાગ્યાદિક ગુણોથી વારંવા૨ પ્રાર્થિત થતા, હજારો નર- નારી ઓની હજારો અંજલિરૂપ માળાઓ રચાઇ હતી તેનો સ્વીકાર કરતાં અત્યંત મધુર સ્વરથી તે લોકો દ્વારા સત્કાર, સન્માનનું અનુમોદન કરતાં ચંપા નગરીની વચ્ચેના માર્ગમાં થઈ હજારો મહેલોની હાર પસાર કરતા તે નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર Page #362 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૨ ૩૫૯ • ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને શ્રમણભગવાન મહાવીરથી બહુ દૂર નહિ તેમ બહુ - સમીપ નહિ એ રીતે તીર્થકરોના અતિશય રૂપ છત્રાદિને જોયાં. જોઇને આભિષેક્ય હસ્તિ-રત્નને ઊભો રખાવ્યો. નીચે ઉતર્યા. નીચે ઉતરીને પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે આ પ્રમાણે - તલવાર, છત્ર, મુકુટ, પગરખા, ચામર. પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવતાં તેઓએ પાંચ પ્રકારના અભિગમન - સત્કાર વિશેષથી યુક્ત થઈને પ્રભુની સન્મુખ પહોંચ્યા. પાંચ અભિગમ આ પ્રમાણે છે- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો, અચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો, અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું, ભગવાન દેખાતા હાથ જોડવા, મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમનથી યુક્ત થઈ ભગવાનને પ્રદક્ષિણા કરીને વંદન, નમસ્કાર કર્યો. ઉપાસના કરી. ત્રિવિધ ઉપાસના આ પ્રકારે છે- કાયાથી, વચનથી અને મનથી. કાયિક ઉપાસના આ પ્રમાણે કરી-હાથ, પગ સંકુચિત કરીને ધર્મ સાંભળવાની ઈચ્છા કરવા લાગ્યા.વચનથી ઉપાસના આ પ્રમાણે કરી- આપ જેમ કહો છો હે ભગવન્! તે તેમજ છે. હે ભગવન્! એ એમજ છે. હે ભગવન્! તે સત્ય છે હે ભગવન્! તે શંકાથી રહિત છે. હે ભગવન્! આપના વચન અમને ઈષ્ટ છે, હે ભગવનું ! આપના વચન અમને અભીષ્ટ છે. આ પ્રમાણે અનુકૂળ આચરણ કરતાં તેમની ઉપાસના કરવા લાગ્યા. માનસિક ઉપાસના આ પ્રમાણે કરી-મહાવૈરાગ્યને ઉત્પન્ન કરી તીવ્ર ધમધનુરાગથી રક્ત બની ઉપાસના કરવા લાગ્યા. [૩૩] ત્યાર પછી તે સુભદ્રા પ્રમુખ દેવીઓ પણ અન્તપુરમાં સ્નાન કરીને યાવતુ. કૌતુક તથા બલિકર્મથી નિવૃત્ત થઈને, સર્વ અલંકારોને ધારણ કરીને અને કુબડી દાસીઓથી, કિરાતીઓથી- વટલીઓ, બર્જરદેશની, બકુશદેશની, યુનાન દેશની, પદ્ધ વિદેશની ઈસિન દિશની, ચારકિનિક દેશની, લાસક દેશની, લકુશદેશની સિંહલ દેશની, દ્રવિડ દેશની, અરબદેશની, પારસદેશની, પકણદેશની, બહલ દેશની, મુરુડ દેશની, આ અનેક દેશની દાસીઓ વિદેશી વેષભૂષાથી સજ્જિત હતી. અભિપ્રાય અનુરૂપ ચેષ્ટાને, ચિત્તિતને (મનોગત ભાવને), પ્રાર્થિતને અભિલાષાને જાણવામાં નિપુણ હતી. પોતપોતાના દેશની રીત પ્રમાણે વેષને ધારણ કર્યો હતો તથા બીજી દાસીઓના સમૂહથી તથા વર્ષધર - કંચુકીઓથી તથા બીજા પણ પ્રામાણિક રક્ષકોથી વીંટળાયેલી અન્તઃપુરથી નીકળી, જુદા જુદા રથો જે પહેલાંથી તૈયાર રાખવામાં આવ્યા હતા તેમજ બળદોથી યુક્ત હતાં તેમાં બેઠી. બેસીને પોત પોતાના પરિવારની સાથે ઘેરાઈને બધી દેવીઓ ચંપાનગરીની મધ્યમાંથી થઈને નીકળી, નીકળીને જે તરફ પૂર્ણભદ્ર ચૈત્ય હતું તે તરફ આવી આવીને શ્રમણ ભગવાન મહાવીરના તીર્થંકરોના અતિશય સ્વરૂપ છત્રા દિને બહુ દૂર કે બહુ નજીક નહિ એ રીતે જોયા. જોઇને પોતપોતાના રથો રોકી દીધા, યાનોમાંથી નીચે ઉતરી, ઉતરીને અનેક કુશ્વાદિક દાસીઓના પરિવાર સહિત જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી. આવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે જવા માટે પાંચ પ્રકારના અભિગ મોને ધારણ કર્યા. વંદન નમસ્કાર કરીને પછી કૃણિક રાજાને આગળ કરીને વિનયપૂર્વક હાથ જોડીને ભગવાનની સેવા કરવા લાગી. [૩૪] ત્યાર પછી શ્રમણ ભગવાન ભગવાન મહાવીરે ભંભસાર પુત્ર રાજા કણિકને તથા સુભદ્રા પ્રમુખ રાણીઓને તથા બહુ મોટી સભાને, ઋષિઓની સભાને, મુનિઓની સભાને, યતિઓની સભાને, દેવોની સભાને, અનેક સો સંખ્યાવાળી, સેંક Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬o ઉવવાઈN- (૩૪) ડોના સમૂહવાળી, અનેક શત સમૂહ યુક્ત પરિવારવાળી સભાને અરિહંત પ્રભુએ ધર્મનો ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપ્યો. ભગવાન મહાવીર અપ્રતિબદ્ધ બલ શાળી, પ્રશસ્ત બળવાન, અપરિમિત બલ, વીર્ય, તેજ, માહાભ્ય તેમજ કાંતિથી યુક્ત હતા. તેમનો સ્વર શરદકાલીન નવીન મેઘની ગર્જના જેવો મધુર તેમજ ગંભીર હતો. કૌંચ પક્ષીના જેવો મીઠો તેમજ દુદુભિના જેવો હતો. વક્ષસ્થળ વિસ્તીર્ણ હોવાથી વિસ્તાર પામેલા, કંઠમાં ગોળ રૂપે સ્થિત, મસ્તકમાં, વ્યાપ્ત, વ્યક્ત, વર્ણ પદની વિકલ તાથી રહિત, સકલભાષામય, સ્વર તેમજ માલકોશ નામના ગેયરાગથી યુક્ત, સર્વ ભાષામાં પરિણમવાના સ્વભાવવાળી વાણીથી જે એક યોજન સુધી દૂર જાય તે અર્ધ માગધી ભાષા હતી. તે ભાષા દ્વારા સમસ્ત આર્ય. અનાયને ગ્લાનિ વિના ઉપદેશ આપ્યો.-લોક છે. અલોક છે, આ રીતે જીવ છે. અજીવ છે. બંધ, મોક્ષ, નિર્જરા છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. નરક સ્થાન છે, નારકી છે. તિર્યંચયોનિના જીવ છે, માતા છે, પિતા છે. અતીન્દ્રિય પદાર્થને જોનાર ઋષિઓ છે. દેવ છે. દેવલોક છે. સિદ્ધિ છે. સિદ્ધ છે. પરિનિવણિ છે. સંતાપોથી રહિત એવો જીવ છે. પ્રાણાતિપાત છે. યાવત્ મિથ્યા દર્શન છે. પ્રાણાતિપાતથી વિરમણ છે. યાવત્ મિથ્યાદર્શનશલ્યથી વિરમણ છે. અતિ નાતિ સારા કાર્યો સારા ફળને આપે છે. ખરાબ કાર્યો ખરાબ ફળને આપે છે. સારા કૃત્યોથી પુણ્ય શુભાશુભ કમથી બંધાયેલ જીવ દુઃખ પ્રાપ્ત કરે છે, ભગવાને ધર્મનો ઉપદેશ આ પ્રમાણે આપ્યો. આ પ્રત્યક્ષ નિર્ચન્જ પ્રવચન સત્ય છે. અનુત્તર છે. કેવળજ્ઞાની દ્વારા પ્રણીત છે. શુદ્ધ છે. સર્વદા પરિપૂર્ણ છે. ન્યાય અનુગત છેશલ્યનું છેદન કરવામાં સમર્થ છે. સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિવણનો માર્ગ છે, અવિતથ- અવિચ્છિન્ન, સર્વ દુઃખોના અભાવનો માર્ગ છે, આ માર્ગની આરાધ નાથી જીવો સિદ્ધ થાય છે, મુક્ત થાય છે. સર્વ દુઃખોનો અંત કરે છે. યાવતું મહાસૌખ્ય, લાંબાકાળ સુધી જેમાં સ્થિતિ છે એવા અનુત્તર વૈમાનાદિક દેવલોકમાં ઉત્પન, થાય છે. તે દેવ ત્યાં મહદ્ધિક યાવતુ અનેક સાગરોપમની સ્થિતિ વાળા થાય છે. તેમનું વક્ષસ્થળ હારમાળાઓથી સુશોભિત રહે છે વાવત્ પ્રકાશિત થાય છે. ઈચ્છા પ્રમાણે ગમન કરે છે અથવા ઇન્દ્ર સામાનિકાદિ ભેદ જ્યાં હોય તે કલ્પ તેમાં ઉત્પન્ન થાય તે કલ્પોપગ બને છે, ગતિ કલ્યાણકારી ઉત્તમ હોય છે, સ્થિતિ કલ્યાણકારી છે, ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનાર છે. યાવતુ અસાધારણ રૂપવાળા હોય છે. આ ચાર કારણોથી જીવ નરકને યોગ્ય કર્મ કરે છે. તે આ પ્રમાણે-મહા આરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવોનો વધ કરવો, માંસનો આહાર કરવો. આ જ રીતે ચાર કારણોથી જીવ તિર્યંચગતિમાં જાય છે.-માયાચાર કરવો અસત્ય ભાષણ કરવું, સરળ દયની પાસે કોઈ ચતુર પુરુષની હાજરી હય તો થોડા સમય માટે પોતાની કપટવૃત્તિને રોકી રાખવી. બીજાને ઠગવા. મનુષ્યગતિમાં જીવ ચાર કારણોથી જાય છે.-પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત, દયાળુ, મત્સર રહિત ચાર કારણોથી દેવગતિમાં જાય છે. સરાગ સંયમ, સંયમસંયમ, અકામ નિર્જરા, બાલતપ. [૩પ-૩૯] જીવ જે પ્રકારે નરકોમાં જાય છે અને ત્યાં જેવા નારકી થાય છે તેમજ તેમને જે વેદના હોય તે બતાવ્યું તિર્યંચગતિમાં જે શારીરિક અને માનસિક દુઃખો હોય છે તે કહ્યું. મનુષ્યનું જીવન અનિત્ય છે, વ્યાધિ, જરા, મરણ અને વેદનાની તેમાં અધિકતા Page #364 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૫ થી ૩૯ ૩૧ છે. દેવલોકમાં દેવતા ને દેવસંબંધી અનેક ઋદ્ધિ તેમજ દેવસુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિનું કથન કર્યું તેની સાથે સિદ્ધ, સિદ્ધક્ષેત્ર, યજી વિન કાયનું કથન કર્યું. જીવ જે પ્રકારે કર્મોથી બંધાય છે, જે પ્રકારે છૂટે છે તથા જે પ્રકારે સંકલેશને પામે છે અને અપ્રતિબદ્ધ થઈ કોઈક સમસ્ત દુઃખનો અંત કરે છે તે સમજાવ્યું. આર્તધ્યાનથી પીડાતા જીવ દુઃખસાગરને પ્રાપ્ત કરે છે અને કોઈ જીવ વૈરાગ્યને પ્રાપ્ત કરી કર્મરાશિનો નાશ કરે છે તે કહ્યું. [૪૦] જીવ રાગથી ઉપાર્જિત કર્મોના પાપમય ફલ પ્રાપ્ત કરે છે અને કર્મોનો નાશ કરી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી સિદ્ઘાલયમાં પહોંચે છે તે કહ્યું. તે ધર્મ બે પ્રકારે કહ્યો છે. અગારધર્મ અને અણગારધર્મ. અણગારધર્મ તે જીવ પાલન કરે છે જે સર્વ પ્રકારે મુંડિત થઇ ઘરનો ત્યાગ કરી સાધુની પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીને અણગાર બને છે. સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, યાવત્ પરિગ્રહથી વિરમણ અને રાત્રિ ભોજનથી વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. હે આયુષ્યમાન્ ! આ અણુગાર સામા યિકનું પ્રતિપાદન કર્યું. આ ધર્મને પાળવામાં ઉપસ્થિત નિર્પ્રન્થ હોય કે નિગ્રન્થી-હોય, જો તેનું પાલન કરતાં હોય તો તે ભગવાનની આજ્ઞાના આરાધક છે. આગાર ધર્મ ૧૨ પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત તે આ પ્રમાણે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણ થવું. યાવત્ ઈચ્છાનું પ્રમાણ કરવું. ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે-અનર્થદંડ વિરમણ વ્રત, દિવ્રત, ઉપભોગપરિભોગપરિમાણ વ્રત. ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે- સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ વ્રત. અંતમાં ધારણ કરાય અને જે મરણથી નજીક હોય ત્યારે કષાય અને કાયાને કૃશ કરી પ્રીતિ પૂર્વક જેની આરાધના કરાય તે સંલેખના વ્રત. આ પ્રકારે હે આયુષ્યમાન્ ! આગા૨સામાયિકધર્મ કહ્યો છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત શ્રાવક હોય કે શ્રાવિકા હોય તે ભગવાનની આજ્ઞાના આરાધક છે. [૪૧] ત્યાર પછી અતિવિશાલ મનુષ્યોની સભા શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મની દેશના સાંભળીને, હૃદયમાં ધારણ કરીને બહુજ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈ યાવત્ આનંદિત થઈ પછી પોતપોતાના આસનથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવાન મહા વીરને ત્રણવાર વંદન નમસ્કાર કર્યા. કેટલાક માણસો મુંડિત થઇને અગારમાંથી અણ ગાર થયા કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. બાકીની પરિષદે શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરીને કહ્યું- હે ભગવન્ત ! આપે નિથ પ્રવચન સારૂં કહ્યું. તેની સારી રીતે પ્રરૂપણા કરી. સારી રીતે પદાર્થોના સ્વરૂપને પ્રકટ કર્યો. શિષ્યો સારી રીતે સમજી શકે તેમ કહ્યું, સારી રીતે તત્ત્વનું કથન કર્યું. હે ભગવન્ ! આ નિથિ પ્રવચન સર્વોત્કૃષ્ટ છે ધર્મનો ઉપદેશ કરતા સમયે આપે ઉપશમ ભાવનો ઉપદેશ આપ્યો. ઉપશમના ઉપદેશ સમયે વિવેકનો ઉપદેશ કર્યો છે. વિવેકનું કથન કરતા પ્રાણાતિપાતાદિથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો છે. વિરમણનો ઉપદેશ આપતા પાપરૂપ કર્મને નહિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપનાથી ભિન્ન બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આ પ્રકારના ઉપદેશ આપી શકતા નથી. તો પછી આનાથી ઉત્કૃષ્ટ ધર્મનો ઉપદેશ કેમ આપી શકે ? આ પ્રમાણે કહી પાછા ફર્યા. [૪૨] ત્યાર પછી ભંભસાર પુત્ર કૃણિક રાજા શ્રમણ ભગવાન મહાવીરની પાસે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉવવાઈયં (૪૨) ધર્મને સાંભળીને, ધારણ કરીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો યાવતુ આનંદિત થયો. સ્વસ્થા નેથી ઉઠ્યો. ઉઠીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવત્ત ! આ નિગ્રંથ પ્રવચન સર્વોત્કૃષ્ટ છે યા તેનાથી ઉત્કૃષ્ટ બીજું શું હોય શકે ? આ પ્રમાણે કથન કરી પાછા ગયા. [૪૩] ત્યાર પછી સુભદ્રા પ્રમુખ દેવીઓ પણ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મશ્રવણ કરીને અવધારણ કરીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ, યાવતું આનંદિત દયવાળી થઈ પોતાના સ્થાનેથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર વંદન, નમસ્કાર કરીને યાવતુ પાછા ગયા [૪૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના સૌથી મોટા શિષ્ય ગૌતમ ગોત્રી, સમચતુરસ્ત્ર સંસ્થાન સંપન, સાત હાથની અવગાહનાવાળા, વજ8ષભનારાચ સંહનનધારી, શુદ્ધ સુવર્ણની કસ પર ઘસેલી રેખા જેવા તથા કમળની કેસર જેવા ગૌરવરણી ઈન્દ્રભૂતિનામનાઅનેગાર હતા.તે ઉગ્ર તપસ્વી હતા.તેમનું તપ અગ્નિ જેવું જાજ્વલ્યમાન હતું. વિધિપૂર્વક તપ કરતા હતા. ઘોર તપસ્વી હતા. ઘોરગણવાળા હતા ઘોર બ્રહ્મચર્યવાસી હતા, શરીરના સંસ્કારોને છોડી દીધા હતા. વિપુલ તેજો લેશ્યાને સંક્ષિપ્ત કરીને રાખી હતી. આવા ગૌતમ ગણધર શ્રમણ ભગવાન મહાવીરથી બહુ દૂર કે બહુ નજીક નહિ એ રીતે ઘુંટણો ઉંચા કરીને અને શિર નમાવીને ધ્યાન રૂપી કોષ્ઠમાં બિરાજમાન હતા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ત્યાર પછી તે ભગવાન ગૌતમ કે જેના ચિત્તમાં તત્ત્વનો નિર્ણય કરવાની ઈચ્છા થઈ છે, સંશય ઉત્પન્ન થયો છે, ભગવાન મારા સંશયનો ઉત્તર ન જાણે કેવીરીતે આપશે? એવી જેની ઉત્કંઠા થઈ છે, એવા ગૌતમ સ્વામી ઉત્થાન શક્તિથી પોતાના સ્થાનથી ઉઠ્યા. ઉઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને વંદન, નમસ્કાર કર્યા. પ્રભુની સામે ન બહુ દૂર કે ન બહુ નજીક એ રીતે સાંભળવાની ઈચ્છાથી બેઠા. પછી વિનયથી હાથ જોડી પર્યાપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા. હે ભગવાન ! જે જીવ અસંયમી, અવિરતિ, વર્તમાન તથા ભવિષ્યના પાપકર્મોના દ્વારને પ્રત્યાખ્યાનથી અટકાવેલ નથી, ક્રિયાથી જે યુક્ત છે, અસંવૃત, એકાંત આત્માને દુખી કરનાર, એકાંત મિથ્યાવૃષ્ટિ, મિથ્યાત્વની નિદ્રામાં સૂતેલ જીવ પાપકર્મનો બંધ કરે કે નહિ? ભગવાને કહ્યું - હા ગૌતમ! તે બંધ કરે છે. હે ભગવન્! અસંયમી યાવતુ એકાંત. સુપ્ત જીવ મોહનીય કર્મનો બંધ કરે છે? હા ગૌતમ! બંધ કરે છે. હે ભગવન્ત ! મોહનીય કર્મનો અનુભવ કરનાર જીવ શું મોહનીય કર્મનો બંધ કરે છે ? અથવા વેદનીય કર્મનો બંધ કરે છે? હે ગૌતમ ! મોહનીય કર્મનો પણ બંધ કરે છે અને વેદનીય કર્મનો પણ બંધ કરે છે. કેવળ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચરમ મોહનીય કર્મનું વેદન કરતા સમયે વેદનીય કર્મને જ બાંધે છે પરંતુ મોહનીય કર્મને બાંધતા નથી. હે ભગવન્ત ! અસંયમી યાવતું એકાંત સુપ્ત મિથ્યાદ્રષ્ટિ ત્રસ જીવોની હિંસામાં રત રહેનારા જીવ કાલ સમયે કાળ કરીને શું નારકીઓમાં ઉત્પન્ન થાય છે? હા ગૌતમ! ઉત્પન્ન થાય છે. હે ભગવન્ત ! અસંયમી, અવિરતિ, પાપકર્મોને જેણે પ્રત્યાખ્યાનથી અટકાવ્યા નથી એવો જીવ આ મનુષ્યલોકમાંથી મરીને પરલોકમાં દેવભવમાં જાય છે?હા ગૌતમ! કેટલાંક જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કેટલાંક જીવ દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. હે Page #366 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૪૪ ૩૬૩ * ભગવન્ત ! આપ ક્યા કારણથી એમ કહો છો હે ગૌતમ ! જે જીવ ગામ, ખાણ, નગર, યાવતું સન્નિવેશમાં અકામ-ઇચ્છા વિના તરસને સહવાથી, અનિચ્છાએ સુધા, અનિ ચ્છાએ બ્રહ્મચર્યપાલન, અનિચ્છાએ સ્નાનત્યાગ, ઠંડી, તાપ, હંસ, મગ, પસી નો, મેલ, ઉપરનો મેલ, કાદવને દૂર નહિ કરવાથી તે પરિતાપને થોડા વખત માટે સહન કરે અથવા લાંબા કાળ સુધી સહન કરે અને પોતાના આત્માને કલેશિત કરે છે તે કલેશને પામીને કાળ માસે કાળ કરીને કોઈ એક વ્યંતર દેવના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ, તેની સ્થિતિ, તેમજ ઉત્પાત થાય છે. હે ભગવન્ત ! તે દેવોની કેટલા કાળની સ્થિતિ હોય છે ? હે ગૌતમ! દશ હજાર વર્ષની હે પ્રભુ ! ત્યાં તે દેવોનાં પરિવારાદિ ઋદ્ધિઓ, શારીરિક કાંતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ આ બધું હોય કે નહિ? હા, છે ભગવન્ત ! તે દેવો પરલોકના આરાધક છે કે નહિ? આ અર્થ સમર્થ નથી જે આ જીવ ગામ, આકર, યાવતું સન્નિવેશમાં મનુષ્ય પયયિમાં ઉત્પન્ન થાય છે અને પછી હાથબેડી, પગબેડી, હડબડી, જેલમાં પૂરી દેવામાં આવે, હાથ કાપી નાંખ વામાં આવે, પગ છેદવામાં આવે, કાન છેદી નાખે, નાક છેદી નખાય હોઠ છેદાય, જીભ છેદાય, શિર છેદાય, મુખ છેદાય, પેટનો ભાગ છેદાય, ડાબા કંધાથી લઈને જમણી બગલના નીચેના ભાગ સહિત મસ્તક છેદી નખાય, દૃય કાઢી લેવાય, આંખો કાઢી નખાય, અંડકોષ કાઢી નખાય, ગર્દન તોડી નખાય, ચોખાની જેમ કણ-કણ કરીને ખાય, શરીરમાંથી માંસ કાપી કાપીને ખવડાવાય, દોરડાથી બાંધી કૂવામાં લટકાવવામાં આવે, ઝાડની ડાળીએ બાંધી લટકાવવામાં આવે, ચંદનની જેમ ઘસી નાખવામાં આવે, દહીંની જેમ મંથન કરવામાં આવે બે ફાડા કરવામાં આવે, યંત્રમાં પીલવામાં આવે, શૂળી પર ચડાવી દેવામાં આવે શૂળથી ફાડવામાં આવે, ક્ષારમાં નાખી દેવામાં આવે, વધસ્થાનમાં રખાય, લિંગ કાપી નખાય અથવા સિંહની પૂંછડી સાથે બાંધી ઘસડવામાં આવે, દાવાગ્નિમાં બાળી નખાય, કાદવમાં નાખી દેવાય, કાદવમાં ખેંચાડી દેવામાં આવે, સંયમથી ભ્રષ્ટ થતાં મૃત્યુ પામે. ઇન્દ્રિયના વશવર્તી થઈ પ્રાણ નો ત્યાગ કરે, નિદાન કરી મૃત્યુ પામે, શલ્ય રાખી મૃત્યુ પામે, પહાડ ઉપરથી પડી, ઝાડ પરથી પડી, મરૂ સ્થલમાં પડી, પર્વત પરથી કૂદી, વૃક્ષ ઉપરથી ઝંપાપાત કરી, મરૂસ્થલમાં રસ્તો ભૂલી જવાથી, જલમાં ડૂબી, અગ્નિમાં પ્રવેશી, વિષભક્ષણથી, શસ્ત્રોના ઘાતથી, વૃક્ષો પર લટકી, વિષભક્ષણથી, શસ્ત્રોના ઘાતથી, વૃક્ષો પર લટકી, ગીધાદિ દ્વારા ખવાયેલ હાથીના હાડપિંજરમાં પ્રવેશી મૃત્યુ પામે, જંગલમાં મરણ પામે, દુભિક્ષથી મૃત્યુ પામે અને આ મૃત્યુ સમયે જેના પરિણામ સંકિલષ્ટ ન હોય એવો જીવ કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ, તેની સ્થિતિ, તેમનો ઉપપાત. કહેવામાં આવ્યો છે. હે ભગવંત! ત્યાં તે જીવોની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ ! તે જીવોની સ્થિતિ ૧૨ હજાર વર્ષની છે. હે ભગવંત! ત્યાં તે દેવોમાં ઋદ્ધિ, તિ, કીર્તિ, બળ, વીર્ય. તેમજ પરાક્રમ છે કે નહિ? હા છે. હે ભગવંત! આ દેવ પરલોકના આરાધક હોય છે કે નહિ? હે ગૌતમ! તે અર્થ સમર્થનથી. જે જીવ ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્ય થાય છે જે પ્રકૃતિથી ભદ્ર હોય, સ્વભાવથી ઉપશાંત હોય, સ્વભાવથી જ જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા છે, મૃદુ અને માર્કવતાથી જે યુક્ત છે, ગુરુની આજ્ઞા અનુસાર વર્તનાર છે, અત્યંત વિનીત છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ઉવવાઇયં (૪૪) માતા પિતાની જે સેવા કરે છે, માતાપિતાના વચનોનું જે ઉલ્લંઘન કરતા નથી, અલ્પ ઇચ્છા યુક્ત છે, અલ્પારંભી, એવા જીવો ઘણાં વર્ષો સુધી આયુષ્યનું પાલન કરે છે. કાલમાસે કોલ કરીને કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. બાકીની સર્વ વિગત ઉપર પ્રમાણે સમજવી. વિશેષતા એ છે કે ત્યાં તેમની સ્થિતિ ૧૪ હજાર વર્ષની હોય છે. જે જીવ ગામ, આકરાદિ યાવતુ સંનિવેશમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ અંતઃપુરની રાણીઓ હોય છે. જેના પતિ પ્રવાસમાં ગયા છે તેવી હોય, વિધવા હોય, ત્યકતા હોય, માતા પિતાથી ભાઈથી પિતાના વંશજો સાસરા પક્ષના લોકો દ્વારા રક્ષિત હોય, નખ, કેશ, તેમજ બગલના વાળ વધી ગયા છે તેવી સ્ત્રી, કોઈ એવી છે કે જેણે ધૂપ, પુષ્પ, ગંધ, માલારૂપ અલંકારોનો ત્યાગ કર્યો છે. સ્નાન ન કરવાથી પસીનાથી યુક્ત હોય, મેલયુક્ત હોય, કાદવથી કલેશ પામેલ હોય, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, મધ, મધ, માંસ વર્જિત આહાર કરે, અલ્પ ઇચ્છાવાનું હોય, અલ્પારંભી, અલ્પપરિ ગ્રહી, અલ્પઆરંભ, પરિગ્રહથી પોતાની આજીવિકા ચલાવે, અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરતી, પતિને શૈયાનું ઉલ્લંઘન નહિ કરનાર આવી સ્ત્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઘણાં વર્ષોનું આયુ ભોગવે છે. બાકીનું ઉપરની જેમ યાવતું કોલ કરીને ૬૪ હજાર વર્ષની સ્થિતિવાળા વ્યંતર દેવ બને છે. જે જીવ ગામ, આકર યાવતું નિવેશમાં મનુષ્ય થાય છે. જેવા કે-કોઈ બે દ્રવ્ય કોઈ ત્રણ દ્રવ્ય, સાત દ્રવ્ય, ૧૧ દ્રવ્યને ધારણ કરે, કોઈ બળદને આગળ કરી કીડા બતાવી જીવન નિર્વાહ કરે, કોઈ ગોવતી હોય, કોઈ ગૃહસ્થધર્મી હોય. કોઈ ધર્મચિંતક, વૈયિક, અક્રિયાવાદી હોય, વૃદ્ધ શ્રાવક બ્રાહ્મણ હોય તેઓને આ નવ વિગય ખાવા યોગ્ય નથી હોતા. તે આ પ્રમાણે-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોશ, મધ, મધ, માંસ. એક સરસ વના તેલનો ત્યાગ હોતો નથી. આ મનુષ્યો અલ્પ ઇચ્છાવાળા હોય, બાકી પૂર્વવત્ તે ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા વ્યંતર દેવ થાય છે. જે આ જીવો કે જે ગંગાના તટ પર વસનાર વાનપ્રસ્થ તાપસો હોય છે જેવા કેઅગ્નિહોત્રક, વસ્ત્રધારક, ભૂમિ પર શૈય્યા કરનાર, યજ્ઞકારક, શ્રાદ્ધ કરનાર, થાળીમાં ભોજન કરનાર, કુંડિકાધારી, ફલોજી, પાણીની ઉપર તરી સ્નાન કરનાર, માટી આદિથી અંગને ઘસી સ્નાન કરનાર, ગંગાના દક્ષિણ તટ પર વસનાર, ગંગાના ઉત્તર તટ પર વસનાર, શંખ વગાડી ભોજન કરનાર, કાંઠા ઉપર બેસી અવાજ કરી ભોજન કરનાર, મૃગનું માંસ ખાનાર, હાથીને મારી તેનાં માંસનું ભોજન કરનાર, ડડાને ઊંચો કરી ફરનારા, દિશાઓમાં પાણી છાંટનારા, વૃક્ષની છાલ પહેરનારા, ભોંયરામાં રહે નારા, જલમાં ઊભા રહેનારા, વૃક્ષની નીચે વસનારા, માત્ર પાણીનો આહાર કરનારા, વાયુભક્ષી, સેવાળભક્ષી, મૂળભક્ષી, કંદભક્ષી, ત્વક-છાલનો આહાર કરનારા, પાનનો આહાર કરનારા, પુષ્પોનો આહાર કરનારા, બીજનો આહાર કરનારા, કંદ, મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ જે પોતાની મેળે નીચે પડેલા છે તેનો આહાર કરનારા, જલનો અભિષેક કરવાથી જેનાં શરીર કઠણ થઈ ગયા છે તેવા, આતાપનથી પંચાગ્નિ તપથી તપથી અંગારા સમાન તેમજ પાત્રમાં ભુજેલ ચણાદિની સમાન જેના શરીર થઈ ગયા છે એવા તાપસો ઘણાં વર્ષો સુધી વામનપ્રસ્થ તાપસની પર્યાયનું પાલન કરતાં કરતાં કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટથી જ્યોતિષી દેવોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની સ્થિતિ ૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૪૪ હજાર વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. હે ભગવન્! તે આરાધક હોય છે કે નહિ? આ અર્થ સમર્થ નથી તે ગામ યાવત્ સનિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે જેવા કે – હાસ્યાકારક, કુચેષ્ટા કરનાર, વાચાળ, ગીતયુક્ત કીડાને વધારે પસંદ કરનાર, નૃત્ય કરવાના સ્વભાવવાળા. આ સર્વ આ પ્રકારે આચરણ કરતાં ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયને પાળે છે. તે પાળીને તે સ્થાનની આલોચના કર્યા વિના કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં હાસ્યક્રીડા કારક દેવ છે તેમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ આદિ પૂર્વવતુ છે. સ્થિતિ ૧ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. તેઓ પરલોકના આરાધક નથી. જે ગામ યાવતું નિવેશમાં પરિવ્રાજક રહે છે. જેવા કે-સાંખ્ય, યોગનું પાલન કરનારા, કપિલ-નિરીશ્વર સાંખ્યાવાદી, ભાર્ગવ, હંસ, પરમહંસ, બહૂદક, કુટીચર, કૃષ્ણ અથવા નારાયણના ભક્ત. તેમાં આઠ એ બ્રાહ્મણ જાતિના પરિવ્રાજક થાય છે. [૫-૪૮] કર્ણ, કરકંડ, અંબડ, પારાસર, કૃષ્ણ, દ્વૈપાયન, દેવગુપ્ત તેમજ નારદ. આ આઠ ક્ષત્રિય જાતિના પવ્રિાજક હોય છે, તે આ પ્રમાણે-શીલઘી, શશીધર, નગ્નક, ભગ્નક, વિદેહ, રાજા, રામ તથા બલ. તે પરિવ્રાજકો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ વેદ, ઇતિહાસ, નિઘંટુ આ છ શાસ્ત્રોનાં તથા તેમજ બીજા જેટલાં અંગ અને ઉપાંગ છે. તેમનાં રહસ્ય સહિત યાદ કરાવનારા, જાણનારા, ધારણાવાળા, છ અંગના જ્ઞાતા, કવિપશાસ્ત્રના જ્ઞાતા, ગણિત, શિક્ષા સ્વરૂપને નિરૂપણ કરનાર શાસ્ત્રમાં, કલ્પમાં, વ્યાકરણમાં, છંદશાસ્ત્રમાં, નિરુક્તશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજા અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેઓ પારંગત હોય છે. આ પરિવ્રાજક દાનધર્મ શૌચધર્મ તીર્થ અભિષેકની પ્રરૂપણા કરતા સમજાવતા યુક્તિપૂર્વક પ્રરૂપણા કરતા વિચરતા રહે છે. તેઓ કહે છે કે જે કાંઈ અપવિત્ર છે તે પાણીથી અથવા માટીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે આપણે ચોખા છીએ અને આપણા આચાર વિચાર પણ પવિત્ર છે. આત્માને પવિત્ર કરીને વિન વિના અમે સ્વર્ગમાં જશું. આ પરિવ્રાજકોને આટલી વાતો કલ્પતી નથી. તેઓને કૂવામાં, તળાવમાં, નદીમાં, વાવમાં, પુષ્કરિણીમાં, દીર્ઘિકામાં, ગુંજાલિકા માં સરોવરમાં સમુદ્ર માં પ્રવેશ કરવાનો નિષેધ છે. એવી જ રીતે ગાડું યાવતુ નાની શિબિકામાં ચઢી જવાનો નિષેધ છે. તે પરિવ્રાજ કોને ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ, તેમજ ગર્દભ ઉપર સવાર થઈ જવાનો નિષેધ છે. તે પરિવ્રાજકોને નાટક જોવા યાવતું માગધના ખેલ, તમાસા જોવા કહ્યું નહીં. લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, સંઘર્ષણ કરવું, ઘસવી, અવરોધ કરવો, ઊંચી કરવી, મરડવી, કહ્યું નહિ. સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા, કરવી પરિવ્રાજકોને કલ્પતી નથી. લોખંડનું પાત્ર, કાંસાનું પાત્ર, જસતનું પાત્ર, સીસાનું પાત્ર, ચાંદીનું પાત્ર, સુવર્ણનું પાત્ર, તથા બીજા અન્ય બહુમૂલ્ય પાત્ર રાખવા તે પરિવા જકોને કલ્પતા નથી. તુંબડાના, કાષ્ઠના અને માટીના પાત્ર જ રાખવા કહ્યું છે. લોખંડના બંધવાળા યાવતુ બહુમૂલ્ય ધાતુના બંધનથી યુક્ત પાત્ર રાખવા કહ્યું નહિ. તે પરિવ્રાજ કોને અનેક પ્રકારના રંગથી રંગાએલાં વસ્ત્રો ધારણ કરવા કહ્યું નહિ માત્ર ગેર રંગથી રંગેલ વસ્ત્રો કહ્યું. તે પરિવ્રાજકોને હાર, અધહાર, એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, મુરવી, કંઠમુરવી, પ્રાલંબ, ત્રણસરનો હાર, કટિસૂત્ર, દશ મુદ્રિકાઓ, કટક, Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઉવવાઈયું - (૪૮) બાજુબંધ, અંગદ, કેયૂર, કુંડલ, મુકુટ, ચડામણિ પહેરવું કહ્યું નહિ. તે પરિવ્રાજકોને ગુંથી ને બનાવેલ, વેષ્ટિત, સંચા પર પૂરીને બનાવેલી, તેમજ આ ચાર પ્રકારની માળા ધારણ કરવી કહ્યું નહિ. ફક્ત પુષ્પનું એક કર્ણફૂલ કલ્પનીય છે. તે પરિવ્રાજકોને અગર, ચંદન, કંકુથી ગાત્ર પર લેપ કરવો કલ્પ નહિ. એક માત્ર ગંગાની માટીનો લેપ કરવો કહે છે. તે પરિવ્રાજકોને મગધ દેશમાં પ્રચલિત પ્રસ્થ પ્રમાણ માત્ર જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે જળ વહેતું જોઈએ. તે જલ સ્વચ્છ હોય, ધૂળ-કાદવથી રહિત હોય, અતિ નિર્મળ હોય તો તે ગ્રાહ્ય છે. તે પણ દાતા દ્વારા અપાએલું ગ્રહણ કરે તે જલ પણ કેવળ પીવાના ઉપયોગમાં જ લે પણ તે પવ્રિાજકોને મગધદેશીય આઢક પ્રમાણ જલ જ હાથ, પગ, ભોજનપાત્ર, ચમચા ધોવા માટે ગ્રાહ્ય છે. તે પણ વહેતું હોવું જોઇએ. વહેતું ન હોય તે ગ્રાહ્ય નથી થાવત્ અદત્ત ગ્રાહ્ય નથી. આ જલ પીવા તથા સ્નાન માટે ઉપયોગમાં ન લેવાય. તે પરિવ્રાજકો આ પ્રકારના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષોએ જ પર્યાયમાં વ્યતીત કરી કાલમાસે કાળ કરીને વધારેમાં વધારે બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ તેમજ સ્થિતિ ૧૦ સાગરોપમની છે. તેઓ આરાધક નથી. [૪૯] તે કાળ અને તે સમયમાં અંબા નામના પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો ગ્રીષ્મ કાળમાં જેઠ માસમાં ગંગા નદીના બંને તટ ઉપર થઇને કાંડિલ્યપુર નગરથી પુરિમતાલ નગરી તરફ જવા માટે નીકળ્યા. ત્યાર પછી તે પરિવ્રાજકો ચાલતાં ચાલતાં એક અટવી માં આવ્યા જે ગામથી બહુ દૂર હતી. ત્યાં મનુષ્યોનું આવાગમન ન હતું, લાંબા માર્ગ વાળી હતી અથવા તેના રસ્તા બહુ વિકટ હતા. તેઓ થોડું ચાલ્યા ત્યાં તેમની પાસે પહેલાનું જે પાણી હતું તે પીતાં પીતાં પુરૂં થઈ ગયું. પછી તે પરિવ્રાજકો કે જેમની પાસે પાણી સમાપ્ત થઈ ગયું હતું તેઓ તરસથી અત્યંત વ્યાકુલ થઈ ગયા. પાણીને આપનારા દાતા જોવામાં નહિ આવવાથી પરસ્પર એક બીજાને બોલાવવા લાગ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! એ વાત બરાબર છે કે આપણે આ અગમ્ય યાવતુ વિકટ અટવીનો થોડો માર્ગ કાપ્યો ત્યાં આપણી પાસે જે પાણી હતું તે સમાપ્ત થઈ ગયું. હવે હે દેવાનુપ્રિયો ! આપણે આ અગમ્ય કાવત્ વિકટ અટવીમાં પાણીના દાતાની સર્વ પ્રકારે સર્વ બાજુ ગવેષણા કરીએ. શોધ કરતાં કોઈ દાતા ન મળ્યો ત્યારે બીજીવાર પરસ્પર એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપણને અદત્ત જલ ગ્રહણ કરવું કહ્યું નહીં, અનુમોદના આપવી કહ્યું નહિ કારણકે એમ કરવાથી આપણી તપશ્ચયનો લોપ થઈ જાય. માટે હે દેવાનુપ્રિયો! આપણે ત્રિદેડ, કમંડલુ, રૂદ્રાક્ષની માળા, કરોટિકા- બેસવાના પાટલા, ત્રિપાઇ, અંકુશિકા, કેશરિકા- તાંબાની મુદ્રિકા, હાથમાં ધારણ કરવાની રૂદ્રાક્ષમાળા, છત્ર, જોડા, કાષ્ઠની પાદુકા તેમજ ગેરૂ રંગથી રંગેલા વસ્ત્રો આ સર્વને એક સ્થાનમાં રાખીને મહાનદી ગંગામાં અવગાહન કરીને તેની રેતી ઉપર સંથારા બિછાવીએ તેના ઉપર ભક્તપાનના પ્રત્યાખ્યાનના કરીને પાદપોપગમન સંથારો કરીને, મરણની ઇચ્છાથી રહિત થઈને, સંલેખના પૂર્વક મૃત્યુને સ્વીકારીએ. આ પ્રમાણે કહીને એક બીજાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યા પછી ત્રિદંડ યાવતું. સર્વ વસ્તુઓ એક સ્થાનમાં ત્યાગી દીધી. ત્યાગીને મહાનદી ગંગામાં પ્રવેશ કર્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ . ત્ર-૪૯ ૩૭ પ્રવેશ કરીને રેતીનો સંથારા બિછાવ્યો.પૂર્વદિશા તરફ મુખ રાખી પથંક આસનથી બેઠા. બંને હાથ જોડી મસ્તક ઉપર રાખી આ પ્રમાણે કહેવા લાગ્યા મુક્તિને પ્રાપ્ત થયેલા શ્રી અરંહત પ્રભુને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીર કે જે મુક્તિ પ્રાપ્ત કરવાની કામનાવાળા છે તેમને નમસ્કાર હો. ધર્મના ઉપદેશક ધર્મ ચાર્ય એવા અમારા ગુરુ અમ્બડ પરિવ્રાજકને નમસ્કાર હો. પહેલા અમે અમ્બડપરિવ્રાજક પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું યાવજીવન પ્રત્યાખ્યાન કર્યું છે.યાવત્ સ્થૂલ પરિ ગ્રહનો પણ યાવજીવન ત્યાગ કર્યો છે. હવે આ સમયે અમે બધા શ્રમણ ભગવાન મહાવીરની પાસે સર્વ પ્રાણાતિપાતના જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરીએ છીએ. યાવત્ સર્વ પરિગ્રહના જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમસ્ત ક્રોધ, યાવત્ મિથ્યા દર્શન શલ્ય તેમજ અકરણીય યોગના જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરીએ છીએ. સમસ્ત અશન-અન્ન, પાન-પાણી, ખાદ્ય સ્વાધ-ચારે પ્રકારનાં આહારના યાવજીવન પ્રત્યા ખ્યાન કરીએ છીએ. જે આ શરીર કે જે ઇષ્ટ, સુંદર, પ્રિય, મનોજ્ઞ, અત્યંત પ્રિય, સ્થિરતા યુક્ત, અતિશય પ્રીતિનું સ્થાન, સંમત-શારીરિક કાર્યો માટે સંમત, બહુમત-ઘણાંઓની વચ્ચે ઇષ્ટ, અનુમત પ્રેમના સ્થાન ભૂત, રત્નના કરંડીયા સમાન છે તેને ઠંડી ન લાગે, ગરમી ન લાગે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, સર્પ ડંશ ન આપે, ચોર ઉપદ્રવ ન કરે, ડાંસ મચ્છર ન કરડે, વાત, પિત્ત, કફ સંબંધી સન્નિપાતાદિ વિવિધ પ્રકારના રોગો, આતંક -પ્રાણહરણ કરનાર રોગ, પરીષહ, ઉપસર્ગ સ્પર્શ ન કરે આ પ્રકારે પાલન કર્યું છે તેને છેલ્લા ઉચ્છ્વાસ નિશ્વાસ સુધી છોડું છું. આવી રીતે કરીને સંલેખનામાં- કષાય અને શરીર ને કૃશ કરીને પ્રીતિ પૂર્વક તે બધા ભક્ત તેમજ પાનના પ્રત્યાખ્યાન કરીને પાદપોપગમન સંથારો કરે છે. મરણની ઇચ્છા નહીં કરતાં તેમાં સ્થિર થયા. અતિ ચારોની આલોચના કરી પછી તેનાથી નિવૃત્ત થયા. સમાધિ પ્રાપ્ત કરીને કાલ માસે કાલ કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ગતિ, સ્થિતિ ૧૦ સાગરોપમની છે. તેઓ પરલોકના આરાધક છે. [૫૦] હે ભગવન્ ! ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે જણાવે છે, આ પ્રમાણે પ્રરૂપિત કરે છે કે- અમ્બડ પરિવ્રાજક કંપિલપુર નગરમાં સો ઘરમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે. તો હૈ પૂજ્ય ! આ વાત કેવી છે ? હે ગૌતમ ! તે વાત સાચી છે. હે ગૌતમ ! હું પણ તે જ વાત કહું છું. યાવત્ પ્રરૂપિત કરું છું કે હે પૂજ્ય ! આપ એ ક્યા હેતુથી કહો છો ? કે હે ગૌતમ ! તે પ્રકૃતિથી ભદ્ર છે યાવત્ વિનીત છે. નિરંતર છઠ્ઠ, છઠ્ઠની તપશ્ચર્યા કરે છે તેમજ હાથને ઉંચા કરીને સૂર્યની સન્મુખ આતાપના યોગ્ય ભૂમિમાં આતાપના લે છે. અંબડ પરિવ્રાજકને શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસા યથી, પ્રશસ્ત લેશ્યાથી, વિશેષ શુદ્ધિથી, કોઇ એક સમયે તદાવરણીય કર્મના ક્ષયોપશમથી ઇહા -અવાયરૂપ જ્ઞાન, નિશ્ચય, કરવાથી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ તથા અવિધ જ્ઞાનલબ્ધિ ઉત્પન્ન થઇ. ત્યાર પછી તે અમ્બડ પરિવ્રાજક ઉત્પન્ન થયેલ વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિલબ્ધિથી લોકોને આશ્ચર્ય પમાડવા કંપિલપુરનગરમાં સો ઘરોમાં યાવત્ વિશ્રામ કરે છે. હે પૂજ્ય ! અંબડ પરિવ્રાજક આપની પાસે મુંડિત થઇ આગારમાંથી અણગાર અવસ્થાને ધારણ કરવા સમર્થ છે કે નહિ ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક થઇને જીવ, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઉવાઇયં (૫૦). અજીવાદિનો જ્ઞાતા થઈ પોતાના આત્માને ભાવિત કરતો વિચરે છે. વિશેષ તો એ છે કે જેવો સ્ફટિક રાશિસમાં નિર્મલા છે તેથી તેઓ માટે દરેકના દ્વાર હંમેશ ખુલ્લા રહે છે. તેમજ વિશ્વાસપાત્ર હોવાથી અંતઃપુરમાં પણ રોક ટોક વિના પ્રવેશ કરી શકે છે. આવા છે તે અંબડ પરિવ્રાજક. આ અમ્બડ પરિવ્રાજકે સ્થૂલ પ્રાણાતિપાતનો યાવતું ભૂલ પરિગ્રહનો પણ માવજીવન ત્યાગ કર્યો છે. પરંતુ મૈથુનનો સર્વથા યાવજીવન ત્યાગ કર્યો છે. અંબડ પરિવ્રાજકને વિહાર કરતાં માર્ગમાં અકસ્માતુ ગાડાનું પૈડું ડૂબે એટલું પાણી ઉતરવું કહ્યું નહિ. પરંતુ બીજો માર્ગ ન જ હોય તો જઈ શકે છે. આ અમ્બડ પરિવ્રાજકને ગાડાદિમાં બેસવું કલ્પતું નથી. માત્ર તેને ગંગાની માટીનો લેપ કલ્પે છે. અમ્બડ પરિવ્રાજકને આધાર્મિ, ઔદેશિક, મિશ્રજાત, અધ્યવપૂરિત-પૂતિકર્મ દ્વીતકતા પ્રામિય- અનિસૃષ્ટ-અભ્યત- સ્થાપિત - રચિત કાન્તારભક્ત- દુર્ભિક્ષભક્ત- પ્રાહુણક ભક્ત-કલ્પતો નથી તેમજ પીવું પણ કલ્પતું નથી. અમ્બડ પરિવ્રાજકને મૂળ કંદ યાવત્ બીજ વસ્તુઓનું ભોજન કરવું કે પીવું કલ્પતું નથી. અમ્બડ પવ્રિાજકને ચારેય પ્રકારના અનર્થદંડોનો માવજીવન ત્યાગ હોય છે. તે આ પ્રમાણે-અપધ્યાનાચરિત, પ્રમાદચરિત, હિંસાપ્રદાન- તેમજ પાપકર્મોનો ઉપદેશ આપવો. અમ્બડ પરિવ્રાજકને મગધદેશ પ્રસિદ્ધ અર્ધ આઢક પ્રમાણ જળ ગ્રહણ કરવું કહ્યું છે તે વહેતું હોવું જોઈએ. તે પણ કચરાથી રહિત નિર્મળ યાવતુ ગળેલ હોવું જોઇએ. તે પણ કોઇએ આપ્યું હોય તો કલ્પ આપ્યા વિનાનું કલ્પતું નથી. આ પાણી હાથ, પગ, ભોજન પાત્ર, ચમચા ધોવા માટે તથા પીવા માટે કહ્યું છે પણ સ્નાન માટે નહિ. આ અંબડ પરિવ્રાજકને મગધદેશ પ્રસિદ્ધ આઢક પ્રમાણ જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ વહેતું યાવતું આપેલું ન હોય તે કહ્યું નહિ. આ જલ સ્નાન માટે કહ્યું છે પરંતુ હાથ, પગ, ભોજન, પાત્ર, ચમચા ધોવા માટે કહ્યું નહિ. તેમજ પીવામાં પણ કહ્યું નહિ. અમ્બડને બીજા યૂથવાળા-તીર્થંકરસંઘની અપેક્ષા શાક્ય ભિક્ષુઓના સંઘ, અન્ય યૂથના દેવ, અહંત પ્રભુ સિવાય બીજા દેવ, અન્ય યૂથ દ્વારા ગ્રહણ કરાયેલ ચૈત્ય ને વંદન કરવા, નમસ્કાર કરવા યાવતુ પર્યાપાસના કરવી કલ્પતી નથી. અરિહંત ચૈત્ય નમસ્કારાદિ યોગ્ય છે. બીજા નહિ. હે પૂજ્ય! અમ્બડ પરિવ્રાજક કાલ માસે કાળ કરીને જ્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! અમ્બડ પરિવ્રાજક અને પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી પોતાના આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી શ્રમણોપાસકના પયયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંલેખના કરી સાઠ ભક્તનું અનશન છેદન કરીને પાપકર્મોની આલોચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત કરશે. કાલ માસે કોલ કરીને બ્રહ્મલોક નામના દેવલોકમાં ઉત્પન થશે. ત્યાં અંબડ દેવની ૧૦ સાગરોપમની સ્થિતિ થશે. હે પૂજ્ય! તે અંબડદેવ દેવલોકથી આયુનો ક્ષય, ભવનો ક્ષય, સ્થિતિનો ક્ષય થવા પર ત્યાંથી અવીને પછી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે સમૃદ્ધ કુળ છે જે વિશાળ અને વિપુલ ભવનોના અધિપતિ છે, જેની પાસે અનેક પ્રકારના શયન, આસન, વાહન છે, ઘણાં ધનના સ્વામી છે, સુવર્ણચાંદી છે. આદાન-પ્રદાનનું કાર્ય થાય છે. ઘણાં પ્રમાણમાં ભોજન બનાવી યાચાકદિને આપવામાં આવે છે, અનેક દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાંઓથી ભરપુર છે અને જે કોઈથી પરાભવ પામતા નથી Page #372 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૫૦ ૩૬૯ એવા કુળમાં અંબા દેવ પુરુષરૂપે ઉત્પન્ન થશે. ગર્ભમાં નવ માસ અને સાડા સાત દિવસ-રાત વીત્યા પછી સુકોમળ હાથ, પગવાળો વાવતુ ચંદ્રમા જેવો સૌમ્ય આકારવાળો, સુંદર, પ્રિયદર્શની સુંદર રૂપયુક્ત પુત્ર ઉત્પન્ન થશે. આ બાળકના માતાપિતા તેમની સ્થિતિ અનુસાર પહેલા દિવસે પુત્રજન્મ મહોત્સવ મનાવશે. બીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શન કરાવશે. છઠ્ઠા દિવસે જાગરણ કરશે. અગ્યારમા દિવસે જન્મ અશુચિ સમાપ્ત થઈ ગયા પછી બારમો દિવસ થતાં માતાપિતા તેના ગુણ અનુસાર સાર્થક નામ રાખશે અમારો આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી અમારી ધર્મમાં દ્રઢ શ્રદ્ધા થઈ છે તેથી અમારા આ બાળકનું નામ દ્રઢપ્રતિજ્ઞ હો. આઠ વર્ષથી કંઈક અધિક ઉમરનો જાણશે ત્યારે તેને શુભતિથિ, શુભકરણ, શુભદિવસ, શુભ નક્ષત્ર તેમજ શુભ મુહૂર્તમાં કલાચાર્યની પાસે લઈ જશે. ત્યાર પછી તે કલાચાર્ય તે દ્રઢપ્રતિજ્ઞકુમારને લેખનાદિથી લઈને પક્ષીના શબ્દાદિ જાણવાની ૭૨ કળાઓ, જેમાં ગણિતની પ્રધાનતા છે તે સૂત્ર રૂપે, અર્થ રૂપે, તથા પ્રયોગ થી પ્રાપ્ત કરાવશે, શીખવાડશે. તે કળાઓ આ પ્રમાણે છે- લેખ લખવાની, ગણિતની, રૂપની, નૃત્યની, ગાવાની, વિણાદિ વગાડવાની, સ્વરોની, મૃદંગ વગાડવાની, સમતાલ ની, જુગાર રમવાની, લોકો સાથે પ્રતિવાદ કરવાની, પાસા ફેંકવાની, ચોપાટ રમવાની, આશુકવિ થવાની, માટીમાંથી અનેક પાત્રો બનાવવાની, અન્નવિધિ, પીવાના પદાર્થની વિધિ, આભરણ બનાવવાની વિધિ, પ્રહેલિકાની વિધિ, માગધી ભાષામાં કવિતા બનાવવાની, સંસ્કૃત સિવાયની ભાષામાં ગાથા બનાવવાની, ગીતિકા છંદમાં કાવ્ય બનાવવાની, શ્લોક, ચાંદી બનાવવાની, સુવર્ણ નિમણની, ગંધ દ્રવ્યની, ચૂર્ણ બનાવ વાની, યુવતીના રૂપની શોભા વધારવાની, સ્ત્રીલક્ષણ પુરષલક્ષણ, અશ્વલક્ષણ, ગજ લક્ષણ, ગાયના લક્ષણ, કુકડાના લક્ષણ જાણવાની, ચક્રરત્નના ગુણ, દોષ જાણવાની છત્રના લક્ષણ, ઢાલના લક્ષણ, દેડના લક્ષણ, તલવારના લક્ષણ, મણિના લક્ષણ, કાકણી રત્નના લક્ષણ જાણવાની, વાસ્તુ શાસ્ત્રની સેના પરિમાણ જાણવાની, નગરનું પરિમાણ જાણવાની, જ્યોતિશ્ચક, ઈરાનિષ્ટ ફળ જનક શાંતિ.કમદિ ક્રિયા, સૈન્યની રચના, યૂહની રચના, ચક્રવ્હની, ગરૂડયૂહની, શકટયૂહની રચનાની કળા સંગ્રામની, મલ્લ યુદ્ધ ખડગ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, બાહુયુદ્ધ, લતા યુદ્ધ, ઇષશાસ્ત્રની, છરા યુદ્ધ, ધનુર્વેદની, રજત સિદ્ધિની સુવર્ણ સિદ્ધિની, દોરાથી રમવાની, દોરડા પર રમવાની વિશેષ રમવાની, પત્ર કાપવાની, કટની સજીવ કરણ નિર્જીવ કરવાની, પક્ષીઓના શબ્દ સમજવાની. આ ૭૨ કળાઓ પુરુષની છે. કળાઓ પ્રાપ્ત કરાવશે, ત્યારે પછી દ્રઢપ્રતિજ્ઞ કુમારના માતાપિતા તે કલાચાર્યને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા તથા અલંકારો આપી સત્કાર કરશે. સન્માન કરીને વિપુલ રૂપમાં જીવિકાને યોગ્ય પ્રીતિદાન આપશે. આપીને તેમનું વિસર્જન કરશે. ત્યારપછી દ્રઢપ્રતિશ કુમાર ૭ર કળાઓમાં પંડિત તેમજ તેના સુપ્ત નવ અંગો જાગૃત થશેઅઢાર દેશની ભાષાનો જ્ઞાતા થશે. ગીતમાં, ગાંધર્વવિદ્યામાં, નૃત્યકાળમાં કુશળ થશે. અશ્વયોધીગયોધી, રથયોધી, બાહુયોધી થશે. અતિશૂરવીર તથા વિક્રાળ રાત્રિ માં પણ આવવા જવામાં ભય વગરનો થશે આ તથા ભોગ ભોગવવામાં સમર્થ થશે. ત્યારે વૃઢપ્રતિજ્ઞ બાળક તે અનાદિ વિપુલ ભોગોમાં યાવત્ શયનાદિમાં આસ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉવવાઇયં - (૫૦) કિત રાખશે નહિ.અનુરક્ત થશે નહિ.ગૃદ્ધ થશે નહિ.મૂર્છિત થશે નહિ,અને તેમાં એકાગ્રમન પણ કરશે નહિ. જેમ કે લાલકમળ, પદ્મકમળ, પુષ્પ, નલિનકમળવિશેષ, સુભગ કમળ, સુગંધ કમળ શ્વેત કમળ,મહાપુંડરિક કમળ, શતપત્ર કમળ,સહસ્રપત્ર કમળ, લક્ષ પત્ર કમળ, કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વધે છે તો પણ કાદવથી લિપ્ત થતાં નથી. જલથી લિપ્ત થતાં નથી. તેવીજ રીતે વૃઢપ્રતિશ કુમાર કામોથી ઉત્પન્ન થશે, ભોગોથી વૃદ્ધિ પામશે તો પણ કામરજથી લેપાશે નહિ. ભોગરજથી લેપાશે નહિ. તેવીજ રીતે મિત્ર, જ્ઞાતિ-સજાતીય, નિજક-ભાઈ આદિ, સ્વજન-મામાદિ, સંબંધીશ્વસુરાદિ તેમજ પરિજન-નોકરાદિમાં પણ મોહ પામશે નહિ. તે કુમાર તથારૂપ સમ્યગ્નાનાદિથી યુક્ત સ્થવિરોની પાસે કેવલી પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરશે. અણગાર ભગવન્ત થશે તે ઈય સમિતિ યાવત્ ગુપ્તબ્રહ્મચારી થશે. તે દૃઢપ્રતિજ્ઞ મુનિ આ પ્રકારના આચારનું પાલન કરતાં અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, આવ૨ણરહિત, સર્વપદાર્થગ્રાહી, પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત ક૨શે. ત્યાર પછી તે દૃઢપ્રતિજ્ઞ કેવલી ઘણા વર્ષો સુધી કેવળ પર્યાયનું પાલન કરશે. પાલન કરીને એક માસની સંલેખનાથી આત્માને સેવીને સાઠ ભક્તોને અનશનથી છેદન કરી જેના નિમિત્તે નગ્નભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દાંતોનું પ્રક્ષાલન ન કરવું, કેશલોચન, બ્રહ્મચર્યનું પાલન, છત્રધારણ ન કરવું, જોડા ન પહેરવા, વાહન ૫૨ ન બેસવું, ભૂમિ ઉપર શયન, પાટિયાં પર સૂવું, સાધારણ લાકડાં ૫૨ સુવું, જાના ઘરે ભિક્ષા માટે જવું, માન, અપમાનમાં સમભાવ રાખવો. એ સર્વ ક૨વામાં આવે છે, જેના નિમિત્તે બીજાએ કરેલી અવજ્ઞા- લોકો સમક્ષ પોતાની માર્મિક વાતો પ્રકાશિત થાય, નિંદા- ગોં- તર્જના-તિરસ્કાર પામવો, બાવીસ પરીષહ, ઉપસર્ગો સહન કરાય છે. દૃઢ પ્રતિજ્ઞ કેવલી આત્માના અર્થને આરાધિત કરીને છેલ્લા ઉચ્છ્વાસ, નિઃશ્વાસોથી કૃત કૃત્ય થઈ જશે. કર્મોથી મુક્ત થશે. સંતાપનો અભાવ થવાથી શીતલી ભૂત થશે. સમસ્ત શારીરિક માનસિક દુઃખોનો અંત ક૨શે. [૫૧] તેઓ કે જે ગામ આકર યાવત્ સન્નિવેશમાં પ્રવ્રુજિત સાધુ હોય જેવા કે આચાર્યના ઉપાધ્યાયના કુલના ગણના વિરોધી, આચાર્ય તેમજ ઉપાધ્યાયના અપયશ કારક, અવર્ણવાદ કરનાર,અનેક અસત્ દોષોને પ્રગટ કરનાર મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, સ્વપર બંનેને ઉન્માર્ગ માં જોડનાર, પાપમાં નિયોજિત કરતા પોતાના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષો સુધી વિચરે છે. તે સ્થાનથી આલોચના, પ્રતિક્રમણ ન કરતાં કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટ લાન્તક દેવલોકમાં કિક્વિષિક દેવોમાં કિલ્ટિષિક દૈવ થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ ૧૩ સાગરોપમની હોય છે. તે અનારાધક હોય છે જે સંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિને પ્રાપ્ત થએલા જીવો છે જેવા કે-જલચર, સ્થળચર, ખેચર તેમાં કેટલાંક જીવો કે જેઓને શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવ સાયોથી, વિશુદ્ધ લેશ્યા ઓથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઈહા, વ્યૂહ, માર્ગણ, ગવેષણ કરતાં કરતાં પૂર્વના સંશી ભવોનું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે જાતિસ્મરણ જ્ઞાન યુક્ત તે જીવ પોતે જ પાંચ અણુવ્રત સ્વીકારે છે. સ્વી કારીને ઘણાં પ્રકારના શીલવ્રત, ગુણવ્રત વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષો સુધી આયુષ્ય પાળે છે. આયુ પાળીને ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનશનથી અનેક ભક્તોનું છેદન કરે છે. છેદન કરીને આલોચના, Page #374 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પ૧ ૩૭૧ પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થાય છે. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ છે. ત્યાં ૧૮ સાગરોપમની સ્થિતિ નેપ્રાપ્ત કરે છે. તે પરલોકના આરાધક છે. શેષ સર્વ પૂર્વવતુ. તેઓ કે જે ગામ, આકર યાવતું સન્નિવેશમાં ગોશાલક મતાનુયાયી હોય છે જેવા કે બે ઘરોનું અંતર રાખી જે ભિક્ષા લે છે. ત્રણ ઘરોનું અંતર રાખી, સાત ઘરોનું અંતર રાખી ભિક્ષા લે છે. કમળના નાળની ભિક્ષા કરે છે. ઘણાં ઘરોમાંથી ભિક્ષા લે છે. વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લે. માટીની કોઠી આદિમાં પ્રવિષ્ટ થઈ તપશ્ચર્યા કરે છે. આ પ્રકારનું આચરણ કરતાં ઘણાં વર્ષો સુધી તે પયિને પાળી કાળ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ હોય છે. સ્થિતિ બાવીસ સાગરોપમની હોય છે. તેઓ આરાધક નથી. શેષ સર્વ પૂર્વવત જેઓ ગામ, આકર યાવતુ સન્નિવેશમાં પ્રવ્રજિત શ્રમણ થાય છે તે આ પ્રમાણેપોતાના ગૌરવને બતાવનાર, પરની નિંદા કરનાર, ભસ્મ આપનાર, વાંરવાર કૌતુક કરનાર, આ પ્રકારે આચરણ કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયને પાળે છે. પાળીને તે સ્થાનની આલોચના તેમજં પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ અટ્યુત દેવલોકમાં આભિયોગિક દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ હોય છે. ૨૨ સાગ રોપમની સ્થિતિ હોય છે. પરલોકના આરાધક નથી. બાકી પૂર્વવતું. જેઓ ગામ, આકર યાવતું નિવેશમાં નિલવ હોય છે તે આ પ્રમાણે બહુરત-અનેક સમયો માં કાર્ય થાય છે. જીવપ્રાદેશિકજીવ એક ચરમ પ્રદેશ સ્વરૂપ જ છે. અવ્યક્તિક સમસ્ત જગત સાધુ આદિના વિષયમાં અવ્યક્ત છે. સામુચ્છેદિક- સૈક્રિય- વૈરાશિક અબદ્ધિક-આ સાત નિલવ છે. તેમાં કેવળ ચયન્ટિક્રિયા તથા લિંગ-રજોહરણાદિની અપેક્ષાએ સમાનતા છે. • તે મિથ્યાવૃષ્ટિ છે. તેઓ અનેક પ્રકારના અસદુભાવોની ઉભાવનાથી તથા મિથ્યા આગ્રહથી પોતાને, બીજાને, સ્વ-પર બંનેને ઉન્માર્ગમાં જોડે છે તેમ જ પાપકર્મનું ઉપાર્જન કરતાં વિચરે છે. ઘણાં વર્ષો સુધી શ્રમણ પયયનું પાલન કરે છે. પાલન કરીને કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ ઉપરની રૈવેયકમાં દેવ પાયે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ છે. તેમજ સ્થિતિ ૩૧ સાગરોપમની છે. તેઓ પરલોકના આરાધક નથી, શેષ સર્વ પૂર્વવતુ. જે ગામ, આકર યાવતું સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે અલ્પારંભી, અલ્પપરિગ્રહી, ધાર્મિક, ધમનુગ-ધર્મ જેને ઈષ્ટ છે, ધર્મ કહેનારા, ધર્મને ઉપાદેયરૂપે માનનારા, ધર્મનું સેવન કરવામાં અધિક અનુરાગ સંપન, ધર્મ જેમનો ઉત્તમ આચાર છે સુવતી તેઓ સાધુ પાસેથી પ્રત્યાખ્યાને લઈને કેવળ એક સ્કૂલ પ્રાણાતિપાતથી જીવન પર્યત નિવૃત્ત રહે છે પરંતુ સૂક્ષ્મ પ્રાણાતિપાતથી વિરક્ત નથી થતા. એજ પ્રમાણે યાવતુ પરિગ્રહ સુધી જાણવું. એજ પ્રમાણે ક્રોધ, યાવતું મિથ્યાદર્શન શલ્યથી જીવન પર્યંત વિરત રહ્યા છે પરંતુ સૂક્ષ્મ ક્રોધાદિથી વિરક્ત નથી. તેમજ અમુક આરંભ, સમારંભથી જીવન પર્વત વિરક્ત રહે છે. સૂક્ષ્મ આરંભ સમારંભથી વિરક્ત નથી રહેતા. કોઈ એવા છે છે કે જેઓ કરવા કરાવવાથી જીવનપર્યત વિરત છે. કોઇ કરવા-કરાવવાથી વિરત નથી. કોઈ પચન, પાચન ક્રિયાથી જીવનપર્યત વિરત છે કોઈ પચન પાચનાદિથી વિરત નથી. કોઈ છેદન, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી જીવનપર્યંત વિરત છે. પણ કોઈ એ ક્રિયાથી વિરતા નથી. કોઈ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉવવાઇયું – (૫૧) ૩૭૨ ગંધ, માળા, અહંકા રથી જીવનપર્યંત નિવૃત્ત છે. કોઇ સ્નાનાદિથી નિવૃત્ત નથી. એજ પ્રકારે બીજા પણ જેટલાં સાવઘયોગયુક્ત અને માયાનિત તથા જીવોના પ્રાણોને પરિતાપ આપનાર વ્યાપાર છે તેનાથી કેટલાંક અંશે જીવનપર્યંત વિરત થયા છે કેટલાંક અંશે વિરત થયા નથી. જે આ પ્રમાણે શ્રમણોપાસક છે-જીવ, અજીવના યથાર્થ જ્ઞાતા હોય, પુણ્ય, પાપ ને જેણે સારી રીતે સમજેલ છે. આસ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના સ્વરૂપને જાણનાર, દેવ, અસુરકુમાર, નાગકુમાર, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ તેમજ મહોરગાદિ દેવોથી પણ નિગ્રંથ પ્રવચનથી જરા પણ ચલાયમાન થઇ શકે નહિ, આ નિગ્રંથ પ્રવચનમાં જેમની શ્રદ્ધા નિઃશંકિત છે, અભિલાષા રહિત છે, ગુણથી ભરપુર છે. ફળમાં જેની અસંદિગ્ધ શ્રદ્ધા છે, લબ્ધાર્થ છે, ગૃહીતાર્થ છે, પૂછાયેલ છે, ચારે બાજુથી સારી રીતે ગ્રહણ કરાયેલ છે, વિશેષ નિર્ણાયક છે, જેની નસેનસમાં પ્રવચન પ્રતિ અનુરાગ છે એવા શ્રાવકો કહે છે કે હે આયુષ્યમાન્ ! આ નિગ્રંથ પ્રવચન જ મોક્ષનું કારણ છે. માટે એ જ પરમાર્થ છે. શેષ અનર્થનાં કારણ છે. તેઓના ઘરના આગળીયા ખુલ્લા હોય છે, જેમના દ્વારો ખુલ્લા છે. રાજાના અંતઃપુરમાં જવા આવવામાં કોઈ અટકાવી શકતા નથી, ઘણાં પ્રકારના શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપ વાસથી આત્માને ભાવિત કરતા વિચરે છે તથા ચતુર્દશી, આઠમ, અમાવસ્યા, પૂર્ણિ માના દિવસે પૌષધ કરે છે. સારી રીતે પાલન કરે છે. શ્રમણ નિગ્રંથોને અસન, પાન, ખાદ્ય, સ્વાદિમ આ ચાર પ્રકારનાઆહારથીતેમજવસ્ત્ર,પાત્ર,કંબલ,રજોહરણ, ઔષધ, ભેષજ તેમજ પાઢિયારી વસ્તુ જેવી કે તાજોઠ, પાટ, શય્યા, સંસ્તારાકાદિથી મુનિઓને પ્રતિલાભિત કરતા વિચરે છે. વિચરતા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને આલોચના પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અચ્યુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ છે. સ્થિતિ ૨૨ સાગરોપમની છે. તેઓ આરાધક છે, તેઓ કે જે ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્યો થાય તેમાં કેટલાંક સાધુઓ હોય છે જે આરંભથી રહિત છે. પરિગ્રહથી રહિત છે. ધાર્મિક છે યાવત્ ધર્મથી આજી વિકા ચલાવનાર છે. સુશીલ, સુવ્રતી, ધર્મધ્યાનથી ચિત્તને આનંદિત રાખનાર, સર્વ પ્રકારના પ્રાણિતાપથી વિરક્ત છે યાવત્ સમસ્ત પરિગ્રહથી વિરક્ત છે. સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ યાવત્ મિથ્યાદર્શન શલ્યથી વિરક્ત છે. સર્વ આરંભ સમારંભથી વિરક્ત છે. સર્વ કરવા તથા કરાવવાથી વિરક્ત છે. સર્વ પ્રકારની પચન, પાચનક્રિયાથી વિરક્ત છે. સમસ્ત પ્રકારના કુટ્ટણ, પિટ્ટણ, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી વિર ક્ત છે. સંપૂર્ણ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, માલા, અલંકાર થી રહિત છે. તેમજ આ પ્રકારના બીજા પણ સાવઘયોગવાળા, માયાનિત કાર્યો છે કે જેમાં પ્રાણીઓને પરિતાપ ભોગવવો પડે છે તે સર્વ કાર્યોથી વિરક્ત હોય છે. તે અણગાર ઈયિસમિતિ, ભાષા સમિતિ યાવત્ નિથપ્રવચનને આગળ કરીને જ વિચરે છે. તે અણગાર ભગવંત આ પ્રકારના આચારથી વિચરતા તેમાંથી કેટલાંક ભગવાનોને અનંત યાવતુ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તેઓ તે કેવળ પર્યાયનું ઘણાં વર્ષો સુધી પાલન કરે છે. પાલન કરીને ભક્તપ્રત્યાખ્યાન કરે છે. અનેક Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ સત્ર-પ૧ ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. જેના માટે નગ્નભાવ ધારણ કરાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. આ સાધુઓમાંથી કોઈને કેવળજ્ઞાન, કેવળ દર્શનની ઉત્પત્તિ થતી નથી તે ઘણાં વર્ષો સુધી છબસ્થ પર્યાયનું પાલન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ઘણાં ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને જેના માટે નગ્નભાવ યાવતું પ્રયોજનની સિદ્ધિ કરે છે. છેલ્લા ઉદ્ભુવાસ નિઃશ્વાસોમાં અંતર હિત, અનુપમ, વ્યાઘાત રહિત, નિરાવરણ, સકલ, સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે, ત્યાર પછી સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે.. તેમાં કેટલાંકને તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેવા એક ભવાવતારી સંયમી પૂર્વકમ બાકી રહેવાના કારણે કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવ પાયે ઉત્પન્ન થાય છે. જે ગામ, આકર યાવતુ સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે-સમસ્ત વિષયોથી વિરક્ત, સર્વરાગથી રહિત, સર્વસંગથી રહિત, સર્વને હથી રહિત, અક્રોધી, નિષ્ક્રોધી, ક્ષીણક્રોધી, તેવીજ રીતે અમાની માયા અને લોભમાં પણ સમજવું. આવા જીવો અનુક્રમથી આઠ કર્મોની પ્રકૃતિઓનો સર્વથા નાશ કરી લોકાગ્રે સ્થિત થાય છે. [૫૨] હે ભગવન્! ભાવિતાત્મા અણગાર કેવલી મુદ્દાત દ્વારા આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી શું સમસ્ત લોકને સ્પર્શ કરી રહે છે ? હા રહે છે. હે ભગ વન્ત ! તેમના નિર્જરાના પગલો સમસ્ત લોકને સ્પર્શે છે ? ધ ! સ્પર્શે છે. હે પૂજ્ય ! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોને કંઈ વર્ણથી, ગંધથી ગંધને રસથી રસને, સ્પર્શથી સ્પર્શને જાણે છે?કે જુએ છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! આ જેબૂદ્વીપ સમસ્ત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. સર્વથી નાનો છે. ગોળાકારે છે. પુડલાના આકાર જેવો રથના પૈડાં જેવો કમળની કર્ણિકા જેવો મૂર્ણ ચંદ્રમાં જેવો ગોળ છે. તે એક લાખ યોજનની લંબાઈ, પહોળાઈવાળો છે. ૩ લાખ, ૧૬ હજાર, ૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ અને ૧૩ આંગુલથી થોડીક વધારે તેટલી તેની પરિધિ છે. મહા ઋદ્વિધારી, મહા તેજસ્વી, મા બલિષ્ઠ, મહાયશસ્વી, મહાસૌખવાળા, અત્યંત પ્રભાવશાળી એવા કોઈ દેવ એક ગંધની પેટીને ગ્રહણ કરે. ગ્રહણ કરીને ત્યાં જ ઉઘાડે, ઉઘાડીને સમસ્ત જેબૂદ્વીપની ત્રણ ચપટી વગાડવા જેટલા કાળમાં ૨૧ વાર પ્રદક્ષિણા કરે અને પાછા જલદી આવી જાય. ભગવાન પૂછે છે, કે હે ગૌતમસમસ્ત જંબૂદ્વીપ શું તે સુગંધિતપુદ્ગલોથી સૃષ્ટ થાય છે? હે પૂજ્ય ! હાં થાય છે. હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય તે સુગંધિત પુદ્ગલોનો વર્ણથી વર્ણ યાવતું જાણી શકે છે? જોઈ શકે છે? ભગવન્ત! એ અર્થ સમર્થ નથી. તેવી જ રીતે હે ગૌતમ! કહ્યું છે કે- છા સ્થ નિર્જરાના પુદ્ગલોનો વર્ણથી વણે જાણી શકતા નથી, જોઈ શકતા નથી. તે પુગલો સૂક્ષ્મ છે તેથી હે, આયુષ્યનું શ્રમણ ! સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત તે પુદ્ગલો જાણી શકાતા નથી. હે ભગવન્ત! કેવલી કયા કારણથી સમુદ્યાત કરે છે? શા માટે સમુદ્ ઘાતને પ્રાપ્ત ' થાય છે? હે ગૌતમ! કેવલીઓનાં ચાર કર્મ બાકી રહે છે. તે આ પ્રમાણે વેદનીય, આયુ, નામ અને ગોત્ર. વેદનીય કર્મની સ્થિતિ સૌથી વધારે હોય અને આયુ કર્મ સર્વથી થોડું હોય તો આ વિષમતાને સમાન કરવા માટે પ્રદેશબંધ અનુભાગ બંધથી સમાન કરે છે. તે માટે સમુદ્દાત કરે છે. હે પૂજ્ય શું બધા કેવલી સમુદ્રઘાત કરે છે? આ અર્થ સમર્થનથી. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ઉવવાહયં-(૫૩) [૫૩] સમુદ્દઘાત કર્યા વિના અનંત કેવલી જિન જન્મ, જરા, મરણથી રહિત થઈને શ્રેષ્ઠસિદ્ધ ગતિને પ્રાપ્ત થયા છે. પિ૪] હે ભગવન્ત ! આવાજીકરણ કેટલાં સમયમાં થાય છે ? અસં ખ્યાત સમયના અન્તમુહૂર્તમાં હે ભગવન્ત ! કેવલી સમુદ્યાતના કેટલાં સમયો કહ્યા છે? હે ગૌતમ! આઠ સમય છે. તે આ પ્રમાણે પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે. ત્રીજા સમયમાં મન્થાન કરે છે. ચોથા સમયમાં લોકપૂરણ કરે છે, પાચમાં સમયમાં અંતરાલમાં રહેલા આત્મપ્રદેશોનો ઉપસંહાર કરે છે, છઠ્ઠા સમયમાં મન્થાન રૂપે સ્થિત આત્મપ્રદેશોને સંકોચે છે. સાતમા સમયમાં કપાટાકારને સંકોચે છે, આઠમાં સમયમાં દંડાકારને સંકુચિત કરે છે. ત્યારપછી શરીરસ્થ થઈ જાય છે. હે પૂજ્ય ! સમુઠ્ઠાતમાં સ્થિત આત્મા શું મનોયોગને જોડે છે ? વચન યોગને પ્રયુક્ત કરે છે ? કાયયોગને પ્રયુક્ત કરે છે? હે ગૌતમ! ફકત કાયયોગ જોડે છે. હે પ્રભુ! કાયયોગને જોડે છે તો શું ઔદારિક કાયયોગને જોડે છે? ઔદારિક મિશ્ર કાયયોગને જોડે છે? વૈક્રિય શરીર કાયયોગને જોડે છે? વૈક્રિય મિશ્ર કાયયોગને જોડે છે? આહારક શરીર કાયયોગને જોડે છે? આહારકમિશ્ર કાયયોગને જોડે છે? કા મણ કાયયોગને જોડે છે ? હે ગૌતમ ! ઔદારિક શરીર કાયયોગને જોડે છે, ઔદારિક મિશ્ર કાયયોગને જોડે છે, અને કાર્પણ કાયયોગને જોડે છે. પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક શરીર કાયયોગ હોય છે. બીજા, છઠ્ઠા, સાતમાં સમયમાં ઔદારિકમિશ્ર શરીર કાયયોગ હોય છે, ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં કામણ શરીર કાયયોગ હોય. છે. હે પૂજ્ય! સમુદ્યાત અવસ્થા માં કેવલી સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિવૃત્ત થઈને શું સમસ્ત દુઃખોનો અંત કરે છે? આ અર્થ સમર્થ નથી. પરંતુ સમુઘાત કર્યા પછી ત્યાંથી નિવૃત્ત થઈ પોતાના શરીરમાં આવે છે. પછી મનોયોગ પણ પ્રવતવેિ છે, વચનયોગ પ્રવર્તાવે છે, કાયયોગ પણ પ્રવતવિ છે. હે ભગવંત ! મનોયોગ પ્રવતવે છે તો શું સત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? અસત્યમનોયોગ પ્રયુક્ત કરે છે ? મિશ્રમનોયોગ પ્રયુક્ત કરે છે ? કે અસત્યમૃષા મનોયોગ પ્રયુક્ત કરે છે? હે ગૌતમ ! સત્ય મનોયોગ પ્રયુક્ત કરે છે, અસત્યામૃષામનો યોગ પ્રયુક્ત કરે છે. હે ભગવન્! વચનયોગ પ્રવતવેિ છે તો શું સત્યવચન યોગ પ્રવતવે છે? યાવતુ અસત્યા મૃષા વચનયોગને પ્રવર્તાવે છે ? હે ગૌતમ ! સત્યવચનયોગને પ્રવર્તવે છે, અસત્યામૃષાવચન યોગને પ્રવતવિ છે. કાય યોગ પ્રવર્તાવતા તે આવે છે, જાય છે, બેસે છે, સુવે છે, ઉલ્લંઘન કરે છે, ઉલ્લેપણ કરે છે, પ્રક્ષેપણ કરે છે, તિછું ગમન કરે છે. પછી પ્રતિહારી પીઠ, લક, શયા, સંથારાને પાછા આપે છે. પિપ] હે પૂજ્ય ! તેવા કેવલી સયોગી અવસ્થામાં રહેતા સિદ્ધ યાવતું દુઃખોનો અંત કરે છે ? આ અર્થ સમર્થ નથી. તે સયોગી કેવલી પહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કના જઘન્ય મનોયોગથી પણ અસંખ્યાત ગુણહીન પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના જઘન્ય વચન યોગની નીચેના અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ અપર્યાપ્ત પનક જીવના જઘન્યથી નીચેના અસંખ્યાત ગુણહીન ત્રીજા કાયયોગનો નિરોધ કરે છે. આ પ્રકારના ઉપાયથી તે પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. તેનો વિરોધ થઈ Page #378 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પ૫ ૩૭૫ ગયા પછી વચન યોગનો વિરોધ કરે છે, વચન યોગનો નિરોધ થયા પછી કાયયોગનો નિરોધ કરે છે. સમસ્ત યોગોનો વિરોધ કર્યા પછી અયોગી અવસ્થાને પ્રાપ્ત થયા પછી પાંચ હ્રસ્વ અક્ષરોના ઉચ્ચારણ કાલ પ્રમાણ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્તમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. શૈલેશી અવસ્થાની પહેલા જે કર્મોની ગુણશ્રેણી રચી. હતી તેને શૈલેશી કાળમાં નષ્ટ કરતાં અસંખ્યાત ગુણશ્રેણિ દ્વારા અનંત કર્મના અંશોનો ક્ષય કરે છે. વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કમીશોનો એક સાથે ક્ષય કરે છે. ક્ષય કર્યા પછી ઔદારિક, તૈજસ, કામણ એ શરીરનો સર્વથા ત્યાગ કરી દે છે. ત્યાગ કરીને જુશ્રેણિને પ્રાપ્ત કરી અંતરાલ પ્રદેશોને સ્પર્શ કર્યા વિના એક સમયમાં વિગ્રહ રહિત ગતિથી સાકારોપયોગમાં સિદ્ધ ગતિમાં બીરાજમાન થાય છે. તે જીવો ત્યાં સિદ્ધ થાય છે. તેઓ સાદિ અનંત, નિશ્ચલ, બધ્યમાન કમથી રહિત, નિર્મળ-પૂર્વબદ્ધકમાંથી મુક્ત, અજ્ઞાનરૂપ અંધકારથી રહિત, વિશદ્ધ, ભવિષ્યમાં શાશ્વત સિદ્ધાવસ્થાથી યુક્ત રહે છે. હે ભગવન્ત ! તેઓ સાદિ અપર્યવસિત છે એમ આપ શા કારણથી કહો છો ? હે ગૌતમ! જેમ અગ્નિથી બળેલ બીજથી ફરી અંકુર ઉત્પન્ન થતો નથી તેવીજ રીતે સિદ્ધ ભગવાનને કર્મરૂપી બીજ બળી જવાથી ફરીને જન્મની ઉત્પત્તિ થતી નથી. તેથી હે ભગવન્ત! જીવ સિદ્ધ થતાં કયા સંહનનથી સિદ્ધ થાય છે?હે ગૌતમી વ8ષભનારા સંતનનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કયા સંસ્થાનથી સિદ્ધ થાય છે? કોઈ પણ સંસ્થાનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલી અવગાહનાથી સિદ્ધ થાય છે? હે ગૌતમ ! ઓછામાં ઓછી સાત હાથની અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલા આયુષ્યમાં સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી વધારે અને ઉત્કૃષ્ટ પૂર્વકોડની આયુષ્યવાળા હે પૂજ્ય! શું સિદ્ધ ભગવંતો રત્નપ્રભા પૃથ્વીની નીચે રહે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! શું સિદ્ધ ભગવાન સૌધર્મકલ્પની નીચે રહે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય! શું સિદ્ધ ભગવનું ઈષત્રાગભાર પૃથ્વીની નીચે રહે છે? હે ગૌતમઆ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! સિદ્ધો ક્યાં રહે છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘણાં સુંદર રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રમા, સૂર્ય ગ્રહ, નક્ષત્ર તેમજ તારા ઓનાં ભવનોથી ઘણા યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં કરોડો યોજન તેમજ અનેક કોટાકોટી યોજના ઉપર જતાં સૌધર્મ, યાવતું અચ્ચત, રૈવેયક વિમાનોને પાર કર્યા પછી યાવતુ સર્વાર્થસિદ્ધ મહાવિમાનના શિખરના અગ્રભાગથી ૧૨ યોજન ઉપર જતા ઈષ~ાભારા પૃથ્વી છે. તે ૪૫ યોજનની લાંબી પહોળી, ૧ કરોડ ૪૨ લાખ ૩૦ હજાર ૨૪૯ યોજનથી કંઈક વધારે પરિધિવાળી છે. આ ઈષ–ાભાર પૃથ્વી વચ્ચોવચ આઠ યોજન જાડી છે. તે મધ્ય ભાગથી ક્રમશઃ ધીમે ધીમે ઓછી થતાં સર્વ ચરમ પ્રદેશોમાં માખીની પાંખથી પણ વધારે પાતળી છે. તે આંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી છે. - આ ઈષત્રાગભાર પૃથ્વીના ૧૨ નામો છે. તે આ પ્રમાણે-ઈષતુ, ઇષ~ાભારા, તન, તનુતન, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તુપિકા, લોકાગ્રપતિબોધના, સર્વ પ્રાણ-ભૂત-જીવ સત્ત્વ સુખાવહા. ઈષત્નાભારા પૃથ્વી શંખના તળિયા જેવી ઉજ્જવલ, નિર્મળ શ્વેત પુષ્પ સમાન, કમળની મૃણાલ જેવી, પાણીના બિંદુ જેવી, બરફ જેવી, ગાયના દૂધ જેવી, હાર Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઉવવાદાં- (૫૫) જેવી શ્વેત છે. શીર પર ઓઢેલા છત્ર સમાન તેનો આકાર છે. સંપૂર્ણ શ્વેત સુવર્ણ સમાન છે, સ્વચ્છ છે, ચીકણી, ઘૂંટેલ વસ્ત્રની જેવી ચીકણી, સાણ પરઘસાયેલા પથ્થર જેવી, કોમળ શાણથી ઘસેલા પત્થર જેવી ચીકણી, નિર્મળ, કાદવથી રહિત, આવરણ રહિત, કિરણો જેમાથી નીકળે છે. શોભાસંપન્ન છે તે પ્રાસાદિક, દર્શનીય છે જેતઇષ~ાભારા પૃથ્વી ઉપર ૧ યોજનમાં લોકનો અંત છે. તે યોજન પ્રમાણ લોકનો છેલ્લા ગાઉના ઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ અનંતકાળ સુધી સ્થિત રહે છે. અનેક જન્મ, જરા, મરણની વેદનાથી જે વારંવાર જન્મ લેવો, ગર્ભમાં વાસ કરવો આદિ દુઃખોથી યુક્ત સંસારના પ્રપંચથી રહિત શાશ્વત બિરાજે છે. પિ૦-૬૦] હે પૂજ્ય ! સિદ્ધ ભગવંતો કયા સ્થાને અટક્યા છે? ક્યાં પ્રતિષ્ઠિત થયા છે? આ શરીરને છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે? સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગમાં રહે છે. લોકના અગ્રભાગમાં તેમની સ્થિતિ છે. આ મનુષ્યલોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. શરીરનો ત્યાગ કરતા સમયે અહિં જે સંસ્થાન હોય છે તે સિદ્ધનું સંસ્થાન છે. ત્યાં પ્રદેશઘન રૂપે થાય છે. કે અંતિમ સમયમાં જેવું સંસ્થાન હોય તેમાંથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના સિદ્ધોની હોય છે. ૩૩૩ ધનુષ્ય તથા એક ધનુષનો ત્રીજો ભાગ આ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ૬િ૧-૬૫] ચાર હાથ અને ૧ હાથનો ત્રીજો ભાગ સિદ્ધોની મધ્યમ અવગાહના જાણવી જોઇએ. હાથથી થોડી વધારે એ સિદ્ધોની જઘન્ય અવગાહના જણવી જોઇએ. સિદ્ધ પોતાની અવગાહનાથી અંતિમ શરીરના ત્રીજા ભાગને ઓછો કરી જેનો આકાર કહી શકાય નહિ તેવા આકારમાં સ્થિત છે જે જરા, મરણથી મુક્ત છે. જે ક્ષેત્રમાં સિદ્ધો બીરાજે છે તે જ ક્ષેત્રમાં અનંત સિદ્ધો બિરાજે છે. તેમના ભવનો ક્ષય થઈ ગયો છે. તેઓ એકબીજામાં વ્યાપીને રહેલા છે. એક સિદ્ધ નિયમથી આત્માના અસંખ્યાત પ્રદેશો દ્વારા અનંત સિદ્ધોનો સ્પર્શ કરે છે. તે બધા અસંખ્યાત પ્રદેશોથી સંસ્થિત છે. દેશથી સ્પશયેિલા અસંખ્યાત. ગુણા સિદ્ધો છે. [૬૬-૭૦] અશરીરી, ધનરૂપ, કેવળજ્ઞાન કેવળદર્શનથી યુક્ત સાકાર ઉપ યોગથી યુક્ત તથા નિરાકારોપયોગથી ઉપયુક્ત છે. આ સિદ્ધોના લક્ષણો છે. કેવળજ્ઞા નોપયોગથી યુક્ત ભગવાન સર્વ વસ્તુના અનંતગુણ અને અનંત પયયને જાણે છે અને અનંત કેવળદ્રષ્ટિથી સર્વ પ્રકારે જુએ છે. સિદ્ધોને જે બાધારહિત સુખ પ્રાપ્ત થયું છે તે સુખ મનુષ્યને કે સર્વ દેવોને હોતું નથી. દેવોનું સર્વકાળનું જે સુખ છે તેને અનંતગણું કરવામાં આવે તો પણ તે મુક્તિના સુખની બરાબર ન થઈ શકે. તે અનંત વર્ગોથી વર્ગિત કરવામાં આવે પણ મુક્તિ સુખની બરાબર ન થઈ શકે. સિદ્ધ ભગવાનના સુખની જે રાશિ છે તેને સર્વ કાળના સમયોથી જો ગુણવામાં આવે અને તે રાશિને અનંતવર્ગથી ભાગવામાં આવે તો પણ સર્વ આકાશમાં સમાઈ શકે નહિ. [૭૧-૭પ જેમ કોઈ મ્લેચ્છ ઘણાં પ્રકારના નગર ગુણોને જાણતો થકો પણ તેનું વર્ણન કરી શકતો નથી કારણ કે ત્યાં ઉપમાનો અભાવ છે. આ રીતે સિદ્ધોનું સુખ છે જે અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી. કંઇક વિશેષતાથી સિદ્ધોના સુખની ઉપમા આપી સમજાવે છે. જેમ કોઈ પુરુષ સર્વ કામગુણોથી યુક્ત ભોજન ભોગવી તૃષા તથા સુધાથી રહિત થઈ અમૃતપાનની તૃપ્તિની સમાન સુખી થાય છે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા, Page #380 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૧ થી ૭૫ ૩૭૭ નિર્વાણને પ્રાપ્ત થયેલા સિદ્ધો અતુલ, અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી મુક્તિસ્થાનમાં સદા સુખી રહે છે. કતકર્યો હોવાથી સિદ્ધ, લોકાલોકના જ્ઞાતા હોવાના કારણે બદ્ધ, સંસારના પારગામી, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરવાથી પરંપરાગત, કર્મ કવચથી રહિત હોવાના કારણે અજર, અમર, અસંગી બન્યા છે. [૭૬-૭૭] તે સિદ્ધ સર્વ દુઃખોનું અતિક્રમણ કર્યું છે. જન્મ, જરા, મરણના બંધનથી મુક્ત થવાના કારણે શાશ્વત, અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. અતુલ સુખ-સાગરમાં મગ્ન, અવ્યાબાધિત, અનુપમ સ્થાનને પ્રાપ્ત કરેલ સિદ્ધ સર્વકાળ અનંતકાળ સુધી સુખી રહે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - ઉવવાઈયં-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧-ગુર્જરછાયાપૂર્ણ - Page #381 -------------------------------------------------------------------------- ________________ [૩૭૮] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :222222 E ૧૩ ( રાયસેણિય રા ઉવંગ ત્ર-૨-ગુરાયા A ( [અરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર-થાઓ, લોકમાં રહેલ સર્વ સાધુને નમસ્કાર થાઓ.] [૧] તે કાલે તે સમય આમલકપ્પા નામે નગરી હતી. એ આમલકપ્પા નગરીમાં ધન અને ધાન્ય વગેરેની વિભૂતિ પરિપૂર્ણ હતી, વાવદર્શનીય, મનોહર, પ્રાસાદિક અને અસાધારણ સૌંદર્ય યાવતુ વાળી હતી. [૨]એવી એ આમલકપ્પા નગરીથી બહાર ઈશાન ખૂણામાં અંબસાલવણ નામનું એક ચૈત્ય હતું. એ ચેત્ય ઘણા લાંબા કાળનું પુરાણું, યાવતુ એ વનખંડ જોતાં જાણે કે મેઘનો સમૂહ જ ન હોય એવો ભાસ જોનારને થતો હતો. [૩]ચત્યની ચારે બાજા પથરાએલા એ પહોળા વનખંડમાં વચ્ચોવચ્ચ એક મોટું ઉંચું અશોકનું વૃક્ષ હતું, આંખને ઠારે એવું, પ્રસન્નતા પમાડનારું ઘણું સુશોભિત હતું. [૪] એ નગરીમાં રાજા શ્રેણિક અને રાણી ધારિણીનું રાજ્ય હતું. શ્રમણભગવંત મહાવીર સમોસ - પર્ષદા નીકળી યાવતુ રાજા એ પરિઉપાસના કરો આ સર્વે વાત ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવી. ૫] જે સમયે શ્રમણ ભગવાન મહાવીર આમલકપ્પા નગરીની બહાર આવેલા અંબાલવણ ચૈત્યના સમવસરણ માં બિરાજતા હતા તે કાલે તે સમયે સૌધર્મકલ્પમાં સૂયભિવિમાનમાં સુધમાં નામની સભામાં સૂયભિસિહાસન ઉપર બેઠેલા સૂયભદેવ પોતાના વિપુલ અવધિવડે સમગ્ર જંબુદ્વીપ તરફ નજર નાંખી તેને બરાબર નિરખી રહ્યો હતો.એ સૂર્યાભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દેવો, પોતપોતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સૂર્યાભિવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવો અને દેવીઓ હતાં. સૂયભિસિંહાસના ઉપર બેઠેલો તે સપરિવાર સૂર્યાભદેવ - નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીજાં વિવિધ વાજાંઓ અને વાદનકળામાં દક્ષ પુરષ જેને વગાડે છે એવો મેઘની પેઠે ગાજતો. મૃદંગઅદિ બધાંમાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતો સાંભળતો દિવ્ય ભોગોને ભોગવતો રહેતો હતો. સૂયભિદેવે સમગ્ર જંબૂદ્વીપને નિરખતાં નિરખતાં ભારતવર્ષમાં આમલકપા નગરીની બહાર અંબસાલવણ ચૈત્યમાં આવી રહેલા અને યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ Page #382 -------------------------------------------------------------------------- ________________ - સત્ર-૫ - ૩૯ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા. ભગવાનનું દર્શન કરીને તે સૂયભદેવ હર્ષવાળો, તોષવાળો અને આનંદિત ચિત્તવાળો થયો તથા ભગવાન તરફ એના મનમાં પ્રીતિ થઈ-પરમ સૌમનસ્ય થયું. હર્ષના આવેગથી તેનું હૃદય ધબકવા લાગ્યું, એનાં કમળ જેવાં ઉત્તમ નેત્રો ખીલી ઉઠ્યાં, આનંદના વેગથી એનાં ઉત્તમ કડાં બેરખાં કેયૂર મુગટ બને કુંડલો અને સુંદર હારથી સુશોભિત છાતી-એ બધું ચલાયમાન-થઈ ગયું. નીચે સુધી લટકતા પ્રલંબને અને કંપાયમાન થએલાં બીજાં આભૂષણોને ધારણ કરતો તે સૂયભિદેવ ભગવાન મહાવીરને જોતાંજ સંભ્રમ સાથે ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસનથી ઊભો થઈ ગયો, પછી તેણે પાદપીઠ ઉપર ચડી પાદુકાઓ મોજડીઓ-કાઢી નાખી અને તીર્થકરની સામે સાત આઠ પગલાં જઈ ડાબો ઘુંટણ ઉંચો કરી જમણો ઘૂંટણ ધરણી ઉપર ઢાળી મસ્તકને ત્રણ વાર ધરણી ઉપર નમાવવું. પછી જરાક માથાને ઉંચું કરી કડાં અને બેરખાંથી સ્તબ્ધ થએલી ભુજાઓને ભેગી કરી, દશે નખ એક બીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી શિરસાવત પૂર્વક મસ્તકે અંજલિ જોડી તે આ પ્રમાણે બોલ્યો : અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, ધર્મના આદિકર, તિર્થંકર સ્વયં સંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ પરિસસીહ પરિષવરપુંડરિક, પુરુષોમાં ગંધહસ્તિ લોકમાં ઉત્તમ, લોકનાથ, લોક હિતવાળા, લોકમાં પ્રદીપ, લોકમાં પ્રોન કરનાર. અભય-ચક્ષુ- માર્ગજીવ-શરણ -બોધિ અને ધર્મને દેનારા, ધર્મદશક, ધર્મનાયક, ધર્મવરચાઉરંતચક્રવર્તી, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શન ધારક, છઘસ્થપણું ચાલ્યુગણું છે તેવા જિન, તરનાર, તારનાર, બોધ પામેલા બોધ પમાડનારા મુકત થયેલા, મુકત કરનારા, સર્વજ્ઞ સર્વદશી, કલ્યાણ, અચલ, અરુજ અનંત અક્ષય અવ્યાબાધ જેને ફરી જન્મ લેવાનો નથી તેવા સિદ્ધિ ગતિ ને પામેલા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ, અહીં રહેલો હું ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને વાંદુ છું, ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલા મને જાએ છે? એમ કરીને તે સૂયભિદેવ ભગવાનને વાંદી નમી પાછો પૂર્વાભિમુખ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. [૬]ત્યારપછી તે સૂયભદેવના આત્મામાં ચિંતન રૂપ, અભિલાષપ આ આ પ્રકારનો મનોગત સંકલ્પ-વિચાર-ઉત્પન્ન થયો “યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાનું મહાવીર જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલી કપ્પા નગરીની બહાર અંબસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે તે મારે માટે શ્રેયરુપ છે. તેવા પ્રકારના અરહંત ભગવંતોનાં માત્ર નામ ગોત્ર કાને પડે તોપણ તે મહાફલરુપ છે, તો પછી તેમની સામે જવાનો, તેમને વાંદવાનો, નમસ્કાર કરવાનો, તેમની પાસેથી કેટલાક ખુલાસા પૂછવાનો અને તેમની ઉપાસના કરવાનો પ્રસંગ મળે તો તો કહેવું જ શું? આર્ય પુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તોપણ તે મહાફલરુપ છે, તો પછી તેમની પાસેથી વિપુલ અર્થ-મેળવવાનો પ્રસંગ સાંપડે તો તો કહેવું જ શું? તો હું શ્રમણભગવાન મહાવીરને વાંદવા,નમવા,તેમનો સત્કાર કરવા, સન્માન કરવા તથા તે કલ્યાણપ, મંગળરુપ, ચૈત્યરુપ અને દવરુપ શ્રમણ ભગવાન મહા વીરની પપાસના કરવા જાઉં.“શ્રમણ ભગવાન મહાવીરની એ પપાસના મારે માટેજન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષેમકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે”: Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. રાયખસેલિયં-(૬) એમ તે સૂર્યાભદેવ વિચાર કરે છે. એ પ્રમાણે ગંભીરપણે વિચારીને તેણે પોતાના આભિયોગિક દેવોને બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું : [૭]"હે દેવાનુપ્રિયો ! એમ છે કે, યોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના ભારતવર્ષમાં આમલકપા નગરીની બહાર અંબાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે. તો હે દેવાનુપ્રિયો! તમે ત્યાં જાઓ અને અંબસાલવણ ચૈત્યમાં બિરાજતા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંદો, નમો અને પછી તમારા નામ અને ગોત્રો તેમને કહી સંભળાવો, તથા શ્રમણ ભગવાન મહાવીરના ઊતારાની આસપાસ ચારે બાજુ યોજન-પ્રમાણ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે જે કાંઈ પડ્યું હોય તેને ત્યાંથી ઉઠાવી દૂર કરો અને એ જમીનને તદ્દન ચોકખી કરો. વળી, તેટલી જમીન ઉપર સુગંધી પાણીનો છંટકાવ એવી રીતે કરો જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય, બહુ પાણીપાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી, જેની રજ જરા પણ ઉડતી નથી એવી જમીન ઉપર જલજ અને સ્થલજ એવાં પાંચ પ્રકારનાં સુગંધી પુષ્પોનો વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુષ્પો ચત્તાંજ પડે, તેમનાં ડિટિયાં નીચે રહે અને એ પુષ્પો બધે જમીનથી ઉચે એક એક-જાનુ-હાથ-સુધી ઉપરાઉપર ખીચો ખીચ રહે. આ ઉપરાંત તે જમીનને કાળો અગરૂ, ઉત્તમ કિનરૂ અને તુક્કના સુગંધી ધૂપથી મધમધિત કરો અને એ રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો- જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુંગધીમાં સુગંધી અને પવિત્ર બનાવો-આમ કરી કરાવીને પછી મને શીધ્ર સમાચાર પણ આપો.” [૮] આભિયોગિક દેવોએ “શ્રીમાન દેવ જે કહે છે તે બરાબર છે એમ કહી સૂયાભદેવની એ આજ્ઞાને તે સહર્ષ વિનયપૂર્વક હાથ જોડીને સ્વીકારી અને પછી તેઓ ઈશાન કોણ તરફ જવા નીકળ્યા. ઈશાન કોણ તરફ જઈ વૈક્રિયસમુદ્દાત વડે તેમણે સંખ્યય યોજન લાંબો દંડ કાઢ્યો અથતુ એ દ્વારા તે દેવોએ રત્ન, વજ, વૈડુર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભપલ, સૌગંધિત, જ્યોતિરસ, અંજનપુલક, અંજન, રજત, જાત રુપ, અંક, સ્ફટિક અને રિષ્ટનાં મોટાં-જાડાં પગલો દૂર કરી સૂક્ષ્મ પુદ્ગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમુદ્દઘાત કરી તેમણે પોતાનાં ઉત્તર વૈક્રિયપો બનાવ્યાં. આ રીતે તેઓ-પોતાનાં રુપોને બનાવી ઘણી જ વરાવાળી, વિશેષ વેગ વાળી, અતિશય શીઘ્ર તાવાળી, વધુમાં વધુ ચાલતાવાળી, પ્રચંડ દિવ્ય ગતિથી તીરછી દિશામાં જવા ઉપડ્યા. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતા તેઓ જેબૂદ્વીપના ભારતવર્ષમાં આવી પહોંચ્યા.પછી ત્યાં આમલકપ્પા નગરીની બહાર જે તરફ અંબસા લવણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા તે તરફ જઈ તે આભિયોગિક દેવોએ ભગવાન મહાવીરની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંધા, નમસ્કાર કર્યો અને પછી તેઓ આ પ્રમાણે બોલ્યા : “હે ભગવાન ! અમે સૂયભિદેવના આભિયોગિક દેવો છીએ, આપ દેવાનુપ્રિયને વાંદીએ છીએ, નમીએ છીએ, સત્કારીએ છીએ, સન્માનીએ છીએ અને કલ્યાણપ, મંગળરુપ, દેવરુપ અને ચૈત્યરુપ એવા આપ દેવાનુપ્રિયની પર્યાપાસના કરીએ છીએ.” [૯] હે દેવો' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તે દેવોને આ પ્રમાણે કહ્યું: “હે Page #384 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૯ ૩૮૧ દેવો! એ પુરાતન છે, હે દેવો ! એ કૃત્યરુપ છે, હે દેવી! એ કરણીયરુપ છે, હે દેવો! એ આચૈણ છે, અને હે દેવો ! એ સંમત મનાએલું છે કે ભવનપતિ, વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે અને તેમ કરી પોતપોતાનાં નામ-ગોત્રો કહી સંભળાવે છે. એ પુરાતન પદ્ધતિ છે અને તે સમ્માત થએલી છે.” [૧૦] ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરે જેમને ઉક્ત રીતે કહેલું છે એવા તે આભિયોગિક દેવો હર્ષિત થયા અને યાવતું પ્રફુલ્લ હૃદયવાળા થયા. તેમણે શ્રમણ ભગ વાનને વાંદી નમી ઉત્તરપૂર્વના ખૂણા તરફ જઈ વૈક્રિસમુદ્દાત કર્યો, તે દ્વારા સંખ્યય યોજન લાંબો દંડ કાઢ્યો અર્થાતુ એ સમુદ્યાત દ્વારા તે દેવોએ મોટાં- જાડાં - પગલોને દૂર કરી સૂક્ષ્મ પુદ્ગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમુદુઘાત કરી તે દેવોએ સંવર્તક વાયુની રચના કરી અને તે વાયુદ્વારા શ્રમણ ભગવાન મહાવીરનો જે સ્થળે ઊતારો હતો તે સ્થળની આસપાસ ચારે બાજુ એક યોજના સુધીમાં જે કાંઈ અપવિત્ર- સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે પડ્યું હતું તે બધું ત્યાંથી ઉઠાવી દૂર કરી યોજના પ્રમાણ ભૂમંડલને સ્વચ્છ કર્યું. વળી, ફરીવાર વૈક્રિયસમુઘાત કરી તે દ્વારા તે દેવોએ પાણી ભરેલાં વાદળની રચના કરી. જેમ કોઈ કુશળ છંટારો પાણીભરેલા મોટા ઘડLદ્વારા કોઈ બગીચાને છાંટે અને તેને શાંતરજ-શીતળ કરે તેમ તે દેવોએ એ પાણી ભરેલાં વાદળદ્વારા એ સ્વચ્છ કરેલ ભૂમંડળ ઉપર સુગંધી પાણી વરસાવી-છાંટી ત્યાં ઉડતી. ધૂળને બેસાડી દીધી-તેને શાંત રજ-શીતળ બનાવી દીધું. પાણીને વરસાવતો મેઘ જેમ ગાજે છે અને વીજળીથી ઝબકે છે તેમ તે દેવોએ રચેલું એ પાણી ભરેલું વાદળ પણ પાણીને વરસાવતું ગાજતું હતું અને વીજળીથી ચમકતું હતું. વળી, ત્રીજી વાર વૈક્રિય સમુદ્દઘાત કરી તે દ્વારા તે દેવોએ ફૂલભરેલાં વાદળની રચના કરી. જેમ કોઈ માળીનો કુશળ યુવાન પુત્ર ફૂલભરેલી ચુંગેરીઓ દ્વારા રાજસભાને પુષ્પોથી મધમધિત કરી દે તેમ તે દેવોએ મેઘની પેઠે ગાજતા અને વીજળીથી ઝબકતા એ ફૂલભરેલાં વાદળદ્વારા પાણીથી સુગંધિત કરેલી એ ભૂમિ ઉપર પાંચ પ્રકારનાં પુષ્પોને વરસાવી તેને ચારે બાજુથી વ્હેક કરી મૂકી અને જમીનથી ઉંચે એકએક જાન- સુધી ઉપરા ઉપર પુષ્પોથી ખીચોખીચ ભરી દીધી. તે પુષ્પો પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુષ્પનું ડિંટિયું નીચું રહે અને કળીઓવાળો ભાગ ઉપર રહે. ત્યારપછી, પુષ્પોથી મધમધતા એ ભૂમંડળને કેમ જાણે સુગંધનો મહાસાગર ન બનાવવો હોય તેમ એ દેવોએ ત્યાં ચારે બાજુ ઉત્તમ કાળો અગર, ઉત્તમ કિનરૂ અને તુક્કનો સુગંધી ધૂપ મૂકી તેને ઘણું જ સુગંધિત કરી મૂક્યું અને એવી રીતે કરી તે સ્થળે દેવો પણ આવી શકે એવું તેને આકર્ષક બનાવી દીધું. હવે આ બધું ભૂમિશુદ્ધિને લગતું કામ પતાવી તે દેવો શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યા, ત્યાં આવી તેમને વાંદી નમી ત્યાંથી પોતાના સ્થાન ભણી જવા નીકળ્યા. જે જાતની વેગવતી પ્રચંડ ગતિથી તેઓ આવ્યા હતા તેજ ગતિદ્વારા જતા તેઓ સૌધર્મકલ્પને સત્વર પહોંચી ગયા. ત્યાં જે તરફ સૂર્યાભનામનું વિમાન હતું અને સુધમાં સભામાં જે તરફ સૂયભિદેવ બિરાજેલો હતો. ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક હાથ જોડી માથું નમાવી સૂયભિદેવનો જય થાઓ-વિજય થાઓ એવો પ્રઘોષ કર્યો અને તેમણે તેને જણાવ્યું કે “હે મહારાજ ! આપે અમને ભગવાન મહાવીરના ઊતારાની આસપાસના ભૂમંડળને શુદ્ધ અને સુગંધિત Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ રાયણસેયિં-(૧૦) કરવાની. જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે અમે બધું કરી આવ્યા છીએ [૧૧]ત્યારપછી તે સૂયભદેવ, એ અભિયોગિક દેવો પાસેથી તેમણે કહેલી ઉકત હકીકતને સાંભળીને અવધારીને હર્ષિત થયો, તુષ્ટ થયો યાવતુ પ્રફુલ્લ હૃદયવાળો થયો. ત્યારબાદ તેણે પોતાના સેનાપતિ દેવને બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હૈ દેવાનુપ્રિય ! સૂયભવિમાનમાં આવેલી સુધમ સભામાં એક મોટી સારા રણકારવાળી ઘંટા ટાંગેલી છે, જેનો ઘેરાવો યોજન પ્રમાણ છે અને જે મેઘની પેઠે ગંભીર અને મધુર રણકો કરે છે તે ઘંટાને તું શીધ્ર ઉલાળતો ઉલાળતો-ઉંચા ઘોષથી ઉદૂઘોષણ કરતો કરતો આ હકીકતને જાહેર કરઃ હે દેવો ! સૂયભવિમાનમાં રહેનારા પ્રત્યેક દેવદેવીઓને સૂયભિદેવ આજ્ઞા કરે છે કે હે દેવો ! જમ્બુદ્વીપના ભારતવર્ષમાં આવેલી આમલકપ્પા નગરીના અંબાલ વણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમોસય છે, તેને વાંદવા માટે સૂયભદેવ જનાર છે તો હે દેવાનુપ્રિયો ! તમે પણ તમારી સર્વ શોભા-ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે અને પોતપોતાના પરિવાર સાથે સંપરિવૃત થઈ પોતપોતાનાં યાન વિમાન ઉપર ચડી તેની સાથે જવા તૈયાર થાઓઃ આ માટે વિલંબ ન કરતાં તમે બધાં સૂયભિદેવની સમક્ષ હાજર થઈ જાઓ.” [૧૨]એ પ્રકારની આજ્ઞા કરવાની સૂયભિદેવની સૂચના સાંભળીને તે સેનાપતિદેવ હર્ષિત થયો અને તે આજ્ઞા કરવાની સૂચનાને તેણે વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સેનાપતિદેવ સૂયભિવિમાનમાં આવેલી સુધમ સભામાં આવ્યો અને જ્યાં તે મોટી સારા રણકારાવાળી અને વગાડતાંજ મેઘની પેઠે ગાજતી એવી યોજનપ્રમાણ ઘેરાવા વાળી ઘંટા ટાંગેલી છે ત્યાં જઈ તેણે તેને ત્રણ વાર ઉલાળી. એ ઘંટાને ત્રણ વાર ઉલાળતાંજ સૂયભવિમાનમાં એક મોટો જબરદસ્ત અવાજ થયો, તે અવાજ થતાંજ તે વિમાનમાં રહેલા બધા મહેલો અવાજના પડછંદાથી ગાજી ઉઠ્યા. એ મહેલોમાં રહેનારા દેવો અને દેવીઓ પરસ્પર ક્રીડામાં મશગુલ હતાં, રતિમાં આસકત હતાં અને અનેક પ્રકારના વિલાસોમાં તલ્લીન હતાં, તે બધાં એ ઘંટાનો અવાજ સાંભળી એકકાન થઈ ગયાં, ઘંટાનો અવાજ સાંભળી તે બધાંને કુતૂહલ થયું. ઘંટાનો અવાજ શાંત થયા પછી તે દેવો અને દેવીઓએ “સૌએ ભગવાન મહાવીરને વાંદવા માટે જનારા સૂયભિદેવ સાથે જવા તૈયાર થવું અને બરાબર વખતસર પોતપોતાનાં વાહન-વાનો સાથે સૂયભિદેવની સમક્ષ હાજર થવું' એવી એ સેનાપતિદેવે સૂચવેલી સૂર્ય ભદેવની આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળી. [૧૩]સેનાપતિદેવે સંભળાવેલી સૂયભદેવની આજ્ઞાને સાંભળીને એ બધાં દેવો અને દેવીઓ હર્ષિત થયાં. એમાંનાં કેટલાંકને તો ભગવાન મહાવીરને વાંદવાની વૃત્તિ થઈ આવી, કેટલાંક તો ભગવાન મહાવીરને પૂજવા માટે ઉત્સુક થઈ ગયાં, કેટલાંકને ભગવાન તરફ સત્કારનો ભાવ ઊપજ્યો, કેટલાંક ભગવંત તરફ સન્માનવૃત્તિવાળાં થયાં, કેટલાંક માત્ર કુતૂહળ વૃત્તિથી જ ભગવાનની પાસે જવાને તૈયાર થવા લાગ્યાં, કેટલાંકને એમ થયું કે ભગવાન પાસે જશું તો જેવું આજસુધી નથી સાંભળ્યું તેવું નવું સાંભળશું, કેટલાંક એવું વિચારવા લાગ્યાં કે ભગવાન પાસે જશું તો અર્થોન, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછવાનો પ્રસંગ મળશે. બીજાં કેટલાંક માત્ર સૂયભ દેવની આજ્ઞાની ખાતર જ તૈયાર થવા માંડ્યાં, કેટલાંક વળી પરસ્પરના અનુરાગથી ભગવાન પાસે જવાની તૈયારી કરવા લાગ્યાં, કેટલાંક જિનભક્તિના રાગને લીધે અને Page #386 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૭ ૯૮૭ કેટલાંક ભગવાન પાસે જવાનો પોતાનો ધર્મ છે, આચાર છે, એમ સમજીને સજ્જ થવા લાગ્યાં. આ પ્રમાણે અનેક પ્રકારની વૃત્તિથી ઉત્સાહિત થએલાં તે દેવો અને દેવીઓ. પોતપોતાની ઋદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે તૈયાર થઈ પોતપોતાના યાન વિમાન સજ્જ કરી બરાબર વખતસર સૂયભદેવની સમક્ષ હાજર થયાં. [૧૪]પોતે કરેલી સૂચના પ્રમાણે બરાબર વખતસર હાજર થએલાં તે દેવો અને દેવીઓને જોઈને સુભદેવ ખુશખુશ થઈ ગયો. પછી તેણે પોતાના આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિયો ! લાખ યોજનાના વિસ્તારવાળું એક મોટું યાન વિમાન તમે જલદી તયાર કરો. એ મોટા વિસ્તારવાળા યાનમાં સેંકડો સ્તંભો ગોઠ વવાના છે, એમાં જાત જાતના હાવભાવવાળી અનેક પૂતળીઓ જડવાની છે, જ્યાં ત્યાં શોભે એ રીતે વરુ, વૃષભ-બળદ, ઘોડા, મનુષ્ય,મગર, પક્ષી, સપ કે વાઘ, કિન્નર, શરભ, ચમરી ગાય, હાથી, વનવેલો અને કમળવેલો એ બધું ચીતરવાનું છે, થાંભલાઓ ઉપર વજની વેદિકાઓ બનાવવાની છે, વિદ્યાધર અને વિદ્યાધરીનું જોડલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રો તે વિમાનમાં ગોઠવવાનાં છે, હજારો કિરણોથી સૂર્યની પેઠે ઝગારા મારે એવું હજારો રુપકોથી યુક્ત એવું તે વિમાન રચવાનું છે, અને જોનારની આંખને શીતળ કરે એવું, અડકનારના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું ટાંગેલી અનેક ઘંટડીઓના મધુર રણકારાવાળું દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિ વાળું એવું એ યાન વિમાન શીધ્ર તૈયાર કરવાનું છે. હે દેવી! તેવા તે યાન વિમાનને તૈયાર કરીને તમે મને જલદી સમાચાર આપો.” [૧૫]આભિયોગિક દેવોને સૂયાદવે પૂર્વોક્ત પ્રકારનું યાન વિમાન બનાવવાની આજ્ઞા કરી તેથી તેઓ ખુશ થયા અને એ આજ્ઞાને તેમણે વિનયપૂર્વક માથે ચડાવી. પછી તેઓ ઉત્તરપૂર્વના ખૂણા તરફ ગયા, ત્યાં જઈને તેમણે વૈક્રિયસમુદ્યાત કયો અને તે દ્વારા સંખ્યય યોજના લાંબો દંડ કાઢ્યો, જાડાં પુદ્ગલોને મૂકી સૂક્ષ્મ પુગલોને લીધાં, વળી, ફરીવાર પણ વૈક્રિયસમુઘાત કર્યો અને પછી તે આભિયોગિક દેવો દિવ્ય એવા તે વિમાન બનાવવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યા. તે દેવોએ એ દિવ્ય યાન વિમાનની ત્રણ બાજાઓ ત્રણ મોટાં સુંદર સોપાન ગોઠવ્યાં એક સોપાન પૂર્વમાં, બીજું દક્ષિણમાં અને ત્રીજું ઉત્તરમાં. તે સોપાનોની ભોંય વજમય બનાવી તેનાં પ્રતિષ્ઠાનો રિઝરત્નોનાં બનાવ્યાં, ટેકા માટે મૂકેલા સ્તંભો વૈદુર્યરત્નમાંથી ઘડ્યા, સોપાનોનાં પાટિયાં સોનાપામય રચ્યાં, કઠેડામાં આવેલી સૂઈઓ લોહિતાક્ષરત્નોમાંથી નીપજાવી સાંધાના (ભાગો વજથી જડ્યા, અવલંબનોને અનેક પ્રકારનાં મણિઓમાંથી બનાવ્યાં, અવલંબન બાહુઓને-સોપાનોની બને બાજાની કઠેડાવાળી ભીંતોને પણ મણિઓ માંથી જ રચ્યાં. આ પ્રકારે તે દેવોએ યાન વિમાનની ત્રણ બાજુએ મૂકેલાં સોપાનો અતિ આકર્ષક, જોનારના ચિત્તને પ્રસાદ ઉપજાવે એવાં અને ઘણાં મનોહર બનાવ્યાં. તે ત્રણે સુંદર સોપાનોની આગળ સુંદર તોરણો બાંધ્યાં. તે તોરણો પણ ચંદ્રકાંત અને સૂર્યકાંત વગેરે અનેક મણિઓથી ભરેલાં હતાં, મણિમય સ્તંભો ઉપર ગોઠવેલાં હોવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મોતીઓ મૂકીને અનેક પ્રકારની ભાતો પાડેલી હતી, હાથી, ઘોડા, મગર, પક્ષી, વનવેલો અને કમળવેલો વગેરે અનેક પ્રકારનાં ચિત્રો એ તોરણોમાં કરેલાં હતાં, ફરતી પૂતળી જેવાં યંત્રો પણ એમાં ભરેલાં હતાં અથવા Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ રાયપશિયં-(૧૫) ગોઠવેલાં હતાં, એ બધાં તોરણો ખૂબ પ્રકાશમાન હતાં, જોનારની આંખને અડકનારના હાથને સુખ ઉપજાવે એવાં પ્રાસાદિક હતાં.વળી, તે તોરણોની ઉપર તે આભિયોગિક દેવો એ સાથીઓ,શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન કલશ, મત્સ્ય-માછલી અને દર્પણ એ આઠ આઠ મંગલો ગોઠવ્યાં, ઉપરાંત વજમાંથી બનાવેલાં ડાંડીવાળાં કાળાં ચામર, ધોળાં ચામર વગેરે અનેક રંગનાં ચામરોની ધજાઓ પણ તે તોરણો ઉપર લટ કાવેલી હતી. વળી, તે તોરણો ઉપર, છત્ર ઉપર છત્ર હોય તે ઘાટે અનેક છત્રો, એ પ્રમાણે અનેકઘંટડીઓ, પતાકાઓ,સર્વરત્નમયઉત્પલના,કુમુદના,નલિનના,સો. પાંખડીવાળા કમળના અને હજાર પાંખડીવાળા કમળના અનેક ગુચ્છાઓ ગોઠવેલા હતા. - હવે તેઆભિયોગિક દેવો, એ સોપાનો અને તેને લગતી બીજી બધી સુંદર રચના પૂરી કરી તે દિવ્યયાન વિમાનની અંદરના ભૂમિભાગને સુંદરમાં સુંદર રીતે સજાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા. તે દિવ્ય યાન વિમાનની અંદરનો ભૂમિભાગ, તે દેવોએ સર્વ પ્રકારે અત્યંત સમ બનાવ્યો હતો. જેમ ઢોલનો ઉપરનો ભાગ, મૃદંગનો ઉપરનો ભાગ, સરોવરનો ઉપરતળનો ભાગ, હાથની હથેળીનો ભાગ, ચંદ્રના મંડળનો ભાગ, સૂર્યના મંડળનો ભાગ, આરીસાનો ઉપરનો ભાગ જેવો સર્વ પ્રકારે સરખો હોય છે-કયાંય ઊંચો નીચો નથી હોતો, એ પ્રકારે તે વિમાનની અંદરનો ભૂભાગ સર્વ પ્રકારે સમ કરેલો હતો. વળી, જેમ ઘેટાનું. બળદનું વરાહનું, સિંહનું વાઘનું. હરણનું, બકરાનું અને દીપડાનું ચામડું સર્વ બાજાઓથી શંક શંકુ જેવડા ખીલાઓ ભરાવી ખેંચતાં જેવું એકસરખું થઈ જાય છે તેવો તે વિમાનનો અંદરનો ભૂભાગ સમ બનાવેલો હતો. તે ભૂભાગમાં, કાળા, નીલા, રાતા,પીળા અને ધોળા એવા અનેક મણિઓ જડેલા હતા. તેમાંના કેટલાક આવર્ત વાળા, પ્રત્યાવર્તવાળા, શ્રેણિ અને પ્રશ્રેણિવાળા હતા, કેટલાક વળી સ્વસ્તિક જેવા, પુષ્પ માણવા જેવા, શરાવસંપુટ જેવા હતા. તે મણિઓમાં બીજા કેટલાક માછલાનાં ઈંડા જેવા અને મગરનાં ઈંડાં જેવા જણાતા હતા. કેટલાક મણિઓમાં ફૂલવેલ, કમળપત્ર, સમુદ્ર તરંગ, વાસંતીલતા, કમળવેલ વગેરે જેવાં ઘણાં બીજાં સુંદર ચિત્રો કોરલાં હોય એમ દેખાતું હતું. તે ભૂભાગમાં જડેલા બધા મણિઓ ભારે ચકચકાટવાળા, અનેક કિરણો વાળા, ઉત્કટ પ્રભાવાળા અને તેજના અંબારથી ભરેલા હતા. એ મણિઓમાં જે કાળા મણિ હતા તે મેઘ જેવા, આંજણ જેવા, દીવાની મેશ જેવા, કાજળ જેલા, પાડાના શિંગડા જેવા, પાડાના શિંગડામાંથી બનાવેલી ગોળી જેવા, ભમરા જેવા, ભમરાની હાર જેવા, ભમરાની પાંખના સારાભાગ જેવા, જાંબૂડા જેવા, કાગડાના નાના બચ્ચા જેવા, કોયલ જેવા, હાથીના બચ્ચા જેવા, કાળા સાપ જેવા, કાળા બકુલ જેવા, શરદ ઋતુના વાદળા જેવા, કાળા અશોક જેવા, કાળી કણેર જેવા અને કાળા બપોરીયા જેવા કાળા હતા. શું તે કાળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કાળા હતા ? એ અર્થ સમર્થ નથી અથતુ એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે કાળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર, અને મનોજ્ઞ કાળા વર્ણવાળા હતા. એ મણિ ઓમાં જે નીલા મણિ હતા તે ભૃગ જેવા, ભૃગની પાંખ જેવા, પોપટ જેવા, પોપટની પાંખ જેવા, ચાષ પક્ષી. જેવા, ચાષના પીંછા જેવા, ગળી જેવા, ગળીના અંદરના ભાગ જેવા, ગળીની ગોળી જેવા, બળદેવે પહેરેલા લીલા કપડા જેવા, મોરની ડોક જેવા, અળસીના ફૂલ જેવા, બાણના ફૂલ જેવા, અંજનકેશીના ફૂલ જેવા, લીલા કમળ જેવા, લીલા અશોક Page #388 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૫ ૩૮૫ જેવા, લીલા બપોરીયા જેવા, અને લીલી કણેર જેવા લીલા હતા. શું તે મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર લીલા હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપ માઓ છે; પણ તે લીલા મણિઓ તોતે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ લીલા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે રાતા મણિ હતા તે ઘેટાના લોહી જેવા, સસલાના લોહી જેવા, માણસના લોહી જેવા, વરાહના લોહી જેવા, પાડાના લોહી જેવા, નાના ઈંદ્રગોપ જેવા, ઉગતા સૂર્ય જેવા, સંધ્યાના લાલ રંગ જેવા, ચણોઠીના અડધા-લાલ ભાગ જેવા, જાસુદ ના ફૂલ જેવા, કેસુડાના ફૂલ જેવા, પારિજાતકના ફૂલ જેલા, ઉંચા હિંગળોક જેવા, પરવાળા જેવા, પરવાળાના અંકુર જેવા, લોહિતાક્ષમણિ જેવા, લાખના રસ જેવા, કૃમિના રંગથી રંગેલા કામળા જેવા, ચણાના લોટના ઢગલા જેવા, રાતા કમળ જેવા, રાતા અશોક જેવા, રાતી કણેર જેવા અને રાતા બપોરીયા જેવા રાતા હતા. શું તે રાતા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર રાતા હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે રાતા મણિઓ તોતે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ રાતા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે પીળા મણિ હતા. તે સોનાચંપા જેવા, સોનાચંપાની છાલ જેવા, સોનાચંપાના અંદરના ભાગ જેવા, હળદર જેવા, હળદરની અંદરના ભાગ જેવા, હળદરની ગોળી જેવા, હરતાળ જેવા, હરતાળની અંદરના ભાગ જેવા, ઉત્તમ સોના જેવા, ઉત્તમ સોનાની રેખા જેવા, વાસુદેવે પહેરેલા પીળા કપડા જેવા, અલકીના ફ્લ જેવા, ચંપાના ફૂલ જેવા, કોળાના ફૂલ જેવા, સુહિ રણ્યના ફૂલ જેવા, પીળા અશોક જેવા, પીળી કણેર જેલા અને પીળા બપોરીયા જેવા પીળા હતા. શું તે પીળા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર પીળા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે પણ તે પીળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ પીળા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે ધોળા મણિ હતા તે અંક રત્ન જેવા, શંખ જેવા, ચંદ્ર જેવા, કુંદના ફૂલ જેવા, શુદ્ધ દાંત જેવા, કમળ ઉપરના પાણીના મોતીયા જેવા, શુદ્ધ પાણીના બિંદુ જેવા, દહીં જેવા, કપૂર જેવા, ગાયના દૂધ જેવા, હંસોની શ્રેણિ જેવા, કૌંચોની શ્રેણિ જેવા, હારોની શ્રેણિ જેવા, ચંદ્રોની શ્રેણિ જેવા, શરદૂતના મેઘ જેવા, ધમેલા અને ચોકખા કરેલા રુપાના પતરા જેવા, ચોખાના લોટના ઢગલા જેવા, કુંદના ફૂલના ઢગલા જેવા, કુમુદના ઢગલા જેવા, વાલની સૂકી શિંગો જેવા, મોર-પીછની વચ્ચે આવેલા ચંદ્રક જેવા, બિસતંતુ જેવા, મૃણાલિકા જેવા, હાથીદાંત જેવા, લવંગના ફૂલ જેવા, પુંડરીક કમળ જેવા, ધોળા અશોક જેવા, ધોળી કણેર જેવા અને ધોળા બપોરીયા જેવા ઊજળા હતા. શું તે ધોળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર ઉજળા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે ધોળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ ધોળા વર્ણવાળા હતા. એ દિવ્ય યાન " વિમાનની અંદરના ભૂભાગમાં અનેક રંગવાળા ચકચકિત જે મણિઓ જડેલા હતા તે માત્ર દેખાવમાં સુંદર હતા એટલું જ નહિ પણ સુગંધી પણ હતા. એ મણિઓમાંથી એવી સરસ સુગંધ ફેલાતી કે જાણે એ ભૂભાગમાં કોષ્ઠોનાં, તગરનાં, એલાન, સુગંધી ચુઆનાં, ચંપાનાં, દમણાનાં, કુંકુમનાં, ચંદનનાં, સુગંધી વાળાન, મરવાનાં, જાઈનાં, 2િ5] Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ રાયપ્રસેવિયં (૧૫) જૂઈનાં, મલ્લિકાનાં, સ્નાનમલ્લિકાનાં, કેતકીનાં, પાટલનાં, નવમાલિકાનાં, અગરનાં, લવંગનાં, કપૂરનાં, વાસકપૂરનાં પુટો-પડિઆએ-અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લાં પડેલાં ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યોમાંનાં ખાંડવા જેવાં દ્રવ્યો મંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય, એ જાતની ઉદાર, મનોજ્ઞ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ વરસ્યા કરે છે - ઝર્યા કરે છે. શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર સુગંધી હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે સુગંધી મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ સુગંધવાળા હતા. તે મણિઓનો રંગ અને ગંધ જેવો ઉત્તમ હતો તેવો જ તેમનો સ્પર્શ પણ ઉત્ત મોત્તમ હતો. કેમ જાણે ત્યાં જમીન ઉપર કોમળ ચામડું જ ન પાથર્યું હોય, જ ન ભરેલું હોય માખણ જ ન લગાડેલું હોય, હંસગર્ભના થી ભરેલી એવી તળાઈઓ જ ન પાથ રેલી હોય, સરસડાંનાં ફૂલોના જાણે ઢગલા જ ન કર્યા હોય અને કોમળ કમળોનાં પાંદડાં ન વેરેલાં હોય, એવો તે મણિઓનો કોમળ-કોમળતર સ્પર્શ હતો. શું કોમળ સ્પર્શવાળા તે મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કોમળ હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે કોમળ મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ કોમળ સ્પર્શવાળા હતા. ત્યારપછી તે આભિ યોગિક દેવોએ પૂર્વવતિ દિવ્ય યાન વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડની રચના કરી. એ દેવોએ એ મંડપને અનેક સ્તંભો ઉપર ઊભો કર્યો, ઉંચી વેદિકાઓ તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત બનાવ્યો. એમાં રમણીય ઘાટવાળા વિમળ અને પ્રશસ્ત વૈડુર્યરત્નો જડયાં, તે મંડપના જુદા જુદા ભાગોમાં બીજા પણ અનેક પ્રકારના મણિઓ જડી તેને વિશેષ ચળકતો બનાવ્યો, તેમાં પૂર્વોક્ત બળદ, ઘોડો, હાથી, મગર, નર, વનવેલ વગેરેનાં ચિત્રો કોય સુવર્ણમય અને રત્ન મય અનેક સ્તૂપો ઊભા કર્યા, અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી તેના શિખરને શણગાર્યું. એ મંડપ એટલો બધો ચકચકતો હતો કે જોનારને તે જાણે હલતો હોય તેવો ચપલ જણાતો, એમાંથી કિરણોની ધારા છૂટતી હોય એમ લાગતું. તેના-મંડપના બધા ભાગો લીંપીગૂંપીને ચકચકતા અને સુંવાળા કરેલા હતા, મંડપમાં બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યોના થાપા મારેલા હતા, જ્યાં ત્યાં ચંદનના કલશો ગોઠવેલા હતા, બારણાના ટોડલાઓ ચંદનના કલશોથી શોભાયમાન એવાં તોરણોથી સુશોભિત કરેલા હતા, જ્યાં ત્યાં લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલી હતી, પંચ રંગી પુષ્પોના તો ઢગ ઢગ ભરેલા હતા, અગર વગેરેના પૂર્વોક્ત સુગંધી ધૂપોથી એ મંડપ મધમધી રહ્યો હતો, જાણે કે સુગંધોનો કોઈ ખાસ ઓરડો ન હોય? મંડપમાં ચારે તરફ વાજાંઓવાગીરહ્યાં હતાં અને અપ્સરાઓનોટોળેટોળાંઆમથી તેમ ફરતાં જણાતાં હતાં. એ આભિયોગિક દેવોએએ પ્રેક્ષાગૃહમંડપને હમણાં કહ્યો એવો સુંદર, પ્રસનતાવર્ધક, દર્શનીય-અને અનુપમ બનાવ્યો હતો. તે મંડપની અંદરની ભૂમી વિમાનની ભોં જેવી તદ્દન લીસી-બનાવી હતી અને તેમાં સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પદ્મલતાઓ ભરેલી છે એવો એક મોટો સારામાં Page #390 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫ ૧૮૭ સારો ચંદરવો તે મંડપમાં બાંધેલો હતો. તે મંડપના એ લીસા ભૂભાગની વચ્ચોવચ્ચ તે દેવોએ એક મોટો વજ્રમય અખાડો બનાવ્યો, એ અખાડાની વચ્ચોવચ્ચ, આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી એક મોટી સ્વચ્છ, સુંવાળી, મણિમય મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન સ્થાપિત કર્યુ. સિંહાસન ઉપરના ચાકળા સુવર્ણમય તાર ઝીક અને સતારાથી ઝગ ઝગતા હતા; સિંહો રત્નના, પાયા સોનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિ ઓના, ગાત્રો જાંબૂનદનાં, સાંધા ઓ વજ્રના અને સિંહાસનમાં ઘોડો, હાથી, મગર વગેરે પૂર્વોક્ત અનેક ચિત્રો કરેલાં હતાં. સિંહાસન આગળનું પાદપીઠ મણિમય અને રત્નમય હતું, તે પાદપીઠ ઉપરનું પગ રાખવાનું મસૂરિયું સુંવાળા અસ્તરથી ઢાંકેલું હતું અને તે મસૂરિયાની લટકતી ઝાલર કોમળ કેસ૨તંતુ જેવી જણાતી હતી. સિંહાસન ઉપર રજ ન પડે માટે તેને સારા શીવેલા રજસ્રાણથી ઢાંકેલું હતું, ચોકખા કપાસમાંથી બનેલું ચોકખું સૂતરાઉકપડું તે રજસ્રાણ ઉપર ગોઠવેલું હતું અને તે આખા સિંહાસન ઉપર એક રાતું વસ્ત્ર ઢાંકેલું હતું : એ રીતે રમ્ય, સુંવાળું અને સર્વ પ્રકારે પ્રાસાદિક બનાવેલું હતું. એ સુંદર સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, કુંદ, જલબિંદુ અને સમુદ્રનાં ફીણ જેવું ધોળું, તેમાં ભરેલાં રત્નોથી ઝગમગતું, ઝીણું અને સુંદર એક મોટું વિજયદૃષ્ય બાંધેલું હતું. એ વિજયદૂષ્યની બરોબર વચ્ચોવચ્ચ એક મોટો વજ્રમય અંકુશ-ટાંગેલો હતો. એ સળીયામાં ઘડા જેવડું એક મોટું મુક્તાદામ-લટકાવેલું હતું અને તે મોતીના ઝૂમખાની ચારે બાજુ અધઘડા જેવડાં બીજાં ચાર મોતીદામ પરોવેલાં હતાં. આ રીતે એ સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજય દૃષ્યમાં એક મોટું મોતીનું ઝુમ્મર શોભતું હતું. એ ઝુમ્મરનાં મોતીઓ સોનાની પાંદડી વાળાં બીજાં અનેક લંબૂસગોથી શોભતાં હતાં તેમજ અનેકવિધ મણિઓ, જાતજાતના હારો, અર્ધારો અને રત્નોથી ચમકતાં હતાં. હવે જ્યારે પૂર્વનો, પશ્ચિમનો, દક્ષિણનો કે ઉત્તરનો વાયુ ચાલતો ત્યારે એ મોતીઓ ધીરે ધીરે હલતાં હતાં. હલતાં હલતાં તેઓ જયારે એક બીજા સાથે અફ્ળાતાં ત્યારે તેમાંથી કાનને મધુર લાગે તેવું અને મનને પરમ શાંતિ પમાડે તેવું ઉદાર-મનોહર ગુંજન નીકળતું હતું. એ સુંદર દિવ્ય ગુંજનથી સિંહાસનની ચારે બાજુ ગુંજાયમાન થઈ રહેતી હતી. તે સિંહાસનની આસપાસ વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઈશાન ખૂણામાં સૂર્યા ભદેવના ચાર હજાર સામાનિક દેવોને બેસવા માટે એક એક હજાર-કુલ ચાર હજાર બીજાં સુંદર ભદ્રાસનો એ આભિયોગિક દેવોએ માંડી દીધાં. સૂભદેવની ચાર પટ્ટરા ણીઓ અને તેના પરિવારને બેસવા માટે પૂર્વના ભાગમાં ચાર હજાર ભદ્રાસનો ગોઠવાઈ ગયાં. સૂર્યાભદેવની અંતરંગ સભાના આઠ હજાર સભ્યોને બેસવા માટે અગ્નિ ખૂણામાં આઠ હજાર ભદ્રાસનો નંખાઈ ગયાં. એજ પ્રમાણે વચલી સભાના દસ હજાર સભ્યોને બેસવા માટે દસ હજાર ભદ્રાસનો દક્ષિણના ભાગમાં, બાહ્ય સભાના બાર હજાર સભ્યોને માટે બાર હજાર ભદ્રાસનો નૈઋત્ય ખૂણામાં અને સાત સેનાપતિ ઓને માટે સાત ભદ્રાસનો પશ્ચિમના ભાગમાં હારબંધ નાખવામાં આવ્યાં. આ ઉપરાંત સૂભદેવની ચોકી કરનારા અંગરક્ષક દેવો માટે એ સિંહાસનની પૂર્વમાં ચાર હજાર, દક્ષિણમાં ચાર હજાર, પશ્ચિમમાં ચાર હજાર અને ઉત્તરમાં ચાર હજાર એમ કુલ બીજાં સોળ હજાર ભદ્રાસનો ગોઠવવામાં આવ્યાં. હવે આ રીતે તે યાન Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ રાયપ્રસલિયે (૧૬) વિમાન પૂર્ણપણે તૈયાર થઈ ગયું. જેમ તાજો ઉગેલો હેમંત ઋતુનો બાળસૂર્ય અંધારી રાતે સળગાવેલી ખેરના અંગારા, જપાકુસુમનું વન, કેસુડાંનું વન વા પારિજાતકનું વન રાતું ચોળ જેવું લાગે તેમ તે દિવ્ય યાન વિમાન રાતું ચોળ ચકચકતું હતું. શું તે યાન વિમાન, એને બાળસૂર્ય વગેરેની આપેલી ઉપમાઓ જેવું જ ખરેખર લાલચોળ હતું? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે માન વિમાન તો એ બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ લાલ વર્ણવાળું હતું. તેનો ગંધ અને સ્પર્શ પણ પૂર્વોક્ત મણિઓની પેઠે ઘણો સુગંધી અને અતિશય સુંવાળો હતો. એ આભિ યોગિક દેવોએ પોતાના સ્વામી સૂયભ દેવની આજ્ઞા પ્રમાણે પૂર્વે વર્ણવેલું એવું સુંદર દિવ્યયાન વિમાન સજધજ કર્યું અને એની પૂર્ણાહુતિના સમાચાર તેમણે વિનયપૂર્વક સુભદેવને જણાવી તેની આજ્ઞા તેને પાછી સોંપી. [૧૬]પોતાની ધારણા પ્રમાણે એ દિવ્ય યાન વિમાનની તૈયારીના સમાચાર જાણી સૂયભદેવને આનંદ થયો. હવે તેણે પોતાના રુપને જિતેંદ્ર પાસે જવા જેવું યોગ્ય કર્યું. મોટા પરિવારવાળા પોતાની ચાર પટ્ટરાણી અને ગાંધર્વોનું તથા નાટકી યાઓનું મોટું લશ્કર એ બધા સાથે એ સૂર્યાભદેવે તે દિવ્ય યાન વિમાનની પ્રદક્ષિણા કરી અને પછી પૂર્વ દિશાના સોપાન દ્વારા તે, એ યાન વિમાન ઉપર ચડી તેમાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી તેના ચાર હજાર સામાનિક દેવો, એ યાન વિમાનની પ્રદક્ષિણા કરી ઉત્તર દિશાના સોપાનદ્વારા એના ઉપર ચડયા અને પૂર્વે ગોઠવેલાં પોતપોતાનાં આસનો ઉપર બેઠા. તથા બીજા દેવો અને દેવીઓ પણ યાન વિમાનની પ્રદક્ષિણાપૂર્વક દક્ષિણ દિશાના સોપાનદ્વારા વિમાન ઉપર ચડી પોતપોતાનાં જુદાં જુદાં આસનો ઉપર ગોઠવાઈ ગયાં. એ યાન વિમાનની સવારીમાં સૌથી પ્રથમ આગળ અષ્ટમંડળ- અનુક્રમે ગોઠવાએલાં હતાં. તેમાં પહેલો સ્વસતિક, બીજે શ્રીવત્સ, ત્રીજો નંદાવર્ત, ચોથું અર્ધ માનક, પાંચમું ભદ્રાસન, છઠ્ઠો કળશ, સાતમું મત્સ્યયુગલ અને આઠમું દર્પણ-એવી ગોઠવણી હતી. ત્યારપછી પૂર્ણ કલશ, ભંગાર, દિવ્ય છત્ર અને ચામરો ચાલતાં હતાં. આ સાથે ગગનતલનો સ્પર્શ કરતી, અતિશય સુંદર અને વાયુથી ફરફરતી એક મોટી ઊંચી વિજય વૈજયંતી નામની પતાકા ચાલતી હતી. ત્યારપછી વૈર્યના ચકચકતા દાંડા વાળું, માળા ઓથી સુશોભિત, ચંદ્ર જેવું ઉજ્જવળ-ધોળું ઉંચું છત્ર ચાલતું હતું. પછી જેના ઉપર પાવડીઓની સુંદર જોડી અને પાદપીઠ મૂકેલાં છે એવું, મણિ અને રત્નની કરી ગરીથી આશ્ચર્ય પમાડનારું ઉત્તમ સિંહાસન અનેક દાસ દેવોના ખભા ઉપર ચાલતું હતું. ત્યારબાદ વજમાંથી બનાવેલો, પચરંગી નાની નાની હજારો ધજાઓથી શોભતો, છત્રાકારે ગોઠવાએલી વિજયવૈજયંતી પતાકાથી યુક્ત, અતિશય ઉંચો- હજાર યોજન ઉંચો માટે જ આકાશને અડકતો મોટામાં મોટો ઈદ્રધ્વજ ચાલતો હતો. એની પછવાડે સુંદર વેષભૂષાવાળા, સજધજ થએલા, સર્વ પ્રકારના અલંકારોથી વિશેષ દેખાવડા લાગતા પાંચ સેનાધિપતિઓ તેમના મોટા સુભટસમુદાય સાથે બેઠેલા હતા. એમની પાછળ પોતપોતાનાં ટોળાં સાથે, પોતપોતાના નેજા સાથે, પોતાપોતાની વિશિષ્ટ વેષભૂષા સાથે એ આભિયોગિક દેવો અને તેમની દેવીઓ ગોઠવાએલી હતી. ત્યારબાદ છેક છેલ્લે તે સૂયભવિમાનમાં રહેનારાં બીજા દેવો અને દેવીઓ પોત પોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ Page #392 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬ ૩૮૯ સિદ્ધિ, દ્યુતિ બળ, વેષભૂષા અને પરિવાર સાથે એ યાન વિમાનની સવારીમાં જોડાયેલાં હતાં : આ રીતે વિમાનના સ્વામી સૂર્યાભદેવની આગળ પાછળ અને બન્ને બાજુએ અનેક દેવ દેવીઓ ગોઠવાએલાં હતાં અને એ યાન વિમાન એ બધાંને ઉપાડી વેગબંધ ગાજતું ગતિ કરતું હતું. [૧૭] એ રીતે સજધજ થએલો સૂર્યાભદેવ, પોતાના એ દિવ્ય ઠાઠમાઠને બતા વતો બતાવતો સૌધર્મકલ્પની વચ્ચે થઈને નીકળ્યો, અને સૌધર્મકલ્પથી ઉત્તરમાં આવેલા નીચે આવવાના-નિર્માણમાર્ગ તરફ તેણે પોતાના એ યાન વિમાનને હંકાર્યું. તે એ નિર્માણમાર્ગને પહોંચતાં લાખ યોજનની વેગવાળી ગતિથી ઝપાટાબંધ ભારતવર્ષ તરફ આવવા લાગ્યો. આ તરફ આવતાં આવતાં તેને અસંખ્ય દ્વીપો અને સમુદ્રો ઉલ્લં ઘવા પડયા. એ રીતે વેગબંધ ગતિ કરતો એ સૂભદેવ નંદીશ્વર દ્વીપ સુધી આવી પહોંચ્યો અને ત્યાં અગ્નિકોણમાં આવેલા રતિકર પર્વત પાસે આવી લાગ્યો. આ તિ કર પર્વત પાસે આવીને એ સૂભદેવે પૂર્વે વર્ણવેલી પોતાની દેવમાયા સંકેલી લીધી અને જંબુદ્રીપના ભારતવર્ષમાં પહોંચવા જેવી સાધારણ વ્યવસ્થા કરી લીધી. હવે તે, રતિકર પર્વતથી જંબૂદ્વીપ ભણી આવવાના માર્ગે પોતાના યાન વિમાનને હંકા૨વા લાગ્યો અને તુરતમાંજ ભારતવર્ષમાં પહોંચ્યો. ત્યાં પહોંચી તેણે આમલકપ્પાનો રસ્તો લીધો અને ઝપાટામાંજ આમલકપ્પાના અંબસાલવણ ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ઊતર્યા છે ત્યાં આવી લાગ્યો. ત્યાં આવતાંજ તેણે એ દિવ્ય યાન વિમાન સાથે શ્રમણભગવાનમહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરીઅને ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાંતેણે એ યાનવિમાનને ધરતીથી ચાર આંગળ અધર રાખી ઊભું રાખ્યું. મોટા પરિવાર વાળી પોતાની ચાર પટ્ટરાણીઓ, ગાંધર્વોનું અને નાટકીયા ઓનું ટોળું એ બધા સાથે એ સૂર્યભિદેવ એ યાન વિમાન ઉપરથી ઊતરી નીચે આવ્યો. ત્યારબાદ સૂયભિદેવના ચાર હજાર સામાનિક દેવો અને એ યાન વિમાનમાં આવેલા બીજા બધા દેવો અને દેવીઓ ક્રમશઃ નીચે આવ્યાં. એવા મોટા પિરવારથી વીંટાએલો સૂર્યાભદેવ, પોતાની સર્વ પ્રકારની દિવ્ય ઋદ્ધિ સાથે, દેવવાઘોના મધુર ઘોષ સાથે ચાલતો ચાલતો શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમી તેમને વિનયનમ્ર રીતે કહેવા લાગ્યો : [૧૮] “હે ભગવન્ ! હું સૂભદેવ મારા સકલ પરિવાર સમેત, આપ દેવાનુ પ્રિયને વંદન કરું છું, નમન કરું છું અને આપની પર્યુપાસના કરું છું.” શ્રમણ ભગવાન મહાવીરે સૂભદેવને આ પ્રમાણે કહ્યું : “હે સૂર્યાભ ! એ પુરાતન છે, હે સૂર્યાભ ! એ જીત છે, હે સૂભિ ! એ કૃત્ય છે, હે સૂભિ ! એ કરણીય છે, હે સૂર્યભ ! એ આચરાએલું છે અને હે સૂર્યાભ ! એ સંમત થએલું છે કે “ભવનપતિના, વાનસ્યંતરના, જ્યોતિષિકના અને વૈમાનિક વર્ગના દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે, અને પછી પોતપોતાનાં નામ ગોત્રો કહે છે,’ તો હે સૂર્યાભદેવ ! તું જે કરે છે તે પુરાતન છે સંમત થએલું છે.” [૧૯]શ્રમણ ભગવાન મહાવીરનું કથન સાંભળી સૂર્યાભદેવ બહુ હર્ષિત થયો, પ્રફુલ્લ થયો અને ઘણોજ સંતુષ્ટ થયો; પછી તેમને વાંદી નમી તેમનાથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ, એવી રીતે બેસી તે સૂભદેવ તેમની શુશ્રુષા કરતો સામો રહી વિનય પૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પર્યાપાસના કરવા લાગ્યો. Page #393 -------------------------------------------------------------------------- ________________ 360 રાયખસેવિયં-(૨૦) [૨૦] તે વખતે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના દર્શનાર્થે આવેલા સૂયભ દેવને આમલકખાના રાજા રાણીને તથા આમલકપ્પામાંથી આવેલી મોટી જનસભાને ધમદિશના સંભળાવી. દેશના સાંભળી જનતા તો પોતપોતાને સ્થાને ચાલી ગઈ. [૨૧]દેશના સાંભળીને પ્રસાદ પામેલા અને આલ્હાદિત હૃદયવાળા સુભદેવે ઊભા થઈને પ્રણામપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું : હે ભગવન્! શું સૂયભિદેવ ભવસિદ્ધિક-ભવ્ય છે કે અભવસિદ્ધિક અભવ્ય છે ? સમ્યગ્દષ્ટિવાળો છે કે મિથ્યા દષ્ટિવાળો છે? સંસારમાં પરિમિતપણે ભમનારો છે કે અનંત કાળ સુધી ભમ નારો છે? બોધિની પ્રાપ્તિ થવી તેને સુલભ છે કે દુર્લભ છે? શું તે આરાધક છે કે વિરાધક છે? તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી છે? હે સૂયભ!' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તેને નીચે પ્રમાણે ઉત્તર આપ્યો - હે સૂયભિ! તું ભવ્ય છો, સમ્યગ્દષ્ટિ વાળો છો. સંસારમાં પરિમિતપણે ભમનારો છો, તને બોધિની પ્રાપ્તિ થવી સુલભ છે, તું આરાધક છો અને તું ચરમ શરીર છો. [૨૨] ભગવાને આપેલો ઉત્તર સાંભળીને સૂર્યાભદેવનું ચિત્ત આનંદિત થયું અને પરમ સૌમનસ્યયુક્ત થયું. ભગવાનનો ઉત્તર સાંભળ્યા પછી એ સૂયભિદેવે ભગવાનને વાંદી નમી આ પ્રમાણે વિનંતી કરીઃ “હે ભગવન્! તમે બધું જાણો છો અને જુઓ છો, સર્વ કાળના બનાવોને જાણો છો અને જુઓ છો, સર્વ ભાવોને તમે જાણો છો અને જુઓ છો, મારી દિવ્ય ઋદ્ધિસિદ્ધિને, મેં પ્રાપ્ત કરેલી દિવ્ય દેવઘુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી તમે જાણો છો અને જુઓ છો, તો હે ભગવન્! આપ દેવાનુપ્રિય તરફની મારી ભક્તિને લીધે હું એવી ઈચ્છા કરું છું કે મારી દિવ્ય દ્ધિસિદ્ધિ, દિવ્ય દેવહુતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટ્યકળા આ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને દેખાડું.” [૨૩]શ્રમણ ભગવાન મહાવીરે સૂયભદેવની ઉપર્યુક્ત વિનંતીને આદર ન આપ્યો, અનુમતિ ન આપી અને તે તરફ મૌન રાખ્યું. ત્યારપછી બીજીવાર, ત્રીજીવાર પણ સૂયભિદેવે એવી જ વિનંતી કરી અને તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે તેનો આદર ન કરતાં માત્ર મૌન જ ધરી રાખ્યું. છેવટે તે સૂયભિદેવ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, વાંદી નમી ઉત્તર પૂર્વની દિશા તરફ ગયો. ઈશાન ખૂણામાં જઈ તેણે વૈક્રિય સમુદ્ઘાત કર્યો, તે દ્વારા તેણે સંખ્યય યોજન સુધીના લાંબા દંડને બહાર કાઢ્યો, જાડાં મોટાં પગલો તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂક્ષ્મ પગલોનો સંચય કર્યો. વળી, બીજીવાર વૈક્રિયસમુઘાત કરી તેણે નરઘાના ઉપરના ભાગ જેવો સર્વ પ્રકારે સર્વ બાજથી એકસરખો એવો એક ભૂભાગ સર્યો, તેમાં રુપ, રસ,ગંધ અને સ્પર્શથી સુશોભિત પૂર્વે વર્ણવેલા એવા અનેક મણિઓ જડી દીધા, સર્વ બાજુથી એકસરખા ભૂમંડ ળમાં વચ્ચોવચ્ચ તેણે એક પ્રેક્ષાગૃહ રચ્યું-નાટક-શાળા ખડી કરી. એ નાટકશાળા, તેમાં બાંધેલો ઉલ્લોચચંદરવો, અખાડો અને મણિની પેઢલી તથા મણિની એ પેઢલી ઉપર સિંહાસન, છત્ર વગેરે જે આગળ વર્ણવાઈ ગયું છે તે બધું બરાબર ગોઠવી દીધું. ત્યારપછી એ સૂયભદેવ શ્રમણ ભગવાન મહાવીરના દેખતાં તેમને પ્રણામ કરે છે અને ભગવાન મને અનુજ્ઞા આપો’ એમ કહી પોતે બાંધેલી નાટકશાળામાં તેમનીતીર્થકરની સામે ઉત્તમ સિંહાસનમાં બેસે છે. ત્યારબાદ બેસતાં વેંત તેણે અનેક Page #394 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩ ૩૯૧ પ્રકારનાં મણિમય કનકમય રત્નમય વિમલ અને ચકચકતાં કડાં પોંચી બેરખાં વગેરે આભૂષણોથી દીપતો ઊજળો પુષ્ટ અને લાંબો એવો પોતાનો જમણો હાથ પસાર્યો એના એ જમણા હાથમાંથી સરખાં વય લાવયપ અને યૌવનવંતા, સરખાં નાટકીય ઉપકરણો અને વસ્ત્રા-ભૂષણોથી સજેલા, ખભાની બન્ને બાજુમાં ઉત્તરીય વસ્ત્રથી યુક્ત ડોકમાં કોટિયું અને શરીરે કંચુક પહેરેલા, ટીલાં અને છોગાં લગાવેલા, ચિત્ર વિચિત્ર પટ્ટાવાળાં અને ફુદડી ફરતાં જેના છેડા જેવા ઉંચા થાય એવી છે-કોરે-મૂકેલી ઝાલર વાળાં રંગબેરંગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કંઠમાં પડેલા એકાવળ હારોથી શોભાયમાન અને નાચ કરવાની પૂરી તૈયારીવાળા એકસો ને આઠ દેવકુમારો નીકળ્યા. એજ પ્રમાણે સૂર્યાભદેવે પસારેલા ડાબા હાથમાંથી ચંદ્રમુખી, ચંદ્રાઈસમાન લલાટપટ્ટ વાળી, ખરતા તારાની જેમ ચમકતી આકૃતિ વેશ અને ચારુ શૃંગારથી શોભતી, હસવે બોલવે ચાલવે વિવિધવિલાસે લલિત સંલાપે અને યોગ્ય ઉપચારે કુશળ, હાથમાં વાજાંવાળી, નાચ કરવાની પૂરી તૈયારીવાળી અને બરાબર એ દેવ કુમારોની જોડીરુપ એવી એકસો ને આઠ દેવકુમારીઓ નીકળી. પછી એ સૂયભિદેવે શંખો રણશિંગાં શંખલીઓ, ખરમુખીઓ પેયાઓ પીરપી રિકાઓ પણવો-પહો- ઢક્કાઓ-મોટી ઢક્ક ઓ-ભેરીઓ, ઝાલરો, દુદુભીઓ, સાંકડ મુખીઓ મોટામાદળો મૃદંગો નંદી મૃદંગો આલિંગો, કુસુંબો, વિણાઓ, ભમરીવાળી વીણાઓ છ ભમરીવાળી વીણાઓ, સાત તારની વીણાઓ,બબ્બીસો, સુઘોષા ઘંટાઓ નિંદીઘોષા ઘંટાઓ સો તારની મોટી વીણાઓ કાચબી વીણાઓ ચિત્રવીણાઓ, આમો દો, ઝાંઝો નકુલો, તૂણો, તુંબડાવાળી વણાઓ, મુકુંદો, હુડુક્કો વિચિક્કીઓ કરટીઓ ડિડિમો કિણિતો કડવાંઓ દઈરી દદરિકાઓ કુસુંબુરુઓ કલશીઓ કલશો તાલો કાંસાના તાલો રિગિરિસિકો અંગરિકાઓ શિશુમારિકાઓ વાંસના પાવાઓ બાલી ઓ વેણુઓવાંસળીઓ પરિલીઓ અને બદ્ધકો એમ ઓગણપચાસે જાતનાં એકસો ને આઠ આઠ વાજાંઓ બનાવ્યાં અને એકસો ને આઠ આઠ તે દરેક વાજાને વગાડનારા બનાવ્યા. પછી એ સૂયભિદેવે પોતાના હાથમાંથી સરજેલા તે દેવકુમારી અને દેવ કુમારીઓને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિયો ! તમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઓ અને તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-નમન કરીએ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને તે દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવાનુભાવવાળું બત્રીશ પ્રકારનું નાટક ભજવી બતાવો.” [૨૪] સૂયભિદેવની આજ્ઞા થતાં જ તેને માથે ચઢાવી હૃષ્ટતુષ્ટ થએલાં એ દેવકુમારો અને દેવકુમારીઓ શ્રમણ ભગવાન મહાવીર તરફ જઈ તેમને વાંદી-નમી જે તરફ ગૌતમાદિક શ્રમણનિગ્રંથો હતા તે તરફ વળ્યાં અને એક સાથે જ એક હારમાં ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી પાછું સાથે જ તેઓ પોતાનાં માથાં ઉંચાં કરી ટટ્ટાર ઊભા રહ્યાં. એજ પ્રમાણે સહિતપણે અને સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભા રહ્યાં, પછી સાથે જ ટટ્ટાર ઊભા રહી ફેલાઈ ગયાં અને પોતપોતાનાં નાચગાનનાં ઉપકરણો હાથપગમાં બરાબર ગોઠવી રાખી એક સાથે જ વગાડવા લાગ્યાં, નાચવા લાગ્યાં અને ગાવા લાગ્યાં. તેમનું સંગીત ઉપરથી શરૂ થતાં ઉઠાવમાં ધીરું મંદ મંદ, મૂધમાં આવતાં તારસ્વરવાળું અને પછી કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું, એમ ત્રિવિધ હતું. જયારે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ રાયuસેવિયં-(૨૪) એ બધાં ગાતાં હતાં ત્યારે તેનો મધુર પડછંદો નાટકશાળામાં આખાય પ્રેક્ષાગૃહવાળા મંડપમાં પડતો હતો. જે જાતના રાગનું ગાણું હતું તેને જ અનુકૂળ એમનું સંગીત હતું ગાનારાઓનાં ઉર મૂઘ અને કંઠ એ ત્રણે સ્થાનો અને એ સ્થાનોનાં કરણો વિશુદ્ધ હતાં. વળી, ગુંજતો વાંસનો પાવો અને વીણાના સ્વર સાથે ભળતું. એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વિણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી જે તાનમાં પાવો વગેરે વાગતાં હતાં તેને અનુરુપ એવું એમનું સંગીત કોયલના ટહુકા જેવું મધુરું હતું. વળી, એ સર્વ પ્રકારે સમ, સલલિત-કાનને કોમળ, મનોહર, મૃદુપદસંચારી, શ્રોતાઓને રતિકર, છેવટમાં પણ સુરસ એવું તે નાચનારાઓનું નાચસજ્જ વિશિષ્ટિ પ્રકારનું ઉત્તમોત્તમ સંગીત હતું. - જ્યારે એ મધુરું મધુરું સંગીત ચાલતું હતું ત્યારે શંખ રણશિંગું શંખલી ખરમુખી પેયા અને પીરી પીરિકાને વગાડનારા તે દેવો તેમને ધમતા, પણવ પટ ઉપર આઘાત કરતા, ભંભા મોટી ડાકોને અફળાવતા, ભેરી ઝાલર દુંદુભીઓ ઉપર તાડન કરતા, મુરજ મૃદંગ નંદીમૃદંગોનો આલાપ લેતા, આલિંગ કુસુંબ ગોમુખી માદળ ઉપર ઉત્તાડન કરતા, વીણા વિપંચી વકીઓને મૂછવતા, સો તારની મોટી વીણા કાચબી વીણા ચિત્ર વીણાને કૂટતા, બદ્ધીસ સુઘોષા નંદીઘોષાનું સારણ કરતા, ભ્રામરી ષડુભ્રામરી પરિવાદનીનું સ્ફોટન કરતા, તૂણ તુંબવીણાને છબછબતા, આમોદ ઝાંઝ કુંભ નકુલોનું આમોટન કરતા-પરસ્પર અફળાવતા,મૃદંગ હુડુક્કી વિચિક્કીઓને છેડતા, કરટી ડિંડમ કિણિત કડવાંને બજાવતા, દર્દક દદરકાઓ કુસુંબુ કલશીઓ મઓ ઉપર અતિ શય તાડન કરતા, તલ તાલ કાંસાના તાલો ઉપર થોડું થોડું તાડન કરતા-પરસ્પર ઘસતા, રિગિરિકા લત્તિકા મકરિકા શિશુમારિકાનું ઘટ્ટન કરતા અને બંસી વેણુ બાલી પરિલી તથા બદ્ધકોને ફૂંકતા હતા. એ રીતે એ ગીત નૃત્ય અને વાદ્ય દિવ્ય મનોજ્ઞ મનહર અને શૃંગારરસથી તરબોળ બન્યાં હતાં. અદ્દભુત થયાં હતાં, બધાનાં ચિત્તનાં આક્ષેપક નીવ ડ્યાં હતાં. એ સંગીતને સાંભળનારા અને નૃત્યને જોનારા દ્વારા ઉછળતા વાહવાહ ના કોલાહલથી એ નાટકશાળા ગાજી રહી હતી. એમ એ દેવોની દિવ્ય રમત પ્રવૃત્ત થયેલી હતી. એ રમતમાં મસ્ત બનેલા તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વસ્તિક શ્રીવત્સ નંદાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિનયો કરીએ મંગળરુપ પ્રથમ નાટક ભજવી દેખાડ્યું હતું. વળી, એ દેવકુમારો અને દેવકુમારીઓ બીજું નાટક ભજવી બતાવવા પૂર્વે જણા વેલી રીતે એકસાથે એક હારમાં ભેગાં થઈ ગાવા નાચવા અને વાજાં વગાડવા લાગ્યાં તથા એ અદ્દભુત દેવરમતમાં મશગુલ બની ગયાં. આ બીજા નાટકમાં તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સામે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણિ પ્રશ્રેણિ સ્વસ્તિક પૂસમાણગ વર્ધમાનક મસ્યાંક જાર માર પુષ્પાવલી પદ્મપત્ર સાગરતરંગ વસંતીલતા અને પધલ તાના અભિનયો કરી દેખાડી બીજાં નાટક પૂરું કર્યું. પછી ત્રીજું નાટક ભજવી બતાવવા ભેગાં થયેલાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે ઈહા મૃગ બળદ ઘોડો માનવ મગર વિહગ-પક્ષી વ્યાલ કિન્નર રુરુ શરભ અમર કુંજર Page #396 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૪ ૩૯૩ વનલતા અને પત્રલતાના અભિનયો કરી દેખાડ્યા. ચોથું નાટક દેખાડતાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે એકઋદ્વિઘાચક્ર એકતશ્ચક વાલ દ્વિઘાચક્રવાલ એમ ચક્રાઈ અને ચક્રવાલનો અભિનય ભજવી બતાવ્યો. પાંચમું નાટક ભજવતાં તેમણે આવલિકાઓનો અભિનય કર્યો. એમાં એમણે ચંદ્રાવલિકા વલયાવલિકા હંસાવલિકા સૂયવિલિકા એકાવલિકા તારાવલિકા મુક્તાવલિકા કનકાવ લિકા અને રત્નાવલિકાઓના દેખાવો કરી બતાવ્યા. છઠ્ઠ નાટક શરૂ કરતાં તેમણે ઉદ્ગ ગમનોના એટલે ચંદ્ર ઊગવાનાં અને સૂર્ય ઊગવાનાં દશ્યો ખડાં કર્યો. સાતમા નાટકમાં આગમનના અથતુ ચંદ્રના આગમનના અને સૂર્યના આગમનના દેખાવો કરી બતાવવામાં આવ્યા. આઠમાં નાટકમાં તેઓએ આવરણના-ચંદ્રના અને સૂર્યના આવરણના દેખાવો કરી દેખાડ્યા. નવમા નાટકમાં અસમનના દેખાવો આવ્યા એટલે જ્યારે ચંદ્ર અને સૂર્ય આથમી જાય છે ત્યારે જગતમાં અને આકાશમાં જે જે ઘટનાઓબને છે તે બધી નજરોનજર ખડી કરવામાં આવી. દસમું નાટક ચંદ્રમંડલ સૂર્યમંડલ નાગમંડલ યક્ષ મંડલ ભૂતમંડલ રાક્ષસમંડલ અને ગાંધર્વમંડલનાઅભિનયોમાંપૂરું થયું. એમાં ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ અને ગાંધર્વ સંબંધી મંડલોના ભાવો ભજવી બતાવ્યા. અગ્યારમું નાટક કુતવિલંબિત અભિનયને લગતું હતું. તેમાં વૃષભની અને સિંહની લલિત ગતિ, ઘોડાની અને ગજની વિલંબિત ગતિ, મત્ત ઘોડો અને મત્ત હાથીની વિલસિત ગતિ કરી બતાવવામાં આવી. બારમાં નાટકમાં સાગર અને નગરના આકારોને અભિનયમાં કરી બતાવ્યા. તેરમું દિવ્ય નાટક નંદા અને ચંપાના અભિનયને લગતું હતું. ચૌદમા નાટકમાં મત્સાંડ મકરાંડ જાર મારની આકૃતિઓના અભિનયો હતા. પન્નરમા નાટકમાં ક ખ ગ ઘ અને ડ ના ઘાટના અભિનયો કરી બતાવ્યા. પછીનાં ચાર નાટકો અનુક્રમે ચ છ જ ઝ ગ ના, ટ ઠ ડ ઢ ણ ના, ત થ દ ધ ન ના, અને પ ફ બ ભ મ ના ઘાટના અભિનયોને લગતાં હતાં. વીસમું નાટક અશોક આંબો જાંબુડો અને કોસંબના પલ્લવ સંબંધી અભિનયોને લગતું હતું. ૨૧મું નાટક લતાના દેખાવો કરવાને માટે હતું. તેમાં પા નાગ અશોક ચંપો આમ્ર વન વાસંતી કુંદ અતિમુક્તક અને શ્યામની વેલડી ઓના અભિનયો હતા.પછી અનુક્રમે ૨૨ કૂત. ૨૩ વિલંબીત ૨૪-દ્રુત વિલંબિત ૨પઅંચિત ૨૬રિભિત ૨૭-અંચિતરિભિત ૨૮ આર ભટ ૨૯ ભસોલ અને ૩૦ આરભટ ભસોલના અભિનયોને લગતાં નવ નાટકો કરી બતાવ્યાં. ૩૧ મા નાટકમાં ઉત્પાત નિપાત સંકુચિત પ્રસારિત રચારઈમ બ્રાંત અને સંભ્રાંતની ક્રિયાઓને લગતા અભિનયો દેખાડવામાં આવ્યા. ૩ર દેવરમણમાં એક સાથે એક હારમાં ભેગાં થએલાં દેવરમણમાં તલ્લીન બનેલાં દેવકુમારો અને દેવકુમારી ઓએ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવ સંબંધી ચરિત્રને લગતા બનાવોના અભિનયો ભજવી બતાવ્યા અને પછી તેમનાજ વર્તમાન જીવનસંબંધી પણ જે મોટા બનાવો બન્યા હતા તે દરેકને અભિનયોમાં કરી દેખાડ્યા-તેમાં તેમનું ચ્યવન, ગર્ભસં હરણ, જન્મસમયનાબનાવો, અભિષેકનોપ્રસંગ, બાલકકીડા, યૌવનદશા, કામ ભોગની લીલા, નિષ્ક્રમણનો પ્રસંગ, તપશ્ચચરણની અવ સ્થા, જ્ઞાની થયાની પરિસ્થિતિ, તીર્થપ્રર્વતનની ઘટનાને લગતા અભિનયો હતા અને પછી છેલ્લા અભિનયમાં ભગવાન મહાવીરના નિવણનું ચિત્ર પણ ઊતારવામાં આવ્યું હતું. આમ એ ચરમ છેલ્લું-બત્રીશમું નાટક પૂરું થયું. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ રાયuસેલિય-(૨૪) ( નાટકોમાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ ઢોલ વગેરે પહોળાં, વીણા વગેરે તાંતવાળાં,ઝાંઝવગેરેનક્કર અને શંખવગેરે પોલોએમચારજાતનાંવાજાંવગાડેલાંઉન્સિ. પ્ત પાદ વૃદ્ધ મંદ અને રોચિત એમ ચાર પ્રકારે નૃત્ય કરેલું. દાણ્યતિકપ્રાત્યંતિક સામાન્ય તોપનિપાતનિક અને લોકમધ્યાવસાનિક એમ ચાર જાતના અભિનયો ભજવી બતા વેલા.હવે તેદેવકુમાર અને દેવકુમારીઓ ગૌતમાદિક શ્રમણ નિર્ગથોને એ બત્રીશે પ્રકાર નું દિવ્ય નાટક દેખાડી તથા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ તેમને વાંદી નમી જે તરફ પોતાનો અધિપતિ સૂયભિદેવ હતો તે તરફ ગયાં અને હાથ જોડી પોતાના એ અધિપતિને જય વિજયથી વધાવી તેઓએ જણાવ્યું કે આપે કરેલી આજ્ઞા પ્રમાણે અમેશ્રમણભગવાન મહાવીર પાસે જઈ બત્રીશે પ્રકારનું એ દિવ્ય નાટક દેખાડી આવ્યાં. [૨પીત્યારબાદ એ સુભદેવ પોતાની તે દિવ્ય દેવમાયાને સંકેલી લઈ એક ક્ષણમાં હતો તેવો એકાકી બની ગયો. પછી તે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદી નમી પોતાના પૂર્વોક્ત પરિવાર સાથે એ દિવ્ય યાન વિમાન ઉપર ચડી જ્યાંથી આવ્યો હતો ત્યાંજ પાછો ચાલ્યો ગયો. [૨૬] એના ગયા પછી ભગવાન મહાવીરને વાંદી નમીને નમ્રપણે ગૌતમ આ પ્રમાણે બોલ્યા: – હે ભગવન્! તે સૂયભિદેવની એ દિવ્ય દેવમાયા, એ દિવ્ય દેવઘુતિ, એ દિવ્ય દેવાનુભાવ ક્યાં ગયો ? કયાં સમાઈ ગયો? –હે ગૌતમ! સૂર્યાભદેવે સર્જેલી એ દેવાયા તેના શરીરમાં ગઈ, –હે ભગવનું તે કયા કારણથી એમ બન્યું? - હે ગૌતમ ! બહાર અને અંદર છાણ વગેરેથી લીધેલી ઝુંપેલી ફરતી વંડીવાળી બંધ બારણાવાળી ઉડી અને પવન ન ભરાય એવી જેમ કોઈ એક મોટી શિખરબંધી શાળા હોય.એ શાળાની પાસે માણસોનું એક મોટું ટોળું ઊભું હોય અને એ વખતે એ ટોળું આકાશમાં એક મોટું પાણીભર્યું વાદળું જાએ તથા એ વાદળું હમણાં જ વરસશે એમ જો ટોળાને લાગે તો જેમ એ ટોળું પાસેની એ શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ અથવા એ શાળા બહાર ઊભેલું ટોળું પોતાની સામે ચડી આવતા વંટોળિયાને જાએ તોપણ જેમ એ પાસેની શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ એમ મેં કહ્યું છે. વળી, ગૌતમે પૂછ્યું કે [૨૭]– ભગવન્! સૂયભિદેવનું સૂયભિવિમાન કયાં જણાવેલું છે ? હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણે આ રત્નપ્રભા ૧૦૧ નામની પૃથ્વી છે. તેના રમણીય સમતલ ભૂભાગથી ઉંચે ચંદ્ર સૂર્ય ગ્રહગણ નક્ષત્ર અને તારકાઓ આવેલાં છે, ત્યાંથી આગળ ઘણાં યોજનો સેંકડો યોજનો હજારો યોજનો લાખો યોજનો કરોડો યોજનો અને લાખકરોડો યોજનો ઉચે ઉંચે દૂર જઈએ ત્યારે ત્યાં સૌધર્મકલ્પ નામનો કલ્પ જણાવેલો છે, એ કલ્પ પૂર્વ પશ્ચિમ લાંબો, ઉત્તર દક્ષિણ પહોળો, આકારે અર્ધચંદ્રસમાન સંસ્થિત છે, કિરણોના પ્રકાશથી ઝગઝગતો છે, તેની લંબાઈ પહોળાઈ અસંખ્ય કોટાનકોટિ યોજન છે અને તેનો ઘેરાવો પણ તેટલોજ છે. એ સૌધર્મકલ્પમાં સૌધર્મ દેવોમાં બત્રીશ લાખ વિમાનાવાતો હોય છે એમ કહ્યું છે. એ બધા વિમાનાવાસો સર્વરત્નમય દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે. તે વિમાનોની વચ્ચોવચ્ચ પાંચ અવતંસકો જણાવેલા છે : અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતંસક, ચૂતક અવતંસક અને વચ્ચે સૌધમવિહંસક. એ પાંચે અવતંસકો પણ સર્વરત્નમય Page #398 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૭ ૩૯૫ સુંદરતમ છે. એમાંના તે સૌધર્માવતંસક મહાવિમાનથી પૂર્વે તીરછું અસંખ્ય લાખ યોજન આગળ વધીએ ત્યારે ત્યાં સૂભદેવનું સૂભિ નામનું વિમાન જણાવેલું છે. એ વિમાનની લંબાઈ પહોળાઈ સાડાબાર લાખ યોજન છે અને ઘેરાવો ઓગણચાળીશ લાખ બાવન હજાર આઠ સો અડતાલીશ યોજન છે. સૂર્યાભદેવનો એ વિમાનની ફરતો ચારે બાજુ એક મોટો પ્રાકાર-ગઢ છે. એ ગઢ ત્રણસે યોજનની ઉંચાઈએ છે. મૂળમાં તેની પહોળાઈ સો યોજન, વચ્ચે પચાસ યોજન અને છેક ઉપર પચીસ યોજન છે અર્થાત્ એ ગઢ મૂળમાં પહોળો વચ્ચે સાંકડો અને છેક ઉપર વધારે પાતળો છે. ગઢનો આકાર ગાયના પૂંછડા જેવો છે અને તે આખોય ગઢ સર્વકનકમય અચ્છો મનોહર છે, એ ગઢનાં કાંગરાં અનેક પ્રકારના કાળા નીલા લાલ પીળા અને ધોળા એમ પાંચે રંગોથી શોભિતાં છે. તે એક એક કાંગરું લંબાઈમાં એક યોજન, પહોળાઈમાં અરધું યોજન, અને યોજન ઉંચાઈમાં છે. તે બધાં કાંગરાં સર્વ પ્રકા૨ નાં રત્નોમાંથી બનાવેલાં છે-બહુ રમણીય છે. સૂયભિદેવના તે વિમાનની એક એક બાજુએ હજાર હજાર બારણાં હોય છે એમ કહેલું છે અર્થાત્ તે વિમાનને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજુનાં મળીને ચાર હજાર બારણાં હોય છે. એક એક બારણું ઉંચાઈએ પાંચસો યોજન છે, પહોળાઈએ અને પ્રવેશે અઢીસો યોજન છે. તે બધાં બારણાં ધોળાં છે, તેમની ઉપરનાં શિખરો સોનાનાં છે, એ શિખરોમાં વૃષભ મગર વિહગ માનવ કુંજર કિન્નર પદ્મલતા વગેરેનાં ચિત્રો કોરેલાં, એમના સ્તંભ ઉપરની વેદિકાઓ વજ્રમય-એ બધાં હજારો કિરણોથી ઝળહળે છે, એવાં એ આંખને ઠારે એવાં સુખસ્પર્શવાળા છે. તે દરેક બારણાની નેમો વજ્રમય, મૂળ પાયા રિષ્ઠરત્નના, થાંભલી ઓ વૈડુર્યની અને તેનું તળ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ડેલીઓ હંસગર્ભ રત્નની, ઈંદ્રકીલો એમેદના, બારસાખો લોહિતાક્ષરત્નની, ઓતરંગો જ્યોતિરસ રત્નના,સૂઈઓ-ખીલીઓ-લોહિતાક્ષરત્નની, સાંધાઓ વજ્રના, ખીલી ઓની ટોપીઓ વિવિધ મણિમય, આગળિયો અને તેનું અટકણ વજ્રનું, આવર્તનપીઠ રજતનું, બારણા નાં ઉત્તર પડખાં અંક રત્નનાં : એવી એ બારણાંઓની શોભાવાળી રચના છે. તેનાં કમાડ લગાર પણ આંતરા વિનાનાં ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. બારણાંની ભીંતોમાં બન્ને પડખે એકસો અડસઠ ભીંતગોળીઓ છે અને તેટલીજ ગોમાણસીઓ છે. વિવિધ મણિરત્નોથી રમતી પૂતળીઓ બારણાંઓમાં ખોડેલી છે. તેનો માઢ વજનો અને માઢનું શિખર રુપાનું છે. બારણાના ઉપલા ભાગો સુવર્ણમય, મણિમય જાળીવાળા ગોખલાઓ, પડખાં અને પડખાંની બાજુઓ અંકરત્નમય અને વાંસડાઓ ખપાટો તથા નળિયાં જ્યોતિરસરત્નમય છે. તેની પાર્ટીઓ રુપાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને ટાટીઓ વજ્રમય છે. એ જાતનાં તે બારણાં શંખના ઉપલા ભાગ જેવાં અને રુપાના ઢગલા જેવાં ધોળાં લાગે છે. તે બારણાંઓ ઉપર અનેક પ્રકારનાં તિલકો-ટીલાં અને અર્ધ ચંદ્રો કોરેલાં છે, મણિની માળાઓ ટાંગેલી છે, બારણાં બહાર અને અંદર સુંવાળાં છે, તેના ઉપરની રંગની ભૂકી સોનાની વેણુમય છે : એવાં એ બારણાં સુંદર, સારા સ્પર્શ વાળાં, રુડી શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે. [૨૮] એ બારણાંની બન્ને બાજુની બેઠકોમાં કમળ ઉપર કોરેલા એવા ચંદનના સોળ સોળ કળશોની હારો, તેઓમાં સુગંધી પાણી ભરેલાં, તેમના કાંઠાઓમાં રાતાં Page #399 -------------------------------------------------------------------------- ________________ ses રાયપ્પસેણિયું - (૨૮) સૂતર નાંખેલાં અને તેનાં ઢાંકણાં પદ્મોત્સલનાં-એવા એ સર્વરત્નમય ઘડાઓ, હે દીર્ઘ જીવી શ્રમણ ! ઈન્દ્રકુંભની જેવા વિશેષ રમણીય જણાવેલા છે. વળી, તે બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સોળ સોળ નાગદંતોની- હારી આવેલી છે. તે દરેક નાગદંતો ઉપર નાની નાની ઝણઝણતી ઘંટડીઓ લટકેલી, એઓ ભીંતમાં બરાબર બેઠેલા, એમનો આગલો ભાગ ભીંતથી સારી રીતે બહાર પડતો- એવા એ સાપના અડધા ભાગ જેવા દેખાતા વજ્રમય સીધા લાંબા નાગદંતો, મોટા મોટા ગજદંતના આકાર જેવા સુંવાળા અને શોભાજનક છે. વળી, એ નાગદંતોમાં કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા સૂતરી પરોવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી, એ માળાઓના લંબૂસકોસોનાનાં, એ ધૂમ તાંની અડખેપડખે જડેલી સોનાના પતરાની પાંદડીઓ છે; જ્યારે દક્ષિણનો ઉત્તરનો પૂર્વનો અને પશ્ચિમનો મંદ મંદ પવન વાય ત્યારે તે ધીરે ધીરે હલતી હલતી પાંદડીઓ માંથી કાન અને મનને શાંતિ આપે એલું મધુરું સંગીત નીકળે છે. વળી, હે આયુષ્યમનું શ્રમણ ! એ નાગદંતોની ઉપર બીજા સોળ સોળ નાગદંતોની હારો આવેલી છે, તેઓ પણ ગજદંતના આકાર જેવા સુંવાળા અતિરમણીય છે. ઉપરના આ નાગદંતનોમાં રજતમય શિંકાં ટાંગેલાં છે, એ દરેક ર્શિકામાં વૈડર્યની ધૂપધડીઓ મૂકેલી છે, એ ધૂપઘડીઓમાં ઉત્તમ કાળો અગર કિનરુ અને તુરુષ્કનો સુગંધી ધૂપ મધમધી રહ્યો છે, એવી એ સુગંધી વાટ જેવી મધમધતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનોહારી સુગંધ ઘ્રાણ અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કોર ફેલાતી રહે છે. [૨૯]વળી, એ બારણાંઓની બન્ને પડખેની બેઠકોમાં સોળ સોળ પૂતળીઓની હારો જણાવેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની લીલાઓવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણગારેલી, રંગબેરંગી વચ્ચે પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શોભાય માન છે. એમનો કિટભાગ મૂઠીમાં આવી જાય એવો પાતળો, અંબોડો ઉંડો અને કઠણ પીવર-ભરાવદાર-છાતી, આંખના ખૂણા રાતા, વાળા કાળા કોમળ અને શોનિક છે. અશોક વૃક્ષ ઉપર તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. જાણે દેવોનાં મનને હરી ન લેતી હોય, એક બીજા સામું જોતી એ, જાણે પરસ્પર ખીજતી ન હોય, એવી જણાય છે. એ બધી બનેલી છે તો -માટીમાંથી-પણ નિત્ય રહેનારી છે. એમનું મુખ ચંદ્ર જેવું લલાટ ચંદ્રાર્થ જેવું અને દેખાવ ચંદ્ર જેવો સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેઘની વીજળીનો ઝબકારો અને પ્રખર સૂર્યનો ચમકાટ એ કરતાં ય તેઓ વધુ ઝબકે છે-એવી એ પૂતળીઓ શૃંગારે આકારે અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનોહર છે. વળી, એ બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સર્વરત્નમય સુંદર જાળીવાળાં સોળ સોળ રમણીય સ્થાનો છે. બન્ને પડખેની એ બેઠકોમાં સોળ સોળ ઘંટાની હારો ટાંગેલી જણાવેલી છે. એ ઘંટાઓ સુવર્ણમય, તેમના લોલકો વજ્રમય, ઘંટાનાં બન્ને પડખાં વિવિધ મણિમય, ઘંટાની સાંકળો સોનાની અને દોરીઓ રુપાની છે. તેમનો રણકો મેઘના ગડગડાટ જેવો, સિંહની ત્રાડ જેવો, દુંદુભિના નાદ જેવો, હંસના સ્વર જેવો મંજુ છે ઃ એવા-એ કાન અને મનને ઠારે-તેવા રણકાવડે તે ઘંટાઓની આસ પાસનો પ્રદેશ પણ ગાજતો રહે છે. વળી, એ, બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સોળ સોળ વનરાઇઓ છે. એ વનરાઇઓમાં વૃક્ષો વેલો ફ્ળગા અને પાંદડાં મણિમય છે, એમના ઉપર ભમરાઓ Page #400 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૯, ૩૯૭. ગુંજતા રહે છે એવી એ વનરાઈઓ ટાઢી હિમ જેવી શીતળ અને પ્રાસાદિક છે. વળી, તે બને પડખેની બેઠકોમાં વજમય સોળ સોળ પ્રકંઠકો-છે. તે દરેકની લંબાઈ પહોળાઈ અઢીસો યોજન અને જાડાઈ સવાસો યોજન છે. તે તે એક એક પ્રકંઠક ઉપર એક એક મોટો ઉંચો મહેલ આવેલો છે, તે દરેક મહેલ અઢીસો યોજન ઉંચો અને સવાસો યોજન પહોળો છે. જાણે પ્રભાના પંજ ન હોય એવા એ મહેલો વિવિધ મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન વિજય વૈજયંતી પતાકાઓ એ મહેલો ઉપર પવનથી ફરફરતી રહે છે. એના મણિકનકમય શિખરો ઉંચા આભને અડતાં છે. મહેલોની ભીંતોમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાંઓ મૂકેલાં છે. બારણામાં પેસતાંજ વિકાસમાન પુંડરીક કમળો અને ભીંતોમાં વિધવિધ તિલકો તથા અધ ચંદ્રકો કોરેલા છે. મહેલો અંદર અને બહાર લીસા સોનેરી વળથી લીંપેલા સુંદરતમ છે. જે પ્રકંઠકો ઉપર તે મહેલો છે તે પ્રકંઠકો પણ છત્રોથી શોભતી ધજાઓથી રમણીય છે. એ મહેલોનાં બારણાંની બન્ને બાજુ, સોળ સોળ તોરણો જણાવેલાં છે. એ મણિમય તોરણો મણિમય થાંભલાઓ ઉપર બેસાડેલાં છે, તેમના ઉપર પદ્મ વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે. તે એક એક તોરણની આગળ પૂર્વે વર્ણવેલા એવા નાગદેતો તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે. તેજ રીતે દરેક તોરણની આગળ એક એક બાજા સર્વરત્નમય ઘોડા હાથી માનવ કિનર કિપુરુષ મહો રગ ગાંધર્વ અને વૃષભની હારો આવેલી છે, તેજ પ્રકારે નિત્ય પુષ્પવાળી સર્વરત્નમય પદ્મલતા વગેરેની શ્રેણિઓ આવેલી છે. એ રીતે, દિશાસ્વસ્તિક ચંદનકલશ અને મત્તગજના મુખની જેવા ભંગારની બે બે હારો ગોઠવેલી છે. વળી, તે તોરણની આગળ બબ બબે આરિતા હોવાનું જણાવેલું છે. એ આરિસાનાં ચોકઠાં સુણવમય, મંડળો એકરત્નમય અને એમાં પડતાં પ્રતિબિંબો નિર્મલાતિનિર્મળ છે.હે દીર્ઘજીવીશ્રમણ!ચંદ્રમંડળજેવાએનિર્મળઆરિસા અધિકાય પ્રમાણ જણાવેલા છે. વળી, એ તોરણોની આગળ વજના બબે થાળો જણાવેલા છે. એ રથના પૈડા જેવા મોટા થાળો જાણે કે ત્રણવાર છડેલા આખા ચોખાથી ભરેલા જ હોય એવા ભાસે છે. વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણી અને તાજાં લીલાં ફળોથી ભરેલી બે બે પાત્રીઓ મૂકેલી જણાવેલી છે. એ બે બે પાત્રીઓ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવડી મોટી સર્વરત્નમય અને શોભનાતિશોભન છે. વળી, એ તોરણોની આગળ નાના વિધ ભાંડોથી ભરેલા સર્વરત્નમય બે બે સુપ્રતિષ્ઠકો છે, બે બે પેઢલીઓ છે. એ પેઢલી ઓમાં સોનાનાં અને રુપાનાં અનેક પાટિયાંઓ જણાવેલાં છે, એ નાગદતો ઉપર વજ મય શિંકાં છે, એ શિકાં ઉપર કાળા નીલા રાતા પીળા અને ધોળા સૂતરના પડદાવાળા પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટો વૈર્યમય સુંદર છે. વળી, એ તોરણોની આગળ રતનથી ભરેલા બબે કરંડિયાઓ છે. ચક્રવર્તીના રત્નપૂર્ણ કરંડિ યાની જેમ એ કરંડિયાઓ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી ચકચકતી કરી મૂકે છે. વળી, એ તોરણોની આગળ વજમય બબે હયકઠા ગજકંઠા ગંજકંઠા નરકંઠા કિન્નરકંઠા જિંપુરુષકંઠા મહોરગકંઠા ગાંધર્મકંઠા અને ધર્વકંઠા અને વૃષભકંઠા છે. તેઓમાં સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરત્નમય પુષ્પ માળા ચૂર્ણ વસ્ત્ર આભરણ સરસવ અને પીંછીઓ મૂકેલી છે. વળી, એ તોરણોની આગળ બબ્બે સિંહાસનો અને બળે છત્રો હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈડુના, કૂલ સોનાની, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ રાયખસેવિયં-(૨૯) સાંધા વજના, મોતીથી પરોવેલી સોનાની આઠ હજાર સળીઓ અને ચંદન જેવી શીતળા સુગંધી છાયા છે. મંગળરુપ ચિત્રોથી આલેખેલાં ચંદ્રના ઘાટ જેવાં એ સર્વ છત્રો અતિશોભનિક છે. વળી, એ તોરણોની આગળ બે બે ચામરોની હયાતી છે. એ ચામરોના હાથા વૈર્યના અને એમાં વિવિધ મણિરતનની કોરણી કોરેલી છે. ક્ષીરસાગરના ફીણ જેવાં પાતળા વાળવાળાં સર્વરત્નમય એ ચામરો બહુ સુશોભિત દેખાય છે. તે તોરણોની આગળ તેલ, કુઠ, પત્ર, ચૂઆ, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણસિલ અને અંજન ના બબે કુડલાઓની અસ્તિછે.એ કુડલા ઓ સર્વરત્નમય અને અનુપમ શોભાવાળા છે. [૩૦]વળી, એ સૂયભિવિમાનના એક એક બારણા ઉપર ચક્રની નીશાનીવાળા એકસો ને આઠ ધ્વજો છે, એ જ પ્રમાણે મૃગ, ગરુડ, છત્ર, પીંછું, પક્ષી, સિંહ, વૃષભ, ચાર દેતો હાથી અને ઉત્તમ નાગની નીશાનીવાળા એકસો ને આઠ આઠ ધ્વજ છે, અર્થાત્ એ પ્રત્યેક બારણા ઉપર એક હજાર અને એશી ધ્વજ લહેરી રહ્યા છે. એ સૂયભવિમાનમાં ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભોમો છે. એ ભૌમોની બરાબર વચ્ચે એક એક સિંહાસન માંડેલું છે, બાકીના ભૌમો ઉપર એક એક ભદ્રાસન માંડલું છે. વિમાનમાં બારણાંઓનાં ઓતરંગો સોળ પ્રકારનાં રત્નો થી ઘડેલાં છે. બારણાંઓ ઉપર ધજા અને છત્રોથી શોભતાં આઠ આઠ મંગલો આવેલાં છે ? એ રીતે વિમાનની ચારેબાજાનાં તે બધાં બારણાંઓ એવી ઉત્તમોત્તમ શોભાવાળાં છે. એ સૂયભવિમાનની આસપાસ પાંચસે પાંચસે યોજન મૂકીને ચાર દિશામાં ચાર વખંડો આવેલા છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સાદડવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં ચૂતકવન. એ વનખંડોની લંબાઈ સાડાબાર લાખ યોજનથી કાંઈક વધારે અને પહોળાઈ પાંચસો યોજન છે. તે દરેકની ફરતો એક એક કોટ છે. એમ એ ચારે વનખંડો લીલાછમ જેવા, ટાઢા હિમ જેવા, જોનારની આંખને ઠારે એવા શીતળ છે. [૩૧]તે વનખંડોનું ભોંતળ તદ્દન સમ-છે, તે ઉપર અનેક પ્રકારના મણિઓ અને તૃણો શોભી રહ્યાં છે, તેમનો સ્પર્શ અને ગંધ મનગમતો આકર્ષક છે. હે ભગવન્! પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના વાયરા વાય છે ત્યારે મંદ મંદ હલતા પરસ્પર અથડાતા. એવા તે તૃણોનો અને મણિઓનો કેવો અવાજ થાય છે ? હે ગૌતમ! એમનો અવાજ શ્રમહર શ્રુતિમધુર અને શ્રુતિને અત્યંત તૃપ્તિ આપનારો થાય છે. છત્ર, ધજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત એક સુંદર રથ હોય, જેની ચારે બાજુ નાની નાની ટોકરીઓ જડેલી હોય, હિમાલયમાં ઉગેલા તિનિશના લાકડામાંથી બનાવેલો હોય, આરા અને ઘોંસરું બરાબર બેસાડેલાં હોય, પૈડા ઉપરનો લોઢાનો પાટો મજબૂત હોય, કુલીન ઘોડાની જોડ જોડેલી હોય, હાંકનારો સારથિ અતિકુશળ હોય અને અનેક પ્રકારનાં હથીઆરો કવચો ભાથાંઓ વગેરે યુદ્ધોપકરણોથી જે ભરેલો હોય, એવો એ રથ, મણિઓથી બાંધેલા રાજાના ભવ્ય આંગણામાં વારંવાર ચાલતો હોય, વારંવાર આવતો જતો હોય, ત્યારે તેનો જે મધુરધ્વનિ સંભળાય છે, તેના જેવો તે તૃણોનો અને મણિઓનો ધ્વનિ છે ? ગૌતમ ! ના, એના જેવો એમનો ધ્વનિ નથી પણ તે કરતાંય વિશેષ મધુર છે. વાદનકુશળ નર કે નારીદ્વારા રાત્રીના છેલ્લે પહોરે વાગતી ચડતી ઉતરતી મૂછનાવાળી એલી વૈકાલિક વીણાનો જે મધુર અવાજ સંભળાય છે તેવો અવાજ, તે તૃણોનો અને Page #402 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૧ ૩૯૯ મણિઓનો છે? ગૌતમ ! ના, એવો પણ નથીએ કરતાં સવિશેષ મધુર છે. ભદ્રશાળ નંદન સોમનસ કે પાંડકવનમાં અથવા હિમાલય મલય કે મંદક ગિરિની ગુફાઓમાં રહેતા, ગાનતાનની સહેલ કરવા સાથે મળેલા કિન્નરો કિંગુરુષો મહોરગો અને ગાંધ વનો જેવો વિશદ્ધ મધુર ગીતધ્વનિ ગુંજે છે, તેવો ધ્વનિ પરસ્પર અથડાતા એ મણિ ઓનો અને તૃણોનો છે? ગૌતમ! હા, તે મણિઓનો અને તૃણોનો એલો મધુરાતિમધુર ધ્વનિ નીકળે છે. ૩૨]વળી, એ વનખંડોમાં ઠેકઠેકાણે નાની મોટી નાનામાં નાની અને મોટામાં મોટી એવી અનેક ચોરસ વાવો, ગોળ પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી ચુકી વહેતી નદીઓ અને ફૂલોથી ઢાંકેલાં એવાં હારબંધ આવેલાં અનેક સરોવરો તથા હારબંધ શોભતા અનેક કૂવાઓ આવેલા છે. એ બધાંના કાંઠા રજતમય, કાંઠાના ભાગો ખાડાખડિયા વિનાના એકસરખા છે. એમની અંદરના પાણાઓ વજમય અને વેળ સુવર્ણ-રજતમય છે. વાવો વગેરે એ બધાં જલાશયો સુંવાળા સોનાના તળિયાવાળાં છે, એમાં ઊતરવાનાં અને નીકળવાનાં સાધનો સારી રીતે ગોઠવાયેલાં છે, એમના ઘાટો અનેક પ્રકારના મણિઓથી જડેલા છે. ચાર ખૂણાવાળાં એ જલાશયોમાં પાણી અગાધ અને અતિશીતળ છે. જેમની ઉપર ભમરા ભમરીઓ ગુંજી રહ્યાં છે એવાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પૌંડરીક, સો અને હજાર પાંખડીવાળાં ખીલે લાં કમળોથી અને બિસપત્ર તથા મૃણાલના દંડોથી એ બધાં જલાશયો ઢંકાએલાં છે. જેમની અંદર ભમતા મલ્યો અને કાચબાઓ કલ્લોલ કરી રહ્યા છે અને જેમને કાંઠે અનેક પ્રકારનાં પક્ષીઓ વિચરી રહ્યાં છે એવાં એ સ્વચ્છતિસ્વચ્છ જળથી છલકતાં જલાશયો તે વનખંડોમાં શોભી રહ્યાં છે. એ જલાશયોમાં કેટલાંકમાં આસવ જેવાં પાણી છે, કેટલાંકમાં શેરડીના રસ જેવાં, કેટલાંકમાં ઘી જેવાં કેટલાંકમાં દૂધ જેવાં, કેટલાંકમાં ખારા ઉસ જેવાં અને કેટલાંક માં સામાન્ય પાણી જેવાં પાણી ભરેલાં છે. તેવા વાવો અને કૂવા વગેરે પ્રત્યેક જલાશ યોની ફરતાં ચારે દિશામાં ત્રણ ત્રણ સોપાનો છે, તે સોપાનો ઉપર તોરણો ધજાઓ અને છત્રો છે. તેમાં નાની નાની વાવોની અને કૂવાની હારોમાં વચ્ચેવચ્ચે ઘણા ઉત્પાતપર્વતો નિયતિપર્વતો જગતપર્વતો દારુપર્વતો છે તથા કોઈ ઊંચા કે નીચા એવા દકમંડપો દકના લકો અને દકમંચો ઊભા કરેલા છે. વળી ત્યાં મનુષ્યોને હિંચવાલાયક હિંચકા જેવા કેટલાક હિંચકાઓ ગોઠવાએલા છે, તેમ પક્ષીઓને ઝૂલવાલાયક ઝૂલા જેવા કેટલાયે ઝૂલાઓ ઝૂલી રહ્યા છે. એ બધા હિંચકાઓ અને ઝૂલાઓ સર્વરત્નમય હોવાથી અધિ કાધિક પ્રકાશમાન અને મનોહર છે. વચ્ચે વચ્ચે આવેલા તે પર્વતો ઉપર અને હિંચ કાઓ ઉપર સર્વરત્નમય એવાં અનેક હિંસાનો, ક્રોંચાસનો, ગરુડાસનો, ઉન્નત ઢળતાં અને લાંબાં આસનો, પસ્યાસનો, ભદ્રાસનો, વૃષભાસનો, સિંહાસનો, પદ્માસનો અને સ્વસ્તિ કાસનો સજાએલાં છે. વળી, તે વનખંડોમાંસર્વરત્નય ઝળહળાયમાન એવાંઆલિગૃહો, માલિગૃહો, કદલીગૃહો, લતાગૃહો, આસનગૃહો, પ્રેક્ષણગૃહો, મંડનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શોલાગૃહો, જાળીવાળાગૃહો, ચિત્રગૃહો, કુસુમગૃહો, ગંધગૃહો, આરિતા ભવનો શોશી રહ્યાં છે અને તે પ્રત્યેક ગૃહમાં પૂર્વે કહ્યા પ્રમાણે હંસાનો વગેરે આરામ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ રાયuસેલિયં - (૩૨) આપનારાં આસનો માંડેલાં છે. વળી, તે વનખંડોમાં જ્યાં ત્યાં સર્વરત્નમય એવા ઝળાં ઝળાં થતા જાઈની વેલોના મંડપો, જૂઈની વેલોના મંડપો, મલ્લિકા, નવમાલિકા, વાસંતી, દધિવાસુકા, સૂસલ્ડિ-સૂરજમુખીનાગરવેલ, નાગ, અતિમુક્તક, અપ્લોયા અને માલુ કાની લતાઓના મંડપો ફેલાએલા છે. તે પ્રત્યેક મંડપમાં હંસ અને ગણ્ય વગેરેના ઘાટના, ઉંચા ઢળતા અને લાંબા એવા કેટલાય સર્વરત્નમય શિલાટ્ટકો ઢાળેલા છે. તે બધાય શિલાપટ્ટકો માખણ જેવા સુંવાળા કોમળઅનેદેદીપ્યમાન છે.હે ચિરંજીવ શ્રમણ ! તે સ્થળે અનેક દેવો અને દેવીઓ બેસે છે, સૂએ છે, વિહરે છે, હસે છે, રમે છે, રતિક્રીડા કરે છે અને એ રીતે પોતે પૂર્વે ઉપાર્જેલાં શુભ કલ્યાણમય મંગળરુપ પુણ્ય કર્મોના ફલ વિપાકોને ભોગવતા આનંદપૂર્વક વિચરે છે. [૩૩] વળી, તે વનખંડોની વચ્ચોવચ્ચ પાંચસે યોજન ઉંચા અને અઢીસો યોજન પહોળા એવા ચાર મોટા પ્રાસાદો શોભી રહ્યા છે. એ પ્રાસાદોનાં ભોંયતળિયાં તદ્દન સપાટ છે અને તેમાં ચંદરવા સિંહાસનો વગેરે ઉપકરણો યથાસ્થાને ગોઠવાએલાં છે. તેમાંના એક પ્રાસાદમાં અશોકદેવ, બીજામાં સપ્તપદવ, ત્રીજામાં ચંપકદેવ અને ચોથામાં ચૂતકદેવ એમ ચાર દેવોનો નિવાસ છે. એ ચારે દેવો મોટી દિવ્ય સમૃદ્ધિવાળા અને પલ્યોપમપ્રમાણ આયુષ્યવાળા છે. જેની આસપાસ ચારે બાજુ એવડો મોટો અને અતિશય સુંદર વનખંડ શોભી રહ્યો છે એવા તે સૂયભિનામના દેવવિમાનનો અંદરનો ભૂભાગ તદ્દન સપાટ અને અત્યંત રમણીય છે. ત્યાં પણ ઘણા દેવો અને દેવીઓ ફરે છે, બેસે છે, હસે છે, રતિક્રીડા કરે છે અને આનંદ માણતા વિચારે છે. તે વિમાનના એ ભૂભાગની વચ્ચોવચ્ચ લાખ યોજન લાંબું પહોળું એવું એક મોટું ઉપકારિકાલયન છે, તેનો ઘેરાવો ત્રણ લાખ સોળહજાર બસે સત્તાવીસ યોજન, ત્રણ કોશ, અઠ્ઠાવીસસે ધનુષ, તેર આંગળ અને ઉપર ઓછું વધતું અડધું આગળ છે. એ એવું મોટું લયન આખુંય સુવર્ણમય છે અને અત્યંત મનોહરમાં મનોહર છે. [૩૪]એ લયનની ચારે બાજુ અડધું યોજન ઊંચી અને પાંચસે ધનુષ પહોળી એવી એક મોટી પદ્મવરવેદિકા છે અને એટલાજ માપનો એક મોટો વનખંડ તે લયનને ઘેરી રહેલો છે. તે વેદિકાના થાંભલા, પાટિયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, વાંસડા, વાંસડા ઉપરનાં નળિયાં, પાટીઓ, મોભીયાં, ઢાંકણાં અને તેનાં જાળિયાં ગોખલા વગેરે એ બધું વિવિધ રત્નમય મણિમય વજમય અને સુવર્ણરજતમય છે. એનાં કેટલાંક જાળિયાં નાની નાની ટોકરીઓવાળાં, મોતીના પડદાવાળાં અને મોટી મોટી લટકતી માળાવાળાં છે. એ વેદિકામાં જ્યાં ત્યાં સર્વરત્નમય ઘોડાની વૃષભની અને સિંહ વગેરેની જોડો શોભી રહી છે. હે ભંતે! એ વેદિકાને પદ્મવરવેદિકા કહેવાનું શું કારણ ? ગૌતમ ! એ વેદિકાના થાંભલા, પાટીયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, મોભ અને જાળિયાં વગેરે દરેક ભાગમાં, ચોમાસાના પડતા પાણીને રોકી શકે એવાં છત્રાકાર અનેક પ્રકારનાં સર્વરત્નમય સુંદર ઉત્પલો, કુમુદો, નલિનો, પુંડરીકો વિગેરે નાના પ્રકાર નાં ખીલેલાં પડ્યો શોભી રહ્યાં છે, માટે તેને પાવરવેદિકા કહેલી છે. ' હે ભગવન્! વર્ણવેલી એ પદ્મવરવેદિકા શું શાશ્વત છે કે અશાશ્વત છે? ગૌતમ! દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તો એ વેદિકા શાશ્વત છે, પણ હે ગૌતમ ! તે વેદિકાના વણ, ગંધો, રસો અને સ્પશની દષ્ટિએ જોતાં અથતુ વદિ પર્યાયોની અપેક્ષાએ તો તે Page #404 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨ ૪૦૧ વેદિકા અશાશ્વત છે, માટે તેને શાશ્વત પણ કહી છે અને અશાશ્વત પણ કહી છે. હે ભગવન્! ઉપર વર્ણવેલી વેદિકા, શું ત્યાં કાયમ રહેવાની છે? હે ગૌતમ! એ વેદિકા, ત્યાં કોઈ દિવસ ન હતી, નથી કે નહિ હશે એમ તો ન કહેવાય, પણ એ ત્યાં હમેશાંને માટે હતી, છે અને હશે એમ કહેવાય; માટે તે ત્યાં ધ્રુવ, શાશ્વત, અવ્યય, નિત્ય અને સદા અવસ્થિત છે એમ માનવું જોઈએ. ઉપકારિકાલયની ફરતો જે વનખંડ વર્ણવેલો છે તેનો ચક્રવાલવિખંભ બે યોજનથી કાંઈક ઓછો છે અને તેનો ઘેરાવો તો તે લયનના જેટલો જ છે. એ વનખંડમાં પણ અનેક દેવો અને દેવીઓ ફરે છે, હસે છે, બેસે છે, સૂએ છે અને રતિક્રીડા કરતાં વિહરે છે. એ લયનની કરતાં ચારે દિશામાં ચાર ચાર સોપાનો ગોઠવેલાં છે. એ સોપાનો ઉપર તોરણો ધ્વજો અને છત્રો વગેરે ઘણા મનહર પદાર્થો ઝૂલી રહ્યા છે. લયનનું ભોંયતળ, મણિરત્ન અને વજ વગેરે બહુમૂલ્ય ધાતુઓથી બાંધેલું છે અને વળી તે તદ્દન સપાટ અને ચારે બાજુ ઝગારા મારતું શોભી કહ્યું છે. [૩૫]લયનના તે સમતળ ભૂભાગની વચ્ચોવચ્ચ પાંચસે યોજન ઉંચો અને અઢીસો યોજન પહોળો એવો એક મોટો મુખ્ય પ્રાસાદ આવેલો છે. તે મુખ્ય પ્રાસાદની ફરતા અને તેના કરતાં ઊંચાઈ અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર પ્રાસાદોની આવી રહેલા છે. વળી, એ આજુબાજુ આવેલા ચાર પ્રાસાદોની આસપાસ તેમને વીંટળાઈને તેમના કરતાં ઉંચાઈએ અને પહોળાઈએ અડધા એવા બીજા ચાર મહાલયો સોહામણા આવેલા છે. વળી, સોહામણા એ ચાર મહાલયોને ઘેરીને ઊભેલા પણ માપમાં તેના કરતાં અડધા એવા બીજા ચાર મહાલયો ત્યાં દીપી રહેલા છે. આ છેલ્લા ચાર મહાલયોની ઊંચાઈ રા યોજન અને પહોળાઈ એકત્રીશ યોજન ઉપર એક કોશ છે. એ બધાય પ્રાસાદોની અંદર ચંદરવા સિંહાસન વગેરે શોભાનિક ઉપકરણો ગોઠવા એલાં છે અને ઉપર ધજાઓ તોરણો અને આઠઆઠ મંગળો ઝૂલી રહ્યાં છે. [૩૬] એમ અનેક પ્રાસાદોથી વીંટાએલા તે મૂળ પ્રાસાદથી ઉત્તરપૂર્વમાં એક મોટી સુધમાં સભા આવેલી છે. એની લંબાઈ સો યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઉંચાઈ બેહોંતેર યોજન છે. જેમની ઉપર અનેક પ્રકારનાં તોરણો પૂતળીઓ અને અપ્સરા ઓનાં ઝંડો કોરેલાં છે એવા અનેક મનહર સ્તંભો ઉપર એ સભા રચાએલી છે. એ સભાને પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દ્વારા મૂકેલાં છે. તે એક એક દ્વાર સોળ યોજન ઉંચું અને આઠ યોજન પહોળું છે, તેમ તે દરેકનો પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. એ ત્રણે દ્વારો ધોળાં દૂધ જેવાં, સુવર્ણમય સૂપવાળાં અને ઉપર આઠ આઠ મંગળોથી વિરાજિત છે. તે પ્રત્યેક દ્વારની સામે એક એક મુખ્ય મંડપ છે. એ મંડપની લંબાઈ સો યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઉંચાઈ સોળ યોજન કરતાં વધારે છે. એ મંડપને પણ પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ બારસાખ પાડેલાં છે. તે પ્રત્યેક બારસાખ ઊંચાઈમાં સોળ યોજન, પહોળાઈમાં આઠ યોજન છે અને તે દરેકનો પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. તે બધાં બારણાંઓ ચંદરવા વગેરેથી સુશોભિત છે અને તેમની ઉપર ધજાઓ અને આઠ આઠ મંગળો છે. વળી, તે પ્રત્યેક મુખમંડપની સામે તેમની જેવા સુંદર પ્રેક્ષાગૃહમંડપો આવેલા છે અને તે એક એક પ્રેક્ષાગૃહમંડપના સમતળ ભૂભાગની વચ્ચે એક મોટો વજય અખાડો શોભી રહ્યો છે. તે એક એક અખાડાની વચ્ચોવચ્ચ આઠ યોજન લાંબી પહોળી, [26] Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ રાયપ્રસેલિય-(૩૬) ચાર યોજન જાડી અને નાના પ્રકારનાં મણિરત્નોથી બાંધેલી એવી એક મોટી મણિપીઠિકા સોહી રહી છે, એ મણિપીઠિકા ઉપર સિંહાસન વગેરે આરામની સામગ્રી ગોઠવી છે. વળી, જ્યાં પ્રેક્ષાગૃહમંડપો વર્ણવેલા છે ત્યાં તે પ્રત્યેક મંડપની સામે પણ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સુંદર મણિપીઠિકાઓ ઢાળેલી છે. તે દરેક પઠિકાની ઉપર સોળ યોજન લાંબા પહોળા અને તે કરતાં ઉંચાઈમાં કાંઈક વધારે ઉંચા તથા સર્વ પ્રકારનાં રત્નોથી ચણેલા ધોળા શંખ જેવા ઊજળા એવા અનેક સ્તૂપો બાંધેલા છે. એ દરેક સ્તૂપો ઉપર ધજાઓ તોરણો અને આઠ આઠ મંગળો છે. તથા, એ એક એક સ્તૂપની ફરતી ચારે દિશામાં વળી બીજી મણિપીઠિકાઓ આવેલી છે. તે પીઠિકાઓની લંબાઈ પહોળાઈ આઠ યોજન અને જાડાઈચાર યોજન છે. એ પીઠિકાઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મેલી અતિશય રમણીય છે, એમની ઉપર અને એ સ્તૂપોની બરાબર સામે ચાર જિનપ્રતિમાઓ બિરાજેલી છે, એ પ્રતિમાઓ જિનની ઊંચાઈએ ઊંચી અને પર્યકાસને બેઠેલી છે. તેમાંની એક ઋસભની, બીજી વર્ધમાનની, ત્રીજી ચંદ્રાનનની અને ચોથી વારિફેણની એિ ચાર ભગવંતોની શાશ્વત] પ્રતિમા છે. વળી, તે સ્તૂપોની સામે સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સર્વમણિમય બીજી મણિપીઠિકાઓ નિર્મેલી છે. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવક્ષ આવેલું છે. એ બધાં ચૈત્યવક્ષો આઠ યોજન ઊંચાં અને અડધા યોજન ઊંડાં છે. બે યોજનનું તેમનું થડ અડધું યોજન પહોળું છે. થડથી નીકળી ઊંચી ગએલી વચલી શાખા યોજન ઊંચી છે. એમ એ ચૈત્યવક્ષોની સવગ લંબાઈ પહોળાઈ એકંદર સાધિક આઠ યોજન છે. એ વૃક્ષોનાં મૂળ વજમય, શાખા રુપેરી, કંદો રિઝરત્નમય, સ્કંધો વૈર્યના, નાની નાની શાખાઓ મણિમય રત્નમય, પાંદડાં વૈદુર્યનાં, ડીટિયાં સુવર્ણમય, અંકુરાઓ જાંબુનદમય અને ફૂલફલભર વિચિત્ર મણિરત્નમય સુરભિ છે. એ ફળોનો રસ અમૃતસમ મધુરો છે. એ રીતે સરસ છાયા, પ્રભા, શોભા અને પ્રકાશવાળાં એ ચૈત્યવક્ષો વિશેષમાં વિશેષ પ્રાસાદિક છે. એ વૃક્ષો ઉપર આઠ આઠ મંગળો ધ્વજે અને છત્રો વગેરે શોભી રહેલાં છે ફરતા શિરીષ વગેરે બીજાં પણ અનેક વૃક્ષો છે. [૩૭] એ ચૈત્યવૃક્ષોની આગળ આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજના જાડી એવી સર્વમણિમય વળી બીજી અનેક મણિપીઠિકાઓ આવેલી છે. એ દરેક પીઠિ કાઓ ઉપર સાઠ યોજન ઊંચા એક યોજન ઊંડા અને એક યોજન પહોળા એવા વિશિષ્ટ પ્રકારના વજમય અનેક મહેંદ્રધ્વજો ખોડેલા છે, તેમની ઉપર પવનથી ચાલતી નાની નાની અનેક પતાકાઓ, આઠ આઠ મંગળો, ધ્વજો અને છત્રો વગેરે બધું લહેરી રહેલું છે. તે દરેક મહેંદ્રધ્વજોની આગળ સો યોજન લાંબી પચાસ યોજન પહોળી અને દસ યોજન ઉંડી એવી નંદા નામની પુષ્કરિણીઓ આવેલી છે. એનાં પાણી સામાન્ય પાણી જેવાં મીઠા રસવાળાં છે. એ પ્રત્યેક પુષ્કરિણીઓની ચારે તરફ પૂર્વે વર્ણવેલાં પદ્મવરવેદિ કાઓ અને વનખંડો આવેલાં છે અને પુષ્કરિણીઓમાં ત્રણ બાજા, સરસ સોપાનો ગોઠવેલાં છે તથા ઉપર બેસાડેલાં તોરણો, ધ્વજો, આઠ આઠ મંગળો અને છત્રો વગેરે તો ત્યાં ઠેકઠેકાણે દીપી રહેલાં છે. એ સુધમસભામાં પૂર્વ અને પશ્ચિમમાં સોળ સોળ હજાર તથા દક્ષિણ અને ઉત્તરમાં આઠ આઠ હજાર પેઢલીઓ બાંધેલી છે. એ પેઢલીઓ ઉપરનાં પાટીયાં સુવર્ણ Page #406 -------------------------------------------------------------------------- ________________ 3 સત્ર-૩૭ ૪૦૩ રજતમય અને તે ઉપર જડેલા નાગદેતો વજ્રમય છે. તે નાગદંતોમાં કાળા સૂતરની માળાઓ લટકે છે. વળી, એ સુધર્મસભામાં એ પેઢલીઓની જેવી જ અને જે ઉપર સુખે સૂઈ શકાય એવી સુકોમળ સુંદર શય્યાઓ બીછાએલી છે. એવી અડતાળીશ હજાર ગોમાનસીઓ આવેલી છે. તે ગોમાનસીઓની પાસે જ જડેલા નાગતોમાં ટાંગેલાં રતમય શિકાં ઉપ૨ વૈડુર્યમય ધૂપઘડીઓ મૂકેલી છે અને એ ધૂપઘડીઓમાંથી નીકળતો સુગંધમય કાળા અગરનો ધૂપ ચારે કોર મહેકી રહ્યો છે. સભાની અંદરના ભાગનું ભોતળ તદ્દન સપાટ અને વિવિધ મણિઓથી બાંધેલું છે અને તે ઉપર સિંહાસન ચંદરવા વગેરે સામગ્રી સરસ રીતે સજેલી છે. વળી, એ ભોંતળની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા બાંધેલી છે. તેની ઉપર સાઠ યોજન ઊંચો, યોજન ઉંડો અને યોજન પહોળો તથા અડતાળીશ ખૂણાવાળો, અડતાળીશ ધાર વાળો-અડતાળીશ પાસાવાળો એવો મહેંદ્રધ્વજની જેવો એક મોટો માણવક ચૈત્યસ્તંભ આવેલો છે. એની ઉપર આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે ખોડી રાખેલાં છે. એ ચૈત્યસ્તંભની વચ્ચેના છત્રીશ યોજન જેટલા ભાગમાં સોના રુપાનાં પાટીયાં જડેલાં છે. તે પાટીયાં ઉપર બેસાડેલા વજ્રમય નાગદંતોમાં રુપેરી શિકાં ટાંગી રાખ્યાં છે. તે શિંકા ઉપર વજ્રમય ગોળ ગોળ દાબડીઓ ગોઠવી રાખેલી છે અને તે દાબડીઓમાં જિનના સથિઓ-રાખેલાં છે. સૂર્યાભદેવને અને બીજાં પણ અનેક દેવ દેવીઓને જિનના તે સથિઓ અર્ચનીય છે વંદનીય છે અને પર્યુપાસનીય છે. આઠ મંગળ અને ચામર વગેરેથી સુશોભિત તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા આવેલી છે અને તેના ઉપર એક મોટું સિંહા સન ઢાળેલું છે. વળી, તે ચૈત્ય સ્તંભની પશ્ચિમે, પૂર્વે આવેલી એવી અને એવડી જ બીજી એક મણિપીઠિકા આવેલી છે, તેના ઉપર એક મોટું અતિશય રમણીય દેવશયનીય ગોઠવેલું છે. એ દેવશયનીયના પડવાયા સોનાના, પાયા મિણના અને પાયાના કાંગરાં સોનાનાં છે. એની ઈંસો અને ઉપળાં વજ્રનાં, વાણ વિવિધમણિ મય, તળાઈ રુપેરી અને ઓશીકાં સુવર્ણમય છે. તે દેવશયનીય બન્ને બાજુથી ઊંચું અને વચ્ચેથી ઢળતું એવું ગંભીર છે, એ મેલું ન થાય માટે એના ઉપર રાતું વસ્ત્ર ઢાંકેલું છે એ માખણ જેવું સુંવાળું, કોમળ, અતિ સુવાસિત, મનોહર છે. [૩૮] એની ઉત્તર પૂર્વે આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા છે. તેની ઉપર સાઠ યોજન ઉંચો એક યોજન પહોળો એવો એક નાનો મહેંદ્રધ્વજ રોપેલો છે, એના ઉપર આઠ આઠ મંગળો અને ધ્વજો વગેરે શોભી રહ્યાં છે. એ નાના મહેંદ્રધ્વજથી પશ્ચિમે ચોપ્પાળ નામનો એક મોટો હથીયારોનો વજ્રમય ભંડાર છે, એમાં રત્નની તલવારો ગદાઓ અને ધનુષ વગેરે અસ્ત્રશસ્ત્રો છે. એ ભંડારમાં સાચવી રાખેલાં સૂભદેવનાં એ બધાં અસ્ત્રશસ્ત્રો ઊજળાં પાણીવાળાં અણીદાર અને વિશેષ માં વિશેષ તેજવાળાં છે. સુધર્મ સભાની ઉપર આઠ આઠ મંગળો છત્રો અને ધજાઓ વગેરે શોભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. [૩૯]એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબું પચાસ યોજન પહોળું અને બહોંતેર યોજન ઊંચું એવું એક મોટું સિદ્ધાયતન આવેલું છે. એ સિદ્ધાયતનની બધી શોભા Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ રાયપ્પસેણિયું - (૩૯) સુધસભાની જેવી સમજવાની છે. એ સિદ્વાયતનની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી એક મોટી મણિ પીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સોળ યોજન લાંબો પહોળો અને તે કરતાં થોડો વધારે ઊંચો એવો સર્વરત્નમય એક મોટો દેવચ્છેદક ગોઠવેલો છે. તેના ઉપર જિનની ઊંચાઈએ ઊંચી એવી એકસો ને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. એ પ્રતિમાઓના હાથપગનાં તળિયાં તપનીયમય, નખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરત્નના, જાંઘો, જાનુઓ, ઉરુઓ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રોમરાઈ રિષ્ટરત્નમય, ચુચુકો અને શ્રીવૃક્ષ તપનીયમય, બન્ને ઓષ્ઠો પ્રવાલમય, દાંતો સ્ફટિકમય, જીભ અને તાળવું તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ કનક મય, આંખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરત્નમય, કીકીઓ આંખની પાંપણો અને ભવાંઓ રિષ્ટરત્નમય, બન્ને કપોલો કાન અને ભાલપટ્ટ કનકમય, માથાના વાળ ઉગવાની ચામડી તપનીયમય અને માથા ઉપરના વાળ રિષ્ટરત્નમય છે. તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, ધોળાં છત્રો ધરી રાખનારી છત્રધારક પ્રતિ માઓ છે, બન્ને બાજુએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે. વળી તે દરેક જિનપ્રતિમાઓની આગળ સર્વરત્નમય એવી બે બે નાગપ્રતિમાઓ, આવેલી છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ ઘંટો, કળશો, શૃંગારો, આરિસાઓ, થાળો,પાત્રીઓ,સુપ્રતિષ્ઠો,મનોગુલિકાઓ, રત્નકરંડીયાઓ, હયકંઠાઓ, ગજકંઠાઓ અને વૃષભકંઠાઓ વગેરે અનેક પદાર્થો ત્યાં એ પ્રત્યેક જિન પ્રતિમાની આગળ ગોઠવેલા છે. વળી, ફૂલ, માળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ અને મોરપીંછ વગેરે ઉપ કરણોની એકસો આઠ એકસો આઠ ચંગેરીઓ, ત્યાં પ્રતિમાઓ આગળ મૂકી રાખેલી છે. વળી, ફૂલ, માળા, ગંધ અને મોરપીંછ વગેરેનાં તેટલાં જ પટલકો ત્યાં સ્થાપી રાખેલાં છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ સિંહાસ નો, છત્રો, ચામરો, તેલના ડબાઓ, કુઠના ડબાઓ, સુગંધી પત્ર, સુગંધી ચૂવા, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણ સિલ અને આંજણના ડબાઓ, એબધું ત્યાં યથાક્રમે ગોઠવી રાખેલું છે. એ ડબાઓમાં તેલ વગેરે જે પદાર્થો ભરેલા છે તે અત્યંત નિર્મળ સુગંધી અને ઉત્તમ જાતના છે. વળી, એ સિદ્ધાયતનમાં સુગંધી ધૂપથી મધમધતા એકસો ને આઠ ધૂપધાણાં રાખેલાં છે અને એ આયતનોની ઉપર જડેલા આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે એમની શોભામાં વધારો કરી રહ્યાં છે. [૪૦] તે સિદ્ધાયતનોની ઉત્તરપૂર્વે સુધમસભા જેવી એક મોટી ઉપપાતસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબો પચાસ યોજન પહોળો અને દસ યોજન ઊંડો એવો એક મોટો સ્વચ્છ પાણીનો ધરો ભરેલો છે. તે ધરાની ઉત્તરપૂર્વે સૂભદેવની એક મોટી અભિષેકસભા આવેલી છે. એ સભામાં અભિષેક કરવાની બધી સામગ્રી ભરેલી છે. તે અભિષેકસભાની ઉત્તર પૂર્વે સૂભદેવના અલંકારોથી ભરેલી એવી એક મોટી અલંકારસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે એક મોટી વ્યવસાયસભાનું સ્થાન આવેલું છે, તેમાં સિંહાસન વગેરે બધાં ઉપકરણો વ્યવસ્થિત રીતે ગોઠવેલાં છે. એ વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક મોટું પુસ્તકરત્ન મૂકેલું છે. તે પુસ્તકનાં પાનાં રત્નનાં, પાનાં ઉપર રાખવાની કાંબીઓ રિષ્ઠરત્નની, પાનામાં પરોવેલો Page #408 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૦ ૪૦૫ દોરો તપનીયનો, દોરાની ગાંઠો વિવિધમણિમય, ખડિયો વૈડુર્યનો, ખડિયાનું ઢાકણું રિઝરત્નનું, તેની સાંકળ તપનીયની, શાહી રિક્ટરત્નની, લેખણ વજની અને અક્ષરો રિઝરત્નમય છે. એવા એ રત્નમય પુસ્તકમાંનું બધું લખાણ ધર્મસંબંધી છે અથવા બીજી રીતે કહીએ તો એ પુસ્તક એક ધાર્મિક શાસ્ત્ર છે. તે વ્યવસાયસભાની ઉત્તરપૂર્વે આગળ વર્ણવેલા ધરા જેવડી લાંબી પહોળી અને ઊંડી એવી એક મોટી નંદાપુષ્કરિણી આવેલી છે. તેની ઉત્તરપૂર્વે આઠ યોજન લાંબું પહોળું અને ચાર યોજન જાડું એવું સર્વરત્નમય અતિશય મનોહર એક મોટું બલિપીઠ આવેલું છે. એ રીતે વર્ણવેલું સૂયભદેવનું વસતિસ્થાન વધારેમાં વધારે મનહર અને સર્વ પ્રકારે અતિશય આકર્ષક છે. [૪૧] તે કાલે તે સમયે તાજા અવતરેલા સૂયભિદેવે આહાર શરીર ઈદ્રિય શ્વાસોચ્છવાસ અને ભાષા મનની પયાપ્તિદ્વારા શરીરની સવગપૂર્ણતા મેળવી લીધી. પછી એ દેવ એવા વિચારમાં પડ્યો કે અહીં આવીને મારું પ્રથમ કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરુપ એવું શું છે? [૪૨] સૂયભિદેવ એવો વિચાર કરે છે ત્યાં તુર તજ તેની સામાનિક સભાના દેવો હાથ જોડીને સેવામાં હાજર થયા અને “જય થાઓ વિજય થાઓ’ એમ બોલી સ્વામીને વધાવતા તેની પાસે આવીને કહેવા લાગ્યા : હે દેવાનુપ્રિય ! આપના આ વિમાનમાં એક મોટું સિદ્ધાયતન છે. તેમાં જિનની ઊંચાઈએ ઊંચી એવી એક સોને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. આપની સુધમ સભામાં એક મોટો માણવક ચેત્યતંભ ઊભો કરેલો છે તેમાં ગોઠવી રાખેલા વજમય ગોળ ડબામાં જિનનાં સકિથઓ સ્થાપી રાખેલાં છે. એ આપને અને અમને બધાને અર્ચનીય વંદનીય ઉપાસનીય છે. તો હે દેવાનુપ્રિય ! એ પ્રતિમાઓની એ સકિથઓની પૂજા વંદના અને પર્યાપાસના એ આપનું પ્રથમ કર્તવ્ય છે અને વળી વર્તમાન અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરુપ એવું પણ એજ કામ છે. સૂયભિદેવ ઉક્ત સૂચન સાંભળી દેવશય્યામાંથી તુરતજ બેઠો થયો, ત્યાંથી ઉપપાનસભાના પૂર્વદ્વારે નીકળી પેલા સ્વચ્છ પાણીથી ભરેલા મોટા ધરા તરફ ગયો. ધરાને અનુપ્રદક્ષિણા કરતો તે તેમાં પૂર્વ દ્વારે પેઠો અને ત્યાં ગોઠવેલ સોપાનદ્વારા તેમાં ઊતર્યો, ત્યાં તેણે જલક્રીડા અને જલનિમજ્જન સારી રીતે કર્યો, પછી તે ચોકખો અને પરમશુચિભૂત થઈ ધરામાંથી બહાર આવ્યો અને જ્યાં અભિષેકસભા હતી ત્યાં ગયો. અભિષેકસભાને પ્રદક્ષિણા કરતો તે પૂર્વદ્યારે તેમાં પેઠો અને ત્યાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર જઈ ચડી બેઠો. પછી તેની સામાનિક સભાના દેવસભ્યોએ ત્યાંના કર્મ કરરુપ આભિયોગિક દેવોને બોલાવ્યા અને હુકમ આપ્યો કેઃ હે દેવાનુપ્રિયો ! આપણા સ્વામી આ સૂયભદેવના મહાવિપુલ ઈદ્રાભિષેકની તૈયારી કરો. ઉક્ત આજ્ઞા સાંભળતાંજ તે આભિયોગિક દેવોએ ત્યાંથી ઈશાન ખૂણામાં જઈ એક બે વાર વૈક્રિયસમુદ્યાત કરી લીધો અને તે દ્વારા અભિષેકની સામગ્રી માટે એક હજાર આઠ એક હજાર આઠ એવા ઘણા પદાથો બનાવી લીધા, જેવા કે – સોનાના, રુપાના, મણિના, સોનામણિના, પામણિના અને સોનાપામણિના કલશો બનાવ્યા, ભૌમેય કલશો ઘડી કાઢ્યા; તેજ પ્રકારે અને તેટલી જ સંખ્યામાં ભંગારો, આરિસા,થાળો,પાત્રીઓ,છત્રો,ચામરો, ફૂલની અને મોરપીંછવગેરેની ચંગેરીઓ,તેલના, હિંગળોકના અને આંજણ વગેરેના ડબાઓ અને ધૂપધાણાંઓ એ બધું એક હજાર આઠ એક હજાર આઠની સંખ્યામાં રચી નાખ્યું. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ રાયપ્પનિયં-(૪૨) એ બધી સ્વાભાવિક અને બનાવટી સામગ્રી લઈ તે અભિયોગિક દેવો તિરછા લોક તરફ જવા વેગ વાળી ગતિથી ઝપાટાબંધ ઉપડ્યા. એ બાજુ અસંખ્ય યોજન જતાં જતાં તેઓ ક્ષીરસમુદ્ર પાસે આવી પહોંચ્યા. તેમાંથી ક્ષીરોદક અને ત્યાંના પ્રશસ્ત ઉત્પલ વગેરે કમળો લઈ ત્યાંથી તેઓ પુષ્કરોદક સમુદ્ર જઈ પહોંચ્યા. ત્યાંનાં પવિત્ર પાણી અને પુષ્પાદિક લઈ તે આભિયોગિક દેવો ભરત એરવતમાં આવેલાં માગધ, વરદામ અને પ્રભાસ તીથ તરફ ઊડ્યા. ત્યાં પહોંચી તીર્થજળ અને તીર્થધૂળ લઈ તેઓ ગંગા સિંધુ રક્તા અને રક્તવતી નદીઓને ઓવારે ઊતર્યા. ત્યાંનાં શુચિ પાણી અને માટી લેતા તેઓ ચુલહિમવંત વગેરે પર્વતો તરફ જઈ ચડ્યા. ત્યાંથી પાણી પુષ્પ અને સર્વ પ્રકારની ઔષધિ સરસવ વગેરે લીધું. ત્યાંથી તેઓ પાપુંડરીકના ધરા તરફ ગયા. ત્યાંનું ચોકખું પાણી વગેરે ભરી ત્યાંથી હિમવંત, ઐરાવત, રોહિતા, રોહિતાશા, સુવર્ણ કૂલા અને રુખકૂલા નદીઓ ભણી તેઓ ઉપડ્યા, પછી સદ્દાવતિ વિયડાવતિ અને વૃત્તવૈતાઢ્ય તરફ ગયા. પછી ત્યાંથી મહાહિમવંત રુકિમ વગેરે પર્વતો ભણી ઉડ્યા અને ત્યાંથી મહાપદ્મદ્રહ મહાપુંડરીકદ્રહ તરફ જઈ પછી તેઓ હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રની હરિકાંતા અને નારીકાંતા નદીઓ ભણી વળ્યા. ત્યાંથી ગંધાવતી માલવંત અને વૃત્તવિનાઢ્ય તથા નિષધ નીલવંત તિગિચ્છ કેસરિદ્રહ અને મહાવિદેહની સીતા સીતોદા નદીઓ ભણી તેઓ ગયા. પછી ત્યાંથી ચક્રવર્તીના બધા વિજયોએ જઈ અને એ રીતે તે તે બધાં સ્થળોનાં પાણી માટી પુષ્પાદિક લઈ છેક છેલ્લે તેઓ મંદર પર્વતે જઈ પહોંચ્યા. મંદર પર્વતના ભદ્રશાલ નંદન અને સોમનસ વનમાંથી સુંદર ગોશીષચંદન વગેરે સામગ્રી લઈ તેઓ ઝપાટાબંધ પાછા ફર્યા અને ત્વરાવાળી ચાલથી પાછા સૂયભવિમાનમાં-જ્યાં સિંહાસન ઉપર પોતાનો સ્વામી સૂયભિદેવ બેઠેલો છે ત્યાં-જઈ પહોંચ્યા અને પેલા સામાનિક સભાના સભ્યો સમક્ષ ઈંદ્રાભિષેકની સર્વ સામગ્રી જે તેમણે વિવિધ સ્થળેથી આણી હતી તે હાજર કરી દીધી. અભિષેકની સર્વ સામગ્રી આવી પહોંચ્યા પછી સૂયભિદેવની સામાનિક સભાના ચાર હજાર દેવસભ્યો, તેની ચાર પટ્ટરાણીઓ, બીજી ત્રણ સભાઓના પોતપોતાના પરિવારવાળા દેવો, સાત સેનાધિ પતિઓ - એ બધાંએ ત્યાં અભિષેકસભામાં આવી છે તે સામગ્રીદ્વારા મોટી ધામ ધૂમથી સૂયભદેવનો ઈદ્રાભિષેક કર્યો. એ મહાવિપુલ ઈંદ્રાભિષેક ચાલતો હતો ત્યારે કેટલાક દેવોએ સૂયભવિમાનમાં સુગંધી પાણીનો છંટકાવ કર્યો, કેટલાકોએ તે વિમાન ની બધી ધૂળ ઝાડી કાઢી, બીજા કેટલાકોએ એ વિમાન અને તેના ભાગોને લિંપીગૂંપીને સાફ કર્યા, માંચા ઉપર માંચા ઢાળીને વિમાનને શણગાર્યું ઠેકઠેકાણે હારબંધ ધજાપતા કાઓ રોપી, ચંદરવા બાંધ્યા, સુગંધી છાંટણાં છાંટ્યાં, ચંદનના થાપા માય, બારણે બારણે ચંદનના પૂર્ણ કળશો અને તોરણો ટાંગ્યાં, લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવી, સુવાસિત પુષ્પો વેર્યા, સુગંધમય ધૂપો ઉવેખ્યા, સોનું રુપે વજ રત્નમણિ ફૂલ ફળ માળા ચૂર્ણ ગંધ આભરણ અને વસ્ત્ર વગેરેનો વરસાદ વરસાવ્યો, મંગળ વાજાં વાગ્યાં, ઢોલ ધડુકયા, વીણાઓ રણઝણી, ધવળ મંગળ ગવાયાં, વિવિધ પ્રકારનાં અભિ નયોવાળાં નૃત્યો થયાં, નાટકો ભજવાયાં, સોનાં રુપાં રત્નો વગેરે વેંચાયાં, એમ તે તે દેવોએ પોતાના સ્વામીના અભિષેકની ખુશાલીમાં તે વિમાનને અનેક પ્રકારે સુશોભિત કર્યું. વળી, તે પ્રસંગે હર્ષમાં આવી જઈ કોઈ દેવો બુચકારા કરવા લાગ્યા, કોઈ ફૂલ્યા Page #410 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૨ ૪૭ સમાતા નથી, કેટલાકો નાચવા મંડ્યા, તાંડવ કરવા લાગ્યા, હોંકાર કરવા લાગ્યા, બાહુઓ અફળાવવા લાગ્યા, હણહણવા માંડચા, હાથીની પેઠે ચીસો પાડવા લાગ્યા; કેટલાકો ઊછળે છે, સિંહનાદ કરે છે, ઊંચે ઊડે છે, નીચે પડે છે, પગ પછાડે છે, ગાજે છે, ઝબકે છે, વરસે છે, પોતપોતાનાં નામો કહી સંભળાવે છે, તેથી તપે છે, કેટલાક મોટેથી બૂથે કરે છે અને કેટલાકો પોતાના હાથમાં ધૂપધાણાં, કળશો અને કમળો વગેરે રાખી આમતેમ દોડાદોડી કરે છેઃ એ રીતે તે દરેક દેવો પોતાના સ્વામીના અભિષેકની ખુશાલી માણે છે. અભિષેક થઈ રહ્યા બાદ તે દરેક દેવો હાથ જોડીને બોલ્યા કે હે નંદ! તારો જય થાઓ, હે ભદ્ર! તારો ય થાઓ, જે અજિત છે તેને તું જિત અને જેજિત છે તેની તું રક્ષા કર. દેવોમાં જેમ ઈદ્ર, તારાઓમાં ચંદ્ર, અસુરોમાં અમર, નાગોમાં ધરણ અને મનુષ્યોમાં ભારતની પેઠે તું અમારી વચ્ચે રહે. વળી, ઘણાં પલ્યો પમો, ઘણાં સાગરોપમો, ઘણાં પલ્યોપમો અને સારગરોપમો સુધી અમારા ઉપર અને આ આખા સુયભિવિમાન ઉપર આધિપત્ય ભોગવ અને અમને બધાને સુરક્ષિત રાખતો તું અહીં આનંદથી વિહર. આમ બોલીને તે બધાં દેવદેવીઓએ જય જય નાદ કર્યો અને એ રીતે સૂયભદેવનો ઈંદ્રાભિષેક પૂરો થયો. અભિષેક પૂરો થતાં તે સૂર્યા ભદેવ, ત્યાંથી પૂર્વને બારણે નીકળી અલંકારસભાને પ્રદક્ષિણા કરતો તેમાં તેજ બારણે પેઠો અને ત્યાંના મુખ્ય સિંહાસને બેઠો. [૪૩] પછી તેના સામાજિક સભ્યદેવોએ તેની સમક્ષ ત્યાં બધી અલંકાર સામગ્રી ઉપસ્થિત કરી. પહેલાં તો ન્હાએલો હોવાથી તેણે સુકોમળ અંગલુછણા દ્વારા પોતાનાં અંગો લૂળ્યાં, તેના ઉપર સરસ ગોશીષચંદનનો લેપ કર્યો અને ત્યારબાદ એકજ કે ઊડી શકે તેવું ઘોડાની લાળ જેવું નરમ. સુંદર વર્ણ અને અને સ્પર્શવાળું, અને જેને છેડે સોનું જડેલું છે તેવું સ્ફટિક જેવું ઉજળું ધોળું દેવદૂષ્ય યુગલ તેણે પહેર્યું. પછી હાર, અધહાર, એકાવળ, મોતીની માળા, રત્નાવળ, અંગદ, કેયૂર,કડાં, બેરખાં, કણદોરો, દસે આંગળીએ વેઢ વીંટીઓ, છાતી ઉપર દોરો, માદળિયું, કંઠી, ઝૂમણું, કાને કુંડળ અને માથે ચૂડામણિ મુગટ વગેરે આભરણો પહેરી પોતાના દેહને એ સૂયભદેવે સજાવ્યો. ગુંથેલી વીંટેલી ભરેલી અને એક બીજાના નાળથી જોડેલી એવી ચારે પ્રકારની માળાઓથી પોતાને કલ્પવૃક્ષની પેઠે સુશોભિત કરતાં તેણે દિવ્ય પુષ્પ માળ પણ પહેરી. એ રીતે અલંકૃત થએલો તે સૂયભદેવ, વ્યવસાયસભાને પ્રદક્ષિણા કરતો તેમાં આવ્યો અને ત્યાં સિંહાસનારુઢ થયો. પછી તો તેના સામાનિક સભ્યોએ તેની સમક્ષ ત્યાંના પુસ્તકરત્નને મૂકહ્યું, તેણે તેને ઉઘાડી વાંચી તેમાંથી ધાર્મિક વ્યવસાયને લગતી સમજાતી મેળવી લીધી. એ ક્રમ પૂરો થયા બાદ તે, ત્યાંથી પૂર્વદ્વારે નીકળી નંદા પુષ્કરિણીએ ગયો. ત્યાં ગોઠવેલા સોપાન દ્વારા પુષ્કરિણીમાં ઊતરી તેણે પોતાના હાથપગ પખાળ્યા, પછી ચોકખો પરમશુચિભૂત થઈ હાથીની મુખાકૃતિની જેવી પાણીથી ભરેલી એક મોટી ધોળી રજતમય ઝારી અને પુષ્કરિણીનાં કમળો વગેરે લઈ ત્યાંથી તે સિદ્ધાયતન તરફ જવા નીકળ્યો. [૪]સિદ્ધાયતનમાં જ્યાં દેવચ્છેદ છે અને જે બાજાએ જિનપ્રતિમાઓ છે તે તરફ જઈ એ સૂયભદેવે તેમને પ્રણામ કર્યા. પછી તેમને મોરપીંછથી પૂંજી, સુગંધી પાણીથી પખાળી, સરસ ગોશીષચંદનનો લેપ કર્યો, સુવાસિત અંગલૂછણાથી તેમને લૂછી અને પછી તે પ્રતિમાઓને અક્ષત એવાં દેવદૂષ્ય યુગલ પહેરાવ્યાં. ત્યારબાદ તે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ રાયખસેવિયં- (૪૪) સવસ્ત્ર પ્રતિમાઓ ઉપર ફૂલ, માળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણ વગેરે ચડાવી તેમને લાંબી લાંબી માળા પહેરાવી અને પાંચ પ્રકારનાં પુષ્પોના પગાર ભર્યા. પછી તે જિન પ્રતિમાઓની સન્મુખ રુપેરી અખંડ ચોખાના સ્વસ્તિક દર્પણ વગેરે આઠઆઠ મંગળો આલેખ્યાં, વૈદુર્યમય ધૂપધાણામાં સુગંધી ધૂપ સળગાવી તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કર્યો અને પછી ગંભીર અર્થવાળા મોટા એકસો ને આઠ છંદો બોલી તેમની સ્તુતિ કરી. સાતઆઠ પગલાં પાછો ફર્યો, પછી બેસી, ડાબો પગ ઊંચો રાખી, જમણો પગ જમીન ઉપર મૂકી, માથું ત્રણ વાર નીચું નમાવી, હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો : અરિહંત ભગવંતોને નમસ્કાર, યાવતુ અચળ સિદ્ધિને વરેલાઓને નમસ્કાર. - પછી તો એ સિદ્ધાયતનનો વચલો ભાગ, તેની ચારે બાજાનો દ્વારપ્રદેશ, મુખ મંડપો, પ્રેક્ષાગૃહમંડપો, વજમય અખાડો, બધા ચૈત્યસ્તંભો, મણિપીઠિકાઓ ઉપરની જિનપ્રતિમાઓ, બધાં ચૈત્યવૃક્ષો, મહેંદ્રધ્વજ, નંદાપુષ્કરિણીઓ, માણવક ચૈત્યસ્તભોમાં સચવાઈ રહેલાં જિનનાં સક્રિથઓ, દેવશય્યાઓ, નાના મહેદ્રધ્વજો, સુધમાં સભા, ઉપપાતસભા, અભિષેક સભા, અલંકારસભા અને એ બધી સભાઓનો ચારે બાજાનો પ્રદેશ, તથા એ બધે સ્થળે આવેલી પૂતળીઓ, શાલભંજિકાઓ, દ્વાર ચેટીઓ અને બીજાં બધાં ભવ્ય ઉપકરણો વગેરેને તે સૂયભિદેવે મોરપીંછથી પૂંજ્યાં, દિવ્ય પાણીની ધારાઓથી પોંખ્યાં, તેમના ઉપર ગોશીષચંદનો લેપ્યાં-તે વતી થાપા માર્યા અને તેમની સન્મુખ ફૂલના પગર ભય, ધૂપ દીધો અને તે શોભાવર્ધક બધી સામગ્રી ઉપર ફૂલ ચડાવ્યાં, તેમજ માળાઓ, ઘરેણાં અને વસ્ત્રો વગેરે પહેરાવ્યાં અને પોતાની દ્ધિને સૂચવતા તે પ્રત્યેક પદાર્થ તરફ પોતાનો સદુભાવ બતાવ્યો. એમ કરતો કરતો તે, છેક છેલ્લે વ્યવસાયસભામાં આવી પહોંચ્યો. ત્યાં તેણે ત્યાંના પુસ્તકરત્નને મોરપીંછથી પૂછ્યું, દિવ્ય જળની ધારાથી પોપ્યું અને ઉત્તમ ગંધ તેમજ માળા વગેરે વડે પૂર્વવતુ તેની અર્ચા કરી તથા ત્યાંની પૂતળીઓ વગેરે તરફ પણ તેણે તેજ રીતે પોતાનો સદ્દભાવ સૂચિત કયો. આ બધું કરીને જ્યારે તે બલિપીઠ પાસે આવી બલિનું વિસર્જન કરે છે ત્યારે તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવી નીચેનો હુકમ કહી સંભળાવ્યો ઃ હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જાઓ અને આ સૂયભિવિમાનમાં આવેલા સિંગોડાના ઘાટના માગોમાં ત્રિકોમાં ચતુષ્કોમાં ચત્રોમાં ચતુર્મુખોમાં અને મહાપથોમાં તથા પ્રાકાર અટારીઓ દ્વારા ગોપુરો તોરણો આરામો ઉદ્યાનો વનો વનરાજિઓ કાનનો અને વનખંડોમાં અથતું મારા આ વિમાનમાં વસતાં દેવો અને દેવીઓએ નાને મોટે બધે સ્થળે અચનિકા કરે એવું જાહેર કરો. આભિયોગિક દેવો દ્વારા પોતાના સ્વામી સૂયભદેવ ની ઉપર પ્રમાણેની ઘોષણા સાંભળી ત્યાં વસતા પ્રત્યેક દેલો અને દેવીઓએ ઉક્ત ઘોષણામાં જણાવ્યા પ્રમાણેનાં તે તે પ્રત્યેક સ્થળની અચનિકા કરી. આ બધું પતી ગયા પછી તે સૂયભિદેવ નંદા પુષ્કરિણીએ ગયો, ત્યાં તેણે હાથ પગ પખાળ્યા અને ત્યાંથી, તે ચાર હજાર સામાનિક દેવસભ્યો, ચાર પટ્ટરાણીઓ અને સોળ હજાર આત્મરક્ષક દેવો વગેરે અનેક દેવ દેવીઓ સાથે, મોટા ઠાઠમાઠથી વાજતે ગાજતે વરઘોડો ફરે તેમ ફરતો ફરતો સીધો પોતાની સુધમસિભા તરફ આવ્યો, ત્યાં પૂર્વદ્વારે પેસી ત્યાંના મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. [૪૫] એ સભામાં તે સૂયભિદેવની પશ્ચિમોત્તરે અને ઉત્તરપૂર્વે ઢાળેલાં ચાર Page #412 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૪૫ ૪૦૯ હજાર ભદ્રાસનોમાં સૂર્યાભદેવની સામાજિક સભાના સભ્યદેવો બેઠા, પૂર્વમાં તેની ચાર પટ્ટરાણીઓ, દક્ષિણપૂર્વમાં આંતરસભાના આઠહજારદેવો, દક્ષિણમાં મધ્યમસભાના દસ હજાર દેવો, દક્ષિણ પશ્ચિમમાં બાહ્યસભાના બાર હજાર દેવો અને પશ્ચિમે સાત સાત સેનાધિપતિઓ બેઠા. વળી, તે સૂયભદેવની ફરતા ચારે દિશામાં ચાર ચાર હજાર આત્મરક્ષક દેવો બેઠા. એ આત્મરક્ષક દેવોએ બરાબર સજેલાં કવચો પહેરેલાં, ખેંચેલી કામઠીવાળાં ધનુષો હાથમાં ધરી રાખેલાં, પોતપોતાના પહેરવેશો ઉપર ઉત્તમ ચિહ્ન પટ્ટો ભરાવેલા, તેમાંના કેટલાકના હાથમાં નીલાં પીળા અને રાતાં ફળાં હતાં, કેટલાકના હાથમાં ચાપ, ચારુ, ચર્મ, દંડ, ખડુગ અને પાહ વગેરે અસ્ત્રશસ્ત્રો ઝબકી રહેલાં હતાં, પોતાનાસ્વામી સૂયભિદેવ તરફ ખૂબ ભક્તિભાવભરી દષ્ટિએ જોતા તથા વિનીત ભાવે કિંકરભૂત થઈને રહેલા અને સમયે સમયે એ સૂયભિદેવની રક્ષા માટે સાવધાન રહેતા તે આત્મરક્ષક દેવો ત્યાં તેની ફરતા ચારે દિશામાં તે સૂયભદેવની એ બધી દિવ્ય ઋદ્ધિ છે, દિવ્ય શોભા છે અને દિવ્ય દેવશક્તિ છે. ૪૬] હે ભગવનુએ સૂયભિદેવની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે ? -હે ગૌતમ ! એની આવરદા ચાર પલ્યોપમની જણાવેલી છે. હે ભગવન્! સૂયભિદેવની સામાનિક સભામાં બેસનારા દેવોની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે? હે ગૌતમ ! તેઓની આવરદા પણ ચાર પલ્યોપમની જણાવેલી છે. ' [૪૭ હે ગૌતમ ! તે ભદેવ એ પ્રકારની મહાઋદ્ધિ, મહાવુતિ, મહાબળ, વિશાળ યશ, અતુલ સુખ અને મહાપ્રભાવવાળો છે. –હે ભગવન્! તે પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ દેવઘુતિ અને દેવપ્રભાવ એ બધું એ સૂર્યાભિદેવને કેવી રીતે મળ્યું? તેણે એ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું? અને કેવી રીતે એ બધાંનો તે સ્વામી થયો ? એ સૂયભિદેવ એના પૂર્વજન્મમાં કોણ હતો ? એનું નામ ગોત્ર શું હતું? એ કયા ગામ નગર કે સંવિનેશનો નિવાસી હતો? એણે એવું તે શું આચાર્યું કે જેથી તે એવો મહાપ્રભાવશાળી દેવ થયો? અથવા તથાપ્રકારના આર્ય શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી તેણે એવું તે ધાર્મિક આય સુવચન શું સાંભળ્યું કે જેથી તે એવો અતુલભવવાળો ઉત્તમ દેવ થયો? [૪૮]શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આમંત્રીને આ પ્રમાણે કહ્યું : હે ગૌતમ ! એમ છે કે આ જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં કેકયિઅર્ધ નામે જનપદ ધન અને ધાન્ય વગેરેની વિભૂતિથી પરિપૂર્ણ હતો. તે દેશમાં સર્વ પ્રકારનાં સુખનું ધામ એવી સેવિયા નામની નગરી હતી. તે નગરીથી બહાર ઉત્તરપૂર્વના દિમ્ભાગમાં- બધી ઋતુઓમાં ફળોથી લચ્યું રહેતું સુંદર સુગંધી શીતળ છાયાવાળું અને સર્વ પ્રકારે રમ્ય નંદનવન જેવું મિયવણ નામે ઉઘાન હતું તે નગરીનો રાજા મહાહિમવંત જેવો પ્રભાવશાળી પહેલી રાજા હતો. એ રાજા અધાર્મિક, અધર્મિષ્ઠ, ધર્મને નહિ અનુસરનારો, અધર્મને જ જોનારો, અધર્મને લાવનારો હતો. એના શીલ તથા આચારમાં કયાંય ધર્મને નામનું પણ સ્થાન ન હતું.વળી, એ રાજા પોતાની આજીવિકા અધર્મથીજ ચલાવતો. એના મોઢા માંથી હણો’ ‘છેદો ભેદો' એવીજ ભાષા નીકળતી. એ પ્રકૃતિએ પ્રચંડ ક્રોધી ભયાનક અને અધમ હતો. એના હાથ હમેશાં લોહીથી ખરડાએલા જ રહેતા. એ વિનાવિચાર્યું પ્રવૃત્તિ કરનારો, હલકાઓને ઉત્તેજન આપનારો, લાંચીયો, ઠગારો, કપટી, બગભગત અને અનેક પ્રકારના ફાંસલાઓ રચી સર્વ કોઈને દુઃખ દેનારો હતો. એનામાં Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ રાયપ્રસેવિયં- (૪૮) કોઈ પ્રકારનું વ્રત શીલ ગુણ કે મયદા ન હતાં, કદી પણ એ પ્રત્યાખ્યાન ઉપોસથ કે ઉપવાસ ન કરતો, અનેક મનુષ્યો મૃગ પશુ પક્ષી અને સર્પ વગેરેનો ઘાતક હતો. ટુંકામાં એ રાજા અધર્મનો કેતુ હતો. કદી તે ગુરુજનોનો આદર ન કરતો, વિનય ન કરતો, તેમ કોઈ શ્રમણ કે બ્રાહ્મણમાં તેને લેશ પણ વિશ્વાસ ન હતો. આવો તે દૂર રાજા પોતાના આખા દેશની કરભરવૃત્તિ બરાબર ચલાવી ન શકતો. [૪૯]એ રાજાને બોલવે ચાલવે હસવે કુશળ અને હાથપગે સુંવાળી સૂરિયકતા નામે રાણી હતી. પહેલી રાજામાં અનુરક્ત એ રાણી તેની સાથે અનેક પ્રકારનાં માનવી ભોગોને ભોગવતી રહેતી હતી. પિપિયેસી રાજાનો મોટો દીકરો સૂરિયજંતા રાણીને પેટે અવતરેલો સૂરિયકત નામે યુવરાજ કુમાર હતો. એ યુવરાજ, રાજા પવેસીનાં રાજ્ય રાષ્ટ્રબળ વાહન કોશ, કોઠાર અંતઃપુર અનેસમગ્ર દેશની પોતાની મેળે સંભાળ કરતો રહેતો હતો. [૫૧] તે પસી રાજાને તેનાથી મોટો, ભાઈ અને મિત્ર જેવો, ચિત્ત નામે એક સારથિ હતો. સંપત્તિવાળો એ કોઈથી ન દબાય એવો હતો. વળી, એ ચિત્ત સારથિ અર્થ શાસ્ત્રમાં સૂચવેલા સામ ભેદ દેડ વગેરે રાજકારણી ઉપાયોમાં કુશળ હતો. હાજર જવાબી અનુભવી હતી.ઔત્પત્તિકી વનયિની કમજ અને પારિણામિક એવી ચારે પ્રકાર ની બુદ્ધિ એનામાં હતી. રાજા પસી, તેમાં પોતાનાં અનેક કાર્યોના કારણોના કુટુંબોના મંત્રણાઓના છૂપાં કામોના રહસ્યભૂત બનાવોના અનેક જાતના નિર્ણયોના અને એવા બીજા ભેદભરેલા અનેક પ્રકારના રાજકારણોના વ્યવહારોનાં વિધાનોમાં તેની સલાહ લેતો. રાજાને મન એ સારથિ ખળાના વચલા સ્તંભ જેવો હતો અને રાજા એને પ્રમાણ ભૂત, પોતાનો આધાર, આલંબન અને પોતાની આંખ જેવો જ સમજતો હતો. એ સાર થિમાં રાજા પસીનો ખૂબ વિશ્વાસ હતો. માટેજ એઅનેક પ્રકારની રાજ ખટપટોમાં એ બીજાં પણ વિવિધ પ્રકારનાં રાજકાર્યોમાં પોતાની સલાહ આપી શકતો. બીજી રીતે કહીએ તો એ સારથિ રાજા પયસીના સમગ્ર રાજ્યની ધુરાને વહેતો હતો. પિ૨]જે વખતે રાજા પયેસી સેયવિયા નગરીમાં રાજ્ય કરતો હતો તે વખતે રાજા જિતશત્રુ કુણાલદેશની સાવત્થી નગરીનો રાજા હતો. કુણાલદેશ સમૃદ્ધિવાળો હતો અને સાવત્થી નગરીનો રાજા પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલો હતી. રાજા જિતશત્રુ પકેસી રાજાની આજ્ઞાધારી ખંડિયો રાજા હતો. એક વખતે રાજા પવેસીએ વિશાળ મહામૂલ્ય એવું રાજાને દેવા જેવું એક મોટું ભંટણું તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને કહ્યું કે, ચિત્ત ! તું સાવત્થી નગરીએ જા અને ત્યાં જિતશત્રુ રાજાને આ આપણી ભેટ આપી આવ તથા ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ અને રાજવ્યવહારો તું જાતે પોતે જ જિતશત્રુ રાજાની સાથે રહીને જોતો-સંભાળતો થોડો વખત ત્યાં રહી પણ આવ. ચિત્ત સારથિ એ ભેટછું લઈ પોતાને ઘેર આવ્યો અને તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલા. વીને કહ્યું કે-હે દેવાનુપ્રિયો! મારે માટે છત્રીવાળો ચાર ઘંટાવાળો એવો ઘોડા જોડેલો રથ જલદી તૈયાર કરી હાજર કરો. કૌટુંબિક પુરુષોએ રથની તૈયારીમાં લાગ્યા એટલા સમયમાં ચિત્ત સારથિ નાહ્યો, બલિકર્મ કર્યું.બખ્તર પહેર્યું, ભાથું બાંધ્યું, ગળામાં હાર સાથે રાજચિહ્નવાળો પટ્ટો પહેર્યો અને જોઈતાં હથીઆર પડીઆરો પણ બાંધી લીધાં. પછી પેલું રાજાએ આપેલું ભેટયું લઈ, તૈયાર થઈને આવેલા રથ ઉપર ચિત્ત Page #414 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પર ૪૧૧ સારથિ બેઠો. તેને માથે એકે કોટકના ફૂલની માળાવાળું છત્ર ધર્યું અને રથની પાછળ હથીઆરબંધ બીજા અનેક માણસોને પણ તેણે સાથે લીધા. એ રીતે તે સેવિયા નગરીથી નીકળી કેકયિઅર્ધ દેશની વચ્ચે થતો કુણાલ દેશની સાવત્થી નગરી તરફ જવા લાગ્યું. વચ્ચે વચ્ચે બહુ લાંબા નહિ એવા સુખરુપ શિરામણીવાળા પડાવ કરતો કરતો તે સાવત્થી નગરીએ જઈ પહોંચ્યો. ત્યાં જિતશત્રુ રાજાના ઘરની જે બાજુ બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં જઈ તેણે ઘોડા ઊભા રાખ્યા, રથને સ્થિર કર્યો, પછી રથથી ઊતરી પોતાના રાજાએ આપેલું ભેટયું લઈ જિતશત્રુ રાજાના ઘરમાં અંદરની ઉપસ્થાન શાળામાં ગયો, ત્યાં પહોંચી રાજા જિતશત્રુને પ્રણામ કર્યા, તેને “જય હો વિજય હોએમ કહીને વધાવ્યો અને પછી રાજા પસીએ મોકલેલું ભટણું નજર કર્યું. એ ભેટ સ્વીકારી જિતશત્ર રાજાએ ચિત્તશત્રુ રાજાએ ચિત્ત સારથિનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેને ઊતરવા માટે રાજમાર્ગ ઉપરનો એક મોટો આવાસ કાઢી આપ્યો. ચિત્ત સારથિ સાવત્થી નગરીની વચ્ચોવચ્ચ થતો તે આપેલે ઊતારે જઈ પહોંચ્યો, નાહ્યો, બલિકમ કર્યું માંગલિક શુદ્ધ વસ્ત્રો પહેર્યો, નાનાં પણ મહામૂલ્ય ઘરેણાંથી શરીરને શણગાર્યું. પછી જમી કરીને ચોકખો થઈ સુંદર રીતે ગોઠવેલા સિંહાસન ઉપર આવીને બેઠો એટલે બપોરને વખતે નમતે છાંયે એની સામે ગાંધર્વો મધુર ગીતો ગાવા લાગ્યા અને કુશળ નાચનારાઓ સુંદર નૃત્ય કરવા લાગ્યા. આ રીતે માનવ ભોગ્ય યોગ્ય ઉત્તમ સુખોને ભોગવતો તે ત્યાં સાવત્થી નગરીમાં રહેવા લાગ્યો. [પ૩ તે વખતે ત્યાં સાવત્થી નગર માં-પાશ્વાત્ય કેશી નામે કુમારશ્રમણ પણ આવેલા હતા. એ કેશી કુમાર શ્રમણ જાતવાન કુલીન બલિષ્ઠ વિનયી જ્ઞાની સમ્યગ્દ ની ચારિત્રશીલ લાજવાન નિરભિમાની ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. એમણે ક્રોધ માન માયા અને લોભ ઉપર જીત મેળવેલી હતી, નિદ્રા ઈદ્રિયો અને પરીષહો ઉપર કાબૂ કરેલો હતો. એમને જીવનની તૃષ્ણા કે મરણનો ભય નહોતાં. એમના જીવનમાં તપ, ચરણ, કરણ, નિગ્રહ, સરળતા, કોમળતા, ક્ષમા, નિલભતા એ બધા ગુણો મુખ્યરુપે હતા. વળી તે શ્રમણ વિદ્યાવાન માંત્રિક બ્રહ્મચારી અને વેદ તથા નયના જ્ઞાતા હતા. તેમને સત્ય શૌચ વગેરે સદાચારોના નિયમો પ્રિય હતા, તથા તેઓ ચૌદપૂર્વી અને ચાર જ્ઞાનવાળા હતાઃ એવા તે કેશી કુમારશ્રમણ પોતાના પાંચસેં ભિક્ષ શિષ્યો સાથે ક્રમે ક્રમે ગામે ગામ ફરતા ફરતા સુખે સુખે વિહરતા શ્રાવસ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા કોટ્ટય ચૈત્યમાં આવીને ઊતર્યા અને ત્યાં યોગ્ય અભિ ગ્રહ ધારણ કરીને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. ૫૪] જે વખતે કેશી કુમારશ્રમણ સાવત્થી નગરીએ આવ્યા તે વખતે તે નગરી માં ઠેર ઠેર-તરભેટામાં ત્રિકમાં ચોકમાં ચચ્ચરમાં ચોકઠામાં રાજમાર્ગમાં અને શેરીએ શેરીએ જ્યાં સાંભળો ત્યાં ઘણા લોકો પરસ્પર એમ કહેતા હતા કે આજે તો પાશ્વપત્ય કેશી કુમારશ્રમણ અહીં આવ્યા છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે તેમની પાસે જઈએ, તેમને વાંદીએ, નમીએ, સત્કારીએ અને સન્માનીએ. આમ વિચારીને એ નગરી નો જન સમુદાયમહાજન કોટ્ટયચૈત્યમાં જ્યાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા ત્યાં તેમના દર્શ નાર્થે પહોંચ્યું. કેશી કુમારશ્રમણે પોતાની પાસે આવેલા લોકોને તેમને યોગ્ય હિત શિક્ષાઓ કહી સંભળાવી. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ રાયuસેવિયં- (પ) તે વખતે ત્યાંથી પાછા ફરતા લોકોનો ઘોંઘાટ સાંભળીને ચિત્ત સારથિના મનમાં એમ થયું કે શું આજે આ નગરીમાં ઈદ્ર સ્કંદ રુદ્ર મુકુંદ નાગ ભૂત યક્ષ તપ ચૈત્ય વૃક્ષ ગિરિ ગુફા કૂવો નદી સરોવર કે સમુદ્ર સંબંધી કોઈ ઉત્સવ છે કે જેને લઈને આ ઘણા ઉગ્રો ભોગો રાજન્યો ક્ષત્રિયો ઈક્વાકુઓ જ્ઞાતો કૌરવ્યો બ્રાહ્મણો ભટો યોધો લિચ્છવિઓ મલ્લકિઓ પ્રશાસ્તાઓ ઈભ્યો ઈભ્યમત્રો અને સેનાપતિઓ વગેરે નાહી ધોઈને આવ જા કરી રહ્યા છે. કેટલાક ઘોડે ચડેલા છે. કેટલાક હાથીએ બેઠેલા છે અને કેટલાક ટોળે વળીને પગે ચાલતા આવજા કરે છે લોકોની એ દોડધામવાળી આવજાનું કારણ જાણતા ચિત્ત સારથિએ પોતાના કંચુકી પુરુષને તપાસ કરવા મોકલ્યો, તેણે બરાબર તપાસ કરી ખરા સમાચાર મળતાં જ આવીને ચિત્ત સારથિને વિનયપૂર્વક જણાવ્યું કે - હે દેવાનુપ્રિય! આજે આ નગરીમાં કોઈ ઈદ્ર કે સાગર વગેરેનો ઉત્સવ નથી પણ પાશ્વપિત્ય કેશી કુમારશ્રમણ આ નગરીના કોટ્ટય નામના ચૈત્યમાં આવીને ઊતરેલા છે અને તેમના 'દર્શનાર્થે જવા માટે આ બધી દોડધામ ઘોંઘાટ થઈ રહ્યાં છે. પોતાના સંદેશવાહકે કહેલી એ હકીકત સાંભળીને ચિત્ત સારથિ ખુશ થયો અને તેને પણ કેશી શ્રમણ પાસે જવાનું મન થયું. એથી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. બલિકર્મ કર્યું. મંગલમય શુદ્ધ વસ્ત્રો પહેર્યો, એક જણે એના ઉપર છત્ર ધર્યું અને એ રીતે તે, રથમાં બેસી મોટા સમુદાય સાથે કેશી કુમારશ્રમણના ઊતારા ભણી જવા નીકળ્યો. તેમની પાસે પહોંચતાં જ ઘોડાઓ ઊભા રાખ્યા. રથને થંભાવી દીધો અને પોતે રથથી ઊતરી કેશી કુમારશ્રમણની ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંદી નમી હાથ જોડી વિનય-પૂર્વક સેવા કરતાં તેમની સામે બેઠો. કેશી કુમારશ્રમણે ચિત્ત સારથિને અને તેની સાથેની મોટા જનતાને ચતુર્યામ ધર્મનો ઉપદેશ કર્યો એટલે કે સર્વ પ્રકારની હિંસાથી વિરામ કરવો, સર્વ પ્રકારના અસત્યથી વિરામ કરવો, સર્વ પ્રકારની ચોરીથી વિરામ કરવો અને સર્વ પ્રકારના બહિદ્વાદાનથી વિરામ કરવો. કેશી કુમારશ્રમણે કહેલી આ હિતશિક્ષાઓ સાંભળીને ચિત્ત સારથિ પ્રમુદિત થયો અને શ્રમણને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડીઆ પ્રમાણે બોલ્યો હે ભગવન્! તમે કહેલા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ ધરું છું, હે ભગવન્! તેઓએ જણાવેલું નિગ્રંથ પ્રવચન મને રુચે છે, તે પ્રમાણેના પાલન માટે ઊજમાળ થઉં છું અને હે ભગવન્! જેવું તમે કહેલું છે તેવું તે, મને સારું લાગે છે. તમારી પાસે આ ઘણા ઉગ્રો ભોગો અને ઈભ્યો વગેરેએ પોતાનું પુષ્કળ સોનું રુપે ધન ધાન્ય બળ વાહન ભંડાર કોઠાર અને વિશાળ અંતઃપુર એ બધાંનો પરિત્યાગ કરીને અને એ બધું ધન જનતામાં વહેંચી દઈને મુંડ થઈ ગૃહવાસ છોડી અણગારપણું સ્વીકાર્યું છે પણ હું તેમ કરવા સમર્થ નથી. હું તો આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતવાળો અને સાત શિક્ષા વ્રતવાળો એમ બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારવા શક્તિમાન છું. કેશી કુમાર શ્રમણ બોલ્યાઃ હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર, તેમાં વિઘ્ન ન કર. પછી કેશી કુમારશ્રમણ પાસે ચિત્ત સારથિએ પૂર્વે જણાવેલો ગૃહિધર્મ સ્વીકાર્યો અને તેમને વાંદી નમીને પાછો એ સારથિ પોતાને ઊતારે આવી પહોંચ્યો. [૫૫]હવે તે ચિત્ત સારથિ શ્રમણોપાસક થયો. જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા ક્રિયા અધિકરણ બંધ અને મોક્ષના સ્વરુપને તે બરાબર સમજવા લાગ્યો. નિગ્રંથ પ્રવચનમાં તેને હવે એવી દઢ શ્રદ્ધા થઈ કે તે પ્રવચનથી કોઈ દેવ અસુર નાગ સુવર્ણ Page #416 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૫૫ ૪૧૩ - યક્ષ રાક્ષસ કિન્નર કિંપુરુષ ગરુડ ગાંધર્વ કે મહોરગ વગેરે દેવગણો તેને ચળાવી શકે નહિ. નિગ્રંથ પ્રવચન તરફની તેની બધી શંકાઓ ટળી ગઈ, બધી કાંક્ષાઓ શમી ગઈ અને બધી વિચિકિત્સાઓ ઓસરી ગઈ. તે એ પ્રવચનના મર્મને બરાબર સમજ્યો અને જેમ અસ્થિ મજ્જા પરસ્પર ઓતપ્રોત થઈ રહેલાં છે તેવીજ ઓતપ્રોતતા એ પ્રવચનમાં તેને થઈ ગઈ. હવે તે એમ માનવા લાગ્યો કે આ નિગ્રંથ પ્રવચન પરમાર્થરુપ છે અને બાકી બધું અનર્થરુપ છે. પ્રવચનની આવી આસ્થાને લીધે હવે તે અતિશય દાનશાલી થયો એટલે હવે તેણે પોતાના ઘરના આગળિયા ઉંચા કરી લીધા તેનું શીલ એટલું બધું પવિત્ર બન્યું કે હવે તે કોઈના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશતો તોપણ લેશમાત્ર અપ્રીતિકર નહોતો લાગતો. ચૌદશ આઠમ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં તે પૂરેપૂરો ઉપોસથ પાળતો, નિગ્રંથ શ્રમણોને નિર્દોષ ખાનપાન ખાદિમ સ્વાદિમ પીઠ પાટીયાં શય્યા સંથારો વસ્ત્ર પાત્ર કામળ પગપંછણે અને ઓસડસડ આપતો હતો તથા શીલ વત ગુણ. વિરમણ પ્રત્યાખ્યાન અને પોસથોપવાસ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો અને સાવત્થી નગરીમાં જે જે રાજકીય અને રાજવ્યવહારો હતા તે બધાંને જિતશત્રુ રાજાને સાથે રાખીને તે પોતેજ સંભાળતો રહેવા લાગ્યો. પિઆમ કેટલાક દિવસો વીત્યા પછી કોઈ એક દિવસે રાજા જિતશત્રુએ એક મહામૂલ્ય ભેટર્ણ તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને રાજાએ કહ્યું કે-હેચિત્ત ! તું સેવિયા નગરીએ જા અને હું આ જે નજરાણું આપું છું તે રાજા પયેસીને નજર કર તથા મારી વતી એમને વિનંતી કરજે કે તેમણે જે મારે યોગ્ય સંદેશો કહી મોકલાવ્યો છે તે મારે મન સાચો અને અસંદિગ્ધ છે. આમ સૂચના આપીને રાજાએ વિશેષ આદરપૂર્વક ચિત્ત સારથિને વિદાય આપી. ચિત્ત સારથિ પણ એ ભેટયું લઈ પોતાને ઊતારે આવી, જવાની તૈયાર કરવા લાગ્યો. જતાં પહેલાં તે નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પહેરી કેશી કુમારશ્રમણ પાસે ગયો. શ્રમણે સારથિને ધર્મોપદેશ કર્યો. ધર્મોપદેશ સાંભળી સારથિ પ્રસન્ન થયો. ઉઠતાં તેણે શ્રમણને વિનંતિ કરી કે – હે ભગવન્! રાજા જિતશત્રની વિદાય લઈ આજે હું સેયવિયા નગરી ભણી રવાના થઉં છું, તો હે ભગવન્! તમે કોઈ વાર સેવિયા નગરી જરૂર પધારો. સેવિયા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને બધી રીતે રમણીય છે, માટે જરૂર તમે ત્યાં પધારવા કૃપા કરશો. [૫૭] ચિત્ત સારથિના આ કથનનો કેશી શ્રમણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું પણ માત્ર મૌનજ ધરી રાખ્યું. છતાં ચિત્ત સારથિએ તો બીજીવાર અને ત્રીજીવાર પણ સેયવિયા નગરી આવવાનો આગ્રહ કર્યો કર્યો. જ્યારે બે ત્રણવાર સારથિએ આગ્રહભરી વિનંતિ કરી ત્યારે કેશી કુમારશ્રમણ સારથિ પ્રતિ બોલ્યા કે - હે ચિત્ત ! જેમ કોઈ એક લીલોછમ ઠડી છાયાવાળો મોટો વનખંડ હોય, તો તે ચિત્ત! તે વનખંડ, મનુષ્ય પશુ પક્ષી અને સર્પો વગેરેને રહેવાલાયક ખરો? ચિત્ત બોલ્યો-હા જરૂર-એ રહેવાલાયક ખરો. શ્રમણ બોલ્યા-પણ હે ચિત્ત ! એ વનખંડમાં અનેક પ્રાણીઓનું લોહી પીનાર ભીલુંગા નામના પાપશકુનો રહેતા હોય તો એ વનખંડ શું રહેવાલાયક ખરો ? ચિત્ત બોલ્યો - એમ હોય તો એ સારો વનખંડ પણ ઉપસર્ગ દેનારો હોવાથી રહેવાલાયક ન ગણાય. શ્રમણ બોલ્યા-એજ પ્રમાણે, હે ચિત્ત ! તારી સેયવિયા નગરી પણ ભલે ઘણી સારી હોય, છતાં તેનો અધાર્મિક રાજા પસી પ્રજાનો કારભાર સારી રીતે ન ચલાવ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ રાયપસેયિં-(૫૭) નારો હોવાથી હું ત્યાં કેવી રીતે આવી શકું? પછી ચિત્ત સારથિએ કેશી કુમારશ્રમણને એમ કહ્યું કે-હે ભગવન્! તમારે રાજા પયેની સાથે શું કરવું છે ? સેવિયા નગરીમાં સાર્થવાહ વગેરે બીજા ઘણા લોકો છે, જેઓ આપ દેવાનુપ્રિયને વાંદશે નમશે અને આપની સેવામાં રહેશે. તેમ જ એ લોકો આપને ખાનપાન ખાદિમ સ્વાદિમ પ્રતિલાભશે તથા પીઠ ફલક શય્યા સંસ્મારક વગેરે દ્વારા પણ આપને ઉપનિમંત્રિત કરશે. સારથિનું આ કથન સાંભળી કેશી કુમાર બોલ્યાચિત્ત ! ત્યારે વળી કોઈ વખતે તારી સેયવિયા નગરીએ પણ આવીશું. પછી સારથિ કેશી શ્રમણને વાંદી નમી ત્યાંથી પોતાના ઊતારા તરફ જવા માટે પાછો ફર્યો. ઊતારે આવી ઘોડે જોડેલા ચાર ઘંટાવાળા રથમાં બેસી સેયવિયા નગરીથી જે રીતે આવ્યો હતો તે રીતે કુણાલદેશની વચમાં થતો પાછો ત્યાં જવા નીકળ્યો. ( ૫૮]કેકયિઅર્ધ દેશની સેવિયા નગરીમાં આવતાંજ ચિત્ત સારથિએ ત્યાંના મિયવણ ઉદ્યાનના રખેવાળોને બોલાવી સૂચના કરી કે-હે દેવાનુપ્રિયો ! પાશ્વપત્ય કેશી કુમાર શ્રમણ કમે ક્રમે ગામેગામ ફરતા ફરતા અહીં આવવાના છે, તો તેઓ અહીં આવે ત્યારે, દેવાનુપ્રિયો ! તમે તેમને વાંદરો, નમજો, તેમને રહેવાયોગ્ય સ્થળમાં રહેવાની અનુજ્ઞા આપો અને પીઠ ફલક શય્યા સંસ્તારક લઈ જવા નિમંત્રણ કરજો. તે રખેવાળોએ ચિત્ત સારથિનું ઉક્ત કથન માથે ચઢાવ્યું અને તેઓ કેશ કુમારના આગમનની રાહ જોવા લાગ્યા. મિયાવણના રખેવાળોને પૂર્વોક્ત ભલામણ કરી ચિત્ત સારથિ સેયવિયા નગરીએ આવી પહોંચ્યો. નગરીની વચ્ચોવચ્ચ થતો તે, પસી રાજાના ઘરમાં બહારની ઉપસ્થાનશાળા તરફ ગયો. ત્યાં પહોંચી તેણે ઘોડાઓને થંભાવી રથ ઊભો રાખ્યો, રથથી ઊતરી રાજા જિતશત્રુએ આપેલું મહામૂલ્ય ભેટશું લઈ તે સારથિ રાજા પસી પાસે ગયો, હાથ જોડી રાજા પયેસીને વધાવી તે ભેટશું તેને નજર કર્યું. રાજા પયેસીએ જિનશત્રની ભેટ સ્વીકારતાં ચિત્ત સારથિનું સન્માન કર્યું. સત્કાર કર્યો અને તેને પોતાને ઘેર જવાની અનુજ્ઞા આપી. રાજા પાસેથી નીકળી રથમાં બેસી સારથિ પોતાને ઘેર આવ્યો, નાહ્યો, બલિકર્મ કર્યું, ખાઈ પીને શુદ્ધ થયો અને પછી પોતાના ઉત્તમ પ્રાસાદમાં સુશોભિત સિંહાસને બેઠો. ત્યાં તેની સામે મૃદંગો વાગવા લાગ્યા, બત્રીશ પ્રકારનાં નાટકો થવા લાગ્યાં અને ઉત્તમ તરુણીઓ નાચવા લાગીઃ એ રીતે તે, ગાનતાન માં પોતાનો સમય વિતાવતો ઉત્તમ સુખોને ભોગવતો રહેવા લાગ્યો. પિ૯] હવે અન્ય કોઈ દિવસ કેશી કુમારશ્રમણે માગી આણેલાં પીઠ પાટીયાં શપ્યા અને સંથારો પાછાં આપી દીધાં અને પોતે પોતાના પાંચસેં અનગારો સાથે બહાર વિહાર અર્થે નીકળી પડ્યા. સાવથી નગરીથી વિહાર કરી ફરતાં ફરતાં તેઓ કેકયિ અર્ધ દેશની સેવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યથોચિત અવગ્રહ સ્વીકારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. જ્યારે કેશી કુમારશ્રમણ તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા ત્યારે તેમનું આગમન થયું જાણી તે ઉદ્યાનપાલકો બહુ ખુશ થયા. તેમની પાસે આવીને તેઓએ કેશી શ્રમણને વાંદ્યા, તેમને યોગ્ય રહેવાના સ્થળમાં રહેવાની અનુમતિ આપી, અને તેમને ઉપયોગમાં લેવા માટે પીઠ પાટીયાં સંથારો વગેરે લઈ જવાને નિમંત્રણ આપ્યું. તે રખેવાળોએ કેશી કુમાર શ્રમણનાં નામ અને ગોત્ર પૂછીને યાદ પણ કરી લીધાં. પછી તેઓ એકાંતમાં ભેગા થઈ Page #418 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૯ ૪૧૫ પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! આપણો ચિત્તસારથિ જેમની વાટ જોતો રહે છે, જેમનું દર્શન ઈચ્છે છે અને જેમનાં નામ ગોત્ર સાંભળતાં પણ એ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશી કુમારશ્રમણ ગામેગામ ફરતાં ફરતાં અહીં સેવિયા નગરીમાં આવી ચડ્યા છે; તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને ચિત્તસારથિને તેને અતિપ્રિય લાગે તેવી કેશી કુમારના આગમનની હકીકત જણાવીએ. એવો વિચાર કરી તે ઉદ્યાનપાલકો ચિત્ત સારથિને ઘેર ગયા, તેને પ્રમાણ પૂર્વક જયવિજયથી વધાવી કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! તમે જેમની વાટ જોઈ રહ્યા છો તે કેશીકુમારશ્રમણ આપણી સેયવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા છે. ઉક્ત હકીકત સાંભળી ચિત્તસારથિ બહુ ખુશ થયો. પછી તે, આસનથી ઉઠી- ઊભો થઈ પાદપીઠથી નીચે ઊતરી પગમાંથી મોડીઓ કાઢી નાંખી ખભે ખેસ રાખી હાથ જોડી જે દિશામાં કેહી કુમારશ્રમણ ઊતર્યા હતા તે દિશા તરફ સાતઆઠ પગલાં ગયો અને પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવાલાગ્યો ઃ નમોડસ્થુણં અરિહંતાણં ભગવંતાણં વગેરે. આ શક્રસ્તવ પૂરું કરતાં છેવટે તે બોલ્યો કે -અહીંના મિયવણ ઉદ્યાનમાં પધારેલા એ મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી કુમારશ્રમણ ભગવાનને હું વાંદુ છું. એ રીતે પોતાના ધર્માચાર્યને નમસ્કાર કરી તેમનો આગમન સંદેશો કહેવા આવનાર તે ઉદ્યાનપાલ કોનો સારથિએ સત્કાર કર્યો અને જીવતાં સુધી પહોંચે તેટલું વિશાળ પ્રીતિદાન આપી તેમને વિદાય કર્યા. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. રથ આવતાં આવતાં તો તે નાહી, બલિકર્મ, કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને શરીરને શોભાવી તૈયાર થઈ ગયો. પછી રથમાં બેસી મોટા જનસમુદાય સાથે કેશી કુમારશ્રમણ દર્શનાર્થે તે ગયો. [૬૦]કેશી શ્રમણની ધર્મદેશના સાંભળી હરખાએલો અને તોષ પામેલો સારથી બોલ્યો કે હે ભગવન્ ! અમારો રાજા પએસી અધાર્મિક છે અને પોતાના દેશનો ય કારભાર બરાબર ચલાવતો નથી, તેમ કોઈ શ્રમણ બ્રાહ્મણ કે ભિક્ષુઓનો આદર કરતો નથી, અને સર્વ કોઈને હેરાન કરે છે. માટે હે દેવાનુપ્રિય ! તમે એ રાજાને ધર્મોપદેશ આપો, તો તેનું ઘણું ભલું થાય, સાથે શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુઓ, મનુષ્યો, પશુઓ અને પક્ષીઓનું પણ ઘણું ભલું થાય અને તેમ થતાં તેના આખાય દેશનું પણ ઘણું સારું થાય. [૬૧]ચિત્તસારથિનું આ કથન સાંભળી કેશી કુમારશ્રમણ બોલ્યા કે-હે ચિત્ત ! જે મનુષ્યો આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ બ્રાહ્મણની સામે જતા નથી, તેમને વાંદતા નમતા કે સત્કારતા નથી, તેમ જ તેમની પર્યાપાસના કરતા નથી અને તેમની પાસે જઈ પોતાના પ્રશ્નોના ખુલાસા પૂછતા નથી, તેઓ કેવળીએ કહેલા ધર્મને સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. જે મનુષ્યો ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરતા નથી, તેમની પાસે જઈ કશો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મ સાંભળવાનો લ્હાવો લઈ શકતા નથી. જે મનુષ્યો ગોચરીએ નીકળેલા શ્રમણ બ્રાહ્મણની ભક્તિ કરતા નથી, તેમજ તેમને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભતા નથી તથા તેમને કોઈ પ્રકાર નો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મને સાંભળવા સમજવાના અધિકારી થઈ શકતા નથી. તેમજ જે મનુષ્યો તેમજ જે મનષ્યો શ્રમણ બ્રાહ્મણની પાસે જવા છતાં Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ રાયuસેણિય-(૬૧) પોતાની જાતને હાથ કપડું કે છત્રીવડે ઢાંકી રાખે છે - છુપાવી રાખે છે કશો ખુલાસો પૂછવા આગળ આવતા નથી, તેઓય ધર્મને સાંભળવાનો લાભ ખોઈ બેસે છે. પણ હે ચિત્ત ! જે મનુષ્યો આરામ ઉદ્યાન કે ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરે છે, ગોચરીએ આવેલા તેમને વિપુલ દાન આપે છે અને તેમની પાસે જતાં પોતાની જાતને ન છુપાવતાં જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં સર્વ ખુલાસા પૂછી લે છે, તેઓ જ ધર્મને સાંભળવાનો સમજવાનો કે મેળવવાનો લાભ મેળવી શકે છે. તો હે ચિત્ત ! તારા રાજા પએસીને અમે ધર્મ કેવી રીતે કહી શકીએ, કેમકે તે અમારી પાસે આવતો નથી તેમજ અમારી સામું પણ જોતો નથી. પછી સારથિ બોલ્યોઃ હે ભગવન્! કોઈ એક વખતે મારી પાસે કંબોજ દેશમાંથી ચાર ઘોડાઓની ભેટ આવેલી છે, એ મેં ન રાખતાં રાજાને ત્યાં મોકલી આપી છે, તો એ ઘોડાઓના ન્હાનાથી રાજા પએસીને હું આપ દેવાનુપ્રિયની પાસે લાવી શકીશ; માટે હે દેવાનુપ્રિય!તે સમયે તમે રાજા પએસીને ધર્મકથા કહેતાં લેશ પણ ગ્લાન થશો નહિ. તમે તમારે રાજા પએસીને ખૂબ છૂટથી ધર્મ કહેજો-લેશ પણ અચકાશો નહિ. પછી કેશી કુમારશ્રમણ બોલ્યાઃ હે ચિત્ત ! તે પ્રસંગે વાત . ત્યારબાદ ચિત્તસારથિ પોતાના ધર્માચાર્ય કેશી કુમારશ્રમણને વાંદી નમી રથમાં બેસી પોતાને આવાસે જઈ પહોંચ્યો. [૨]હવે એક દિવસે પ્રભાતના પહોરે નિયમ ધારી અને આવશ્યક કરી સૂર્ય ઉગતાં જ ચિત્તસારથિ પોતાને ઘેરથી રાજા પએસીને ઘેર ગયો. રાજાને નમસ્કાર કરી જય-વિજયથી વધાવી તે બોલ્યો : હે દેવાનુપ્રિય ! આપને મેં કેળવેલા ચાર ઘોડાની ભેટ મોકલેલી છે, તો તે સ્વામી ! ચાલો અને એ ઘોડાઓની ચેષ્ટા જાઓ, અથતુ એમનાં ચાલ સ્વભાવ વગેરેની પરખ કરો. રાજાએ સારથિને કહ્યું ચિત્ત ! તું જા અને પારખ વાના તે ચારે ઘોડાઓ જોડેલો અશ્વરથ જલદી તૈયાર કરી અહીં હંકારી લાવ. અશ્વરથી આવી પહોંચતાં શરીરને સજધજ કરીને રાજા રથમાં બેસી સેયવિયા નગરીની વચ્ચો વચ્ચે થોક ઘોડાને ખેલવતો ખેલવતો બહાર નીકળ્યો. એમ જતાં જતાં ચિત્ત સારથિ તે રથને અનેક યોજનો સુધી ખેંચી ગયો. રાજા પએસી, ગરમી, તરસ, રથનો વાયરો-ઊની લું કે ઉડતી ધૂળથી કંટાળી થાકી ગયો અનેબોલ્યોઃ ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે માટે હવે રથને તું પાછો વાળ. સારથિ રથને પાછો વાળી મિયવણ ઉદ્યાન તરફ હંકારી ગયો. ઉદ્યાન પાસે પહોંચતાં તેણે રાજાને કહ્યું : સ્વામી ! આ મિયવણ ઉદ્યાન છે. અહીં ઘોડાઓને સારી રીતે થાક ખવડાવીએ અને તેમનો બધો શ્રમ આપણે દૂર કરી નાખીએ. રાજાએ ‘હા’ પાડતાં તે ઉદ્યાનમાં કેશી કુમારશ્રમણના ઊતારાની પાસે જઈ ચિત્તે ઘોડાઓને રોકી રાખ્યા, રથને સ્થિર કર્યો અને ઘોડાઓને છોડી નાખી તેમનો શ્રમ દૂર થાય તેવી પ્રવૃત્તિ શરુ કરી. રાજા પણ રથથી નીચે ઊતરી સારથિની એ પ્રવૃત્તિમાં જોડાયો અને ઘોડા ઓને ધીમે ધીમે ફેરવવા લાગ્યો. એમ કરતાં કરતાં, મિયવણમાં મળેલી મોટી સભામાં વચ્ચે બેસી મોટા અવાજે કહેતા કુમારશ્રમણને રાજાઓ જોયા. જાંજ તેને વિચાર આવ્યો કે “જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મુંડ લોકોજ મુંડની પૂજા કરે છે, મૂઢ લોકોજ મૂઢનો આશ્રય ખોળે છે, અપંડિત લોકોજ અપંડિતનો આદર કરે છે અજ્ઞાની લોકોજ અજ્ઞાનીનું બહુમાન કરે છે, તો આ વળી કોણ જડ મૂઢ મુંડ અપંડિત અને આ Page #420 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૨ ૪૧૭ જ્ઞાની પુરુષ છે જે શરમાળ અને શરીરે હષ્ટપુષ્ટ દેખાવડો લાગે છે ? એ શું ખાય છે ? શું પીયે છે ? એવું તે શું ખાધા પીધાથી એનું શરીર આવું તગમગી રહ્યું છે ? અને વળી એ શું દે છે જેને લીધે આવડી મોટી માનવમેદનીની વચ્ચે બેઠો બેઠો તે મોટા બરાડા પાડે છે ? આમ વિચાર આવતાં જ રાજાએ સારથિને કહ્યું : ચિત્ત ! જો તો ખરો, આ લોકો કેવા જડ છે જે પેલા મોટા જડની સેવા કરે છે અને એ મોટો જાડો જડ તેઓની સામે કેવા મોટા બરાડા પાડીને કોણ જાણે શુંય સમજાવે છે ! ગમ્મત તો એ છે કે આવા નફકરા અને જામી ગએલા જડ લોકોને લીધે આપણે આપણી પોતાની પણ ઉઘાનભૂમિમાં સારી રીતે હરી ફરી શકતા નથી. માત્ર વિસામો અને શાંતિ મેળવવા માટે તો અહીં આવ્યા અને અહીં તો માથાના વાળ ઉંચા થઈ જાય એવા બરાડા કાને અથડાયા કરે છે. રાજાને કહ્યું : હે સ્વામી ! એ કેશી નામે કુમારશ્રમણ પાશ્વપિત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધા૨ક છે, એમને પરમાવધિજ્ઞાન થએલું છે અને તેઓ અન્નજીવી ૧૩૬ છે. રાજા બોલ્યો ઃ ચિત્ત ! તું શું કહે છે ? શું એ પુરુષને પ૨માવધિ જ્ઞાન છે ? શું એ અન્નજીવી છે ? સારથિ બોલ્યો : હા, સ્વામી ! એમજ છે. રાજા : ચિત્ત ! ત્યારે શું એ પુરુષ અભિગમનીય છે ? ચિત્ત ઃ હા, સ્વામી ! એ શ્રમણ અભિગમનીય છે. રાજા ઃ ત્યારે તો ચિત્ત ! આપણે તેની સામે જઈએ. [૬૩] આમ વાતચીત કરી એ બન્ને જણ સાથે, કેશી કુમા૨ની સામે જઈને તેમની પાસે બેઠા. રાજા ઃ હે ભંતે ! શું તમે ૫૨માવવિધ જ્ઞાન ધરાવો છો ? શું તમે અન્નજીવી છો ? શ્રમણે રાજાને કહ્યું : હે પએસી ! ગામે ગામ ફરતા કોઈ અંગવાણિયા શંખવાણિયા કે દંતવાણિયા દાણમાંથી છટકી જવા માટે કોઈને ખરો રસ્તો પૂછતા નથી પણ આડે અવળે માર્ગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પણ સારી રીતે પૂછતાં આવડતું નથી. પએસી ! મને જોઈને તને એવો વિચાર થયેલો ખરો કે આ જડ લોકો પેલા મોટા જડની ઉપાસના કરે છે અને આ મારા ઉદ્યાનમાં પણ બરાડા પાડી મને ય સખે રહેવા દેતા નથી ? [૪] રાજા ઃ હા, એ વાત ખરી, પણ હે ભંતે ! એ તમે જાણ્યું શાથી ? તમને એવું તે કેવુંક જ્ઞાન કે દર્શન થએલું છે જેથી મારો મનનો સંકલ્પ પણ તમે જાણી લીધો ? કેશી શ્રમણ બોલ્યા : અમારા શ્રમણ નિગ્રંથોના શાસ્ત્રોમાં કહેલું છે કે જ્ઞાનના પાંચ પ્રકાર છે ઃ આભિનિબોધિકજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં અવગ્રહ ઈહા અવાય અને ધારણા એમ ચાર પ્રકારનું પહેલું જ્ઞાન છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા બે પ્રકાર બીજા જ્ઞાનના છે. ત્રીજું જ્ઞાન, ભવપ્રત્યય અને ક્ષાયોપમિક એમ બે ભેદવાળું છે અને ચોથા જ્ઞાનના ૠન્નુમતિ તથા વિપુલમતિ એવા બે ભેદ છે. હે પએસી ! જણાવેલાં પાંચ જ્ઞાનોમાં પહેલાંનાં ચારે જ્ઞાન તો મને થએલાં છે, ફક્ત એક પાંચમું કેવળજ્ઞાન છે તે મને થએલું નથી. એ પાંચમું જ્ઞાન તો અરિહંત ભગવંતોને હોય છે. હે પએસી ! હું છદ્મસ્થ છું અને એ ચાર જ્ઞાનોદ્વારા તારા મનના સંકલ્પને પણ જાણી શકું છું-જોઈ શકું છું. [૬૫]પછી રાજાએ કેશી શ્રમણને કહ્યુંઃ હે ભંતે ! અહીં હું આપની પાસે બેસું કેશી કુમારશ્રમણ બોલ્યા : આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી વૃત્તિની વાત છે પછી તો ચિત્તસારથિ અને રાજા પએસી એ બન્ને જણા કેશી 27 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ રાયuસેવિયં- (૫) કુમારશ્રમણની પાસે સાથે બેઠા. રાજાએ શ્રમણને પૂછયું : હે ભંતે ! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોસરણ છે કે-જીવ જૂધે છે અને શરીર જુદું છે, પણ જે જીવ છે તેજ શરીર છે એવી ; સમજ નથી. કુમારશ્રમણ બોલ્યાઃ હા, પએસી ! અમારી સમજમાં જીવ જુદો છે અને શરીર જુદું છે એમ છે પણ જે જીવ છે તેજ શરીર છે એવી અમારી સમજ નથી. - રાજા બોલ્યો ઃ જીવ અને શરીર બને જુદાં જુદાં જ હોય અને જે જીવ છે તેજ શરીર છે એમ ન હોય તો, હે ભંતે! તમે સાંભળો કે - એક મારો દાદો હતો જે આ જ મોટો અધાર્મિક રાજા હતો, તે પોતાના દેશની પણ ઠીક સાર સંભાળ ન કરતો અને ઘણાંય પાપકર્મોમાંજ રાચ્યો રહેતો. તમારા કહેવા પ્રમાણે તો એ પાપી મારો દાદો કાળ આવતાં મરણ પામી કોઈ એક નરકમાં નૈરયિક થયો હોવો જોઈએ. હે ભંતે! કેમ ખરું ને? વળી, એ મારા દાદાનો હું વહાલો પૌત્ર છું, તેને મારા પર ઘણું હેત હતું. હું તેનો વિશેષ લાડીલોહતો, તેનું હૃદય મને જોઈને વિશેષ આનંદ પામતું. વધારે શું પણ મારું નામ સાંભળીને પણ તેઓ પોતાનું અહોભાગ્ય માનતા. હવે, હે ભંતે ! તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદાં જુદાં હોય તો મારા દાદા નરકમાં ગયા હોવા જોઈએ. વળી, મારા દાદાને મારા ઉપર ઘણું હેત હતું તેથી તેમણે અહીં મારી પાસે આવીને એમ જણાવવું જોઈએ કે હે પૌત્ર ! હું તારો દાદો હતો પણ અધાર્મિક હોવાને કારણે મેં ઘણાં પાપો આચરેલાં, તેથી હું નરકમાં પડ્યો છું. માટે, હે પૌત્ર! તું લેશ પણ પાપ ન આચરજે અને પ્રામાણિક પણે દેશનો કારભાર કરજે. પાપકર્મમાં પડીશ તો મારી પેઠે નરકમાં જઈશ-નરકની યાતનાઓ બહુ ભયંકર છે, માટે ભૂલથી પણ સહેજેય પાપાચરણ ન સેવીશ.” હે ભંતે ! મારો દાદો મારી પાસે આવીને ઉક્ત રીતે કહે, તો જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી શ્રદ્ધા થાય, પણ અત્યારસુધીમાં મારો દાદો અહીં મારી પાસે આવીને એવું કશુંય કહેલું નથી, તેથી હું એમ સમજું છું કે તેમનો જીવ અને શરીર એ બન્ને સાથેજ નાશ પામી ગયાં છે અથતુ મારા દાદાના દેહને દેન દેતાંની સાથે તેમનો જીવ પણ અહીં બળી ગયો છે તો પરલોકમાં જાય જ કોણ? અને એમ છે માટે તે અહીં આવી પણ ક્યાંથી શકે?અને આમ છે માટે જીવ અને શરીર બને એકજ છે-જે જીવ છે તેજ શરીર છે-એ મારી પ્રતિમા સપ્રતિષ્ઠિત છે. કેશી કુમારશ્રમણ બોલ્યા : હે પએસી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે. હવે તું એમ સમજ કે એ રુડી પાળી તારી રાણી કોઈ રુડા રુપાળા પરપુરુષ સાથે માનવીય કામસુખોને અનુભવતી હોય એમ તું જો, તો એ કામુક પુરુષનો તું શું દેડ કરે? હે! ભંતે! એ પુરુષનો હાથ કાપી નાખ્યું. પગ છેદી નાખું. એને શૂળીએ ચડાવી દઉં અથવા એકજ ધાએ તેનો પ્રાણ લઉં. હેપએસી! તે કામુક પુરુષ કદાચ તને એમ કહે કે-હે સ્વામી ! તમે એક ઘડીક થોભી જાઓ, મારા મિત્રો જ્ઞાતિજનો સંબંધી જનો અને પરિ વારના લોકોને હું એમ કહી આવું કેહે દેવાનુપ્રિયો ! કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના, સંગમાં પડ્યો તેથી મરણની આ સખ્ત સજા પામ્યો છું. માટે હે દેવાનુપ્રિયો! તમે ભૂલથી પણ એવા પાપાચરણમાં ન પડશો, પડશો તો મારી પેઠે ફાંસીની સજા પામશો. હે પએસી! એ પુરુષનું કાકલુદીથી ભરેલું આવું ગળગળું વચન સાંભળીને તું તે કામુકને સજા કરતાં ઘડીક પણ થોભી જઈશ ખરો? હે ભંતે! એમ તો નજ બને. એ કામક મારો Page #422 -------------------------------------------------------------------------- ________________ અગ-૫ ૪૧૯ અપરાધી છે માટે લેશ પણ ઢીલ કર્યા વિના હું તેને સીધોજ ફાંસીએ ચઢવી દઉં. એજ પ્રમાણે, હે પએસી! નરકમાં પડેલો તારો દો પરતંત્રપણે જે દુખો ભોગવી રહ્યો છે તે તને વહાલા પૌત્રને કહેવા ન આવી શકે. મનુષ્યલોકમાં જઈને પાપકર્મનાં માઠાં ફળોની સૂચના કરી આવવાની એની તો ઘણીય ઈચ્છા હોય, પણ તે પેલા અપરાધી પુરુષની પેઠે ત્યાંથી છૂટોજ થઈ શકતો નથી. નરકમાં તાજ આવેલો અપરાધી-નારકી, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. નરકની ભયંકર વેદનાનો અનુભવ તેને અત્યંત વિહુવલ કરી નાખે છે અને તેથી તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે, એ પ્રથમ કારણ છે. નરકના કઠોર સંત્રીઓ એ નારકીને ઘડીભર પણ છૂટો રાખતા નથી અને તેને વારંવાર સતાવ્યા કરે છે, એ બીજું કારણ છે. તાજા નારકીનું નારક વેદનીય કર્મ પૂરું ભોગવાઈ રહેલું નથી હોતું એ ત્રીજાં કારણ છે. અને ચોથું કારણ તેનું નરકનું આખું પૂરું થએલું નથી હોતું. એ છે, અથતું એ બધા પ્રતિબંધોને લીધે અહીં આવી શકતો નથી. માટે, હે પએસી ! “શરીર સાથેજ જીવ અહીં બળી જાય છે અને તેથી મરેલો માણસ ફરી અહીં નથી આવી શકતો તેનું કારણ તેની પરતંત્રતાજ છે, નહિ કે તે નથી. માટે, હે પએસી! તું એમ સમજ કે-જીવ જુદો છે અને શરીર જાદુ છે- કોઈ કાળે તે બન્ને એક છે એવું નથી. [૬] પએસી બોલ્યોઃ હે ભંતે ! મારી માન્યતાને દઢીભૂત કરનારી આ એક બીજો દાખલો સાંભળો – અહીં- આજ નગરીમાં મારી એક દાદી રહેતી હતી, જે મોટી ધાર્મિક શ્રમણોપાસિકા હતી, વળી એ જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર વગેરે - તત્ત્વોની જાણકાર હતી અને તપ તથા સંયમવડે પોતાના આત્માને વાસિત કરતી બહુ પુણ્ય ઉપાર્જન કરતી હતી. તમારા કહેવા પ્રમાણે તો, કાળ આવતાં મરણ પામી, એ કોઈ એક સ્વર્ગમાં દેવ થએલી હોવી જોઈએ. હે ભંતે ! કેમ ખરુંને? વળી, એ મારી દાદીનો હું વહાલો પૌત્ર છું. હવે એ મારી દાદી, તમારા કહેવા પ્રમાણે દેવ થઈ હોય તો તેણીએ અહીં મારી પાસે આવીને એવું કહેવું જોઈએ કે હું તારી દાદી હતી અને ધાર્મિક હોવાને લીધે બહુ પુણ્યોપાર્જન કરી સ્વર્ગમાં દેવ થઈ છું, માટે હે પૌત્ર! તું પણ ધાર્મિક થજે અને દેશનો કારભાર પ્રામાણિકપણે કરજે. દાનાદિક વડે પુણ્ય ઉપાર્જન કરીશ તો મારી પેઠે સ્વર્ગનાં સુખો અનુભવીશ. હે ભંતે! મારી દાદી મારી પાસે આવીને એ પ્રમાણે કહે તો જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી ખાત્રી થાય. પણ મને લાંબો વખત થયો છતાં અત્યારસુધીમાં, મારી દાદીએ અહીં મારી પાસે આવીને એવું કશું ય સૂચવેલું નથી, તેથી જીવ અને શરીર એ બન્ને એક જ છે પણ જુદાં જુદાં નથી એ મારી ખાત્રી પાકી થાય છે. કેશી કુમારશ્રમણ બોલ્યા : હે પએસી! તું એમ સમજ કે, દેવમંદિરમાં જવા માટે તું નાયેલો છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપની કડછી રહી ગઈ છે અને દેવમંદિરમાં પેસવાને તું પગલાં જ ઉપાડે છે, એવામાં પાયખાનામાં બેઠેલો કોઈ પુરુષ તને એમ કહે કે-હે સ્વામી! તમે અહીં પાયખાનામાં આવો, બેસો, ઊભા રહો અને થોડીવાર લાંબું શરીર કરો, તો હે પએસી! તું એ વાતને કાને ઘર ખરો? પએસી બોલ્યોઃ હે ભંતે! હું એવું કશું કાને ન ધરું. હે ભંતે! પાયખાનું તો ભારે ગંદુ છે, એવી ગંદી જગ્યામાં હું શી રીતે જઈ શકું? કેશી કુમારશ્રમણ બોલ્યા એજ પ્રમાણે, હે પએસી! સ્વર્ગમાં દેવ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ રાયખસેલિય-(દદ) થએલી તારી દદી અહીં આવી તને પોતાનાં સુખો કહેવાને ઈચ્છે, તો પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજી ઉત્પન્ન થએલો દેવ, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. એ દેવ, સ્વર્ગના દિવ્ય કામ ભોગોમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવીસુખોમાં તેની રુચિ રહેતી નથી, એ પહેલું કારણ છે. એ દેવનો મનુષ્ય સાથેનો પ્રેમસંબંધ તૂટી ગએલો હોય છે અને સ્વર્ગનાં દેવદેવીઓ સાથેનો નવો પ્રેમ સંબંધ તેમાં સંમેલો હોય છે, એ બીજું કારણ છે. દિવ્ય કામસુખો ભોગવવાની લાલચ માં પડેલો એ દેવ, હમણાં જઉં, હમણાં જઉં' એમ વિચારે તો છે, પણ તેના આવતાં આવતાં તો મનુષ્યલોકનાં તેનાં અમ્પાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણકે દેવની ઘડી એટલે આપણાં હજારો વર્ષ અથતું એની એક ઘડીમાં તો આપણી કેટલીએ પેઢીઓ બદલાઈ જાય છે, એટલે ઘડી પછીય દેવનું આવવું કલ્પી લઈએ તોપણ એ એના ખરા સંબંધીઓને મળી શકતો નથી, એ ત્રીજું કારણ છે. ચોથું કારણ મનુષ્ય લોકની માથું ફાડી નાખે એવી ભયંકર ગંદકી. છે. એ ગંદકી ઉચે પણ ચારસો પાંચસો યોજન સુધી ફેલાય છે અને એ એવી તીવ્ર હોય છે કે દેવ એને સહી શકતો નથી. દેવ એની પોતાની ઈચ્છા હોવા છતાં ઉપરનાં ચાર કારણોને લીધે અહીં આવી શકતો નથી. માટે, હે પએસી! “શરીર સાથે જ જીવ અહીં બળી જાય છે, એથી મરેલો માણસ ફરી અહીં કયાંથી આવી શકે?' એવી તારી સમજ બરાબર નથી. મરીને સ્વર્ગમાં ગએલો પ્રાણી અહીં નથી આવી શકતો, તેનું કારણ સ્વર્ગના મોજશોખો તરફ તેની વિશેષતમ અભિરુચિ છે, નહિ કે તે નથી જ, તેથી હે પએસી! તું એમ સમજ કે જીવ જુદો છે અને શરીર જુદું છે, પણ તે બન્ને એક નથી. [૭] વળી ફરીને પએસી બોલ્યો : હે ભંતે ! જીવ અને શરીર જાદાં જાદાં નથી તે માટે આ એક જુદો પુરાવો ધ્યાનપૂર્વક સાંભળો હે ભંતે ! તમે એમ સમજે કે કોઈ એક દિવસે મારી બહારની ઉપસ્થાનશાળામાં મારા મંત્રી વગેરે પરિવારથી ઘેરાએલો હું રાજસિંહાસનમાં બેઠો હોઉં, તે વખતે મારા કોટવાળો કોઈ એક ચોરને પકડી લાવે, હું તે ચોરને જીવતો ને જીવતો લોઢાની કુંભીમાં પૂરી દઉં, તેના ઉપર લોઢાનું ઢાંકણું સજ્જડ ઢાંકી દઉં, તેને લોઢા સીસાના રસથી રેવરાવી દઉં અને તેના ઉપર મારા વિશ્વાસુ સૈનિકોની ચોકી મૂકી તે લોહકુંભીની સાચવણ કરાવું. પછી વખત જતાં હું પોતે જાતે તે કુંભીને ખોલાવું તો તેમાં પેલા પૂરેલા પુરુષને મરેલો જોઉં છું. જીવ અને શરીર જુદાં જુદાં હોય તો એ પુરુષનો જીવ કુંબીમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કયાંય રાઈ જેટલું પણ કણું નથી, જેથી જીવને બહાર જવાનો માર્ગ મળી શકે. કુંભી ક્યાંય જરા પણ કાણી હોત તો એમ માની પણ શકાય કે જીવ બહાર નીકળી ગયો છે અને તેથી એમ પણ થાત કે શરીર અને જીવ જુદાં જુદાં છે, પણ આ કુંભી તો કયાંય કાણી જ નથી એટલે જીવ જુદો હોય તો એમાંથી નીકળી શી રીતે શકે? માટે જીવ અને શરીર બને એક છે અને શરીર અક્રિય થતાં જીવ પણ અક્રિય થાય છે, એ મારું ધારવું બરાબર છે. કેશી કુમારશ્રમણ બોલ્યા - હેપએસી! તું એમ સમજ, જે ચારે કોર લીંપેલી હોય, જેનાં બારણાં સજ્જડ વાસેલાં હોય અને જેમાં જરાય હવા પણ ન પેસી શકે એલી તે ઉડી હોય, તેમાં કોઈ પુરુષ ભેરી અને એને વગાડવાનો દંડો લઈને પેસે, પેસીને એનાં બારણાં સજ્જડ રીતે બંધ કરે, પછી તે, ઓરડીની વચ્ચોવચ્ચે બેસીને મોટા મોટા અવાજથી એ Page #424 -------------------------------------------------------------------------- ________________ ચ-૬૭ - ૪૨૧ ભરીને વગાડે તો હે પએસી! ભેરીનો અવાજ બહાર નીકળે ખરો? હાં, ભંતે! નીકળે. હે પએસી ! એ ઓરડીમાં કયાંય એક પણ કાણું છે ખરું? ના ભંતે, એ ઓરડીમાં કયાંય પણ કાણું નથી. પણ અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણાની. કુંભીમાંથી જીવ બહાર નીકળી શકે છે, અર્થાતુ પૃથવીને શિલાને કે પર્વતને ભેદીને સોંસરું જવાનું સામર્થ્ય જીવમાં છે, માટે તેને ગમે ત્યાં પૂરાવામાં આવે તોપણ તે બહાર નીકળી જ જવાનો. એથી તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એ બને એક નથી. વળી, પએસી બોલ્યો - હે ભંતે! જીવ અને શરીર જુદાં જુદાં નથી પણ એક જ છે એવી મારી ધારણાને ટેકો આપતો આ વળી એક દાખલો સાંભળો મારા કોટવાળોએ પકડી આણેલા ચોરને હું જીવથી મારી નાખ્યું. પછી તે મારી નાખેલા ચોરને લોઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર મજબૂત ઢાંકણું બેસારી, તેને રેવરાવી અને પાકી ચોકી બેસાડી દઉં, પછી વખત જતાં તે લોઢાની કુંભી ઉઘાડી જોઉં છું તો તેને કીડાઓથી ખદબદતી કુંભી જેવી જોઉં છું. એ કુંભમાં કયાંય રાઈ જેટલુંય કાણું નથી, છતાં એમાં એટલા બધા કીડા કયાંથી પેસી ગયા? હું તો એમ સમજું છું કે શરીર અને જીવ એકજ છે, માટે શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ. શરીર અને જીવ જુદા જુદાં હોય તો એ કુંભમાં મેં જોએલા એ જીવો બહારથી શી રીતે આવી શકે? કેશી કુમાર બોલ્યા:- હે પએસી! તેં પહેલાં કોઈવાર ધમેલું લોઢું જોએલું છે ખરું? કે તેં જાતે કોઈવાર લોઢું ધમાવેલું ખરું? ભંતે! હા, ધમેલું લોઢું મેં જોએલું છે અને તેને ધમાવેલું પણ છે. પએસી! એવું એ લોઢું અગ્નિમય લાલચોળ થઈ ગએવું હોય છે, એ વાત ખરીને? હા, ભંતે! એ વાત ખરી છે. તો હે પએસી! એ નક્કર લોઢામાં તે અગ્નિ શી રીતે પેઠો? રાઈ જેટલુંય કાણું લોઢાને નથી, છતાં તેમાં અગ્નિ પેસી શકે છે, તેમ જીવ પણ સર્વત્ર અનિચ્છ ગતિ શક્તિવાળો છે. તે પૃથ્વીને અને શિલા વગેરેને ભેદીને પણ ગમે ત્યાં પેસી શકે છે. હે પએસી ! બરાબર સજ્જડ બંધ કરેલી એ કુંભમાં પણ તેં જે જીવો જોયા છે તે બધાય તેમાં બહારથી પેઠેલા છે, માટે તું એમ માન કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ એક નથી. [૬૮] રાજા પએસી બોલ્યો - હે ભંતે! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ તરુણ હોય ત્યારે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલો કુશળ હોય. પણ તે જ પુરુષ જ્યારે મંદ જ્ઞાનવાળો બાળક હતો ત્યારે એવી કુશળતા ધરાવી શકતો હોત તો હું એમ માનત કે જીવ જુદો છે અને શરીર જુદું છે. પરંતુ મંદ જ્ઞાનવાળો એ બાળક એવી કુશળતા બતાવી શકતો નથી, માટે જીવ અને શરીર એક છે એ મારી કલ્પના સુસંગત છે. કેશી કુમાર બોલ્યા :- હે પએસી! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ, નવું ધનુષ નવી દોરી અને નવું બાણ એ વડે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલી કુશળતા ધરાવી શકે છે, પણ તે જ પુરુષ પાસે જાનું ખવાઈ ગએવું ધનુષ તેવી જ દોરી અને તેજ બૂઠું ફળું હોય, તો તે એક સાથે પાંચ ફળાને ફેંકી શકે ખરો? ભંતે ન ફેંકી શકે. હેપએસી! તરુણ પુરુષ શક્તિશાળી તો છે, પરંતુ ઉપકરણોની ન્યૂનતા ને લીધે તે પોતાની શક્તિ બતાવી શકતો નથી, તેમ મંદ જ્ઞાનવાળા બાળકમાં આવડત પ ઉપકરણની ખામી છે, માટે તે એ અવસ્થામાં એક સાથે પાંચ બાણને ફેંકી શકતો નથી. હા, તે જ મંદ જ્ઞાનવાળો. બાળક જ્યારે તરુણ થઈ આવડતરુપ ઉપકરણ મેળવે છે, ત્યારે તેમાં એવી શક્તિ ખીલી Page #425 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - ૪૨૨ રાથuસલિય-(૬૮). ઉઠે છે, પણ તેથી તું એમ ન માન કે શરીર અને જીવ બને એક છે. પએસી! એ બને તો જુદાં જુદાં છે. 1 [૯] પએસી બોલ્યો - હે ભંતે ! જેમ કોઈ તરુણ પુરુષ, લોઢાના સીસાના કે જસતના મોટા ભારાને ઉપાડવા સમર્થ છે, તેમ તે જ તરુણ પુરુષ જ્યારે ડોસો થાય અથતિ ચામડી બધી લબડી ગએલી, ગાત્ર તમામ ઢીલાં, દાંતો બધા ખરી ગએલા અને ચાલતાં લાકડીનો ટેકો લીધેલો એવો ઘરડો થાય, ત્યારે એવા મોટા ભારને ઉપાડી શકતો દેખાતો નથી. હે ભંતે! તરુણ મટી એવો એ ડોસો થએલો પુરુષ, એવા મોટા ભારને પણ ઉપાડી શકતો દેખાય, તો હું એમ માનું કે જીવ જુદો છે અને શરીર જુદું છે, અન્યથા મારી માન્યતા જ બરાબર છે. કેશી કુમાર બોલ્યો – હે પએસી! એવડો મોટો ભાર તો કોઈ હટ્ટાકટ્ટો પુરુષ જ ઉપાડી શકે. વળી, એવા હટ્ટાકટ્ટા તરુણ પુરુષની પાસે ભાર ઉપાડવાનાં સાધનો બરાબર ન હોય તો એ પણ એવા ભારને ન ઉપાડી શકે. ધાર કે, કોઈ હથ્રો-કટ્ટો તરુણ પુરુષ તો છે, પણ તેની પાસે ભાર ઉંચકવાની જે કાવડ છે, તે પાતળી અને ધુણે ખાધેલી છે, કાવડનાં શિકાં દોરડાં અને વાંસની સળીઓ એ બધુંય એવું સહેલું છે, આમ હોવાથી એવો બળવાન પુરુષ પણ એ ભારને ન ઉઠાવી શકે અર્થાત ભાર ઉપાડવામાં સુદઢ શરીર ઉપરાંત બીજી પણ કળવકળ હોવી જોઈએ અને ઉપકરણો પણ પૂરતાં હોવાં જોઈએ. તરુણ મટી પેલા ડોસા થએલા પુરુષ પાસે એ બધું હોત, તો એ પણ એવો ભાર જરૂર ઉપાડી શકત; માટે તારે એમ માનવું જોઈએ કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ તે બન્ને એક નથી. [૭૦] એસી બોલ્યો - હે ભંતે! મેં એક જીવતો ચોર તોળ્યો, પછી તેને જીવથી મારી નાખી ફરીવાર તોળ્યો. જીવતાં તેનું જે વજન હતું તેજ વજન તેના મડાનું હતું એ બને વજનમાં લેશ પણ ફરક ન હતો. જીવ અને શરીર જુદાં જુદાં હોય અને જીવ શરીરમાંથી નીકળી જતો હોય, તો મડાનું વજન ઘટવું જોઈએ. હે ભંતે ! એ બન્ને સ્થિતિમાં વજનનો જરાય ફરક જણાતો નથી, માટે હું એમ માનું છું કે જીવ અને શરીર એક જ છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમાર બોલ્યા - હે પએસી! પહેલાં કોઈવાર તેં ચામડાની મસકમાં પવન ભરેલો છે ખરો? ભરાવેલો છે ખરો? ચામડાની ખાલી મસક અને પવનભરેલી મસક એ બન્નેના વજનમાં કાંઈ ફેર પડે છે ખરો? ના. અંતે ! ફેર તો નથી પડતો. પએસી! ખાલી અને પવનભરેલી મસકના વજનમાં ફેર ન પડતો હોય તો જીવતાનું અને મુડદાનું વજન ફરક વિનાનું જ હોય ને? જીવ ભારે નથી તેમ હળવો ય નથી, તેથી જીવ નીકળી જતાં મુડદાનું વજન ઘટે એમ ન બને, એટલે એક સરખા વજનનો લીધે તું એમ માનતા હો કે જીવ અને શરીર બને એક જ છે, તે જરા ય સંગત નથી. [૭૧] પએસી બોલ્યોઃ - હે ભંતે ! કોઈ વાર એક ચોરને મારી પાસે લાવવામાં આવ્યો, તેમાં જીવ છે કે નહિ એ જાણવા મેં તેને ચારે બાજુ તપાસ્યો, પણ જીવ તો કયાંય દીઠામાં ન આવ્યો. પછી મેં તેના બે ઊભા કટકા કરી તેને ફરીવાર જોયો, છતાંય જીવ તો ન જ દેખાયો. પછી તો થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તેને વારંવાર તપાસી જોયો, છતાંય તેમાં કયાંય જીવનું નિશાન પણ ન જણાયું. મોટ હું કહું છું કે જીવ અને શરીર એક છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમારમુનિ બોલ્યા : હે પએસી ! પેલા કઠીયારા Page #426 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૭૧ ૪૨૩ 'કરતાંય તું વિશેષ મૂઢ જણાય છે. હે ભંતે! એ કઠીયારો વળી કોણ હતો?પએસી! અગ્નિ અને અગ્નિ રાખવાનું કામ સાથે લઈ કેટલાક વનજીવી લોકો વનની શોધ માટે નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં તેઓ જેમાં ઘણાં લાકડાં છે એવી એક મોટી અટવી પાસે આવી. પહોંચ્યા. એવામાં તેમાંના કોઈએ પોતાના સાથના માણસને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અમે લાકડાઓની ભરેલી આ અટવીમાં જઈએ છીએ. તું આ અગ્નિ અને અગ્નિનું કામ લઈ જા અને અમારા માટે ખાવાનું રાંધી રાખજે. કદાચ કોઈ કારણથી આ અગ્નિ ઓલવાઈ જાય તો તું લાકડામાંથી અગ્નિ લઈને અમારું ખાવાનું રાંધી રાખજે. તેમના ગયા બાદ થોડી વારે રાંધવાની શરૂઆત કરવા જતાં પેલા સાથીઓ અગ્નિને ઓલવાઈ ગયેલો દિઠો એથી તેણે પોતાના સાથીની ભલામણ પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડું હાથમાં લઈ ચારે બાજુ તપાસી જોયું પણ તેમાં તેને તે કયાંય ન કળાયો. પછી તો તેણે હાથમાં કુહાડો લઈ લાકડું ચીરી નાખ્યું છતાં તેમાંય અગ્નિ ન દિઠો. છેવટે તેણે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તે દરેકને તપાસી જોયા, છતાંય તેમાં એકમાં અગ્નિનું નિશાન પણ ન ભાળ્યું. આખરે થાકી કંટાળી તે બિચારો ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેઠો અને હા સુધી હું રાંધી ન શકયો એ બાબત અફસોસ કરવા લાગ્યો. એટલામાં જે સાથીઓ લાકડાના ભારા લેવા ગએલા હતા તે બધા પાછા ફર્યા અને આ બિચારાને ચિંતાતુર થએલો દીઠો. તેઓએ પૂછયું. હે દેવાનુપ્રિય! તું ઉદાસ કેમ બેઠો છે? હજા, સુધી તેં અમારા સારુ ખાવાનું નથી રાંધ્યું? તેણે જણાવ્યું કે, હે ભાઈઓ! તમારા ગયા બાદ થોડીવારમાં જ તમોએ આપેલો એ અગ્નિ તો ઓલવાઈ ગયો. પછી હું તમારા કહેવા પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડાને તપાસવા લાગ્યો. લાકડાને ચીરી, તેના નાના નાના કટકા કરી તપાસી જોયું તો તેમાં અગ્નિ તો કયાંય ન જોવામાં આવ્યો. તેથી અગ્નિ વિના હું રાંધું શી રીતે ? એ માટેજ આમ અફસોસમાં પડ્યો છું. પછી તેઓમાંના જ કોઈ દક્ષ પુરુષ સાથેના બીજા બધા ભાઈઓને કહ્યું કે, તમે બધા નાહી ધોઈને બલિકર્મ કરી તૈયાર થઈને આવો, હું હમણાં જ રસોઈ બનાવી નાખું છું. પછી એ દક્ષ પુરુષે કુહાડો લઈ લાકડામાંથી ઘસણિયું શર બનાવ્યું અને એ શરને અરણી સાથે ઘસી અગ્નિ ઉપજાવી અગ્નિને સંધૂકીને તે બધા ઓની રસોઈ કરી નાંખી. એટલામાં નહાવા ધોવા ગએલા બધા સાથીઓ આવી પહોંચ્યા. સૌ સાથે જમી કરીને ચોકખા થઈ ભેળા મળીને વાતો કરવા બેઠા. રસોઈની વાત નીકળતાં પેલા દક્ષ પુરુષે પેલા ઉદાસ થયેલા સાથીને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અગ્નિને શોધવા માટે તેં લાકડાં ફાડી ફાડીને જોવાનો પ્રયાસ કર્યો તેથી એમ જણાય છે કે, તું જડ છે, મૂઢ છે અને તદ્દન અજ્ઞાન છે. _ [૭૨]વે પએસી ! એ અગ્નિશોધક કઠીયારાની પેઠે તે પણ જીવને શોધવા માટે શરીરને ચીરી ચીરીને જોવાનું પાણી વલોવ્યું. તેથી તું પણ એના કરતાં કાંઈ ઓછો મૂઢ નથી. પએસી બોલ્યો - હે ભંતે! તમારા જેવા જ્ઞાની બદ્ધ મહામતિ વિજ્ઞાની અને વિનીત પુરુષ આવી મોટી સભા વચ્ચે મારા પર આક્રોશ કરે, ખીજાઈ જાય. અને મારી નિર્ભર્જના કરે એ શું ઠીક કહેવાય? કેશી શ્રમણ બોલ્યા -પએસી ! તને ખબર છે કે ક્ષત્રિપર્ષદા ગૃહપતિ પર્ષા, બ્રાહ્મણ પર્ષધ, ષિ પર્ષદા એમ ચાર પ્રકારની પર્ષદાઓ છે. એ ચારે પર્ષદાઓની દંડનીતિને પણ તું કયાં નથી જાણતો ? ક્ષત્રિયપર્ષદાનો Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ રાયuસેલિય- (૦૨). અપરાધ કરનાર કાંતો પોતાના હાથ પગ ગુમાવે, માથું ગુમાવે અને કાંતો જીવથી જાય. ગૃહપતિપર્ષદાના અપરાધીને બંધાઈને આગમાં સળગી જવું પડે. બ્રાહ્મણપર્ષદાનો અપરાધી અનિષ્ટ ઉપાલંભ પૂર્વક કુંડીના કે શુનકના નિશાનથી અંકિત થાય કે નિવસિત થાય-ઋષિપર્ષનો અપરાધ કરનાર, અતિઅનિષ્ટ નહિ એવી વાણીવડે ઉપાલંભ પામે. હે પએસી! ઉક્ત દંડનીતિથી તે પરિચિત છે, છતાંય તું મારી પ્રતિકૂળ વત્ય કરે છે, વિપરીત રહ્યા કરે છે, માટે જ તારે “તું મૂઢતર છે' એવી હળવી પણ મારી આક્રોશવાણી સાંભળવી પડે છે. પએસી બોલ્યો - હે ભંતે ! મને એમ થએલું કે હું જેમ જેમ આપની પ્રતિકૂળ વર્તીશ- વિપરીત વર્તીશ, તેમ તેમ તત્ત્વને વિશેષ જાણીશ, જ્ઞાનને પામીશ, કરણ અને દર્શનને અધિક સમજી શકીશ, તેથી જ હું અત્યારસુધી આપની પ્રતિકૂળ વત્યો છું અને વિપરીત બોલ્યો છું. કેશી મુનિ બોલ્યા - હે પએસી! તું જાણે જ છે કે વ્યવહારકોના ચાર પ્રકાર કહેલા છે. કેટલાકો દે તો છે પણ મીઠી વાણી નથી બોલી શકતા. કેટલાકો વાણીને મીઠી રાખે છે પણ કશુંય દેતા નથી. કેટલાકો કશુંય દેતા નથી તેમ વાણી પણ મીઠી નથી રાખતાં. અને કેટલાકો દે છે અને સાથે વાણી પણ મધુરી બોલે છે. હે પએસી! આ ચાર વ્યવહારકોમાં જે દેતો નથી અને વાણીયે મીઠી નથી બોલતો, તે તદ્દન અવ્યહારી છે અને બાકીના ત્રણે વ્યવહારના જાણકાર છે. હે પએસી ! એ રીતે તું પણ વ્યહારી છે. કાંઈ અવ્યવહારી નથી. [૭૩]પએસી બોલ્યોઃ - હે ભંતે ! તમે દક્ષ છો, બુદ્ધ છો, વિજ્ઞાની છો, તો જેમ કોઈ આમળાને હથેળીમાં બતાવે, તેમ તમે મને જીવને ન બતાવી શકો ? રાજા પએસીએ એ પ્રશ્ન કર્યો તેટલામાં તેની પાસેજ જોરથી વાયુ વાવા લાગ્યો, તેથી તૃણ અને વનસ્પતિઓ બધું હાલવા લાગ્યું, કંપવા લાગ્યું, પરસ્પર અથડાવા લાગ્યું અને નવા નવા આકારે ઊડવા લાગ્યું. તે વખતે લાગ જોઈને કેશી મુનિએ રાજા પએસીને કહ્યું કે હે પએસી! જે આ તૃણો અને વનસ્પતિઓ કંપે છે તે તો તું જાએ છે ને? તો શું એને કોઈ દેવ હલાવે છે? દાનવ, નાગ, કિન્નર, ઝિંપુરુષ, મહોરગ કે ગાંધર્વ હલાવે છે? પએસી બોલ્યો - હે ભંતે ! એ તૃણ વગેરેને તો વાયુજ હલાવે છે, પણ કોઈ દેવ દાનવ કે કિનર હલાવતો નથી. – હે પએસી! કામ,રાગ મોહ, વેદ, વેશ્યા અને શરીરને ધારણ કરનારા એ વાયુને તું જોઈ શકે છે?પએસી –ના, ભંતે! તેને જોઈ શકતો નથી. કેશી –પધારી, દેહધારી, મોહી અને રાગી એવા વાયુને પણ તું જોઈ શકતો નથી, તો ઈદ્રિયાતીત એવા જીવને હું તને શી રીતે બતાવી શકું? પએસી! ખરી વાત તો એ છે કે, જે મનુષ્ય રાગદ્વેષથી પર છે, તે ધમતિ કાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય અશરીરીજીવ પરમાણુપદૂગલ શબ્દ ગંધ વાયુ એ આઠ પદાર્થોને સારી રીતે જાણી શકે છે સમજી શકે છે અને આ જિન થશે કે નહિ આ બધાં દુઃખોનો નાશ કરશે કે નહિ?' એ બે હકીકતોને પણ તેજ જાણી શકે છે. અર્થાતુ. વીતરાગ મનુષ્ય એ દસ બાબતોને સારી રીતે જાણી શકે છે, માટે હે પએસી! તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી. [૭૪] પએસી બોલ્યો -હેં ભંતે! હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે? હે પએસી ! હા, તે બન્નેના જીવ એક સરખા છે. હે ભંતે! હાથી કરતાં તો કંથવો અલ્પ કર્મવાળો અલ્પ ક્રિયાવાળો અને અલ્પ આસ્ત્રવવાળો છે તથા કંથવાના આહાર, નિહાર, Page #428 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૪ ૪૨૫ શ્વાસોચ્છવાસ, બળ, વીર્ય અને ઘુતિ વગેરે પણ અલ્પ છે, અને એથી ઉલટું, એ બધું કિંથવા કરતાં હાથીમાં વધારે છે, આમ હાથીમાં અને કંથવામાં આસમાન જમીન જેટલો ચોકખો ભેદ જણાય છે છતાંય હે ભંતે! તમે એમ કેમ કહો છો કે હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે? કેશી કુમાર બોલ્યા - હે પએસી! તું એમ ધાર કે ધુમ્મટદાર અને શિખરાકાર એક મોટી ઓરડી હોય, તેમાં કોઈ પુરુષ દીવો લઈને પેસે અને પછી એ તો ઓરડીનાં બધા બારી બારણાં બરાબર બંધ કરી દે અને એનાં બધાં છિદ્રો છાંદી દે, તો એ દીપકનો પ્રકાશ, એ આખીએ ઓરડીને અજવાળશે પણ બહારના ભાગને નહિ અજવાળે; કેમ ખરુંને? એ રીતે, એ દીપક ઉપર કોઈ મોટો થાળ ઢાંકે અથવા મોટું ડાલું ઢાંકે, તો તે દીપકનો પ્રકાશ તે તે ઢાંકણના અંદરના ભાગને પ્રકાશશે પણ બહાર નહિ પ્રકાશે, અથતિ બધે દીપક તો એકજ છે પણ તે મોટા ઢાંકણ નીચે હોય તો વધારે ભાગમાં પ્રકાશે છે અને નાના ઢાંકણ નીચે હોય તો ઓછા ભાગને પ્રકાશે છે તેમ આ જીવ પણ જેવડા-મોટા કે નાના-શરીરને મેળવે છે, તેવડા શરીરના બધા ભાગોને પોતાના અસંખ્ય આત્મપ્રદેશોદ્વારા સચિત્ત કરી શકે છે, પછી ભલેને શરીર મોટામાં મોટું હોય કે નાનામાં નાનું હોય, માટે હે પએસી! તું એમ સમજ કે હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે અને તું એમ પણ માન કે જીવ અને શરીર જુદાં છે પણ એક નથી. 9િપ7રાજા બોલ્યોઃ- હે ભંતે ! “જીવ અને શરીર એક છે' એવું હું કાંઈ એકલોજ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમજ સમજતા આવ્યા છે, એટલે મારી એ સમજ કુલપરંપરાની સમજ છે, બહુપુરુષપરંપરાથી ચાલી આવેલી છે, તો હું ભંતે! મારા કુલની એ દષ્ટિને હું શી રીતે છોડી શકું? કેશી શ્રમણ બોલ્યા - હે પએસી! તારી એ સમજને તું નહિ બદલાવીશ, તો પેલા લોઢાનો ભારો નહિ છોડનારા કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે. રાજા બોલ્યો - ભંતે ! લોઢાનો ભારો નહિ છોડનારો કદાગ્રહી પુરુષ વળી કોણ હતો અને તેને પસ્તાવું કેમ પડયું? કેશી કુમાર બોલ્યા :-પએસી! કેટલાક ધનાર્થી લોકો વિપુલ કરીયાણાં ભરીને અને સાથે ઘણું બધું ભાતું લઈને, જ્યાં કોઈ આવેલું નહિ એવી એક મોટી લાંબી અટવીમાં જઈ ચડ્યા. ત્યાં કોઈ એક સ્થળે પહોંચતાં તેમણે જેમાં ઘણું લોઢું દટાએલું છે એવી એક મોટી લોઢાની ખાણ જોઈ. ખાણને જોતાંજ ખુશીમાં આવી જઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આ લોઢું આપણને વિશેષ ઉપયોગી છે, માટે તેને ભારા બાંધી લઈ જવું સારું છે. એમ વિચારી તેઓ લોઢાના ભારા બાંધી તેમને ઉંચકી એજ અટવીમાં આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં, જેમાં ઘણું સીસું ભરેલું છે એવી એક મોટી સીસાની ખાણ તેમના જોવામાં આવી. થોડાક પણ સીસાના બદલામાં લોઢું ઘણું મળે છે, માટે લોઢા કરતાં સીસાને બહુમૂલ્ય સમજી તેઓએ લોઢાના ભારાને પડતા મૂકી સીસાના ભારા બાંધવાનો વિચાર કર્યો અને એના ભારા બાંધ્યા પણ ખરા. પરંતુ તેમાના એક સાથીએ સીસાને બહુમૂલ્ય સમજવા છતાં લોઢાના ભારાને પડતો મૂકી સીસાનો ભારો ન જ બાંધ્યો. એ બાબત તેને બીજા સાથીઓએ ઘણું ઘણું સમજાવ્યું તોય તે એકનો બે ન થયો. ઉલટું તેણે એમ કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! લોઢાનો આ ભારો હું ઘણા દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધેલો છે, માટે એને મૂકીને સીસાનો ભારો બાંધવાનું મારું મન નથી. પછી તો તેઓ બધા સીસાના ભારાને ઉંચકી એ Page #429 -------------------------------------------------------------------------- ________________ સરક રાયપ્પસેબ્રિયં – (૭૫) અટવીમાં વળી આગળ વધ્યા. આગળ ચાલતાં ચાલતાં તેઓએ તાંબાની, રુપાની, સોનાની, રત્નની અને વજ્રની મોટી મોટી ખાણો જોઈ. એઓએ તો જેમ જેમ બહુમૂલ્ય વસ્તુઓ મળતી ગઈ, તેમ તેમ ઓછી કીંમતવાળી વસ્તુઓ છોડી દીધી અને આખરે તેઓએ વજના ભારા બાંધી તેમને ઉંચકી પોતાના દેશમાં પોતપોતાના નગર ભણી જવાને પ્રયાણ કર્યું. નગરમાં પહોંચી, ભારે ભારે આણેલાં વજોને વેચી, તેઓ બધા ન્યાલ ન્યાલ થઈ ગયા. તેઓએ આઠ તળવાળા મોટા મોટા મહાલયો બંધાવ્યા, ઘણાં દાસ દાસીઓ ગાયો અને ઘેટાં વગેરેને આંગણે વસાવ્યાં અને એ મહાલયોમાં બિરાજી તેઓ તરુણીઓથી ભજવાતાં બત્રીશ પ્રકારનાં નાટકો, તેમનાં ગાન નાચ જોતાં જોતાં આનંદપૂર્વક રહેવા લાગ્યા.ત્યારે પેલો લોઢાના ભારાને ઉંચકી લાવનાર સાથી લોઢું વેચી ઘણું ઓછું કમાયો અને તેમના એ સાથીઓનો વૈભવ જોઈ પોતાની જાતને નિંદવા લાગ્યો : હું કેવો હીનપુણ્ય છું, કેવાં માઠાં લક્ષણવાળો છું, મેં સાથીઓનું કહેવું છેવટસુધી કાને નજ ધર્યું અને એક મારા દુરાગ્રહમાંજ તણાયો. તેમનું કહેવું માન્યું હોત તો આજે હું પણ એમના જેવોજ વૈભવ માણત હે પએસી ! તું પણ તારો દુરાગ્રહ ન છોડીશ, તો એ લોઢાના ભારાળાળા દુરાગ્રહીની પેઠે તારેય પસ્તાવું પડશે અને દીનહીન થવું પડશે. [૬૬] કેશી કુમારનું એ કથન સાંભળી આખરે રાજા પએસીને ભાન આવ્યું અને તેણે કેશી કુમારને વંદન કરીને કહ્યું કે, હે ભંતે ! મારે જરાય પસ્તાવું પડે એવું તો હું નહિ કરું. મારો પૂર્વગ્રહ છોડીને આપની પાસે હું કેવળીભાષિત ધર્મને સાંભળવાની- સમજવાની ઈચ્છા રાખું છું, માટે હવે મારે પેલા લોઢાવાળાની પેઠે પસ્તાવાનું કર્યાં રહ્યું ? કેશી શ્રમણ બોલ્યો :-હે દેવાનુપ્રિય ! સુખ થાય તેમ કર, પણ સારા કામમાં પ્રતિબંધ ન આવવા દે. રાજાની જિજ્ઞાસાવૃત્તિ જોઈ કેશી શ્રમણે જેમ ચિત્ત સારથિને ધર્મકથા કહી સંભળાવી ગૃહિધર્મ સમજાવ્યો હતો, તેમ રાજા પએસીને પણ તેમણે ધર્મકથા કહી ગૃહિધર્મની સમજણ આપી અને રાજાએ ગૃહિધર્મ સ્વીકારી પોતાની સેયવિયા નગરી પાછો ગયો. [9] શ્રમણ બોલ્યા : પએસી ! કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ત્રીજા ધર્માચાર્ય એ ત્રણ આચાર્યોના વિભાગને તું જાણે છે અને એ ત્રણેની વિનયપ્રતિપત્તિ કેવી કેવી ક૨ તું વાની હોય છે, તેની પણ તને ખબર છે. પએસી બોલ્યો – હે ભંતે ! હા, એ બધું હું બરાબર જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યનું તલાદિકથી મર્દન કરવું, તેમને હવરાવવા, તેમની પાસે પુષ્પાદિકની સુવાસ ફેલાવવી, વો અને ઘરેણાં ગાંઠાં આપી સારી રીતે શણ ગારવા, આદરપૂર્વક જમાડવા, મોટું પ્રીતિદાન આપવું અને તેમને એવી વૃત્તિ બાંધી આપવી કે જે તેમના પુત્રોના પુત્રો સુધી પહોંચ્યા કરે. અને ધર્માચાર્યને જોતાં તેમને વંદન કરવું, સત્કાર કરવો, દેવતાના ચૈત્યની પેઠે તે મંગળમય આચાર્યની ઉપાસના કરવી તથા તેમને ખાનપાન ખાદિમ સ્વાદિમ વગેરે નિર્દોષ પદાર્થો દ્વારા પ્રતિલાભવા અને પીઠ પાટિયાં શય્યા સંથારો વગેરે લઈ જવા નિમંત્રિત કરવા. હે પએસી ! તું એમ સમજે છે ત્યારે અત્યારસુધી મારી સામે તેં જે પ્રતિકૂળ વર્તન ચલાવ્યું છે તેની માફી માગ્યા વિના નગરી ભણી જવાને આટલો બધો ઉતાવળો કેમ થયો છે ? હે ભંતે ! અત્યારસુધી હું આપની પ્રતિકૂળ વોં છું એ ખરું, પણ એ વિષે મેં એવો વિચાર કર્યો છે કે આવતી કાલે પ્રભાતનો પહોર થતાંજ મારા બધા પરિવાર સાથે અહીં આવી આપને વંદન માફી માગું. આમ કહી રાજા પએસી પોતાને સ્થાને પહોંચી ગયો Page #430 -------------------------------------------------------------------------- ________________ . સત્ર-૭૭ ૪૨૭ અને સવાર થતાં જ એ રાજા રાજા કોણિકની પેઠે મોટા આડંબર સાથે પાંચ અભિગમ પૂર્વક કેશી શ્રમણ પાસે આવ્યો અને તેમને વાંદી નમી પોતાની અવિનય સંબંધી વિશેષ નમ્રતાપૂર્વક ક્ષમા માગી. કેશી શ્રમણે એ રાજા પએસીને તેની રાણી સૂર્યકાંતાને તથા તેની સાથેની મોટી સભાને ધર્મદેશના કહી સંભળાવી. ધર્મદેશના સાંભળી પોતાને સ્થાને જવાની ત્વરા વાળા રાજાને કેશી કુમારે કહ્યું ઃ- હે પએસી ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો પહેલાં પહેલાં તો રમણીય લાગે છે પણ પછી અરમણીય થઈ જાય છે, તેમ તું પહેલાં રમણીય થઈ પછી અરમણીય ન થતો. પએસી બોલ્યો :- હે ભંતે ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો એ પહેલાં પહેલાં તો રમણીય લાગે છે અને પછી અરમણીય થઈ જાય છે, તે વળી કેમ ? કેશી બોલ્યા :- પએસી ! સાંભળ. વનખંડ જ્યાંસુધી પત્રવાળા ફૂલવાળો ફળવાળો અને ઘટાદાર છાયાવાળો લીલોછમ હોય છે ત્યાં સુધી રમણીય લાગે છે અને જ્યારે તેનાં પાંદડાં ખરી પડે છે, ફૂલો કરમાઈ જાય છે, ફળો નથી હોતાં, તેમ તે સૂકો ખંખ થઈ જાય છે, ત્યારે બીહામણો લાગે છે. નૃત્યશાળામાં જ્યારે નાચ ચાલતો હોય, ગાણાં ગવાતાં હોય, વાજાં વાગતાં હોય અને લોકો હસતા રમતા હોય ત્યારે તે રમણીય લાગે છે અને જ્યારે નાચ બંધ હોય, ગાણાં ન ચાલતાં હોય, વાજાં ન વાગતાં હોય અને તેમાં એક પણ માણસ ન ફરકતું હોય, ત્યારે તે સૂનકાર સ્થાન જેવી બીહામણી જણાય છે શેરડીના વાઢમાં ચિંચોડા ચાલતા હોય, શેરડી પીલાતી હોય, લોકો તેનો રસ પીતા હોય, કોઈ તેને લેતા હોય કે દેતા હોય, ત્યારે તે વાઢ ભર્યો ભર્યો- રમણીય લાગે છે, પણ જ્યારે તેમાં ચિચોડા બંધ હોય, શેરડી ન પીલાતી હોય, એક ચકલું ય ન ફરકતું હોય, ત્યારે તે ખાવા ધાય છે - અળખામણો દીસે છે. ખોળના વાડામાં જ્યારે ઘાણીઓ ચાલતી હોય, તલ પીલાતા હોય, લોકો ભેગા થઈને સાની ખાતા હોય, એક બીજા પરસ્પર સાનીને લેતા દેતા હોય, ત્યારે તે રમણીય જણાય છે, પણ જ્યારે ઘાણીઓ જ બંધ હોય, કોઈની અવરજવર ન હોય, ત્યારે તે અરમણીય ભાસે છે. તેમ હે પએસી ! તું પહેલાં રમણીય થઈને પછી પાછળથી અરમણીય ન થતો. રાજા પએસી બોલ્યો :-હે ભંતે ! તમે જણાવેલાં ઉદાહરણોની પેઠે હું પહેલાં રમણીય થઈ પછી અરમણીય નહિ થઉં. મેં તો એવો વિચાર કર્યો છે કે હાલ મા તાબામાં સેયવિયા પ્રમુખ જે સાત હજાર ગામો છે તેના ચાર ભાગ પાડું ઃ એક ભાગ રાજ્યની વ્યવસ્થા અને રક્ષણ માટે બલવાહનને સોંપું, એક ભાગ કોઠાર માટે રાખું, એક ભાગ અંતઃપુરની રક્ષા તથા નિર્વાહ માટે દઉં અને એક ભાગની પેદાશમાંથી એક મોટી કૂટગારશાળા બનાવું, તેમાં અનેક પુરુષોને પગારદાર, ભાડે રોકી ખાન પાન ખાદિમ સ્વદિમ તૈયા૨ કરાવું અને એ બધું અનેક શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુ તથા પ્રવાસી વટેમાર્ગુઓ વગેરેમાં વહેંચાવું, તથા હું શીલ વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યા ખ્યાન અને પોષધોપવાસદ્વારા જીવનયાપન કરતો રહું. હે ભંતે ! મારી આ ધારણા છે. [૭૯]એમ કહી તે રાજા પોતાના પરિવાર સાથે કેશી મુનિને વાંદી નમી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. નગરીમાં આવી રાજાએ જે ધારણા કેશી મુનિને નિવેદી હતી, તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી અને પોતે પણ તે રીતે આચરવા લાગ્યો. [૮૦] હવે તો રાજા પએસી શ્રમણોપાસક થયો, જીવ અજીવ વગેરે તત્ત્વોનું તેને Page #431 -------------------------------------------------------------------------- ________________ રાયપ્પસેણિયું - (૮૦) ૪૨૮ ભાન થયું, એ પ્રવૃત્તિ સર્વની જેમ ઓછી બને અને સંવરમાં જેમ અધિક રહેવાય તેમ તે વર્તવા લાગ્યો, એટલે રાજ્ય, રાષ્ટ્ર, બળા, વાહન, ભંડાર, કોઠાર, ગામ નગર અને અંતઃપુર તરફ તેનું ધ્યાન આપોઆપ ઓછું રહેવા લાગ્યું. [૮૧] જ્યારથી રાજા પએસીનું ધ્યાન રાજ્યકારભાર અને વિષયોપભોગો તરફ ઓછું રહેવા લાગ્યું-ઓસરવા લાગ્યું, ત્યારથી તેની રસીલી રાણી સૂર્યકાંતાને એવો વિચાર થયો કે હવે કોઈ શપ્રયોગ, અગ્નિપ્રયોગ, મંત્રપ્રયોગ કે વિષપ્રયોગદ્વારા રાજા પએસીને ઠેકાણે કરવો જોઈએ, મારે વિવિધ વિષયોપભોગોમાં રસ લેતાં લેતાં રાજ્યશ્રીને સંભાળતા રહેવું જોઈએ. તેણીએ આ પોતાનો સંકલ્પ રાજકુમાર સૂર્યકાંતને સૂચવ્યો અને રાજાને મારી નાખી તેને રાજ્યસિંહાસન આપવાનું જણાવ્યું. રાજકુમાર સૂર્યકાંત પોતાની માતાના તેવા ક્રૂર વિચારમાં સંમત ન થયો અને તે બાબત કશો ઉત્તર ન આપતાં મૌન જ રહ્યો. પોતાના એ વિચારમાં રાજકુમારની અસંમતિ જાણી તેણીને એમ થયું કે રખેને રાજકુમાર તેના આ રહસ્યનો ભેદ ફોડી નાખે અને રાજાને બધું કહી દે. આમ વિચારી તેણી રાજા પએસીને મારવાનો લાગ શોધવા લાગી, તેનાં છિદ્રો જોવા લાગી અને હવે તેને શીઘ્ર મારી નાખવાની બાબતમાં સાવધાન રહેવા લાગી. ન એકવાર લાગ મળતાં જ તેણીએ રાજા પએસીના ખાનપાનમાં, તેને પહેરવાનાં વસ્ત્રોમાં, સુંઘવાની માળાઓમાં અને તેના શણગારનાં ઘરેણાંઓમાં વિષ ભેળવ્યું. નાહી ધોઈ લિકર્મ કરી જેવો રાજા રસવતી શાળામાં જમવા આવ્યો, તેવું જ તેને તેણીએ વિષમય ભોજન પીરસ્યું, વિષમય વસ્ત્રો પહેરાવ્યાં, વિષમય માળાઓ આપી અને વિષમય શણગાર સજાવ્યો. એમ થતાં રાજા પએસીના શરીરમાં તીવ્ર વસમી વેદના ઊપજી અને વિષમ પિત્તજ્વરનું જોર વ્યાપતાં, નહિ સહી શકાય તેવી ભારે બળતરા થવા લાગી. રાજા તો સમજી ગયો કે પોતે રાણીના કાવતરાથી ઠગાયો છે, છતાં તેણે રાણી ઉપર લેશ પણ રોષ ન આણતાં પોષધશાળા તરફ જવાનો મનસુબો કર્યો. ત્યાં જઈ તેને પૂંજી પ્રમાર્જી તથા શૌચની અને લઘુશંકાની જગ્યાને તપાસી પછી તે પૂર્વાભિમુખ થઈ ડાભના સંથારામાં પથંકાસને સ્થિર બેઠો અને હાથ જોડી માથું નમાવી આ પ્રમાણે બોલ્યો ઃ અરહંત ભગવંતોને નમસ્કાર. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી કુમાર શ્રમણને નમસ્કાર. અહીં રહી તેમને વંદન કરતા મને ભગવંત કેશી કુમારજી જુઓ, હું તેમને વારંવાર વાંદું છું- નમું છું. મેં પહેલાં એ મારા ધર્માચાર્ય પાસેથી સ્થૂલ પ્રાણાતિપાત વગેરેના ત્યાગથી પ્રતિજ્ઞાઓ લીધી હતી અને હમણાં પણ તેમની જ સાક્ષીમાં સર્વ પ્રકારના પ્રાણતિપાત વગેરેના ત્યાગનો નિયમ લઉં છું, નહિ કરવા જેવું બધું કાર્ય તજી દઉં છું અને જીવતાંસુધી ચારે પ્રકારના આહારનો પણ પરિત્યાગ કરું છું. વળી, આ શરીર જે મને અત્યંત વહાલું છે તેને પણ છેલ્લા શ્વાસોચ્છ્વાસ ચાલતાં સુધી વોસરાવી દઉં છું. એમ કરીને તે રાજાએ પોતાના સારાં નરસાં બધાં કાર્યોની આલોચના કરી, પ્રતિક્રમણા કરી અને તેણે કાલ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૌધર્મકલ્પના સૂર્યભવિમાનમાં સૂર્યભ દેવરુપે અવતાર મેળવ્યો. તે ત્યાં હમણાં તાજો ઉત્પન્ન થયેલો સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓદ્વારા શરીરાદિકની પૂર્ણતા મેળવે છે, તો હે ગૌતમ ! આ સૂભદેવે એ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવશક્તિ અને દિવ્ય દેવપ્રભાવ એ રીતે મેળવેલાં છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૮૧ ૪૨૯ | [૮૨હે ભગવનુસૂિર્યાભદેવની જીવનસ્થિતિ કેટલાકળસુધીનીજણાવેલી છે ?હે ગૌતમ ! તેની આયુષ્યમદિ ચાર પલ્યોપમની કહેલી છે. હે ભગવન્! તે સૂયભદેવ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી કયાં જવાનો-કયાં જન્મ લેવાનો? હે ગૌતમ ! સૂયભિદેવ, તેનો દેવત્વકાળ પૂરો થતાં મહાવિદેહવર્ષમાં જન્મ લેવાનો. મહાવિદેહવર્ષમાં જે કુળો આત્ર્ય છે, દિપ્ત છે, લેવડદેવડના વ્યાપારમાં કુશળ છે, જેમની પાસે ભવન, શયન, આસન, યાન, વાહન, ધન, સોનું અને શું વિશેષ છે, ખાનપાનની સગવડ અધિકાધિક છે, દાસ દાસીઓ ગાય અને ઘેટાં ઘણાં છે, એવા પ્રસિદ્ધ અને કોઈથી પરાભવ ન પામનારાં કુળોમાં તે સૂયભદેવ પુત્રપણે અવતરશે.એ પુત્રપણે ગર્ભમાં આવતાં જ તેનાં માતા પિતાની ધર્મમાં દઢતા થશે. પૂરા નવ માસ અને સાડા સાત દિવસ જતાં તે બાળકનો ત્યાં જન્મ થયા પછી પહેલે દિવસે તેનાં માતાપિતા બાળકના જન્મનો ઉત્સવ કરશે, ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્રનાં દર્શન કરશે, છ દિવસે ધર્મ જાગરણ ઊજવશે, એમ અગ્યાર દિવસ વીતી જતાં અને બારમો દિવસ આવતાં બાળકના જન્મનું સૂતક કાઢી નાખશે, પછી બધે લપઝુંપણ કરી ભોજનની વિપુલ સામગ્રી તૈયાર કરાવશે અને પોતાનાં સગાં સંબંધી મિત્ર જ્ઞાતિજન સ્વજન પરિજન વગેરેને આમંત્રી હાઈ ધોઈ બલિકર્મ કરી બધાં સાથે બેસીને ભોજનમંડપમાં ભોજન કરશે. પછી તે પુત્રનાં માતાપિતા, વસ્ત્ર ગંધ માલા અને અલંકારવડે આમંત્રિત જનોનો સત્કાર કરશે, સન્માન કરશે અને તેઓની સમક્ષ એમ કહેશે કે આ બાળક તેની માતાની કુક્ષિમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢ પ્રતિજ્ઞાવાળાં થયાં છીએ, માટે અમે તેનું “દઢપ્રતિજ્ઞ” એવું યથાર્થ નામ પાડીશું. એ પ્રકારે નામસંસ્કાર થયા બાદ સમય આવતાં બાળકનાં માતાપિતા તેના પ્રજનનક પ્રતિવધપક પ્રચંક્રમણ કર્ણવેધ સંવત્સઅતિ લેખ અને ચૂલોપનયન વગેરે બધા સંસ્કારો કરશે. [૮૩]તેઓ પોતાના પુત્રના લાલનપાલન માટે પાંચ ધાત્રીઓની યોજના કરશે? એક બાળકને ધવરાવનારી, બીજી હવાડવનારી, ત્રીજી શણગારનારી, ચોથી ખોળા માં લઈ ફરનારી અને પાંચમી રમાડનારી. એ ઉપરાંત ત્યાં ઘરકામ માટે રોકવામાં આવેલી, પોતપોતાના દેશનો પોષાક પહેરનારી, ઈગિત ચિંતિત અને પ્રાર્થિતને સમજ નારી, એવી દેશવિદેશની બીજી પણ અનેક કુશળ દાસીઓ દ્વારા અને અંતઃપુરના રક્ષણ માટે યોજાએલા વર્ષધરો કંચુકીઓ તથા મહત્તરો દ્વારા તે બાળકનું ઘણી સારી રીતે લાલન પાલન થશે; કોઈ તે બાળકને હાથોહાથ ફેરવશે, કોઈ તેની પાસે નાચશે, કોઈ તેનાં ગીત ગાશે, કોઈ તેને બચી લેશે, એ પ્રકારે અનેક રીતે લાલિત પાલિત થતો તે બાળક ચંપાના છોડની જેમ સુખે સુખે દિનદિન વૃદ્ધિ પામશે. [૮૪]પુત્રને નવમું વરસ બેસતાં તેનાં માતાપિતા, નવરાવી બલિકમ કરાવી સારી રીતે શણગારી શુભ મુહૂર્તમાં મોટા ઉત્સવ સાથે કલાચાર્ય પાસે કલાઓ શીખવા મોકલશે. કલાચાર્ય બહોંતેર કળાઓને પ્રયોગ સાથે શીખવાડી માતાપિતા પાસે તે પુત્રનું ઉપનયન કરશે. દઢપ્રતિજ્ઞનો કલાઓ સંબંધી અભ્યાસ જોઈ માતાપિતા કલાચાર્ય ઉપર ખુશ થશે અને વિશિષ્ટ ખાનપાન વસ્ત્ર ગંધ માલા અલંકારોવડે કલાચાર્યનો સત્કાર કરશે તથા જીવનપર્યંત ચાલે તેવું વિપુલ પ્રીતિદાન દઈ તેમને વિસર્જિત કરશે. બહોંતેર કલાનિયું. અઢાર દેશીભાષાવિશારદ, ગીતનૃત્યરસિક, નાટ્યકળાકોવિદ, એવો દઢપ્રતિજ્ઞ યૌવનમાં આવતાં તેનાં માતાપિતા તેને ભોગસમર્થ જાણી એમ કહેશે કે, Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ રાયણસેવિયં-(૮૪) હે ચિરંજીવ ! તું યુવાન થયો છે માટે હવે તું કામભોગોની આ વિપુલ સામગ્રીને ભોગવ. દઢપ્રતિશ પોતાનાં માતાપિતાને વિનયપૂર્વક જણાવશે કે, હે માતાપિતા ! ભોગોની એ સામગ્રીમાં મને જરાય રસ નથી. જેમ કમળ પંકમાં પેદ્ય થાય છે અને પાણીથી વધે છે, છતાં પંક કે પાણીથી લેપાતું નથી, તેમ કામોમાં પેદા થએલો અને ભોગોમાં વધેલો એ દઢપ્રતિજ્ઞા તે કામભોગોથી જરા પણ લેવાશે નહિ. પણ તથા ઉત્તમ સ્થવિરો પાસેથી બોધિજ્ઞાનને મેળવશે અને અગારને ત્યજી મુંડ થઈ અનગાર ધર્મનો સ્વીકાર કરશે. પછી તો તે પૂર્ણ અહિંસા સત્ય ત્યાગ તપ અને સદ્ધર્તનના તેજથી ચમકશે અને છેવટે ઉત્તમોત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર આર્જવ માર્દવ લઘુતા ક્ષમા નિલભતા વગેરે ગુણોથી અધિકાધિક દીપતો તે, અનુત્તર અનંત નિરા વરણ નિવ્યઘિાત એવા કેવળજ્ઞાન અને કેવળ-દર્શનને પામશે. તે દઢપ્રતિજ્ઞ અહંનું જિન ભગવાન કેવળી કહેવાશે અને જેમાં દેવો મનુષ્યો તથા અસુરો રહે છે એવા સમસ્ત લોકના પયયને જાણશે, અથવું તે, પ્રાણીમાત્રનાં આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવ, વગેરેને જાણશે, તેમનું પ્રકટ કર્મ કે ગુપ્ત કર્મ એ બધું કળી શકશે, તેમનું ખાધેલું પીધેલું અને ભોગવેલું સમજી શકશે. એવો તે દઢપ્રતિજ્ઞ અહંનું સર્વ લોકના સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા જોતા પૃથ્વીતળ ઉપર વિહરશે. એ પ્રકારે બહુ વર્ષ વિહરતા તે પોતાના આયુષ્યનો અંત નિકટવર્તી જાણી ઘણા દિવસોનું અનશન લેશે અને જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ, મુંડભાવ, કેશલોચ, બ્રહ્મ ચર્યધારણ, અસ્નાન, અદંતધાવન, અણુવહાણગ, ભૂમિશય્યા, કાાસનનો આશ્રય ભિક્ષામાટે પરગૃહપ્રવેશ, માનાપમાન સહન, લોકનિંદા વગેરે ઘણું આકરું. કષ્ટ સહવું પડે છે તથા ન ખમી શકાય તેવા જાત જાતના બાવીશ પરીષહો ખમવા પડે છે, તે સાધ્યની સિદ્ધિ મેળવશે, અથતુ તે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોના અંતને કરશે-પરિનિવણિ પામશે. [૮૫]હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમી, સંયમ અને તપવડે આત્માને વાસિત કરતા વિહરે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! - રાયપ્યસેણિયગુર્જરછાયાપૂર્ણ ઉપાંગર-ગુર્જરછાયાપૂર્ણ Page #434 -------------------------------------------------------------------------- ________________ Shanno reht 11-2NA Hlclke 116C સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ | ॐ नमो अभिनव नाणस्स 1-1715K 113 Hlcllcc