________________
૧૪
નાયાધમ્મ કલાઓ - ૧/-/૧૮/૨૦૮ કાઓ, કુમારો, કુમારિકાઓમાંથી કેટલાકની કોડીઓ, વર્તક, આલોડિયા, દડા, કપડા અને સાડોલ્લક,આભરણ,માળા,અલંકાર હરણ કરી લેતો. કોઇને આક્રોશ વચન કહેતો, કોઈની મશ્કરી કરતો, કોઇને ઠગી લેતો, કોઈની ભર્જના કરતો, કોઇની તર્જના કરતો અને કોઈની તાડના કરતો. ત્યારે તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓ રોતાં,અનેપોતાનામાતા-પિતાને ચિલાત દાસનીકરતૂત-વાત કરતાં હતાં. ત્યારે તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ કુમારો, કુમારિ કાઓના માતા-પિતા ધન્ય સાર્થવાહની પાસે આવતા આવીને ધન્ય સાર્થવાહની પાસે ખેદ ભરેલા વચનોથી, ગુસ્સાના વચનથી, ઠપકા ભરેલા વચનથી, ખેદ પ્રગટ કરતા હતા, રોતા હતા અને ઉપાલંભ આપતા હતા અને ધન્ય સાર્થવાહને આ વૃત્તાન્ત કહેતા હતા.
ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચિલાત દાસ ચેટકને આ વાતને માટે વારંવાર ના પાડી રોક્યો, પરંતુ ચિલાત દાસચેટક તે માનતો નહીં. ધન્ય સાર્થવાહના રોકવા પર પણ તેમ કરતો રહ્યો. ત્યારે તે માતા-પિતા અત્યન્ત ક્રોધિત થયા, યાવત્ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યાં. પહોંચીને ઘણાજ ખેદ યુક્ત વચનોથી તેઓએ તે વાત તેમને કહી. ત્યારે તે ધન્ય સાર્થવાહ તે ઘણા છોકરાઓ, છોકરીઓ, બાળકો, બાલિકાઓ, કુમાર અને કુમારિકાઓના માતા-પિતાની આ વાત સાંભળીને અતીવ કુપિત થયો તેણે ઊંચા-નીચા આક્રોશ વચનોથી ચિલાત દાસચેટકનેઆક્રોશ વચન કહ્યા.ભર્ત્યના કરી, ધમકી આપી, તર્જના કરી, ઊંચી-નીચી તાડના ઓથી તાડના કરી અને તેણે પોતાના ઘરેથી બહાર કાઢી મૂક્યો.
[૨૦૯] ત્યારે ધન્ય સાર્થવાહના ઘરેથી કાઢી મૂકાયેલ તે ચિલાત દાસચેટક રાજ ગૃહ નગરમાં, શ્રૃંગાટકોમાં યાવત્ પંથોમાં અર્થાિત્ ગલી-ગલીમાં, દેવાલયોમાં સભાઓમાં, પરબો પાણગૃહમાં, જુગારી લોકોના અડ્ડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં, તથા મદ્યપાન ગૃહોમાં સુખપૂર્વક ભટકવા લાગ્યો અને વધવા લાગ્યો. ત્યાર પછી તે દાસચેટક ચિલાતને કોઇ હાથ પકડીને રોકનાર તથા વચનથી રોકનાર ન રહ્યું, તેથી તે નિરંકુશ બુદ્ધિવાળો, સ્વેચ્છાચારી, મદિરાપાનમાં, ચોરી કરવામાં, માંસભક્ષણોમાં, જુગા૨માં, વેશ્યામાં, તથા પરસ્ત્રીઓમાં પણ આસક્ત થઇ ગયો. તે સમયે રાજગૃહ નગરથી ન અતિદૂર કે ન અતિ નજીક પ્રદે શમાં, દક્ષિણ પૂર્વ દિશામાં, સિંહગુફા નામની એક ચોર પલ્લી હતી. તે પલ્લી વિષમ ગિરિનિતંબના પ્રાંત ભાગમાં વસેલી હતી. વાંસની ઝાડી ઓના પ્રાકારથી ઘેરાયેલી હતી. અલગ-અલગ ટેકરીઓના પ્રપાત રૂપી પરિખાથી
યુક્ત હતી, તેમાં જવા આવવા માટે એક જ દ્વાર હતું, પરંતુ ભાગી છૂટવા માટે નાનાનાના અનેક દરવાજા હતા. જાણકાર જ તેમાંથી નીકળી શકતા અને પ્રવેશ કરી શકતા. તેની અંદર જ પાણી હતું. તે પલ્લીની બહાર નજીકમાં પાણી મળવું અત્યંત મુશ્કેલ હતું. ચોરેલા માલને પાછો છીનવવા માટે આવેલી સેના પણ તે પલ્લીનું કંઇ બગાડી ન શકતી એવી હતી તે ચો૨પલ્લી !
તે સિંહનામની ચોરપલ્લીમાં વિજય નામનો ચોરસેનાપતિ રહેતો હતો. તે અધાર્મિક યાવતું અધર્મની ધ્વજા હતો. ઘણા નગરોમાં તેનો યશ ફેલાયો હતો. તે શૂર હતો, દૃઢ પ્રહાર કરનાર, સાહસી, શબ્દવેધી હતો તે સિંહગુફામાં તે વિજય ચોર પાંચસો ચોરોનું અધિપતિત્વ ભોગવતો રહેતો હતો. ચોરોનો સેનાપતિ તે વિજય ચોર બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org