________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૮
૧૫
અનેક ચોરોને માટે, વ્યભિચારીઓને માટે, ગાંઠ છોડનારાઓ માટે, સંધિ કરનાર માટે, ખાણ ખોદનાર માટે, રાજાના અપકારિઓને માટે, ૠણિઓના માટે, બાલઘાતકો માટે, વિશ્વાસઘાતિઓ માટે, જુગારિઓ માટે તથા ખંડરક્ષકો માટે, મનુષ્યોના હાથ-પગ આદિ અવય વોનું છેદન-ભેદન કરનારા અન્ય લોકોને માટે કુડંગ સમાન આધાર ભૂત હતો. તે સમયે તે ચોર સેનાપતિ વિજય ચોર રાજગૃહ નગરની બહાર દક્ષિણપૂર્વમાં સ્થિત જનપદને, ગ્રામના ઘાત દ્વારા, નગરની ઘાતદ્વારા, ગાયોનું હરણ કરીને, લોકોને કેદ કરીને, પથિકોને મારકૂટ કરીને તથા ગાબડુ પાડીને પુનઃ પુનઃ ઉત્પીડિત કરતો થકો, લોકોને કેદ કરીને સ્થાનહીન તેમજ ધનહીન બનાવતો રહેતો હતો. ત્યાર પછી રાજગૃહ નગરના ઘણા અભિશંકી, ચૌરાભિચંકી, દારાભિશંકી,ધનિકો અને જુગારિઓ દ્વારા પરાભવ પામેલો તે ચિલાત દાસ ચેટક રાજગૃહ નગરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સિંહગુફા નામની ચો૨ પલ્લી હતી, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને ચોરસેનાપતિ વિજય ચોરની પાસે પહોંચ્યો. પહોંચીને તેના શરણમાં જઇને રહેવા લાગ્યો.
ત્યાર પછી તે દાસચેટક ચિલાતી, વિજય નામક ચોર સેનાપતિની પાસે ખડૂંગ અને યષ્ટિનો ધારક બની ગયો. તેથી જ્યારે પણ તે વિજય ચોરસેનાપતિ ગ્રામનો ઘાત કરવા યાવત્ પથિકોને મારવા-કૂટવા જતો હતો, તે સમયે દાસચેટક ચિલાત ઘણીજ કૂવિય સેનાને હત તેમજ મથિત કરીને રોકતો હતો અને પછી ધન આદિ અર્થને લઇને, પોતાનું કાર્ય કરીને સિંહગુફા ચોરપલ્લીમાં કુશલ પાછો આવી જતો હતો. ત્યારે તે વિજય ચોરસેનાપતિએ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ, ચોરમંત્ર, ચોરમાયા અને ચોર નિકૃતિઓ શિખવાડી દીધી ત્યાર પછી વિજય ચોરસેનાપતિ કોઇ સમયે મૃત્યુને પ્રાપ્ત થયો. ત્યારે તે પાંચસો ચોરોએ મોટા ઠાઠ ઘણાં અને સત્કાર સાથે વિજયચોર સેનાપતિનું નીહરણ કર્યું-શ્મશાનમાં લઇ જવાની ક્રિયા કરી, પછી ઘણા પ્રકારે લૌકિક મૃતકકૃત્ય કર્યા. કરીને સમય વ્યતીત થવા પર તે શોકમુક્ત થયા. ત્યાર પછી પાંચસો ચોરોએ એક બીજાને બોલાવ્યા. ચિલાત ચોરને સિંહગુફા નામક ચોરપલ્લીના સેના પતિ રૂપે અભિષેક કર્યો. ત્યારે તે ચિલાત ચોરસેનાપતિ થઇ ગયો તથા અધાર્મિક યાવત્ થઇને વિચ૨વા લાગ્યો. ત્યાર પછી તે ચિલાત ચોરસેનાપતિ ચોરોનો નાયક યાવત્ કુડંગ ની સમાન ચોરો, વ્યભિ ચારીઓ આદિનો આશ્રયભૂત થઈ ગયો. તે સિંહગુફા નામક ચોરપલ્લીમાં પાંચસો ચોરોનો અધિપતિ થઇ ગયો.
[૨૧૦] ત્યાર પછી ચિલાત ચોરસેનાપતિએ એક વાર કોઇ સમયે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ તૈયાર કરાવીને, પાંચસો ચોરોને આમંત્રિત કર્યા. ત્યાર પછી સ્નાન કરીને બલિકર્મ કરીને, ભોજન-મંડપમાં તે પાંચસો ચોરોની સાથે વિપુલ અશ નાદિ તથા સુરા યાવત્ પ્રસન્ન નામક મદિરાઓનો આસ્વાદ કરવા લાગ્યો. ભોજન કરી લીધા પછી પાંચસો ચોરોનો વિપુલ ધૂપ,પુષ્પ,ગંધ, માલા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું, કહ્યું. દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરમાં ધન્ય નામક ધનાઢ્ય સાર્થવાહ છે. તો હેદેવાનુપ્રિયો આપણે જઇએ અનેધન્યસાર્થવાહનુંઘરલૂંટીએ.તેલૂંટમાં મળેલું વિપુલ ધન, કનકસુવર્ણ યાવત્ શિલા, પ્રવાલ વગેરે તમારું અને સુંસુમા નામની છોકરી મારી રહેશે. ત્યારે તે પાંચસો ચોરોએ ચોર સેનાપતિ ચિલાતની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારે પછી ચિલાત ચોરસેનાપતિ તે પાંચસો ચોરોની સાથે ભીના ચામડા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org