________________
૬૫
કુતસ્કંધ-૧, અધ્યયન-૫ અણગારોની સાથે પ્રધાન, તીવ્ર, પ્રમાદ રહિત અને બહુમાન પૂર્વક ગ્રહણ કરેલ ચારિત્ર અને તપથી યુક્ત થઈને જનપદોમાં વિચરવા લાગ્યા.
[૬૬] તે કાળે અને તે સમયે શૈલેકપુર નામનું નગર હતું. સુભૂમિભાગનામનું ઉદ્યાન હતું. શૈલક ત્યાંનો રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેનો મંડુક નામનો કુમાર હતો તે યુવરાજ હતો તે શૈલેક રાજાને પંથક આદિ પાંચસો મંત્રી હતા. તે ઔત્પત્તિક. આદિ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા અને રાજ્યની ધુરાના ચિંતક પણ હતા. ત્યાર પછી થાવચ્ચપુત્ર અણગાર હજાર મુનિઓની સાથે જ્યાં શૈલેકપુર હતું. જ્યાં સુભૂમિ ભાગ નામનું ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. શૈલક નામના રાજા પણ તેને વંદન કરવા માટે નીકળ્યા. થાવચ્ચપુત્રે ઉપદેશ કર્યો. ધર્મ સાંભળીને શૈલક રાજાએ કહ્યું - જેમ દેવાનુપ્રિયની પાસે ઘણા ઉગ્રંકુલના, ભોગકુળના તથા અન્ય કુળના પુરુષોએ હિરણ્ય સુવર્ણ આદિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી છે, એ પ્રમાણે હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને યાવતુ ધારણ કરીને શ્રાવક બનવા ઈચ્છું છું. યાવતુ તે રાજા શ્રમણોપાસક યાવતુ જીવ અજીવનો જ્ઞાતા થઈ ગયો, યાવતુ પોતાના આત્માને ભાવિત કરતો થકો વિચારવા લાગ્યો. આ પ્રમાણે પંથક આદિ પાંચસો મંત્રી પણ શ્રમણોપાસક થઈ ગયા. ત્યાર પછી થાવસ્યા પુત્રઅણગાર ત્યાંથી વિહાર કરીને જનપદમાં વિચરણ કરવા લાગ્યા.
[૬૭] તે કાળે અને તે સમયમાં સૌગંધિકા નામની નગરી હતી. તે નગરીની બહાર નીલાશોક નામનું ઉદ્યાન હતું તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગરશ્રેષ્ઠી હતા. તે સમૃદ્ધિશાળી હતા, યાવતુ તે કોઈથી પરાભૂત થતા ન હતા.
તે કાળે અને તે સમયે શુક નામનો એક પરિવ્રાજક હતો. તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તથા પષ્ઠિતંત્રમાં કુશળ હતો. સાંખ્યમતના શાસ્ત્રોમાં કુશળ હતો. પાંચ યમો અને પાંચ નિયમોથી યુક્ત દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મનો. દાન ધર્મનો, શૌચ ધર્મનો અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો. ગેરુથી રંગેલા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરતો હતો. ત્રિદંડ, કુણ્ડિકા,મયૂરપિંછનું છત્ર છન્નાલિ અંકુશ, પવિત્રી, આ સાત ઉપકરણો તેના હાથમાં રહેતા હતાં એક હજાર પરિવ્રાજકોથી પરિવત તે શુક પરિવ્રાજક જ્યાં સૌગંધિક નગરી હતી જ્યાં આવસથ હતો, ત્યાં આવ્યો. આવીને પવ્રિાજકોના તેં મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા અને સાંખ્યમત પ્રમાણે પોતાના આત્માને ભાવિત કરતો થકો વિચારવા લાગ્યો. ત્યારે તે સૌગંધિક નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વર આદિ સ્થાનોમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એમ કહેવા લાગ્યા-‘આ પ્રકારે નિશ્ચિતરૂપે શુક પરિવ્રાજક અહીં આવ્યા છે પાવતુ આત્માને ભાવિત કરતા થકા વિચરે છે.” પર્ષદા નીકળી સુદર્શન પણ નીકળ્યો. ત્યાર પછી શુક પરિવ્રાજકે તે પરિષદુને સુદર્શનને તથા અન્ય ઘણા શ્રોતાજનોને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. જેમ-હે સુદર્શન ! અમારો ધર્મ શૌચમૂલક છે તે શૌચ બે પ્રકારનો છે-દ્રવ્યશૌચ અને ભાવશૌચ. દ્રવ્યશૌચ જળથી અને માટીથી થાય છે. ભાવ શૌચ દર્ભથી અને મંત્રથી થાય છે. અમારે ત્યાં જે કોઈ વસ્તુ અશુચિ થઇ હોય તે બધી તત્કાળ પૃથ્વીથી માંજવામાં આવે છે અને પછી શુદ્ધ પાણીથી ધોવાય જાય છે. ત્યારે અશુચિ શુચિ થઈ જાય છે. આ પ્રમાણે નિશ્ચયથી જીવ જળ સ્નાનથી પોતાના આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org