________________
સત્ર-૫૫
૪૧૩ - યક્ષ રાક્ષસ કિન્નર કિંપુરુષ ગરુડ ગાંધર્વ કે મહોરગ વગેરે દેવગણો તેને ચળાવી શકે નહિ. નિગ્રંથ પ્રવચન તરફની તેની બધી શંકાઓ ટળી ગઈ, બધી કાંક્ષાઓ શમી ગઈ અને બધી વિચિકિત્સાઓ ઓસરી ગઈ. તે એ પ્રવચનના મર્મને બરાબર સમજ્યો અને જેમ અસ્થિ મજ્જા પરસ્પર ઓતપ્રોત થઈ રહેલાં છે તેવીજ ઓતપ્રોતતા એ પ્રવચનમાં તેને થઈ ગઈ. હવે તે એમ માનવા લાગ્યો કે આ નિગ્રંથ પ્રવચન પરમાર્થરુપ છે અને બાકી બધું અનર્થરુપ છે. પ્રવચનની આવી આસ્થાને લીધે હવે તે અતિશય દાનશાલી થયો એટલે હવે તેણે પોતાના ઘરના આગળિયા ઉંચા કરી લીધા તેનું શીલ એટલું બધું પવિત્ર બન્યું કે હવે તે કોઈના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશતો તોપણ લેશમાત્ર અપ્રીતિકર નહોતો લાગતો. ચૌદશ આઠમ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં તે પૂરેપૂરો ઉપોસથ પાળતો, નિગ્રંથ શ્રમણોને નિર્દોષ ખાનપાન ખાદિમ સ્વાદિમ પીઠ પાટીયાં શય્યા સંથારો વસ્ત્ર પાત્ર કામળ પગપંછણે અને ઓસડસડ આપતો હતો તથા શીલ વત ગુણ. વિરમણ પ્રત્યાખ્યાન અને પોસથોપવાસ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો અને સાવત્થી નગરીમાં જે જે રાજકીય અને રાજવ્યવહારો હતા તે બધાંને જિતશત્રુ રાજાને સાથે રાખીને તે પોતેજ સંભાળતો રહેવા લાગ્યો.
પિઆમ કેટલાક દિવસો વીત્યા પછી કોઈ એક દિવસે રાજા જિતશત્રુએ એક મહામૂલ્ય ભેટર્ણ તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને રાજાએ કહ્યું કે-હેચિત્ત ! તું સેવિયા નગરીએ જા અને હું આ જે નજરાણું આપું છું તે રાજા પયેસીને નજર કર તથા મારી વતી એમને વિનંતી કરજે કે તેમણે જે મારે યોગ્ય સંદેશો કહી મોકલાવ્યો છે તે મારે મન સાચો અને અસંદિગ્ધ છે. આમ સૂચના આપીને રાજાએ વિશેષ આદરપૂર્વક ચિત્ત સારથિને વિદાય આપી. ચિત્ત સારથિ પણ એ ભેટયું લઈ પોતાને ઊતારે આવી, જવાની તૈયાર કરવા લાગ્યો. જતાં પહેલાં તે નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પહેરી કેશી કુમારશ્રમણ પાસે ગયો. શ્રમણે સારથિને ધર્મોપદેશ કર્યો. ધર્મોપદેશ સાંભળી સારથિ પ્રસન્ન થયો. ઉઠતાં તેણે શ્રમણને વિનંતિ કરી કે – હે ભગવન્! રાજા જિતશત્રની વિદાય લઈ આજે હું સેયવિયા નગરી ભણી રવાના થઉં છું, તો હે ભગવન્! તમે કોઈ વાર સેવિયા નગરી જરૂર પધારો. સેવિયા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને બધી રીતે રમણીય છે, માટે જરૂર તમે ત્યાં પધારવા કૃપા કરશો.
[૫૭] ચિત્ત સારથિના આ કથનનો કેશી શ્રમણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું પણ માત્ર મૌનજ ધરી રાખ્યું. છતાં ચિત્ત સારથિએ તો બીજીવાર અને ત્રીજીવાર પણ સેયવિયા નગરી આવવાનો આગ્રહ કર્યો કર્યો. જ્યારે બે ત્રણવાર સારથિએ આગ્રહભરી વિનંતિ કરી ત્યારે કેશી કુમારશ્રમણ સારથિ પ્રતિ બોલ્યા કે - હે ચિત્ત ! જેમ કોઈ એક લીલોછમ ઠડી છાયાવાળો મોટો વનખંડ હોય, તો તે ચિત્ત! તે વનખંડ, મનુષ્ય પશુ પક્ષી અને સર્પો વગેરેને રહેવાલાયક ખરો? ચિત્ત બોલ્યો-હા જરૂર-એ રહેવાલાયક ખરો. શ્રમણ બોલ્યા-પણ હે ચિત્ત ! એ વનખંડમાં અનેક પ્રાણીઓનું લોહી પીનાર ભીલુંગા નામના પાપશકુનો રહેતા હોય તો એ વનખંડ શું રહેવાલાયક ખરો ? ચિત્ત બોલ્યો - એમ હોય તો એ સારો વનખંડ પણ ઉપસર્ગ દેનારો હોવાથી રહેવાલાયક ન ગણાય. શ્રમણ બોલ્યા-એજ પ્રમાણે, હે ચિત્ત ! તારી સેયવિયા નગરી પણ ભલે ઘણી સારી હોય, છતાં તેનો અધાર્મિક રાજા પસી પ્રજાનો કારભાર સારી રીતે ન ચલાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org