________________
૪૧૨
રાયuસેવિયં- (પ) તે વખતે ત્યાંથી પાછા ફરતા લોકોનો ઘોંઘાટ સાંભળીને ચિત્ત સારથિના મનમાં એમ થયું કે શું આજે આ નગરીમાં ઈદ્ર સ્કંદ રુદ્ર મુકુંદ નાગ ભૂત યક્ષ તપ ચૈત્ય વૃક્ષ ગિરિ ગુફા કૂવો નદી સરોવર કે સમુદ્ર સંબંધી કોઈ ઉત્સવ છે કે જેને લઈને આ ઘણા ઉગ્રો ભોગો રાજન્યો ક્ષત્રિયો ઈક્વાકુઓ જ્ઞાતો કૌરવ્યો બ્રાહ્મણો ભટો યોધો લિચ્છવિઓ મલ્લકિઓ પ્રશાસ્તાઓ ઈભ્યો ઈભ્યમત્રો અને સેનાપતિઓ વગેરે નાહી ધોઈને આવ જા કરી રહ્યા છે. કેટલાક ઘોડે ચડેલા છે. કેટલાક હાથીએ બેઠેલા છે અને કેટલાક ટોળે વળીને પગે ચાલતા આવજા કરે છે લોકોની એ દોડધામવાળી આવજાનું કારણ જાણતા ચિત્ત સારથિએ પોતાના કંચુકી પુરુષને તપાસ કરવા મોકલ્યો, તેણે બરાબર તપાસ કરી ખરા સમાચાર મળતાં જ આવીને ચિત્ત સારથિને વિનયપૂર્વક જણાવ્યું કે - હે દેવાનુપ્રિય! આજે આ નગરીમાં કોઈ ઈદ્ર કે સાગર વગેરેનો ઉત્સવ નથી પણ પાશ્વપિત્ય કેશી કુમારશ્રમણ આ નગરીના કોટ્ટય નામના ચૈત્યમાં આવીને ઊતરેલા છે અને તેમના 'દર્શનાર્થે જવા માટે આ બધી દોડધામ ઘોંઘાટ થઈ રહ્યાં છે. પોતાના સંદેશવાહકે કહેલી
એ હકીકત સાંભળીને ચિત્ત સારથિ ખુશ થયો અને તેને પણ કેશી શ્રમણ પાસે જવાનું મન થયું. એથી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. બલિકર્મ કર્યું. મંગલમય શુદ્ધ વસ્ત્રો પહેર્યો, એક જણે એના ઉપર છત્ર ધર્યું અને એ રીતે તે, રથમાં બેસી મોટા સમુદાય સાથે કેશી કુમારશ્રમણના ઊતારા ભણી જવા નીકળ્યો. તેમની પાસે પહોંચતાં જ ઘોડાઓ ઊભા રાખ્યા. રથને થંભાવી દીધો અને પોતે રથથી ઊતરી કેશી કુમારશ્રમણની ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંદી નમી હાથ જોડી વિનય-પૂર્વક સેવા કરતાં તેમની સામે બેઠો. કેશી કુમારશ્રમણે ચિત્ત સારથિને અને તેની સાથેની મોટા જનતાને ચતુર્યામ ધર્મનો ઉપદેશ કર્યો એટલે કે સર્વ પ્રકારની હિંસાથી વિરામ કરવો, સર્વ પ્રકારના અસત્યથી વિરામ કરવો, સર્વ પ્રકારની ચોરીથી વિરામ કરવો અને સર્વ પ્રકારના બહિદ્વાદાનથી વિરામ કરવો. કેશી કુમારશ્રમણે કહેલી આ હિતશિક્ષાઓ સાંભળીને ચિત્ત સારથિ પ્રમુદિત થયો અને શ્રમણને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડીઆ પ્રમાણે બોલ્યો હે ભગવન્! તમે કહેલા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ ધરું છું, હે ભગવન્! તેઓએ જણાવેલું નિગ્રંથ પ્રવચન મને રુચે છે, તે પ્રમાણેના પાલન માટે ઊજમાળ થઉં છું અને હે ભગવન્! જેવું તમે કહેલું છે તેવું તે, મને સારું લાગે છે. તમારી પાસે આ ઘણા ઉગ્રો ભોગો અને ઈભ્યો વગેરેએ પોતાનું પુષ્કળ સોનું રુપે ધન ધાન્ય બળ વાહન ભંડાર કોઠાર અને વિશાળ અંતઃપુર એ બધાંનો પરિત્યાગ કરીને અને એ બધું ધન જનતામાં વહેંચી દઈને મુંડ થઈ ગૃહવાસ છોડી અણગારપણું સ્વીકાર્યું છે પણ હું તેમ કરવા સમર્થ નથી. હું તો આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતવાળો અને સાત શિક્ષા વ્રતવાળો એમ બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારવા શક્તિમાન છું. કેશી કુમાર શ્રમણ બોલ્યાઃ હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર, તેમાં વિઘ્ન ન કર. પછી કેશી કુમારશ્રમણ પાસે ચિત્ત સારથિએ પૂર્વે જણાવેલો ગૃહિધર્મ સ્વીકાર્યો અને તેમને વાંદી નમીને પાછો એ સારથિ પોતાને ઊતારે આવી પહોંચ્યો.
[૫૫]હવે તે ચિત્ત સારથિ શ્રમણોપાસક થયો. જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા ક્રિયા અધિકરણ બંધ અને મોક્ષના સ્વરુપને તે બરાબર સમજવા લાગ્યો. નિગ્રંથ પ્રવચનમાં તેને હવે એવી દઢ શ્રદ્ધા થઈ કે તે પ્રવચનથી કોઈ દેવ અસુર નાગ સુવર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org