________________
૧૦૩
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ શત્રુ રાજાના દ્વારા અવરુદ્ધ-ઘેરાયેલ અને તે કારણે ઘોર મહા ભયથી પીડિત કોઈ ઉત્તમ મહા નગરીની સમાન તે નૌકા વિલાપ કરતી હોય તેમ લાગતું હતું જેમ મોટા જંગલ માંથી ચાલીને નીકળેલી અને થાકેલી મોટી ઉંમરવાળી માતા જેમ હાંકે છે તેમ તે નૌકા પણ વિશ્વાસને જાણે છોડવા લાગી. તપશ્ચરણના ફળ સ્વરૂપ પ્રાપ્ત સ્વર્ગના ભોગ ક્ષીણ થવાના કારણે જેમાં શ્રેષ્ઠ દેવી પોતાના અવના સમયે શોક કરે છે તેમ તે નૌકા પણ જાણે શોક કરતી હોય તેમ લાગતું હતું. તેના કાષ્ઠ અને મુખભાગ ચૂરેચૂરા થઈ ગયા. તેની મેઢી ભંગ થઈ ગયેલ છે અને માળ સહસા મરડાઈ ગયો. તેને પાણીનો સ્પર્શ વક્ર થવા લાગ્યો એક-બીજા સાથે જોડાયેલા પાટિમાં તડ તડ શબ્દ થવા લાગ્યા તેની જોડ તૂટવા લાગી લોઢાના ખીલા નીકળવા લાગ્યા તેના બધા ભાગ અલગ અલગ થઈ ગયા તેની પટ્ટીઓ સાથે બાંધેલી રસ્સી ભીની થવાથી તૂટી ગઈ. તેથી તેના બધા હિસ્સા વિખરાઈ ગયા તે કાચા કોરા જેવી થઈ ગઈ. પાણીમાં વિલીન થઈ ગઈ અભાગી મનુષ્યોના મનોરથની સમાન તે અત્યંત ચિંતનીય થઈ ગઈ. નૌકા પર આરૂઢ કર્ણધાર, મલ્લાહ, વણિક અને કર્મચારીઓ હાય હાય કરી વિલાપ કરવા લાગ્યા તે વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી હતી. આ વિપદાના સમયે સેંકડો મનુષ્ય રુદન કરવા લાગ્યા. આકંદન કરવા લાગ્યા શોક કરવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા. તે સમયે જળની અંદર વિદ્યમાન એક મોટા પર્વતના શિખરની સાથે ટકરાઈને નૌકાનો મસ્કૂલ અને તોરણ ભગ્ન થઈ ગયા. અને ધ્વજ દંડ વાંકોવળી ગયો. નૌકાના વલય જેવા સેંકડો ટુકડા થઈ ગયા તે નૌકા કડાકીના શબ્દ કરીને તે જ સ્થઆને નષ્ટ થઈ ગઈ.
[૧૧૨] બંને માકંદીપુત્રો ચતુર. 'દક્ષ, અર્થને પ્રાપ્ત કરેલ, કુશળ, બુદ્ધિમાનું, નિપુણ,શિલ્પને પ્રાપ્તકરેલ,ઘણાં જહાજના યુદ્ધ જેવા ખતરનાક કાર્યોમાં કૃતાર્થ, વિજયી, મૂઢતા રહિત. અને હુર્તિવાળા હતા. તેથી તેઓએ એક મોટું પાટિયું મેળવી લીધું. જે પ્રદેશમાં તે જહાજ નષ્ટ થયું હતું તેજ પ્રદેશમાં–તેની પાસે જ એક રત્નદ્વીપ નામનો મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લાંબો પહોળો અને અનેક યોજનાના ઘેરાવાળો હતો. તેનો પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષોના વનોથી મંડિત હતો. તે દ્વીપ સુંદર સુષમા વાળો પ્રસન્નતા. ઉત્પન્ન કરનાર, દર્શનીય, મનોહર અને પ્રતિરૂપ હતો. તે દ્વીપના એકદમ મધ્યભાગમાં એક ઉત્તમ પ્રાસાદ હતો. તેની ઊંચાઈ ઘણી હતી તે પણ સશ્રીક, પ્રસન્નતા પ્રદાયી, દર્શનીય, મનોહર રૂપવાળો અને પ્રતિરુપ હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્વીપદેવતા નામની એક દેવી રહેતી હતી. તે પાપીણી, અતિ પાપીણી ચંડા ભયંકર તુચ્છસ્વભાવવાળી અને સાહસિક હતી તે ઉત્તમ પ્રાસાદોની ચારે દિશાઓમાં ચાર વનખંડ હતા. તે શ્યામ વર્ણ વાળા અને શ્યામ કાન્તિવાળા હતા. ત્યાર પછી તે બંને માકંદીપુત્રો પાટિયાના સહારે તરતાં તરતા રત્ન દ્વીપની સમીપ આવી પહોંચ્યા. રત્નદ્વીપમાં ઉતર્યા. ઉતરીને ફળોની માર્ગણા ગવેષણા કરી. પછી ફૂલોને ગ્રહણ કર્યા. ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ફળ ખાધા. ફળ ખાઈને નાળિયેરોની ગવેષણા કરી. નાળીયેર ફોડ્યાં. પછી તે તેલથી બંનેએ આપ સમાં માલિશ કરીને વાવડીમાં પ્રવેશ કર્યો. સ્નાન કરીને વાવડીથી બહાર નીકળ્યા. એક પૃથ્વી શિલા પટ્ટપર બેઠા. બેસીને શાંત થયા. વિશ્રામ લીધો અને શ્રેષ્ઠ સુખાસન પર આસીન થયા ત્યાં બેઠા બેઠા ચંપા નગરી, માતા-પિતાની આજ્ઞા લેવી, લવણ સમુદ્રમાં ઉતરવું તોફાની વાયુનું ઉત્પન્ન થવું, નૌકાનું ભાંગીને ડૂબી જવું, પાટિયાના ટુકડાનું મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org