SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉવાસગ દસાઓ - ૮/૫૦ સ્વયમેવ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગોને ભોગવતી રહે છે. તે પછી તે રેવતી ગૃહપત્ની માંસને વિષે લોલુપ થયેલી, મૂર્છિત થયેલી યાવત્ અત્યંતઆસક્ત થયેલી, બહુ પ્રકારનાં શેકેલા, તળેલા અને ભૂંજેલા માંસની સાથે સુરા, મધુ, મેરક, મઘ, સીધુ અને પ્રસન્ના મદિરાથી આસ્વાદ કરતી, તથા પરિવારને વહેંચતી વિચરે છે. [૫૧]તત્પશ્ચાત રાજગૃહ નગરમાં અન્ય કોઈ દિવસે અમારિ ઘોષણા થઈ. ત્યારે તે માંસમાં લોલુપ, માંસમાં મૂર્છિત થયેલી રેવતી ગૃહપત્ની કૌલગૃહ- પુરુષોને બોલાવે છે. કહે છેઃ હે દેવાનુપ્રિયો ! તમે મારા પિતૃગૃહ સંબંધી વ્રજોમાંથી દરેક પ્રભાતે બબ્બે વાછરડાંનો વધ કરો અને વધ કરીને મને આપો. તદનન્તર તેના પિયરના તે પુરુષો રેવતીગૃહપત્નીનાએઅર્થને‘તહ’ત્તિ કહીને વિનય વડે સ્વીકારે છે,બબ્બેવાછરડાંઓનો વધ કરીને રેવતી ગૃહપત્નીને આપે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની તે શેકેલા તળેલા અને ભૂંજેલા વાછરડાના માંસની સાથે સુરા-મદિરાનો આસ્વાદ કરતી વિચરે છે. [૫૨]તે મહાશતક શ્રમણોપાસકને ઘણાં શીલવતો વગેરે વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયા, ત્યારે તે આનંદની પેઠે પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સંભળાવે છે. યાવત્ પોષધશાલામાં જઈ ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની મત્ત-ઉન્મત્ત થયેલી, સ્ખલના પામતી, છૂટા કેશવાળી, ઉપરનાં વસ્ત્રને દૂર કરતી કરતી, જ્યાં પોષધશાલા છે, અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે. ત્યાં આવીને મોહોન્માદ ઉત્પન્ન કરનારા, શૃંગાર રસવાળા સ્ત્રીભાવકટાક્ષ આદિને પ્રદર્શિત કરે છે, અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે છે : ધર્મની ઈચ્છાવાળા, પુણ્યની ઈચ્છાવાળા, સ્વર્ગની ઈચ્છાવાળા, મોક્ષની ઈચ્છાવાળા, ધર્મની કાંક્ષાવાળા, ધર્મઆદિની પિપાસાવાળા, હે મહાશતક શ્રમણોપાસક ! હે દેવાનુ પ્રિય ! તમારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ કે મોક્ષનું શું કામ છે, કે જે તમે મારી સાથે ઉદાર યાવત્ ભોગવવા લાયક ભોગો ભોગવતા નથી ? [૫૩]તે પછી તે મહાશતક શ્રમણોપાસક રેવતી ગૃહપત્નીની આ વાતનો આદર કરતો નથી અને તે તરફ ધ્યાન આપતો નથી. તે મૌન ધારણ કરી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. ત્યાર બાદ તે રેવતી ગૃહપત્નીએ મહાશતક શ્રમણોપાસકને બીજી વાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહ્યું : યાવત્ આદર નહિ કરતો, નહિ ધ્યાન આપતો ધ્યાનમગ્ન રહે છે. તે પછી જ્યારે મહાશતક શ્રમણોપાસકે આદર ન કર્યો અને ધ્યાન ન દીધું ત્યારે તે રેવતી જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ ચાલી ગઈ. ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે. સૂત્રમાં કહ્યા પ્રમાણે પૂર્ણ કરે છે. એમ અગિયાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તત્પશ્ચાત મહાશતક શ્રમણોપાસક તે ઉદાર તપ વડે યાવત્ કૃશ-દુર્બળ થયો અને ધમનીઓ વડે વ્યાપ્ત થઈ ગયો ત્યાર પછી તે મહાશતક શ્રમણોપાસકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગ૨ણ કરતાં આવા પ્રકારનો વિચાર થયો ઃ આ ઉદાર તપ વડે હું કૃશ થયો છું. ઈત્યાદિ આનંદની જેમ બધું કહેવું. અને તે છેલ્લી મારણાન્તિક સંલેખના અંગીકાર કરીને, શરીરનો ત્યાગ કરીને અને ભાત-પાણીના પણ પ્રત્યાખ્યાન કરીને કાળની દરકાર કર્યા વિના વિચરવા લાગ્યો. તદન્તર મહાશતક શ્રમણોપાસકે શુભ અધ્યવસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy